SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ વારસાનું વિતરણ [ ૭૧૩ લેખકનો આ ઇતિહાસ શાળા-મહાશાળામાં ચાલતા ઈતિહાસ કરતાં જુદો પડે છે, કેમ કે એ માત્ર રાજાને ન સ્પર્શતાં સમગ્ર પ્રજાજીવન વ્યાપી સંસ્કારને સ્પર્શે છે, અર્થાત પ્રસ્તુત ઈતિહાસ સંસ્કૃતિને ઈતિહાસ છે. આમુખમાં લેખકે જોડના કથનને આધારે સંસ્કૃતિને અર્થ દર્શાવી તેનું સ્પષ્ટીકરણ કર્યું છે, તે ખાસ ધ્યાન ખેંચે છે. પહેલા પ્રકરણમાં કદના ઉપરથી ફલિત થતી આર્યોની અહિક જીવનપરાયણ પુસ્નાથ, તેમ જ સાદી અને નિર્બન્ધન જીવનચર્યાનું તાદશ ચિત્ર રજૂ થયેલ છે. તેમ જ આર્યોને દેશના જે મૂળનિવાસીઓના સંપર્કમાં આવવું પડે છે તે મૂળનિવાસીઓને સ્પષ્ટ પરિચય આપવામાં આવ્યું છે. સિંધુસંસ્કૃતિના લેકે, ઠાવિડિયો અને કોલ, સંથાલ આદિ જ, જે બધા આ દેશના આદિવાસીઓ, તેમનાં મૂળ સ્થાને ક્યાં હતાં અને શોધળે તે ઉપર શું અજવાળું નાખ્યું છે વગેરે વિસ્તૃત પરિચય કરાવી લેખકે આર્યો અને અનાર્યો એ બંને વર્ગ વચ્ચે થયેલ સંઘર્ષ અને છેવટે થયેલ સમન્વયની પૂર્વભૂમિકા રજૂ કરી છે. બીજા પ્રકરણમાં આર્યો અને અનાર્યોનું મિલન, તેના પુરસ્કર્તા કોણ કોણ હતા તે, સમન્વય માટે ચાલેલી ગડમથલે અને સધાયેલ સમન્વયનાં ઈષ્ટ પરિણામે–એ બધું સુરેખ રીતે દર્શાવવામાં આવ્યું છે. પ્રકરણ ત્રીજામાં આર્યઅનાર્યના એ સમન્વયકારી મિલનને પડશે પાડતા રામાયણ લેખકે તલસ્પર્શી મનોરમ પરિચય કરાવ્યો છે. રામાયણના કર્તા વાલ્મીકિ કળી લૂંટારા હતા, જ્યારે મહાભારતના કર્તા વ્યાસ એ પરાશર ઋષિ અને માછણના કૃષ્ણવર્ણ પુત્ર હતા. આ બંને આર્ય-અનાર્યના મિલનના સૂચક છે, અને એમના ગ્રંથે પણ એ મિલન જ સૂચવે છે. સાચા અર્થમાં વ્યાસ અને વાલ્મીકિ ગમે તે હોય. કદાચ આર્ય—અનાર્થનું મિલન સૂચવવા ખાતર જ એ બેની એવી જાતિઓ ગ્રંથકારે ચીતરી હોય, જેથી જાતિમદમાં ઝૂલતા આર્યોને ગર્વ ગળે ને દીનતામાં રાચનાર અનાને પાને ચઢે, તેમ જ રામાયણ અને મહાભારતને બધા એકસરખી રીતે સ્વીકારે. વાલ્મીકિ પિતે અનાર્ય હોવાથી જ તેમણે અનાર્યને એક એક વર્ગની મદદ દ્વારા જ રામને મહિમા વધ્યાની વાત ગાઈ છે. અનાર્યોની મદદ વિના રામ ન જીતત, ન રામ બનત. એટલે એ સ્પષ્ટ છે કે જેણે ગ્રંથકાર તરીકે કેળી વાલ્મીકિને નિર્દેશ્યા તેને ઉદ્દેશ અનાર્યોનું બળ દર્શાવવાને, આર્યોને માન આપવાને અને એ રીતે બનેનું એક્ય સાધવાને હતે. મદદરી વિભીષણને પરણે, તારા દિયરને પરણે, રાવણ અને વિભીષણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy