SearchBrowseAboutContactDonate
Page Preview
Page 713
Loading...
Download File
Download File
Page Text
________________ % ) દર્શન અને સિંહના કરી, તે બીજી બાજુથી દંડપાણિએ પિતાની શરત પૂરી થયેલી જોઈ પિતાની કન્યા કુમાર સિદ્ધાર્થને અપ. મેપ ઘીરેદાર વિધરૂપે ગેમા બધિસત્વની અગ્રમહિણી બની. તે સાસુ-સસરા કે બીજા તમામે પરિવાર સમક્ષ મેટું ઢાંક્યા વિના કે પડદે ર્યા વિના આવતી જતી અને વ્યવહાર કરતી. આ જોઈ તે બધાં વિચારમાં પડ્યાં કે હજી તે આ નવોઢા છે અને કોઈ વડીલ સામે પડદો કરતી જ નથી. તેઓને ગોપાના મુક્ત અને સ્વસ્થ વ્યવહારથી કાંઈક માઠું લાગ્યું, અગર ચાલુ રિવાજના ભંગથી મનદુઃખ થયું. આ વાતની ગપાને જાણ થઈ એટલે તેણે પિતાના પરિવાર સમક્ષ એક સાત્વિક, વિચારપૂર્ણ અને નિર્ભય નિવેદન કર્યું, જે નિવેદન લલિતવિસ્તારમાં ગાથાબદ્ધ છે અને એ ગાથાપટ્ટો પણ સુગેય તથા લલિત છે. અહીં તે એનો સાર માત્ર આપીશું. ભલે કોઈ એગ્ય કવિ એ ધંધોને ગુજરાતીમાં પદ્યબંધ અનુવાદ કરે. , “જે આર્ય છે તે તે મુખ ખુલ્લું હોય તેય બેસતાં કે હરતાં-ફરતાં, ધ્વજના અગ્રભાગમાં ચમકતા મણિરત્નની પેઠે, દીપી નીકળે છે. આયંજન, કપડાનું આવરણ ન હોય તેય, ઊઠતા-બેસતાં બધે જ શોભી નીકળે છે. “ જેવી રીતે બુલબુલ રૂપથી અને સ્વરથી શોભે છે, તેવી રીતે આર્યજન પડદા વિના પણ બેલે કે મૌન રહે તેય શોભે છે. : “આર્ય હોય તે નિવસન હોય કે કુશચીવર ધારી હેય, અગર જીર્ણ વસ્ત્રધારી કે દુર્બળ શરીર હોય, છતાં તે ગુણવાન હોવાથી પિતાના તેજથી જ શોભી ઊઠે છે. “જેના મનમાં કોઈ પાપ નથી તે આર્ય ગમે તે સ્થિતિમાં શોભી ઊઠે છે. તેથી ઊલટું, મલિન વૃત્તિવાળો અનાર્ય પુષ્કળ આભૂષણો ધરાવતું હોય તેમ નથી શેભ. જેનું મન પથ્થર જેવું કઠણ છે અને જેના હૃદયમાં પાપ ભર્યું છે છતાં વાણીમાં માધુર્ય છે તેવા અમૃત છાંટેલા પણ ઝેરથી ભરેલા ધડાની પિઠે બધાંને માટે હંમેશાં આદર્શનીય છે. જે આથી દરેકના પ્રત્યે બાળકની પેઠે નિર્દોષ અને સૌમ્યવૃત્તિવાળા છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy