SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ હિન્દી સંસ્કૃતિ અને અહિંસા [ ૬૦૯ અસાંપ્રદાયિક ભાવે લખવા ઈચ્છયું હોય, છતાં તેનું વાચન ઊલટી જ અસર કરે છે. કઈ પણ વાચક ઉપર એ છાપ પડવી લગભગ અનિવાર્ય છે કે લેખક મુખ્યપણે બ્રાહ્મણવર્ગ અને બ્રાહ્મણ સંસ્કૃતિને જ કડકમાં કડક વિરોધી છે. વાચકને અનેક વાર મનમાં એમ થઈ આવે છે કે જે બ્રાહ્મણવર્ગ ઉપર અને જે બ્રાહ્મણ જાતિ ઉપર લેખકે આટલા બધા હુમલા કર્યા છે તે વર્ગ અને તે જાતિમાં સાત્વિક પ્રકૃતિવાળા, ઉદાત્ત ચારિત્રવાળા અને સમસ્ત જનતાનું ભલું ઈચ્છનારા તેમ જ તે માટે કાંઈક કરનારા કેઈ મહાપુરુષો કે સંત થયા જ નથી શું ? જે બૌદ્ધ સાહિત્યમાંથી સંખ્યાબંધ અવતરણે સગુણ અને ઉચ્ચ ભાવનાના પિષક મેળવી શકાય તે ખંડનીય બ્રાહ્મણ સાહિત્યમાં શું એને છેક જ અભાવ છે ? બ્રાહ્મણ સાહિત્ય બૌદ્ધ સાહિત્ય કરતાં પ્રમાણમાં અતિવિશાળ છે. એમાં રાજસૂ અને તામસૂ અંશે હોય એ સ્વાભાવિક છે, કારણ એ સાહિત્ય જૂના વખતથી ચાલુ થયેલું અને સમગ્ર પ્રકારની જનપ્રકૃતિઓને ઉદ્દેશી રચાયેલું છે, જ્યારે બૌદ્ધ અને જૈન સાહિત્ય તો બ્રાહ્મણ સાહિત્યના એક સુધારારૂપે હેઈ માત્ર સાત્વિક પ્રકૃતિને ઉદેશી લખાયેલું છે; અને તેમ છતાંય તેમાં આગળ જતાં સાધારણ જનસ્વભાવના રાજસૂ તામસૂ અંશે થોડા પણ આવી ગયા છે. એવી સ્થિતિમાં બ્રાહ્મણ સાહિત્યમાંથી સાત્વિક પ્રકૃતિવાળા ભાગને છેક જ સ્પર્શ સિવાય રાજ કે તામસૂ જેવા ભાગની ટીકા કરવી તે કશાંબીજી જેવાની લેખિનીને પૂરું શોભતું નથી. કેશાબીજી સત્સંગતિ જેવા કેટલાક સાત્વિક ગુણો વિશે લખતાં જ્યારે એમ લખે છે કે એ ગુણો રામાનંદ જેવા સંતમાં કે વારકરીપંથના ત્યાગીઓમાં દેખાયા તે તે બૌદ્ધ જાહેજલાલીના સમય દરમિયાન પ્રજામાં ઊતરી ગયેલ એ સગુણોની ઊંડી અસરનું પરિણામ જ હતું, પુરાણ અને તેના પુરસ્કર્તા બ્રાહ્મણોએ તે એવા સદ્ગણે ભૂંસવા ખૂબ પ્રયત્ન કર્યા, પણ બૌદ્ધ ઉપદેશને પ્રભાવે પ્રજામાં ઊંડા ઊતરી ગયેલ એ ગુણો છેક ભૂંસાયા નહિ અને કાળ જતાં ક્યારેક બ્રાહ્મણપંથીય સંતમાં એ પ્રગટ્યા, ત્યારે તે કે શાંબીજના વિધાનની અસંગતિની હદ વાચકના મન ઉપર અંકાઈ જાય છે. જો કેશાબીજ ધારત તે મહાભારત, રામાયણ અને અનેક પરાણેમાંથી તેમ જ નીતિ, આચાર અને તત્ત્વજ્ઞાન વિષયક અનેક બ્રાહ્મણ ગ્રન્થમાંથી સત્સંગતિ અને તેના જેવા બીજા અનેક સગુણના સમર્થક ભાગો બૌદ્ધ સાહિત્યના અવતરણની પેઠે જ ઉતારી શકત. એમાં જરાય શંકા નથી કે મહાભારત અને પુરાણ આદિ બ્રાહ્મણ સાહિત્યમાંથી તેમણે ગાંધારીના પુત્રની તેમ જ અગ્નિએ ખાંડવ વન બાળ્યાની જે અસંગત વાતે તે સાહિત્યની ૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy