SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિકાર માતૃચૈટ અને તેમનુ અધ્યશતક [ ૫૫ સુગત, તીથંકર, સ્વયંસખુદ્દ આદિ જેવાં વિશેષણા વાપર્યાં છે, તેમાં કચાંય બ્રાહ્મણ અને પૌરાણિક પરંપરાના અભિમત દેવા માટે તે પરપરામાં વપરાયેલ ખાસ સ્વયંભૂ, વિષ્ણુ, શિવ આદિ વિશેષણા દેખાતાં નથી. તે જ રીતે બૌદ્ધ અને જૈન પરંપરામાં પ્રસિદ્ધ એવાં જિન, સુગત, અન્ આદિ વિશેષણા બ્રાહ્મણપર’પરાના પ્રાચીન ગ્રંથામાં કયાંય દેખાતાં નથી. સામાન્ય રીતે બ્રાહ્મણુ અને શ્રમપર પરાના આ શબ્દભેદ જૂના છે. તેથી બૌદ્ધો કે જેને બ્રહ્મના વાચક સ્વયંભૂ શબ્દને યુદ્ધ કે જિનમાં ન વાપરે એ સ્વાભાવિક છે. પૌરાણિક પરંપરામાં સ્વયંભૂનું સ્થાન જાણીતું છે. પાછલા વખતમાં વિષ્ણુ અને શિવની પૂજાપ્રતિષ્ઠા વિશેષ વધી તે પહેલાં કયારેક બ્રહ્માની પ્રસિદ્ધિ અને પૂજા વિશેષ હતાં. કયારેક સ્વયંભૂ સૃષ્ટિના કર્તા દેવ તરીકે પ્રસિદ્ધ હતા અને આ લોક સ્વયંભૂ કૃત મનાતા, જેનો ઉલ્લેખ સૂત્રકૃતાંગ૩૮ જેવા પ્રાચીન ગ્રંથમાં મળે છે. ખૌદ્ધ કે જૈને જગતને કાઈનું રચેલું ન માનતા હાવાથી તેઓ સૃષ્ટિકર્તા સ્વયભૂતે ન માને અને તેથી પૌરાણિક સ્વયંભૂ શબ્દને પેાતાના અભિમત સુગત કે જિન વાસ્તે ન • વાપરે એ સ્વાભાવિક છે. તેમ છતાં તેઓએ પૌરાણિક કલ્પનાને નિમૂળ અને નિયુક્તિક સૂચવવા પોતાના દેવા વાસ્તે સ્વયં સમ્રુદ્ધ શબ્દ વાપરી એમ સૂચવતા કે આપમેળે જન્મ સંભવ નથી, પણ આપમેળે જ્ઞાન તા સભવે છે. માન્યતાની આ પરંપરાને ભેદ ચાલ્યે આવતા, છતાં કયારેક એવે સમય આવી ગયા છે કે તે વખતે બૌદ્દો અને જૈના બન્નેએ પૌરાણિક સ્વયંભૂ શબ્દને તદ્દન અપનાવી લીધા છે. આગળ જતાં જેમ શિવ, શંકર, મહાદેવ, પુરુષોત્તમ અને બ્રહ્મા આદિ અનેક વૈદિક અને પૌરાણિક શબ્દને પાતાના અભિપ્રેત અર્થમાં અપનાવી લેવાની પ્રક્રિયા જૈન અને બૌદ્ધ સ્તુતિપરંપરામાં ચાલી છે, તેમ કયારેક પહેલાના સમયમાં સ્વયંભૂ શબ્દને અપનાવી લેવાની પ્રક્રિયા પણ શરૂ થયેલી. આ શરૂઆત પહેલાં કાણે કરી તે તે અજ્ઞાત છે, પણ એટલું' તેા નક્કી છે કે એ શરૂઆત કાઈ એવા સમય અને દેશના એવા ભાગમાં થઈ છે જે વખતે અને જ્યાં સ્વયંભૂની પૂજા–પ્રતિષ્ઠા બહુ ચાલતી. માતૃચેટ ઈસ્વીસનના પહેલા સૈકાના કવિ છે. તેણે યુદ્ધ માટે સ્વયંભૂ શબ્દ વાપર્યો છે, તે ઉપર સૂચવેલ પ્રક્રિયાનું જ પરિણામ છે. હજી લગી માતૃચેટ પહેલાંના કાઈ જૈન ગ્રન્થમાં મહાવીર આદિ અન્ માટે સ્વયંભૂ શબ્દ વપરાયેલા જણાયે નથી. તેથી ઊલટું નિર્વિવાદ રીતે માતૃચેટ પછીની જૈન કૃતિઓમાં મહાવીર આદિના વિશેષણ તરીકે સ્વયંભૂ શબ્દ ૩૮, પ્રથમ શ્રુતસ્કંધ ૧, ૩, ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy