SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ યુવકને [ ૮ અવ્યકત હરીફાઈ આટલી બધી કેમ ચાલે છે ? અક્ષરશઃ શાસ્ત્રોની હિમાયત કરનાર એ ભાઈઓને હું સાદર પૂછું છું કે તમારી શાસ્ત્રો પ્રત્યે અનન્ય ભક્તિ છે તે તમે એને વાંચવા-વિચારવામાં અને તેની દેશકાળાનુસાર ઉપયોગિતા–અનુપયોગિતાનું પૃથક્કરણ કરવામાં તમારી બુદ્ધિને છેડે પણ ફાળો આપે છે કે ફક્ત પારકી બુદ્ધિએ દરવાઓ છો? મંદિર-સંસ્થા પાછળ વગર વિવેકે બધું જ સર્વસ્વ હોમનાર ઉદાર ભાઈબહેનોને હું પૂછું છું કે જે છે તેટલાં મંદિરે યોગ્ય રીતે સાચવવાની પૂરી શક્તિ તમારી પાસે છે? એના ઉપર થતાં આક્રમણને બહાદુરીપૂર્વક પ્રતિકાર કરવાની શક્તિ ધરાવો છે ? તેમ જ એની એકતરફી ધૂનમાં બીજું આવશ્યક કર્તવ્ય ભૂલી તો નથી જતા? આ રીતે બંને પક્ષોને પ્રશ્નો પૂછી હું તેમનું ધ્યાન વિવેક તરફ ખેંચવા ઈચ્છું છું, અને મારી ખાતરી છે કે બંને પક્ષો જે મર્યાદામાં રહી વિવેકપૂર્વક વિચાર કરશે તે તેઓ પિતાપિતાની કક્ષામાં રહી કામ કરવા છતાં ધણી અથડામણોથી બચી જશે. હવે હું આપણા કર્તવ્ય પ્રશ્નો તરફ વળું છું. વ્યાપાર, ઉદ્યોગ, કેળવણી, રાજસત્તા આદિને લગતા રાષ્ટ્રવ્યાપી નિર્ણએ દેશની મહાસભા જે વખતેવખત વિચારપૂર્વક ધડે છે, તે જ નિર્ણયો આપણું હોઈ અત્રે તેથી જુદું વિચારવા પણું કાંઈ રહેતું નથી. સામાજિક પ્રશ્નોમાં નાતજાતનાં બંધન, બાળ-વૃદ્ધલગ્ન, વિધવાઓ પ્રત્યેની જવાબદારી, અનુપયોગી ખર્ચાઓ ઈત્યાદિ અનેક છે. પણ આ બધા જ પ્રશ્નો વિષે જૈનસમાજની અનેક જુદી જુદી પરિષદ વર્ષો થયાં ઠરાવ કરતી જ આવે છે, અને વર્તમાન પરિસ્થિતિ એ વિષે આપોઆપ કેટલોક માર્ગ ખુલ્લે કરે છે તેમ જ આપણી યુવક પરિષદે પણ એવા પ્રશ્નો વિષે જે વિચાર્યું છે તેમાં અત્યારે કાંઈ ઉમેરવાપણું દેખાતું નથી. તેથી એ પ્રશ્નોને હું જાણુને જ ને સ્પર્શતાં માત્ર શક્ય પ્રવૃત્તિઓ વિષે કેટલુંક સૂચન કરવા ઈચ્છું છું. આપણુ પરિષદે પિતાની મર્યાદાઓ વિચારીને જ નિર્ધાર કરે ઘટે. સામાન્ય રીતે આપણુ પરિષદ અમુક વખતે મળી મુખ્યપણે વિચારવાનું કામ કરે છે. એ વિચારને અમલમાં મૂકવા વાસ્તે જે કાયમી બુદ્ધિબળ, સમયબળ આવશ્યક છે તે પૂરું પાડનાર એક પણ વ્યક્તિ જે ન હોય તો અર્થસંગ્રહનું કામ પણ અઘરું થઈ પડે છે. એવી સ્થિતિમાં ગમે તેવા સુકર કર્તવ્યની રેખા આંકીએ છતાંય વ્યવહારુ દષ્ટિએ એને બહુ અર્થ રહેતું નથી. આપણુ પરિષદન્ને એક પણ સાધુને ટેકે નથી કે, જે પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy