SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ તથાગતની વિશિષ્ટતાને મર્મ [૬૬૧ એ પણ હતું કે ક્લેશ અને કંકાસમાં રચીપચી રહેતી માનવતાને ચાલુ જીવનમાં જ સ્થિર સુખ આપે એવા માર્ગની શોધ કરવી. બુદ્ધ તે વખતે અતિપ્રચલિત અને પ્રતિષ્ઠિત એવા ધ્યાન અને યોગમાર્ગ ભણી પ્રથમ વળે છે, એમાં તેઓ પૂરી સિદ્ધિ પણ મેળવે છે, તોય એમનું મન ઠરતું નથી. આ શાને લીધે? એમના મનમાં થાય છે કે ધ્યાનથી અને યોગાભ્યાસથી એકાગ્રતાની શક્તિ અને કેટલીક સિદ્ધિઓ લાધે છે ખરી, એ સારી પણ છે, પરંતુ એનાથી સમગ્ર માનવતાને શું લાભ? આ અજંપ તેમને તે સમયે પ્રચલિત એવા અનેકવિધ કઠોર દેહદમન તરફ વાળે છે. તેઓ કઠોરતમ તપસ્યાઓ દ્વારા દેહને શેષવી નાખે છે, પણ તેમના મનનું આખરી સમાધાન થતું નથી. આમ શાથી? એમને એમ થયું કે માત્ર આવા કઠોર દેહદમનથી ચિત્ત વિચાર અને કાર્યશક્તિમાં ખીલવાને બદલે ઊલટું કરમાઈ જાય છે. એમણે તેથી કરીને એવું ઉગ્ર તપ પણ ત્યર્યું, અને તે સાથે જ પોતાના પ્રથમના પાંચ વિશ્વાસ પાત્ર સહચારી સાધકને પણ ગુમાવ્યા; બુદ્ધ સાવ એકલા પડ્યા. એમને હવે કઈ સંધ, મઠ કે સેબતીઓની હૂંફ ન હતી; અને છતાં તેઓ પિતાના મૂળ ધ્યેયની અસિદ્ધિના અજંપાને લીધે નવી જ મથામણ અનુભવવા લાગ્યા. પણ બુદ્ધની મૂળ ભૂમિકા જ અસામ્પ્રદાયિક અને પૂર્વગ્રહ વિનાની હતી. તેથી તેમણે અનેક ગુરુઓ, અનેક સાથીઓ અને અનેક પ્રશંસકોને જતા કરવામાં જરાય હાનિ ન જોઈ; ઊલટું એમણે એ પૂર્વ પરિચિત ચેલાઓ ત્યજી એકસપણે રહેવા, વિચરવા અને વિચારવામાં વિશેષ ઉત્સાહ અનુભવ્યું. ઘરબાર બધું છોડાય, પણ સ્વીકારેલ પંથોના પૂર્વગ્રહ છોડવા એ કામ અઘરામાં અઘરું છે. બુધે એ અઘરું કામ કર્યું અને તેમને પોતાની મૂળ ધારણા પ્રમાણે સિદ્ધિ પણ સાંપડી. આ સિદ્ધિ એ જ બુદ્ધના વ્યક્તિત્વને વિશ્વવ્યાપી બનાવનાર અસાધારણ વિશેષતા છે. - નજરા નદીને કિનારે, વિશાળ ચગાનમાં, સુંદર પ્રાકૃતિક દો વચ્ચે, પીપળના ઝાડ નીચે, બુદ્ધ આસનબદ્ધ થઈ ઊંડા વિચારમાં ગરક થયેલ, ત્યારે એમના મનમાં કામ અને તૃષ્ણાના પૂર્વ સંસ્કારોનું દૂધ શરૂ થયું. એ વૃત્તિઓ એટલે મારની સેના. બુદ્ધ ભારની એ સેનાને પરાભવ કરી જે વાસનાવિજય ચા આધ્યાત્મિક શુદ્ધિ સાધી તેને સ્વાનુભવ સુત્તનિપાતના પધાનસુરમાં મળે છે. એમાં નથી અત્યુક્તિ કે નથી કવિકલ્પના. જે સાધક આ દિશામાં સાચા અર્થમાં ગયે હશે તે બુદ્ધના ઉદ્દગારમાં પિતાને જ અનુભવ જોશે. કાલિદાસે કુમારસંભવમાં મહાદેવના કામવિજયનું મનહર રોમાંચકારી ચિત્ર કળામય રીતે કવ્યું છે, પણ તે કાવ્યકળામાં કવિની કલ્પનાના આવરણ તળે માનવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy