________________
૪૧૮ ].
દર્શન અને ચિંતન મૂર્તિઓ ઉપર કુહાડાઓ ન પડે, ભંડારે ન લૂંટાય, પણ જે હજારો વર્ષથી જનતામાં પેદા કરેલું નૈતિક ધન જ ( જેને માટે જ મંદિરે, મૂર્તિઓ અને ભંડારે હતા) નાશ પામે, તે આપણે શી રીતે કહી શકીએ કે આપણો ધમ–આપણે ધાર્મિક વારસો–સલામત છે? કઈ દુષ્ટ પુરુષ કે બાઈનાં ઘરેણાં, કીંમતી કપડાં અને તેનાં કોમળ અંગોને જરા પણ નુકસાન પહચાડ્યા સિવાય જે તેની પવિત્રતાનો નાશ કરે છે તે માણસના હાથમાં તે બાઈ સલામત રહી ગણાય કે જોખમાઈ ગણાય ? બીજી રીતે પણ આ વસ્તુ આપણે સ્પષ્ટ સમજીએ. ધારે કે કોઈ પરાક્રમી અને ધૂર્ત માણસ તમને તમારું ધન લુંટી લેતી વખતે એટલું પૂછે કે કાં તો તમે તમારા નૈતિક ગુણમાં બરબાદ થાઓ, એટલે મારી ઈચ્છા પ્રમાણે વર્તી તમે તમારું નૈતિક જીવન ભ્રષ્ટ કરે, અને કાં તો મંદિર, મૂર્તિ અને પ્રજાને મને સોંપી દો અને નૈતિક જીવન તમારી ઈચ્છા પ્રમાણે ગાળો. જે આ બેમાંથી એક જ માગણી પસંદ કરવા જેવી છેક જ લાચાર સ્થિતિ હોય તે તમે બધા જૈન ભાઈઓને પૂછી શકાય કે તમે મંદિર, મૂર્તિ અને પ્રજાને સોંપી દઈ નૈતિક જીવનની પવિત્રતા હાથમાં રાખે કે એ જીવન એને સોંપી દઈ મંદિર મૂર્તિ અને પ્રજાને બચાવી રાખો ? ખાસ કરીને આ પ્રશ્ન સાધુસંસ્થા સામે હોય તે તે શે ઉત્તર વાળશે ? હું નથી ધારતે કે આજની છેક નિસ્તેજ સ્થિતિમાં પણ એક પણ જૈન સાધુ નૈતિક જીવનની પવિત્રતાને સર્વશ્રેષ્ઠ ન માનતા હોય. આપણા દેશના ઈતિહાસમાં એવા સેંકડે દાખલાઓ છે કે જેમાં બ્રાહ્મણોએ અને બીજાઓએ પિતાના પવિત્ર સંસ્કારે સાચવવા ખાતર બધી જ માલમિલકત, ધર્મસ્થાન અને ખજાનાઓ પણ દુશ્મનોને સોંપ્યા છે. એમણે દીર્ધ દૃષ્ટિથી જોયું કે જે શુદ્ધ સંસ્કારે કાયમ હશે તે બહારની વિભૂતિઓ કાલે આવીને ઊભી રહેશે, અને એ નહિ હોય તો પણ પવિત્ર જીવનની વિભૂતિથી કૃતાર્થ થઈશું. કાલકાચાર્ય કઈ સ્કૂલ માલમિલક્ત માટે નહેતા લડ્યા, પણ એમની લડાઈ જીવનની પવિત્રતા માટે હતી. આજે જૈન સાધુઓને ભારેમાં ભારે કીમતી સપ્ત વ્યસનના ત્યાગનો વારસે જોખમમાં છે; એટલું જ નહિ, પણ નાશના મુખમાં છે, અને ખાસ કરીને રાજતંત્રને લીધે જ એ વાર જોખમાયેલ છે. એવી સ્થિતિમાં કોઈ પણ જૈન, ખાસ કરી સાધુગણ, આ રાજ્યને ધાર્મિક સલામતીવાળું રાજ્ય કેમ માની શકે ?
જો અત્યારના ધીમાન સાધુઓને એમ લાગે કે ધાર્મિક સ્વતંત્રતાના મેહક બંધારણ નીચે ચાલતી એક દિવસના એક લાખ પશુઓની કતલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org