SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનશુદ્ધિ અને ભગવાન મહાવીર [ ૪૭૫ માં, ધર્મસ્થાનમાં કે બજારમાં અનુભવીએ છીએ. કપડાં ચોગીનાં હોય કે ભોગીનાં, પણ આપણું જીવનમાં એ બધા જ ઉપસર્ગો આપણે અનુભવીએ છીએ. પછી શંકા શી કે ભલા, આવા દે હેઈ શકે? કે વળી આવા ઉપસર્ગો હોઈ શકે? તેમ જ અચંબે પણ શે, કે અહે! આ તે બધું ભગવાન જેવા મોટા પુરુષને જ હોય, એમને જ આવા ઉપસર્ગો પડે અને એ જ તેને જીતી શકે ! આપણે પોતે ભગવાન છીએ. આપણું જીવનમાં તેમને પડ્યા અને તેમણે સહ્યા તે બધા જ ઉપસર્ગો રાતદિવસ આવ્યે જાય છે, પણ આપણે આપણા પિતાના જીવનમાં ડોકિયું નથી કરતા અને ભગવાનના જીવન તરફ પણ નજર કરીએ છીએ તે અંદર ઊતરવા ખાતર નહિ, પણ ઉપર ઉપરથી જ. આપણે ભગવાનના જીવન અને આપણું જીવન વચ્ચે ભારે ફેર અનુભવીએ છીએ, અને એ ફેર એક એવો દેવતાઈ માની લઈએ છીએ કે આપણે ભગવાન ઉપર શ્રદ્ધા રાખવા છતાં તેમનાથી વેગળા જ રહીએ છીએ. આપણે પિતે જ ભગવાન છીએ, એનો અર્થ એટલે જ કે ભગવાનની માનસિક વિટંબણાઓ, એમના જીવનનાં તોફાનો, અને એમનું દિવ્ય-આસુરીવૃત્તિનું યુદ્ધ, એ જ આપણા જીવનમાં છે. ફેર હોય તે તે એટલે જ છે કે આપણે આપણા જીવનગત એ ઉપસર્ગોને જોતા નથી, જોવા ઇચ્છતા નથી, તે માટે પ્રયત્ન કરતા નથી, જ્યારે ભગવાને એ બધું કર્યું. જે જાણે, ઈચ્છે અને પ્રયત્ન કરે તે વસ્તુને મેળવે, તેથી જ ભગવાને જીવન મેળવ્યું અને આપણે ગુમાવ્યું અને હજી ગુમાવતા જઈએ છીએ. મહાવીર કોના પુત્ર હતા, કઈ નાતના હતા, ઉમર શી હતી, તેમને પરિવાર કેટલે હતા, સમૃદ્ધિ શી હતી, ઘર ક્યારે છોડયું, ક્યાં ક્યાં ફર્યા, કે તેમના પરિચયમાં આવ્યું, કેટલા અને ક્યા ક્યા દૈવી બનાવ બન્યા. કે કેટલો રાજા ચરણોમાં પડ્યા, કેટલાં ચેલા અને ચેલીઓ થયાં, કેટલા ગૃહસ્થોએ તેમના પગ પૂજ્યા, તેમણે શાં શાં કામો કર્યો, ક્યાં નિર્વાણ પામ્યા વગેરે બધું જાણવું હોય તે જાણવું ખરું, પણ સ્મરણમાં રહે કે એ બધી બાબત તો વધારે ચમત્કારપૂર્વક અને વધારે આકર્ષક રીતે બીજાના જીવનમાંથી પણ સાંભળી અને મેળવી શકીએ છીએ. તે પછી આજકાલ વંચાતા મહાવીરજીવનમાંથી શું કાંઈ સાંભળવા જેવું નથી એવો પ્રશ્ન થાય. ઉત્તર ઉપર દેવાઈ તે ગયે જ છે, છતાં સ્પષ્ટતા ખાતર કહેવું જોઈએ કે મહાવીરનું જીવન સાંભળતી કે વિચારતી વખતે અંતર્મુખ થઈ એમના જીવનની ઘટનાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy