SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ર દર્શન અને ચિંતન નારી એ પણ નરની પેઠે ચેતન છે. એનામાં પણ અનેક અસાધારણ શક્તિઓ છે. જે સમાજમાં એ શક્તિઓને મુક્તપણે કામ કરવાની તક નથી મળતી તે સમાજમાં સ્ત્રીઓની એ શક્તિઓ ભરી નથી જતી, પણ માત્ર જુદું અને ક્યારેક વિકૃત સ્વરૂપ લે છે એટલું જ. જે સ્ત્રીશક્તિને સ્વતંત્રપણે કમાણી, સત્તા અને બરોબરીના પ્રસંગે ન મળે તે એ શક્તિ ઘરમાં રૂંધાયા છતાં પિતાનું વર્ચસ્વ જુદી રીતે જમાવે છે. તે જમાવટ એટલે પુરુષાર્થ વિનાનાં નખરાં, હાવભાવ, શૃંગાર સજાવટ અને બીજા નવનવાં આકર્ષણે. આ આકર્ષણોની નાથથી નારી નરને નાથે છે, પોતાની ઈચછા પ્રમાણે તેને સંચરાવે કે વિચરાવે છે અને પાછા તેને પિતાની પાસે. ખેંચી લે છે. પુરુષ સ્ત્રીને પશુ બનાવી છે એ હકીકત છે તે સ્ત્રીએ પણ પુરુષને પિતાની કળામય કાબેલિયતથી પશુ બનાવેલ છે એ પણ હકીકત છે અને તે આજના શહેરી, અર્ધશહેરી વિલાસી જીવનમાં જોવા પણ મળે છે. ' હવે તે એટલું જ વિચારવાનું રહે છે કે બેમાંથી કોઈ બીજાને પશુ ન. બનાવે એની ચાવી શેમાં છે ? એને ટ્રકે ને ટચ ઉત્તર એટલે જ છે, કે. સ્ત્રી અને પુરુષનાં જીવનક્ષેત્રે અમુક અંશે જુદાં હોવા છતાં તે બંનેની સમાન શક્તિઓને દબાયા વિના કામ કરવાની બધી તકે પૂરી પાડવી. પુરુષની પેઠે સ્ત્રી પણ કમાઈ શકે અને સ્ત્રીની પેઠે પુરુષ પણ કેટલીક ઘરની જવાબદારી સંભાળી શકે. સ્ત્રી કમાય એને આત્મવિશ્વાસ વધે અને પુરુષની અવિવેકી સત્તાને ભોગ બનવું ન પડે. વળી, સ્ત્રી કમાઈ શકતી હેય તે એને પુરુષોપાર્જિત ધન ઉપર કબજો મેળવવાની દૃષ્ટિએ અનેક કૃત્રિમ આકર્ષણ ઊભાં કરવા ન પડે. સાથે જ પુરુષને બેજ પણ હલકે થાય. –ગૃહમાધુરી, મે ૧૯૫૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy