SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ ] દર્શન અને ચિંતન કર્યા છે, અને તેમ કરવાનું ભગીરથ પ્રયત્ન કર્યો છે. જે કેટલાક ત્યાગીઓ માત્ર અંતર્દષ્ટિવાળા હતા અને જેમણે પોતાના જીવનમાં આધ્યાત્મિક શાંતિ સાધી હતી એવાઓના શુભ અને શુદ્ધ કૃત્યની નોંધ તે એમની સાથે જ ગઈ, કારણ કે એમને પોતાના જીવનની યાદી બીજાઓને સોંપવાની કશી પડી જ ન હતી; પણ જેઓએ અંતર્દષ્ટિ હોવા છતાં કે ન હોવા છતાં અગર ઓછીવતી હોવા છતાં લેકકાર્યમાં પિતાના પ્રયત્નને ફાળે આપેલ હિતે તેની નોંધ તે આપણી સામે વજીલિપિમાં લખાયેલી છે. એકવારના માંસભોળ અને મદ્યપાથી જનસમાજમાં જે માંસ અને મઘ તરફની અરુચિ અથવા તેના સેવનમાં અધર્મ બુદ્ધિ ઉત્પન્ન થઈ છે, તેનું શ્રેય કાંઈ સાધુસંસ્થાને ભાગે ઓછું નથી. લોકમાન્ય તિલકે કહેલું કે “ગૂજરાતની જનપ્રકૃતિની અહિંસા એ જૈન ધર્મને આભારી છે, અને આપણે જાણવું જોઈએ કે જૈન ધર્મ એ સાધુસંસ્થાને આભારી છે. સાધુસંસ્થાનું રાતદિવસ એક કામ તે ચાલ્યા જ કરતું કે તેઓ જ્યાં જાય ત્યાં સાત વ્યસનના ત્યાગને શબ્દથી અને જીવનથી પદાર્થપાઠ શીખવે. માંસનો તિરસ્કાર, દારૂની ઘણા અને વ્યભિચારની અપ્રતિષ્ઠા તેમ જ બ્રહ્મચર્યનું બહુમાન–આટલું વાતાવરણ લેકમાનસમાં ઉતારવામાં જૈન સાધુસંસ્થાને અસાધારણ ફાળો છે એની કોઈ ના પાડી શકે નહિ. જૈન પરંપરાઓ અને બૌદ્ધ પરંપરાએ પેદા કરેલ અહિંસાનું વાતાવરણ મહાત્માજીને પ્રાપ્ત થયું ન હતા તે તેમને અહિંસાનો આ પ્રયુગ શરૂ થાત કે નહિ, અને શરૂ થાત તે કેટલી હદ સુધી સફળ નીવડત એ એક વિચારણીય પ્રશ્ન છે. સાત વ્યસન છોડાવવાનું કામ અવિછિન્નપણે સાધુસંસ્થા ચલાવ્યે જતી. એની અસર ઝનૂની અને હિંસાપ્રકૃતિના આગંતુક મુસલમાનો પર પણ થયેલી છે, અને તે એટલી હદ સુધી કે ઘણું અહિંસાનાં કાર્યોમાં હિંદુ અને જૈને સાથે મુસલમાનો પણ ઊભા રહે છે. કેટલાંક મુસલમાની રાયે અત્યારે પણ એવાં છે કે જ્યાં દયાની –ભૂતદયાની–લાગણી બહુ જ સુંદર છે. એટલે અત્યારની વર્તમાન સાધુસંસ્થાને તેમના પૂર્વજોએ બહુ જ કીમતી ઉપજાઉ ભૂમિ સોંપી છે, અને શક્તિ હોય તે જેમાંથી ભારે પરિણામ નિપજાવી શકાય એવો મહત્વને અલભ્ય વારસ પણ આજ સુધી જેમ મળેલ વારસા ઉપર નભતું અને સંતોષ માની. લેવાતે તેમ હવે રહ્યું નથી. દેશવ્યાપી આંદોલન અને દેશવ્યાપી ફેરફારે શરૂ થાય, બંધિયાર મકાને બદલે નદીના અને સમુદ્રના તટે જ સભાનું સ્થાન લે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy