________________
૧૨]
દર્શન અને ચિંતન સિવાય એમ જ ઊભા રહી કહેવા લાગ્યું કે જેમ તમારા શિષ્ય અપૂર્ણ
અવસ્થામાં તમારાથી છૂટા પડ્યા અને પાછા અપૂર્ણ સ્થિતિમાં જ તમારી પાસે આવ્યા છે તેમ હું નથી આવ્યો. અહંન, જિન, સર્વજ્ઞ અને પૂર્ણ થઈ અહીં આવ્યો છું. આ સાંભળી શ્રમણ ભગવાનની પાસે બેઠેલ તેઓના પ્રધાન શિષ્ય ગૌતમે જમાલિને કહ્યું કે જે તે સર્વજ્ઞ હોય તે લેક શાશ્વત છે કે અશાશ્વત અને જીવ શાશ્વત છે કે અશાશ્વત ' એ બે પ્રશ્નોનો ઉત્તર આપ. જમાલિ વિચારમાં પડી ગયા અને ઉત્તર ન આપી શક્યો. એ જોઈ શ્રમણ ભગવાને કહ્યું કે “જમાલિ મારા ઘણું છદ્મસ્થ (અસર્વજ્ઞ) શિપ્યો છે જેઓ આ પ્રશ્નોને ઉત્તર ભારી પેઠે આપી શકે છે, છતાં તેઓ તારી પેઠે પિતાને સર્વજ્ઞ નથી કહેતા.' એમ કહી શ્રમણ ભગવાને તે પ્રશ્નોને ઉત્તર આ પ્રમાણે આવ્યો: લેક અને જીવ શાશ્વત પણ છે, કારણ કે, તે ઉત્પન્ન કે નષ્ટ થતા નથી. તેમ જ અશાશ્વત પણ છે; કારણ કે, તે બંને અનેક પરિવર્તને પણ અનુભવે છે.” બમણુ ભગવાનને આ ઉત્તર જમાલિએ ન માન્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. છૂટે પછી તેણે અનેક વર્ષ સુધી ભિક્ષપદ પર કાયમ રહી શ્રમણ ભગવાન વિરુદ્ધ હિલચાલ કરી અને પિતાને તથા બીજા અનેકને આડે રસ્તે દેર્યા. છેવટે પંદર દિવસની સંલેખના (અનશન) કરી, મરી નીચ દેવલમાં પેદા થશે. મતભેદની બાબત
જમાલિ અને શ્રમણ ભગવાન વચ્ચે બીજી કોઈ પણ બાબતમાં મતભેદ હતું કે નહિ તેનું વર્ણન મળતું નથી. માત્ર એક બાબત વિશેના મતભેદનું વર્ણન મળે છે, અને તે આ. જમાલિનું કહેવું હતું કે ધારેલું ફળ ન આવે ત્યાં સુધી તે માટે ચાલતા પ્રયત્નને સફળ ન જ કહી શકાય. શ્રી મહાવીરનું કહેવું હતું કે ધારેલું છેવટનું ફળ મળ્યા પહેલાં પણ તે માટેના ચાલુ પ્રયત્નને સફળ પણ કહી શકાય.
આ મતભેદ જે શબ્દોમાં અહીં મૂકવામાં આવ્યો છે તે શબ્દો જોકે શાસ્ત્રોમાં નથી, છતાં શાસ્ત્રોમાં વર્ણન કરેલ મતભેદનું સ્વરૂપ વ્યાવહારિક ભાષામાં આ રીતે મૂકવું સરળ ને યોગ્ય છે એમ કેઈને જણાયા વિના નહિ રહે.
ખલિપુત્ર ગશાલક મહાવીરની સાધક અવસ્થામાં જ તેઓ સાથે રહેલે અને છૂટે પડેલે આવું વર્ણન જૈન ગ્રંથમાં છે, પણ મહાવીરના ઉપદેશક જીવનમાં તેઓની આજ્ઞા અવગણી તેઓથી છૂટો પડનાર અને જુદો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org