SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અદ્ધિશતક [૬૪૫ વંશાનુવંશગત છાયા પડી હોય તે વધારે સંભવ લાગે છે. સ્તુતિકાર સિદ્ધસેન દિવાકર દિદ્ભાગના બહુ સમીપવતી છે. તેમણે દિલ્તાગના “ન્યાયમુખનું અનુકરણ કરી “ન્યાયાવતારર છે એમ માનવાને આધાર છે. તેમણે દિન્નાગની અન્ય કૃતિઓની સાથે દિનાગનું અધ્યદ્ધશતક અને તેના જ મૂળ આદર્શરૂપ માતૃચેટનું અધ્યદ્ધશતક જોયું હોય એ વધારે સંભવ છે. જે એ સંભવ સાચે હોય તે એમ માનવું નિરાધાર નથી કે સિદ્ધસેને ચેલ પાંચ સળંગ બત્રીસ-બત્રીસ લેકની બત્રીશીઓ, જેનું કુલ પ્રમાણુ અધ્યદ્ધશતકના એક પન લેક કરતાં માત્ર સાત જ શ્લોક વધારે થાય છે, તેમાં પણ માતૃચેટના પગલે ચાલવાનો પ્રયત્ન છે. સિદ્ધસેન પછી થનાર અને મોટે ભાગે સિદ્ધસેનની સ્તુતિઓનું જ પિતાની ઢબે અનુકરણ કરનાર સ્વામી સમન્તભદ્રના “સ્વયમ્ભસ્તોત્રની સ્મૃતિ પણ આ સ્થળે અસ્થાને નથી, કેમ કે એ સુલિષ્ટ તેત્રમાં પણ અધ્ય શતક કરતાં માત્ર દસ જ ક ઓછા છે, અર્થાત તેની શ્લોકસંખ્યા ૧૪૩ છે. હું ઉપર જણાવી ગયો છું કે પચાસથી થોડા ઓછા કે થડા વધારે શ્લેકે હોય તે પણ તે શતાઈ શાસ્ત્રીય રીતે કહેવાય છે. એટલે, કહેવું હોય તો, એમ કહી શકાય કે સિદ્ધસેનના ૧૬૦ અને સમંતભરના ૧૪૩ શ્લોકે એ અધ્યદ્ધશતકના ૧૫૩ શ્લોકોની બહુ નજીક છે. આ સિવાય સિદ્ધસેનની સ્તુતિઓમાં કઈ કઈ ખાસ એવા શબ્દો અને ભાવો છે કે જે ઉપરથી એમ માનવાને કારણે મળે છે કે કદાચ સિદ્ધસેને એ શબ્દો કે ભાવ માતૃચેટ અગર તેના અનુકર્તાઓની સામે જ પ્રકટ કર્યો હોય, જે વિશે આગળ વુિં વિચારીશું. સિદ્ધસેન અને સમન્તભદ્ર કરતાં પણ આચાર્ય હેમચન્દ્ર આ સ્થળે વિશેષ સ્મરણીય છે. જોકે આચાર્ય હેમચન્દ્ર તે ઈ-સિંગ પછી લગભગ પાંચ શતાબ્દી બાદ થયા છે, છતાં એમનું માત્ર “વીતરાગસ્તેત્ર” પણ જ્યારે અર્ધશતક સાથે સરખાવીએ છીએ ત્યારે ઈ–સિંગના અનુકરણવિષયક કથન વિશે જરા પણ સંદેહ રહેતો નથી. વીતરાગસ્તોત્ર'ના સ્લે કે ૧૮૭ છે. એટલે તે સંખ્યાની દૃષ્ટિએ અધ્યદ્ધશતકથી બહુ દૂર છે. અધ્યદ્ધશતકના તેર વિભાગે છે, જ્યારે વીતરાગસ્તોત્રના વીશ. પણ હેમચંદ્ર “વીતરાગસ્તોત્રમ્ કુમારપાલ ભૂપાલને ઉદ્દેશી લખ્યું છે. માતૃચેટને કનિષ્ક સાથે સંબંધ જોતાં એમ થઈ આવે છે કે શું માતૃચેટે પણ સમ્રાટ કનિષ્કને ઉદેશી અધ્યપદ્ધશતક જેવાં સ્તોત્રો રચાં ન હોય ? હેમચંદ્ર કુમારપાલ પાસે શિકાર છોડાવ્યો અને વન્ય પ્રાણુઓને તેને હાથે અભયદાન દેવડાવ્યું એ અમારિઘોષણાની વાત ઈતિહાસવિદિત છે. માચૅટે સમ્રાટ કનિષ્કને લખેલા પત્રમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy