________________
શિષ્યચોરીની મીમાંસા
[૨૦]
- આખા દેશનું ધ્યાન અત્યારે સરકાર સામે ચાલતા જંગમાં રોકાઈ રહ્યું છે, એટલે જૈન સમાજ પણ એની અસરથી સ્વાભાવિક રીતે જ છૂટ રહી ન શકે. બીજી બાજુ આખેય જૈન સમાજ એ એક વ્યાપારી સમાજ છે અને વ્યાપારી દુનિયામાં જે ભારે આર્થિક ઊથલપાથલ થઈ રહી છે તેની અસર પણ જૈન સમાજ ઉપર નાનીસૂની નથી. આ સિવાય બીજા કેટલાક સામાજિક અને કેળવણી સંબંધી જે અગત્યના ફેરફારો ઝપાટાબંધ મેર થઈ રહ્યા છે, એની અસરથી પણ જૈન સમાજ મુક્ત નથી. આવી સ્થિતિમાં એ બધા અગત્યના સવાલો ઉપર વિચાર કરે છેડી શિષ્યચોરી જેવા ક્ષત્ર દેખાતા વિષય ઉપર કેમ વિચાર કરવામાં આવે છે, અથવા તે એ ક્ષુદ્ર વિષય આજે કેમ ચર્ચવામાં આવે છે, એ પ્રશ્ન થવો સહજ છે. ઉત્તર એ છે કે આજે શિષ્યચેરીના વિષયે જૈન સમાજનું ભારે ધ્યાન કર્યું છે, અને એ વિષય “ઊંટડીનું દૂધ પીવું તે શાસ્ત્રવિહિત છે કે નહિ ?”—એના જેવો માત્ર કાલ્પનિક ચર્ચાને વિષય નથી રહ્યો; કારણ કે, શિષ્યચોરીમાં માનનારા એને શાસ્ત્રસમ્મત માની અને બીજાને તેમ મનાવી એ કૃત્ય કરે છે એટલે શિષ્યચોરીના હિમાયતીએ સમાજમાં ગમે તેટલા ઓછા હોય છતાં કે લગભગ આખા સાધુવર્ગને ખેજા અને પઠાણની જેમ બાળકર માને છે અને સીધી કે આડકતરી રીતે લેકે તેમની સાથે મનુષ્યર તરીકે જ વ્યવહાર કરે છે. શિષ્યચેરીના હિમાયતી ગૃહસ્થ પણ પિતાનાં બાળક–બાળિકાઓને સાધુ પાસે ખુલ્લા દિલથી ભાગ્યે જ જવા દે છે. શિષ્યચોરીમાં ન માનનારાઓ તો આ બાબતને ભારે વિરોધ કરે છે, અને તેથી જ્યાં ત્યાં તકરારની આગ સળગી ઊઠે છે, અને આ બધું શાસ્ત્રને નામે થાય છે. જોકે, ખાસ કરી સાધારણ લેકે,એમ જ માને છે કે “શાસ્ત્ર કહે છે તે જ કરવું જોઈએ અને શાસ્ત્ર ખોટું ન કહે.” આ જાતની શાસ્ત્રની પ્રતિષ્ઠા લેકના મનમાં છે, તેથી જ એ પ્રતિષ્ઠાને લાભ લઈ દરેક જમાનામાં જેમ બનતું આવ્યું છે તેમ, આજે પણ કેટલાક મહાશય શિષ્યચોરી જેવા વિષયને શાસ્ત્રસમ્મતિનું નામ આપી તેનું સમર્થન કરી રહ્યા છે, અને બીજી બાજુ તેમને વિષેધ કરનાર પક્ષ આ વસ્તુ શાસ્ત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org