________________
વિચારકણિકા
[૩૦] ગુજરાતમાં શ્રી. કિશોરલાલભાઈને ન જાણે એ સમજદાર કોઈ ભાગ્યે જ હોય. ગુજરાત બહાર પણ બધા જ પ્રાન્તમાં તેમનું નામ છેવત્તે અંશે જાણીતું છે. એનું મૂલ કારણ તેમના અનેક ભાષાઓમાં લખાયેલાં અને અનુવાદિત થયેલાં લખાણોનું વાચન છે અને કેટલાકે કરેલ તેમને પ્રત્યક્ષ સમાગમ પણ છે. પૂ. નાથજીને જાણનાર વર્ગ પ્રમાણમાં નાનું છે, કારણ કે તેમણે બહુ ઓછું લખ્યું છે અને લખ્યું હોય તે પણ પૂરેપૂરું પ્રસિદ્ધિમાં આવ્યું નથી. છતાં જે વર્ગ તેમને જાણે છે તે પણ કાંઈ નાનેસૂનો કે સાધારણ કટિને નથી. પૂ. નાથજીના પ્રત્યક્ષ પરિચયમાં જે આવ્યો ન હોય તેને એમના સૂમ, સ્પષ્ટ, સયુક્તિક અને માનવતાપૂર્ણ વિચારોની કલ્પના જ આવી ન શકે.
તત્ત્વનું તલસ્પર્શી ચિંતન, જીવનનું સ્વ-પરલક્ષી શોધન અને માનવતાની સેવા એવા એક જ રંગથી રંગાયેલ ગુરુશિષ્યની આ જોડી જે કાંઈ લખે ને બેલે છે તે અનુભવસિદ્ધ હાઈ પ્રત્યક્ષ કેટિનું છે. આની પ્રતીતિ આ સંગ્રહમાંના લેખ વાંચનારને થયા વિના કદી નહિ રહે. મેં પ્રસ્તુત લેખને એકથી વધારે વાર એકાગ્રતાથી સાંભળ્યા છે અને થોડાંઘણું અન્ય સુપ્રસિદ્ધ ભારતીય તત્વચિંતકોનાં લખાણો પણ સાંભળ્યાં છે. હું જ્યારે તટસ્થભાવે આવાં ચિંતનપ્રધાન લખાણની તુલના કરું છું ત્યારે મને નિઃશંકપણે એમ લાગે છે કે આટલે અને આ ક્રાન્તિકારી, સચેટ અને મૌલિક વિચાર કરનાર કદાચ ભારતમાં વિરલ જ છે.
આખો સંગ્રહ સાંભળતાં અને તે ઉપર જુદી જુદી દષ્ટિએ વિચાર કરતાં મને આની અનેકવિધ ઉપગિતા સમજાઈ છે. જ્યાં જુઓ ત્યાં સાંપ્રદાયિક-અસાંપ્રદાયિક માનસવાળા બધા જ સમજદાર લોકોની એવી માગણી છે કે ઊગતી પ્રજાને તત્ત્વ અને ધર્મના સાચા અને સારા સંસ્કાર મળે એવું કોઈ પુસ્તક શિક્ષણક્રમમાં હોવું જોઈએ, જે નવયુગના ઘડતરને સ્પેશતું હોય અને સાથે સાથે પ્રાચીન પ્રણાલિકાઓનું રહસ્ય પણ સમજાવતું હેય. હું જાણું છું ત્યાં લગી માત્ર ગુજરાતમાં જ નહિ પણ ગુજરાત બહાર પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org