________________
જૈન સમાજ: હિંદુ સમાજ
[ ૧૦૯ જૈન સમાજ હિંદુ સમાજથી નખ છે એ વિચારનું પ્રબળ ઉગમ ભયમાંથી છે. હિંદુ સમાજને સ્પર્શ કરવા કાયદાઓ થવા માંડે અને રૂઢ જૈનેને રૂઢ ધર્મ વિરુદ્ધ લાગે ત્યારે તેઓ રૂઢ ધર્મને બચાવવા ધર્મ અને સમાજ બન્નેનું એકીકરણ કરી પોતાના સમાજને નવા કાયદાની ચુંગલમાંથી છૂટો રાખવા આવી હિલચાલ કરે છે. ધાર્મિક દ્રવ્ય અને હરિજન મંદિર પ્રવેશને લગતા કાયદાઓમાંથી છટકવાની ભાવનામાંથી અત્યારની જુદાપણાની પ્રબળ હિલચાલ શરૂ થઈ છે. જે ધાર્મિક દ્રવ્ય અને હરિજન મંદિર પ્રવેશ બાબત જૈનો તે જ કાયદા કરતાં આપમેળે વધારે ઉદાર દષ્ટિબિંદુ વાપરે અને પિતાના સમાજને આગળ વધારે તે આવો ભયમૂલક જુદાપણને સવાલ ન આવે; એ આવવાને હેય. તે બીજી રીતે આવે. વળી, જ્યારે જ્યારે હિંદુ સમાજને સમસ્તપણે લાભ આપે એવા કાયદાઓ થવાના હશે ત્યારે જૈનોએ પોતાના સમાજ માટે તેવા લાભવાળા જુદા કાયદાઓ રચવાની હિલચાલ ઊભી કરવી પડશે. ધારો કે આફ્રિકા આદિ દેશમાં એ કાયદે થાય કે હિંદુઓને આટલા હક આપવા જ, કે અમેરિકામાં હિંદુઓને અમુક છૂટ આપવી જ, તે તે વખતે શું જેને પિતાના લાભ અને છૂટ માટે ત્યાં જુદો પ્રયત્ન કરશે ?
જે ભૂત બ્રાહ્મણોનું અને બીજા વહેમી તેમજ અજ્ઞાનીઓનું હતું તે ભૂત-અસ્પૃશ્યતા આદિ-પિતાનું કરી લઈ પછી તેના જ બચાવ માટે, મૂળ ભૂતવાળા ભાગો સુધરે ત્યારે પણ, પોતે તેથી જુદા રહેવું એ શું જૈન સમાજનું બંધારણગત સ્વરૂપ હોઈ શકે? એટલે તમે એમ કહે કે અમે હિંદુ છીએ પણ જૈન હિંદુ છીએ, તે ચાલે; પણ હિંદુ નથી એમ કહેવું એ બરાબર નથી.
હવે હિંદુ ધર્મ અને જૈન ધર્મવિષે વાત કરીએ. બહુમતી હોવાને કારણે વૈદિક ધર્મ હિંદુ ધર્મના પર્યાય તરીકે સમજાય અથવા લેકે એ અર્થમાં હિંદુ ધર્મ શબ્દ વાપરે છે એ વસ્તુ હું જાણું છું. પણ હિંદુધર્મ એના ખરા અર્થમાં માત્ર વૈદિક ધર્મ નથી, હિંદુ ધર્મમાં વૈદિક અવૈદિક અનેક ધર્મો છે. એમાં જૈન ધર્મ પણ છે. એટલે જૈન ધર્મને વૈદિક માનવા-મનાવવાની હું અતાર્કિક, અનૈતિહાસિક વિચારણા કરું તે મારું મગજ ચસકી ગયું છે એમ માનવું જોઈએ. વૈદિક
અને અવૈદિક વચ્ચે અથવા એમ કહે કે મૂળમાં બ્રાહ્મણ અને અબ્રાહ્મણ વચ્ચે ધર્મ દૃષ્ટિએ પહેલેથી જ મોટું અંતર રહ્યું છે અને તે આજે પણ એવું જ છે. મુસલમાને ધાર્મિક અંધતા ભૂલી જાય એવો એક સમય કલ્પીએ, અને તે સુવર્ણયુગ આવે ત્યારે વૈદિક અને અવૈદિક ધર્મ વચ્ચેના મનાતા વિધિ અગર ધાર્મિક સંકુચિતતા જવાનો સમય પાકશે. અત્યારે તે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org