________________
કલિકાલસર્વને અંજલિ
દક્ષિણના પાંડિત્યરૂપ પૂર્વ-ઉત્તરમીમાંસાને પહેલવહેલે ગંભીર આભાસ ગુજરાતને હેમચંદ્રાચાર્યે જ કરાવ્યું. દૂરદૂરના દેશો તક્ષશિલા અને કાશ્મીરની વિદ્યાઓને ગુજરાતમાં લાવનાર કોણ હતું ? આજે કાશ્મીરની સ્થિતિ ભલે ગમે તેવી હોય, પણ તે કાળે તે એ પંડિતને દેશ હતો અને તેથી
શારદા દેશ” તરીકે એની પ્રસિદ્ધિ હતી. વળી અત્યારે કાશ્મીર સાવ નજીક પ્રદેશ બની ગયું લાગે છે, પણ તે સમયે તે ત્યાં પહોંચવું કે ત્યાંથી કંઈ મેળવવું બહુ દુષ્કર હતું; પણ હેમચંદ્રાચાર્યના વિદ્યા–પ્રેમે કાશ્મીરની સરસ્વતીને ગુજરાતમાં લાવી મૂકી હતી. ગુજરાતમાં સમૃદ્ધ ગ્રંથભંડારે તે કાળે હેમચંદ્રાચાર્યું ન હોત તો કોણે સરજાવ્યા હેત ? આજે ગુજરાતમાં ઠેર ઠેર જે હસ્તલિખિત ગ્રંથના ભંડારે જોવા મળે છે તે મુખ્યપણે હેમચંદ્રની વિદ્યાઉપાસનાને આભારી છે. - ટૂંકમાં એમ કહી શકાય કે વિદ્યા અને પાંડિત્યની દૃષ્ટિએ ગુજરાતને જે અપરિચિત હતું તેનો પરિચય ગુજરાતને હેમચંકે કરાવ્યું છે.
એમ કહેવાય છે કે પાટણની જ્ઞાનશાળામાં હેમચંદ્ર પાસે ૭૦ ૦ લહિયાઓ કામ કરતા હતા. આજે આ યંત્રના જમાનામાં પણ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા કે એવા મોટા એકાદ મુદ્રણાલયને બાદ કરતાં આપણું દરિદ્ર જેવા પ્રેસમાં આટલા કંપાઝીટરે ક્યાંય જોવા નથી મળતા, અને એ બધા પાસેથી કામ લેવામાં બીજી કેટકેટલી તૈયારીઓ જોઈએ છે? આજની આ સ્થિતિનો વિચાર કરીએ છીએ અને આ ઉ૦૦ લહિયાઓ પાસેથી કેવળ એની નકલે કરાવવાનું જ નહિ, પણ નવા નવા ગ્રંથની રચના કરાવવાનું પણ કામ લેવાની હેમચંદ્રની શક્તિને વિચાર કરીએ છીએ, ત્યારે એમના વિશદ પાંડિત્યને કંઈક ખ્યાલ આવે છે. અલબત્ત, આમાં તેમના વિદ્વાન શિષ્યોને સાથ અને સહકાર હશે જ, પણ આજની દૃષ્ટિએ લેખનસાધનો-કાગળે વગેરેની જબરી અછતવાળા એ સમયમાં ૭૦૦ લહિયાઓ પાસેથી જે કામ લીધું તે અદ્ભુત છે. આપણે તે આજે કંઈ લખવું હોય તે ચાર વખત લખીએ અને ભૂસીએ ત્યારે તૈયાર કરી શકીએ છીએ.
• હેમચંદ્રાચાર્યને ગ્રંથ સૌ પહેલે મારા હાથમાં આવ્યો અને મેં એનું અધ્યયન કર્યું ત્યારથી જ હું તે એમને ઉપર આફરીન બની ગયો છું.'
હેમચંદ્રાચાર્યના પ્રથેની તે વિષયના પ્રાચીન ગ્રંથ સાથે સરખામણું કરતાં આજના કેટલાક વિદ્વાને તેમણે બીજા ગ્રંથમાંથી ઉતારાઓ લીધાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org