SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ તપ અને પરિવહ [ ૪૪૫ પણ આધિભૌતિક કે દુન્યવી એવી મહાન વસ્તુ કે શેધ નથી કે જેની સિદ્ધિમાં તપ અને પરિષહાની જરૂરિયાત ન હોય. સિકંદર, સીઝર અને નેપલિયનનો વિજય લે, અથવા વૈજ્ઞાનિકોની શોધ લો, અથવા બ્રિટિશ સામ્રાજ્યનો પાયો નાખનાર અંગ્રેજોને લે, તે તમને દેખાશે કે એની પાછળેય એમની ઢબે તપ હતું અને પરિષહ પણ હતા. આપણે બધા તપ આચરીએ કે પરિષહ સહીએ તો તેને કાંઈક તે ઉદ્દેશ જ જોઈએ. કાં તે તેનાથી આધ્યાત્મિક શાંતિ સધાય અને કાં તે આધિભૌતિક વિભૂતિ સધાય. આ બેમાંથી એકે ન સધાય તે આપણને મળેલ તપ અને પરિષહેનો વારસો વિકસિત થવા છતાં તે કેટલે વધારે કીમતી થાય છે અને વિચાર તમે જ કરે ! પરિણામ ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે તપ અને પરિષહો મારફત આપણા સમાજે પ્રમાણમાં બીજા કરતાં આધ્યાત્મિક શાંતિ એટલે કલેશોની શાંતિ કેટલી વધારે સાધી છે, અથવા એ વારસા દ્વારા એણે આધિભૌતિક મહત્તા કેટલી વધારે પ્રાપ્ત કરી છે. જે આપણને એવું અભિમાન હોય કે જેને જેવું તપ કોઈ કરતા નથી, કરી શકતા નથી અને જૈન ભિક્ષ જેટલા ઉગ્ર પરિષહ બીજ કોઈ સહી શકતા નથી તે આપણે એનું વધારેમાં વધારે પરિણામ બતાવવા તૈયાર રહેવું જોઈએ. દુનિયામાંથી કોઈ આવી આપણને પૂછે કે “ભલા તમે તપ અને પરિષહેની બાબતમાં બીજા કરતાં પિતાને વધારે ચડિયાતા માને. છો, તે પછી તમારે સમાજ પણ એનું પરિણામ મેળવવામાં વધારે ચડિયાતો. હોવો જોઈએ. તેથી તમે બતાવે કે તમારા સમાજે તપ અને પરિષહ દ્વારા કયું પરિણામ મેળવી બીજા સમાજે કરતાં ચડિયાતાપણું મેળવ્યું છે? શું તમે hશશાંતિમાં બીજા કરતાં ચડે છે? કે શું જ્ઞાનની બાબતમાં બીજા કરતાં ચડે છે કે શું શેધખોળ કે ચિંતનમાં બીજા કરતાં ચડે છે ? શું તમે પરાક્રમી શીખ સૈનિકે જેવી સહનશીલતામાં બીજા કરતાં ચડે છે ? આ પ્રશ્નોને ઉત્તર આપણે હકારમાં પ્રામાણિકપણે ન આપી શકીએ ( અને અત્યારનું સામાજિક પરિણામ એવો ઉત્તર આપવા ના પાડે છે), તે પછી આપણે એકવાર ગમે તેવા કીમતી નીવડેલા અને વસ્તુતઃ કીમતી નીવડી શકે તેવા તપ અને પરિષહના વારસાનું મિથ્યાભિમાન કરવું છોડી દેવું જોઈએ. તપ અને પરિષહના ખાસ પ્રતિનિધિ મનાતા ગુરુઓ જ આજે મોટેભાગે આપણે કરતા વધારે ગૂંચમાં છે, મોટા કલેશમાં છે, ભારે અથડામણીના જોખમમાં છે. સાથે સાથે સમાજને મોટે ભાગ પણ એ વાવાઝોડામાં સપડાયેલું છે. ક્યાં એ સુંદર વારસાનાં સુંદરતમ આધ્યાત્મિક પરિણામો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy