________________
શારદા સિદ્ધિ વીતરાગવાણીનું શ્રવણ કરવું છે જે તમે શ્રોતા મટીને શ્રાવક બનશો તે ધર્મની ધૂણી આત્મા ઉપર અનાદિકાળથી જામી ગયેલા કર્મના કાટને બાળી નાંખશે; આજે દુનિયામાં શ્રોતાજનની બેટ નથી ને વક્તાઓની ઓટ નથી. ખેટ માત્ર પ્રાણથી સાંભળનારા શ્રોતા શ્રાવકની છે.
જંબુસ્વામી સોના જેવા છેતા હતા ને સાથે આપનારા પણ એવા હતા. જ્યારે જ્યારે જંબુસ્વામી સુધર્માસ્વામી પાસે કંઈક સાંભળવા કે સમજવા બેસતા ત્યારે વિનયપૂર્વક વંદન કરીને બેસતા. વિનયપૂર્વક મેળવેલું જ્ઞાન ટકી શકે છે. આજે તે શિષ્યને ગુરૂ પ્રત્યે, વહનો સાસુ પ્રત્યે, નેકરનો શેઠ પ્રત્યે, વિદ્યાર્થીને શિક્ષક પ્રત્યે જે વિનય હોવો જોઈએ તે જોવામાં આવતું નથી. વિનયને વિદાય કર્યો તેથી આજે જ્યાં ને ત્યાં વિખવાદ દેખાય છે. એક જમાને એ હતું કે ગુરૂ શિષ્યને બોલાવે એટલે “જી સાહેબ કહીને તરત હાજર થઈ જતા. ગુરૂ ઉપર બિરાજતા હેય ને શિષ્ય નીચે હય, ગુરૂ ઉપરથી બૂમ પાડે એટલે તરત જ સાહેબ કહીને દેડતે આવે. વિનયવંત શિષ્યને ગુરૂ ગમે તેટલી વાર નીચેથી ઉપર બેલાવે, આંટા ખવડાવે પણ શિષ્ય એ વિચાર નથી કરતે કે ગુરૂ મને વિના પ્રયોજને શા માટે આંટા ખવડાવતા હશે ? એ તે એક જ વાત સમજે છે કે મારા ગુરૂની આજ્ઞા એ જ મારે પ્રાણ છે. ગુરૂ આજ્ઞા પાલનથી મારું કલ્યાણ થવાનું છે, તે એનું કલ્યાણ થઈ જાય છે. આવી રીતે નકર શેઠને વિનય કરે, વહુ સાસુને વિનય કરે તે સંસારમાં સુખી થાય છે.
જંબુસ્વામીને વિનય અને હતે. જંબુસ્વામી સુધર્મા સ્વામીને વંદન કરીને પૂછે છે કે હે પ્રભુ શ્રમણ ભગવત મહાવીર સ્વામીએ ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનમાં શું ભાવનું નિરૂપણ કર્યું છે. તે કૃપા કરીને આપ મને સમજાવે, ત્યારે સુધર્માસ્વામીએ જંબુસ્વામી સમક્ષ ભગવાને કહેલી વાણી કહી સંભળાવી. આપણે ગઈ કાલે એ વાત કરી હતી કે ગોવાળના છોકરાઓ પેલા સાધુઓને પિતાને ત્યાં લઈ ગયા. સંતેએ તેમને જૈનધર્મ સમજાવ્યો, એટલે વાળના ચારેય પુત્રો વૈરાગ્ય પામ્યા ને દીક્ષા લેવા તૈયાર થયા. સંતેએ કહ્યું, ભાઈ ! દીક્ષા લીધા પછી ઘણુ કષ્ટ સહન કરવા પડશે. માથે લેચ કરે પડશે. જિંદગીભર સ્નાન નહિ કરાય. આ બધું ખૂબ સમજાવ્યું ત્યારે છોકરાઓ કહે છે અને બધું જ સહન કરીશું. ગુરૂદેવ ! આપ અમને દીક્ષા આપે, એટલે મુનિચંદ્ર મુનિએ એમને દીક્ષા આપી. છેકરાઓ ગુરૂની સાથે વિચારવા લાગ્યા. એક વખત ઉનાળાના સમયમાં ખૂબ ગરમી પડવા લાગી, ત્યારે શરીર પરસેવાથી રેબઝેબ થવા લાગ્યું. આ સમયે ગોવાળના ચારે પુત્રએ દીક્ષા લીધી હતી, તેમાંના નંદ અને સુનંદ બે મુનિઓના મનમાં એ દુર્ગછા ભાવ ઉત્પન્ન થયે કે આ ધર્મ બધી રીતે સારે છે પણ સ્નાન કરવાનું નહિ, કપડાં દેવાના નહિ