________________
શારદા સિદ્ધિ
તેથી શરીર ઉપર કેટલો મેલ જામી ગયે છે. આ પ્રકારે ચારિત્રમાં ગ્લાનિ ઉત્પન્ન થઈ. બંધુઓ! જિન ધર્મનું ચારિત્ર મહાન ઉત્તમ છે. સાધુના વસ્ત્રો મેલાઘેલા જોઈને તમે કદી દુગછા કરશો નહિ. સાધુથી પણ દુગંછા ન કરાય. જે સાધુ સંયમ લઈને આવી દુર્ગછા કરે છે એને માટે પરભવમાં જૈનધર્મ ઘણો દૂર થઈ જાય છે. જે સાધુની દુગછા કરે છે તેને પણ મહાન પાપ બંધાય છે. સાધુની દુશંકા કરવાથી કેવું ફળ મળે છે તે એક દષ્ટાંત દ્વારા તમને સમજાવું.
રાજગૃહી નગરીમાં શ્રેણીક રાજા રાજ્ય કરતા હતા તે સમયની આ વાત છે. એક વખત ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા રાજગૃહી નગરીમાં પધાર્યા, ત્યારે શ્રેણીક મહારાજા ઠાઠમાઠથી ભવ્ય જીના નાથ તારણહાર ભગવાનના દર્શન કરવા જવા નીકળ્યા. રાજમાર્ગે થઈને સમવસરણ તરફ જતા માર્ગમાં માથું ફાટી જાય એવી ભયંકર દુર્ગધ આવવા લાગી, એટલે શ્રેણુક મહારાજાએ તપાસ કરાવી કે આ દુધ કયાંથી આવે છે? ત્યારે સેવકેએ તપાસ કરીને કહ્યું, મહારાજા ! આ નાળા પાસે એક નવજાત બાળ પડી છે. તેના શરીરમાંથી આ અતિ ભયંકર દુધ આવે છે. આ સાંભળીને રાજાએ તેના માણસને રક્ષણ કરવા મોકલ્યો, પણ તે માણસ રાજાના ગયા પછી દૂર જઈને ઊભે રહ્યો. રાજા ભગવાનના દર્શન કરવા ગયા. પ્રભુને વંદન કરીને પ્રવચન સાંભળ્યું. બધી પ્રખદા વિખરાઈ ગઈ, ત્યાર પછી તેમણે ભગવાનને વંદન નમસ્કાર કરીને પૂછયું હે ભગવંત! અહી આવતા માર્ગમાં નાળા પાસે મેં એક તરતની જન્મેલી ગંધાતી દુર્ગંધવાળી છોકરીને જોઈ, તે તેણે પૂર્વભવમાં એવા શું પાપકર્મ કર્યા હશે કે જન્મતાની સાથે જ એને એના મા-બાપે તરછોડી દીધી છે? એના શરીરમાંથી માથું ફાટી જાય તેવી દુર્ગધ નીકળે છે. ભગવંતે કહ્યું, હે રાજન! અહી નજીકમાં વાણિજ્ય ગ્રામ નામનું ઉપનગર છે. ત્યાં રહેતા ધનમિત્ર નામના શેઠને ધનશ્રી નામની દીકરી હતી. ઉનાળાની ઋતુમાં તેના લગ્ન લેવાયા હતાં, એટલે ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલતી હતી. તે સમયે એક મુનિરાજ એને ઘેર ગૌચરી વહોરવા પધાર્યા. શેઠે પોતાની દીકરીને કહ્યું બેટા ! આજે આપણું ધન્ય ઘડીને ધન્ય ભાગ્ય છે કે તારા લગ્નના દિવસે આપણું ઘર સંતના પુનિત પગલાં થયા છે, માટે તું વહોરાવીને લાભ લે.
આ વખતે ધનશ્રી નાહી ધોઈ શરીરે સુગંધિત દ્રવ્યોનું વિલેપન કરી સારા વસ્ત્રાલંકારો પહેરીને તૈયાર થયેલી હતી. એના શરીર ઉપર વિલેપન કરેલા સુગંધિત દ્રવ્યોમાંથી સુગંધ ફેંકી રહી હતી. એ મહારાજને વહેરાવવા ગઈ પણ સાધુના મેલા પરસેવાવાળા કપડાં અને શરીરમાંથી આવતી દુર્ગધના કારણે મોઢું મચકોડયું ને નાક ચઢાવવા લાગી. એક તે યુવાની અને તેમાં પાછો લગ્નનો દિવસ હતું એટલે ખૂબ સુંદર રીતે શણગાર સજેલા હતા. તેમાં છકી ગયેલી આ છોકરી મનમાં વિચાર