________________
૨૧૬ ].
દર્શન અને ચિંતન જૈન પરંપરા ધરાવે છે અને છતાં આજ સુધી આ બધાં સાધનને જૈન પરંપરાએ ઉઘાડી આંખે કશો ઉપયોગ એ નથી કર્યો કે જે અત્યારની જિજ્ઞાસાને સંતેષે. પણ આવા ઈતિહાસને પાય તે જૈનેતર વિદ્વાનોએ નાખે છે, અને તે પણ વિદેશી વિદ્વાનેએ. જે વિદ્વાને આ દેશમાં આવ્યા પણ ન હતા, જેમને જૈન પરંપરાને સમર્થ કહી શકાય એ પરિ ચય પણ ન હતું, તેમણે જૈન ઈતિહાસની ભૂમિકા તૈયાર કરી છે અને તે પણ એવે સમયે કે જ્યારે અત્યારના જેટલાં પુસ્તકે મુદ્રિત ન હતાં, ભંડારમાં સુલભ ન હતાં, બીજા પણ જરૂરી સાધનો જમીનમાં દટાયેલાં હતાં. આવી સ્થિતિમાં તેઓએ જે પુરુષાર્થ ખેડો અને જૈન પરંપરાની પેઢીને જે વાર આપે તે બહુ કીમતી છે અને હવે તેના આધારે આગળનું કામ એક રીતે બહુ સરળ પણ છે. આગળના કામ માટે તત્કાળ શું કરવું જોઈએ એ વિચાર અહીં પ્રસ્તુત છે.
પહેલું તે એ છે કે અંગ્રેજી, જર્મન, ફ્રેંચ કે બીજી વિદેશી ભાષાએમાં જે જે જૈન પરંપરાને સ્પર્શ કરતું લખાયું હોય તે બધું જ એકત્ર કરવું. તેમાંથી કામ પૂરતી તારવણું કરી જે ખરેખર ઉપયોગી હોય તેને યોગ્ય રીતે અંગ્રેજીમાં પ્રસિદ્ધ કરવું અને સાથે સાથે રાષ્ટ્રીય ભાષામાં પણ.
જે અત્યાર લગીમાં લખાયું છે અને છતાં નવા ઉપલબ્ધ પ્રમાણેને આધારે કે નવી સૂઝને આધારે તેમાં જે કાંઈ સંશોધન કરવા જેવું હોય તે સંશોધી અંગ્રેજી અને હિંદી સંગ્રાહક પુસ્તકોની સાથે જ પ્રસ્તાવના કે પરિશિષ્ટરૂપે જેડવું, જેથી અત્યાર લગીની શેધ અબ્રાન્ત બને. * જે જે વિષયે ખેડાયા છતાં ઘણું દષ્ટિએ, ઘણું મુદ્દા પર અપૂર્ણ દેખાય તેની સાંકળ, યોગ્ય હાથે બાકીનું લખાવી, પૂરી કરવી; એટલે તે તે વિષયની પૂર્તિ થાય અને જ્યાં જરૂર હોય ત્યાં અભ્યાસક્રમમાં પણ રાખી શકાય, તેમ જ વધારાના વાચન માટે ભલામણ પણ કરી શકાય.
. આ ઉપરાંત નવેસર સાહિત્ય અને તત્ત્વજ્ઞાનને ઈતિહાસ લખવાની વાત તો રહે જ છે. બેમાંથી એકની પસંદગી કરી એ કામ પતાવવું હોય તે, મારી દૃષ્ટિએ, પ્રથમ સાહિત્યના ઇતિહાસનું કામ હાથ ધરવું જોઈએ. એક તે એ વાંચનારને આકર્ષી શકે અને સાથે સાથે આગળના કઠણ કામની તૈયારી કરવા-કરાવવામાં પ્રેરક પણ બને. જ્યારે આપણે સાહિત્યના ઈતિહાસની વાત કરીએ ત્યારે કોઈ પણ એક ફિરકે, કોઈ પણ એક પંથ કે કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org