SearchBrowseAboutContactDonate
Page Preview
Page 737
Loading...
Download File
Download File
Page Text
________________ .૭૦૨ ]. દર્શન અને ચિંતન ર્જન્મ માનનાર વર્ગમાં પણ ઈશ્વરને માનનાર અને ન માનનાર બે પક્ષે પડી ગયા હતા, એટલે પિતાને આસ્તિક તરીકે ઓળખાવનાર આચાર્યોની સામે પણ પિતાની પરંપરામાં બે ભિન્ન “પાર્ટીઓ હતી અને તે વખતે પણ તેઓને ઈશ્વર ન માનનાર પક્ષ, જોકે તે પક્ષ પુનર્જન્મવાદી હોઈ પિતાની આસ્તિક શ્રેણીને હતું છતાં, તેને નાસ્તિક કહેવાની એટલે કે તેને નાસ્તિક તરીકે ઓળખાવવાની ફરજ પડી. પરંતુ હજી સુધી એ શબ્દોની પાછળ અમુક માનવું અને અમુક ન માનવું એટલા ભાવ સિવાય બીજે વધારે ખાસ ભાવ ન હતો. તેથી આ હિસાબે પુનર્જન્મવાદી આર્ય પુરુષોએ પિતાના જ પક્ષના પણ ઈશ્વરને ન માનનાર પિતાના ભાઈઓને ફક્ત પિતાનાથી અમુક માન્યતામાં જુદા પડે છે એટલું જણાવવા નાસ્તિક કહ્યા. તે રીતે સાંખ્ય, મીમાંસક, જૈન, અને બૌદ્ધ એ બધા પુનર્જન્મવાદીઓ પણ એક રીતે આસ્તિક છતાં બીજી રીતે નાસ્તિક કહેવાયા. વળી, એક બીજો પ્રશ્ન ઊભો થયો હતો અને તે શાસ્ત્રના પ્રામાણ્યો. વેદશાસ્ત્રની પ્રતિષ્ઠા રૂઢ થઈ ગઈ હતી. પુનર્જન્મ માનનાર અને ઈશ્વરતત્વને પણ માનનાર એક એ મોટો પક્ષ હતો કે જે વેદનું પ્રામાણ્ય પૂરેપૂરું સ્વીકારતે. તેની સાથે જ એક એ પણ મટે અને પ્રાચીન પક્ષ હતો કે જે પુનર્જન્મમાં માનત, વેદનું પ્રામાણ્ય સંપૂર્ણતયા સ્વીકારતા, છતાં ઈશ્વર તત્વમાં ન માનતે. હવે અહીં આસ્તિક-નાસ્તિક શબ્દને ભારે ગોટાળો થયો. ઈશ્વરને ન માનવાથી જે નાસ્તિક કહેવામાં આવે તે પુનર્જન્મ અને વિદને પ્રામાણ્ય સ્વીકારનાર પિતાના સગા ભાઈ મીમાંસકને પણ નાસ્તિક કહેવા પડે. એટલે મનુ મહારાજે આ ગૂંચમાંથી મુક્તિ મેળવવા નાસ્તિક શબ્દની ટૂંકી વ્યાખ્યા કરી દીધી અને તે એ કે વેદદિક હોય તે નાસ્તિક. આ હિસાબે સાંખ્ય લેકે, જે નિરીશ્વરવાદી હોઈ એકવાર નાસ્તિક ગણાતા, તે પણ વેદનું અમુક અંશે પ્રામાણ્ય સ્વીકારતા હોવાથી ધીરે ધીરે નાસ્તિક કહેવાતા મટી આસ્તિક ગણાવા લાગ્યા; અને જૈન, બૌદ્ધ જેવા જે વેદનું પ્રામાણ્ય તદ્દન જ ન સ્વીકારતા તેઓ નાસ્તિક પક્ષમાં રહ્યા. અહીં સુધી તે આસ્તિક-નાસ્તિક શબ્દના પ્રયોગ વિશે થયું. હવે બીજી બાજુએ, જેમ પુનર્જન્મવાદી અને વેદવાદી લેકે પિતાથી વિભિન્ન એવા પક્ષને માટે ઓળખાણ ખાતર નાસ્તિક શબ્દ વાપરતા, અને વ્યવહારમાં કઈક શબ્દ વાપરવાની જરૂર તો પડે જ, તેમ પેલા વિભિન્ન પક્ષવાળાઓ પણ પિતાના પક્ષને અને સામા પક્ષને ઓળખાવવા અમુક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy