SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૬ ] દર્શન અને ચિંતન. (૪) જ્યાં ગ્ય અને નિઃસ્વાર્થ વિચારકે મેળવવાની મુશ્કેલી હોય અને છતાંય બુદ્ધિની જાગૃતિ કરવી હોય ત્યાં એ દિવસે માં અમુક જાતનાં પુસ્તક મેળવી તેનું જાતે અગર સામૂહિક વાચન કરવું. એવાં પુસ્તકેમાં મુખ્યપણે ધાર્મિક પર્વને અનુરૂપ જીવનકથાઓને સમાવેશ થાય. બુદ્ધ, રામ, કૃષ્ણ, ઈસુ અને તેમને પથે ચાલેલા અનેક સંતેની સાચી જીવનકથાઓ વાંચવી. ભગવાન મહાવીરના વ્યાપક અને વિશુદ્ધ જીવનના ઉપાસકે જ્યાં જ્યાં વિશુદ્ધિ અને સગુણની વૃદ્ધિ દેખાય ત્યાંથી ગુણદૃષ્ટિએ તેને અભ્યાસ કરી, ભગવાનના જીવનને અનેકાંતદષ્ટિએ જોવાની શક્તિ કેળવવી. કઈ પણ વિચારકને કલ્પસૂત્ર કે તેના વાચન-શ્રવણ પ્રત્યે વિષ કે અણગમે હોઈ જ ન શકે. નિર્જીવતા અને અનુપયોગિતા પ્રત્યે અણગમે. ગમે તેટલે ખાળવા યત્ન કરીએ તો તે પ્રગટયા વિના રહે જ નહિ. ખરું, જીવન જૈનત્વમાં છે, તેથી જૈનત્વને જીવન સાથે મેળ જ હવે જોઈએ, વિરેધ નહિ. આ કારણથી ભગવાનની જીવનકથાનાં વાચન-શ્રવણ નિમિત્તે બુદ્ધિની બધી શાખાઓને વિકાસ બનતે પ્રયત્ન કરવાનો યુવકેને ધર્મ છે. અરવિંદ કે ટાગોર, ગાંધીજી કે મશરૂવાળા જેવાના જીવનસ્પર્શ વિચારે વાંચનાર અને વિશાળ તેમ જ ભવ્ય જીવંત આદર્શોમાં વિચરનાર યુવકને, એકડો ઘૂંટાવે તેવી ધુળી નિશાળ જેવી પોષાળમાં ગંધાઈ રહેવાનું કહેવું એ કેવળજ્ઞાન અને અનેકાંતની ભક્તિનો પરિહાસ માત્ર છે. એક વાર વિચારકેએ નિર્ભયપણે પણ વિવેકથી પિતાનું કામ શરૂ કર્યું કે પછી એ જ પિશાળોમાં આપોઆપ વાતાવરણ બદલાવા લાગશે. કન્યા નાલાયકને વરવા ના પાડે તે. શ્રીમંતના છોકરાઓને પણ લાયકાત કેળવવી જ પડે છે એ ન્યાયે. છોકરીએને પણ સૌંદર્ય ઉપરાંત લાયકાત કેળવવી પડે છે. એટલે જે જુવાને ચોમેર પ્રકાશ પ્રસારવા ઈચ્છતા હોય તેમણે આ કલ્પસૂત્ર પ્રત્યેની પરંપરાગત ભક્તિને સુંદર ઉપયોગ કરી લેવો જોઈએ. – જૈન, ૧૩-૯-૧૯૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy