SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્ર અને શસ્ત્ર વચ્ચે શું ફેર? [ ૧૩૯ત્મિક તરીકે પૂજાતાં શાસ્ત્રોને ઉપગ એક-બીજી રીતે દ્રવ્ય ઉત્પન્ન કરવામાં, વિરોધ સાથે કડવાશ વધારવામાં અને પોતપોતાની અંગત દુકાનો ચલાવવામાં થવા લાગ્યો. આ રીતે શાએ શસ્ત્રનું સ્થાન લીધું, અને તે પણ ખરી રીતે તે શબ્દ શસ્ત્રનું નહિ પરંતુ ઝેરી શસ્ત્રનું સ્થાન લીધું. તેથી જ આજે જો ફ્લેશ-કંકાસનાં બીજ વધારે દેખાતાં હોય અગર વધારે વ્યાપક રીતે લેશ-કંકાસ ફેલાવાની શક્યતા દેખાતી હોય તે તે ત્યાગી કહેવાતા છતાં શાસ્ત્રજીવી વગ માં જ છે અને એની અસર જ્યાં ત્યાં આખા સમાજ ઉપર વ્યાપેલી છે. આ તો બધી અત્યાર સુધીની ભૂતકાળની વાત થઈપણ હવે વર્તન માનમાં અને ભવિષ્યમાં શું કરવું એ એક પ્રશ્ન ઊભું થાય છે. શું શા . નિમિત્તે પ્રસરેલું વિષ કે શસ્ત્ર દ્વારા ફેલાયેલું વિષ શાસ્ત્ર અને શસ્ત્ર બંનેના નાશથી–વંસથી દૂર થઈ શકે ? તે માટે બીજો રસ્તો છે? એ બન્નેના નાશથી કદી ફ્લેશ—વિષનો નાશ થઈ ન શકે. યુરોપમાં શસ્ત્ર ઘટાડવાની અને નષ્ટ કરવાની વાતો ચાલે છે, પણ વૃત્તિ સુધાર્યા સિવાય એ શસ્ત્રોના નાશથી કદી શાન્તિ આવવાની નથી, આવી શકે નહિ. કોઈ કહે કે એક વેદને ઝંડે ફરકે તો કલેશ-કંકાસ અને ઝઘડા, જે પંથ નિમિતે થાય છે તે, ન થાય; કોઈ કુરાનભક્ત એ જ વાત કહે, પણ આપણે ભ્રમમાં ન રહેવું જોઈએ કે એક વેદના અનુયાયીઓ અને કુરાનને માનનારાઓ વચ્ચે પણ એટલી જ મારામારી છે. જ્યારે એક ઝંડાની નીચે બીજ વધારે આવશે ત્યારે પણ અત્યારે હશે તે કરતાં મારામારી વધશે. ત્યારે એ એક ક ઉપાય છે કે જેથી વેરનું ઝેર મટે ? ઉપાય એક જ છે અને તે ઉદારતા તેમ જ જ્ઞાનશક્તિ વધારવી તે. જે આપણામાં ઉદારતા અને જ્ઞાનશક્તિ વધે તે આપણે ગમે તે શાસ્ત્રને માનતા હોઈશું છતાં બીજા સાથે કે અંદરોઅંદર અથડામણીનું કારણ આપોઆપ દૂર થશે. આજે પંથ કે સમાજ જે માગી રહ્યો છે તે તો શાન્તિ અને એકસંપી છે. આ તત્ત્વ ઉદારતા અને જ્ઞાનવૃદ્ધિ સિવાય કદી સંભવી શકતું નથી. ભિન્ન ભિન્ન શાસ્ત્રને અનુસરનાર જુદા જુદા પંથે અને વર્ગો માત્ર ઉદારતા અને જ્ઞાનવૃદ્ધિને બળે જ હળીમળી એકસંપથી કરવાનાં કામ કરી શકે. આપણે ઘણાય એવા પુરુષો જોઈએ છીએ કે જેઓ એક શાસ્ત્રના અનુયાયી નથી છતાં એકદિલ થઈ સમાજ અને દેશનું કામ કરે છે, અને આપણે એવા પણ ઘણું માણસ જોઈએ છીએ કે જેઓ એક જ સંપ્રદાયનાં શાસ્ત્રોને સરખી રીતે માનવા છતાં એકબીજા સાથે હળીમળીને કામ કરવાની વાત તે બાજુએ રહી, પણ એકબીજાનું નામ પણ સહન કરી શકતા નથી. આ વસ્તુસ્થિતિ આપણને શું સૂચવે છે, તે હવે કહેવાની ભાગ્યે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy