________________
વ્યાખ્યાન નં-૪ અષાઢ વદ ૯ને મંગળવાર “દુર્ગછાનું ફળ તા. ૧૭-૭-૭૯
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! અનંતજ્ઞાની, જગત ઉદ્ધારક, પરમ તત્વના પ્રણેતા તીર્થકર ભગવંતે ભવ અરણ્યમાં ભૂલા પડેલા જીવોને સાચો માર્ગ બતાવવા આગમવાણી પ્રકાશી. અજ્ઞાનના અંધકારમાં અટવાતા જીવો માટે પરમ પ્રકાશને ધરાવતી વીતરાગ વાણી સર્ચલાઈટનું કામ કરે છે. જીવને વીતરાગ વાણી ઉપર શ્રધા થાય છે, ત્યારે જિનેશ્વર પ્રભુના કાયદા કાનૂનને અપનાવે છે અને ભગવાનની આજ્ઞાનું પાલન કરવા માટે પ્રાણ પાથરે છે. આવો શ્રદ્ધાવંત મનુષ્ય જિનશાસનને જયજયકાર લાવી શકે છે. જેને જિનશાસન પ્રત્યે પ્રેમ નથી, હદયમાં શાસન પ્રત્યેની શ્રધા નથી તે માત્ર કાચના ટુકડાને ગ્રાહક હોય છે. રત્ન જેવું જિનશાસન મળવા છતાં રત્નને છોડીને જે માત્ર કાચના ટુકડા ગ્રહણ કરે એને કે કહે? જેમ જંગલમાં લાકડા વીણતી ભીલડીને મોતીની પીછાણ નથી, કિંમત નથી એમ આજના માનવીને મનુષ્યભવ અને તેમાં કિંમતી રત્ન અને મોતી જેવું જિનશાસન મળ્યું છે પણ તેની પીછાણ કે કિંમત નથી પણ સમજી લેજો કે આ અવસર તમને ફરી ફરીને મળવો મુશ્કેલ છે. •
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનને અધિકાર શરૂ કર્યો છે. ગઈ કાલે આપણે ચાર અનુયોગની વાત કરી હતી. ઉત્તરાધ્યયન સૂત્રમાં ચારે અનુગે સમાયેલા છે. તેમાં આપણે જે અધિકાર શરૂ કર્યો છે તેમાં ધર્મકથાનુગ છે. આ અધ્યયનમાં મુખ્ય બે પાત્ર છે. ચિત્ત અને સંભૂતિ. આ બેમાંથી સંભૂતિએ બ્રહ્મદત્ત નામને ચક્રવતિ બન્યો પણ એ ચક્રવતિ કેવી રીતે બને? એ બધી પૂર્વની વાત જાણવી જોઈએ ને? મેટી ઈમારત ચણવી હોય તો એને પાયા પહેલા મજબૂત બનાવવો જોઈએ. એ રીતે આપણે પહેલા મૂળ પાયાની વાત કરવી છે. આપણા જીવનમાં પણ શ્રધાને પાયો મજબૂત હોવો જોઈએ. તપ, જપ આદિ કોઈ પણ ધર્મક્રિયા કરે પણ જ્યાં સુધી જીવનમાં શ્રધ્ધા નથી ત્યાં સુધી કર્મની નિર્જરા નહિ થાય. તમને કોઈ પૂછે કે તમે આટલા વર્ષોથી ધર્મક્રિયા કરે છે તે કંઈ પામ્યા? તે શું કહેશો? જે તમારામાં શ્રદ્ધા હશે તે ફટ દઈને કહેશો કે ધર્મક્રિયાઓ કરવાથી કર્મની નિર્જરા થાય છે. પાપકર્મના ભારથી આત્મા હળ બને છે, પણ શ્રધ્ધા નહિ હોય તે કઈ કહી શકશો નહિ, માટે સર્વ પ્રથમ શ્રદધાને એકડો ઘૂંટો ને જિનવાણીમાં શ્રધા કરો.
જંબુસ્વામીને ભગવાનના વચનામૃત ઉપર અનન્ય શ્રદ્ધા હતી. તેઓ જ્ઞાન મેળવવાના ખૂબ જિજ્ઞાસુ હતા, એટલે જ્યારે જ્યારે સુધર્માસ્વામી પાસે બેસતા ત્યારે કંઈને કંઈ પ્રશ્નો પૂછતા. એમની જિજ્ઞાસા જોઈને સુધર્માસ્વામી એમના પ્રશ્નોનું સમાધાન શા. ૫