________________
૭૨ ]
દર્શન અને ચિંતન એટલે કે જીવન માટે અતિ આવશ્યક પ્રવૃત્તિઓમાં ડગલે ને પગલે આવતી અથડામણીઓ નિવારવા લોકે સામે પોતાના સમગ્ર જીવન દ્વારા લૌકિક પ્રવૃત્તિઓને પણ નિર્વિષપણે પદાર્થપાઠ રજુ કરે તે શુદ્ધ કર્મ.
અહીં એક સત્ય તે લેકકલ્યાણની વૃત્તિ છે. તેને સિદ્ધ કરવાના બે ભાગે તે ઉક્ત એક જ સત્યની ધર્મ અને કર્મરૂપ બે બાજુઓ છે. સાચા ધર્મમાં માત્ર નિવૃત્તિ ની હતી, પરંતુ એમાં પ્રવૃત્તિ પણ હોય છે. સાચા કર્મમાં માત્ર પ્રવૃત્તિ નથી હોતી, પરંતુ એમાં નિવૃત્તિ પણ હોય છે. બન્નેમાં બને તો છતાં ગૌણમુખ્યપણાનું તેમ જ પ્રકૃતિભેદનું અંતર છે. તેથી એ બન્ને રીતે સ્વ તથા પરકલ્યાણરૂપ અખંડ સત્ય સાધવું શક્ય છે. આમ હોવા છતાં ધર્મ અને કર્મના નામે જુદા જુદા વિરોધી સમ્પ્રદાયે. કેમ સ્થપાયા એ એક કેયડે છે; પણ આ સામ્પ્રદાયિક માનસનું જો આપણે વિશ્લેષણ કરીએ તો એ અકળ દેખાતો કેયડ આપોઆપ ઉક્લાઈ જાય છે.
સ્થળ અને સાધારણ લેકે કઈ પણ આદર્શની ઉપાસના કરતા હોય છે ત્યારે સામાન્ય રીતે તેઓ એ આદર્શના એકાદ અંશને અથવા ઉપરના ખોળિયાને વળગી તેને જ પૂરે આદર્શ માની બેસે છે. આવી મનોદશા હોવાને લીધે ધર્મવીરના ઉપાસકે ધર્મને અર્થ માત્ર નિવૃત્તિ સમજી તેની ઉપાસનામાં પડી ગયા અને પોતાના ચિત્તમાં પ્રવૃત્તિના સંસ્કારે પિષવા છતાં પ્રવૃત્તિ-અંશને વિધી સમજી પિતાના ધર્મરૂપ આદર્શમાંથી તેને અલગ રાખવાની ભાવના સેવવા લાગ્યા. બીજી બાજુ કર્મવીરના ભક્તો કર્મને અર્થ માત્ર પ્રવૃત્તિ કરી તેને જ પિતાને પૂરે આદર્શ માની બેઠા અને એ પ્રવૃત્તિ સાથે સાંકળવા જોઈને નિવૃતિતત્ત્વને બાજુએ મૂકી માત્ર પ્રવૃત્તિને જ કર્મ માની મહા આ રીતે ધર્મ અને કર્મ બને આદર્શોના ઉપાસકે તદ્દન વિરોધી એવા સામસામેના છેડે જઈને બેઠા, અને પછી એકબીજાના આદર્શને અધૂરે કે અવ્યવહાર્યું કે હાનિકારક બતાવવા લાગ્યા. આ રીતે સામ્પ્રદાયિક માનસ એવું તે વિરુદ્ધ સંસ્કારોથી ઘડાઈ ગયું કે તેઓને માટે ધર્મ અને કર્મ એ એક જ સત્યની બે અવિરેાધી બાજુઓ છે એ વસ્તુ સમજમાં આવવાનું અશક્ય બની ગયું અને પરિણામે આપણે ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણના પંથમાં પરસ્પર વિરોધ, અણગમે અને ઉદાસીનતા જોઈએ છીએ...
જે વિશ્વમાં સત્ય એક જ હોય અને તે સત્ય સિદ્ધ કરવાને માર્ગ એક જ ન હોય તે ભિન્ન ભિન્ન માર્ગે એ સત્ય સુધી કેવી રીતે પહોંચી શકાય એ સમજવા માટે વિધી અને ભિન્ન ભિન્ન દેખાતા માર્ગોને ઉદાર અને વ્યાપક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org