________________
સ્વરાજ્ય અને સુરાજ્ય
[૨૬] હવે દેશ સ્વરાજ્યના સાતમા વર્ષમાં પ્રવેશ કરે છે તે વખતે પ્રજાએ, પ્રજાસેવકેએ, અમલદાએ અને મુખ્ય મુખ્ય રાજ્યતંત્રવાહકે એ વિચાર કરવાની જરૂર છે કે પ્રાપ્ત થયેલું સ્વરાજ્ય સુરાજ્યમાં પરિણમ્યું હોય તો તે કેટલે અંશે ? તેમ જ એ પણ વિચારવાનું પ્રાપ્ત થાય છે કે આખો સ્વરાજ્ય–સંચાલન ઝેક સુરાજ્યની જ દિશામાં છે કે કેમ ?
સ્વરાજ્ય અને સુરાજ્ય એક નથી એ કહેવાની જરૂર હોય જ નહિ. જે એક હોય તે કઈને ફરિયાદનું કારણ રહે જ નહિ. સ્વરાજ્યના સાતમે વર્ષે પહોંચવા છતાં દેશમાં જ્યાં દેખો ત્યાં ફરિયાદ જ મુખ્યપણે સંભળાય છે, ફરિયાદ માત્ર પ્રજાની જ નહિ, પ્રજાસેવકોની પણ છે, અમલદારની પણ છે, અને રાજ્યધુરાવાહકોની પણ છે. ફરિયાદો બધી સાચી જ અને સાધાર હોય છે એમ તો નહિ જ, છતાં એ બધી વાત જુઠી અને નિરાધાર હોય છે એમ માની લેવું એ પણ એવી જ ભૂલ છે. ફરિયાદ સાંભળવી, તેનાં કારણોની શધ કરવી, તેમાં યથાર્થતા કેટલી છે એ તપાસવું અને જે ફરિયાદનાં કારણે હોય તે તેને જલદીમાં જલદી નિવારવાં એ જીવતી જાગતી અને સુરાજ્યની અભિલાષા સેવતી જનતા તેમ જ લેકશાહી સરકારનું અનિવાર્ય કર્તવ્ય છે, સ્વરાજ્ય એ તે આ કર્તવ્ય બજાવવાની ભૂમિકા પૂરી પાડે છે. બધી જાતની ફરિયાદના હેવાલ ઉપરથી તેમ જ એને નિવારવાના પ્રયત્નમાં દેખાતી મંદગતિ ઉપરથી એટલું તે નિર્વિવાદ કહી શકાય કે હજી સ્વરાજ્ય સુરાજ્યમાં પરિણમ્યું નથી.
સુરાજ્ય નથી એનો અર્થ તે કુરાજ્ય જ છે અગર તે અરાજ્ય યા અરાજક્તા છે એવું નથી થતું. એટલું તો કબૂલ કરવું જોઈએ કે સ્વરાજ્ય પ્રાપ્ત થયા પછીનાં છ વર્ષો એળે નથી ગયાં. દેશ વિશાળ છે, લેકે અનેક સૈકાઓની વહેમ તેમ જ ભ્રમણાજાળથી ગ્રસ્ત છે. લેકના હાડોહાડમાં અકમણ્યતા, આળસવૃત્તિ, બીજાઓ ઉપર આધાર રાખી સંતોષ માનવાની વૃત્તિ અને એ બધા ઉપર ધાર્મિકતાની પડેલી છાપ–એ બધું જોતાં કોઈ પણ સરકાર એકાએક ધાર્યો ફેરફાર કરી કે કરાવી શકે નહિ, તેમ છતાં મળેલું
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org