________________
વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેને ઉપયોગ
[ ૩૭૧ બનતું આવ્યું છે તેમ આજે પણ સેવા લેવા ગ્ય વર્ગ મેરે હોવાથી સાચી દીક્ષાની સૌથી વધારેમાં વધારે ઉપયોગિતા છે.
- દીક્ષાના પક્ષપાતીઓ જે આ વસ્તુ સમજવામાં એકરસ થઈ જાય તે હજારે માબાપે પોતાનાં બે બાળકોમાંથી ઓછામાં ઓછું એક તે સાધુને ચરણે ભાવપૂર્વક ધર્યા વિના નહિ રહે. આજે છાત્રાલયમાં અને વિદ્યાલયોમાં બાળકે ઊભરાય છે, તેમને માટે પૂરતી જગ્યાઓ નથી. માબાપે પિતાના બાળકને તે સ્થળે મૂકવા તલસે છે અને પિતાના બાળકને નીતિમાન તથા વિદ્વાન જેવા ભારે તનમનાટ ધરાવે છે. એવી સ્થિતિમાં દીક્ષા આપનાર ગુરુવર્ગ જે પિતાની પાસે અપાર જ્ઞાનનું, ઉદાત નીતિનું અને જીવતા ચારિત્રનું વાતાવરણ ઊભું કરે તે જેમ ગૃહસ્થને વગર પૈસે અને વગર મહેનતે પિતાનાં બાળકોને તાલીમ આપવાની તક મળે, તેમ ગુરુવર્ગની પણ ચેલાઓની ભૂખ ભાંગે. પરંતુ આજને દીક્ષાની તરફેણ કરનારે અને તેના ઝઘડા પાછળ બુદ્ધિ અને ધન ખર્ચનાર ગૃહસ્થવર્ગ પણ એમ ચેખું માને છે કે આપણાં બાળકો માટે સાધુ પાસે રહેવું સલામતીવાળું કે લાભદાયક નથી. જે તેઓને ગુરુવર્ગના વાતાવરણમાં વિશાળ અને સાચાં જ્ઞાન દેખાતાં હોય, અકૃત્રિમ નીતિ દેખાતી હોય તો તેઓ બીજાના નહિ તે પિતાના અને વધારે નહિ તે એક એક બાળકને ખાસ કરીને પોતાના માનીતા ગુરને ચરણે કાં ન ધરે ? આને ઉત્તર શું છે એ વિચારવામાં આવે તો આજે દીક્ષાની ઉપયોગિતા શી છે એનું ભાન થાય.
જે વસ્તુ વધારે પ્રમાણમાં અને વધારે વખત સુધી અથવા તો વધારે ઊંડાણથી જગતને ઉપયોગી હોય તે જ ટકી અને જીવિત રહી શકે છે. એટલે આપણે દીક્ષાને ટકાવી તેમ જ સજીવ રાખવી હોય તે આપણે ધર્મ એને ઉપયોગી બનાવવાનો છે. એની ઉપયોગિતાની ચાવી જનસમાજ અને લેની સેવામાં, તેમને માટે ખપી જવામાં અને સતત અંતર્મુખ રહેવામાં છે. જે અંતર્જીવન વિકસિત થાય અને સેવામાર્ગ વિસ્તરે તે કઈ પણ વખતે ન હોય તે કરતાં પણ વધારે આજે દીક્ષાની ઉપયોગિતા છે. આખું વિશ્વ જ સાચી દીક્ષા ઉપર ટકી અને સુખી રહી શકે.
આ ચર્ચા માત્ર દોષદર્શન માટે નથી, પણ વસ્તુસ્થિતિ રજૂ કરી આજનું ત્યાગી વાતાવરણ પુનર્વિધાન માગી રહ્યું છે એ દર્શાવવા પૂરતી છે. હવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org