SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ [ રપ૩ ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ ઉન્મત હાથી અને હાથણીનું રૂપ ધરી એ તપસ્વીને દન્તુ શળવતી ઊંચે ઉછાળી નીચે પટક્યા. એમાં નિષ્ફળ જતાં તેણે ભયાનક વળિ સર્જી એ તપસ્વીને ઉડાડ્યા. એ પ્રતિકૂળ પરિષહેથી એ તપસ્વી જ્યારે ધ્યાનચલિત ન થયા ત્યારે તે સંગમે અનેક સુંદર સ્ત્રીઓ સઈ. તેમણે હાવભાવ, ગીત, નૃત્ય, વાદન દ્વારા તપસ્વીને ચલાવવા યત્ન કર્યો, પરંતુ જ્યારે એમાં પણ તે ન ફાવ્યું ત્યારે તે છેવટે તપસ્વીને નમ્યો અને ભક્ત થઈ, પૂજન કરી પાછા ચાલતો થયો. -ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, પર્વ ૧૦, સર્ગ ૪, પૃ. ૬૭–૭ર જિત કુવલયાપીડને મર્દી મારી નાખ્યો. ભાગવત, દશમ સ્કન્ધ અ૦ ૪૩, . ૧–૨૫ પૃ. ૯૪૭–૯૪૮ જ્યાં કોઈ પ્રસંગ આવે છે ત્યાં આજુબાજુ રહેતી અને વસતી ગોપીઓ એકઠી થઈ જાય છે રાસ રમે છે અને રસિક કૃષ્ણ સાથે કીડા કરે છે. એ રસિયો પણ એમાં તન્મય થઈ પૂરે. ભાગ લે છે અને ભક્ત ગોપીજનોની રસવૃત્તિ વિશેષ, ઉદીત કરે છે. ભાગવત, દશમ સ્કલ્પ, અ૦ ૩૦, બ્લે. ૧–૪૦, પૃ. ૯૦૪-૭. દષ્ટિબિન્દુએ ૧. સંસ્કૃતિભેદ ઉપર જે ડીક ઘટનાઓ નમૂના રૂપે આપી છે તે આર્યાવર્તની સંસ્કૃતિના બે પ્રસિદ્ધ અવતારી પુનાં જીવનમાંની છે. તેમાંથી એક તે જૈન સમ્પ્રદાયના પ્રાણુરૂપ દીર્ઘતપસ્વી મહાવીર અને બીજા વૈદિક સમ્પ્રદાયના તેજેરૂપ યોગીશ્વર કૃષ્ણ છે. એ ઘટનાઓ વાસ્તવિક બની હેય કે અર્ધ કલ્પિત હોય કે તદન કલ્પિત હેય એ વિચાર ડીવાર બાજુએ મૂકી અહીં એ વિચારવું પ્રાપ્ત થાય છે કે ઉક્ત બને પુરુષોનાં જીવનની ઘટનાઓનું ખોખું એકજેવું હોવા છતાં તેના આત્મામાં જે અત્યન્ત ભેદ દેખાય છે તે કયા તત્વ, કયા સિદ્ધાન્ત અને કયા દષ્ટિબિન્દુને આભારી છે? ઉક્ત ઘટનાઓને સહેજ પણ ધ્યાનપૂર્વક તપાસનાર વાચકના મનમાં એ છાપ તે તરત પડશે કે એક પ્રકારની ઘટનાઓમાં તપ, સહિષ્ણુતા અને અહિંસા ધર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy