________________
૪૨ ]
દર્શન અને ચિંતન જવાના પ્રેમપથ થાડા ઉઘાડેછે? આ રીતે એક જમાનામાં કાઈ પણ સંપ્રદાયના સાચા મનાતા અનુયાયીઓ વાસ્તે કેંગ્રેસ એટલા માટે પ્રવેશયાગ્ય ન હતી કે તેમણે માનેલા ખાસ ખાસ મૂલ સિદ્ધાન્તોને અમલ તે કોંગ્રેસની પ્રવૃત્તિમાં જોઈ કે વિચારી ન શકતા. જમાનેા બદલાયા.
લાલા લજપતરાયે એક જાહેર વક્તવ્યમાં પ્રગટ કર્યું કે યુવાને અહિંસાની શિક્ષા આપવી એ તેમને ઊલટે રસ્તે ચઢાવવા જેવુ છે. અહિંસાએ દેશમાં નમાલાપણું આપ્યું છે. એને ફરીથી અહિંસાના શિક્ષણ દ્વારા ઉત્તેજન જ મળવાનું, લેાકમાન્ય તિલકે પણ કયારેક એવા વિચાર દર્શાવેલા કે રાજકીય ક્ષેત્રમાં સત્યનું પાલન મર્યાદિત જ હોઈ શકે; એમાં ચાણકયનીતિ જ વિજયી નીવડે. આવે વખતે અહિંસા અને સત્યમાં મક્કમ માન્યતા ધરાવનાર છતાં આપત્તિ પ્રસંગે અગર ખીજા આપવાદિક પ્રસંગે અહિંસા કે સત્યને અનુસરવાના ઐકાન્તિક આગ્રહ ન સેવનાર ધાર્મિČક વ` માટે તે અનુકૂળ જ હતું; તેમને ભાવતું જ મળ્યું. પણ લાલાજી કે તિલકના એ ઉદ્ગારા જૈનેને અનુકૂળ પડે તેવા ન હતા. વિચારક ગૃહસ્થ અને ત્યાગી જેના સામે બે વસ્તુ આવી : એક તેા લાલાજીના અહિંસાથી આવતી નિર્માલ્યતાના આક્ષેપને સમર્થ રીતે જવાબ આપવેા તે અને બીજી વસ્તુ એ કે જે કેગ્રેસના મહારથી નેતાએ હિંસા અને ચાણુકનીતિનુ પોષણ કરે અને તેને પક્ષ લે તે કૉંગ્રેસમાં · અહિંસા પરમો ધર્માંઃ ' માનનાર જૈન ભાગ શી રીતે લઈ શકે? બીજી વસ્તુ તે કાંગ્રેસમાં ભાગ ન લેવાની જૈન ત્યાગીઓની જૂતી મનેત્તિને અનુકૂળ જ હતી. એટલે એ તેા ભાવતું થયું. હવે પછી કાંગ્રેસમાં સાચા જેને એ—ખાસ કરી ત્યાગી જેને એ—ભાગ લેવા ચેાગ્ય નથી એ સાબિત કરવાનું નવું તાજું... સાધન મળી આવ્યું. પણ પેલા આક્ષેપના જવાબનું શું થાય? જવાખેા તા દેશમાંની જુદી જુદી જૈન સંસ્થાએ ધણા વાળ્યા, પણ એ તેા લાલાજી જેવા સમર્થ વ્યક્તિત્વવાળા દેશભક્ત સામે મચ્છરના ગણગણાટ જેવા હતા. બધાં જૈન પત્રો ક્ષણભર ઊકળ્યાં અને પાછાં શમી ગયાં. તિલક સામે કહેવાની કાઈ જૈન ગૃહસ્થ કે ત્યાગીની હિ ંમત જ ન હતી. સૌ સમજતું ને માનતું કે વાત ખરી છે. રાજકાય'માં તે વળી ચાણકયનીતિ વિના ચાલે ? પણ એનેા સરસ જવાબ જૈતા પાસે એ જ હોઈ શકે કે ત્યારે એવી ખટપટી સંસ્થામાં આપણે ભાગ જ ન લેવા, એટલે પાપથી બચ્યા.
અચાનક હિંદુસ્તાનના કક્ષેત્રના વ્યાસપીઠ ઉપર ગુજરાતને એક તપસ્વી આવ્યો. એણે જીવનમાં ઉતારેલ સિદ્ધાન્તને મળે લાલાજીને જવાબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org