________________
બુદ્ધ અને મે
[ ૬ તેમ જ બધાને માટે તીર્થની પેઠે સેવનીય છે, તેવા આર્યોનું દર્શન દહીં અને દૂધથી ભરેલા ઘડાની પેઠે સુમંગળ લેખાય છે.
“જેઓમાં પાપવૃત્તિ નથી અને જેઓ પુષ્યવૃત્તિથી શોભે છે, તેવાઓનું દર્શન સુમંગળ છે અને સફળ પણ છે.
' “જેઓ શરીર, વચન અને દિયેમાં સંયત છે અને પ્રસન્ન મનવાળા છે, તેવાઓ માટે મોટું ઢાંકવું કે પડદે કર નકામે છે.
જેઓનું મન નિરંકુશ કે સ્વચ્છંદી છે, જેને લાજ કે શરમ નથી અને જેનામાં ઉપર કહ્યા તેવા ગુણે કે સત્યભાષિતા નથી, તેવાઓ જે ઢગલાબંધ વસ્ત્રોથી પિતાની જાતને ઢાંકે તેય ખરી રીતે તે પોતાના દેશને જ ઢકે છે; અર્થાત્ તેઓ શરીરે સવસ્ત્ર છતાં દુનિયામાં નગ્નશિરોમણિ નાગડાઓના જેવા વિચરે છે. - જે આર્યનારી ઈદ્રિય અને મનથી સંયત છે તેમ જ જે સ્વપતિમાં સંતુષ્ટ હેઈ બીજા કોઈ પુરુષને વિચાર સુધ્ધાં કસ્તી નથી, તેવી આ સૂર્ય અને ચંદ્રના પ્રકાશની પેઠે પિતાના રૂપને ઢાંકતી નથી. તેને માટે મેટું ઢાંકવું લ.જ કાઢી બે નર જ છે,
“વળી બીજાનું મન સમજી શકનાર ઋષિ-મહાત્માઓ અને દેવગણે મારું હૃદય તેમ જ મારું શીલ જાણે છે, તે પછી મુખનું અવગુંઠન મને શું કરવાનું છે ? હું જેવી છું તેવી તે ઋષિઓ અને દેવાની નજરમાં દેખાઉં જ છું, પછી મુખાવગુંઠન હોય કે ન હોય.’
ગોપાની આર્યનારીને શેભે એવી વિચારપૂત તેમ જ નિર્ભય યુક્તિ સાંભળી રાજા શુદ્ધોદન આવી પુત્રવધૂ મળવા બદલ એટલે બધે પ્રસન્ન થયે કે તેણે બહુ કીમતી મતી અને ફૂલને હાર તેને ખુશાલીમાં પહેરાવ્ય અને છેવટે ઉદાર કાઢયો કે જેવી રીતે મારા પુત્ર સિદ્ધાર્થ ગુણોથી શોભે છે, તેવી જ રીતે આ વધૂ પણ ગુણથી શોભે છે, એટલે આ બન્નેને સમાગમ એ ઘી અને ખાંડના જેવો છે.
ઉપસંહાર ઉપરના વર્ણનમાં મુખ્ય પાત્ર ચાર છે. તે દરેકની વિશેષતા
* બીજે ક્યાંક વાંચેલી સમરણમાં આવતી ગોપાની સમર્થ અને બુદ્ધિપ્રધાન એક દલીલ એ પણ છે કે જે મેં ઘુંઘટ ખેંચ્યા હોત તો તમારા જેવા વડીલેનાં શ્રી અને સૌ દર્યસંપન્ન મુખનું દર્શન હું કેમ પામી શકતો વળી સ્ત્રીઓએ ઘૂંઘટ કાઢ એ તો પુરુષોનાં હૃદયની મલિનતાને સૂથક બને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org