________________
૬૭૬ ]
દર્શન અને ચિંતન બુદ્ધ અને ગોપાનું મિલન તેમ જ સંવનન
પુરેહિતે કન્યાનું એ વચન શુદ્ધોદનને જઈ સંભળાવ્યું. શુદ્ધોદને વિચાર્યું કે કુમાર કાંઈ આવા વચનમાત્રથી માની લે તેવો નથી; એટલે ભારે કાંઈક વધારે ખાતરી કરાવનાર માર્ગ લેવો જોઈએ. આમ વિચારી તેણે નક્કી કર્યું કે મારે કીમતી ધાતુનાં સુંદર અને ચે તેવાં પાત્રો બનાવરાવવાં. કુમાર ઉપસ્થિત બધી કન્યાઓને પાત્રે વહેચે ને જેના ઉપર એની નજર ઠરે એ કન્યાને તે ચાહે છે એમ સમજી આગળનું બધું ગોઠવવું. શુદ્ધોદને વિચાર્યા પ્રમાણે પાત્રો તૈયાર કરાવી નગરમાં ઘોષણા કરાવી કે સભાસ્થાનમાં બધી કન્યાઓએ ઉપસ્થિત થવું. તેમને કુમાર દર્શન આપશે અને કીમતી પાત્રોની ભેટ પણ આપશે. શુદ્ધોદને ગુપ્ત રીતે વિશ્વાસુ માણસોને રોકી એમ પણ સૂચવ્યું કે પાત્રો વહેંચતી વખતે કુમારની નજર કેના ઉપર ઠરે છે, તે તમે મને જણાવજે. યાજના પ્રમાણે સભામંડપમાં નગરકન્યાઓ આવતી ગઈ અને સિદ્ધાર્થનું દર્શન કરી, મળ્યું તે પાત્ર લઈ તરત ચાલતી થઈ પણ એકેય એમાં એવી ન નીકળી કે જે સિદ્ધાર્થની શોભા કે તેજને ઝીલી થોડી વાર સાહસપૂર્વક તેની સામે ઊભી રહી શકે. છેવટે પેલી દંડપાણિની
પા નામની કન્યા આવી અને સભામંડપમાં પરિવાર સાથે એક બાજુ ઊભી રહી તેમ જ અનિમેષ નયને કુમારને જતી રહી. જ્યારે તેને પાત્ર ન મળ્યું, ત્યારે હસતી હસતી કુમાર પાસે જઈ તે બોલી કે, “મેં શું બગાડયું છે કે મને પાત્ર ન મળ્યું ?” કુમારે કહ્યું કે, “હું તારું અપમાન નથી કરતે, પણ તું સૌથી પાછળ આવી અને પાત્રો તો પૂરાં થયાં.” એમ કહી કુમારે પિતાની કીમતી વીંટી તેને આપી. ગોપા બોલી, “કુમાર ! હું તમારી વીંટીને લાયક છું.” કુમારે ફરી કહ્યું, “તે પછી લે આ મારાં આભરણે.” ગોપા બેલી, “અમે કાંઈ કુમારને વ્યસંકૃતઅલંકારહીન–કરવા નથી ઈચ્છતાં; ઊલટું, અમે તે ભારને અલંકૃત કરીશું અર્થાત્ મારની–કામદેવની આરાધના દ્વારા જ પારને જીતીશું. ” આમ મધુર વ્યંગ્યક્તિ કરી તે કન્યા ચાલતી થઈ કન્યાનું માથું અને દંડ૫ાણિને જવાબ
. આ બધું જોઈ પેલા ગુપ્ત પુરુએ રાજા પાસે યથાવત નિવેદન કર્યું કે, “દેવ ! દંડપાણિની ગેપા નામની કન્યા ઉપર કુમારની આંખ ઠરી છે; એટલું જ નહિ, પણ એ બન્ને વચ્ચે થોડી વાર વાતચીત પણ થઈ છે. આ હકી, 1 રૂાગી શબ્દોને પુરોહિતને મોકલી દંડપાણિ પાસે કન્યાનું માગું કર્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org