________________
આ ઠરાવ મુજબ “દર્શન અને ચિન્તન’ નામના આ પુસ્તકમાં પંડિતજીના ગુજરાતી લેખને સંગ્રહ કરવામાં આવ્યો છે. આ ગુજરાતી સંગ્રહમના લેખે ધાર્યા કરતાં લગભગ બેગણું થઈ જવાથી એને બે ભાગમાં વહેંચીને બે પુસ્તકે કરવામાં આવ્યા છે. * આ બન્ને પુસ્તકમાં પંડિતજીએ ગુજરાતીમાં લખવાને આરંભ કર્યો ત્યારથી લઈને તે, પાંચ માસ પહેલાં, સંવત ૨૦૧૩ની સાલમાં કારતક માસમાં લખેલ “આજને યથાર્થ માર્ગ : ભૂદાન " શીર્ષક લેખ સુધીનાં મોટા ભાગનાં લખાણો સમાવી લેવામાં આવ્યા છે. સંભવ છે કે, સંગ્રહવામાં નહીં આવવાને કારણે કે અમારા ખ્યાલ બહાર રહેવાને કારણે કોઈ લેખ આમાં ન આપી શકાય હેય; પણ એવા લેખોની સંખ્યા બહુ મેરી નહિ હોય.
આ સંગ્રહમાં આટલી સામગ્રી સંગ્રહવા છતાં બે મહત્ત્વના લેખે, ગ્રંથનું કલેવર બહુ વધી જાય તે કારણે, આમાં નથી આપી શકાયા. એ બે લેખો તે “તત્વાર્થસૂત્ર”ની અને સન્મતિતર્ક ની વિસ્તૃત પ્રસ્તાવનાઓ છે. આ બંને પુસ્તકે અત્યારે ઉપલબ્ધ છે એટલે જિજ્ઞાસુઓ એ એમાંથી મેળવી શકશે.
પંડિતજીએ આત્મનિવેદન, પ્રવાસવર્ણક કે વિશિષ્ટ વ્યક્તિઓનાં સંભારણા રૂપ સામાન્ય જનસમૂહને રસ પડે એવા વિષયે; સામાજિક, ધાર્મિક કે રાષ્ટ્રીય પ્રશ્નોની છણાવટ કરીને સામાજિક કે રાષ્ટ્રીય લેકસેવકને માર્ગદર્શક થઈ પડે એવા વિડ્યો; અને સાહિત્ય, દર્શન કે તત્ત્વજ્ઞાનને સ્પર્શતા વિદ્રોગ્ય ગહન વિષયો–એમ જુદા જુદા વિષે ઉપર બહાળા પ્રમાણમાં લખ્યું છે. એટલે એ બધાં લખાણનું પૃથક્કરણ કરીને આ ગ્રંથમાં એને આ પ્રમાણે સાત વિભાગોમાં વહેંચવામાં આવ્યાં છે: (૧) સમાજ અને ધર્મ (૨) જૈનધર્મ અને દર્શન; (૩) પરિશીલન; (૪) દાર્શનિક ચિંતન; (૫) અ; (૬) પ્રવાસકથા અને (૭) આત્મનિવેદન.
આ સંગ્રહમાંના મોટા ભાગના લેખોની નીચે, એ ક્યાંથી ઉદ્ધત કરવામાં આવ્યા છે એ સ્થળ-નિર્દેશ કરવામાં આવેલ છે; છતાં કેટલાક લેખોની નીચે આ નિર્દેશ નથી આપી શકાયો, એટલે બધા જ લેખેને સ્થળનિર્દેશ અનુક્રમણિકામાં આપી દીધો છે; તેમ જ ગ્રંથને અંતે શબ્દસૂચી પણ આપેલ છે.
આ લેખસંગ્રહની જેમ, પંડિતજીનાં હિન્દી લખાણોનો સંગ્રહ “ન ઔર જિન્તન ” નામે, આની સાથે જ પ્રગટ કરવામાં આવેલ છે. પણ લખાણના વિસ્તાર અને વિષયના વૈવિધ્યની દૃષ્ટિએ આ લેખસંગ્રહ વધારે સમૃદ્ધ અને વધારે રસપ્રદ છે, એમ કોઈને પણ જણાયા વગર નહીં રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org