________________
ભગવાન ઋષભદેવ અને તેમને પરિવાર
[ ૨૩૫ બંને અંદરોઅંદર લડે. આ સલાહ પ્રમાણે તેમનાં પાંચ યુદ્ધો નક્કી થયાં, જેમાં ચક્ર ને મુષ્ટિ યુદ્ધ જેવાં યુદ્ધો તો હિંસક હતાં, પણ સાથે સાથે અહિંસક યુદ્ધ પણ હતાં. એ અહિંસક યુદ્ધમાં દૃષ્ટિયુદ્ધ ને નાદયુદ્ધ આવે છે. જે જલદી આંખ મીંચે કે નબળો નાદ કરે તે હારે. આ અહિંસક યુદ્ધ સાએ કેવું શીખવા જેવું છે ! આખા જગતમાં એને પ્રસાર થાય ને જે તે માટે. ત્યાગીઓ પ્રયત્ન કરે તો તે દ્વારા જગતનું કેટલું હિત સધાય ! એથી યુદ્ધની તૃષ્ણ શમશે, હારજીત નક્કી થશે અને સંહાર થતો અટકશે. પણ બીજા લેકે નહિ તે છેવટે જેને જ એમ કહેશે કે જગત તે એવું યુદ્ધ સ્વીકારે ખરું? પણ આ સ્થળે જ જૈન ભાઈઓને પૂછી શકીયે કે જગત તેવું અહિંસક યુદ્ધ ન સ્વીકારે તે નહિ, પરંતુ અહિંસા ને નિવૃત્તિધર્મને ઉપદેશ રાતદિવસ આપનાર ત્યાગીવર્ગ, જે સામસામેની છાવણીમાં વહેંચાઈ પિોતપિતાની બાજુએ શ્રાવક લડવૈયાઓને ઊભા કરી અનેક રીતે લડી રહ્યા છે, તે આવા કોઈ અહિંસક યુદ્ધને આશ્ચય કાં ન લે? જે બે મુખ્ય આચાર્યો કે સાધુઓ વચ્ચે તકરાર હોય તે બે જ દષ્ટિ કે મૌન યુદ્ધથી નહિ તે તપિયુદ્ધથી હારજીતને નિર્ણય કાં ન કરે ? જે વધારે અને ઉગ્ર તપ કરે તે જીત્યો. આથી અહિંસા અને સંયમ પિષાવા સાથે જગતમાં આદર્શ સ્થપાશે.
આ ઉપરાંત બાહુબળીના જીવનમાંથી એક ભારે મહત્વના પદાર્થપાટ આ પણ જેને શીખવા મળે છે. તે એ કે બાહુબળીએ ભારત ઉપર મુટ્ટી. મારવા ઉપાડી, પણ તરત જ વિવક જાગતાં એણે એ મુઠ્ઠી અધ્ધરથી જ પાછી વાળી. પાછી વાળીને પણ ખાલી જવા ન દેતાં એ મુઠ્ઠી પિતાના મસ્તક ઉપર જ ચલાવી. તે એવી રીતે કે તે દ્વારા એણે આત્મઘાત ન કર્યો, પણ અભિમાનઘાત કર્યો. એણે અહંકારની પ્રતીક જેવી ચેટી ઉખાડી ફેંકી. આ ઘટનામાં કેટલું રહસ્ય ને કેટલે બોધપાઠ ! ખાસ કરી ધર્મને નામે લડતા આપણું ફિરકાઓ અને આપણા ગુઓ માટે તે બાહુબલીનો આ પ્રસંગ પૂરેપૂરે માર્મિક છે. બ્રાહી અને સુંદરી
છેવટે આપણે આ બહેને વિશે થોડુંક વિચારી લઈએ. બ્રાહ્મી અને સુંદરી બંને પાત્રો કાલ્પનિક હોય કે અર્ધકાલ્પનિક, પણ તે જીવનમાં ભારે સ્કૃર્તિદાયક નીવડે તેવાં છે. એ પ્રાતઃસ્મરણીય બહેનની બાબતમાં ત્રણ મુદ્દા તરફ સૌનું ધ્યાન ખેંચવા ઈચ્છું છું ઃ (૧) આજીવન કુમારવ અને બ્રહ્મચર્ય, (૨) ભાઈ ભરતની ઇચ્છાને વશ ન થતાં ઉગ્ર તાપૂર્વક સુંદરીને ગૃહત્યાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org