SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૩૧ રણે જૈન કિકાઓના મળને વિચાર જ વધારે સેવે છે. એટલે એકંદરે અત્યારને જે ફિરકાઓને કડવાશવાળે સંબંધ છે તે આપણામાં જ્ઞાનશત્રુતા જ પિષે છે. જે ધર્મ સહિષ્ણુતા અને જ્ઞાનના પ્રચાર માટે જ હતું અને એ પ્રચાર સિવાય જે ધર્મનું જીવન નકામું જ ગણાવું જોઈએ તે ધર્મ ફિરકાઓની કડવાશમાં પરિણમતાં અસહિષ્ણુતા અને અજ્ઞાન જ પોષી રહ્યો છે. આ સ્થળે એક રૂપક યાદ આવે છે. કિનારે પહોંચવાના ધ્યેયથી વહાણે અમુક ટાપુથી ઊપડ્યાં. બધાં વહાણોએ ઉતારુઓને લીધા. શરત બધાંની એક જ હતી અને તે કિનારે પહોંચાડવાની. રસ્તામાં એક વહાણુના કપ્તાન અને મુસાફરોએ બીજા વહાણમાં કાંઈક ખોડ બતાવી અને ટીકા કરી. એ ટીકાને તેના કપ્તાન અને મુસાફરેએ અંગત ટીકા ભાની સામસામી ખોટી ટીકા શરૂ કરી. મુસાફરી વખતે બધા હતા તે નવરા જ. ટીકા અને ખેડ કાઢવાનું મળી આવતાં સૌનું મન ત્યાં રોકાયું. મુસાફરીને આનંદ, સમુદ્રની ગંભીરતા અને આકાશની અપારતા તરફ તેમ જ સહીસલામતી અને ઝડપ વધારવા તરફ લક્ષ જવાને બદલે એકબીજાની ટીકામાં સામુદાયિક માનસ રેકાયું. કેઈ વિવાદમાં ઊતર્યા અને બીજાએ શ્રોતા બન્યા. પરિણામે તકરાર વધી. એક બાજુ બધું રક્ષકબળ પરસ્પરના નાશમાં ખરચાવા લાગ્યું, અને બીજી બાજુ વહાણે અકસ્માત એક ખરાબાથી બચવાની સાવધાની રાખી ન શક્યા. એક વહાણ અથડાયું અને બીજા તેના નાશ તરફ બેપરવા રહ્યાં. એ અભિમાનમાં બીજાઓની પણ એ જ દશા થઈ. એક જ સાય માટે નીકળેલા મુસાફરે સાધનની ટીકામાં ઊતરતાં પરિણમે સાધ્યભ્રષ્ટ થઈ ગયા. એ સ્થિતિ આજે ત્રણે ફિરકાઓની છે. ત્રણે ફિરકાઓનું લક્ષ અહિંસા અને જ્ઞાનની ઉપાસના તથા તેનો પ્રચાર છે; જ્યારે તેઓ તેથી ઊલટું જ કરી રહ્યા છે. બીજા તરફ કડવાશ રાખવી એટલે કે પિતાને મોટો અથવા શુદ્ધ ધાર્મિક માની બીજા તરફ અણગમે રાખ, એ જ હિંસા કહેવાતી હોય તે એમ કહેવું જોઈએ કે અહિંસાની સાધના માટે નીકળેલા અને ચાલતા ફિરકાઓ હિંસા જ કરી રહ્યા છે, અને જ્ઞાનને બદલે અજ્ઞાનનો જ પ્રચાર કરી રહ્યા છે. આનું વ્યાવહારિક પરિણામ સામાજિક અને રાષ્ટ્રીય ક્ષેત્રમાં પણ કડવું આવ્યું છે. જૈન સમાજ સામાજિક દૃષ્ટિએ નબળે ગણાય છે. રાષ્ટ્રીય અને રાજકીય બાબતમાં પણ એ પછાત છે. કારણ શું ? એવો પ્રશ્ન જે કરીએ અને તેના ઉત્તર માટે ઊંડા ઊતરીએ તે જણાશે કે તેનું મુખ્ય કારણ સંગઠનને અભાવ છે. જ્યાં ધાર્મિક દેષ હોય ત્યાં સંગઠન સંભવે જ નહિ. જે ધાર્મિક દેશનું પરિણામ માત્ર સ્થાનક, મંદિર, ગુરુવર્ગ અને પંડિત ઉપદેશકવર્ગ સુધી જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy