Book Title: Samaysara Siddhi 07
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Catalog link: https://jainqq.org/explore/008398/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સાચસાર સિદ્ધિ ભાગ-૭ दामहावारकूदकद दिगंबर जैन परमानममंदिर www.AtmaDharma.com Page #2 -------------------------------------------------------------------------- ________________ هههههههههه श्री सीमंधस्देवाय नमः श्री निज शुद्धात्मने नम સમયસાર સિદ્ધિ ભાગ-૭ અધ્યાત્મયુગપુરુષ પ. પૂ. ગુરુદેવશ્રી કાનજી સ્વામીના સમયસારજી શાસ્ત્ર ઉપરના ૧૯ મી વખતના નિર્જરા અધિકારની ગાથા ૧૯૩ થી ૨૩૬ તથા તેના શ્લોકો ઉપર થયેલા ૪૫ મંગલમયી પ્રવચનો : પ્રકાશક તથા પ્રાપ્તિ સ્થાન : هجوم શ્રી સીમંધર કુંદકુંદ કહાન આધ્યાત્મિક ટ્રસ્ટ યોગીનિકેતન પ્લોટ ‘સ્વરુચિ' સવાણી હોલની શેરીમાં, નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટ-૩૬૦૦૦૫. ટેલી નં. ૦૯૩૭૪૧૦૦૫૦૮ / (૦૨૮૧) ૨૪૭૭૭૨૮ / ૨૪૭૭૭૨૯ Page #3 -------------------------------------------------------------------------- ________________ કિહાન સંવત ) વિક્રમ સંવત વીર સંવત ૨૫૩૪ ઈ. સ. ૨૦૦૮ ૨૯ ૨૦૬૪ પ્રકાશન મહા સુદ-૫, વસંતપંચમીના પવિત્ર દિને તા. ૧૧-૦૨-૨૦૦૮ પ્રથમ આવૃત્તિ – ૧૫૦૦ પડતર કિમત – રૂ. ૧૬૦/- મૂલ્ય - રૂ. ૬૦/ પ્રાપ્તિ સ્થાન રાજકોટ : શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ ૫, પંચનાથ પ્લોટ, શ્રી કાનજી સ્વામી માર્ગ, રાજકોટ-૩૬૦૦૦૧. ટેલી. નં. ૨૨૩૧૦૭૩ શ્રી સીમંધર કુંદકુંદ કહાન આધ્યાત્મિક ટ્રસ્ટ યોગીનિકેતન પ્લોટ ‘સ્વરુચિ' સવાણી હોલની શેરીમાં, નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૫. ટેલી. ન. ૦૯૩૭૪૧૦૦૫૦૮ / (૦૨૮૧) ૨૪૭૭૭૨૮ મુંબઈ : (૧) શ્રી શાંતિભાઈ ઝવેરી ૮૧, નિલામ્બર, ૩૭, પેડર રોડ, મુંબઈ-૪૦૦૦૨૬ ટેલી. નં. ૨૩૫૧૬ ૬૩૬/૨૩૫૨૪૨૮૨ (૨) શ્રી મહેન્દ્રભાઈ મહેતા સાકેત સાગર કોમ્લેક્ષ, સાંઈબાબા નગર, જે.બી. ખોટ સ્કૂલ પાસે, બોરીવલી (વે), મુંબઈ-૪OOO૯૨ ટેલી. નં. ૨૮૦૫૪૦૬૬/૦૯૮૨૦૩૨૦૧૫૯ (૩) શ્રી ભરતભાઈ સી. શાહ ૯૦૫/૯૦૬ યોગી રેસીડેન્સી, એક્સર રોડ, યોગીનગર, બોરીવલી (વે) મુંબઈ-૯૨ ટેલી. નં. ૨૮૩૩૦૩૪૫/૦૯૩૨૨૨૮૨૧૬૬ જી શ્રી વિજયભાઈ મગનલાલ બોટાદરા ઘાટકોપર (ઈસ્ટ), મુંબઈ ટેલી. ૦૨૨-૨૫૦૬ ૮૭૯૦ કિલકત્તા : શ્રી પ્રકાશભાઈ શાહ ૨૩/૧, બી. જસ્ટીસ દ્રારકાનાથ રોડ, ખાલસા સ્કૂલ સામે, ભવાનીપુર, કલકત્તા-૨૦. ટેલી. ન. ૦૩૩–૨૪૮૬૮૫૧૮/૦૯૮૩૦૩૩૧૦૧૦ સુરેન્દ્રનગરઃ ડો. દેવેન્દ્રભાઈ એમ. દોશી જૂના ટ્રોલી સ્ટેશન સામે, દર્શન મેડીકલ સ્ટોર સામે, સુરેન્દ્રનગર. ટેલી. નં. ૨૩૧૫૬૦ Page #4 -------------------------------------------------------------------------- ________________ Thanks & our Request Shree Samaysaar Siddhi Part 7 has been kindly donated by Shree Simandhar Kundkund Kahan Aadhyatmik Trust - Rajkot who have paid for it to be "electronised" and made available on the internet. Our request to you: 1) Great care has been taken to ensure this electronic version of Samaysaar Siddhi Part - 7 is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी। मंगलं कुन्दकुन्दाों जैनधर्मोऽस्तु मंगलम्।। મહાવિદેહક્ષેત્રમાં સદેહે વિહરમાન ત્રિલોકનાથ વીતરાગ સર્વજ્ઞ પરમદેવાધિદેવ શ્રી સીમંધર ભગવાનની દિવ્ય દેશનાનો અપૂર્વ સંયચ કરી ભરતક્ષેત્રમાં લાવનાર સીમંધર લઘુનંદન, જ્ઞાન સામ્રાજ્યના સમ્રાટ, ભરતક્ષેત્રના કળિકાળ સર્વજ્ઞ એટલે કે શુદ્ધાત્મામાં નિરંતર કેલિ કરનાર હાલતાં ચાલતાં સિદ્ધ આચાર્ય શ્રી કુંદકુંદદેવ થયા. જેઓ સંવત ૪૯ માં સદેહે મહાવિદેહક્ષેત્રમાં ૮ દિવસ ગયા હતા. મહાવિદેહક્ષેત્રમાં ત્રિલોકનાથ સર્વજ્ઞદેવના શ્રીમુખેથી વહેતી શ્રુતામૃતરૂપી જ્ઞાનસરિતાનો તથા શ્રુતકેવળીઓ સાથે થયેલી આધ્યાત્મિક સૂક્ષ્મ ચર્ચાનો અમૂલ્ય ભંડાર સંઘરીને ભરતક્ષેત્રમાં આવી પંચપરમાગમ આદિ આધ્યાત્મિક શાસ્ત્રોની રચના કરી. તેમાંનું એક શ્રી સમયસારજી દ્વિતીય શ્રુતસ્કંધનું સર્વોત્કૃષ્ટ અધ્યાત્મ શાસ્ત્ર છે. જેમાં શ્રી કુંદકુંદાચાર્યે ૪૧૫ માર્મિક ગાથાઓની રચના કરી છે. આ શાસ્ત્ર સૂક્ષ્મ દૃષ્ટિપ્રધાન ગ્રંથાધિરાજ છે. શ્રી કુંદકુંદાચાર્ય બાદ એક હજાર વર્ષ પછી અધ્યાત્મના અનાહત પ્રવાહની પરિપાટીમાં આ અધ્યાત્મના અમૂલ્ય ખજાનાના ઊંડા હાર્દને સ્વાનુભવગમ્ય કરી શ્રી કુંદકુંદદેવના જ્ઞાનહૃદયને ખોલનાર સિદ્ધપદ સાધક મુનિવર સંપદાને આત્મસાત કરી નિજ સ્વરૂપ સાધનાના અલૌકિક અનુભવથી પંચપરમાગમાદિનું સિદ્ધાંત શિરોમણિ શાસ્ત્ર સમયસારજી છે તેની ૪૧૫ ગાથાની ટીકા કરવાનું સૌભાગ્ય તથા તેમાં રહેલા સૂક્ષ્મ ને ગૂઢ રહસ્ય ને તેનો મર્મ અપૂર્વ શૈલીથી આચાર્ય શ્રી અમૃતચંદ્રદેવે “આત્મખ્યાતિ’ નામક ટીકા કરી ખોલ્યો ને તેના ઉપર ૨૭૮ માર્મિક મંગળ કળશો તથા પરિશિષ્ટની રચના કરી. આ શાસ્ત્રનો ભાવાર્થ જયપુર સ્થિત સૂક્ષ્મજ્ઞાન ઉપયોગી પંડિત શ્રી જયચંદજીએ કરેલો વર્તમાન આ કાળમાં મોક્ષમાર્ગ પ્રાય; લોપ થયો હતો. મિથ્યાત્વનો ઘોર અંધકાર છવાયેલો હતો. જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતો મૃતપ્રાયલ થયા હતા. પરમાગમો મોજૂદ હોવા છતાં તેના ગૂઢ રહસ્યોને સમજાવનાર કોઈ ન હતું. તેવામાં જૈનશાસનના નભોમંડળમાં એક મહાપ્રતાપી વીરપુરુષ અધ્યાત્મમૂર્તિ, અધ્યાત્મસૃષ્ટા, આત્મજ્ઞસંત અધ્યાત્મ યુગપુરુષ, નિષ્કારણ કરુણાશીલ, ભવોદધિ તારણહાર, ભાવિ તીર્થાધિરાજ પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનો ઉદય થયો. જેમણે આ આચાર્યોના જ્ઞાનહૃદયમાં સંચિત ગૂઢ રહસ્યોને પોતાના જ્ઞાનવૈભવ દ્વારા શ્રતામૃત રસપાન કરી આચાર્યોની મહામહિમ ગાથાઓમાં ભરેલા અર્થગાંભીર્યને સ્વયંની જ્ઞાનપ્રભા દ્વારા સરળ સુગમ ભાષામાં ચરમસીમાએ મૂર્તિમંત કર્યા. Page #6 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાદર્શન મિથ્યાજ્ઞાનના ઘોર તિમિરને નષ્ટ કરવા એક તેજોમય અધ્યાત્મ દીપકનો સુવર્ણમય ઉદય થયો. જેમણે પોતાની દિવ્યામૃત ચૈતન્યરસીલી વાણી દ્વારા શુદ્ધાત્મસિંધુના અસ્મલિત સાતિશય શુદ્ધ પ્રવાહને વહેતો કર્યો. તેઓશ્રીએ જૈનધર્મના મૂળભૂત સિદ્ધાંતોને અતિ સ્પષ્ટપણે, અવિરુદ્ધતાપૂર્વક ભવ્યજીવોને ભવતાપવિનાશક પરમશાંતિ પ્રદાયક પ્રવચનગંગા દ્વારા તેઓશ્રી પોતાની સાતિશય વાણીથી રેલાવતા રહ્યા. વિરોધીઓના વિરોધનો પણ જંગલમાં ફરતા કેસરી સિંહની જેમ અધ્યાત્મના કેસરી સિંહ બની નિડરપણે છતાં નિષ્કારણ કરુણાવંત ભાવે સામનો કરી વિરોધીઓ પણ ભગવાન આત્મા છે તેવી દૃષ્ટિથી જગતના જીવો સમક્ષ અધ્યાત્મના સૂક્ષ્મ ન્યાયોને પ્રકાશિત કર્યા. શ્રી સમયસારજી શાસ્ત્ર પૂજ્ય ગુરુદેવશ્રીના હાથમાં સંવત ૧૯૭૮ ના ફાગણ માસમાં આવ્યું. આ સમયસારજી હાથમાં આવતાં જ ઝવેરીની પારખુ નજર સમયસારના સૂક્ષ્મ ભાવો ઉપર પડી અને તેમાં દૃષ્ટિ પડતાં, સહજ જ અંતરના ઊંડાણમાંથી કરૂણાશીલ કોમળ હૃદય બોલી ઊઠ્યું. અરે ! આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે. અનાદિનો અપ્રતિબુદ્ધ જીવ પ્રતિબુદ્ધ કેમ થાય તેનું સંપૂર્ણ રહસ્ય ને શુદ્ધાત્માનો સંપૂર્ણ ખજાનો આ શાસ્ત્રમાં ભરેલો છે. આ શાસ્ત્રનું રહસ્ય ખરેખર તો અધ્યાત્મ યુગપુરુષ પૂજ્ય કાનજીસ્વામીના હાથમાં આ શાસ્ત્ર આવ્યા બાદ જ ચરમસીમાએ પ્રકાશિત ને પ્રદર્શિત થયું. ૪૫-૪૫ વર્ષ સુધી સુવર્ણપૂરીમાં ‘સોનગઢ મુકામે અધ્યાત્મની હેલી નીતરતી ચાલી. પૂજ્ય ગુરુદેવશ્રીએ ૧૯૭૮ થી ૧૯૯૧ (૧૩) વર્ષ સુધી ગુપ્તમંથન કરી જ્ઞાનવૈભવનો સંપૂર્ણ નિચોડ આ શાસ્ત્રમાંથી શોધી કાઢ્યો અને ફરમાવ્યું કે :ક સમયસાર તો દ્વિતીય શ્રુતસ્કંધનું સર્વોત્કૃષ્ટ સર્વોચ્ચ આગમોનું પણ આગમ છે. કે સમયસાર તો સિદ્ધાંત શિરોમણિ–અદ્વિતીય અજોડ ચક્ષુ ને આંધળાની આંખ છે. જે સમયસાર તો સંસાર વિષવૃક્ષને છેદવાનું અમોઘ શાસ્ત્ર છે. કે સમયસાર તો કુંદકુંદાચાર્યથી કોઈ એવું શાસ્ત્ર બની ગયું. જગતના ભાગ્ય કે આવી ચીજ ભરતક્ષેત્રમાં રહી ગઈ. ધન્ય કાળ ! ક સમયસારની એક એક ગાથા ને આત્મખ્યાતિ ટીકાએ આત્માને અંદરથી ડોલાવી નાખ્યો છે. સમયસારની આત્મખ્યાતિ જેવી ટીકા દિગંબરમાં પણ બીજા કોઈ શાસ્ત્રોમાં નથી. એના એક એક પદમાં કેટલી ગંભીરતા, ખોલતાં ખોલતાં પાર ન આવે એવી વાત અંદર છે. જ સમયસાર તો સત્યનું ઉદ્દઘાટન છે. ભારતનું મહારત્ન છે. જો સમયસાર જેના થોડા શબ્દોમાં ભાવોની અદ્ભુત ને અગાધ ગંભીરતા ભરેલી છે. કે સમયસાર તો ભરતક્ષેત્રનો પ્રવચનનો સર્વોત્કૃષ્ટ બાદશાહ છે. આ સાર શાસ્ત્ર કહેવાય. જ સમયસાર તો જગતના ભાગ્ય, સમયસારરૂપી ભેટર્ણ જગતને આપ્યું. સ્વીકાર નાથ ! હવે સ્વીકાર ! ભેટ પણ દે, એ પણ સ્વીકારે નહીં ? કે સમયસાર તો વૈરાગ્યપ્રેરક પરમાર્થ સ્વરૂપને બનાવનાર વીતરાગી વીણા છે. ક સમયસારમાં તો અમૃતચંદ્રાચાર્યે એકલા અમૃત રેડ્યા છે અમૃત વહેવરાવ્યા છે. રે, Page #7 -------------------------------------------------------------------------- ________________ 5 * સમયસાર એકવાર સાંભળીને એમ ન માની લેવું કે આપણે સાંભળ્યું છે. એમ નથી બાપુ ! આ તો પ્ર... વચનસાર છે એટલે આત્મસાર છે વારંવાર સાંભળવું. * સમયસાર ભરતક્ષેત્રની છેલ્લામાં છેલ્લી અને ઊંચામાં ઊંચી સત્તને પ્રસિદ્ધ કરનારી ચીજ છે. ભરતક્ષેત્રમાં સાક્ષાત કેવળજ્ઞાનનો સૂર્ય છે. સમયસારે કેવળીના વિરહ ભૂલાવ્યા છે. * સમયસારની મૂળભૂત એક એક ગાથામાં ગજબ ગંભીરતા પાર ન પડે એવ ચીજ છે. એક એક ગાથામાં હીરામોતી ટાંકેલા છે. * સમયસારમાં તો સિદ્ધના ભણકારા સંભળાય છે. શાશ્વત અસ્તિત્વની દૃષ્ટિ કરાવનારું પરમહિતાર્થ શાસ્ત્ર છે. સમયસાર એ તો સાક્ષાત પરમાત્માની દિવ્યધ્વનિ, ત્રણલોકના નાથની આ દિવ્યધ્વનિ છે. આવા અપૂર્વ સમયસારમાંથી પૂજ્ય ગુરુદેવશ્રીએ પોતાના નિજ સમયસારરૂપી શુદ્ધાત્માને અનુભવીને ફરમાવ્યું કે આત્મા આનંદનો પહાડ છે. જ્ઞાયક તો મીઠો મહેરામણ આનંદનો ગંજ ને સુખનો સમુદ્ર છે. ન્યાયોનો ન્યાયાધીશ છે. ધર્મનો ધોધ એવો ધર્મી છે. ધ્રુવ પ્રવાહ છે. જ્ઞાનની ધારા છે. ત્રણ લોકનો નાથ ચૈતન્યવૃક્ષ અમૃતફળ છે. વાસ્તવિક વસ્તુ છે. સદાય વિકલ્પથી વિરામ જ એવો નિર્વિકલ્પ જેનો મહિમા છે એવો ધ્રુવધામ ધ્રુવની ધખતી ધગશ છે. ભગવાન આત્મા ચિંતામણિ રત્ન, કલ્પવૃક્ષ ને કામધેનુ છે. ચૈતન્ય ચમત્કારી વસ્તુ છે. અનંત ગુણોનું ગોદામ–શક્તિઓનું સંગ્રહાલય ને સ્વભાવનો સાગર છે. સનાતન દિગંબર મુનિઓએ પરમાત્માની વાણીનો ધોધ ચલાવ્યો છે. જૈનધર્મ સંપ્રદાય વાડો ગચ્છ નથી વસ્તુના સ્વરૂપને જૈન કહે છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ શાસ્ત્રના અર્થ કરવાની જે પાંચ પ્રકારની પદ્ધતિ શબ્દાર્થ, મતાર્થ, આગમાર્થ, નયાર્થ ને ભાવાર્થ છે તે અપનાવીને ક્યાં કઈ અપેક્ષાએ કથન કરવામાં આવ્યું છે તેનું યથાર્થ જ્ઞાન આપણને મુમુક્ષુ સમુદાયને કરાવ્યું. આ પ્રવચનગંગામાં ઘણા આત્માર્થીઓ પોતાના નિજ સ્વરૂપને પામ્યા, ઘણા સ્વરૂપની નિકટ આવ્યા ને આ વાણીના ભાવો ગ્રહણ કરીને ઘણા આત્માર્થીઓ જરૂ૨ આત્મદર્શન પામશે જ. તેની નિરંતર અમૃત ઝરતી વાણીમાં જ તેમની અસાધારણ પ્રતિભાનો ખ્યાલ આવે છે. પૂજ્ય ગુરુદેવશ્રી સમયસારમાં ફરમાવે છે કે સમયસા૨ બે જગ્યાએ છે એક પોતાનો શુદ્ધાત્મા છે તે સમયસાર છે ને ઉત્કૃષ્ટ નિમિત્તપણે સમયસારજી શાસ્ત્ર છે. આ શાસ્ત્રમાં પોતાનો નિજ સમયસારરૂપી શુદ્ધાત્મા બતાવવામાં આવ્યો છે. એક એક ગાથાના અર્થ કરતાં પૂજ્ય ગુરુદેવશ્રી એવા ભાવવિભોર થઈ જાય છે કે તેમાંથી તેને નીકળવું મુશ્કેલ પડે છે. પૂજ્ય બહેનશ્રી ચંપાબહેન વચનામૃતમાં પૂજ્ય ગુરુદેવશ્રી વિશે ફ૨માવે છે કે પૂજ્ય ગુરુદેવશ્રીનું દ્રવ્ય તો અલૌકિક ને મંગળ છે. તેમનું શ્રુતજ્ઞાન ને વાણી આશ્ચર્યકારી છે. તેઓશ્રી મંગળમૂર્તિ, ભવોદધિ તારણહાર ને મહિમાવંત ગુણોથી ભરેલા છે. તેમણે ચારે બાજુથી મુક્તિનો માર્ગ પ્રકાશ્યો, તેમનો અપાર ઉપકાર છે તે કેમ ભૂલાય ? પૂજ્ય ગુરુદેવશ્રીને તીર્થંક૨ જેવો ઉદય વર્તે છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ અંતરથી માર્ગ પ્રાપ્ત કર્યો બીજાને માર્ગ બતાવ્યો તેથી તેમનો Page #8 -------------------------------------------------------------------------- ________________ મહિમા આજે તો ગવાય છે પરંતુ હજારો વર્ષો સુધી પણ ગવાશે. - પૂજ્ય બેન શાંતાબેન ફરમાવે છે કે જેમ મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકર પરમાત્માનો સાક્ષાત્ ઉપકાર છે તેવી જ રીતે ભરતક્ષેત્રમાં પૂજ્ય ગુરુદેવશ્રીનો એટલો જ ઉપકાર છે કારણ કે જે ભવનો અંત તીર્થંકરદેવની સમીપમાં ન આવ્યો તે ભવનો અંત જેમના પ્રતાપે થાય તે પરમકૃપાળુ સદ્દગુરુદેવને અત્યંત ભક્તિથી વારંવાર નમસ્કાર હો. નમસ્કાર હો. - પૂજ્ય નિહાલચંદ્રજી સોગાની કે જેઓને પૂજ્ય ગુરુદેવશ્રીનું એક જ પ્રવચન સાંભળતા ભવના અભાવરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સોનગઢ સુવર્ણપૂરી મુકામે થઈ. તેઓ ફરમાવે છે કે પૂજ્ય ગુરુદેવના એક કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. બધી વાતનો ખુલાસો પૂજ્ય ગુરુદેવશ્રીએ તૈયાર કરી આપ્યો છે તેથી કોઈ વાત વિચારવી પડતી નથી. નહિ તો સાધક હોય તોપણ બધી તૈયારી કરવી પડે. શ્રી સીમંધર કુંદકુંદ કહાન આધ્યાત્મિક ટ્રસ્ટ” ની રચના સ્વ. ચંદુલાલ ખીમચંદ મહેતાના સ્મરણાર્થે બેન સરોજબેન ચંદુલાલ મહેતા પરિવાર રાજકોટ દ્વારા કરવામાં આવી છે. આ ટ્રસ્ટની પ્રવૃત્તિમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો પ્રકાશિત કરવાનું કાર્ય કરવામાં આવશે. આ પરિવારને આદરણીય પૂ. શ્રી લાલચંદભાઈ મોદી-રાજકોટ દ્વારા જ આધ્યાત્મિક માર્ગમાં પ્રવેશની પ્રેરણા તથા આધ્યાત્મિક મહામંત્રોનું રસપાન થયું હોય આ પરિવાર તેમનો અત્યંત ઋણી છે. પૂ. લાલચંદભાઈ હંમેશાં આ પરિવારને કહેતા કે તમો બધા પૂજ્ય ગુરુદેવશ્રીના ભવભ્રમણનો થાક ઊતારનારા મૂળત્વને સાંભળી ને સમજો. તેઓશ્રી ફરમાવતા કે તને જાણનારો જણાય છે ખરેખર પર જણાતું નથી તેમ અમે જાણીએ છીએ, હવે તો સ્વીકાર કરી લે. આવા આવા ઘણા મહામંત્રો જેમાં બાર અંગનો સાર ભરેલો છે તેવા મહામંત્રો તથા પૂ. ભાઈશ્રીની અધ્યાત્મની સૂક્ષ્મ સિદ્ધાંતિક સચોટ શૈલીથી જ આ પરિવાર અધ્યાત્મમાં ઓતપ્રોત થયો હોય તેઓશ્રીનો અત્યંત આભારી છે. આવા અપૂર્વ અનુપમ શ્રી સમયસારજી શાસ્ત્રની નિર્જરા અધિકારની ગાથાઓ ૧૯૩ થી ૨૩૬ તથા તેના શ્લોકો ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના સળંગ પ્રવચનો નં. ૨૬ ૮ થી ૩૧૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭માં અક્ષરશઃ પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ પ્રવચનોમાં ૧૭ હિન્દી પ્રવચનો ગુજરાતીમાં ભાષાંતર કરી પ્રકાશિત કરવામાં આવ્યા છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ જાહેરસભામાં સમયસાર ૧૯ વખત વાંચ્યું અને ખાનગીમાં તો સેંકડો વખત વાંચ્યું છે. અને અંદરમાં તો તેમને આમાં કેટલો માલ દેખાણો હશે. કોઈવાર દોઢ વર્ષ કોઈવાર બે વર્ષ કોઈવાર અઢી વર્ષ તેમ ૧૯ વખત ૪૫ વર્ષમાં જાહેરમાં વાંચ્યું છે. આ પ્રવચનો પૂજ્ય ગુરુદેવશ્રીની ૪૫ વર્ષની સોનગઢ સુવર્ણપૂરીમાં થયેલી સાધનાના નિચોડરૂપ માખણ છે. જેમ જેમ જ્ઞાનીની જ્ઞાન સ્થિરતા વૃદ્ધિગત્ત થતી જાય છે તેમ તેમ એકને એક ગાથાના પ્રવચન પણ ફરી લેવામાં આવે તો નવા નવા ભાવો આવે છે. તેથી જ ૧૮મી વારના પ્રવચનો સંકલિત થઈને પ્રકાશિત થયા હોવા છતાં આ અંતિમ પ્રવચનો પ્રકાશિત કરવાનો ભાવ આવેલ છે. ટોટલ ૪૮૭ પ્રવચનો ૧ થી ૧૧ ભાગમાં ક્રમબદ્ધ શૃંખલારૂપે પ્રકાશિત થશે. Page #9 -------------------------------------------------------------------------- ________________ 7 પૂજ્ય ગુરુદેવશ્રી ફરમાવે છે કે પાંચમાં આરાના છેડા સુધી જે કોઈ જીવ સમ્યગ્દર્શન પામશે તેને આ વીતરાગની વાણી નિમિત્ત થશે. આ વાણી સીધી સીમંધર ભગવાનની વાણી છે. આમાં એક અક્ષર ફરે તો બધું ફરી જાય. આ સમગ્ર પ્રવચનો પૂજ્ય ગુરુદેવશ્રીની સી. ડી. ઉપરથી અક્ષરશઃ ઊતારવામાં આવેલા છે. ત્યારબાદ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં કૌંસ કરી વાકયો પૂરા કરેલાં છે. ટેઈપ ઉપરથી ઉતારવાનું કાર્ય શ્રી નિલેષભાઈ જૈન, ભાવનગર દ્વારા તથા સમગ્ર પ્રવચનોને ફરીથી સી.ડી. ઉપરથી સાંભળી ચેક કરી પ્રુફ રિડીંગનું કાર્ય શ્રી ચેતનભાઈ મહેતા, રાજકોટ દ્વારા પૂર્ણ થયેલ છે તથા ડૉ. દેવેન્દ્રભાઈ દોશી, સુરેન્દ્રનગરનો પણ આ કાર્યમાં સહયોગ પ્રાપ્ત થયેલ છે તે બદલ સંસ્થા સર્વેનો આભાર માને છે. આ પ્રવચનોનાં પ્રકાશનમાં કાંઈ ક્ષતિ ન રહે તે માટે અમોએ વારંવાર પ્રવચનો સાંભળી લખાણ શુદ્ધિ કરી છે છતાં કોઈપણ ક્ષતિ રહી હોય તો તે અમારો દોષ છે તે બદલ અમો ક્ષમા ચાહીએ છીએ. ‘સમયસાર સિદ્ધિ’ ભાગ-૭ ના પ્રવચનોનું સમગ્ર કૉમ્યુટરાઈઝડ ટાઈપસેટિંગનું કાર્ય શ્રી નિલેષભાઈ જૈન, ભાવનગર દ્વારા તથા પુસ્તક પ્રિન્ટિંગ બાઈન્ડિંગનું સંપૂર્ણ કાર્ય શાર્પ ઓફસેટવાળા શ્રી ધર્મેશભાઈ શાહ-રાજકોટ દ્વારા તથા કલર પેઈજનું કામ ડોટ એડવાળા શ્રી કમલેશભાઈ સોમપુરા–રાજકોટ દ્વારા થયું હોય સંસ્થા તેમનો આભાર માને છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ આ પંચમકાળમાં અમૃત વરસાવ્યા છે. અધ્યાત્મની હેલી વરસાવી મોક્ષના માંડવા રોપ્યા છે. આવા અતિ અપૂર્વ માર્મિક શાસ્ત્રની ગાથાઓના ખૂબ જ સરળ ભાષામાં આચાર્યોના ગૂઢભાવોને રજૂ કરી મુમુક્ષુ જગત ઉપર અપૂર્વ ઉપકાર કર્યો છે. ‘ભગવાન આત્મા’ કહીને પ્રત્યેક જીવને વીતરાગી કરુણાથી સંબોધન કરનાર પૂજ્ય ગુરુદેવશ્રી અમ બાળકોના અનંત અનંત ઉપકારી ધર્મપિતા છે. બસ તેમનો ઉપકાર તો આપણે સૌ તેમણે બતાવેલા શુદ્ધાત્માનું રસપાન કરીને જ વાળી શકીએ. સમયસાર સિદ્ધિ ભાગ-૭ માટે એક મુમુક્ષુભાઈ તરફથી દરેક ભાગ માટે સહયોગ પ્રાપ્ત થયેલ છે તે બદલ ટ્રસ્ટ તેમનો આભાર માને છે. આ પુસ્તક http://www.AtmaDharma.com પર મૂકેલ છે. ટ્રસ્ટી શ્રી સીમંધર કુંદકુંદ કહાન આધ્યાત્મિક ટ્રસ્ટ રાજકોટ Page #10 -------------------------------------------------------------------------- ________________ | અનુક્રમણિકા પ્રવચન નં. તારીખ ગાથા/શ્લોક નં. પેઈજ નં. O૧ | ૨૬૮ || ૨૬૯ ૨૭૦ જ ૦૧૫ ૧-૭૯ ૮-૭૯ ૧૯૭૯ ૧૧-૭૯ ૧૨-૭૯ ૧૩-૭-૭૯ ૨૭૧ ૦૨૬ ૨૭ર. ૦૩૮ ૨૭૩ ૦પ૦ ૧૪-૭૯ ૦૬ ૨ ૧૫-૭-૭૯ ૦૭૬ ૨૭૪ ૨૭૫ ૨૭૬ ૨૭૭ ૨૭૮ ૧૭૯ ૦૮૬ ૧૯૭૯ Oce ૧૯-૭-૭૯ ૧૧૦ શ્લોક-૧૩૩ | શ્લોક-૧૩૩ તથા ગાથા-૧૯૩ ગાથા-૧૯૩-૧૯૪ ગાથા-૧૯૪, શ્લોક-૧૩૪ || ગાથા-૧૯૫-૧૯૬ શ્લોક-૧૩૫ગાથા-૧૯૭ ગાથા-૧૯૧૯૮,શ્લોક-૧૩૬ ગાથા-૧૯૯ ગાથા-૧૯૯-૨૦૦શ્લોક-૧૩૭ શ્લોક-૧૩૭ શ્લોક-૧૩૭, ગાથા-૨૦૧-૨૦૨ ગાથા-૨૦૧-૨૦૨ શ્લોક-૧૩૮,ગાથા-૨૦૩ ગાથા-૨૦૩ શ્લોક-૧૩૯-૧૪૦ શ્લોક-૧૩૯ગાથા-૨૦૪ ગાથા-૨૦૪ ગાથા-૨૦૪,શ્લોક-૧૪૧-૧૪૨ શ્લોક-૧૪૨-૧૪૩, ગાથા-૨૦૫ ગાથા-૨૦૬ | શ્લોક-૧૪૪, ગાથા-૨૦૭ || ગાથા-૨૦૭,૨૦૮, ગાથા-૨૦૯-૨૧૦, શ્લોક-૧૪૫ ૨૭૯ ૨૭-૭૯. ૧૨૪ ૧૩૬ ૧૫૧ ૧૬૫ ૨૮૦ ૧૮-૭૯ ૨૮૧ ૧૧-૮-૭૯ ૨૮૨ ૧૨-૮-૭૯ ૨૮૩ || ૧૩-૮-૭૯ | ૨૮૪ || ૧૪-૮-૭૯ ૨૮૫ ૧૫-૮-૭૯ ૨૮૬ | ૧૭-૮-૭૯ ૨૮૭ ૧૮-૮-૭૯ ૨૮૮ ૧૯૯૮-૯ ૧૭૮ ૧૯૧ ૨૦૪ ૨૧૮ | ૨૩) ૨૪૩ ૨૮૯ ૨૮-૭૯ ૨૫૭ Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન નં. તારીખ ગાથા/શ્લોક નં. પેઈજ ને. ર0 ગાથા-૨૧૧ ૨૧-૮-૭૯ ૨૩-૮-૭૯ ૨૭૩ ૨૮૫ ૨૯૧ ૨૯૨ ૨૪-૮-૭૯ ૨૯૬ ૨૯૭ ૨૫-૮-૭૯ ૩૦૮ ૨૪ ૨૬-૮-૭૯ ૩૨૧ ૨૯૫ ૨૯૬ ર૭૮-૭૯ ૨૮-૮-૭૯ ૨૯-૮-૭૯ ૩૧-૮-૭૯ ૧-૯-૭૯ ૩૩૪ ૩૪૯ ૩૬૩ ૩૭૭ ૨૯૭ ૨૯૮ || ૨૯૯ || ગાથા-૨૧૧ ગાથા-૨૧૨-૨૧૩ ગાથા-૨૧૪, શ્લોક-૧૪૬ ગાથા-૨૧૫-૧૬ ગાથા-૨૧૬-૨૧૭,શ્લોક-૧૪૭ શ્લોક-૧૪૮-૧૪૯ગાથા-૨૧૮,૨૧૯ ગાથા-૨૧૮-૨૧૯,શ્લોક-૧૫૦ ગાથા-૨૨૦થી૨૩, શ્લોક-૧૫૧ શ્લોક-૧૫૧-૧૫ર ગાથા-૨૨૪થીરર૭, શ્લોક-૧૫૩ શ્લોક-૧૫૭-૧૫૪, ગાથા-૨૨૮ શ્લોક-૧૫૫-૧૫૬ શ્લોક-૧૫૬-૧૫૨૧૫૮ શ્લોક-૧૫૯ શ્લોક-૧૬૦-૧૬૧ ગાથા-૨૨૯-૨૩૦ ગાથા-૨૩૨૩૧-૨૩૨ ૩૩ ૩છે. ૨-૯૭૯ ૪૦૬. ૩૦૧ | ૪૨૩ ૩૦૨ ૪૩૭ ૩૩ ૪૫૦ ૩૦૪ ૪૬૫ ૩૦૫ ૪૭૭. ૩-૯-૭૯ ૪-૯૭૯ પ-૯૭૯ ૯૭૯ ૮-૯-૭૯ ૯૯૭૯ ૧૯૭૯ ૧૧-૯-૭૯ ૧૨-૯-૭૯. ૧૪-૯-૭૯ ૩૦૬ ૪૦ ૩૦૭ ૫૦૩ ૩૦૮ ગાથા-૨૩૨-૨૩૪ ૫૧૭. ૩/૯ પ૩૧ ૫૪૫ ૩૧૦. ૩૧૧ ગાથા-૨૩પ-૨૩૬ ગાથા-૨૩૬ ગાથા-૨૩૬, શ્લોક-૧૬૨ શ્લોક-૧૬ ૨-૧૬૩ ૧૫-૯-૭૯ પપ૭. પ૭૧ ૩૧૨ ૧૬-૯૭૯ Page #12 -------------------------------------------------------------------------- ________________ 10 શ્રી સમયસારજી સ્તુતિ (હરિગીત) સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર ! તેં સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમયપ્રાભૃત તણે ભાજન ભરી. (અનુષ્ટ્રપ) કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા શિખરણી) અહો ! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી; અનાદિની મૂળ વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ. (શાર્દૂલવિક્રીડિત). તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા; તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા; સાથી સાધકનો, તું ભાન જગનો, સંદેશ મહાવીરનો, વિસામો ભવકલાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. (વસંતતિલકા) સૂણ્ય તને રસનિબંધ શિથિલ થાય, જાયે તને હૃદય જ્ઞાની તણાં જણાય; તું રુચતાં જગતની રુચિ આળસે સૌ, તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે. (અનુષ્ટ્રપ) બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી; તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી. Page #13 -------------------------------------------------------------------------- ________________ 11 Page #14 -------------------------------------------------------------------------- ________________ 12 શ્રી સદ્ગુરુદેવ–સ્તુતિ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦૦૦૦૦૦૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ (હરિગીત) સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં, આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો ! ગુરુ કહાન તું નાવિક મળ્યો. (અનુષ્ટ્રપ) અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના ! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં. (શિખરિણી) સદા દૃષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞપ્તિમાં હી દરવ-ગુણ-પયય વિસે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે. (શાર્દૂલવિક્રીડિત) હૈયું “સત સત, જ્ઞાન જ્ઞાન ધબકે ને વજવાણી છૂટે, જે વજે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે; - રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં - અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. (વસંતતિલકા) નિત્યે સુધાઝરણ ચંદ્ર ! તને નમું હું, કરુણા અકારણ સમુદ્ર ! તને નમું હું, હે જ્ઞાનપોષક સુમેઘ ! તને નમું હું, આ દાસના જીવનશિલ્પી ! તને નમું હું. | સ્ત્રગ્ધરા) ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહેતી, વાણી ચિમૂર્તિ ! તારી ઉર- અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ઝીંક ખોયેલું રત્ન પામું, - મનરથ મનનો; પૂરજો શક્તિશાળી SિR ooooooooooooooo ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી પરમાત્મને નમઃ શ્રીમદ્ ભગવકુંદકુંદાચાર્યદેવ પ્રણીત શ્રી સમયસાર સમયસાર સિદ્ધિ (અધ્યાત્મયુગપુરુષ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના શ્રી સમયસાર' ઉપર પ્રવચન) (ભાગ-૭) – ૬ – નિર્જરા અધિકાર अब प्रविशति निर्जरा। (શાર્દૂલવિક્રીડિત) रागाद्यास्त्रवरोधतो निजधुरां धृत्वा परः संवरः । कर्मागामि समस्तभेव भरतो दूरान्निरुन्धन् स्थितः । प्राग्बद्धं तु तदेव दग्धुमधुना व्याजृम्भते निर्जरा। ज्ञानज्योतिरपावृतं न हि यतो रागादिभिर्मूर्छति।।१३३।। રાગાદિકના રોધથી, નવો બંધ હણી સંત; પૂર્વ ઉદયમાં સમ રહે, નમું નિર્જરાવંત. પ્રથમ ટીકાકાર આચાર્ય મહારાજ કહે છે કે હવે નિર્જરા પ્રવેશ કરે છે. અહીં તત્ત્વોનું નૃત્ય છે; તેથી જેમ નૃત્યના અખાડામાં નૃત્ય કરનાર સ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે છે તેમ અહીં રંગભૂમિમાં નિર્જરાનો સ્વાંગ પ્રવેશ કરે છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૭ હવે, સર્વ સ્વાંગને યથાર્થ જાણનારું જે સમ્યજ્ઞાન છે તેને મંગળરૂપ જાણીને આચાર્યદેવ મંગળ અર્થે પ્રથમ તેને જ-નિર્મળ જ્ઞાનજ્યોતિને પ્રગટ કરે છે : શ્લોકાર્ધ - [ પર: સંવર: ] પરમ સંવર, [ રવિઝાસ્ત્રવ-રોઘતઃ ] રાગાદિ આસ્ત્રવોને રોકવાથી [ નિન-પુરાં વૃત્વા ] પોતાની કાર્ય-ધુરાને ધારણ કરીને ૫ોતાના કાર્યને બરાબર સંભાળીને), [ સમસ્તમ્ મામમિ વર્ષ ] સમસ્ત આગામી કર્મને [ મરત: નૂર થવ ] અત્યંતપણે દૂરથી જ [ નિરુન્દ સ્થિતઃ ] રોકતો ઊભો છે; [ 1 ] અને [ પ્રાદ્ધ ] જે પૂર્વે સંવર થયા પહેલાં બંધાયેલું કર્મ છે [ તત્ વ રધુમ ] તેને બાળવાને [ ધુના] હવે [ નિર્જરા વ્યાકૃમ્મતે ] નિર્જરા નિર્જરરૂપી અગ્નિ-) ફેલાય છે [ યત: ] કે જેથી [ જ્ઞાનજ્યોતિ: ] જ્ઞાનજ્યોતિ [ પવૃિત્ત ] નિરાવરણ થઈ થકી (ફરીને) [ +વિમિ: ન દિ મૂછતિ ] રાગાદિભાવો વડે મૂર્શિત થતી નથી - સદા અમૂર્ણિત રહે છે. ભાવાર્થ - સંવર થયા પછી નવાં કર્મ તો બંધાતાં નથી. જે પૂર્વે બંધાયાં હતાં તે કર્મો જ્યારે નિજર છે ત્યારે જ્ઞાનનું આવરણ દૂર થવાથી જ્ઞાન એવું થાય છે કે ફરીને રાગાદિરૂપે પરિણમતું નથી-સદા પ્રકાશરૂપ જ રહે છે. ૧૩૩. પ્રવચન નં. ૨૬૮ શ્લોક-૧૩૩ રવિવાર, અષાઢ સુદ ૭, તા. ૧-૦૭-૧૯૭૯ હવે નિર્જરા (અધિકાર). સંવર પછી નિર્જરા. આ લોકો તો એમ કરે, આ અપવાસ કર્યો ને આ “બલુભાઈએ વર્ષીતપ કર્યો હતો ને ? તપ કર્યું એટલે નિર્જરા થઈ જશે, એમ. નિર્જરા હાટુ. મુમુક્ષુ - પહેલા સાહેબ આપ કહેતા હતા ને કે, ધર્મ થાય તો કરવો. ઉત્તર :- આ એટલે નિર્જરા, તેથી અપવાસ કર્યા છે, એમ કહે છે. આહાહા.! સંવર એટલે કે શુદ્ધિની ઉત્પત્તિ. આસવ એટલે અશુદ્ધિનો ભાવ. સંવર એટલે નિર્મળ શુદ્ધિની ઉત્પત્તિ અને નિર્જરા એટલે શુદ્ધિની ઉત્પત્તિની વૃદ્ધિ. સમજાણું કાંઈ? આહાહા... - નિર્જરા એટલે શું? નિર્જરાના ત્રણ પ્રકાર છે. એક તો આત્માની શુદ્ધિ થઈ હોય, સંવર, એની શુદ્ધમાં વૃદ્ધિ થાય, શુદ્ધિની વૃદ્ધિ થાય એ નિર્જરા. એક અશુદ્ધતા ટળે એને પણ નિર્જરા કહેવાય અને એક કર્મ ગળે એને નિર્જરા કહેવાય, પણ ખરી નિર્જરા તો શુદ્ધિની વૃદ્ધિ થાય) તે છે. સંવરપૂર્વક નિર્જરા, એમ અહીં વ્યાખ્યા છે. સંવરપૂર્વક નિર્જરા. સંવર ન હોય ત્યાં નિર્જરા હોય નહિ. હજી સંવર જ પ્રગટ્યો નથી, ભેદજ્ઞાન જ નથી, ત્યાં નિર્જરાફિર્જરા કેવી ? આ...હા...! આ રસ છોડ્યા છે ને ફલાણું ખાવાનું છોડી દીધું, આ ત્રણ Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૩૩ અપવાસ કર્યા છે ને બાર મહિનાના વર્ષીતપ કર્યા તેથી નિર્જરા થઈ, બધા ધતીંગ છે. આહાહા...! અહીં તો સંવર પહેલો હોય, એની શુદ્ધિની વૃદ્ધિ થાય તેને નિર્જરા કહે છે. આહાહા...! નિર્જરા – નિ (અર્થાત) વિશેષે ઝરવું. કર્મનું ઝરવું, અશુદ્ધતાનું ઝરવું અને શુદ્ધતાનું વધવું. એ ત્રણેને નિર્જરા કહે છે. આહાહા...! રાગાદિકના રોધથી, નવો બંધ હણી સંત; પૂર્વ ઉદયમાં સમ રહે, નમું નિર્જરાવંત. રાગ-દ્વેષના પરિણામને રોકવાથી, રોધ એટલે રોકવાથી, અટકાવવાથી “નવો બંધ હણી સંત;.” નવા બંધને હણી નાખતાં. એક તો પહેલા રાગાદિના રોધથી એટલે નવું કર્મ આવતું નથી અને જૂના કર્મ જે “નવો બંધ હણી સંત;” જે બંધ હતો તેને હણી નાખે છે. પૂર્વ ઉદયમાં સમ રહે...' એને પૂર્વનો ઉદય આવે જરી, એમાં સમતા રાખે. આહાહા...! “નામું નિર્જાવંત.” એ નિર્જરાવંતને નમસ્કાર કરું છું, કહે છે. આહા.જેણે “નવો બંધ હણી સંત” નવો બંધ હણી નાખ્યો, નવો બંધ થતો નથી, એમ. “રાગાદિકના રોધથી,...' નવો બંધ થતો નથી અને પૂર્વના ઉદયમાં આવે તેમાં) સમ રહે છે, એમ. પ્રથમ ટીકાકાર આચાર્ય મહારાજ કહે છે કે હવે નિર્જરા પ્રવેશ કરે છે. જેમ નાટકમાં વેશ પ્રવેશ કરે છે ને ? એમાં એ સ્વાંગ લીધો છે. અહીં નાટકની અપેક્ષા લીધી છે. સંવરનો વેશ પૂરો થયો, હવે નિર્જરાનો વેશ આવે છે. નિર્જરા પ્રવેશ કરે છે. અહીં તત્ત્વોનું નૃત્ય છે;” આહાહા...! તત્ત્વો નાચે છે. આહાહા.! આત્મા જ્ઞાનાનંદ તત્ત્વ છે એ નાચે છે એટલે પરિણમે છે. આહાહા...! આત્મતત્ત્વ જે છે એ પુણ્ય-પાપ રહિત થઈને નાચે છે એટલે શુદ્ધપણે પરિણમે છે. આહાહા.! “તત્ત્વોનું નૃત્ય છે; તેથી જેમ નૃત્યના અખાડામાં નૃત્ય કરનાર સ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે છે તેમ... નિર્જરારૂપ સ્વાંગ ધારણ કરીને) આવ્યો. અહીં રંગભૂમિમાં નિર્જરાનો સ્વાંગ પ્રવેશ કરે છે. આહાહા...! અખાડાની જેમ રંગભૂમિ સ્થાપી છે ને? નાટક. નાટક, સમયસાર નાટક કર્યું. “હવે સર્વ સ્વાંગને યથાર્થ જાણનારું...” બધા સ્વાંગને યથાર્થ જાણનારું. આહાહા...! મોક્ષ પણ સ્વાંગ છે, નિર્જરા પણ સ્વાંગ છે, સંવર પણ સ્વાંગ છે, વેશ છે. આહાહા.! એને જાણનારું જે સમ્યજ્ઞાન છે તેને મંગળરૂપ જાણી...... મંગળરૂપ તે છે. સમ્યકજ્ઞાનરૂપી મંગળ પહેલો પ્રવેશ કરે છે). આહાહા.! મંગળરૂ૫) જાણીને આચાર્યદેવ મંગળ અર્થે પ્રથમ તેને જ – નિર્મળ જ્ઞાનજ્યોતિને જ – પ્રગટ કરે છે –' જે નિર્જરાને પણ જાણનારું જ્ઞાન છે, સંવરને જાણનારું છે. જાણનારું... જાણનારું... જાણનારો એવો જે ભગવાન આત્મા, એ પ્રગટ થાય છે, એમાં પ્રથમ જ્ઞાનજ્યોતિને પ્રગટ કરે છે. વિશેષ કહેશે. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !) Page #18 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૭ રવિવાર, અષાઢ સુદ ૧૪, પ્રવચન નં. ૨૬૯ શ્લોક-૧૩૩, ગાથા-૧૯૩ તા. ૦૮-૦૭-૧૯૭૯ (શક્િતવિકીડિત) रागाद्यास्त्रवरोधतो निजधुरां धृत्वा परः संवरः । कर्मागामि समस्तभेव भरतो दूरान्निरुन्धन् स्थितः । प्रारबद्धं तु तदेव दग्धुमधुना व्याजृम्भते निर्जरा। ज्ञानज्योतिरपावृतं न हि यतो रागादिभिर्मर्छति।।१३३।। હવે, સર્વ સ્વાંગને યથાર્થ જાણનારું જે સમ્યજ્ઞાન છે તેને મંગળરૂપ જાણીને આચાર્યદેવ મંગળ અર્થે પ્રથમ તેને જ – નિર્મળ જ્ઞાનજ્યોતિને જ – પ્રગટ કરે છે :–' સમ્યજ્ઞાન માંગલિક કરે છે. “પરમ સંવર...” શબ્દ અહીં આવ્યો છે. આમાં જોવો તો શું કે, ઓલું એકદમ કેવળ લેવું છે ને, પૂર્ણની વાત છે. પરમ સંવર...” ઉત્કૃષ્ટ સંવર છે. નીચે ચોથે ગુણસ્થાને સમ્યગ્દર્શન અને સ્વરૂપની સ્થિરતાનો અંશ છે એટલો સંવર છે. પાંચમે સંવર વિશેષ છે, છછું વિશેષ છે પણ અહીં તો પહેલો “પર: સંવર: – પરમ સંવર” શબ્દ પડ્યો છે. માંગલિક કરતાં કહે છે), પરમ સંવર (એટલે) ઉત્કૃષ્ટ સંવર. એકદમ બધા કર્મ આવતા રોકાઈ જાય એવો સંવર. સમજાય છે આમાં? આત્મા પૂર્ણ આનંદ દળ છે, અનંત અનંત અન્વય શક્તિઓનો પિંડ છે, એનું ભાન તો થયું પણ એમાં સ્થિરતા વિશેષ થઈ, એમ કહે છે. ભાન થયું ત્યાંથી તેટલો તો સંવર થયો, પણ એ “પૂર: સંવર: ઉત્કૃષ્ટ સંવર નહિ. માંગલિકમાં ઉત્કૃષ્ટ સંવર કહેવા માગે છે. સમજાય છે? એ શબ્દ અર્થમાં પડ્યો છે. અહીં અર્થ કર્યો છે. પરમ સંવર... આહાહા...! આનંદ સ્વરૂપ ભગવાન અનંત અનંત શક્તિઓ, જે અન્વય શક્તિઓ (છે), જેમ દ્રવ્ય અન્વય છે એમ અનંત અનંત શક્તિ, એનો પિંડ જે પ્રભુ, તેને જેણે ઉત્કૃષ્ટપણે પકડ્યો છે અને સ્થિર થયો છે, એને અહીંયાં પરમ સંવર કહે છે. આહાહા! બાકી તો પરમ સંવરની સામે લઈએ તો પરમ આસવ. અનંત અનંત કાળમાં પરમ ઉત્કૃષ્ટ આસવ મિથ્યાત્વ આદિનો અનંત સંસારનો આસવ થયો છે. આહાહા.. નરક અને નિગોદના ભવો યાદ કરતાં એનો આસ્રવ અને એનું દુઃખ સાંભળ્યું ન જાય એવા એણે દુઃખો સહન કર્યા છે. આહા...! અહીં જરીક પ્રતિકૂળતા આવે ત્યાં જાણે હું આમ ઉપાય કરું ને આમ ઉપાય કરું, આમ ઉપાય કરું. બહારની થોડી પ્રતિકૂળતા આવતા (આમ થાય છે). ઓલી અનંતી પ્રતિકૂળતા ! આહાહા...! જ્યાં ભગવાન આત્મા એકલો આનંદ અને શાંત સાગર બિરાજે છે), એનાથી વિમુખ અને આસવથી સન્મુખ, મિથ્યાત્વ, અજ્ઞાન, અવ્રતાદિ Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્લોક ૧૩૩ ૫ જે આસવના પરિણામ, એમાં સન્મુખ, બહુ દુઃખી (છે). આહાહા..! એક જરીક અહીં પવન સરખો ન આવે, બારણા બંધ હોય ને પડદો ઓલો થાય, ત્યાં આકુળ-વ્યાકુળ થઈ જાય. આહાહા..! અરે...! હવા (આવતી) નથી સારી. સ્વભાવથી વિરૂદ્ધ ભાવ, એ સંયોગી ભાવ એ દુઃખ છે. એ દુઃખ એણે અનંત સહન કર્યા છે, ભાઈ ! આહાહા..! એ દુઃખને મુકવાનો ઉપાય ૫રમ સંવ૨ (છે). શુદ્ધ સ્વરૂપ ભગવાનઆત્મા, પરમ અનાકુળ આનંદનું પૂર, જ્ઞાનનું નૂર અને આનંદનું પૂર, એવો પ્રભુ આત્મા... આહા..! જેણે આસવથી વિમુખ થઈ સ્વસ્વભાવમાં સન્મુખ થઈ ૫રમ સંવ૨ જેણે પ્રગટ કર્યો છે... આહાહા..! એ સુખને પંથે પડ્યો. બાકી મિથ્યાત્વ ને અવ્રત ને કષાયને પંથે (પડ્યો છે) એ દુઃખને પંથે છે. બહા૨માં ભલે અનુકૂળતા દેખાય અને પાગલ લોકો કહે કે, આ સુખી છે (પણ) એ સુખી નથી. સુખ તો આત્મામાં છે, બાકી ક્યાંય નથી. આહા...! અતીન્દ્રિય આનંદનો નાથ, પૂર્ણ આનંદથી ભરેલો, એ આનંદ એને બાહ્ય સંયોગોમાં તો નથી પણ શુભ અને અશુભ ભાવમાં પણ આનંદ નથી. આહાહા..! અહીં તો આસવમાં આનંદ નથી અને સંવરમાં આનંદ છે એ ૫૨મ સંવ૨’ પહેલો શબ્દ આવ્યો ને? (એ) મહા માર્ગલિક છે. આહાહા..! એ અજ્ઞાનપણે જે મિથ્યાશ્રદ્ધા(ને સેવી)... તદ્દન વસ્તુ ભગવાન પૂર્ણ સ્વરૂપ, ચૈતન્ય બાદશાહ, એનાથી વિમુખ થઈ અને રાગના ભાવની સન્મુખ થઈ, મિથ્યાત્વ આદિ આસવને સેવ્યા એ દુઃખો સહ્યા ગયા નથી. સહ્યા છે પણ સહ્યા ગયા નથી એટલે એવી ચીજ હતી. આહાહા..! એ સાતમી નરકના નારકીના દુઃખો, એક શ્વાસમાં એની અનંત ગુણી પીડા એટલી કે એક શ્વાસની પીડા.. આહાહા..! કરોડો ભવ અને કરોડો જીભથી ન કહી શકાય. એવા એણે દુ:ખો સહન કર્યાં છે. એ સ્વરૂપની વિપરીત માન્યતા અને વિપરીત આચરણ (ને કારણે). એ અહીંયાં કહે છે કે, હવે સ્વરૂપનું અવિપરીત આચરણ.... આહા..! ૫૨મ સંવર (પ્રગટ થયો). ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ પ્રભુ, એને પકડીને આનંદના વેદનમાં આવતા, પણ અહીં તો ઉત્કૃષ્ટ સંવર લેવો છે કે જે ૫૨મ સંવર (છે). અહીંથી માંગલિક ઉપાડ્યું છે. પરમ સંવ૨ ! આહાહા..! ‘રાગ વિ-આાસ્ત્રવ-રોધત:’ રાગાદિ આસવોને રોકવાથી...' છે ને? આમાં બધા રોકવાથી એમ (લીધું છે). ફલાણું રોક્યું એમ કાંઈ નહિ. આહાહા..! રાગ, દ્વેષ, વિષયવાસના વગેરે આસ્રવ છે તેને રોકવાથી... આહાહા..! આનંદની વાસના - ગંધ આવી, વાસના આવી. આહાહા..! આનંદમાં વાસ રહેતા આનંદની વાસના લેતા, રાગાદિ આસવો રોકવાથી. એને રાગાદિ આસવો રોકાય છે. આ બહા૨થી લ્યે કે, અમારે આસ્રવ સેવવા નથી ને પચ્ચખાણ છે, એ કંઈ આસવો રોકાતા નથી. આહાહા..! અંદર પૂર્ણાનંદના નાથમાં છિદ્ર પડ્યા છે એ હું નહિ અને રાગ ને પુણ્ય ને પાપ મારા, આ..હા...હા...! (એમાં) પરમ દુ:ખ, ૫૨મ આસ્રવ છે). તેને, ૫૨મ સંવ૨ ! એ રાગાદિને ૫૨મ સંવર દ્વારા - Page #20 -------------------------------------------------------------------------- ________________ ૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ રોકીને. આ ફલાણી ક્રિયા કરવાથી રોગાદિ આસ્રવ રોકવા એમ નથી આવ્યું. આહાહા..! ૫૨મ સંવરથી રાગાદિ આસવને રોકવાથી. આહાહા..! “નિન-ધુરાં ધૃત્વા” પોતાનું સ્થાન, પોતાની મર્યાદાને ધારણ કરી છે. એટલે કે નવા આસ્રવ આવતા નથી. એવી એણે પોતાની કાર્ય ધુરા હાથમાં લીધી સંવરે. પોતાનું આ કાર્ય સંભાળ્યું છે કે નવું કર્મ આવે નહિ, એવું સંવરે કાર્ય સંભાળ્યું છે. આહાહા..! પાંચમા આરાના સાધુ, પાંચમા આરાના શ્રોતાને આ વાત કરે છે. ૫રમ સંવર, રાગાદિ આસવોને રોકવાથી...’ “નિન-ધુરાં’ (એટલે) પોતાનું કાર્ય. સંવરનું કાર્ય, સંવરનો જે હોદ્દો છે, સંવરના હોદ્દો, એ કાર્ય છે એ રાગાદિ રોકવાનું. આહાહા..! એ સંવરનો હોદ્દો છે, મર્યાદા છે. આહાહા..! ‘પોતાના કાર્યને બરાબર સંભાળીને), સમસ્ત આગામી કર્મને...' છે ને? સમસ્ત આગામી કર્મ લીધું છે. તેથી ‘૫૨મ’ શબ્દ લીધો. આહાહા..! અહીં તો એકદમ આચાર્યએ સંવ૨ થઈને, એકદમ નિર્જરા થઈને કેવળજ્ઞાન થાય, એવું માંગલિક કર્યું છે. આહાહા..! ‘સમસ્ત આગામી કર્મને...’ભરતઃ વરાત્ વ’ – ‘અત્યંતપણે દૂરથી જ...’ ‘મરતઃ’ પોતાની મોટપથી. સંવરની મોટપ એવી છે. આહાહા..! આહા..! કે જેમાં આસવ રોકાય જાય છે, એવી એની મોટપ છે. મોટો માણસ હોય એની પાસે સાધારણ માણસ આવી શકે નહિ. વાત કરવા આવી શકે નહિ. એમ આ સંવર એવી દશા છે, મોટપ એટલી છે કે જેમાં આસ્રવ આવી શકે નહિ. આહાહા...! ‘અત્યંતપણે દૂરથી જ...’ ‘નિરુત્ત્પન્ સ્થિતઃ’ સંવર આગામી સમસ્ત કર્મને રોકતો ઊભો છે;..’ એમ કીધું ને? આહાહા..! સંવર સમસ્ત આગામી કર્મને રોકતો ઊભો છે. આહાહા..! જુઓ, આચાર્યનું માંગલિક ! ‘નિર્જરા’ (અધિકાર શરૂ) કરતાં પહેલું માંગલિક કરે છે. આહાહા..! અત્યંતપણે દૂરથી જ રોકતો ઊભો છે;...' દૂરથી એટલે? કે, આવે છે અને પછી અટકાવ્યું છે એમ નહિ. આહા! એ સ્વરૂપમાં એટલી દૃષ્ટિ (દઈને) સ્થિર થયો છે કે જે આસવ નામમાત્ર પણ આવતો નથી. આહાહા..! એવું જ પ્રભુનું સ્વરૂપ છે. આહાહા..! સચ્ચિદાનંદ પ્રભુ શાશ્વત ચિદાનંદ ધામ એવો આત્મા, એનું સ્વરૂપ જ એવું છે કે જે સ્વરૂપની દૃષ્ટિ અને સંભાળ થતાં, આગામી આસ્રવ... આહાહા..! રોકતો, દૂરથી રોકતો ઊભો છે). એમ. એમ છે ને? વરાત્ વ” “વરાત્નો અર્થ – ‘અત્યંતપણે’ કર્યો. અત્યંતથી એટલે પોતાની મોટપથી આસવને રોકતો, અટકાવતો. નિરુન્ધન સ્થિતઃ’‘રોકતો ઊભો છે;...’ અને હવે, જે પૂર્વે સંવર થયા પહેલા બંધાયેલું કર્મ, હવે નિર્જરાની વ્યાખ્યા કરે છે. ‘પ્રાવÁ ‘પ્રાવસ્તું’ ‘પ્રાચ’ નામ પૂર્વે. આહાહા..! વસ્તું” નામ બંધાયેલું કર્મ છે. તત્ વ વધુમ્’તેને બાળવાને હવે... તેને બાળવાને હવે. આહાહા..! એનો અર્થ એ કે, કર્મરૂપી પર્યાય છે, એને અકર્મરૂપી પર્યાય થવાનો એને (કાળ છે). એને બાળવાને એમ કહેવામાં આવે. બાળે-બાળે શું, કંઈ વસ્તુ કોઈ બળે છે? આહાહા..! જે પરમાણુની કર્મરૂપ પર્યાય Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૩૩ છે તે અકર્મરૂપ થાય, એવો એનો તે સમયે સ્વભાવ છે, એને અહીં બાળવાને’ એવો અર્થ કર્યો છે. આહાહા..! કર્મનો નાશ કરીને. નાશ કરીને, એનો અર્થ આ. પોતે સ્વરૂપમાં સ્થિર અને આનંદમાં મગ્ન છે તેથી તેને નવું કર્મ (બંધાતું નથી). આહાહા..! પૂર્વે (સંવર થયા પહેલાં)...’ બંધ હતો તેને બાળવાને હવે...' કર્મને બાળવા હશે? અને કર્મ બળતા હશે? કોઈ દ્રવ્ય બળે? કોઈ દ્રવ્યની પર્યાય બળે? એ કર્મરૂપે જે પર્યાય હતી એને આત્માના આનંદના સ્વભાવની ઉગ્રતાથી તે પર્યાય અકર્મરૂપે થઈ એને બાળી એમ કહેવામાં આવે છે. આહાહા..! મુમુક્ષુ :– આ બધા ખુલાસા આપે કર્યાં. ઉત્તર :– આહાહા..! એ વસ્તુ છે. દિગંબર સંતોની વાણી ઘણી ગંભીર, ઘણી ગંભી૨ ! ભાષા સાદી આવી છે પણ... આ..હા..હા...! ‘અમૃતચંદ્રાચાર્યે’ એકલા અમૃત રેડ્યા છે ! પ્રભુ ! તું અમૃતનો સાગર છો ને ! તારી અન્વય શક્તિઓ જીવતી, જીવતી જ્યોતિ છે. આહા..! એમાં કોઈ શક્તિ મરે, કરમાય, ઘટે એવું છે નહિ. આહાહા..! અનંત અનંત શક્તિઓ અંદ૨ (ભરી છે). કાલે બપોરે આવ્યું હતું ને? અનંત અનંત અન્વય શક્તિઓ. દ્રવ્ય જે છે તેનું દ્રવ્યત્વપણું એટલે અનંત અનંત શક્તિઓનું સત્ત્વપણું, સત્ છે, વસ્તુ સત્ છે, તેનું અનંત ગુણપણું જે સત્ત્વપણું છે, આહાહા..! એના જોરે કર્મને બાળવા. આહાહા..! હવે નિર્જરા (નિર્જરારૂપી અગ્નિ) ફેલાય છે...' પૂર્વનું બંધાયેલું કર્મ છે એ છૂટી જાય છે, એમ કહે છે. ઉપદેશ તો એમ અપાય ને ! ખરેખર તો એ આત્મા જ્યાં સ્વરૂપમાં ઠરે છે ત્યારે તે ૫૨માણુની અકર્મરૂપ પર્યાય થવાનો એ સમય છે. આહાહા..! એને અહીં બાળે છે, એમ કહેવામાં આવે છે. આહાહા... નિર્જરા ફેલાય છે, એ ફેલાય છે, કહે છે. શુદ્ધતા હવે વધે છે. સંવરમાં શુદ્ધતા હતી, નિર્જરામાં શુદ્ધતા વધે છે. નિર્જરાની વ્યાખ્યા જ એ છે – શુદ્ધિની વૃદ્ધિ. જે શુદ્ધ સ્વરૂપ છે પૂર્ણાનંદ પ્રભુ, એની દૃષ્ટિ થતાં એટલી શુદ્ધિ તો ઉત્પન્ન થઈ પણ હવે નિર્જરામાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને શુદ્ધિની પૂર્ણતા થાય તેનું નામ મોક્ષ. શુદ્ધિની ઉત્પત્તિ, પુણ્ય-પાપના ભાવ રહિત, શુદ્ધિની ઉત્પત્તિ એ સંવર, શુદ્ધિની વૃદ્ધિ એ નિર્જરા, શુદ્ધિની પૂર્ણતા એ મોક્ષ. આહાહા..! (નિર્જરારૂપી અગ્નિ) ફેલાય છે...' આહાહા..! એમ લખ્યું ને? આહા..! નિર્ના વ્યાતૃમ્મતે ‘રધુમ્” ત્યાં એમ છે ને? કે જેથી જ્ઞાનજ્યોતિ... ભગવાન ચૈતન્યજ્યોત, ચૈતન્યપ્રકાશ જેની પૂર્ણ પ્રકાશ સ્વભાવ શક્તિ છે, એવી જે જ્ઞાનજ્યોતિ નિરાવરણ થઈ થકી...' સંવપૂર્વક જ્યાં નિર્જરા થઈ એટલે જ્ઞાનજ્યોતિ નિરાવરણ થઈ. નિરાવરણના બે અર્થ - અશુદ્ધતા જે હતી તેનાથી આવરણરહિત થઈ અને કર્મ નિમિત્ત હતું એનાથી આવરણરહિત થઈ. શુદ્ધિની વૃદ્ધિ તો થઈ. અશુદ્ધતા ટળી ગઈ અને કર્મ ટળ્યું. આહા..! Page #22 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૭ એ નિરાવરણ થઈ. આહા.. ‘કે જેથી જ્ઞાનજ્યોતિ... ફરીને “રામવિમિઃ ન હિ મૂર્ણતિ અહીં તો આ સિદ્ધાંત (કહેવો છે). જે રાગાદિથી રોકાયેલી હતી એ શુદ્ધ સંવર દ્વારા રાગને આવવું અટકાવ્યું પણ પૂર્વે બંધાયેલું હતું અને જ્ઞાનજ્યોતિએ નિરાવરણ કરી નાખ્યું, આવરણનો નાશ કરી નાખ્યો. એ રાગાદિ ભાવો વડે મૂર્ણિત થઈ નથી. હવે રાગમાં રોકાતી નથી. આહાહા..! પહેલું જે સ્વરૂપ જે શુદ્ધ આનંદ સ્વરૂપ, એ રાગમાં રોકાતું હતું એ રાગમાં રોકાતું નથી એકલું વીતરાગભાવમાં રોકાઈ ગયું છે. આહા...! પૂર્ણ સંવર થઈ ગયો. એવી રીતે માંગલિક કર્યું છે. રાગાદિભાવો વડે મૂર્શિત થતી નથી – સદા અમૂર્ણિત રહે છે. શું કીધું છે? સદા, જ્યારથી નિરાવરણ થઈ તે અનંતકાળ અમૂર્ણિત રહે છે. આહા...! ભગવાન આત્મા ચૈતન્યજ્યોતિ એ તો નિરાવરણ પડી જ છે, વસ્તુ તો ત્રિકાળ સદા, ત્રિકાળ નિરાવરણ વસ્તુ છે. પર્યાયમાં જે અશુદ્ધતાનું આવરણ હતું, કર્મનું તો નિમિત્ત હતું. આહાહા...! એ સદા ત્રિકાળ નિરાવરણ વસ્તુ, એ પર્યાયમાં નિરાવરણ થઈ ગઈ. આહા.! ત્રિકાળી ભગવાન આત્મા સકળ નિરાવરણ છે એ. એને કોઈ દિ દ્રવ્યને આવરણ છે નહિ. પર્યાયમાં જે અશુદ્ધતાનું આવરણ હતું અને કર્મનું નિમિત્તનું આવરણ હતું, એ તો નિમિત્ત છે, એની સાથે ખરેખર કાંઈ સંબંધ નથી), એ તો એને કારણે બંધાય, એને કારણે એને કાળ છૂટે. આહા...! રાગાદિભાવો વડે મૂર્શિત થતી નથી – સદા અમૂર્ણિત રહે છે.’ લ્યો! ભાવાર્થ – સંવર થયા પછી નવા કર્મ તો બંધાતાં નથી.” જેટલે અંશે અંદરમાં શુદ્ધતામાં આવી ગયો એટલે અંશે તો એને આવરણ આવતું નથી. જે પૂર્વે બંધાયા હતાં તે કર્મો જ્યારે નિજરે છે...” પછી તો પૂર્વનું જે હતું એ તો ખરી જાય છે. આત્મા ઉપર, ધ્યાન ઉપર છે એટલે સંવર છે અને ઉદય આવે છે એ ખરી જાય છે. ત્યારે જ્ઞાનનું આવરણ દૂર થવાથી.” સ્વરૂપમાં આવરણ અશુદ્ધતાનું હતું અને કર્મનું આવરણ નિમિત્ત હતું, (એ) દૂર થવાથી જ્ઞાન એવું થાય છે કે ફરીને રાગાદિરૂપે પરિણમતું નથી.” આહા...! એકવાર પણ રાગાદિ રહિત દશા થઈ એ ફરીને રાગરૂપે થતું નથી. એવું ‘સદા પ્રકાશરૂપ જ રહે છે.” એકલો ચૈતન્યપ્રકાશ ઝળહળ જ્યોતિ શક્તિનું જે સામર્થ્ય, એ પર્યાયમાં બધું સામર્થ્ય પ્રગટ થઈ ગયું, એમ કહે છે. સદા પ્રકાશરૂપ જ રહે છે. પર્યાયમાં સદા પ્રકાશરૂ૫ રહે છે. ત્રિકાળ તો સદા પ્રકાશરૂપ હતું જ, વસ્તુ છે એ તો ત્રિકાળ પ્રકાશરૂપ છે જ, પણ પર્યાયમાં જે જરી અશુદ્ધતા અને આવરણ કર્મનું નિમિત્ત હતું, એ દૂર થઈ સદા પ્રકાશરૂપ રહે છે. હવે પર્યાય સદાય પ્રકાશરૂપ રહે છે. ઓલી વસ્તુ તો સદા પ્રકાશરૂપ હતી જ. આહાહા...! પણ એનો આશ્રય અને અવલંબન અને સન્મુખ થતાં, સદાને માટે પ્રકાશરૂપ જ રહે છે. આવું માંગલિક કર્યું, લ્યો ! આહાહા..! Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૩૩ ગાથા-૧૯૩ उवभोगमिंदियेहिं दव्वाणमचेदणाणमिदराणं । जं कुणदि सम्मदिट्टी तं सव्वं णिज्जरणिमित्तं । । १९३ ।। उपभोगमिन्द्रियैः द्रव्याणामचेतनानामितरेषाम् । यत्करोति सम्यग्दृष्टिः तत्सर्वं निर्जरानिमित्तम् । । १९३ ।। विरागस्योपभोगो निर्जरायै एव । रागादिभावानां सद्भावेन मिथ्याद्दष्टेरचेतनान्यद्रव्योपभोगो बन्धनिमित्तमेव स्यात्। स एव रागादिभावानामभावेन सम्यग्दष्टेर्निर्जरानिमित्तमेव स्यात् । एतेन द्रव्यनिर्जरास्वरूपमावेदितम् । હવે દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ કહે છે ઃ ૯ ચેતન અચેતન દ્રવ્યનો ઉપભોગ ઇંદ્રિયો વડે જે જે કરે સુદૃષ્ટિ તે સૌ નિર્જરાકારણ બને. ૧૯૩. ગાથાર્થ :- [ સમ્યદ્રષ્ટિ: ] સમ્યગ્દષ્ટિ જીવ [ યત્ ] જે [ રૂન્દ્રિયઃ ] ઇન્દ્રિયો વડે [અચેતનાનામ્] અચેતન તથા [ તરેષામ્] ચેતન [દ્રવ્યાનામ્ ] દ્રવ્યોનો [ ૩૫મોમ્ ] ઉપભોગ [રોતિ] કરે છે [ તત્ સર્વ ] તે સર્વ [ નિર્નાનિમિત્તમ્ ] નિર્જરાનું નિમિત્ત છે. ટીકા :- વિરાગીનો ઉપભોગ નિર્જરા માટે જ છે (અર્થાત્ નિર્જરાનું કારણ થાય છે). રાગાદિભાવોના સદ્ભાવથી મિથ્યાદૃષ્ટિને અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ બંધનું નિમિત્ત જ થાય છે; તે જ ઉપભોગ), રાગાદિભાવોના અભાવથી સમ્યગ્દષ્ટિને નિર્જાનું નિમિત્ત જ થાય છે. આથી (આ કથનથી) દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ કહ્યું. ભાવાર્થ :- સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહ્યો છે અને જ્ઞાનીને રાગદ્વેષમોહનો અભાવ કહ્યો છે; માટે સમ્યગ્દષ્ટિ વિરાગી છે. તેને ઇન્દ્રિયો વડે ભોગ હોય તોપણ તેને ભોગની સામગ્રી પ્રત્યે રાગ નથી. તે જાણે છે કે આ ભોગની સામગ્રી) પદ્રવ્ય છે, મારે અને તેને કાંઈ નાતો નથી; કર્મના ઉદયના નિમિત્તથી તેનો અને મારો સંયોગ-વિયોગ છે.” જ્યાં સુધી તેને ચારિત્રમોહનો ઉદય આવીને પીડા કરે છે અને પોતે બળહીન હોવાથી પીડા સહી શકતો નથી ત્યાં સુધી-જેમ રોગી રોગની પીડા સહી શકે નહિ ત્યારે તેનો ઔષધિ આદિ વડે ઈલાજ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ કરે છે તેમ-ભોગોપભોગસામગ્રી વડે વિષયરૂપ ઈલાજ કરે છે; પરંતુ જેમ રોગી રોગને કે ઔષધિને ભલી જાણતો નથી તેમ સમ્યગ્દષ્ટિ ચારિત્રમોહના ઉદયને કે ભોગોપભોગસામગ્રીને ભલી જાણતો નથી. વળી નિશ્ચયથી તો, જ્ઞાતાપણાને લીધે સમ્યગ્દષ્ટિ વિરાણી ઉદયમાં આવેલા કર્મને માત્ર જાણી જ લે છે, તેના પ્રત્યે તેને રાગદ્વેષમોહ નથી. આ રીતે રાગદ્વેષમોહ વિના જ તેના ફળને ભોગવતો હોવાથી તેને કર્મ આસ્રવતું નથી, આસવ વિના આગામી બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ તો પોતાનો રસ દઈને ખરી જ જાય છે કારણ કે ઉદયમાં આવ્યા પછી કર્મની સત્તા રહી શકે જ નહિ. આ રીતે તેને નવો બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ નિરી ગયું તેથી તેને કેવળ નિર્જરા જ થઈ. માટે સમ્યગ્દષ્ટિ વિરાગીના ભોગોપભોગને નિર્જરાનું જ નિમિત્ત કહેવામાં આવ્યો છે. પૂર્વ કર્મ ઉદયમાં આવીને તેનું દ્રવ્ય ખરી ગયું તે દ્રવ્યનિર્જરા છે. ગાથા–૧૯૩ ઉપર પ્રવચન “હવે દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ કહે છે - હવે ગાથા. उवभोगमिंदियेहिं दवाणमचेदणाणमिदराणं। जं कुणदि सम्मदिट्टी तं सव्वं णिज्जरणिमित्तं ।।१९३।। ચેતન અચેતન દ્રવ્યનો ઉપભોગ ઇંદ્રિયો વડે જે જે કરે સુદૃષ્ટિ તે સૌ નિર્જરાકારણ બને. ૧૯૩. ટીકા - ‘વિરાગીનો ઉપભોગ...” જ્યાં રાગનો રસ રહ્યો નથી, જ્યાં વિકલ્પમાં સુખબુદ્ધિ ઊડી ગઈ છે અને જ્યાં સાચું સુખ છે ત્યાં સુખબુદ્ધિ થઈ છે. આહાહા.! જેમાં આનંદ છે ત્યાં આનંદબુદ્ધિ થઈ છે અને વિકલ્પમાત્રથી માંડીને પરમાંથી સુખબુદ્ધિ ઊડી ગઈ છે. સમકિતીને શરીરમાં, ઇન્દ્રિયોમાં, વિષયમાં, ભોગમાં, સ્ત્રીમાં, કુટુંબમાં, આબરૂમાં ક્યાંય રસ નથી. આહાહા.! ક્યાંય એને અંદરનો રસનો પ્રેમ નથી. આસક્તિ અસ્થિરતા છે એ જુદી વસ્તુ છે. ‘વિરાગીનો ઉપભોગ... આહાહા.! “નિર્જરા માટે જ છે. આ દ્રવ્યનિર્જરા. કર્મ, કર્મ, કર્મ. (અર્થાત્ નિર્જરાનું કારણ થાય છે).' વિરાગીનો ઉપભોગ નિર્જરા નામ કર્મનું ખરવાનું કારણ થાય છે. વૈરાગી એને કહીએ કે જેને સમ્યગ્દર્શનસહિત પુણ્ય-પાપથી વિરક્તબુદ્ધિ થઈ છે, એને વૈરાગી કહીએ. વૈરાગી એટલે બહારથી છૂટીને દુકાન છોડી, ધંધા છોડ્યા એટલે વૈરાગી, એમ નથી. આહાહા.! જેને ભગવાનઆત્મા, પૂર્ણાનંદના ભાનમાં, પ્રતીતના Page #25 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૯૩ અનુભવસહિત પુણ્ય અને પાપના ભાવથી વૈરાગ્ય, વિરક્ત છે એવો વૈરાગી. એને વૈરાગી કહેવામાં આવે છે. આહાહા...! એ “વિરાગીનો ઉપભોગ નિર્જરા માટે જ છે...” રાગાદિભાવોના સદૂભાવથી મિથ્યાષ્ટિને અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ બંધનું નિમિત્ત જ થાય છે....... આહાહા...! રાગાદિના સભાવથી (એટલે) મિથ્યાદૃષ્ટિ રાગમાં પ્રેમ માનનાર, રાગમાં સુખ માનનાર, રાગમાં ઉત્સાહિત વીર્ય થતાં. ઉલ્લાસિત વીર્ય રાગમાં થનાર મિથ્યાષ્ટિને... આહાહા.! “અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ...” ચાહે તો અચેતનને ભોગવે કે ચેતનને ભોગવે, તે) બંધનું નિમિત્ત જ થાય છે; આહાહા...! ‘તે જ ઉપભોગ” અહીં તો સચેત, અચેત બેય લીધું. એટલે કોઈ એમ કહે કે, આ વાત તો મુનિને માટે છે (તો) અહીં સચેતને ભોગવે છે તેની વાત લીધી છે. સમજાણું કાંઈ? અચેતને તો ઠીક, પણ સચેતને ભોગવે છે. આહાહા...! પણ વૈરાગ્યને લઈને રસ ઊડી ગયો છે. ક્યાંય રસ, પ્રેમ છે નહિ. સચેત સ્ત્રી, સચેત દીકરા, દીકરીયું એ સચેતનો ઉપભોગ એને હોય છે, કહે છે. સચેત અને અચેતનો (ઉપભોગ), કીધું ને? મિથ્યાદૃષ્ટિને અચેતન અને ચેતન દ્રવ્યોનો ઉપભોગ બંધનું નિમિત્ત જ થાય છે અને તે જ ઉપભોગ...” તે જ ઉપભોગ, કીધું ને? તે સચેત અને અચેત. આહાહા...! રાગાદિભાવોના અભાવથી... આહાહા...! અહીં તો સમ્યદૃષ્ટિની મહિમાનું વર્ણન છે, બાકી જે ઉપભોગ છે એટલો રાગ છે એ બંધનું કારણ છે. એ વાતને અહીં ગૌણ કરીને શુદ્ધ સ્વભાવ મહાપ્રભુ જ્યાં દૃષ્ટિમાં આવ્યો, ભગવાનના ભેટા થયા. આહાહા.! એને હવે ચેતન અને અચેતનનો ઉપભોગ કર્મની નિર્જરાનું કારણ છે. એમ કરીને કોઈ સ્વચ્છંદી થઈને એમ કહે કે, અમે ગમે તે રીતે ભોગવીએ, એમ નહિ. પણ કોઈ એવો હોય છે, સચેત-અચેતનો જોગ હોય છે. આહાહા...! તે જ ઉપભોગ...” કીધું ને? તે જ એટલે? ચેતન અને અચેતન કીધું છે. માથે કીધું ને? મિથ્યાષ્ટિને અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ... એક બાજુ એમ કહે કે, પારદ્રવ્યને આત્મા ભોગવી શકે જ નહિ. હૈ? આહાહા...! સચેત, અચેતને અડી શકે જ નહિ. આહાહા...! કોઈપણ આત્મા સચેત સ્ત્રીનો આત્મા કે એનું શરીર કે પૈસા કે લક્ષ્મી કે આબરૂ, એને આત્મા અડી શકતો જ નથી. અડ્યા વિના એને ઉપભોગ શી રીતે છે? આહાહા..! પણ એના તરફના લક્ષથી જે રાગાદિ થયો તેને ભોગવે છે, ઈ સચેત અને અચેતને ભોગવે છે એમ આરોપથી કથન છે. આહાહા...! આવી શૈલી છે. તે જ ઉપભોગ...” કોઈ એમ કહે છે કે, આમાં આ ગાથા તો મુનિને માટે છે. મુનિ માટે પણ છે અંદર. એને સચેત શિષ્ય આદિ એનો અર્થ છે), પણ અહીં ચોથે ગુણસ્થાનથી સચેત, અચેતની વાત લીધી છે. એના પ્રમાણમાં, હોં ! આહાહા...! બાકી વ્યાખ્યા સચેત, અચેતની ઘણી કરી હતી. મુનિને માટે સચેત શિષ્ય, મિશ્ર એ ઉપકરણ હોય ને? એ અચેતન Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ઉપકરણ છે, મોરપીંછી વગેરે અચેત. એ સચેત, અચેતને ત્યાં સુધી લઈ ગયા અને આગળ જતાં સચેત એટલે રાગ. ત્યાં સુધી લઈ ગયા છે. રાગનો પણ ઉપભોગ જ્ઞાનીને નથી. આહાહા...! તે જ ઉપભોગ... એટલે તે જ સચેત અને અચેત વસ્તુનો. દ્રવ્યોનો છે ને? “અચેતન ચેતન દ્રવ્યોનો ઉપભોગ...” એમ શબ્દ છે. દ્રવ્યની પર્યાયમાં રાગ થાય તેનો ઉપભોગ, એવી ભાષા નથી કરી. કહેવાનો તો આશય એ છે. આહાહા...! એક કોર કહે કે, આત્મા પર્યાયને પણ સ્પર્શે નહિ. પર્યાય રાગને સ્પર્શે નહિ, રાગ કર્મના ઉદયને સ્પર્શે નહિ, રાગ પરદ્રવ્યને સ્પર્શે નહિ. આહાહા...! કઈ અપેક્ષા છે એમાં? આ તો પ્રભુનો અનેકાંતવાદ છે ને ! અનેકાંત એટલે એમાં અનંત અનંત અપેક્ષાઓ, ધર્મ છે. છે એમાં છે એ માહ્યલી, હોં ! અનેકાંતનો અર્થ એવો નથી કે વ્યવહારથી નિશ્ચય થાય અને નિમિત્તથી પણ થાય. એ અનેકાંત ધર્મ નથી. પણ આ રીતે સમકિતીનો ભોગ નિર્જરાનો હેતુ છે, એમ આમાંથી કહેવું છે ને? ભોગ નિર્જરાનો હેતુ હોય તો પછી ચારિત્રને અંગીકાર કરવાની જરૂર રહી નહિ. હૈ? આહાહા..! એમ નથી. અહીંયાં તો દૃષ્ટિનું માહાભ્ય બતાવવું છે. આહાહા. બાકી તો જેટલે અંશે અસ્થિરતાનો અંશ કમજોરી છે એ દુઃખ છે, આસ્રવ છે, જ્ઞાનીને એ બંધનું કારણ છે. આહાહા.... અહીંયાં તો એના ઉપભોગમાં દ્રવ્યનું લક્ષ હોય છે તેથી એને દ્રવ્યનો ઉપભોગ કહેવામાં આવ્યું. આહાહા...! બાકી દ્રવ્યને કોણ ભોગવે? આહાહા...! અજ્ઞાની કે જ્ઞાની કોઈ પરદ્રવ્યને અડી શકે નહિ (તો) ભોગવે શી રીતે? કેમ? કે, એક દ્રવ્યને બીજા દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ છે. અત્યંત અભાવમાં પરદ્રવ્યને ભોગવે એમ બની શકે નહિ. આહાહા...! પાઠ તો આવો છે. “અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ...” એમ કીધું છે ને? એના પરિણામ થયા, એમ વાત નથી. આહાહા...! એનો અર્થ તો છે જ છે, પણ એનું) લક્ષ ત્યાં પર ઉપર છે તેથી એનો ભોગવટો છે એમ કહેવામાં આવે છે. આહાહા.! બાકી તો જ્ઞાનીને રાગનો, શુભરાગનો અનુભવ જ્યાં દુઃખરૂપ છે ત્યાં અશુભનો અનુભવ તો દુઃખરૂપ જ છે). આહાહા.! ચોથે ગુણસ્થાનથી શુભરાગ દુઃખરૂપ છે, એનું વેદન (દુઃખરૂપ છે), પછીની ગાથામાં કહેશે. સુખ-દુઃખનું વદન થાય છે અને પછી ખરી જાય છે. આહાહા...! એ ભાવનિર્જરા કહેશે. આ તો દ્રવ્યનિર્જરા છે. આહાહા...! વિરાગીનો ઉપભોગ નિર્જરા માટે જ છે. માટે જ છે. જોયું? પાછું વળી જ એકાંત (કર્યું. (નિર્જરાનું કારણ થાય છે. રાગાદિભાવોના સદૂભાવથી. જેને પરપદાર્થ પ્રત્યેનો પ્રેમ છે, રાગ છે, એમાં સુખબુદ્ધિ છે, એમાં ઉલ્લસિત, સ્વભાવથી અધિકપણું જેને અંદર પરમાં ભાસે છે, આહાહા.. એવા મિથ્યાદૃષ્ટિને “અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ બંધનું નિમિત્ત જ થાય છે, તે જ ઉપભોગ...” તે જ અચેતન, ચેતન દ્રવ્યોનો ઉપભોગ, આહાહા...! રાગાદિભાવોના અભાવથી...” અહીં પહેલું બીજી લીટીમાં કહ્યું હતું ને? “રાગાદિભાવોના Page #27 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૯૩ ૧૩ સદ્દભાવથી...” મિથ્યાદૃષ્ટિને. તેથી આમાં એમ કહ્યું કે “રાગાદિભાવોના અભાવથી...” એની સામે વાત લીધી. આહાહા! મિથ્યાષ્ટિને પરનો પ્રેમ છે, સુખબુદ્ધિ છે, કોઈપણ નાનામોટા સંયોગમાં કે નાના-મોટા રાગાદિમાં એનું વીર્ય ત્યાં ઉલ્લસિત થઈ જાય છે, ત્યાં આનંદમાં આવી જાય છે. સુખી છું, મને અનુકૂળતા છે, એમ આવી જાય છે એ મિથ્યાદૃષ્ટિ છે. આહાહા..! છોકરાઓ ચાર-છ, આઠ-આઠ, બાર-બાર હોય અને પાંચ-પાંચ લાખ રળતા હોય. આહાહા...! અને બે-બે વરસે છોકરો થયો હોય, લ્યો ! ચોવીસ વરસ અને અહીં વીસ વરસની ઉંમરે લગ્ન થયા હોય) ચુમ્માલીસ વરસ હોય ત્યાં બાર તો છોકરા હોય અને રળતો હોય અને પેદા કરતા હોય. હેં? છે ને બારભાયા, અહીં ‘વિંછીયામાં? આહાહા..! મુમુક્ષુ :- બાર ભાઈઓની શેરી છે ને ! ઉત્તર :- છે ને, બાર ભાઈઓ છે, સ્થાનકવાસી છે. એનો અગ્રેસર, બિચારાને અહીંનો પ્રેમ છે. મકાન જુદા છે. આપણા આ ભાઈ નહિ? કેવા? વિંછીયાવાળા પ્રેમચંદભાઈ ! “પ્રેમચંદભાઈના મકાનની પાસે એના મકાન છે, મોટા મેડીબંધ. પણ વિરોધ ન કરે. અગ્રેસર છે. આ વસ્તુ સાંભળવા મળે નહિ, ભિન્નતા કેમ છે, કઈ રીતે છે એ વાત અંતરમાં બેસે નહિ ત્યાં સુધી બહારથી આ દયા પાળીએ ને વ્રત કરીએ ને અપવાસ કરીએ, એમાં સંવર અને નિર્જરા માને. દયા ને વ્રત એ સંવર, તપસ્યા એ નિર્જરા. આ..હા...! અહીંયાં તો જે જ્ઞાનીનો ભોગ છે તે “રાગાદિભાવોના અભાવથી. અહીં તો બિલકુલ રાગભાવનો અભાવ ગણ્યો. રાગનો રાગ નથી ને રાગનો પ્રેમ નથી, રાગમાં સુખબુદ્ધિ ઊડી ગઈ છે. એથી “રાગાદિભાવોના અભાવથી...” એ અપેક્ષાએ (કહ્યું છે). બાકી જેટલો રાગ છે એટલો બંધ છે. દસમા ગુણસ્થાન સુધી રાગનો અંશ છે, રાગ આવે છે, હોય છે. નિર્જરાનું નિમિત્ત જ થાય છે. કથંચિત્ નિર્જરા અને કથંચિત્ બંધ છે, એમ નહિ. આહાહા! કઈ અપેક્ષા કહે છે? રાગાદિભાવોના અભાવથી સમ્યગ્દષ્ટિને નિર્જરાનું નિમિત્ત જ થાય છે. “સમયસાર નાટકમાં એ લીધું છે, જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે, એમ આમાંથી લીધું છે. ભોગનો અર્થ અંદર જરી રાગ આવે છે, પણ એમાં સુખબુદ્ધિ નથી, ઝેર છે, ઝેરના પ્યાલા પીઉં છું, એમ એને લાગે. આ.હા...! ઝેરના પ્યાલા છે. નિર્વિકલ્પ આનંદરસ આગળ એ શુભરાગનો કણ પણ ઝેરના... આહાહા...! એ ઝેરના ઘૂંટડા છે. આહાહા...! એને રાગમાં રસ કેમ હોય? રાગાદિભાવોના અભાવથી સમ્યગ્દષ્ટિને નિર્જરાનું નિમિત્ત જ થાય છે. એકાંત નિર્જરાનું નિમિત્ત છે એમ કહે છે. જરીયે બંધ નહિ. કઈ અપેક્ષાએ વાત છે? દૃષ્ટિનું જોર છે અને દૃષ્ટિમાં એકલો ભગવાન તરવરે છે. પૂર્ણાનંદનો નાથ જ્યાં આદરમાં આવ્યો. આહાહા.! અનંત અનંત આનંદનું દળ, શાંતિનો સાગર, ઉપશમરસનો દરિયો ભર્યો છે. ઉપશમરસ, શાંતરસ, અકષાયરસ! આહાહા...! એવા સ્વભાવથી પૂર્ણ ભર્યો છે, પ્રભુ ! એના જ્યાં અંદરમાં Page #28 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ૧૪ આદર થયા, એને હવે શેનો આદર રહે? એ અપેક્ષાએ વાત લીધી છે. ‘સમ્યગ્દષ્ટિને નિર્જરાનું નિમિત્ત જ થાય છે.’ અહીં પાઠમાં સચેત, અચેત છે કે નહિ? ‘બાળમવેવામિવાળ' બીજું પદ છે. દ્રવ્યનું અચેતન, દ્રવ્યનું એટલે ચેતન. ‘વર’, ‘વર’ છે ને? અનેરો. હવમોિિવયેર્દિ ઇન્દ્રિયથી ઉપભોગ કરવો. કોનો? ‘જ્વાળમ’ કયા દ્રવ્યનો? ‘ઘેવબાળમિતરા’ અચેતન અને ચેતન, બેનો. પાઠ છે કે નહિ? આહાહા..! ‘નં વિ સમ્મવિટ્ટી’ચેતનનો જે સમ્મવિટ્ટી” ભોગ કરે. આહાહા..! તે ઇન્દ્રિયથી. એમ થયું ને? ‘જીવમો મિલિયેનિં’ ઇન્દ્રિયથી સચેત સ્ત્રી આદિનો ભોગ લે. આહાહા..! કંદમૂળ ખાય, લીલોતરી ખાય. કંદમૂળ નહિ, એ તો લીલોતરી ખાય. આહાહા..! કંદમૂળ તો ન હોય. ખરેખર તો રાત્રિભોજન પણ ન હોય. રાત્રિભોજનમાં જીવાત છે, જીવાત. આ તો એને યોગ્ય જે છે. આવું તો ન હોય, પણ એને યોગ્ય હોય એવા રાગ આવે. છતાં તે રાગની બુદ્ધિ નથી, રુચિ નથી, રસ નથી, ઉલ્લસિત વીર્ય નથી, ત્યાં ખેદ વર્તે છે. રાગમાં જ્ઞાનીને ખેદ વર્તે છે. તેથી તેનો ઉપભોગ નિર્જરાનું નિમિત્ત (કહ્યું છે). દૃષ્ટિના જોરથી અને દૃષ્ટિનો વિષય ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, એને આશ્રયે તે કહેવામાં આવ્યું છે. આહાહા..! - આથી (આ કથનથી) દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ કહ્યું.’ પૂર્વે જે ૫૨માણુ બંધાયેલા, તેનું ખરી જવું. દ્રવ્યનિર્જરા જડ, જડ, જડનું ખરી જવું. આહાહા..! નિર્જરાનું નિમિત્ત જ થાય છે એટલે નિમિત્તકા૨ણ થાય છે, એમ. નિર્જરાનું કારણ થાય છે. સમજાણું? નહિતર એમ થે કે, પૂર્વનું કર્મ ખરે છે એમાં જ્ઞાનીનું નિમિત્ત જ છે. ખરવામાં નિમિત્ત છે. પણ અહીં તો નિર્જરાનું નિમિત્ત જ છે એટલે નિર્જરાનું કારણ જ છે. આહાહા..! કારણના અર્થમાં છે. આહાહા..! ભાવાર્થ :- સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહ્યો છે...' આહાહા..! અને જ્ઞાનીને રાગદ્વેષમોહનો અભાવ કહ્યો છે;...' એ અપેક્ષાએ. અનંતાનુબંધીનો (અભાવ થયો છે) માટે સમ્યગ્દષ્ટિ વિરાગી છે.’ સમ્યગ્દષ્ટિ વિરાગી છે. આહાહા..! વૈરાગી છે અથવા વિરાગી છે એટલે રાગ વિનાનો છે. આહાહા..! તેને ઇન્દ્રિયો વડે ભોગ હોય તોપણ તેને ભોગની સામગ્રી પ્રત્યે રાગ નથી.’ જોયું? ઇન્દ્રિયો વડે ભોગ હોય, પાઠ છે ને? તોપણ તેને ભોગની સામગ્રી પ્રત્યે રાગ નથી.’ આહાહા..! તે જાણે છે કે આ ભોગની સામગ્રી) પદ્રવ્ય છે. મારે અને તેને કાંઈ નાતો નથી;...' જોયું? પદ્રવ્યને અને આત્માને કાંઈ સંબંધ નથી. નાતો એટલે સંબંધ. આહાહા..! મારે અને દીકરાને અને મારે અને બાયડીને અને મારે અને શરી૨, બીજાને અને મારે ને પૈસાને કાંઈ નાતો નથી. મારો આ દીકરો, એ નાતો જ નથી કહે છે, સમિકતીને. આહાહા..! એ સંબંધ જ તૂટી ગયો છે. આહાહા..! ‘શશીભાઈ’ ! આ મારી ઘરવાળી છે, કોઈ પૂછે તો ભાષા બોલે. અંદરમાં કાંઈ ન મળે. મારા ઘરમાં કોઈ છે જ નહિ, મારું ઘર તો મારી પાસે છે. આહાહા..! આવો આંતરો અંતરના ભાવને લઈને છે, એમ કહે છે. ભાષા તો બીજી શું બોલે? આ દીકરો કોનો છે? (એમ પૂછે તો Page #29 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪ ૧૫ કહે), મારો દીકરો છે. કહે, ભાષા એમ બોલે. “શ્રીમદ્દ એમ બોલતા, “અમારો, અમારો કોટ લાવો, અમારું આ લાવો. અમારો એમ. મારો નથી. કોઈ પૂછતા કે, તમે અમારો, અમારો, એકલા છો ને અમારો કેમ બોલો છો? મારો, એમ કહો ને. તમે એકલા છો, તમે ઝાઝા માણસો નથી તે અમારો, અમારો કરો છો. અમારો કોટ એટલે કોટ અમારો નથી. અમારું કપડું નથી, અમારું ઘર નથી તેથી અમારું એમ કહીએ છીએ. મારા નથી, બાપુ ! મારું જે છે એ મારી પાસે છે એ મારાથી જુદું નથી. આહાહા...! આ કાંઈ નાતો નથી. કર્મના ઉદયના નિમિત્તથી તેનો અને મારો સંયોગ-વિયોગ છે. કર્મના નિમિત્તને લઈને સંયોગ અને નિમિત્તનો વિયોગ થઈ જાય છે. બાકી મારે કાંઈ સંબંધ છે નહિ. વિશેષ કહેશે. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !) પ્રવચન નં. ૨૭૦ ગાથા–૧૯૭, ૧૯૪ મંગળવાર, અષાઢ વદ ૧, તા. ૧૦૭-૧૯૭૯ આજે શ્રાવણ વદ એકમ (છે). શ્રાવણ વદ એકમ એટલે લૌકિક રીતે સિદ્ધાંતને હિસાબે શ્રાવણ વદ એકમ છે. શ્રાવણનું પહેલું પખવાડીયું ગયું. ભગવાનને વૈશાખ સુદ એકમે કેવળજ્ઞાન થયું પણ જે સમયે પર્યાય નીકળવાની હોય તે સમયે નીકળે ને! નિમિત્તથી એમ કહેવાય કે ગણધર નહોતા. ગૌતમ ગણધર નહોતા એમ નિમિત્તથી કહેવાય. બાકી વાણીની પર્યાય તે કાળે પરમાણુમાંથી ભાષાની પર્યાય થવાનો કાળ હોય તે સ્વકાળે તે ભાષાપર્યાય થાય. એમાં આત્મા એનો કર્તા નથી. ભગવાનની દિવ્યધ્વનિનો આજે દિવસ છે. બીજી વાત કે આજે ગૌતમસ્વામી’ ગણધરપદને પામ્યા. દિવ્યધ્વનિ સાંભળી, પહેલાથી જ મુનિપણું મળ્યું. ઈ તો સાંભળ્યું. આજે ગણધરપદ એમને મળ્યું એ દિવસ છે. ચાર જ્ઞાનની પ્રાપ્તિ થઈ એ આજે દિવસ છે અને બાર અંગની રચના થઈ એ આ દિવસ છે. શાસ્ત્રની બાર અંગની રચના થઈ. એ આજનો દિવસ છે. આપણે અહીં નિર્જરા અધિકાર’ ચાલે છે. આહા.! ભગવાનની જ્યારે દિવ્યધ્વનિ થઈ, કેટલાક જીવો આત્મજ્ઞાન પામ્યા. એ પણ આ જ દિવસ છે. કેમકે બધું મૂકીને એક પ્રભુ, ચૈતન્યગોળો અનાદિઅનંત નિત્યાનંદ એવો જે આત્મા, એની જેણે અંતરની રુચિ કરી, અંતરના અતીન્દ્રિય આનંદ જે બેહદ સ્વભાવ (છે), અચિંત્ય સ્વભાવ અને બેહદ સ્વભાવ (છે), એવા આનંદનો અનુભવ આવ્યો એને સમકિત કહેવામાં આવે છે. આહા...! જેના સ્વાદ આગળ એ અહીં ચાલે છે, જુઓ! Page #30 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ભાવાર્થ :- સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહ્યો છે...' સમ્યગ્દષ્ટિ એટલે આ. પૂર્ણ પ્રભુ ગોળો, વસ્તુ નિત્યાનંદ પ્રભુ, અનંત અનંત અન્વય શક્તિઓનો સાગર અને સુખસાગરનું નીર, સુખના સાગરના નીરથી ભરેલો, એનો જ્યાં આદર થયો, એની સન્મુખતા થઈ, સંયોગ, રાગ અને પર્યાય તરફની વિમુખતા થઈ, ત્યારે જે અનાદિનો રાગનો, કર્મનો સ્વાદ હતો, રાગકર્મ હોં, કર્મ જડ નહિ. આહા..! એ રાગના સ્વાદના સ્થાનમાં ભગવાનઆત્મા અતીન્દ્રિય આનંદનું દળ, ધ્રુવ વસ્તુ એનો સ્વાદ આવ્યો એથી તે સમ્યગ્દષ્ટિ જીવને જ્ઞાની કહ્યો. કારણ કે જે વસ્તુ છે તેનું એને યથાર્થ વેદન થયું, સ્વસંવેદન (થયું). આહા..! કરવાનું આ, પહેલામાં પહેલું કરવાનું આ છે. ‘સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહ્યો...' કેમકે જ્ઞાનસ્વરૂપ પ્રભુ, એનો અનુભવ અને આનંદનો સ્વાદ આવ્યો એથી જ્ઞાન શક્તિરૂપે જે પૂર્ણ હતું એમાંથી અંશે સ્વસંવેદનમાં પ્રગટ થયું. તેથી સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહ્યો અને જ્ઞાનીને રાગદ્વેષમોહનો અભાવ કહ્યો... આહાહા..! અસ્થિરતામાં રાગ થાય પણ તેનો રસ અને સુખબુદ્ધિ ઊડી ગઈ છે. આહાહા..! તેથી તેને રાગદ્વેષમોહનો અભાવ કહ્યો. કેમકે વીતરાગમૂર્તિ પ્રભુ, એનો જ્યાં અનુભવ થયો એના વેદન આગળ રાગનું વેદન ઝેર જેવું લાગે છે. રાગ આવે પણ અતીન્દ્રિય આનંદના પ્રત્યક્ષ વેદન પાસે એ ચારિત્રમોહનો જે રાગ છે એ ઝેર જેવો, દુઃખ, કાળો નાગ દેખે ને જેમ (દુઃખ) થાય એમ જ્ઞાનીને (લાગે છે). આહાહા..! કેમકે ત્યાં પ્રભુ પોતે મહા ૫૨માત્મસ્વરૂપ જે નજ૨ને આડે નજરમાં નહોતો આવ્યો, એ નજરમાં આવ્યો એટલે બીજા ઉ૫૨ની નજરું બધી જુદી થઈ ગઈ. આહાહા..! એથી તેને રાગદ્વેષમોહ નથી એમ કહ્યું. મોહ તો નથી પણ થોડા રાગદ્વેષ છે છતાં આત્માના સ્વભાવના વેદનના જોર આગળ એને રાગદ્વેષ અસ્થિર છે એને છે નહિ એમ કહ્યા. કેમકે એનો રસ નથી, રુચિ નથી, પ્રેમ નથી, આદર નથી, સત્કા૨ નથી, સ્વીકાર નથી. આહાહા..! આ ભગવાનની દિવ્યધ્વનિમાં આવ્યું ઇ આ છે. આહાહા..! ૧૬ તેને રાગદ્વેષમોહનો અભાવ કહ્યો છે; માટે સમ્યગ્દષ્ટિ વિરાગી છે.’ અતીન્દ્રિય આનંદના સ્વાદ આગળ રાગ ઝેર જેવો દેખાય એ રાગથી વૈરાગી છે. રાગના રસમાં નથી, રાગથી વિરક્ત છે અને આત્માના રસમાં છે તો આત્મામાં રક્ત છે. આહાહા..! આ નિર્જરા અધિકાર’ છે. આ વિના એના જન્મ-મરણના દુઃખના દહાડા બાપા, (મટે એમ નથી). આહાહા..! નરકના ને નિગોદના દુઃખ સાંભળ્યા ન જાય એ એણે વેઠ્યા, અનુભવ્યા. આહાહા..! એ ગરમી અને ઠંડી અને જ્યારથી જન્મે ત્યારથી સોળ રોગ. એવા વેદનમાં અનંત કાળ ગયો. નરક અને નિગોદના દુઃખમાં અનંત અનંત કાળ ગયો. એ દૃષ્ટિ ગુલાંટ ખાય છે, આહાહા..! હવે આ નહિ. મારો પ્રભુ રહી ગયો મને. મારી પાસે એટલે હું પોતે છું. આહાહા..! પ્રભુ હું પોતે છું અને મેં પામરતા સેવી. આહા..! રાગના કણમાં ખુશી અને રાજીપો કરી નાખ્યો Page #31 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૯૩ ૧૭ અને પ્રભુ અનંત ગુણનો પિંડ જેના માહાભ્યનો પાર ન મળે, એવા પ્રભુને તો મેં ગણ્યો નહિ, હવે કહે છે કે સમ્યગ્દર્શનમાં મેં એને ગણ્યો, ગણતરીમાં લીધો. બીજા છે એને ગણતરીમાં ન લીધા. આહાહા...! રાગાદિની અસ્થિરતા થાય એને ગણતરીમાં ન લીધો. આહાહા.! ગણતરીમાં ભગવાનઆત્મા એકલો શાંત વીતરાગની પૂર્ણતાના પ્રતાપથી ભરેલો ભગવાન એની દશાનો, વીતરાગતાનો જ્યાં સ્વાદ આવ્યો એની આગળ રાગનો સ્વાદ તો ઝેર જેવો દેખાય. માટે તેને રાગદ્વેષમોહ છે નહિ. આહાહા...! આવી વાત છે. “તેને ઇન્દ્રિયો વડે ભોગ હોય. પૂર્વના કોઈ પુણ્યના યોગે એને સામગ્રી બહાર દેખાય. આહા. સ્ત્રી, કુટુંબ, પરિવાર બધું હોય. આહાહા...! એમાં) ક્યાંય મારાપણાની બુદ્ધિ અને હોતી નથી. ભગવાનની ભક્તિનો પ્રશસ્ત રાગ, એના પ્રત્યે પણ જ્યાં ઝેરબુદ્ધિ છે... આહા...! એને પરપદાર્થ પ્રત્યે પ્રેમ કેમ હોય? જેનો કાંઈ સંબંધ નથી. આત્માને અને પરપદાર્થને કાંઈ સંબંધ નથી. આહા.. તેથી તેને ઇન્દ્રિયો વડે ભોગ હોય તો પણ તેને ભોગની સામગ્રી પ્રત્યે...” જોયું? સામગ્રી, પદાર્થ, વસ્તુ. સ્ત્રી, કુટુંબ, પરિવાર, પૈસો, અબજો રૂપિયા), મકાન મોટા દસ-દસ લાખના, વીસ લાખના હોય પણ એ સામગ્રી પ્રત્યે પ્રેમ નથી. એ મારી ચીજ જ નથી, જેમાં હું નથી, જેમાં હું નથી, જેમાં એ નથી. આહાહા...! તેથી ધર્મીને ઇન્દ્રિયની સામગ્રી પ્રત્યે રાગ નથી. આહાહા...! કોઈક દુશમન ઘરે આવ્યો હોય અને એક મહેમાન, સગાવહાલો આવ્યો હોય, બેમાં એકદમ દૃષ્ટિમાં ફેર છે કે નહિ? હેં? આવ્યો હોય તો ઝટ ચાલ્યો જાય. આહાહા...! ભગવાન આત્મા! એવી કોઈ અણમોલી અચિંત્ય કોઈ શક્તિનો ધણી પ્રભુ છે કે જેના સ્વીકાર અને સત્કાર આડે પૂર્વના પુણ્યને લઈને મળેલી સામગ્રી છે ને? તે પ્રત્યે પ્રેમ નથી. આહાહા...! જેમ દુશ્મન ઘરે આવે અને પ્રેમ નથી. છોકરાને મારી નાખનારો હોય અને ઇ આવ્યો હોય તો) છે જરીયે પ્રેમ? મુમુક્ષુ :- લેણિયાત આવે તોપણ ન હોય. ઉત્તર :- છતાં લેણિયાત તો એમ કે, ભઈ મારી પાસે છે પૈસા. પણ આ દુમન દેખી, રાગ દુશમન છે. આહાહા...! પ્રભુ વીતરાગમૂર્તિ ઉપશમ શાંતરસનો સાગર, શાંતરસનો સાગર એવો જે ભગવાન આત્મા, એનો જે અનુભવ, એની અનુભવમાં જે પ્રતીતિ થઈ અને તેનું જે જ્ઞાન (થયુંએમાં બહારની સામગ્રી હોય પણ છતાં તેના પ્રત્યે પ્રેમ નથી, રાગ નથી. આહાહા...! છે? તે જાણે છે કે “આ (ભોગની સામગ્રી) પરદ્રવ્ય છે....... પરવ્ય છે. પરદ્રવ્યને અને મારે કોઈ પર્યાયનો પણ સંબંધ નથી ત્યાં દ્રવ્ય-ગુણની તો વાત જ શું કરવી? આહાહા.! તે તે દ્રવ્યની તે તે પર્યાય તેનાથી સ્વતંત્ર (થાય છે). સ્ત્રી હોય કે દીકરો હોય કે કુટુંબી કોઈ વડીલ, ભાઈ, મા-બાપ હોય બધી ચીજ પર છે. એની સાથે મારે કાંઈ સંબંધ નથી. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ આ.હા...! “આ ભોગની સામગ્રી) પરદ્રવ્ય છે....” પરવસ્તુ છે). પરવસ્તુ અને મારામાં અત્યંત અભાવ છે. આહાહા.! આવો મારગ (છે). ૯૬ હજાર સ્ત્રીમાં રહેલો સમકિતી આત્મામાં રહ્યો છે ઇ. આહા...! ક્યાંય એને મારું છે, એવી નજરું મીઠી ક્યાંય છે નહિ. મીઠી નજરું પડી જ્યાં છે ત્યાં ભગવાન ઉપર, તે નજરે બીજાની કોઈ ચીજ પ્રત્યે મીઠાશ આપતો નથી. આહાહા.! એ પરદ્રવ્ય છે. મારે અને તેને કાંઈ નાતો નથી;” અહીં સુધી આવ્યું હતું. મારે અને એને કાંઈ નાતો નથી, કાંઈ સંબંધ નથી. અરે..! આહાહા..! ઘરે દીકરો આવે, કરોડો રૂપિયા પેદા કરીને આવે, મોટા અબજો પૈસા પેદા કરે, અરબસ્તાન દુકાન નાખી છે ત્યાંથી પૈસા આવ્યા છે. આહા..હા..! જેચંદભાઈ હતા ને? તમારા સાસરા. જેચંદભાઈ ! એ ત્યાંથી બહારથી આવ્યા હતા. હો...! કમાઉ દીકરો થયો, ભાઈ! તે દિ તો બે લાખ રૂપિયા (હતા). તે દિ બે લાખ એટલે પચીસત્રીસ ગુણા. એના બાપે બથ ભરી. આહાહા.! જેને પોતાનો માન્યો એની સાથે બથ ભીડે. ભગવાન આત્માને જેણે જાણ્યો અને જેના અતીન્દ્રિય આનંદના સ્વાદમાં મીઠાશમાં આવ્યો, મીઠી નજરું મીઠાશમાં આવી. આહાહા...! સમ્યગ્દર્શન એ મીઠી નજર છે. એ મીઠી નજરે મીઠો ભગવાન આત્મા જ્યાં સ્વાદમાં આવ્યો એને બહારના ભાગ પરદ્રવ્ય છે એની સાથે કાંઈ નાતો નથી. આહાહા...! કર્મના ઉદયના નિમિત્તથી તેનો અને મારો સંયોગ-વિયોગ છે.” છે? એ તો કર્મના ઉદયને લઈને સંયોગ આવે, ઉદય આવ્યો (એ) ખરી જાય તો સંયોગ ચાલ્યો જાય. આહા...! છતી ઋદ્ધિ એક ક્ષણમાં અબજો રૂપિયા પછી ખલાસ થઈ જાય. બિહારમાં છે ને કરોડપતિ? ફરવા ગયો (અને) આવ્યો ત્યાં મકાન સ્વાહા હેઠે.! શું કહેવાય છે? ધરતીકંપ! ધરતીકંપ થયો. કરોડપતિ ઘોડાગાડીમાં ફરવા ગયેલો. જ્યાં અહીં આવે ત્યાં મકાન ને કુટુંબ ને બધું ખલાસ! નાશવાન ચીજને માટે મુદત શી? આહાહા.! કે આ ક્ષણે પડશે). લોકો રાડ નાખી ગયા છે, ઓલું પડવાનું છે તે “સુમનભાઈ'! પડવાનું છે. કોક કાલે કહેતું હતું, અહીં ગામમાં રાડ નાખી. અહીં ઠેઠ! અહીં પડશે, કોઈક કટકો પડશે, ભાવનગર પડશે. અરે...! પણ બાપ! કોણ પડે? ક્યાં પડે? તુ ક્યાં છો? આહાહા...! તને કોઈ ચીજ અડતી નથી, તું કોઈને અડતો નથી તો પડે કોના ઉપર? આહાહા...! અહીં કહે છે, “કર્મના ઉદયના નિમિત્તથી તેનો અને મારો... ધર્મ એમ સમજે છે કે એ કર્મઉદય છે તો સંયોગ દેખાય છે. એ ઉદય ખરી જશે એટલે સંયોગ ચાલ્યો જશે. આહા! મારે અને એને કાંઈ સંબંધ છે નહિ. હું સ્વદ્રવ્ય ક્યાં અને એ પરદ્રવ્ય ક્યાં? કોઈ સમયે કોઈ કાળે પણ એની સાથે મારે નાતો – સંબંધ છે નહિ. આહાહા.... જ્યાં સુધી તેને ચારિત્રમોહનો ઉદય આવીને...” હવે આ જરી.. ઓલી સામગ્રી સુધી લીધું. સામગ્રી સુધી લીધું હવે અંતર ત્યે છે. આહાહા.! જ્યાં સુધી તેને ચારિત્રમોહનો ઉદય આવીને Page #33 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૯૩ ૧૯ પીડા કરે... અંદર રાગ આવે, દુઃખ આવે, દુઃખ આવે. કોઈ રીતે રાગ ખસતો ન હોય. આહાહા..! અને પોતે બળહીન હોવાથી પીડા સહી શકતો નથી... આહાહા..! રાગાદિ આવ્યો પણ એને ટાળી શકતો નથી. આહાહા..! એની પીડા દૂર કરીને સહી શકતો નથી. આહા..! રાગ છે. આહાહા..! પીડા સહી નહિ શકતો હોવાથી. ત્યાં સુધી–જેમ રોગી રોગની પીડા સહી શકે નહિ ત્યારે તેનો ઔષધિ આદિ વડે ઇલાજ કરે... રોગી. દૃષ્ટાંત છે આ તો, હોં! તેમ–ભોગોપભોગસામગ્રી વડે વિષયરૂપ ઇલાજ કરે...' આહા..! એ નિમિત્તથી કથન છે. એ સામગ્રીનું લક્ષ, રાગ છે ને? એટલે ઓલી સામગ્રી પ્રત્યે લક્ષ જાય છે તેથી એનો ઉપભોગ કરે, એમ કહે છે. બાકી પરદ્રવ્યનો ઉપભોગ (કોણ કરે?) આહા..! ભોગોપભોગસામગ્રી વડે વિષયરૂપ ઇલાજ કરે છે;...’ સમજાવવું છે તો શું સમજાવે? બાકી ૫૨૫દાર્થને અડતોય નથી. આહાહા..! રાગ આવે, રાગને સહન કરી શકતો નથી એટલે છૂટતો નથી એટલે કમજોરીને લઈને રાગની પીડા સહન થતી નથી તેથી પીડામાં જોડાય જાય. આહાહા..! તેથી બાહ્યની સામગ્રી ઉ૫૨ એનું લક્ષ જાય છે, એમ કહે છે. ભાષા તો એમ છે કે, ભોગોપભોગસામગ્રી વડે વિષયરૂપ ઇલાજ કરે છે;...' ભાષા તો શું (કરે)? એ જાતનો રાગ આવ્યો અને એ જે સામગ્રી છે એના પ્રત્યે લક્ષ ગયું એટલે ઇ સામગ્રીનો ઇલાજ કરે છે. આહાહા..! અડતોય નથી અને ઇલાજ કરે છે. આહાહા..! પરંતુ જેમ રોગી રોગને કે ઔષધિને ભલી જાણતો નથી...’ રોગી રોગને કે રોગને મટાડવાના ઔષધને (ભલી જાણતો નથી). રહેજો અવસર સદાય આ. રોગ રહે અને લોકો જોવા આવે, (એવી) રોગની ભાવના હશે? આહાહા..! તેમ સમ્યગ્દષ્ટિ ચારિત્રમોહના ઉદયને...’ રોગ જાણે છે. આહાહા..! કે ભોગોપભોગસામગ્રીને ભલી જાણતો નથી.’ બે વાત લીધી. અંદરમાં થતો રાગ અને બહા૨ની થતી સામગ્રી, એને કયાંય ભલી જાણતો નથી. આહાહા...! જુઓ! આ તત્ત્વ દૃષ્ટિ! આહા..! વ્રત ને તપ ને ભક્તિ ને એ તો પછી વાત, એ શુભભાવ પણ બંધનું કારણ (છે). અહીં તો પહેલેથી ચારિત્રમોહનો રાગ આવે અને સામગ્રી પ્રત્યે લક્ષ જાય, એ ઇલાજ કરે એમ કહેવાય. આહાહા..! પણ રાગને, વિષયસામગ્રીને ભલી જાણતો નથી. આહા..! ભલી જાણતો નથી તો ભોગ કેમ કરે છે? અરે... બાપુ! આહા..! એ ઝેરથી છુટાતું નથી એટલે જરી ઝે૨માં જોડાય જાય છે. આ..હા..હા...! કોઈ સ્વચ્છંદી એનું નામ લઈને એમ કરે (તો) એમ ન ચાલે. એ તો અતીન્દ્રિય આનંદના સ્વાદ આગળ જેને રાગનો અને રાગની સામગ્રી જે છે તેના પ્રત્યેનો પ્રેમ ઊડી ગયો છે, સુખબુદ્ધિ ઊડી ગઈ છે. પોતાના આત્મામાં આનંદ છે એ સિવાય કોઈ ચીજ, રાગ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિ કોઈ પિ૨ણામમાં મારું સુખ અને સુખનું કારણ મારા આત્મા સિવાય ક્યાંય નથી. આહાહા...! ભલી જાણતો નથી.’ ન Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ વળી નિશ્ચયથી તો, જ્ઞાતાપણાને લીધે લ્યો, જોયું? “સમ્યગ્દષ્ટિ વિરાણી ઉદયમાં આવેલા કર્મને માત્ર જાણી જ લે છે....... પ્રેમ નથી એ તો ઠીક, કહે છે. બાકી તો જ્ઞાનનો સ્વભાવ જ એ વખતે એવો હોય છે કે એને જાણે એમ કહેવું એ પણ વ્યવહાર છે. રાગને જાણે એ પણ (વ્યવહાર છે, પણ જ્ઞાનની પર્યાયનો એ વખતનો સ્વભાવ સ્વપપ્રકાશક પોતે પોતાની સત્તાના સામર્થ્યથી પ્રગટે છે. આહા...! એને એ જાણે છે. આહાહા..! “જ્ઞાતાપણાને લીધે...” એમ કે, નિશ્ચયથી તો જ્ઞાતાપણાને લીધે. વ્યવહારથી વાત આમ કરી કે રાગને દુઃખરૂપ જાણે, જોડાય જાય, સામગ્રીમાં જોડાય પણ ખરેખર જુઓ તો એ વાત એમ છે નહિ. આહાહા...! હવે આવી વાતું સાંભળવા મળે નહિ અને બહારમાં જરી થોથાં ભણે ત્યાં... આહાહા...! આ બાયડી મારી ને આ છોકરા મારા ને પૈસા મારા અરે...! કયાં બાપા? ક્યાં તું અને કયાં એ? ક્યાંય ઊગમણે આથમણે ક્યાંય કોઈ દ્રવ્યથી સાથે મેળ ન મળે. આહાહા.! એ તો અજ્ઞાનીને પણ (એમ છે). હવે અહીં તો કહે, જ્ઞાનીને જરી રાગ આવે એની સાથે મેળ નથી. આહાહા..! અરે...! મારો વીતરાગ સ્વભાવ, એના સ્વાદની મીઠાશ આગળ રાગના ઝેરની મીઠાશ ઝેર જેવી લાગે. આહા..હા...! એ કરતાં અહીં તો કહે છે કિ નિશ્ચયથી જો કહીએ તો તે જાણનાર-દેખનાર જ છે. એ વિષય ને રાગ આવે ને પીડા જાણે ને સામગ્રીને ભોગવે ને એ વાત વ્યવહારથી ભલે કરી. આહાહા...! જ્ઞાતાપણાને લીધે સમ્યગ્દષ્ટિ...” જુઓ! આ ધર્મની દશાની વાત છે, બાપા! આહાહા.! ત્રણલોકનો નાથ જ્યાં જાગીને ઉઠે છે તેના સ્વાદની મીઠાશ આગળ આખી દુનિયા એને ઝેર જેવી લાગે છે. આહા...! ક્યાંય એને રસ આવતો નથી. રસ આવ્યો છે ત્યાંથી નીકળતો નથી. આહાહા.! આવું ધર્મનું સ્વરૂપ હવે. આહાહા...! “જ્ઞાતાપણાને લીધે સમ્યગ્દષ્ટિ વિરાગી ઉદયમાં આવેલા કર્મને માત્ર જાણી જ લે છેપહેલું કીધું હતું કે, રાગનો સ્વાદ જરીક દુઃખરૂપ લાગે, સામગ્રી લ્ય, ઇલાજ કરે, રોગી જેમ રોગનો ઇલાજ કરે (તેમ). એ તો એક સમજાવવાની વાત (કરી). આહાહા.! પણ ખરેખર તો તેના પ્રત્યે તેને રાગદ્વેષમોહ નથી.” જાણી લ્ય છે પછી પ્રશ્ન ક્યાં (છે)? આ...હાહા...! ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો સાગર, એના આનંદની કયાંય ગંધ ન મળે, વિષયમાં, પૈસામાં, છોકરામાં, દીકરામાં એની ઉપર નજર જતાં ઝેર આવે. આહાહા.! એ કહે છે કે, અમે એક અપેક્ષાએ સમજાવ્યું, બાકી તો રાગ આવે તેને જાણી લ્ય છે. આહાહા...! જુઓ! આ વસ્તુનું સ્વરૂપ. અરે..! એને જાણ્યા વિના ચોરાશીના નરક અને નિગોદના દુઃખો સહન કર્યા, બાપા! સાંભળ્યા જાય નહિ. આહાહા..! અને જ્યાં સુધી મિથ્યાત્વમાં પડ્યો છે. આહાહા.! ભાઈ! એની આ સામગ્રી વિખાઈ જશે. એવી સામગ્રીમાં જવું પડશે. નિગોદ ને નરકમાં. આહાહા...! માટે ફરી જા. બહારના પ્રેમથી ફરી જા, અંદરના પ્રેમમાં આવી જા. આ...હા..હા...! પલટો મારવાની વાત છે. કરવાનું બધું આ. દૃષ્ટિ જે પર્યાય અને રાગ ઉપર Page #35 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૪ છે એ અંશ અને વિકૃત ઉપર છે બધી, એ દૃષ્ટિ અંશી આખા નિર્વિકારી પરમાત્મસ્વરૂપ ઉપર દૃષ્ટિ પડતાં એને ચારિત્રમોહનો રાગ આવે એ પણ દુઃખરૂપ અને ઝેર લાગે, કાળો નાગ લાગે. આ હા...હા! અહીં તો બે-ચાર છોકરા ઠીક થયા, એમાં બે-બે લાખ, લાખલાખની પેદાશવાળા થયા (તો) બસ! મજા માને. મારી નાખ્યો પ્રભુ! તેં તને. તને તેં મારી નાખ્યો. જીવતી જ્યોત આનંદનો સાગર એમાં આનંદ ન માનતાં જેમાં આનંદ નથી તેમાં માન્યો, પ્રભુ! મારી નાખ્યો તેં તો. આ નહિ, આવડો નહિ, એ નહિ, હું નહિ. આહાહા...! આહાહા...! વીતરાગમાર્ગનું સમ્યગ્દર્શન અને એના પંથની રીત કોઈ અલૌકિક છે. આહાહા...! ‘વિરાણી ઉદયમાં આવેલા કર્મને માત્ર.” ભાષા એમ છે ને? “માત્ર જાણી જ લે છે. તેના પ્રત્યે તેને રાગદ્વેષમોહ નથી.” આહાહા.! “આ રીતે...” આ પ્રકાર કહ્યો તે પ્રકારથી રાગદ્વેષમોહ વિના જ તેના ફળને ભોગવતો હોવાથી.. આહાહા.! એ પાછી વાત કરી. બહારમાં આમ ભોગવતા દેખાય નો ભોગવે કોને? પરદ્રવ્યને ભોગવે? આહાહા.! પરદ્રવ્યને તો અજ્ઞાની પણ ભોગવી શકતો નથી. આહાહા...! અજ્ઞાની ભોગવે તો રાગદ્વેષને. પરને તો અડતોય નથી, અડી શક્યો નથી કોઈ દિ. આહાહા...! તો જ્ઞાનીને કહે છે કે, આ રીતે રાગ વિના તેના ફળને ભોગવતો, દેખાય ખરું ને એટલે એમ કહ્યું). આહાહા...! તેને કર્મ આસવતું નથી, તેને નવા કર્મ આવતા નથી. આહાહા.! અધિકાર નિર્જરાનો છે ને? નવા આવતા તો નથી પણ જૂનાં ખરી જાય છે. આહાહા...! ‘આસવ વિના આગામી બંધ થતો નથી... નવા કર્મ આવ્યા વિના નવો બંધ થતો નથી. આવતા નથી ત્યાં વળી બંધ ક્યાંથી થયો? આ...હા...હા...! જ્યાં સ્વસ્વભાવ દરિયો ભર્યો છે આનંદનો, આનંદના જળથી ભરેલો સાગર પ્રભુ, એની આગળ રાગની તુચ્છતા લાગતા રાગનો રસ જ ઊડી ગયો છે, પણ ભોગવે છે એમ વ્યવહારે કહેવાય. તેથી એને નવું કર્મ આવતું નથી. આહા! “આસવ વિના આગામી બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ તો પોતાનો રસ દઈને ખરી જ જાય છે...” આ.હા..હા...! ઉદય આવે છે પણ ખરી જાય છે. પૂર્વમાં અજ્ઞાનભાવે બાંધેલા કર્મ સત્તામાં પડ્યા છે. આહાહા.! એ આવે છે, આવવા છતાં વર્તમાન ઉપયોગ જેટલો કરે તે પ્રમાણે ભોગવે. જ્ઞાનીનો ઉપયોગ તો તેના પ્રત્યે છે નહિ. આહાહા.! સ્ત્રીનો અર્થ આવે છે ને બાળ, સ્ત્રી ને પુરુષ ને. એમ સત્તામાં પડેલા કર્મ ઉદયમાં આવ્યા, ઉદયમાં આવ્યા પણ પોતાપણે જાણતો નથી. આહાહા...! અને અજ્ઞાની પોતાપણે જાણીને એને વેદ અને અનુભવે છે. આહાહા...! એમાં પાંચ-પચાસ લાખ, કરોડ, બે કરોડ પૈસા હોય, છોકરા સારા થયા, નોકર સારા કામ કરતા હોય. આ.હા...! ફૂલ્યાફૂલ્યા દેખે એને કે અમે ફાલ્યાફૂલ્યા. ઝરમાં! ઝેરમાં ફાલ્યાફૂલ્યા છે. આહાહા...! મુમુક્ષુ :- આપને ઈ ઝેર લાગે છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ઉત્તર :- આ શું કહે છે? જુઓને! એના શેઠ આવ્યા નહોતા? “ચીમનભાઈના. “મુંબઈ. મુંબઈ! પચાસ કરોડ રૂપિયા, પચાસ કરોડ! “કીલાચંદ દેવચંદ', “રામદાસ'. એની વહુ આવ્યા હતા, વહુ જૈન... વહુ જેન દેરાવાસી હતા) અને આ વૈષ્ણવ. દર્શને આવ્યા, આવે તો ખરા ને ઘરે લઈ ગયા હતા, પૈસા મૂક્યા હતા. પંદરસો ઘરે મૂકયા હતા, અહીં હજાર મૂક્યા હતા. પચાસ કરોડ રૂપિયા, “મુંબઈ', આ ‘ચીમનભાઈના શેઠ. આહાહા.! કેટલી મારી દુકાનો ને કેટલા મારા છોકરાઓ રળાઉ ને કેટલો હું ફાલ્યોફૂલ્યો છું! આહાહા.! એમના શેઠ પણ પૈસાવાળા છે. જામનગરના. એમને સાડા ત્રણ કરોડની પેદાશ છે. ધૂળ. ધૂળના ઢગલા. મરીને જો ક્યાંના ક્યાં. આહાહા.! સંયોગી ચીજ વિયોગ લઈ આવે. સંયોગી ચીજ વિયોગ લઈને જ આવે છે. આહાહા...! અરે.રે...! આહાહા.! પ્રભુ તો એમ કહે છે, પ્રભુ! તું તો નિત્યાનંદ પ્રભુ છો ને! આ પર્યાયનો સંયોગ થાય એને અમે સંયોગ કહીએ છીએ, કહે છે. નિર્મળ પર્યાય, હોં! આહાહા.! - ત્રિકાળી નિત્યાનંદ પ્રભુ આનંદનું દળ, સુખનો સાગર, અમૃતનો મોટો ભંડારા આહાહા...! જેના ભંડારની ખુમારી આગળ કોઈ પત્તો નહિ એવો અમૃતનો સાગર! આહાહા...! એની પાસે રાગની શી ગણતરી? હેં? આહા...! એને એમ લાગે કે, કેવા પૈસા થયા ને છોકરાઓ રળાઉ ને ઝેર છે બધા, આહાહા.! ઝેરના પ્યાલા હોંશે કરીને પીવે છે. મુમુક્ષુ :- છોકરાઓ કર્મી થયા. ઉત્તર :- કર્મ થયા. આહાહા.! છોકરો જ કોનો છે તે કર્મી ને ધર્મી આત્માને છોકરો કેવો અને આત્માને બાપ કેવો? આહાહા...! એ તો પરઆત્મા છે, પરશરીર છે, શરીર જડ પરમાણુ છે. આત્મા પર છે, એની પર્યાય પરમાં છે, તારે અને એને છે શું? આહાહા...! ઈ જ કહે છે, “રાગદ્વેષમોહ વિના જ તેના ફળને ભોગવતો હોવાથી તેને કર્મ આસ્રવતું નથી, આસવ વિના આગામી બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ તો પોતાનો રસ દઈને ખરી જ જાય છે..” ખરી જ જાય છે, એમ પાછું. જ! આહાહા...! ચૈતન્યહીરલો જ્યાં હાથ આવ્યો અને આ છોકરા, ઠીકરા, પૈસા ને હીરા, છોકરા ને છોડિયું ને બાયડી ને એ બધા ઠીકરા લાગે છે). હીરો, આ ચૈતન્યહીરો અંદર પડ્યો છે. આહાહા...! એની કિંમત આગળ બીજા બધાની કિમત ઊડી ગઈ. આહાહા..! તેથી મારાપણામાં એને મીઠાશ રહી નહિ. આહા.! તેથી કર્મ ખરી જાય છે. “કારણ કે ઉદયમાં આવ્યા પછી કર્મની સત્તા રહી શકે જ નહિ.” ઉદયમાં આવ્યું એ તો ખરી જ જાય. કાં તો એ રાગ-દ્વેષ કરે તો નવું બંધાય, ન કરે તો અમસ્તુ પણ ખરી જાય અને અમસ્તુ પણ ખરી જાય. આહાહા...! “આ રીતે તેને નવો બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ નિર્જરી ગયું તેથી તેને કેવળ નિર્જરા જ થઈ.” આહાહા...! “માટે સમ્યગ્દષ્ટિ વિરાગીના ભોગોપભોગને નિર્જરાનું જ નિમિત્ત કહેવામાં આવ્યો છે.” નિમિત્ત એટલે નિર્જરાનું Page #37 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૯૩ ૨૩ કારણ, એમ. કર્મ ખરે છે તેમાં આ નિમિત્ત છે એમ નહિ. ભોગોપભોગ નિર્જરાનું જ કારણ કહેવામાં આવે છે. આહાહા...! એ સંયોગ આવ્યો એ આવ્યો, ફરીને સંયોગ આવવાનો નથી. રાગ પણ આવ્યો એ આવ્યો ફરીને એ રાગ આવવાનો નથી. પાકેલું ફળ જેમ ડીંટીયેથી સડીને ગળી જાય, પડી જાય એમ જ્ઞાનીને કર્મનો પાક આવીને સડીને ગળી જાય છે. આહાહા...! આવી તત્ત્વની વાત છે. નવરાશ પણ ન મળે. સાંભળવાની નવરાશ ન મળે એ રુચે અને શ્રદ્ધે એ તો ક્યાં હતું? આહાહા.! અરે..રે...! ટાઈમ ચાલ્યા જાય છે. મૃત્યુની સમીપે (જાય. છે). એક એક સમય જાય છે એ મૃત્યુની સમીપે જાય છે. દેહની (છૂટવાની) સ્થિતિ નક્કી છે કે આ ક્ષેત્રે, આ કાળે, આ સમયે (છૂટશે). આહાહા...! સમ્યગ્દષ્ટિ વિરાગીના ભોગોપભોગને નિર્જરાનું નિમિત્ત કહેવામાં આવ્યો છે. પૂર્વ કર્મ ઉદયમાં આવીને તેનું દ્રવ્ય ખરી ગયું...” આ દ્રવ્યનિર્જરાની વાત છે. દ્રવ્યનિર્જરા એટલે કર્મના રજકણો ઉદય આવ્યા, સત્તામાં હતા ઈ ઉદય આવ્યા, પર્યાય તરીકે એ ખરી ગયા. મુમુક્ષુ :- મિથ્યાત્વ અને અનંતાનુબંધીનું કર્મ ખરી ગય? ઉત્તર :- બધા અહીં તો ખરી ગયા, અહીં તો કહે છે. આનંદના સ્વાદ આગળ (બધા ખરી ગયા). જરી ચારિત્રમોહનો રાગ આવ્યો, કીધું ને! પણ એ પણ એનો રસ નથી એટલે ઊડી ગયો. એનો પણ ખરેખર બંધ નથી. થોડો રસ ને સ્થિતિ, બંધ પડે એની ગણતરી નથી. આહાહા.! સર્વથા પાછો બંધ નથી એમ નથી. અહીં તો અત્યારે સમ્યગ્દર્શન, એના જ્ઞાન અને આનંદના સ્વાદ આગળ આખી દુનિયાનો સ્વાદ ઊડી ગયો છે. ચક્રવર્તીના રાજ પણ જેને સડેલાં તરણા લાગે, ઇન્દ્રના ઇન્દ્રાસનો પણ સડેલાં મીંદડાં, મરી ગયેલા મીંદડા સડેલાં હોય એમ લાગે. આહાહા...! અજ્ઞાનીને તો પાંચ-પચીસ લાખની સામગ્રી મળી ત્યાં તો.. આહાહા.! હમણાં અમે ચડતી ડગરીએ છીએ, અમારું બધું ચડતું છે. આહાહા.! ચડતું છે કે પડતું છે તને ખબર નથી. આહાહા..! દુનિયાથી જુદી વાત છે, બાપુ! આહાહા..! ભગવાન વીતરાગનો માર્ગ અને દુનિયાની રીત ને પદ્ધતિ આખી ઉગમણે-આથમણે ફેર છે. આહા..! હવે ભાવનિર્જરાનું સ્વરૂપ કહે છે :-એ દ્રવ્યનિર્જરાનું કહ્યું. હવે ભાવનિર્જરા એટલે? અશુદ્ધતા થોડી થાય જરી પણ એ તરત ખરી જાય, એમ કહે છે. જેમ ઓલી સામગ્રી આવે પણ એ ચાલી જાય છે. એની સાથે સંબંધ છે નહિ. અને ભાવનિર્જરા એટલે ધર્મીને પણ જરી રાગનું વેદન આવે પણ એ વેદન ખરી જાય છે. આહાહા...! આવી વાતું. આ તો બહારમાં સલવાઈ ગયા. આ ક્રિયાકાંડ ભક્તિ કરી ને પૂજા કરી ને દેરાસર બનાવ્યા ને મૂર્તિઓ સ્થાપી ને, ઓહો.. જાણે અમે શું કર્યું પાંચ-દસ લાખ ખર્ચ્યુ હોય એમાં જાણે આહાહા...! ધૂળેય કર્યું નથી. કર્યું નથી એમ નહિ, કર્યું છે, ભ્રમણા (કરી છે). મિથ્યાત્વને સેવે છે. આહાહા...! બપોરે તો ત્રણ દિથી ચાલે છે ને? કર્મની વાત. આહાહા..! Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ هههههههههه (ગાથા–૧૯૪) अथ भावनिर्जरास्वरूपमावेद्दयतिदव्वे उवभुंजुते णियमा जायदि सुहं व दुक्खं वा। तं सुहदुक्खमुदिण्णं वेददि अध णिज्जरं जादि।।१९४।। द्रव्ये उपभुज्यमाने नियमाज्जायते सुखं वा दुःखं वा। तत्सुखदुःखमुदीर्णं वेदयते अथ निर्जरां याति।।१९४।। उपभुज्यमाने सति हि परद्रव्ये, तन्निमित्तः सातासातविकल्पानतिक्रमणेन वेदनायाः सुखरुपो वा दुःखरूपो वा नियमादेव जीवस्य भाव उदेति । स तु यदा वेद्यते तदा मिथ्यादृष्टे: रागादिभावानां सद्भावेन बन्धनिमित्तं भूत्वा निर्जीर्यमाणोऽप्यनिर्जीर्णः सन् बन्ध एव स्यात्; सम्यग्दृष्टेस्तु रागादिभावानामभावेन बन्धनिमित्तमभूत्वा केवलमेव निर्जीर्यमाणो निर्जीर्णः सन्निर्जरैव स्यात्। હવે ભાવનિર્જરાનું સ્વરૂપ કહે છે - વસ્તુ તણે ઉપભોગ નિશ્ચય સુખ ના દુખ થાય છે, એ ઉદિત સુખદુખ ભોગવે પછી નિર્જરા થઈ જાય છે. ૧૯૪. ગાથાર્થ - દ્રવ્ય ૩૫મુમાને 1 વસ્તુ ભોગવવામાં આવતાં, [ સુરd વા યુઃ વા] સુખ અથવા દુઃખ [ નિયમ ] નિયમથી [ ગાયતે ] ઉત્પન્ન થાય છે; [ હતી ] ઉદય થયેલા અર્થાત્ ઉત્પન્ન થયેલા [ તત્ સુરવદુઃવમ્ ] તે સુખદુઃખને | વેવ્યક્ત ] વેદે છેઅનુભવે છે, [ અથ ] પછી [ નિર્નરાં યાતિ ] તે (સુખદુઃખરૂપ ભાવ) નિર્જરી જાય છે. ટકા - પરદ્રવ્ય ભોગવવામાં આવતાં, તેના નિમિત્તે સુખરૂપ અથવા દુઃખરૂપ જીવનો ભાવ નિયમથી જ ઉદય થાય છે અર્થાત્ ઉત્પન્ન થાય છે, કારણ કે વેદન શાતા અને અશાતા-એ બે પ્રકારોને અતિક્રમતું નથી (અર્થાત્ વેદના બે પ્રકારનું જ છે-શાતારૂપ અને અશાતારૂપ.) જ્યારે તે સુખરૂપ અથવા દુઃખરૂ૫) ભાવ વેદાય છે ત્યારે મિથ્યાદૃષ્ટિને, રાગાદિભાવોના સદૂભાવથી બંધનું નિમિત્ત થઈને તે ભાવ) નિર્ભરતાં છતાં ખરેખર) નહિ નિર્જ થકો, બંધ જ થાય છે; પરંતુ સમ્યગ્દષ્ટિને, રાગાદિભાવોના અભાવથી બંધનું નિમિત્ત થયા વિના કેવળ જ નિર્જરતો હોવાથી ખરેખર) નિર્ભર્યો થકો, નિર્જરા જ થાય છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૯૪ ૨૫ ભાવાર્થ :- પરદ્રવ્ય ભોગવતાં, કર્મના ઉદયના નિમિત્તે જીવને સુખરૂપ અથવા દુઃખરૂપ ભાવ નિયમથી ઉત્પન્ન થાય છે. મિથ્યાષ્ટિને રાગાદિકને લીધે તે ભાવ આગામી બંધ કરીને નિજર છે તેથી તેને નિર્જ કહી શકાતો નથી; માટે મિથ્યાષ્ટિને પરદ્રવ્ય ભોગવતાં બંધ જ થાય છે. સમ્યગ્દષ્ટિને રાગાદિક નહિ હોવાથી આગામી બંધ કર્યા વિના જ તે ભાવ નિર્જરી જાય છે તેથી તેને નિર્જ કહી શકાય છે; માટે સમ્યગ્દષ્ટિને પરદ્રવ્ય ભોગવતાં નિર્જરા જ થાય છે. આ રીતે સમ્યગ્દષ્ટિને ભાવનિર્જરા થાય છે. ગાથા–૧૯૪ ઉપર પ્રવચન ૧૯૪. दब्बे उवभुजुंते णियमा जायदि सुहं व दुक्खं वा। तं सुहदुक्खमुदिण्णं वेददि अध णिज्जरं जादि।।१९४।। વસ્તુ તણે ઉપભોગ નિશ્ચય સુખ ના દુખ થાય છે, એ ઉદિત સુખદુખ ભોગવે પછી નિર્જરા થઈ જાય છે. ૧૯૪. ટિીકા:- "પદ્રવ્ય ભોગવવામાં આવતાં,... પરદ્રવ્ય ભોગવવામાં આવતાં. પરદ્રવ્ય ભોગવી શકાતા નથી. છતાં લોકોની નજરું છે એ નજરથી વાત કરે છે. આહાહા...! લોકોની નજર એમ છે કે, આ ખાય. લ્યો આ ખાય છે ને? આપણે આ લાડવા ખાય, આ પત્તરવેલિયા ખાય છે. ચૂરમાના લાડવાના બટકા ભરે છે ને પત્તરવેલિયા ખાય છે, આ કેરીનો રસ પીવે છે, પૂરી ને રસ ખાય છે. અજ્ઞાની દુનિયા એ રીતે માને ને એ દૃષ્ટિથી વાત કરી છે. લોકો જોવે એ અપેક્ષાએ. આહાહા...! “પદ્રવ્ય ભોગવવામાં આવતાં, તેના નિમિત્તે સુખરૂપ અથવા દુઃખરૂપ જીવનો ભાવ નિયમથી જ ઉદય થાય છે....” ઓ.હો.હો..! શું કહે છે? ધર્મીને પણ જારી રાગ અને દ્વેષનું વેદન આવી જાય છે. એ આવે છે એવું ખરી જાય છે. આવે, એક સમય થયું ત્યાં) ખરી જાય છે પણ પહેલાંમાં એ જડનિર્જરાની વાત હતી, આ ભાવનિર્જરાની વાત છે. આહાહા.! હવે અહીં બધે જવું ને અહીં પહોંચવું. બાયડી, છોકરાને સાચવવા, ધંધો કરવો કે આ કરવું? આહાહા.! ઈ તો કરી રહ્યો છે, ભાઈ! અનાદિકાળથી ઝેરના પ્યાલા પીધા છે. આહાહા..! અરે.. ભાઈ! આવો અવસર ક્યારે મળે? ભાઈ! એમાં વીતરાગનું સાચું તત્ત્વ, પરમસત્ય કાને પડે. આહાહા...! તું આ છો, તું રાગ નહિ, તું શરીર નહિ, તું કર્મ નહિ, તું અલ્પજ્ઞ નહિ. આહાહા..! Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ પ્રભુ! તું પૂરો છો. આહાહા.! શું આવ્યું નહિ ઓલું? પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા આવ્યું નહોતું? પંડિતજીએ ગાયું. પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા, પર કી આશ કહાં કરે પ્રીતમ' વ્હાલા પ્રભુ! તું પરનો પ્રેમ ક્યાં કરે છો? કેમકે કઈ વાતે અધૂરા? પ્રીતમનો પ્રશ્ન કર્યો હતો ને? પુનમચંદે, વ્હાલા, વ્હાલા. આહાહા.! પર કી આશ કહાં કરે પ્રીતમ? તુમ કહાં અધૂરા?” કઈ વાતે પ્રભુ! તું અધૂરો છો? આહાહા.! એમાં વળી શરીર કાંઈક રૂપાળા મળે, આ પૈસા કાંઈક પાંચ-પચીસ લાખ થાય, છોકરા સારા થાય, સારા એટલે આ કર્મી, છોકરાની વહુ કાંઈક સારી આવે... થઈ રહ્યું, મરી ગયા. મરીને નિગોદમાં જાય, નરકે જાય. અર.૨.૨...! પ્રભુ! તારી પીડા તેં સાંભળી નથી, પ્રભુ! આહા! અને તારો આનંદ પણ તેં સાંભળ્યો નથી. તારામાં આનંદ ભર્યો છે. આહાહા...! ઠસોઠસ સુખના સાગરના પાણીથી ભરેલો ઠસોઠસ છો. આહા...! તારા આનંદને માટે અપૂર્ણતા, વિપરીતતા તો નથી પણ અપૂર્ણતા નથી, પ્રભુ આહાહા...! કઈ વાતે અધૂરો? શું પુરુષાર્થથી અધૂરો છો? પુરુષાર્થથી પૂરો છો. જ્ઞાનથી અધૂરો છો? આહાહા...! આનંદથી અધૂરો છો? શાંતિથી અધૂરો છો? સ્વચ્છતાથી અધૂરો છો? પ્રભુતાથી અધૂરો છો? આહાહા...! કઈ વાતે અધૂરા? પ્રભુ! તુમ સબ વાતે પૂરો. આહાહા...! એ રીતે જ્ઞાનીને જ્યાં જરી રાગ આવે. છે? ત્યાં સુખ-દુઃખ થાય. નિયમથી જ ઉદય થાય...” જરી સુખ-દુઃખનું વેદન આવે. આહાહા...! કારણ કે વેદન શાતા અને અશાતા–એ બે પ્રકારોને અતિક્રમતું નથી...” અંદરમાં એ શાતા (એટલે) સુખની કલ્પના, દુઃખ શાતા-અશાતા તો સંયોગ આપે છે પણ સંયોગમાં અહીં સુખ-દુઃખની કલ્પના લેવી. આહાહા...! શાતા-અશાતા કંઈ સુખદુઃખ ઊપજાવતી નથી. એ તો સંયોગ છે. સંયોગમાં એનું લક્ષ જાય છે એટલે જરીક શાતા-અશાતા, સુખ-દુઃખની કલ્પના જ્ઞાનીને પણ થાય છે. થાય છે છતાં એ થઈ ભેગી ખરી જાય છે. આહા.! ભાવનિર્જરા થઈ જાય છે. આહા.! છે? કારણ કે વેદન શાતા અને અશાતા–એ બે પ્રકારોને અતિક્રમતું નથી (અર્થાત્ વેદન બે પ્રકારનું જ છે–શાતારૂપ અને અશાતારૂપ)... આહાહા...! હવે એ કયારે વેદન થાય, એ (વિશેષ કહેશે) (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ) પ્રવચન નં. ૨૭૧ ગાથા–૧૯૪, શ્લોક-૧૩૪ બુધવાર, અષાઢ વદ ૨, તા. ૧૧-૦૭-૧૯૭૯ ‘સમયસાર ૧૯૪ ગાથા છે ને? એની ટીકા. પરદ્રવ્ય ભોગવવામાં આવતાં...” એક બાજુ એમ કહે કે પરદ્રવ્યને તો અડી શકાય નહિ, ભોગવાય નહિ અને અહીંયાં એમ કહે, પરદ્રવ્યને (ભોગવવામાં આવતાં). કારણ કે પહેલી ગાથામાં આવ્યું હતું કે, ઇન્દ્રિયથી Page #41 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૪ ૨૭ સચેત, અચેત દ્રવ્યોને ભોગવતાં જ્ઞાનીને દ્રવ્યકર્મની જડની નિર્જરા થાય છે, જડ દ્રવ્યની નિર્જરા), આ ભાવની ( નિર્જરા કહે છે). એ નિમિત્તથી કથન (છે). લોકો ભાળે એ અપેક્ષાએ. સવમો મિંઢિયેષ્ટિ સચેત, અચેતનો ભોગ એમ કીધું. અહીં એમ કહ્યું. આમ એક બાજુ કહે કે, એક દ્રવ્ય બીજા દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ છે). એની પર્યાય અને પર્યાય વચ્ચે પણ અત્યંત અભાવ છે). કોઈની પર્યાય કોઈને અડે નહિ. એ તો ત્રીજી ગાથામાં આવી ગયું, ત્રીજી ગાથા. દરેક દ્રવ્ય પોતાના ગુણો અને પર્યાયના, પોતાના ધર્મ, તેને ચૂંબે, તેને સ્પર્શે, અડે પણ અન્ય દ્રવ્યના કોઈપણ પર્યાય, ગુણને બીજું દ્રવ્ય ચૂંબે નહિ, અડે નહિ, સ્પર્શે નહિ. અહીંયાં નિમિત્તથી કથન છે. લોકો જોવે છે ને એ અપેક્ષાએ. પદ્રવ્ય ભોગવવામાં આવતાં...” એટલે કે પરદ્રવ્ય તરફ જરી લક્ષ જતાં તેના નિમિત્તે સુખરૂપ અથવા દુઃખરૂપ જીવનો ભાવ.” સમ્યગ્દષ્ટિને પણ, ધર્મીને પણ ચૈતન્યગૌળો ભિન્ન છે, રાગથી પણ ભિન્ન છે એવું ભાન હોવા છતાં ભાવરૂપી જરી વેદના નિયમથી થાય છે. આહાહા.! કર્મના ઉદય તરફના જરી વલણમાં સહેજ સુખ, દુઃખની કલ્પના, આસક્તિની અસ્થિરતાની થાય છે, નિયમથી થાય છે એમ કહે છે. આહાહા...! “ઉત્પન્ન થાય છે, કારણ કે વેદન શાતા અને અશાતા–એ બે પ્રકારને અતિક્રમતું નથી...” સુખ કાં દુઃખની કલ્પના બેમાંથી એક કલ્પના તો હોય છે, કહે છે. જ્ઞાનીને પણ. આહા...! “અર્થાતુ વેદન બે પ્રકારનું જ છે – શાતારૂપ અને અશાતારૂપ).” શાતા-અશાતા છે એ તો સંયોગનું નિમિત્ત છે. કંઈ સુખ, દુઃખની કલ્પનામાં એ નથી. એટલે એમાં મોહ નિમિત્ત છે. પણ અહીંયાં શાતા, અશાતા તરફનું લક્ષ છે એથી શાતા, અશાતાથી સુખ-દુઃખ વેદાય છે એમ કહેવામાં આવે છે. આહાહા.! સમજાણું? નહિતર શાતા, અશાતાનો ઉદય તો સંયોગ (છે), બસ ! સંયોગી ઉપાદાન સ્વતંત્ર છે પણ એમાં નિમિત્ત શાતા, અશાતાનું છે પણ ભોગવવામાં તો સુખ-દુઃખની કલ્પના એ કંઈ શાતા, અશાતાથી નથી. પણ તેના તરફ લક્ષ જાય છે એટલે એ જાતનું સુખ, દુઃખ-શાતા, અશાતાથી થયું એમ કહેવામાં આવે છે. આહાહા...! એ આવી ગયું ને? આપણે બપોરે આવી ગયું. કાલે નહિ? પર્યાયદૃષ્ટિને બંધ કરીને પર્યાયને જોવાનું) સર્વથા બંધ કરીને પરને જોવાની વાત તો નહિ પણ પોતામાં જે પાંચ પર્યાય થાય – નારકી, મનુષ્ય, દેવ, તિર્યંચ અને સિદ્ધ, એ પાંચ પર્યાયને પણ જોવાની આંખ્યું બંધ કરીને. બંધ કરીને એટલે? “ઉઘડેલા દ્રવ્યાર્થિકનય વડે એમ ભાષા છે. પાછું જોવાનું તો રહે છે ને? જોવાનું તો પાછુ પર્યાય રહે છે. શું કીધું સમજાણું? પર્યાયને, બધી પર્યાયને જોવાનું બંધ કરી દઈ અને ઉઘડેલું જ્ઞાન એટલે કે જ્યારે પર્યાય તરફનું વલણ ગયું ત્યારે તેને દ્રવ્ય તરફનું ઉઘડેલું જ્ઞાન ઉઘડ્યું. કારણ કે જોવું છે તો જ્ઞાનથી ને? કંઈ દ્રવ્ય, દ્રવ્યથી જોવું છે, એમ તો છે નહિ. એથી ઉઘડેલા જ્ઞાન વડે. છે તો એ પર્યાય પણ પર્યાયની દૃષ્ટિ બંધ કરતાં એને સ્વદ્રવ્યને જોવાનું જ્ઞાન ખીલે અને ઉઘડે. આહાહા.! એ ઉઘડેલા જ્ઞાન Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ વડે જોતાં પાંચે પર્યાયો જોવામાં આવતી નથી. એક જીવ જ, બધું દ્રવ્ય જ દેખાય છે. અહીંયાં કહે છે કે, જ્ઞાનીને એવું દેખાય છે છતાં જરી શાતા, અશાતાના સંયોગના કાળમાં એનું લક્ષ જરી ત્યાં જાય છે એટલે જરી સુખ-દુઃખની કલ્પના વેદન જરી થાય છે, નિયમથી થાય છે એમ કહ્યું. બિલકુલ થતું નથી, એમ નહિ. આહાહા..! જેમ પરદ્રવ્યને તો બિલકુલ અડતું નથી એમ આ સુખ-દુ:ખની કલ્પના જ્ઞાનીને પર્યાયમાં બિલકુલ થતી જ નથી, એમ નહિ. પણ તે થાય છે તે.. આહા..! વેદાય છે. છે? - ‘ત્યારે મિથ્યાદૃષ્ટિને,..’ રાગ ઉપર પ્રેમ હોવાથી ભગવાન અંદર આનંદનો ગોળો છૂટો છે તેનો તેને પ્રેમનો અભાવ હોવાથી. આહાહા..! રાગાદિભાવોના સદ્ભાવથી....’ અજ્ઞાનીને તો રાગ થયા વિના રહે જ નહિ, કહે છે. સુખ-દુ:ખની જે કલ્પના થઈ તેમાં પ્રેમ થયા વિના રહે જ નહિ. આહાહા..! કલ્પના તો બેયને થઈ, ‘ચંદુભાઈ’ ! બેયને થઈ છે. પણ મિથ્યાદૃષ્ટિ એટલે દ્રવ્ય સ્વભાવને નહિ જોના૨, પર્યાયને જ ભાળનાર, તેને રાગદ્વેષને કારણે તે પર્યાયમાં સુખદુઃખનું વેદન જે થયું તેના બંધનું નિમિત્ત થાય છે. એને રાગદ્વેષને કા૨ણે બંધનું નિમિત્ત થાય છે, એ ચીજ નહિ. વેદનમાં આવ્યું એમાં રાગ-દ્વેષને કા૨ણે એ બંધ(નું નિમિત્ત થયું). કારણ કે એ ચીજ જો બંધનું કારણ થાય તો સમિકતીને પણ થવું જોઈએ. સમજાણું કાંઈ? ‘સુમનભાઈ' આવું ઝીણું છે. સ્વરૂપનું જ્યાં, શુદ્ધ ચૈતન્ય પૂર્ણાનંદનો નાથ પ્રભુ, એ દૃષ્ટિમાં આવ્યો નથી, છતી જયવંત ચીજ, છતી જયવંત ચીજ દૃષ્ટિમાં આવી નથી અને અછતા રાગાદિ ભાવ, એ દૃષ્ટિમાં આવતા રાગદ્વેષને કારણે બંધનું કારણ થાય છે. સમજાય છે કાંઈ? આહાહા..! ‘રાગાદિભાવોના સદ્ભાવથી બંધનું નિમિત્ત થઈને...’ નિમિત્ત એટલે કારણ. (તે ભાવ) નિર્જરતાં છતાં..’ એટલે? કે, જે કંઈ સુખ-દુઃખની કલ્પના થઈ એ તો નાશ થશે જ. અજ્ઞાનીને પણ નાશ થશે અને જ્ઞાનીને પણ નાશ થશે. આહા..! કારણ કે ક્ષણિક એક સમયની પર્યાય છે એટલે નાશ તો થશે જ. જડને નહિ, હોં ! વેદનની પર્યાયનો. આહા..! બંધનું કારણ થઈ નિર્જરવા છતાં. એટલે કે એ રાગ(નું) જરી વેદન આવ્યું એ ખરી ગયું, ખરી ગયું છતાં ‘નહિ નિર્જ્યો થકો,... કેમકે ત્યાં રાગનો પ્રેમ છે, એણે ભગવાનને ભાળ્યા નથી. એટલે રાગનો પ્રેમ છૂટતો નથી. એ રાગના પ્રેમને લઈને એ વેદન છે એ ખરી ગયું છતાં તેને નિર્યું એમ ન કહેવાય, તેને બંધન થયું, કહે છે. આહાહા..! સમજાણું કાંઈ? ‘(ખરેખર) નહિ નિર્જ્યો થક.... આહાહા..! નિર્જરવા છતાં નહિ નિર્જ્યો થકો. આહાહા..! એ પર્યાયમાં આવે એ પર્યાય તો નાશ થશે જ. જેમ જડનો ઉદય આવે અને ખરી જશે એમ આ પણ ક્ષણિક વેદન આવીને ખરી જશે. છતાં રાગની એકતાબુદ્ધિને લઈને નિર્જર્વે છતાં તેને નિર્યો કહેવામાં આવતો નથી. આહાહા..! આવી વાતું. નિર્જરતાં છતાં ખરેખર નહિ નિર્દો થકો,... આહાહા..! બંધ જ થાય છે;... જ છે. અજ્ઞાનીને એ Page #43 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૯૪ ૨૯ પર્યાયમાં જરી વેદન આવ્યું એ તો ખરી જ જાય છે. એ વિકૃત અવસ્થા એક સમયની કંઈ બીજે સમયે રહેતી નથી. ખરી જવા છતાં અજ્ઞાનીને તે નિર્જોં નથી. કેમકે તેના પ્રત્યે રાગ હતો તે બંધનું કારણ થઈને ખર્યું છે. આહાહા..! આવી ઝીણી વાતું હવે. આજે બપોરનો દિવસ છે ને? સાંભળ્યું છે ને? ૨:૧૯ મિનિટે) પડવાનું છે, કહે છે. લોકો ચારે કોર ગભરાય ગયા. ક્યાં પડશે.. ક્યાં પડશે? અહીં તો કહે છે કે, જે સમયે, જે ક્ષેત્રે અને તે કાળે અજ્ઞાનીની દૃષ્ટિ ત્યાં રાગ ઉપર છે એથી વેદનમાં સુખદુઃખ આવતાં છતાં ઓલા રાગને લઈને નિર્ધો, એ વેદન હતું એ ખરી ગયું છતાં તેને નિર્યો કહેવાતો નથી. આહા..! કેમકે નવું બંધન કરીને ખર્યું છે. આહાહા..! આવી વાત છે. આજે બે વાગે છે. સમાચાર તો આવશે. એ લોકો પાંચ, દસ મિનિટે કેટલું છેટે છે ને શું છે? જોતા તો હશે. આહા..! એને જોતા હશે ઇ, પણ મારો નાથ ભગવાન અંદર ચૈતન્યગોળો પડ્યો છે (એને) સાંભળ્યો નથી. આહાહા..! છતી જયવંત ચીજ તો એ છે. બપોરે તો કહ્યું હતું ને? આવશે બપોરે. પર્યાયચક્ષુને બંધ કરીને. પ૨ને જોવાની વાત જ નહિ. આહા..! ૫૨ને જોવાનું બંધ કરીને એ તો પ્રશ્ન જ નહિ. આહાહા..! પ્રવચનસાર’ ૧૧૪ ગાથા. પર્યાયને જોવાનું બંધ કરીને. નાકી, તિર્યંચ, મનુષ્ય, દેવ ને સિદ્ધ. સિદ્ધપર્યાયને જોવાનું પણ બંધ કરી દઈને. આહાહા..! ઉઘડેલા જ્ઞાનથી. કારણે પાછુ જોવું છે તો પર્યાયથી અને પર્યાયની આંખ તો બંધ કરી દીધી, એમ કીધું. એ પર્યાયને જોવાની આંખ બંધ કરી પણ પોતાને જોવાની આંખ ખુલી ગઈ. આહાહા..! ઇ શબ્દ છે ને? કાલે ઘણું કહ્યું હતું. ઉઘડેલા દ્રવ્યને જોનારા ઉઘડેલા જ્ઞાન વડે. આહાહા..! પર્યાયને જોનારી આંખ્યું બંધ (કરી). પરને જોવાની વાતેય ન કરી, અરે.....! આહાહા..! કે, આના આવા શરીર છે ને આનું આવું છે ને આનું આવું આવું છે. આહા..! પોતાને બે પ્રકારે જોવામાં જે હતું એમાં એક પ્રકારનું જોવાનું પર્યાયનું બંધ કરી દઈ... આહાહા..! પર્યાયચક્ષુને બંધ કરી દઈ, ઉઘડેલા દ્રવ્યના જ્ઞાનથી, દ્રવ્યાર્થિંકનયથી જોવું છે એ શાન ઉઘડ્યું છે. અહીં બંધ થયું છે. આહાહા..! આ સિદ્ધાંત તો, જુઓ ! આહા..! અંત૨માં જોતાં.. છે તો જોવાની પર્યાય, પણ પર્યાય પર્યાયને જોવે એ બંધ કરીને પર્યાય દ્રવ્યને જોવે છે. આહાહા..! એથી એને બધું જીવ ભાસે છે. પાંચ પર્યાયો નહિ, સિદ્ધ પર્યાય નહિ. આહાહા..! ત્યાં તેને બધું જીવ ભાસે છે. એમ અહીંયાં જીવને નહિ ભાસનારો પર્યાયદૃષ્ટિમાં રહેલો.... આહાહા..! એને સુખદુઃખનું, શાતાઅશાતાનું વેદન ઓળંગતુ નથી, એટલે કે થયા વિના રહેતું નથી. છતાં તે નિર્જરવા છતાં, થયા વિના રહેતું નથી એમ નિર્જમાં વિના રહેતું નથી. આહાહા..! તે સમય છે એ આવીને ખરી જાય છે. છતાં એની દૃષ્ટિમાં પ્રેમ, રાગની પર્યાયબુદ્ધિ પડી છે. આહા..! એ રાગની બુદ્ધિને કારણે વેદનમાં આવ્યું, Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ખરી ગયું છતાં તે અજ્ઞાનીને ખરી નથી ગયું. આહાહા...! આવી વાતું છે. એને નિર્જરવા છતાં, એમ શબ્દ છે ને? કારણ કે એ તો પર્યાય ગમે તેને હોય તો એક સમય આવીને નાશ જ થઈ જાય. ચાહે તો અભવી હોય કે ભવી હોય, ગમે તે હો. આહા...! પર્યાય એક સમયની વિકૃત આવી એ બીજે સમયે ક્યાંથી રહે? આહાહા...! શું શૈલી ! સંતોની શૈલી... આહાહા...! એ નિર્જર્યો છતાં ખરેખર (નહિ) નિર્જ થકો, બંધ જ થાય છે; કેમ? રાગાદિ ભાવોના સદ્ભાવને કારણે. આહા.! એને ભગવાન આત્માનો પ્રેમ નથી. અનાકુળ આનંદનો સુખસાગરનું પાણી – જળ, સુખના સાગરનું જળ ભરેલો પ્રભુ ! આહાહા...! તેની નજરે નહિ હોવાથી વેદનમાં રાગ અને દ્વેષ કર્યા વિના રહેતો નથી. તેથી તે વેદન ખરી જવા છતાં નવો બંધ કરીને જાય છે માટે કહે છે કે, તે ખર્યો નથી. આહાહા...! આહાહા.! આવો માર્ગ છે. પરંતુ...” હવે સમ્યગ્દષ્ટિ લ્ય છે. વેદન તો બેયને છે, કહે (છે). આહા...! પર્યાયમાં શાતા, અશાતાનું નિમિત્ત છે પણ એ તરફ લક્ષ ગયું એટલે શાતા-અશાતા કીધી. નહિ તો શાતા-અશાતા કંઈ સુખદુઃખ આપે)? શાતાઅશાતા તો સંયોગમાં નિમિત્ત છે પણ સ્વભાવિક દૃષ્ટિ નથી તેથી સંયોગ ઉપર એનું લક્ષ જાય છે. તેથી શાતા-અશાતા વેદનીયથી સુખદુઃખ થયું એમ કહીને એ સુખ-દુઃખને નિર્જર્યા છતાં અજ્ઞાનીની દૃષ્ટિ ત્યાં છે એથી નવો બંધ કરીને જાય છે એટલે નિર્જર્યો નથી. જ્ઞાનીને... આહાહા.પર્યાયમાં સુખ-દુઃખની આસક્તિની અપેક્ષાએ, હજી વીતરાગતા થઈ નથી... આહાહા...! એથી કહે છે, પર્યાયમાં આવે એટલું અસ્તિત્વ સિદ્ધ કર્યું. આહાહા...! છતાં તે પર્યાયમાં એવું આવવા છતાં સમ્યગ્દષ્ટિને રાગાદિભાવોના અભાવથી...” એને એ સુખદુઃખ પ્રત્યેનો પ્રેમ નથી. આનંદનો પ્રેમ છે અને આનંદની રુચિમાં એ વેદન ઉપરની બુદ્ધિ જ ઉઠી ગઈ છે. પરમાં સુખબુદ્ધિ છે એ બુદ્ધિ નાશ થઈ ગઈ છે અને સ્વમાં સુખ છે તે બુદ્ધિ ઉત્પન્ન થઈ છે. આહા. આટલી બધી શરતું છે. તેથી સમ્યગ્દષ્ટિને, રાગાદિભાવોના અભાવથી. એને રાગ છે જ નહિ. વેદન થયું છે પણ એના પ્રત્યે રાગ જ છે નહિ. આહાહા...! દૃષ્ટિમાં ભગવાન વર્તે છે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ, જયવંત ચીજ. જયવંત ચીજ ત્રણે કાળે જયવંત વર્તે છે. આહાહા! એનો તો ત્રણે કાળે જય જ છે, કહે છે. આહાહા...! દૃષ્ટિ કરે એને. આહાહા...! “સમ્યગ્દષ્ટિને, રાગાદિભાવોના અભાવથી તેનું વેદન આવવા છતાં તેના પ્રત્યેનો આદર નથી. આહાહા...! આદર તો અહીં ભગવાન ઉપર છે. સ્વીકાર નથી. આહાહા...! પ્રભુને જેણે સ્વીકાર્યો છે અને સુખ-દુઃખના વેદનનો સ્વીકાર જ નથી, કહે છે. આહાહા.! એથી એને “રાગાદિભાવોના અભાવથી બંધનું નિમિત્ત થયા વિના” નવો બંધ થયા વિના કેવળ જ નિર્જરતો હોવાથી...” “કેવળ’ અને ‘જ છે. એમ કે થોડુંક પણ Page #45 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૪ બંધન થાય છે આમાં નથી લીધું. બીજે ઠેકાણે લે. જ્ઞાનીને જેટલે અંશે નબળાઈ છે એટલે અંશે હજી બંધ છે. જઘન્ય જ્ઞાનપણે પરિણમન છે, દૃષ્ટિમાં જઘન્યપણું નથી. દૃષ્ટિમાં તો પૂર્ણાનંદનો નાથ આવે છે પણ પરિણમનમાં જઘન્યતા છે, ઓછપ છે એટલે એને બંધનું કારણ થાય છે. આહાહા.! આસવમાં આવ્યું ને? આસ્રવ (અધિકારની) ૧૭૧ ગાથા. જઘન્ય પરિણમન છે. આહાહા.! અહીં એ વાત નથી લેવી. અહીં તો બંધનું નિમિત્ત થયા વિના કેવળ જ.’ શબ્દ છે. છે? છે, જુઓ સંસ્કૃત. સક્સિર્નરવ રચત’ સંસ્કૃતમાં) છેલ્લો શબ્દ છે. ‘અમૃચંદ્રાચાર્ય. ઓલામાં એમ છે – ‘નિર્નરવ “સત્ વન્ય વ રચન “વ” – “જ” છે. અહીં પણ કહે છે કે, “સન્નિર્નરવ ચા'. નિર્જરા જ છે, નિર્જરા જ છે. આહાહા.! સંસ્કૃતનો છેલ્લો શબ્દ છે. આહાહા.! આ ભગવાનની વાણી છે. સંતો સાક્ષીથી જગતને જાહેર કરે છે. આહાહા...! દિગંબર મુનિઓ... આહાહા! આ કહેવા ટાણે એનો ભાવ કેવો છે ! આહા.! છે ભલે વિકલ્પ. ટીકા તો એની ક્રિયા છે જ નહિ. આહા...! કહે છે કે, વિકલ્પ પ્રત્યે પણ જેને પ્રેમ ઉડી ગયો છે. આહાહા...! રાગનો રાગ નથી, અરાગી એવા ભગવાનનો પ્રેમ છે. આહાહા...! એથી (કહે છે કે, કેવળ જ નિર્જરતો હોવાથી... આહાહા...! કેવળ જ નિર્જરા હોવાથી “ખરેખર) નિર્જ થકો, નિર્જરા જ થાય છે.” જોયું? નિર્જરા જ થાય છે. આહાહા...! ઓલામાં પણ એ છે. નિમિત્ત-મૂત્વા વનમેવ નિર્વીર્યમાળો નિર્વીર્થ: સક્રિર્નરેવ ચા' બેયમાં ‘વ’ શબ્દ છે. આ સંસ્કૃત ટીકા. આવો ઉપદેશ. ઓલું તો એ શસ્ત્ર પડે એ ક્યારે પડશે એ તો સમયનું હશે. આ તો કહે છે કે, જ્યાં અંદરમાં ઘા પડ્યો... આહાહા...! રાગને દેખવાની આં ખ્યું જ્યાં જોવાની બંધ કરી દીધી. આહાહા...! અને ઉઘડેલા જ્ઞાન વડે દ્રવ્યને જોયું. આહાહા...! છે તો એ ઉઘડેલું જ્ઞાન પણ પર્યાય, પણ પર્યાયને જોવાની આંખ બંધ કરીને, પર્યાય વડે દ્રવ્યને જોયું. આહાહા...! તેને તો એકલી નિર્જરા જ છે, કહે છે. વેદન આવ્યું જરી તોપણ નિર્જરા જ છે. આહાહા! સમજાય છે? આ તો વીતરાગી સંતોની વાણી છે. એકલી વીતરાગતા ઘોળી છે. આહા...! ભાવાર્થ – “પદ્રવ્ય ભોગવતાં.” મૂળમાં આવ્યું હતું ખરું ને. ટીકામાં આવ્યું હતું ન? ટીકામાં જ છે ને? “૩૫મુજમાને સતિ દિ પદ્રવ્ય આહા.! (ટીકાનો) પહેલો શબ્દ છે. એ નિમિત્તથી કથન છે. પરદ્રવ્યને તો કોઈ આત્મા અડતોય નથી, અજ્ઞાની કે જ્ઞાની. આહા! પણ એનું લક્ષ ત્યાં જાય છે એટલે પરદ્રવ્યને ભોગવે છે એમ કહેવામાં આવે છે. આહાહા..! પરદ્રવ્ય તરફ લક્ષ જતાં પોતાના ભાવનું વેદન આવે છે તેથી પરદ્રવ્યને ભોગવે છે એમ કહ્યું. આહાહા. બાકી તો પરદ્રવ્યને જોવાની વાતેય બંધ કરી દીધી. બપોરે તો વાત આવી હતી ને? ગાથા બાકી છે ને? પર્યાયનયની આંખ્યું બંધ કરી દઈને. પરને જોવાની આંખ્યુંની વાત જ નહિ. આહાહા...! Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ પોતાની પર્યાયને જોવાની જે વાત છે, અરે...! ભલે સિદ્ધ પર્યાય હોય, સાધકને નથી પણ સિદ્ધપર્યાય થશે એનું પણ લક્ષ અત્યારે નથી. પર્યાય લક્ષ છોડી દઈને... આહાહા..! દ્રવ્યને ઉઘડેલા જ્ઞાન વડે જોતાં. આહાહા..! પર્યાયચક્ષુ બંધ થઈ છે એટલે દ્રવ્યને જોવાનું જ્ઞાન ઉઘડ્યું છે. આહાહા..! સમજાય છે? તેથી પરદ્રવ્યને ભોગવતાં, એમ નિમિત્તથી કથન છે. ૫રદ્રવ્ય ઉ૫૨ લક્ષ જાય છે એટલે પરદ્રવ્યને ભોગવે છે એમ કહેવામાં આવ્યું છે. આહાહા..! બાકી પરદ્રવ્યની પર્યાય અને સ્વદ્રવ્યની પર્યાય વચ્ચે તો મોટો કિલ્લો છે). ‘નિયમસાર’માં આવે છે. એક ફેરી રાત્રે કહ્યું હતું. આત્મા નિર્ભય છે. ‘નિઃઠંડો, નિઃદંદો’ આવે છે. એમાં એવું આવે છે કે, આત્મા મહા દુર્ગ – કિલ્લો છે, જેમાં પર્યાયનો પ્રવેશ નથી. એવો જે ભગવાન દુર્ગં કિલ્લો તે અભય, નિર્ભય છે. આહાહા..! ભગવાનઆત્મા નિર્ભય છે. ‘નિયમસાર’માં (૪૩ મી ગાથામાં) આવે છે, ગાથાઓમાં આવે છે ને? ગિદંડો વિંદ્દો નિમ્યો' આહાહા..! એ દુર્ગ કિલ્લો જેમાં પર્યાયનો પ્રવેશ નથી તો રાગની તો વાત જ શું કરવી? કહે છે. આહાહા..! એવો એ ભગવાન નિર્ભય પ્રભુ છે. નિર્જરાનો જે નિઃશંક અને નિર્ભયતા એ પર્યાયમાં છે, આ વસ્તુમાં છે. શું કીધું? સમજાણું? નિર્જરામાં જે નિઃશંક કહ્યું એનો અર્થ નિર્ભય કહ્યો, એ પર્યાયમાં છે. આ તો વસ્તુ જ નિર્ભય છે તો પર્યાયમાં નિર્ભયતા આવે છે. આહાહા..! સમજાણું કાંઈ? પરદ્રવ્ય ભોગવતાં, કર્મના ઉદયના નિમિત્તે જીવને સુખરૂપ અથવા દુઃખરૂપ ભાવ નિયમથી ઉત્પન્ન થાય છે.’ આટલું અહીં મૂકયું. શાતાઅશાતાનું ન મૂક્યું. નિયમથી ઉત્પન્ન થાય છે.’ મિથ્યાદૃષ્ટિ કે સમ્યગ્દષ્ટિને, બેયને. બેયને. આહાહા..! મિથ્યાદષ્ટિને રાગાદિને લીધે...’ પર્યાયબુદ્ધિમાં રાગની રુચિના પ્રેમમાં પડ્યો તે ભાવ આગામી બંધ કરીને નિર્જરે છે...’ એ વેદનનો ભાવ નવું બંધન કરીને ખરે છે. આહાહા..! એથી ખરેખર ખરે છે એમ કહેવાતું નથી. નિર્જરે છતાં નિર્જરા કહેવાતું નથી. આહાહા..! તેથી તેને નિર્જ્યો કહી શકાતો નથી,...’ છે? આગામી બંધ કરીને નિર્જરે છે તેથી તેને નિર્યો કહી શકાતો નથી; માટે મિથ્યાદૃષ્ટિને પદ્રવ્ય ભોગવતાં બંધ જ થાય છે.’ આહાહા..! ૫દ્રવ્ય ભોગવતાં એટલે પરદ્રવ્યના લક્ષમાં આવતાં એ ભાવને ભોગવતા બંધ જ થાય છે, એમ. આવી ઝીણી વાતું. ક્રિયાકાંડના રસિયાને એકાંત લાગે, ચારે કોર રાડ્યું પાડે છે. ‘સોનગઢ’ એકાંત છે, એકાંત છે, એકાંત છે. પાડે, રાડ્યું પાડે તો એની પાસે રહ્યું. આહા..! મુમુક્ષુ :– ઘરમાં લગન હોય એને ન ખબર હોય તો ૨ાડ્યું પાડે. - ઉત્તર :– એની પર્યાયનું ભાષાનું ત્યાં પરિણમન હોય. એ સમયની પર્યાય જ પરિણમનની હોય એમાં ઇ શું કરે? એ તો પોતાના ભાવને કરે, ભાષા તો (શું કરે)? આહાહા..! આવી વાત આકરી પડે. ઇ કરતાં વ્રત કરવા ને તપસ્યા કરવી ને અપવાસ કરવા, ભક્તિ કરવી, મંદિર કરવા, પાંચ-પચાસ લાખના દાન દેવા એક હારે બધું. (એ બધું સહેલું લાગે). Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ગાથા ૧૯૪ એક જણાનો કાગળ આવ્યો છે. ટ્રસ્ટ ઉપર કાગળ છે. ગામમાં અમારું એક જ ઘર છે દિગંબરનું, શ્વેતાંબરના ૩૫ ઘર છે. મંદિર નથી. ચૈત્યાલય કરાવો. “સોનગઢ'ના ટ્રસ્ટ તરફથી અમને મદદ મળવી જોઈએ. કહો, હવે પૈસાની મદદ માંગે. “નિમચ છે, “નિમચ ગામ. કાલે આવ્યો છે. કહો, હવે અહીંથી પૈસાની મદદ માગે. આહાહા...! અહીં તો કહે છે કે, રાગનો શુભભાવ, એની પણ મદદ ઇચ્છ... આહાહા...! તે કર્મબંધનને કરે છે. આહાહા...! મુમુક્ષુ :- “સોનગઢ ધર્મનું કલ્પવૃક્ષ છે. ઉત્તર :- પૈસા આપનાર “રામજીભાઈ પાસે પૈસા પડ્યા છે. અત્યારે તો “રામજીભાઈ પ્રમુખ તરીકે કર્તા-હર્તા છે ને? એની પાસે માંગે. આહા...! નામ છે એમાં કાંઈક, મુખ્ય માણસ. મુમુક્ષુ :- સોનગઢ પાસે ઘણા પૈસા છે એવી આબરૂ છે. ઉત્તર – વાત સાચી. અરે..! પ્રભુ ! આબરૂ બાપા ! કોને કહેવાય? આહાહા.! આબરૂની પર્યાય બાપા ! એની સામું જોવું નથી. આહાહા...! આજે બપોરે ફરીને આવશે. ૧૧૪ ગાથા. પરદ્રવ્યને તો જોવાની વાત જ મૂકી દે, કહે છે. તારામાં પર્યાય અને દ્રવ્ય બે છે, એમાં પર્યાયચક્ષુ બંધ કરી દે. પછી પર્યાયને ઉઘાડવાનું પછી કહેશે. પહેલી પર્યાયચક્ષુ બંધ કરીને દ્રવ્યચક્ષને (ઉઘાડી જો). પછી કહેશે, દ્રવ્યચક્ષુ બંધ કરીને પર્યાયને જો. એટલે શું? જે સમ્યકજ્ઞાન થયું છે એ દ્વારા પર્યાયને જો. આહાહા...! મુમુક્ષુ :- બેય આંખથી તો આત્માનો સારો (આખો) વૈભવ નજર આવે. ઉત્તર :- બેય આંખથી તો પ્રમાણ જણાય, એ પણ આવશે. એમાં પર્યાયનો નિષેધ આવતો નથી માટે પ્રમાણ તે પૂજ્ય નથી. “ચંદુભાઈ આવે છે ને? આહાહા...! આવશે. બેય આંખથી જોવું. એ તો જ્ઞાન કરાવવા આવશે. પણ પહેલું દ્રવ્યનું જ્ઞાન કરાવ્યું અને પર્યાયનું જ્ઞાન થાય, એ બેયને જોવે તો એને પ્રમાણજ્ઞાન કહેવાય. પણ જ્યાં હજી દ્રવ્ય પોતે જ શું છે? આહા! સ્વને જાણ્યા વિના પરને જાણવાનો વિકાસ ઉઘડ્યો જ ન હોય. આહાહા...! સ્વને જાણ્યા વિના પરને જાણવાનો વિકાસ ઉઘડ્યો જ ન હોય. અને જાણતા પરને જાણવાનો વિકાસ ઉઘડેલો હોય છે. આહાહા.! આકરી વાત છે, ભાઈ ! આહાહા.! જુઓને આ બપોરે પડવાનું છે એટલે લોકોમાં ગભરાટ... ગભરાટ થઈ ગયો છે. અહીં ગામમાં પણ કહે છે એમ થઈ ગયું છે. ભાવનગર’ પડવાનું છે તો અહીં આવે તો? સારું ખાય લ્યો! કહો ! ખાવું હોય ઈ ખાય લ્યો. મુમુક્ષુ :- “સોનગઢમાં તો દૃષ્ટિનો બોંબ ફોડે તો મિથ્યાત્વનો ભૂક્કો થઈ જાય. ઉત્તર :કાંઈ નવી ચીજ છે જ ક્યાં બહારમાં? આહાહા...! જેને રાગ અડતો નથી એને પરદ્રવ્યને અડવું એ વાત (ક્યાંથી હોય)? અભવીને પણ પરદ્રવ્ય અડતું નથી. આહાહા.! આવી ચીજ છે. મોંઘી પડે પણ પ્રભુ કર્યો છૂટકો છે. આ કર્યા વિના ભવના ભ્રમણના અંત Page #48 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૭ નહિ આવે). આહાહા...! એ નરકના દુઃખો. આહાહા...! કેવું “વિષપહાર'? હેં? “વિષપહાર'. કેવા મુનિ? “વાદિરાજ. “વાદિરાજ મુનિને જ્યારે શરીરમાં કોઢ (થયો) છે પછી ભગવાનની સ્તુતિ કરે છે. પ્રભુ ! હું ગયા કાળના દુઃખને જ્યાં સંભારું છું ત્યાં મને ઘા વાગે છે. “ચંદુભાઈ વિષપહાર' સ્તુતિ છે ને? આચાર્ય છે. કોઢ શરીરમાં થયો છે, પછી તો કુદરતી શરીર બદલી જાય છે. એમ કહે છે, પ્રભુ ! આહાહા...! હું ગયા કાળના નરક અને નિગોદના દુઃખને જ્યાં યાદ કરું છું ત્યાં આયુષના... શું કહેવાય? આયુધ... આયુધ. આયુધનો ઘા વાગે છે, પ્રભુ ! એમાં મને પરમાં હોંશું ક્યાંથી આવે? નરકની દસ હજાર વર્ષની સ્થિતિનું એક ક્ષણનું દુઃખ, અહીં એક અગ્નિ, તાપ આકરો આવે ત્યાં પંખા નાખો, હવા નાખો. અર..૨.૨...! એથી તો અનંત અનંત ગુણી પીડા પહેલી નરકે (ભોગવી). ભાઈ ! અગ્નિથી શેકાય ગયેલો અને આયુષ્ય તૂટે નહિ, આયુષ્ય પૂરું થાય નહિ. ભાઈ ! એવા તે તેત્રીસતેત્રીસ સાગર કાઢ્યા છે, બાપા ! એ શીતવેદના... આહાહા. જેમાં લાખ મણનો લોઢાનો ગોળો, લુહારના જુવાન છોકરાએ ઘડી ઘડીને મજબૂત કર્યો હોય એ સાતમી નરકના નારકીની શીતવેદનામાં લાખ મણનો ગોળો મૂકો તોપણ એક ઘડીએ જેમ ઘી ઓગળી જાય (એમ ઓગળી જાય). આહાહા...! અગ્નિના જેમ... શું કહેવાય છે? અગ્નિનું. ફોટાડો ! અગ્નિના ફોટારામાં જેમ અગ્નિ મૂકે એમ ત્યાં એક ક્ષણમાં લાખ મણનો લોઢાનો ગોળો શીતની વેદનામાં ઓગળીને ગળી જાય છે. પ્રભુ ! તેં તેત્રીસ સાગર અનંતા ત્યાં કાઢ્યા છે. આહા..હા...! મુમુક્ષુ - મુનિઓ એવી પર્યાયને યાદ કરતા હશે? ઉત્તર :- આમાં યાદ કરે છે. પોતે વૈરાગ્ય માટે યાદ કરે છે. વૈરાગ્ય માટે કરે છે ને. આહાહા...! અમને ક્યાંથી પરમાં હોંશ આવે? પ્રભુ ! એમ. અમે આવા દુઃખને જ્યાં યાદ કરીએ છીએ ત્યાં કોઈપણ આબરૂ, વખાણ કરે, પ્રશંસા કરે, અમારું મન ત્યાં કયાંય જાય નહિ. ક્યાંય ખેંચાતું નથી, લલચાતું નથી, આહા...! એમ કહે છે. એ તો વૈરાગી મુનિ સંત છે. એ તો જરી રાજાને કહેવાય ગયું હતું કે, તમારા ગુરુને તો કોઢ છે. આવા તમારા ગુરુ કોઢ(વાળા)? ગુરુ આવા પવિત્ર કહેવાય એને કોઢ? શ્રાવક કહે, મહારાજ ! મારા ગુરુને કોઢ નથી, એમ બોલાય ગયું. આહાહા.! એણે ગુરુ પાસે જઈને) કહ્યું, પ્રભુ ! મારાથી આમ બોલાય ગયું છે. બાપુ ! સારું થાશે. ભગવાનનો માર્ગ છે. આહાહા...! પછી આમ સ્તુતિ ઉપાડી. પ્રભુ ! તમે જ્યાં પધારો ત્યાં દેવ આવીને તમારી માતાની એવી સ્થિતિ કરે જાણે આમ પલંગમાં સૂવાડ્યા હોય, બેઠા હોય અને તમે જે ગામમાં આવો તે ગામમાં સોનાના ગઢ અને રતનના કાંગરા થાય, પ્રભુ ! અને તમારી આ સ્તુતિ કરીએ અને આ શરીરમાં આવું રહે. પ્રભુ ! ન રહી શકે. એ.ઈ...! આહાહા...! અને કુદરતે પુણ્યનો યોગ એટલે બન્યું. હૈ? મુમુક્ષુ :- ભગવાન મટાડવા ન આવ્યા? Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૩૪ ૩૫ ઉત્તર :- મારે તો એ કહેવું હતું, એના દુઃખો. અહીં જરીક અનુકૂળતા મળે એમાં) આમ લલચાય જાય છે. પ્રભુ ! શું છે તને? ત્યાંની પીડાની વાત યાદ કરીએ ત્યાં કહે, આયુધ વાગે છે, પ્રભુ ! આહાહા...! અમને બીજી વાતમાં હવે શી રીતે ગોઠે ? કહે છે. આહા.! આવા દુ:ખને જ્યાં અમે યાદ કરીએ છીએ ત્યાં અમને અનુકૂળતાના ઢગલા ખેંચી જાય અને લલચાય જાય (એમ કેમ બને એમ કહે છે. આહાહા...! અહીં કહે છે, “સમ્યગ્દષ્ટિને... આહાહા.! “રાગાદિક નહિ હોવાથી આગામી બંધ કર્યા વિના જ તે ભાવ નિરી જાય છે તેથી તેને નિર્જર્યો કહી શકાય છે...” ઓલાને નિજર છે છતાં બંધ કરે છે માટે નિર્જરા કહી શકાતી નથી. આને તો નિર્જરા કહી શકાય છે. વેદન જરી થયું એ છૂટી જાય છે. છૂટ્ય ઇ છૂટ્યું છે. આહાહા. સમ્યગ્દષ્ટિને પરદ્રવ્ય ભોગવતાં નિર્જરા જ થાય છે. આ રીતે સમ્યગ્દષ્ટિને ભાવનિર્જરા થાય છે.” લ્યો ! પહેલી ગાથામાં દ્રવ્યનિર્જરાની (વાત) હતી, બીજી ભાવનિર્જરાની (કહી). શ્લોક-૧૩૪ (મનુષ્યમ) तज्ज्ञानस्यैव सामर्थ्य विरागस्यैव वा किल। यत्कोऽपि कर्मभिः कर्म भूज्जानोऽपि न बध्यते।।१३४।। હવે આગળની ગાથાઓની સૂચનારૂપ શ્લોક કહે છે : શ્લોકાર્થ:- [વિત ] ખરેખર [ તત્ સામર્થ્ય ] તે (આશ્ચર્યકારક) સામર્થ્ય [ જ્ઞાનચ 94 ] જ્ઞાનનું જ છે [ વા ] અથવા [ વિરા Iચ વ ] વિરાગનું જ છે [ ] કે [વ: બપિ ] કોઈ સમ્યગ્દષ્ટિ જીવ) [ કર્મ મુજ્ઞાન: પ ] કર્મને ભોગવતો છતો [ મિઃ ન વધ્યતે ] કર્મોથી બંધાતો નથી! (અજ્ઞાનીને તે આશ્ચર્ય ઉપજાવે છે અને જ્ઞાની તેને યથાર્થ જાણે છે) ૧૩૪. Page #50 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૭ શ્લોક-૧૩૪ ઉપર પ્રવચન ૧૩૪ કળશ. | (અનુષ્ટ્રમ) तज्ज्ञानस्यैव सामर्थ्य विरागस्यैव वा किल। यत्कोऽपि कर्मभिः कर्म भूज्जानोऽपि न बध्यते।।१३४।। ખરેખર તે (આશ્ચર્યકારક) સામર્થ્ય...” તિ સામર્થ્ય એમ છે ને? તે (આશ્ચર્યકારક) સામર્થ્ય.” [જ્ઞાનચ વી આહાહા.! આત્માનું છે એ તો. આહાહા.! ચૈતન્ય ભગવાન આનંદનો સાગર, એકલા સુખના સાગરના નીરથી ભરેલો. આ સાગરમાં પાણી ભર્યું છે અને અહીં સુખનો સાગર, સુખ ભર્યું છે. આહાહા...! અતીન્દ્રિય આનંદના નીરથી ભરેલો ભગવાન... આહાહા...! એના જ્ઞાનનું જ એ બધું માહાભ્ય છે. આહાહા...! એ બધું આત્માના સ્વભાવનું માહાસ્ય છે અથવા વિરાગનું જ છે...” પર તરફનો વૈરાગ્ય, પુણ્ય અને પાપના ભાવથી વિરક્ત અને સ્વભાવમાં રક્ત. અજ્ઞાની સ્વભાવથી વિરક્ત અને પુણ્ય-પાપમાં રક્ત (છે). દૃષ્ટિ ગુલાંટ ખાય છે. આહાહા...! સમ્યગ્દષ્ટિ સ્વભાવમાં રક્ત અને પુણ્ય-પાપના બેય ભાવથી વિરક્ત એને વૈરાગ્ય કહીએ. બહારના દુકાન, બાયડી, છોકરા છોડીને બેઠો માટે વૈરાગી છે, એમ નહિ. શુભ અને અશુભ રાગથી જે વૈરાગ્ય કરે છે, એમાંથી રક્તપણું છોડી ફ્લે છે. આહાહા.! એને જ્ઞાની અને વૈરાગી કહેવામાં આવે છે. આહાહા.! આવી વાત છે. ખરેખર.” તિત્વ સામર્થ્ય તે આશ્ચર્યકારક) સામર્થ્ય જ્ઞાનનું જ છે અથવા વિરાગનું જ છે.” [વ: મ]િ “કોઈ (સમ્યગ્દષ્ટિ જીવ.” [ર્મ મુક્ઝાનઃ | ‘કર્મને ભોગવતો છતો...... આહાહા.! જનેતાને નગ્ન દેખતાં જેમ લાજી જાય છે એમ સમકિતી પરવસ્તુને ભોગવતા લાજ પામી જાય છે. તેના તરફના આશ્રયમાં લાજ પામી જાય છે. અરે.રે....! આ શું? આહાહા.! ઝીણી વાત છે, પ્રભુ ! મારગ બહુ ઝીણો છે. ઓલું નહોતું થયું? “ગાંધી”. નૌઆખલી દેશમાં નહિ? મુસલમાનો હિન્દુઓને એવું નુકસાન કરતાં કે, ચાલીસ વર્ષની મા અને વીસ વર્ષનો છોકરો, બેને નાગા કરીને (ભીડવે). અરે... પ્રભુ! જમીન મારગ આપે તો સમાય જઈએ. આ શું કરે છે? આહાહા...! એમ ધર્મીને પરદ્રવ્ય પ્રત્યેનો પ્રેમ એવો ઉડી ગયો છે. આહાહા! કે જેના આત્માના પ્રેમ આડે, પરથી તો પુણ્ય-પાપના વિકલ્પથી પણ જેને વૈરાગ્ય થઈ ગયો છે. આહાહા...! ઈ ગાથા કહેશે. જ્ઞાન અને વૈરાગ્યનું સામર્થ્ય કહે છે ને? એનો આ કળશ છે ઈ ઉપોદ્યાત છે. કોઈ સમ્યગ્દષ્ટિ જીવ) કર્મને ભોગવતો છતો કર્મોથી બંધાતો નથી” ઈ “કર્મ' શબ્દ Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૩૪ જરી રાગ આવે છે છતાં ત્યાં રાગનો પ્રેમ નથી એટલે બંધાતો નથી. ભાષા કર્મની લીધી છે. ‘(અજ્ઞાનીને તે આશ્ચર્ય ઉપજાવે છે અને જ્ઞાની તેને યથાર્થ જાણે છે).' અજ્ઞાનીને આશ્ચર્ય થાય કે, આહાહા...! છ ખંડનું રાજ, આટલો ભોગ અને કાંઈ નહિ? અને અમે મહાવ્રત ધારી, હજારો રાણી છોડીને બેઠા હોય અમને હજી વૈરાગ્ય પણ નહિ? બાપુ! આ વસ્તુ એવી (છે). શુભ-અશુભ ભાવથી ખસી જતાં સ્વભાવમાં અસ્તિત્વમાં જતાં શુભાશુભ ભાવમાં નાસ્તિપણું આવતાં જે વૈરાગ્ય થાય તેને વૈરાગ્ય કહે છે. આહા.હા! વિશેષ કહેશે.. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) રાત્રે (ચર્ચામાં) કહેલ કે પૈસાવાળા બહુ તો પશુમાં જવાના... એનો અર્થ કે જેને ધરમ નથી, જેને સસમાગમમાં, શાસ્ત્રના શ્રવણ-મનનમાં ૨-૪ કલાક ગાળવા જોઈએ એ ગાળતો નથી, એથી એને પુછ્યું નથી; ધરમ તો એકકોર રહ્યો! જે ભગવાન આત્મા અનંતગુણનો પિંડ પ્રભુ છે એની સમ્યગ્દર્શનની પ્રતીતિરૂપ ધરમ નથી તેને ૨૪ કલાક પૈસામાં આ...આ...આ.... હોળી સળગ્યા જ કરે છે. પૈસાની હોળીમાં આખો દિ એકલું પાપ પાપ હો! ધરમ તો નથી ને એકલું પાપા એને પુષ્ય નથી. માટે હંમેશા ૨-૪ કલાક શાસ્ત્રશ્રવણ–વાંચન, દેવ-દર્શન, સાંભળવું-સસમાગમ કરવો–એવું તો જેને ૨૪ કલાકમાં નથી એને તો એકલું પાપ છે, અને તે મધ્યમ પાપ છે એટલે તિર્યંચમાં જવાના આહાહાઅત્યારે રળી લઈએ, પછી ધરમ કરીશું-એમ માને પણ અત્યારે એટલે શું? પાપ અત્યારે કરી લઈએ, પછી પુણ્ય-ધરમ કરીશું. ઈષ્ટોપદેશમાં તો ત્યાં લગી કહ્યું છે કે કોઈ માણસ શરીરે કાદવ ચોપડીને પછી કૂવો ખોદીને પાણીથી સ્નાન કરીશું એમ કહે, એમ પહેલાં પૈસા રળી લઈએ ને પછી દાન કરીશું! દાન કરવા માટે પહેલાં પાપ કરે છે ને પુણ્યની પછી વાત છે. પહેલાં શરીરને મેલ લગાડીયે પછી કૂવો ખોદીને પાણી કાઢીને સ્નાન કરીશુંઆહાહા! ક્યારે કૂવો ખોદે ને ક્યારે પાણી નીકળેએનું કાંઈ ઠેકાણું શું થાયા વિચાર કર્યો છે કે હવે પછીનો અનંતકાળ ક્યાં ગાળવો છે? અરેરા એથી તો આચાર્યદેવે કહ્યું છે કે પુણ્યથી વૈભવ મળે, વૈભવમાંથી મદ મળે–મદ થાય, મદથી મતિ ભ્રષ્ટ થાય, મતિ ભ્રષ્ટથી ઢોરમાં જાય-તિર્યંચમાં જાય. કારણ કે આર્ય માણસને દારૂ-માંસ તો હોય નહીં. આહાહાહા! આત્મધર્મ અંક-૧, જાન્યુઆરી-૨૦૦૮ Page #52 -------------------------------------------------------------------------- ________________ ३८ ગાથા-૧૯૫ સમયસાર સિદ્ધિ ભાગ-૭ अथ ज्ञानसामर्थ्यं दर्शयति जह विसमुवभुंजंतो वेज्जो पुरिसो ण मरणमुवयादि । पोग्गलकम्मस्सुदयं तह भुंजदि णेव बज्झदे णाणी । । १९५ ।। यथा विषमुपभुज्जानो वैद्यः पुरुषो न मरणमुपयाति । पुद्गलकर्मण उदयं तथा भुंक्ते नैव बध्यते ज्ञानी । । १९५ । । यथा कश्चिद्विषवैद्यः परेषां मरणकारणं विषमुपभुज्जानोऽपि अमोघविद्यासामर्थ्येन निरुद्धतच्छक्तित्वान्न म्रियते, तथा अज्ञानिनां रागादिभावसद्भावेन बन्धकारणं पुद्गलकर्मोदयमुपभुज्जानोऽपि अमोघज्ञानसामर्थ्यात् रागादिभावानामभावे सति निरुद्धतच्छक्तित्वान्न बध्यते ज्ञानी । હવે જ્ઞાનનું સામર્થ્ય બતાવે છે : જ્યમ ઝેરના ઉપભોગથી પણ વૈદ્ય જન મરતો નથી, ત્યમ કર્મઉદયો ભોગવે પણ જ્ઞાની બંધાતો નથી. ૧૯૫. ગાથાર્થ :- [ ચચા ] જેમ [ વૈદ્યઃ પુરુષઃ ] વૈદ્ય પુરુષ [ વિષમ્ ૩૫મુખ્ખાન: ] વિષને ભોગવતો અર્થાત્ ખાતો છતો [ મરળમ્ ન ઉપયાતિ ] મરણ પામતો નથી, [ તથા ] તેમ [ જ્ઞાની ] શાની [ પુન્નનર્મનઃ ] પુદ્ગલકર્મના [ વર્ષ ] ઉદયને [ મુંન્ને ] ભોગવે છે તોપણ [ ન વ વધ્યતે ] બંધાતો નથી. ટીકા :- જેમ કોઈ વિષવૈદ્ય, બીજાઓના મરણનું કારણ જે વિષ તેને ભોગવતો છતો પણ, અમોઘ (રામબાણ) વિદ્યાના સામર્થ્ય વડે વિષની શક્તિ રોકાઈ ગઈ હોવાથી, મરતો નથી, તેમ અજ્ઞાનીઓને રાગાદિભાવોના સદ્ભાવથી બંધનું કારણ જે પુદ્ગલકર્મનો ઉદય તેને જ્ઞાની ભોગવતો છતો પણ, અમોઘ જ્ઞાનના સામર્થ્ય દ્વારા રાગાદિભાવોનો અભાવ હોતાં (-હોઈને) કર્મોદયની શક્તિ રોકાઈ ગઈ હોવાથી, બંધાતો નથી. ભાવાર્થ :- જેમ વૈદ્ય મંત્ર, તંત્ર, ઔષધ આદિ પોતાની વિદ્યાના સામર્થ્યથી વિષની મ૨ણ કરવાની શક્તિનો અભાવ કરે છે તેથી વિષ ખાવા છતાં તેનું મરણ થતું નથી, તેમ જ્ઞાનીને Page #53 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૯૫ જ્ઞાનનું સામર્થ્ય એવું છે કે કર્મોદયની બંધ કરવાની શક્તિનો અભાવ કરે છે અને તેથી કર્મના ઉદયને ભોગવવા છતાં જ્ઞાનીને આગામી કર્મબંધ થતો નથી. આ પ્રમાણે સમ્યજ્ઞાનનું સામર્થ્ય કહ્યું. પ્રવચન નં. ૨૭૨ ગાથા-૧૯૫, ૧૯૬ ગુરુવાર, અષાઢ વદ ૩, તા. ૧૨-૦૭-૧૯૭૯ સમયસાર ૧૯૫ ગાથા. जह विसमुव जंतो वेज्जो पुरिसो ण मरणमुवयादि । पोग्गलकम्मस्सुदयं तह भुंजदि णेव बज्झदे णाणी।।१९५।। જયમ ઝેરના ઉપભોગથી પણ વૈદ્ય જન મરતો નથી, ત્યમ કર્મઉદયો ભોગવે પણ જ્ઞાની બંધાતો નથી. ૧૯૫. ટીકા :- જેમ કોઈ વિષવૈદ્ય, બીજાઓના મરણનું કારણ બીજાઓ જો ખાય તો મરી જાય એવું ઝેર. જે વિષ તેને ભોગવતો છતો પણ, અમોઘ (રામબાણ) વિદ્યાના સામર્થ્ય વડે...” અમોઘ વિદ્યા, સફળ વિદ્યા, રામબાણ વિદ્યા. એ વિદ્યાના પ્રયોગથી વૈદ્ય ઝેરમાં મરવાનું છે એ રહે નહિ. વિદ્યાના સામર્થ્ય વડે વિષની શક્તિ રોકાઈ ગઈ...” છે. ઝેરની શક્તિ ત્યાં રોકાય જાય છે. આ તો દગંત છે. “મરતો નથી, તેમ અજ્ઞાનીઓને રાગાદિભાવોના સદ્ભાવથી બંધનું કારણ...” એમ કહ્યું હતું ને પહેલું? “વિષવૈદ્ય બીજાઓના મરણનું કારણ...” એમ કહ્યું હતું. એમ અજ્ઞાનીને) આત્માના આનંદના સ્વાદની ખબર નથી, અતીન્દ્રિય આનંદ પ્રભુ છે એની એને ખબર નથી. એવા અજ્ઞાનીઓને “રાગાદિભાવોના સદૂભાવથી બંધનું કારણ જે પુદ્ગલકર્મનો ઉદય. આહા.! તેને જ્ઞાની ભોગવતો છતો...” ભાષા સમજાવવા તો એમ કહે ને? બાકી ખરેખર તો ધર્મ એવી ચીજ છે કે આત્માના આનંદના સ્વાદમાં એને રાગાદિ આવે એ બધો જ્ઞાનીને ઝેર જેવો લાગે છે. આહાહા.! ધર્મ ચીજ કોઈ એવી છે. સાધારણ કોઈ વાત નથી કે દયા પાળી ને વ્રત કર્યા ને અપવાસ કર્યા (એટલે) થઈ ગયો ધર્મ. ધરમ તો ધર્મી એવો જે આત્મા, એને સ્પર્શીને જે જ્ઞાન ને આનંદ આવે એ જ્ઞાન અને આનંદના બળથી અજ્ઞાનીને જે કર્મ ભોગવતા બંધ થાય... આહા...! તેને જ્ઞાની ભોગવતો છતો...” આહા! “છતો પણ, અમોઘ જ્ઞાનના સામર્થ્ય...” ઓલામાં અમોઘ વિદ્યાનું સામર્થ્ય હતું. આમાં અમોઘ જ્ઞાનનું સામર્થ્ય (લીધું). આહા...! એ જ્ઞાનનું સામર્થ્ય એટલે? ચૈતન્ય સ્વભાવ પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ વીતરાગ સ્વરૂપ, એવું જે અનુભવમાં આવ્યું છે એ અનુભવના સામર્થ્યના બળ વડે અજ્ઞાનીને જે રાગાદિને કારણે બંધનું કારણ હતું તે જ્ઞાનીને નિર્જરાનું કારણ થાય છે. આહા.! પણ કારણ આ. આહાહા..! Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ આત્માનો સ્વભાવ પરમાત્મસ્વરૂપે એ તો છે. પરમ સ્વરૂપ, દરેક ગુણ પરમ સ્વરૂપે પૂર્ણ બિરાજે છે. એવા સ્વરૂપનું સ્વસંવેદન, સ્વ નામ પોતાનું સં (નામ) પ્રત્યક્ષ, પરની અપેક્ષા વિના વેદન થાય તે વેદન આગળ અજ્ઞાનીને જે રાગાદિને કારણે ઉદયમાં બંધ થતો હતો), તે જ્ઞાનીને ઉદયમાં બંધ થતો નથી. આહાહા...! એવું માહાસ્ય ચૈતન્યનું છે. એવું માહાભ્ય કોઈ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામનું એવું માહાસ્ય નથી. એ તો બંધના કારણ છે). સંસાર, ઘોર સંસાર (છે). આહાહા.! ત્યારે ભગવાન આત્મા, પૂર્ણ અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનું વેદન હોવાથી જ્ઞાનીને, જે અજ્ઞાનીને બંધનું કારણ છે, એ જ જ્ઞાનીને નિર્જરાનું કારણ છે. છે? “અમોઘ જ્ઞાનના સામર્થ્ય દ્વારા રાગાદિભાવોનો અભાવ હોતાં...” કેમકે એને રાગનો પ્રેમ જ નથી, ઝેર દેખે છે. આહાહા...! આત્માના અમૃતના અતીન્દ્રિય, અચિંત્ય અનંત કાળમાં નહિ વેઠ્યો, જાણ્યો એવો આત્માનો સ્વભાવ વેઠ્યો, એ સ્વભાવના બળના જોરે. અમોઘ બાણ એટલે ઈ. આહા...! “રાગાદિભાવોનો અભાવ હોતાં.” જરી રાગ છે પણ રાગનો રાગ નથી. વીતરાગ સ્વરૂપે પ્રભુ બિરાજે છે), એના પ્રેમમાં સ્વસંવેદન આગળ રાગની કાંઈ કિંમત નથી. આહાહા...! બહારની ચીજની તો કોઈ કિમત છે જ નહિ. શરીર કે પૈસા કે આબરુ કે, એ કોઈ ચીજ નથી, એ તો જગતની જડ ચીજ (છે). પણ આત્માના આનંદના સ્વાદ આગળ કર્મના ઉદયનો રાગ આવે અને ભોગવે પણ ખરો. આહાહા...! પણ જ્ઞાન અને આનંદના સ્વાદની મીઠાશની અધિકતાને લઈને, એ રાગમાં મીઠાશ ઉડી ગઈ છે. આવી વાત છે. ચાહે તો ચૂકવર્તીનું રાજ હો, પણ એ તો જડ છે, પર છે. એમાં તો સુખબુદ્ધિ ઊડી ગઈ છે, ધર્મીને પોતાની સુખબુદ્ધિ થઈ તેથી પરમાંથી તો સુખબુદ્ધિ ઊડી ગઈ છે પણ રાગમાંથી પણ સુખબુદ્ધિ ઊડી ગઈ છે. આહાહા. કેટલી શરતુંવાળો ધર્મ આવો ધર્મ એ ‘અમોઘ જ્ઞાનના સામર્થ્ય દ્વારા.” જ્ઞાન એટલે એકલું જાણવું, એમ નહિ. એ જાણવું એવું તો અગિયાર અંગનું જ્ઞાન અનંતવાર થયું, પણ જ્ઞાનસ્વરૂપ એવો આત્મા, એને સ્પર્શીને સ્વસંવેદન થાય. સ્વ (અર્થાતુ) પોતાનું, સં (નામ) પ્રત્યક્ષ. પર અને રાગના વિકલ્પ ને પરની અપેક્ષા વિના (થયેલું જ્ઞાન). તે વેદનના બળથી તેને રાગના વેદનમાં પ્રેમ અને રુચિ નથી. તેથી તે રાગ ખરી જાય છે. આહાહા.! “બંધાતો નથી. છે? બાગાદિભાવોનો અભાવ હોતાં –હોઈને) કર્મોદયની શક્તિ રોકાઈ ગઈ છે. આહાહા...! કર્મનો ઉદય છે એ નવા બંધનું કારણ થાય, એ શક્તિ રોકાઈ ગઈ છે. આહાહા...! અમોઘ આત્માના આનંદના સ્વાદના સામર્થ્ય વડે “રાગાદિભાવોનો અભાવ હોતાં....” (અર્થાતુ) રાગનો રાગ ન હોતાં. આહાહા...! એક મ્યાનમાં બે તલવાર ન રહે. એમ જેને આત્મબુદ્ધિ, સુખબુદ્ધિ અંદરમાં ઉત્પન્ન થઈ એને રાગમાં સુખબુદ્ધિ ઊડી જાય છે. આહાહા.! પરદ્રવ્યની તો વાત Page #55 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૯૫ ૪૧ જ શું કરવી? પરદ્રવ્યમાં તો કાંઈ છે જ નહિ, સુખેય નથી અને દુઃખેય નથી, એ તો શેય છે. પણ પર્યાયમાં રાગ છે (એ) દુઃખ છે અને ઝેર છે. ચાહે તો શુભરાગ હોય તોપણ ઘોર સંસાર છે. ભગવાન આત્મા રાગની આકુળતા વિનાની ચીજ, એવી અનાકુળ ચીજના વેદનની આગળ રાગનો ભાગ આવે છતાં તેનું વેદન નથી. વેદે છે એ તો પહેલું થોડું આવી ગયું, એ જુદું. પણ સ્વામીપણું ધણીપત્તે વેદન નથી, મારાપણે વેદન નથી. આહાહા...! આવો ધર્મ. રાગાદિભાવોનો અભાવ હોતાં –હોઈને) કર્મોદયની શક્તિ રોકાઈ ગઈ... છે. આહાહા...! શું કહે છે? પૂર્વનો જે કર્મનો ઉદય છે, રાગ થઈને એનાથી બંધન થાય એ શક્તિ રોકાઈ ગઈ. કર્મોદયના ઉદયની શક્તિ, તેના લક્ષે જરી રાગ થયો એ પણ રોકાઈ ગયો. રાગનો રસ ન રહ્યો, ઝેર છે. આહાહા...! જેને ઇન્દ્રના ઇન્દ્રાસનોના ભોગ ઝેર જેવા દેખાય છે. સમકિતીને આત્માના આનંદના સ્વાદ આગળ ઈન્દ્રના ઈન્દ્રાસનો અને ઇન્દ્રાણીઓના ભોગ ઝેર જેવા દેખાય છે. એ કારણે કર્મોદયની શક્તિ જે બંધનું કારણ થાય એવા રાગ થાય, તે રાગ એને થતો નથી. આહાહા...! આવી વાત છે. મુમુક્ષુ :- કર્મ તો પુદ્ગલ છે એની શક્તિ શી રીતે રોકાય? ઉત્તર :- શક્તિ એટલે કર્મ થઈને અહીં રાગ થાય છે એમાં નિમિત્ત થાય છે ને? અહીં તો કહે છે, એને રાગ જ થતો નથી, એમ કહે છે. કર્મોદયની શક્તિ એટલે એ તો જડ છે, પણ તેના લક્ષે જરી રાગ થાય એ રાગ થયો છે એને થયો જ નથી, કહે છે. કારણ કે ઉદય આવ્યો તો એનું બંધનું કારણ થાય, પણ અહીં બંધનું કારણ થતું નથી. એટલે કર્મોદયની શક્તિ રોકાઈ ગઈ, રાગ જ થયો નહિ. થયો તે થયો નહિ, થયો તે થયો નહિ. આહાહા...! પોતાના આનંદના ખેંચાણ આગળ, સમ્યગ્દર્શન એટલે પોતાના આનંદનું ખેંચાણ થઈ ગયું છે. લોહચુંબક જેમ સોયને ખેંચે છે એમ અતીન્દ્રિય આનંદનું ખેંચાણ થઈ ગયું છે. એના પ્રેમ અને ખેંચાણથી કર્મોદયથી જરી રાગ થયો એનું ખેંચાણ ટળી ગયું છે. આહાહા...! આવો માર્ગ છે. તદ્દન નિવૃત્તસ્વરૂપ છે. સારી દુનિયાના પદાર્થથી તો નિવૃત્ત સ્વરૂપ છે પણ રાગાદિનો વિકલ્પ ઉઠે એનાથી પણ પ્રભુ તો નિર્વિકલ્પ સ્વરૂપ, તદ્દન નિવૃત્તસ્વરૂપ છે. આહાહા.! એવા નિવૃત્તસ્વરૂપ, એનો જ્યાં અંદર સ્વાદ આવ્યો, એનું સ્વસંવેદન આવ્યું.... આહાહા. એમાં જે આનંદ ને જ્ઞાન ને શાંતિ હતી એનો નમૂનો જ્યાં દશામાં આવ્યો, એ વેદનની આગળ રાગની કોઈ કિમત રહી નહિ. આહાહા...! આવો માર્ગ છે. રાગ આવે છતાં તેની કિમત ન રહી. અણમૂલ્ય ચીજનું જ્યાં મૂલ્ય થયું... આહાહા...! અણમૂલી ચીજ પ્રભુ છે, એનું જ્યાં મૂલ એટલે કિમત જ્યાં થઈ ત્યાં રાગાદિની કિંમત ઊડી જાય છે. તેથી કર્મોદયના ઉદયની શક્તિ રોકાઈ ગઈ છે, એમ કહે છે. એનો અર્થ છે કે, ઉદયથી Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ જે બંધ થાય એ બંધ થતો નથી. આહાહા.. આ બાજુ વિશેષ ઉદય થઈ ગયો છે. અતીન્દ્રિય સ્વસંવેદન અને આનંદના જોરના બળથી આ શક્તિ રોકાઈ ગઈ, આ શક્તિ વધી ગઈ. સમજાણું કાંઈ? આહાહા.! ભગવાન અતીન્દ્રિય આનંદનું દળ, માખણનો પીંડલો જેમ હોય એમ આ પ્રભુ અતીન્દ્રિય આનંદનો પીંડલો છે. આહાહા. એના જ્યાં વેદન આવ્યા, એ વેદનની આગળ કર્મઉદયથી થયેલો જરી રાગ, થયેલો છે નબળાઈને લઈને પણ એનાથી પછી બંધ થતો નથી. આવું સ્વરૂપ છે. જેને હજી આ વાત જ્ઞાનમાં પણ આવતી નથી એ વેદનમાં ક્યારે આવે? જ્ઞાનમાં પણ એ વાત હજી બેસતી નથી અને આ દયા, દાન ને વ્રત ને એ વિકલ્પો છે એ કારણ થશે (એમ માને છે). કારણ થશે એનો પ્રેમ કેમ જાય? આહાહા.! એનાથી લાભ થશે એને પોતાથી જુદો માને કેમ? એનાથી ખેંચાણ કેમ પાછુ ફરે? આહા! અજ્ઞાનીને રાગ ખેંચાણ કરે છે. આહાહા..! કેમકે ભગવાન આત્મા અતીન્દ્રિય સુખનું નીર ભર્યું છે. અતીન્દ્રિય સુખનો સાગર ભર્યો છે. એવા સુખના સાગરના નમૂનામાં, નમૂનામાં... આખો સ્વાદ તો પર્યાયમાં કયાંથી આવે? આહા...! “સુમનભાઈ! છે ત્યાં ક્યાંય તમારે ? નથી ક્યાંય. પૈસા છે ત્યાં. એટલો બધો પૈસો, ત્રણ-ચાર કરોડ રૂપિયાની પેદાશ. મોટા રાજા જેમ. ધૂળમાં બધા ભિખારા છે, રાંકા છે. આત્માની બાદશાહી, અનંત ગુણથી ભરેલો ભગવાન, એનો આદર છોડીને એક રાગના કણને તેના ફળ તરીકે મળેલી સામગ્રી, એનો આદર કરે છે તે ભગવાનનો અનાદર કરે છે. આહા...! અને જેને ભગવાન આત્માનો આદર થયો, અનુભવીને, હોં! સ્વસંવેદન થઈને... આહાહા..! આ ચીજ દુનિયામાં ક્યાંય, આની પાસે કોઈની કિમત નથી. આહાહા.! એવું જે આત્મજ્ઞાન, આત્મજ્ઞાન ને? નિમિત્તનું, રાગનું કે પર્યાયનું જ્ઞાન એમ ન કહ્યું, આત્મજ્ઞાન. વસ્તુ છે તેનું જ્ઞાન. આહાહા.! તે જ્ઞાનમાં આનંદ આવતાં કર્મોદયની શક્તિ રાગથી નવું બંધન થવું જોઈએ એ અટકી જાય છે. દેવીલાલજી આવી વાત છે. આહા! મુમુક્ષુ :- રાગ સાવ લૂખો થઈ ગયો. ઉત્તર :- લુખો નહિ, છે જ નહિ હવે. છે જ નહિ. આહાહા.! કાળો નાગ આમ દેખે ત્યાં નજીક જાતો હશે? પાંચ હાથનો લાંબો કાળો, જાડો (નાગ જુવે તો) નજીક જાતો હશે? આહાહા...! એમ આત્માના આનંદના સ્વસ્વાદની આગળ રાગ છે એ કાળો નાગ છે. એ શુભરાગ, હોં! અશુભરાગના પાપ હિંસા, જૂઠું, ચોરી, વિષયવાસના એની તો વાત શું કરવી? બાપુ એ તો... આહાહા...! જ્ઞાનીને શુભરાગમાં પ્રેમ આવતો નથી. આહાહા...! આ આંતરો સ્વના વેદનનો છે. અનાદિનું જે રાગનું વદન હતું, કર્મચેતનાનું વદન હતું, એ જ્યાં જ્ઞાનનું વદન થાય છે, Page #57 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૯૫ ૪૩ જ્ઞાનચેતના, પર્યાયમાં હોં! આહાહા...! એકલી જ્ઞાનચેતના નહિ, જ્ઞાન સાથે આનંદનું ચેતવું – વેદવું. આહા! અનંતા ગુણોની શક્તિની વ્યક્તિનું વેદવું. આહાહા...! એને પૂર્વના કર્મનો ઉદય, અજ્ઞાનીને બંધનું કારણ છે ઈ આને બંધનું કારણ થતું નથી. આહાહા.! જુઓ! આ વીતરાગ માર્ગ. આહાહા...! જૈન પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થકર વીતરાગ, એણે જેને ખાણું ખોલીને બતાવ્યો કે, આહા.! તારી ખાણમાં તો પ્રભા અનંત અનંત ગુણો ભર્યા છે. પાર ન મળે, પાર ન મળે, ભાઈ! ક્ષેત્રથી જુઓ તો નાનો શરીર પ્રમાણે લાગે છે પણ તું ભાવથી જો તો પ્રભુ પાર નથી. આહા.! એ ખાણમાં એટલા ગુણો ને એટલી શાંતિ ને એટલો આનંદ ને એટલી સ્વચ્છતા અને એટલી પ્રભુતા ભરી છે કે જે એક એક ગુણનો અંત ન આવે. અનંત ગુણની સંખ્યાનો તો અંત ન આવે. આહાહા...! અનંત અનંત ગુણની સંખ્યાનો તો અંત ન આવે પણ એક એક ગુણની શક્તિના સામર્થ્યનો અંત ન આવે. આહાહા.! એવા ગુણના વેદન આગળ ધર્મીને કર્મનો ઉદય બંધનું કારણ તે રોકાઈ જાય છે. આવી વાત છે. આટલા અપવાસ કરે માટે રોકાય જાય છે, આવું મંદિર બનાવે, પાંચ-પચાસ લાખ ખર્ચીને મંદિર બનાવે એની સાથે શું છે? લોકો બાહ્યની પ્રવૃત્તિ દેખી અને એમાંથી માપ કાઢે છે કે, આણે કાંઈક કર્યું. કર્યું, પરના કર્તાપણાની બુદ્ધિ કરી. આહાહા.! અહીંયાં તો પ્રભુ છે એણે અંદર શું કર્યું? મહાપ્રભુ બિરાજે છે એ રાગની આડમાં પ્રભુ તને દેખાતો નથી. દરિયો મોટો પાણીથી ભર્યો હોય, ચાર હાથની પર્યચ – કપડું જો કાંઠે નાખે તો ન દેખાય, દરિયો ભર્યો ન દેખાય. એમ ભગવાન અનંત ગુણથી, શાંતિ, આનંદથી ભરેલો ભગવાન છે પણ રાગના કણની મીઠાશના પર્યચ આડે પ્રભુ દેખાતો નથી. આહાહા..! “કાંતિભાઈ આવું કોઈ દિ' સાંભળ્યું નથી. આહા...! પોપટભાઈના સાળા પાસે બહુ પૈસા હતા. એનો) છોકરો આવ્યો હતો. તમને ખબર છે? તમે ત્યાં હતા? ત્યાં આવ્યો હતો, “મુંબઈ આવ્યો હતો, પગે લાગ્યો હતો. એમ બોલ્યો, મારા બાપને આવવાનો ભાવ હતો, એમ બોલ્યો. “રામજીભાઈ હતા ને? મારા બાપાને ભાવ હતો, એમ બોલ્યો. અહીં આવ્યો એટલે બોલવું પડે. બે-અઢી અબજ રૂપિયા. ગુંચાઈ ગયા, મરી ગયા. અર.૨.૨...! આ તો અનંત અનંત અનંત અનંત અબજો ગુણનો પાર નહિ. અનંત અબજ, હોં! અનંત અબજ જે છેલ્લો અનંત અબજમાં છેલ્લો અનંતો જેમાં નથી. આહાહા...! એવો જે ભગવાન આત્મા, એનો જેણે પત્તો લીધો. આહાહા.. જેના પાતાળનો પાર ન મળે એનો પત્તો લીધો. કીધું હતું પહેલા? જગતના પાણી છે, પાતાળ કહે છે પણ એના અંત આવી જાય. પાતાળની હેઠે નરક છે. ગમે એવું પાણી ઊંડું ઊંડું ઊંડું હોય, પણ તરત પહેલી નરકનો પાસડો છે. એક હજાર જોજનમાં છે. એના ઉપર પાણી હોય છે, પાણી અંદર નથી. આહાહા...! ચૌદ બ્રહ્માંડમાં જમીન ઘણી છે અને પાણી થોડું છે, પાતાળ થોડું છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ આહાહા.! આ ભગવાનમાં પાતાળ ઘણું છે. આહા.! એવું જેને અંદર ભાન થયું તેને હવે બંધન થતું નથી. એટલે અબંધસ્વરૂપનું વેદન આવ્યું. અબંધસ્વરૂપી ભગવાન મુક્તસ્વરૂપ છે. આત્મા મુક્તસ્વરૂપ છે, એ મુક્તસ્વરૂપની મુક્તિ પર્યાયમાં અંશે જ્યાં મુક્તિ આવી, આહાહા...! એ આગળ બંધનની કોઈ કિંમત રહી નહિ તીર્થકરગોત્ર જે ભાવે બાંધે એની પણ કિંમત રહી નહિ. આહાહા...! આવે, ભાવ આવે, હોય એના મૂલ, આંક ન રહ્યા હવે. ભૂલ કરતો હતો કે, ઓ...હો..! ઓ...હો..! ઓ.હો... એ અણમૂલ ચીજને જોતાં એ રાગની મૂલની બધી કિમત ઊડી ગઈ. આહાહા.! આવો કેવો ધર્મ ? આહાહા.! બાપુ! એણે એક સમય પણ ત્યાં નજરું કરી નથી. જ્યાં નિધાન ભર્યા છે ત્યાં એક સમય નજર કરી નથી અને જેમાં કાંઈ છે નહિ એમાં અનંતકાળથી ત્યાં નજરબંધી થઈ ગઈ છે. નજરબંધી આહાહા.! નજરથી બંધાઈ ગયો છે. આહાહા...! રાગ ને રાગના ફળ એમાં જેને નજરું બંધાઈ ગઈ છે એની નજરું અંતરમાં જાતી નથી. આહા.! અને અંતરમાં જેની નજરે ગઈ એને રાગ અને રાગના ફળની નજરું અને કિંમત રહેતી નથી. આહાહા...! “ઘીયાજી પૈસા-બૈસાની તો કંઈ ધૂળેય કિમત નથી, અહીં એમ કહે છે. કરોડોપતિ ને અબજોપતિ ને ધૂળપતિ. ધૂળપતિ! આ ચૈતન્યપતિ! આહાહા...! ભાવાર્થ – જેમ વૈદ્ય મંત્ર, તંત્ર, ઔષધ આદિ પોતાની વિદ્યાના બળના સામર્થ્યથી વિષની મરણ કરવાની શક્તિનો અભાવ કરે છે... આહાહા...! આચાર્ય દાખલો કેવો આપે છે. કુંદકુંદાચાર્યનો દાખલો છે – “વિષમુનન્તો'. આહા.! “તેથી વિષ ખાવા છતાં તેનું મરણ થતું નથી, તેમ જ્ઞાનીને જ્ઞાનનું સામર્થ્ય એવું છે.” જ્ઞાનીને આનંદ અને શાંતિ આવી છે તેથી એટલું સામર્થ્ય છે. એકલા જાણપણાની વાત નથી. આહાહા...! જ્ઞાનીને જ્ઞાનનું એટલે આત્માનું સામર્થ્ય છે). અનંતા અનંતા અનંતા ગુણો જેટલા છે (એ) બધાનું સામર્થ્ય પર્યાયમાં ભાન થઈ ગયું છે, વેદનમાં આવી ગયું છે, ભગવાનને ભરોસે લઈ લીધો છે. આહાહા...! રાગને ભરોસે જે રમતો હતો અને આત્મા ભગવાન છે તેને ભરોસે લઈ લીધો છે. એના ભરોસા હવે ટળતા નથી. આહાહા.! એ ભરોસાની આગળ તીર્થકરગોત્રના ભાવનો ભરોસો (તેની) પણ કિમત ઊડી ગઈ છે. આહાહા.! આવી ચીજ છે. લોકોને “સોનગઢનું એકાંત લાગે છે, હોં! બીજું બધું ચારે કોરથી ચાલે છે ને એટલે આ એકાંત લાગે. બાપુ! છે તો એકાંત જ તે. એકાંત જ છે, સમ્યક એકાંત છે. આહા...! પ્રભુ પૂર્ણાનંદનો નાથ જ્યાં અંદરમાં ઢળે છે એ સમ્યક એકાંત છે. આહાહા.! એની પાસે દયા, દાન ને વ્રત ને અપવાસના પરિણામની કોઈ કિંમત જ નથી. કિમત હોય તો ઝેરની કિમત હોય તેવી કિમત છે. આહાહા...! ધર્મીને આત્માનું સામર્થ્ય એવું છે કે, જ્ઞાનનું લખ્યું ને ? કે કર્મોદયની બંધ કરવાની શક્તિનો અભાવ કરે છે...” જોયું? (ટકામાં) છેલ્લું આવ્યું હતું ને? કર્મોદયની શક્તિ રોકાઈ Page #59 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૯૫ ૪૫ ગઈ છે, એનો અર્થ કર્યો. કર્મોદય છે અને એને લઈને રાગ થાય છે અને બંધ થાય છે એ અટકી ગયું છે, “અભાવ કરે છે... આહાહા...! “તેથી કર્મના ઉદયને ભોગવવા છતાં.” જરી રાગ આવે છે, કહે છે. અને રાગને ભોગવે - વેદે પણ છે પણ એ ઝેરના વેદન લાગે છે. આહાહા.! અમૃતના ચોસલાના સ્વાદ આગળ ઝેરના – રાગના સ્વાદ અને આવતા નથી. આહાહા... એથી એને રાગ થતો જ નથી, એમ કહે છે. આહાહા...! આવો માર્ગ સમજવો. ઓલું તો દયા, દાન, વ્રત, ભક્તિ ને અપવાસ કરવાનું કહે તો) સમજાય તો ખરું. બાપુ! શું સમજાય? ભાઈ! જેમાં જન્મ-મરણ રોકાય નહિ, બાપા! એ ચીજમાં શું છે? તારા અબજો રૂપિયા દાનમાં આપ, અબજોના મંદિરો બનાવ એથી શું થયું? એ કોઈ અપૂર્વ ચીજ નથી. આહાહા...! અપૂર્વ ચીજ તો એ રાગના કણથી પણ ભિન્ન પડી અને પ્રભુનો સ્વાદ લેતા જે અનુભવ આવે... આહાહા.! એ અનુભવ આગળ કર્મની શક્તિ રોકાઈ ગઈ છે, અભાવ કરે છે. તેથી કર્મના ઉદયને ભોગવવા છતાં...” ધર્મીને ધર્મ એવી જે આનંદ અને શાંતિ એવી પ્રગટ દશા થઈ માટે. આહાહા...! “આગામી કર્મબંધ થતો નથી. આ પ્રમાણે સમ્યજ્ઞાનનું સામર્થ્ય કહ્યું.” સમ્યજ્ઞાનનું સામર્થ્ય. સમ્યક – જેવી ચીજ પૂર્ણ છે તેવું તેનું સત્ય જ્ઞાન. જેવો પૂર્ણ સ્વભાવ છે, ખજાનો અનંત ગુણનો ખજાનો ભગવાન, એનું સમ્યક – સત્ય જેવું છે તેવું જ્ઞાન થયું. એ સમ્યજ્ઞાનનું સામર્થ્ય આ ગાથામાં કહ્યું. હવે જરી વૈરાગ્યની વાત કરશે. આ અસ્તિથી વાત કરી. એક વિચાર આવ્યો કે તીર્થકર જેવાને માતાના પેટમાં આવવું પડે, સવા નવ માસ પેટમાં સંકોચાઈને રહેવું પડે, જન્મ લેવો પડે આહાહા ઇન્દ્રો જેની સેવા કરવા આવે એવા તીર્થકરોની પણ આ સ્થિતિ અરેરે સંસારા આ શું છે?...વૈરાગ્ય...વૈરાગ્ય... સર્વોત્કૃષ્ટ પુણ્યના ધણી એવા તીર્થકરને પણ માતાના પેટમાં રહેવું પડે! અહાહા! સંસારની છેલ્લી સ્થિતિની વાત છે. અરેરે પ્રભુ! આ સંસારા સંસારની આવી સ્થિતિ વિચારતાં આંખમાંથી આંસુ હાલ્યા જાયા જન્મ લેવા જેવો નથી. તીર્થકરગોત્ર કર્મને પણ ઝેરનું ઝાડ કહ્યું છે; અને જે ભાવે તીર્થકરગોત્ર બંધાય એ ભાવ પણ ઝેર છે, વિષકુંભ છે. તીર્થંકરના અવતારને ઝેરનું ફળ કહે એ તો તીર્થકર કહી શકે. ઝેરના ફળમાંથી ઝેર ઝરે ને અમૃતના ફળમાંથી અમૃત ઝરે. આહાહા! તીર્થંકરની તો જાત જુદી છે છતાં તીર્થકર જેવાની પણ આ સ્થિતિ છે. આહાહા! જન્મ લેવા જેવો નથી. આત્મધર્મ અંક-૧, જાન્યુઆરી-૨૦૦૮ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ هههههههههه ( ગાથા–૧૯૬ ) अथ वैराग्यसामर्थ्य दर्शयति . जह मज्जं पिबमाणो अरदीभावेण मज्जदि ण पुरिसो। दबुवभोगे अरदो णाणी वि ण बज्झदि तहेव ।।१९६।। यथा मद्यं पिवन् अरतिभावेन माद्यति न पुरुषः। द्रव्योपभोगेऽरतो ज्ञान्यपि न बध्यते तथैव ।।१९६।। यथा कश्चित्पुरुषो मैरेयं प्रति प्रवृत्ततीव्रारतिभावः सन् मैरेयं पिबन्नपि तीव्रारतिभावसामर्थ्यान्न माद्यति, तथा रागादिभावानामभावेन सर्वद्रव्योपभोगं प्रति प्रवृत्ततीव्रविरागभावः सन् विषयानुपभुञ्जानोऽपि तीव्रविरागभावसामर्थ्यान्न बध्यते ज्ञानी। હવે વૈરાગ્યનું સામર્થ્ય બતાવે છે - જયમ અરતિભાવે મદ્ય પીતાં મત્ત જન બનતો નથી, દ્રવ્યોપભોગ વિષે અરત જ્ઞાનીય બંધાતો નથી. ૧૯૬. ગાથાર્થ -[ યથા ] જેમ [ પુરુષ: ] કોઈ પુરુષ [ મદ્ય: ] મદિરાને [ અરતિમાન ] અરતિભાવે (અપ્રીતિથી) [ પિવન ] પીતો થકો [ ન માદ્યતિ ] મત્ત થતો નથી, તથા 4] તેવી જ રીતે [ જ્ઞાની પ ] જ્ઞાની પણ [ દ્રવ્યોપમોને ] દ્રવ્યના ઉપભોગ પ્રત્યે [ કરતઃ ] અરત (અર્થાત્ વૈરાગ્યભાવે વર્તતો થકો [ ન વધ્યતે ] (કર્મોથી) બંધાતો. નથી. ટીકા - જેમ કોઈ પુરુષ, મદિરા પ્રત્યે જેને તીવ્ર અરતિભાવ પ્રવર્યો છે એવો વર્તતો થકો, મદિરાને પીતાં છતાં પણ તીવ્ર અરતિભાવના સામર્થ્યને લીધે મત્ત થતો નથી, તેમ જ્ઞાની પણ, રાગાદિભાવોના અભાવથી સર્વ દ્રવ્યોના ઉપભોગ પ્રત્યે જેને તીવ્ર વૈરાગ્યભાવ પ્રવર્યો છે એવો વર્તતો થકો, વિષયોને ભોગવતાં છતાં પણ, તીવ્ર વૈરાગ્યભાવના સામર્થ્યને લીધે (કર્મોથી) બંધાતો નથી. ભાવાર્થ - એ વૈરાગ્યનું સામર્થ્ય છે કે જ્ઞાની વિષયોને સેવતો છતો પણ કર્મોથી બંધાતો નથી. Page #61 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૯૬ ગાથા-૧૯૬ ઉપર પ્રવચન ૪૭ હવે વૈરાગ્યનું સામર્થ્ય બતાવે છે :–' જોયું? શું કહે છે? ભગવાન પરિપૂર્ણ ૫રમાત્મા, એના ભાન ને જ્ઞાન ને આનંદના નમૂના વેઠ્યા, એના સામર્થ્યને લઈને કર્મનો ઉદય પણ ખરી જાય છે, એને બંધન થતું નથી. એ અસ્તિથી વાત કરી. અસ્તિ એટલે આવો આત્મા છે તેના આશ્રયે આનંદ આવ્યો માટે તેને કર્મબંધન થતું નથી તેમ અસ્તિથી કહ્યું. હવે વૈરાગ્યથી કહે છે. જેને આવા અસ્તિત્વનું ભાન થયું એને પુણ્ય અને પાપના વિકલ્પનો વૈરાગ્ય વર્તે છે. આહાહા..! જે અનાદિથી પુણ્યના પરિણામમાં રક્તપણું હતું એ વિરક્ત થાય છે. પોતાના પૂર્ણ અસ્તિત્વના પ્રેમના આનંદ આગળ એ રાગથી વિરક્ત થાય છે એનું નામ વૈરાગ્ય છે. વૈરાગ્ય કોઈ આ લૂગડાં ફેરવી નાખ્યા ને એકાદ પાતળું પહેર્યું એટલે એ વૈરાગી થયો (એમ નથી). આહાહા..! ઝભ્ભો કાઢી નાખ્યો અને ઉઘાડું ધોતિયું પહેર્યું એટલે થઈ ગયા ત્યાગી (એમ નથી), બાપા! આકરી વાતું, ભાઈ! આહા..! અહીં તો કહે છે, વૈરાગ્યનું સામર્થ્ય. ઉ૫૨ સંસ્કૃતમાં છે ને? ‘ગ્રંથ વૈરાયસામર્થ્ય વર્ણયતિ અનુભવનું સામર્થ્ય બતાવ્યું પણ હવે પરથી અભાવ, પુણ્ય-પાપના બેય ભાવથી વૈરાગ્ય એનું સામર્થ્ય શું છે એ બતાવે છે. जह मज्जं पिबमाणो अरदीभावेण मज्जदि ण पुरिसो । दव्वुवभोगे अरदो णाणी वि ण बज्झदि तहेव ।।१९६ ।। જ્યમ અતિભારે મદ્ય પીતાં મત્ત ન બનતો નથી, દ્રવ્યોપભોગ વિષે અરત જ્ઞાનીય બંધાતો નથી. ૧૯૬. આ વૈરાગ્યની વાત છે. ટીકા :– જેમ કોઈ પુરુષ, મદિરા પ્રત્યે જેને તીવ્ર અરતિભાવ પ્રવર્તો છે..’ દારૂ પ્રત્યે જેને તીવ્ર અરતિભાવ પ્રવર્તો છે. આહાહા..! ‘એવો વર્તાતો થકો,...’ પહેલી શરત આ. દિરા પ્રત્યે જેને તીવ્ર અરતિભાવ પ્રવર્તો છે...' રતિ(નો) અંશ રહ્યો નથી. આહા..! ‘એવો વર્તાતો થકો, મદિરાને પીતાં છતાં પણ,...' આહાહા..! એ તો ન્યાય આપે છે, હોં! મદિરાને પીતાં છતાં પણ,...' મદિરા ન પીવે અને ઘેલછાઈ ન થાય એ વળી જુદી વાત, પણ આ તો પીવે છે અને ઘેલછાઈ ન થાય. આહાહા..! દારૂ પીવે અને દારૂનો રસ ન ચડે. આહાહા..! મદિરાને પીતાં છતાં પણ, તીવ્ર અરતિભાવના સામર્થ્યને લીધે મત્ત થતો નથી...' મૂર્ખાઈ જતો નથી, ગાંડો થતો નથી, પાગલ થતો નથી. મિદરાને લઈને જે પાગલ થઈ જાય છે એ આ મદિરા પ્રત્યેના પ્રેમ અને અરતિભાવને લઈને, કોઈ કા૨ણસર મદિરા પીવું પડ્યું છતાં તે મદ એને ચડતો નથી. દારૂનો મદ એને ચડતો નથી. આહાહા..! Page #62 -------------------------------------------------------------------------- ________________ ४८ સમયસાર સિદ્ધિ ભાગ-૭ તેમ જ્ઞાની પણ...” ધર્મી પણ. સ્વરૂપનો રસીલો ધર્મી, આહાહા.! “રાગાદિભાવોના અભાવથી...' એને રાગનો રસ ઊડી ગયો છે. સ્વરૂપના રસીકપણા આગળ જેને રાગનો રસ, ઉત્સાહ, ઉલ્લસિત વીર્ય, હોંશ, હરખ.... આહાહા..! ઊડી ગયો છે. આહાહા....! તેમ ધર્મી પણ. ધર્મ એટલે આત્માના અતીન્દ્રિય આનંદના અનુભવી. આહાહા...! એ ધર્મી. આહાહા...! અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ, એનું વદન જેને છે તે જ્ઞાની. તે જ્ઞાની પણ. પણ કેમ (કહ્યું)? ઓલા દારૂનો દાખલો લીધો ને એટલે. “રાગાદિભાવોના અભાવથી...” ઓલા મદિરા પીવાવાળાને અરતિ છે. પ્રેમ નથી પણ કોઈ કારણે પીવો પડે છે). આપણે આપે છે ને? કોઈ વખતે બાયુંને સુવાવડમાં આપે છે. એને કંઈ રસ ન હોય. વાણિયા કે બ્રાહ્મણ સુવાવડમાં એવું હોય તો સહેજ આપે છે પણ રસ ન હોય, રસ. મદિરાનું ઓલું એને ન ચડે. આહાહા...! એમ ધર્મી પણ રાગાદિભાવોના અભાવથી ભલે બીજે થોડો રાગ થાય પણ મૂળ અનંતાનુબંધી અને મિથ્યાત્વ સંબંધી જે રાગ (હતો) એ રસ તૂટી ગયો અને જે રસ અનંત કાળમાં નહોતો તે રસ આવ્યો. આહાહા.! અનંત અનંત કાળ વીત્યામાં પ્રભુનો રસ નહોતો એવો આત્મરસ જ્યાં આવ્યો... આહાહા...! એને “રાગાદિભાવોના અભાવથી.” એને રાગના રસના અભાવથી. રસની વ્યાખ્યા કરી છે ને? કોઈપણ શેયમાં એકાગ્ર થવું. રસની વ્યાખ્યા આવે છે પહેલી – શરૂઆતમાં. “સમયસાર નાટક. આહાહા...! કોઈપણ શેયમાં એકાકાર થવું તેનું નામ રસ છે. નવ રસ નથી કહ્યા? શૃંગારરસ ને અદ્ભુતરસ ને આવે છે ને? નવ. નાટક તરીકે વર્ણન કર્યું છે ને. આહાહા...! એ રસના વર્ણનમાં શાંતરસનું વર્ણન બતાવતા એ વર્ણન કર્યું છે એમાં. શાંતિ... શાંતિ. એમ અહીંયાં કહે છે, ધર્મીને પણ... આહાહા. ધર્મી કોને કહીએ? ભાઈ! આહાહા...! આ તો અપવાસ કર્યા ને વર્ષીતપ કર્યા ને આ કર્યું, મંદિર બે-ચાર બંધાવ્યા એટલે માને) થઈ ગયા ધર્મી. શાસ્ત્રના જાણપણા કર્યા, લ્યોને! લોકોને સંભળાવ્યા (એટલે માને) થઈ ગયા ધર્મી. આહાહા.! પરની સાથે કાંઈ સંબંધ નથી. અહીંયાં કહે છે, ધર્મીને રાગભાવના અભાવથી રાગનો ભાવ જ નથી, અહીં કહે છે. આત્માના આનંદના રસ આગળ રાગનો રસ જ ઊડી ગયો. આહાહા.! “સર્વ દ્રવ્યોના ઉપભોગ પ્રત્યે...” વજન અહીં આપ્યું. સર્વ દ્રવ્યોના ઉપભોગ પ્રત્યે...” જોયું? કોઈપણ દ્રવ્યના ઉપભોગ પ્રત્યે. આહાહા.! સ્વદ્રવ્યના જ્યાં આનંદના સ્વાદ આવ્યા. આહાહા.! અમૃતનો સાગર જ્યાં ઉછળ્યો, સમ્યગ્દર્શનમાં, સમ્યજ્ઞાનમાં અમૃતરસ જ્યાં ચાખ્યા. આહાહા! કહે છે, “સર્વ દ્રવ્યોના ઉપભોગ પ્રત્યે...” ચાહે તો ઈન્દ્રને ઈન્દ્રાણીનો ભોગ હોય કે ચક્રવર્તીને છ— હજાર સ્ત્રી હોય. એક સ્ત્રીની હજાર દેવ સેવા કરે. બધા દ્રવ્યો પ્રત્યે. સર્વ દ્રવ્યો લીધા છે ને? એક સ્વદ્રવ્યના પ્રેમ આગળ સર્વ દ્રવ્યનો પ્રેમ ઊડી ગયો છે. આહાહા...! એક કોર રામ અને એક કોર ગામ. Page #63 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૯૬ ૪૯ ભગવાનઆત્મા! આહાહા.! એના જેને રસ આવ્યા છે, રસ ચાખ્યા છે, કહે છે, એને પરમાં રાગાદિભાવો, સર્વ દ્રવ્યોના ઉપભોગ પ્રત્યે જેને તીવ્ર વૈરાગ્યભાવ પ્રવર્યો છે...” આહાહા.! આહા.! સ્ત્રી આદિ હોય એને નગ્નપણું હોય અને માતા ન્હાતી હોય. ખાટલાની આડશ રાખીને અંદર ન્હાતી હોય એમાં લૂગડું આડું ન હોય અને નગ્નપણું હોય, ન્હાવા ઉભી થઈ ગઈ અને છોકરો આવ્યો, છે નજર કરીયે? આહાહા.! માતા ન્હાય છે. સામું ન જોવે. એના શરીરની સામું ન જોવે. આહાહા...! એમ જ્યાં આત્માના આનંદના સ્વાદ આગળ સર્વ દ્રવ્ય પ્રત્યે રસ ઊડી ગયો છે, કહે છે. એક દ્રવ્યના રસ આગળ સર્વ દ્રવ્યનો રસ ઊડી ગયો છે. આહાહા.! આકરું કામ ઘણું, ભાઈ! જ્ઞાની એટલે સ્વદ્રવ્યના રસીક જીવને) રાગાદિભાવના રસ અને સર્વ દ્રવ્યોના ઉપભોગ પ્રત્યેનો રસ ઊડી ગયો છે. જેને તીવ્ર વૈરાગ્યભાવ...” એકલો વૈરાગ્ય નહિ, તીવ્ર વૈરાગ્યભાવ પ્રવર્યો છે...... આહા...! “જામનગરમાં વસાશ્રીમાળી વાણિયા હતા. એ ચૂરમું જ ખાય, બસ! રોટલી, રોટલો નહોતા ખાતા, દરરોજ ચૂરમું જ ખાય. એમાં જુવાન છોકરો મરી ગયો. બાળી આવ્યા. એ કહે, રોટલી, રોટલા બનાવો, ભાઈ! કુટુંબ ભેગું થયું. તમને નહિ ઠીક પડે, બાપા! તમે રોટલી, રોટલો ખાધો નથી. આહાહા...! એકનો એક છોકરો બાળીને આવ્યા અને) ચૂરમું બનાવ્યું. આ જામનગરમાં બન્યું છે. નથી કોઈ “જામનગરના? વીસાશ્રીમાળી. એ ચૂરમું (ખાય અને આંખમાંથી આંસુની ધારા ચાલી જાય છે અને ચૂરમું ખાય છે. છે રસ? આહા! રોટલો જુવારનો કહો કે ચૂરમું કહો, એને તો બેય સરખું છે. આહા! અરે.રે...! વ્હાલામાં હાલો દીકરો એકનો એક ચાલ્યો ગયો. આહાહા...! ભાઈ! તમે બીજું ખાશો તો માંદા પડશો. તમે કોઈ દિ ખાધું નથી. ખોરાક જ ચૂરમાનો, બસ! આહાહા...! વસા, વસા હતા. આહાહા...! સાંભળેલું છે. એ ભાઈની આંખમાંથી આંસુ ચાલ્યા જાય (અને) ચૂરમું ખાય. એમ ધર્મીને... આહાહા.! રાગમાંથી મરી ગયો છે અને જીવતી જ્યોતને જ્યાં અનુભવી છે. આહાહા! આ તો મરી ગયેલા છે બધા. રાગ ને મડદાં, મડદાં અચેતન અજ્ઞાન. આહાહા.! તીવ્ર વૈરાગ્યભાવ પ્રવત્ય છે એવો વર્તતો થકો, વિષયોને ભોગવતાં છતાં...” એ ચૂરમું ખાય છે છતાં આંખમાંથી આંસુ ચાલ્યા જાય છે. આહા...! બીજાનો કો'ક દાખલો છે. છોકરો મરી ગયો પછી એને તમાકુ કહેવાય, શું કહેવાય તમારે? હુકો. હુકો. હુકાનો રસ બહુ. હુકો પીવે. એ છોકરો મરી ગયો અને ઘરે આવ્યા. હુકો બંધ કર્યો. આ વ્હાલામાં વ્હાલો દીકરી ગયો હવે આ હોકો મારે શું કરવો છે? બંધ કરી દીધો. એટલો રસ હતો હોકાનો, બિલકુલ સામું ન જોયું. એમ આત્માના રસ આગળ પરની સામું જોતો નથી, કહે છે. “વિષયોને ભોગવતાં છતાં પણ, તીવ્ર વૈરાગ્યભાવના સામર્થ્યને લીધે કમોંથી) બંધાતો નથી.” લ્યો. એ વૈરાગ્યનું સામર્થ્ય છે કે જ્ઞાની વિષયોને સેવતો છતો પણ કર્મોથી બંધાતો નથી.” (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્લોક-૧૩૫ સમયસાર સિદ્ધિ ભાગ-૭ (રથોદ્ધતા) नाश्नुते विषयसेवनेऽपि यत् स्वं फलं विषयसेवनस्य ना। ज्ञानवैभवविरागताबलात् सेवकोऽपि તવસાવસેવ: ||૧રૂ૬|| હવે આ અર્થનું અને આગળની ગાથાના અર્થની સૂચનાનું કાવ્ય કહે છે :શ્લોકાર્થ :- [ યત્ ] કારણકે [ ના ] આ (જ્ઞાની) પુરુષ [ વિષયસેવને અપિ ] વિષયોને સેવતો છતો પણ [ જ્ઞાનવૈમવ-વિરામતા-વત્તાત્] જ્ઞાનવૈભવના અને વિરાગતાના બળથી [વિષયસેવનસ્ચસ્વ ત ] વિષયસેવનના નિજળને (-રંજિત પરિણામને) [ ન અનુà] ભોગવતો નથી-પામતો નથી, [ તવ્ ] તેથી [ ગૌ ] આ (પુરુષ) [ સેવ: અવિ અસેવળ: ] સેવક છતાં અસેવક છે (અર્થાત્ વિષયોને સેવતાં છતાં નથી સેવતો). ભાવાર્થ :- જ્ઞાન અને વિરાગતાનું એવું કોઈ અચિંત્ય સામર્થ્ય છે કે જ્ઞાની ઇંદ્રિયોના વિષયોને સેવતો હોવા છતાં તેને સેવનારો કહી શકાતો નથી, કારણ કે વિષયસેવનનું ફળ જે રંજિત પરિણામ તેને જ્ઞાની ભોગવતો નથી-પામતો નથી.૧૩૫. પ્રવચન નં. ૨૭૩ ગાથા-૧૯૭ શ્લોક-૧૩૫ શુક્રવાર, અષાઢ વદ ૪, તા. ૧૩-૦૭-૧૯૭૯ ‘સમયસાર’ ૧૩૫ કળશ છે. નિર્જરા અધિકાર' છે. નિર્જરાના પ્રકા૨ ત્રણ છે. એક તો કર્મનું ખરવું એ તો સ્વતંત્ર જડની પર્યાય (છે). અશુદ્ધતાનું ગળવું એ શુદ્ધ સ્વભાવનો અનુભવ થતાં અશુદ્ધતા ટળે એને પણ નિર્જરા કહેવાય છે અને શુદ્ધિની વૃદ્ધિ થાય, આનંદના અનુભવની વૃદ્ધિ થાય એને પણ નિર્જરા કહે છે. (આ) ત્રણને નિર્જરા કહે છે. મૂળ વસ્તુ તો આનંદ અતીન્દ્રિય... ઝીણી વાત છે. આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે, એ અતીન્દ્રિય આનંદનું વલણ કરી અને અનુભવ કરે. ૫૨ તરફનું વલણ છોડી અને પરના અનુભવને ઝે૨ જાણે અને સ્વના અનુભવના આનંદના વૈભવથી તૃપ્ત રહે તેથી તે શુદ્ધિ વધે એને અહીંયાં નિર્જરા કહે છે. ૧૩૫ કળશ. Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્લોક ૧૩૫ ૫૧ (રથોદ્ધતા) नाश्नुते विषयसेवनेऽपि यत् स्वं फलं विषयसेवनस्य ना। सेवकोऽपि તવસાવસેવ: ||૧રૂ૬|| ज्ञानवैभवविरागताबलात् ‘કારણ કે આ (જ્ઞાની)...’ ‘નિર્જરા અધિકાર' છે ને! એટલે જ્ઞાની એટલે આત્માના અનુભવમાં સમર્થ છે. ભગવાનઆત્મા અતીન્દ્રિય આનંદથી ભરેલો સાગર છે. એના અનુભવમાં લીનતામાં, એના વેદનમાં તત્પર છે એને અહીંયાં જ્ઞાની કહે છે. ‘(જ્ઞાની) પુરુષ...' [વિષયસેવને અશુિ ‘વિષયોને સેવતો...’ એ ભાષા લૌકિકની અપેક્ષાએ કહી છે. બાકી જ્ઞાનીને વિષયનું સેવન જ નથી. પણ લોકો જોવે છે એ અપેક્ષાએ કહ્યું. ધર્મીને તો આનંદનો વૈભવ પ્રગટ્યો છે. આહાહા..! છે? જુઓ! વિષયોને સેવતો છતો પણ જ્ઞાનવૈભવ...’ જેને આત્માના આનંદનો વૈભવ પ્રગટ્યો છે. આહાહા...! આ પૈસા ને આબરુ ને કીર્તિને વૈભવ ન કીધો. પુણ્યના પરિણામને પણ વૈભવ (ન કીધો). આહાહા..! અતીન્દ્રિય આનંદ ભગવાનઆત્મા, એનો અનુભવ તે એનો વૈભવ છે. આહાહા..! ધર્મી જીવ બાહ્યમાં વિષયમાં સામગ્રીઓ, રોગી જેમ રોગનો ઉપચાર કરે એમ ધર્મીને પણ રાગ આવે ત્યારે એનો ઉપચાર દેખાય એ અપેક્ષાએ સેવન કહે છે. બાકી તો આત્માના આનંદના વૈભવ આગળ કોઈપણ રાગના રસમાં કણમાં ક્યાંય પ્રેમ અને રસ નથી. પોતામાં અતીન્દ્રિય આનંદ જોયો છે એથી એ રાગથી માંડી આખી દુનિયા(માંથી) સુખબુદ્ધિ ઊડી ગઈ છે. આહાહા..! આવું ધર્મનું સ્વરૂપ છે, શરતું આવી છે. [વિષયસેવને અ]િ આમ દેખાય ખરું ને! આહા..! અંદરમાં બહા૨નો રસ નથી એને જ્ઞાનનો વૈભવ, આત્મા અનંત અનંત ગુણનો પિંડ (છે) તેનો વૈભવ પર્યાયમાં ફેલાણો છે. આહા..! જે સ્વભાવમાં સામર્થ્યરૂપે વૈભવ હતો એ ધર્મીની પર્યાયમાં એ અનંતો જે સ્વભાવ – વૈભવ હતો એ ફેલાણો છે. આહાહા..! જેની એક એક પર્યાયમાં અનંતી તાકાત, એવી અનંતી પર્યાયનો વૈભવ પ્રગટ્યો છે. આહાહા..! આવી વાત. જ્ઞાનવૈભવ એટલે કે આત્માનો અનુભવ. આનંદના અનુભવને અહીંયાં વૈભવ કીધો છે. આહાહા..! બહારની કોઈ સામગ્રીને વૈભવમાં લીધી નથી. બે-પાંચ કરોડ રૂપિયાનો બંગલો હોય... આહાહા..! છોકરો પરણતો હોય, અબજપતિ માણસ હોય, દસ-પંદર-વીસ લાખ ખર્ચવાના હોય અને આમ બધા દાગીના ને કપડા ને ધામધૂમ દેખાતી હોય એ કોઈ વૈભવ નથી. આહાહા..! એ તો મસાણના હાડકાના ચમત્કાર જેમ લાગે એવી હાડકાની ચમત્કાર છે. આહા..! આત્મવૈભવ, અહીં જ્ઞાનવૈભવ લીધો છે. જ્ઞાન એટલે જ આત્મા. એનો વૈભવ એટલે અનુભવ. આહાહા..! આખી દુનિયાથી ફેર છે, પ્રભુ! દુનિયાને જરીક શરીર ઠીક હોય, પૈસા ઠીક હોય, આબરુ (ઠીક હોય), શરીર નિરોગ હોય ત્યાં એના રસ આડે કંઈ સૂઝ પડે નહિ. આહાહા..! એના રસ આડે ક્યાંય આત્મા અંદર ભગવાન છે, પૂર્ણાનંદનો સાગર છે, Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ એની એને અંદર સૂઝ પડે નહિ અને સૂઝ પડી એને પરમાં સૂઝ પડે નહિ. આહા.! એ કહે છે. ધર્મી જીવ વિષયસેવનમાં દેખાય છતાં, દેખાય. એ પરદ્રવ્યને ભોગવી શકતો નથી એ તો ત્રણકાળ ત્રણલોકમાં છે, ફક્ત અંદર રાગ આવે છે એમાં એને સેવે છે એટલે કે વેદન છે, છતાં તેમાં રંજને પરિણામ નથી. રાગમાં રંગાયેલો પરિણામ એને નથી. આહાહા...! આત્માના આનંદના વૈભવના અનુભવના રંગથી રંગાયેલો, એને બીજી કોઈ ચીજમાં રસ પડતો નથી. આહાહા.! આવી સમકિતમાં શરૂઆત છે અથવા શરતું છે. આ વસ્તુની સ્થિતિ છે, ભાઈ! આહાહા.! એ વિષય સંયોગ દેખાય, કહે છે, પૂર્વનો કોઈ પુણ્ય કર્મનો ઉદય હોય અને સંયોગો અનુકૂળ ઘણા દેખાય અને તેના તરફનું જરી વલણ પણ દેખાય પણ અંતરના આનંદના વલણ આગળ એ વલણની તુચ્છતા, ઝેરતા દેખાય. એથી એ સેવે છે. એમ કહેવાય છે, છતાં એ સેવતો નથી. આહાહા.! આવી મૂળ રકમ છે. હવે મૂળ રકમને મૂકીને બધી ઉપરની વાતું કરે). વ્રત ને તપ ને અપવાસ ને આ રસનો ત્યાગ ને ઢીકણું... આહાહા...! એ કોઈ કિમતી ચીજ નથી. આહા..! અહીં તો શાસ્ત્રના ભણતર થયા ને લોકોને સમજાવતા આવડે એની પણ કંઈ કિંમત અહીં નથી. આહાહા..! ભગવાન અતીન્દ્રિય આનંદનો સાગર, એનો સ્વાદ આવ્યો. કરવાનું તો આ છે. એનો વૈભવ. શબ્દ–ભાષા કેવી વાપરી છે! “જ્ઞાનવૈભવ...” આત્માનો વૈભવ. આહાહા...! રાગાદિ છે એ આત્માનો વૈભવ નથી. દયા, દાનનો વિકલ્પ ઉઠે એ પણ આત્મવૈભવ નથી. આહાહા...! આત્મવૈભવ, એની જાતમાં ભાત પાડે. આહાહા! અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ, એની પર્યાયમાં એનો અનુભવ કરે એ વસ્તુના સ્વભાવને અનુસરીને પર્યાયમાં અનુભવ થાય, એ આત્માનો વૈભવ, એ જ્ઞાનનો વૈભવ કહેવામાં આવે છે. એ જ્ઞાનના વૈભવ આગળ વિષયસેવનની કોઈ કિંમત નથી. આહાહા...! એને કિમત નથી, હોં! આહા! દુનિયાને વિષયસેવનમાં કિમત લાગે. કારણ કે ભગવાનનું પડખું જોયું નથી. ભગવાનને પડખે ચડ્યો નથી. આહાહા...! રાગ ને દ્વેષ ને વિકલ્પ ને એકલી એને જ મૂડી માનીને એને પડખે જ ચડેલો છે. આહાહા...! એના રાગના રસીલાને... ત્યાં નથી આવતું ‘સમયસારમાં? “સર્વ ગામ ઘરો પિ આહાહા...! સર્વ આગમ જાણે પણ જો રાગના કણના પણ જો પ્રેમમાં, રસમાં પડ્યો હોય તો એ કાંઈ જાણતો નથી. આહાહા...! અહીં તો લક્ષમાં અત્યારે તો વૈભવ' શબ્દ આવ્યો છે ને! આત્મવૈભવ. એ “જ્ઞાન” શબ્દ આત્મવૈભવ. આત્મવૈભવ શબ્દ આત્મ અનુભવ. આત્માના આનંદનો અનુભવ એ આત્માનો વૈભવ. આહાહા.! એ આત્માના અનુભવના વૈભવના બળથી વિષયસેવન દેખાય છતાં તેના તરફનો રસ નથી તેથી તે તેને સેવતો છતાં સેવતો નથી. આહાહા...! આવી મુદ્દાની વાત છે). મુદ્દાની પહેલી વાત મૂકીને ઉપરની બધી વાતું કરી). આહા.! બીજી Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્લોક ૧૩૫ ૫૩ કથાનુયોગ, ત્યાગ ધર્મકથાનુયોગમાંથી ત્યાગ કાઢે ને... આહાહા..! એની શું કિંમત છે? ધર્મી જીવને આત્માના વૈભવ આગળ વિષયસેવન તે સેવન જ નથી. આહાહા..! અને વૈરાગ્યતાનું બળ. બે શબ્દ વાપર્યા ને? આત્મવૈભવ અને વૈરાગ્યનું બળ. પુણ્ય ને પાપના પરિણામથી વિરક્તપણું, એનું બળ જામ્યું છે. આહાહા..! એકલું આત્માનું અસ્તિપણું અનુભવમાં આવ્યું એમ નહિ, પણ આ બાજુથી પણ વૈરાગ્ય પામ્યો છે. આ બાજુથી અસ્તિનો અનુભવ છે ત્યારે આ બાજુથી પુણ્યના પરિણામ પ્રત્યેનો પણ જેને વૈરાગ્ય છે. આહાહા..! પુણ્યની સામગ્રી છે એ છોડે છે માટે વૈરાગી છે, એમ નથી. પરની સાથે શું સંબંધ છે? પ્રભુ! રાગની રક્તતા છોડે છે, ચાહે તો શુભભાવ હોય એનું જે રક્તપણું છોડે છે તે વિરક્ત છે, એ વિરક્ત છે તે વૈરાગી છે. આહાહા..! સમજાણું કાંઈ? જ્ઞાનવૈભવના અને વિરાગતાના બળ...' આહાહા..! બે વાત થઈ. બે ગાથામાં આવ્યું હતું. પહેલામાં જ્ઞાન, બીજામાં વૈરાગ્યની વાત હતી. એ એની લીધી અને હવે પછી આવશે એનું પણ આમાં આવશે. આહાહા..! ભગવાનઆત્મા અંતરમાં ચમત્કારિક શક્તિઓથી ભરેલો ભગવાન છે. ચૈતન્યચમત્કાર, જેની પાસે દુનિયાનો ચમત્કાર મીંડા છે મોટા. આહાહા..! નાની ઉંમરમાં એક ફેરી ‘ઉમરાળા’એ જોયું હતું. મોટો દરવાજો છે. એ દરવાજા ૫૨ એક માણસ બેસે અને પછી બે વાંસડા એના પગે બાંધે. એટલે ઊંચે બેસે અને એ વાંસે પછી બજારમાં ચાલે. નજરે જોયું છે. ‘ઉમરાળા’માં દરવાજો છે ને? દરવાજો માથે હોય ને? ત્યાં બેસે અને પછી પગે બે મોટા વાંસડા બાંધે, પછી ઇ વાંસડે બજારમાં ચાલે. મુમુક્ષુ :– બેની વચ્ચે દોરી હોય. ઉત્તર = દોરી કાંઈ નહિ. આ તો ખુલ્લેખુલ્લા બે વાંસ. આ તો જોયેલી વાત છે. બજારમાં, હોં! મોટી બજાર છે. રોકડશેઠ’ની દુકાન હતી. બજાર આમ ચારે કોર ભરાય. એકલા બે વાંસડા પગે બાંધે એ પગથી ચાલે એ વાંસથી ચાલે. આ.હા...! લોકોને એમ લાગે કે, આ તે ઓ..હો...હો..! એમાં ધૂળમાંય નથી કાંઈ. એ તો એ જાતનો અભ્યાસ કરતા (આવડી જાય). આહાહા..! અહીં તો જ્ઞાનનો અનુભવ અને વૈરાગ્યનું બળ, એ બેથી ચાલે. આહાહા..! વાંસડાથી નહિ. ‘ઉમરાળા’માં આ બધા માણસો તો આવે ને! ઘણાને ગમી જાય. આહા..! લોકો આમ ઓ..હો..! ઓ...હો...! એમ કરે. વાંસથી પગ ભરે આમ. અરે ભાઈ! તારામાં આત્માનો ચમત્કા૨ વૈભવ, જે અનુભવ અને રાગથી વિરક્ત એવું જે વૈરાગ્ય બળ, એ બે પગે ચાલે છે એ આત્મા ચમત્કારી છે. આહાહા..! છે? આચાર્ય, ‘અમૃતચંદ્રાચાર્યે’ જ્ઞાનવૈભવ અને વૈરાગ્ય બળ એમ બેય લીધું છે. ઓલો અનુભવ અને આ વૈરાગ્યનું બળ છે. રાગથી ઉદાસ.. ઉદાસ.. ઉદાસ... રાગનો કણ હોય પણ એનાથી ઉદાસ (છે). એનું આસન ઉદાસ છે. સ્વમાં આસન છે. એ રાગથી આસન ખસી ગયું છે. આહાહા..! રાગ દેખાય અને રાગની છોડવાની સામગ્રીમાં Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ પણ જાણે ભેગા કરતો હોય ને છોડે (એમ) દેખાય. અંદરમાં કાંઈ નથી. આહાહા.! આમાં જોર છે. - જ્ઞાનનો અનુભવ. આત્માનો વૈભવ એટલે ઇ વૈભવ. અનુભવ એ વૈભવ છે. “અનુભવ રત્ન ચિંતામણિ, અનુભવ હૈ રસકૂપ, અનુભવ મારગ મોક્ષનો, અનુભવ મોક્ષ સ્વરૂપ” આવી વાતું છે. આહાહા..! એવા અનુભવના વૈભવથી અને વૈરાગ્યના બળથી. [વિષયસેવન પર્વ છત્ન વિષયસેવનનો જે રાગમાં રંગ ચડી જવો. રાગમાં રંગ ચડી જવો, એ રંગ ચડ્યો નહિ. એ રંગ ઉતરી ગયો. આહાહા! રાગનું રંજનપણું, રાગમાં રંજનપણું એ ઉતરી ગયું. આહાહા..! અને ભગવાન આત્મામાં રંજનપણું ચડી ગયું. આત્માના આનંદના અનુભવના રંજનમાં ચડી ગયો. આહાહા.! વિષયસેવનનું ફળ એટલે રંજિત પરિણામ, એમ. રંગાયેલો, રાગમાં રંગાણો, ફળ. એ રંગાતો જ નથી. આત્માનો રંગ લાગ્યો તેને આ રાગના રંગ શેના હોય? આહાહા...! જેને પ્રભુનો રંગ લાગ્યો... આહાહા.! એને ભિખારાની સાથે રંગ કેમ લાગે? આહા..! આવી વસ્તુ છે. લોકોને આકરી પડે. વસ્તુસ્થિતિ આ છે. આહા...! વિષયસેવનના નિજફળને...” એટલે કે તેમાં રાગમાં રંગાયેલા રસને, એ રસ એને છૂટી ગયો છે. આહા! વસ્તુના સ્વભાવના રંગે રંગાણો એને હવે રાગના રંગ ચડતા નથી. આહાહા...! ભલે એ ગૃહસ્થાશ્રમમાં દેખાય. છ– હજાર સ્ત્રીના વંદની મધ્યમાં દેખાય પણ રાગના રસ ઊડી ગયા, એ ઊડી ગયા. આહાહા...! રંજિત પરિણામ કીધું ને? રંજિત પરિણામ એટલે ઇ. રાગમાં એકત્વબુદ્ધિ અથવા રાગનો રંગ. આહાહા...! અથવા રાગનો રસ. આહાહા...! એને એ પામતો નથી. ન કરનુ ભોગવતો નથી. એનો અર્થ છે. પામતો નથી,...” રાગના રંજન પરિણામને પામતો નથી. રાગના રંગ જેને ઊડી ગયા છે, સ્વભાવના રંગ જેને ચડ્યા છે. આહાહા.! ધર્મ એવી ચીજ (છે), બાપુ આહા.! જેના ફળ ભવના અનંત અનંત અનંતનો અંત, અનંત ભવનો અંત. આહાહા.! અને સાદિ અનંત અનંત અનંત અનંત કાળનો આનંદ અને શાંતિનો ઉપાય, એ ઉપાય તો અલૌકિક હોય કે નહિ? આહાહા...! એ ભોગવતો નથી એટલે એનો અર્થ [વિષયસેવનચ રૂં છત્ન એટલે રંજિત પરિણામ પામતો નથી એમ એનો અર્થ લેવો. રાગમાં રંગાયેલી દશા થતી નથી. આહાહા.. વૈરાગ્યબળ અને જ્ઞાનના અનુભવ આગળ, રાગના રંજન પરિણામ, રંગાયેલા પરિણામ તેને થતા નથી. આહાહા...! ‘તેથી....” [ગસૌ “આ પુરુષ)” સેિવવ: પિ સેવવ:] સેવક છતાં અસેવક...” વિષયોને સેવતા છતાં સેવતો નથી. કોઈ સ્વચ્છંદી એમ કહે કે, અમે તો જ્ઞાની છીએ. (અમે) વિષય ભોગવીએ તો અમને રસ નથી, ઈ વાત અહીં નથી. આ.હા.! ઘણા વર્ષ પહેલાની) એક વાત હતી. એક બાવો હતો. ઘણા વર્ષ પહેલાની) વાત છે. ઘણું કરીને (સંવત) ૧૯૭૩ કે ૧૯૭૬ ની વાત છે). એક બાવો હતો તેણે) એક બાઈ રાખેલી. રાખેલી Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૩૫ પપ પછી એના ઉપર પ્રેમ બહુ અને પછી એ બાઈએ એને – બાવાને છોડી દીધો. છોડી દીધો અને આને કષાય ચડી ગયો. એટલે કોટ ઉપર કંઈક લખ્યું હતું. શું લખ્યું હતું....? મુમુક્ષુ :- બાઈનું નામ લક્ષ્મી' હતું. ઉત્તર :- હા, બાઈનું નામ “લક્ષ્મી' હતું. “લક્ષ્મીલક્ષ્મી. લક્ષ્મી. લક્ષ્મી' આ નજરે જોયાં, હોં! “દામનગર અપાસરામાં બેઠા હતા ત્યાં) બાવો નીકળ્યો. કોટ ઉપર લખ્યું હતું). કીધું, આ શું? પછી મેં આમ કહ્યું એટલે પછી કોઈએ એને પૂછ્યું કે, આ શું થયું? તમે બાવાજી અને આ? તો કહ્યું), રંગ ચડ્યો એ હવે ઉતરતો નથી. એમ બોલ્યો હતો ઈ. “ક્ષત્રિય કા રંગ ચડ્યા એ ચડ્યા, રંગ ઉતરતા નથી ક્ષત્રિય હશે. આહાહા..! એક સ્ત્રીએ છોડી દીધો એટલે પછી એનો ફજેત કરવા માટે કોર્ટમાં લક્ષ્મી. લક્ષ્મી... લક્ષ્મી. લક્ષ્મી (લખી નાખ્યું. આહાહા.! એને પૂછ્યું ત્યારે એમ બોલ્યો, “ક્ષત્રિય કા રંગ ચડ્યા વહ ઉતરતા નહિ અર.૨.૨.! અને ગામમાં ફરે “લક્ષ્મી. લક્ષ્મી. લક્ષ્મી. લક્ષ્મી કરતો. ફજેત કરવા માટે. આ કહે છે કે, જ્યાં અનંત રસ આત્મામાં ચડ્યા... આહાહા...! (ત્યાં) દુનિયાના બધા રસ ઉડી ગયા. એ રંગ ચડ્યો એ ઉતરતો નથી, કહે છે. ઓલા ઉંધા (રસ) ને? આહાહા...! (સંવત) ૧૯૭૬ની વાત હશે. “દામનગર ચોમાસુ હતું. ભાવાર્થ:- (અનુભવ) “જ્ઞાન અને વિરાગતાનું એવું કોઈ અચિંત્ય સામર્થ્ય છે.” જ્ઞાન એટલે એકલું જાણપણું એમ નહિ. શાસ્ત્રનું જ્ઞાન, ઉઘાડ એ જ્ઞાન નહિ. જ્ઞાન એટલે કે આત્માનો અનુભવ, એનું નામ અહીંયાં જ્ઞાન છે. આહાહા...! “જ્ઞાન અને વિરાગતાનું એવું કોઈ અચિંત્ય સામર્થ્ય છે...” અચિંત્ય સામર્થ્ય જે કોઈ કલ્પનામાં સાધારણ પ્રાણીને ખ્યાલમાં ન આવે. આહાહા! કે જ્ઞાની ઇન્દ્રિયોના વિષયોને સેવતો હોવા છતાં તેને સેવનારો કહી શકાતો નથી,... આહાહા...! એવો કોઈ આત્માનો રસ ચડી ગયો છે અને રાગનો રસ ઉતરી ગયો છે. આહાહા...! છતાં વિષયના સેવનમાં દેખાય છતાં એ સેવક છે જ નહિ. આહાહા...! કારણ કે વિષયસેવનનું ફળ જે રંજિત પરિણામ...” રંજિત એટલે રંગાય ગયેલા, રાગમાં રંગાય ગયેલા. તેને જ્ઞાની ભોગવતો નથી...” રાગમાં રંગાઈને વિષયને ભોગવતો નથી. આહાહા...! આકરી વાત છે. એટલે? ભોગવતો નથી એટલે? એ ઓલામાં આવ્યું હતું ને? નિ નાનુ ભોગવતો નથી એટલે પામતો નથી. અર્થમાં આવ્યું હતું. એમ અહીં ભોગવતો નથી એટલે રાગના રંગને પામતો નથી, એમ. રાગને ભોગવતો નથી એટલે રાગમાં રંગાતો નથી. ચૈતન્યમાં રસ ચડી ગયો છે. એ રસ, રાગનો રસ હવે થતો નથી. રાગમાં રસ પામતો નથી. ભોગવતો નથી એટલે એ. Page #70 -------------------------------------------------------------------------- ________________ પ૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ( ગાથા–૧૯૭) अथैतदेव दर्शयति - सेवंतो वि ण सेवदि असेवमाणो वि सेवगो कोई। पगरणचेट्ठा कस्स वि ण य पायरणो त्ति सो होदि।।१९७।। सेवमानोऽपि न सेवते असेवमानोऽपि सेवकः कश्चित् । प्रकरणचेष्टा कस्यापि न च प्राकरण इति स भवति।।१९७।। यथा कश्चित् प्रकरणे व्याप्रियमाणोऽपि प्रकरणस्वामित्वाभावात् न प्राकरणिकः, अपरस्तु तत्राव्याप्रियमाणोऽपि तत्स्वामित्वात्प्राकरणिकः, तथा सम्यग्दृष्टि पूर्वसञ्चितकर्मोदयसम्पन्नान् विषयान् सेवमानोऽपि रागादिभावानामभावेन विषयसेवनफलस्वामित्वाभावादसेवक एव, मिथ्यादृष्टिस्तु विषयानसेवमानोऽपि रागादिभावानां सद्भावेन विषयसेवनफलस्वामित्वात्सेवक एव।। હવે આ જ વાતને પ્રગટ દખંતથી બતાવે છે - સેવે છતાં નહિ સેવતો, અણસેવતો સેવક બને, પ્રકરણ તણી ચેષ્ટા કરે પણ પ્રાકરણ જયમ નહિ ઠરે. ૧૯૭. ગાથાર્થ :- [ શ્ચિત્ ] કોઈ તો [ રોવમાનઃ સપિ ] વિષયોને સેવતો છતાં [ ન સેવતે ] નથી સેવતો અને [ સેવમાનઃ પ ] કોઈ નહિ સેવતો છતાં [ સેવવ: ] સેવનારો છે- વચ માપ ] જેમ કોઈ પુરુષને | પ્રવછરાવેષ્ટા ] પ્રકરણની ચેષ્ટા (કોઈ કાર્ય સંબંધી ક્રિયા) વર્તે છે [ ૧ ૨ : પ્રાર: રૂતિ મવતિ ] તોપણ તે પ્રાકરણિક નથી. ટીકા :- જેમ કોઈ પુરુષ કોઈ પ્રકરણની ક્રિયામાં પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું નહિ હોવાથી પ્રાકરણિક નથી અને બીજો પુરુષ પ્રકરણની ક્રિયામાં નહિ પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું હોવાથી પ્રાકરણિક છે, તેવી રીતે સમ્યગ્દષ્ટિ પૂર્વસંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને સેવતો હોવા છતાં રાગાદિભાવોના અભાવને લીધે વિષયસેવનના ફળનું સ્વામીપણું નહિ હોવાથી અસેવક જ છે (અર્થાત્ સેવનારો નથી) અને મિથ્યાદૃષ્ટિ વિષયોને નહિ સેવતો હોવા છતાં રાગાદિભાવોના સભાવને લીધે વિષયસેવનના Page #71 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૯૭ ફળનું સ્વામીપણું હોવાથી સેવક જ છે. ભાવાર્થ :- કોઈ શેઠે પોતાની દુકાન પર કોઈને નોકર રાખ્યો. દુકાનનો બધો વેપારવણજ-ખરીદવું, વેચવું વગેરે સર્વ કામકાજ-નોકર કરે છે તોપણ તે વેપારી નથી કારણ કે તે વેપારનો અને વેપારના લાભ-નુકસાનનો સ્વામી નથી; તે તો માત્ર નોકર છે, શેઠનો કરાવ્યો બધું કામકાજ કરે છે. જે શેઠ છે તે વેપાર સંબંધી કાંઈ કામકાજ કરતો નથી, ઘેર બેસી રહે છે તોપણ તે વેપારનો અને વેપારના લાભ-નુકસાનનો ધણી હોવાથી તે જ વેપારી છે. આ દૃષ્ટાંત સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ પર ઘટાવી લેવું. જેમ નોકર વેપાર કરનારો નથી તેમ સમ્યગ્દષ્ટિ વિષય સેવનારો નથી, અને જેમ શેઠ વેપાર કરનારો છે તેમ મિથ્યાસૃષ્ટિ વિષય સેવનારો છે. ગાથા-૧૯૭ ઉપર પ્રવચન ૫૭ હવે આ જ વાતને પ્રગટ દૃષ્ટાંતથી બતાવે છે : सेवंतो वि ण सेवदि असेवमाणो वि सेवगो कोई । पगरणचेट्टा कस्स वि ण य पायरणो त्ति सो होदि । । १९७ ।। સેવે છતાં નહિ સેવતો, અણસેવતો સેવક બને, પ્રકરણ તણી ચેષ્ટા કરે પણ પ્રાકરણ જ્યમ નહિ ઠરે. ૧૯૭. આચાર્યએ દાખલો આપ્યો, કહો! ટીકા :- જેમ કોઈ પુરુષ કોઈ પ્રક૨ણની ક્રિયામાં પ્રવર્તતો હોવા છતાં...' આહાહા..! આ લગનના પ્રસંગમાં કે એવું હોય ને? પ્રવર્તતો હોય કામકાજમાં, ધણીપત્તે ન હોય, ધણી તો બીજો હોય અને એને કામ સોંપ્યું હોય તો કામ કરી લ્યે. પ્રકરણની ક્રિયામાં પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું નહિ હોવાથી... આહાહા..! એ ક્રિયા આદિ હોય. આહાહા..! લગનમાં એક દાખલો બન્યો હતો. એક માણસે પોતાના જમાઈને બધું કામ સોંપ્યું તો એવું બનાવ્યું કે, દૂધપાક ને એવું બનાવ્યું. ને માણસો ઝાઝા આવે (અને) કંઈ મેળ નહિ. એટલે ઘરના ધણીને એવું લાગ્યું કે, આ મારી આબરુ (નહિ રહે). ઓલું શું કહેવાય? છેલ્લે દિવસે કરે છે ને? હરખ જમણ.. હરખ જમણ. હરખ જમણ કરેલું અને એમાં કર્યો દૂધપાક. એટલે કેટલું માણસ આવશે એનો મેળ નહિ, દૂધપાક ખૂટે તો કરવું શું? દૂધપાક કાંઈ તરત થાય છે? બીજી ચીજ હોય તો તો કંદોઈની દુકાનેથી બરફી, લાડવા (લાવી શકાય). એને એવું ખરાબ લાગ્યું, એના ધણીને, એને લઈને આને ખરાબ લાગ્યું તો એ લગ્નના Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ પ્રસંગમાં એ ઝેર પીને મરી ગયો. કામ એને સોંપેલું અને કામમાં આ પ્રમાણે થયું અને એમાં બહા૨માં વાત આવી, એકદમ આવી કે, આ માણસ ઝાઝુ આવી જાય, દૂધપાક તો હદ પ્રમાણે હોય, ખૂટે તો લાવવો ક્યાંથી? બરફી કે ચૂરમું કે એવું કર્યું હોય તો તરત તૈયાર પણ કરે કાંઈક. ચૂરમું ન થાય તો બરફી કે શેરો કરે. હેં? પહોંચી વળે. આહા..! આહા..! ઓલા ‘ભર્તુહર’માં નથી આવતું? ‘ભર્તુહર’ને જ્યારે પીંગળા'ની ખબર પડી. અરે.........! મેં પીંગળાને કેવી માની? એ પીંગળા’ આવી નીકળી? ૯૨ લાખ માળવાનો અધિપતિ રાજા ‘ભર્તૃહિર'! અરે...! આ સ્ત્રી મારી, મેં એને પ્રેમ (કર્યો). આહા..હા..! વેશ્યા પાસે એક અમરફળ આવ્યું. વેશ્યા આપી ગઈ દરબારને, ભર્તૃહિર’ને, અને ‘ભર્તુહરિ’એ સોંપ્યું રાણીને, રાણીને અશ્વપાળ’ને આપ્યું. એણે અશ્વપાળ’ રાખેલો. ૯૨ લાખ અધિપતિનો માળવો, એને મૂકીને એ ‘અશ્વપાળ’ની સાથે ચાલતી. કહો, આહાહા..! એને આપ્યું અને એણે આપ્યું પાછું વેશ્યાને અને વેશ્યા પાછુ ‘ભર્તુહરિ' પાસે લાવ્યા. આહાહા..! દુનિયાના ઠગારા કેવી રીતે ઠગે છે! બહારમાં જાણે આહાહા..! તમારી છું.. તમારી છું... તમારી છું... અંદરમાં... આહાહા..! થઈ ગયો, બાવો થઈ ગયો. ગુરુએ હુકમ કર્યો, જાઓ! ત્યાંથી અનાજ લઈ આવ. તારી પહેલી ભિક્ષા લઈ આવ. રાણી પાસેથી ભિક્ષા લઈ આવ. આહાહા..! ગુરુએ કહ્યું, એ વખતના ગુરુ પણ કેવા હશે? આવો મોટો રાજા ભિક્ષા લ્યે! આહાહા..! રાણી પાસે લેવા ગયા. રાણી તો શોકમાં હતી. કાંઈ બન્યું નહોતું. માતા! એમ બોલ્યો, માતા! મને ભિક્ષા દે.’ રાણી કહે છે, પ્રભુ! રાજન! માતા ન કહો.' માતા છો, મારે હવે માતા છે, બીજું કાંઈ છે નહિ. આહા..! મારી પાસે કાંઈ નથી, પ્રભુ! એ નાટક જોયેલા, એમાં બધું આવતું. ખીર રે બનાવું ક્ષણ એકમાં, જમતા જાવ જોગીરાજ' એક ક્ષણમાં ખીર બનાવું. ખીર રે બનાવું ક્ષણ એકમાં’ વૈરાગ્ય કેવો હશે એનો કહો! દૃષ્ટિ ભલે વસ્તુની (નહિ) પણ બહારના વૈરાગ્યના ભાસ જેવું. વૈરાગ્ય તો ત્યારે કહેવાય કે, સમ્યગ્દર્શન સહિત રાગનો રસ નહિ, એને વૈરાગ્ય કહેવાય. એ કંઈ વૈરાગ્ય નહિ, પણ આટલું તોપણ એ વૈરાગ્ય નહિ, હોં! એ તો મંદ કષાયની સ્થિતિ (છે). માતા! કહીને ઉભો રહ્યો. દરબાર મોટો બાણુ લાખ માળવાનો અધિપતિ! નાટક જોયા છે મોટા મોટા. પ્રભુ! મને માતા ન કહો, રાજન! હું એક (ક્ષણમાં) ખીર બનાવું, થોડા ઉભા રહો.' (ત્યારે રાજન કહે છે), મારી જમાત ચાલી જાય છે, હું ઉભો નહિ રહું.’ ચાલ્યા ગયા. છતાં એ ખરો વૈરાગ્ય નથી. આ વૈરાગ્ય જે કહે છે એ નહિ. આહાહા..! બહારથી તુચ્છતા લાગી. દેખ્યા નહિ કુછ સાર જગતમેં, દેખ્યા નહિ કુછ સા૨’ એમ બોલ્યો. છોડ્યું બધું. એ વૈરાગ્ય નહિ. વૈરાગ્ય તો ભગવાનઆત્માનો અનુભવ થતાં રાગની રક્તતા છૂટી જાય, પુણ્યના પ્રેમના Page #73 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૭ ૫૯ રંગ, રસ છૂટી જાય. આહાહા...! એને જ્ઞાન અને વૈરાગ્ય કહેવામાં આવે છે. લોકો એમ વખાણે કે આવો રાજા હતો. આ ભર્તુહરિ માં આવે છે ને? બનાવેલું આવે છે. બધું વાંચ્યું છે. એ વૈરાગ્ય નહિ, બાપા! આહાહા...! ભગવાનનો વૈરાગ્ય જુદી જાતનો છે. હૈ? આ તો છોડીને ગયો છે તોપણ વૈરાગ્ય નહિ અને અહીં તો સંસારમાં પડ્યો હોય છતાં વૈરાગી (છે). અરે.રે....! આના માપ ક્યાંથી લાવવા? સમજાણું કાંઈ? ઓલો રાજ છોડીને ચાલ્યો ગયો તોપણ એ વૈરાગ્ય ન કહેવાય. અહીંયાં કહે છે કે, સ્ત્રી આદિના સેવનમાં દેખાય, રાજપાટમાં દેખાય છતાં વૈરાગી (છે). આહા...! એ...ઇ..! જેના રાગના રંજન પરિણામ, રસ તૂટી ગયા છે અને જેને આત્માના આનંદના રસના પ્યાલા ફાટ્યા છે. આહાહા...! એ અનુભવના રસના પ્યાલા આગળ ક્યાંય રસ પડતો નથી. આહાહા.! એ રાગથી પુણ્યના પરિણામથી પણ વિરક્ત છે, રક્ત નથી. એને અહીં વૈરાગ્ય કહેવામાં આવે છે. એ વૈરાગી જીવ સંસારમાં આમ વિષય સેવતો દેખાય, છતાં એ સેવતો નથી. અને આ છોડે છે છતાં એણે કાંઈ છોડ્યું નથી. આહાહા...! બાણ લાખ માળવાના અધિપતિએ રાજ છોડ્યું, પણ) છોડ્યું નથી. આહાહા...! જેને આત્મા અંદર શું ચીજ છે? સર્વજ્ઞ કહે છે, હોં! અજ્ઞાની કહે છે આત્મા નહિ. આહાહા.! એવો જે ભગવાન આત્મા, એના રસમાં ચડ્યો છે એને રાગના રસ ઉતરી ગયા છે. રાગ આવે છે, રાગમાં જોડાય છે પણ અંદરના રસ ઉતરી ગયા છે. આહાહા.! સમજાય છે કાંઈ? ત્રણલોકના નાથ વીતરાગ જૈન પરમેશ્વરની વાત કોઈ જુદી છે. દુનિયાથી આખી જુદી જાત છે. હવે ઓલો બાણ લાખ (માળવા) છોડીને બેઠો તોય વૈરાગ્ય નહિ. હૈ? અને અહીં છ— હજાર સ્ત્રીમાં પડ્યો હોય તો કહે, વૈરાગી. હવે આ તુલના કરવી શી રીતે? આહાહા...! રાગનું રંજનપણું, રસપણે છૂટી ગયું છે. આહાહા.! અહીં કહે છે, ૧૯૭ આવી ને? જેમ કોઈ પુરુષ કોઈ પ્રકરણ...” પ્રકરણ એટલે કોઈ ક્રિયા. લગનની ક્રિયા, દહાડાની ક્રિયા, મોટો દહાડો હોય અથવા શું કહેવાય, આ કીધું લગનનું છેલ્લું... ? હરખ જમણ કે મોટો વેપાર હોય. એ પ્રકરણની ક્રિયામાં પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું નહિ હોવાથી... આહાહા.! એનો ધણી નથી ઇ. નોકર કરોડોના વેપાર કરતો હોય પણ એના ફળ તરીકે એને કંઈ છે નહિ. એનો ધણી તો ઓલો છે. આહાહા...! આને તો ખબર છે કે મને આ બે હજાર, પાંચ હજાર રૂપિયા મહિને આપે છે. બસ! અને કરોડો પેદા થાય છે એ કંઈ મને નથી. અને કદાચિત્ કરોડની ખોટ ગઈ તોય મને કંઈ નથી. આહાહા. એ કોઈપણ કામની ક્રિયામાં પ્રવર્તતો હોવા છતાં એ કામનું સ્વામીપણું નહિ હોવાથી. પ્રકરણ એટલે એ ક્રિયાઓ. પ્રાકરણિક નથી... આહાહા...! ઓલો તો ધણીએ જમાઈને સોંપેલું તો એમાં આમ થયું (તો) એ જમાઈ ઝેર પીને મરી ગયો, લ્યો! લગનના પ્રસંગમાં. કારણ કે ધણીપતાના) Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ રંગ ચડી ગયેલા. હું કરું... હું કરું... હું કરું... મેં દસ મણ, પંદર મણ દૂધપાક કર્યા. ભલે અત્યારે આટલું માણસ જમે. પણ ભઈ! મેળ ન ખાય. આ મોટું ઘર છે, માણસ કેટલું આવે, આ દૂધપાક (નહિ થાય). તમે બહુ હઠે ચડો છો કે, દૂધપાક જ કરો. એમ ન ચાલે. એ એમાં મરી ગયો. “કાંતિભાઈ આ સંસારના તમારા બધા લખણ. આહાહા....! અહીં કહે છે કે, ધર્મી જેમ કોઈ પ્રકરણ એટલે ક્રિયાકાંડના પ્રકારમાં ચડી ગયો હોય છતાં એનો એ સ્વામી નથી તો એનો હરખ-શોક એને છે નહિ, એને ખોટ અને લાભ એને ઘરે નથી. ખોટ ને લાભ શેઠને ઘરે છે. “રાણપુરમાં તો એક નોકર એવો હતો. શેઠિયો હતો. “રાણપુર. શેઠ દુકાને આવે તો કાંઈક બોલે, ચાલ્યા જાઓ અહીંથી. તમારું કામ નથી. નોકરે એવી છાપ પાડી દીધી કે શેઠ ચાલ્યો જાય. તમારું કામ નથી. ડામાડોળ કરશો નહિ, ફલાણું, ઢીકણું ને આમ તેમ, ચાલ્યા જાઓ અહીંથી. કર્તા-હર્તા છતાં પણ ફળનો ભોક્તા કિંઈ પોતે છે? લાભ કે ખોટ એ તો એની છે. હૈ? આહાહા. સ્વામીપણું નહિ હોવાથી તે ક્રિયાનો એ અધિકારી નથી, તેનો સ્વામી નથી. બીજો પુરુષ પ્રકરણની ક્રિયામાં નહિ પ્રવર્તતો...... આહાહા.! એનો ધણી હોય એ એક કોર ઘરે બેઠો હોય. દુકાનનું કામ ચાલતું હોય એ નોકર ચલાવતો હોય, આને માથે કાંઈ ન હોય છતાં સ્વામીપણું અને વર્તતું હોય છે. આહાહા...! છે ને? પ્રકરણની ક્રિયામાં નહિ પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું હોવાથી...” દુકાનના કરોડોના ધંધાનો ધણી તો ઈ છે. ખોટ જાય કે લાભ થાય એ કંઈ નોકરને છે? નોકરને તો જે પગાર બે હજાર કે બાવીસો હોય એ આપી દયે. આહાહા.! આ દષ્ટાંત તો કુંદકુંદાચાર્યું આપ્યું છે. “ક્રિયામાં નહિ પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું હોવાથી પ્રાકરણિક છે...” ધણી છે. તેવી રીતે સમ્યગ્દષ્ટિ પૂર્વસંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને...” આહાહા.! ધર્મી જીવને, અનુભવીને... આહા.! એ એક ફેરી કહ્યું નહોતું? નાની ઉંમરમાં, નવ-દસ વર્ષની ઉંમર હતી). અમારી જોડે રહેતા. અમારી બાના ગામના બ્રાહ્મણ એટલે અમે મામા કહીએ. એ ન્હાય ને લંગોટીયું જ્યારે પહેરે ત્યારે એમ બોલતા, “અનુભવીને એટલું રે આનંદમાં રહેવું રે, ભજવા પરિબ્રહ્મ ને બીજું કાંઈ ન કહેવું. એ વખતે સાંભળતા. મેં કીધું, શું કહે છે આ? એનેય ખબર નહિ. “અનુભવીને એટલું રે આનંદમાં રહેવું રે...” આહાહા.! એ અહીં કહે છે. એ ક્રિયાઓ ભલે બધી થતી હોય પણ ધણી પોતે નથી. આહાહા! અનુભવીના આનંદમાં એ ક્રિયાનો ધણી નથી. આહાહા! સમ્યગ્દષ્ટિ પૂર્વસંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને સેવતો હોવા છતાં.” ભાષા વ્યવહારની મૂકી. “રાગાદિભાવોના અભાવને લીધે...” ઓલું રંજિત પરિણામ કીધું હતું ને? રંગ ઊડી ગયો છે. આહાહા! કપડામાં જેમ રંગ ચડાવે પણ જેમ ઊડી જાય, અંદર ફટકડી લગાવી હોય (તો) રંગ ઊડી જાય. એમ આ રંગ ધર્મીને ઊડી ગયો છે. આહા.! Page #75 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૯૭ ૬૧ ભગવાનને પડખે ચડ્યો (એના) બીજા બધા પડખાં હવે ખરાબ થઈ ગયા. આહાહા..! જુઓ! સમ્યગ્દર્શનની મહિમા! જુઓ! અનુભવની મહિમા! હવે એની પાસે બધી ક્રિયાકાંડની વાતું આખો દિ' ગુંચાઈને મરી જાય એમાં. આખી વાત મૂળ છે એ તો રહી જાય. આહાહા..! ‘સમ્યગ્દષ્ટિ પૂર્વસંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત.' થયેલી સામગ્રી, એને સેવતો દેખાય છતાં રાગાદિભાવોના અભાવને લીધે વિષયસેવનના ફળનું (ધણીપત્તુ) સ્વામીપણું નહિ હોવાથી..’ આહા..! જ્યાં આનંદનો નાથ, અનંત ગુણનો સ્વામી, એનો સ્વામી થયો... આહાહા..! હવે એને બહારના સ્વામીપણા, ભિખારીપણા એને શેના રહે? આહાહા..! સ્વરૂપના આનંદની લક્ષ્મી આગળ બહારના કોઈ વૈભવમાં એને મહત્તા લાગતી નથી. અજ્ઞાનીને બહારના અનેક પ્રકારના વૈભવના વિશેષ દેખાતાં આત્માનું વિશેષપણું ભાસતું નથી. આહાહા..! સમજાણું કાંઈ? એ “વિષયસેવનના ફળનું સ્વામીપણું નહિ હોવાથી...' એટલે કે રાગનો રસ જ જ્યાં ઊડી ગયો છે, એમ એનો અર્થ છે. તે અસેવક જ છે...’ સેવતા છતાં અસેવક છે. આહાહા..! ‘ટોડરમલ્લજીએ’‘મોક્ષમાર્ગ પ્રકાશક' બનાવ્યું ને! બનાવ્યું (ત્યારે) એની મા શાકમાં મીઠુ નથી નાખતી. એ મોક્ષમાર્ગ પ્રકાશક' (બનાવવાની) એવી ધૂનમાં (કે) એને ખબર નહિ કે આમાં મીઠુ નથી. રસ ચડેલો મોક્ષમાર્ગ પ્રકાશક'નો. આહાહા..! એ જ્યાં કામ બંધ થઈ ગયું અને માતાએ શાક પાછું આપ્યું (તો કહ્યું), ‘બા! આમાં મીઠુ નથી.’ (તો બા કહે છે), ભાઈ! મીઠુ છ મહિનાથી હું નાખતી નથી. તને આજે ખબર પડી?” મોક્ષમાર્ગ પ્રકાશક’નો રસ ઊડી ગયો. (શાસ્ત્ર પૂરું થયું). કહો, શાકમાં મીઠાની ખબર ન રહી. હૈં? છ-છ મહિના! રસ ચડી ગયો ને! ‘મોક્ષમાર્ગ પ્રકાશક' કેવું પણ બનાવ્યું છ! ‘મોક્ષમાર્ગ પ્રકાશક’! આહાહા..! ‘શ્રીમદ્’ પણ વખાણ કર્યાં, સદ્ભુતમાં નાખ્યું. વીસ સશ્રુતના નામ આપ્યા છે ને? એમાં “મોક્ષમાર્ગ પ્રકાશક' સશ્રુતમાં નાખ્યું છે. આહાહા..! ભલે એના માણસો પછી શ્વેતાંબરને માને. પણ આમાં ના પાડી છે. શ્વેતાંબર છે એ ગૃહીત મિથ્યાષ્ટિ છે. આહા..! એ જૈન જ નથી. સ્થાનકવાસી, દેરાવાસી જૈન જ નથી. આકરી વાત છે, બાપા! આહા..! જેને રાગથી ભિન્ન, ગુરુપણું પણ એવું, ધર્મ પણ એવો અને કેવળીની તો વાત જ શું કરવી? આહાહા...! એવી વાત જેને અંત૨માં બેઠી અને અનુભવમાં આવી.. આહાહા..! એને બીજા કોઈ ધર્મ પ્રત્યે રસ ઊડી જાય છે. આહાહા..! અંદર કોઈ પ્રેમ રહેતો નથી. આહા..! “વિષયસેવનના ફળનું સ્વામીપણું નહિ હોવાથી અસેવક જ છે (અર્થાત્ સેવનારો નથી) અને મિથ્યાદૃષ્ટિ વિષયોને નહિ સેવતો હોવા છતાં...’ જોયું? હજારો રાણી છોડીને બેઠો હોય પણ અંદરમાં રાગનો પ્રેમ છે. રાગથી ભિન્ન ભગવાનનો અનુભવ નથી અને રાગનો રસ છૂટ્યો નથી. ભલે બાવો, જોગી, સાધુ થાય, જૈનનો સાધુ થયો હોય, દિગંબર સાધુ! આહાહા..! છતાં ‘મિથ્યાદૃષ્ટિ વિષયોને નહિ સેવતો...’ જાવજીવ બાળ બ્રહ્મચારી હોય પણ અંદરમાં રાગના Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ રસ છૂટ્યા નથી. આહાહા...! મિથ્યાદૃષ્ટિ વિષયોને નહિ સેવતો હોવા છતાં રાગાદિભાવોના સદ્ભાવને લીધે...” જોયું? રાગનો નાનામાં નાનો કણ હોય, પણ જેના પ્રેમમાં રંગાઈ ગયો છે. આહાહા...! એ વિષય ન સેવે તોપણ સેવતો કહેવાય છે. આહાહા...! આટલો બધો ફેર. ‘વિષયસેવનના ફળનું સ્વામીપણું હોવાથી સેવક જ છે.” આહાહા.! એ રાગના પ્રેમમાં પડ્યો, બહારમાં સ્ત્રીનો ત્યાગ હોય, કુટુંબનો ત્યાગ (હોય), દુકાન, ધંધાનો ત્યાગ (હોય, પણ છતાં અંદરમાં એ સેવક જ છે. આહાહા.! વિશેષ વાત કરશે. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) પ્રવચન નં. ર૭૪ ગાથા–૧૯૭, ૧૯૮, શ્લોક–૧૩૬ શનિવાર, અષાઢ વદ ૫, તા. ૧૪-૦૭-૧૯૭૯ ગાથા–૧૯૭ ના ભાવાર્થ ઉપર પ્રવચન ભાવાર્થ છે ને ? ૧૯૭ (ગાથાનો) ભાવાર્થ. “નિર્જરા અધિકાર'. કોઈ શેઠે પોતાની દુકાન પર કોઈને નોકર રાખ્યો. દુકાનનો બધો વેપાર-વણજ-ખરીદવું, વેચવું વગેરે સર્વ કામકાજ–નોકર કરે છે તોપણ તે વેપારી નથી.” એનો એ સ્વામી નથી. કારણ કે તે વેપારનો અને વેપારના લાભ-નુકસાનનો સ્વામી નથી.” લાભ-નુકસાન તો શેઠને છે, નોકર કામ ગમે એટલું કરે. “તે તો માત્ર નોકર છે, શેઠનો કરાવ્યો બધું કામકાજ કરે છે. જે શેઠ છે તે વેપાર સંબંધી કાંઈ કામકાજ કરતો નથી, ઘરે બેઠો હોય. કાલે રાણપુરનું કહ્યું હતું ને ? એક શેઠ(ને) નોકર (કહે છે), અહીંથી ચાલ્યા જાઓ, તમારું કામ નથી, તમે ઘરે ચાલ્યા જાઓ.” સમજી જાય (કે), આપણું કામ નહિ, છે એનું કામ, નોકરનું કામ છે). ઘેર બેસી રહે છે તોપણ તે વેપારનો અને વેપારના લાભ-નુકસાનનો ધણી હોવાથી તે જ વેપારી છે. આ દૃષ્ટાંત સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ પર ઘટાવી લેવું. જેમ નોકર વેપાર કરનારો નથી તેમ સમ્યગ્દષ્ટિ વિષય સેવનારો નથી,... આહાહા...! કરવા જેવું આ છે એવું પહેલું વલણ તો કરે કે આત્મામાં અતીન્દ્રિય આનંદ છે. જે આનંદના સ્વાદ આગળ ચૌદ બ્રહ્માંડ જેને તુચ્છ લાગે છે. એવો આત્મામાં એ આનંદ છે. અતીન્દ્રિય આનંદથી ભરેલો ભગવાન છે. એ અતીન્દ્રિય આનંદનો જેને સ્વાદ આવ્યો, જાણવામાં આવ્યું કે આ તત્ત્વ તો અનંત જ્ઞાન અને અનંત આનંદથી ભરેલો પદાર્થ છે. એવું જેને અંતર દૃષ્ટિમાં, અનુભવમાં આવ્યું એ સમ્યગ્દષ્ટિ કામ કરતા છતાં એ કરતો નથી. આ.હા...! કેમકે એનો સ્વામી Page #77 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૯૭ ૬૩ થતો નથી. આહા...હા...! મિથ્યાષ્ટિ. જેમ નોકર વેપાર કરનારો નથી તેમ સમ્યગ્દષ્ટિ વિષય સેવનારો નથી, અને જેમ શેઠ વેપાર કરનારો છે તેમ મિથ્યાષ્ટિ વિષય સેવનારો છે. નિવૃત્તિ લઈને ભલે એક કોર બેઠો હોય. આહાહા...! દુકાનના ધંધાનું કાંઈ કામકાજ ન કરતો હોય પણ અંતરમાં એ ધંધાના લાભ અને નુકસાનનો ધણી તો એ છે. એમ મિથ્યાદષ્ટિ બહારમાં વેપાર, ધંધા આદિ ન કરતો હોય પણ અંદરમાં સ્વરૂપથી વિરૂદ્ધ રાગના ભાગને પોતાનો માની અને તેમાં તે પડ્યો છે તે બાહ્યના વેપારનો ધંધો ન કરતો હોય તોપણ કરે છે. આહા..હા...! આવું કામ છે. ••••છે. ( શ્લોક-૧૩૬) (મુન્દન્તિા ) सम्यग्दृष्टेर्भवति नियतं ज्ञानवैराग्यशक्तिः । स्वं वस्तुत्वं कलयितुमयं स्वान्यरूपाप्तिमुकत्या। यस्माज्ज्ञात्वा व्यतिकरमिदं तत्त्वतः स्वं परं च स्वस्मिन्नास्ते विरमति परात्सर्वतो रागयोगात्।।१३६।। હવે આગળની ગાથાઓની સૂચનાનું કાવ્ય કહે છે : શ્લોકાર્ધ -[ સાવૃષ્ટ: નિયત જ્ઞાન-વૈરાગ્ય-શવિત્તઃ મવતિ ] સમ્યગ્દષ્ટિને નિયમથી જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ હોય છે; [ યરHI ] કારણ કે [ ] તે સમ્યગ્દષ્ટિ જીવ) [ સ્વ-૨-૫-ગાપ્તિ-મુવજ્યાં ] સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે [ સ્વ વસ્તુત્વ વનયિતુમ્ ] પોતાના વસ્તુત્વનો યથાર્થ સ્વરૂપનો) અભ્યાસ કરવા માટે, [ રૂટું સ્વં ચ પર ] “આ સ્વ છે (અર્થાત્ આત્મસ્વરૂપ છે) અને આ પર છે” [ વ્યતિરમ્] એવો ભેદ [ તત્ત્વતઃ ] પરમાર્થે [ જ્ઞાત્વી ] જાણીને [ સ્વરિશ્મન્ ગાન્ત ] સ્વમાં રહે છે (ટકે છે, અને પિત્ત રાયોIR] પરથી-રાગના યોગથી- સર્વતઃ ] સર્વ પ્રકારે [ વિરમતિ] વિરમે છે. (આ રીત જ્ઞાનવૈરાગ્યની શક્તિ વિના હોઈ શકે નહિ) ૧૩૬. Page #78 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૭ શ્લોક-૧૩૬ ઉપર પ્રવચન હવે આગળની ગાથાઓની સૂચનાનું કાવ્ય કહે છે :- ૧૩૬ કાવ્ય. (મન્ત્રાન્તા) सम्यग्दृष्टेर्भवति नियतं ज्ञानवैराग्यशक्तिः । स्वं वस्तुत्वं कलयितुमयं स्वान्यरूपाप्तिमुकत्या। यस्माज्ज्ञात्वा व्यतिकरमिदं तत्त्वतः स्वं परं च स्वस्मिन्नास्ते विरमति परात्सर्वतो रागयोगात्।।१३६।। ઓ.હો.હો..! એક કળશમાં કેટલું ભર્યું છે! સિમ્પરેડ નિયત જ્ઞાન-વૈરાગ્ય-વિત્તઃ મવતિ શુદ્ધ સ્વરૂપ અનાદિ પરમાનંદમૂર્તિ પ્રભુ, એનો જ્યાં અનુભવ થયો અને તેની શક્તિ અને સામર્થ્યની પ્રતીત ને જ્ઞાન ને અનુભવ થયો એ સમ્યગ્દષ્ટિ (છે). ત્રિકાળી અનંત આનંદ અને અનંત જ્ઞાન, પૂર્ણ અનંત સ્વભાવ, પરમાત્મસ્વરૂપ જ પોતે પ્રભુ છે. સ્વભાવથી, શક્તિથી, સત્ત્વથી, ભાવથી ભરેલો છે). એ ભાવને જેણે અનુભવ્યો. અનાદિથી કર્મચેતના અને કર્મફળચેતનાનો અનુભવ હતો. કર્મચેતના એટલે રાગ. રાગનું વેદના અને રાગનું ફળ દુઃખનું વેદન. અનાદિનું તેનું વેદન છે). દિગંબર સાધુ નવમી રૈવેયક ગયો તોપણ ઈ હતું. આ તો જ્યાં અંદર ફરે છે, વસ્તુની દૃષ્ટિ ફરે છે. ભગવાન પૂર્ણ સ્વરૂપે ભરેલો, એનો જ્યાં અંદર સ્વીકાર અને અનુભવ થાય છે ત્યારે તે સમ્યગ્દષ્ટિ નિયમથી જ્ઞાન અને વૈરાગ્ય(ના) સામર્થ્યવાળો હોય છે. નિશ્ચયથી સ્વરૂપનું જ્ઞાન અને રાગનો વૈરાગ્ય. આહાહા.! આવી વસ્તુ છે. આ તો હજી પહેલી ભૂમિકાની વાત છે. ‘નિયમથી...એમ છે ને? “નિય છે ને? “નિયતં “ સ રે: નિયત નિશ્ચયથી જ્ઞાન, વૈરાગ્ય શક્તિ ભવતિ. આહા! એટલે શું કહે છે? ખરેખર તેને જ્ઞાન અને વૈરાગ્ય હોય છે. શાસ્ત્રના જાણપણા અને પર પદાર્થ છોડીને) બેસે માટે જ્ઞાન અને વૈરાગ્ય થઈ ગયો, એમ નથી. ખરેખર જ્ઞાન અને વૈરાગ્ય, એમ કહ્યું છે ને? નિશ્ચયથી જ્ઞાન (અર્થાતુ) સ્વરૂપ શુદ્ધ ચૈતન્યપ્રભુ, એનું જ્ઞાન. એને શેય બનાવીને (થયેલું) જ્ઞાન, એને શેય બનાવીને (થયેલી) શ્રદ્ધા અને એને ય બનાવીને એમાં રમણતાનો અંશ (પ્રગટવો). દર્શન, જ્ઞાન અને સ્વરૂપાચરણ. એવો જે સમ્યગ્દષ્ટિ (તેને) નિશ્ચયથી જ્ઞાન અને વૈરાગ્યનું સામર્થ્ય હોય છે. જ્ઞાનનું પણ બળ હોય છે અને વૈરાગ્યનું પણ બળ હોય છે. આહાહા.! સ્વરૂપનું પણ જ્ઞાન, એનું પણ બળ હોય છે અને રાગની ક્રિયા દયા, દાન, વ્રતાદિ એનાથી પણ વિરક્ત છે. એવું વૈરાગ્યબળ છે. આહાહા.! એ જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ હોય છે. (રમત“કારણ કે...” (યો તે (સમ્યગ્દષ્ટિ જીવ)...” સ્વિ-૨-૫-માત-મુત્યા] Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૩૬ ૬૫ એટલે સ્વ-રૂપની ‘આપ્તિ” અને ૫૨રૂપનું ‘મુત્યા. છે? સ્વ-રૂપ એમ લેવું. ‘રૂપ’ છે ને ત્રીજો બોલ? સ્વરૂપની ‘આપ્તિ” એટલે સ્વરૂપનું ગ્રહણ અને અન્ય રૂપનું ‘મુત્થા’, અન્ય રૂપ ‘મુત્યા’ (અર્થાત્) પરનો ત્યાગ. આહાહા..! શબ્દો તો થોડા છે પણ (ભાવ ઘણા ભર્યા છે). સ્વરૂપનું ગ્રહણ અને ૫૨રૂપનો ત્યાગ (એ) વૈરાગ્યની વાત કરી. રાગાદિ ૫૨. પરવસ્તુ છે એ તો છૂટેલી જ પડી છે. સ્વરૂપ – સ્વ-રૂપ, એની ‘આપ્તિ’, સ્વરૂપ એની ‘આપ્તિ’ એટલે ગ્રહણ. શુદ્ધ સ્વરૂપ પૂર્ણાનંદ પ્રભુ... આહાહા..! જેના આનંદના સ્વાદ આગળ ઇન્દ્રના ઇન્દ્રાસનો પણ જ્યાં સડેલાં મડદાં જેવાં, મીંદડાં, સડેલાં કૂતરા હોય એવું લાગે. એવો એનો સ્વાદ છે, કહે છે. આહાહા..! એવા (સ્વરૂપના) સ્વાદથી પરિપૂર્ણ ભરેલો છે. એ સ્વરૂપની ‘આપ્તિ’, સ્વરૂપની ‘આપ્તિ” છે ને? ‘આપ્તિ’ એટલે ગ્રહણ. અને ૫૨રૂપ એમ લેવું. અન્ય રૂપ. સ્વરૂપની ‘આપ્તિ’ અને અન્યરૂપનું ‘મુખ્ત્યા’. બે શબ્દમાં આટલું મૂક્યું છે. સ્વરૂપનું ગ્રહણ એટલે સ્વરૂપની ‘આપ્તિ’ અને અન્ય રૂપનું ‘મુન્ત્યા – ૫૨નો ત્યાગ. આહાહા..! શબ્દો બહુ થોડા છે, ભરેલો ભાવ અંદર ઘણો છે. આહાહા..! મૂળ વાત ઇ છે કે આત્મા અનંત અનંત શાંતિ, આનંદનો સાગર (છે) એનો એને મહિમા આવ્યો નથી. આહાહા..! એની એને વિશેષતા, બીજી બધી ચીજ કરતાં એની વિશેષતા ભાસતી નથી. આ વાંધા અહીં છે. દુનિયાની બધી ચીજો, આબરુ-કીર્તિ, બહાર હા..હો, હા..હો.... ચક્રવર્તીના રાજ ને દેવ ખમા ખમા કરે, સોળ હજાર દેવ! એની વિશેષતા જેને નથી લાગતી પણ આત્માનું સ્વરૂપ અનંત ગુણનો ભંડા૨ (ભાસે છે તેની પાસે) આહાહા..! આ બધો ભંગાર છે. ભગવાન અનંત ગુણનો ભંડાર છે. આ નહોતું કહેતા કે ઓલો ભંગાર પડશે. કટકા થઈને પડશે). આહાહા..! અમારે છે ને? ફાવાભાઈ’, મનહર' એને આ ધંધો છે. શું કહેવાય ઇ? ભંગાર.. ભંગા૨! કરોડપતિ છે. ભંગારનો આખો કૂવો એક ફેરી ભર્યો હતો. ભંગાર લાવી લાવીને આખો કૂવો (ભરેલો). પૈસા ઘણા, એમાં પાછા પૈસા પેદા થઈ ગયા. ભંગાર. અહીં કહે છે કે, એક કોર ભંડા૨ અને એક કો૨ ભંગાર. આહાહા..! ભગવાન અંદર એકલા અનંત ગુણનો ભંડાર છે. એની અધિકતા અને વિશેષતા આગળ કોઈ ચીજ વિશેષતા અને અધિકતા લઈ જતું નથી. આહાહા..! દેહને જોવો નહિ, દેહ છે એ જડ માટી (છે). આહા..! આ ભાઈ ગુજરી ગયા ને? ‘જયંતિભાઈ’. બિચારા અહીં રહેતા ઘણીવાર. શ્વાસ માટે ગયેલા, ઑક્સિજન (લેવા ગયેલા). દેહ પૂરો થઈ ગયો, જાઓ! આહાહા..! અહીં કહે છે કે, પોતે ભગવાનઆત્મા સ્વ-રૂપની ‘ઞપ્તિ’ અને અન્ય રૂપનું ‘મુખ્ત્યા’. આહા..! બે શબ્દમાં તો (કેટલું ભર્યું છે)! પૂર્ણાનંદનો નાથ પ્રભુ, અતીન્દ્રિય આનંદથી ભરેલો ભગવાન, એ સ્વ-રૂપની ‘ગ્રાપ્તિ” (એટલે) ગ્રહણ, એ સ્વરૂપનું ગ્રહણ અને રાગનો કણ ચાહે તો શુભ હો એ ૫૨રૂપનો ત્યાગ. ૫૨રૂપની મુક્તિ’. આહાહા..! છે? ‘સ્વ-રુપ-આપ્તિ - Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ અન્ય રૂપ મુખ્ત્યા' આટલા શબ્દોમાં તો.. આહા..! પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાન, એનો જ્યાં સ્વીકાર અને ગ્રહણ (થયું), દૃષ્ટિમાં તેનો આદર અને અનુભવ (થયો)... આહાહા..! અને રાગથી માંડીને બધી ચીજ, રાગ ને વિકાર એ અન્યરૂપનો ત્યાગ. અહીં બાહ્યના ત્યાગની વાત નથી. બાહ્યનો ત્યાગ તો અનાદિથી) છે જ. બાહ્ય ચીજ તો ગ્રહી નથી તેથી ત્યાગ છે ઇ ક્યાં (ક૨વાનો રહે છે)? આહાહા..! શાસ્ત્રમાં તો ત્યાં સુધી આવ્યું કે રાગરૂપે થયો નથી તો પચ્ચખાણ રાગને છોડવું પણ ક્યાં રહ્યું? એ તો જ્ઞાન જ્ઞાનરૂપે રહે એનું નામ પચ્ચખાણ (છે). આવે છે ને? ‘સમયસાર’ (૩૪મી ગાથા). રાગનો ત્યાગ એ પણ નથી, કહે છે. આહાહા..! પચ્ચખાણની વ્યાખ્યા છે. કેમકે સ્વરૂપ જે ચૈતન્ય, એણે રાગ ગ્રહ્યો છે કે દિ' કે છોડે ? પરનું તો ગ્રહણ-ત્યાગ છે જ નહિ. આહાહા..! પણ સ્વરૂપ ચૈતન્ય સચ્ચિદાનંદ પ્રભુ, એણે રાગ ગ્રહ્યો છે કે દિ’ તે રાગ છોડીને પચ્ચખાણ કરે? આહાહા..! આત્મા આત્મરૂપે ઠર્યો એનું નામ રાગનો ત્યાગ નામમાત્ર કહેવાય. આહાહા..! લોકોની મહિમા બાહ્ય ત્યાગ ઉપર છે. એથી અંતરના સ્વરૂપનું ગ્રહણ અને રાગાદિનો ત્યાગ, એનું એને માહાત્મ્ય સૂઝતું નથી. આહાહા..! બહાર(નું) છોડ્યું, આણે આમ કર્યું, દુકાન છોડી, આણે શરીરથી જાવજીવ બ્રહ્મચર્ય પાળ્યું, એ બધી બહારની ચીજો છે. આહાહા..! અહીં તો સ્વરૂપ, એનું ગ્રહણ. અન્ય રૂપ (એટલે) રાગાદિ વિકલ્પ, એનો ત્યાગ. અહીં તો ગ્રહણ અને ત્યાગ કહેવું છે ને? નહિતર તો રાગનો ત્યાગ પણ નામમાત્ર છે. કારણ કે સ્વરૂપ રાગરૂપે થયું નહોતું. તેથી જે સ્વરૂપ છે તેમાં રહ્યો તે જ પચ્ચખાણ થયું. તે જ રાગનો ત્યાગ નામમાત્ર કહેવાય. આહાહા..! = ‘સ્વ-અન્ય-પ-પ્રાપ્તિ-મુવન્ત્યા આહા..! ત્યાગ કરવાની વિધિ વડે... [ સ્વ વસ્તુત્યું યિતુમ્ ] ઓલામાં ‘ઞપ્તિ” કીધી હતી ને? સ્વરૂપની ‘આપ્તિ’. હવે એ સ્વવસ્તુનું “ભયિતુ (અર્થાત્) પોતાના સ્વરૂપનો અનુભવ. પોતાના વસ્તુત્વનો યથાર્થ સ્વરૂપનો) અભ્યાસ...’ એટલે અનુભવ. ‘યિતુ આહાહા..! ભગવાનઆત્મા અતીન્દ્રિય આનંદનો ગાંસડો છે. એનો અભ્યાસ એટલે એનો અનુભવ. આહાહા..! ‘યિતુ' એટલે એનો અભ્યાસ – અનુભવ. અતીન્દ્રિય આનંદનો અનુભવ, એ સ્વનો અભ્યાસ કહેવાય છે. આહાહા..! ‘રવું વસ્તુન્વં’ ‘વસ્તુત્યું’ (એટલે) વસ્તુપણાનો ભાવ. પોતાના વસ્તુત્વનો એટલે વસ્તુત્વ છે ને? વસ્તુનું જે સ્વરૂપ છે, એમ. વસ્તુનું જે સ્વરૂપ છે, અતીન્દ્રિય આનંદ, જ્ઞાન, શાંતિ, સ્વચ્છતા, વીતરાગતા.. આહા..! એ વીતરાગતાનો અનુભવ એ સ્વનો અનુભવ અને રાગનો ત્યાગ એ પરનો ત્યાગ. શબ્દો થોડા છે, ભાવ ઘણા ગંભીર છે. સંતોની વાણી છે. એમાં દિગંબર સંતો... આહાહા..! પાંચમે આરે કેવળીને ભૂલાવ્યા છે. એવી વાણી છે ઇ. આહાહા..! સમજે એને. વાણી જાણી તેણે જાણી છે’ નથી આવતું? ‘શ્રીમદ્’માં મોક્ષમાળા'માં આવે છે. વાણી જાણી, જિનવાણી Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૩૬ જાણી તેણે જાણી છે, બાપુ ! આહાહા. એમને એમ વાણી વાંચી ગયા, જાણી લીધું, ધારણા (કરી લીધી એ નહિ). આહાહા..! વીતરાગ, એની વાણીમાં તો વીતરાગતાનો આદર આવે છે અને રાગનો ત્યાગ આવે છે. આહાહા...! પછી એની બધી ટીકાઓ છે. આહાહા.! શાસ્ત્રમાં આવે છે ને કે સમભાવ આદરવા. આ એની બધી ટીકા છે. એનો અર્થ જ ઈ છે. આહાહા.! અરે...! પણ કેમ એને બેસે? જરીક કંઈક બીડી, કંઈક બહારનું શાક કે દાળ કે પાપડ કે અથાણું સારું થાય ત્યાં તો આમ જાણે ઓ...હો.હો...! આજ તો ખાઈને ઓ... ઓડકાર કરે. આહાહા...! હૈ? મુમુક્ષુ :- . બહાર દેખાય. ઉત્તર :- જાણે શું કર્યું જાણે અંદરા એકલું પાપ કરીને ઉભો થયો છે. આહાહા...! અહીં કહે છે, [ā વરસ્તુત્વે યિતુમ સ્વ વસ્તુપણાનો અનુભવ. વસ્તુના વસ્તુપણાનો અનુભવ. વસ્તુત્વ છે ને? એટલે વસ્તુ છે પ્રભુ, એનું વસ્તુપણું એટલે અતીન્દ્રિય આનંદ, જ્ઞાન આદિ ભાવપણું. આહાહા...! એ વસ્તુના સ્વરૂપનો યથાર્થ (અનુભવ) અભ્યાસ કરવા માટે...” ફિટું સ્વં પર્વ જે ઓલું પહેલું કહ્યું હતું. “સ્વ-સી-૫-તિ-મુવલ્યા' અને ફિ વં ચ પર “આ સ્વ છે.” આ જ્ઞાન અને આનંદથી ભરેલો ભગવાન તે સ્વ છે. આહાહા...! “અને આ પર છે.” રાગાદિનો વિકલ્પ તે બિલકુલ પર છે. આહાહા...! આવો જેણે અંતર અનુભવ કર્યો તેને એમ કે નિર્જરા થાય છે, એમ કહેવું છે. ઈ સંયોગમાં હોય છતાં એ સંયોગથી છૂટતો જાય છે, રાગથી છૂટતો જાય છે અને અંતરની શુદ્ધિથી વધતો જાય છે. આહાહા...! સ્વ અને પર એવો [ વ્યતિરમ્ ] એટલે “એવો ભેદ.” સ્વ નામ આનંદ અતીન્દ્રિય અને પર નામ રાગાદિ ને વિકલ્પ, એ બે, એનો ભેદ, વ્યતિકર એટલે ભેદ, બેની જુદાઈ. તિત્ત્વત: આહાહા.! એકલું જાણવું, જાણી રાખ્યું, એમ નહિ કહે છે. પરમાર્થ કહેવામાત્ર નહિ. આહાહા.! સ્વ અને પર એકલું કહેવામાત્ર નહિ. આહાહા.! સ્વ અને પર “પરમાર્થે જાણીને..” જોયું? [તત્ત્વત: આહાહા.! “સમયસાર', પ્રવચનસાર અલૌકિક ગ્રંથ છે. આહા.! ભરતક્ષેત્રના ભાગ્ય કે આવા શાસ્ત્રો રહી ગયા. કાળ આવો હલકો, શાસ્ત્ર આવા ઊંચા રહી ગયા. આહાહા...! આત્મા અમર છે તેને અમર પર્યાયમાં બનાવે એવા શાસ્ત્ર છે. આહાહા...! અહીં કહે છે, સ્વ-પરને, એવો ભેદ. સ્વ-પરનો ભેદ એકલો જાણવામાં રાખીને એ નહિ. આહાહા.! સ્વ-પરનો ભેદ તત્ત્વથી જાણીને. પરમાર્થે આત્મા આનંદ અને રાગ પર એમ પરમાર્થથી બરાબર અનુભવ કરીને, જાણીને. આહાહા.! છે કે નહિ અંદર? સ્વ અને પરનો વ્યતિકર એટલે જુદાઈ તત્ત્વતઃ જાણીને. પરમાર્થે વસ્તુ સ્વરૂપનો અનુભવ કરી અને સ્વનું ગ્રહણ અને પરનો ત્યાગ, એ તત્ત્વતઃ જાણ્યું કહેવાય, પરમાર્થે જાયું કહેવાય. આહાહા...! તિત્ત્વત: પરમાર્થે જાણીને...” તત્ત્વથી જાણીને એમ. તત્ત્વથી એટલે જે જાણન સ્વરૂપ Page #82 -------------------------------------------------------------------------- ________________ ६८ સમયસાર સિદ્ધિ ભાગ-૭ છે પ્રભુ, તે આનંદથી જાણીને. આહાહા...! આવી વાત સાંભળવી મુશ્કેલ પડે. આહાહા...! આ સ્વ છે અને આ પર છે એવો વ્યતિકર. પર્યાયમાં વ્યતિકર આવ્યું હતું ને? પર્યાય વ્યતિકર (એટલે) ભિન્ન ભિન્ન છે ને? ભિન્ન ભિન્ન. એક સમયની પર્યાય ભિન્ન ભિન્ન, બીજે સમયે ભિન્ન ભિન. ગુણ છે સહભાવી, અન્વય, અન્વય. સાથે રહેનારા, એકસાથે. સહભુવા એટલે ગુણો એકસાથે રહેનારા, હોં! દ્રવ્ય સાથે ગુણો રહેનારા એમ નહિ. સહભવ એટલે ગુણો એકસાથે રહેનારા. દ્રવ્યની સાથે ગુણ રહેનારા એમ નહિ. કારણ કે દ્રવ્યની સાથે પર્યાય પણ રહે છે, એ નહિ. ગુણો જે છે અનંતા સાથે રહેનારા છે. ગુણો જે છે અનંત (એ) એક સમયમાં સાથે રહેનારા છે. આહાહા...! અને પર્યાય ભિન્ન ભિન્ન વ્યતિકર છે. ભિન્ન ભિન્ન ભિન. ભિન્ન. અહીં વ્યતિકર એટલે સ્વ અને પરને જુદું કરવું એ વ્યતિકર છે. એવો ભેદ પરમાર્થે જાણીને...” પછી કરવું શું? કે, સ્વિસ્મિન્ નાસ્તે મિત્ નાસ્તે આનંદમાં રહેવું. સ્વમાં રહેવું, ટકવું. આહાહા.! ભગવાન અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય વીતરાગમૂર્તિ પ્રભુ છે, એ સ્વમાં રહેવું. સ્વ અને પરનો ભેદ જાણીને, પરમાર્થે ભેદ જાણીને સ્વમાં રહેવું. આહાહા.! આવું આકરું લાગે એટલે બિચારાને ક્રિયાને રસ્તે ચડાવી દીધા, જેમાં સરવાળે કાંઈ (હાથ ન આવે). સરવાળા આવે છે – સંસાર. જેનો સરવાળો સંસાર. આહાહા...! આ વાત બેસવી હજી, એનું વલણ કરવું, વલણ... આહાહા...! એ એને કઠણ લાગે. અભ્યાસ નહિ ને. તેથી વયિતુ કીધું ને? આહાહા.! “વું વરસ્તુત્વે વયિતમ સ્વ વસ્તુનો અભ્યાસ – અનુભવ કર. આહાહા.! સ્વિરિશ્મન મારૂં “રિમન પ્રભુ ભગવાન આત્મા. સ્વ અને પરને તત્ત્વથી પરમાર્થે જાણ્યો, ભેદ જાણ્યો, હવે સ્વમાં ઠર, સ્વમાં ટક, સ્વમાં રહે. આહાહા.! છે? “અને...” [NRI યોરાત પૂરની વ્યાખ્યા આટલી કરી. પર એટલે શરીર ને વાણી ને મન ને ફલાણું એ તો પર તો ત્યાગ જ છે, પર તો અંદર છે જ નહિ. આહાહા...! આ તો એને કારણે એની પર્યાય. દ્રવ્ય તો એને જ કારણે છે પણ એની પર્યાય થાય છે એ એને કારણે થાય છે. શરીરની, વાણીની, બધા પરપદાર્થ એની સાથે કાંઈ સંબંધ નથી. સંબંધ રાખ્યો તો રાગ સાથે. ત્રિલોકનાથ વીતરાગને રાગ સાથે સંબંધ રાખ્યો. વીતરાગ પ્રભુ એવો ભગવાન આત્મા એણે રાગની મૈત્રી કરી હતી. આહાહા.! એ છોડ. પરયોગાતું છે ને? પિત્ રાયોતિ] પરત્ રાયો પરથી, રાગના યોગથી. આહાહા...! એક કળશ પણ કેટલું ભર્યું છે. આ કંઈ વાર્તા નથી. આહાહા.! એ તો જેમ શુભજોગને અશુભજોગ કીધો છે ને? એમ શુદ્ધજોગ પણ કીધો છે. શુદ્ધજોગ. આહાહા.! શુદ્ધ સ્વરૂપમાં એકાગ્ર થવું એ શુદ્ધયોગ છે. આમ સાદી ભાષામાં શુદ્ધ ઉપયોગ. પણ શુદ્ધયોગ – શુદ્ધમાં યોગ (અર્થાત) જોડાણ કરવું. શુભભાવ અને અશુભભાવ, એ શુભજોગ અને અશુભજોગ એની સાથે જોડાણ થયું. અહીં શુદ્ધજોગ. આહા.! કેમકે Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૩૬ વસ્તુ પોતે શુદ્ધ ત્રિકાળી છે, એની સાથે જોડાણ કર્યું એનું નામ શુદ્ધજોગ અને શુદ્ધ ઉપયોગ. એના વડે આત્મા અંદર ઠર્યો. શુદ્ધજોગ વડે. આહાહા...! શુભ-અશુભ જોગ વડે તો રખડવાનું થયું. આહાહા...! હૈ? મુમુક્ષુ :– શુભથી તો શેઠિયો થયો. ઉત્તર :- શેઠિયા, હવે શેઠિયા બધા. આહાહા.! એક ફેરી કીધું નહોતું? “ચૂડામાં હતા ને આપણા “રાયચંદ દોશી'? આપણા “નારણભાઈના સાસરાના બાપ. “નારણભાઈએ દીક્ષા લીધી હતી. ‘રાયચંદ દોશી' હતા, “ચૂડા’ના, વૃદ્ધ હતા). એક ફેરી જેઠમલજી' હતા ને? અંદર આવ્યા ત્યાં આમ “ચૂડાવાળા' જરી આકરા. ઉભા ન થાય. કારણ કે અમારું ઘણીવાર ત્યાં જાવું થાતું. એ લોકો સાધારણની વાત માને નહિ. એટલે ઓલો અંદર ગર્યો, ઉભા થાવ ને! ત્યાં એ બોલે છે, જેઠી! બેસન હેઠી. એમ આ શેઠ ને બેઠ ને હેઠ. અહીં તો શેઠની સાથે... આહા! શેઠિયા શેના શેઠિયા? બાપા! અરે.રે...! ધૂળના ધણી. મુમુક્ષુ :- હમણા શેઠ અને નોકરની વાત આવી ગઈ. ઉત્તર :- એ આવી હતી ને. (શેઠ) વેપાર કરતો નથી છતાં વેપાર કરવાનો ધણી છે. ઓલો નોકર વેપાર કરે છે છતાં એનો ધણી નથી. એ તો દષ્ટાંત દીધું. આહાહા.! અહીં તો બીજું કહેવું છે કે, પત્ રાયોIત્ એમ કીધું છે. પરના, શરીર, વાણી, મન ને બાયડી, છોકરાથી છૂટી જા, એમ નથી કીધું. આહાહા...! એક ભગવાન આત્મા પૂર્ણ શાંત અને વીતરાગમૂર્તિ પ્રભુ, વીતરાગી અમૃતના સાગરનો ભરેલો ભગવાન આત્મા, એનો અભ્યાસ – અનુભવ કર. એમાં ટક, એમ. અને પત્ રાયોI પરથી એટલે રાગયોગથી, રાગના સંબંધથી. આહાહા.! “સર્વ પ્રકારે” એટલે કોઈ એમ કહે કે, કોઈ અશુભરાગ તો ઠીક પણ શુભરાગ છે એમાં ઘણો. પરમાત્માની ભક્તિ, વિનય એ તો જરી આદરવા જેવો છે કે નહિ? આહા...! તો કહે છે કે, પરંતુ રાયોI” “સર્વ પ્રકારે વિરમે છે. સર્વ પ્રકારે વિરમે છે. આહાહા.! સર્વ સ્વભાવ ભગવાનઆત્મામાં ઠરે છે ત્યારે રાગના સર્વ પ્રકારથી છૂટી જાય છે. આહાહા.! આવો ઉપદેશ એટલે માણસને (કઠણ) લાગે. વસ્તુ તત્ત્વ આવું છે, બાપુ! આચાર્ય પોતે કહે છે ને, જુઓને “ પ ર્વતો રાયોતિ છે? ચોથું પદ છે. “પરીત્સર્વતો રામાયોI’ મૂળ પાઠ, કળશ. આહાહા..! પરથી એટલે પરના રાગયોગથી સર્વ પ્રકારે વિરમે છે. “આ રીત જ્ઞાનવૈરાગ્યની શક્તિ વિના હોઈ શકે નહિ' આ રીત, આ રીત એટલે આ પ્રકાર (જ્ઞાનવૈરાગ્યની શક્તિ વિના હોઈ શકે નહિ.” ક્યો પ્રકાર? કે, સ્વમાં રહેવું અને પરથી છૂટવું, એ જ્ઞાન-વૈરાગ્યની શક્તિ વિના એ રીત હોઈ નહિ. આહાહા.! એક કળશ, એક કલાક થવા આવી. કાંઈ તમારે ત્યાં છ હજાર, આઠ હજારમાં ધૂળમાં મળે એવું નથી. આહાહા...! સ્વસ્મિન્ નાસ્તે “શાસ્તે’ એટલે ઠર. “શાસ્તે (એટલે) રહે, રહે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ આહાહા...! અને “YRI Rાયો II વિરતિ પણ સર્વ પ્રકારે વિરમતિ આહાહા...! રાગનો કોઈપણ અંશ આદરણીય (નથી). જે ભાવે તીર્થકરગોત્ર બંધાય એ રાગ પણ આદરણીય નથી. આહાહા...! એ તો અપરાધ છે. પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં છે. જે ભાવે તીર્થકરગોત્ર બંધાય એ ભાવ અપરાધ છે. આહાહા...! આવે, હોય. ‘ભાવપાહુડમાં કહેવાય ખરું, અશુભથી બચવા તીર્થકરગોત્ર બાંધવાના ભાવ કર, એમ પણ આવે, એમ આવે છે વ્યવહાર, પણ એ તો અશુભથી બચવા, અશુભ સ્થાનને ટાળવા માટે આવે, પણ છે તો બંધનું કારણ. એનાથી છૂટવા જેવું છે, એને રાખવા જેવું નથી. આહાહા.! ‘(આ રીત)' આ રીત શું કીધી? કે, સ્વ અને પર. સ્વનું ગ્રહણ અને પરનો ત્યાગ. તત્ત્વથી સ્વ અને પરનો ભેદ તત્ત્વથી સ્વમાં રહેવું અને પરથી, રાગથી છૂટવું. એ રીત, એ પ્રકાર. (જ્ઞાનવૈરાગ્યની શક્તિ વિના હોઈ શકે નહિ. એ સાચું જ્ઞાન અને સાચા વૈરાગ્ય વિના એ હોઈ શકે નહિ. આહાહા.! સાચું જ્ઞાન, હોં! જ્ઞાનમાત્ર જાણપણું, વાંચન ને અગિયાર અંગ ને એ નહિ. તત્ત્વતઃ એમ કીધું છે ને? આહાહા...! આ પ્રકાર, આ વિધિ (જ્ઞાનવૈરાગ્યની શક્તિ વિના હોઈ શકે નહિ). આહાહા...! એ શ્લોક પૂરો થયો. પ્રત્યેક પદાર્થની થવાવાળી ક્રિયા પોતાની કાળલબ્ધિથી થઈ છે, નિમિત્તથી થઈ નથી. પ્રત્યેક પરિણામ પોતાની ઉત્પત્તિના જન્માક્ષણથી ઉત્પન્ન થયા છે, નિમિત્તથી થયા નથી. અક્ષર લખાય છે તે કલમથી લખી શકાતા નથી. અક્ષરના પરમાણુની ક્રિયાનો કર્તા અક્ષરના પરમાણુ છે. સારી કલમથી સારા અક્ષર થાય કે લખનારની આવડતથી સારા મરોડદાર અક્ષર થાય તેમ નથી. અજ્ઞાની જગતને આવી વાત પાગલ જેવી લાગશે. પણ બાપુ તારે જગતથી-સંસારથી છૂટવું છે ને –તો વસ્તુસ્થિતિની મર્યાદાનો સ્વીકાર કર્યા વિના બીજો કોઈ ઉપાય નથી. દુનિયા ભલે પાગલ માને, લોક મૂકે પોક' તારે દુનિયાનું શું કામ છે? દુનિયા દુનિયાનું જાણે તું તારા આત્માનું હિત થાય તેમ કરી લે ને આ તો આત્મહિત કરી લેવાની મોસમ પાકી છે. આવા ટાણાં ચૂક્યે ફરી હાથ નહિ આવે. ભાઈ! બહારનું બધું તો એક-બે-ચાર નહિ પણ અનંતઅનંતવાર કરી ચૂક્યો છો, તેમાં શું નવું છે?–ને કોઈ શું માનશે કે શું કહેશે એનું તારે શું કામ છે? બીજાને રાજી રાખવામાં કે રાજી કરવામાં તારો આત્મા દાઝી રહ્યો છે. પણ એની કદી દરકાર ક્યાં કરી છે?—હવે તો જાગા ભેદજ્ઞાનનો માર્ગ આચાર્યદેવે તારી સામે ખૂલ્લો કર્યો છે. અરે! તેં ભોગવેલાં દુઃખોનું પૂરું વર્ણન ભગવાનની વાણીથી પણ થઈ શકતું નથી એટલા તો તે દુખ ભોગવ્યા છે, હવે એકવાર તો તારા આત્માની સામે જો! હવે તો પરથી ખસ, સ્વમાં વશ–આટલું બસ. આત્મધર્મ અંક–૫, જાન્યુઆરી–૨૦૦૮ Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૩૬ ( ગાથા–૧૯૮) सम्यग्दृष्टि: सामान्येन स्वपरावेवं तावज्जानाति - उदयविवागो विविहो कम्माणं वण्णिदो जिणवरेहिं। ण दु ते मज्झ सहावा जाणगभावो दु अहमेक्को।।१९८।। उदयविपाको विविधः कर्मणां वर्णितो जिनवरैः । न तु ते मम स्वभावाः ज्ञायकभावस्त्वहमेकः ।।१९८।। ये कर्मोदयविपाकप्रभवा विविधा भावा न ते मम स्वभावः । एष टङ्कोत्कीर्णैकज्ञायकभावोऽहम्। હવે પ્રથમ, સમ્યગ્દષ્ટિ સામાન્યપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે- એમ ગાથામાં કહે છે : કર્મો તણો જે વિવિધ ઉદયવિપાક જિનવર વર્ણવ્યો, તે મુજ સ્વભાવો છે નહીં, હું એક જ્ઞાયકભાવ છું. ૧૯૮. ગાથાર્થ :- [ »ર્મri ] કર્મોના [ ૩યવિપાવ: ] ઉદયનો વિપાક (ફળ) [ નિનવનૈઃ ] જિનવરોએ [ વિવિધઃ ] અનેક પ્રકારનો [ વર્ણિતઃ ] વર્ણવ્યો છે [ તે ] તે [ મમ સ્વમાવી:] મારા સ્વભાવો [ ન તુ ] નથી; [ ગમ્ તુ ] હું તો [ 4 ] એક [ જ્ઞાયવકમાવ ] જ્ઞાયકભાવ છું. ટીકા - જે કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા અનેક પ્રકારના ભાવો છે તે મારા સ્વભાવો નથી; હું તો આ પ્રત્યક્ષ અનુભવગોચર) ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું. ભાવાર્થ :- આ પ્રમાણે સામાન્યપણે સમસ્ત કર્મજન્ય ભાવોને સમ્યગ્દષ્ટિ પર જાણે છે અને પોતાને એક ગ્લાયકસ્વભાવ જ જાણે છે. ગાથા–૧૯૮ ઉપર પ્રવચન “હવે પ્રથમ, સમ્યગ્દષ્ટિ સામાન્યપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે.” उदयविवागो विविहो कम्माणं वण्णिदो जिणवरेहिं । ण दु ते मज्झ सहावा जाणगभावो दु अहमेक्को।।१९८।। Page #86 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૭ કર્મો તણો જે વિવિધ ઉદયવિપાક જિનવર વર્ણવ્યો, તે મુજ સ્વભાવો છે નહીં, હું એક જ્ઞાયકભાવ છું. ૧૯૮. આહા...! આવી શરતું છે, આવી જવાબદારી છે. એના વલણ તો કર, વળ તો ખરો. આમ છે એ કરતા આમ વળ તો ખરો. આહાહા...! વલણ. આહાહા...! એમાં આ તત્ત્વદૃષ્ટિ અને તત્ત્વજ્ઞાન, સ્વરૂપમાં ઠરવું અને પરથી છૂટવું એ ત્યારે તેને થશે, તે વિના થઈ શકશે નહિ. આહાહા.! “કર્મો તણો જે વિવિધ ઉદયવિપાક જિનવર વર્ણવ્યો,” વિપાક, હોં! સત્તા પડી છે એ નહિ. આહાહા...! “ઉદયવિપાક જિનવર વર્ણવ્યો, તે મુજ સ્વભાવો છે નહીં, હું એક જ્ઞાયકભાવ છું.” ટીકા :- છે તો બે લીટી. આહાહા...! જે કર્મના ઉદયના વિપાકથી...' એ શું કહ્યું? કર્મ સત્તામાં પડ્યું છે એની આ વાત નહિ. ઉદયમાં આવ્યો, પાક આવ્યો, પાક. ખરવાને ટાણે પાક આવ્યો. એ ઉદય વિપાકથી, કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા... આહાહા..! ભગવાન આત્માના વિપાકથી ઉત્પન્ન થયેલા નહિ. ભગવાન આત્માનો વિપાક તો અતીન્દ્રિય આનંદનું ઉત્પન્ન થવું એ ભગવાન આત્માનો વિપાક છે. આહાહા.! પહેલું આ નાખ્યું, જોયું? બીજો વિસ્તાર ભલે પછી કરશે. કર્મના ઉદયના વિપાકથી... હવે વાંધા અહીંથી બધા છે કે, કર્મને કારણે જે વિકાર થાય છે એ કર્મને કારણે થાય છે. અહીં તો ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા, તારી લાયકાતથી, નબળાઈથી. આહાહા...! એ તો જડ છે, કર્મ તો જડ છે. જડની પર્યાય કંઈ તને અડતી નથી. આહાહા.. અનંત કાળ થયો પણ કર્મનો કોઈ દિ આત્મા અડ્યો નથી. તેમ કર્મ આત્માને અડ્યું નથી. અરે..! આવું પરિભ્રમણ થયું ને? ઈ તો તારા ઊંધા ભાવને લઈને થયું છે. કંઈ કર્મને લઈને થયું છે એમ નથી. આહાહા...! સમજાણું કાંઈ? ‘કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા અનેક પ્રકારના ભાવો છે... આહાહા.! રાગ, દ્વેષ, સુખ, દુઃખ પછી બહારની સામગ્રી પણ લેવાય છે. શરીર, સામગ્રી, પૈસો-લક્ષ્મી, આબરુકીર્તિ બધું. એ “અનેક પ્રકારનો ભાવો છે તે મારા સ્વભાવો નથી;.” ધર્મી એમ જાણે છે કે, એ મારા સ્વભાવ (નહિ), એ મારા નથી. એ મારા નથી એટલે એ મારા સ્વભાવ નથી. મારા સ્વભાવ નથી એટલે એ મારા નથી. આહાહા...! આ છોકરાય મારા નથી, પૈસાય મારા નથી, એમ. ઘાતિકર્મના ઉદયથી અંદર રાગાદિ (થાય), અઘાતિના ઉદયથી સંયોગ પ્રાપ્ત થાય) સંયોગ એ મારો સ્વભાવ નથી. ધર્મી એમ જાણે છે કે એ મારા સ્વભાવ નથી. આહા...! એ મારી ચીજ નથી, એ મારામાં નથી, તે હું નથી. આહાહા...! અનેક પ્રકારના...” એક પ્રકાર નહિ ને? રાગેય અનેક પ્રકારનો, દ્વેષેય અનેક પ્રકારનો અને બહારના સંયોગ, સંયોગી ચીજ. અનેક પ્રકારના સંયોગો. આમ સ્ફટિકના મહેલ હોય, સ્ફટિકના મહેલ! એક એક સ્ફટિક કરોડો-અબજોની કિમતનું, એના તો મહેલ હોય, ઘરના. Page #87 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૯૮ ૭૩ ‘રાવણને સ્ફટિકના મહેલ હતા. “રાવણ’ મરીને નરકે ગયો. આહાહા...! આમ નિસરણીએ ચડતાં ચડતાં પણ ભ્રમ પડી જાય. સ્ફટિક એટલે બધું દેખાય અને એ નિસરણી પણ ત્યાં દેખાય. હવે એ નિસરણીએ ચડું છું કે હેઠે (ઉતરું છું ખબર ન પડે). ધ્યાન રાખવું પડે. સ્ફટિકની નિસરણી, સ્ફટિકના પથરા. આહાહા...! અને માથે મેડી જાય એ પણ સ્ફટિકની. અરે.રે...! એ અનેક પ્રકારના ભાવ બાહ્યમાં અને અંદરમાં અનેક પ્રકારના ભાવ રાગના, બેય કર્મ. ઘાતિ અને અઘાતિ. ઘાતિથી અંદરમાં અને અઘાતિથી (બહારમાં). ઘાતિથી અંદરનો અર્થ કાંઈ ઘાતિથી થયો નથી. ઘાતિ એ નિમિત્ત છે અને ઉપાદાન પોતાથી થાય છે એટલે ઘાતિથી એમ કહેવામાં આવે. આહાહા...! કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા...” એમ કીધું ને? રાગદ્વેષ થાય છે એ કર્મના ઉદયના વિપાકથી થાય એમ કીધું. આહાહા.! એ તો તે ઉદય છે ત્યારે અહીં વિકાર પોતે કરે છે, પોતાના કારણે ત્યારે તે કર્મને નિમિત્ત કહેવામાં આવે છે. આહાહા! અહીં તો પરભાવ બતાવવો છે ને? કર્મના ઉદયથી જેટલા વિકલ્પો ઉઠે છે એ બધા પર વસ્તુ છે. અને કર્મના ઉદય શાતાવેદનીય આદિથી કે નામકર્મથી બહારમાં જશોકીર્તિને બહારમાં ધડાકા, ધમાલ, આબરુ મોટી હોય નામકર્મને લઈને, એ બધા મારો સ્વભાવ નથી, એ હું નહિ. આહાહા.... જશકીર્તિ આમ બહારમાં જામી હોય, એ એક કર્મના ઉદયનું ફળ છે, એ કંઈ હું નથી. આહાહા.. કેટલું પાછુ ફરવું પડે. આહાહા.! મુમુક્ષુ - મોઢું ફેરવવું પડે. ઉત્તર :- વલણ જ ફેરવવું પડે. આહાહા.! એક બાજુ ભગવાન અને એક બાજુ રામ અને એક બાજુ ગામ, વિકલ્પથી માંડીને આખી દુનિયા. આહાહા..! કહે છે કે, કર્મના ઉદયના વિપાકથી. આમાં કાઢે માળા. કર્મના ઉદયને લઈને રાગાદિ થાય છે, જુઓ! અહીં તો કહેવું છે કે, એનો એ સ્વભાવ નથી. વિકાર થાય છે તો એના પોતાને કારણે. વિકાર થાય છે એ ષકારકના પરિણમનથી થાય છે. તેને નિમિત્તની તો અપેક્ષા નથી પણ દ્રવ્ય-ગુણની અપેક્ષા નથી. આહાહા..! મુમુક્ષુ :- કર્મમાં એ જોડાયને વિકાર થાય છે. ઉત્તર :- ઇ પોતે જોડાય છે ત્યારે જ એને વિકાર થાય છે. કર્મ તો જડ છે, એ જડ છે, અજીવ છે. તારામાં રાગદ્વેષ થાય એ ચૈતન્યના ભાસ જેવો છે. તારામાં તારાથી થાય છે. કર્મને લઈને બિલકુલ એક દોકડાય નહિ. આહાહા...! મુમુક્ષુ - ન જોડાય તો નિર્જરા થઈ જાય. ઉત્તર :- એ માટે તો કહે છે. એ મારા સ્વભાવ જ નથી. મારો સ્વભાવ તો ભગવાન મારી પાસે છે. આ બધા વિકાર અને બહારમાં વિકાસના ફળ એ મારો સ્વભાવ જ નથી. એમાં હું નથી, એ મારા નથી, મારામાં એ નથી, એમાં હું નથી. આહાહા...! Page #88 -------------------------------------------------------------------------- ________________ ७४ સમયસાર સિદ્ધિ ભાગ-૭ “તે મારા સ્વભાવો નથી; હું તો...... આહાહા.! સવા બે-અઢી લીટી છે પણ... હું તો આ પ્રત્યક્ષ અનુભવગોચર)....” મારો ભગવાન તો મને પ્રત્યક્ષ વેદનમાં આવે છે. આહાહા..! ધર્મી એમ જાણે છે કે મારો નાથ, મને મારો અતીન્દ્રિય આનંદ અનુભવમાં આવે તે હું છું. આહાહા.! દયા, દાનના પરિણામ તો હું નહિ, અશુભ તો નહિ, બાહ્યની સામગ્રી તો એની પર્યાય એનામાં, એ તો નહિ. આહાહા...! હું તો પ્રત્યક્ષ અનુભવગોચર (છું). પરોક્ષ રહું એ હું નહિ, એમ કહે છે). આહાહા...! જ્ઞાનની વર્તમાન પર્યાય આત્માને સીધી પકડે છે એ પ્રત્યક્ષ છે. એને પકડવામાં કોઈની અપેક્ષા નથી. આહાહા...! એમ કહીને તો એમેય કહ્યું કે, અનુભવમાં વ્યવહારની અપેક્ષા નથી કે વ્યવહાર કષાય મંદ હોય, દયા, દાન ને એવા રાગ હોય એને અનુભવ થાય, એમ નથી. આહાહા.! એ તો પરવસ્તુ છે. આહાહા...! હું તો આ પ્રત્યક્ષ અનુભવગોચર) ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું.’ એ અનેક ભાવો તે સ્વભાવો મારા નથી. હું એક જ્ઞાયકભાવ છું. જોયું? ગુણ-ગુણી ભેદ ને હું અનેક ગુણ છું એમેય ન લીધું. હું અનેક ગુણવાળો છું (એમેય નહિ). આહાહા! “પ્રત્યક્ષ અનુભવગોચર)...” પ્રત્યક્ષ જ્ઞાન ને પ્રત્યક્ષ અનુભવગમ્ય. ‘ટંકોત્કીર્ણ...” જેવો છે તેવો એમને એમ આ “જ્ઞાયકભાવ છું.” હું તો આ જ્ઞાયકભાવ છું. લ્યો. આ પ્રમાણે સામાન્યપણે સામાન્ય એટલે એકદમ ભગવાન જુદો અને રાગાદિ બધું, પછી એના ભેદ ભલે પાડશે પણ એકસાથે બે જુદા પાડી નાખ્યા. “સામાન્યપણે સમસ્ત કર્મજન્ય ભાવોને સમ્યગ્દષ્ટિ પર જાણે છે અને પોતાને એક જ્ઞાયકસ્વભાવ જ જાણે છે.” એક જ્ઞાયક સ્વભાવ પાછું, જોયું? અનેક ગુણ-ગુણી ભેદેય નહિ. આહાહા...! ઓલા અનેક વિકલ્પ, વિકાર અને બહારની સામગ્રી એ બધી મારા સ્વભાવમાં નથી, મારો સ્વભાવ નથી. અને હું છું તો જ્ઞાયકભાવ છું. એને અહીંયાં સમ્યગ્દષ્ટિને નિર્જરા થાય એમ કહેવું છે. (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ!). પરની મમતાના ભાવ પણ હજુ જેને પડ્યા છે અને નિર્વિકલ્પ થવા જાય ઈ નિર્વિકલ્પ નહીં થઈ શકે. હજી તો નીતિ આદિના પરિણામ પણ નથી અને નિર્વિકલ્પ થવા જાય તો ઈ નિર્વિકલ્પ નહીં થઈ શકે. આ વાત મોક્ષમાર્ગ-પ્રકાશકમાં પણ કહી છે. લૌકિક પ્રમાણિકતાના પણ જેને ઠેકાણા ન હોય અને એને ધર્મ થઈ જાય છે ત્રણકાળમાં ન બને. અનીતિથી જેને એક પાઈ પણ લેવાના ભાવ છે તેને અનુકૂળતા હોય તો આખી દુનિયાનું રાજ પચાવવાના ભાવ છે. એક દીવાન રાજના કામ માટે રાતના રાજની મીણબત્તી બાળી કામ કરતો હતો અને જ્યાં પોતાનું કામ કરવાનો વારો આવે ત્યાં તે રાજની મીણબત્તી ઠારી પોતાના ઘરની મીણબત્તી કરે, પોતાના ઘરના માટે રાજની મીણબત્તી ન વપરાય. (આવું તો પહેલાં નીતિમય જીવન હોય). આત્મધર્મ અંક-૧, જાન્યુઆરી–૨૦૦૮ Page #89 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૯૯ ગાથા-૧૯૯ ૭૫ सम्यग्दृष्टिर्विशेषेण तु स्वपरावेवं जानाति - पोग्गलकम्मं रागो तस्स विवागोदओ हवदि एसो । ण दु एस मज्झ भावो जाणगभावो हु अहमेक्को । । १९९ ।। पुद्गलकर्म रागस्तस्य विपाकोदयो भवति एषः । न त्वेष मम भावो ज्ञायकभावः खल्वहमेकः । ।१९९ ।। अस्ति किल रागो नाम पुद्गलकर्म, तदुदयविपाकप्रभवोऽयं रागरूपो भावः, न पुनर्मम स्वभावः। एष टङ्कोत्कीर्णैकज्ञायकभावोऽहम् । एवमेव च रागपदपरिवर्तनेन द्वेषमोहक्रोधमानमायालोभकर्मनोकर्ममनोवचनकायश्रोत्रचक्षुर्प्राणरसनस्पर्शनसूत्राणि षोडश व्याख्येयानि, अनया दिशा अन्यान्यप्यूह्यानि । હવે સમ્યગ્દષ્ટિ વિશેષપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે - એમ કહે છે :પુદ્ગલકરમરૂપ રાગનો જ વિપાકરૂપ છે ઉદય આ, આ છે નહીં મુજ ભાવ, નિશ્ચય એક શાયકભાવ છું. ૧૯૯. ગાથાર્થ :- [ RIT: ] રાગ [ પુન્નનર્મ ] પુદ્ગલકર્મ છે, [ તત્ત્વ ] તેનો [ વિવાોવય: ] વિપાકરૂપ ઉદય [ પુષઃ મતિ ] આ છે, [ પુષ: ] આ [ મમ માવ: મારો ભાવ [ 7 3 ] નથી; [ અન્ ] હું તો [ વસ્તુ ] નિશ્ચયથી [ પ્∞: ] એક [ જ્ઞાયમાવ: ] જ્ઞાયકભાવ છું. ટીકા :- ખરેખર રાગ નામનું પુદ્દગલકર્મ છે, તેના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે, મારો સ્વભાવ નથી; હું તો આ પ્રત્યક્ષ અનુભવગોચર) ટંકોત્કીર્ણ એક શાયકભાવ છું. (આ રીતે સમ્યગ્દષ્ટિ વિશેષપણે સ્વને અને ૫૨ને જાણે છે.) વળી આ જ પ્રમાણે રાગ’પદ બદલીને તેની જગ્યાએ દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાયા, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન અને સ્પર્શન - એ શબ્દો મૂકી સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં (-કહેવાં) અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં. Page #90 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૭ પ્રવચન નં. ૨૭૫ ગાથા-૧૯૯, રવિવાર, અષાઢ વદ ૬, તા. ૧૫-૦૭-૧૯૭૯ સમયસાર ૧૯૯ ગાથા, નિર્જરા અધિકાર’. ‘હવે સમ્યગ્દષ્ટિ વિશેષપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે.” पोग्गलकम्मं रागो तस्स विवागोदओ हवदि एसो। ण दु एस मज्झ भावो जाणगभावो हु अहमेक्को।। १९९।। પુદ્ગલકરમરૂપ રાગનો જ વિપાકરૂપ છે ઉદય આ, આ છે નહીં મુજ ભાવ, નિશ્ચય એક જ્ઞાયકભાવ છું. ૧૯૯. ઝીણી વાત છે, ભાઈ! “નિર્જરા અધિકાર છે ને? નિર્જરા એટલે શુદ્ધિ, સ્વરૂપ જે શુદ્ધ છે. પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે, પૂર્ણ આનંદ, અતીન્દ્રિય આનંદનો મહાસાગર, એવા આત્માને અંતરમાં દૃષ્ટિ અંતર્મુખ કરી અને એનું વેદન સમ્યગ્દર્શનમાં અતીન્દ્રિય આનંદનું વેદન આવે એને અહીંયાં સમ્યગ્દષ્ટિ કહે છે. આહાહા...! આટલી શરતું. એને નિર્જરા હોય છે. આહાહા...! તે દિ નિર્જરાની ત્રણ વાત, ત્રણ પ્રકાર કહ્યા હતા. એક કર્મનું ખરવું એને નિર્જરા કહે છે, એક અશુદ્ધનું ટાળવું અને નિર્જરા કહે છે અને એક શુદ્ધનું વધવું એને નિર્જરા કહે છે). આહા...! વીતરાગમાર્ગ કોઈ અલૌકિક છે, ભાઈ! આહા! કાલે કો'ક કહેતું હતું, વરસાદ તણાણો છે ને? ઘાસ નથી તે બાર-ચૌદ ઢોર મરી ગયા, ઘાસ ન મળે. કહો, આવા અવતાર, આહાહા.! નહિતર અગિયાર ઇંચ વરસાદ આવી ગયો છે પણ ઘાસ થોડું થોડું થયું એ બધું ખવાઈ ગયું. બાર-ચૌદ ઢોર ઘાસ વિના મરી ગયા. આહાહા...! એવા અવતાર તો અનંતવાર કર્યા છે, એ આત્મજ્ઞાન વિના. બાકી તો બધું કર્યું. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ એ તો શુભભાવ, એ સંસાર છે. આહાહા! અહીંયાં તો સમ્યગ્દષ્ટિ, જેને આત્મા ચૈતન્ય રત્નાકર મહાપ્રભુ અનંત શક્તિઓથી બિરાજમાન (અનુભવમાં આવ્યો છે). કાલે રાત્રે કહ્યું હતું કે, એક આત્મામાં એટલી શક્તિઓ એટલે સ્વભાવ એટલે ગુણ એટલા છે... આહા...! કે અનંતા મોઢા કરું, ભક્તિવંત ભક્તિ કહે છે કે, હું અનંત મોઢા – મુખ કરું અને એક એક મુખમાં અનંતી જીભ કરું તોય કહી શકાય નહિ. આહાહા.! પ્રભુ એને ખબર નથી. બહારની બધી વાતુંમાં અધિકમાં વિશેષ, પોતાથી બહારમાં કાંઈક વિશેષ લાગ્યું ત્યાં અટકી ગયો છે. પોતાની વિશેષ અંદર કંઈ જુદી ચીજ છે. આહા.! એના તરફ એણે નજર કરી નથી. એ અહીં કહે છે કે, સમ્યગ્દષ્ટિ જીવ. સમ્યફ નામ સત્ય, જેવું એનું પૂર્ણ સ્વરૂપ (છે), અનંત મુખે અને એક એક મુખે અનંત જીભે ગુણ કહેવા જાય તો ગુણની સંખ્યા Page #91 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૯ એટલી છે કે કહી શકાય નહિ. આહાહા...! રાત્રે કહ્યું હતું. એવો આ ભગવાન આત્મા શરીર આ તો માટી છે, એ તો પરની જગતની ચીજ છે. કર્મ અંદર છે એ જડ છે, પર છે. એ તો આત્મામાં અસત્ છે, અસત્પણું છે. સ્વમાં સત્પણું છે અને પરનું એમાં અસત્પણું છે. હવે એમાં રખડે છે કેમ? આટલી આટલી શક્તિઓ એમાં પડી છે. આહાહા...! એક માણસ અનંત મોઢા કરે અને એક મોઢે અનંતી જીભો કરે તોપણ એ ગુણની સંખ્યા કહી શકાય નહિ. એવો આ ભગવાનઆત્મા, એને સમ્યક નામ સત્ય જેવું સ્વરૂપ છે તેવી અંતર દૃષ્ટિ અનુભવ કરીને કરી છે અને અહીંયાં સમ્યગ્દષ્ટિ કહે છે. આહાહા...! હેઠે ગુજરાતી આવી ગયું છે. પુદ્ગલકરમરૂપ રાગનો જ વિપાકરૂપ છે ઉદય આ, આ છે નહીં મુજ ભાવ, નિશ્ચય એક જ્ઞાયકભાવ છું. ૧૯૯. આહાહા...! અહીં સુધી પહોંચવું. ટીકા :- “ખરેખર રાગ નામનું પુદ્ગલકર્મ છે” જડ, જડ. રાગ નામનું એક કર્મ છે, ચારિત્રમોહ જડ, તેના ઉદયના વિપાક...” એ પડ્યું કર્મ સત્તામાં છે એ તો અજીવપણે છે, હવે એનો ઉદય આવ્યો એ પણ એક અજીવ છે. આહાહા...! ભગવાન અનંત ગુણનો નાથ, અનંત ગુણનો મહાસમુદ્ર, ચૈતન્ય રત્નાકર પ્રભુ, એની પર્યાયમાં કર્મ જડ છે એના નિમિત્તે પુરુષાર્થની કમજોરીથી રાગ થાય, પરથી નહિ, એ કર્મથી નહિ, કર્મ તો જડ છે. જડને તો આત્મા અડતોય નથી, કોઈ દિ અડ્યોય નથી. આહાહા...! ભગવાન આત્મા શરીર, વાણી, કર્મ એને કોઈ દિ અડ્યોય નથી, અનંત અનંત કાળ થયા. કેમકે એ ચીજની જે ચીજમાં નાસ્તિ છે એને અડે શી રીતે? આહાહા...! આવો જે ભગવાન આત્મા અનંત ગુણરત્નાકર, એનું જેને સમ્યક્ જેવું છે તેવી પ્રતીત જ્ઞાન થઈને, વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એને શેય બનાવીને, સ્વસ્વરૂપને શેય બનાવીને જ્ઞાન કરીને પ્રતીતિ થાય છે. આહાહા.! એને અહીંયાં ભવના અંતની પહેલી સીઢી સમ્યગ્દર્શન કહે છે. આહાહા.! તે વિના ભવનો અંત પ્રભુ નથી આવતો. બહારની અનેક પ્રકારની ક્રિયાઓ દયા, દાન, વ્રતાદિ, સંસારની જંઝાળ, ધંધા એકલા પાપ એની તો વાત શું કરવી? આખો દિ પાપ અને બાયડી, છોકરાને સાચવવા અને એની પાસે રમવું પાપ, ધર્મ તો ક્યાં છે? બાપા! પુણ્યનાય ઠેકાણા નથી. આહાહા...! અહીં તો કહે છે કે, ધર્મી તો એને કહીએ કે, જેને આત્માનો પૂર્ણ સ્વભાવ અનંત જીભે ન કહી શકાય એટલો જે સ્વભાવ. આહાહા...! એની જેને જ્ઞાન થઈને પ્રતીતિ થઈ છે. એમને એમ પ્રતીતિ નહિ. એને જ્ઞાનમાં ચીજ આવી છે કે આ ચીજ આ છે. પૂર્ણ આનંદ અને પૂર્ણ અનંત શક્તિઓનો સંગ્રહાલય, અનંત ગુણનો સંગ્રહનો આલય – સ્થાન પ્રભુ, એવું જેનું પરમસત્ય સ્વરૂપ છે, એવું જ જેણે અંતરમાં જ્ઞાનની પર્યાયમાં જાણીને પ્રતીત અને શાંતિનું વેદન કર્યું છે. આહાહા.. તેને અહીંયાં સમ્યગ્દષ્ટિ કહે છે, તેને અહીંયાં ધર્મની Page #92 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ७८ પહેલી સીઢી, ધર્મનું પહેલું પગથિયું (કહે છે). આહાહા..! એવો જે જીવ તે ખરેખર રાગ નામનું પુદ્ગલકર્મ છે.’ કહે છે. આહાહા..! ‘તેના ઉદયના વિપાકથી...’ સત્તામાં પડ્યું છે એ નહિ, એનો ઉદય આવતા વિપાક થયો એનો પાક આવ્યો. ઉદયથી ઉત્પન્ન થયેલો...’ રાગ. એટલે નિમિત્તને લક્ષે, વશે. જે કર્મનો ઉદય છે તે નિમિત્ત છે, એને લક્ષે, એને વશે, એનાથી નહિ. આહા..! એના લક્ષે અને એના વશે જે કંઈ રાગ થયો.. આહાહા..! છે? ‘વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે,.. જોયું? શું કીધું ઇ? આ તો સિદ્ધાંત છે, આ કાંઈ વાર્તા નથી, પ્રભુ! અરે..! એણે કોઈ દિ' કર્યું નથી. એને પોતાની દયા આવી નથી. અરે..! હું કાં રખડું છું? કઈ યોનિમાં ક્યાં હું? ક્યાં મારી જાત અને ક્યાં મારા રખડવાના સ્થાન? હૈં? આહાહા..! હું એક આનંદનો બાદશાહ, અનંત ગુણનો ધણી એ આ એકેન્દ્રિય ને બેઇન્દ્રિય ને ત્રણઇન્દ્રિય ને નિગોદમાં રખડે. આહાહા..! એ જેને કહે છે કે, અંદર ભાન થયું છે કે, હું તો ચૈતન્યસ્વરૂપ આનંદ છું, જ્ઞાયક છું. આવે છે ને? ‘બાળનમાવો. ચોથું (પદ છે). હું તો એક જાણના૨-દેખનાર છું. આહા..! એની સાથે અનંતા ગુણો વણાયેલા છે. જાણવા-દેખવાની સાથે અનંતા અનંતા ગુણો વણાયેલા અવિનાભાવ સાથે પડ્યા છે. આહાહા..! ઝીણી વાત છે, પ્રભુ! આહાહા..! એવો જે હું એમાં આ જે રાગ થયો.. છે? એ મારો સ્વભાવ નથી;..' આહા..! અંદર જરી દયાનો, દાનનો, ભક્તિનો, વ્રતનો, પૂજાનો ભાવ આવ્યો પણ એ રાગ છે. હિંસા, જૂઠું, ચોરી, વિષયનો રાગ તો તીવ્ર છે), એની તો શું વાત કરવી? એ તો ઝેરના પ્યાલા છે. આહાહા..! પણ અહીં તો રાગ દયા, દાન ને વ્રત, ભક્તિનો આવ્યો તો સમ્યગ્દષ્ટિ જીવ, સમ્યક્ નામ સત્ય જેની દૃષ્ટિ, સત્ય સ્વરૂપની દૃષ્ટિ થઈ છે. પૂર્ણાનંદનો નાથ પરમ સ્વભાવ ભાવ પારિણામિક ભાવે જે સહજ સ્વભાવે અનાદિથી છે એ ત્રિકાળ નિરાવરણ છે, ત્રિકાળ અખંડ છે, એક છે, અવિનશ્વર છે. આહાહા..! એવો જે ભગવાનઆત્મા એનો જ્યાં અનુભવ, પ્રતીત થઈ છે એ એમ કહે છે કે, આ રાગ છે એ મારો નહિ. જે ભાવે તીર્થંકગોત્ર બંધાય એ ભાવ પણ મારો નહિ, એ હું નહિ, એમાં હું નહિ, એ મારામાં નહિ. આહાહા..! આટલી શરતુનું સમ્યગ્દર્શન છે. આહાહા..! દુનિયા તો કયાં કયાં બેઠી છે. આહા..! આ ઓલું છાપામાં આવ્યું છે ને? મોરારજી’ ‘ગંગા’માં વીસ મિનિટ ખુબ નાહ્યા. સ્થિતપ્રજ્ઞ છે એમ લખ્યું છે. અરે..! ભગવાન! બાપુ! સ્થિતપ્રજ્ઞ કોને કહે? જે જ્ઞાન વાસ્તવિક પૂર્ણ સ્વરૂપમાં ઠરે એને સ્થિતપ્રજ્ઞ કહે છે. આહાહા..! એ જીવને રાગ જરી દેખવામાં આવે, પોતાની પર્યાયની નબળાઈથી (થયેલો રાગ) અહીં એમ કહ્યું. કોઈ પાછુ એમ જ લઈ લ્યે કે, કર્મના વિપાકથી આત્મામાં રાગ થયો છે, એના જડનો ઉદય આવ્યો માટે અહીં રાગ થયો છે, એમ નથી. જડને તો ચૈતન્ય કોઈ દિ' અડ્વોય Page #93 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૯ ૭૯ નથી. રાગ છે તે જડને ધર્મને અડ્યો નથી અને કર્મનો ઉદય છે તે રાગ અહીં થાય તેને અડ્યો નથી. આહાહા...! પણ અહીં કહે છે કે, મને પણ અડ્યો નથી એવો હું છું. આહાહા...! છે? આ રાગરૂપ ભાવ છે...” છે, એમ હોં. અસ્તિ છે. જેમ હું ત્રિકાળી અસ્તિ છું એમ આ રાગ અસ્તિ છે, આવ્યો છે. પર્યાયમાં રાગ આવ્યો છે... આહાહા...! પણ મારો સ્વભાવ નથી, આહાહા...! એ મારું સ્વરૂપ નથી. મારો સ્વ. સ્વ. સ્વ. સ્વભાવ એ નહિ. એ વિભાવ છે, વિકાર છે, પર છે. મારા સ્વરૂપમાં તેની નાસ્તિ છે. એના સ્વરૂપમાં મારી નાસ્તિ છે અને મારા સ્વરૂપમાં એ રાગની નાસ્તિ છે. આહાહા.! આવો માર્ગ છે. બાપુ! હેં? આહાહા..! લોકો એકાંત કહીને અહીંની વાત ઊડાવી ધે છે. કરો, કરો, બાપુ માર્ગ તો આ છે. આહાહા..! ત્રણલોકના નાથ તીર્થકર, અનંત તીર્થકરોની આ ધ્વનિ અને અવાજ આ છે. આહાહા..! કહે છે કે, ધર્મની જેને દૃષ્ટિ થઈ છે. ધર્મ એટલે આત્માના અનંત ગુણો જે ધર્મ, આત્મા એનો ધરનારો ધર્મી, એવા અનંત ગુણરૂપી ધર્મ, એની દૃષ્ટિ થઈ છે તો પર્યાયમાં પણ અનંત ધર્મની અનંતી શક્તિનો અંશ બહાર આવ્યો, પ્રગટ થયો છે. આહાહા...! જે રીતે દ્રવ્ય અનંત ગુણનું એકરૂપ, જેવી રીતે ગુણ અનંત સંખ્યાએ અનંત રૂપ, એવી એની પ્રતીતિ કરતા પણ અનંત ગુણની જેટલી સંખ્યા છે તેનો એક અંશ પ્રગટ – વ્યક્ત થયો છે). અનંતનો અનંત પ્રગટ અંશ સમ્યગ્દર્શન થતાં પ્રગટ) થાય છે. આહાહા.! ત્રણે એક થાય છે. એટલે? દ્રવ્યમાં અનંત ગુણનું એકરૂપ દ્રવ્ય, એના ગુણો અનંત જે અનંત મુખે, અનંત જીભે ન કહેવાય એટલા, એવા જે ધર્મ જે ગુણ છે તેનો ધરનાર ધર્મી દ્રવ્ય છે તેની જ્યાં અંતર દૃષ્ટિ થઈ છે, તેની દૃષ્ટિ નિમિત્તની, રાગની ને પર્યાયની દૃષ્ટિ ઊડી ગઈ છે. આહાહા.! એને આ રાગ છે અને એ મારો સ્વભાવ નહિ. જે ભાવે તીર્થકરગોત્ર બંધાય એ અપરાધ છે. આહા...હા...હા...! પરની દયાનો ભાવ આવે એ અપરાધ છે, દોષ છે, એ મારો સ્વભાવ નથી. ધર્મી એમ જાણે છે એ મારું સ્વરૂપ નથી. આહાહા...! ભાઈ! વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા, એનો માર્ગ કોઈ અલૌકિક છે. એ સિવાય બીજે ક્યાંય છે નહિ. આહાહા.એવો જે પ્રભુ આત્મા, કહે છે, કે એ રાગ પંચ મહાવ્રતનો આવ્યો, ભગવાનની ભક્તિનો આવ્યો, દયાનો આવ્યો... આહાહા...! એ મારો સ્વભાવ નથી. ધર્મી તો એમ જાણે છે, મારા સમાં તેનું તો અસત્પણું છે, મારામાં એ નથી. આહાહા.! સમજાય છે કાંઈ? માર્ગ ઝીણો, બાપુ! એ નરકના અને નિગોદના દુઃખો, જેમ ગુણની સંખ્યાનો પાર ન મળે એમ કહે છે કે, દુ:ખની દશાનું વર્ણન પણ કરોડ ભવે, કરોડ જીભે ન કહેવાય, બાપુ એવા જે ગુણો છે તેની ઊલટી દશા જે દુઃખ, એ દુઃખ પણ... આહાહા! કરોડ ભવે ને કરોડ જીભે ન કહેવાય એવા બાપા દુઃખ વેક્યા છે તે. આહાહા! નરકના, નિગોદના Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ (દુઃખ) મૂકવાનો માર્ગ તો એક આ છે. આહાહા...! એના તરફનું વલણ તો કર. આહાહા...! હું એક પૂર્ણાનંદનો નાથ પૂર્ણ સ્વરૂપ, એવી જે અંતર દૃષ્ટિ થતાં રાગનો કણ પણ મારું સ્વરૂપ ને મારો સ્વભાવ નહિ. આહાહા...! એ મારામાં નહિ. એને એ ઉદયકર્મ, રાગ થયો એ નિર્જરી જાય છે. અલ્પ બંધ થાય છે એ વાત ગૌણ છે. ખરેખર નિર્જરી જાય છે એમ કહેવું છે. આહાહા...! એ “મારો સ્વભાવ નથી;...” “હું તો...” તો કેમ (કહ્યું? (કેમકે) એ છે અને હું પણ છું. પણ હું તો. આહાહા...! આ.” “હું તો આ...” ચૈતન્યપ્રત્યક્ષ. આ એ પ્રત્યક્ષપણું બતાવે છે. આહાહા.! આ માણસ નથી કહેતા? આ માણસ આવ્યો. આ એટલે એનું વિદ્યમાનપણું બતાવે છે – પ્રત્યક્ષ. આ આત્મા, એમ જ્ઞાનમાં પ્રત્યક્ષપણું જણાય છે. આહાહા.! આવી વાત છે). સાંભળવી મુકેલ પડે. એને અંતરમાં ઉતરવાનો પ્રસંગ તો અલૌકિક છે, બાપા! આહાહા.! દુનિયા સાથે મેળ ખાય એવું નથી. આ..હા.! હું તો આ પ્રત્યક્ષ અનુભવગોચર)...” આહા...! તો જ્ઞાનમાં પ્રત્યક્ષ અનુભવગોચર વેદન પ્રત્યક્ષ ગમ્ય છું. હું પરોક્ષ રહું એ મારું સ્વરૂપ નથી. આહાહા.! કેમકે એનામાં ૪૭ શક્તિનું જ્યાં પાછળ વર્ણન ચાલ્યું છે એમાં એક પ્રકાશ નામનો ગુણ લીધો છે. તો એ પ્રકાશ નામના ગુણને લઈને ગુણી એવો જે ભગવાન આત્મા જ્યાં સમ્યફ અનુભવમાં લીધો એને પર્યાયમાં સ્વસંવેદન – સ્વ પોતાનું સં પ્રત્યક્ષ વેદન થાય તેવો જ એનો ગુણ છે. આહાહા.! સમજાણું કાંઈ? હું તો આ પ્રત્યક્ષ અનુભવગોચર) ટંકોત્કીર્ણ...” એવોને એવો. અનંતકાળ વિત્યો પણ મારા દ્રવ્યમાં ઘસારો લાગ્યો નથી. આહાહા...! નિગોદ અને નરકમાં અનંત વાર રહ્યો પણ મારા દ્રવ્ય અને ગુણમાં કંઈ હીણપ ને ઘસારો થયો નથી. આહાહા...! એવો મારો પ્રભુ... આહાહા! છે? “એક જ્ઞાયકભાવ છું.” ઓલા અનંત પ્રકારના વિકૃતાદિ ભાવ આવે, ઘણા પ્રકારના (વે). સંક્ષેપમાં અસંખ્ય છે, વિસ્તારમાં અનંત પ્રકાર છે, પણ વસ્તુ હું છું એ તો એકરૂપે છું. આહાહા...! એક જ્ઞાયકભાવ ટંકોત્કીર્ણ (છું. હું તો એક જાણક સ્વભાવ.. જાણક સ્વભાવ... જાણક સ્વરૂપ એવું તત્ત્વ તે હું એ છું. આહાહા! એ રાગ તો હું નહિ પણ પર્યાય જેટલોય હું નહિ. રાગ છે એને જાણે છે એ જ્ઞાનમાં રાગ આવ્યો નથી, રાગ સંબંધીનું જ્ઞાન રાગ છે માટે થયું નથી. જ્ઞાનની પર્યાયમાં પોતાથી રાગનું અને પોતાનું પોતાથી પોતાની સત્તા વડે જ્ઞાન થયું. આહાહા.! તે જ્ઞાન એક સમયની પર્યાય છે. એટલોય હું નથી. સમજાય છે કાંઈ? આહાહા.! હું તો એક જ્ઞાયકભાવ છું. આહાહા.! જુઓ! આ ભવના અંતની વાત, પ્રભુ! આહાહા.! ભવના ચોરાશીના અવતાર. ક્યાંય નરક, ક્યાંક નિગોદ, ક્યાંક લીલોતરી, કાંઈ લસણ ને કાંઈ બાવળ ને કાંઈ થોરમાં... આહાહા..! અવતાર ધારણ કરી Page #95 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૯૯ કરીને ક્યાં રહ્યો. એના અંત લાવવાનો આ એક ઉપાય છે કે જેમાં ભવ અને ભવનો ભાવ જેમાં નથી. આહાહા...! એ રાગ એ ભવનો ભાવ છે, એ મારા સ્વરૂપમાં નથી. આહાહા...! હવે અત્યારે તો એવી માંડે કે આ દયા કરો ને વ્રત કરો ને ભક્તિ કરો, પૂજા કરો, સેવા કરો ને એ કરતા કરતા કલ્યાણ થઈ જશે. અરે! પ્રભુ! એ વસ્તુ ઝેર ને રાગ ને સ્વરૂપમાં નથી એનાથી સ્વરૂપને લાભ થાય? આહાહા...! સમજાણું કાંઈ? મોટો ફેરફાર થઈ ગયો. દૃષ્ટિનો ફેરફાર મોટો થઈ ગયો. સેવાઓ કરો, દેશસેવા કરો, એકબીજાને મદદ કરો, ભૂખ્યાને અનાજ આપો, તરસ્યાને પાણી આપો. આહા...! આપણા સાધર્મી જીવો છે બધા, માટે મદદ કરો. અહીં કહે છે, કાંઈ નહિ, બાપા! પરવસ્તુનો પ્રભુ! તારામાં અભાવ છે અને તારો તેનામાં અભાવ છે તો તું પરનું શું કરું? આહાહા...! કેમકે એ પરપદાર્થ તેની પર્યાયના કાર્ય વિના તો છે નહિ, તો એની પર્યાયના કાર્ય વિના નથી તો તું તેની પર્યાય શી રીતે કરીશ? આહાહા...! એ અનંતા દ્રવ્યો ભલે હો તારી સામે પણ એ અનંતા દ્રવ્યો તો પોતાની પર્યાયને કરે છે. આહાહા.! એ પરને કાંઈ કરતો નથી. અનંતા પરદ્રવ્ય પરને કાંઈ કરતો નથી, તારું સ્વદ્રવ્ય પરને કરતું નથી. પરના દ્રવ્ય-ગુણને તો નહિ, પર્યાયને પણ કરતું નથી. આહાહા...! આવો હું એક જ્ઞાયક તત્ત્વ છું. કાલે આવ્યું હતું – તત્ત્વથી. ભાષા નહિ, પરમાર્થથી એને અંતરમાં એ વાત બેસવી જોઈએ. તત્ત્વથી. આહાહા...! એક જ્ઞાયકભાવ ત્રિકાળ તે હું છું. એ દયા, દાનાદિ રાગ આવ્યો છે એ હું નહિ. હું નહિ તો તેનાથી મને લાભ પણ નહિ. આહાહા...! મારો પ્રભુ મારો સ્વભાવ છે. એ સ્વભાવની પરિણતિ દ્વારા મને લાભ થાય. આહાહા.! “(આ રીતે સમ્યગ્દષ્ટિ વિશેષપણે)' એટલે કે પહેલું સામાન્યપણે કહ્યું હતું કે એક આત્મા અને એ સિવાય રાગથી માંડીને બધાનો ત્યાગ છે, એ સામાન્યપણે કહ્યું. હવે એના ભેદ પાડીને આ એક રાગનો ભેદ લીધો. સમજાય છે કાંઈ? પહેલું સામાન્યપણે કહ્યું હતું, એક કોર પ્રભુ આત્મા અને એક કોર રાગાદિ આખી દુનિયા. રાગના વિકલ્પથી માંડીને આખી દુનિયા, બધું તે તારામાં નથી અને તું એમાં નથી. એમ સામાન્યપણે પહેલું કહ્યું હતું. હવે એના ભેદ પાડીને વિશેષપણે સમજાવે છે. એ સમ્યગ્દષ્ટિ વિશેષપણે સ્વને અને પરને જાણે છે).” આહાહા.! અહીં તો ત્યાં સુધી લીધું કે, રાગ છે તેને જાણે છે અને જાણનાર તે હું છું. રાગ જણાય મારામાં તે રાગ હું નહિ. આહાહા...! અને તે રાગ છે માટે અહીં રાગનું જ્ઞાન થાય છે એમેય નહિ. મને મારું જ્ઞાન મને મારાથી સ્વને જાણતાં પરને જાણવું એવું સ્વપપ્રકાશક મારું સત્તાનું સ્વરૂપ છે. એનાથી હું મને જાણું છું. આહાહા...! આવું છે. “સ્વને અને પરને જાણે છે).' સ્વ એક જ્ઞાયકભાવ અને રાગ અત્યારે લેવો છે, એ પર. એ સ્વ ને પરને જાણે છે. એ અપેક્ષા છે. ખરેખર તો એ રાગ સંબંધીનું જ્ઞાન પોતાથી પોતામાં સ્વપપ્રકાશના સામર્થ્યથી થયેલું છે તેને જાણે છે. અહીં તો રાગને બતાવવો છે Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ને? રાગને ધર્મી જાણે છે. રાગ હું નહિ. હું છું ત્યાં રાગ નથી અને રાગ છે ત્યાં હું નથી. આહાહા...! આવી વાત. કયાં માણસને નવરાશ (છે)? આહાહા...! પોતાના હિતને માટે વખત લેવો. વખત મળતો નથી, એમ કહે છે. મરવાનો વખત નથી, એમ (કહે). વેપારના ધંધામાં મશગુલ હોય (તો એમ કહે), અત્યારે તો મરવાનોય (વખત નથી). બાપુ દેહ છૂટવાના ટાણા આવશે, ભાઈ! એ ટાણે અકસ્માત્ આવીને ઉભો રહેશે. આહાહા.! એ દેહ, આમ બેઠા વાત કરતા કરતા છૂટી જશે. એમ નહિ કે ઇ કહેશે કે હવે હું છૂટું છું. આહાહા...! આ તો જડ છે, માટી છે, ધૂળ છે. એને છૂટવાનો સમય છે તે સમયે છૂટ્ય છૂટકો છે. એનો સમય છે. ભગવાનના જ્ઞાનમાં તો છે પણ પોતાની યોગ્યતા એમાં રહેવાની, શરીરમાં રહેવાની આટલી જ યોગ્યતા છે. આહાહા...! એટલી યોગ્યતામાં રહીને એ દેહ છૂટી જાય છે. આહાહા...! અહીં કહે છે, પ્રભુ ધર્મી એને કહીએ. આહાહા.! જેને આત્માનું દર્શન થયું છે એને એ રાગ દયા, દાન, વ્રત, ભક્તિ, જાત્રાનો રાગ આવે પણ એ ધર્મી પોતાનો ન માને. આહાહા.! એ પોતાનો ન માને. જેમ આ માટી જડ ધૂળ છે, પર છે), એનું અસ્તિત્વ તદ્દન ભિન્ન છે અને રાગનું અસ્તિત્વ જરી પર્યાયમાં દેખાય, છતાં તે અસ્તિત્વ તે મારું સ્વરૂપ નહિ. આહાહા...! ધર્મી એને કહીએ, સમ્યગ્દષ્ટિ ધર્મની પહેલી સીઢીવાળો એને કહીએ... આહા.. કે એ રાગને પણ પોતાની ચીજ ન માને. આહાહા.! ત્યાં વળી આ બાયડી, છોકરા મારા, બાયડી મારી ને છોકરા મારા, પ્રભુ! એ ધર્મી માને નહિ. આહાહા...! હમણા કહેશે ઈ. સમજાણું કાંઈ? આ દીકરો મારો છે ને આ દીકરી મારી છે કે આ મારી બાયડી. અરે..! પ્રભુ! કોની બાયડી? એનો આત્મા જુદો, એના શરીરના પરમાણુ જુદા, તારા ક્યાંથી આવ્યા એ? આહા! શું થયું તને, પ્રભુ! આહા..હા...! અહીં કહે છે કે, ઈ સ્વપરને જાણે છે. આ જ પ્રમાણે “રાગ પટ બદલીને...” દ્વેષ આવે. દ્વેષ લેવો. છે? દ્વેષનો અંશ આવે તોપણ ધર્મી આત્માના આનંદના સ્વાદ આગળ, એ દ્વેષનો સ્વાદ આકુળતા છે માટે એ મારું સ્વરૂપ નથી. આહાહા.! સમજાય છે કાંઈ? એ દ્વેષનો અંશ છે એ મારી ચીજ નહિ. હું તો પ્રભુ જ્ઞાયક ચૈતન્યજ્યોત અનાદિ સર્વજ્ઞ ત્રિલોકનાથ જિનેશ્વરદેવ પરમેશ્વર પરમાત્મા, એણે જે આત્માને જોયો એ આત્મા તો રાગ અને વિકાર રહિત પ્રભુ છે, તેને ભગવાને આત્મા જોયો છે. આહાહા...! એ ભગવાન પોતે કહે છે કે, ભાઈ! જે ધર્મી થાય તેને રાગ ને દ્વેષનો અંશ આવે, નબળાઈ છે તેથી, પણ એ મારો નહિ, મને નહિ, મને નહિ. હું એને અડતો નથી. આહાહા...! આવી વાત છે. સાંભળવા મળવી મુશ્કેલ પડે, બાપુ! શું કરે? આહાહા.! એ દ્રષ. મોહ” આ મોહ એટલે મિથ્યાત્વ નહિ પણ પર તરફની જરી સાવધાની જાય જરી એ પણ હું નહિ. સમ્યગ્દષ્ટિ લેવો છે ને? મિથ્યાત્વ છે ઈ હું નહિ (લ્યો તો) મિથ્યાત્વ Page #97 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૯૯ ૮૩ છે જ નહિ ત્યાં. પણ કોઈ સમકિતમોહનીયનો ઉદય જરી હોય કે ૫૨ તરફની સાવધાની એ હું નહિ, એ હું નહિ. આહાહા..! હું તો એક જાણના૨ ચૈતન્ય ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ જિનેશ્વરે જે પ્રગટ કર્યો અને એવો હતો એ હું છું. આહાહા..! મારામાં અને ભગવાનમાં કાંઈ ફેર નથી. ભગવાનની પર્યાય પ્રગટ થઈ ગયેલી છે, મારી પર્યાય અપૂર્ણ છે છતાં એ રાગાદિ ચીજ જેમ ભગવાનને નથી એમ એ મારેય નથી. અરે......! આવી વાતું. કાં નવરાશ (છે) માણસને? આહાહા..! દ્વેષ, મોહ (થયા). ‘ક્રોધ,...’ એમ જરી ક્રોધ આવે. ધર્મી છે, લડાઈ આદિમાં પણ ઉભો હોય. ક્રોધ જરી (આવી જાય). આહાહા..! છતાં તે ધર્મી એ ક્રોધને પોતાનું સ્વરૂપ જાણતો નથી. એ ક્રોધને ક્રોધની હયાતીમાં ક્રોધને જાણવાનો પોતાનો સ્વભાવ છે તેને જાણે છે. આહાહા..! સમજાણું કાંઈ? આવી વાત છે. ક્રોધ. એમ માન...' જરી માન આવે, ધર્મી છે. છતાં એ જાણે છે, પ્રભુ! એ મારી ચીજ નહિ, હોં! આહા..! એ તો પારકી ચીજ આવીને દેખાવ ધ્યે છે. આહાહા..! જેમ ઘરમાં પોતે રહ્યો હોય અને કો'કની સ્ત્રી કે છોકરો આવીને આમ મોઢા આગળ આવી ચાલ્યો જાય, આમ બારણા પાસે, એમ આ ક્રોધનો અંશ પણ આવીને દેખાવ દે છે, (એ) મારી ચીજ નહિ. આહાહા..! આવું ઝીણું છે. આહા..! એટલે જ લોકો કહે છે ને, ‘સોનગઢ’વાળાનું એકાંત છે. વ્યવહારથી થાય એમ કહેતા નથી. અહીં તો પ્રભુ કહે છે કે, વ્યવહારનો રાગ આવે એ ધર્મી પોતાનો માનતો નથી. આહાહા..! પ્રભુ! વીતરાગમાર્ગ ઝીણો, પ્રભુ! આહાહા..! ત્રણલોકના નાથ મહાવિદેહમાં સીમંધર’ ભગવાન બિરાજે છે એના અહીંયાં વિરહ પડ્યા, વાણી રહી ગઈ. આહાહા..! હૈં? આહાહા..! સાક્ષાત્ ‘કુંદકુંદાચાર્ય’ ત્યાં ગયા હતા, આઠ દિ' ત્યાં રહ્યા હતા, આવીને આ વાણી બનાવી છે. આહાહા..! એના ટીકાકાર ટીકા ક૨ના૨ તો ગયા નહોતા પણ ઇ અહીં અંદર ભગવાન પાસે ગયા હતા. તેથી ટીકા બનાવી. આહાહા..! આહાહા..! આવું છે. કઈ જાતનો આવો ઉપદેશ? બાપુ! માર્ગ તો આ છે, ભાઈ! વીતરાગ! વીતરાગનો માર્ગ વીતરાગ ભાવથી હોય. વીતરાગનો માર્ગ રાગથી હોય નહિ. તો એ વીતરાગમાર્ગ ન કહેવાય. એથી સમ્યગ્દષ્ટિ આત્માને વીતરાગસ્વરૂપે જ્યારે જાણે છે એથી પર્યાયમાં સમ્યગ્દર્શન એ વીતરાગી પર્યાય પ્રગટ થઈ છે. એથી તે વીતરાગી પર્યાયથી વિરૂદ્ધનો માન કે ક્રોધ (આવે) એ એને પોતાનો માનતો નથી. આહાહા..! માયા,... માયા પણ જરીક આવે. આહાહા..! પણ એ દેખાવ દઈને તે વખતે તે જ્ઞાનનો પર્યાય તેને જાણવાની પોતાની શક્તિથી પ્રગટેલું જ્ઞાન જાણી (લ્યે છે), જાણે છે કે આ છે, બસ! એ છૂટી જાય છે. આહાહા..! આવું આકરું છે. ‘લોભ,...’ ઇચ્છા, કોઈ વૃત્તિ આવે. છતાં ધર્મી એને કહીએ કે જે ઇચ્છાને પણ પોતામાં ન લાવતાં એ મારું સ્વરૂપ જ નથી. એ લોભ મારું સ્વરૂપ નથી. મારી જાત નથી, મારી Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ નાત નથી. આહાહા.! એ તો કજાત છે, એ આત્મજાત નહિ. આહાહા.. ઇચ્છામાત્ર આવે એને કજાત જાણીને જાણવાવાળો રહે છે. હું તો એક જ્ઞાયક જાણનારો છું. આહાહા...! આવું સ્વરૂપ ક્યાંથી કાઢ્યું? આ અહીંનું કરેલું છે? અનાદિનો માર્ગ જ આ છે પણ એણે સાંભળ્યો ન હોય એથી એને નવું લાગે, તેથી કંઈ માર્ગ નવો નથી, માર્ગ તો છે આ જ છે. “એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ આહાહા. એ અહીં લોભ કહે છે. ‘કર્મ...” (એટલે) આઠ કર્મ. એ આઠ કર્મ હું નહિ. મેં કર્મ બાંધ્યા ને મેં કર્મ છોડ્યા, એ મારામાં નથી. આહાહા. શાસ્ત્રમાં તો સંભળાતું હોય કે ચોથે ગુણસ્થાને આમ આટલા કર્મ બાકી છે, આમ હોય. એ બધું એનું જ્ઞાન કરાવ્યું છે. એ કર્મ મારા છે એમ માનતો નથી. આહાહા...! કેમકે કર્મ છે એ જડ છે, અજીવ છે અને ભગવાન આત્મા જ્ઞાયક છે. તો એ સતુ સ્વરૂપ છે તેમાં જડનો ત્રિકાળ અભાવ છે. એ કર્મનો પ્રભુમાં અભાવ છે. અરે..રે...! આ કેમ બેસે? ભગવાન આત્મા ચૈતન્યસ્વરૂપી પ્રભુ (છે). એ કર્મ જડ છે, એ મારામાં નથી. હું સત્ છું એ અપેક્ષાએ એ અસત્ છે અને એ સત્ છે એ અપેક્ષાએ હું અસત્ છું. આહાહા...! એ પરમાણુની પર્યાય છે. કર્મ છે એ કર્મવર્ગણાની પર્યાય છે, એ પર્યાય છે એ તો કર્મની પર્યાય કર્મપણે પરિણમેલી એની છે. આહાહા.! એ કર્મ મારા નથી, મેં આયુષ્ય બાંધ્યું છે ને આયુષ્ય પ્રમાણે મારે દેહમાં રહેવું પડશે ને એ પણ હું નથી. આહાહા...! આયુષ્ય છે એ તો જડ છે, મેં બાંધ્યું જ નથી, મારું છે જ નહિ ને. અને એને લઈને હું શરીરમાં રહ્યો છું એમેય નહિને. આહાહા...! મારી પર્યાયની યોગ્યતાથી હું શરીરમાં રહ્યો છું. મારી યોગ્યતા એટલી પૂરી થશે એટલે દેહ છૂટી જશે. આહાહા...! એ કર્મ મારા નહિ. એ જ્ઞાનાવરણીય કર્મ મને નડે છે, એ કર્મ મારા નહિ પછી નડે કોણ? આહાહા...! લોકો કહે છે ને? જ્ઞાનાવરણીયનો ઉદય હોય તો જ્ઞાન હણાય અને જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ હોય તો જ્ઞાન ખીલે. અહીં ના પાડે છે. એ ખીલે અને રહે એ તો પર્યાયની પોતાની યોગ્યતાથી છે. એ કર્મ મારામાં છે જ નહિ પછી મને એને લઈને મારામાં કંઈ થાય એ વાત છે જ નહિ. આહાહા...! એક કલાકમાં કેટલું યાદ રાખવું? જગતમાં ચાલે નહિ એવી આ વાત (છે). બાપુ એવો માર્ગ છે, ભાઈ! આહાહા. એ તો ત્રણલોકના નાથ એનું વિવરણ કરે અને સંતો વિવરણ કરે એ તો અલૌકિક રીતે હોય છે. આહાહા...! “નોકર્મ... મારા સિવાય જેટલી ચીજો છે, એ બધા નોકર્મ એ મારામાં નથી. આહાહા...! એ સ્ત્રી મારી નથી એમ સમકિતી માને છે. દુનિયા જેને અર્ધાગના કહે છે. આહાહા...! એનું આત્મદ્રવ્ય જુદું, એના શરીરના રજકણો દ્રવ્ય જુદા. એ મારી અપેક્ષાએ તો અસત્ છે અને એની અપેક્ષાએ હું અસત્ છું તો છે મારા કયાંથી થઈ ગયા? આહાહા.! ત્યારે શું કરવું આમાં? બાયડી, છોકરાને છોડીને ભાગી જવું? ભાગીને ક્યાં જાવું છે? અંદરમાં Page #99 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૯ ૮૫ ભાગીને જાવું છે. આહાહા...! એ નોકર્મ મારું નહિ. આહાહા...! એ બંગલા, એ પૈસા, સ્ત્રી, દીકરા, દીકરીયું, વેવાઈ, જમાઈ આહાહા...! એ મારા સ્વરૂપમાં નહિ, મારું સ્વરૂપ નહિ. હું એને અડતોય નથી. એ ચીજ મને અડતી નથી. આહાહા.! અરે..! કેમ વાત બેસે? અનંતકાળનો રખડ્યો. અજ્ઞાનભાવથી, મૂઢભાવથી રખડે છે. એને આ વાત અંતરમાં બેસે ત્યારે ભવના અંત આવે એવું છે. આહાહા..! એ નોકર્મ હું નહિ. નોકર્મમાં બધું આવ્યું. પૈસા, સ્ત્રી, કુટુંબ, દીકરા, દીકરી, મકાન, આબરુ એ બધું મારામાં નહિ, એ બધું મારું નહિ. એ માટે લઈને એ નહિ. મારે લઈને એ નહિ, એને લઈને હું નહિ. આહાહા...! આવી વાત છે. “ભોગીભાઈ છે? આહાહા...! મુંબઈ'. આહાહા.! આવો માર્ગ છે. શરીરને જુદું લેશે પણ એ ખરેખર નોકર્મમાં જાય છે. શરીર, વાણી, આ પરવસ્તુ, મકાન, કપડાં, દાગીના, સ્ત્રી, દીકરા, દીકરી બધું નોકર્મ. એ મારું સ્વરૂપ નહિ. એ મારા નહિ. એ મારામાં નહિ. એમાં હું નહિ. આહાહા.! સમ્યગ્દષ્ટિ ધર્મની પહેલી સીઢીવાળો આ રીતે આત્માને અને પરને જાણે છે. આહા.... દુનિયાને બેસવું કઠણ પડે કે, આ તો એકલો નિશ્ચય થઈ ગયો, વ્યવહાર તો આવ્યો નહિ. પણ વ્યવહાર એટલે શું? આહાહા...! પરવસ્તુને વ્યવહાર કહીએ તો એ વસ્તુ આત્મામાં નથી. સ્વને નિશ્ચય કહીએ, પરને વ્યવહાર કહીએ. આહાહા...! એ પર તારામાં નથી અને તે પરમાં તું નથી. આહાહા...! અરે.રે...! કે દિ' નિર્ણય કરે, કે દિ અનુભવ કરે અને ક્યારે જન્મ-મરણ મટે? આહાહા...! અહીં કોણ બેઠું હતું? (શ્રોતા :- “સુમનભાઈ હતા). ગયા? જવાના હશે? નોકર્મ (થયું). મન...” મારું નહિ. મન હું નહિ. આઠ પાંખડીના આકારે અહીં આત્મા વિચાર કરે એમાં નિમિત્ત, જડ (છે) એ હું નહિ, મન હું નહિ. હું મનનો મનમાં રહીને જાણનારો નહિ. મન મારું તો નહિ પણ મનમાં રહીને મનને જાણનારો નહિ. હું તો મારામાં રહીને મનને ભિન તરીકે જાણું એ પણ વ્યવહાર (છે). આહાહા.! અહીં સુધી પહોંચવું. ઓલું તો સહેલુંસટ કરી નાખ્યું, વ્રત કરો ને અપવાસ કરી ને સેવા કરો ને આ કરો... એકબીજાને મદદ કરો, પૈસા આપો, મંદિર બનાવો, શેત્રુંજયની અને ગિરનારની જાત્રા કરો, સહેલુંટ. એવું તો અનંતવાર કર્યું છે, ભાઈ! અને એ રાગને પોતાનો માનીને મિથ્યાત્વને અનંત સેવ્યા છે. આહાહા.! મન હું નહિ. વચન,” વાણી નહિ, વાણી. આહાહા! વાણી તો જડની પર્યાય છે. જડની પર્યાય તો મારામાં અસત્ છે. આહા...! હું હુંપણે સત્ છું અને વાણીપણે હું અસત્ છું. અને મારી અપેક્ષાએ વાણી અસત્ છે, વાણી વાણીની અપેક્ષાએ સત્ છે. મારી અપેક્ષાએ અસત્ છે. આહાહા...! ઘણા બોલ મૂકી દીધા. કાયા” એ શરીર હું નહિ. આહાહા.! આ હાલચાલ અવસ્થા તે હું નહિ. આહાહા.! Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ આ બોલાય છે એ હું નહિ, એ તો જડ છે. આહાહા.! કેમ બેસે? અભિમાન જ્યાં-ત્યાં હું કરું, હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જ્યમ શ્વાન તાણે ગાડાનો ભાર, કૂતરું હેઠે અડ્યું હોય ને (એને લાગે કે ગાડું મારાથી ચાલે છે). એમ જ્યાં બેઠો હોય ત્યાં વ્યવસ્થા થતી હોય તો એ મારાથી થાય છે એમ માને છે). કૂતરો છે. આહાહા.! એ કાયા મારી નહિ. એ કાયાની ક્રિયા મારી નહિ. એ કાયાની ચાલવાની ક્રિયામાં હું નહિ. આહાહા...! એને તો હું જાણનારો છું. શરીર છે અને હું જાણનારો છું તે શરીરમાં રહીને નહિ. પોતામાં રહીને એને પૃથક તરીકે જાણું છું એ પણ વ્યવહાર (છે). પણ હું જાણનારો છું, જ્ઞાયક છું. વિશેષ કહેશે. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) પ્રવચન નં. ૨૭૬ ગાથા૧૯૯, ૨૦૦, શ્લોક-૧૩૭ મંગળવાર, અષાઢ વદ ૯, તા. ૧૭-૦૭-૧૯૭૯ સમયસાર ૧૯૯ ગાથા, છેલ્લા શબ્દો છે. શું કહે છે? નિર્જરાનો અધિકાર છે. આત્મા આનંદ અને અતીન્દ્રિય શાંતિના સ્વભાવથી ભરેલો પ્રભુ છે. તેની દૃષ્ટિ કરવાથી સમ્યગ્દર્શનમાં પોતાના પૂર્ણ સ્વરૂપની પ્રતીતિ થાય છે. એમાં જે રાગ દેખાય છે, કર્મનો પાક, કર્મ તો સત્તામાં છે પણ એનો વિપાક આવે છે એમાં જોડાવાથી જ્ઞાનીને પણ થોડો રાગ આવે છે. પરંતુ એ રાગનો સ્વામી થતો નથી. રાગનો કર્તા થતો નથી, રાગનો સ્વામી થતો નથી, રાગમાં સુખબુદ્ધિ નથી થતી. રાગમાં મીઠાશ નથી. ધર્મીને આત્માના આનંદની મીઠાશ આવી છે. આહાહા! ભગવાન આત્મા અનંત અનંત અતીન્દ્રિય આનંદનો સાગર છે, તેની સત્તા – અસ્તિત્વ છે એમ અનુભવમાં આવ્યું, દૃષ્ટિમાં છે' એમ અનુભવમાં આવ્યું ત્યારે તેની મીઠાશ આગળ શુભ કે અશુભ કોઈપણ રાગ, તેની મીઠાશ છૂટી જાય છે, દુઃખરૂપ લાગે છે, આકુળતા લાગે છે. આહા...! રાગાદિ બધા બોલ આવી ગયા છે. એમ રાગ, દ્વેષ આદિ બધા લેવા. અહીં સુધી આવી ગયું છે, કાયા સુધી આવી ગયું છે. આ શરીર છે, શરીર, તેની પર્યાય છે તે તો જડની છે. અત્યારે પણ આ શરીરની જે પર્યાય છે, આ તો પર્યાય છે, દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ છે, અવસ્થા જે શરીરની છે એ તો જડ છે, સમ્યગ્દષ્ટિને જડનું સ્વામીપણું પણ ઉડી ગયું છે, શરીરનું સ્વામીપણું ઉડી ગયું. શરીરની કોઈ ક્રિયા હલનચલન થાય, એનો ધર્મી સ્વામી નથી. આહાહા...! મુમુક્ષુ – શ્રદ્ધામાં... ઉત્તર :- શ્રદ્ધામાં. બધા... બધા આવી ગયા છે, આ તો છેલ્લા બોલ છે. મન, વચન ને કાયા. નોકર્મમાં તો બધી આવી ગયું. પોતાના આત્મા સિવાય બધી Page #101 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૯ ૮૭ ચીજ જે છે એની પર્યાય એના કાળે થાય છે. તો મારાથી એ પર્યાય થઈ એવો મિથ્યાત્વ ભાવ સમકિતીને નથી થતો. આહા...! સૂક્ષ્મ ભાવ છે. અંતર આત્મા સમ્યક, એવી પૂર્ણ ચીજ, અનંત અનંત... કાલે કહ્યું હતું ને? કે, અનંત મુખ કરે અને એક મુખમાં અનંત જીભ કરે તોપણ એક દ્રવ્યના આત્માના ગુણની સંખ્યા કહી શકે નહિ. અનંત મુખ કરે અને એક એક મુખમાં અનંત જીભ કરે તોપણ એ આત્મામાં એટલી સંખ્યા છે, ગુણની સંખ્યા, હોં ! કે એ સંખ્યા એટલી જીભથી પણ કહી શકે નહિ. એવો પ્રભુ જેની દૃષ્ટિમાં આવ્યો અને અનુભવમાં આવ્યો કે હું તો આત્મા આનંદ છું. હું તો સુખના પંથે પડ્યો છે. મારી ચીજ જ સુખ છે અને હું સુખના પંથે છું. આહાહા...! રાગાદિ આવે છે તે દુઃખપંથ છે. એ દુઃખ મારી ચીજ નહિ. મને મારી ચીજ નહિ, વાણી મારી ચીજ નહિ. કાયા – શરીર છે તો એ અનંત પરમાણુની પર્યાય છે, એ મારી ચીજ નહિ. મારાથી ચાલતી નથી, મારાથી બેસતી નથી, ભાષા છે એ મારાથી નીકળતી નથી. આહા...! શ્રોત” ઇન્દ્રિય એ હું નહિ. કાન, કાન. આ જડ છે, આ તો માટીની – પુદ્ગલની પર્યાય છે. એ હું નહિ. તેના અવલંબનથી હું સાંભળતો જ નથી. આહા..! કારણ કે મારો સ્વભાવ જ નિરાલંબી જ્ઞાતા-દષ્ટા છે તો એ જાણવું દેખવું કોઈ પરની અપેક્ષાથી થાય એમ છે નહિ. એમ શ્રોત ઇન્દ્રિય હું નહિ, મારી નહિ, મારામાં નહિ, એનામાં હું નહિ. આહા.! ‘ચક્ષુ” ચક્ષુથી ભગવાનને જોવે છે તો કહે છે, એ ચક્ષુ જ મારા નથી. હું ભગવાનને જોતો જ નથી, હું તો મારી પર્યાયને જોઉં છું. આહાહા...! ચક્ષુ જ મારા નથી. ચક્ષુથી જે ચીજ જાણવામાં આવે છે એ હું નહિ હું તો મારી પર્યાયથી જાણવામાં આવું છું. એ દેખવામાં આવતું જ નથી, એ તો પર ચીજ છે. આહા...! હું તો મારી ચીજથી જોઉં છું તો એ ચક્ષુઇન્દ્રિય મારી છે જ નહિ. આહાહા.! ચક્ષુ જ મારા નથી. આંખથી જોઉં છું, એમ છે નહિ. આકરી વાત છે. પંડિતજી ! આહાહા! કારણ કે જગતના જડ પદાર્થ વર્તમાન પર્યાય વિનાના તો છે નહિ, તો એ પર્યાય જડની છે તો એનાથી હું જાણું છું એમ છે નહિ. આહાહા.! એ ચક્ષુથી હું જાણું છું એવા ચક્ષુ જ હું નહિ, એનાથી હું જાણું છું એમ છે જ નહિ. આહાહા.! ઘાણ” ઘાણ ઇન્દ્રિય હું નહિ. દ્રવ્યેન્દ્રિય તો નહિ પણ ભાવઇન્દ્રિય પણ હું નહિ. આહાહા...! અને તેનાથી હું સુંઘુ છું એ હું નહિ. આહાહા...! હું તો મારા જ્ઞાનની પર્યાય, પર છે તો પરને જાણે છે એમ નહિ. પોતાની પર્યાય પોતાથી સ્વપર જાણવાની તાકાતથી જાણે છે તો તેને હું જાણું છું. આહાહા.! આકરી વાત છે, ભાઈ ! ધર્મ (કોઈ) સાધારણ ચીજ નથી. “રસન...” જીભ હું નહિ. જીભ તો જડની પર્યાય છે અને એનાથી રસનો સ્વાદ લઉં છું એ હું નહિ. આહાહા. તે સમયે જીભની પર્યાય અને રસની પર્યાયને જાણું છું એ પણ વ્યવહાર છે. હું તો એ સમયની પર્યાય મારી છે, સ્વપપ્રકાશક પર્યાય તેને હું જાણું Page #102 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૭ છું, તેનો સ્વાદ હું લઉં છું. આહાહા...! આવી વાત એટલે લોકોને ભક્તિ ને વ્રત ને તપ ને પૂજામાં ધર્મ મનાય ગયા. અહીં અંદરમાં આવવું, અંતર તળમાં આવવું મહાપુરુષાર્થ છે અને એ જ પુરુષાર્થ છે. સ્પર્શન...” આ સ્પર્શન. હું હાથના સ્પર્શને પણ સ્પર્શતો નથી અને હાથ પરને સ્પર્શ કરે છે એ પણ નહિ. આ સ્પર્શ જે છે તેને હું સ્પર્શ છું, અડું છું એમ નહિ, એ મારી ચીજ નથી. આહાહા...! અને એ સ્પર્શ પરને સ્પર્શે છે, પર શરીરને સ્પર્શે છે) એમ પણ નહિ. કેમકે એક દ્રવ્ય અને બીજા દ્રવ્યની પર્યાય વચ્ચે તો અત્યંત અભાવ છે. આહાહા...! હું પરને સ્પર્શ છું એમ તો નહિ પણ આ શરીરને હું સ્પર્શ છું એમ પણ નહિ. આહાહા...! અને શરીરના સ્પર્શનું જ્ઞાન થાય છે એ પણ સ્પર્શ ઇન્દ્રિયના કારણે નહિ. મારો જ્ઞાન સ્વભાવ છે તેનાથી સ્વપપ્રકાશક, પોતાની સત્તાથી સ્વપપ્રકાશક (જ્ઞાન) થાય છે. એ સ્પર્શ છે તો મને સ્પર્શનું જ્ઞાન છે એમ છે નહિ. આહાહા...! ઝીણી વાત બહુ. એ પાંચ ઇન્દ્રિય પરમ દિ બાકી રહી ગઈ હતી, કાલે તો સ્વાધ્યાય હતો. એ શબ્દો મૂકી સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં –કહેવાં) અને આ ઉપદેશથી બીજા પણ વિચારવાં.” જેટલા વિકલ્પ છે અને જેટલી સંયોગી ચીજ છે એ) બધી ચીજને હું અડતો નથી અને એ ચીજમાં હું નહિ અને એ ચીજ મારી નહિ. આહાહા.. સમ્યગ્દષ્ટિની દૃષ્ટિ આવી છે. એ ૧૯૯ (ગાથા) થઈ. અરો આવી સત્યની વાત હતી જ ક્યાં? જેને આ સત્ય વાત સાંભળવા મળી છે તે ભાગ્યશાળી છે. સાંભળતાં સાંભળતાં સત્યના સંસ્કાર નાખે છે તેને સંસ્કાર નાખતાં અંદરથી માર્ગ થઈ જશે. દરરોજ ચાર પાંચ કલાક આનું આ સાંભળવું વાંચવું હોય તેને શુભભાવ એવો થાય કે મરીને સ્વર્ગમાં જાય, કોઈ જુગલિયા થાય, કોઈ મહાવિદેહમાં જાય. બાકી જેને સત્યનું સાંભળવાનું પણ નથી એવા ઘણા જીવો તો મરીને ઢોરમાં જવાના. અરે! આવા મનુષ્યના માંડ મોંઘા અવતાર મળે અને પોતાનું હિત નહિ કરે તો ક્યારે કરશે? ખરેખર તો સત્યનું ચાર પાંચ કલાક દરરોજ વાંચન-શ્રવણ આદિ હોવું જોઈએ. ભલેને વેપાર ધંધા કરતા હોય પણ આટલો તો વખત પોતાના માટે કાઢવો જોઈએ. અહીંના સાંભળનારા ઘણાં તો રુચિથી આ સંસ્કાર ઊંડા નાખે છે. આવા સત્યના સંસ્કાર લાગી જાય અને ઊંડાણમાં એ સંસ્કાર પડી જાય એને ભવ ઝાઝા હોય નહિ. ધારણા જ્ઞાન થવું તે જુદી ચીજ છે અને અંદરમાં અવ્યક્ત રુચિ થવી તે જુદી વાત છે. ભેદજ્ઞાનના સંસ્કાર ઊંડાણથી નાખવા જોઈએ. અને આ વાતનો ઊંડાણથી મહિમા આવવો જોઈએ કે અહો! આ વાત કોઈ અપૂર્વ છે. એમ પોતાથી અંદરમાં મહિમા આવવો જોઈએ. સાચી રુચિવાળો આગળ વધતો જાય છે. આત્મધર્મ અંક-, જાન્યુઆરી–૨૦૦૮ Page #103 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૯ - (ગાથા૨૦૦) - एवं च सम्यग्दृष्टिः स्वं जानन् रागं मुञ्चश्च नियमाज्ज्ञानवैराग्यसम्पन्नो भवति. एवं सम्मद्दिट्टी अप्पाणं मुणदि जाणगसहावं । उदयं कम्मविवागं च मुयदि तच्चं वियाणंतो।।२००।। एवं सम्यग्दृष्टिः आत्मानं जानाति ज्ञायकस्वभावम् । उदयं कर्मविपाकं च मुञ्चति तत्त्वं विजानन्।।२००।। एवं सम्यग्दृष्टि: सामान्येन विशेषेण च परस्वभावेभ्यो भावेभ्यो सर्वेभ्योऽपि विविच्य टङ्कोत्कीर्णैकज्ञायकभावस्वभावमात्मनस्तत्त्वं विजानाति। तथा तत्त्वं विजानंश्च स्वपरभावोपादानापोहननिष्पाद्यं स्वस्य वस्तुत्वं प्रथयन् कर्मोदयविपाकप्रभवान् भावान् सर्वानपि मञ्चति । ततोऽयं नियमात ज्ञानवैराग्यसम्पन्नो भवति। આ રીતે સમ્યગ્દષ્ટિ પોતાને જાણતો અને રાગને છોડતો થકો નિયમથી જ્ઞાનવૈરાગ્યસંપન્ન હોય છે એમ હવેની ગાથામાં કહે છે : સુદૃષ્ટિ એ રીત આત્મને જ્ઞાયકસ્વભાવ જ જાણતો, ને ઉદય કર્મવિપાકરૂપ તે તત્ત્વજ્ઞાયક છોડતો. ૨૦૦. ગાથાર્થ :- [ પર્વ ] આ રીતે [ સષ્ટિ : ] સમ્યગ્દષ્ટિ [ માત્માનં ] આત્માને પોતાને) [ ઝીયસ્વમાવત્ ] જ્ઞાયકસ્વભાવ ( નાનાતિ ] જાણે છે [ ૨ ] અને [ તવં] તત્ત્વને અર્થાત્ યથાર્થ સ્વરૂપને [ વિનાનન્ ] જાણતો થકો [ વિપાવ ] કર્મના વિપાકરૂપ [ ૩ય ] ઉદયને [ મુગ્ધતિ ] છોડે છે. ટીકા - આ રીતે સમ્યગ્દષ્ટિ સામાન્યપણે અને વિશેષપણે પરભાવસ્વરૂપ સર્વ ભાવોથી વિવેક (ભેદજ્ઞાન, ભિન્નતા) કરીને, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવું જે આત્માનું તત્ત્વ તેને સારી રીતે જાણે છે; અને એ રીતે તત્ત્વને જાણતો, સ્વભાવના ગ્રહણ અને પરભાવના ત્યાગથી નીપજવાયોગ્ય પોતાના વસ્તુત્વને વિસ્તારતો (-પ્રસિદ્ધ કરતો), કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત ભાવોને છોડે છે. તેથી તે (સમ્યગ્દષ્ટિ) નિયમથી જ્ઞાનવૈરાગ્યસંપન્ન હોય છે એમ સિદ્ધ થયું). | ભાવાર્થ - જયારે પોતાને તો જ્ઞાયકભાવરૂપ સુખમય જાણે અને કર્મના ઉદયથી થયેલા ભાવોને આકુળતારૂપ દુઃખમય જાણે ત્યારે જ્ઞાનરૂપ રહેવું અને પરભાવોથી વિરાગતા-એ બને અવશ્ય હોય જ છે. આ વાત પ્રગટ અનુભવગોચર છે. એ (જ્ઞાનવૈરાગ્ય) જ સમ્યગ્દષ્ટિનું ચિલ છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ગાથા૨૦૦ ઉપર પ્રવચન ૨૦૦ “આ રીતે સમ્યગ્દષ્ટિ પોતાને જાણતો અને રાગને છોડતો...” છે? એ અપેક્ષાથી કથન છે. ખરેખર તો આત્મા જ્યારે પોતાને જાણવામાં રોકાયો તો રાગની ઉત્પત્તિ થતી નથી તેને રાગને છોડ્યો એમ કહેવામાં આવે છે. આહાહા...! સમજાણું કાંઈ? ઝીણી વાત છે, ભાઈ! અનંત કાળ, અનંત કાળ ચોરાશીના અવતારમાં એક એક યોનીએ અનંત અવતાર કર્યા, બાપુ! ભૂલી ગયો, બધું ભૂલી ગયો. ભૂલી ગયો એ ભૂલી જવાનું તો છે પણ ભૂલ્યો ઈ પોતાને યાદ કર્યા વિના ભૂલી ગયો. પોતાને યાદ કરી, ભાન કરીને ભૂલી જાય તો તો ભૂલવા જેવું છે. આહાહા..! “સમ્યગ્દષ્ટિ પોતાને જાણતો....” “પોતાને જાણતો” એમ કહ્યું ને? રાગને જાણતો, એમ નહિ. આહાહા...! મુમુક્ષુ :- રાગને તો છોડતો. ઉત્તર :- છોડે છે એ પણ નિમિત્તનું કથન વ્યવહાર છે. કહ્યું ને? આત્મા પોતાના સ્વરૂપમાં એકાગ્ર થાય છે તો રાગ ઉત્પન્ન થતો નથી તો રાગ છોડ્યો એમ કહેવામાં નામ કથનમાત્રથી છે. ઉપદેશ કેમ કરે? આહાહા...! બહુ માર્ગ જુદો, બાપુ! તીર્થંકરનો. ત્રણલોકના નાથ તીર્થંકરદેવ પરમેશ્વર, એની આ દિવ્યધ્વનિ (છે). અત્યારે તો લોકો બહારથી આ કરવું ને આ કરવું ને આ કરવું એમાં ધર્મ માની લ્ય છે. કંઈક કરું, દયા, કરું, રાગ કરું એ પણ મિથ્યાત્વ ભાવ છે. મુમુક્ષુ :- કાલે તો આપ એને મરવું એમ કહેતા હતા. ઉત્તર :- ઇ કીધું કે, કાલે આટલું બધું ન કીધું? કરવું એ મરવું છે. કેમ? કે, આત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે એને હું રાગ કરું, ત્યાં રોકાણો તો આત્માના સ્વભાવનું જીવન છે એને નકાર કર્યો તો મરણ કર્યું. આહાહા...! એ જ્ઞાતા-દષ્ટા જીવનું જીવન છે એને ઠેકાણે હું આનાથી જીવું છું, રાગથી, પુણ્યથી ને આનાથી (જીવું છું), રાગ કરું (એ) તો મારું સ્વરૂપ છે તો એ કર્તા નથી, જ્ઞાતા-દષ્ટા છે તેનો એણે અસ્વીકાર કરી, એનો નકાર કરીને તેનું મરણ કરી નાખ્યું. આહાહા.! આકરી વાત છે, ભાઈ! નિયમથી જ્ઞાન-વૈરાગ્યસંપન્ન હોય છે. ધર્મીને તો પોતાના અસ્તિત્વનું ભાન (છે) અને પુણ્ય-પાપના વિકલ્પથી વિરક્ત વૈરાગ્ય, એ બે શક્તિ સહિત ધર્મી હોય છે. શું કહ્યું? પોતાનું સ્વરૂપ જે પૂર્ણ અતીન્દ્રિય આનંદ સ્વરૂપ, એનું જ્ઞાન અને પુણ્ય-પાપના ભાવથી વિરક્તપણું, એ વૈરાગ્ય એટલે ધર્મી જ્ઞાન અને વૈરાગ્ય (એવી) બે શક્તિ સહિત હોય છે. પોતાના અસ્તિત્વનું ભાન અને પોતામાં નથી તેનો વૈરાગ્ય, વિરક્તિ. આહાહા.! એ જ્ઞાન Page #105 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨) અને વૈરાગ્ય બે શક્તિ સહિત હોય છે. ૨૦૦. एवं सम्मद्दिट्ठी अप्पाणं मुणदि जाणगसहावं । उदयं कम्मविवागं च मुयदि तच्चं वियाणंतो।।२००।। સુદૃષ્ટિ એ રીત આત્મને જ્ઞાયકસ્વભાવ જ જાણતો, ને ઉદય કર્મવિપાકરૂપ તે તત્ત્વજ્ઞાયક છોડતો. ૨૦૦. ઉપદેશની શૈલી તો એમ આવે ને! ટીકા, ૨૦૦ ગાથાની ટીકા. આ રીતે સમ્યગ્દષ્ટિ...” સમ્યક્ – સત્ય દૃષ્ટિ. જેવું પોતાનું પૂર્ણ સ્વરૂપ છે, એ પૂર્ણ સત્ છે તેની દૃષ્ટિ નિર્વિકલ્પ (થઈ) તેનું નામ અહીંયાં સમ્યગ્દષ્ટિ કહે છે. આ રીતે સમ્યગ્દષ્ટિ સામાન્યપણે...” એટલે સામાન્યથી પણ પરનો સ્વામી નથી “અને વિશેષપણે....” એક એક વ્યક્તિની ભિન્ન ભિન્ન ચીજ હોય તેનો પણ એ સ્વામી નથી. “સામાન્યપણે અને વિશેષપણે પરભાવસ્વરૂપ” પરભાવ (અર્થાત) આત્મા સિવાય રાગાદિ બધા પરભાવ. આહાહા...! સમ્યગ્દષ્ટિને) એ પ્રકારે સામાન્ય નામ સંક્ષેપથી બધાનો ત્યાગ અને વિશેષથી પણ એક એકનો રાગાદિ અંશનો પણ ત્યાગ (વર્તે છે). પરભાવસ્વરૂપ સર્વ ભાવોથી વિવેક (ભેદજ્ઞાન, ભિન્નતા)...' કરે. નાનામાં નાનો અંશ રાગ હોય એનાથી પણ ભિન્નતા કરે અને શરીરાદિ બાહ્ય ચીજ મોટી હોય, અનંત પરમાણુના સ્કંધાદિ એનાથી પણ ભિન્નતા કરે. આહાહા...! સામાન્યપણે અને વિશેષપણે પરભાવસ્વરૂપ સર્વ ભાવોથી વિવેક ભેદજ્ઞાન, ભિન્નતા) કરીને...” આની આટલી મર્યાદા છે. બાકી નિયમસારમાં તો પર્યાયને પણ પરદ્રવ્ય અને પરભાવ કીધી છે. આહાહા...! અહીંયાં તો આત્માના નિર્મળ પર્યાય સિવાય આ રાગાદિ, પરદ્રવ્ય આદિ અને પરભાવ અહીંયાં એટલું. નિયમસારમાં તો “શુદ્ધભાવ અધિકારમાં નિર્મળ પર્યાય થાય, ધર્મપર્યાય હોય (તેને) પણ પરભાવ, પરદ્રવ્ય હેય (કીધી છે). આહાહા...! કેટલા પ્રકાર પરભાવના? આત્મા સિવાય પરવસ્તુ અનંતી. પંચપરમેષ્ઠી પણ પરદ્રવ્ય અને પરભાવમાં જાય છે. કેમકે એનામાં અને પોતાની પર્યાયમાં અત્યંત અભાવ છે. આહાહા...! એ અને અહીંયાં શરીરાદિ પરભાવ (કહ્યા). પુણ્ય-પાપ પરભાવ અને પુણ્ય-પાપને જાણવાવાળી પર્યાય એ પણ ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ પરભાવ છે. અહીં એટલું લેવું નથી. ત્યાં તો કુંદકુંદાચાર્યે પોતાની ભાવના માટે નિયમસાર ગ્રંથ બનાવ્યો છે. પોતાની ભાવના માટે બનાવ્યો છે. અલૌકિકા આહાહા.! દુનિયાથી બધી જાતફેર છે. આહાહા...! અહીં કહે છે કે, આ રાગનો નાનામાં નાનો વિકલ્પ (આવ્યો), અરે! જે ભાવથી તીર્થકરગોત્ર બંધાય તેનાથી પણ ભેદજ્ઞાન કરે છે. એ મારી ચીજ નહિ, હું તેનો કર્તા નહિ. આહાહા.! મારી ચીજમાં નથી, હું તેમાં નહિ, હું તેનો કર્તા અને સ્વામી નહિ. એમ સમ્યગ્દષ્ટિ સર્વ પરભાવોથી ભેદજ્ઞાન, ભિન્નતા કરીને આહા...! “ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ છે...’ ટંકોત્કીર્ણ, એવો ને એવો છે. જેમ અદબધનાથ, છે ને પાલીતાણા’? ઉપરથી કાઢી નાખીને અંદરથી મૂર્તિ કાઢી, મૂર્તિ. એમ ભગવાન અંતરમાં ટંકોત્કીર્ણ એવો ને એવો અનાદિઅનંત છે. આહા..! શુદ્ધ સચ્ચિદાનંદ પ્રભુ અનંત નિર્મળ ગુણની ખાણ, નિધાન એવો જે ભગવાનઆત્મા ‘એક શાયકભાવ...’ બે અને પર્યાય એ પણ અહીંયાં નહિ, એમ કહે છે. આહાહા..! હું તો એક શાયકભાવ છું એમ પર્યાય નિર્ણય કરે છે. પર્યાય, હું પર્યાય છું એમ નિર્ણય નથી કરતી. આહાહા..! એ તો પર્યાય કાર્ય અને કર્તા, કર્મ આદિ બધું થાય છે પર્યાયમાં, દ્રવ્ય તો કૂટસ્થ, ધ્રુવ છે. આહાહા..! એ ધ્રુવનો નિર્ણય કરનારી પર્યાય કહે છે કે, હું તો જ્ઞાયકભાવ છું. આહાહા..! છે? એક શાયકભાવ જેનો સ્વભાવ છે એવું જે આત્માનું તત્ત્વ...' આહાહા..! એક એક ગાથા ‘સમયસાર’, ‘પ્રવચનસાર’ અલૌકિક છે. આ કાંઈ વાર્તા નથી, ભાઈ! આ તો ધર્મ ભાગવત્ કથા, ભાગવત્ કથા છે. ‘નિયમસાર'માં છેલ્લે આવે છે, ભાગવત્ કથા છે). ભગવાનઆત્મા, એની કથા. આહાહા..! એ અહીંયાં કહે છે કે, એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે...’ ત્યાં એમ ન લીધું કે, પર્યાય મારો સ્વભાવ છે, એમ પણ ન લીધું. પર્યાય નિર્ણય કરે છે તે એમ કહે છે કે, હું તો એક શાયક સ્વભાવ છું. આહાહા..! ટંકોત્કીર્ણ એકરૂપ ભેદ વિના, ગુણ-ગુણીના ભેદ પણ નહિ. રાગાદિ તો નહિ, પરદ્રવ્ય તો નહિ પણ પર્યાય પણ નહિ પણ ગુણ-ગુણીના ભેદ પણ નહિ. એક જ્ઞાયકભાવ.. આહાહા..! ચૈતન્યબિંબ ધ્રુવ નિત્યાનંદ પ્રભુ, એવો એકરૂપ જ્ઞાયક સ્વભાવ જેનો સ્વભાવ છે એવું જે આત્માનું તત્ત્વ તેને...’ જુઆ! શું કહ્યું? ‘એક શાયકભાવ જેનો સ્વભાવ છે એવું જે આત્માનું તત્ત્વ...' એ આત્માનું તત્ત્વ. આહાહા..! આત્મા ભાવ અને આ ભાવસ્વરૂપ, ભાવવાન. જ્ઞાયકભાવ સ્વરૂપ, ભાવવાન એવું આત્મતત્ત્વ. આહાહા..! હવે આવું બહારની વાતવાળાને આકરું લાગે. બીજું શું થાય? ભાઈ! એ ચીજ જ અંદર એવી છે. જેને કોઈ અપેક્ષા નથી. આહાહા..! પર્યાય પણ જેમાં ઉ૫૨ તરે છે. રાગની વાત તો શું કહેવી? શાયકભાવ, એમાં પર્યાય પણ ઉ૫૨ તરે છે, અંદર પ્રવેશ નથી કરતી. આહાહા..! એ પર્યાય એમ નિર્ણય કરે છે કે, હું તો એક શાયક સ્વભાવ છું. એ મારું તત્ત્વ છે. આત્મતત્ત્વ તે હું છું. આહાહા..! છે? ટંકોત્કીર્ણ, ભેદ કરે છે, પરથી ભેદ ઉત્પન્ન કર્યો અને પોતાથી અભેદ શું? ટંકોત્કીર્ણ જેવી ચીજ છે એવી એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ (છે). કોનો? એવો આત્મા. એવું જે આત્માનું તત્ત્વ...' આહાહા..! જ્ઞાયકભાવ એ આત્માનું તત્ત્વ (છે). આહાહા..! આત્મા અને જ્ઞાયકભાવ એ આત્મતત્ત્વ, આત્માનું તત્ત્વ. તેને (સારી રીતે) જાણે છે;... તેને સારી રીતે લખવું પડ્યું. કેમકે જાણવાના ક્ષયોપશમમાં વાત આવે એ જુદી ચીજ છે Page #107 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૦ ૯૩ અને અંદરમાં અનુભવ કરવો એ બીજી ચીજ છે. આહાહા..! એ માટે કહ્યું કે, ‘(સારી રીતે) જાણે છે...’ એટલે જેવું છે તેવું અનુભવે છે, જાણે છે તેનો અર્થ. જેવો ભગવાન જ્ઞાયકભાવ છે, એવું જે આત્મતત્ત્વ, તેને સમ્યગ્દષ્ટિ જાણે છે એટલે અનુભવે છે. સમજાણું કાંઈ? અને એ રીતે તત્ત્વને જાણતો,...' એ પ્રકારે તત્ત્વને જાણતો થકો, સ્વભાવના ગ્રહણ અને પરભાવના ત્યાગથી નીપજવાયોગ્ય...’ આહાહા..! એ ભેદજ્ઞાનની અપેક્ષાએ વાત કરી. જ્ઞાનપ્રધાન કથન (છે). ‘સ્વભાવના ગ્રહણ...’ જ્ઞાયકસ્વભાવ આત્મતત્ત્વ, તેનો સ્વીકાર, ગ્રહણ, આદર, વેદન, અનુભવ અને પરભાવના ત્યાગથી...' રાગાદિનો અત્યંત અભાવ, એવું આત્મામાં પિરણમન થવું. આહાહા..! આ ૨૦૦ ગાથા છે. સ્વભાવના ગ્રહણ...' શાયક સ્વભાવ પૂર્ણ સ્વરૂપ એકરૂપ તત્ત્વ, અનંત ગુણ ભલે હો પણ વસ્તુ તત્ત્વ તો એકરૂપ છે. એ એકરૂપનું ગ્રહણ અને પરભાવનો ત્યાગ. આહાહા..! એવા ‘ત્યાગથી નીપજવાયોગ્ય પોતાના વસ્તુત્વને વિસ્તારતો (–પ્રસિદ્ધ કરતો),...' વસ્તુત્વ (એટલે) વસ્તુપણું, વસ્તુપણું. આહાહા..! એ શાયકભાવ એ વસ્તુપણું તેને વિસ્તારતો થકો. આહાહા..! જ્ઞાયક ને દૃષ્ટાપણાની દશાને ફેલાવતો થકો. આહાહા..! જાણવું-દેખવું એવા સ્વભાવને ફેલાવતો, વિસ્તારતો થકો, પર્યાયમાં, હોં! આહાહા..! વસ્તુ તો વસ્તુ છે, પરંતુ વસ્તુને ગ્રહણ કરવી અર્થાત્ તેને ફેલાવે છે, વિસ્તાર (કરે છે). પર્યાયમાં તેની શુદ્ધિની વૃદ્ધિ થાય છે. આહાહા..! વસ્તુત્વને વિસ્તારતો (–પ્રસિદ્ધ કરતો),...' જોયું? વસ્તુને નહિ, વસ્તુને નહિ. વસ્તુત્વ – વસ્તુપણું, આત્મતત્ત્વનું જ્ઞાયકપણું, તેને વિસ્તારતો થકો. આહાહા..! આવી ચીજ છે. આવો તે જૈનધર્મ હશે કંઈ? જૈનધર્મ તો છકાયની દયા પાળવી, અપવાસ કરવા, વર્ષીતપ કરવા, દાન દેવું, બાપુ! એ કંઈ જૈનધર્મ નથી. એ તો રાગ છે, એ જૈનધર્મ છે જ નહિ. આહાહા..! અહીં તો વીતરાગ ત્રિલોકનાથ જૈન પરમેશ્વરની આ વાણી છે. સંતો આડતિયા થઈને વાત કરે છે. પરમેશ્વર આમ કહે છે, એમ કહે છે ને? આહાહા..! વસ્તુત્વને વિસ્તારતો (– પ્રસિદ્ધ કરતો)...’ આહાહા..! કમળ જેમ ખીલે એમ સમ્યગ્દષ્ટિ દ્રવ્યના સ્વભાવનો ખીલવતો થકો. આહાહા..! વિકાસ કરતો થકો. આહાહા..! પર્યાયમાં દ્રવ્ય સ્વભાવનું એકત્વ કરવાથી વિસ્તાર કરતો થકો. આહાહા..! આવો ક્યાં ધર્મ કાઢ્યો? કોઈ કહે. એકાંત છે, એમ લોકો કહે છે. અરે...! ભાઈ! પ્રભ! તું સાંભળ તો ખરો. એમ કે, બારમી ગાથામાં તો એમ કહ્યું છે કે, ‘અપરમે દિવા’. સાધુ, શ્રાવકને તો આ વ્રત, તપ, ભક્તિ, પૂજા એ ધર્મ છે એમ કીધું છે. બારમી ગાથામાં એમ કહે છે, ‘અપરમે દિવા માવે” અરે...! ભગવાન! તેં ટીકા જ જોઈ નથી. ‘અપરમે દિવા માવે”નો અર્થ “તવાત્વે તે કાળે જાણેલો પ્રયોજનવાન (છે). આદરણીય અને કરવાલાયક છે, એ વાત જ ત્યાં નથી. આહા..! ‘કરુણાદીપ’માં કાલે આવ્યું હતું. ‘સોનગઢી’ પંથ તો એકાંત મિથ્યાત્વ છે. કારણ કે જે ક્રિયાકાંડ ધર્મની પહેલી કરવી જોઈએ એને તો ધર્મ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ માનતા નથી. બારમી ગાથામાં કહ્યું છે કે, પહેલું એ કરવું. શ્રાવક અને મુનિનો એ ધર્મ છે. અપરમે દિવા માવે નીચલી દશામાં તો આ જ હોય છે. પણ એનો અર્થ ત્યાં તને ખબર નથી, બાપુ! ‘અમૃતચંદ્રાચાર્ય’ (એમ કહેવા માગે છે), તવાÒ” તે કાળે સ્વરૂપ શુદ્ધ છે તેનું ભાન થયું, અનુભવ થયો પણ પર્યાયમાં હજી શુદ્ધતા થોડી અને અશુદ્ધતા થોડી છે એને જાણવું. તે તે કાળે જે જે પ્રકારની શુદ્ધતા અને અશુદ્ધતા પર્યાયમાં (છે) એ પર્યાયને જાણવું એ જ વ્યવહારનયનો વિષય છે. આહાહા..! ત્યાં કરવું અને આ વ્યવહાર ધર્મ છે એ પ્રશ્ન ત્યાં છે જ નહિ, ભાઈ! આહાહા..! મોઢા આગળ એ બધું લઈને (કહે), ‘સોનગઢ’નું એકાંત છે. ગમે તે કહે, બાપા! ભાઈ! તારી ચીજ કોઈ જુદી છે. તને તારી ખબરું નહિ અને તું બીજી રીતે માની રહ્યો છો). આહાહા..! પોતાના વસ્તુત્વને વિસ્તારતો... આહાહા..! ‘કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત ભાવો...' દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, શરી૨, વાણી, મન, કર્મ આદિ બધી ચીજો એ બધાને છોડતો થકો. એટલે તેનું લક્ષ કરતો નથી. આહાહા..! સમસ્ત ભાવોને છોડે છે, તેથી તે (સમ્યગ્દષ્ટિ) નિયમથી જ્ઞાનવૈરાગ્યસંપન્ન હોય છે...’ આહાહા..! પોતાના પૂર્ણ સ્વરૂપના અનુભવનું જ્ઞાન અને શુભ-અશુભ ભાવનું વિરક્તપણું – વૈરાગ્ય, પરથી તો વૈરાગ્ય હોય જ છે. અંદર શુભ-અશુભ ભાવથી પણ વિરક્ત, તે વૈરાગ્ય. અસ્તિત્વનું જ્ઞાન અને પુણ્ય-પાપના નાસ્તિત્વનો વૈરાગ્ય. એ નહિ, એવો વૈરાગ્ય. એ જ્ઞાન અને વૈરાગ્ય સંપન્ન છે. આહાહા..! દુકાન છોડી ને ધંધા છોડ્યા ને બાયડી, છોકરા છોડ્યા માટે એણે આ છોડ્યું, એમ અહીં નથી. આહાહા..! એ વૈરાગ્ય નથી. વૈરાગ્ય તો એને કહે કે, જે શુભ-અશુભ ભાવ છે તેનાથી વિરક્ત થાય. એમાં રક્ત છે એ મિથ્યાત્વ છે. જેનાથી વિરક્ત થાય અને સ્વભાવની દૃષ્ટિમાં પૂર્ણને સ્વીકારે અને આ બાજુથી રાગથી અભાવ – વૈરાગ્ય થાય, એ જ્ઞાન અને વૈરાગ્ય બે શક્તિ ધર્મીની હોય છે. આહાહા..! છે? ‘તેથી તે (સમ્યગ્દષ્ટિ) નિયમથી...' એટલે નિશ્ચયથી જ્ઞાનવૈરાગ્યસંપન્ન હોય છે...' સ્વરૂપનું જ્ઞાન અને વિકારના અભાવનો વૈરાગ્ય. આહાહા..! એથી ધર્મી જીવ જ્ઞાન અને વૈરાગ્ય સંપન્ન હોય છે (એમ સિદ્ધ થયું).' એ સાબિત કર્યું. આહા..! ભાવાર્થ :- જ્યારે પોતાને તો શાયકભાવરૂપ સુખમય જાણે...' જ્ઞાયકભાવરૂપ અને સુખમય. વજન અહીં છે. પોતાને જ્ઞાયકભાવ અને આનંદ, અતીન્દ્રિય આનંદમય (જાણે). આહાહા..! ભાવાર્થ છે? ભગવાનઆત્મા જ્ઞાયકભાવ અને આનંદ, અતીન્દ્રિય આનંદમય, સુખમય, સુખવાળો એમેય નહિ. સુખવાળો (નહિ), સુખમય. અતીન્દ્રિય આનંદ સુખમય પ્રભુ આત્મા તો (છે). આહા..! પોતાનું સ્વરૂપ જ અતીન્દ્રિય આનંદમય છે. એથી સુખમય કહ્યું. મય એટલે તે રૂપ, એમ. સુખરૂપ, સુખવાળો (નહિ), સ્વરૂપ જ સુખરૂપ છે. ભગવાન અતીન્દ્રિય આનંદરૂપ જ છે, સુખમય છે. સુખવાળો એમેય નહિ. આહાહા..! આવી વાત છે એટલે Page #109 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૦ ૯૫ લોકોને વ્યવહા૨નો લોપ કરે તો જ નિશ્ચય થાય તેથી એ લોકોને ગોઠતું નથી. વ્યવહાર કરે, વ્યવહા૨ કરે, વ્યવહા૨ કરે. દયા, વ્રત, ભક્તિ, તપસ્યા, અપવાસ કરે પછી થાય કે નહિ? આહાહા..! અહીં તો કહે છે કે પહેલેથી સ્વભાવની પૂર્ણતાનું ભાન, અનુભવ અને રાગથી વિકલ્પથી માંડી આખી ચીજનો વૈરાગ્ય. એનાથી અત્યંત અભાવ સ્વભાવરૂપ પરિણમન. પંડિતજી! આવી વાત છે. આહાહા..! અહીં તો ભઈ, સંસારના વિકલ્પથી મરી જવાનું છે, બાપા! આહા..! શુભાશુભ રાગથી તો મરી જવાનું છે અને ચૈતન્યના સ્વભાવથી જીવન ગાળવાના છે. આહાહા...! પ્રભુ તો આમ કહે છે, બાપુ! તને લાગે, ન લાગે જુદી વાત છે. આહા..! ત્રણલોકનો નાથ, તેના જ્ઞાનમાં ત્રણકાળ જણાણા એની વાણીમાં આ આવ્યું, ઇ આ પ્રવચન. દિવ્યધ્વનિ કહો કે પ્ર–વિશેષે વચનો કહો. આ દિવ્યધ્વનિ છે. પોતાને તો શાયકભાવરૂપ સુખમય જાણે... એકલો શાયકભાવ ન લીધો. કારણ કે ૫૨માં કાંક ક્યાંક સુખબુદ્ધિ રહી જાય ત્યાં સુધી મિથ્યાત્વ રહે. આહાહા..! પોતાના આત્મામાં આનંદ, અતીન્દ્રિય આનંદનો ગંજ, પૂંજ ભર્યો પડ્યો છે. એ સિવાય કોઈ ચીજમાં શ૨ી૨, સ્ત્રીમાં, કુટુંબમાં-પરિવારમાં, આબરુમાં, મકાનમાં, કપડા-બપડા ને દાગીના બરાબર સરખા પહેરે તો આ મને ઠીક છે, મજા છે. આહાહા..! એ બધા મિથ્યાત્વ શલ્ય છે. આહાહા..! જ્યારે પોતાને તો જ્ઞાયકભાવરૂપ...' જ્ઞાયકભાવ લીધો છે ને? દ્રવ્ય જે છે એ ભાવવાન છે, આ એનો જ્ઞાયકભાવ છે, જ્ઞાયકપણું છે, એનું – ભગવાનનું તત્ત્વપણું એ છે. આહાહા...! એ જ્ઞાયકભાવરૂપ અને સુખમય. શાયકભાવરૂપ. જોયું? તન્મય છે ને? શાયકભાવવાળો એમેય નહિ. જ્ઞાયકભાવરૂપ અને સુખમય. અભેદ વર્ણવ્યું. આહાહા..! આવી વાતું છે. ઝીણી પડે પ્રભુ પણ આ કરે છૂટકો છે. એ સિવાય જન્મ-મરણ (મટશે નહિ). આહાહા...! એ ચોરાશીના અવતાર એક એક અવતારમાં એણે દુઃખો વેઠ્યા. આહા..! નરકની દસ હજારની વર્ષની જઘન્ય સ્થિતિ, એના દુઃખનું વર્ણન, પ્રભુ કહે છે કે, કરોડો ભવે અને કરોડો જીભે ન થાય. તારા ગુણો જેમ અનંત મુખે અને અનંત જીભે ન થાય... આહાહા..! તેવું તારું દુઃખ જે છે... આહાહા..! એ પણ કરોડો ભવે અને કરોડો જીભે ન થાય. અનંત ભવે તો નહિ કારણ કે દુઃખની મર્યાદા છે ને? આ તો અતીન્દ્રિય આનંદ અને જ્ઞાન તો અમર્યાદિત સ્વભાવ છે. હેં? આહા..! કારણ કે દુઃખ કાંઈ, આત્મામાં આનંદ ને જ્ઞાન શક્તિઓ અમર્યાદિત છે એવું કાંઈ દુઃખ નથી. દુઃખ તો મર્યાદિત છે. આહાહા..! પણ મર્યાદિત દુઃખમાંય અનંતતા છે, કહે છે. આહાહા..! કરોડ મુખે અને કરોડ જીભે ન કહેવાય, બાપુ! આહા..! તને શેના હરખના હડકા ૫૨માં આવે છે? એમ કહે છે. ૫૨માં હરખના હડકા, હરખ પ્રભુ! હરખ તો, આનંદ તો તારો તારામાં છે. આહાહા..! જ્યારે પોતાને તો શાયકભાવરૂપ સુખમય જાણે અને કર્મના ઉદયથી થયેલા ભાવોને Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ આકુળતારૂપ દુઃખમય જાણે....” આકુળતારૂપ. રાગાદિ વિકાર. આહાહા.! વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ પણ આકુળતારૂપ છે. આહાહા...! “આકુળતારૂપ દુઃખમય જાણે ત્યારે જ્ઞાનરૂપ રહેવું...” ત્યારે તો પોતાના જ્ઞાયકરૂપ અને સુખમય આત્માને જાણ્યો તો ત્યાં રહેવું, ત્યાં આસન લગાવવા. આહાહા...! ઉદાસીન. રાગથી ઉદાસીન થઈ સ્વભાવમાં આસન લગાવવા. આહાહા...! જ્ઞાનરૂપ રહેવું અને પરભાવોથી વિરાગતા...' છે ને? પર રાગ આદિથી વિરાગતા. આહાહા...! એ બને અવશ્ય હોય જ છે...' બેય જરૂર હોય છે. આ વાત પ્રગટ અનુભવગોચર છે....... એ વાત પ્રગટ અનુભવગમ્ય છે. ભગવાન આનંદસ્વરૂપ છે, રાગાદિ દુઃખરૂપ છે, એ તો પ્રગટ અનુભવગમ્ય છે. આહાહા.! “એ (જ્ઞાનવૈરાગ્ય) જ સમ્યગ્દષ્ટિનું ચિહ્ન છે.” આ જ્ઞાન અને આવો જે વૈરાગ્ય. પૂર્ણ સ્વરૂપ જ્ઞાનમયનું જ્ઞાન અને રાગથી વિરક્તતા એવો વૈરાગ્ય, એ સમ્યગ્દષ્ટિનું લક્ષણ છે, એ સમ્યગ્દષ્ટિનું ચિહ્ન છે. આહાહા.! જે જીવ પરદ્રવ્યમાં આસક્ત-રાગી છે... આહાહા.! રાગના કણમાં પણ જેને રાજીપો અને ખુશીપણું છે અને સમ્યગ્દષ્ટિપણાનું અભિમાન કરે છે... આહાહા.! સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગ દયા, દાન, વ્રતાદિ કે ગુણ-ગુણીનો ભેદનો રાગ, એ રાગનો જેને પ્રેમ છે, આસક્ત છે. આહાહા...! “અને સમ્યગ્દષ્ટિપણાનું અભિમાન કરે છે તે સમ્યગ્દષ્ટિ છે જ નહિ, વૃથા અભિમાન કરે છે એવા અર્થનું કળારૂપ કાવ્ય કહે છે :- લ્યો. કળશ છે ને કળશ? © ••••••••••••••••••••••• ( શ્લોક-૧૩૭) (મુન્દ્રાન્તિા) सम्यग्दृष्टिः स्वयमयमहं जातु बन्धो न मे स्यादित्युत्तानोत्पुलकवदना रागिणोऽप्याचरन्तु। आबम्बन्तां समितिपरतां ते यतोऽद्यापि पापा आत्मानात्मावगमविरहात्सन्ति सम्यक्त्वरिक्ताः ।।१३७।। શ્લોકાર્ધ :- '' લયમ્ ૩૬ સ્વયમ્ સચવૃષ્ટિ, મે ખાતુ: વન્ય: ચાત્ ] આ હું પોતે સમ્યગ્દષ્ટિ છું, મને કદી બંધ થતો નથી કારણ કે શાસ્ત્રમાં સમ્યગ્દષ્ટિને બંધ કહ્યો નથી)' [ રૂતિ ] એમ માનીને [ ૩ત્તાન-ઉત્પન-વના: ] જેમનું મુખ ગર્વથી ઊંચું તથા પુલકિત રોમાંચિત) થયું છે એવા [ રાગિણ: ] રાગી જીવો (૫રદ્રવ્ય પ્રત્યે Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૩૭ રાગદ્વેષમોહભાવવાળા જીવો- [ પ ] ભલે | ગીરન્ત ] મહાવ્રતાદિનું આચરણ કરો તથા [ સમિતિપતાં ગાતડુત્તા ] સમિતિની ઉત્કૃષ્ટતાનું આલંબન કરો [ ગદ્ય કપિ ] તોપણ હજુ [ તે પાપા: ] તેઓ પાપી (મિથ્યાષ્ટિ) જ છે, [ યતઃ ] કારણ કે [ માત્મ-અનાત્મએવામ-વિરો] આત્મા અને અનાત્માના જ્ઞાનથી રહિત હોવાથી [ સચવત્ત્વ-રિવતા: સત્તિ] તેઓ સમ્યક્તથી રહિત છે. ભાવાર્થ - પરદ્રવ્ય પ્રત્યે રાગ હોવા છતાં જે જીવ હું સમ્યગ્દષ્ટિ છું, મને બંધ થતો નથી એમ માને છે તેને સમ્યક્ત કેવું? તે વ્રત-સમિતિ પાળે તોપણ સ્વપરનું જ્ઞાન નહિ હોવાથી તે પાપી જ છે. પોતાને બંધ નથી થતો એમ માનીને સ્વચ્છેદે પ્રવર્તે તે વળી સમ્યગ્દષ્ટિ કેવો? કારણ કે જ્યાં સુધી રાગ રહે ત્યાં સુધી સમ્યગ્દષ્ટિ તો પોતાની નિંદા-ગહીં કરતો જ રહે છે. જ્ઞાન થવામાત્રથી બંધથી છુટાતું નથી, જ્ઞાન થયા પછી તેમાં જ લીનતારૂપશુદ્ધોપયોગરૂપ-ચારિત્રથી બંધ કપાય છે. માટે રાગ હોવા છતાં, બંધ થતો નથી એમ માનીને સ્વચ્છેદે પ્રવર્તનાર જીવ મિથ્યાદૃષ્ટિ જ છે. અહીં કોઈ પૂછે કે “વ્રત-સમિતિ તો શુભ કાર્ય છે, તો પછી વ્રત-સમિતિ પાળતાં છતાં તે જીવને પાપી કેમ કહ્યો ? તેનું સમાધાન - સિદ્ધાંતમાં પાપ મિથ્યાત્વને જ કહ્યું છે; જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી શુભ-અશુભ સર્વ ક્રિયાને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહેવાય છે. વળી વ્યવહારનયની પ્રધાનતામાં, વ્યવહારી જીવોને અશુભ છોડાવી શુભમાં લગાડવા શુભ ક્રિયાને કથંચિત્ પુણ્ય પણ કહેવાય છે. આમ કહેવાથી સ્યાદ્વાદમતમાં કાંઈ વિરોધ નથી. વળી કોઈ પૂછે છે કે - પરદ્રવ્યમાં રાગ રહે ત્યાં સુધી જીવને મિથ્યાદૃષ્ટિ કહ્યો તે વાતમાં અમે સમજ્યા નહિ અવિરતસમ્યગ્દષ્ટિ વગેરેને ચારિત્રમોહના ઉદયથી રાગાદિભાવ તો હોય છે, તેમને સમ્યક્ત કેમ છે? તેનું સમાધાન:- અહીં મિથ્યાત્વ સહિત અનંતાનુબંધી રાગ પ્રધાનપણે કહ્યો છે. જેને એવો રાગ હોય છે અર્થાત્ જેને પરદ્રવ્યમાં તથા પદ્રવ્યથી થતા ભાવોમાં આત્મબુદ્ધિપૂર્વક પ્રીતિ-અપ્રીતિ થાય છે, તેને સ્વપરનું જ્ઞાનશ્રદ્ધાન નથી-ભેદજ્ઞાન નથી એમ સમજવું. જીવ મુનિપદ લઈ વ્રત-સમિતિ પાળે તોપણ જ્યાં સુધી (વ્રત-સમિતિ પાળતાં) પર જીવોની રક્ષા, શરીર સંબંધી જતનાથી પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી તથા પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના શુભ ભાવોથી પોતાનો મોક્ષ માને છે અને પર જીવોનો ઘાત થવો, અયત્નાચારરૂપે પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી તથા પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના અશુભ ભાવોથી જ પોતાને બંધ થતો માને છે ત્યાં સુધી તેને સ્વપરનું જ્ઞાન થયું નથી એમ જાણવું; કારણ કે બંધ-મોક્ષ તો પોતાના અશુદ્ધ તથા શુદ્ધ ભાવોથી જ થતા * સમિતિ = વિહાર, વચન, આહાર વગેરેની ક્રિયામાં જતનાથી પ્રવર્તવું તે. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ હતા, શુભાશુભ ભાવો તો બંધનાં જ કારણ હતા અને પરદ્રવ્ય તો નિમિત્તમાત્ર જ હતું, તેમાં તેણે વિપર્યયરૂપ માન્યું. આ રીતે જ્યાં સુધી જીવ પરદ્રવ્યથી જ ભલુંબૂરું માની રાગદ્વેષ કરે છે ત્યાં સુધી તે સમ્યગ્દષ્ટિ નથી. સમ્યગ્દષ્ટિ જીવ તો જ્યાં સુધી પોતાને ચારિત્રમોહસંબંધી રાગાદિક રહે છે ત્યાં સુધી તે રાગાદિક વિષે તથા રાગાદિકની પ્રેરણાથી જે પદ્રવ્યસંબંધી શુભાશુભ ક્રિયામાં તે પ્રવર્તે છે તે પ્રવૃત્તિઓ વિષે એમ માને છે કે - આ કર્મનું જોર છે; તેનાથી નિવૃત્ત થયે જ મારું ભલું છે. તે તેમને રોગવત્ જાણે છે. પીડા સહી શકાતી નથી તેથી તેમનો ઇલાજ કરવારૂપે પ્રવર્તે છે તોપણ તેને તેમના પ્રત્યે રાગ કહી શકાતો નથી; કા૨ણ કે જેને રોગ માને તેના પ્રત્યે રાગ કેવો ? તે તેને મટાડવાનો જ ઉપાય કરે છે અને તે મટવું પણ પોતાના જ જ્ઞાનપરિણામરૂપ પરિણમનથી માને છે. આ રીતે સમ્યગ્દષ્ટિને રાગ નથી. આ પ્રમાણે પરમાર્થ અધ્યાત્મદૃષ્ટિથી અહીં વ્યાખ્યાન જાણતું. અહીં મિથ્યાત્વ સહિત રાગને જ રાગ કહ્યો છે, મિથ્યાત્વ વિના ચારિત્રમોહસંબંધી ઉદયના પરિણામને રાગ કહ્યો નથી; માટે સમ્યગ્દષ્ટિને જ્ઞાનવૈરાગ્યશક્તિ અવશ્ય હોય જ છે. મિથ્યાત્વ સહિત રાગ સમ્યગ્દષ્ટિને હોતો નથી અને મિથ્યાત્વ સહિત રાગ હોય તે સમ્યગ્દષ્ટિ નથી. આવા મિથ્યાસૃષ્ટિના અને સમ્યગ્દષ્ટિના ભાવોના) તફાવતને સમ્યગ્દષ્ટિ જ જાણે છે. મિથ્યાસૃષ્ટિનો અધ્યાત્મશાસ્ત્રમાં પ્રથમ તો પ્રવેશ નથી અને જો પ્રવેશ કરે તો વિપરીત સમજે છે-વ્યવહારને સર્વથા છોડી ભ્રષ્ટ થાય છે અથવા તો નિશ્ચયને સારી રીતે જાણ્યા વિના વ્યવહા૨થી જ મોક્ષ માને છે, ૫રમાર્થ તત્ત્વમાં મૂઢ રહે છે. જો કોઈ વિરલ જીવ યથાર્થ સ્યાદ્વાદન્યાયથી સત્યાર્થ સમજી જાય તો તેને અવશ્ય સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય જ છે - તે અવશ્ય સમ્યગ્દષ્ટિ બની જાય છે.૧૩૭. શ્લોક-૧૩૭ ઉ૫૨ પ્રવચન (મન્વાગતા) सम्यग्दृष्टिः स्वयमयमहं जातु बन्धो न मे स्यादित्युत्तानोत्पुलकवदना रागिणोऽप्याचरन्तु । आबम्बन्तां समितिपरतां ते यतोऽद्यापि पापा आत्मानात्मावगमविरहात्सन्ति સમ્યવત્ત્વરિત્તા: ૧રૂ|| [ ઞયમ્ અન્ન સ્વયમ્ સંસૃષ્ટિ:, મે નાતુ: વન્ધઃ ન રચાત્ ] ‘આ હું પોતે સમ્યગ્દષ્ટિ છું, મને કદી બંધ થતો નથી...’ એમ કે ગમે તેવા વિષય હું ભોગવું પણ મને બંધ નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે સમ્યગ્દષ્ટિને બંધ નથી. અરે..! ભાઈ ! કહ્યું છે તે કોની અપેક્ષાએ ? Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૩૭ ૯૯ આ...હા...! જેને રાગનો રાગ છૂટી ગયો છે અને સ્વભાવના પ્રેમમાં રુચિનું પરિણમન થઈ ગયું છે. આહાહા.! તેને કહ્યું છે કે વિષય ભોગવવા છતાં તેને બંધ નથી. અને તું સ્વચ્છંદી થઈને એમ કહે કે, અમે સમ્યગ્દષ્ટિ છીએ, વિષય ભોગવતા બંધ નથી. આહા...હા...! હું પોતે સમ્યગ્દષ્ટિ છું, મને કદી બંધ થતો નથી કારણ કે શાસ્ત્રમાં સમ્યગ્દષ્ટિને બંધ કહ્યો નથી) એમ માનીને...” પિત્તાન-ઉત્પનવ-વના: જેમનું મુખ ગર્વથી ઊંચું તથા પુલકિત રોમાંચિત) થયું છે...” અમારે શું છે ? શરીરનો ધર્મ શરીર કરે. ભોગ શરીર કરે. અરે..! બાપા ! ભાઈ ! તને અંદર રાગની એકતાની બુદ્ધિ પડી છે, મિથ્યાત્વ છે અને તું એમ માને છે કે આ મને બંધ નથી. આહાહા..! “ઊંચું તથા પુલકિત (રોમાંચિત) થયું છે એવા રાગી જીવો –પરદ્રવ્ય પ્રત્યે રાગદ્વેષમોહવાળા જીવો-) ભલે મહાવ્રતાદિનું આચરણ કરો...” ઠીક ! મહાવતેય રાગ છે. રાગનો પ્રેમ છે કે આ આચરણ મારું છે, તો એ મિથ્યાદૃષ્ટિ છે. ભલે મહાવ્રતનું આચરણ કરે. આહાહા.! પંચ મહાવ્રત પાળે તોય મિથ્યાદૃષ્ટિ છે. મહાવ્રત રાગ છે, રાગનો પ્રેમ છે તે મિથ્યાત્વ ભાવ છે. આહાહા! ત્યારે બીજે ઠેકાણે કહ્યું છે ને કે મુનિઓએ મહાવ્રત પાળવા. મહાવ્રત તો મહાવ્રત મોટા છે. એના જેવું મોટું કોઈ નથી. એવું આવે છે ને ? એ તો બાપુ! અંદર સ્વરૂપની રમણતા થઈ છે એની ભૂમિકામાં નિશ્ચય મહાવ્રત છે, એમાં વ્યવહારે વ્રત છે એની વાતું કરી છે. આહાહા...! અહીં આ ચોખ્ખું કીધું ને ! “મહાવ્રતાદિનું આચરણ કરો તથા સમિતિની ઉત્કૃષ્ટતાનું આલંબન કરો. બરાબર મંદ રાગથી મૌન રહે, ઓછું બોલે. આહા...! નિર્દોષ આહાર લે. એ તો બધી ક્રિયાકાંડ રાગની છે. એમાં તત્પર રહે ‘તોપણ તેઓ પાપી મિથ્યાદૃષ્ટિ) જ છે” ઠીક ! મહાવ્રત પાળે તોય પાપી છે, મિથ્યાદષ્ટિ છે. કારણ કે આત્મા અને અનાત્માના જ્ઞાનથી રહિત હોવાથી તેઓ સમ્યકત્વથી રહિત છે. આહાહા...! વિશેષ કહેવાશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) પ્રવચન નં. ૨૭૭ શ્લોક–૧૩૭ બુધવાર, અષાઢ વદ ૯, તા. ૧૯-૦૭-૧૯૭૯ સમયસાર ૧૩૭ કળશ છે ને? એનો – કળશનો ભાવાર્થ છે. પરદ્રવ્ય પ્રત્યે રાગ હોવા છતાં જે જીવ હું સમ્યગ્દષ્ટિ છું, મને બંધ થતો નથી એમ માને છે તેને સમ્યકત્વ કેવું?” શું કહે છે? જેને આત્મા સિવાય પરદ્રવ્ય, રાગ, કર્મ, શરીર, બાહ્ય ચીજ કોઈ પ્રત્યે પણ રાગ રહે અને માને કે હું સમ્યગ્દષ્ટિ છું એ વિપરીત માન્યતા છે. આહા.! ઝીણી વાત છે. ખરેખર “પદ્રવ્ય પ્રત્યે રાગ હોવા છતાં...' સ્વદ્રવ્ય પ્રત્યે જેને આત્માના આનંદનો પ્રેમ, દૃષ્ટિ થઈ, હું તો અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય જ્ઞાન સ્વરૂપ છું, એવી સમ્યગ્દષ્ટિ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦) સમયસાર સિદ્ધિ ભાગ-૭ થઈ તેને પોતા સિવાય પર પ્રત્યે ક્યાંય રાગ થતો જ નથી. અને પર પ્રત્યે રાગ રહે અને એ સમ્યગ્દષ્ટિ માને તો એ વિપરીત છે. આહાહા...! ઝીણી વાત છે, ભાઈ! સમ્યગ્દર્શન અને ચારિત્રદોષ એ બીજી ચીજ છે. અહીંયાં કહે છે કે, ચારિત્રદોષ થયો એ પોતાનો માને એ પરવસ્તુ છે. શરીર, વાણી તો પરવસ્તુ છે જ પણ અંદર દયા, દાન, વ્રતના પરિણામ આવે છે તે પણ રાગ (છે), તે પણ ખરેખર તો પરવસ્તુ, પરદ્રવ્ય છે. એના પ્રત્યે જેને રુચિ રહે તે સમ્યગ્દષ્ટિ ન રહી શકે. આહાહા...!આવો માર્ગ. આ તો ધર્મની પહેલી શરૂઆત, ધર્મની પહેલી સીડી સમ્યગ્દર્શનની વાત છે). સમ્યક નામ જેવું આત્માનું પૂર્ણ સ્વરૂપ છે, સત્ય છે એવો અનુભવ થવો અને અનુભવ થઈને દૃષ્ટિમાં પ્રતીતિ આવવી તેને પર પ્રત્યે રાગ રહેતો નથી. આહાહા...! તે વ્રત-સમિતિ પાળે ભલે પંચ મહાવ્રત પાળે, સમિતિ, નિર્દોષ આહાર, પાંચ સમિતિ ચોખ્ખી પાળે ‘તોપણ સ્વપરનું જ્ઞાન નહિ હોવાથી.” એ મહાવ્રત અને સમિતિ એ રાગ છે, એ પોતાનું સ્વરૂપ નહિ. એ સ્વ પોતાનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય અને મહાવત ને સમિતિનો શુભ રાગ, બેયનું ભિન્ન જ્ઞાન નથી એ સમ્યગ્દષ્ટિ નથી. આહાહા.! ઝીણી વાત (છે). “સ્વપરનું જ્ઞાન...” સ્વપરમાં આ. આત્મા જ્ઞાયક સ્વરૂપ સ્વ અને વિકલ્પ જે રાગથી માંડીને પર, એ પદ્રવ્ય અને સ્વદ્રવ્યની) ભિન્નતાનું ભાન નથી એ સમ્યજ્ઞાની કેવો? આહાહા.ભલે એ પંચ મહાવ્રત પાળતો હોય, સમિતિ કરે, નિર્દોષ આહાર ભે), તેને માટે ચોકા કરેલો (આહાર) ન ત્યે તોપણ એ તો રાગ છે અને રાગમાં ધર્મ માનવો અને રાગમાં ધર્મનું કારણ માનવું (એ) મિથ્યાષ્ટિ છે. આહાહા...! પોતાને બંધ નથી થતો એમ માનીને...” છે ને? (વત-સમિતિ) “તોપણ સ્વપરનું જ્ઞાન નહિ હોવાથી તે પાપી જ છે.” પાપી જ છે, એમ કહે છે. આહાહા.મહાવ્રત પાળે, પંચ સમિતિ, ગુપ્તિ, અઠ્યાવીસ મૂળગુણ પાળે છતાં એ રાગ મારી ચીજ છે અને તેમાં મને કાંઈક ધર્મનું કારણ થશે એવી દૃષ્ટિ છે એ પાપી છે. આહાહા.!ગજબ વાત છે. અઠ્યાવીસ મૂળગુણ પાળે, પંચ મહાવ્રત પાળે તોપણ કહે છે કે, પાપી છે. આહાહા.!અને સમ્યગ્દષ્ટિ અસ્થિરતાના રાગાદિ આવે છે અને ભોગ પણ ધે છે તોપણ ભોગના ભાવની નિર્જરા થાય છે. આહાહા.કેમકે તેમાં રસ ઊડી ગયો છે. પોતાના આનંદના રસમાં રાગમાં અને રાગના ફળમાં રસ ઊડી ગયો છે. આહાહા...! ફિક્કો પડી ગયો છે. આહા...! અને અજ્ઞાનીને એ મહાવ્રતના પરિણામમાં રસ પડ્યો છે. એ ધર્મ છે અને એ ધર્મનું કારણ છે. મહાવ્રત પાળતા પાળતા સમ્યગ્દર્શન થશે, ચારિત્ર થશે એમ માને છે) તો એ મિશ્રાદષ્ટિ છે. જોકે “નિયમસારમાં એક શ્લોકમાં કહ્યું છે, મહાવ્રત, પંચ સમિતિ, ગુપ્તિ એ આત્માનું સ્વરૂપ છે. એ તો નિશ્ચય મહાવ્રત, આત્માનું ધ્યાન તેને કહ્યું છે. નિયમસારમાં શ્લોકમાં છે. પંચ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ આદિ ભાવ, વ્રત આદિ ધર્મ એ આત્મા છે, આત્માનો Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૩૭ ૧૦૧ એ ધર્મ છે. એ તો રાગથી રહિત પોતાના સ્વરૂપમાં લીનતા તેને ત્યાં મહાવ્રત કહ્યું છે. સમજાણું કાંઈ? આહાહા..!અને આ મહાવ્રત તો આત્માના ભાન વિના રાગની ક્રિયા કરે, અહિંસા, સત્ય, દત્ત પાળે (અને) એ ધર્મનું કારણ છે અને ધર્મ થશે, એમ માનના૨) મિથ્યાદૃષ્ટિ છે. સ્વપરના જ્ઞાનની ભિન્નતા છે નહિ. આહાહા..!આવી વાત છે. સમ્યગ્દષ્ટિ ચક્રવર્તીના રાજમાં પડ્યો હોય તોપણ કહે છે કે એ પાપી નહિ, એ તો ધર્મી મોક્ષમાર્ગી છે. હૈં? આહાહા..!સમ્યગ્દષ્ટિ છે, ચક્રવર્તીના રાજમાં પડ્યો છે તોપણ મોક્ષમાર્ગી છે. ‘રત્નકદંડ શ્રાવકાચાર'માં (આવે) છે. અને પંચ મહાવ્રત પાળે, સમિતિ, ગુપ્તિ પાળે પણ એ ધર્મનું કારણ છે અને એમાં પ્રેમ છે તો એ મિથ્યાષ્ટિ છે. આહાહા..! આટલો બધો ફેર છે. લોકોને બેસવું કઠણ પડે. એ પાપી છે. પાપી જ છે.’ એમ લખ્યું છે. પાપી જ છે.’ એમ. પાપી જ, પાપી જ છે. મહાવ્રતને પાળે પણ રાગનો પ્રેમ છે અને રાગની રુચિ છે અને સ્વભાવ ચૈતન્યમૂર્તિ ભગવાન શાયક (છે), તેની દૃષ્ટિનો તો અભાવ છે, એ પાપી જ છે. આહાહા..! પોતાને બંધ થતો નથી એમ માનીને સ્વચ્છંદે પ્રવર્તે છે...’ પંચ મહાવ્રતાદિ પાળે પણ મને બંધ નથી થતો અને સ્વચ્છંદે પ્રવૃત્તિ કરે છે તે વળી સમ્યગ્દષ્ટિ કેવો? કારણ કે જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય...' પૂર્ણ ચારિત્ર સ્વરૂપમાં રમણતા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ચારિત્રમોહના રાગથી બંધ તો થાય જ છે...' સમ્યગ્દષ્ટિને પણ રાગનો બંધ થાય છે. જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી રાગથી તેને બંધ તો થાય જ છે. અને જ્યાં સુધી રાગ રહે ત્યાં સુધી સમ્યગ્દષ્ટિ તો પોતાની નિંદા-ગર્હ કરતો જ રહે છે.’ આહાહા..! એ શુભરાગ આવે છે, અશુભરાગ પણ આવે છે. સમિકતીને આર્તધ્યાન, રૌદ્રધ્યાન પણ આવે છે. આહાહા..! છતાં તેનો રસ, પ્રેમ નથી. દુઃખ લાગે છે. કાળો નાગ જેમ જોવે એમ રાગને જોવે છે. આહા..! ઝેર, શુભભાવને જ્ઞાની ઝેર જોવે છે. અજ્ઞાનીને મીઠાશ લાગે છે. એ મહાવ્રતના પરિણામમાં મીઠાશ માને છે કે મહાવ્રતના પરિણામ મારો ધર્મ છે. એ પાપી છે. આહાહા..! આટલો બધો ફેર. સમ્યગ્દષ્ટિને રાગ આવે છે પણ પોતાની નિંદા-ગાઁ કરે છે. અરે......! રાગ તો દુઃખ છે, પાપ છે, દોષ છે, બંધનું કારણ છે. મારા સ્વરૂપથી એ જાત જુદી છે. એમ સમ્યગ્દષ્ટિ માને છે. આહા..! જ્ઞાન થવામાત્રથી બંધથી છૂટાતું નથી, જ્ઞાન થયા પછી...’ સ્વરૂપનું જ્ઞાન થયા પછી. ચૈતન્યમૂર્તિ ભગવાનઆત્મા અતીન્દ્રિય આનંદનો અને અતીન્દ્રિય શાંતિનો સાગર પ્રભુ, તેનો જેને રસ અને દૃષ્ટિ થઈ, આહા..! તો એ જ્ઞાન થયા પછી તેમાં જ લીનતારૂપ-શુદ્ધોપયોગરૂપચારિત્રથી બંધ કપાય છે.’ તેમાં પછી શુદ્ધઉપયોગરૂપ, શુભજોગ. શુભ અને અશુભ જોગ જુદી વાત છે અને આ શુદ્ધજોગ, શુદ્ધવેપાર. કહેવાય છે જોગ, પણ શુદ્ધજોગ છે, એ શુદ્ધવેપાર Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ છે, શુદ્ધઉપયોગ છે. અને શુભ ને અશુભ છે એ આસવ છે, બંધનું કારણ છે. અને શુદ્ધજોગ, ને આત્માનો વેપાર એ નિર્જરાનું કારણ છે. આહાહા..!એક શુદ્ધયોગ અને એક શુભયોગ, બેમાં મોટો તફાવત છે. શુભજોગ એ બંધનું કારણ છે અને શુદ્ધયોગ એ સંવર, નિર્જરા, ધર્મનું કારણ છે. આહાહા..!બહુ ફેર. માટે રાગ હોવા છતાં,...' ધર્મીને બંધ થતો નથી’ એમ માનીને સ્વચ્છંદે પ્રવર્તનાર જીવ મિથ્યાદષ્ટિ જ છે.’ અમે સમકિતી છીએ, અમને ગમે તે ભાવ હો, અમે ભોગ લઈને, વિષય લઈએ અમારે શું છે? એ તો મિથ્યાદૃષ્ટિ છે, સ્વચ્છંદી છે. આહાહા..!સમજાણું કાંઈ? ‘અહીં કોઈ પૂછે કે..’ પ્રશ્ન છે કે વ્રત-સમિતિ તો શુભ કાર્ય છે...' પંચ મહાવ્રત, પાંચ સમિતિ, શરીરનું બ્રહ્મચર્ય, શરીરથી જાવજીવ બ્રહ્મચર્ય પાળે એ તો બધા શુભ કાર્ય છે. તો પછી વ્રત-સમિતિ પાળતાં છતાં તે જીવને પાપી કેમ કહ્યો?” પુણ્યવંત તો કહો. મહાવ્રત પાળે, નગ્નપણે રહે, અઠ્યાવીસ મૂળગુણ પાળે, દુકાન, ધંધા-બંધા છોડી દો... આહાહા..!અને જંગલમાં રહે, નગ્નપણે રહે, પંચ મહાવ્રત બરાબર ચોખ્ખા નિરતિચાર પાળે. આહા..! એ તો શુભકાર્ય છે. તેને તમે પાપી કેમ કહો છો? આહાહા..!શુભકાર્ય કરનાર પુણ્યવંત નહિ કહીને તમે પાપી કહો છો. અશુભભાવ કરનારને પાપી કહો પણ આ શુભભાવના કાર્ય ક૨ના૨ને પાપી કેમ કહ્યો ? સમજાણું કાંઈ? તેનું સમાધાન :– સિદ્ધાંતમાં પાપ મિથ્યાત્વને જ કહ્યું છે;...' આહાહા..!ભગવાનની વાણીમાં, સિદ્ધાંતમાં, આગમમાં, ચારેય અનુયોગમાં... આહાહા..! મિથ્યાત્વને જ પાપ કહ્યું છે. આહાહા..!અનંતવાર નવમી ત્રૈવેયક (ગયો). મુનિવ્રત ધાર અનંત બૈર ત્રૈવેયક ઉપજાયો પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો' નવમી ત્રૈવેયક અનંત વાર ગયો. આહા..! અનંત વાર મહાવ્રત લીધા... આહાહા..!અને સ્વર્ગમાં ગયો પણ આતમજ્ઞાન – રાગથી ભિન્ન આત્મા આનંદસ્વરૂપ (છે), તેના અનુભવ–વેદન વિના એ મહાવ્રતના પરિણામ એ દુઃખરૂપ છે. આવ્યું કે નહિ એમાં? મુનિવ્રત ધાર અનંત બૈર ત્રૈવેયક ઉપજાયો, પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો' ત્યારે તે પંચ મહાવ્રતના પરિણામ તો દુઃખરૂપ છે. એ તો સુખ છે નહિ. આસ્રવ છે, બંધનું કારણ છે, ઝેરનો ઘડો છે. આહાહા..!આહાહા..!તેને પાપી કેમ કહ્યો? કે, આ કારણે પાપી કહ્યો. સિદ્ધાંતમાં મિથ્યાત્વને જ પાપ કહ્યું છે. જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી શુભ-અશુભ સર્વ ક્રિયાને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહેવાય છે.' આહાહા..! જ્યાં સુધી મિથ્યાત્વ રહે છે (અર્થાત્) રાગના અંશમાં પણ પ્રેમ રહે છે, પર્યાયબુદ્ધિમાં જે રાગ આવ્યો, મહાવ્રતનો, ભગવાનની ભક્તિનો, વિનયનો, પૂજાનો, દાનનો, દયાનો, અપવાસનો એ બધો રાગ.. આહાહા..!એ ક્રિયાઓને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહેવાય છે.’ એ ક્રિયાઓને પરમાર્થે સિદ્ધાંતમાં પાપી કહેવામાં આવ્યો તો એ પાપ છે. આહાહા..! આકરી વાત છે. ચૈતન્ય ભગવાન અંદર જ્ઞાનનો સાગર, અતીન્દ્રિય Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૩૭ ૧૦૩ આનંદની મૂર્તિ પ્રભુ. આહાહા....તેનો રસ છોડી રાગ મહાવ્રતાદિ કે ભગવાનનો વિનય, ભક્તિ આદિ હો... આહાહા...! એ લોકો કહે છે ને એ પ્રવચનસારની ગાથા? “પુષ્પની ગરદન્તા' પુણ્યના ફળમાં અરિહંત છે, આમાં ગાથા છે. એ તો પુણ્યનું ફળ અરિહંતપદ નહિ, પુણ્યનું ફળ (એટલે) હાલવું, ચાલવું, બોલવું એ પુણ્યનું ફળ છે. ત્યારે એનો અર્થ એવો કરે, “પુષ્યની સરહન્તા' પુણ્યના ફળરૂપ અરિહંત પદ હોય છે. એમ છે નહિ. એમાં પાઠ છે. પુણ્યનું ફળ તીર્થકરને અકિંચિત્કર છે. કંઈ કરતું નથી. એ તો ઉદયભાવની ક્રિયા છે. હાલવાની, ચાલવાની, બોલવાની (ક્રિયા) એ પુણ્ય ફળ છે તો એ ખરી જાય છે. એ ઉદયને પણ ક્ષાયિકભાવ કહી દીધો છે. એ ઉદય થાય છે એ ખરી જાય છે તેને ક્ષાયિકભાવ કહ્યો. આહાહા.પણ પુણ્યથી અરિહંતપદ મળે છે એમ છે નહિ. આહા.! જે ભાવે તીર્થકરગોત્ર બંધાય એ પણ રાગ છે, રાગનો નાશ કરે છે ત્યારે વીતરાગ કેવળજ્ઞાન થાય છે. રાગમાં તીર્થકરની પ્રકૃતિ બંધાણી માટે કેવળજ્ઞાન થાય છે, એમ છે નહિ. આહાહા.જે ભાવે તીર્થંકર પ્રકૃતિ) બંધાય એ ભાવનો નાશ કરે છે ત્યારે કેવળજ્ઞાન થાય છે, ત્યારે તો એ તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવે છે. શું કહ્યું? જે ભાવે તીર્થંકર પ્રકૃતિ બંધાણી એ પ્રકૃતિનો ઉદય ક્યારે આવે છે? કે જ્યારે એ રાગનો નાશ કરીને કેવળજ્ઞાન થાય છે ત્યારે એ તીર્થકર પ્રકૃતિનો ઉદય તેરમે ગુણસ્થાને આવે છે. આહાહા...!સમજાણું કાંઈ? એ ચોથે, પાંચમે, છઠ્ઠ ઉદય નથી આવતો. આહાહા.પ્રકૃતિનો બંધ ચોથે, પાંચમે, છછું પડે છે પરંતુ ઉદય આવે છે તેરમે (ગુણસ્થાને). એનો અર્થ શું થયો? કે જે ભાવે તીર્થંકર પ્રકૃતિ) બંધાણી હતી એ ભાવનો નાશ કરી પૂર્ણ) વીતરાગતા થઈ અને જ્યારે કેવળજ્ઞાન થયું ત્યારે એ પ્રકૃતિ ઉદયમાં આવી. આહાહા...!સમજાણું કાંઈ? ઝીણી વાત છે, ભાઈ! જે ભાવે તીર્થકરગોત્ર બંધાણું એ ભાવે કેવળજ્ઞાન થતું નથી. આહાહા...! “પુષ્ય ની ગરદન્તા' એમ કહે છે. છે એમાં, છે ને? આમાં છે. કેટલામી ૪૫? પ્રવચનસાર'માં છે, “પુષ્પની ગરદન્તા'. અકિંચિત્કર છે, એવો પાઠ છે. પુણ્ય અકિંચિત્કર છે, આત્માને બિલકુલ લાભ નથી કરતું. અહીંયાં તો એ પુણ્યના ભાવને પોતાનો માનનારને પાપી કહીને મિથ્યાદૃષ્ટિ કહ્યો છે. આહાહા...! છે? જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી શુભ-અશુભ સર્વ ક્રિયાને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહેવાય છે. એ પુણ્યના પરિણામની ક્રિયાને, મિથ્યાદૃષ્ટિને પાપી જ કહેવામાં આવે છે. પાપ જ કહેવાય છે. આહાહા...! એક તો એમ માને કે, કર્મથી વિકાર થાય છે. કર્મથી શુભભાવ થયો અને શુભભાવથી મુક્તિ થાય છે તો કર્મથી મુક્તિ થાય છે. એમ થયું. કારણ કે શુભભાવ કર્મથી થાય છે એમ માને છે એ વાત ખોટી છે, શુભભાવ પોતાથી થાય છે. પછી શુભભાવથી પછી ધર્મ થાય છે અને તેનાથી મુક્તિ થાય છે. તો એનો Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ અર્થ કે કર્મથી શુભભાવ થયો અને શુભભાવથી મુક્તિ થઈ તો કર્મથી મુક્તિ થઈ. આહાહા..એમ છે નહિ. અહીં તો પાપી જ કહ્યો, પાપ જ કહ્યું છે. મિથ્યાદૃષ્ટિના મહાવ્રતના પરિણામને પાપ જ કહ્યું છે. આહાહા...! “પરમાર્થે પાપ જ કહેવાય છે.” “વળી વ્યવહારનયની પ્રધાનતામાં, વ્યવહારી જીવોને અશુભ છોડાવી શુભમાં લગાડવા શુભ ક્રિયાને કથંચિત્ પુણ્ય પણ કહેવાય છે.” અશુભ છોડાવી શુભભાવને કથંચિત્ પુણ્ય (કહેવાય છે), ધર્મ નહિ. આહા...! “આમ કહેવાથી સ્યાદ્વાદમતમાં કઈ વિરોધ નથી.” આહાહા...!અપેક્ષાથી સમજવું. ધર્મીનો રાગ બંધનું કારણ નથી. મિથ્યાદૃષ્ટિનો રાગ, મહાવ્રત પાપ છે. એ બેમાં અપેક્ષા સમજવી જોઈએ. જ્ઞાનીનો રાગ નિર્જરાનો (હેતુ) છે, જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ) હોય તો પછી ભોગ છોડી ચારિત્ર લેવાનું ક્યાં રહ્યું? એ તો દૃષ્ટિનું જોર બતાવવા ભગવાનઆત્મા જ્ઞાયકભાવનો જ્યાં અનુભવ થયો કે હું તો જ્ઞાયક ચિદાનંદ અનાદિ છું). આહાહા..સતત, કહ્યું હતું ને રાત્રે ભાઈ! સતત એટલે નિરંતર વર્તમાન જ હું તો છું. ત્રિકાળ રહેશે માટે એમ નહિ. હું તો વર્તમાન સત્ ધ્રુવ જ છું. જ્ઞાનીને પણ જેટલો રાગ આવે છે તેટલું બંધનું કારણ છે. આહાહા.સમજાણું કાંઈ? જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી જ્ઞાનીને પણ રાગ થાય છે એ બંધનું કારણ, દુઃખનું કારણ છે. આહા! ભોગને કારણે નિર્જરા થાય છે એમ કહ્યું) એ તો દૃષ્ટિની અપેક્ષાએ કથન છે. આહાહા...! જ્યાં સુધી સ્વરૂપની દૃષ્ટિ થઈને ચિદાનંદ ભગવાનઆત્મા પોતામાં લીનતારૂપ, લીનતારૂપ વ્રત હોં! લીનતારૂપ. એ પૂર્ણ લીનતા ન કરે ત્યાં સુધી યથાખ્યાત ચારિત્ર નથી થતું. ત્યાં સુધી રાગનો અંશ રહે છે એ બંધનું કારણ છે. જ્ઞાનીને પણ બંધનું કારણ છે. આહાહા..અજ્ઞાનીના તો મહાવ્રતને જ પાપ કહ્યું. આહાહા..અને જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ કહ્યો. ક્યાં ઉગમણા-આથમણો ફેર છે). અપેક્ષાએ કહ્યું છે. ભોગ નિર્જરાનો હેતુ હોય તો ભોગ છોડીને ચારિત્ર લેવું એ તો રહેતું નથી. દૃષ્ટિમાં આત્માના આનંદનો રસ છે તો એ ભોગનો રાગ આવ્યો એ કાળા નાગ જેવો જોવે. કાળો સર્પ, નાગ દેખે એમ ભોગનો રાગ દેખે. આહા.. જ્ઞાનીને તેનો પ્રેમ ઊડી ગયો છે, સુખબુદ્ધિ ઊડી ગઈ છે. વિષયમાં સુખ છે, મજા છે એ વાત અંતરમાંથી નીકળી ગઈ છે. આહાહા.કેમકે પોતાના આત્મામાં આનંદ છે, એ આનંદનો અનુભવ આગળ કોઈ ચીજમાં આનંદ છે એ માન્યતા ઊડી ગઈ. આહા...! ચક્રવર્તીના રાજ હો, ઈન્દ્રના ઇન્દ્રાસન હો એ બધું પુણ્યનું ફળ છે પણ ઝેર છે. આહાહા...! વળી કોઈ પૂછે છે કે :- "પદ્રવ્યમાં રાગ રહે ત્યાં સુધી જીવને મિથ્યાષ્ટિ કહ્યો તે વાતમાં અમે સમજ્યા નહિ” એમ પ્રશ્ન કરે છે. “અવિરતસમ્યગ્દષ્ટિ વગેરેને ચારિત્રમોહના ઉદયથી રાગાદિભાવ તો હોય છે...” સમ્યગ્દષ્ટિને, ક્ષાયિક સમકિતીને પણ રાગ તો આવે Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૩૭ ૧૦૫ છે. આહા.! જ્યાં સુધી સ્વરૂપમાં ચારિત્રની પૂર્ણ લીનતા ન થાય ત્યાં સુધી જ્ઞાનીને રાગ તો આવે છે. છે ને? “અવિરતસમ્યગ્દષ્ટિ' (એટલે) ચોથે, પાંચમે, છછું. “ચારિત્રમોહના ઉદયથી રાગાદિભાવ તો હોય છે, તેમને સમ્યકત્વ કેમ છે? તમે તો કહો છો, રાગ હોય તો સમકિત નથી. ‘તેનું સમાધાન :- અહીં મિથ્યાત્વ સહિત અનંતાનુબંધી રાગ પ્રધાનપણે કહ્યો છે.” દેખો! અહીંયાં તો રાગનો પ્રેમ છે, રાગની રુચિ છે એવું મિથ્યાત્વ અને અનંતાનુબંધી, અનંત નામ મિથ્યાત્વની સાથે રહેનાર, અનંતાનુબંધી કષાય નામ મિથ્યાત્વ અને અનંતાનુબંધી. અનંત એટલે મિથ્યાત્વ, એ મિથ્યાત્વની સાથે રહેનારો કષાય, તેની અપેક્ષાએ અહીંયાં રાગ કહ્યો છે. એ રાગ જ્ઞાનીને છે નહિ. સમજાણું કાંઈ? આહાહા.પ્રધાનપણે તેની મુખ્યરૂપે વાત કહી છે. જેને એવો રાગ હોય છે અર્થાત્ જેને પરદ્રવ્યમાં તથા પરદ્રવ્યથી થતા ભાવોમાં..” આહાહા.! શરીરમાં, વાણીમાં, સ્ત્રી, કુટુંબ-પરિવારમાં કે આ સ્ત્રી મારી છે, દીકરો મારો છે, લક્ષ્મી મારી છે. આહા.! એ રાગ મારો છે એવી આત્મબુદ્ધિ થાય છે. આહાહા.પ્રતિકૂળ સંયોગ જોઈને દ્વેષ થાય છે તો સંયોગી ચીજ છે એ તો શેય છે. સંયોગી ચીજ કોઈ દુઃખનું કારણ છે નહિ. સંયોગી કોઈપણ ચીજ. સર્પનું ઝેર અને વીંછીનો ડંખ, એ તો શેય છે. શેયમાં બે ભાગ નથી કે આ અનુકૂળ અને આ પ્રતિકૂળ એમ શેયમાં બે ભાગ નહિ. શેય તો એક પ્રકારનું છે તેમાં અજ્ઞાનીએ બે ભાગ પાડી દીધા કે આ ઠીક છે અને આ અઠીક છે. એ રાગ ને દ્વેષ કર્યો એ જ મિથ્યાત્વ ભાવ છે. આહાહા..માર્ગ વીતરાગનો બહુ સૂક્ષ્મ છે, ભાઈ! જેનાથી ભવના અંત આવે. આહાહા...!અનંત અનંત ભવ કર્યા, ચોરાશી લાખ યોનિમાં નરક અને નિગોદમાં રખડ્યો). નિગોદમાં એક અંતર્મુહૂર્તમાં અઢાર ભવ, એવા ભવ) અનંતવાર કર્યા. નિગોદમાં પણ અનંતવાર એક અંતર્મુહૂર્તમાં અઢાર ભવ (કર્યા), એવું એકવાર નહિ, અનંતવાર કર્યું. આહાહા.પ્રભુ! તારા દુઃખની વ્યાખ્યા ભગવાન પણ પૂરી કહી શકે નહિ. આહા.! એવા દુઃખ વેક્યા છે, એક સમ્યગ્દર્શન વિના. બાકી તો પંચ મહાવ્રતાદિ ક્રિયાઓ બહુ કરી. રાગના પ્રેમથી, એ તો પરદ્રવ્યનો પ્રેમ છે. આહાહા...! જ્યાં સુધી “આત્મબુદ્ધિપૂર્વક પ્રીતિ-અપ્રીતિ થાય છે, તેને સ્વપરનું જ્ઞાન શ્રદ્ધાન નથી.” રાગ પર છે અને ભગવાન આનંદકંદ ભિન્ન છે, એવું સ્વપરની ભિન્નતાનું જ્ઞાન નથી. આહાહા.ચાહે તો મહાવ્રતના પરિણામ હોય પણ એ રાગ જ છે અને આત્મા રાગ નથી. આત્મા જ્ઞાયક સ્વરૂપ છે. નવ તત્ત્વ છે કે નહિ? તો નવ તત્ત્વમાં પુણ્ય પરિણામ ભિન્ન છે, પાપ ભિન્ન છે અને જ્ઞાયક જીવતત્ત્વ ભિન્ન છે. નવ છે. નવ તત્ત્વમાં જ્ઞાયકતત્ત્વ છે તે રાગ નથી અને રાગતત્ત્વ છે તે જ્ઞાયકતત્ત્વ નથી. (એવું ન હોય તો) નવ તત્ત્વ ક્યાંથી Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ થાય? આહાહા..!સમજાણું કાંઈ? તો એ પુણ્યતત્ત્વ છે એ આત્મા નહિ. આહાહા..! અને આત્મા જે શાયક સ્વરૂપ છે એ પુણ્યતત્ત્વ નથી. આહાહા..!આવી દૃષ્ટિ થયા વિના રાગ કરીને ધર્મ માને છે એ સ્વચ્છંદી મિથ્યાસૃષ્ટિ છે. આહાહા..!આકરી વાત છે. ‘સ્વપરનું જ્ઞાનશ્રદ્ધાન નથી—ભેદજ્ઞાન નથી એમ સમજવું.’ રાગના કણથી પોતાપણું માનવું તેને સ્વપરનું ભેદજ્ઞાન છે નહિ. નાનામાં નાનો રાગનો કણ, જેનાથી મહાવ્રત પાળે, તીર્થંકગોત્ર બંધાય એ તો સમિકતીને થાય છે, પણ મહાવ્રતાદિ પાળે એ તો રાગ, નાનામાં નાનો સૂક્ષ્મ રાગ, આહાહા..!એને પોતાનો માને તેને સ્વપરનું ભેદજ્ઞાન નથી. ભગવાનઆત્મા જ્ઞાયક છે અને મહાવ્રતના પરિણામ રાગ છે, એ સ્વ ને પરની ભિન્નતાનો વિવેક છે નહિ. આહાહા..!આ તો બહુ સ્થૂળ વાત ચાલે છે. એમાં ઘણી ગડબડ થઈ ગઈ છે. આહાહા...! જે ‘જીવ મુનિપદ લઈ વ્રત-સમિતિ પાળે... આહાહા..!મુનિવ્રત ધાર અનંત બૈર ત્રૈવેયક ઉપજાયો' મુનિ કોણ? દિગંબર મુનિ. શ્વેતાંબર મુનિને તો શાસ્ત્ર મુનિ માનતા જ નથી. કપડાસહિત જે મુનિપણું માને છે એ તો મિથ્યાષ્ટિ છે. તેના શાસ્ત્રમાં પણ કપડા રાખીને મુનિપણું મનાવ્યું છે. એ શાસ્ત્ર પણ મિથ્યાસૃષ્ટિના કહેલા છે. આહાહા..!આવી વાત છે. એ..ઇ...! શ્વેતાંબર શાસ્ત્રમાં મુનિએ આટલા કપડા લેવા ને આટલા ખપે, એને ધોવા.. બધી કલ્પના. મિથ્યાદૃષ્ટિએ શાસ્ત્ર બનાવ્યા છે. એ વાત ક્યાંય રહી ગઈ. અહીંયાં તો દિગંબર ધર્મમાં આવ્યો અને પંચ મહાવ્રત પાળે છે, તો પંચ મહાવ્રત છે એ તો રાગ છે અને આત્મા તો ભિન્ન જ્ઞાયક છે. તો બેનું ભેદજ્ઞાન નથી તો એ તો મિથ્યાષ્ટિ છે. આહાહા..!આકરું કામ છે. છે? (જીવ) મુનિપદ લઈ વ્રત-સમિતિ પાળે તોપણ જ્યાં સુધી વ્રત-સમિતિ પાળતાં) પર જીવોની રક્ષા, શરીર સંબંધી જતનાથી પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી...’ જોયું? પરજીવોની રક્ષામાં ધર્મ માનવો, ૫૨ જીવની રક્ષા હું કરી શકું છું એમ માનવું, ત્યાં સુધી મિથ્યાદૃષ્ટિ છે. ૫૨ જીવની રક્ષા કરી શકું છું તો એ તો પદ્રવ્ય છે. તેની પર્યાય તો તેનાથી થાય છે. તેનું આયુષ્ય છે અને તેની યોગ્યતા, શરીરમાં રહેવાની લાયકાત છે ત્યાં સુધી રહે છે. આયુષ્યથી રહે છે એ પણ નિમિત્તથી (કથન) છે. શરીરમાં રહેવાની પોતાની યોગ્યતાને કારણે ત્યાં સુધી રહે છે. શરીરમાં રહેવાની યોગ્યતા છૂટી ગઈ તો દેહ છૂટી જાય છે. આહા..! આયુષ્યને લઈને રહે છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. બાકી તો પોતાની યોગ્યતા જ ત્યાં સુધી રહેવાની છે. આહાહા..!તો એની દયા પાળું, તેની રક્ષા કરું. તેની યોગ્યતા છે ત્યાં સુધી તો રહે છે, તું ક્યાં રક્ષા કરી શકે છે? સમજાણું? કોઈ જીવની રક્ષા કરું. શરીર સંબંધી જતનાથી પ્રવર્તવું...' જોઈને ચાલવું, પગમાં (કોઈ જીવ) નીચે ન આવી જાય એમ પગ મૂકવા (એવી) શરીરની પ્રવૃત્તિ કરવી. ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી... Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૩૭ ૧૦૭. આહાહા..“તથા પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના શુભભાવો....” જુઓ! દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિ, શુભભાવ (છે). તેનાથી) પોતાનો મોક્ષ માને છે. તેમાં ધર્મ માને છે. આહાહા...આ તો પંડિતે ખુલાસો કર્યો છે. “જયચંદ્રજી પંડિત'. આહાહા...! “અને પર જીવોનો ઘાત થવો... પહેલી રક્ષાની વાત કરી હતી. પરદ્રવ્યની ક્રિયા છે તેને પોતાની માને છે એ મિથ્યાત્વ છે. અને પર જીવોનો ઘાત થવો એ તો તેને કારણે થાય છે. “અત્નાચારરૂપે પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી તથા પદ્રવ્યના નિમિત્તે થતા પોતાના અશુભભાવોથી જ પોતાને બંધ થતો માને છે... આહાહા....તેનાથી પોતાનો બંધ માને છે, અશુભથી બંધ માને છે અને શુભથી ધર્મ માને છે. આહાહા..બન્ને બંધના કારણ છે. શુભ અને અશુભભાવ બેય બંધના કારણ છે. આહાહા.“ત્યાં સુધી તેને સ્વપરનું જ્ઞાન થયું નથી એમ જાણવું...” શુભથી બંધ થાય છે. તેને પોતાનો માને અને અશુભથી પણ બંધ થાય છે અને અશુભથી જ બંધ માને છે અને શુભથી નહિ, તો તેને સ્વપરનું જ્ઞાન નથી, મિથ્યાદૃષ્ટિ છે. આહાહા...! કરુણા કરવી એ મિથ્યાત્વ ભાવ છે. એવો પાઠ છે. કુંદકુંદાચાર્યનો શ્લોક છે. પર તિર્યંચ અને મનુષ્ય દુઃખી થાય છે તો અર.૨.૨! એ દુઃખી છે એવી મમતા કરીને, મારા છે અને મને દુઃખ થાય છે, તેને દુઃખ થાય છે એવી કરુણા કરવી, પરની મમતા કરીને કરુણા કરવી એ મિથ્યાત્વનું લક્ષણ છે. આહાહા...! “પ્રવચનસાર' ૮૫ ગાથામાં છે. સમજાણું? આ તો ‘સમયસાર” છે. આહા.! ઘણો ફેર, બહુ ફેર. જન્મ, જરા, મરણ રહિત થવું, બાપુ! એક જ્ઞાયક સ્વરૂપ પ્રભુ... આહાહા.એનાથી જો શુભ-અશુભભાવ બને બંધનું કારણ છે. છતાં એક ભાવથી રક્ષા કરું તેનાથી મને કલ્યાણ થશે અને પરને મારું એવો અશુભભાવ બંધનું કારણ (છે). બન્ને બંધના કારણ છે. (તેમાં) એકને બંધનું કારણ માનવું અને એકને બંધનું કારણ નહિ માનવું (એ) મિથ્યાત્વ છે. આહાહા.! મુમુક્ષુ – અનુકંપા એ શું સમજવું? ઉત્તર – અનુકંપા ક્યાં છે? પોતાના રાગની મંદતા થવી. નિશ્ચયથી અનુકંપા તો વીતરાગી પરિણતિ છે તે અનુકંપા છે. ભગવાનને કરુણાવંત કહ્યા છે. ઉપખંડાગમમાં કરુણાવંત કહ્યા છે. એ કરુણા અકષાય છે, વીતરાગી કરુણા છે, રાગ નહિ. ‘ષખંડાગમમાં છે. પ્રભુને કરુણાવંત કહ્યા છે, દયાવંત કહ્યા છે. ૧૦૦૮ નામ છે ને? ભગવાનના ૧૦૦૮ નામ છે. બનારસીદાસનું છે. એમાં કહ્યું છે, પ્રભુ કૃપાવંત છે, કરુણાવંત છે, દયાવંત છે, એમ કહ્યું છે. ૧૦૦૮ નામ છે એમાં (આવા) નામ આવ્યા છે. એ તો વીતરાગી પર્યાયના નામ છે. દયાવંત ને કરુણાનો રાગ છે એ છે જ નહિ. આહાહા...! મુમુક્ષુ :- ભગવાનનો તો સંદેશ છે કે, જીવો અને જીવવા દયો. ઉત્તર :- એ વાત વીતરાગની છે જ નહિ. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ મુમુક્ષુ :- બધા લોકો કહે છે. ઉત્તર :- ઇ તો અંગ્રેજીની વાત છે. જીવો અને જીવવા દ્યો, એ વીતરાગની વાત જ નથી. અંગ્રેજની વાત છે. આયુષ્યથી જીવે? એ તો અત્યારે એ વિરોધ કરે છે ને? કે, ‘સોનગઢ’વાળા ‘જીવો અને જીવવા દ્યો'નો વિરોધ કરે છે. પણ એ વાણી વીતરાગની છે જ નહિ. આયુષ્યથી જીવે અને આયુષ્યથી જીવવા ક્યો, એ વાત વીતરાગની છે નહિ. વીતરાગની તો જીવત્વશક્તિ છે, પ્રથમ. ૪૭ શક્તિ છે. હેં? જીવતર શક્તિથી જીવવું. આહાહા..! જીવતરમાં જ્ઞાન, દર્શન, આનંદ ને સત્તા, તેનાથી જીવવું એ જીવનું જીવન છે. એ જીવનું જીવવું છે. આ આયુષ્યથી, શરીરથી જીવવું એ કંઈ આત્માનું છે નહિ. આહાહા..... કરે છે. લોકો દિગંબરમાં બોલે છે, ૨થ નીકળે ને? જીવો અને જીવવા દો, મહાવીરનો સંદેશ, જીવો ને જીવવા દ્યો’ કેમ ‘માણેકચંદભાઈ’ સાંભળ્યું છે કે નહિ? રથયાત્રામાં નીકળે ને? (ત્યારે બોલે) મહાવીરનો સંદેશ, જીવો જીવવા દ્યો' એ વાત જ ખોટી. એ..ઇ...! કોણ જીવે ને કોણ જીવવા દરે? જીવે તો ઇ. પોતાના જ્ઞાન, દર્શન, આનંદ ને સત્તાથી જીવવું એ જીવન છે. એ પોતાનું જીવન છે અને ૫૨નું જીવન પણ એ છે. ૪૭ શક્તિ છે ને? (એમાં) પહેલી શક્તિ, પહેલો ગુણ જ એ લીધો છે. કેમ? કે, ‘સમયસાર’ની બીજી ગાથામાં એમ ચાલ્યું કે, નીવો ચરિત્તવંસળબાળતિવો તું હિ સસમયં બાળ’ એ જીવતર છે. બીજી ગાથા. પહેલી વંવિત્તુ સસિદ્ધે’, (બીજીમાં એમ કહ્યું), ‘નીવો વૃત્તિવંશળબાળનિવો તં ત્તિ સસમયે નાળા' આહાહા..! જો તમ્મદ્રેસહિતં = તં નાળ પરસમય।।' રાગમાં સ્થિત છે તે મિથ્યાષ્ટિ ૫૨સમય છે અને આત્મામાં સ્થિત છે તે સ્વસમય છે. એ જીવનું જીવન છે. નીવો ચરિત્તવંસળબાળવિવો એ ગાથામાંથી જીવતર શક્તિ કાઢી છે. ‘અમૃતચંદ્રાચાર્યે’ ૪૭ શક્તિમાં જે પહેલી જીવતર શક્તિ કહી એ બીજી ગાથાનો પહેલો શબ્દ ‘નીવો ચરિત્તવંસળબાળત્તિવો ત્યાંથી કાઢી છે. ત્યાંથી પહેલી જીવતર શક્તિ કાઢી છે. આહાહા..દિગંબર સંતોની વાણી કોઈ જુદી જાત છે. એ ક્યાંય દુનિયામાં છે નહિ. આહાહા..! શ્વેતાંબરના પંથમાં છે નહિ ને. જૈન નામ ધરાવે છે એમાં આ છે નહિ. તેમાં પણ કર્મથી વિકાર થાય છે ને વિકાર, શુભભાવથી ધર્મ થાય છે (એમ માને છે). આહાહા..! આ તો વીતરાગ સર્વજ્ઞદેવ પરમેશ્વર, એમનો આ હુકમ, આજ્ઞા આ છે, દિવ્યધ્વનિ એ છે. પ્રવચનસાર’! આહા..હા...! અજ્ઞાની જીવરક્ષા આદિમાં શુભ બંધ નથી માનતો અને અશુભને બંધ માને છે તો એ મિથ્યાદૃષ્ટિ છે. બેય બંધના કારણ છે. મહાવ્રતના પરિણામ એ બંધનું કારણ, અવ્રતના પરિણામ એ બંધનું કારણ. આહાહા..!ત્યાં સુધી તેને સ્વપરનું જ્ઞાન થયું નથી એમ જાણવું;...’ શુભથી બંધ નથી માનતો અને અશુભથી જ (બંધ) માને છે તો સ્વપરનું જ્ઞાન તેને છે નહિ. આહાહા..! ઝીણી વાત બહુ. Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૩૭ ૧૦૯ કારણ કે બંધ-મોક્ષ તો પોતાના અશુદ્ધ તથા શુદ્ધ ભાવોથી જ થતા હતા...' બંધ પોતાના અશુદ્ધભાવથી (થાય છે). અશુદ્ધ નામ શુભાશુભભાવ. શુભ ને અશુભ બેય અશુદ્ધ છે. મહાવ્રત ને અવ્રતના પરિણામ, બેય અશુદ્ધ છે. આહા..! તો અશુદ્ધ ભાવથી બંધ થાય છે અને શુદ્ધ ભાવથી મુક્તિ થાય છે. એ શુભભાવથી નહિ, શુદ્ધ ભાવથી. આહાહા..!અશુદ્ધ અને શુદ્ધ ભાવોથી જ થતા હતા, શુભાશુભભાવો તો બંધનાં જ કારણ હતા...' ચાહે તો મહાવ્રતના પરિણામ, ભગવાનના વિનયના પરિણામ, ભક્તિના, પૂજાના, દાનના, દયાના, મંદિર બનાવવા ને પૂજા, ભક્તિ કરાવવી એ બધા ભાવ શુભભાવ છે. આવે છે, પણ છે બંધનું કારણ. આહાહા..!આકરું કામ છે. પોતાને માટેની વાત છે આ તો, દુનિયા માને, ન માને અને એને કંઈ સત્ને સંખ્યાની જરૂ૨ નથી. ઝાઝા માને તો સત્ કહેવાય અને થોડા માને તો સત્ ન કહેવાય, એવું તો છે નહિ. સત્ તો સત્ જ છે. ભલે એક જ સત્ માને તોપણ સત્ જ છે. આહાહા..! ‘કારણ કે બંધ-મોક્ષ તો પોતાના અશુદ્ધ તથા શુદ્ધ ભાવોથી જ થતા હતા....' ઓલામાં તો આવ્યું હતું ને? ‘રક્ષા, શરીર સંબંધી જતનાથી પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી તથા પદ્રવ્યના નિમિત્તે થતા પોતાના શુભભાવોથી પોતાનો મોક્ષ માને છે...’ એ આવ્યું હતું અંદર. બંધ-મોક્ષ તો પોતાના પરિણામથી થાય છે. શુભાશુભભાવો તો બંધના જ કારણ...' છે. ચાહે તો મહાવ્રત હો અને ચાહે તો સમિતિ, ગુપ્તિ આદિ હો, વ્યવહાર. આહાહા..! શરીરથી જાવજીવ બ્રહ્મચર્ય પાળવું એ પણ શુભભાવ છે, એ શુદ્ધ નથી. બ્રહ્મચર્ય તો બ્રહ્મ નામ આનંદ નામ પ્રભુ આત્મા આનંદસ્વરૂપમાં ચર્ય નામ ૨મવું. અંતર આનંદમાં રમવું એ બ્રહ્મચર્ય છે. આહાહા..! શુભભાવ પણ અબ્રહ્મ છે, બ્રહ્મચર્ય નહિ. શુભભાવ પણ રાગ છે, અનાચાર છે. આહાહા..! સ્વભાવનો શુદ્ધ ઉપયોગ એ જ આચાર છે. આહા..! ‘નિયમસાર’માં કહ્યું આચાર, અનાચાર. આહા..! છે - શુભાશુભભાવો તો બંધના જ કારણ હતા અને પરદ્રવ્ય તો નિમિત્તમાત્ર જ હતું,...’ પદ્રવ્ય તો નિમિત્તમાત્ર છે. તેનાથી કોઈ બંધ, મોક્ષ થાય છે (એમ નથી). પરદ્રવ્યની પર્યાય અને સ્વદ્રવ્યની પર્યાય વચ્ચે તો અત્યંતઅભાવ છે. આહાહા..! આ શરીરની પર્યાય થાય છે અને આત્માની થાય છે), બે વચ્ચે તો અત્યંતઅભાવ છે. અત્યંતઅભાવમાં એક પર્યાય બીજીને કરે એવું કચાંથી આવ્યું? આહાહા..! પ્રત્યેક ક્ષણે પ્રત્યેક દ્રવ્યની પર્યાય અને પરદ્રવ્યની વચ્ચે પ્રતિક્ષણે અત્યંતઅભાવ છે. આહાહા..! તો પ્રતિક્ષણમાં પરદ્રવ્યની પર્યાય પદ્રવ્યમાં કંઈ કરે, એ ત્રણકાળમાં થતું નથી. આહાહા..! ‘શુભાશુભભાવો તો બંધના જ કારણ હતા અને પદ્રવ્ય તો નિમિત્તમાત્ર જ હતું, તેમાં તેણે વિપર્યયરૂપ માન્યું.' પરદ્રવ્યથી શુભભાવ થયો એ મોક્ષનું કારણ છે, અશુભ એ બંધનું કારણ છે એમ માન્યું. આહા..! તો તેમાં તેણે વિપર્યયરૂપ માન્યું.’ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ આ રીતે જ્યાં સુધી જીવ પદ્રવ્યથી ભલુંબૂરું માની... આહાહા.. દેવ, ગુરુ અને શાસ્ત્રથી મારામાં લાભ થશે, એ પરદ્રવ્ય છે. પરદ્રવ્ય ઉપર લક્ષ જશે તો શુભભાવ જ થશે. “મોક્ષ પાહુડમાં તો કુંદકુંદાચાર્યે ત્યાં સુધી કહ્યું છે, “પૂરધ્વીવો સુપાર્ફ ભગવાન એમ કહે છે કે, મારા ઉપર લક્ષ જશે તો તને દુર્ગતિ થશે. દુર્ગતિનો અર્થ તારી ચૈતન્યની ગતિ નહિ થાય. ચાર ગતિમાંથી ગતિ મળશે, તો ચારે ગતિ તો દુર્ગતિ છે. આહાહા...! “મોક્ષ પાહુડની સોળમી ગાથા. “પૂરળીવો | તીર્થકર એમ કહે. આહાહા..!અમે તારાથી પદ્રવ્ય છીએ. અમારી ઉપર લક્ષ જશે તો તને રાગ જ થશે, ચૈતન્યની ગતિ નહિ થાય. આહાહા...!એ તો દિગંબર સંતો દુનિયાની પરવા કર્યા વિના કહે. દુનિયા માને, ન માને (સ્વતંત્ર છે). આહાહા...! “URGીવો સુપારૂં “સવાવો સુપારૂં એવો પાઠ છે. “મોક્ષ પાહુડ” ૧૬મી ગાથા. “સવ્વા’ સ્વદ્રવ્યનો આશ્રય લઈને જે નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પોતાના આશ્રયે થાય છે તે મોક્ષનું કારણ છે. જેટલું પારદ્રવ્ય ઉપર લક્ષ જાય છે તે બધા શુભઅશુભભાવ દુર્ગતિ છે. દુર્ગતિ નામ તારી ચૈતન્યની ગતિ નહિ. આહાહા..આકરું પડે માણસને. ‘કુંદકુંદાચાર્ય એમ કહે છે, અમને માનવા અને અમારા ઉપર તારું લક્ષ જવું એ તારી દુર્ગતિ, રાગ છે, તારી ચૈતન્યની ગતિ નહિ. આહા...! દિગંબર સંતોને જગતની ક્યાં પડી છે? એ તો સત્યને જાહેર કરવું એવો વિકલ્પ આવ્યો, થઈ ગયું. આહા.! વિકલ્પના પણ કર્તા નથી અને ટીકાના પણ કર્તા નથી. આહાહા...! “આ રીતે જ્યાં સુધી જીવ પદ્રવ્યથી જ ભલું બૂરું માની રાગદ્વેષ કરે છે ત્યાં સુધી તે સમ્યગ્દષ્ટિ નથી.” પરદ્રવ્ય ભલુંબૂરું. પરદ્રવ્ય તો ય છે. ચાહે તો તીર્થકર હો તોપણ આ જ્ઞાયકનું શેય છે અને માથાનો વાઢનાર હો તોપણ આ જ્ઞાયકનું એ શેય છે. એ દ્વેષી છે, એ શત્રુ છે અને આ મિત્ર છે, એવી કોઈ ચીજ શેયમાં છે નહિ. શેયમાં તો જ્ઞાન કરવાનો સ્વભાવ, પ્રમેય સ્વભાવ છે. તો જ્ઞાનમાં પ્રમેયનું જ્ઞાન થાય છે. પ્રમેય છે, પણ પ્રમેયમાં બે ભાગ પાડવા કે, આ મને દુઃખદાયક છે, આ મને સુખદાયક છે, એ તો ભ્રમ, મિથ્યાત્વ છે. આહાહા.!સમજાણું કાંઈ? (ભલુંબૂ) “માની રાગદ્વેષ કરે છે ત્યાં સુધી તે સમ્યગ્દષ્ટિ નથી.” વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) પ્રવચન નં. ૨૭૮ શ્લોક-૧૩૭, ગાથા-૨૦૧, ૨૦૨ ગુવાર, અષાઢ વદ ૧૧, તા. ૧૯-૦૭-૧૯૭૯ સમયસાર ૨00 ગાથાનો છેલ્લો પેરેગ્રાફ છે. ગાથામાં છે શું? કે, ધર્મી જીવ તેને કહીએ કે જે પોતાનો આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે, એવો અનુભવ કરે છે અને Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૩૭ ૧૧૧ તેને જે રાગાદિ આવે છે તેને પર જાણીને છોડી ક્યું છે. એ ગાથા છે. સમજાણું? ધર્મ એવી ચીજ છે, અપૂર્વ ચીજ છે. સમ્યગ્દષ્ટિ પોતાનું પૂર્ણ આનંદ સ્વરૂપ, શુદ્ધ અનંત અનંત ગુણનો પિંડ પ્રભુ, તેની સન્મુખ થઈ, સંયોગ, નિમિત્ત, રાગ અને પર્યાયથી વિમુખ થઈ પોતાની દૃષ્ટિ સમ્યગ્દર્શન કરે છે. તેને “પપ્પાઈ' આત્માનું જ્ઞાન થયું. હું તો આનંદ છું, હું સુખથી ભરેલો ભંડાર છું. મારામાં જે રાગાદિ દેખાય છે એ પરવસ્તુ છે, વિપાક વિકાર છે, એ દુ:ખ છે. એમ પોતાનું સ્વરૂપ જાણીને રાગને છોડી ધે છે. સમજાણું કાંઈ? ઝીણી વાત છે, ભાઈ! વાત તો ઘણી આવી ગઈ છે. હવે અહીંયાં (કહે છે), “જ્યાં સુધી પોતાને ચારિત્રમોહસંબંધી રાગાદિક રહે છે...” સમ્યગ્દર્શન થયું. આત્માનો અનુભવ થયો), શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પવિત્ર ભગવાન આત્મા, તેનો સમ્યગ્દર્શનમાં અનુભવ થયો પણ અનુભવ થવા છતાં સર્વ રાગથી રહિત નથી થઈ જતો. એ કહે છે. જ્યાં સુધી પોતાને ચારિત્રમોહસંબંધી રાગાદિક રહે છે...” દર્શનમોહ અને અનંતાનુબંધીનો તો નાશ કર્યો છે. પોતાના આનંદ સ્વરૂપના અનુભવમાં દર્શનમોહ અને અનંતાનુબંધીનો તો નાશ થાય છે. બીજો કોઈ તેનો ઉપાય નથી. પોતાનો આત્મા આનંદ, સચ્ચિદાનંદ પ્રભુ, શુદ્ધ આનંદકંદ છે તેને અનુસરીને અનુભવ કરવો એ અનુભવ ધર્મ છે, એ સમ્યગ્દર્શન છે, એ સમ્યજ્ઞાન છે, એ સમ્યગ્વારિત્રનો અંશ છે. આનંદમાં પૂર્ણ રમણતા ન થાય ત્યાં સુધી જ્ઞાનીને પણ રાગ આવે છે. એ રાગ અને દ્વેષાદિ રહે છે. રાગાદિક છે ને? ટ્રેષનો અંશ છે, વિષયવાસના છે, રતિ-અરતિ ઉત્પન્ન થાય છે. ‘ત્યાં સુધી....... સમ્યગ્દષ્ટિ જીવ રાગાદિકમાં. જ્યાં સુધી એ ચારિત્રનો દોષ થાય છે ત્યાં સુધી ધર્મી જીવ એ રાગાદિકમાં ‘તથા રાગાદિકની પ્રેરણા...” નિમિત્તથી કથન છે. રાગ છે તો રાગનું નિમિત્ત છે અને તેનાથી પરદ્રવ્યની ક્રિયા – ઉપાદાનમાં થાય છે એમાં રાગની પ્રેરણા નિમિત્ત કહેવામાં આવી. શરીરની ક્રિયા આદિ થાય છે તે પોતાથી થતી નથી. સમજાણું? શરીરની, વાણીની ક્રિયા થાય છે તે પોતાથી નથી થતી પણ રાગાદિકની પ્રેરણા અથવા નિમિત્ત રાગ પણ છે તો નિમિત્ત છે અને શરીરની ક્રિયા આદિ ઉપાદાન પોતાથી થાય છે. પ્રેરણાથી જે પરદ્રવ્યસંબંધી શુભાશુભ ક્રિયામાં તે પ્રવર્તે છે..” એમ નિમિત્તથી કથન છે. પરદ્રવ્યની ક્રિયાની પ્રવૃત્તિ આત્મા કરી શકતો નથી પણ અજ્ઞાની લોકો એમ જોવે છે કે, જુઓ! આ જ્ઞાની પણ વેપાર-ધંધો કરે છે, વિષય કરે છે, સ્ત્રી સાથે લગન કરે છે તો કહે છે કે એ પ્રવૃત્તિની પર્યાય તો અજ્ઞાનીનો આત્મા પણ કરી શકતો નથી. પરંતુ અહીંયાં એ પ્રવૃત્તિ જોઈને લોકો એમ કહે કે, જુઓ! પ્રવૃત્તિ તો કરે છે. તો કહે છે કે રાગની પ્રેરણા નિમિત્ત છે અને જડની ક્રિયા સ્વતંત્ર છે તો એમાં પ્રવૃત્તિ કરે છે એમ જોવામાં આવે છે. આહાહા..! પ્રેરણા' (શબ્દ) છે ને? “શુભાશુભ ક્રિયામાં તે પ્રવર્તે છેઆહાહા...! નિશ્ચયથી તો દેહની હલનચલન ક્રિયા થાય છે એ તો અજ્ઞાની પણ કરી શકતો નથી. પરદ્રવ્યની પર્યાય, કેમકે પરદ્રવ્ય પોતાની Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ પર્યાય વિનાનું રહેતું નથી. પરદ્રવ્ય પોતાની પર્યાયરૂપી કાર્ય વિના દ્રવ્ય હોતું નથી તો પરદ્રવ્યની પર્યાયનું કાર્ય પદ્રવ્ય કરે છે તો આત્મા તેને કરે એમ ક્યારેય બનતું નથી. આહાહા...! ઝીણું ઘણું, ભાઈ! કર્મની પર્યાય છે તે પણ આત્મા કરતો નથી અને આત્મામાં જે રાગ થાય છે એ કર્મ કરતું નથી. પોતાની નબળાઈથી સમ્યગ્દષ્ટિને રાગદ્વેષાદિ થાય છે પણ એ ટાણે પ્રેરણા નામ નિમિત્તથી બાહ્યની પ્રવૃત્તિ પણ દેખાય છે. ધંધાપાણી... આહાહા.! એ શુભાશુભ ક્રિયામાં પ્રવૃત્તિ કરતો દેખાય છે, એમ લેવું. કરે છે એ નિમિત્તથી કથન છે, કરી શકતો નથી. પરદ્રવ્યની ક્રિયા કરી શકતો નથી પણ કરે છે એમ લોકોને ભાસે છે એ અપેક્ષાએ કથન છે. ‘તે પ્રવૃત્તિઓ વિષે એમ માને છે કે–આ કર્મનું જોર છે;” શું કહે છે? કે, પોતાની પર્યાયમાં વિકારનું બહુ જોર છે તો એ કર્મનું જોર નિમિત્તથી કહેવામાં આવ્યું છે. કર્મ પોતાની પર્યાયને કરે અને કર્મની પર્યાયને આત્મા કરે એમ ક્યારેય બનતું નથી. પરંતુ અહીં કર્મનું જોર નિમિત્તથી કહ્યું છે. ખરેખર તો પોતાની નબળાઈનું જોર છે. સમજાણું કાંઈ? આહાહા...! અનુભવ સમ્યગ્દર્શન થયું, આત્મા સચ્ચિદાનંદ પ્રભુ, અનંત ગુણગંભીર, પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા, એમ અંતર્મુખ થઈને સમ્યગ્દર્શન થયું તોપણ તેને ચારિત્રમોહના રાગદ્વેષ તો થાય છે પણ એ રાગદ્વેષ અને (તેની) પ્રેરણાથી બાહ્યની ક્રિયા કરે છે એમ દેખાય છે પણ તેનો તે સ્વામી થતો નથી. આહા.! સમજાય છે? પ્રવૃત્તિઓ વિષે એમ માને છે કે-આ કર્મનું જોર છે. કર્મનું (એ) નિમિત્તથી કથન છે. પોતાની નબળાઈનું જોર છે. સમ્યગ્દષ્ટિને પણ નબળાઈનું જોર છે). “શ્રેણિક રાજા ક્ષાયિક સમકિત અને સમયે સમયે તીર્થકરગોત્ર બાંધતા હતા. ‘શ્રેણિક રાજા. એના પુત્રએ જેલમાં નાખેલા. પુત્ર એની માતા પાસે ગયો અને કહ્યું), મેં મારા પિતાને જેલમાં નાખ્યા છે અને મારે રાજ કરવું છે. માતા કહે, “અરે...! બેટા! તારા જન્મ વખતે મને પહેલા સપનું આવ્યું હતું કે પિતાનું કાળજું ખાવું છે. તારો જન્મ થયો તો મેં તને ઉકરડામાં નાખી દીધો હતો. તારા પિતા મારી પાસે આવ્યા અને પૂછ્યું, શું થયું? બાળક ક્યાં છે? મેં તો નાખી દીધું. અરે...! આ શું કર્યું સપનું એવું આવ્યું હતું કે આ બાળક છે એ તમારું કાળજું ખાશે. એવું સપનું આવ્યું. જ્યાં બાળકને નાખ્યું હતું ત્યાં લઈ ગયા. જ્યાં નાખ્યું હતું ત્યાં રાજા ગયો. ત્યાં કૂકડો હતો એણે ચાંચ મારી હતી. બાળકને પીડા થઈ હતી એટલે રાડ નાખતો હતો. એ વખતે શ્રેણિક રાજાએ ચૂસવા લાગ્યો. “અરે...! તારા પિતાએ તો આવું કર્યું છે. અરે...! માતા! મારી ઘણી ભૂલ થઈ. પછી જેલમાં તોડવા ગયા તો રાજાને એમ લાગ્યું. હતા ક્ષાયિક સમકિતી અને સમયે સમયે તીર્થકરગોત્ર બાંધે છે છતાં જ્ઞાનની ભૂલ, પરદ્રવ્યની એવી થઈ ગઈ કે આ મને મારવા આવ્યો છે. છતાં એ જ્ઞાન અજ્ઞાન નથી. સમજાણું કાંઈ? આહાહા.! અરે...! આ મને મારે તો! હીરો ચૂસી લીધો. મરણ પામ્યા. છતાં એ રાગનો દોષ છે, ચારિત્રદોષ છે, Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૩૭ ૧૧૩ તેના સમકિતમાં દોષ નથી. અને તે સમયે પણ તીર્થકરગોત્ર બાંધે છે તેમાં ખલેલ નથી. આહાહા..! સમજાણું? હીરો ચૂસ્યો, દેહ છોડી દીધો, આપઘાત કર્યો. તો કહે છે, ના. એણે કર્યું જ નથી. એ તો રાગ-દ્વેષ થયા તેને જાણતા હતા કે, દ્વેષ છે એ મારી ચીજ નહિ. અને દેહની ક્રિયા છૂટવાની હતી તો છૂટી, તેનો છૂટવાનો કાળ હતો. તેનો સ્વામી માનીને મેં શરીરને છોડ્યું એમ ધર્મ માનતો નથી. તો ચારિત્રનો દોષ આવે છે, એમ કહે છે. અને તે કર્મનું જોર માને છે. પોતાની નબળાઈનું જોર છે. એ કર્મનું કહ્યું) તે નિમિત્તથી કથન છે. મારી પર્યાયમાં નબળાઈ છે. હું દ્રવ્ય છું એ તો શુદ્ધ ચિદાનંદમૂર્તિ છું. એમાં તો નબળાઈ કે વિરૂદ્ધતા કે વિપરીતતા કે અલ્પતા, પોતાની પૂર્ણ ચીજમાં તો છે જ નહિ. આહાહા...! આવી ચીજની દૃષ્ટિ થવા છતાં, અનુભવ થવા છતાં ચારિત્રદોષનો રાગ આવે છે એ પોતાની નબળાઈથી આવે છે. તેને અહીંયાં કર્મનું જોર કહેવામાં આવ્યું છે. કર્મ તો પરદ્રવ્ય છે. પદ્રવ્ય કોઈ પરદ્રવ્યની પર્યાય ત્રણકાળમાં કરી શકતું નથી. હૈ? આહાહા...! કહે છે કે, તેનાથી નિવૃત્ત થયે જ મારું ભલું છે.” સમ્યગ્દષ્ટિ તો એમ માને છે કે રાગથી નિવૃત્ત થવામાં જ મારું ભલું છે. રાગમાં પ્રવૃત્ત થવું એમાં મારું ભલું નથી, એ તો દુઃખ છે, ઝેર છે. આહાહા...! ભલે ચોથે ગુણસ્થાને હો, તે સંબંધી આત્મા રાગથી ભિન્ન છે અને પોતાના આનંદ અનંત સ્વરૂપના સ્વભાવથી અભિન છે એવો અનુભવ થયો તો ભલે એ રાજપાટમાં પડ્યો હોય તોપણ ૪૩ પ્રકૃતિનો બંધ તો થતો જ નથી. શું કહ્યું સમજાણું? ૪૩ પ્રકૃતિ છે, સમ્યગ્દષ્ટિ થયો, રાજપાટમાં પડ્યો હોય, છ— હજાર સ્ત્રી હોય અને લડાઈમાં પણ કદાચિત્ ચડી ગયો હોય તોપણ આત્માના અનુભવમાં હું આનંદ છું, હું આ નહિ, આ નહિ (એમ અનુભવ વર્તે છે). એ કારણે ૪૩ પ્રકૃતિ, સમકિતી લડાઈમાં ઉભો હોય તોપણ બંધાતી નથી. આહાહા.! અને મિથ્યાદૃષ્ટિ સાધુ થયો હોય, પંચ મહાવ્રત પાળતો હોય તોપણ એ રાગ મારો સ્વભાવ છે, રાગથી મને લાભ થશે એમ માનનારો મિથ્યાદૃષ્ટિ છે. આહાહા.! છ ખંડના રાજમાં રહેતો હોય, આત્માનું જ્ઞાન કરી રાગાદિ છોડવાની ભાવનામાં પડ્યો છે તો એ મોક્ષમાર્ગી છે. અને દિગંબર સંત થયો, અઠ્યાવીસ મૂળગુણ પાળે છે, પંચ મહાવ્રત પાળે છે, રાગના કણને પોતાનો માની લાભ માને છે તો એ સંસારમાર્ગ છે. આહાહા...! આવો ફેર છે, પ્રભુ! અહીંયાં કહે છે, તેનાથી નિવૃત્ત થયે જ મારું ભલું છે. સમકિતી એમ માને છે. “તે તેમને રોગવતું જાણે છે.” રાગ, વાસના એ તો રોગ આવ્યો. આહાહા..! રોગી જેમ રોગનો ઉપાય કરે છે છતાં રોગના ઉપાય અને રોગને ભલો જાણતો નથી. એમ સમ્યગ્દષ્ટિને રાગ આવે છે અને રાગનો ઉપચાર પણ કરે છે, શરીરાદિથી ને વિષયાદિથી, પણ તેને ભલો માનતો નથી, પોતાનું કર્તવ્ય નથી માનતો. હું તો જ્ઞાતા-દૃષ્ટા છું. હું તો મારી ભૂમિકામાં રહેનાર જ્ઞાતા-દષ્ટા છું. આહાહા.! સમજાણું? તેમને રોગવતું જાણે છે. પીડા સહી શકાતી Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ નથી... આહાહા.... અનુભવી સમ્યગ્દષ્ટિને પણ રાગ ને દ્વેષ આવ્યા તો તેને સહન થતું નથી તો એ ક્રિયા, ચેષ્ટામાં આવી જાય છે. છે? પીડા સહી શકાતી નથી તેથી તેમનો (રોગનો) ઇલાજ કરવારૂપે પ્રવર્તે છે. આહાહા...! ‘તોપણ તેને તેમના પ્રત્યે રાગ કહી શકાતો નથી;” રાગનો પ્રેમ જ નથી, છૂટી ગયો. આખો અમૃતનો પિંડ પ્રભુ, અમૃતના સાગરનો જ્યાં સ્વાદ અંદર સમ્યગ્દર્શનમાં આવ્યો ત્યાં રાગને રોગ સમાન જાણીને તેનો ઉપચાર કરે છે તે પણ રોગનો ઉપચાર છે, મારી ચીજ નહિ. આહાહા..! અહીં તો મૂળ ચીજની વાત છે, ભઈ! અને સમ્યક આત્માના દર્શન વિના વ્રત ને તપ ને ભક્તિ, પૂજા લાખ, કરોડ કરે તોપણ એ ધર્મ નથી, સંસાર છે. શુભ ભાવ છે, સંસાર છે. આહાહા...! અને છ— હજાર સ્ત્રી સાથે લગન કરે તોપણ સમકિતી છે તો મોક્ષમાર્ગમાં છે. આહાહા! એ રાગને રોગ સમાન માને છે, રાગને ઝેર જાણે છે. ઝેરના પ્યાલા છે આ તો. કાળો નાગ જેમ દેખે, કાળો નાગ, એમ ધર્મી રાગને કાળા નાગ સમાન જાણે છે. આહાહા.! સમજાણું કાંઈ? હવે શું કહે છે? “કારણ કે જેને રોગ માને તેના પ્રત્યે રાગ કેવો? તે તેને મટાડવાનો જ ઉપાય કરે છે...” રાગને મટાડવાનો જ સમ્યગ્દષ્ટિ ઉપાય કરે છે “અને તે મટવું પણ પોતાના જ્ઞાનપરિણામરૂપ પરિણમનથી માને છે.” આહાહા.! એ રાગનો નાશ કરવું પણ કેવી રીતે થાય છે? કોઈ ક્રિયા કરું, દયા, દાન, વ્રતથી રાગ નાશ થાય છે એમ તે માનતો નથી. મારો આનંદસ્વરૂપ પ્રભુ જ્ઞાનસ્વરૂપ જ્ઞાયક આત્મા, તેના શુદ્ધ પરિણમનથી રાગ મટે છે. સમજાણું? છે? આહાહા...! તેને મટાડવાનો ઉપાય, તેનું મટવું પણ પોતાના જ્ઞાનપરિણામ, જ્ઞાન નામ આત્મા, શુદ્ધ ભગવાન આત્માનું પરિણમન. આહાહા. વીતરાગી પરિણમનથી રાગને મટાડવા ચાહે છે. રાગથી રાગને મટાડવો એમ નહિ. રાગને રાગથી મટાડવો એમ નહિ, કે ભઈ! અશુભ રાગ છે તો હું શુભ રાગ દયા, દાન કરું તો રાગ મટે, એમ છે નહિ. આહાહા...! એ અશુભ રાગ અને શુભ રાગ, ધર્મીને પોતાના વીતરાગમૂર્તિ સ્વરૂપનો અનુભવ હોવાથી રાગનું મટાડવું પોતાની શુદ્ધ પરિણતિથી મટાડવા ચાહે છે. સમજાણું કાંઈ? આહાહા. આવો માર્ગ છે. આ તો પંડિતજીએ લખ્યું છે, “જયચંદજી પંડિતે ખુલાસો કર્યો છે કે, આ કહે છે કે, જ્ઞાનીને આત્માનું ભાન છે અને રાગને છોડી ધે છે, તેનો અર્થ શું છે? ગાથા આવી ને? તેનો આ અર્થ છે. આહાહા...! પહેલી ચીજ પણ એ સમ્યગ્દર્શન પામવું એ શું ચીજ છે? આહાહા...! એ કોઈ વ્રત ને તપ ને જાત્રા ને દાન ને દયા ને લાખો, કરોડોના મંદિર બનાવવા, તેનાથી સમ્યગ્દર્શન થાય છે, એમ છે નહિ. આહાહા...! ભગવાન આત્મા પૂર્ણાનંદથી ભરેલો, અતીન્દ્રિય અનંત, અતીન્દ્રિય અનંત ગુણનો પિંડ ભંડાર છે અને તે પણ પૂર્ણાનંદ પૂર્ણ છે. આહાહા...! એ તરફની દૃષ્ટિ ઝુકવાથી પૂર્ણ આત્માને જ પોતાનો માને છે, એક સમયની પર્યાયને પણ પોતામાં નથી માનતો, એ તો હેય છે. આહાહા...! રાગ તો હેય છે પણ જે પર્યાય દ્રવ્યનો Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૩૭ ૧૧૫ સ્વીકાર કરે છે તે પર્યાય પણ હેય છે. પર્યાય ઉપર લક્ષ જાય તો હેય છે. એ પર્યાય દ્રવ્યનું લક્ષ કરે છે તો અનુભવ થાય છે તો પર્યાય દ્રવ્યને માને છે. હું તો શુદ્ધ પરિપૂર્ણ આનંદ છું. ઝીણી વાત છે, ભગવાન! આહાહા..! ધર્મ કોઈ અલૌકિક વીતરાગ (માર્ગ છે). વીતરાગ પરમાત્મા માને એ બીજે ક્યાંય છે નહિ. વીતરાગ સિવાય કોઈ ઠેકાણે આ ધર્મની ચીજની ગંધ નથી. સમજાણું? આહાહા..! પરંતુ તેના સંપ્રદાયમાં સમજવું કઠણ છે. આહાહા..! અને એ સિવાય જન્મ-મરણના અંત નહિ આવે. ચોરાશીના અવતાર, એક એક યોનીમાં અનંત અવતાર કર્યાં. મરણ પણ અકસ્માત્ થઈ જાય છે. આહાહા..! ખ્યાલેય ન હોય કે આ શું થયું? નિરોગ બેઠો હોય ને ફૂ... થઈ જાય, શરી૨ છૂટી જાય! નિરોગ બેઠો હોય, કંઈ હોય નહિ, રોગેય ન હોય. મલકાપુર’વાળા એક ભાઈ કહેતા હતા. શું ‘સ્વરૂપચંદ’ને? મલકાપુર’નો‘સ્વરૂપચંદ' છે, હોશિયાર છે. નાની ઉમરનો (છે), હમણા તો લગન થયા. કપડાનો મોટો વેપાર કરે છે. દસ દસ હજાર રૂપિયાના કપડા દુકાનમાં રાખે છે. અત્યારેય દુકાન છે. હમણા લગન કર્યાં. આખું મોક્ષમાર્ગ પ્રકાશક’ કંઠસ્થ છે. મોક્ષમાર્ગ પ્રકાશક’ કંઠસ્થ છે. એ કહેતો હતો, મહારાજ! અમે એકવાર બેઠા હતા, મારો મિત્ર બેઠો હતો. ૨૮ વર્ષની ઉંમરનો હતો. કંઈ નખમાં રોગ નહિ. વાત કરતા હતા. વાત કરતા કરતા ફૂ.. થઈ ગયું, મેં જોયું તો મરી ગયો, દેહ છૂટી ગયો. ફૂ... એટલું થયું, બસ! આહાહા..! લોહી અટકી ગયું. ફૂ. એટલું થયું. આમ જોયું તો દેહ છૂટી ગયો. અઠ્યાવીસ વર્ષની ઉંમ૨. ‘સ્વરૂપચંદ’ છે, ‘મલકાપુર’. છોકરો બહુ હોંશિયાર છે. મોક્ષમાર્ગ પ્રકાશક’ના ઘણા પ્રશ્નો કરે. વાંચન ઘણું છે, પહેલેથી વાંચન છે, હવે તો લગન થઈ ગયા. એ કહેતો હતો કે, મારો મિત્ર હતો, વાતો કરતા હતા. કોઈ રોગ નહિ. આમ જ્યાં જોયું, ફ્... થયું. જ્યાં જોયું ત્યાં મરી ગયો. આ દેહની સ્થિતિ! આહાહા..! દેહ કયારે, કઈ સ્થિતિએ છૂટશે એના સમાચાર કંઈ પહેલા આવશે? કે, લ્યો, એક કલાક પછી તમારું મૃત્યુ થશે. આહાહા..! અહીં કહે છે કે, જ્ઞાનીને રાગ આવે છે અને રાગથી દેહની ક્રિયા પણ કોઈ થાય છે. એ રાગથી થતી નથી. અહીં તો રાગની પ્રેરણા, નિમિત્તથી વાત કરી છે. દેહની ક્રિયાનો પણ સ્વામી નહિ અને રાગનો પણ ધણી નથી. એ તો સ્વસ્વરૂપનો સ્વામી છે. આત્મામાં ૪૭ શક્તિ છે. અનંત શક્તિઓ છે, એમાં ૪૭ ના નામ આપ્યા છે, સમયસાર’. (એમાં) ૪૭મી શક્તિ એવી લીધી છે, સ્વસ્વામીસંબંધરૂપ શક્તિ. ધર્મી છે તે સ્વસ્વામીસંબંધરૂપ શક્તિનો અર્થ શું? હું તો દ્રવ્ય શુદ્ધ છું, ગુણ શુદ્ધ છું, પર્યાય શુદ્ધ છું. એ મારું સ્વ છે. તેનો હું સ્વામી છું, તેની સાથે મારો સંબંધ છે. રાગનો સ્વામી, રાગની સાથે મારે કોઈ સંબંધ નથી. આહાહા..! ૪૭ શક્તિ છે ને (એમાં) છેલ્લી સ્વસ્વામીસંબંધ શક્તિ. પોતામાં જ સ્વસ્વામી સ્વભાવ પડ્યો છે તો દ્રવ્યની જ્યાં દૃષ્ટિ, અનુભવ થયો તો ધર્મી પોતાના શુદ્ધ દ્રવ્ય, શુદ્ધ ગુણ અને શુદ્ધ પર્યાય, જ્ઞાનમાં એટલો જ હું આત્મા છું એમ માને છે. આહાહા..! દૃષ્ટિમાં દ્રવ્ય ત્રિકાળી છે પણ દૃષ્ટિ સાથે જ્યાં જ્ઞાન થયું એ શુદ્ઘ દ્રવ્ય, ગુણ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ને પર્યાય એ ત્રણ મારા સ્વ છે અને હું તેનો સ્વામી છું એમ માને છે). સમજાણું? આહાહા...! એ કહે છે કે, રાગાદિ આવે છે તો તેનો નાશ કરવાનો ઉપાય શું માને છે? કે, આત્મા શુદ્ધ ચૈતન્ય છે, તેનું પરિણમન, વીતરાગ પરિણમન થાય તેનાથી રાગ મટાડવા ચાહે છે. રાગની ક્રિયા કરતા કરતા રાગ મટશે, એમ માનતો નથી. આહાહા...! મારગ બહુ આકરો. આ રીતે સમ્યગ્દષ્ટિને રાગ નથી. આ કારણે સમ્યગ્દષ્ટિને રાગ નથી એમ કહેવામાં આવ્યું છે. આ પ્રમાણે પરમાર્થ અધ્યાત્મદૃષ્ટિથી અહીં વ્યાખ્યાન જાણવું.” છે? અહીંયાં અધ્યાત્મદષ્ટિની વ્યાખ્યા છે. આહાહા.! ચરણાનુયોગમાં વ્યવહારના કથન છે એ બધા જાણવા લાયક છે. આ બધા અધ્યાત્મદષ્ટિથી વ્યાખ્યાન છે. આહા...! “અહીં મિથ્યાત્વ સહિત રાગને જ રાગ કહ્યો છે....” રાગ મારી ચીજ છે અને શુભરાગથી મને લાભ થશે, એવા મિથ્યાષ્ટિના રાગને જ રાગ કહેવામાં આવ્યો છે. સમ્યગ્દષ્ટિને રાગનો રાગ કહેવામાં આવ્યો નથી. આહાહા.! બહુ ઝીણું. આ તો બાહ્યની પ્રવૃત્તિ કરે, થોડી ક્રિયા (ક), ભગવાનના દર્શન કરે, વ્રત કરે કે અપવાસ કરે (એટલે જાણે) થઈ ગયો ધર્મ. ધૂળમાંય ધર્મ નથી. એનાથી તો અનંતગુણી (ક્રિયાઓ કરી. નવમી રૈવેયક ગયો ત્યારે તો એટલી ક્રિયા કરી કે એટલી તો અત્યારે છે નહિ. શુક્લલેશ્યા એવી કરી કે નવમી રૈવેયક ગયો પણ મિથ્યાદૃષ્ટિ રાગથી ધર્મ માનતો હતો અને દેહની ક્રિયા હું કરી શકું છું એમ માનતો હતો. આ તો દેહ જડ માટી છે. તેનું હાલવું, ચાલવું, બોલવું એ ક્રિયા તો જડની જડથી થાય છે. આત્માની પ્રેરણાથી બિલકુલ નહિ. આહાહા.! આ માનવું. અહીં મિથ્યાત્વ સહિત રાગને જ રાગ કહ્યો છે, મિથ્યાત્વ વિના ચારિત્રમોહસંબંધી ઉદયના પરિણામને રાગ કહ્યો નથી;” ઠીક! “માટે સમ્યગ્દષ્ટિને જ્ઞાનવૈરાગ્યશક્તિ અવશ્ય હોય જ છે.” અવશ્ય હોય જ છે. આહાહા...! ધર્મની પહેલી સીઢી, સમ્યગ્દર્શન ધર્મની પહેલી સીઢી, સમ્યગ્દર્શન... આહાહા...! તેમાં સમ્યગ્દષ્ટિને જ્ઞાનવૈરાગ્ય શક્તિ અવશ્ય છે. પોતાના સ્વરૂપનું જ્ઞાન અને પુણ્ય-પાપના ભાવથી વૈરાગ્ય બને જરૂર છે. વૈરાગ્યની વ્યાખ્યા – સ્ત્રી, કુટુંબ છોડી દીધા, ધંધો છોડી દીધો એ વૈરાગ્ય નહિ. વૈરાગ્ય તો તેને કહે છે, પ્રભુ! “પુણ્યપાપ અધિકારમાં ગાથા આવી છે કે, શુભ-અશુભ ભાવથી વિરક્ત થવું, રક્ત છે તો વિરક્ત થવું અને સ્વરૂપની દૃષ્ટિમાં અસ્તિત્વનું જ્ઞાન થવું એ જ્ઞાન અને વૈરાગ્ય બે શક્તિ સમકિતીને હોય છે. આહાહા.! સમજાણું? વૈરાગ્ય એટલે કે આ સ્ત્રી, કુટુંબ છોડી દીધા, શરીરથી જાવજીવ બ્રહ્મચર્ય પાળ્યું તો એ વૈરાગ્ય (છે), એ વૈરાગ્ય નહિ. વૈરાગ્ય તો પરમાત્મા એને કહે છે, “પુણ્ય-પાપ અધિકારમાં આવી ગયું કે, શુભઅશુભ ભાવથી વિરક્ત. શુભ-અશુભ ભાવથી વિરક્ત અને સ્વભાવમાં રક્ત, તેને વૈરાગ્ય અને તેને જ્ઞાન કહેવામાં આવે છે. પંડિતજી! આહાહા...! આવી વાત છે, પ્રભુ! મુમુક્ષુ :- પહેલા બહારથી ઉદાસીન થાય પછી અંદરથી ઉદાસીન થાય. ઉત્તર :- અંદરથી ઉદાસીન છે એ ઉદાસીન છે. આહાહા.! આ માતા ન્હાતી હોય Page #131 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૩૭ ૧૧૭. અને એક ખાટલો આડો રાખ્યો હોય. પહેલા એવું હતું ને? અને માતા વસ્ત્ર વિના ઉભી થઈ ગઈ હોય અને એને દીકરો ઘરમાં આવી ગયો, નજર કરતો હશે? માતા નગ્ન ઉભી થઈ ગઈ અંદર. એને ખબર નહિ કે, બાળક આવશે. ત્યાં નજર કરતો હશે? અરે! માતા, જનેતા, જેના પેટમાં સવા નવ મહિના (રહ્યો). એ જનેતા ઉપર નજર કેવી? હેં? આહાહા...! એમ પોતાના સ્વભાવની રુચિ અને દૃષ્ટિથી રાગાદિ આવે છે એમાં મારા છે, એવી નજર કેવી? આહાહા...! આવો મારગ છે, ભાઈ! કઠણ લાગે પણ મારગ તો આ છે. આહા...! દુનિયાને સમજાવતા આવડે, ન આવડે એની સાથે કોઈ સંબંધ નથી. અગિયાર અંગના જ્ઞાન પણ અનંત વાર થયા, કરોડો શ્લોક કંઠસ્થ કરોડો નહિ અબજો, એનાથી શું? એ જ્ઞાયક સ્વભાવને સ્પર્શ કરીને જ્ઞાન થવું તેનું નામ જ્ઞાન અને તેની પ્રતીતિ (થવી), જ્ઞાનમાં જે પૂર્ણ પ્રભુ ભાસ્યો તેને જ્ઞાનમાં શેય બનાવીને પ્રતીતિ થઈ તે સમ્યગ્દર્શન. આહાહા...! અને તે સ્વરૂપમાં રમણતા, એ આનંદમાં રમણતા, રમવું એ ચારિત્ર છે. કોઈ પંચ મહાવ્રતના પરિણામ આદિ ચારિત્ર નથી. આહા.! આવી વાત છે. વીતરાગ પરમાત્મા ત્રિલોકનાથની આ દિવ્યધ્વનિ છે. આહાહા. દુનિયાને બેસે, ન બેસે સ્વતંત્ર છે. માર્ગ તો આવો છે. આહાહા...! કહે છે કે, સમકિતીને મિથ્યાત્વનો રાગ થતો નથી. “જ્ઞાનવૈરાગ્યશક્તિ અવશ્ય જ હોય છે. મિથ્યાત્વ સહિત રાગ સમ્યગ્દષ્ટિને હોતો નથી અને મિથ્યાત્વ સહિત રાગ હોય તે સમ્યગ્દષ્ટિ નથી.” આહા.! આહાહા...! ચાહે તો શુભ રાગ પંચ મહાવ્રતનો હોય પણ જો રાગનો પ્રેમ અને રુચિ હોય તો તે મિથ્યાદૃષ્ટિ છે. આહાહા.! મિથ્યાષ્ટિ દિગંબર જૈન સાધુ થઈને નવમી રૈવેયક ગયો, પોતાના આત્માના આનંદનો સ્વાદ નહિ લઈને ક્રિયાકાંડમાં મશગુલ (થયો), એટલી શુક્લ લેયા, શરીરના ખંડ ખંડ કરે તોય ક્રોધ ન કરે એટલી મિથ્યાત્વ ભાવમાં ક્ષમા પાળી) પણ એ કોઈ ધર્મ નથી. આહાહા.! શુક્લ લેગ્યાથી નવમી રૈવેયક અનંત વાર ગયો, તેને માટે આહાર, પાણી કંઈ પણ બનાવ્યા હોય, ખ્યાલ આવે તો ત્યે નહિ. તેને માટે ચોકા કર્યા હોય એ તો વાત જ નહિ. સમજાણું? પણ આ તો ચોકા બનાવ્યા હોય, ખ્યાલ આવી ગયો કે આ મારી માટે બનાવ્યું હશે? તો પ્રાણ જાય તોય, એની માટે બનાવ્યું છે એવો ખ્યાલ આવ્યો, શંકા પડે તો ત્યે નહિ. સમજાણું? એમ નવમી રૈવેયક જ્યારે દિગંબર સાધુ થઈને ગયો પણ આતમજ્ઞાન શું ચીજ છે એ તરફની દૃષ્ટિ નહિ. ક્રિયાકાંડની સાવધાનીમાં ત્યાં જિંદગી કાઢી. આહાહા.! અરે...! કોઈ છે શરણ? ચોરાશી લાખ અવતાર, રાગ દયા, દાનમાં કોઈ શરણ છે? શરણ તો પ્રભુ અંદર અનંત આનંદ, પૂર્ણાનંદનો નાથ પ્રભુ શરણ છે. તે જ માંગલિક છે, એ જ ઉત્તમ છે અને એ જ શરણ છે. અરિહંતને માંગલિક તો વ્યવહારથી કહેવામાં આવ્યા છે. આહાહા...! અરિહંતા શરણે, માંગલિકમાં આવે છે ને? એ તો વ્યવહાર છે. પોતાનો આત્મા વિકલ્પ નામ રાગથી રહિત નિર્વિકલ્પ પ્રભુઆત્મા એ જ પોતાને શરણ છે. તેનો Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ આશ્રય કરવો એ જ ધર્મ છે અને તે જ શરણ છે. બાકી ધૂળધાણી. કરોડો રૂપિયા હો, અબજો રૂપિયા હો, માટી–ધૂળ છે. આહા.! એ ધૂળ અજીવને પોતાની માને એ મિથ્યાદૃષ્ટિ છે. આહાહા...! અજીવને જીવ માને એ તો અજીવ છે. આહાહા...! અહીં કહે છે, સમ્યગ્દષ્ટિને... આહાહા...! મિથ્યાત્વ સહિત રાગ હોતો નથી અને મિથ્યાત્વ સહિત રાગ હોય તે સમ્યગ્દષ્ટિ નથી. આવા મિથ્યાદૃષ્ટિના અને સમ્યગ્દષ્ટિના ભાવોના) તફાવતને સમ્યગ્દષ્ટિ જ જાણે છે. આહાહા...! અજ્ઞાનીને તો બહારની પ્રવૃત્તિ દેખે, વ્રત ને તપ ને નગ્નપણું. આહાહા! સમ્યગ્દષ્ટિને ખબર પડે છે, તેને ખબર છે કે આ ક્રિયા, પ્રવૃત્તિ કરે છે પણ અંદર રાગને પોતાનો માને છે, આત્માનું જ્ઞાન નથી. સમજાણું? એ “તફાવતને સમ્યગ્દષ્ટિ જ જાણે છે.” છે ને? ( મિથ્યાષ્ટિના અને સમ્યગ્દષ્ટિના ભાવોના) તફાવતને.' તફાવત નામ આંતરો, બે વચ્ચેનો ફેર. શું ફેર છે? મિથ્યાદૃષ્ટિનો રાગનો પ્રેમ, સમ્યગ્દષ્ટિનો આત્માનો પ્રેમ, તેનો તફાવત સમ્યગ્દષ્ટિ જાણે છે. આહાહા...! આવી વાત છે. સંપ્રદાયને આકરું લાગે. આહાહા...! “મિથ્યાષ્ટિનો અધ્યાત્મશાસ્ત્રમાં પ્રથમ તો પ્રવેશ નથી.” છે? અધ્યાત્મશાસ્ત્ર, બાપુ! આ તો ત્રણલોકના નાથ તીર્થંકરદેવની દિવ્યધ્વનિ (છે). “ૐ કાર ધ્વનિ સુણી અર્થ ગણધર વિચારે ૐકાર ધ્વનિ સુણી મહાવિદેહમાં ભગવાન બિરાજે છે ત્યાં અત્યારે ૐકાર ધ્વનિ નીકળે છે. “ૐકાર ધ્વનિ સુણી, અર્થ ગણધર વિચારે, રચી આગમ ઉપદેશ ભવિક જીવા સંશય નિવારે આ બનારસીદાસ (નું લખેલું છે). “બનારસી વિલાસ' છે એમાં આ લખ્યું છે. “ૐકાર ધ્વનિ સુણી અર્થ ગણધર વિચારે, રચી આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે.” લાયક પ્રાણી છે તે મિથ્યાત્વનો નાશ કરી શકે છે. અજ્ઞાનીએ તો અનંતવાર સાંભળ્યું, મહાવિદેહમાં અનંતવાર જન્મ થયો, સમવસરણમાં અનંતવાર ગયો અને હીરાના થાળ, મણિરત્નના દીવડા અને કલ્પવૃક્ષના ફૂલથી સમવસરણમાં ભગવાનની અનંતવાર આરતી ઉતારી. (એથી) શું થયું? એ તો રાગ છે, એ તો વિકલ્પ છે. આહાહા...! સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિનો અંતર – તફાવત શું છે એ સમ્યગ્દષ્ટિ જાણે છે. આહાહા...! અજ્ઞાનીને તો ખબર નથી કે ધર્મ શું છે, અધર્મ શું છે? ઝીણી વાત છે, ભાઈ! મિથ્યાષ્ટિનો અધ્યાત્મશાસ્ત્રમાં પ્રથમ તો પ્રવેશ નથી અને જો પ્રવેશ કરે તો વિપરીત સમજે છે–વ્યવહારને સર્વથા છોડી ભ્રષ્ટ થાય છે... અધ્યાત્મશાસ્ત્ર વાંચે (એમાં) વ્યવહારને હેય કહ્યો છે. તો પોતાના નિશ્ચયના ભાન વિના વ્યવહારને છોડી અશુભમાં ચાલ્યો જાય છે. સમજાણું? વ્યવહારને છોડીને, સર્વથા છોડીને, હોં! “ભ્રષ્ટ થાય છે. અર્થાત્ અશુભ ભાવોમાં પ્રવર્તે છે. આહાહા...! “અથવા તો નિશ્ચયને સારી રીતે જાણ્યા વિના...” અધ્યાત્મમાં પોતાનું સ્વરૂપ શું કહ્યું છે? પોતાનું આનંદ સ્વરૂપ રાગથી ભિન્ન નિર્વિકલ્પ, આહાહા...! એ નિશ્ચયને સારી રીતે જાણ્યા વિના...' સારી રીતે એટલે? જેવું પૂર્ણાનંદ સ્વરૂપ છે એવો અનુભવ થયા વિના, અનુભવ કરીને જાણ્યા વિના. આહાહા.! “વ્યવહારથી જ મોક્ષ માને છે,...” Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૩૭ ૧૧૯ એ તો વ્યવહારથી મોક્ષ માને છે. છે ને? અંતર દૃષ્ટિ શું છે વસ્તુ એ તો જાણતા નથી અને આપણે તો વ્રત કરવા, તપ કરવા, અપવાસ કરવા, ભગવાનની ભક્તિ કરવી, હંમેશાં દર્શન (કરવા), દેવ-ગુરુ-શાસ્ત્રના દર્શન અને દાન આદિ આવે છે ને? સંયમ, છ આવશ્યક આવે છે ને? એ છ આવશ્યક તો શુભ ભાવ છે. એ તો સમ્યગ્દષ્ટિને હોય છે પણ જાણે છે કે આ તો દુઃખરૂપ છે. આહાહા...! મારી ચીજને લાભદાયક નથી. અશુભથી બચવા આવે છે. સમજાણું? આહાહા.! વ્યવહારથી જ મોક્ષ માને છે,...” જુઓ! દયા પાળવી, વ્રત કરવા, ભક્તિ કરવી, પૂજા કરવી, રથયાત્રા કાઢવી, ગજરથ કાઢવા, એમાં પાંચ-દસ લાખ રૂપિયા ખર્ચવા, એમાં શું છે? એ રાગની મંદતા હોય તો પુણ્ય છે. પુણ્યને પોતાનું માને છે તો મિથ્યાદૃષ્ટિ છે. આહાહા...! આવો આકરો માર્ગ છે. પરમાર્થ તત્ત્વમાં મૂઢ રહે છે. પરમાર્થ તત્ત્વ ભગવાન જ્ઞાયક સ્વરૂપ ચિદાનંદ પ્રભુ, એ પરમાર્થ તત્ત્વથી તો અજ્ઞાની મૂઢ રહે છે. અધ્યાત્મ શાસ્ત્ર વાંચીને પણ. આહાહા...! જો કોઈ વિરલ જીવ...' વિરલ જીવ યથાર્થ સ્યાદ્વાદન્યાયથી સત્યાર્થ સમજી જાય...” વિરલ જીવ સ્વરૂપની દૃષ્ટિ કરી, રાગ આવે છે તે વ્યવહાર છે, દુઃખરૂપ છે, નિશ્ચય તો મારી આનંદની અનુભવદશા એ નિશ્ચય છે. એમ કોઈ વિરલ જીવ.. આહાહા...! સ્યાદ્વાદન્યાયથી સત્યાર્થ સમજી જાય...” કે નિશ્ચય છે, જ્યાં સુધી પૂર્ણતા નથી ત્યાં સુધી વ્યવહાર પણ આવે છે, એ સ્યાદ્વાદ છે. આવે છે છતાં તે ધર્મ નથી. સમજાણું? નિશ્ચય સ્વરૂપ રાગથી, વિકલ્પની ક્રિયાથી તદ્દન ભિન્ન (છે) એવું ભાન થઈને રાગ આવે છે પણ એ રાગ પોતાનું સ્વરૂપ નથી, મને લાભદાયક નથી. એમ જ્ઞાની માને છે. આહાહા...! છે? સ્યાદ્વાદન્યાયથી...” એમ. નિશ્ચયપૂર્વક વ્યવહાર થાય છે પણ એ વ્યવહાર બંધનું કારણ છે એમ ન્યાય જાણીને તેને થાય છે. આહાહા...! વ્યવહાર આવે છે તો તેનાથી ધર્મનો લાભ થશે એમ માનતો નથી. તેને અવશ્ય સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. કોઈ વિરલ જીવ યથાર્થ સ્વરૂપની દૃષ્ટિ કરી, રાગને વ્યવહાર માનીને હેય માને છે અને સ્વરૂપની દૃષ્ટિ વિના વ્યવહારને છોડી અશુભમાં ચાલ્યો જાય તે પણ અજ્ઞાની છે અને વ્યવહારથી મને ધર્મ થશે, નિશ્ચયની દૃષ્ટિ વિના, તે પણ મિથ્યાદૃષ્ટિ છે. આહાહા...! સમજાણું? તે અવશ્ય સમ્યગ્દષ્ટિ બની જાય છે.” એ ૨૦૦ ગાથાનો ભાવાર્થ (થયો). ૨૦૦ ગાથાનો સાર આ છે. સ્વર્ગમાં જવાને યોગ્ય પરિણામના પણ હજુ જેને ઠેકાણાં નથી, મનુષ્યમાં જવાને યોગ્ય પરિણામના પણ જેને ઠેકાણા નથી અને ધર્મ પામવાને યોગ્ય પરિણામના તેને ઠેકાણાં હોય તેમ બને નહિ. આત્મધર્મ અંક-૧, જાન્યુઆરી–૨૦૦૮) Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ कता (( था-२०१-२०२) कथं रागी न भवति सम्यग्दष्टिरिति चेत . परमाणुमित्तयं पि हु रागादीणं तु विज्जदे जस्स। ण वि सो जाणदि अप्पाणयं तु सव्वागमधरो वि।।२०१।। अप्पाणमयाणंतो अणप्पयं चावि सो अयाणंतो। कह होदि सम्मदिट्ठी जीवाजीवे अयाणंतो।।२०२।। परमाणुमात्रमपि खलु रागादीनां तु विद्यते यस्य। नापि स जानात्यात्मानं तु सर्वागमधरोऽपि।।२०१।। आत्मानमजानन् अनात्मानं चापि सोऽजानन् । कथं भवति सम्यग्दृष्टिर्जीवाजीवावजानन् ।।२०२।। यस्य रागादीनामज्ञानमयानां भावानां लेशस्यापि सद्भावोऽस्ति स श्रुतकेवलिकल्पोऽपिज्ञानमयस्य भावस्याभावादात्मानं न जानाति। यस्त्वात्मानं न जानाति सोऽनात्मानमपि न जानाति, स्वरूपपररूपसत्तासत्ताभ्यामेकस्य वस्तुनो निश्चीयमानत्वात् । ततो य आत्मानात्मानौ न जानाति स जीवाजीवौ न जानाति । यस्तु जीवाजीवौ न जानाति स सम्यग्दृष्टिरेव न भवति। ततो रागी ज्ञानाभावान्न भवति सम्यग्दृष्टिः। હવે પૂછે છે કે રાગી (જીવ) કેમ સમ્યગ્દષ્ટિ ન હોય ? તેનો ઉત્તર કહે છે - અણુમાત્ર પણ રાગાદિનો સભાવ વર્તે જેહને, તે સર્વઆગમધર ભલે પણ જાણતો નહિ આત્મને; ૨૦૧. નહિ જાણતો જ્યાં આત્મને જ, અનાત્મ પણ નહિ જાણતો, તે કેમ હોય સુદૃષ્ટિ જે જીવ-અજીવને નહિ જાણતો ? ૨૦૨. Puथार्थ :- [ खलु ] ॥२५२ [ यस्य ] 9वने. [ रागादीनां तु परमाणुमात्रम् अपि] ५२॥शुभत्र-देशमात्र-19 Augs [ विद्यते ] वर्ते छ [ सः ] . ®. [ सर्वागमधरः अपि ] मवे. सर्व भागमा मातो. डोय. तोप [ आत्मानं तु] आत्माने [ न अपि जानाति] नथी. neutl; [ च ] मने. [ आत्मानम् ] आत्माने. [ अजानन् ] न3 dो. [ सः ] . [ अनात्मानं अपि ] सनात्माने. (५२) ५४॥ [ अजानन् ] नथी. all; Page #135 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૦૧-૨૦૨ ૧૨૧ [ નીવાનીવો ] એ રીતે જે જીવ અને અજીવને [ અજ્ઞાનન્ ] નથી જાણતો તે [ સભ્યસૃષ્ટિ: ] સમ્યગ્દષ્ટિ [થં મતિ ] કેમ હોઈ શકે ? ટીકા :- જેને રાગાદિ અજ્ઞાનમય ભાવોના લેશમાત્રનો પણ સદ્ભાવ છે તે ભલે શ્રુતકેવળી જેવો હો તોપણ જ્ઞાનમય ભાવના અભાવને લીધે આત્માને નથી જાણતો; અને જે આત્માને નથી જાણતો તે અનાત્માને પણ નથી જાણતો કારણ કે સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તાએ બન્ને વડે એક વસ્તુનો નિશ્ચય થાય છે; (જેને અનાત્માનો-રાગનો-નિશ્ચય થયો હોય તેને અનાત્મા અને આત્મા-બન્નેનો નિશ્ચય હોવો જોઈએ.) એ રીતે જે આત્મા અને અનાત્માને નથી જાણતો તે જીવ અને અજીવને નથી જાણતો; અને જે જીવ-અજીવને નથી જાણતો તે સમ્યગ્દષ્ટિ જ નથી. માટે રાગી (જીવ) જ્ઞાનના અભાવને લીધે સમ્યગ્દષ્ટિ હોતો નથી. ભાવાર્થ :- અહીં રાગ' શબ્દથી અજ્ઞાનમય રાગદ્વેષમોહ કહેવામાં આવ્યા છે. ત્યાં ‘અજ્ઞાનમય’ કહેવાથી મિથ્યાત્વ-અનંતાનુબંધીથી થયેલા રાગાદિક સમજવા, મિથ્યાત્વ વિના ચારિત્રમોહના ઉદયનો રાગ ન લેવો; કારણ કે અવિરતસમ્યગ્દષ્ટિ વગેરેને ચારિત્રમોહના ઉદય સંબંધી રાગ છે તે જ્ઞાનસહિત છે; તે રાગને સમ્યગ્દષ્ટિ કર્મોદયથી થયેલો રોગ જાણે છે અને તેને મટાડવા જ ઈચ્છે છે; તે રાગ પ્રત્યે તેને રાગ નથી. વળી સમ્યગ્દષ્ટિને રાગનો લેશમાત્ર સદ્ભાવ નથી એમ કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે છે ઃ- સમ્યગ્દષ્ટિને અશુભ રાગ તો અત્યંત ગૌણ છે અને જે શુભ રાગ થાય છે તેને તે જરાય ભલો (સારો) સમજતો નથી-તેના પ્રત્યે લેશમાત્ર રાગ કરતો નથી. વળી નિશ્ચયથી તો તેને રાગનું સ્વામિત્વ જ નથી. માટે તેને લેશમાત્ર રાગ નથી. જો કોઈ જીવ રાગને ભલો જાણી તેના પ્રત્યે લેશમાત્ર રાગ કરે તો-ભલે તે સર્વ શાસ્ત્રો ભણી ચૂક્યો હોય, મુનિ હોય, વ્યવહારચારિત્ર પણ પાળતો હોય તોપણ-એમ સમજવું કે તેણે પોતાના આત્માનું પરમાર્થસ્વરૂપ નથી જાણ્યું, કર્મોદયજનિત રાગને જ સાચે માન્યો છે અને તેનાથી જ પોતાનો મોક્ષ માન્યો છે. આ રીતે પોતાના અને પરના ૫રમાર્થ સ્વરૂપને નહિ જાણતો હોવાથી જીવ-અજીવના પરમાર્થ સ્વરૂપને જાણતો નથી. અને જ્યાં જીવ અને અજીવ-બે પદાર્થોને જ જાણતો નથી ત્યાં સમ્યગ્દષ્ટિ કેવો ? માટે રાગી જીવ સમ્યગ્દષ્ટિ હોઈ શકે નહિ. ગાથા-૨૦૧--૨૦૨ ઉપ૨ પ્રવચન હવે પૂછે છે કે રાગી (જીવ) કેમ સમ્યગ્દષ્ટિ ન હોય?” અંદર ‘અમૃતચંદ્રાચાર્ય'નો પ્રશ્ન છે. ચં રાની 7 મતિ સભ્યસૃષ્ટિરિતિ માથે સંસ્કૃત છે. મહારાજ! સમ્યગ્દષ્ટિ રાગી નહિ? એ કેમ છે? આહા..! Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ प्परमाणुमित्तयं पि हु रागादीणं तु विज्जदे जस्स। ण वि सो जाणदि अप्पाणयं तु सव्वागमधरो वि।।२०१।। अप्पाणमयाणंतो अणप्पयं चावि सो अयाणंतो। कह होदि सम्मदिट्टी जीवाजीवे अयाणंतो।।२०२।। અણુમાત્ર પણ રાગાદિનો સભાવ વર્તે જેહને, તે સર્વઆગમધર ભલે પણ જાણતો નહિ આત્મને; ૨૦૧. નહિ જાણતો જ્યાં આત્મને જ, અનાત્મ પણ નહિ જાણતો. તે કેમ હોય સુદૃષ્ટિ જે જીવ-અજીવને નહિ જાણતો ? ૨૦૨. બે ગાથા છે. ટીકા :- જેને રાગાદિ અજ્ઞાનમય ભાવોના લેશમાત્રનો પણ સદ્ભાવ છે... આહાહા.! સદ્દભાવનો અર્થ રાગનો અંશ છે તેનાથી લાભ થશે એમ. “અજ્ઞાનમય ભાવોના લેશમાત્રનો...” કહ્યું ને? આમ તો જ્ઞાનીને તો રાગ થાય છે, દસમાં ગુણસ્થાન સુધી તેને રાગ થાય છે. લોભનો રાગ દસમે (છે), છ કર્મ પણ બંધાય છે. દસમે ગુણસ્થાને છ કર્મ બંધાય છે. સમ્યગ્દષ્ટિને પણ સાત, આઠ કર્મ બંધાય છે. રાગ છે પણ અજ્ઞાનમય રાગ નથી. આહાહા.! ગુણ-ગુણીના ભેદરૂપ જે વિકલ્પ, રાગ થાય છે એ રાગનો પણ જેને પ્રેમ છે અને એ રાગની પણ જેને રુચિ છે અને રાગમાં જેને રસ છે. આહાહા...! “તે ભલે શ્રુતકેવળી જેવો હો...... આહાહા...! “સર્વ આગમધર' એમ શબ્દ લીધો છે ને? સર્વ આગમ કંઠસ્થ કર્યા હોય, અબજો શ્લોકોનું જ્ઞાન થયું હોય, તેથી શું? જેને રાગાદિ અજ્ઞાનમય ભાવોના લેશમાત્રનો પણ સભાવ છે...” અર્થાત્ રાગના અંશને પોતાનો માનતો હોય, એ ભલે બધા આગમ ભણ્યો હોય, આહાહા.! “શ્રુતકેવળી જેવો હો.” શ્રુતકેવળી તો નહિ પણ શ્રુતકેવળી જેવો. સાચા શ્રુતકેવળી તો સમ્યગ્દષ્ટિ હોય છે તે હોય છે. આહાહા.! અબજો શ્લોકો કંઠસ્થ આહાહા.! પણ રાગના કણને પોતાનો માની રાગથી ભિન્ન સ્વરૂપનો અનાદર કરી, મિથ્યાદૃષ્ટિ રહે છે. રાગના કણનો જેને આદર છે તેને પૂર્ણાનંદના નાથનો અનાદર છે. આહાહા...! રાગ આવે છે, રાગ હોય છે પણ રાગનો આદર ભાવ જેને છે તેને આત્મા હેય છે. પરમાત્મપ્રકાશમાં કહ્યું છે કે, જેને રાગના અંશનો પણ આદર છે તેને ભગવાન આત્મા હેય છે. પરમાત્મપ્રકાશમાં લખ્યું છે. આહાહા! અને જેને ભગવાન આત્મા ઉપાદેય છે તેને રાગમાત્ર, જે ભાવે તીર્થકરગોત્ર બંધાય તે ભાવ પણ અપરાધ છે, અપરાધ છે. આહાહા...! પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં આવ્યું છે. જે ભાવે તીર્થકરગોત્ર બંધાય તે ભાવ અપરાધ છે, એમ આવ્યું છે. અને પરની દયા પાળવાનો ભાવ, રાગ આવ્યો એ પણ અપરાધ છે. આહાહા.! આવું આકરું કામ બહુ આ તો ભગવાનનો વીતરાગનો માર્ગ છે. આહાહા...! Page #137 -------------------------------------------------------------------------- ________________ ગાથા૨૦૧-૨૦૨ ૧૨૩ કહે છે, “ભલે શ્રુતકેવળી જેવો હો...” શ્રુતકેવળી જેવો. શ્રુતકેવળી તો સમ્યગ્દષ્ટિ હોય છે એ ભાવશ્રુતકેવળી અને તેનું શાસ્ત્રનું બાર અંગનું વિશેષ જ્ઞાન હોય તો શ્રુતકેવળી છે. અહીં તો શ્રુતકેવળી જેવો. સર્વ આગમધર, પાઠ છે ને? સર્વ આગમ જાણે છે. આહાહા...! રાગાદિ અજ્ઞાનમય ભાવોના લેશમાત્રનો પણ સદ્ભાવ.” આ રોગ લાભદાયક છે, એમ. લેશમાત્ર રાગ કહ્યું છે તો રાગ તો સમકિતીને ત્રણ કષાયનો રાગ છે. પણ રાગને પોતાનો માને છે એવો લેશમાત્ર પણ ભાવ હો. અજ્ઞાનમય કહ્યું ને? આહાહા...! “અજ્ઞાનમય ભાવોના લેશમાત્રનો પણ સદ્ભાવ છે.” “રાગાદિ અજ્ઞાનમય ભાવોના લેશમાત્રનો પણ સદ્ભાવ.” આહા...! તે ભલે શ્રુતકેવળી જેવો હો તોપણ જ્ઞાનમય ભાવના અભાવને લીધે... આહાહા...! શુભ રાગના અંશમાત્રને આદરણીય માને છે અજ્ઞાનમય રાગ ભાવ છે. એ શ્રુતકેવળી જેવો હો તોપણ તે “જ્ઞાનમય ભાવના અભાવને લીધે તેને રાગથી ભિન્ન ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ, તેના જ્ઞાનનો અભાવ છે. જ્ઞાનીના જ્ઞાનનો અભાવ છે. “જ્ઞાની” શબ્દ આત્મા. આહાહા...! ચિદાનંદ પ્રભુ ત્રિકાળ શાશ્વત ટંકોત્કીર્ણ જ્ઞાનપિંડ પ્રભુ. આત્મા તો શાશ્વત જ્ઞાનપિંડ છે. આહાહા.! ટંકોત્કીર્ણ કહ્યું ને? ટંકોત્કીર્ણ કહો કે શાશ્વત કહો. આહાહા.! શાશ્વત વસ્તુ અંદર પૂર્ણાનંદ પ્રભુ પડી છે. તેનો જેને અનાદર છે અને લેશમાત્ર રાગ છે તેનો આદર છે તે “જ્ઞાનમય ભાવના અભાવે લીધે આત્માને નથી જાણતો;” રાગનો એક અંશ પણ છે તેની જેને રુચિ છે, આદર છે તો ભલે તેનું શ્રુતકેવળી જેવું જાણપણું હોય છતાં તે અજ્ઞાની છે, આત્માને નથી જાણતો. કેમકે આત્મા રાગરહિત છે તેનું જ્ઞાન નથી. આહાહા...! આકરું કામ બહુ. અત્યારે તો ધમાલ... ધમાલ... આ કરો ને આ કરો ને આ કરો ને આ કરો... “સોગાની' તો કહે છે કે, જ્યાં કરવું છે ત્યાં મરવું છે. દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ” મળ્યું છે? દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ” “સોગાની'નું? મળ્યું છે? નથી મળ્યું. આ બેનના વચનામૃત મળ્યા? દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ' નથી મળ્યું. “સોગાની'નું બનાવ્યું છે. દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ” છે, બપોરે આવીને લઈ જજો. એમાં “સોગાનીએ લખ્યું છે કે, હું કંઈક કરું એવો કરવાનો ભાવ એ સ્વરૂપનું મરવું છે. સમજાણું? “કરે કર્મ સો હી કરતારા, જો જાને સો જાનમહારા, જાણે સો કર્તા નહિ હોઈ, કર્તા સો જાને નહીં કોઈ બનારસીદાસ છે તો “અમૃતચંદ્રાચાર્યનું, “અમૃતચંદ્રાચાર્યના કળશ છે તેનું તેમણે “સમયસાર નાટકમાં હિન્દી બનાવ્યું છે. બકરે કર્મ સો હી કરતારા' રાગનો વિકલ્પ છે તેને કરે તે કર્તા છે, અજ્ઞાની છે. જો જાને સો જાનહારા જ્ઞાની તો જાણે છે કે, રાગ છે. પણ જાણે છે. મારો નથી. મને લાભ નથી, મારામાં નથી, તેમાં હું નથી. આહાહા.! “કરે કર્મ નો હી કરતારા, જો જાને સો જાનહારા, કર્તા સો જાને નહીં કોઈ હું રાગનો કર્તા, રચનાર છું એમ માને તે આત્માને જાણતો નથી. જાને તો કર્તા નહીં હોઈ આહાહા...! આત્મા જ્ઞાનસ્વરૂપ ભગવાન ચૈતન્યમૂર્તિ, તેનું જેને જ્ઞાન થયું Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ તે રાગનો કર્તા થતો નથી. આહાહા...! એ અહીંયાં કહે છે, “જ્ઞાનમય ભાવના અભાવને લીધે આત્માને નથી જાણતો; અને જે આત્માને નથી જાણતો તે અનાત્માને પણ નથી જાણતો...” રાગ અનાત્મા છે. આહાહા...! પંચ મહાવ્રતના પરિણામ એ અનાત્મા છે. જેને આત્માનું જ્ઞાન નથી તેને અનાત્માનું જ્ઞાન નથી. બેયનું જ્ઞાન નથી. આહાહા...! છે? “કારણ કે સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા...” આહાહા...! જુઓ! હવે જરી ઝીણી વાત છે. વિશેષ આવશે... (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ ! પ્રવચન નં. ર૭૯ ગાથા૨૦૧, ૨૦૨ શુક્રવાર, અષાઢ વદ ૧૨, તા. ૨0૭-૧૯૭૯ સમયસાર' નિર્જરા અધિકાર', ૨૦૧ ને ૨૦૨ (ગાથાની) ટીકા. જેને રાગાદિ અજ્ઞાનમય ભાવોના લેશમાત્રનો પણ સદ્દભાવ છે.” શું કહે છે? જે પ્રાણીને રાગનો અંશ છે એ અજ્ઞાન છે કેમકે તેમાં જ્ઞાન નથી. ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા જ્ઞાનમય સ્વભાવ છે તેનાથી રાગ ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિનો હો પણ એ અજ્ઞાન છે. અજ્ઞાનનો અર્થ : મિથ્યાત્વ સહિત, તેમાં જ્ઞાનનો ભાવ નથી. જ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા એ જ્ઞાનમય ભાવ હોવો જોઈએ, તેનાથી વિરૂદ્ધ (ભાવ). ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિનો વિકલ્પ રાગ હો પણ એ અજ્ઞાન (છે). અજ્ઞાનનો અર્થ : મિથ્યાત્વ સહિત, પોતાનું સ્વરૂપ જે જ્ઞાન છે તે જ્ઞાનનો રાગમાં અભાવ છે. આહાહા.! સમજાણું કાંઈ? - જેને.... રાગ-દ્વેષ, વાસના વગેરે “અજ્ઞાનમય ભાવોના...” મિથ્યાત્વ સહિત મિથ્યા એટલે સ્વરૂપના જ્ઞાનનું ભાન નથી અને રાગ છે તે ભલો છે, એ રાગ દયા, દાન, વ્રતનો વિકલ્પ આવ્યો એ ભલો છે, એમ માનવું એ મિથ્યાત્વ સહિત અજ્ઞાનમય ભાવ છે. ઝીણી વાત છે, ભાઈ! આહા...! છે? રાગાદિ (એટલે) રતિ, અરતિ, શોક વગેરેના જે શુભ-અશુભ વિકલ્પ છે તે અજ્ઞાનમય છે. અજ્ઞાનવાળો છે એમ નહિ, અજ્ઞાનમય છે. તેમાં આત્મા જ્ઞાનસ્વરૂપ પ્રભુ જ્ઞાનમયનો તેમાં અભાવ હોવાથી મિથ્યાત્વ સહિત અજ્ઞાન એટલે તેમાં જ્ઞાન નથી, એમ અજ્ઞાનમય કહેવામાં આવ્યું છે. આહાહા.! આવી વાત છે. અજ્ઞાનમય ભાવોના લેશમાત્ર પણ...” એક અંશ પણ રાગ હો પણ એને પોતાનો માનવો અને રાગને પોતાનો માનવાથી મિથ્યાત્વ થાય છે અને મિથ્યાત્વને કારણે એ રાગમાં જ્ઞાનસ્વભાવનો અભાવ છે. આહાહા..! એ “લેશમાત્ર પણ...' રાગ અજ્ઞાન છે, મિથ્યાત્વ સહિત રાગ છે એ રાગને ભલો માન્યો તો એણે આત્માનો અનાદર કર્યો. રાગનો અંશ સારો છે, શુભરાગને પણ સારો માને છે તે ભગવાન જ્ઞાનમય ચીજ છે તેનો તે અનાદર કરે છે. રાગનો અંશ જે અજ્ઞાન અથવા જ્ઞાનનો અભાવ છે તેનો આદર કરનાર જ્ઞાનમય Page #139 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૦૧-૨૦૨ ૧૨૫ આત્માનો અનાદર નામ હેય કરે છે. જે હેય છે તેને ઉપાદેય કરે છે તો જે ઉપાદેય છે તેને હેય કરે છે. આહાહા..! આવી સૂક્ષ્મ વાત છે, ભાઈ! ભલે શ્રુતકેવળી જેવો હો....' ભલે અગિયાર અંગ ભણ્યો હોય, અબજો શ્લોક કંઠસ્થ કર્યાં હોય, અબજો શું એક આચારંગમાં અઢાર હજાર પદ છે, એક પદમાં એકાવન કરોડ ઝાઝેરા શ્લોક છે, એમ ડબલ. ‘સૂયગડાંગ’થી ડબલ ‘ઠાણાંગ’. અગિયારનું બધું જ્ઞાન હોય પણ એ કંઈ જ્ઞાન નથી. કેમકે એ પરલક્ષીજ્ઞાનમાં રાગ ઉત્પન્ન થાય છે. આહાહા..! અને એ રાગ છે તે જ્ઞાનમય પ્રભુ, ચૈતન્ય જ્ઞાનમય જે આત્મા છે, એ જ્ઞાનમયનો રાગના અંશમાં અભાવ છે. એ કારણે મિથ્યાત્વ સહિતનો અજ્ઞાનમય રાગ અહીંયાં ગણવામાં આવ્યો છે. આહાહા..! ચાહે તો નવમી ત્રૈવેયક ગયો. મુનિવ્રત ધાર અનંત બૈર ત્રૈવેયક ઉપજાયો’ ‘છ ઢાળા’માં આવે છે. મુનિવ્રત ધાર અનંત બૈર ત્રૈવેયક ઉપજાયો, આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો’ તેનો શું અર્થ થયો? પંચ મહાવ્રતાદિ, પાંચ સમિતિ, ગુપ્તિનો વ્યવહારભાવ એ દુઃખરૂપ છે, આસ્રવ છે. આહાહા..! મુનિવ્રત ધાર અનંત બૈર ત્રૈવેયક ઉપજાયો, પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો’ રાગથી ભિન્ન મારી ચીજ છે, એ રાગ તો નુકસાનકારક બંધનું કારણ, ઝેર છે, મારી ચીજ અમૃતથી ભરેલી છે. આહા..! હું ચિદાનંદ, અમૃતનું પૂર મારી ચીજ છે. આહાહા..! આવી દૃષ્ટિ થયા વિના રાગના કણને પણ પોતાનો માને છે, ભલે એ શ્રુતકેવળી હો. શ્રુતકેવળી હોય એમ નથી કહ્યું. શ્રુતકેવળી જેવો હો...' (એમ કહ્યું છે). શ્રુતકેવળી તો સમ્યગ્દષ્ટિ હોય છે. અહીંયાં તો એમ કહ્યું છે કે, શ્રુતકેવળી જેવો હો...’ છે ને? ‘ભલે શ્રુતકેવળી જેવો હો...’ ઘણા શાસ્ત્ર ભણ્યો હોય. લોકોને સમજાવે, લાખો માણસ ભેગા થાય, તેમાં શું થયું? આહાહા..! અંદરમાં રાગના વિકલ્પનો નાનામાં નાનો કણ (હોય) મિથ્યાશ્રદ્ધા સહિતનો રાગ, તેને અહીંયાં અજ્ઞાનમય કહેવામાં આવ્યો છે. આહાહા..! સમ્યગ્દષ્ટિને રાગ થાય છે પણ એ રાગને પોતાના જ્ઞાનમય (સ્વરૂપ સાથે) એકત્વપણે માનતો નથી. એ રાગને હેય જાણીને, પરશેય તરીકે તેને જાણે છે. પોતાનું જે શેય છે એ તો ચૈતન્ય જ્ઞાનાનંદમય સ્વશેય છે. તેનાથી રાગ છે તે ૫૨શેય, ૫૨શેય પરદ્રવ્ય છે. આહાહા..! તેનાથી લાભ (માને), વ્યવહા૨ રત્નત્રયથી પોતામાં લાભ માને એ તો નહિ, પણ એ રાગ છે તે અજ્ઞાનમય ભાવ મારી ચીજ નથી. મારી ચીજમાં એ ચીજ નથી અને એ ચીજમાં હું નથી. આહાહા..! એવી સૂક્ષ્મ વાત છે, ભાઈ! વીતરાગ માર્ગ પરમેશ્વર ત્રિલોકનાથ સર્વજ્ઞદેવે જે જોયું અને જેવું છે તેવું કહ્યું. તેમનો કોઈ પક્ષ, પંથ નથી. વીતરાગ સર્વજ્ઞદેવનો કોઈ પક્ષ, પંથ નથી. એ તો વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુનું સ્વરૂપ જ આ છે. આહાહા..! એ અહીંયાં કહે છે, ‘શ્રુતકેવળી જેવો હો તોપણ...' શબ્દ શું પડ્યો છે? જુઓ! પહેલા Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ અજ્ઞાનમય ભાવ કહ્યું છે અને આમાં જ્ઞાનમય ભાવ સામસામે લીધું છે. રાગ વિકલ્પ જે શુભ રાગાદિ છે, એ અજ્ઞાન, મિથ્યાત્વ સહિત, રાગ મારી ચીજ છે અને રાગથી મને લાભ થશે તો એ રાગ મિથ્યાત્વ સહિત રાગ અજ્ઞાનમય ગણવામાં આવ્યો છે. આહા.! આવી વાત છે, પ્રભુ! સૂક્ષ્મ વાત છે, ભાઈ! આહાહા...! ભગવાન અંદર “જ્ઞાનમય ભાવ.' તેની સામે લીધું. પેલો અજ્ઞાનમય ભાવ છે, તો પ્રભુ “જ્ઞાનમય ભાવના અભાવને લીધે..' જ્ઞાનમય જે પ્રભુ ચૈતન્ય સ્વરૂપ છે તેના જ્ઞાનનું જ્ઞાન, જ્ઞાનીનું જ્ઞાન. જ્ઞાની શબ્દ આત્મા. પૂર્ણાનંદનો નાથ પ્રભુ, એ આત્મા ધર્મી, તેનો પર્યાયમાં જે ધર્મ – સમ્યગ્દર્શન, એ સમ્યગ્દષ્ટિને રાગ થાય છે તે રાગને પોતાનો જાણતો નથી. પર જાણીને તેને દૃષ્ટિમાંથી છોડી ધે છે. આહાહા...! જ્ઞાનમય ભાવ.” એમાં એ રાગાદિ શબ્દ લીધો, એટલું. પણ એ અજ્ઞાનમય ભાવ મિથ્યાત્વ સહિત હતો અને આ જ્ઞાનમય ભાવ. એકલો ચૈતન્ય સ્વરૂપ ભગવાન, એ જ્ઞાનમય ભાવ, જ્ઞાનનું જ્ઞાન, જ્ઞાનીનું જ્ઞાન, વસ્તુનું જ્ઞાન એ “જ્ઞાનમય ભાવના અભાવને લીધે....” એ આત્માના સ્વભાવના જ્ઞાનના અભાવને કારણે “આત્માને નથી જાણતો;” આહાહા...! ભગવાનઆત્મા અંદર રાગના વિકલ્પથી નિર્વિકલ્પ અખંડાનંદ પ્રભુ, સુખના સાગરના જળથી ભર્યો પડ્યો છે. ભગવાન આત્મા સુખસાગરના જળથી ભર્યો પડ્યો છે. આહાહા...! તેનો અનાદર કરી રાગના કણને, અજ્ઞાનમયને પોતાનો માને છે એ શ્રુતકેવળી જેવો હો તોપણ (જ્ઞાનમય ભાવના) “અભાવને લીધે આત્માને નથી જાણતો;” “જ્ઞાનમય ભાવના અભાવને લીધે આત્માને નથી જાણતો.' તેનો અર્થ શું થયો? કે, આત્મા તો જ્ઞાનમય ભાવ છે. આહાહા.! જાનન... જાનન... જાનન સ્વભાવ. ભગવાન આત્મા જાનન સ્વભાવ, જ્ઞાન – અતીન્દ્રિય જ્ઞાનનો પિંડ છે. આહાહા...! અને એવા અનંત અનંત ગુણ, બધા અતીન્દ્રિય અનંત અનંત ગુણ. આકાશના પ્રદેશ અમાપ, માપ નહિ. આકાશનો અંત આવ્યો (એમ છે નહિ). આકાશનો ક્યાં અંત આવ્યો? એનો અંત નહિ તેના પણ પ્રદેશ છે, અનંત – અંત નહિ, તેના જે અનંત પ્રદેશ છે તેનાથી અનંતગુણા આત્મામાં ગુણ છે. આહાહા...! એ બધા જ્ઞાનમય, આનંદમય છે, એમાં કોઈ રાગમય ગુણ નથી. અનંતા અનંતા અનંતા અનંતા અનંતા અનંતા અનંતને અનંતવાર ગુણી નાખો તો પણ છેલ્લો અનંત આવતો નથી. આહાહા.! છેલ્લો અનંત આવતો નથી તો અનંતનો છેલ્લો એક એ તો આવતો જ નથી. આહાહા.! એવો ભગવાન જ્ઞાનમય પ્રભુ, લેશમાત્ર રાગને પોતાનો માની અજ્ઞાનમયમાં રોકાય છે તે ભગવાન જ્ઞાનમયને બિલકુલ જાણતો નથી. આહાહા...! શાસ્ત્રજ્ઞાન હો એ શાસ્ત્રજ્ઞાન પણ પરણેય છે. શાસ્ત્રજ્ઞાન પણ પરશેય છે. પરણેયમાં નિષ્ઠ છે એ સ્વર્શયમાં નિષ્ઠ નથી. આહાહા...! સમજાણું? એ પરશેય છે. આહાહા...! પોતાના જ્ઞાનનું જ્ઞાન ન થયું અને માત્ર શાસ્ત્રજ્ઞાનમાં રોકાઈ ગયો. આહાહા.! તો એ પરણેયમાં નિષ્ઠ નામ લીન છે. સ્વદ્રવ્યમાંથી છૂટી ગયો છે. આહાહા.! આવો પ્રભુનો માર્ગ છે, ભાઈ! આહાહા.! Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ગાથા૨૦૧-૨૦૨ એ કહે છે, એ “જ્ઞાનમય ભાવના અભાવને લીધે આત્માને નથી જાણતો...” ભગવાન આત્મા ચિદાનંદ પ્રભુ, રાગના અંશને પણ પોતાનો માનનાર શ્રુતકેવળી જેવો હો તોપણ આત્માને જાણતો નથી. આહાહા...! નિર્જરા અધિકાર છે. અને જે આત્માને નથી જાણતો...” ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી જાણન-દેખન અને અતીન્દ્રિય આનંદ પ્રભુ, એવા આત્માને જેણે ન જાણ્યો “તે અનાત્માને પણ નથી જાણતો.” અનાત્મા રાગ છે તેને પણ જાણતો નથી. આત્મા આનંદમય પ્રભુ છે. આહાહા...! સચ્ચિદાનંદ પ્રભુ આત્મા, સત્ નામ શાશ્વત, ચિમય અને આનંદમય પ્રભુ છે તેનું જેને જ્ઞાન નથી, આત્માનું જ્ઞાન નથી તો તેને અનાત્મા – રાગ, તેનું પણ જ્ઞાન નથી. આહાહા.! સૂક્ષ્મ છે, પ્રભુ અનંતકાળથી ચોરાશી લાખ યોનિમાં અનંત અવતાર થયા. દિગંબર મુનિ અનંતવાર થયો પણ એ રાગની ક્રિયા કરીને થયો. આહા..! પંચ મહાવ્રતાદિ, સમિતિ, ગુપ્તિ પાળ્યા) પણ “મુનિવ્રત ધાર અનંત બૈર રૈવેયક ઉપજાયો, પણ આતમજ્ઞાન...” રાગથી ભિન્ન મારી ચીજ છે એવા અનુભવ વિના. આહાહા...! લેશ સુખ ન પાયો’ એ મહાવ્રતના પરિણામ અને સમિતિ, ગુપ્તિ વ્યવહારના પરિણામ દુઃખરૂપ છે, રાગ છે તો ‘લેશ સુખ ન પાયો' આહાહા...! આવી ચીજ છે. જગતને કઠણ પડે. માર્ગ તો આવો છે, ભાઈ! અનંત તીર્થકરો (આમ ફરમાવે છે). મહાવિદેહમાં ભગવાન બિરાજે છે ત્યાંથી આ વાણી આવી છે. કુંદકુંદાચાર્ય સંવત ૪૯માં ત્યાં ગયા હતા. બે હજાર વર્ષ પહેલા. આઠ દિવસ ત્યાં રહ્યા હતા અને ભગવાનને આઠ દિવસ સાંભળ્યા, કેટલીક શંકાનું સમાધાન શ્રુતકેવળી મુનિ પાસે કર્યું. શ્રુતકેવળી મુનિ હતા. ત્યાંથી આવી આ શાસ્ત્ર બનાવ્યા છે. આ..હા...! એની ટીકા કરનાર જાણે ભગવાન પાસે ગયા હોય એવી ટીકા બનાવી છે. એ “અમૃતચંદ્રાચાર્ય. આ કુંદકુંદાચાર્યના શ્લોક, અમૃતચંદ્રાચાર્યની ટીકા. આહાહા...! કહે છે, આત્માને નથી જાણતો. ભગવાન જ્ઞાતા-દષ્ટા, એ જ્ઞાનનો પૂંજ છે, અતીન્દ્રિય સુખસાગરના જળથી ભરેલો છે, અતીન્દ્રિય શ્રદ્ધા સમ્યક્ ત્રિકાળ હોં! અતીન્દ્રિય દૃષ્ટિથી ભરેલો છે. સમ્યગ્દર્શન તો પર્યાય છે પણ અંતરમાં ત્રિકાળી અનાદિઅનંત અતીન્દ્રિય દષ્ટિ – શ્રદ્ધા છે, એ અતીન્દ્રિય શ્રદ્ધાથી ભર્યો પડ્યો છે. આહાહા...! સમ્યગ્દર્શન છે એ તો પર્યાય છે પણ અંદર એ પર્યાય આવી શેમાંથી અંદર અનાદિ દૃષ્ટિ-શ્રદ્ધા પડી છે. શુદ્ધ અનાદિઅનંત એ દૃષ્ટિ-શ્રદ્ધાનો સ્વભાવ છે. આહાહા... એ અનાદિ દૃષ્ટિ ધ્રુવ છે. એ ધ્રુવના આશ્રયે સમ્યગ્દર્શનની પર્યાય ઉત્પન્ન થાય છે. આહા...હા...! સમજાણું? તો જેણે આત્મા ન જાણ્યો એણે અનાત્માને પણ જાણ્યો નથી. છે? કારણ કે.” અહીં સુધી તો થોડું આવ્યું હતું. સાધારણ વાત ચાલી હતી. કારણ કે સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા....” શું કહે છે? ભગવાનઆત્મા આનંદ, સચ્ચિદાનંદ પ્રભુ સ્વરૂપથી સત્તા છે અને રાગથી અસત્તા છે. રાગથી અસત્તા છે, પોતાના દ્રવ્યથી સત્તા – Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ અસ્તિત્વ છે અને પરદ્રવ્યની અસ્તિથી અસત્તા છે. આહાહા...! પોતાની ચીજથી અસ્તિત્વ છે અને રાગાદિ પરચીજથી નાસ્તિત્વ છે તો અસત્ છે. પરદ્રવ્યથી અસત્ છે, સ્વદ્રવ્યથી સત્ છે. આહાહા.! આવો પ્રભુનો માર્ગ બહુ ઝીણો છે, બાપા! લોકો નિર્ણય કરવાનો વખતેય ત્યે નહિ. અરે..! આવો મનુષ્યદેહ, એમાં પરમાત્માનો માર્ગ સાંભળવા મળ્યો). આહાહા...! “કારણ કે સ્વરૂપે સત્તા..' શું કહે છે? કે, જેણે આત્મા રાગથી ભિન્ન છે) તેનું ભાન નથી કર્યું તો તેને અનાત્મા રાગનું પણ જ્ઞાન નથી. આત્માનું જ્ઞાન નથી તો રાગનું જ્ઞાન પણ સાચું નથી. કેમ? છે ને? કારણ કે સ્વરૂપે સત્તા...” પોતાના સ્વરૂપે આત્મા છે અને પરરૂપથી અસત્તા છે. આહાહા.! પંચ પરમેષ્ઠી જે જગતમાં છે તેનાથી પણ આ આત્મા અસતુ છે. પોતાના સ્વરૂપથી અસ્તિત્વ-સતુ છે. પરના અસ્તિત્વથી આત્મા અસતુ છે. આહાહા...! અને પર પરમેશ્વર પણ છે એ પોતાથી સત્ છે, તેના પોતાથી અને પરથી અસતુ છે. આહાહા...! તો જેને પોતાના સનું યથાર્થ જ્ઞાન નથી તેને સથી વિરૂદ્ધ રાગનું પણ યથાર્થ જ્ઞાન નથી. વ્યવહારનું પણ યથાર્થ જ્ઞાન નથી. આહાહા..! અહીંયાં તો એ કહે છે કે, વ્યવહાર કરતા કરતા નિશ્ચય થશે. આહાહા...! એમ છે નહિ, પ્રભુ આહાહા...! આ તો અનીન્દ્રિય આત્મા, એ રાગાદિ તો સ્થૂળભાવ, અજ્ઞાનભાવ, મિથ્યાત્વ સહિતનો રાગ, તેને અહીંયાં રાગમાં ગણ્યો છે. સ્વરૂપનું જ્ઞાન નથી તો પરનું જ્ઞાન પણ નથી. કેમકે સ્વસત્તાનું જ્ઞાન નથી તો પરની અસત્તા છે તેનું પણ જ્ઞાન નથી. આહાહા.! ઝીણી વાત છે, ભાઈ! લોકો બહારથી માની બેસી જાય, બેસો. અંતર આત્મા આનંદસ્વરૂપ પ્રભુ, અતીન્દ્રિય આનંદના અનુભવ અને જ્ઞાન વિના, રાગ મારો છે એવી ચીજમાં રોકાઈ જાય છે એ સ્વસત્તાને જાણતો નથી તો એ પરસત્તાને પણ જાણતો નથી. આહાહા...! રાગાદિ દયા, દાનના વિકલ્પને પણ એ જાણતો નથી. કેમકે નિર્વિકલ્પ સ્વસત્તાને જાણતો નથી, એ પરસત્તાને પણ જાણતો નથી. આહા.! લોજીકથી તો (વાત) છે. આ ભગવાનનો માર્ગ હઠથી માને લેવો એવું કંઈ છે નહિ. લોજીક, ન્યાય. નિ ધાતુ છે. નિ નામ નિ ધાતુમાં જેવી સ્વરૂપની સ્થિતિ છે ત્યાં જ્ઞાનને લઈ જવું, જ્ઞાનને દોરી જવું તેનું નામ ન્યાય કહે છે. આહા...! અહીં કહે છે કે, સ્વરૂપથી સત્તા છે, પરરૂપથી અસત્તા છે. છે? “સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા.... આહાહા.! ભગવાન આત્મા પોતાના સ્વરૂપે સત્તા છે અને પંચ પરમેષ્ઠી ને પંચ પરમેષ્ઠીનો રાગ, તેનાથી તે અસત્તા છે. આહાહા...! આવો માર્ગ છે. “સ્વરૂપે સત્તા...” સ્વ-રૂપ એમ છે ને? સ્વ-રૂપ – પોતાનું સ્વરૂપ જ્ઞાનાનંદની સત્તાનું જ્ઞાન, સત્તા છે. પરરૂપ, પરરૂપ – રાગાદિ, દેહાદિ, પંચ પરમેષ્ઠી આદિ પરરૂપ. એ પરરૂપથી અસત્તા છે. પોતાથી સત્તા છે અને પરથી પણ સત્તા હોય તો બધા એક થઈ જાય છે. આહાહા...! આ તો સ્વરૂપે સત્તા છે, પરરૂપે અસત્તા છે. બીજી ભાષાએ કહીએ તો પોતાના સ્વરૂપથી સત્ય Page #143 -------------------------------------------------------------------------- ________________ ગાથા૨૦૧-૨૦૨ ૧૨૯ છે, પરસ્વરૂપથી અસત્ય છે. પરસ્વરૂપે પણ સત્ય થઈ જાય તો બધા એક થઈ જાય છે. આહાહા...! આવો માર્ગ છે. આ કોઈ પંડિતાઈની ચીજ નથી કે ઘણું ભણ્યો હોય તો તેને આ દૃષ્ટિ છે. આ તો અંતરના અનુભવની વાત છે, ભગવાન! આહાહા...! એ વાત ભગવાન અમૃતચંદ્રાચાર્ય મૂળ ગાથામાંથી કાઢીને અર્થ કરે છે. એ બને વડે...” કોણ બને? પોતાથી ભગવાન જ્ઞાનમય આનંદમય છે અને રાગાદિ પરદ્રવ્યથી નથી. એ બન્ને વડે એક વસ્તુનો નિશ્ચય થાય છે. બન્ને વડે એક વસ્તુનો નિશ્ચય થાય છે. હું મારામાં છું અને પર મારામાં નથી, એ બન્નેના નિશ્ચયમાં આત્માનો નિશ્ચય થાય છે. સમજાણું? એના નિશ્ચયમાં બેનો નિશ્ચય થાય છે, એમ નહિ. એના નિશ્ચયમાં પોતાનો નિશ્ચય થાય છે. આહાહા...! છે? “એ બને વડે એક વસ્તુનો નિશ્ચય થાય છે; (જેને અનાત્માનો–ાગનો-નિશ્ચય થયો હોય)” આહાહા.! રાગાદિ દયા, દાન, વ્રત, ભક્તિભગવાનની ભક્તિ, અરે..! પંચ પરમેષ્ઠીનું સ્મરણ, બધું રાગ છે. આહાહા...! એ રાગ અનાત્મા છે. અનાત્મા એટલે શું? કે, રાગ. છે? લીટી છે ને લીટી? (અનાત્માનો-રાગનો-નિશ્ચય થયો હોય)” કે આ વિકલ્પ છે, પરસંબંધી પર તરફના લક્ષવાળો, એવો જેને નિર્ણય થયો હોય તેને અનાત્મા અને આત્મા બેયનો નિશ્ચય થવો જોઈએ. એકના નિશ્ચયમાં બેનો નિશ્ચય છે અને બેના નિશ્ચયમાં એક પોતાનો નિશ્ચય છે. આહાહા...! ઝીણી વાત બહુ છે, ભાઈ! વીતરાગ પરમાત્મા જિનેશ્વરદેવ ત્રિલોકનાથ પરમાત્મા તો બિરાજે છે. “ૐકાર ધ્વનિ સુણી અર્થ ગણધર વિચારે ભગવાનને ૐ ધ્વનિ છૂટે છે, ત્યાં આવી વાણી હોય નહિ. ભગવાનને આવી વાણી હોતી નથી. ભગવાનને 3% ધ્વનિ છૂટે છે. આખા શરીરમાંથી હોઠ અને કંઠ કંપ્યા વિના (ધ્વનિ છૂટે છે. “ૐ ધ્વનિ સુણી અર્થ ગણધર વિચારે એ ૐ કાર સાંભળીને ગણધરો તેનો વિચાર કરે. આહા.! “રચી આગમ ઉપદેશ” અને એ ભગવાનની વાણી સાંભળીને સંતો આગમની રચના કરે છે. “રચી આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે ભવ્ય પ્રાણી લાયક હોય એ મિથ્યાત્વનો નાશ કરી આત્માનું જ્ઞાન કરી શકે છે. આહાહા...! સમજાણું? જેને અનાત્માનું–રાગનું) અનાત્મા એટલે રાગ, તેનો નિશ્ચય થયો હોય તેને અનાત્મા અને આત્મા – બન્નેનો નિશ્ચય હોવો જોઈએ. આ રીતે જે આત્મા અને અનાત્માને નથી જાણતો... આહાહા...! રાગને જાણે તો તો રાગથી રહિત પોતાના આત્માને પણ જાણે. કેમકે રાગની સત્તા પોતામાં છે નહિ. તો એને જાણે તો મારામાં એ છે નહિ, એમ આત્માને જાણે. આહાહા...! અને આત્માને જાણે તે અનાત્માને જાણે. આહાહા.. તેને વ્યવહારનું સાચું જ્ઞાન હોય છે. શું કહે છે? જેને આત્માનું જ્ઞાન થાય અને અનાત્માનું જ્ઞાન થાય છે તેને જ વ્યવહારનું યથાર્થ જ્ઞાન હોય છે. વ્યવહાર મારો છે અને વ્યવહારથી મને લાભ થશે, એ વાત તો છે નહિ. પણ વ્યવહારનું જ્ઞાન પણ સાચું કોને થાય છે? Page #144 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૭ હમણાં ‘કરુણાદીપ’માં અહીંયાંનો વિરોધ આવ્યો છે કે, (‘સમયસાર’) બારમી ગાથામાં ‘કુંદકુંદાચાર્ય’ એમ કહે છે કે, અપરમે દિવા માવે જે વ્યવહારમાં પડ્યા છે તેમણે તો વ્યવહા૨ જ કરવો જોઈએ. એમ ‘કરુણાદીપ'માં અર્થ આવ્યો છે. એક પત્રિકા નીકળે છે ને? ‘કરુણાદીપ’. કંઈ ખબર નહિ. આહાહા..! એમ કે, બારમી ગાથામાં તો નીચલી ભૂમિકા છે, ચોથે, પાંચમે, છઠ્ઠ તો વ્યવહા૨ જ કરવો, એમ ‘કુંદકુંદાચાર્ય’ કહે છે. ‘અપરમે ટ્વિવા માવે' પણ એ વાત શું કહે છે? કે જે કંઈ પોતાના સ્વરૂપની દૃષ્ટિ, અનુભવ તો થયો. નિશ્ચયથી પોતાના ભૂતાર્થ સ્વભાવનો આશ્રય લઈને સમ્યક્ થયું. તેની પર્યાયમાં અશુદ્ધતા બાકી છે અને શુદ્ધતા અલ્પ છે, તેને જાણવી તેને વ્યવહાર કહેવામાં આવે છે. કરવું અને ક૨વાથી લાભ થાય, એ પ્રશ્ન અહીં છે જ નહિ. શું થાય? શાસ્ત્રના અર્થ ક૨વામાંય મોટી ભૂલ. ‘અપરમે ટ્ટિવા માવે” (એનો અર્થ) જે પરમ (ભાવમાં) સ્થિત નથી તેને વ્યવહારનો ઉપદેશ (છે), વ્યવહાર કરવો. એમ (એનો અર્થ) છે જ નહિ. ટીકામાં એવો અર્થ કર્યો જ નથી. ૧૩૦ ટીકામાં તો એવો અર્થ કર્યો છે કે, અપરમે દિવા મા”નો અર્થ જે સમયે જેટલી અશુદ્ધ પર્યાય છે અને શુદ્ધતા અલ્પ છે, “તવાર્તો” એવો સંસ્કૃત પાઠ છે, સંસ્કૃત. ‘તવાÒ’. ‘તવાર્તો’ (એટલે) જાણેલો પ્રયોજનવાન છે. તે સમયે જાણે કે છે. એ હજી વ્યવહા૨ છે. એને જાણવું એ પણ વ્યવહાર છે. આવી વાત છે, ભગવાન! એ તો પોતાની પર્યાયને જાણે છે એમાં એ વ્યવહાર જાણવામાં આવે છે, એમ કહેવામાં આવે છે. સમજાણું? ભગવાન લોકાલોકને જાણતા નથી. લોકાલોકને જાણે છે એમ કહેવું એ તો અસદ્ભુત વ્યવહારનય છે. એ તો પોતાની પર્યાયને જ જાણે છે. આહાહા..! એમ જ્ઞાની રાગને જાણે છે એમ ઉપચારથી, વ્યવહારથી કથન છે. રાગ કરવો અને રાગથી લાભ થાય છે, એમ ત્યાં કહેવું છે એ તો વાત જ નથી. આહાહા..! સંસ્કૃતમાં “તવાÒ” શબ્દ પડ્યો છે. “તવાÒ” નામ? થોડી સૂક્ષ્મ વાત છે, પ્રભુ! જે સમયે જેટલી રાગની અશુદ્ધતા અને શુદ્ધતા ઉત્પન્ન થઈ તે સમયે તેને જાણવું પ્રયોજનવાન છે. બીજે સમયે શુદ્ધિની થોડી વૃદ્ધિ થઈ અને અશુદ્ધતા ઘટી, એ સમયે તેને જાણવું પ્રયોજનવાન છે. ત્રીજે સમયે થોડી શુદ્ધિની વૃદ્ધિ થઈ, અશુદ્ધિ ઘટી તે સમયે તે જાણેલો પ્રયોજનવાન છે. એવો પાઠ છે. સંસ્કૃતમાં છે. શું કરે પણ? પોતાની દૃષ્ટિથી ઊંધા અર્થ કરે. ભગવાન ‘કુંદકુંદાચાર્યે’ ત્યાં વ્યવહા૨ ક૨વાનું કહ્યું છે. નીચલા દરજ્જે વ્યવહાર જ કરવો એ જ ધર્મ છે. (તે લોકો એમ માને છે). આહાહા..! અરે...! પ્રભુ! તું પણ પ્રભુ છે ને, પ્રભુ! જામે જિતની બુદ્ધિ હૈ, ઇતનો ક્રિયે બતાઈ, વાંકો-બૂરો ન માનીએ ઔર કહાં સે લાય?” બૂરો ન માન. આ વસ્તુ બાપુ! કોઈ અગમ્ય વસ્તુ છે. અનંતકાળમાં એક સેકંડ માત્ર પણ એ ચીજનું વેદન, અનુભવ નથી કર્યો. આહા..! મુનિવ્રત ધારણ કર્યા, દિગંબર થયો, નગ્ન થયો, Page #145 -------------------------------------------------------------------------- ________________ ગાથા૨૦૧-૨૦૨ ૧૩૧ હજારો રાણીના ત્યાગ કર્યા પણ અંદરમાં મિથ્યાત્વનો ત્યાગ ન કર્યો. એ પણ ત્યાગ છે ને? આહાહા.. બાહ્યના ત્યાગ-ગ્રહણથી તો પ્રભુ રહિત છે. શું કહ્યું? બાહ્યની ચીજના ત્યાગ-ગ્રહણથી તો આત્મા રહિત જ છે. પરનું ગ્રહણ ક્યારેય કર્યું નથી અને પરનો ત્યાગ કરવો એ છે જ ક્યાં? આહાહા...! તેણે પોતાની પર્યાયમાં નબળાઈથી રાગ કર્યો છે તેનો ત્યાગ કહેવો અને સ્વભાવનું ગ્રહણ કરવું કહેવું એ પણ હજી વ્યવહાર છે. આવે છે ને ૩૪મી ગાથામાં? કે, રાગનો ત્યાગકર્તા છે એ નામમાત્ર કથન આત્મામાં છે. ૩૪માં પાઠ છે, “સમયસાર ગાથા-૩૪. આ સમયસાર’ છે ને? આત્મા રાગનો ત્યાગ કરે છે એ પણ નામમાત્ર કથન છે. કેમકે આત્મા જ્ઞાનમય છે. એ જ્ઞાનમય છે તે રાગમય થયો જ નથી. જ્ઞાનમય છે એમાં ઠરી ગયો તો રાગ ઉત્પન્ન થયો નહિ તો રાગનો ત્યાગ કર્યો એમ નામમાત્ર કથન છે. પરમાર્થથી રાગનો ત્યાગકર્તા આત્મા છે નહિ. આહાહા...! પરના ત્યાગ-ગ્રહણથી તો શૂન્ય છે, એ શક્તિ છે–ત્યાગઉપાદાનશૂન્યત્વશક્તિ. પાછળ ૪૭ શક્તિ છે ને? અનંત શક્તિ-ગુણ છે ને? એમાં એક ગુણ એવો છે, ત્યાગઉપાદાનશૂન્યત્વગુણ. પરનો ત્યાગ અને પરના ગ્રહણથી પ્રભુ શૂન્ય છે. આહાહા...! અહીંયાં તો રાગનો ત્યાગ કરે છે.. આહાહા...! એ પણ નામમાત્ર કથન છે. ભગવાન ચિદાનંદ પ્રભુ, એમાં ઠરી ગયો તો પ્રત્યાખ્યાન થઈ ગયા. રાગનો ત્યાગ કર્યો એ નામમાત્ર કથન છે. આહાહા...! અહીં તો હજી બાહ્યનો ત્યાગ કરે છે ત્યાં તો, આ...હા..હા...! (થઈ જાય છે. સ્ત્રી છોડી દીધી, દુકાન છોડી દીધી, ધંધો છોડ્યો. હવે પણ ક્યાં ક્યારેય ગ્રહણ કર્યું હતું તે છોડ્યું? આહાહા.! અહીંયાં એ કહે છે, “જેને અનાત્માનો-રાગનો–નિશ્ચય થયો હોય તેને અનાત્મા અને આત્મા–બનેનો નિશ્ચય હોવો જોઈએ. એ રીતે જે આત્મા અને અનાત્માને નથી જાણતો...” એ રીતે (એટલે) આ વિધિએ. આહાહા... “આત્મા અને અનાત્માને નથી જાણતો તે જીવ અને અજીવને નથી જાણતો;” એ રાગ અજીવ છે. આહાહા...! વ્યવહાર રત્નત્રયનો રાગ એ અજીવ છે. ભગવાન જીવસ્વરૂપ છે તેનાથી એ ભિન્ન જાત છે. પહેલા અધિકારમાં આવ્યું છે. જીવ અધિકાર. વ્યવહાર રત્નત્રયનો રાગ એ અજીવ છે, જીવ નહિ. આહાહા.! તો એનાથી જેણે લાભ માન્યો તેણે અનાત્માને પોતાનો માન્યો, તેને આત્માનું જ્ઞાન છે નહિ. અને (જેને) આત્માનું, અનાત્માનું જ્ઞાન નથી તેને બન્નેનું અજ્ઞાન છે. આહાહા.! “જીવ અને અજીવને નથી જાણતો;” એ બન્નેનું જ્ઞાન નથી તે જીવ અને અજીવને નથી જાણતો. આહાહા.! આવી વાત છે. સૂક્ષ્મ પડે પણ વસ્તુ આવી છે. પરમાત્માએ બનાવ્યું નથી. પરમાત્માએ વસ્તુ બનાવી નથી. વસ્તુ છે એવી કહી છે. કરી નથી, બનાવી નથી. જેવી વસ્તુ છે તેવું જ્ઞાનમાં આવ્યું તેવું કથન દ્વારા, વાણી દ્વારા આવ્યું. એ પણ વાણી પણ તેમની નથી. આહાહા..! Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ભગવાન આત્મા સ્વપપ્રકાશક છે તો વાણી પણ સ્વપર કહેવાવાળી છે. એ વાણીનો સ્વભાવ છે. આહાહા.! ભગવાન આત્માનો સ્વપર જાણવાનો સ્વભાવ છે અને વાણીમાં સ્વપર કહેવાનો સ્વભાવ છે. એ વાણી. આહાહા..! ભગવાનના શ્રીમુખે આ વાણી નીકળી. એમ કહેવું એ પણ વ્યવહાર છે. આહાહા...! આકરું કામ છે, ભાઈ! આહાહા.! વસ્તુ અંદર સચ્ચિદાનંદ પ્રભુ, પૂર્ણ આનંદ અને પૂર્ણ અતીન્દ્રિય ગુણોનો ભંડાર ભર્યો છે તેની જેને દૃષ્ટિ નથી, સ્વનો આશ્રય નથી અને તેમાં નથી એવા રાગનો આશ્રય છે તો એને અનાત્મા અને આત્માનું બેયનું જ્ઞાન નથી. બન્નેનું જ્ઞાન નથી તો જીવ-અજીવનું જ્ઞાન નથી. આહાહા...! સમજાય છે કાંઈ? આવી વાત છે. વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ જે રાગ છે એ અજીવ છે. જીવ હોય તો જીવમાંથી નીકળી ન જાય. જીવમાંથી નીકળી જાય છે. આહાહા...! વ્યવહાર, અજીવનું જેને યથાર્થ જ્ઞાન નથી તેને જીવનું પણ (જ્ઞાન) નથી. આહાહા...! “જીવ અને અજીવને નથી જાણતો; અને જે જીવઅજીવને નથી જાણતો...... આહાહા...! “તે સમ્યગ્દષ્ટિ જ નથી.” આહાહા.! સાધુપણું અને પંચમ ગુણસ્થાન શ્રાવક એ તો કોઈ અલૌકિક વાતું છે. આ તો પ્રથમ હજી સમ્યગ્દર્શનની વાત ચાલે છે. આહાહા...! સમ્યગ્દર્શન વિના તો પાંચમું ગુણસ્થાન શ્રાવક પણ હોતું નથી, સમ્યગ્દર્શન વિના સાધુ પણ હોય નહિ. એ તો આકરી વાત છે. અહીં તો પહેલી સમ્યગ્દષ્ટિની વાત (ચાલે છે). જીવ-અજીવને નથી જાણતો તે સમ્યગ્દષ્ટિ નથી. આહાહા...! માટે રાગી (જીવ)...” રાગના રાગવાળો જીવ, મિથ્યાદષ્ટિ “જ્ઞાનના અભાવને લીધે....” સમ્યજ્ઞાનના અભાવને લીધે. આહાહા...! રાગને અનાત્મા (સ્વરૂપે) ન જાણ્યો તો આત્માને જાણ્યો નથી. તો “જ્ઞાનના અભાવને લીધે સમ્યગ્દષ્ટિ હોતો નથી. બેયના જ્ઞાનના અભાવને કારણે એ સમ્યગ્દષ્ટિ હોતો નથી. આહાહા.! આવી વાત છે. ૨૦૧-૨૦૨ (ગાથા), આ તો નિર્જરા અધિકાર છે. ભાવાર્થ. ભાવાર્થ છે ને? “જયચંદ્રજી પંડિતે” અર્થ કર્યો છે, જયચંદ્રજી પંડિત’. ‘અહીં રાગ' શબ્દથી અજ્ઞાનમય રાગદ્વેષમોહ કહેવામાં આવ્યા છે. અહીંયાં સમ્યગ્દષ્ટિના રાગની વાત નથી. એ તો જ્ઞાનનું શેય છે. સમ્યગ્દષ્ટિને તો રાગ જ્ઞાનનું જોય છે. જ્ઞાનનું પોતાનું સ્વરૂપ રાગ છે, એમ છે નહિ. આહાહા.! પહેલી તો વસ્તુ સમજવામાં કઠણ, સાંભળવા મળે નહિ. અત્યારે તો જ્યાં હોય ત્યાં વ્રત કરો, અપવાસ કરો, ભક્તિ કરો, જાત્રા કરો. કરવું ત્યાં મરવું છે. હું રાગનો કર્તા છું અને પરની, શરીરની હાલવા-ચાલવાની ક્રિયા મારાથી થઈ છે, એમ કરવું, માનવું એ જ આત્માનું મરણ છે. એ આત્માનો અનાદર છે. આહાહા...! આત્મા જ્ઞાતા-દૃષ્ટા છે તેને એમ નહિ માનીને, રાગથી પોતાને લાભ માને છે. આહાહા...! છે? રાગ’ શબ્દથી અજ્ઞાનમય રાગદ્વેષમોહ કહેવામાં આવ્યા છે. ત્યાં “અજ્ઞાનમય’ કહેવાથી મિથ્યાત્વ-અનંતાનુબંધીથી થયેલા રાગાદિક સમજવા,...” મિથ્યાત્વથી રાગ મારો છે, એવી Page #147 -------------------------------------------------------------------------- ________________ ગાથા–૨૦૧-૨૦૨ ૧૩૩ માન્યતામાં જે રાગ આવ્યો તે રાગની વાત છે. જ્ઞાનીને રાગ આવે છે, તેને જ્ઞાન તેનું છે, રાગ નહિ. આહાહા...! રાગ થાય છે અને થોડો બંધ પણ થાય છે, જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી બંધ પણ થાય છે. જ્ઞાનીને દસમે ગુણસ્થાન સુધી લોભનો અંશ છે તો દસમે પણ છ કર્મનો બંધ થાય છે પણ જ્ઞાની એ રાગનો સ્વામી થતો નથી, રાગ મારો નથી એ અપેક્ષાએ તેને રાગથી ભિન્ન કરી દીધો છે. બાકી જ્ઞાનીને ખ્યાલ છે કે મારા પરિણમનમાં જેટલો રાગ છે તેનો, પરિણમનનો કર્તા હું છું, એ પરિણમન કોઈ જડથી થયું છે, કર્મથી થયું છે એમ નહિ. આહાહા...! સમજાણું? મારા પરિણમનમાં રાગ આવ્યો તે પરિણમનનો કિર્તા હું છું. ૪૭ નય, પ્રવચનસાર', તેમાં આ નય ચાલી છે. જ્ઞાની ધર્માત્મા ગણધર હો તોપણ ભગવાનના વિનયનો રાગ આવ્યો તેનો કર્તા હું છું, પરિણમનનો કર્તા હું છું એ અપેક્ષાએ (કર્તા). કરવા લાયક છે એમ વાત નથી. આહાહા...! છતાં કર્તા હું છું એમ માને છે. આરે.. આહાહા...! મિથ્યાત્વ વિના ચારિત્રમોહના ઉદયનો રાગ ન લેવો.” મિથ્યાત્વ વિના એકલો રાગ આવે છે તો એ અહીંયાં ન લેવો. અહીંયાં તેની વાત નથી. કારણ કે અવિરતસમ્યગ્દષ્ટિ.” ચોથે ગુણસ્થાને, પાંચમે, છઠું “ચારિત્રમોહના ઉદય સંબંધી રાગ છે.” સમ્યગ્દષ્ટિને જે રાગ આવ્યો છે એ રાગ “જ્ઞાનસહિત છે;” ભાનસહિત છે. રાગનું જ્ઞાન થાય છે. આહાહા...! તે પણ રાગ છે તો જ્ઞાન થાય છે એમ પણ નહિ. સમજાણું? જ્ઞાનીની પર્યાયમાં જ્ઞાનનો સ્વપરપ્રકાશક પોતાનો સ્વભાવથી રાગને જાણે છે એમ કહેવું વ્યવહાર છે, પણ ખરેખર રાગ સંબંધી જ્ઞાન અને પોતા સંબંધીનું જ્ઞાન પોતાની પર્યાયમાં પોતાને કારણે ઉત્પન્ન થાય છે. આહાહા.! હવે આટલું બધું ક્યારે (સમજી? આહાહા.! રાગને જાણે છે એમ કહેવું તે વ્યવહાર છે. રાગને કરે છે, એમ કહેવું, કરવા લાયક છે એમ કહેવું એ તો મિથ્યાત્વ છે. પરંતુ પરિણમન છે તો રાગનો કર્તા હું છું, એમ જાણવું તેને સમ્યગ્દર્શન છે. આહાહા...! સમજાણું? મુમુક્ષુ :- સમ્યગ્દષ્ટિને તો બંધ થતો જ નથી. ઉત્તર :- બંધ થતો નથી એ તો દૃષ્ટિની અપેક્ષાએ કહ્યું છે. બંધ થતો ન હોય તો ચારિત્ર લેવાની જરૂર નથી. જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે એ તો એક દૃષ્ટિની અપેક્ષાએ કહ્યું છે. ભોગથી નિર્જરા થાય તો ભોગનો ત્યાગ કરીને સ્વરૂપમાં સ્થિર થવાનું, ઠરવાનું તો રહેતું નથી. એમ છે નહિ. આહાહા...! સમજાણું? રાગનો અંશ જ્યાં સુધી છે તેટલા અંશે જ્ઞાનીને પણ બંધ થાય છે. આહાહા...! ભલે કર્મમાં સ્થિતિ, અનુભાગ અલ્પ હો પણ બંધ છે. ભાવબંધ પણ છે, પેલો દ્રવ્યબંધ છે. આહાહા...! મુમુક્ષુ :- અનંત સંસારનો બંધ? ઉત્તર :– અનંત સંસારનો બંધ છે નહિ. જ્ઞાનીને અનંત સંસાર છે નહિ. એક, બે Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ચાર ભવ હોય તે જ્ઞાનનું શેય છે. આહાહા..! જ્ઞાનનું જ્ઞેય છે. જ્ઞાન શબ્દે પોતાના જ્ઞાનમાં એ ૫૨ તરીકે જ્ઞેય છે. એ ભવ પોતાનો છે, ભવ અને ભવનો ભાવ પોતાનો છે એમ જ્ઞાની માનતો નથી. મુમુક્ષુ ઃ- રાગ મારી પર્યાયમાં છે એમ જાણે છે. ઉત્તર ઃપર્યાયમાં છે એમ જાણે છે. આહાહા..! આવી વાત છે. આકરી વાત છે. વર્તમાનમાં તો એવી ગડબડ થઈ ગઈ છે ને. બધી પ્રરૂપણા વ્યવહા૨ આમ કરો, આમ કરો, આમ કરો. પ્રભુ! બહુ ફેર છે, પ્રભુ! આહા..! આહાહા..! વીતરાગ ત્રિલોકનાથ સર્વજ્ઞની હાજરીમાં જે વાત આવી એ વાત આખી જુદી છે. આહાહા..! અવિરતસમ્યગ્દષ્ટિ વગેરેને ચારિત્રમોહના ઉદય સંબંધી રાગ છે તે જ્ઞાનસહિત છે;...’ શું કહ્યું? જ્ઞાનસહિત ભાન છે કે હું તો આનંદ છું અને રાગ દુઃખ છે. એવું જ્ઞાનીને ભાન છે. વ્યવહારથી છે એમ કહેવામાં આવ્યું છે. વ્યવહારનયનો વિષય છે કે નહિ? નથી, એમ નથી. આદરણીય નથી. પણ વ્યવહારનો વિષય છે, રાગાદિ છે અને બંધ છે તેને જાણે છે. આહાહા..! જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે એમ માનીને સ્વચ્છંદ ક૨ે (એમ ન ચાલે). અમે સમિકતી છીએ, પહેલા આવી ગયું છે. અમે સમિકતી છીએ, અમારે શું છે? (એમ સ્વચ્છંદ કરીશ) તો મરી જઈશ, સાંભળને! અંતરમાં અનુભવ થયો, આનંદનો સ્વાદ આવ્યો એ અપેક્ષાએ રાગને દુઃખ જાણે છે અને રાગથી લાભ માને છે એ તો મિથ્યાદૃષ્ટિ મૂઢ જીવ છે. આહા..! જૈન જ નથી. ઘટ ઘટ અંત૨ જિન વસે, ઘટ ઘટ અંતર જૈન, મતમદિરાકે પાન સો મતવાલા સમજે ન’ ઘટ ઘટ અંત૨ જિન વસે’ પરમાત્મા જિનસ્વરૂપી ઘટ ઘટમાં બિરાજમાન છે અને જૈનપણું પણ ઘટમાં છે. એ સ્વરૂપનું જ્ઞાન કરવું અને રાગથી ભિન્ન પડવું એ જ્ઞાન, જૈનપણું અંત૨માં થાય છે. કોઈ બાહ્ય ક્રિયા ઘટી જાય તો સમિકત થાય (એમ નથી). ચક્રવર્તીને છ ખંડનું રાજ હોય છે. આહાહા..! અને દિગંબર સાધુ અઠ્યાવીસ મૂળગુણ પાળતો હોય તો મિથ્યાદષ્ટિ છે (કેમકે) રાગને પોતાનો માને છે અને ચક્રવર્તી છ ખંડનું રાજ (કરતો હોય), છનું હજાર સ્ત્રી, છત્તું કરોડ પાયદળ હોય... આહાહા..! છતાં તેમાં રાગ નથી, એ ચીજ મારી નથી, મારામાં નથી, તેમાં હું નથી (એમ માને છે). આહાહા..! ઇન્દ્રના ઇન્દ્રાસન, કરોડો ઇન્દ્રાણી છે, સૌધર્મ ઇન્દ્ર અત્યારે એકભવતારી છે. સૌધર્મ ઇન્દ્ર છે, બત્રીસ લાખ વિમાન (છે), એક એક વિમાનમાં અસંખ્ય દેવ રહે છે. ઘણા વિમાનમાં તો એકભવતારી છે, શાસ્ત્રમાં પાઠ છે). ત્યાંથી નીકળી મનુષ્ય થઈને મોક્ષ જવાના છે. તે પણ હજારો ઇન્દ્રાણી કે બત્રીસ લાખ વિમાન(ને પોતાના માનતો નથી). અંદર રાગનો કણ ઉત્પન્ન થાય છે તે પણ મારો નથી તો પેલી ચીજ તો દૂર રહી. આહાહા..! સૂક્ષ્મ વાત છે, ભાઈ! આ તો ૫રમાત્મા ત્રિલોકનાથના પેટની વાત છે. એ પેટના ખુલાસા થાય Page #149 -------------------------------------------------------------------------- ________________ ગાથા૨૦૧-૨૦૨ ૧૩૫ છે. આ વાત છે, પ્રભુ! કોઈને ઠીક ન લાગે, એકાંત લાગે. કહે છે, એકાંત છે. એકાંત છે. કહો, પ્રભુ! તું પણ પ્રભુ છો. પર્યાયમાં ભૂલ છે તો છે, વસ્તુ તો પ્રભુ છે. આહાહા...! અહીં કહે છે, આહાહા...! સમ્યગ્દષ્ટિને ચારિત્રમોહ સંબંધી રાગ છે તે જ્ઞાનસહિત છે. તે રાગને સમ્યગ્દષ્ટિ કર્મોદયથી થયેલો રોગ જાણે છે.... જુઓ! રાગને રોગ જાણે છે. ધર્મી રાગને કાળો નાગ જોવે છે. આહાહા.! “સમયસાર” “મોક્ષ અધિકારમાં આવ્યું છે, રાગને વિષકુંભ કહ્યું છે, ઝેરનો ઘડો છે. આહાહા...! પ્રભુ અમૃતનો સાગર છે, પ્રભુઆત્મા અમૃતનો સાગર છે અને શુભરાગ ઝેરનો ઘડો છે. આ તો અમૃતનો સાગર છે. આહાહા...! તમારું પેલું “સાગર” ગામ નહિ, હોં! પંડિતજી! અમૃતનો સાગર. આહાહા...! જ્ઞાનીનો “રાગ છે તે જ્ઞાનસહિત છે; તે રાગને સમ્યગ્દષ્ટિ કર્મોદયથી થયેલો રોગ જાણે છે અને તેને મટાડવા જ ઇચ્છે છે;” સમકિતી રાગને રાખવા નથી માગતો. આહાહા.! રાગ મટાડવા જ માગે છે. આહાહા.! તે રાગ પ્રત્યે તેને રાગ નથી.” રાગ પ્રત્યે રાગ નથી. આહા.! રાગ મારો છે એવી બુદ્ધિ જ્ઞાનીને નથી. આહાહા.! “વળી સમ્યગ્દષ્ટિને રાગનો લેશમાત્ર સભાવ નથી એમ કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે છે – સમ્યગ્દષ્ટિને અશુભ રાગ તો અત્યંત ગૌણ છે. અશુભ રાગ આવે છે, સમ્યગ્દષ્ટિને આર્તધ્યાન થાય છે, રૌદ્રધ્યાન થાય છે એ તો અત્યંત ગૌણ છે. “અને જે શુભ રાગ થાય છે તેને તે જરાય ભલો સારો) સમજતો નથી...' સારો નથી સમજતો. આહાહા.! અશુભ રાગ પણ આવે છે પણ ગૌણ છે. શુભ રાગની મુખ્યતા (છે), છતાં તેને સારો નથી સમજતો. આહાહા...! આવી વાત છે. તેના પ્રત્યે લેશમાત્ર રાગ કરતો નથી.” આહાહા...! “વળી નિશ્ચયથી તો તેને રાગનું સ્વામિત્વ જ નથી.” શું કહે છે? જુઓ! આહાહા.! જે પોતાની ચીજ નથી તેનો તે સ્વામી નથી. સમ્યગ્દષ્ટિ રાગનો સ્વામી નથી. આહાહા...! આત્મામાં એક સ્વસ્વામીત્વ નામનો ગુણ છે. ૪૭ શક્તિમાં છેલ્લો ગુણ છે. ૪૭ – ચાર અને સાત ગુણ છે ને? આમાં પાછળ છે, પાછળ. સ્વસ્વામીસંબંધ નામનો ગુણ આત્મામાં છે. ધર્મી પોતાના નિર્મળ દ્રવ્ય, ગુણ, પર્યાયને પોતાનું સ્વ માને છે. ઉપાદેય તરીકે દ્રવ્ય છે પણ જાણે છે એ તો પોતાના દ્રવ્ય, ગુણ, પર્યાય નિર્મળ છે તેને પોતાના માને છે, તેનો એ સ્વામી છે, રાગનો સ્વામી નથી. આહાહા...! સમજાણું? “માટે તેને લેશમાત્ર રાગ નથી. આ કારણે સમકિતીને લેશમાત્ર રાગ નથી. આ કારણે કહ્યું છે. મિથ્યાત્વ અને અજ્ઞાનને પોતાના નથી માનતો એ કારણે. વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ( શ્લોક-૧૩૮) (મન્ટાન્તિા ) आसंसारात्प्रतिपदममी रागिणो नित्यमत्ताः सुप्ता यस्मिन्नपदमपदं तद्विबुध्यध्वमन्धाः । एतैतेतः पदमिदमिदं यत्र चैतन्यधातुः शुद्धः शुद्धः स्वरसभरतः स्थायिभावत्वमेति।।१३८।। હવે આ અર્થનું કળશ રૂપ કાવ્ય કહે છે, જે કાવ્ય દ્વારા આચાર્યદેવ અનાદિથી રાગાદિકને પોતાનું પદ જાણી સૂતેલાં રાગી પ્રાણીઓને ઉપદેશ કરે છે - શ્લોકાર્ધઃ- (શ્રી ગુરુ સંસારી ભવ્ય જીવોને સંબોધે છે કે) [ સ્થા: ] હે અંધ પ્રાણીઓ! [ સંસારત્ ] અનાદિ સંસારથી માંડીને [ પ્રતિપ ] પર્યાયે પર્યાયે [ મ ગ ] આ રાગી જીવો [ નિત્યમHI: ] સદાય મત્ત વર્તતા થકા [ રિમનું સુતા: ] જે પદમાં સૂતા છે-ઊંઘે છે [ તત્ ] તે પદ અર્થાત્ સ્થાન [ ૩પમ્ પર્વ ] અપદ છે-અપદ છે, તમારું સ્થાન નથી.) [ વિવુધ્ધધ્વમૂ ] એમ તમે સમજો. બે વાર કહેવાથી અતિ કરુણાભાવ સૂચિત થાય છે) [ રૂત: ગત ત ] આ તરફ આવો–આ તરફ આવો, (અહીં નિવાસ કરો.) [ પમ્ રૂદ્રમ્ ૩ ] તમારું પદ આ છે-આ છે [ 2 ] જ્યાં [ શુદ્ધઃ શુદ્ધ: ચૈતન્યધાતુ: ] શુદ્ધશુદ્ધ ચૈતન્યધાતુ | સ્વ-ર-મરતઃ ] નિજ રસની અતિશયતાને લીધે [ સ્થાયિમાવત્વમ્ તિ] સ્થાયીભાવપણાને પ્રાપ્ત છે અર્થાત્ સ્થિર છે-અવિનાશી છે. (અહીં “શુદ્ધ' શબ્દ બે વાર કહ્યો છે તે દ્રવ્ય અને ભાવ બન્નેની શુદ્ધતા સૂચવે છે. સર્વ અન્યદ્રવ્યોથી જુદો હોવાને લીધે આત્મા દ્રવ્ય શુદ્ધ છે અને પરના નિમિત્તે થતા પોતાના ભાવોથી રહિત હોવાને લીધે ભાવે શુદ્ધ છે.) ભાવાર્થ - જેમ કોઈ મહાન પુરુષ મદ્ય પીને મલિન જગ્યામાં સૂતો હોય તેને કોઈ આવીને જગાડે-સંબોધન કરે કે “તારી સૂવાની જગ્યા આ નથી; તારી જગ્યા તો શુદ્ધ સુવર્ણમય ધાતુની બનેલી છે, અન્ય કુધાતુના ભેળથી રહિત શુદ્ધ છે અને અતિ મજબૂત છે; માટે હું તને બતાવું છું ત્યાં આવ, ત્યાં શયન આદિ કરી આનંદિત થા'; તેવી રીતે આ પ્રાણીઓ અનાદિ સંસારથી માંડીને રાગાદિકને ભલા જાણી, તેમને જ પોતાનો સ્વભાવ જાણી, તેમાં જ નિશ્ચિંત સૂતાં છે-સ્થિત છે, તેમને શ્રી ગુરુ કરુણાપૂર્વક સંબોધે છે-ગાડે છે-સાવધાન Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૩૮ ૧૩૭ કરે છે કે “હે અંધ પ્રાણીઓ ! તમે જે પદમાં સૂતાં છો તે તમારું પદ નથી; તમારું પદ તો શુદ્ધ ચૈતન્યધાતુમય છે, બહારમાં અન્ય દ્રવ્યોના ભેળ વિનાનું તેમ જ અંતરંગમાં વિકાર વિનાનું શુદ્ધ છે અને સ્થાયી છે; તે પદને પ્રાપ્ત થાઓ-શુદ્ધ ચૈતન્યરૂપ પોતાના ભાવનો આશ્રય કરો”.૧૩૮. પ્રવચન નં. ૨૮૦ શ્લોક-૧૩૮, ગાથા-૨૦૩ શુક્રવાર, શ્રાવણ વદ ૩, તા. ૧૦-૦૮-૧૯૭૯ ‘સમયસા૨’, ‘નિર્જરા અધિકાર' ૧૩૮ કળશ. (મન્વાગન્તા) आसंसारात्प्रतिपदममी गो नित्यमत्ताः यस्मिन्नपदमपदं तद्विबुध्यध्वमन्धाः । पदमिदमिदं यत्र चैतन्यधातुः सुप्ता एतैतेतः शुद्धः शुद्धः સ્વસમરત:સ્થાયિમાવત્વમેતિ।।૧રૂ૮।। ‘(શ્રી ગુરુ સંસારી ભવ્ય જીવોને સંબોધે છે કે :) હે અંધ પ્રાણીઓ!” અંધ નામ હે પ્રાણીઓ! તારી ચીજ આનંદમય છે તેને તું જોતો નથી (માટે તું) આંધળો છો. હે અંધ! અનાદિ સંસા૨થી માંડીને પર્યાય પર્યાય આ રાગી જીવો સદાય મત્ત વર્તતા થકા...' હું મનુષ્ય છું ને હું દેવ છું ને હું ક્રોધી છું ને હું નારકી છું ને હું તિર્યંચ છું, શેઠિયો છું ને હું દરિદ્ર છું, હું મૂર્ખ છું ને હું પંડિત છું ને, એમ પર્યાયે પર્યાયે અભિમાન કર્યું છે. આહાહા..! ‘સદાય મત્ત વર્તતા થકા... અંધ. ભગવાન ચૈતન્ય શુદ્ધ આનંદકંદ પ્રભુ, તેને જે જોતા નથી તેને અહીં આંધળા કહેવામાં આવ્યા છે. બીજી ચીજને જોવે છે છતાં આંધળો કહ્યો. આહાહા..! નિજસ્વરૂપની ચીજ શું છે, તે ત૨ફ તારો ઝુકાવ નથી, એ તરફ તારો પ્રેમ નથી અને જે ચીજ તારામાં નથી, શરી૨, વાણી, મન, લક્ષ્મી-પૈસા, આબરુ એમાં તારું મન મત્ત થઈ ગયું છે, મસ્ત થઈ ગયું છે. તેથી ભગવાન આચાર્ય અંધ કહીને સંબોધન કરે છે. આહાહા..! એક બાજુ ૭૨ ગાથામાં ભગવાન તરીકે કહે, ભગવાનઆત્મા! એ પુણ્ય અને પાપના મલિન ભાવથી પ્રભુ તું જુદો છો. ભિન્ન છો. આહાહા..! અને તેમાં પોતાપણું માને અને તેનું ફળ સંયોગ... આહાહા..! હમણાં ભાઈએ, ‘રમેશભાઈ’એ ગાયું નહિ? દેવે દ્વારિકા નગરી રચી આપી’ ‘શ્રીકૃષ્ણ’ માટે દેવે દ્વારિકા (રચી). સોનાના ગઢ અને રતનના કાંગરા. આહાહા..! એ જ્યારે હડ.. હડ.. હડ.. અગ્નિથી બળી પ્રજા લાખો, કરોડો બળે, સળગે. ‘શ્રીકૃષ્ણ’ અને ‘બળદેવ’ માતા Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ પિતાને રથમાં બેસાડી બહાર કાઢે છે. ઉપરથી હુકમ થાય, આકાશમાંથી અવાજ આવે, છોડી દે, મા-બાપને, ઈ નહિ બચે. આહાહા... જેની હજારો દેવ સેવા કરતા હતા, એ મા-બાપને બચાવવા તૈયાર ન થયા. આહાહા...! મા-બાપને રથમાં બેસાડી બહાર કાઢતા હતા ત્યાં અવાજ આવ્યો, છોડી દ્યો! તમારા બે સિવાય કોઈ નહિ બચે. આહાહા.! એ “કૃષ્ણ ને બળદેવની હજારો દેવ સેવા કરે, એના મા-બાપને) બળતા દેખે, ખડખડ રોવે છે. આહાહા.! એ નાશવાન ચીજને નાશવાન કાળે... આહાહા...! કોણ રાખી શકે પ્રભુ! આહાહા...! સોનાના ગઢ ને રતનના કાંગરા સળગે. આહાહા...! તે દેવે બનાવેલી (નગરી), દેવે તેને બનાવી હતી. એ દેવ પણ બળતા હતા તેમાં રક્ષા કરવા આવ્યા નહિ. આહાહા.! એમ આ શરીરરૂપી નગરી રચી છે. આહાહા. જે સમયે તેનો છૂટવાનો કાળ આવશે ત્યારે તારી રાખવાની કોઈ તાકાત નથી. અહીંયાં એ કહે છે, એ અપદ છે. અંદર છે. આહા...! “સદાય મત્ત વર્તતા થકા જે પદમાં સૂતા છે-ઊંઘે છે તે પદ અર્થાત્ સ્થાન અપદ છે–અપદ છે...” એ શરીરમાં તારી દૃષ્ટિ પડી છે, પ્રભુ! એ તારું અપદ છે, તારું પદ નહિ. આહાહા.! શરીર, વાણી, લક્ષ્મી, પૈસા, આબરુ, કીર્તિ, મકાન પ્રભુ! એ તારું પદ નહિ, એ અપદમાં તું સૂતો છો, નાથ! તારા પદની સંભાળ લે. આહા.! છે? “સદાય મત્ત વર્તતા થકા જે પદમાં સૂતા છે. શરીરમાં, વાણીમાં, પૈસા, સ્ત્રી, કુટુંબ, મકાન. આહાહા...! કોઈ રાખવા ન આવ્યું. આહાહા...! હડ.હડહડ સળગે. રથમાં બહાર નીકળ્યા અને મા-બાપ બળ્યા. “કૃષ્ણ અને બળદેવ’ દેખે. કોઈ શરણ નહિ. અંદરમાં રાણીઓ પોકાર કરે. જેની અર્ધાગના રાણી. હજારો રાણી પોકાર કરે, અરે... કૃષ્ણ'! અમને કાઢો, અમને કાઢો. કોણ કાઢે ભાઈ! આહાહા...! તારી દૃષ્ટિ જ્યાં પર ઉપર અપદમાં પડી છે, તારા પદમાં શું ચીજ છે તેની તને ખબર નથી. આહાહા...! અપદમાં તારી બુદ્ધિ રોકાઈ ગઈ, પ્રભુ! આહા...! આચાર્ય એકવાર ભગવાન તરીકે સંબોધન કરે અને એકવાર અંધ તરીકે કરે. આહાહા.! પ્રભુ તારો સ્વભાવ તો ભગવાનસ્વરૂપ છે, પ્રભુ! એ તરીકે તો આચાર્ય ભગવાન તરીકે સંબોધન કરે છે. પરંતુ તું પર્યાયમાં, રાગ ને દ્વેષ ને પુણ્ય ને પાપના ફળમાં મત્ત થઈ ગયો, મસ્ત થઈ ગયો છે, પાગલ થઈ ગયો છે. આહા.! એ ચીજ નાશવાન છે, ભાઈ! આહાહા...! એ રૂપાળા શરીર લાગે એ એકવાર અગ્નિમાં સળગશે. અહીંથી અગ્નિ નીકળશે. આહાહા...! હા..હા. હડ.હડ અગ્નિ સળગશે. આ જ ભવમાં શરીરની સ્થિતિ. આહાહા...! પ્રભુ! એ તારી ચીજ ક્યાં છે? આહા...! અપદમાં તારી ચીજ ક્યાં છે? છે? બે વાર કહ્યું, “અપદ છે–અપદ છે” પ્રભુ! એ રાગ, પુષ્ય, શરીર, લક્ષ્મી, આબરુ, કીર્તિ, મકાન, એ જમીન, મકાન... આહાહા...! ઓલો બે અબજ ને ચાલીસ કરોડનો ધણી... પોપટભાઈ છે ને? “પોપટભાઈના સાળા, આ પોપટભાઈના સાળા. બે અબજ ચાલીસ Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૩૮ ૧૩૯ કરોડ. “બલુભાઈ! દશાશ્રીમાળી વાણિયા હતા, તમારી નાતના. આહાહા.! એ અહીં... મુમુક્ષુ :- સાચવીને રાખતા નહિ આવડ્યું હોય. ઉત્તર :- અરે...! શું રાખે ભાઈ! મને દુઃખે છે, એમ રાત્રે દોઢ વાગે કહ્યું. મને દુઃખે છે. ઘરે ચાલીસ લાખના બંગલા, દસ-દસ લાખના બંગલા, સાંઈઠ લાખના ત્રણ બંગલા. અને આહાહા...! અત્યારે આ તો વર્તમાન. એનો છોકરો છે. છોકરો “મુંબઈ દર્શન કરવા આવ્યા હતા. એ કહે, “મારા પિતાજીને આપના દર્શન કરવાનો ભાવ હતો.” એમ કાંઈક બોલે ને! અહીંયાં આવે એટલે એવું બોલે). હશે કાંઈક, એકવાર કહેતા હતા ખરા, નહિ? પોપટભાઈ ! સોનગઢ' જાવું છે એકવાર, કહ્યું હશે. પણ અઢી અબજ રૂપિયા! ફાટી ગયેલા પ્યાલા. આહાહા.! ‘દ્વારિકા સળગે એમાં એ વખતે સળગી ગયું. મુમુક્ષુ :- “અંબાજીની મહેરબાની . ઉત્તર :- ધૂળ, પાછો “અંબાજીને માનતો. સ્થાનકવાસી હતો અને અંબાજીને માનતો. આહાહા.! એ ભાઈ પાંચ મિનિટમાં દેહ છૂટી ગયો. બાપુ! એ અપદ અને અનિત્ય છે. ભાઈ! પ્રભુ! આ તો નાશવાન ચીજ છે, તારું અવિનાશી પદ તો પ્રભુ! અંદર છે. આહાહા.! અરે...! અવિનાશી ભગવાન અંદર (બિરાજે છે), એ તરફ તારું લક્ષેય નહિ, તે પદ તરફ તારું ધ્યાનેય નહિ અને આ અપદમાં તારી પ્રીતિ અને પ્રેમમાં ઘૂસી ગયો. આહા...! (એ) તારું સ્થાન નહિ, એમ કહ્યું. આહાહા.! શરીર, વાણી, કર્મ આદિ. આહાહા...! એ મા-બાપ સળગતા હશે ત્યારે કૃષ્ણ ને બળદેવ' કોણ કહેવાય? આહાહા...! અર્ધ – ત્રણ ખંડના ધણી. મા-બાપ બળે તોય છોડાવી શક્યા નહિ, ભાઈ! આહાહા... “કૃષ્ણ” “બળદેવને પોકાર કરે છે, મોટાભાઈ છે ને? પોતે તો મોટા, પદવી તરીકે વાસુદેવ’ મોટા છે. ભાઈ! હવે આપણે ક્યાં જશું? આહાહા.! ભાઈ! આ દ્વારિકા સળગી. આપણે પાંડવોને તો દેશબહાર કર્યા. ભાઈ! આપણે જાણું ક્યાં? આહાહા. એ સમય તો જુઓ! હેં? “બળભદ્ર કહે છે, ભાઈ! આપણે પાંડવને દેશબહાર કર્યા છે પણ એ સજ્જન છે, ભાઈ! સજ્જન છે. આપણે ત્યાં જાશું, બીજું કોઈ સાધન નથી. અર.૨.૨...! જેની હજારો દેવ સેવા કરે ઈ પોકાર કરે છે. ભાઈ! ક્યાં જાશું હવે? દ્વારિકા સળગી. આહાહા...! રાજાની ઉપર તો અમે ધણી હતા તે રાજાઓ પણ આપણને કંઈ શરણ આપે નહિ. એને અમારું દબાણ હતું. જાવું ક્યાં? ભાઈ! “બળદેવ” કહે, બાપા! ભાઈ! આપણે ત્યાં પાંડવ પાસે જાશું, એ સજ્જન છે. આરે...! આહાહા...! એ “કૌસંબી’ વનમાં ગયા. ત્યારે કૃષ્ણ” કહે છે, ભાઈ! મારામાં પગ ઉપાડવાની શક્તિ નથી. મને એટલી તૃષા લાગી છે. “કૃષ્ણ” પોકારે છે, મને એટલી તૃષા લાગી છે કે, પગ નહિ ભરી શકું, બાપા! ભાઈ! તમે અહીં રહો. બળદેવ કહે, હું પાણી લેવા જાઉં. આહાહા. ત્યાં પાણીના લોટા-બોટા ક્યાં હતા? પાંદડા મોટા હતા તો પાંદડાને સળીયું નાખીને લોટા જેવું બનાવીને પાણી લેવા ગયા. ભગવાને કહેલું કે, આના હાથે આ મરશે. શું નામ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ કીધું? “જરતકુમાર... જરતકુમાર'! ભગવાને કહેલું કે આને હાથે મરશે, એટલે બિચારો બાર વર્ષથી જંગલમાં રહેતો હતો). આહાહા.! “શ્રીકૃષ્ણ' તો ... પ્રાણી, પગમાં મણિ, રતન ભરેલાં. આમ છેટેથી દેવું. પગ ઉપર ચડાવીને સૂતા. કોઈ હરણ છે એમ ધારીને તીર માર્યું. આહાહા...! તીર માર્યું ને ત્યાં લોહી જામ થઈને હજારો કીડીઓ ભેગી થઈ), આહા...! દેહ છૂટી ગયો. હજી દેહ છૂટ્યા પહેલા કરતકુમાર આવ્યા કે, અરે..! કોણ છે આ તે? આહાહા...! ભાઈ! તમે બાર વર્ષથી જંગલમાં રહો છો). મારે હાથે આ સ્થિતિ! પ્રભુ! મેં ગજબ કર્યો, કાળ કર્યો. આહાહા...! મારે હવે ક્યાં જાવું? શ્રીકૃષ્ણ” કહે છે, ભાઈ! એ કૌસ્તુભમણિ અબજો રૂપિયાની કિંમતનું વાસુદેવની આંગળીમાં હોય છે. કૌસ્તુભમણિ. આ લઈ જા, પાંડવ પાસે જા ને તને રાખશે કે, આ મારું ચિહ્ન છે. ત્રણ ખંડમાં કોસ્તુભમણિ કોઈ પાસે નથી એટલે આ એંધાણ લઈને જા. ભાઈ! તને રાખશે. આહાહા...! એ જ્યાં ત્યાંથી છૂટે છે ત્યાં દેહ છૂટી જવાનો. કૌસંબી વનમાં “કૃષ્ણ' એકલા. આહાહા...! કોઈ ત્યાં શરણ નહિ. આહા.! એ અપદમાં શરણ ક્યાં છે? પ્રભુ! આહાહા.! એની સંભાળ કરવા તું જા છો. દેહની ને વાણીની. બાહ્ય પદાર્થની. આહા...! એ અપદ છે ને, પ્રભુ! એ તારું રહેવાનું સ્થાન નહિ. આહાહા...! તારું બેસવાનું એ સ્થાન નથી, પ્રભુ! આહાહા...! તારું બેસવાનું સ્થાન અંદર અવિનાશી ભગવાન છે. આહાહા..! વિવુધ્ધધ્વમ્ “એમ તમે સમજો. (બે વાર કહેવાથી અતિ કરુણાસ્વભાવ સૂચિત થાય છે). કરુણા... કરુણા. કરુણા. સંતોની પણ કરુણા! અરે..રે...! પ્રભુ! હું મનુષ્ય છું ને હું દેવ છું ને હું પૈસાવાળો છું ને હું રાજા છું ને હું જમીનદાર છું ને હું શેઠ છું. અરે...! પ્રભુ! આ શું કરે છે? આહાહા...! પ્રભુ એ ચીજ તો નાશવાન છે. એ તારું અપદ છે, ત્યાં તારું રહેવાનું સ્થાન નથી, એ બેઠકનું સ્થાન નહિ, પ્રભુ! આહાહા.! દારૂ પીને જેમ કોઈ માણસોએ વિષ્ટા કરી હોય અને ત્યાં જાય, આહાહા.! બીજો માણસ આવ્યો ને કહ્યું, અરે..! રાજા તમે? દારૂ પીધેલો. માણસની વિષ્ટા હતી ત્યાં સૂતો. આહાહા.! ભાઈ! આ શું? તમારું સ્થાન તો રાજમાં સોનાના સિંહાસન છે અને આ શું? પણ દારૂના પીધેલા. એમ મોહના પીધેલા અજ્ઞાની. આહાહા.! પોતાનો આનંદકંદ પ્રભુ, સચ્ચિદાનંદ શુદ્ધ સ્વરૂપ, તેમાં નહિ જઈને આ અપદમાં તારું સ્થાન (માનીને) સંતોષાઈને પડ્યો છો, પ્રભુ! આહાહા.! “ત: ત ત’ “આ તરફ આવો–આ તરફ આવો...... આહાહા.! છે? એ બે વાર કહ્યું. અપદ, અપદ બે વાર કહ્યું. આહાહા.! અહીંયાં આવો, અહીંયાં આવો. પ્રભુ અહીંયાં અંદર આત્મા આનંદનો નાથ, પ્રભુ! આહાહા.! શુદ્ધ પરમાત્મસ્વરૂપ, એ રાગથી રહિત પ્રભુ તારું સ્થાન અહીંયાં છે ત્યાં આવો, ત્યાં આવો. આહાહા...! છે? “આ તરફ આવો– આ તરફ આવો, જ્યાં પૂર્ણાનંદનો નાથ શુદ્ધ ચૈતન્યપણે બિરાજમાન છે. આહાહા...! અતીન્દ્રિય ચૈતન્ય ચમત્કારિક શક્તિઓનો સાગર પડ્યો છે. પ્રભુ! ત્યાં આવને, આવને. બે વાર કહ્યું. Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૩૮ ૧૪૧ એ. આવ, આવ. આવો.. આવો. આહાહા.! છે? (અહીં નિવાસ કરો.” અહીંયાં નિવાસ કરો. વાસ ઉપરાંત નિવાસ. આહાહા...! નિવાસ કરો. ત્યાં રહો કે જેમાંથી નીકળવું ન પડે એ રીતે નિવાસ કરો, એમ કહે છે. વાસ, નિવાસ. વસવું અને આ તો નિવાસ. વિશેષ અંદર ભગવાન ચૈતન્યમૂર્તિ પ્રભુ છે ને ત્યાં આવને, ત્યાં આવને અંદર. આહાહા...! સંતો દિગંબર મુનિ, ‘અમૃતચંદ્રાચાર્ય. આહાહા...! એ વખતે ચાલતા સિદ્ધ! હજાર વર્ષ પહેલાં દિગંબર સંત એવા “અમૃતચંદ્રાચાર્ય. એની આ ટીકા. અત્યારે ભરતક્ષેત્રમાં બીજે ક્યાંય નથી. આહાહા. આવી ટીકા! એક એક શબ્દમાં કેટલું ભર્યું છે. આહાહા.! સમજાણું? આ તો ટીકા ઉપરાંત કળશ બનાવ્યો છે. અહીંયાં આવો, (નિવાસ કરો).” આહા.! “પમ્ તમ્ રૂદ્ર “તમારું પદ આ છે– આ છે.” આહાહા...! ત્રણ વાત કહી. એક તો “અપદ, અપદ બે વાર કહ્યું. અહીં આવો, આવો, બે વાર (કહ્યું, અને તમારું પદ આ છે, આ છે. એ બે વાર (કહ્યું. છે? “પૂતમ્ રૂમ્ રૂદ્ર' “પરમ્ રૂમ્ રૂર'. આહાહા.! બહુ સરસ કળશ આવ્યો છે. ભગવાન અંદર છે ને, બાપુ! આહા! ચૈતન્ય ચમત્કારિક ચીજ અંદર પ્રભુ ભગવત્ સ્વરૂપ છે ત્યાં આવો, ત્યાં આવો. આહાહા.! એ (બાહ્ય ચીજો) અપદ છે, અપદ છે. શરીર, વાણી, લક્ષ્મી, આબરુ, કીર્તિ એ બધું અપદ છે, અપદ છે. બે વાર. અહીં આવો, આવો. બે વાર. તમારું પદ આ છે, આ છે. બે વાર. પ્રભુ! તારું પદ તો અંદર આનંદ અવિનાશી પદ છે ને! આહાહા...! જ્યાં શુદ્ધ શુદ્ધ ચૈતન્યધાતુ...” એ બે વાર, શુદ્ધ શુદ્ધ ચૈતન્યધાતુ. શુદ્ધ દ્રવ્ય અને પર્યાયે શુદ્ધ છે. આહાહા...! દ્રવ્ય અને ગુણે એ શુદ્ધ છે. આહાહા...! શુદ્ધ શુદ્ધ. પર્યાય લઈએ તો કારણ શુદ્ધપર્યાય. બાકી ગુણ અને દ્રવ્ય. દ્રવ્ય શુદ્ધ અને ગુણે શુદ્ધ છે. એ ચૈતન્યધાતુ છે ને, પ્રભુ! જેણે ચૈતન્યપણું ધારી રાખ્યું છે ને! એણે રાગ અને પુણ્ય ધારી નથી રાખ્યા. ભગવાન અંદર ચૈતન્યધાતુ, એણે ચૈતન્યપણે ધારી રાખ્યું છે. આહાહા.! એણે અતીન્દ્રિય આનંદને ધારી રાખ્યો છે, પ્રભુ! આહાહા.! એ શુદ્ધ શુદ્ધ ચૈતન્યધાતુ. વ-૨૨-મરતઃ “નિજ રસની.” “મરતઃ' નામ “અતિશયતાને લીધે.’ આહાહા.! જેના રસમાં એટલો રસ છે, અતિશય, આનંદરસ, જ્ઞાનરસ, શાંતરસ, સ્વચ્છતારસ, પ્રભુતારસ એવા અનંત ગુણના રસ. આહાહા.! નિજરસની અતિશયતા. “મરત:' છે ને? વિશેષતા. એવો નિજરસ ભર્યો છે કે એના જેવો ક્યાંય નથી. આનંદરસ જેમાં પ્રભુ આત્મામાં છે. આહાહા...! અતીન્દ્રિય ચૈતન્યધાતુ જેની છે. ધાતુ નામ ધારણ કર્યું છે. એણે તો ચૈતન્યપણું જ ધારણ કર્યું છે. રાગ અને પુણ્ય એણે ધારણ નથી કર્યા. આહાહા...! (અહીં સુધી) જાવું. કહો, પંકજભાઈ'! આ ઝવેરાતના ધંધામાંથી નીકળવું અને આ બધું. આહાહા...! બહુ પેદા થાય પછી આપણે લાખ-બે લાખ દાનમાં આપશું. પણ એમાં... એ પણ શુભભાવ છે. એ પણ અપદ છે. આહાહા...! એવી વાત છે, પ્રભુ! આહાહા.! Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ મુમુક્ષુ :- દુનિયાને, સંસારને સળગાવી દીધો. ઉત્તર :- સંસાર આખી ચીજ જ દુઃખમયી છે. શરીર, વાણી, કર્મ, પૈસા, આબરુ, કીર્તિ બધા દુઃખના નિમિત્ત છે તો દુઃખમયી કહેવામાં આવે છે. આહાહા...! આમ પાંચ-પચીસ લાખ મહિને મહિને પેદા થાય. આહાહા...! મગજ – પ્યાલા ફાટી જાય. ભાઈ! તું પાગલ થઈ ગયો છો. જે તારી ચીજ નથી ત્યાં દારૂ પીને જેમ વિષ્ટાના સ્થાનમાં બેસે, એમ પ્રભુ તેં મિથ્યાત્વનો મોટો દારૂ પીધો છે. આહાહા...! કે જે સ્થાન તારું પદ નહિ ત્યાં તું સૂતો છો. આહાહા...! શુદ્ધ ચૈતન્યધાતુ “સ્વ-ર-મરત: સ્વરસથી ભર્યો પડ્યો છે. સ્વરસની વિશેષતાથી, અતિશયતાથી ભર્યો પડ્યો છે. આહાહા.! અરે..રે. એવી વાત સાંભળવા મળે નહિ. હૈ? એણે ક્યાં જાવું? આહા...! અને આ તો આત્માના હિતની વાત છે, પ્રભુ! સમજાણું? એ પંચ મહાવ્રતના પરિણામ ને એમાં રહેવું એ બધા અપદ છે, એમ કહે છે. આહાહા.! તારું પદ તો શુદ્ધ શુદ્ધ ચૈતન્યધાતુ અંદર બિરાજમાન છે, ભગવાન. આહાહા...! કર્મના નિમિત્તે રાગ થાય તેનાથી પણ તારી ચીજ ભિન્ન છે. આહાહા.! તારી ચીજને રાગની લાળ ચોંટતી નથી, અડતી નથી. દયા, દાન, વ્રત, કામ, ક્રોધના પરિણામ પ્રભુ! તારી ચીજને અડતા નથી. એવી તારી ચીજ અંદર નિર્લેપ પડી છે. આહાહા...! આનંદનો સાગર ઉછળે છે, ત્યાં જાને નાથ! ત્યાં આવને પ્રભુ! આહાહા...! આ મુનિઓની કરુણા તો જુઓ! હેં? આહાહા...! સ્વ-રસ-મરત: નિજ શક્તિના રસના આનંદાદિ અનેક ગુણ. અસ્તિત્વનો આનંદ, વસ્તુત્વનો આનંદ, જીવત્વનો આનંદ, જ્ઞાનનો આનંદ, દર્શનનો આનંદ, શાંતિનો આનંદ, શાંતિ એટલે ચારિત્રનો (આનંદ), એવા અનંત ગુણનો આનંદ, એવા રસથી ભરેલો પડ્યો છે ને પ્રભુ અંદર. આહાહા..! સ્થાયીભાવપણાને પ્રાપ્ત છે.” શું કહે છે? જ્યારે આ વસ્તુ – શરીરરાગ નાશવાન છે ત્યારે આ સ્થાયીભાવ (છે). સ્થિર ભાવ અંદર પડ્યો છે, સ્થાયી રહેનાર છે, કાયમ રહેનાર છે. આહાહા...! ક્યાં કરોડોપતિઓ, શેઠિયાઓ, મા-બાપ એના અરે. મરીને ક્યાં પડ્યા હોય? લીલોતરીમાં, કંદમૂળમાં, લસણકંદમાં પડ્યા હોય, બાપુ! આહાહા.! અહીં બધા કુટુંબ-કબીલા ને પાંચ-પચીસ લાખના મકાન હોય ને મોજ માણતા હોય. જાણે, ઓહોહો...! એમાં દીકરાના લગન હોય ને એમાં બે-પાંચ લાખ ખર્ચવા હોય ને... આહાહા.! ફળ્યાફૂલ્યા જુઓ એ સંસારમાં! એની મા પણ રાગણમાં કરતા કરતા કંઠ બેસી જાય. બીજા કહે કે, બા! પણ થોડું બોલો ને! આહાહા.! રાગના રસિયાના રાગ, કંઠ બેસી જાય તોપણ રાડ્યું પાડ્યા કરે. મૂર્ણ આહાહા.! પ્રભુ! તારો રસ તો અહીંયાં સ્થાયીભાવ આ છે ને! આ તો બધા અસ્થાયી છે. આહાહા.! શ્લોક બહુ સારો આવી ગયો છે. “નિર્જરા અધિકાર’ વાંચતા હતા ને? આહાહા.! Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૩૮ ૧૪૩ સ્થાયીભાવપણાને પ્રાપ્ત છે અર્થાત સ્થિર છે. ભગવાન અંદર સ્થાયીભાવ, સ્થાયી અવિનાશી ધ્રુવ. ધ્રુવધામ પ્રભુ તારું પદ છે. આહાહા.! એ પદમાં આવી જા. અપદથી છૂટી જા. આહાહા.! જન્મ-મરણ રહિત થવું હોય તો અપદથી છૂટીને પદમાં આવી જા. આહાહા...! ભગવાન તારી ચૈતન્યધાતુ નિજરસથી અંદર ભરી પડી છે. આનંદનો રસ! આહાહા...! જેમ પૂરણપોળી હોય છે ને? પૂરણપોળી નહિ? આમ ઘીમાં નાખે. રસબોળ, રબોળ (ઘી) ટપકે. એમ ભગવાન આનંદના રસથી અંદર ભર્યો પડ્યો છે. અંદર રસ ટપકે છે. જો તારી નજર કર તો એમાં રસ ટપકે છે. આહાહા.! અરે.રે..! આવું તારું તત્ત્વ, પ્રભુ એ ભૂલીને ક્યાં તું પડ્યા છો? ક્યાં તારી દૃષ્ટિ પડી છે? આહાહા! સ્થાયીભાવને પ્રાપ્ત નામ સ્થિર, અવિનાશી છે. આહાહા...! | ‘અહીં “શુદ્ધ શબ્દ બે વાર કહ્યો છે તે દ્રવ્ય અને ભાવ બન્નેની શુદ્ધતા સૂચવે છે) દ્રવ્ય શુદ્ધ છે અને ભાવ પણ શુદ્ધ છે. આહાહા.! ભાવવાન દ્રવ્ય તો શુદ્ધ છે પણ ભાવવાનનો ભાવેય શુદ્ધ છે. આહાહા...! આ ભાવ પુણ્ય-પાપના ભાવ નહિ. એ તો અશુદ્ધ, મેલ ને દુઃખ છે. આહાહા.! ભાવવાન ભગવાન, તેનો ભાવ શુદ્ધ આનંદાદિ ભાવ એ તારો છે. એ સ્થાયીભાવને પ્રાપ્ત છે, સ્થિરભાવ છે. અનાદિ અનંત અનંત એ તો સ્થિરરૂપ છે. જેમાં હલચલ છે નહિ. આહાહા...! પ્રભુ! એવું તારું ધ્રુવધામ પડ્યું છે ને! આહાહા...! એ તારી નગરીમાં આવ. આ પરની નગરીને છોડ, પ્રભુ આહાહા.! અમારું નગર છે, અમારું ગામ છે. આહા...! “સમસ્ત અન્યદ્રવ્યોથી જુદો હોવાને લીધે ” દ્રવ્ય અને ભાવનો ખુલાસો કરે છે. સમસ્ત અન્યદ્રવ્યોથી જુદો હોવાને લીધે આત્મા દ્રવ્ય શુદ્ધ છે અને પરના નિમિત્તે થતા પોતાના ભાવોથી) પોતાના ભાવોથી. જુઓ! પુણ્ય-પાપના ભાવ પર્યાયમાં થાય છે, પોતાના ભાવથી પણ ભિન્ન છે, એમ કહે છે. આહાહા...! અરે! કોઈ વાંચન નહિ, શ્રવણ નહિ, મનન નહિ અને એમ ને એમ ધંધામાં ને બાયડી, છોકરા, કુટુંબમાં મશગુલ, મશગુલ મસ્ત, પાગલ જેવા દેખે. આહાહા...! પ્રભુ! તું ક્યાં છો? ક્યાં જા છો તું? તને ખબર નથી. આહાહા...! એ વેશ્યાને ઘરે જા તો વ્યભિચારી થાય છે. એમ રાગ ને પરને પોતાના) માને છે તો તું વ્યભિચારી થાય છે, પ્રભુ! આહાહા.! જે ચીજ તારી નહિ તેને પોતાની માનવી એ વ્યભિચાર છે. આહાહા.! જેઠાલાલભાઈ ! આવી વાત છે, પ્રભુ આહાહા.! આહા!! “ભાવે શુદ્ધ છે).' ભાવાર્થ – દૃષ્ટાંત આપે છે. જેમ કોઈ મહાન પુરુષ મદ્ય પીને..” જોયું? દારૂ પીને. આહા. અમે તો જોયું છે, “રાજકોટમાં જંગલ બહાર જતા હતા તો એક (માણસ) દારૂ પીને નીકળતો. રાજકોટની બહાર મોટું દારૂનું પીઠું છે. એ બાજુ અમે જંગલ, દિશાએ જતા. એક દારૂ પીને નીકળ્યો હતો. આમ ગાંડા જેવો, પાગલ. અરે...! કીધું. આહાહા.! માણસ ઠીક હતો આમ પણ દારૂ પીધેલો એટલે કાંઈ ભાન ન મળે. આહાહા...! “રાજકોટમાં Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ગામ બહાર... આહાહા...! એમ આ તો શહેરદીઠ, ગામદીઠ દારૂ પીધેલા છે, કહે છે. અને એ મિથ્યાત્વના દારૂ પીધેલા મદમાં આવેલા, અમે લક્ષ્મીવાળા છીએ, અમે શેઠ છીએ, અમે રાજા છીએ. આહાહા...! સ્ત્રી કહે, અમે રાણી છીએ, પટરાણી છીએ. આહા..! શેઠાણી છું. અરે.! પ્રભુ! શું કરે છે તું આ? આહાહા. એ ક્યાં તારી ચીજ છે કે તને અભિમાન થયા? આહાહા...! મહાન પુરુષ મદ્ય પીને મલિન જગ્યામાં સૂતો હોય....' મલિન સ્થાન હોય ત્યાં સૂતો હોય). તેને કોઈ આવીને જગાડે–સંબોધન કરે કે “તારી સૂવાની જગ્યા આ નથી;.” સોને કા સ્થાન એટલે સોનાનું નહિ. સોને કા એટલે સૂવાનું સ્થાન. તારી સૂવાની જગ્યા આ નથી; તારી જગ્યા તો શુદ્ધ સુવર્ણ. લ્યો, ઠીક ! “તારી ગ્યા તો શુદ્ધ સુવર્ણમય ધાતુની બનેલી છે...... આહાહા...! સોનાના મકાન છે. બૌદ્ધમાં અત્યારે છે. બૌદ્ધમાં સોનાના મંદિર છે). અબજોપતિ વસ્તી મોટી છે અને પૈસાવાળા ઘણા છે. સોનાના મંદિર. અત્યારે હજી કળિકાળમાં. આહાહા...! મુમુક્ષુ :- દિવાલો પણ.... ઉત્તર :- હા. એમાં શું પણ છે? સોનાના શું રતનના આવી જાય. એવા કોઈ પુણ્યનો યોગ હોય તો અબજો રતન જમીનમાંથી નીકળે. એમાં શું? એ ચીજ શું છે? આહા...! આ રતન ચૈતન્ય અંદરમાં ભર્યા છે. આહાહા...! એકવાર રાગથી ભેદજ્ઞાન કરી રતનને સંભાળ. આહાહા...! પરથી તો ઠીક પણ રાગથી ભિન્ન કર, પ્રભુ આહાહા... પહેલી સમ્યગ્દર્શનની વાત છે. પછી ચારિત્ર તો ક્યાં હતું? એ તો કોઈક બીજી વાત છે. આહાહા...! અહીંયાં તો આત્મા આનંદસ્વરૂપ પ્રભુ, ચૈતન્ય (ધાતુથી બનેલો છે. “શુદ્ધ સુવર્ણમય ધાતુની બનેલી છે...” આ બહારનો દાખલો. “અન્ય કુધાતુના ભેળથી રહિત શુદ્ધ છે અને અતિ મજબૂત છે;” આહા...! ક્યાં? ઓલો મદ્ય પીને વિષ્ટામાં સૂતો છે ને એને કંઈ ભાનેય નથી કે આ વિઝામાં સૂતો છું). પ્રભુ! તું અહીંયાં ક્યાં સૂતો છો? તારા બંગલામાં મજબૂત સ્થાન પડ્યું છે ને સોનાનું સિંહાસન છે ને ત્યાં આવી જા. એ લૌકિક વાત, દૃષ્ટાંત (કલ્પો). આહા...! “અતિ મજબૂત છે; માટે હું તને બતાવું છું ત્યાં આવ, ત્યાં શયન આદિ કરી આનંતિ થા.... ત્યાં શયન કરો. ‘તેવી રીતે આ પ્રાણીઓ અનાદિ સંસારથી માંડીને...” રાગ-દ્વેષ, પુણ્ય-પાપ, તેના ફળ લક્ષ્મી, આબરુ, કીર્તિ ધૂળ. આહા! તેને “ભલા જાણી,... આહા.! અમે લક્ષ્મીવાન છીએ, આબરુવાન છીએ, અમારી મોટી આબરુ છે. આહા.! અમારા છોકરાને મોટા મોટા કરોડપતિઓની આવે છે. પણ શું છે પ્રભુ આ તને? આ પાગલપણું શું થયું તને? શું થયું? આહાહા.! એ નાશવાન સળગશે તે દિ બાપુ ચાલ્યો જાઈશ, બાપા! આહાહા...! એ નાશવાનનો કાળ આવશે. નાશવાન તો અત્યારે પણ છે પણ છૂટું પડવાનું ટાણું આવશે તો, આહાહા.! Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૩૮ એ બધા બંગલા ને બાયડી, છોકરા રોતા રહેશે (અને તું) ચાલ્યો જઈશ. આહાહા..! બાળક જન્મે ત્યારે પહેલી આંખ ન ઉઘાડે. જોયું છે? સવા નવ મહિના પેટમાં રહ્યો. આમ આંખ બંધ હોય. બહાર જન્મે ત્યારે પહેલું મોઢું ઉઘાડે. મોઢું ઉઘાડીને પહેલું ઉં... કરે. આંખ્યું બંધ રાખે. સમજાણું? એમ કહે છે કે, અહીંયાં સ્વને જોવાની આંખ્યું બંધ કરીને રોવે છે, બસ! આ મારું છે, આ મારું છે, આ મારું છે. બાળપણથી રોતો આવ્યો પછી પણ તું તો રોવે છે. આહાહા..! એકવાર છાપામાં એવું આવ્યું હતું કે, જન્મે ત્યારે એને એની મા હજી જોવે કે આ દીકરી છે કે દીકરો, ત્યાં મોઢું ફાડીને ઉં... કરે. આંખ ન ઉઘાડે. આ બધાને થયેલું છે, હોં! એ વખતે. એમ આ અનાદિથી અજ્ઞાની, પ્રભુને જોવાની આંખ્યું બંધ કરીને આ માા, આ મારા એમ રોયા કરે છે, રૂદન કરે છે. આહાહા..! અહીંયાં આવી જા, પ્રભુ! આહાહા..! ‘રાગાદિને ભલા જાણી, તેમને જ પોતાનો સ્વભાવ જાણી...' ચાહે તો શુભ રાગ હો. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એ પણ અસ્થાન છે. આહાહા..! તેમાં જ નિશ્ચિંત સૂતા છે.' તેમને જ પોતાનો સ્વભાવ માની નિશ્ચિંત થઈને સૂતા છે. સ્થિત છે, તેમને શ્રી ગુરુ કરુણાપૂર્વક સંબોધે છે—જગાડે છે–સાવધાન કરે છે...’ ત્રણ અર્થ લીધા. સંબોધિત કરે છે, જગાડે છે, સાવધાન કરે છે. હે અંધ પ્રાણીઓ!’ આહાહા..! તમે જે પદમાં સૂતાં છો તે તમારું પદ નથી;..' આહાહા..! રાગ, દયા, દાનના રાગથી માંડી બધી ચીજ અપદ છે, નાશવાન છે, તારી ચીજ નહિ. આહાહા..! તમે જે પદમાં સૂતાં છો તે તમારું પદ નથી; તમારું પદ તો શુદ્ધ ચૈતન્યધાતુમય છે...’ આહાહા..! તારું સ્થાન, સ્વભાવ અંદર શુદ્ધ ચૈતન્યધાતુ, શુદ્ધ ચૈતન્યધાતુ. શુદ્ધ ચૈતન્ય જેમાં ધારી રાખ્યો છે એ તારું પદ અંદર છે. આહાહા..! બહારમાં અન્ય દ્રવ્યોના ભેળ વિનાનું.’ આ ભેળસેળ કરે છે ને? આહાહા..! મરી, મરી તીખા મરી હોય છે ને? મરીમાં પોપૈયાના બી, પોપૈયાના બી મરી જેવા હોય ઇ અંદર નાખે. ભેળસેળ, ભેળસેળ કરે. આ તો મેં દૃષ્ટાંત આપ્યું. એવું બધામાં (થાય છે). મરચાની ઉપર ઓલું ભરે અને અંદર બીયા ભરે. ચોખામાં કણકી ભરે. ચોખામાં બહુ કણકી હોય, કણકી સમજાણું! ઝીણો ભૂકો. બીજાને આપવું હોય તો શેઠ એવો હોય. દુકાનો ભરી હોય, બંબી હોય બંબી, બંબી સમજાણું? ચોખા કાઢવાનું. આમ ન મારે. આમ મારે તો ચોખા અને કણકી બે નીકળે. આમ મારે. આ બધું (જોયું છે ને). એટલે આખા આખા ચોખા નીકળે. અંદર કણકીનો પાર નહિ પણ દગો. આ વાણિયા આવું કરે છે, બધું જોયું છે, હોં! આખી દુનિયા જોઈ છે. ૧૪૫ અમારે તો છેલ્લું, કહ્યું હતું ને? (સંવત) ૧૯૬૮માં છેલ્લો માલ લેવા અમે મુંબઈ’ ગયા હતા તો ચારસો મણ ચોખા લીધા હતા. ચારસો મણ. છેલ્લો વેપાર. પછી દુકાન છોડી દીધી. ચારસો મણ ચોખા અને ખજૂરના વાડિયા, ઇ શું કહેવાય? ખજૂરના ઇ ઘણા લીધેલા, ‘મુંબઈ’થી. પણ સીધી વાત અહીંયાં, હોં! આડીઅવળી (વાત) નિહ. અહીં તો સીધું Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ બતાવીએ, જો ભાઈ! આ છે ચોખા. થોડી કણકી છે. અને ઓલા દગા કરનારા, એ લોઢાની બંબી હોય, આમ પોલી પોલી હોય. આમ રાખે એટલે ચોખા આવે ને કણકી ન આવે. અરે! પ્રભુ! તું શું કરે છે આ? આ તારો ધંધો કઈ જાતનો આહાહા...! પંકજભાઈ ! બધાને જોયા છે, હોં! એક વકીલાત કરી નથી, ભાઈ કહે છે ઇ. પણ વકીલાતને જોઈ છે પુરી. અમે એક વકીલ કર્યો હતો. (સંવત) ૧૯૬૩ની સાલમાં અફીણનો ખોટો કેસ આવ્યો હતો. વડોદરામાં એક મોટો વકીલ રાખ્યો હતો. એ વકીલ પાસે જાતા ત્યાં ઈ કહે, ત્યાં શું કહેશે, ફલાણું કહેશે. ઇ બધું કહે ‘વડોદરા. વડોદરા છે ને? દરવાજો છે ને? દરવાજાની પછી આ બાજુના મકાનમાં વકીલ રહેતો. આ ફેરી બીજો હશે, તે દિનો વકીલ. વકીલ પાસે જાતા. અમે અમારા માટે વકીલ રાખ્યો હતો. આ સત્તર વર્ષની ઉંમરની વાત છે. દસ અને સાત. ૧૯૬૩ ની સાલ. આહાહા..! પણ એ બધા, વકીલોય બધા. એ જે મકાનમાં અમારો કેસ ચાલ્યો હતો, ૧૯૬૩ માં, એ મકાનમાં મેં હમણા વ્યાખ્યાન આપ્યું હતું. વડોદરાનું તળાવ છે ને? એની પાસે મોટું છે. શું કહેવાય છે? કોર્ટ, મોટી કોર્ટ, ‘વડોદરા” દરવાજા બહાર અને તળાવ છે ત્યાં અમારો ૧૯૬૩ માં કેસ ચાલ્યો હતો. ત્યાં હમણાં વ્યાખ્યાન આપ્યું હતું. બધા માણસો આવે, અમલદાર, અધિકારી. આપણે કેશવલાલ એક પ્રોફેસર હતા ને? ગુજરી ગયા. “કેશવલાલ ભટ્ટ'. એ આવ્યા હતા. બધા હતા, વકીલો બધા હતા. ઉપર કોર્ટ ચાલતી હતી, નીચે વ્યાખ્યાન ચાલતું હતું. એ લોકોને રજા આપી. ભઈ! મહારાજ આવ્યા છે અને માણસ જાજું ભરાય છે, બીજે ક્યાંય મળે નહિ, ત્યાં વાંચો. આહા...! પણ એ કોર્ટવાળા પણ સાંભળીને બિચારાને કાંઈ ખબર ન મળે. શું કહે છે આ શું કહે છે? એ ભગવાન રાગ વિનાની ચીજ છે. તો એ કહે, આ શું કહે છે પણ? અમે તો ક્યારેય રાગ વિનાની ચીજ જોઈ નથી ને આ શું કહે છે? પણ તે નજર જ ક્યાં કરી છે? જ્યાં નિધાન છે ત્યાં નજર કરી નથી અને રાગ ને દ્વેષ ને પુણ્ય ને પાપ ને (તેના) ફળ ઉપર) તારી નજર છે). નજરબંધી થઈ ગઈ, નજરબંધી થઈ ગઈ, તને નજરબંધી થઈ ગઈ. નજરબંધી નથી કહેતા? તેને પરમાં નજરબંધી થઈ ગઈ. પોતાની નજર કરવાનો ટાઈમ રહ્યો નહિ. આહાહા...! અન્ય દ્રવ્યોના ભેળ.” ભેળ જોયું ને? આહાહા.! “તેમ જ અંતરંગમાં વિકાર વિનાનું...” આહાહા.! ખાંડની આવે ને? આખી ચાર-ચાર મણની બોરી. એકવાર અમારી ખાંડની બોરીમાંથી માંસના લોચા નીકળ્યા. બોરીમાંથી. લોકો દગા કરે, ભેળસેળ કરે). બીજી ભેળસેળ કરતાં. આમ ખોલ્યું અને લોકોને અમે ખાંડ કાઢીને દેતા હતા ત્યાં અંદરથી માંસ નીકળ્યું. ઓહોહો...! આણે દગો કર્યો છે. દુકાન ઉપર બધું જોયું છે. આહાહા! આ બધી ભેળસેળ છે. ભગવાનઆત્મામાં રાગ એ માંસ સમાન છે તેની ભેળસેળ કરે છે. ખાંડની સાથે માંસ, એમ Page #161 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૩૮ ૧૪૭ ભગવાન અમૃતના રસનો સાગર નાથ, એને રાગની ભેળસેળ, માંસની ભેળસેળ કરે છે. આહાહા.! આવી વાત છે, પ્રભુ! આહા!! તારી ચીજ ભેળસેળ વિનાની છે. અંતરંગમાં વિકાર વિનાનું શુદ્ધ છે અને સ્થાયી છે;” સ્થિર ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ સ્થિર છે. તે પદને પ્રાપ્ત થાઓ...” પ્રભુ! એ પદને પ્રાપ્ત કર. આહાહા...! “શુદ્ધ ચૈતન્યરૂપ પોતાના ભાવનો આશ્રય કરો.” શુદ્ધ ચૈતન્યરૂપ અને ભાવ, જોયું? ભાવવાન આત્મા, ચૈતન્યભાવ. આહાહા...! એ ભાવનો આશ્રય કરો. અંતર જ્ઞાયકભાવથી ભરેલો પ્રભુ, એનો આશ્રય કરો. ત્યારે તારા કલ્યાણનો પંથ ખુલશે, ત્યારે ધર્મ થશે. આહાહા! અહીં તો હજી બહારની ક્રિયાકાંડમાં, બસ! મહાવ્રત ને વ્રત ને આ લીધા ને આ કર્યું ને આ છોડ્યું ને આ મૂક્યું. આહાહા..! જ્ઞાનના નિર્મળ કિરણ વિના મહાવ્રત પાળે, બ્રહ્મચર્ય પાળે, અરે! આજીવન સ્ત્રીનો સંગ ન કરે તો પણ તેનાથી આત્મા પ્રાપ્ત નથી થતો. તેથી જો તું દુઃખથી છૂટવા માગતો હો તો પુણ્ય-પાપની રુચિ છોડીને આત્મજ્ઞાન કર. આત્મા આનંદનો નાથ છે તેનું જ્ઞાન કરા એના વિના અરેરે! કીડા-કાગડા-કૂતરાના ભવ કરી કરીને મરી ગયો! અનંતકાળ એમ ને એમ દુઃખમાં જ વીતી ગયો. પ્રભુ તે એટલા દુઃખ ભોગવ્યા છે કે તેનું કોઈ માપ-મર્યાદા નથી. પણ તું બધું ભૂલી ગયો છો. ભાઈ ડુંગળીને તેલમાં તળી ત્યારે સડસડાટ તું તળાઈ ગયો હતો તું ડુંગળીમાં બેઠો હતો. એવા એવા તો પારાવાર દુઃખો તે ભોગવ્યાં છે. ૮૪ લાખ અવતારની યોનિના દુઃખોમાં પીલાતો રહ્યો છો. આનંદના નાથને પુણ્ય-પાપની ઘાણીમાં કચરી નાખ્યો છે. જો હવે તું દુઃખથી છૂટવા માગતો હો, સિદ્ધસુખના હિલોળે હિંચકવા માગતા હો તો આત્મજ્ઞાન કરીને નિજપદને પ્રાપ્ત કર. આત્મધર્મ અંક-૧, જાન્યુઆરી-૨૦૦૮ Page #162 -------------------------------------------------------------------------- ________________ १४८ સમયસાર સિદ્ધિ ભાગ-૭ هههههههههه (uथा-२०3) किं नाम तत्पदमित्याह . आदम्हि दव्वभावे अपदे मोत्तूण गिण्ह तह णियदं । थिरमेगमिमं भावं उवलब्भंतं सहावेण ।।२०३।। आत्मनि द्रव्यभावानपदानि मुक्त्वा गृहाण तथा नियतम् । स्थिरमेकमिमं भावमुपलभ्यमानं स्वभावेन ।।२०३।। इह खलु भगवत्यात्मनि बहूनां द्रव्यभावानां मध्ये ये किल अतत्स्वभावेनोपलभ्यमानाः, अनियतत्वावस्थाः, अनेके, क्षणिकाः, व्यभिचारिणो भावाः, ते सर्वेऽपि स्वयमस्थायित्वेन स्थातुः स्थानं भवितुमशक्यत्वात् अपदभूताः । यस्तु तत्स्वभावेनोपलभ्यमानः, नियतत्वावस्थः, एकः, नित्यः, अव्यभिचारी भावः, स एक एव स्वयं स्थायित्वेन स्थातुः स्थानं भवितुं शक्यत्वात् पदभूतः । ततः सर्वानेवास्थायिभावान् मुकत्वा स्थायिभावभूतं परमार्थरसतया स्वदमानं ज्ञानमेकमेवेदं स्वाद्यम् । वे. पूछे छे (डे गुरुहेव !) ते. ५४ अयु, छ ? (ते. तमे Adual). ते. प्रश्ननो GtR 3 छ : જીવમાં અપદભૂત દ્રવ્યભાવો છોડીને ગ્રહ તું યથા, સ્થિર, નિયત, એક જ ભાવ જેહ સ્વભાવરૂપ ઉપલભ્ય આ. ૨૦૩. uथार्थ :- [ आत्मनि ] मात्मामi [ अपदानि ] अ५६भूत [ द्रव्यभावान् ] द्रव्यमावाने [ मुकत्वा ] छो.न. [ नियतम् ] dि, [ स्थिरम् ] स्थिर [ एकम् ] मे [ इमं ] u (प्रत्यक्ष अनुभवगायर) [ भावम् ] भवन-[ स्वभावेन उपलभ्यमानं ] 3 ४ (मात्मान) स्वभाव३. अनुभवाय छेतेने-[ तथा ] ( भव्य !) वोछ तेवो [ गृहाण ] प्रा . २. (ते. ॥ ५६ छ.) ટીકા - ખરેખર આ ભગવાન આત્મામાં બહુ દ્રવ્ય-ભાવો મધ્ય (દ્રવ્યભાવરૂપ ઘણા ભાવો મધ્યે), જે અતસ્વભાવે અનુભવાતા (અર્થાત્ આત્માના સ્વભાવરૂપે નહિ પરંતુ પરસ્વભાવરૂપે અનુભવાતા), અનિયત અવસ્થાવાળા, અનેક, ક્ષણિક, વ્યભિચારી ભાવો છે, તે બધાય પોતે અસ્થાયી હોવાને લીધે સ્થાતાનું સ્થાન અર્થાત્ રહેનારનું રહેઠાણ નહિ થઈ શકવા યોગ્ય હોવાથી અપદભૂત છે; અને જે તસ્વભાવે (અર્થાત્ આત્માના સ્વભાવરૂપે) Page #163 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૨૦૩ ૧૪૯ અનુભવાતો, નિયત અવસ્થાવાળો, એક, નિત્ય, અવ્યભિચારી ભાવ ચૈતન્યમાત્ર જ્ઞાનભાવ) છે, તે એક જ પોતે સ્થાયી હોવાને લીધે સ્થાતાનું સ્થાન અર્થાત્ રહેનારનું રહેઠાણ થઈ શકવા યોગ્ય હોવાથી પદભૂત છે. તેથી સમસ્ત અસ્થાયી ભાવોને છોડી, જે સ્થાયીભાવરૂપ છે એવું પરમાર્થરસપણે સ્વાદમાં આવતું આ જ્ઞાન એક જ આસ્વાદવાયોગ્ય છે. ભાવાર્થ-પૂર્વે વર્ણાદિક ગુણસ્થાનપર્યત ભાવો કહ્યા હતા તે બધાય, આત્મામાં અનિયત, અનેક, ક્ષણિક, વ્યભિચારી ભાવો છે. આત્મા સ્થાયી છે સદા વિદ્યમાન છે, અને તે બધા ભાવો અસ્થાયી છે નિત્ય ટકતા નથી, તેથી તેઓ આત્માનું સ્થાન-રહેઠાણ-થઈ શકતા નથી અર્થાત્ તેઓ આત્માનું પદ નથી. જે આ સ્વસંવેદનરૂપ જ્ઞાન છે તે નિયત છે, એક છે, નિત્ય છે, અવ્યભિચારી છે. આત્મા સ્થાયી છે અને આ જ્ઞાન પણ સ્થાયી ભાવ છે તેથી તે આત્માનું પદ છે. તે એક જ જ્ઞાનીઓ વડે આસ્વાદ લેવા યોગ્ય છે. ગાથા–૨૦૩ ઉપર પ્રવચન હવે પૂછે કે હે ગુરુદેવ) તે પદ કયું છે?’ તમે પદની ઘણી વ્યાખ્યા કરી છે, એ પદ છે શું? આવો પ્રશ્ન જેના હૃદયમાંથી આવ્યો છે તેને ઉત્તર દેવામાં આવે છે. આહાહા...! શું કહે છે? સાધારણ સાંભળવા આવ્યો હોય અને ગરજ નથી તેને આ ઉત્તર નથી દેતા. પણ જેને અંતરમાં પ્રશ્ન) આવ્યો કે, પ્રભુ! આ પદ શું છે? આહાહા...! ક્યાં છે આત્મા? અને કેવી ચીજ છે? પ્રભુ! એવો જેને હૃદયથી ઉદ્ગાર, અવાજ, પૂછવાનો અવાજ આવ્યો તેને ઉત્તર આપે છે, એમ કહે છે. આચાર્ય એમ કહે છે, તેને અમે ઉત્તર આપીએ છીએ. આહાહા...! आदम्हि दव्वभावे अपदे मोत्तूण गिण्ह तह णियदं । थिरमेगमिमं भावं उवलमंतं सहावेण ।।२०३।। જીવમાં અપદભૂત દ્રવ્યભાવો છોડીને ગ્રહ તું યથા, સ્થિર, નિયત, એક જ ભાવ જેહ સ્વભાવરૂપ ઉપલભ્ય આ. ૨૦૩. ટીકા :- “ખરેખર આ ભગવાન આત્મામાં... આહાહા.! લ્યો, અહીંથી ઉપાડ્યું. ભગવાન આત્મા! જોયું? આહાહા...! જેની મહિમાનો પાર નથી, જેના ચૈતન્ય ચમત્કારની શક્તિનો અગાધ દરિયો ભર્યો છે. આહાહા...! એવો ભગવાન આત્મા. આહા...! “બહુ દ્રવ્યભાવો મધ્યે દ્રવ્યભાવરૂપ ઘણા ભાવો મળે), જે અતસ્વભાવે અનુભવાતા (અર્થાત્ આત્માના સ્વભાવરૂપે નહિ પરંતુ પરસ્વભાવરૂપે અનુભવાતા),” એક વાત. “અનિયત અવસ્થાવાળા,...” Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ એ પુણ્ય ને પાપ ને તેના ફળ બધા અનિયત છે, કાયમ રહેવાવાળી ચીજ નથી. આહાહા...! પહેલા શું કહ્યું? “બહુ દ્રવ્ય-ભાવો મળે. જે અતસ્વભાવે અનુભવાતા” એક બોલ કહ્યો. રાગાદિ અતસ્વભાવ છે. તતસ્વભાવ નથી. “અનિયત અવસ્થાવાળા” છે. એકરૂપ રહેવાવાળા નથી, અનિયત – નિશ્ચય રહેવાવાળી ચીજ નથી. આહાહા...! “અનેક...' છે. ત્રીજો બોલ. રાગાદિ પુણ્યાદિ ભાવ અતસ્વભાવ છે, અનિયત છે, અનેક છે અને “ક્ષણિક...” છે અને વ્યભિચારી ભાવો છે...” આહાહા...! રાગ પોતાનો માને છે તે વ્યભિચારી જીવા છે. આહાહા...! સમજાણું? વ્યભિચારી ભાવો છે,...” એ દયા, દાન, વ્રતના પરિણામ પોતાના માનવા એ વ્યભિચારી જીવ છે. આહાહા...! ગજબ વાત છે. કરોડોપતિ શેઠિયો હોય અને તેનો દીકરો હોય, સ્ત્રીકન્યા સારા ઘરની અને ખાનદાનની હોય પણ એ પુત્ર જ્યારે વ્યભિચારે ચડી ગયો હોય અને પોતાના પટારામાંથી માલ લઈને વ્યભિચારીને આપે તો તેના પિતાજી કહે, ભાઈ! ઘરે સ્ત્રી મહા ખાનદાનની દીકરી છે, માથું ઊંચું કરે નહિ, આંખ ઊંચી કરે નહિ), એ ભર્યું ભાણું છોડી, પ્રભુ! બાપ એને કહે. હૈ? અરે...! ઘરે દીકરી, કન્યા સારા ઘરની (છે). એ ભર્યું ભાણું છોડી. ભર્યું ભાણું સમજાણું? અને આ કોકને ઠેકાણે વ્યભિચારે બાપુ જા, ભાઈ! આ ઘર નહિ ખમે. તું પટારામાંથી માલ પણ લઈ જાય છે, મને ખબર છે. એમ જગતપિતા ત્રિલોકનાથ જગતને કહે છે કે, હે આત્મા! આહાહા...! તારી અંદર ખાનદાનની ચીજ પડી છે ને તેને છોડીને તું રાગના વ્યભિચારે ચડી ગયો, પ્રભુ! તારી શોભા નથી, એ ઘર નહિ ટકે. આહાહા...! પછી લાકડી મારે? આવી કરુણા. આહાહા...! “લક્ષ્મીચંદભાઈ એમ કે, સંતો કંઈ લાકડી મારે? પ્રભુ! આ તું વ્યભિચારે ચડી ગયો, ભાઈ! આહાહા...! ખાનદાનની દીકરી ઘરે (છે), એને મૂકીને કોળની સાથે ચાલવા મંડ્યો, પ્રભુ! એમ આ ખાનદાન નિધાન અંદર પડ્યા છે તેને છોડીને રાગ ને પુણ્ય ને પાપના વ્યભિચારે ચડી ગયો, નાથ! આહાહા...! જુઓ! આચાર્યની કરુણા તો જુઓ! હેં? આહાહા...! એવું છે. પેલું ગાણું નહોતું ગાયું? હમણા ‘રમેશભાઈ એ ગાયું હતું ને? એ તારા દુઃખ દેખીને જ્ઞાનીને રૂદન આવે. આહા.! ભાઈ! આવા દુઃખ, બાપુ! આહાહા...! અને અહીં કાંઈક સગવડતા થોડી હોય ને ઠીક હોય ત્યાં જાણે મોટા અમે સુખી છીએ. ધૂળમાંય નથી, સાંભળને. પાગલ (છે), બહારની પદવીના સ્થાનને તું પોતાના માને છે તો તું) વ્યભિચારી છો. આહાહા.! છે? “વ્યભિચારી ભાવો છે...” તે બધાય પોતે અસ્થાયી હોવાને લીધે... આહાહા...! રાગાદિ, પુણ્યાદિ, એના ભાવ ને બધા ફળાદિ તે બધાય પોતે અસ્થાયી હોવાને લીધે...” કાયમ નહિ રહેવાને લીધે. “સ્થાતાનું સ્થાન અર્થાત્ રહેનારનું રહેઠાણ નહિ થઈ શકવા યોગ્ય હોવાથી.” આહાહા.! અસ્થાયી હોવાથી સ્થાયીનું સ્થાન, રહેનારનું એ સ્થાન નથી. આહાહા..! શું કહ્યું? રાગ દયા, દાન, Page #165 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૨૦૩ ૧૫૧ વ્રતાદિના ફળ બધા અસ્થાયી છે. એ સ્થાતાનું સ્થાન નથી. રહેવાવાળાનું એ સ્થાન નથી. જેને કાયમ રહેવું છે એનું એ સ્થાન નથી. એ તો રખડવાનું સ્થાન છે. આહાહા...! Wાતાનું, સ્થતા એટલે સ્થિર થવાનું. એ સ્થાન નથી. અપદભૂત છે;” એ કારણે અપદભૂત છે; “અને જે તસ્વભાવે (અર્થાત્ આત્માના સ્વભાવરૂપે) અનુભવાતો...” આહાહા..! તસ્વભાવરૂપે (અર્થાતુ) જ્ઞાન ને આનંદ સ્વભાવે અનુભવાતો. જ્ઞાન અને આનંદનો અનુભવ કરવાવાળો. એ તસ્વભાવનો અનુભવ છે. એ રાગાદિનો અનુભવ એ અતસ્વભાવ છે. આહાહા...! છે? “(આત્માના સ્વભાવરૂપે) અનુભવાતો,...” આનંદ ને જ્ઞાન ને શાંતિ ને સ્વચ્છતા તો આત્મસ્વભાવનો અનુભવ છે. આહા! એ સ્થાયી છે, સ્થાતાનું સ્થાન છે, રહેનારનું એ સ્થાન છે. આહાહા.. કેવી ટીકા કરી છે. તસ્વભાવ અનુભવાતો નિયત અવસ્થાવાળો,” છે. એ વસ્તુ ત્રિકાળી નિયત છે તો તેની અવસ્થા છે તે પણ નિયત જ રહેવાવાળી છે. આહા...! “એક, નિત્ય, અવ્યભિચારી ભાવ છે. આહાહા.! તે એક જ પોતે સ્થાયી હોવાને લીધે...” એક જ પ્રકારનું જે ધ્રુવ સ્થાન એ “સ્થાતાનું સ્થાન અર્થાત્ રહેનારનું રહેઠાણ થઈ શકવા યોગ્ય હોવાથી પદભૂત છે. તેથી સમસ્ત અસ્થાયી ભાવોને છોડી, જે સ્થાયીભાવરૂપ છે.” સ્થાયીભાવરૂપ છે “એવું પરમાર્થરસપણે સ્વાદમાં આવતું આ જ્ઞાન એક જ આસ્વાદવાયોગ્ય છે. વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) પ્રવચન નં. ૨૮૧ ગાથા-૨૦૩, શ્લોક-૧૩૯, ૧૪૦ શનિવાર, શ્રાવણ વદ ૪, તા. ૧૧-૦૮-૧૯૭૯ સમયસાર ૨૦૩ ગાથા, એનો ભાવાર્થ. પૂર્વે વર્ણાદિક ગુણસ્થાનપર્યત ભાવો કહ્યા હતા...... આહાહા! તે બધાય, આત્મામાં અનિયતછે. રાગાદિ, ગુણસ્થાનના ભેદાદિ, એ આત્મામાં અનિયત છે (અર્થાતુ) કાયમ રહેવાવાળી ચીજ નથી. આહા.! “અનેક” છે. અનેક ભાવ (છે). રાગાદિ વિકલ્પ, શુભ-અશુભ આદિ, એ અનેક છે. “ક્ષણિક,...” છે. રાગાદિ ભાવ, એ ક્ષણિક છે. “વ્યભિચારી.” છે. આહાહા.! “પૂનમચંદજી છાબડા’ ગયા? ઈ પ્રશ્ન લાવ્યા હતા. વિદ્યાનંદજી' કહે છે કે, પુણ્યને અધર્મ કહ્યો છે એ ક્યાં છે? આચાર્યોએ ક્યાં કહ્યો છે? આહાહા...! આ શું કહે છે આ? પુણ્ય ભાવ તે અનિયત છે, ક્ષણિક છે, વ્યભિચારી છે. આહા.! આકરું કામ. વ્યભિચારી આવ્યું ને? આહાહા.! વ્યભિચારી ભાવ છે. શુભ રાગ, ગુણસ્થાનના ભેદ એ અભેદની અપેક્ષાએ ભેદનો અનુભવ એ વ્યભિચાર છે. આહાહા...! રાગનો અનુભવ એ તો કુંદકુંદાચાર્યે કહ્યું ને? ઝેરનો ઘડો. શુભભાવને Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર સમયસાર સિદ્ધિ ભાગ-૭ કહ્યો છે. વિષકુંભ, અરે. પ્રભુ એ શુભ વિકલ્પ પણ ઘોર સંસારનું કારણ છે એમ નિયમસારમાં લખ્યું. આહાહા...! આકરું કામ છે, ભાઈ! અનાદિનો અભ્યાસ, રાગ ને ભેદનો અભ્યાસ (છે) એને આ વાત (કહેવી). સત્ય વાત આ છે કે રાગ-દયા, દાન, વ્રતના ભાવ બધા વ્યભિચારી છે. આહાહા...! ભગવાન આનંદસ્વરૂપ, તેનો અનુભવ કરવો એ અવ્યભિચાર છે. આહાહા.! શુભ ભાવનો અનુભવ કરવો... આકરું પડે, ભાઈ! શું થાય? એને વ્યભિચાર કીધો છે. આહાહા...! આ તમારા મંદિર બનાવવાના શુભ ભાવ... “લક્ષ્મીચંદભાઈ આ વસ્તુસ્થિતિ (આવી છે). ભગવાન! આ તો મારગ છે, બાપુ! પરમાનંદનો નાથ શુદ્ધ ચૈતન્યઘન બિરાજે છે. એના અનુભવ સિવાય... આહાહા. એ ચાહે તો શુભ તીર્થંકરગોત્ર બાંધવાનો ભાવ (હોય), વ્યભિચાર છે. ત્યારે ઈ એમ કહે છે કે, અધર્મ તો. “આત્માવલોકનમાં આવ્યું છે, “દીપચંદજીનું, શ્રાવકને ધર્મઅધર્મ હોય, એવો પાઠ છે. પણ એ તો કહે કે, શ્રાવક ગૃહસ્થનું નહિ આચાર્યનું લાવો. એમ કહે છે. “આત્માવલોકન શાસ્ત્ર દીપચંદજી'નું બનાવેલું છે. પણ અહીં તો સમ્યગ્દષ્ટિ ચાહે તો તિર્યંચ હોય કે સમ્યગ્દષ્ટિ સિદ્ધ (હોય, બન્નેના) સમ્યગ્દર્શનમાં કાંઈ ફેર નથી. એટલે એ સમ્યગ્દષ્ટિ કથન કરે કે કેવળી (કથન) કરે, એ બધું એક જ સરખું છે. આહાહા.! કેમકે ત્યાં તો તિર્યંચનું સમકિત અને સિદ્ધનું સમકિત, સમકિતમાં શું ફેર? આહાહા...! આ શુભભાવ ધર્મીને આવે પણ છે એ વ્યભિચાર. એટલે કે ધર્મના સ્વરૂપથી વિરુદ્ધ. પણ આ ભાવ તો (સંવત) ૧૯૮૫ ના પોષ મહિનામાં સંપ્રદાયમાં કહેલો. બોટાદમાં ૧૯૮૫, કેટલા વર્ષ થયા? ૫૦, ૫૦ વર્ષ પહેલા. કીધું, ભાઈ! જે ભાવથી તીર્થકરગોત્ર બંધાય એ બંધના કારણનો ભાવ ધર્મ ન હોય. બંધના કારણનો ભાવ ધર્મ નહિ. માટે તે ધર્મ નહિ, માટે અધર્મ છે. મુમુક્ષુ :- કોઈ એમ કહે છે કે, અધર્મ છે એમ ક્યાં લખ્યું છે? ઉત્તર:- વિષકુંભ કીધો પછી શું કીધું? ઝેરનો ઘડો કીધો. કુંદકુંદાચાર્યના મૂળ શ્લોકમાં શુભ ભાવ તે ઝેરનો ઘડો છે, પ્રભુ તો અમૃતનો સાગર છે. અમૃતના સાગરથી એ શુભઅશુભ ભાવ એ વિરુદ્ધ ભાવ છે. આહાહા..! આમ તો યોગીન્દ્રદેવે” ન કહ્યું? “પાપ કો પાપ તો સહુ કહે પણ અનુભવીજન પુણ્યને પાપ કહે ત્યારે પાપ અધર્મ નથી? આહાહા...! અને “પુણ્ય-પાપ (અધિકારની છેલ્લી ગાથા, “જયસેનાચાર્યની ટીકા. પ્રભુ! અહીં તો અધિકાર પાપનો ચાલે એમાં તને રત્નત્રયની, વ્યવહાર રત્નત્રયની વ્યાખ્યા કેમ લાવ્યા? એમ ટીકામાં પ્રશ્ન છે. કે, ભાઈ! ખરેખર તો એ વ્યવહાર રત્નત્રય પુણ્ય છે, વ્યવહારે પવિત્ર ધારણ છે એમ કહેવાય પણ નિશ્ચયથી સ્વરૂપથી પતીત થાય માટે રાગ આવે છે, માટે તેને પાપ કહીએ છીએ. આહાહા.! અરેરે.! આવી વાત. અહીં એ જ કહ્યું કે, શુભ ભાવ અને ગુણસ્થાનના ભેદ, એ બધો વ્યભિચાર છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૨૦૩ ૧૫૩ ભાઈ! તારો સ્વભાવ નહિ. આહાહા...! પ્રભુ! તને કલંક છે. આહાહા...! ભવ કરવો એ કલંક છે તો ભવનો ભાવ શુભરાગ કરવો એ કલંક (છે). “પુણ્ય-પાપ અધિકારમાં ત્યાં સુધી તો કહ્યું કે મોક્ષનું કારણ એવી સામાયિકની પ્રતિજ્ઞા લેવા છતાં શુભ ભાવથી હઠતો નથી એ નપુંસક છે. આહાહા...! સામાકિની પ્રતિજ્ઞા લેવા છતાં શુભ ભાવથી હઠતો નથી. શુભ ભાવ કોઈ સામાયિક નથી. આહાહા.! સમજાણું? એ ક્લીબ છે, નપુંસકતા છે. આહા...! પ્રભુ... પ્રભુ! તારી વાત. ધર્મીને પણ કમજોરીથી આવે છે એટલી નપુંસકતા છે. આહાહા...! માર્ગ બાપા બીજો, કોઈ અલૌકિક છે. આ તો જન્મ-મરણ મટાડે એવી દૃષ્ટિ અને દૃષ્ટિનો વિષય... આહાહા...! અલૌકિક છે. લોકોને આ બાહ્યની ક્રિયા અને પુણ્ય પરિણામમાં ધર્મ મનાવવો છે અને પુણ્યને કારણ તેમનાવવું છે), એ વ્યભિચાર નથી પણ એનાથી ધર્મ થશે. આહાહા...! ભાઈ! એવું તો અનંતવાર માન્યું છે, પ્રભુ! અરેરે. આહાહા...! ક્યાંય ખોવાઈ ગયો. આહાહા...! સંસારમાં ઘરમાં પાંચ દીકરી, પાંચ દીકરાના ખાટલા પાથર્યા હોય અને બે ખાટલા ખાલી દેખે તો પૂછે), આ દીકરીઓ અત્યાર સુધી કેમ આવી નથી? ક્યાં રમવા વઈ ગઈ? તો ગોતવા જાય. ખોવાઈ ગયું, જાણે શું થયું આ તે? બાર-બાર વાગ્યા ને આવી નહિ, ક્યાં છે? હવે જે એની દીકરી નથી, એની વસ્તુ નથી એ ખોવાય તોય આટલી ગોતવાની? અને પ્રભુ! તું આખો રાગમાં ને પુણ્યમાં ખોવાઈ ગયો. આહાહા...! તારી ચીજ આખી ખોવાઈ ગઈ. આહાહા.! રાગના પ્રેમમાં પ્રભુ તારો પ્રેમ તને છૂટી ગયો, નાથ! આહાહા...! એ અહીંયાં કહે છે, અહીં તો ગુણસ્થાન-ભેદ પણ વ્યભિચાર છે, એમ કહ્યું. આહાહા...! તે બધા ભાવો વ્યભિચારી છે તો “આત્મા સ્થાયી છે. મૂળ ચીજ ભગવાન સ્થાયી છે. ત્યાં બેસવાનું સ્થાન છે, સ્થિર રહેવાનું સ્થાન છે, સ્થાતાનું સ્થાન (છે). જેને સ્થિર રહેવું હોય તો સ્થાતા નામ ધ્રુવ છે તેમાં રહી શકે. આહાહા..! આવી વાતું છે. હજી તો પુણ્યની ક્રિયાને ધર્મ મનાવી ને લોકોને રાજી રાજી રાખવા છે. લોકો બિચારા ત્યાં રાજી રાજી થાય, ભાન ન મળે કાંઈ. આહાહા...! ભાઈ! એ બધા તારા સંસારમાં રખડવાના કારણો છે. ‘નિયમસાર’ તો એમ કહ્યું કે, ભાઈ! વિકલ્પ ઘોર સંસારનું કારણ છે. તે અહીંયાં પાઠ છે. પણ એ એમ કહે છે, “પદ્મપ્રભમલધારીદેવ' મુનિનું છે, એમ કરીને કાઢી નાખે છે). આહાહા.! “રતનલાલજી એમ કહે છે, મુનિનું નહિ, આચાર્યનું જોઈએ. કારણ કે મુનિમાં ઓલું સ્પષ્ટ આવે અને “મોક્ષમાર્ગ પ્રકાશક', પંચાધ્યાયી”, “સમયસાર નાટકમાં ઘણી સ્પષ્ટ, ચોખ્ખી વાત આવે. એટલે કહે કે, એ ગૃહસ્થોનું નહિ. આહાહા...! એ તો ઓલો વિદ્યાસાગર એમ કહે છે, “મોક્ષમાર્ગ પ્રકાશક નહિ. અરર. પ્રભુ... પ્રભુ! શું કરે છે? બાપુ એ તો સંતોએ, ગૃહસ્થોએ સમકિતીઓએ સ્પષ્ટ વાત ખુલ્લી કરીને તાળા ઉઘાડી નાખ્યા છે. આહાહા.! જે શાસ્ત્રમાં ગંભીરપણે વાત હોય છે તેનો ખુલાસો કરીને ખીલવટ કરી છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ આહા. નહિતર પણ આ કુંદકુંદાચાર્ય પોતે કહે છે કે, વિષકુંભ છે. સમકિતીનો જે શુભ ભાવ છે એ વિષકુંભ છે. મિથ્યાદૃષ્ટિનો તો મિથ્યાત્વ ભાવ વિષકુંભ – ઝેર છે એની વાત તો અહીંયાં નથી કરતા. આહાહા...! પણ આત્મજ્ઞાની... આહાહા...! એના આત્માના જ્ઞાનની આગળ સમ્યગ્દર્શન ને જ્ઞાનની આગળ, એ શુભ ભાવ તેને આવે છે પણ છે ઝેર. “હેમરાજજીએ અર્થમાં કૌંસમાં એમ નાખ્યું છે કે, આ કર્તાપણાની બુદ્ધિ છે માટે એમ કહ્યું. એવું લખ્યું છે. “સમયસાર', મૂળ “સમયસાર'. કર્તાપણાનો અર્થ કે પરિણમન રાગનું છે એ કર્તાપણું. પરિણમન છે એ કર્તાપણું એટલું એ ઝેર છે. આહાહા...! અહીંયાં કહે છે કે એ બધા પુણ્ય ને પાપના, દયા ને દાનના, વ્રત ને ભક્તિના ભાવ પ્રભુ! અસ્થાયી છે, વ્યભિચાર છે. પ્રભુ! તારું કલ્યાણ એમાં નથી. આહા.! અરે. આ શ્રદ્ધાની હા પાડવામાં તારું શું ચાલ્યું જાય છે? તારું ચાલ્યું જાય છે, વિપરીત ભાવ ચાલ્યો જાય છે. એમાં તને નુકસાન શું છે? આહાહા..! એ તો લાભનો સોદો, ધંધો છે. આહાહા...! એ શુભરાગ, ગુણસ્થાનભેદ આહાહા.! અહીં તો આગળ લઈ જઈ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ એ લેવાની અહીં તો શરૂઆત છે. આમાં (આગળ) આવશે. એ પણ ભેદ છે. આહાહા...! હમણા આવશે ને. હવે આવશે. હવે પછી આ ગાથામાં હમણા આવશે. ૨૦૫. ચોથે જ આવી. આના પછી જ આવી. જુઓ ૨૦૪. आभिणिसुदोधिमणकेवलं च तं होदि एक्कमेव पदं। सो एसो परमट्ठो जं लहिदुं णिव्वुदि जादि।। २०४।। એ જ્ઞાનના ભેદનું લક્ષ ન કરવું. એ તો જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન... જ્ઞાન. જ્ઞાન બસ! આહાહા...! આગળની ગાથાનો આ ઉપોદ્યાત છે. આહાહા...! રાગની તો વાત શું કરવી પણ જ્ઞાનના પાંચ ભેદ પાડવા, મતિ, શ્રુત, અવધિ એ તો શેયની અપેક્ષાએ જાણવાની પર્યાય છે તો ભેદ પડ્યા છે. જ્ઞાયકની અપેક્ષાએ એ ભેદ છે નહિ. શાયકની અપેક્ષાએ તો જ્ઞાન... જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન. આહાહા.! ઝીણું છે, ભાઈ! અત્યારે તો બધી બહારની પડિમાઓ લઈ લ્યો, આ લ્યો ને આ લીધું ને આ કર્યું એટલે થઈ ગયો જાણે ધર્મ. અરરર...! પ્રભુ! આ તો વીતરાગનો માર્ગ છે, ભાઈ! આહા...! વીતરાગના પંથે બેસીને વીતરાગથી વિરુદ્ધ વાત કરવી. આહાહા.! પ્રભુ! એ તને શોભતું નથી. હોય, રાગ આવે છે પણ એ છે ઝેર અને આકુળતા ને દુઃખરૂપ છે. આહાહા...! ભગવાન આત્મા અનાકુળ ને આનંદ (સ્વરૂપ છે), તેનો આશ્રય લઈને જે અનાકુળ અને આનંદદશા સમ્યગ્દર્શન, જ્ઞાન ઉત્પન્ન થયા એ અનાકુળ અને આનંદની દશા છે. આહાહા...! અને પુણ્યના પરિણામ એ આકુળતા અને દુઃખ છે. નિયમસારમાં તો બહુ સખત કહ્યું પણ મુનિ છે, એમ કરીને કાઢી નાખે. આચાર્યનું લાવો. પોતાનો બચાવ કરવો છે. મુનિરાજ પદ્મપ્રભમલધારીદેવ’ તો કહે છે, વિકલ્પ ઘોર સંસારનું કારણ છે). આહાહા.! શુભરાગ Page #169 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૨૦૩ ૧૫૫ ઘોર સંસાર, સંસાર, સંસાર. આહાહા...! આપણે આવ્યું ને કાલે ભાઈ? “લાલચંદભાઈ! ઓલી ગતિ. મનુષ્યગતિ આદિ ક્રિયા, પરિણામ સંસાર છે. આહાહા...! ગતિ આદિના ભાવ પર્યાયમાં, હોં પર શરીર આદિની વાત નહિ. ગતિ આદિના ભાવ, રાગાદિના ભાવ... આહા...! એ બધી ક્રિયાના પરિણામ, એ સંસાર છે. આહાહા.! સંસાર તારી પર્યાયથી જુદો ન હોય. સંસાર ભૂલ છે તો ભૂલ તારી પર્યાયમાં થાય છે. એ ભૂલ પરને લઈને થાય છે, સ્ત્રી, કુટુંબ સંસાર છે એમ છે નહિ). એ તો પર ચીજ છે, પરની સાથે શું સંબંધ છે? તારી પર્યાયમાં સંબંધ છે તેની અહીંયાં વાત ચાલે છે. જે શરીર, કર્મ, સ્ત્રી, કુટુંબ, ધંધો તેની સાથે તો કોઈ સંબંધ જ નથી. આહાહા..! પણ પર્યાયમાં રાગનો, દયા, દાન, વિકલ્પનો સંબંધ છે, પર્યાયમાં ભેદરૂપનો સંબંધ છે. આહાહા.! એ ક્રિયાના પરિણામ સંસાર છે. આહાહા.! પંડિતજી! આવી વાતું છે, બાપુ. આહાહા...! આત્મા સ્થાયી છે –સદા વિદ્યમાન છે) અને તે બધા ભાવો અસ્થાયી છે...” કયા ભાવ? પુણ્ય, ગુણસ્થાનભેદ એ બધા અસ્થાયી છે. ભગવાન સ્થાયી ધ્રુવ. ધ્રુવ... ધ્રુવ (છે). આ તો અસ્થાયી છે. આ સ્થાયી છે, આ અસ્થાયી છે. આ સ્થિર થવાલાયક છે અને આ તો અસ્થિર થવાલાયક છે. આહાહા.પહેલી સમ્યગ્દર્શન અને એની દશા, બાપુ! એ કોઈ અલૌકિક વાત છે. ચારિત્ર તો ક્યાં છે બાપા! આહાહા...! કાળ એવો થયો. ચારિત્ર તો સ્વરૂપના ભાન, અનુભવ સહિત આનંદમાં રમણતા, આનંદમાં લીનતા, અતીન્દ્રિય આનંદના સાગર જ્યાં ઉછળે. આહાહા...! એવી ચારિત્ર દશા તો બાપુ! અલૌકિક છે. આહાહા...! અહીંયાં તો હજી સમ્યગ્દર્શનની દશામાં શું છે તેની વાત ચાલે છે. સમ્યગ્દષ્ટિ રાગાદિ ભાવને, ભેદભાવને ક્લેશ, દુઃખ... આહાહા.! વ્યભિચાર જાણે છે. ભગવાનઆત્મા સ્થાયી (છે). તે બધા ભાવો અસ્થાયી છે -નિત્ય ટકતા નથી, તેથી તેઓ આત્માનું સ્થાન-રહેઠાણથઈ શકતા નથી.” ભગવાન આત્માનું એ સ્થાન નથી, પદ નથી. એ શુભ અશુભભાવ એ આત્માનું પદ નથી. આહાહા..! એ આત્માનું પદ નથી. આહાહા...! ઓલા “કળશટીકામાં લીધું છે, ભાઈ! આનો કળશ આવશે ને? પદનો અર્થ એવો કર્યો છે, ત્રેતાદિ આદિ પદ એ તારા સ્થાન નથી. ટીકામાં છે, આમાં. આ “કળશટીકા. વ્રતાદિ, વ્રત, નિયમ વિકલ્પ જે છે એ તારું પદ નથી. આહાહા...! ' અરેરે...! અરે.! બાપુ! અનંતકાળ ચોરાશીના અવતાર. આહાહા.! આમ દેખીએ છીએ, ઓલી લીલ-ફૂગને દેખીને આટલું પાણી, એટલામાં લીલના ઢગલા છે. હવે એવું તો ક્યાં આખી દુનિયામાં સ્થૂળ નિગોદ. સૂક્ષ્મ નિગોદ તો આખા લોકમાં ભર્યા છે. આ તો બાદર નિગોદ આહાહા...! અરે.! એ કે દિ ત્રસ થાય? કે દિ માણસ થાય? કે દિ એનો સત્યની વાણી સાંભળે તેમાં જન્મ થાય? આહાહા...! આવી દુર્લભતા, બાપુ આ કોઈ સાધારણ વાત નથી. મનુષ્યપણું મળ્યું, વીતરાગનો વાસ્તવિક માર્ગ સાંભળવાનો જોગ મળ્યો એ તો બાપુ! Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ એની કોઈ અલૌકિક વાત છે. અરેરે...! આમ લીલ-ફૂગના દળ દેખીએ છીએ. એ કે દિ માણસ થાય? અસંખ્ય અસંખ્ય ચોવીશીના સમય જેટલા નિગોદના શરીર છે. એનું એક શરીરને અનંતમે ભાગે બહાર આવ્યા, મોક્ષમાં જનારા. આહાહા...! કારણ કે નિગોદ સિવાયની સંખ્યા જે મનુષ્યગતિ, ઢોરગતિ, પંચેન્દ્રિય, બે ઇન્દ્રિય એ બધા અસંખ્ય છે. શું કહ્યું? બે ઇન્દ્રિયની સંખ્યા, ત્રણ ઇન્દ્રિયની, ચતુરિન્દ્રિયની, અસંજ્ઞી પંચેન્દ્રિયની, સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ, નારકી બધાની સંખ્યા અસંખ્ય છે. અને નિગોદના એક શરીરમાં અનંતગુણા જીવ. હવે એના અનંતમે ભાગે પણ બહાર પૂરા આવ્યા નથી. અસંખ્યમે ભાગે તો ક્યાંથી આવે? આહાહા.... કારણ કે જેટલી સંખ્યા તિર્યંચની, મનુષ્યની, દેવની અસંખ્ય ગણો, બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય બધા પણ સંખ્યા અસંખ્ય. અને નિગોદના એક શરીરમાં એથી અનંતગુણા જીવ. આહાહા...! એવા શરીર અરેરે.! અસંખ્ય ચોવીશીના સમય જેટલા તો નિગોદના શરીર. પ્રભુ તું ત્યાંથી નીકળીને આવ્યો. ક્યાં સુધી આવ્યો અને હવે શું કરવાનું છે? આહાહા...! જેઠાલાલભાઈ!” મુમુક્ષુ - નિગોદનો જીવ પણ અનંતગુણનો ધણી. ઉત્તર :- બધું અનંતવાર થયું છે. આહાહા...! આવો હજી એને નિર્ણય કરવાનો પણ ટાઈમ નહિ. આહાહા.. જે આત્માના હિતના પંથે જવું છે એ અહિતના પંથથી ખસી હિતના પંથનો નિર્ણય, અરે...! ભલે વિકલ્પ સહિત પહેલો નિર્ણય તો કરે). આહાહા...! અને એ નિર્ણય વિકલ્પથી કર્યો હોય પછી વિકલ્પ છોડીને અનુભવની દૃષ્ટિ કરે તે સાચો નિર્ણય. આહાહા...! આવું છે. લોકો પછી વિરોધ કરે. એ...ઈ...! “સોનગઢ' આમ કહે છે, આમ કહે છે. ભાઈએ નહોતું કહ્યું? પંડિતજી ! “હુકમચંદજી'. આ ‘સોનગઢીયો” છે, આવી નિશ્ચયની વાત કો'ક બોલે તો કહે, આ સોનગઢીયો' છે. મુમુક્ષુ :- “સોનગઢ ગયો નથી ત્યાં “સોનગઢીયો’? ઉત્તર :- આ “સોનગઢીની વાત છે, ઈ સોનગઢીયો’ છે, એમ કહે. અને વ્યવહારથી લાભ મનાવે સોનગઢીયો નહિ, ઈ સંપ્રદાયનો. અરે...! પ્રભુ! આ ભાગ શું પાડ્યા તેં? અહીં તો પરમાત્મા કહે છે, કુંદકુંદાચાર્ય કહે છે, એની ટીકા “અમૃતચંદ્રાચાર્યે કરી છે. એ કહે છે કે, “આત્માનું પદ નથી.” એ રાગની ક્રિયાના ભાવ એ આત્માનું પદ નહિ. આહા ! એ તારું સ્થાન નહિ, પ્રભુ! ત્યાં બેસવા લાયક, રહેવા લાયક નહિ. આહાહા.! પંડિતજી! આવી વાત છે. આહાહા...! એકવાર એની હા તો પાડ. હા પાડ તો હાલત થઈ જો અંદર. ના પાડ તો નરક ને નિગોદ ઊભું છે, બાપા! આહાહા..! આહા! શું થાય? ભાઈ! પરમાત્માના વિરહ પડ્યા, કેવળજ્ઞાની રહ્યા નહિ. આહાહા...! મુમુક્ષુ :- કેવળીના ભક્તો રહી ગયા છે ને અમારા ભાગ્યે. ઉત્તર :- વસ્તુ શાસ્ત્રમાં રહી ગઈ. ઈ સમજનારા સમજે. આહાહા.! દેવનું આવવું Page #171 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૨૦૩ ૧૫૭ પણ રહી ગયું, અટકી ગયું. કે ભઈ આનાથી વિરુદ્ધ હોય એને દંડ કરો અથવા નકાર કરો. એ પણ અટકી ગયું. “ઋષભદેવ ભગવાનને વખતે તો... આહાહા.! ચાર હજાર સાધુ સાથે થયા. રાજાઓ! કારણ કે પ્રભુ મોટા હતા તો એના મિત્ર તરીકે સંબંધમાં હતા), એટલે ભગવાન દીક્ષા લ્ય તો આપણેય દીક્ષા લ્યો. દીક્ષા લીધી પણ કંઈ વસ્તુ –આત્માનુભવ) નહોતો. ભગવાનને તો બાર મહિના સુધી આહાર ન મળ્યો. આને બાર મહિના શું થોડા મહિના ગયા ત્યાં આહાર મળ્યો નહિ એટલે વેશ ફેરવી નાખ્યો. કોઈ ફળ ખાવા મંડ્યા, કોઈ ફલાણું ખાવા મંડ્યા. જંગલમાં દેવ આવ્યા ઉપરથી, આ વેશમાં, નગ્નપણામાં આ કરશો તો તમને દંડશું. વેશ છોડી દયો. આહાહા.! જુઓને કાળ કેવો અનુકૂળ કે ઓલા જરી, રાજાઓ બિચારા, ભગવાનના સંબંધી બહુ હોય અને ભગવાન જ્યારે દીક્ષા લ્ય (તો) આપણે દીક્ષા લેવી, એટલું. દીક્ષા શું એની ખબર નહિ). આહાહા.! ભગવાનને છ-છ મહિના સુધી આહાર ન મળ્યો. છ મહિના પછી આહાર વ્હોરવા ગયા તોય છ મહિના મળ્યો નહિ. પહેલી છ મહિનાની તો બંધી કરી હતી, પ્રતિજ્ઞા કરી હતી. છ માસ સુધી આહાર ન લેવો. એ પ્રતિજ્ઞા પુરી થઈ, લેવા ગયા તોય છ મહિના (આહાર) મળ્યો નહિ. ઓલા રાજા ટકી શક્યા નહિ. પછી જુદા જુદા વેશ ધારણ કરી ને કંઈક ફળ ખાવા મંડ્યા ને કોઈક ફૂલ ખાવા મંડ્યા ને કોઈ કાંઈક. દેવે આવીને કહ્યું, દંડ કરશું, છોડી દ્યો, નગ્ન વેશ છોડી હ્યો. તું બીજો વેશ પહેરી લે. બીજા વેશમાં ગમે તે કર પણ નગ્ન વેશમાં આ નહિ હોઈ શકે. આહાહા...! જુઓને કાળ! અનુકૂળ કાળમાં વિપરીત ચાલનારાને દંડ કરનારા દેવ આવતા. આહાહા..! અહીં કહે છે, એ આત્માનું પદ નથી. છે? જે આ સ્વસંવેદનરૂપ જ્ઞાન....” સ્વસંવેદનરૂપ જ્ઞાન એ ત્રિકાળ, હોં! પોતાની પર્યાયમાં વેદના થાય છે એવું ત્રિકાળી જ્ઞાયક આત્મા તે નિયત છે...” ત્રિકાળી વસ્તુ જ્ઞાયક છે એ નિયત છે. તે એક છે,...” ત્રિકાળી જ્ઞાયકભાવ તે નિત્ય છે. અહીં તો એ સ્થાયી છે એમાં રહેવા લાયક છે એમ બતાવવું છે. એ નિત્યમાં (રહેવા લાયક છે). અહીં પર્યાયની વાત નથી અત્યારે. સમજાણું? રાગાદિ અસ્થાયી, અનિત્ય, ક્ષણિક અને અનેક (છે), ત્યારે ભગવાન આત્મા નિત્યની વાત છે, હોં! તો ત્યાં જા અને ત્યાં સ્થિર રહેવા લાયક છે. આહાહા...! છે? “સ્વસંવેદનરૂપ જ્ઞાન...” ત્રિકાળી, હોં! એ નિયત છે, એક છે, નિત્ય છે” છે ને? ત્રિકાળી સ્વભાવ તે નિત્ય છે. એ “અવ્યભિચારી છે. આહાહા...! “આત્મા સ્થાયી છે અને આ જ્ઞાન પણ સ્થાયી...” છે. જ્ઞાન એટલે ગુણ. આત્મા સ્થાયી નિત્ય ધ્રુવ છે. આ જેટલા વિશેષણ આપ્યા. સ્વસંવેદનરૂપ જ્ઞાન, ઈ જ્ઞાન કહો કે આત્મા કહો, એમ. નિયત જ્ઞાન કહો કે આત્મા કહો, એક જ્ઞાન કહો કે આત્મા કહો, નિત્ય જ્ઞાન કહો કે આત્મા કહો, અવ્યભિચારી જ્ઞાન કહો કે આત્મા કહો. એ જ્ઞાન તે આત્મા અને આત્મા તે જ્ઞાન. એમ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જ્ઞાન તે આત્મા એ તરીકે લીધું. આત્મા સ્થાયી છે અને આ જ્ઞાન પણ સ્થાયી...' છે. એનો ગુણ, આત્મા જેમ સ્થિર છે, ધ્રુવ છે એમ જ્ઞાનગુણ પણ સ્થાયી, ધ્રુવ છે. આહાહા..! તેથી તે આત્માનું પદ છે. તે એક જ જ્ઞાનીઓ વડે આસ્વાદ લેવા યોગ્ય છે.’ આહાહા..! જ્ઞાનીઓ દ્વારા, ધર્મી દ્વારા આ આત્માનો એક જ સ્વાદ લેવા લાયક છે. આહાહા..! રાગનો સ્વાદ પણ લેવા યોગ્ય નથી. શુભરાગનો (સ્વાદ). શ્લોક-૧૩૯ સમયસાર સિદ્ધિ ભાગ-૭ (અનુષ્ટુમ્) एकमेव हि तत्स्वाद्यं विपदामपदं पदम् । अपदान्येव भासन्ते पदान्यन्यानि यत्पुरः । ।१३९ ।। હવે આ અર્થનો કળશરૂપ શ્લોક કહે છે : શ્લોકાર્થ :- [ તત્ મ્ વ દિ પવમ્ સ્વાદ્ય ] તે એક જ પદ આસ્વાદવાયોગ્ય છે [ વિપવામ્ અપવં ] કે જે વિપત્તિઓનું અપદ છે (અર્થાત્ જેમાં આપદાઓ સ્થાન પામી શકતી નથી) અને [ યત્પુર: ] જેની આગળ [ અન્યાનિ પવનિ ] અન્ય (સર્વ) પદો [ અપવાનિ વ માસì ] અપદ જ ભાસે છે. ભાવાર્થ :- એક જ્ઞાન જ આત્માનું પદ છે. તેમાં કોઈ પણ આપદા પ્રવેશી શકતી નથી અને તેની આગળ અન્ય સર્વ પદો અપદસ્વરૂપ ભાસે છે (કારણ કે તેઓ આકુળતામય છે આપત્તિરૂપ છે). ૧૩૯. કળશ-૧૩૯ ઉ૫૨ પ્રવચન હવે આ અર્થનો કળશરૂપ શ્લોક કહે છે : ' (અનુષ્ટુમ) एकमेव हि तत्स्वाद्यं विपदामपदं पदम् । अपदान्येव भासन्ते पदान्यन्यानि यत्पुरः ।।१३९।। જુઓ! આ શ્લોક ‘અમૃતચંદ્રાચાર્ય’નો છે. ‘તે એક જ પદ આસ્વાદવાયોગ્ય છે.' લ્યો, Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૩૯ ૧૫૯ આ તો આચાર્ય છે, “અમૃતચંદ્રાચાર્ય. એક જ આનંદકંદ પ્રભુ એ આસ્વાદવા લાયક છે. રાગાદિ દયા, દાન રાગનો સ્વાદ લેવા યોગ્ય નથી, એ આદર કરવા લાયક નથી. આહાહા...! એક જ પદ આસ્વાદવાયોગ્ય છે.... આહાહા.! એકાંત થઈ ગયું. જ એ તો એકાંત થઈ ગયું. એ જ સમ્યક એકાંત છે. તે એક જ.” એમ છે ને પાઠ? “પમ્ વ હિ “પ્રમ્ વ’ નિશ્ચય “હિ એમ. ‘અમૃતચંદ્રાચાર્ય મુનિ હજાર વર્ષ પહેલા થયા. આહાહા...! ૨૦૩ ગાથાનો શ્લોક છે. સમજાણું? ૨૦૩ ગાથા. સમજાણું કાંઈ? હમ્ વ દિ પમ્ વાદ્ય આહાહા..! એક જ, એક જ. આહાહા.! પ્રભુ! અનેકાંત તો કરો. આત્માનો સ્વાદ પણ લેવા યોગ્ય છે અને રાગ, વ્યવહાર કરવા લાયક છે એમ તો કહો, તો અનેકાંત થઈ જાય. એ અનેકાંત નહિ. એક જ સ્વાદ લેવા યોગ્ય છે અને બીજું નહિ, તેનું નામ અનેકાંત છે. આહાહા.! વ્યવહારથી પણ થાય છે, નિશ્ચયથી પણ થાય છે એ અનેકાંત નહિ. નિશ્ચયથી થાય છે અને વ્યવહારથી થતું નથી, એ અનેકાંત છે. આહાહા...! બહુ કામ આકરું. આખી પ્રથા ફેરવી નાખી. સમાજમાં સંપ્રદાય, એના અધિપતિઓએ આખી લાઇન ફેરવી નાખી. શેઠિયાઓએ પણ એ કબુલ કરીને એ પંથમાં ચાલ્યા. વ્યવહારથી લાભ થશે, રાગથી લાભ છે. આહાહા...! ભાઈ! એ ભાવ તો બધા આસ્વાદવા યોગ્ય નથી. આ “એક જ પદ આસ્વાદવાયોગ્ય છે...” ત્રિકાળી, હોં! ત્રિકાળી. આસ્વાદવાયોગ્ય તો પર્યાય થઈ. પણ કોને આસ્વાદવા યોગ્ય છે? ત્રિકાળી જ્ઞાયક ભાવ આનંદનો નાથ પ્રભુ, એની એકાગ્રતા કરીને આસ્વાદવાયોગ્ય છે. ત્યાં અતીન્દ્રિય આનંદ ભર્યો છે, નાથ! તને અતીન્દ્રિયનો સ્વાદ આવશે. એ સ્વાદ આગળ તને ઇન્દ્રના સુખ ઝેર જેવા લાગશે. આ સ્ત્રી તો ધાનના ઢોકળા (છે). ધાન બે દિ ન ખાય તો આમ મોઢું થઈ જાય. એ તો ચામડા ને માંસ ને હાડકા. દેવના વૈક્રિયક શરીર, દેવીઓ... આહાહા.! એના ભોગ પણ આ સ્વાદની આગળ ઝેર લાગશે તને. આહાહા.! સમજાણું? આવી વાત છે. અરે રે! હિતની વાતને નિશ્ચયાભાસ કરીને કાઢી નાખી અને અહિતની વાતને અનેકાંતમાં નાખીને આદર કરી દીધો. આહાહા...! અહીં આવ્યું હવે. જુઓ! [વિપામ્ પર્વ કે જે વિપત્તિઓનું અપદ છે. ભગવાનના અનુભવમાં વિપત્તિ નથી, વિપદા નથી, આકુળતા નથી, દુઃખ નથી. (અર્થાત્ જેમાં આપદાઓ સ્થાન પામી શકતી નથી)...” ભગવાન અનાકુળ આનંદનો સ્વાદ લેવામાં આપદા સ્થાન પામતી નથી, આપદા બિલકુલ આવતી નથી. આહાહા.! વિપદી, રાગાદિ જે વિપદા એ આત્માની સંપદાના અનુભવમાં વિપદાનું સ્થાન છે નહિ. આહાહા...! (અર્થાત્ જેમાં આપદાઓ સ્થાન પામી શકતી નથી...... આહાહા..! જેની આગળ...” [અન્યાનિ પહાનિ, કળશટીકા છે ને આ? “અધ્યાત્મ તરંગિણી'. એમાં Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ 'અપવાનિ' વ્રતાદિના કહ્યા. વ્રતાદિ બધા અપદો છે. આહાહા..! એ વિકલ્પ છે ને. આહાહા..! જેની આગળ અન્ય (સર્વ) પદો...’ `અપવાનિ ‘અપદ જ ભાસે છે.’ આહાહા..! અન્ય પદ નામ રાગ, ભેદ આદિ એ અપદ ભાસે છે અને પોતાનું નિજ સ્વરૂપ તે પદ, સ્થાયી તે પદરૂપ ભાસે છે. આહાહા..! ભાવાર્થ :– એક જ્ઞાન જ આત્માનું પદ છે.’ જાણવું.. જાણવું.. જાણવું.. જાણવું.. જાણવું જે સ્વભાવ એ આત્માનું પદ – સ્થાન છે. જાણવું.. જાણવું.. જાણવું.. જાણવું.. જાણવું.. ત્રણકાળ ત્રણલોકના પ્રમેયને પ્રમાણમાં જાણવું. આહાહા..! એ જાણવું તારું પદ છે. એક જ્ઞાન જ. જ્ઞાનમાં એક લીધું. અનેક જ્ઞાનના ભેદ નહિ. આહાહા..! મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય ને કેવળ એવા ભેદ નહિ. આહાહા..! એક જ્ઞાન જ આત્માનું પદ છે. તેમાં કોઈ પણ આપદા પ્રવેશી શકતી નથી...’ રાગની આપદા સ્વરૂપના અનુભવમાં પ્રવેશ પામતી નથી. આહાહા..! ભગવાન નિજપદના અનુભવમાં એ રાગ જે અપદ, આકુળતા, આપદા એ સંપદાના અનુભવમાં પ્રવેશતી નથી). નિજસંપદા... આહાહા..! નિજ સંપત્તિ, પોતાની ઋદ્ધિ, તેનો અનુભવ કરવામાં અપદનું સ્થાન નથી. આહાહા..! કહો, ‘હસમુખભાઈ’ આવું બધું સાંભળવામાં કાં નવરાશ ક્યાં આમાં (છે)? રૂપિયા, રૂપિયા ને પૈસા, આ ધંધા. મુમુક્ષુ :– પહેલો નંબર આનો, બીજો નંબર રૂપિયાનો. ઉત્તર :– બીજો નંબર એકેયનો નંબર જ નથી. આહાહા..! આ દેહનો વિલય થઈ જશે. આ જ ભવમાં દેહ એવી રીતે થશે કે તારું કાંઈ નહિ ચાલે એમાં. તરફડિયા મા૨શે, આમ થાશે. દૃષ્ટિ ત્યાં, સ્વભાવ ઉપર નહિ, આકુળતા.. આકુળતા અને એમાં રોગ ફાટે. આહા..! એક અંગુલમાં ૯૬ રોગ. ભગવાન ‘કુંદકુંદાચાર્ય’ ‘અષ્ટપાહુડ’માં કહે છે, પ્રભુ! એક અંગુલમાં ૯૬ રોગ તો આખા શરી૨માં કેટલા? એમ પૂછ્યું છે. પોતે કહ્યું નથી, પૂછ્યું છે. વિચાર તો કર તું. એક અંગુલના ભાગમાં તસુ, શરીરમાં એક તસુમાં ૯૬ રોગ. આખા શરીરમાં કેટલા? પ્રભુ! એ બધા ફાટે ત્યારે તારું શું થશે? તારો નાથ અંદર નિરોગ ભગવાન પડ્યો છે ને! આહાહા..! મુમુક્ષુ :– ઇ તો જેને રોગ થાય એની વાત છે. અમે તો સાજા છીએ. ઉત્તર :- અત્યારે સાજા (લાગે), અંદર કેટલા રોગ છે. સાધારણ રોગ તો એને ખ્યાલમાં : ન આવે. બહુ વિશેષ રોગ જ્યારે આવે ત્યારે ખ્યાલમાં આવે. આહાહા..! ‘સનતકુમાર’ ચક્રવર્તી આમ સ્નાન કરતા હતા અને બીજા કોઈએ આવીને જોયું તો ઓ..હો..! બહુ સુંદર રૂપ તમારું. ત્યારે ઇ કહે છે કે, અત્યારે નહિ પણ હું સ્નાન કરીને જ્યારે રાજગાદીએ બેસું, બરાબર શણગાર-બણગાર, કપડાં, ઝવેરાત ને હાર પહેરું) ત્યારે જોવા આવજો. દેવ આવ્યા, દેવ. ઇ જ્યારે બેઠા ત્યારે દેવે જોયું, દેવે આમ કર્યું, એ નહિ, એ શરી૨ નહિ. શું થયું તને? અંદર જીવાત પડી છે. થૂંકો. થૂંક નાખો, જીવાત થઈ ગઈ Page #175 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૩૯ ૧૬ ૧ છે. તમે અભિમાન કરતા હતા કે આ શરીર હજી સ્નાનમાં છે, બરાબર ચોખ્ખું નથી અને સ્થાનમાં બેસું ત્યારે બરાબર જોજો). ઇયળ પડી, ઇયળ. તારા ઘૂંકમાં, શરીરમાં કીડા પડ્યા છે. ઘૂંકા આહાહા...! એકદમ વૈરાગ્ય આવી ગયો, દીક્ષા લઈ લીધી. દીક્ષામાં ૭00 વર્ષ રોગ રહ્યો. આહાહા.! અતીન્દ્રિય આનંદના સ્વાદ આગળ એની કાંઈ ખબરેય નથી. રોગ છે કે નહિ. એટલી સ્વરૂપમાં સાવધાની અને પર તરફની અસાવધાની. આહાહા...! મુનિરાજ કોને કહીએ? આહાહા...! જેની સ્વરૂપમાં રમણતાની જમાવટ જામી છે. આહાહા...! બરફની જેમ પાટ હોય એમ આનંદ અને શાંતિની પાટમાં એ પોઢ્યા છે. મુનિરાજ ત્યાં ઢળી ગયા છે. સમકિતી થોડા ઢળ્યા છે. આહાહા...! મુનિરાજ તો આખી આનંદની પાટમાં પોઢી ગયા છે. અતીન્દ્રિય આનંદના સ્વાદના સડકા (લ્યું છે), ઓડકાર પણ એનો. આહાહા..! એને મુનિ કહીએ. આહા...! અરે. બાપુ! હજી સમક્તિ કોને કહીએ? અને સમકિત હોય તો શું થાય? એની ખબરું નથી, એને મુનિપણા આવી જાય, ભાઈ! શું થાય? તને દુઃખ લાગે કે આ તે શું છે? બાપુ! માર્ગ આ છે, બાપુ! ભાઈ! આહાહા...! એક જ્ઞાન જ આત્માનું પદ છે. તેમાં કોઈ પણ આપદા પ્રવેશી શકતી નથી અને તેની આગળ અન્ય સર્વ પદો અપદસ્વરૂપ ભાસે છે... આહાહા...! ભગવાનના આનંદના સ્વાદની આગળ, આ પદની આગળ રાગાદિ અપદ ભાસે છે. છે? “અપદસ્વરૂપ ભાસે છે...” આહાહા.! અરે. પ્રભુ! શું કરે છે આ? દુનિયા રાજી થાય, મને વખાણે ને આહા.! ભારે આવડે છે તમને, હોં! મરી ગયો છે એમાં. સમજાણું? પોતાને ભૂલીને બીજાને સમજાવવામાં એકલો દોરાય જાય અને બીજા રાજી થાય, નંબર આપે એમાં દાળિયા શું થયા? બાપા! વાણી જડ, રાગ ઉઠે છે એ ચૈતન્ય નહિ, જડ. અરે.! એના સ્વામીપણે રહીને, અપદમાં રહીને પદની વ્યાખ્યા કરે. આહાહા.! આકરું કામ, પ્રભુ! અપદસ્વરૂપ ભાસે છે.” ભગવાનઆત્માના આનંદ સ્વભાવના નિજ પદ આગળ ચક્રવર્તીના રાજ અને ઇન્દ્રના ઇન્દ્રાસન અપદ ભાસે છે. આહાહા.! (કારણ કે તેઓ આકુળતામય છે' રાગાદિ બધા આકુળતા છે. આહાહા...! “(આપત્તિરૂપ છે). આપદા છે, આપદા. સંપદાની પાસે આપદા છે. આહાહા...! નિજ સંપદાના અનુભવ આગળ એ રાગ બધી આપદા છે. આહાહા! દુઃખ છે. બીજો શ્લોક આવ્યો? અરે જીવા અનંત સંસારમાં પરિભ્રમણ કરતાં તે ઘણાં દુઃખો સહન કર્યા–નરકાદિના ) ઘોરમાં ઘોર દુઃખોથી પણ તું સોંસરવટ નીકળી ગયો. પણ... વિરાધકભાવે, એકવાર જો આરાધકભાવે બધા દુઃખોથી સોંસરવટ નીકળી જા એટલે કે ગમે તેવી પ્રતિકૂળતા આવે તોપણ આરાધકભાવથી તું ડગે નહિ, તો ફરીને આ સંસારનું કોઈ દુઃખ તને ન આવે ને તારું સુખધામ તને પ્રાપ્ત થાય. આત્મધર્મ અંક–૫, જાન્યુઆરી–૨૦૦૮) Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્લોક-૧૪૦ (શાર્દૂલવિીડિત) સમયસાર સિદ્ધિ ભાગ-૭ एकज्ञायकभावनिर्भरमहास्वादं समासादयन् स्वादं द्वन्द्वमयं विधातुमसहः स्वां वस्तुवृत्तिं विदन् । आत्मात्मानुभवानुभावविवशो भ्रश्यद्विशेषोदयं सामान्यं कलयन् किलैष सकलं ज्ञानं नयत्येकताम् ।।१४० ।। વળી કહે છે કે આત્મા જ્ઞાનનો અનુભવ કરે છે ત્યારે આમ કરે છે ઃશ્લોકાર્થ ::- [ પુર્વા-જ્ઞાયમાવ-નિર્મત-મહાસ્વાદું સમાસાવયન્ ] એક શાયકભાવથી ભરેલા મહાસ્વાદને લેતો, એ રીતે જ્ઞાનમાં જ એકાગ્ર થતાં બીજો સ્વાદ આવતો નથી માટે) [ દ્વન્દ્વમયં સ્વાયં વિધાતુમ્ અસદ: ] દ્વંદ્ગમય સ્વાદને લેવા અસમર્થ (અર્થાત્ વર્ણાદિક, રાગાદિક તથા ક્ષાયોપશમિક જ્ઞાનના ભેદોનો સ્વાદ લેવાને અસમર્થ), [ આત્મ-અનુમવ-અનુમાવ-વિવશ: સ્વાં વસ્તુવૃત્તિ વિવન્ ] આત્માના અનુભવના-સ્વાદના પ્રભાવને આધીન થયો હોવાથી નિજ વસ્તુવૃત્તિને (આત્માની શુદ્ધપરિણતિને) જાણતો-આસ્વાદતો (અર્થાત્ આત્માના અદ્વિતીય સ્વાદના અનુભવનમાંથી બહાર નહિ આવતો) [ પુષ: આત્મા ] આ આત્મા [ વિશેષ-પ્રયં પ્રશ્યત્ ] જ્ઞાનના વિશેષોના ઉદયને ગૌણ કરતો, [ સામાન્ય નયન્ વિત ] સામાન્યમાત્ર જ્ઞાનને અભ્યાસતો, [ સનં જ્ઞાનં ] સકળ જ્ઞાનને [ તામ્ નતિ ] એકપણામાં લાવે છે-એકરૂપે પ્રાપ્ત કરે છે. ભાવાર્થ :- આ એક સ્વરૂપજ્ઞાનના રસીલા સ્વાદ આગળ અન્ય રસ ફિક્કા છે. વળી સ્વરૂપજ્ઞાનને અનુભવતાં સર્વ ભેદભાવો મટી જાય છે. જ્ઞાનના વિશેષો શેયના નિમિત્તે થાય છે. જ્યારે જ્ઞાનસામાન્યનો સ્વાદ લેવામાં આવે ત્યારે જ્ઞાનના સર્વ ભેદો પણ ગૌણ થઈ જાય છે, એક જ્ઞાન જ શેયરૂપ થાય છે. અહીં પ્રશ્ન થાય છે કે છદ્મસ્થને પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો સ્વાદ કઈ રીતે આવે? આ પ્રશ્નનો ઉત્તર પહેલાં શુદ્ધનયનું કથન કરતાં દેવાઈ ગયો છે કે શુદ્ઘનય આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ જણાવતો હોવાથી શુદ્ઘનય દ્વારા પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવે છે. ૧૪૦. Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૪૦ ૧૬૩ ૧૪). (શાર્દૂનવિક્રીડિત) एकज्ञायकभावनिर्भरमहास्वादं समासादयन् स्वादं द्वन्द्वमयं विधातुमसहः स्वां वस्तुवृत्तिं विदन्। आत्मात्मानुभवानुभावविवशो भ्रश्यद्विशेषोदयं सामान्यं कलयन किलैष सकलं ज्ञानं नयत्येकताम ||१४०।। આહાહા...! “વળી કહે છે કે આત્મા જ્ઞાનનો અનુભવ કરે છે ત્યારે આમ કરે છે - ભગવાનઆત્મા આત્માનો આદર કરીને અનુભવ કરે છે. આહા.. ત્યારે આ પ્રકારે થાય છે. પૂર્ણાનંદના નાથનો, સ્વભાવનો આદર કરતા અને રાગનો આદર છોડતા શું થાય છે, તે કહે છે. આહા! “એક શાકભાવથી ભરેલા મહાસ્વાદને લેતો... આહાહા...! જેને ચાર શેર ઘીનો પાયેલો મેસૂબનો સ્વાદ લીધો તેને લાલ જુવારના ફોતરાના રોટલા. લાલ જુવાર સમજો છો? લાલ જુવાર થાય છે, એના ફોતરા લાલ. લાલ ફોતરામાં મીઠાશ ન હોય. હજી આ જુવારના ધોળા ફોતરામાં મીઠાશ હોય. અમે તો બધું જોયું છે. (સંવત) ૧૯૭૬ની સાલમાં ‘વિરમગામના એક ગામડામાં હતા. આહાર વ્હોરવા ગયા તો વાણિયાનું કોઈ ઘર નહિ. લાલ ફોતરાના જુવારના રોટલા મળ્યા. ત્યાં શું કરે? ૧૯૭૬ની વાત છે. મુમુક્ષુ :- આપે ખાધેલા? ઉત્તર :- ખાધા, મળ્યા પછી ખાધા. ખાવાનું ઇ જ હતું, બીજું હતું નહિ. વાણિયાનું ઘર નહિ અને ગરીબ માણસો વસતા હતા. વિઠલગઢ” કે એવું કાંઈક નામ છે, “વિઠલગઢ'. ‘વિરમગામની આ બાજુ (છે). આ તો ૧૯૭૬ની વાત છે, ઘણા વર્ષ થઈ ગયા. ધોળી જુવારનો રોટલો અને ફોતરા એ તો મીઠા હોય. આ તો રાતા ફોતરાના જુવાર. એમાં ઘણો ભાગ ફોતરા. બિચારા ગરીબ માણસે રોટલા કરેલા. જઈએ તો પધારો, પધારો, પધારો મહારાજા (કહે). હોય ઈ આપે. (બીજું શું આપે? મુમુક્ષુ :- . આખા ગામમાં. ઉત્તર :- એ સાધારણ ગામ છે, સાધારણ ગામ. બહુ માણસો ઓછા. “વિઠલગઢ' છે, “વિઠલગઢ.’ ‘વિરમગામ થી ત્રણ ગાઉ છેટુ છે. ૧૯૭૬ની વાત છે. બધું ઘણું જોયું, ઘણું જાણ્યું. આહાહા...! એક ફેરી “પોરબંદર જતા'તા, ચોમાસુ હતું). (ત્યાં રસ્તામાં) એક ગામડું આવે છે. નામ ભૂલી ગયાં. એ ગામડામાં બધા અન્યમતિઓ સાધારણ. સાધારણ રોટલા અને સાધારણ દાળ. બીજું કાંઈ મળે નહિ. બપોરે બધા વાણિયા આવ્યા. ચોમાસે જાવું હતું ને એટલે બધા આવ્યા. કંઈક પાસે વસ્તુ ઊંચી, ઊંચી. ફલાણી, ફલાણી. ભઈ! એ લેવાય નહિ, કીધું. ત્યારે તો સખત ક્રિયા હતી ને જે રોટલા મળ્યા ને છાશ મળી એ બસ છે. એ નેમિદાસભાઈ ને બધા ગૃહસ્થો હતા, હરખચંદ શેઠ હતા. કાંઈક લઈને Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ આવેલા હોય. ત્રણ ગાઉ છેટે અને પોતાને પણ કાંઈક ખાવું હોય. તમારું અહીં મારે માટે લાવેલું અમને ખપે નહિ. અરે.! પણ મહારાજ! આ હલકા રોટલા અને છાશ લેશો ? દાળેય નહોતી, શાકેય નહોતું. રોટલા ને છાશ. મુમુક્ષુ :- આપે તો કોક વાર તો રોટલો પાણીમાં બોળીને ખાધો. ઉત્તર :- હા, તે શું કરે? છાશ ન મળે તો પાણીમાં ખાય. આ તો છાશ મળી. છાશ તો ત્યાં બહુ મળે. ગામડામાં છાશ સમજતે હૈં? મઠા. મઠો તો બહુ મળે. એ ક્ષત્રિયમાં, રજપૂતોમાં, કણબીમાં છાશ મળે. ચોખ્ખી છાશ ભરી હોય અને વ્હોરવા જાઈએ તો પધારો. પધારો. ઓહોહો...! મહારાજ લ્યો, લ્યો. છાશ લ્યો. પાંચ શેર, સાત શેર, દસ શેર છાશ લાવે. મઠા, રોટલા ને છાશ. બિંદુય પાણી મળે નહિ. એટલા પણ કેટલાક દિવસ કાઢ્યા છે. આહાહા.! અહીં કહે છે, જેને આત્માનો સ્વાદ આવ્યો. આહાહા...! એની આગળ “(જ્ઞાનમાં જ એકાગ્ર થતાં બીજો સ્વાદ આવતો નથી) આહાહા.! ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપમાં એકાગ્ર થાય છે તો એ સ્વાદની આગળ બીજો સ્વાદ ત્યાં આવતો નથી. આહાહા...! જુઓ આ નિર્જરાનો અધિકાર. હિમયે સ્વાવું વિધાતુન્ 18: ‘ઢંઢમય સ્વાદને લેવા અસમર્થ (અર્થાત્ વર્ણાદિક, રાગાદિક તથા ક્ષાયોપશમિક જ્ઞાનના ભેદો.. આહાહા.! વર્ણ, ગંધ, રસ, સ્પર્શનો સ્વાદ નહિ, દયા, દાન રાગનો સ્વાદ નહિ. અરે! ક્ષયોપમના ભેદ ક્ષયોપશમ, ગુણસ્થાનના ભેદ, એ ભેદનો પણ ત્યાં સ્વાદ નથી. આહાહા.! આવી વાતું હવે. વર્ણાદિક એટલે રંગ, ગંધ, રસ, સ્પર્શ જડ. રાગાદિ એટલે વિકારી પરિણામ. ક્ષયોપશમ એટલે ભેદ. ગુણસ્થાન આદિના ભેદ અથવા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન આદિ ક્ષયોપશમ. એ ક્ષાયોપથમિક જ્ઞાનના ભેદોનો સ્વાદ લેવાને અસમર્થ છે. આહાહા...! ભગવાન આત્મા જ્યારે જ્ઞાનમાં એકાગ્ર થાય છે ત્યારે એ રંગ, ગંધ, રસનો તો સ્વાદ નથી, રાગાદિનો સ્વાદ તો નહિ પણ પર્યાયના ભેદનો પણ સ્વાદ નહિ. આહાહા.! એ ક્ષયોપશમ આદિની પર્યાય ભેદરૂપ, તેનો પણ સ્વાદ નહિ, ત્યાં લક્ષ નથી. આહાહા.! દૃષ્ટિ પડી છે ભગવાન આત્મા ઉપર, જ્યાં એકલી આનંદની ખાણ (છે), આહાહા.! અતીન્દ્રિય આનંદનું નિધાન (છે). તેમાં એકાગ્રતાના કાળમાં, વિકલ્પ હોય ત્યારે લબ્ધરૂપ સ્વાદ હોય છે પણ સ્વાદ તો હોય છે, પણ આ તો ઉપયોગ અંદર જામી જાય છે એની વાત છે. આહાહા...! એ “ભેદોનો સ્વાદ લેવાને અસમર્થ)...” આહાહા...! રાગ ઉપર લક્ષ નહિ, ભેદ ઉપર લક્ષ નહિ. આહાહા.! રંગ, ગંધ, સ્પર્શવાળું શરીર તરફ લક્ષ નહિ. રંગ વિનાનો રાગ એનું લક્ષ નહિ, પણ જ્ઞાનના ભેદો આદિનું પણ લક્ષ નહિ. આહાહા...! આવી વાત છે. કહો, શાંતિભાઈ'. આમ બહારમાં લાખ રૂપિયા દઈએ તો જાણે ધર્મ થઈ જશે. રાગ મંદ હો (તો) પુણ્ય છે. આવી વાત. હમણાં લાખ લખાવ્યા ને લાખ રૂપિયા. “શાંતિભાઈ એ આ Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૪૦ ૧૬૫ ધર્મશાળામાં લાખ (આપ્યા). દસ લાખનું બનાવવાનું છે ને? એમાં લાખ લખાવ્યા છે. નહિ આ પરમ દિવસે? કે દિ’? ‘બાબુભાઈ’ અને બધા હતા. પહેલા પણ નાનાભાઈએ લાખ આપ્યા હતા ત્યાં ‘ભાવનગર’. સત્ સાહિત્ય ‘હીરાલાલ' તરફથી નીકળે છે ને? ત્યાં લાખ આપ્યા છે. નાનાભાઈએ, ‘હોંગકોંગ’ના. બે લાખનું મકાન લીધું છે ને? ‘નવનીતભાઈ’ પ્રમુખનું મકાન હતું એણે બે લાખનું લીધું. એના નાના ભાઈએ. અરે..! એ મકાન, એ પૈસા ને બાપુ! આહાહા..! જેને અંતરના સ્વાદ આવ્યા એ રાગનો સ્વાદ લેવાને અસમર્થ. એ તો ઠીક પણ ભેદનો સ્વાદ લેવાને અસમર્થ (છે). આહાહા..! એવી ચીજ છે, પ્રભુ! એ આનંદનો સાગર ભગવાન જ્યારે અંદરમાં જાય છે.. આહાહા..! એના સ્વાદ આગળ આ બધા જગતના સ્વાદ લેવાને અસમર્થ રહે છે. આહા..! છે? આત્માના અનુભવના સ્વાદના પ્રભાવને આધીન થયો હોવાથી નિજ વસ્તુવૃત્તિને (આત્માની શુદ્ધપરિણતિને)... આહા..! જાણતો-આસ્વાદતો..' નિજ અનુભવમાં આસ્વાદન લેતો. ‘(આત્માના અદ્વિતીય સ્વાદના અનુભવનમાંથી બહાર નહિ આવતો...' આહાહા..! અંતરના સ્વાદની આગળ ધર્માત્મા બહાર આવવાને પણ આળસુ થઈ જાય છે. બહાર આવવામાં આળસુ. આહા..! એવી સ્થિતિ છે. વિશેષ કહેશે...(શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ!) - પ્રવચન નં. ૨૮૨ શ્લોક-૧૪૦, ગાથા-૨૦૪ રવિવાર, શ્રાવણ વદ ૫, તા. ૧૨-૦૮-૧૯૭૯ ‘સમયસાર’ કળશ-૧૪૦, ફરીને. આ અધિકાર નિર્જરાનો છે. જેને પહેલા સંવર થયો હોય. સંવર એટલે ચૈતન્ય જ્ઞાયક પૂર્ણ આનંદ સ્વરૂપ, તેની દૃષ્ટિપૂર્વક અનુભવ થયો હોય તો એમાં પહેલા સંવ૨ થયો. મિથ્યાત્વ અને અનંતાનુબંધી આદિનો સંવર થયો, રોકાઈ ગયો. પણ પછી નિર્જરામાં શું થાય છે? સંવરવંતને પણ નિર્જરા ક્યારે થાય છે? એ કહે છે. ‘-જ્ઞાયમાવ-નિર્મત્ર-મહાસ્વાદું સમાસાવયન્ આહાહા..! ઝીણી વાત છે, ભાઈ! ‘એક જ્ઞાયકભાવ...’ ‘ભગવાન એક જ્ઞાયકભાવથી ભરેલા મહાસ્વાદને લેતો,..' અંતર જ્ઞાયકભાવના મહાસ્વાદથી પ્રભુ ભર્યો છે. તેની અંત૨માં એકાગ્રતા થઈને અંતરમાં વિશેષ સ્વાદને લેતો. આહાહા..! (એ રીતે જ્ઞાનમાં જ એકાગ્ર થતાં બીજો સ્વાદ આવતો નથી..)' આહાહા..! રાગનો સ્વાદ, કર્મચેતના, કર્મફળચેતના એ રાગનો સ્વાદ અને રાગનો અનુભવ તો અનંતવા૨ થયો. ઇ તો અનંતવા૨ થયો પણ એનાથી ભિન્ન, રાગના વિકલ્પથી ભગવાન શાયકભાવના સ્વાદથી ભરેલો પ્રભુ, રાગથી ભિન્ન છે. એમ જ્યારે પહેલા ભેદજ્ઞાન થાય છે પછી એ જ્ઞાયકભાવના સ્વભાવમાં વિશેષ એકાગ્ર થઈ. આહાહા..! એ આત્માનો સ્વાદ વિશેષ વ્યે છે ત્યારે અશુદ્ધતા અને કર્મની નિર્જરા થાય છે. એ અપવાસ કરે ને તપ કર્યાં માટે નિર્જરા Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ (થાય છે), એ નિર્જરા નહિ. “તપ: નિર્નર’ એ તત્વાર્થસૂત્રમાં શબ્દ છે. ઇ તપસા (એટલે) આ તપસા. આહાહા...! જ્ઞાયકભાવ ભગવાન એમાં ભરેલા સ્વાદથી, એમાં સ્વાદ ભર્યા છે. અતીન્દ્રિય આનંદનો સ્વાદ જ્ઞાયકભાવમાં ભર્યો છે. તેના સ્વાદને લેતો. આહાહા...! આ નિર્જરા અને આ સંવર છે. અંતરમાં જ્ઞાયકભાવમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ ભર્યો છે તેનો સ્વાદ લેતો. આહાહા..! રાગ અને દ્વેષ, એ કંઈ અંતર જ્ઞાયકભાવમાં ભર્યા નથી. તેનો સ્વાદ લેવો એ તો અજ્ઞાન ભાવ છે. આહાહા...! જ્ઞાયકનો સ્વાદ લેતો થકો. હિન્દમયં સ્વાતં વિધાતુન્ સદ: હિંમય સ્વાદને લેવા અસમર્થ... પોતાના સ્વભાવ સિવાય વર્ણાદિક, રાગાદિક તથા ક્ષાયોપથમિક જ્ઞાનના ભેદોનો (ત્રણેનો) સ્વાદ લેવાને અસમર્થ આહાહા! જડના સ્વાદ તો કદી લીધો નથી પણ જડ તરફનું વલણ કરીને રાગનો સ્વાદ લીધો છે). તો અહીંયાં કહે છે કે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ચીજ જે છે, જડ શરીર, વાણી, મન એનો પણ સ્વાદ છૂટી ગયો. રાગાદિ વિકલ્પનો અંદર વિકાર છે તેનો પણ સ્વાદ છૂટી ગયો અને જે ભેદ છે, જ્ઞાનની પર્યાયમાં ભેદ છે, તો ભેદના લક્ષનો સ્વાદ પણ છૂટી ગયો. આહાહા...! છે? ‘(ક્ષાયોપથમિક જ્ઞાનના ભેદોનો સ્વાદ લેવાને અસમર્થ)...” શું કહે છે? ભગવાન આત્મા જ્ઞાયક સ્વભાવ, ચૈતન્યના સ્વાદથી ભરેલો તેમાં અંતરમાં એકાગ્ર થઈને આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વાદ લેતો. રંગ, રાગ અને ભેદ – એ ત્રણ શબ્દ ભાઈમાં આવે છે, નહિ? હુકમચંદજી'. ‘હુકમચંદજી' છે ને? ભજન બનાવ્યું છે ને? રંગ, રાગ અને ભેદ–ત્રણ. એણે ત્રણ નાખ્યા છે. રંગ આદિ, જડ આદિ ચૈતન્યનો રસ છૂટી જાય અને રાગાદિ છૂટી જાય અને ભેદનું લક્ષ પણ છૂટી જાય. તો ભેદનો સ્વાદ છૂટી જાય. આહાહા...! બહુ ઝીણું. નિર્જરા અધિકાર છે ને? આહા..! - નિર્જરા કેવી રીતે થાય છે? પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાં સ્વાદ ભર્યો છે તેનો સ્વાદ એકાગ્ર થતાં, અંતરમાં જ્ઞાયકભાવમાં એકાગ્ર થવાથી જે સ્વાદ આવે છે એ સ્વાદ અભેદનો સ્વાદ છે. તેમાં રંગ અને રાગ ને ભેદનો સ્વાદ છૂટી જાય છે. અસ્તિપણે જ્યારે અભેદનો સ્વાદ આવ્યો, અસ્તિ નામ એકરૂપ જ્ઞાયકભાવ છે તેની જ્યારે દૃષ્ટિ થઈ અને તેમાં એકાગ્ર થયો, તો અસ્તિપણાનો અભેદપણાનો સ્વાદ આવ્યો. રંગ ને રાગ ને ભેદ તેમાં નથી, તો એ રંગ, રાગ ને ભેદના સ્વાદ છૂટી જાય છે. અરે.. આરે.! આવી વાત. સમજાણું? અરે..! એણે ક્યારેય હિત કર્યું નથી. પરમાં રોકાઈ આ કર્યું ને આ કર્યું ને આ કર્યું. આહાહા...! તદ્દન રાગથી પણ નિવૃત્ત સ્વરૂપ, શરીર, વાણી, મન જડ એનાથી તો નિવૃત્ત સ્વરૂપ છે જ, પણ રાગથી નિવૃત્ત સ્વરૂપ અને ભેદથી પણ નિવૃત્ત સ્વરૂપ. આ જ્ઞાનાદિના ભેદ, પર્યાયમાં ભેદનું લક્ષ પણ છૂટી જાય છે. જ્ઞાનસ્વરૂપમાં એકાગ્ર થવાથી ભેદનું લક્ષ છૂટી Page #181 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૪૦ ૧૬૭ જાય છે તો ભેદનો સ્વાદ છૂટી જાય છે. આહાહા... ભેદનો સ્વાદ એ પણ રાગનો સ્વાદ છે. આહાહા.! ભેદ ઉપર લક્ષ કરવાથી રાગ ઉત્પન્ન થાય છે. અભેદ ઉપર દૃષ્ટિ કરવાથી રાગ વિનાનો આનંદનો સ્વાદ આવે છે. જેઠાલાલભાઈ આવું તો સાંભળ્યું ન હોય અને આખો દિ આ. અરે.રે.... પોતાના જ્ઞાયક અંતરમાં એકાગ્ર થવાથી અતીન્દ્રિય આત્માના સ્વાદ આગળ બીજાનો સ્વાદ આવતો નથી. આહા.! છે? આહા...! [માત્મ-સનુમવ-અનુમાવ-વિવશ: સ્વાં વરતુવૃત્તિ વિદ્] “આત્માના અનુભવના-સ્વાદના પ્રભાવને આધીન થયો હોવાથી...” અનુભાવ. આત્માના અનુભવના–સ્વાદના પ્રભાવને આધીન થયો હોવાથી...” “માત્મ-સનુમવ-અનુમાવ-વિવશ: એનો અર્થ કર્યો. આત્માના અનુભવના પ્રભાવને વિવશ. આહાહા...! જે અનાદિ કર્મના વશે પડતાં રાગ-દ્વેષ કરતો હતો. કર્મથી રાગદ્વેષ નથી થતા, કર્મને વશ પોતે થાય છે. એ ભગવાન આત્મા પોતાના જ્ઞાયક સ્વભાવને વશ થઈને... આહાહા...! જ્ઞાયકસ્વભાવ આહા...! આત્માનુભવના એટલે “અનુમાવ'. “અનુમાવી એટલે પ્રભાવને આધીન...” આધીન નામ “વિવશ: સ્વાં વરતુવૃત્તિ વિન્ આહાહા..! “નિજ વસ્તુવૃત્તિ.” નિજ આત્માની શુદ્ધ વૃત્તિ એટલે પરિણતિ. આહાહા...! “અમૃતચંદ્રાચાર્યનું કથન બહુ ટૂંકું. આત્મ અનુભવના પ્રભાવને વશ થાય છે. ત્યારે “સ્વાં વરસ્તુવૃત્તિ વિ નિજ વસ્તુવૃત્તિ...” આત્મા વસ્તુ, તેની વૃત્તિ-પરિણતિ. અનુભૂતિ અને વીતરાગી પરિણતિ. આહાહા...! “વાં વસ્તુવૃત્તિ વિ આહાહા.! નિજ વસ્તુની પરિણતિ. આહાહા...! “વિવલેતો થકો. છે? ‘(આત્માની શુદ્ધપરિણતિને) જાણતો-અનુભવતો. ઓહોહો...! ભગવાન આત્મા રાગથી ભિન્ન પડી પ્રથમમાં પ્રથમ જેણે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું ત્યારે તેને મિથ્યાત્વ આદિની સંવર દશા તો ઉત્પન્ન થઈ ગઈ. પણ હવે વિશેષ જ્ઞાનના અનુભવના સ્વાદને વશ પડ્યો અને વસ્તુની વૃત્તિ. વસ્તુ ભગવાન આત્મા, તેની વૃત્તિ. વૃત્તિ નામ પરિણતિ. આહાહા.! ભગવાન આત્મા વસ્તુ જ્ઞાયકભાવ, તેની વૃત્તિ, તેની પરિણતિ. આહાહા...! એ રાગ રહિત વીતરાગ પરિણતિ એ વસ્તુવૃત્તિ છે. આત્માનો અનુભવ, આનંદનો વીતરાગ પર્યાયનો આનંદનો સ્વાદ, એ વસ્તુની વૃત્તિ છે, એ વસ્તુની પરિણતિ છે. એ રાગાદિ પરિણતિ આત્માની વસ્તુ નહિ. આહાહા...! બહુ સરસ છે. આહાહા.! સ-રસ છે. આહાહા.! આત્માના... આ ભાષા જુઓ! “વસ્તુવૃત્તિ વિ આહાહા...! ભગવાન વસ્તુ, એ તરફની એકાગ્રતાની પરિણતિ. આહાહા...! તેને અનુભવતા. વસ્તુની પરિણતિને વેદતો. આહાહા...! “(આત્માના અદ્વિતીય સ્વાદના અનુભવમાંથી બહાર નહિ આવતો)...” આહા.! અંતરમાં એકાગ્રતાના સ્વાદની આગળ બહાર વિકલ્પમાં આવવું, એ નથી આવતો. આહાહા.! આવો માર્ગ. એનો અર્થ એ થયો કે, દયા, દાનનો વિકલ્પ જે છે એ વસ્તુવૃત્તિ નથી. સમજાણું? એ વસ્તુની પરિણતિ નથી. દયા, દાન, વ્રતાદિના વિકલ્પ એ વસ્તુની વૃત્તિ નથી. આહાહા...! Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ એ તો જડ તરફના વશ રાગની વૃત્તિ છે, રાગનો અનુભવ છે. પુણ્યનો અનુભવ એ રાગનો અનુભવ છે. આહાહા.! વસ્તુવૃત્તિ છે ને? “વિ એટલે જાણવું અને અનુભવવું. “વિવનો અર્થ. આહાહા...! ભગવાનઆત્મા વસ્તુ, તેની વૃત્તિ – અનુભૂતિ, તેના અવલંબને થયેલી વીતરાગી પરિણતિ, એ વસ્તુની વૃત્તિ, એ આત્માની પરિણતિ, એ આત્માની દશા, એ આત્માની પરિણતિ ને ભાવ. આહાહા.! એને “વિવ જાણતો એટલે અનુભવતો. આહાહા...! બહુ, “અમૃતચંદ્રાચાર્યે ટૂંકા શબ્દમાં કેટલું ભર્યું છે. આહાહા...! પ્રભુ! આ તો શાંતિનો માર્ગ છે. આહાહા...! વિકલ્પો ને બહારની ક્રિયામાં ધમાલ... ધમાલ. એમાં ધર્મ માને છે, પ્રભુ! તારી ચીજને તું ભૂલી ગયો. તારી ચીજ-વસ્તુ જે છે એ તો જ્ઞાયકભાવ અને આનંદથી ભરેલી ચીજ છે. એ તરફનો ઝુકાવ જો થાય તો તેની વૃત્તિ, અનુભૂતિ, પરિણતિ ઉત્પન્ન થાય છે. એ આત્માની અનુભૂતિની પરિણતિનો સ્વાદ લેતો અથવા તેને જાણતો, વેદતો, અનુભવતો. આહાહા.! અરે. આવી વાત છે. તેને નિર્જરા થાય છે, એમ કહે છે. આહાહા..! ભગવાનની આ વાણી છે. સંતો ભગવાનના આડતિયા છે. દિગંબર સંતો એ ભગવાનના આડતિયા છે. ભગવાનનો માલ આ રીતે જગતને પ્રસિદ્ધ કરે છે. આહા...! ભગવાન! તું વસ્તુ છે નેહવે અહીંયાં ભગવાન આવ્યા. ભગવાને એમ કહ્યું હતું કે, તારો ભગવાન અંદર જે વસ્તુ છે એ તરફ દૃષ્ટિ કર તો તારી પરિણતિ, વૃત્તિ ઉત્પન્ન થશે, એ ધર્મ છે. આહાહા...! સમજાણું? આ કંઈ પક્ષપાતની વાત નથી, આ તો વસ્તુની સ્થિતિ છે. એમ કહ્યું ને? આ કોઈ પક્ષ નથી, કોઈ પંથ નથી કે આ દિગંબર ધર્મ એક પંથ છે ને શ્વેતાંબર એક પંથ છે. આ તો વસ્તુવૃત્તિ–વસ્તુની પરિણતિ તે જૈનધર્મ છે. આહાહા...! સમજાણું? એ વસ્તુવૃત્તિનો અનુભવ થવાથી નિજ વસ્તુવૃત્તિને આત્માની શુદ્ધ પરિણતિને)...” એમ. વૃત્તિનો અર્થ. જાણતો–આસ્વાદતો (અર્થાત્ આત્માના અદ્વિતીય સ્વાદના અનુભવમાંથી) અંતરના એના સ્વાદ આગળ બીજાની કોઈ જોડ નથી. અજોડ આત્માનો સ્વાદ. આહાહા...! અંતરમાં જ્ઞાનાનંદમાં એકાગ્રતા થઈને, અંતરની વસ્તુની પરિણતિનો સ્વાદ લેતો. આહાહા...! બહાર નહિ આવતો...... આહાહા.! બહાર નીકળવું શોભતું નથી. પણ રહી શકતો નથી, નબળાઈને લઈને વિકલ્પ ઉઠે છે) પણ અંદર આનંદના સ્વાદમાંથી બહાર આવવું ચતું નથી, ગોઠતું નથી. આહાહા...! આવો આત્મા હવે. આહાહા...! આવા આત્માને મૂકીને બીજી બધી વાતું. આ વ્રત કરો ને તપસ્યા કરી ને જાત્રા કરી ને મંદિર બનાવો. આહાહા...! હમણા ઓલા ભાઈએ નહિ? ‘મિસરીલાલજી. મિસરીલાલજી નહિ? “કલકત્તા”. “કાલા? ‘મિસરીલાલ કાલા'. પાંચ લાખ આપ્યા હમણા ત્યાં. પાંચ લાખ. લોકોને એમ થઈ જાય કે આહા...! પણ એ ચીજમાં શું? એ તો કદાચિત્ એક રાગની વૃત્તિ છે, એ કંઈ આત્માની વૃત્તિ નથી. Page #183 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૪૦ ૧૬૯ આત્માની શુદ્ધ આત્મવૃત્તિ એ નથી. આહાહા...! જેઠાલાલભાઈ! હોય છે પણ એ આત્મવૃત્તિ નહિ. આહાહા.! ગજબ કામ કર્યું છે. - ‘આત્મ-અનુભવ-અનુમાવ’ આત્માના અનુભવના અનુભાવના પ્રભાવથી, વિવશ નામ તેને વશ થઈને. “સ્વાં પોતાની વસ્તુ પરિણતિને અનુભવતો થતો. આહાહા...! એટલા શબ્દના અર્થ છે. [N: માત્મા gિs: માત્મા] “આ આત્મા.” “N:' એટલે આ આત્મા. પ્રત્યક્ષ જાણે. આહાહા.... [ વિશેષ-૩ય પ્રશ્ય ] “જ્ઞાનના વિશેષોના ઉદયને ગૌણ કરતો. એ શું કહે છે? કે, મતિ, શ્રુત ને અવધિ ને એવા ભેદ પડે છે (એ) ભેદ ઉપરનું લક્ષ છોડી, ભેદને ગૌણ કરી અંતર અભેદની દૃષ્ટિમાં લીન થાય છે. આહાહા.! રાગની વાત તો ક્યાંય રહી, પરદ્રવ્યની તો ક્યાંય રહી... આહાહા...! પણ પર્યાયમાં મતિ ને શ્રુત ને અવધિ એવા ભેદ, એ લક્ષ પણ છોડી દયે છે. ભેદ ઉપર લક્ષ નહિ, અભેદ તત્ત્વ ઉપર દૃષ્ટિ છે. આહાહા..! ભેદ છે તેને જાણે, તેનો આદર નહિ. આહાહા.. જ્ઞાનના ભેદોનો કોઈ આદર નહિ. આહાહા.! એક જ્ઞાયક ભગવાન પૂર્ણાનંદ નાથ, વસ્તુ, જેમાં અનંત ગુણો વસેલા છે, રહેલા છે, વસ્તુ. આ વાસ્તુ લ્ય છે ને? વાસ્તુ કોઈ ઝાડ ઉપર લ્ય? મકાનમાં હોય. એમ આ વસ્તુ, જેમાં અનંત ગુણનો વાસ છે. આહાહા...! વસ્તુવૃત્તિ તે સન્મુખ થઈને જે પરિણતિ પ્રગટ થઈ, તેના વેદન આગળ [ વિશેષ-૩ય પ્રશ્ય ] વિશેષોના ઉદયને ગૌણ કરે. એ અભેદના અનુભવમાં ભેદના વિશેષને પણ ગૌણ કરતો પોતાના અભેદ આત્માનો અનુભવ કરે છે. આહાહા...! [સામાનં વનય વિના “સામાન્યમાત્ર જ્ઞાનને અભ્યાસતો. [સામાન્ય વનય વિને સામાન્ય નામ જ્ઞાયકભાવ ત્રિકાળી તેમાં “નય નામ એકાગ્ર કરતો. “નય અભ્યાસ કહો, એકાગ્રતા કહો, અનુભવ કહો. નયનના એટલા અર્થ થાય છે. ભગવાન સામાન્ય જે વસ્તુ, તેનું નિયન – તેમાં એકાગ્રતા, તેનો અભ્યાસ, તેનો અનુભવ કરતો. [સન્ન જ્ઞાન સકળ જ્ઞાનને એકત્વમાં લાવે છેપર્યાયના ભેદનું લક્ષ છોડી સ્વરૂપમાં એકાગ્રતા કરે છે. આરે. આવી વાતું છે. “સનં જ્ઞાનં સકલ જ્ઞાનની ભેદની દશાને પર્યાયમાં એકપણામાં લાવે છે...” ભેદનું લક્ષ છોડી જ્ઞાયકમાં એકાગ્રતા લાવે છે. આહા...! આવો માર્ગ એને લોકોએ કંઈક કરી નાખ્યો, પ્રભુનો માર્ગ. આહાહા...! ભાવાર્થ :- “આ એક સ્વરૂપજ્ઞાનના રસીલા સ્વાદ આગળ.” ભગવાન આત્માના સ્વભાવની એકાગ્રતા અને એ એકાગ્રતાના સ્વાદ આગળ અન્ય રસ ફિક્ક છે.” આહાહા.! ભેદનો રસ, રાગનો રસ બધા ફિક્કા છે. ઈન્દ્રના ઇન્દ્રાસનના (સ્વાદ ફિક્કા છે). આહાહા.! શરીર સુંદર હોય, રૂપાળું હોય, ઠીક રૂપ આદિ હોય), લોકોને આમ આકર્ષણ કરે. અરે..! પ્રભુ! જડનું આકર્ષણ? આહાહા.! ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદનો નાથ, જેનું જ્ઞાન ઉગ્ર. જેનું આનંદશરીર, જ્ઞાનશરીર એવું સ્વરૂપ, એ રૂપ તને આકર્ષિત નથી કરતું? આહાહા.! Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ આ એક સ્વરૂપજ્ઞાનના રસીલા સ્વાદ આગળ અન્ય રસ ફિક્કા છે.’ આહાહા..! ‘વળી સ્વરૂપજ્ઞાનને અનુભવતાં સર્વ ભેદભાવો મટી જાય છે.’ રાગ તો મટી જાય છે પણ ભેદભાવ મટી જાય છે. પર્યાયના ભેદનું લક્ષ નથી. સ્વરૂપની એકાગ્રતામાં ભેદનું લક્ષ છૂટી જાય છે. ભેદભાવ મટી જાય છે. ૨૦૪ ગાથા આવવાની છે ને? તેનો ઉપોદ્ઘાત છે. ૨૦૪ આવશે. આહાહા..! જ્ઞાનના વિશેષો શેયના નિમિત્તે થાય છે.' હવે શું કહે છે? જ્ઞાનના ભિન્ન ભિન્ન ભેદો એ શેયના નિમિત્તે થાય છે). મતિમાં આટલા શેય જાણવામાં આવે, શ્રુતમાં આટલું જાણવામાં આવે, અવિધમાં આટલું જાણવામાં આવે, મન:પર્યયમાં આટલું, કેવળમાં આટલું. એ શેયના ભેદથી ભેદ પડે છે. આહાહા..! જ્ઞાનના વિશેષો જ્ઞેયના નિમિત્તે થાય છે. જ્યારે જ્ઞાનસામાન્યનો સ્વાદ લેવામાં આવે...' આહા..! ભવના અંતની વાતું છે, પ્રભુ! આહાહા..! જેમાં ભવના અંત આવે અને અનંત આનંદના સ્વાદ આવે ત્યાં ભવના અંત છે. આહાહા..! જ્યારે જ્ઞાનસામાન્યનો સ્વાદ લેવામાં આવે છે...’ એકલા જ્ઞાયકભાવ તરફ એકાગ્રતા થાય છે ત્યારે જ્ઞાનના સર્વ ભેદો પણ ગૌણ થઈ જાય છે. એક જ્ઞાન જ શેયરૂપ થાય છે.’ એક પોતાનું જ્ઞાન જ શેય (થાય છે). આહાહા..! પરશેયના નિમિત્તે ભેદ પડે છે. મતિ ને શ્રુત ને અવધિ ને મન:પર્યય ને કેવળ. એ બધા જ્ઞેયના નિમિત્તના ભેદ છે, એમ કહે છે. આહાહા..! સમજાણું? આહાહા..! અંદર જ્ઞાયકભાવ મહાપ્રભુ અનંત ગુણનો રસીલો રસ, તેમાં જ્યારે રસ લ્યે છે.. આહાહા..! એમાં એકાગ્ર થાય છે ત્યારે જ્ઞાન જ શેયરૂપ થાય છે.' પોતાનું જ્ઞાન જ જ્ઞાનમાં શેયરૂપ થાય છે. પરણેયના ભેદ મટી જાય છે. આહાહા..! પોતાનું જ્ઞાન જ શેય, જ્ઞાન જ જ્ઞાન ને શાયક જ જ્ઞાન. ત્રણે એકરૂપ છે. ૫૨શેય અને આત્મા જ્ઞાતા, એ પણ નહિ. આહાહા..! નિજ આત્મા જ્ઞાયક, નિજ આત્મા પોતાના શાયકનું શેય અને પોતાનો આત્મા એ શેયનું જ્ઞાન. નિજ શેયનું જ્ઞાન. આહાહા..! સમજાણું? આ બાપુ! આ તો અંતરની વાતું છે. આ કંઈ બહારની ધમાલ.. આહા..! એમાં જાણે જ્ઞાનને માર્ગે ધમાધમ ચલી, જ્ઞાનમાર્ગ રહ્યો દૂર’ ‘અહીં પ્રશ્ન થાય છે કે છદ્મસ્થને પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો સ્વાદ કઈ રીતે આવે? છદ્મસ્થ છે, હજી પૂર્ણ જ્ઞાન નથી, તેને કેવળજ્ઞાનનો સ્વાદ કેવી રીતે આવે? તમે તો કહો છો કે, પાંચે જ્ઞાનની પર્યાયનો સ્વાદ અભેદમાં આવે છે. સમજાણું? ભેદનું લક્ષ છોડી, અભેદના સ્વાદમાં પાંચે જ્ઞાનનો અભેદપણે અભેદ સ્વાદ આવે છે. એ કહે છે કે, છદ્મસ્થને પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો સ્વાદ કઈ રીતે આવે?” આહાહા..! આ પ્રશ્નનો ઉત્તર પહેલાં શુદ્ધનયનું કથન કરતાં દેવાઈ ગયો છે કે શુદ્ઘનય આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ જણાવતો હોવાથી...’ શુદ્ઘનય જે સમ્યજ્ઞાનનો ભાવ, તેનો વિષય આત્મા, એ શુદ્ધ પૂર્ણ સ્વરૂપ બતાવે છે. શુદ્ઘનય આત્માનું પૂર્ણ સ્વરૂપ બતાવે છે. તેથી શુદ્ઘનય દ્વારા પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો...' વર્તમાનમાં કેવળજ્ઞાન Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૪૦ ૧૭૧ છે નહિ પણ પાંચ જ્ઞાનના ભેદનું લક્ષ છોડીને અભેદનો અનુભવ કરે છે તેમાં કેવળજ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવી ગયો. પ્રત્યક્ષ તો જ્ઞાયકનો છે. સમજાણું? કેવળજ્ઞાન વર્તમાનમાં નથી પણ કેવળજ્ઞાનની પર્યાય એ ભેદ છે તેને છોડી અંદર ગયો તો કેવળજ્ઞાનનો સ્વાદ પરોક્ષ રીતે આવ્યો. આહાહા...! મુમુક્ષુ :- પરોક્ષ કે પ્રત્યક્ષ ઉત્તર :- અત્યારે પ્રત્યક્ષ કેવળજ્ઞાન ક્યાં છે? એમ કહે છે. પણ કેવળજ્ઞાન આવું છે અને જ્ઞાયક સ્વભાવમાં કેવળજ્ઞાન પડ્યું છે, એવા જ્ઞાયકનો અનુભવ થતાં, કેવળજ્ઞાન અત્યારે નથી પણ પરોક્ષ રીતે સ્વાદ આવે. પર્યાય વર્તમાનમાં નથી એટલે પરોક્ષ રીતે કહ્યું. જ્ઞાયકભાવમાં કેવળજ્ઞાનની શક્તિ પડી છે તો તેનો સ્વાદ લે છે, કેવળજ્ઞાનનો પરોક્ષ સ્વાદ કહ્યો. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો પ્રત્યક્ષ સ્વાદ છે. અરેરે...! આવી વાતું છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન સ્વભાવ સન્મુખ થાય છે, તેનું તો પ્રત્યક્ષ વેદને વર્તમાન પ્રત્યક્ષ છે અને કેવળજ્ઞાન વર્તમાનમાં પ્રત્યક્ષ નથી માટે પ્રત્યક્ષ નથી પણ કેવળજ્ઞાનની પર્યાય જ્ઞાયકમાં શક્તિ પડી છે, એવો સ્વાદ લ્ય છે. પરોક્ષ કેવળજ્ઞાનની પર્યાયનો સ્વાદ કહેવામાં આવે છે. પર્યાયનો સ્વાદ, હોં! દ્રવ્યમાં સ્વાદ તો પ્રત્યક્ષ છે. શાંતિથી સાંભળવું, ભાઈ! આ તો વીતરાગ માર્ગ છે. આહાહા...! અરે.! પરમાત્મા ત્રિલોકનાથની દિવ્યધ્વનિ છે. પ્રભુ! રાગનો સ્વાદ તો નહિ. આહાહા...! ગજબ વાત છે. જડનો તો સ્વાદ નહિ, રાગનો સ્વાદ તો નહિ પણ કેવળજ્ઞાનનો સ્વાદ પરોક્ષ આવે છે. આહાહા...! પ્રત્યક્ષમાં તો જ્ઞાયકસ્વભાવમાં જે મતિ, શ્રુત પ્રગટ થયું તેનો સ્વાદ વર્તમાન પ્રત્યક્ષ છે અને કેવળજ્ઞાન પ્રગટ થશે, અત્યારે છે નહિ, પણ કેવળજ્ઞાન શક્તિમાં પડ્યું છે તો શક્તિની પ્રતીતિ થાય છે, કેવળજ્ઞાનની પર્યાયનો પરોક્ષ સ્વાદ (આવે છે). દ્રવ્યનો સ્વાદ પ્રત્યક્ષ પણ કેવળજ્ઞાન પર્યાય વર્તમાનમાં નથી માટે પરોક્ષ સ્વાદ કહેવામાં આવે છે. આહાહા. આવી વાતું છે. ખરેખર શુદ્ધનયની પૂર્ણતા કેવળજ્ઞાન થયે થાય છે. એ “આસ્રવ અધિકારમાં આવે છે, બે વાર આવ્યું છે. શુદ્ધનયનું પૂર્ણ રૂપ એટલે કે અંતરમાં શુદ્ધનયનો વિષય જે ધ્રુવ ત્રિકાળ (છે), તેનો આશ્રય લેવો છૂટી ગયો ત્યારે તેને શુદ્ધનયની પૂર્ણતા પ્રગટ થઈ. આહાહા...! કેવળજ્ઞાન થયું એ શુદ્ધનયની પૂર્ણતા પ્રગટ થઈ એમ કહે છે. આસ્રવ અધિકારમાં આવી ગયું છે. આ તો નિર્જરા અધિકાર છે. સમજાણું? આ તો હિન્દી છે ને? અમારા ગુજરાતી પુસ્તકમાં) ચિહ્ન કર્યા છે. ગુજરાતી વાંચન વિશેષ છે. શું કહ્યું? ‘આસવ અધિકારમાં અર્થમાં એમ લીધું છે કે, શુદ્ધનયની પૂર્ણતા કેવળજ્ઞાન થયે થાય છે. પર્યાય પૂર્ણ થાય ત્યારે શુદ્ધનય પૂર્ણ થઈ એમ આવે છે. છે આસવમાં છે? આમાં? હિન્દી. હિન્દી છે? ગુજરાતી છે નહિ. અહીં ગુજરાતી આવ્યું નથી. ગાથા કઈ છે? ૧૨૦ કળશ. એ આવ્યું. “સાક્ષાત્ શુદ્ધનય તો કેવળજ્ઞાન થયે થાય છે. ૧૨૦ કળશ. આમાં ચિલ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ કર્યું છે. ગુજરાતીમાં બે ઠેકાણે છે, આમાંય બે ઠેકાણે છે. બીજે ઠેકાણે છે ક્યાંક. અહીં છે? ૧૨૦ કળશ. ૧૨૧ શ્લોકના ભાવાર્થની છેલ્લી લીટી. બે (જગ્યાએ) છે. ૧૨૦ માં છેલ્લો શબ્દ “સાક્ષાત્ શુદ્ધનય તો કેવળજ્ઞાન થયે થાય છે.” - એક કોર કહે કે, ભૂતાર્થને શુદ્ધનય કહીએ. અગિયારમી ગાથામાં એમ કહ્યું કે, “મૂલ્યો વેસિવ ટુ યુદ્ધનો જે ત્રિકાળ છે તેને અમે શુદ્ધનય કહીએ છીએ. બીજી નય, શુદ્ધનય ધ્રુવનો આશ્રય લ્ય છે. “મૂલ્યસ્સિવો પહેલા કહ્યું કે, ત્રિકાળી ચીજને જ અમે શુદ્ધનય કહીએ છીએ. વિષય અને વિષયીનો ભેદ નહિ. શુદ્ધનય વિષયી અને ભૂતાર્થ વિષય, એ ભેદ નહિ. આવી વાત છે. ત્રિકાળી ભગવાન પૂર્ણાનંદનો નાથ ભૂતાર્થ એ શુદ્ધનય. પછી ત્રીજા પદમાં લીધું, મૂલ્યમસિવો ઉતુ એ ત્રિકાળી ભૂતાર્થના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. હવે અહીં એમ કહ્યું કે, કેવળજ્ઞાનની પૂર્ણતા.... “સાક્ષાત્ શુદ્ધનય કેવળજ્ઞાન થયે” અર્થાત્ જ્યાં સ્વભાવ સન્મુખ આશ્રય કરવાનું રોકાઈ ગયું, પૂર્ણ થઈ ગયો ત્યારે શુદ્ધનય પૂર્ણ કેવળજ્ઞાન થયે થાય છે, એમ કહ્યું. આહાહા...! શુદ્ધનય છે તો જ્ઞાનનો અંશ અને તેનો વિષય તો દ્રવ્ય ત્રિકાળ. પણ ત્રિકાળમાં આમ વલણ કરવાનું છે ત્યાં સુધી હજી શુદ્ધનયની પૂર્ણતા નથી એમ કહેવામાં આવ્યું. શું કહ્યું? જ્યાં સુધી શુદ્ધનયનો વિષય ભૂતાર્થ છે એ તરફનો ઝુકાવ છે ત્યાં સુધી શુદ્ધનયની પર્યાયમાં પૂર્ણતા થઈ નથી માટે કેવળજ્ઞાન થતાં શુદ્ધનયની પૂર્ણતા (અર્થાતુ) દ્રવ્યનો આશ્રય લેવાનું રોકાઈ ગયું. દશા પૂર્ણ થઈ ગઈ. અરેરે.! આહાહા...! આવી વાતું. ક્રિયાકાંડીઓને આ ઘડ બેસે નહિ. શું થાય? બાપા! માર્ગ જ આ છે ત્યાં શું થાય? “સાક્ષાત્ શુદ્ધનય તો કેવળજ્ઞાન...” હવે ૧૨૧ (કળશના) ભાવાર્થનું છેલ્લું. છે? “કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ શુદ્ધનય થાય છે. ભાવાર્થની છેલ્લી લીટી. આહાહા. બે વાર આવ્યું. કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ શુદ્ધનય થાય છે. ભાષા જુઓ! કેવળજ્ઞાન થયું એટલે શુદ્ધનયનો આશ્રય લેવો અટકી ગયો દ્રવ્યનો, એટલે પૂર્ણ શુદ્ધનય, પર્યાય પ્રગટ થઈ. છે કે નહિ એમાં? ૧૨૦ અને ૧૨૧. આહાહા...! કેવળજ્ઞાન તો પર્યાય છે. કેવળજ્ઞાન તો વ્યવહારનયનો વિષય છે. શું કહ્યું સમજાણું? કેવળજ્ઞાન તો સદ્ભુત વ્યવહારનયનો વિષય છે. અહીં કહ્યું કે, સાક્ષાત્ શુદ્ધનય કેવળજ્ઞાન થયે થાય છે. તેનો અર્થ કે, સ્વનો આશ્રય લેવો પૂર્ણ થઈ ગયો તો એ શુદ્ધનય કેવળજ્ઞાન થઈને પૂર્ણ થઈ ગઈ, એમ. સમજાય એટલું સમજવું, બાપુ! આ તો અંતરની વાતું છે. આહાહા.! આસવમાં બે ઠેકાણે (વાત આવે છે). શુદ્ધનય કેવળજ્ઞાન થયે પૂર્ણ થાય છે. મુમુક્ષુ - એકાગ્રતા પૂર્ણ થઈ ગઈ ને. ઉત્તર :- એકાગ્રતા પૂર્ણ થઈ ગઈ એટલે શુદ્ધનય પૂર્ણ થઈ ગઈ એમ કહ્યું. આહાહા..! મુમુક્ષુ :- ૧૧૨ કળશમાં પણ આવે છે. “પુણ્ય-પાપ અધિકાર”માં. ઉત્તર :- ૧૧૨ કળશ? આસવમાં બે ઠેકાણે નાખ્યું છે. ૧૧૨ એ તો પુણ્ય-પાપ Page #187 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૪૦ ૧૭૩ (અધિકાર)નો છેલ્લો (શ્લોક). (ત્યાં સુધી જ્ઞાનજ્યોતિ કેવળજ્ઞાન સાથે શુદ્ધનયના બળથી પરોક્ષ ક્રીડા કરે છે....” એ તો ક્રીડા કરે છે, એ શબ્દ છે. “પરમનયા સાર્થમ્ બાર જેણે પરમ કળા અર્થાત્ કેવળજ્ઞાન સાથે ક્રીડા શરૂ કરી છે...' મતિ-શ્રુત જ્ઞાન ઉત્પન્ન થયું એ કેવળજ્ઞાન સાથે ક્રીડા કરે છે. કેવળજ્ઞાન પ્રગટ કરવાનો ભાવ છે. આહાહા...! કેવળજ્ઞાન સાથે શુદ્ધનયના બળથી પરોક્ષ ક્રીડા કરે છે. વર્તમાન કેવળજ્ઞાન તો પ્રત્યક્ષ છે નહિ પણ કેવળજ્ઞાનની પર્યાયની પ્રતીતિ થઈ ગઈ છે). (કારણ કે, મતિ-શ્રુત જ્ઞાન કેવળજ્ઞાનનો અવયવ છે. અવયવમાં અવયવીની પ્રતીતિ થઈ ગઈ છે પણ પરોક્ષ છે. આહાહા! શું કહ્યું? ફરીથી, મતિ-શ્રુત જ્ઞાન જે છે તે અવયવ છે, પર્યાય (છે). કોનો અવયવ? કે, દ્રવ્યનો નહિ, કેવળજ્ઞાનની પર્યાયનો. કેવળજ્ઞાન પર્યાય અવયવી, મતિ-શ્રુત અવયવ. તો એ અવયવ અવયવીની સાથે પરોક્ષ ક્રીડા કરે છે. આહાહા! હવે આવું બધું ઝીણું આવ્યું. કહો, લક્ષ્મીચંદભાઈ’ આમાં “નાઈરોબીમાં ક્યાંય મળે એવું નથી. આહાહા...! આ તો પરમસત્ય (છે). આહાહા.! અહીં તો ફક્ત શુદ્ધનય, એ. સમજાણું? અહીંયાં (૧૪૦ શ્લોકમાં) તો એ કહે છે ને? “આ પ્રશ્નનો ઉત્તર પહેલાં શુદ્ધનયનું કથન કરતાં દેવાઈ ગયો છે કે શુદ્ધનય આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ જણાવતો હોવાથી...” સમજાણું? “શુદ્ધનય દ્વારા પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવે છે. વર્તમાન તો કેવળજ્ઞાન નથી પણ કેવળજ્ઞાન – અવયવીની પ્રતીતિ પર્યાયમાં આવી એટલો પરોક્ષ સ્વાદ આવ્યો. આહાહા...! “શ્રીમદ્દમાં ઈ આવે છે. સમ્યગ્દર્શનમાં કેવળજ્ઞાનની પ્રતીતિ એટલે કેવળજ્ઞાનની પ્રતીતિરૂપ કેવળજ્ઞાન પ્રગટ થયું. જે કેવળજ્ઞાન અંદરમાં હતું તેની પ્રતીતિ નહોતી એ પ્રતીતિ થઈ. એટલે શ્રદ્ધા અપેક્ષાએ કેવળજ્ઞાન પ્રગટ થયું, એવા શબ્દો છે. શું કહ્યું? કેવળજ્ઞાનની પર્યાયની શ્રદ્ધા – સમ્યગ્દર્શન થયું તો ત્રિકાળીની શ્રદ્ધા થઈ તો તેમાં કેવળજ્ઞાનની શ્રદ્ધા આવી ગઈ. તો શ્રદ્ધા અપેક્ષાએ કેવળજ્ઞાન પ્રગટ થયું. પહેલા જ્ઞાન, ત્રિકાળી જ્ઞાન હતું, એકલું જ્ઞાન હતું એવી પ્રતીતિ નહોતી, ત્યારે માત્ર જ્ઞાનસ્વરૂપ છે એવી પ્રતીતિ થઈ તો તેને કેવળજ્ઞાન શ્રદ્ધા અપેક્ષાએ પ્રગટ (થયું). કેવળ–એકલું જ્ઞાન શ્રદ્ધા અપેક્ષાએ પ્રગટ થયું. તો એમાં કેવળજ્ઞાન પણ અપેક્ષાએ–શ્રદ્ધા અપેક્ષાએ પ્રગટ થયું. આહાહા. ત્યારે શ્રદ્ધામાં આવ્યું કે આ ત્રિકાળી જ્ઞાયકનો ભાવ જ્યારે પૂર્ણ પર્યાયપણે પરિણમે છે એ કેવળજ્ઞાનની શ્રદ્ધા સમકિતમાં આવી. આહાહા...! ભારે આકરું. એ ૧૪૦ (શ્લોક) પૂરો થયો. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ هههههههههه (uथा-२०४) तथाहि . आभिणिसुदोधिमणकेवलं च तं होदि एक्कमेव पदं। सो एसो परमट्ठो जं लहिदु णिज्बुदिं जादि ।।२०४।। आभिनिबोधिकश्रुतावधिमनःपर्ययकेवलं च तद्भवत्येकमेक पदम्।। स एष परमार्थो यं लब्ध्वा निवृत्तिं याति।।२०४।। आत्मा किल परमार्थः, तत्तु ज्ञानम्; आत्मा च एक एव पदार्थः, ततो ज्ञानमप्येकमेव पदं; यदेतत्तु ज्ञानं नामैकं पदं स एष परमार्थः साक्षान्मोक्षोपायः । न चाभिनिबोधिकादयो भेदा इदमेकं पदमिह भिन्दन्ति, किन्तु तेऽपीदमेवैकं पदमभिनन्दन्ति। तथाहि-यथात्र सवितुर्घनपटलावगुण्ठितस्य तद्विघटनानुसारेण प्राकटयमासादयतः प्रकाशनातिशयभेदा न तस्य प्रकाशस्वभावं भिन्दन्ति, तथा आत्मनः कर्मपटलोदयावगुण्ठितस्य तद्विघटनानुसारेण प्राकटयमासादयतो ज्ञानातिशयभेदा न तस्य ज्ञानस्वभावं भिन्द्युः, किन्तु प्रत्युत तमभिनन्देयुः । ततो निरस्तसमस्तभेदमात्मस्वभावभूतं ज्ञानमेवैकमालम्ब्यम् । तदालम्बनादेव भवति पदप्राप्तिः, नश्यति भ्रान्तिः, भवत्यात्मलाभः, सिध्यत्यनात्मपरिहारः, न कर्म मूर्छति, न रागद्वेषमोहा उत्प्लवन्ते, न पुनः कर्म आस्त्रवति, न पुनः कर्म बध्यते, प्रारबद्धं कर्म उपभुक्तं निर्जीर्यते, कृत्स्नकर्माभावात् साक्षान्मोक्षो भवति। હવે, કર્મના ક્ષયોપશમના નિમિત્તે જ્ઞાનમાં ભેદ હોવા છતાં તેનું સ્વરૂપ વિચારવામાં આવે તો જ્ઞાન એક જ છે અને તે જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે એવા અર્થની ગાથા કહે भाति, श्रुत, माय, मन:, . तड ५६ मे ०४ ॥२, આ જ્ઞાનપદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે. ૨૦૪. Puथार्थ :- [ आभिनिबोधिकश्रुतावधिमनःपर्ययकेवलं च ] भतिन, श्रुतन, सपियन, मन:पर्ययन अने. उamuन - [ तत् ] ते. [ एकम् एव ] 3 °४ [ पदम् भवति ] ५६ छ (१२४ नन सर्व महो. न. ४ छ); [ सः एषः परमार्थः ] त. २॥ ५२५॥र्थ छ (-शुद्धनया विषयाभूत नमान्य °४ ॥ ५२॥र्थ. छ) [ यं लब्ध्वा ] ने भान. [ निर्वृतिं याति ] आत्मा निवाराने प्राप्त थाय छे. Page #189 -------------------------------------------------------------------------- ________________ ગાથા૨૪ ૧૭પ (ટીકા :- આત્મા ખરેખર પરમાર્થ પરમ પદાર્થ) છે અને તે (આત્મા) જ્ઞાન છે; વળી આત્મા એક જ પદાર્થ છે; તેથી જ્ઞાન પણ એક જ પદ . જે આ જ્ઞાન નામનું એક પદ છે તે આ પરમાર્થસ્વરૂપ સાક્ષાત્ મોક્ષ-ઉપાય છે. અહીં, મતિજ્ઞાન આદિ (જ્ઞાનના) ભેદો આ એક પદને ભેદતા નથી પરંતુ તેઓ પણ આ જ એક પદને અભિનંદે છે (ટેકો આપે છે). તે દષ્ટાંતથી સમજાવવામાં આવે છે - જેવી રીતે આ જગતમાં વાદળાંના પટલથી ઢંકાયેલો સૂર્ય કે જે વાદળાંના *વિઘટન અનુસાર પ્રગટપણે પામે છે, તેના અર્થાતુ સૂર્યના) પ્રકાશનની (પ્રકાશવાની) હીનાધિકારૂપ ભેદો તેના (સામાન્ય) પ્રકાશસ્વભાવને ભેદતા નથી, તેવી રીતે કર્મપટલના ઉદયથી ઢંકાયેલો આત્મા કે જે કર્મના વિઘટન (ક્ષયોપશમ) અનુસાર પ્રગટપણું પામે છે, તેના જ્ઞાનની હીનાધિકતારૂપ ભેદો તેના સામાન્ય) જ્ઞાનસ્વભાવને ભેદતા નથી પરંતુ ઊલટા તેને અભિનંદે છે. માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે એવા આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું આલંબન કરવું. તેના આલંબનથી જ નિજી પદની પ્રાપ્તિ થાય છે, ભ્રાંતિનો નાશ થાય છે, આત્માનો લાભ થાય છે, અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે, એમ થવાથી) કર્મ જોરાવર થઈ શકતું નથી, રાગદ્વેષમોહ ઉત્પન થતા નથી, રાગદ્વેષમોહ વિના) ફરી કર્મ આસ્ત્રવતું નથી, (આસ્રવ વિના) ફરી કર્મ બંધાતું નથી, પૂર્વે બંધાયેલું કર્મ ભોગવાયું થકું નિર્જરી જાય છે, સમસ્ત કર્મનો અભાવ થવાથી સાક્ષાત્ મોક્ષ થાય છે. આવું જ્ઞાનના આલંબનનું માહાસ્ય છે.) ભાવાર્થ - કર્મના ક્ષયોપશમ અનુસાર જ્ઞાનમાં જે ભેદો થયા છે તે કાંઈ જ્ઞાનસામાન્યને અજ્ઞાનરૂપ નથી કરતા, ઊલટા જ્ઞાનને પ્રગટ કરે છે; માટે ભેદોને ગૌણ કરી, એક જ્ઞાનસામાન્યનું આલંબન લઈ આત્માનું ધ્યાન ધરવું; તેનાથી સર્વ સિદ્ધિ થાય છે. * વિઘટન = છૂટું પડવું તે; વિખરાઈ જવું તે; નાશ. ગાથા-૨૦૪ ઉપર પ્રવચન ‘હવે, “કર્મના ક્ષયોપશમના નિમિત્તે જ્ઞાનમાં ભેદ હોવા છતાં...” અહીં તો ક્ષયોપશમનું નિમિત્ત લીધું છે. વાત એમ છે કે કર્મના નિમિત્તની અપેક્ષા જેમાં છે, કેવળજ્ઞાનમાં કર્મના નિમિત્તની અભાવની અપેક્ષા (છે) અને ચાર જ્ઞાનમાં હજી કર્મનું નિમિત્ત સદ્ભાવપણે પણ છે. એટલે (કહે છે કે, “કર્મના ક્ષયોપશમના નિમિત્તે જ્ઞાનમાં ભેદ હોવા છતાં...” પર્યાયમાં ભિન્ન ભિન્ન દશા–મતિ, શ્રત, અવધિ એવા ભેદ હોવા છતાં તેનું સ્વરૂપ વિચારવામાં આવે તો જ્ઞાન એક જ છે.” ભેદ નહિ. જ્ઞાન... જ્ઞાન... જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન. જેમ ત્રિકાળી Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ જ્ઞાન છે એમ પર્યાયમાં અભેદપણે જ્ઞાન એકલું, પર્યાયના ભેદ નહિ. આહાહા.! આવી વાત. તે જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે. પર્યાય લેવી છે ને? મોક્ષનો ઉપાય લીધો ને? તો જ્ઞાન. જ્ઞાન. જ્ઞાનમાં જે અભેદરૂપ જ્ઞાનપર્યાય થઈ, ભેદ નહિ, એ અભેદરૂપી પર્યાય થઈ તે મોક્ષનું કારણ છે. ભેદનું લક્ષ કરવા જાય છે તો તો વિકલ્પ ઉઠે છે. આહાહા.! ભેદને ગૌણ કરીને અભેદની દૃષ્ટિ કરાવવા તેને કેવળજ્ઞાનની પરોક્ષ વાત કરી અને કેવળજ્ઞાન પણ ભેદરૂપ છે તો તેનું પણ લક્ષ છોડાવે છે અને ત્રિકાળી જ્ઞાયકભાવનું લક્ષ કરવું તે જ તેનું તાત્પર્ય અને ફળ છે. આહાહા...! મોક્ષનો ઉપાય લીધો છે ને? આમ ઉપાય તો મતિ, શ્રુત જ્ઞાન એ મોક્ષનો ઉપાય છે. એવા અર્થની ગાથા કહે છે :- લ્યો. आभिणिसुदोधिमणकेवलं च तं होदि एक्कमेव पदं । सो एसो परमट्ठो जं लहिदुं णिव्वुदि जादि ।।२०४।। નીચે. અહીં પાઠ લીધો છે, કર્મના ક્ષયોપશમનું નિમિત્ત. કેવળજ્ઞાનમાં તો કર્મનું ક્ષાયિક છે. સમજાણું? પણ અહીંયાં ક્ષયોપશમની દશામાં પાંચ ભેદનો આશ્રય નહિ લઈને અભેદનો આશ્રય લેવો, એ અપેક્ષાએ જ્ઞાનના ક્ષયોપશમની અપેક્ષા લીધી. કારણ કે તેને ક્ષયોપશમ ભાવ છે ને? મતિ ને શ્રુત જ્ઞાનમાં ક્ષયોપશમ ભાવ છે તો ક્ષયોપશમ ભાવના નિમિત્તે જ્ઞાનમાં ભેદ પડે છે). આહાહા! કર્મના ક્ષયોપશમના નિમિત્તે લીધું છે. તો કેવળજ્ઞાન તો કર્મનું ક્ષયકરણ છે પણ અહીંયાં કહે છે કે એ બધા ભેદ છે એમ લક્ષમાંથી છોડાવવું છે. એ અપેક્ષાએ મતિ-શ્રુત જ્ઞાન આદિ પાંચ ભેદવાળું છે તો પાંચના ભેદનું જે જ્ઞાન થાય છે તે છોડાવવું છે. આહાહા...! ઝીણી વાત છે, ભાઈ! આ તો અધ્યાત્મ ગ્રંથ છે. આહાહા...! અહીં શબ્દ એવો લીધો છે. ઈ તો ભાઈએ લીધો છે, હોં! “તથાપ્તિ શબ્દ છે અહીં તો. સંસ્કૃતમાં તો માથે “તથાદિ તે અમે કહીશું, એટલું. ૨૦૪ છે ને. “અમૃતચંદ્રાચાર્યનો માથે સંસ્કૃત શબ્દ “તથારિ (છે). એ તો આણે જયચંદ્રજીએ પછી “તથાદિનો અર્થ લીધો. આહા..! મતિ, શ્રુત, અવધિ, મન, કેવલ તેહ પદ એક જ ખરે, આ જ્ઞાનપદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે. ૨૦૪. ટીકા :- આત્મા ખરેખર પરમાર્થ પરમ પદાર્થ) છે. પરમાર્થનો અર્થ પરમ પદાર્થ. પરમાર્થ કરવો એ વાત અહીં નથી. આ પરમ પદાર્થ–પરમાર્થ. એટલે કે પરમ પદાર્થ છે. અને તે (આત્મા) જ્ઞાન છે; વળી આત્મા એક જ પદાર્થ છે;” આત્મા એક જ સ્વરૂપે છે. તેથી જ્ઞાન પણ એક જ પદ . તો જ્ઞાનનું એકપણું જ હોય છે. જે આ જ્ઞાન નામનું એક પદ છે તે આ પરમાર્થસ્વરૂપ સાક્ષાત્ મોક્ષ-ઉપાય છે. આહાહા.! શું કહે છે? જે જ્ઞાનસ્વરૂપી ભગવાન ત્રિકાળ છે એ તો એક વાત, પણ એમાં જે અભેદ જ્ઞાન થયું Page #191 -------------------------------------------------------------------------- ________________ ગાથા૨૪ ૧૭૭ એ એક જ પ્રકારનું છે, પાંચ પ્રકારનું નહિ. અને એ પાંચ પ્રકાર ખરેખર તો જ્ઞાનની શુદ્ધિ વધતી જાય છે તે અભેદને અભિનંદે છે. એ ટીકામાં આવશે – અભેદને અભિનંદે છે, ભેદને નહિ. આહાહા...! ટીકામાં આવશે. જે આ જ્ઞાન નામનું એક પદ છે તે આ પરમાર્થસ્વરૂપ સાક્ષાત્ મોક્ષ-ઉપાય છે.’ નામનું પદ, પરમાર્થ સ્વરૂપ સાક્ષાત્ મોક્ષ-ઉપાય છે.” અહીં, મતિજ્ઞાન આદિ (જ્ઞાનના) ભેદો આ એક પદને ભેદતા નથી.” આહા! જ્ઞાયકભાવ તરફની એકાગ્રતા, એ મતિજ્ઞાન આદિ ભેદ આ પદને ભેદતા નથી. જ્ઞાનની એકાગ્રતામાં ભેદ થતા નથી. અભેદમાં ભેદ પડતા નથી. આહાહા...! અભેદ કોણ? જ્ઞાયક સ્વભાવ તો અભેદ છે પણ તેની એકાગ્રતા અભેદ (છે). એ અભેદમાં ભેદ દેખાતો નથી. એ અભેદમાં ભેદ આવતા નથી. આહાહા.! અરેરે...! આવી વાતું હવે. હજી અહીં તો પુણ્ય એ ધર્મ છે એમ કહે છે). અને પુણ્ય એ ધર્મ કેમ કહ્યું છે? કે જેને નિશ્ચય ધર્મ આત્મજ્ઞાન પ્રગટ થયું છે તેના પુણ્યને વ્યવહાર ધર્મ કહ્યો છે. સમજાણું? પણ જેને આત્મજ્ઞાન છે જ નહિ તેને તો વ્યવહારાભાસ, વ્યવહાર ધર્મ કહે છે. “મોક્ષ અધિકારમાં આવે છે ને? ભાઈ! મોક્ષની ચિંતા, બંધની ચિંતા એ ધર્મમાર્ગ છે, ધર્મધ્યાન છે. એ વ્યવહાર ધર્મ, રાગ. આહાહા.. “મોક્ષ અધિકારમાં આવે છે. બંધની ચિંતા અને બંધનું જ્ઞાન કરવાથી આત્માનો મોક્ષ ન થાય. શુદ્ધનો આશ્રય લે તો આત્માનો મોક્ષ થાય. આહાહા.! સમજાણું? બંધ-ચિંતાથી બંધ મટે નહિ. મુમુક્ષુ :- એને તોડવા માટે. ઉત્તર :- તોડવું એટલે શુદ્ધનો આશ્રય લેવો, એનો અર્થ એ છે). સમજાણું? મારે તો બીજું કહેવું છે કે બંધની ચિંતાને ત્યાં ધર્મ કહ્યો છે. ઇ પુણ્યરૂપી ધર્મ, એમ કહ્યું છે. ત્યાં કહ્યું છે ને, બધી ખબર છે. બંધની ચિંતાને ત્યાં ધર્મધ્યાન કહ્યું છે. ધર્મ. એ પુણ્ય. પુષ્યને ધર્મ કહ્યો છે. આહાહા.! ત્યારે ઓલો કહે છે ને? પુણ્યને અધર્મ કયાં કહ્યું છે? પણ અહીં તો નિશ્ચયની દૃષ્ટિપૂર્વક જે પુણ્ય છે તેને વ્યવહાર ધર્મ કહે છે, પણ છે તો નિશ્ચયથી તો એ પાપ. પુણ્ય પણ પાપ જ છે. સ્વભાવમાંથી પતીત થાય છે, અંતરમાં રહી શકતો નથી અને વિકલ્પ આવે છે, એ તો પવિત્રતામાંથી પતીત થવું એ પાપ છે. આહાહા...! શું કહ્યું? પવિત્રતાનો પિંડ ભગવાન, તેની પરિણતિમાં રહેવું અને એ સિવાય બહાર આવવું, રાગમાં આવવું) એ તો પવિત્રતામાંથી પતીત થવું છે. તો પવિત્રતામાંથી પતીત થવું એ પાપ છે. એ પુણ્ય-પાપ અધિકારમાં સંસ્કૃત ટીકામાં છે. પુણ્ય-પાપની ટીકામાં “જયસેનાચાર્યની ટીકામાં આ શબ્દ છે કે, પોતાનો જે પવિત્ર સ્વભાવ છે તેની દૃષ્ટિ અને જ્ઞાન, તેનાથી પતીત થાય અને રાગમાં આવે છે, એ પુણ્ય રાગને પાપ કહે છે. આહાહા.! સમજાણું? આમાં તો એક જ ટીકા છે ને? “અમૃતચંદ્રાચાર્યની છે. “જયસેનાચાર્યની ટીકામાં છે છે. જયસેનાચાર્યની ટીકામાં છે. મૂળ પુસ્તક છે ને? એમાં છે. બેય ટીકા છે ને? “શ્રીમદ્ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ તરફથી છપાયું એમાં બેય ટીકા છે. એમાં “જયસેનાચાર્યની ટીકામાં છે. પ્રભુ! આ અધિકાર પાપનો ચાલે છે અને તમે આ રત્નત્રયની વ્યાખ્યા કેમ કરો છો? એવો પ્રશ્ન છે. રત્નત્રય છે એ તો શુભ ભાવ છે અને અધિકાર તો પાપનો ચાલે છે તો આ અધિકાર કેમ ચાલ્યો? તો પહેલા કહ્યું કે છે? પુસ્તક છે? ઠીક! ઓલું મારું પુસ્તક નથી. 'यद्यपि व्यवहारमोक्षमार्गो निश्चयरत्नत्रयस्योपादेयभूतस्य कारणभूतत्वादुपादेयः परंपरया નીવચ પવિત્રતાવાર નિમિત્ત તથાપિ વદિવ્યાનંવનત્વેન પરાધીનત્વોત્પતિ રાગમાં આવે છે તો પવિત્રતાથી પતીત થાય છે. આહા.! શું કહે છે? જુઓ! જરી સૂક્ષ્મ વાત છે. આ તો બધો ખ્યાલ છે. “ત્રીષ્ઠ શિષ્ય: I. વ્યવહારરત્નત્રયવ્યારથી તે તિષ્ઠતિ વર્થ પાપવિIR આ અધિકાર તો પાપનો છે અને તમે વ્યવહાર રત્નત્રયનો અધિકાર કેમ નાખ્યો? એમ પ્રશ્ન છે. “તત્ર પરિદાર તેનો ઉત્તર. “યદ્યપિ વ્યવહારમોક્ષમા निश्चयरत्नत्रयस्योपादेयभूतस्य कारणभूतत्वादुपादेयः परंपरया जीवस्य पवित्रताकारणात्' પરંપરા, હોં! “તથાપિ વદિવ્યાનંવનત્વેની રાગ ને પરદ્રવ્યના આલંબનથી “પરાધીનતાત્પત્તિ રાગમાં આવે છે તો પરાધીનતાથી પવિત્રતાથી પતીત થાય છે. “નશ્યતીત્યે વIRTIબીજું. 'निर्विकल्पसमाधिरतानां व्यवहारविकल्पालंबनेन स्वरूपात्पतितं भवतीति द्वितीयं कारणं । इति નિશ્ચયનયાપેક્ષા પાપો આહાહા...! “પુણ્ય-પાપનો છેલ્લો અધિકાર છે. (ગાથા-૧૬ ૧થી ૧૬૩). છે ને આ તો ઘણીવાર (વાંચ્યું છે). આહાહા...! ક્યાં ગયું? આહાહા...! જ્ઞાન નામનું એક પદ છે તે આ પરમાર્થસ્વરૂપ સાક્ષાત્ મોક્ષ-ઉપાય છે. અહીં, મતિજ્ઞાન આદિ (જ્ઞાનના) ભેદો આ એક પદને ભેદતા નથી પરંતુ તેઓ પણ આ જ એક પદને અભિનંદે છે.” જ્ઞાનમાં વિશેષતાથી એકાગ્રતા થાય છે, એમ કહે છે. ત્યાં ભેદ ઉપર લક્ષ નથી એટલે અભેદ ઉપર જતાં જ્ઞાનની નિર્મળતા પ્રગટ હો, એ અભિનંદે છે, એકાગ્રતાને અભિનંદે છે, અભેદને અભિનંદે છે. અભેદને –ટેકો આપે છે).” વિશેષ વ્યાખ્યા આવશે.... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) પ્રવચન નં. ૨૮૩ ગાથા-૨૦૪ સોમવાર, શ્રાવણ વદ ૬, તા. ૧૩-૦૮-૧૯૭૯ સમયસાર ૨૦૪ ગાથા. ફરીને થોડું લઈએ). આ “આત્મા ખરેખર પરમાર્થ પરમ પદાર્થ) છે અને તે (આત્મા) જ્ઞાન છે. આત્મા પરમ પદાર્થ છે એ જ્ઞાનસ્વરૂપ છે. વળી આત્મા એક જ પદાર્થ છે;” આત્મા એક જ પદાર્થ છે “તેથી જ્ઞાન પણ એક જ પદ છે. આત્મા એક સ્વરૂપ છે તો જ્ઞાન પણ એક સ્વરૂપ છે. કેમકે આત્મા જ્ઞાન છે. આહાહા...! જે આ જ્ઞાન નામનું એક પદ છે તે આ પરમાર્થસ્વરૂપ સાક્ષાત્ મોક્ષ-ઉપાય છે. એ જ્ઞાનસ્વરૂપ Page #193 -------------------------------------------------------------------------- ________________ ગાથા૨૪ ૧૭૯ ભગવાન આત્મા, એના તરફની દૃષ્ટિ, એકાગ્રતા એ એક મોક્ષનો ઉપાય છે. પરમાર્થસ્વરૂપ સાક્ષાત્ મોક્ષ-ઉપાય છે.” આહાહા...! આ “મોરબીનું આજે વાંચ્યું. આહાહા...! સ્મશાન ભૂમિ. ત્રણ ત્રણ હજાર માણસો મોતની અણીએ પડ્યા છે, હજારો તો મરી ગયા. પાણીમાં મડદા ચાલ્યા જાય. આહાહા...! “મોરબી'. હમણાં ભાઈએ બતાવ્યું. આહા...! મુમુક્ષુ :- આખું “મોરબી' ડૂબી ગયું. ઉત્તર :- લગભગ ત્રણ હજાર મરવાના ભયમાં છે. કેટલાક મરીને પાણીમાં તરતા ચાલ્યા ગયા મડદા. આહા...! નાશવાનમાં શું હોય? આહા...! હમણાં ભાઈ છાપુ લાવ્યા હતા. ઓહો ! દેખાવ. સ્મશાન “મોરબી સ્મશાન થઈ ગયું. આ નાશવાનમાં શું હોય? પ્રભુ! અવિનાશી તો અહીં ભગવાન છે. આહા...! નાશવાન ઉપર તો લક્ષ કરવાનું નથી પણ રાગ ને પર્યાય ઉપર પણ લક્ષ કરવા જેવું નથી. આહાહા.! આત્મા પદાર્થ જ્ઞાનસ્વભાવી આત્મા એક છે તો જ્ઞાન પણ એક જ સ્વરૂપે છે. આહાહા..! અરે.! એવા મરણ પણ અનંતવાર થઈ ગયા. આ પહેલું વહેલું “મોરબીનું નહિ પણ આ આત્માને પણ અનંતવાર (થયું છે). કારણ કે ઓલો પુલ તૂટી ગયો. ઢગલો થઈ ગયો ને પાણી આગળ ચાલે નહિ, પાણી ગામમાં. આહાહા...! રાડેરાડ માણસો મરી ગયા હજારો તો પાણીમાં તરતા મડદા. અરે! ભગવાન! તું કોણ છો? એને જો ને! આહાહા...! એવી દશાઓ અનંત વાર થઈ. પ્રભુ! હવે આવા અવસરમાં તારું કલ્યાણ કરવું હોય તો ભગવાન આત્મા એકસ્વરૂપ છે તો તેનું જ્ઞાન પણ એકસ્વરૂપ છે. આહાહા...! છે? તે મોક્ષનો ઉપાય છે. અંદર એકસ્વરૂપ જ્ઞાન છે તે તરફનું અવલંબન લેવું એ મોક્ષનો ઉપાય છે. જન્મ-મરણથી રહિત થવાની તો આ એક રીત છે, ભાઈ! આહાહા...! અહીં, મતિજ્ઞાન આદિ ભેદજ્ઞાનની પર્યાયમાં મતિ, ચુત, અવધિ “આ એક પદને ભેદતા નથી.” ખરેખર તો જ્ઞાનની નિર્મળ પર્યાય અનેકપણે સ્વભાવના આશ્રયે ઉત્પન્ન થાય છે એ એકપણાની પુષ્ટિ કરે છે. આહાહા... ભેદ ઉપર લક્ષ ન હોય અને જ્ઞાન સ્વભાવ ઉપર નજર હોય તો જ્ઞાનની શુદ્ધિ, પર્યાય ભલે મતિ-શ્રુત આદિ ભેદ હો, પણ એ અંતરને અભિનંદે (છે), એકપણાને અભિનંદે છે. આહાહા.! જે જે જ્ઞાનની નિર્મળ દશા થાય તે તે નિર્મળ દશાની પુષ્ટિ કરે છે. આહાહા...! સમજાણું? “નિર્જરા અધિકાર છે ને? આહા.! ' એ ભગવાનઆત્મા શુદ્ધ સ્વરૂપ તો ત્રિકાળ છે. તેના અવલંબને શુદ્ધ સંવર, નિર્જરાની પર્યાય શુદ્ધ ઉત્પન્ન થાય છે એ પૂર્ણ શુદ્ધિનું કારણ છે. પૂર્ણ શુદ્ધિ એટલે મોક્ષ. પણ અહીંયાં કહે છે કે, એ પર્યાયમાં અનેકપણું, નિર્મળ ઉત્પન્ન થાય છે ને? એ અનેકપણું ઉત્પન હો પણ એ તો એકપણાને અભિનંદે છે, સ્વભાવની પુષ્ટિ કરે છે. આહાહા.! ઝીણી વાતું બહુ, ભાઈ! આહા...! Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ એ ચૈતન્ય ભગવાન આત્મા, એક પદરૂપે, એક સ્વરૂપે હોવા છતાં તેનો આશ્રય લઈને નિર્મળ પર્યાયો અનેક પ્રગટ થાય છતાં એ અનેક પર્યાય એકપણાને અભિનંદે અને પુષ્ટિ આપે છે. આહાહા.! સમજાય છે? સ્વરૂપ શુદ્ધ એકરૂપ ચૈતન્ય છે, તેના અવલંબનથી અનેક નિર્મળ પર્યાય થાય છે એ નિર્મળ પર્યાય એકપણાની પુષ્ટિ કરે છે. ભેદ ઉપર લક્ષ નથી, દૃષ્ટિ અભેદ ઉપર છે. તેથી જ્ઞાનની એકાગ્રતા, શુદ્ધિ વધે છે એ શુદ્ધિ એકપણાની પુષ્ટિ કરે છે, એકાગ્રપણાની પુષ્ટિ કરે છે. આહાહા.! એકાગ્રપણાની પુષ્ટિ કરે છે. આહાહા.! છે? ત્યાં સુધી આવ્યું હતું. એક પદને અભિનંદે છે. અર્થાત્ જ્ઞાયકભાવ જે ભગવાન, તેના તરફના અવલંબનથી અનેક પ્રકારની નિર્મળ પર્યાય મતિ-બુત આદિ ઉત્પન્ન થાય છે એ બધી એકપણાની પુષ્ટિ કરે છે. સ્વભાવમાં એકાગ્રતાની વૃદ્ધિ કરે છે. આહાહા.! રાગ ને દયા, દાનના વિકલ્પ ને એ તો ક્યાંય બહાર રહી ગયા. એ કોઈ ધર્મ નથી, ધર્મનું કારણેય નથી. આહાહા.! તે દૃષ્ટાંતથી સમજાવવામાં આવે છે :–' કાલે અહીં સુધી આવ્યું હતું. જેવી રીતે આ જગતમાં વાદળાંના પટલથી ઢંકાયેલો સૂર્ય...” વાદળના દળથી ઢંકાયેલ સૂર્ય કે જે વાદળાંના વિઘટન અનુસારે.” વાદળાના વિખરવાના અનુસારે “પ્રગટપણું પામે છે...” પ્રકાશ. ‘તેના અર્થાત્ સૂર્યના) પ્રકાશનની પ્રકાશવાની) હીનાધિકતારૂપ ભેદો તેના (સામાન્ય) પ્રકાશસ્વભાવને ભેદતા નથી....... પ્રકાશ વિશેષ, વિશેષ, વિશેષ પ્રગટ થાય છે એ સામાન્યને ભેદતા નથી, એકત્વ થાય છે. આહાહા.! બહુ ઝીણું. અંતરમાં ભગવાન આત્મા એકરૂપ, જ્ઞાન એકરૂપ, તેનું અવલંબન લેવાથી નિર્મળથી નિર્મળ પર્યાય અનેક ઉત્પન્ન થાય છે પણ એ અનેકપણાને પ્રાપ્ત થતી નથી. એ સ્વરૂપની અંદર એકાગ્રતાની પુષ્ટિ કરે છે. આહા.! શું કહે છે? અરે.! વીતરાગમાર્ગ બાપા! એમાં લખ્યું છે કે, અત્યારે મોરબી મસાણ થઈ ગયું છે. આહાહા...! “મોરબી મોટું. જેઠાભાઈ ગયા છે. આ સંસારમાં શું બાપુ? આ બધા બહારના ભપકા મસાણના હાડકાની ચિનગારીની ફાસફૂસ જેવું છે. આહાહા...! ભગવાન આત્મા જ્ઞાયકભાવથી ભરેલો પ્રભુ, તેના અવલંબનથી જે શુદ્ધિની વૃદ્ધિ એક પછી એક થાય છે એ વૃદ્ધિ અનેકપણાની પુષ્ટિ કરતી નથી, એમ કહે છે. અંદરમાં એકાગ્રતાની પુષ્ટિ કરે છે. સમજાણું? સૂર્ય આડે વાદળાં છે એ જેમ જેમ વિખરાતા જાય છે તેમ તેમ પ્રકાશ વિશેષ વિશેષ થાય છે એ પ્રકાશની પુષ્ટિ કરે છે. અનેકપણાને નહિ, પ્રકાશની પુષ્ટિ કરે છે. આહાહા...! આવી ધર્મની વાતું. જેઠાલાલભાઈ! અરે.રે.! એ બધા કરોડોપતિ બધા દુઃખી છે, અહીં તો એમ કહે છે. આહાહા.! અરેરે...! ક્યાં છે? ભાઈ! તારું પદ ક્યાં છે? તારું પદ તો અંદર છે ને! આહાહા...! અને તે એકરૂપે પદ, ભગવાન આત્મારૂપ અથવા જ્ઞાનરૂપ એકરૂપે છે. એ એકરૂપમાં એકાગ્રતા થાય છે અને એ એકાગ્રમાંથી શુદ્ધિની અનેકતા Page #195 -------------------------------------------------------------------------- ________________ ગાથા૨૪ ૧૮૧ ઉત્પન્ન થાય છે એ અનેકતાનું ત્યાં લક્ષ નથી. એ અનેકતા એકતાને પુષ્ટિ કરે છે. આહા...! સમજાણું? જેમ સૂર્યનો પ્રકાશ વાદળાના વિખરાવાથી વિશેષ વિશેષ થાય છે તો એ વિશેષ વિશેષ પ્રકાશની પુષ્ટિ કરે છે. સમજાણું? અરે આવી વાતું હવે. ધર્મને માટે. મારે ધર્મ કરવો છે, બાપુ પણ ભાઈ! ધર્મ આ રીતે થાય. આહાહા...! ભાઈ! ભગવાન! તું જ્ઞાનસ્વરૂપે બિરાજમાન છો ને. એ તરફના ઝુકાવથી જે શુદ્ધિ, એક પછી એક શુદ્ધિ અનેક પ્રકારે ભલે ઉત્પન હો પણ અનેકપણું એકપણાની પુષ્ટિ કરે છે. શુદ્ધિ. શુદ્ધિ. શુદ્ધિ. શુદ્ધિ. શુદ્ધિ થતાં) શુદ્ધિની પુષ્ટિ થાય છે, અનેકપણાની પુષ્ટિ થતી નથી. અનેકપણે ઉત્પન્ન થાય એ એકપણાની પુષ્ટિ કરે છે. આહાહા...! આવી વાતું. ભગવાન! જન્મમરણ રહિત થવાની ચીજ કોઈ અલૌકિક છે. આખા જગતથી ઉદાસ થવું પડશે, પ્રભુ! આહાહા..! રાગ ને પર્યાયથી પણ ઉદાસ થવું પડશે. ઉદાસ થવું પડશે. આહાહા...! અંદર ભગવાન પૂર્ણાનંદનો નાથ બિરાજે છે. ત્યાં તારું આસન લગાવી દે. આહાહા...! ઉદાસીનો, કહ્યું ને? ઉદાસીનો. ઉદાસીન–પરથી ઉદાસીન થઈને પોતાના સ્વભાવમાં આસન લગાવી દે. આહા.! એ આસન લગાવવાથી એકપણાની શુદ્ધિ રહેતી નથી ત્યાં, શુદ્ધિ વૃદ્ધિ પામે છે. તો શુદ્ધિ વૃદ્ધિ પામે છે તો એ અનેકપણાની પુષ્ટિ નથી કરતી. એ શુદ્ધિની વૃદ્ધિ શુદ્ધિમાં એકપણાની પુષ્ટિ કરે છે. આહાહા...! સમજાય છે કાંઈ? સૂર્યના પ્રકાશનની પ્રકાશવાની) હીનાધિકતારૂપ ભેદો તેના (સામાન્ય) પ્રકાશસ્વભાવને ભેદતા નથી....... પ્રકાશ, પ્રકાશ, પ્રકાશ વધતો જાય છે એમાં ભેદ નથી. ભલે પ્રકાશ વધતો હોય પણ એ પ્રકાશની પુષ્ટિ ત્યાં છે. આહાહા...! તેવી રીતે કર્મપટલના ઉદયથી ઢંકાયેલો આત્મા...” જુઓ! આમાંથી કાઢે. કર્મના ઉદયથી ઢંકાયેલો આત્મા. એનો અર્થ છે, કર્મના ઉદયને વશ પડ્યો, ઢંકાયેલો આત્મા, એમ. સમજાણું? એનો અર્થ આ છે. કર્મના ઉદયથી, કર્મનું પટલ, ઢંકાયેલો. એ કર્મના ઉદયમાં વશ થઈને પોતાના સ્વભાવને ઢાંકી દીધો છે. આહાહા. દુમનને વશ થઈ સજ્જનની સત્ શક્તિને ઢાંકી દીધો. એ રાગ, કર્મનો ઉદય દુશ્મન છે. તેને વશ થઈને પોતાની શક્તિને ઢાંકી દીધી. આહાહા.! અહીંયાં કર્મના ઉદયથી ઢંકાયેલો, એવા શબ્દો (છે). દૃષ્યત આપવું છે ને? વાદળા અને પ્રકાશ. વાદળા ખસે છે તો પ્રકાશ થાય છે. પણ ખરેખર તો પ્રકાશ થવાની યોગ્યતાથી પોતાથી પ્રકાશ થાય છે. એ વાદળા ઘટવાથી એમ કહેવું એ તો વ્યવહારથી કથન છે. આહાહા...! સમજાણું? એમ અહીંયાં અશુદ્ધતાની દશા, એ કર્મના ઉદયને વશ થયેલી છે તો તેનાથી હટીને અંતરમાં જેમ જેમ અશુદ્ધતા ઘટતી જાય છે, તેમ કર્મ પણ દૂર થઈ જાય છે, તેમ તેમ વિજ્ઞાનઘન આત્મા પોતાની પર્યાયમાં પ્રકાશમાં પુષ્ટિ થાય છે. આહાહા.! આવો ધર્મ હવે. એવી વાતું છે, ભાઈ! આહાહા.! Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ‘કર્મના વિઘટન (ક્ષયોપશમના) અનુસારે.” ભાષા છે ને? “વર્ણીજી સાથે પ્રશ્ન થયા હતા તો એણે જ કહ્યું હતું કે, જ્ઞાનાવરણીય કર્મનો જેટલો ક્ષયોપશમ થાય એટલું જ્ઞાન આવે અને તમે કહો છો કે જ્ઞાનની પોતાની યોગ્યતાથી જ્ઞાન થાય છે. આહાહા.! આ તો નિમિત્તથી કથન કહ્યું છે. સમજાણું? પણ નિમિત્તને વશ થાય છે એટલો આત્મા ઢંકાઈ ગયો અને જેટલો નિમિત્તના વશથી છૂટ્યો તેટલો આત્માનો વિકાસ થયો. આહાહા...! સમજાણું? પ્રભુ! આ તો વીતરાગના ઘરની વાતું (છે), બાપા! આહા! અરે! ભરતક્ષેત્ર જેવા સાધારણ ક્ષેત્ર, એમાં ગરીબ માણસો, ગરીબ વસ્તી, એમાં આ તવંગરની વાતું કરવી. આહાહા.! મહા ભગવાન પૂર્ણાનંદનો નાથ અંતર મહેલમાં–આનંદના મહેલમાં બિરાજે છે. એ આત્મા જેટલો કર્મના ઉદયને વશ થાય છે તેટલી ત્યાં આત્માની પર્યાય ઢંકાઈ જાય છે અને જેટલો આત્મા નિમિત્તને વશ ન થયો તો કર્મનું ઘટવું થયું એમ કહેવામાં આવ્યું. એ કર્મ પોતે પરને વશ નથી થતા એ કર્મ ઘટ્યા. અશુદ્ધ પર્યાય નિમિત્તને વશ થતી હતી. પ્રભુઆવો અર્થ છે. શું કરીએ? આહાહા...! છે? ‘કર્મના વિઘટન (ક્ષયોપશમના) અનુસારે...” ભાષા છે? જેમ વાદળાના ઘટવાને કારણે પ્રકાશ ઉત્પન્ન થાય છે એમ અહીંયાં કર્મના ઘટવાને કારણે. આહાહા...! તેનો અર્થ છે કે, પોતાની અશુદ્ધ પર્યાય જે પર ને નિમિત્તને તાબે થતી હતી એ નિમિત્તને તાબેથી હટી ગઈ તો કર્મનો ક્ષયોપશમ થયો એમ કહેવામાં આવ્યું છે. આહાહા.! વાત તો આમ છે, ભાઈ! એક બાજુ એમ કહે કે, આત્માની પર્યાય જે સમયે, જે પ્રકારે ઉત્પન્ન થાય છે તે પોતાથી ઉત્પન્ન થાય છે. હવે એક બાજુ એમ કહે કે કર્મ ઘટે તેટલો પ્રકાશ થાય. એને ન્યાયસર સમજવું પડશે ને? આહાહા...! શાસ્ત્ર વાંચવામાં પણ બાપુ! દૃષ્ટિ યથાર્થપણે હોય તો સમજી શકે. મુમુક્ષુ :- ગુરુગમની ચાવી મળવી જોઈએ. ઉત્તર :- હા, વસ્તુ એવી છે. આહા.! પદ્રવ્યને ઘટવાને કારણે આત્મા પ્રકાશમય થાય છે? આહા...! પણ આત્મામાં એક અભાવ નામનો ગુણ છે એ અશુદ્ધતાના અભાવરૂપે પરિણમે છે તેટલી પુષ્ટિ-જ્ઞાનની વૃદ્ધિ થાય છે. આહાહા.! સાધારણ માણસને અભ્યાસ ન હોય અંદર ને, આહાહા.! એને ક્યાં જાવું છે ક્યાં? આહા...! દેહ તો પડી જશે, પ્રભુ! એ દેહ તો સંયોગે છે, પરમાં છે, એ તો તારામાં છે જ નહિ. પણ આ એક ક્ષેત્રે ભેગું (છે) ત્યાં તને લાગે કે અમે દેહમાં છીએ. દેહમાં નથી એ તો પોતે આત્મામાં છે. દેહનું ક્ષેત્રમંતર થશે ત્યારે એને લાગે કે અરે! દેહ છૂટી ગયો, અમે મરી ગયા. કોણ મરે? પ્રભુ! ક્ષેત્રમંતરથી દેહ છૂટે. સમજાણું? કાલે પ્રશ્ન નહોતો થયો? “બંડીજી'! કે, આ પરિણમન છે એ ક્રિયાવતી શક્તિને કારણે નહિ. ક્રિયાવતી શક્તિ તો ક્ષેત્રમંતરથી ક્ષેત્રમંતર થાય એ ક્રિયાવતી શક્તિ. પણ એનું જે પરિણમન છે એ ક્રિયાવતી શક્તિ એકલી નહિ. એ અનંત ગુણનું પરિણમન જે છે તે Page #197 -------------------------------------------------------------------------- ________________ ગાથા૨૪ ૧૮૩ પોતાથી છે. ક્રિયાવતી શક્તિનું પરિણમન તો એક આત્મા કે પરમાણુ એક ક્ષેત્રથી આમ (બીજા ક્ષેત્રે જાય છે, એ ક્રિયાવતી શક્તિ. પણ ત્યાંને ત્યાં રહીને જે પરિણમન થાય છે એ ક્રિયાવતી (શક્તિ) એકલી નહિ. ભલે એ વખતે સ્થિર હોય તોય ક્રિયાવતી શક્તિનું પરિણમન સ્થિર છે. ગતિ કરે ત્યારે એ હોય. પણ પરિણમન–એની દશા... આહાહા...! ભગવાન પૂર્ણાનંદના નાથનું અવલંબન લઈને જે દશા શુદ્ધિ, શુદ્ધિ વધે છે એ શુદ્ધિ અનેકતાથી થતી નથી, એ શુદ્ધિ વધે ઈ એકતાની પુષ્ટિ કરે છે. આહાહા...! સમજાણું? “અનુસાર પ્રગટપણું પામે છે...” આવી ભાષા હવે એમાંથી કાઢે આ લોકો. કર્મના ઉદયનું ઘટવા પ્રમાણે જ્ઞાનનો ઉઘાડ થાય. અહીં એક બાજુ એમ કહેવું કે, જ્ઞાનની પર્યાય પોતાથી તે સમયે તે પ્રકારની પ્રગટ થવાની લાયકાતથી પ્રગટ થાય છે, કર્મના ઘટવાથી નહિ. કેમકે એમાં એક અભાવ નામનો ગુણ છે. પરના અભાવરૂપે પરિણમે છે, પરથી નહિ, પરના અભાવરૂપે પરિણમે છે તે પોતાનો સ્વભાવ છે. સમજાણું? કર્મ ઘટે માટે અભાવરૂપે પરિણમે છે એ તો નિમિત્તનું કથન છે. આહાહા.. કેમકે આત્મામાં એક ભાવ અને અભાવ નામનો ગુણ છે. ભાવગુણને કારણે તો દરેક ગુણની વર્તમાન પર્યાય ઉત્પન થશે. એ કોઈ કર્મના ઘટવાથી થશે એમ છે નહિ. ત્યાં ભલે ઘટે પણ એની અહીં અપેક્ષા નહિ. સમજાણું? આવું વિષમ. કાલે કોઈ પૂછતું હતું, અનેક અપેક્ષાથી કાલે સવારમાં વાત આવી. ભઈ! જ્ઞાનની વિશેષતાની મહિમા જ એવી કોઈ છે. એના પડખાં, એટલા પડખાં છે. આહાહા...! અહીં કહે છે કે, જ્ઞાનસ્વરૂપ ભગવાન જેટલો પરના સદ્ભાવ ને નિમિત્તને વશ થઈને ભાવરૂપ થાય છે તેનો અભાવ નામના ગુણને કારણે એ કર્મનું ઘટવું થયું, પણ અહીંયાં તો પોતાના અભાવ ગુણને કારણે રાગના અભાવ સ્વભાવરૂપે પરિણમવું એ પોતાને કારણે છે. આહાહા.! કર્મના ઘટવાને કારણે શુદ્ધિની વૃદ્ધિ થાય છે એ તો નિમિત્તનું કથન છે. આહાહા...! સમજાણું? તેના જ્ઞાનની હીનાધિકતારૂપ ભેદો.” પહેલા થોડી શુદ્ધિ, પછી વિશેષ તથઈ) એવા હીનાધિકતારૂપ ભેદ તેના સામાન્ય) જ્ઞાનસ્વભાવને ભેદતા નથી....... ભલે એ અનેકપણે વૃદ્ધિ પામે પણ એ સામાન્ય જ્ઞાનની પુષ્ટિ કરે છે. સામાન્ય નામ ત્રિકાળ અને તેનું અવલંબન લેવું એ સામાન્ય. તેની પુષ્ટિ કરે છે. આહાહા...! આવી વાતું હવે. વીતરાગમાર્ગ બહુ અલૌકિક, પ્રભુ! એવી વાત ક્યાંય છે નહિ. સર્વજ્ઞ વીતરાગ સિવાય (ક્યાંય છે નહિ). પણ સમજવું અલૌકિક વાત છે, ભાઈ! આહા...! જ્ઞાનના એટલે આત્માના સ્વભાવનું હીનાધિકતારૂપ સત્તારૂપ, પર્યાયમાં, હોં! ભેદ જ્ઞાનસ્વભાવને ભેદતા નથી. ભગવાન સામાન્ય ત્રિકાળ છે તેને તો ભેદતા નથી પણ સામાન્યમાં એકાગ્રતા છે તેને ભેદતા નથી. એકાગ્રતાની તો પુષ્ટિ કરે છે. સમજાણું? આહાહા...! પરંતુ ઊલટા તેને અભિનંદે છે. આહાહા...! શુદ્ધિની, આત્માના અવલંબનથી શુદ્ધિની અનેકતા Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ઉત્પન્ન થવા છતાં એ એક્તાની પુષ્ટિ કરે છે, ભેદની પુષ્ટિ નથી. સમજાણું? “બંડીજી'! આવી વાત છે. અરેરે.! લોકોને સ્થૂળ (સાંભળવા) મળે એમાં સાંભળીને સંતોષ થઈ જાય. કાંઈક ધર્મ કર્યો. અરે. પ્રભુ! જ્યારે અવસર મળે? ભાઈ! આહાહા...! સનું સ્વરૂપ સચ્ચિદાનંદ પ્રભુ, સૂર્ય સમાન પ્રકાશનો પુંજ, જ્ઞાનના પ્રકાશનો પુંજ એ તો ત્રિકાળી. પણ તેના અવલંબનથી શુદ્ધિની અનેકતા ઉત્પન થવા છતાં એ એકતાની પુષ્ટિ કરે છે, અનેકતાના ખંડ થતા નથી. એકતામાં ખંડ થતા નથી, એકતામાં પુષ્ટિ કરે છે. સમજાણું? જેઠાલાલભાઈ! આવી વાતું છે. આહાહા.! અરેરે.! આ દેખાવ આજે કર્યો છે આ જોવે તો માણસને... આહાહા...! આમ પાણીમાં સેંકડો મડદા તરે, ચાલ્યા જાય છે. એને બિચારને ખબરેય નહિ કે સવારે શું થશે? મા-બાપ તણાતા હોય, દીકરા તણાતા હોય. આહા.! પોતે પણ તણાતો હોય અને મા-બાપ જોવે ને મા-બાપ તણાતા હોય તો પોતે જોવે. આહાહા...! બાપુ બહારમાં ક્યાં શરણ છે? એ વખતે પણ જો ભગવાન આત્માના સ્વભાવની દૃષ્ટિ કરે તો શરણ મળી જાય. સમજાણું? કેમકે ભગવાન વિદ્યમાન, ત્રિકાળ વિદ્યમાન છે. એમાં અવિદ્યમાનપણું તો બિલકુલ છે નહિ. આહાહા...! એવો જે ભગવાન આત્મા ત્રિકાળ વિદ્યમાન પ્રભુ, સત્તા વસ્તુ, પોતાની સત્તા, હયાતી, મોજૂદગી ત્રિકાળ રાખનાર, તેનો આશ્રય લેવાથી શુદ્ધિની પર્યાયમાં અનેક્તા ભાસે છે છતાં એ અંતરની શુદ્ધિની પુષ્ટિ કરે છે, અંતરમાં એકાગ્રતાની પુષ્ટિ કરે છે. અરે! ઝીણી વાત છે, ભાઈ! આહાહા...! સમજાણું? “સમયસાર’ તો જૈનદર્શનનું એકલું માખણ છે. જૈનદર્શન એટલે કોઈ પંથ નથી, એ તો વસ્તુદર્શન (છે). જેવી જગતની વસ્તુ છે એ વસ્તુની દશા કઈ ને એ વસ્તુની શક્તિ કઈ, એ વસ્તુનું વસ્તુપણું શું? એ બતાવે છે. આહાહા...! કહે છે કે, અનેકપણાની શુદ્ધિ ઉત્પન્ન થાય છે એ ભેદતી તો નથી ઊલટું અભિનંદે છે. આહાહા! છે? ઊલટું એકાગ્રતાની પુષ્ટિ વિશેષ વિશેષ શુદ્ધિ થઈ. આહાહા.! સમયસારમાં બીજે ઠેકાણે આવે છે ને? ભાઈ! એમકે શુદ્ધિ અનેક અનેક અનેક અનેક શુદ્ધિ થાય છે, (એમ) આવે છે. છતાં એ શુદ્ધિ અનેક અનેક હોવા છતાં તે એકાગ્રતામાં પુષ્ટિ કરે) છે. શુદ્ધિની અનેકતા થાય, અનેકતા થતા એ અનેકપણું એમાં પુષ્ટ નથી થતું. આહાહા...! આ દુનિયાની મીઠાશ મૂકવી. હૈ? આહાહા! અને આત્માની મીઠાશમાં આવવું, ભાઈ! આહા..! અહીં તો એમ કહે છે કે, પ્રભુ! મીઠાશ આનંદથી ભરેલું એકરૂપ સ્વરૂપ છે. જેમ જ્ઞાન એકરૂપ છે એમ આત્મા એકરૂપ છે એમ આનંદ એકરૂપ છે. એ આનંદમાં એકાગ્રતા કરતા કરતા આનંદની પર્યાય અનેકપણાની પ્રગટ થાય છે છતાં એ અનેકપણું એકપણાની પુષ્ટિ કરે છે. એ શુદ્ધિની વૃદ્ધિ થઈને એકપણાની પુષ્ટિ કરે છે. નિર્મળ પર્યાયમાં, હોં! સામાન્ય તો છે ઇ છે. આ તો નિર્મળ પર્યાય જે પ્રગટ થઈ એ અનેકપણે શુદ્ધિ, શુદ્ધિ, શુદ્ધિ, શુદ્ધિ Page #199 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૨૦૪ ૧૮૫ વધતી જાય છે એ અનેકપણાની પુષ્ટિ નથી કરતી. એ અનેકપણું અંતર એકાગ્રતાની પુષ્ટિ કરે છે. હસમુખભાઈ'! આવો ચોપડો કોઈ દિ વાંચ્યોય નો હોય ન્યાં. આહાહા...! અરેરે...! આવી ચીજ પડી છે, નિધાન મૂક્યા છે. આહાહા...! ભાવરૂપ, હોં! પાના તો જડ છે. આહાહા...! આહાહા.! માલના ધોકડા હોય છે ને? રૂના. માલ કાઢીને બતાવે કે આવો માલ છે. એમ પોતાના આનંદસ્વરૂપમાં એકાગ્ર થાય છે તો આનંદનો અંશ–નમૂનો આવે છે. એ નમૂના દ્વારા આખો આત્મા આનંદસ્વરૂપ છે એવી પ્રતીતિ થાય છે. એ આનંદની જે પર્યાય પ્રગટ થઈ અને વિશેષ એકાગ્રતા થતા થતા આનંદની વિશેષ પર્યાય પ્રગટ થઈ, તો એ વિશેષ વિશેષ પ્રગટ થઈ તો ત્યાં ભેદ થતા નથી. એ અંદરમાં જ્ઞાનની પુષ્ટિમાં એકાગ્ર થાય છે. આહાહા! એ આનંદની વૃદ્ધિ થાય છે. અનેકપણામાં અનેકપણાની વૃદ્ધિ નહિ પણ આનંદની વૃદ્ધિ થાય છે. આહાહા..! આવો માર્ગ હવે. માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે.” જુઓ! એ ભેદ પણ દૂર થઈ ગયા. ભેદ ઉપર લક્ષ નહિ. ભલે શુદ્ધિની અનેકતા ઉત્પન્ન થઈ પણ એ ઉપર લક્ષ નથી. લક્ષ ત્રિકાળ ઉપર છે અંદર એકાગ્રતામાં પુષ્ટિ વિશેષ થાય છે. સમજાણું? ધીમેથી સમજવું, પ્રભુ! આ તો વીતરાગમાર્ગ (છે). આહાહા...! ત્રણલોકના નાથ પરમાત્મા (છે), એવો જ આ ત્રણલોકનો નાથ પરમાત્મા છે. આ પરમાત્મા પોતે, પરમાત્મા પોતે આત્મા પરમાત્મા છે. આહાહા...! તેનો પંથ, તેની એકાગ્રતા થવી. જ્યાં એકરૂપ પદ પડ્યું છે તેમાં એકાગ્રતા થવી અને એકાગ્રતા થવાથી શુદ્ધિની અનેકતા ઉત્પન્ન થાય છે, છતાં એ એકાગ્રતાની જ પુષ્ટિ કરે છે. ત્યાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે, અનેકપણાની પુષ્ટિ નથી કરતા. આનંદની વૃદ્ધિ થઈ, વિશેષ આનંદ, આનંદ, આનંદ, આનંદ, ભલે અનેકપણે આનંદના અંશો શુદ્ધિના વધ્યા એમ કહેવું, છતાં અહીં તો આનંદની વૃદ્ધિ અંદર પર્યાયમાં આનંદની વૃદ્ધિ થાય છે. સમજાણું? એ અનેકપણાને લઈને આનંદની વૃદ્ધિનો ભેદ પડી જાય છે, એમ નહિ. આહાહા.! આવી વાત ક્યાં છે? ભાઈ! આહાહા...! - અહીં તો પર્યાયમાં શુદ્ધિ વધે એ ઉપર કોઈ લક્ષ ન કરવું, એમ કહે છે. અંદરમાં જે દ્રવ્યમાં લક્ષ ગયું છે, ત્યાં લક્ષ જમાવી દેવું અને તેનાથી શુદ્ધિ ભલે અનેકપણે વધે, અનેકપણે દેખાય પણ અંદરમાં તો એકપણે જ શુદ્ધિ વધતી જાય. આહાહા...! વિષય જરી ઝીણો છે. આહાહા...! માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે એવા આત્મસ્વભાવભૂત....” આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું આલંબન કરવું. એકરૂપ ભગવાનઆત્મા, એનું અવલંબન કરવું જોઈએ. આહાહા.! પર્યાય ભલે અનેક હો પણ છતાં અવલંબન તો એકનું, એકરૂપનું અવલંબન લેવું જોઈએ. આહાહા.! સમજાય એવું છે, પ્રભુ! આત્મા તો અંતર્મુહુર્તમાં કેવળજ્ઞાન લઈ શકે. આહાહા.! અરે.! એના વિરહ પડી ગયા. પંચમકાળ, કાળ નડ્યો નથી પણ એની Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ પર્યાયમાં હીણી દશાનો કાળ, પૂરી દશાનો કાળ પોતામાં પોતાને માટે નહિ. આહાહા...! પોતાનું (કહે) છે ને, સ્વયં? સ્વયંને સ્વર્ય માટે પૂર્ણ થવાનો) કાળ નહિ. કાળ-ફાળ નડતો નથી. પોતાની હીનતા, (શુદ્ધિ) વૃદ્ધિ નથી પામતી એ નડતર છે. આહાહા...! સમજાણું? એવા આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું...” જુઓ! જ્ઞાન લેવું છે ને? આત્મસ્વભાવભૂત જ્ઞાન. જે સ્વભાવભૂત, આત્મા જેમ ત્રિકાળ છે એમ જ્ઞાન ત્રિકાળ છે, સ્વભાવભૂત. “જ્ઞાનનું જ એકનું આલંબન કરવું. આહાહા...! “તેના આલંબનથી જ.” ભાષા જુઆ! ભગવાન જ્ઞાયકસ્વરૂપ ત્રિકાળ જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુ, તેના આલંબનથી જ.” જોયું? “આલંબનથી જ..” નિશ્ચય લીધું. મુમુક્ષુ – બીજો કોઈ ઉપાય નથી. ઉત્તર :- આ જ વસ્તુ છે. આહાહા.! પ્રભુ પૂર્ણાનંદનો નાથ દ્રવ્ય સ્વભાવ, તેના આલંબનથી જ. પાછું બીજાનું આલંબન નહિ, તેની માટે “જ” (શબ્દ) મૂક્યો છે. પર્યાયનું અવલંબન નહિ, રાગનું નહિ, નિમિત્તનું નહિ. આહાહા...! “તેના આલંબનથી જ નિજી પદની પ્રાપ્તિ થાય છે...” પર્યાયમાં. નિજપદ જે ત્રિકાળ છે તેના અવલંબનથી જ પર્યાયમાં નિજ પદની પ્રાપ્તિ થાય છે. આહાહા...! સમજાણું? ફરીને, આમાં કંઈ પુનરુક્તિ ન લાગે. ભાવનાનો ગ્રંથ છે ને? હેં? આહાહા.! નિજ સ્વરૂપ પૂર્ણાનંદનો નાથ, તેના અવલંબનથી જ નિજ પદની પ્રાપ્તિ પર્યાયમાં થાય છે. દ્રવ્ય તો નિજ પદ તો છે જ, તેના અવલંબનથી જ, પૂર્ણ પર્યાયની, પૂર્ણ પર્યાયની નિજ પદની પ્રાપ્તિ તેનાથી થાય છે. આહાહા...! અહીં તો હજી બહારમાં તકરારું ને ઝગડા. અરે...! પ્રભુ! શું કરે છે? એ. વ્યવહાર ઉથાપે છે ને એકાંત નિશ્ચય સ્થાપે છે. આવા ઝગડા બધા. પ્રભુ! વાત તો એવી છે. અહીં તો પર્યાયની અનેકતા પણ આશ્રય કરવા લાયક નથી તો વળી રાગ ને દયા, દાન ને આશ્રય કરવા લાયક છે (એમ ક્યાંથી હોય)? આહાહા.! આ વાત વીતરાગ સિવાય ક્યાંય છે નહિ. વીતરાગ સ્વભાવી ભગવાન સ્વભાવ ભર્યો છે પ્રભુ, વીતરાગ સ્વભાવભૂત આત્મા, તેના અવલંબનથી જ વીતરાગની પર્યાયની પૂર્ણતા નિજ પદની પ્રાપ્તિ થાય છે. આહાહા...! કોઈ રાગને કારણે કે નિમિત્તને કારણે એ પૂર્ણ પર્યાયની પ્રાપ્તિ થતી નથી. સમજાણું? મુમુક્ષુ :- એક જ ઉપાય છે. ઉત્તર :- આહાહા..! “તેના આલંબનથી જ નિજી પદની પ્રાપ્તિ થાય છે...” એક વાત. પહેલા અસ્તિથી લીધું. “ભ્રાંતિનો નાશ થાય છે...... મિથ્યાત્વનો નાશ નિજ પદના અવલંબનથી થાય છે. બીજી કોઈ ચીજ નથી. ભ્રાંતિ નામ મિથ્યાત્વ. પર્યાય જેટલો હું છું, રાગથી ધર્મ થશે વગેરે ભ્રાંતિ Page #201 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૨૦૪ ૧૮૭ જે મિથ્યાત્વ એ નિજ પદના અવલંબનથી જ થાય છે). નિજ પદની પ્રાપ્તિ થાય છે એ પહેલા અસ્તિ લીધી, પછી ભ્રાંતિનો નાશ થાય છે (એમ નાસ્તિથી વાત કરી). પણ નિજ પદના અવલંબનથી મિથ્યાત્વનો નાશ થાય છે. આહાહા.! આવી તો ચોખ્ખી વાત (કરી છે). અરે..! દિગંબર શાસ્ત્રો ને દિગંબર મુનિઓ તો અલૌકિક વાત છે, બાપુ! આહા.! મુનિપણું કોઈ અલૌકિક વાતું છે. આહાહા...! જેને અંતર અનંત અનંત આનંદનો પર્યાયમાં, સમુદ્રને કાંઠે જેમ ભરતી આવે છે, એમ મુનિઓને અંતરમાં સાચા સંત હોય તો પર્યાયમાં અનંત આનંદની ભરતી આવે છે. એ અતીન્દ્રિય આનંદની વિશેષ વિશેષ દશા પ્રગટ થાય છે). એ વિશેષ વિશેષ ઉપર લક્ષ નહિ, સામાન્ય ઉપર લક્ષ, દૃષ્ટિ છે લક્ષ છે તો એ કારણે વિશેષ વિશેષ આનંદ થાય, પણ એકાગ્રતામાં પુષ્ટિ થાય છે. આનંદની વૃદ્ધિ થાય છે. આહાહા.! સમજાણું? ભ્રાંતિનો નાશ થાય છે,” એ તો આમ અસ્તિપણે જ્યાં પ્રાપ્તિ થઈ, સમ્યગ્દર્શનપણે, ત્યાં ભ્રાંતિનો નાશ થઈ ગયો. નિજ અવલંબનથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું તો પર્યાયમાં એ સ્વરૂપની પ્રાપ્તિ થઈ. એ વખતે ભ્રાંતિનો નાશ થાય છે. આહાહા...! “આત્માનો લાભ થાય છે,...” પહેલી સાધારણ વાત કરી કે નિજ પદની પ્રાપ્તિ થાય છે. તો હવે કહે છે કે, આત્માનો લાભ થાય છે. ભ્રાંતિનો નાશ થવાથી ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ, એનો લાભ થાય છે. આ વાણિયા લાભ સવાયા નથી મૂકતા? દિવાળી ઉપર. લક્ષ્મીચંદભાઈ! લાભ સવાયા નામામાં લખે. બાપા! એ લાભ નથી, એ તો નુકશાન સવાયા છે. આહાહા.! પ્રભુ! આ લાભ, આત્મલાભ તને મળશે. આહાહા.! આત્મલાભ. આહાહા...! આત્માનો લાભ થાય છે... આહાહા...! હવે જુઓ! “અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે....... હવે અહીં તો પુણ્યના પરિણામને અનાત્મા કહ્યા. “ચેતનજી'! અહીં તો અનાત્મા કહ્યા. અનાત્મા કહો, અહીં ધર્મથી વિરુદ્ધ અનાત્મા. અનાત્મા કહો કે પુણ્ય કહો. પુણ્ય અનાત્મા છે, આહાહા...! આત્મા નહિ. આહાહા...! હવે આ કહે છે કે, પુણ્યને અધર્મ કયાં કહ્યો છે? અરે. પ્રભુ! તને શું કહીએ? અરેરે...! આવું શું છે? ભાઈ! પુણ્ય છે એ અનાત્મા છે. આત્માનો લાભ થયો તો અનાત્માનો નાશ થયો, પરિહાર થયો. એ પુણ્ય અનાત્મા છે. પુણ્યને તો પહેલા અધિકારમાં–જીવ અધિકારમાં અજીવ કહ્યું છે. આહાહા...! એ અજીવથી જીવને લાભ થાય? અને અજીવને ધર્મ કહ્યો તો એ નિશ્ચય ધર્મ છે? એ તો ઉપચારથી કથન કર્યું. આહાહા...! આત્માનો લાભ થાય છે. આહાહા.! પૂર્ણ સ્વરૂપ, ધ્રુવ, તેનો આશ્રય લેવાથી નિરપદ, નિજ સ્વરૂપ, રાગપદ એ નિજપદ નહિ. નિજપદની પ્રાપ્તિ થાય છે એટલી સામાન્ય વાત કરી. ભ્રાંતિનો નાશ થાય છે. નિજ પદ એટલે આત્મલાભ પ્રાપ્ત થાય છે, એમ. ત્યાં આત્માનો લાભ મળે, આત્મલાભ. આ લક્ષ્મીનો લાભ અને ધૂળનો (લાભ નહિ). આહાહા...! એ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ પુણ્યભાવનો લાભ એ અહીં નહિ. પુણ્ય ભાવ તો અનાત્મા છે. આહાહા...! સમજાણું? હવે આવો ઉપદેશ. માણસને નવરાશ-ફૂરસદ નહિ, ધંધા આડે નવરાશ નહિ. અરે! પોતાનું હિત કેમ થાય? આહાહા...! એ જુવાન છોકરાઓ ને છોકરાની વહુ પાણીમાં તણાતા હોય ને પોતે જરીક ઊંચે બેઠા હોય, તો રહી ગયો હોય... આહાહા...! આંસુની ધારા ચાલી જાય. બાપુ! એ તો તારા ખેદ છે, દુઃખ છે અને એને દેખીને તને આમ થયું એ તો મિથ્યાત્વ ભાવ છે. આહાહા.! ત્યાં તો મિથ્યાત્વની પુષ્ટિ થઈ છે. આહાહા...! આ ભગવાનને તરતો અંદર જુદો દેખ. આવે છે ને? વિશ્વ ઉપર તરતો. ૧૪૪ માં વિશ્વ ઉપર તરતો. “સમયસારમાં આવે છે. યાદ ન હોય કયે ઠેકાણે છે? ભાવ મગજમાં રહી ગયો હોય. વિશ્વ ઉપર તરતો ત્યાં ૧૪૪ માં આવે છે. કર્તા-કર્મમાં નહિ? આહા! ઘણે ઠેકાણે આવે છે. ભગવાન આમ રાગ ને પર્યાયથી ભિન્ન તરતો. પર્યાયનો પણ જેમાં પ્રવેશ નથી. એવો ભગવાન આત્મા, જો તું આ ત્રિકાળીનું અવલંબન લે તો તને આત્મલાભ થશે. ભ્રાંતિનો નાશ થશે, આત્મલાભ થશે, અનાત્માનો પરિહાર સિદ્ધ થશે. પુણ્ય ભાવ એ અનાત્મા છે. અરર...! અહીં આત્મા, એ અનાત્મા છે. તો અહીં ધર્મ તો એ અધર્મ છે. અહીં પવિત્રતા, તો એ અપવિત્રતા છે. આહાહા...! આકરું કામ, ભાઈ! અને તે ચંડાળણીના પુત્ર કહ્યા છે. બેય – પુષ્ય ને પાપ. બ્રાહ્મણને ત્યાં ઉછર્યો ઈ કહે આ મને ખપે નહિ, આ મને ખપે નહિ, આ મને ખપે નહિ. પણ કોણ છો તું? મૂળ તો ચંડાળણીનો દીકરો. એમ પુણ્ય ભાવવાળો એમ કહે કે, મને આ પાપ ખપે નહિ, ભોગ ખપે નહિ, ફલાણું ખપે નહિ. પણ હવે તારો પુણ્ય ભાવ એ ચંડાળનો પુત્ર છે, વિભાવનો પુત્ર છે. એમ કળશટીકા'માં લખ્યું છે. પુણ્યવાળા, શુભભાવવાળા એમ માને, આ મારે ખપે નહિ, આ મારે ખપે નહિ. એ ચંડાળણીનો પુત્ર બ્રાહ્મણ જેવું છે એને. આહાહા...! અમારે બહુ વિષય હોય નહિ, અમારે સ્ત્રીનો સંગ હોય નહિ. સંગ ન હોય એ તારો ભાવ ક્યો છે? ભાવ તો શુભ છે, રાગ છે. એ રાગ તો ચંડાળણીનો પુત્ર છે, ચંડાળણીનો દીકરો કહે કે મારે ખપે છે અને આ ચંડાળણીનો દીકરો કહે કે મારે ખપતું નથી. આહાહા.! શું કહ્યું? ચંડાળણીના બે દીકરા. એક દીકરો કહે કે આ મારે ખપે નહિ, આ ખપે નહિ, અમારે માંસ ખપે નહિ, ઢીકણું ખપે નહિ. મુમુક્ષુ :- મહાવ્રત છે ઈ ચંડાળણીનો પુત્ર છે. ઉત્તર :- મહાવ્રતના પરિણામ ચંડાળણીનો પુત્ર છે. મહાવ્રતના પરિણામવાળો કહે કે, આ મને ખપે નહિ, ભોગ ખપે નહિ, અવ્રત ખપે નહિ, સ્ત્રીનો સંગ ખપે નહિ. પણ ભાવ તારો છે એ તો પુણ્ય છે, એ ચંડાળણીનો પુત્ર છે. આહા...! એ...ઈ... આહાહા...! મુમુક્ષુ :- આકરું પડે. ઉત્તર :- આકરું પડે, વાત સાચી. મુમુક્ષુ :- મુશ્કેલીથી ગળે ઉતરે. Page #203 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૦૪ ૧૮૯ ઉત્ત૨ :– સંસારની વાત કેમ ગળે ઉતરી જાય છે ઝટ? આ તો અંતરની વાત છે, પ્રભુ! આહાહા..! આ સાધુઓએ બહારમાં બધું મનાવી દીધું. વ્રત કરો ને અપવાસ કરો ને સેવા કરો ને સાધર્મીને મદદ કરો. આહાહા..! મુમુક્ષુ :– બહારમાં તો એનું માહાત્મ્ય છે. ઉત્તર :– છે, દુનિયાને બહારનું માહાત્મ્ય છે એ તો મિથ્યાત્વ છે. દરબારને નામથી બોલાવે, ફલાણો સિંહ, ફલાણા દરબાર, એમ. આહાહા..! મારી નાખ્યા. ગરાસિયાને એક નામે ન બોલાવાય. ‘હિરસંઘ’ એમ ન બોલાવાય. ‘હસિંઘજી”, ‘હરિસિંહ’. મૂળ તો ‘સિંહ’ શબ્દનો ‘સંઘ’ થઈ ગયો. મૂળ તો ‘હરિસિંહ’, ભાવસંઘ ને રિસંઘ’. દરબાર! દુનિયાની બધી ખબર છે, હોં! એ સંઘ કેમ થયો? મૂળ તો ‘સિંહ’ (શબ્દ) છે. ‘હરિસિંહ’, ‘ભાવસિંહ’ દરબારના નામ. પણ પછી સાધારણમાં થઈ ગયા, ‘હિરસંઘ’ ને ‘ભાવસંઘ’ થઈ ગયું. ‘સિંહ’નું ‘સંઘ’ થઈ ગયું. આ જુઓને મોટા.. ‘ઇન્દોર’. એ બધા વાણિયા છે તોય નામ ‘સિંહ’. ‘રાજકુમારસિંહ', ફલાણાસિંહ. એના નામ ‘સિંહ’ અને આ ગરાસિયાના નામ થઈ ગયા ‘સંઘ’. હેઠે ઉતરી ગયા, પુણ્ય ઓછા. અને વાણિયા કરોડપતિઓ, વીસ કરોડ, ચાલીસ કરોડ. આમાં ‘સિંહ’ છે ને. ‘શાંતિપ્રસાદ'માં એ નથી. ત્યાં ‘શાંતિપ્રસાદ' ને ‘શ્રેયાંસપ્રસાદ’ ને એ છે અને આ ઇન્દોરમાં બધા ‘સિંહ’, ‘રાજકુમારસિંહ’, ‘રાજા બહાદુરસિંહ' છે ને? ખબર છે. મુમુક્ષુ :– એની પત્નીને ૨મા ન કહેવાય, ૨મા૨ાણી કહેવાય. ઉત્તર ઃ૨મા૨ાણી કહેવાય છે, એમ કહેવાય છે. ‘૨મા૨ાણી શાંતિપ્રસાદ’. ધૂળેય નથી ૨મા૨ાણો. આહાહા..! એ તો આનંદની સાથે પિરણિત રમે એ રમારાણી છે. આહાહા..! એ અહીં કહે છે કે, અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે,..' અનાત્મા કોણ? પુણ્ય. પાપ તો ઠીક પણ પુણ્ય છે એ અનાત્મા છે, અજીવ છે. આહાહા..! અજીવનો પરિહાર થાય છે. આહાહા..! જીવ ભગવાનઆત્મા પૂર્ણાનંદ પ્રભુ, તેના અવલંબનથી નિજ પદની પ્રાપ્તિ થાય છે, ભ્રાંતિનો નાશ થાય છે, આત્મલાભ થાય છે, અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે. આહાહા..! બહુ સરસ! ઓલા કહે છે કે, એ અનાત્મા રાગ છે, વ્યવહાર સાધન છે, નિશ્ચય સાધ્ય છે. અહીં તો કહે છે કે, આત્માના સ્વભાવનો લાભ થાય છે તો અનાત્માનો પરિહાર થાય છે. અરેરે..! જે વ્યવહાર અનાત્મા છે તેનાથી આત્માનો લાભ થશે! અહીં કહે છે કે, આત્માનો જે લાભ અંતરથી થાય છે ત્યારે અનાત્માનો પરિહાર થાય છે. આહાહા..! અનાત્માનો ત્યાગ થાય છે. આહાહા..! લોકરંજન કરવાની વાત. આહાહા..! દુનિયા આમાં લોકરંજન થાય નહિ. પકડાય નહિ, માંડ-માંડ ત્યાં.. તોય હવે માણસ આવે છે. મુંબઈ’માં પંદર પંદર હજાર માણસ, દસ દસ હજાર માણસ સાંભળવા આવે છે. શું કહે છે, સાંભળો તો ખરા. ઇન્દોર’માં પંદર પંદર હજાર માણસ, ‘સાગર’માં વધારે. ઇન્દોર’ કરતાં ‘સાગર’ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ (માં વધારે). “ભગવાનદાસ ખરા ને? પંદર પંદર હજાર માણસ. “ભોપાલમાં તો ચાલીસ હજાર! આ પંચ કલ્યાણક થયા હતા, નહિ? છેલ્લો કલ્યાણક. ચાલીસ હજાર! સાંભળે. અંદર ખળભળ તો થતું હતું માણસને, પણ આકરું પડે. એક કોર લાખોના, દસ દસ લાખ, પાંચ લાખના મંદિર બનાવે અને એને કહેવું કે એ તમે બનાવ્યા નથી, ફક્ત તમારો ભાવ શુભ હોય તો એ પુણ્ય છે, એ પુણ્ય અનાત્મા છે. મુમુક્ષુ :- પુણ્ય કહેવું, અનાત્મા તો ન કહેવું. ઉત્તર :- કોણ પણ કરે છે? એ તો થવાનું હોય ત્યારે થાય. એમાં ભાવ શુભ કર્યા માટે થાય છે? મંદિર તો મંદિરની પરમાણુની પર્યાયનો કાળ એ રીતે રચાવાનો હોય છે ત્યારે તે રચાય છે. મુમુક્ષુ :- આ પાટિયા-બાટિયા કરે. ઉત્તર:- કોણ કરે પાટિયા? એ પરમાણુએ પરમાણુ તે સમયે તે પર્યાય થવાના પરિણામ, તે પરિણામીના પરિણામનો કર્તા તે પરિણામી પદાર્થ છે. એ પર્યાયનું પરિણામ છે તે પરિણામનો કિર્તા પરિણામી છે. કડિયા ને ફલાણું એ કોઈ કર્તા છે નહિ એનો. અરે! આવી વાતું. આ તમારી લાદીમાં નાખે છે ને? છાંટે. જોયું હતું, જામનગર'. “વઢવાણવાળા' છે ને? ‘લાદીવાળા' ત્યાં દૂધ પીધું હતું ત્યાં બધી લાદી આમ હતી. આ છંટાય ને છંટાય ને આ છંટાય. જામનગરના ગામ બહાર. આહા.! અહીં કહે છે કે, અનાત્માનો પરિહાર થાય છે. આહાહા...! “(એમ થવાથી) કર્મ જોરાવર થઈ શકતું નથી...' ઓલા કર્મ બળવાન થતા હતા, પોતાની પર્યાયના જોરમાં, વિકારમાં કર્મનું નિમિત્ત બળવાન છે, એમ કહેવામાં આવે છે. આહા.! એ “સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષામાં પણ આવે છે. કછવી જીવો બળિયો, કછવી કમ્મ બળિયો'. ત્યાં નાખે, જુઓ! કર્મનું બળ. અરે...! પણ વિકારી પરિણામનું બળવાન(પણું) એ કર્મના નિમિત્તમાં બળવાન કહેવામાં આવ્યા. જ્યાં વિકારી પરિણામ જે બળવાન છે એ કારણે અંદર અવિકારી પરિણામ પ્રગટ થતા નથી. આહાહા.! પરદ્રવ્યને લઈને પોતાની પર્યાયમાં કોઈ વધઘટ થાય એ બિલકુલ ખોટી વાત છે. માને ન માને જગત સ્વતંત્ર છે. અહીં તો એ કહ્યું, ‘કર્મ જોરાવર થઈ શકતું નથી... એ ભાવકર્મનું જોર હતું, અનાત્માનું (જોર હતું) એ પછી આત્માનો લાભ થયો, અનાત્મા બળવાન થયો નહિ તો એ કર્મ બળવાન નથી એમ કહેવામાં આવ્યું. “રાગદ્વેષમોહ ઉત્પન્ન થતા નથી,” એ કારણે, અવલંબનથી નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય છે એ કારણે “રાગદ્વેષમોહ ઉત્પન્ન થતા નથી... આહાહા.! થોડી વિશેષ વાત છે. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) Page #205 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૦૪ ૧૯૧ પ્રવચન નં. ૨૮૪ ગાથા-૨૦૪, શ્લોક-૧૪૧, ૧૪૨ મંગળવાર, શ્રાવણ વદ ૭, તા. ૧૪-૦૮-૧૯૭૯ ૨૦૪ ગાથાનો ભાવાર્થ, ટીકાના છેલ્લા થોડા શબ્દો છે. અહીંયાંથી ફરીને. એવા આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું આલંબન કરવું.' ઓલી કોર બે લીટી છે. શું કહે છે ? કે, આ આત્મા જે ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય સ્વભાવ, તેનું આલંબન કરવું જોઈએ. જેણે ધર્મ ક૨વો હોય તો એ પ૨માત્મા ભગવાન સ્વરૂપ આત્મા, ભગવાન કહેશે, તેનું આલંબન (કરવું), ત્યાં દૃષ્ટિ અને જ્ઞાનની પર્યાયને લગાવવી. આલંબન એક જ્ઞાનનું, જ્ઞાન શબ્દે આત્મા, આત્માનું જ આલંબન કરવું જોઈએ. આ તો જ્ઞાનની પર્યાયની વાત ચાલે છે ને? તેથી જ્ઞાન લ્યે છે. ‘તેના આલંબનથી જ...’ તેના આલંબનથી જ. (નિજ) પદની પ્રાપ્તિ થાય છે.’ દયા, દાન, વ્રતાદિ અને વ્યવહા૨ ક્રિયાકાંડથી નિર્જરા થતી નથી, બંધ થાય છે. આ આલંબનથી જ પદની પ્રાપ્તિ થાય છે. આહાહા..! ભ્રાંતિનો નાશ થાય છે,...' સ્વરૂપ આનંદમૂર્તિ પ્રભુ, તેના આલંબનથી નિજ પદની, નિજ સ્વરૂપની – પદની પ્રાપ્તિ થાય છે, ભ્રાંતિનો નાશ થાય છે, મિથ્યાત્વનો નાશ થાય છે. આત્માનો લાભ થાય છે,...’ સ્વરૂપ જે શુદ્ધ ભગવાનઆત્મા, તેના આલંબનથી આત્માનો લાભ થાય છે. શુદ્ધિની, આનંદની પ્રાપ્તિ પર્યાયમાં થાય છે. આહાહા..! આવી વાત. અને અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે....' અનાત્મા નામ પુણ્ય ભાવ કે વ્યવહા૨ રત્નત્રયનો શુભભાવ, તેના આલંબનથી અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે, અભાવ સિદ્ધ થાય છે. (એમ થવાથી) કર્મ જોરાવર થઈ શકતું નથી...' કર્મ નામ જે વિકારી પરિણામનું જોર હતું એ સ્વભાવના અવલંબનથી તેનું બળ ચાલતું નથી. ‘રાગદ્વેષમોહ ઉત્પન્ન થતા નથી...' એ કા૨ણે.. સૂક્ષ્મ નિર્જરાનો અધિકાર છે ને? ‘(રાગદ્વેષમોહ વિના) ફરી કર્મ આસ્રવતું નથી...' નવા કર્મ આવતા નથી અને ફરી કર્મ બંધાતું નથી...' આસ્રવ નથી થતો તો બંધ થતો નથી. પૂર્વે બંધાયેલું કર્મ ભોગવાયું થયું... પૂર્વે જે કર્મ બંધાયેલું હતું તે નિર્જરી જાય છે, સમસ્ત કર્મનો અભાવ...' પહેલી નિર્જરા. શુદ્ધ ચૈતન્યના અવલંબનથી નિજ પદની પ્રાપ્તિ, ભ્રાંતિનો નાશ, આત્માના સ્વભાવનો લાભ, અનાત્માનો પરિહાર... આહાહા..! અને રાગનું જોર નહિ, રાગદ્વેષ ઉત્પન્ન થતા નથી, ફરી કર્મ આસ્રવતું નથી. કર્મ આસ્રવ થતો નથી તો બંધ થતો નથી, બંધ થતો નથી તો પૂર્વ કર્મની નિર્જરા થાય છે. આહાહા..! આ બધી વાત એક આત્માના અવલંબનની છે. બાકી દયા, દાન ને વ્રત ને ભક્તિ અનંતવાર કર્યાં છે. એ હવે આગળ આવશે. એ કોઈ ધર્મ નથી, એ કોઈ ધર્મનું કા૨ણેય નથી. આહાહા..! આવો અધિકાર છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ નિર્જરા અને “સમસ્ત કર્મનો અભાવ થવાથી સાક્ષાત્ મોક્ષ થાય છે. (આવું જ્ઞાનના આલંબનનું માહાસ્ય છે).' જ્ઞાન શબ્દ ભગવાન આત્મા, પૂર્ણ સ્વભાવ, તેના આલંબનથી આટલા પ્રકારના લાભ થાય છે. એ બધું આલંબનના કારણે. ભાવાર્થ :- કર્મના ક્ષયોપશમ અનુસાર જ્ઞાનમાં જે ભેદો થયા છે. મતિ, શ્રુત આદિ ‘તે કાંઈ જ્ઞાનસામાન્યને અજ્ઞાનરૂપ નથી કરતા, આહા..! આત્માનો જ્ઞાન સ્વભાવ ત્રિકાળ, તેના અવલંબનથી પર્યાયમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિ ઉત્પન્ન થાય છે, એ ભેદ ભલે ઉત્પન્ન હો પણ જ્ઞાનને અજ્ઞાન નથી કરતા. આહાહા.! સમજાણું? જે ભેદો થયા છે તે કિાંઈ જ્ઞાનસામાન્યને અજ્ઞાનરૂપ નથી કરતાસામાન્યજ્ઞાન જે સ્વભાવ છે અથવા તેમાં જે એકાગ્રતાનું જ્ઞાન છે તેને અજ્ઞાન નથી કરતા. મતિ, શ્રત ભેદ ઉત્પન્ન થાય છે તે પોતાની પર્યાય છે. સમજાણું? આહા...! જ્ઞાનની પર્યાયરૂપ ભેદ ઉત્પન્ન થાય છે તે ભેદ ઉત્પન્ન થાય છે તે અજ્ઞાન નથી કરતા. એ તો જ્ઞાનને અભિનંદે (છે), સ્વભાવમાં એકાગ્રતાની પુષ્ટિ કરે છે. આવી વાત છે. ઊલટા જ્ઞાનને પ્રગટ કરે છે;” જ્ઞાનના ભેદ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ વગેરે ઉત્પન્ન થાય છે, એ આત્માના અંતરના જ્ઞાનને પર્યાયમાં અજ્ઞાન નથી કરતા. “ઊલટા જ્ઞાનને પ્રગટ કરે છે. એ પર્યાય ઉત્પન્ન થાય છે, એ તો જ્ઞાનસ્વરૂપ જે સામાન્ય છે તેમાંથી પર્યાય પ્રગટ થાય છે, પર્યાય થાય છે તે પોતાની નિર્મળ પર્યાય છે. આહાહા...! માટે ભેદોને ગૌણ કરી,... મતિ, કૃત, અવધિ, મન:પર્યય ઉત્પન્ન થાય છે પણ તેને ગૌણ કરી “એક જ્ઞાનસામાન્યનું આલંબન લઈ...” ત્રિકાળી આનંદ પ્રભુ, જ્ઞાનસ્વભાવ, સામાન્ય નામ એકરૂપ રહેનાર સદ્દશ્ય ધ્રુવ, તેના આલંબનથી આત્માનું ધ્યાન ધરવું...” તેના આલંબનથી આત્માનું ધ્યાન કરવું, રાગથી નહિ. આવી વાત છે. તેનાથી સર્વ સિદ્ધિ થાય છે. હવે કળશ કહે છે. ( શ્લોક-૧૪૧) (શાર્દૂનવિવ્રીડિત) अच्छाच्छाः स्वयमुच्छलन्ति यदिमाः संवेदनव्यक्तयो निष्पीताखिलभावमण्डलरसप्राग्भारमत्ता इव । यस्माभिन्नरसः स एष भगवानेकोऽप्यनेकीभवन् वल्गत्युत्कलिकाभिरद्भुतनिधिश्चैतन्यरत्नाकरः ।।१४१।। Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૪૧ ૧૯૩ હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે : શ્લોકાર્ધઃ- [ નિષ્પીત-સવિન-માવ-મહન-રર-પ્રામાર-મત્તા: રૂ4] પી જવામાં આવેલો જે સમસ્ત પદાર્થોના સમૂહરૂપી રસ તેની અતિશયતાથી જાણે કે મત્ત થઈ ગઈ હોય એવી [ Rચ રૂમા: છ-છા: સંવનવ્યવર: ] જેની આ નિર્મળથી પણ નિર્મળ સંવેદનવ્યક્તિઓ (-જ્ઞાનપર્યાયો, અનુભવમાં આવતા જ્ઞાનના ભેદો) [ યર્ સ્વયમ્ કચ્છનન્તિ ] આપોઆપ ઊછળે છે, [ : SH: માવાન્ મુતનિધિ: ચૈતન્યરત્નાર: ] તે આ ભગવાન અદ્ભુત નિધિવાળો ચૈતન્યરત્નાકર, [ કમિશ્નર: ] જ્ઞાનપર્યાયોરૂપી તરંગો સાથે જેનો રસ અભિન છે એવો, [ 5: કવિ નેવીમવન ] એક હોવા છતાં અનેક થતો, [ ૩નિમિઃ ] જ્ઞાનપર્યાયોરૂપી તરંગો વડે [ વાતિ ] દોલાયમાન થાય છે.ઊછળે છે. ભાવાર્થ - જેમ ઘણાં રત્નોવાળો સમુદ્ર એક જળથી જ ભરેલો છે અને તેમાં નાના મોટા અનેક તરંગો ઊછળે છે તે એક જળરૂપ જ છે, તેમ ઘણા ગુણોનો ભંડાર આ જ્ઞાનસમુદ્ર આત્મા એક જ્ઞાનજળથી જ ભરેલો છે અને કર્મના નિમિત્તથી જ્ઞાનના અનેક ભેદો-વ્યક્તિઓ આપોઆપ પ્રગટ થાય છે તે વ્યક્તિઓ એક જ્ઞાનરૂપ જ જાણવી, ખંડખંડરૂપે ન અનુભવવી. ૧૪૧. શ્લોક–૧૪૧ ઉપર પ્રવચન (શાર્દૂલવિક્રીડિત) अच्छाच्छाः स्वयमुच्छलन्ति यदिमाः संवेदनव्यक्तयो निष्पीताखिलभावमण्डलरसप्राग्भारमत्ता इव । यस्माभिन्नरसः स एष भगवानेकोऽप्यनेकीभवन् वल्गत्युत्कलिकाभिरद्भुतनिधिश्चैतन्यरत्नाकरः ।।१४१।। ઓલો ભાવાર્થ હતો. નિખીત-ગનિ -માવા-મફત-રસ-માર-HTI: સુવા આહાહા.! “પી જવામાં આવેલો જે સમસ્ત પદાર્થોના સમૂહરૂપી રસ તેની અતિશયતાથી જાણે કે મત્ત થઈ ગઈ હોય એવી...... આહાહા...! શું કહે છે? કે, પોતાના ત્રિકાળી જ્ઞાનસ્વભાવનું અવલંબન લેવાથી જે નિર્મળ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે તે સ્વપરને પ્રકાશે છે. પર્યાય જે નિર્મળ ઉત્પન્ન થાય છે તે સ્વપરને પ્રકાશે છે. એ આત્માને નુકસાન કરતી નથી. ભેદ છે તે નુકસાન કરે છે, એમ નહિ. ભેદનો આશ્રય કરવાથી વિકલ્પ ઉત્પન્ન થાય છે પણ ભેદ છે તે નુકસાન નથી. આહાહા.! શું કહે છે? પી જવામાં આવેલો જે સમસ્ત પદાર્થોના સમૂહરૂપી રસ તેની અતિશયતાથી જાણે Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ કે મત્ત થઈ ગઈ હોય એવી. પરિણતિ. જ્ઞાનની મતિ, ચુત, અવધિ આદિ પર્યાય. ખરેખર તો મતિ-શ્રુતનું છે. એ મતિ, કૃતની પર્યાય જે દ્રવ્યના અવલંબનથી ઉત્પન્ન થઈ તે જાણે સમસ્ત પદાર્થોને પી ગઈ. આહાહા...! એ જ્ઞાનની પર્યાય નિર્મળ પ્રગટ થઈ તે પોતાને અને પરને, આખા લોકને પી ગઈ. એ જ્ઞાનની પર્યાયમાં આખા લોકાલોકનું જ્ઞાન આવી ગયું. આહાહા..! પોતાનું ચૈતન્ય સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્યના અવલંબનથી, જે મતિ-શ્રુતની પર્યાય ઉત્પન્ન થઈ તે સ્વને તો જાણે છે. સ્વદ્રવ્ય, ગુણ ને પર્યાયને જાણે છે પણ તે પર્યાય પોતાથી ભિન્ન વિશ્વ છે તેને પણ પોતામાં રહીને જાણે છે. એવી જ્ઞાનપર્યાય મસ્ત થઈ ગઈ, કહે છે. આહાહા.! સ્વપરને જાણનારી પર્યાય મસ્ત થઈ ગઈ. સ્વને અને પરને જાણવાથી. આહા...! ભલે પર્યાય છે. ત્રિકાળીની તો શું વાત કરવી? પણ ત્રિકાળીના અવલંબનથી જે મતિ-શ્રુત જ્ઞાન થયું તે સર્વ પદાર્થને પી જવાથી અતિશયતાથી જાણે મત્ત થઈ ગઈ. આહાહા. એ મતિ-શ્રુત જ્ઞાન જ જાણે બધા દ્રવ્ય-ગુણને, પોતાની બધી પર્યાયને અને લોકાલોકને એક સમયમાં મતિ-શ્રુતજ્ઞાન આ રીતે જાણવાની તાકાત રાખે છે. મસ્ત થઈ ગઈ, કહે છે. આહાહા.! છે? રૂમ: અછ-છા: સંવેવ્યવય: જેની આ નિર્મળથી પણ નિર્મળ સંવેદનવ્યક્તિઓ (જ્ઞાનપર્યાયો, અનુભવમાં આવતા જ્ઞાનના ભેદો)...” ભલે ભેદ હો. આહાહા...! પણ અભેદના અવલંબનથી જે નિર્મળ ઉત્પન્ન થાય છે, નિર્મળથી નિર્મળ... નિર્મળ... નિર્મળ... નિર્મળ... એવી પર્યાય ઉત્પન્ન થાય છે. રાગ ને મલિનતાની પર્યાય ઉત્પન્ન થતી નથી. આવો માર્ગ છે. આહા...! સંવેદનવ્યક્તિ એટલે અંતરની અનુભવની દશાઓ, જ્ઞાનના ભેદ આપોઆપ ઊછળે છે....” કોઈ પરનું અવલંબન લઈને ઉત્પન્ન થાય છે, એમ નહિ. પોતાનો ભગવાન જ્ઞાનસ્વભાવ, તેના અવલંબનથી સ્વયમેવ પર્યાય મતિ, શ્રુતની ઉત્પન્ન થાય છે એ અતિશયતાના ભારથી નિર્મળથી નિર્મળ. એક પછી એક નિર્મળથી નિર્મળ ઉત્પન્ન થાય છે. સૂક્ષ્મ વિષય બહુ, ભાઈ! આહાહા.! આપોઆપ ઊછળે છે...” પર્યાય આપોઆપ ઊછળે છે. એક તો અવલંબન તો લીધું પણ એ પર્યાય પોતાને કારણે આપોઆપ ઊછળે છે. મતિ, કૃત આદિ પર્યાય છે ભેદ, પણ આપોઆપ ઊછળે છે. આહા...! નિર્મળથી નિર્મળ... નિર્મળ. નિર્મળ... નિર્મળ... ધારા. સૂર્યના કિરણો જેમ પ્રકાશમય હોય છે તેમ ભગવાન આત્માની જ્ઞાનપર્યાય પ્રકાશ, નિર્મળ પર્યાય પ્રકાશમય હોય છે. આરે.! આવી વાતું હવે. “આપોઆપ ઊછળે છે...” સ: 5: માવી આહાહા.! ભગ નામ લક્ષ્મી, વાન નામ સ્વરૂપની લક્ષ્મી. આહાહા! પોતાના સ્વરૂપની લક્ષ્મી જે અંદરમાં ભરી છે, એ ભગવાન “મુનિધિ ચૈતન્યરત્નવિર: “તે આ ભગવાન.' તે આ ભગવાન. “અદ્ભુત નિધિવાળો...” અદ્ભુત નિધિથી ભરેલો. Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૪૧ ૧૯૫ ચૈતન્ય સમુદ્ર છે. ચૈતન્યરત્નાકર ચૈતન્યસમુદ્ર છે. આહાહા...! શરીર પ્રમાણે અવગાહન હોવા છતાં અંતર ચીજ જે છે એ તો અનંત અનંત ગુણના રસથી, નિધિ ભંડાર ભર્યો છે. આહા...! છે? તે આ ભગવાન અદ્દભુત નિધિ.... જગતની નિધિ જે રતન ને ધૂળની નીકળે, અબજો રૂપિયા નીકળે, નીકળે એ નિધિ નહિ). આહા. શ્વેતાંબરમાં એક આવે છે ને? વસ્તુપાળતેજપાળ.” બહુ કરોડોપતિ, અબજોપતિ. પછી જાત્રા કરવા નીકળ્યા ત્યારે પૈસા બહુ તે દાટવા ગયા, મકાનમાં જગ્યા ખાલી હતી ત્યાં) દાટવા ગયા. દાટવા ગયા ત્યાં કરોડો, અબજો નીકળ્યા, અંદરથી નીકળ્યા. એટલે એની સ્ત્રી કહે છે, “અન્નદાતા! તમે દાટો છો શું કરવા? અહીં તમે ખોદો છો ત્યાં અબજો રૂપિયા નીકળે છે. વાપરો બધા.” એવું શ્વેતાંબરમાં આવે છે. એવું થાય, એમાં શું છે? એવો શુભભાવ હોય, પણ એથી કરીને પંથ તો એ મિથ્યાદૃષ્ટિનો છે. આહાહા...! આકરી વાતું છે. અબજોપતિ! પૈસા ઘણા હતા. પોતાના નળકોળિયામાં જમીન ખાલી પડી હોય, નળકોળિયાને શું કહે છે? ખાલી. અમારા મકાન પાસે હતું. અમારા મારા બહુ પૈસાવાળા. અમારા મામાએ મકાન લીધું હતું એમાં એક જગ્યા ખાલી હતી, એ નળકોળિયો કહેવાય. ત્યાં પેશાબ કરે, પાણી નાખે. એમાં પૈસા દાટવા ગયા ત્યાં હીરાની ખાણ નીકળી. હીરાનો ચરુ નીકળ્યો, ચરુ. સ્ત્રી કહે છે કે, તમારા પગે પગે નિધાન અને આ દાટો છો શું કરવા? વાપરો તો ખરા. અહીં કહે છે કે, ભગવાન તો અંદર નિધિ. ભગવાન અભુત નિધિ આ ચૈતન્ય રત્નમણિ, ચૈતન્યરૂપી મણિનો સમુદ્ર છે. ચૈતન્યરૂપી મણિનો સમુદ્ર ભગવાન છે. આહા...! કહો, આ તમારા હીરા-ફીરા કઈ ગણતરીમાં હોય? કરોડના, અબજના, ઢીકણા, ફીંકણા. અહીંયાં તો અદ્ભુત... આહાહા...! ચૈતન્યરત્નાકર-ચૈતન્યરૂપી મણિથી ભરેલો સમુદ્ર છે. જ્ઞાનચેતના, દર્શનચેતના, આનંદ વગેરે અનંત ગુણરૂપી ચૈતન્યમણિ રતનની ખાણ આત્મા છે. આહાહા...! તેમાંથી કોઈ રાગદ્વેષ નીકળે એવી ખાણ નથી. એ તો પર્યાયનો આશ્રય કરે છે તો રાગદ્વેષ ઉત્પન્ન થાય છે, અંતર વસ્તુમાં એ નથી. આહાહા...! [કમિશ્નરસ: “જ્ઞાનપર્યાયોરૂપી તરંગો સાથે જેનો રસ અભિન્ન છે એવો,...” શું કહે છે? કે, પોતાનો નિધિ ચૈતન્યરત્નાકર, તેમાં એકાગ્ર થયો, આલંબન લીધું તો પર્યાયમાં નિર્મળથી નિર્મળ પર્યાય થઈ, એ આત્મા જ્ઞાનથી અભિન્ન છે, એ જ્ઞાનથી ભિન્ન છે નહિ. આહાહા...! ભિન્ન ભિન્ન પર્યાય ઉત્પન્ન થઈ છતાં જ્ઞાનથી અભિન્ન છે, એમ કહે છે. જ્ઞાન શબ્દ આત્મા. આત્મા ચૈતન્યરત્નાકરનું અવલંબન લઈને જે અનેક નિર્મળ પર્યાય ઉત્પન થઈ પણ એ પર્યાય ભલે હો, પણ એ પર્યાય આત્માથી અભિન્ન છે. રાગ જેમ ભિન્ન છે તેમ (આ) પર્યાય ભિન્ન નથી. આહાહા.! સમજાણું? એ ચૈતન્યરત્નાકર, ચૈતન્યરૂપી મણિનો સમુદ્ર, તેના આલંબનથી જે પર્યાયમાં નિર્મળથી Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ નિર્મળ પર્યાય ઉત્પન્ન થઈ એ પર્યાય આત્માની સાથે અભિન્ન છે. રાગ જેમ ભિન્ન છે તેમ આ પર્યાય ભિન્ન નથી). પર્યાય છે તે એક સમયની પર્યાય છે તો એ ભિન્ન છે એમ નહિ. આહા..! જુઓ! અહીં પર્યાયને સિદ્ધ કરવી છે. પર્યાય, તેના સામાન્યસ્વભાવની પર્યાય છે. સામાન્યસ્વભાવથી તે પર્યાય અભિન્ન છે. આહાહા..! અભિન્નનો અર્થ-એ તરફ વળેલી જ્ઞાનની પર્યાય છે. એ કોઈ રાગની છે કે વિકારની છે, એમ નહિ. બહુ આકરી વાત. આ નિર્જરા તેને થાય છે. આહાહા..! ભગવાન ચૈતન્યસ્વભાવનો દરિયો ભર્યો છે. તેના અવલંબનથી પર્યાય જે અવસ્થામાં નિર્મળ નિર્મળ થઈ, ભલે પર્યાય પણ તે આત્માની પર્યાય છે, એ આત્માનું સ્વરૂપ છે, એ પર્યાય આત્માથી અભિન્ન છે. આહા..! પર્યાય છે તો તુચ્છ છે, કાઢી નાખવાની ચીજ છે, એમ નહિ એમ કહે છે. એ પર્યાય આત્માની છે. આત્માથી ઉત્પન્ન થઈ છે અને એ આત્માની છે. આહાહા..! રાગ આત્મામાંથી ઉત્પન્ન થતો નથી, રાગ ૫૨લક્ષે પર્યાયમાં ઉત્પન્ન (થાય છે). કેમકે એવો કોઈ ગુણ નથી. ચૈતન્યરત્નાકર દરિયો છે એમાં કોઈ એક ગુણ એવો નથી કે વિકાર કરે. અનંત ગુણ તો પવિત્રતાથી ભરેલા છે. ગુણનો સ્વભાવ વિકાર કરવો એવું એમાં છે નહિ. પણ પર્યાય ઉ૫૨ લક્ષ કરીને, દ્રવ્ય સ્વભાવને છોડી રે છે તેને પર્યાયમાં અધ્ધરથી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. કોઈ ગુણ નહિ, દ્રવ્ય નહિ. આહાહા..! તો એ વિકાર આત્માથી ભિન્ન છે, પોતાની વાસ્તવિક પર્યાય નથી. આ અપેક્ષાએ (વાત છે, બાકી) છે તો શુભાશુભ પરિણામ, પર્યાય તેની. પણ અત્યારે તો નિર્જરા બતાવવી છે ને? નહિતર શુભાશુભભાવ છે તો આત્મસ્વરૂપ. એ તો પહેલા આવી ગયું, પ્રવચનસાર’. છે તો આત્માનું સ્વરૂપ જ. પર્યાય છે ને? પણ એ સ્વરૂપ વિકારી છે. અધ્ધરથી થયેલી વિકારી પર્યાય છે, દ્રવ્ય-ગુણના આશ્રયે થયેલી નથી. આહાહા..! અને જે આ નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય છે તેને દ્રવ્ય-ગુણનો આશ્રય છે. આહાહા..! આવો ઉપદેશ, લ્યો. મારગ ઝીણો બહુ, બાપા! આહા..! એ જ્ઞાનપર્યાયોરૂપ તરંગો...' તરંગો. જેમ સમુદ્રમાં તરંગ ઊઠે છે એ સમુદ્રથી કોઈ ભિન્ન નથી. સમુદ્રમાં જે તરંગ ઊઠે છે એ સમુદ્રથી ભિન્ન-જુદા નથી. એમ ભગવાન જ્ઞાનસમુદ્ર ભગવાન, તેમાંથી તરંગ નામ નિર્મળ પર્યાય ઉઠે છે એ ભગવાનઆત્માથી ભિન્ન નથી. આહાહા..! અત્યારે તો જ્ઞાનપ્રધાન કથનમાં પર્યાય આત્માથી અભિન્ન છે. ૫૨થી ભિન્ન બતાવી પર્યાય પોતાથી અભિન્ન છે એટલું બતાવવું છે. વળી જ્યારે પર્યાય અને દ્રવ્યની વ્યાખ્યા ચાલતી હોય ત્યારે પર્યાય દ્રવ્યથી ભિન્ન છે (એમ કહે). એ આવી ગયું છે, ૩૨૦ ગાથા. ધ્યાનની પર્યાય પણ દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. જો ભિન્ન ન હોય, જો પારિણામિક સ્વભાવ સાથે અભિન્ન હોય તો જ્ઞાનની પર્યાયનો નાશ થશે તો મોક્ષ જ્યારે થશે ત્યારે પારિણામિક ભાવનો પણ નાશ થઈ જશે. અરે..! આવી વાતું. આહાહા..! ભગવાનના ઘરની Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૪૧ ૧૯૭ જુદી વાતું, બાપુ એ નિર્જરા અને ધર્મ, કોઈ અલૌકિક વાતું છે, ભાઈ! આહા. ચૈતન્યના મણિથી ભરેલો સ્વયંભૂરમણ સમુદ્ર છે. છેલ્લો સ્વયંભૂરમણ (સમુદ્ર છે તેમાં) નીચે રેતી નથી, નીચે રતન છે. અસંખ્ય જોજનનો લાંબો છે, સ્વયંભૂ. સ્વયંભૂ! અસંખ્ય જોજનનો પહોળો. ચારે બાજુ વીંટાયેલો. અસંખ્ય દ્વિપ, સમુદ્રને આખો વીંટાઈને પડ્યો છે. છેલ્લો. એમાં નીચે રેતી નથી, નીચે હીરા, રત્ન પડ્યા છે. આખો રતનથી ભર્યો છે. એમ આ ભગવાન સ્વયંભૂ આત્મા, અંદર તળમાં અનંતા રતન ભર્યા છે. આહાહા. જેમ એ સ્વયંભૂરમણના તળમાં રત્ન ભર્યા છે એમ ભગવાન સ્વયંભૂ, પ્રવચનસારની સોળમી ગાથામાં કહ્યું, સ્વયંભૂ – પોતાથી ઉત્પન્ન થયો છે, પર્યાયમાં, હોં છે તો છે અનાદિથી, પણ નિર્મળ પર્યાય પોતાથી ઉત્પન્ન થાય છે. એવો સ્વયંભૂ, તેમાં અનંતા અનંતા ચૈતન્ય મણિના રતનથી ભરેલો છે. એના અવલંબનથી જે મતિ, મૃત આદિ પર્યાય ઉત્પન્ન થાય છે એ નિર્મળ છે, એ આત્માથી અભિન્ન છે. આહાહા...! છે? “જ્ઞાનપર્યાયોરૂપી તરંગો ઓલા જેમ સમુદ્રમાં તરંગ (ઊઠે' એમ આ તરંગો. સાથે જેનો રસ અભિન્ન છે એવો... [ : આપ નેવીમવર્] ભગવાન જ્ઞાનસ્વભાવે એકરૂપ હોવા છતાં પર્યાયમાં અનેકપણે ભગવાન આત્મા થાય છે. આહાહા...! વસ્તુ તરીકે એક હોવા છતાં પર્યાય તરીકે અનેકપણે ભગવાન થાય છે. એ આત્મા અનેકપણે થાય છે, હોં! આહાહા...! હવે આમાં ક્યાં ચોપડામાં કાંઈ નીકળે નહિ, સંપ્રદાયમાં મળે નહિ. ચોપડામાં નીકળે નહિ. આહાહા.... શું છે આ વાત? બાપુ! આ તો ભગવાન ચૈતન્યસમુદ્ર પ્રભુ, તેના અવલંબનથી નિર્મળથી નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય છે એ પર્યાય સ્વપરને પી ગઈ. એ પર્યાય સ્વ-પરને પી ગઈ છે. એટલે સ્વપરને જાણે છે. એ જાણનારી પર્યાય આત્માથી ભિન્ન નથી. આહાહા...! એ એક હોવા છતાં [ 5: પિ નેવીમવન ] એકપણે આત્મા સામાન્ય હોવા છતાં અનેક થતો, જ્ઞાનપર્યાયોરૂપી તરંગો વડે... આહાહા...! “દોલાયમાન થાય છે. જેમ સમુદ્ર તરંગથી ડોલાયમાન થાય છે એમ ભગવાનઆત્મા પૂર્ણાનંદનો નાથ ચૈતન્ય રત્નાકર, તેના અવલંબનથી પર્યાયમાં તરંગો ડોલાયમાન થાય છે. આહાહા.! જેમ સમુદ્રનું પાણી આમ ઊછળીને ડોલાયમાન થાય છે તેમ પોતાની પર્યાયમાં જ્ઞાનતરંગથી ડોલાયમાન થાય છે. આહાહા...! આવી વાતું હવે. આહાહા.! વાતિ “જ્ઞાનપર્યાયોરૂપી તરંગો વડે...” “વાતિ “દોલાયમાન થાય છે-ઊછળે છે.’ આહાહા! સમુદ્રમાં જેમ પાણી ઊછળે. આહા! તરંગ ઊછળે એમ જેણે સ્વરૂપ પૂર્ણાનંદના નાથની દૃષ્ટિ કરી, દૃષ્ટિમાં સ્વીકાર કર્યો, જ્ઞાનની પર્યાયમાં આખા શેયને જાણી લીધું એવી પર્યાયમાં, એવા નિર્મળ તરંગ ઉઠે છે કે આત્માથી અભિન હોવા છતાં ધ્રુવ છે તે ડોલાયમાન થતો નથી પણ પર્યાય જે ધર્મની, સમ્યગ્દર્શન, જ્ઞાનની ઉત્પન્ન થાય છે તે ડોલાયમાન થઈને) ઊછળે છે, ઊછળે છે. આહા...! ભારે, ભાઈ! સમુદ્રમાં જેમ તરંગ ઊછળે અને સમુદ્ર આમ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ડોલાયમાન થાય), આહા! એમ ભગવાન આત્મા અનંત ચૈતન્યરત્નાકરનો સમુદ્ર તેના અંદરમાં આલંબનથી અવસ્થામાં જે પર્યાયો પ્રગટ થાય છે તેનાથી–પર્યાયથી ભગવાન ઊછળે છે. સમુદ્રને કાંઠે જેમ ભરતી આવે, ભરતી, એમાં પૂનમને દિવસે પૂર્ણ ભરતી હોય છે. ચંદ્રના પૂનમને અને સંબંધ છે. ચંદ્રની પૂનમ હોય ત્યારે પૂર્ણ ભરતી (આવે). એમ ભગવાન આત્મામાં જ્યારે પૂર્ણ એકાગ્રતા થાય છે... આહાહા...! તો કેવળજ્ઞાન આદિ પર્યાય અંદર ઊછળે છે. આહાહા...! સમજાણું? એ અંતરમાં એકાગ્રતાનું ફળ છે. એ કોઈ કર્મનો અભાવ થયો, કોઈ ક્રિયાકાંડ ઘણા કર્યા માટે આવી પર્યાય ઉત્પન્ન થઈ ગઈ એમ છે નહિ. ભાવાર્થ :- જેમ ઘણા રત્નોવાળો સમુદ્ર એક જળથી જ ભરેલો છે.” એક જળરૂપ સામાન્ય. “અને તેમાં નાના મોટા અનેક તરંગો ઊછળે છે તે એક જળરૂપ જ છે...” એ તરંગો જળરૂપ જ છે. તેમ ઘણા ગુણોનો ભંડાર...” ભગવાન “આ જ્ઞાનસમુદ્ર આત્મા એક જ્ઞાનજળથી જ ભરેલો છે. આહાહા.! પર્યાયની વાત નથી. જ્ઞાનજળથી ભરેલો પ્રભુ, ધ્રુવ. આહા.! “અને કર્મના નિમિત્તથી જ્ઞાનના અનેક ભેદો-વ્યક્તિઓ...” અંદરની પર્યાયની નિર્મળતા એક પછી એક વ્યક્તિ ઉત્પન્ન થાય છે, એ કર્મનું નિમિત્ત કહેવામાં આવે છે. છે તો પોતાના ઉપાદાનથી પણ કર્મનું એટલું નિમિત્ત છે. નિર્મળ પર્યાય અલ્પ છે પછી વિશેષ થાય છે, પછી વિશેષ થાય છે તો એમાં કર્મનો એટલો અભાવ થાય છે. પોતાને કારણે વૃદ્ધિ થાય છે તો કર્મનું નિમિત્તપણે તેને કારણે ઘટી જાય છે. આહાહા.! અને કર્મના નિમિત્તથી જ્ઞાનના અનેક ભેદો-વ્યક્તિઓ આપોઆપ પ્રગટ થાય છે તે વ્યક્તિઓ એક જ્ઞાનરૂપ જ જાણવી....... આહાહા.! જુઓ! આ નિર્જરા અધિકાર'. નિર્જરાના ત્રણ પ્રકાર હોય છે. એક તો કર્મનું ખરવું તે નિર્જરા, બીજું અશુદ્ધિનું ગળવું તે નિર્જરા, ત્રીજું શુદ્ધતાની વૃદ્ધિ થવી તે નિર્જરા. એક પરની નિર્જરા, એક પોતાની અશુદ્ધ પર્યાયનું નાશ થવું અને પોતાની શુદ્ધ પર્યાયની પુષ્ટિ-વૃદ્ધિ થવી. ત્રણેને નિર્જરા કહેવામાં આવે છે. પરની નિર્જરા તે અસદ્ભુત વ્યવહારનય, અશુદ્ધતાની નિર્જરા-અશુદ્ધતાનું ગળવું તે અશુદ્ધનિશ્ચયનો વિષય અને શુદ્ધિની વૃદ્ધિ થાય છે... આહાહા.! ખરેખર એ નિર્જરા છે. કેમકે સંવરમાં જે શુદ્ધિ ઉત્પન્ન થાય છે તેનાથી નિર્જરામાં વિશેષ શુદ્ધિ છે અને મોક્ષમાં પૂર્ણ શુદ્ધિ છે. એ શુદ્ધિના પ્રકાર છે. સમજાણું? આહાહા... “એક જ્ઞાનરૂપ જ જાણવી,...” એ જેટલી પર્યાય પ્રગટ થાય પણ એ જ્ઞાનરૂપ જ જાણવી. જ્ઞાનસ્વભાવમાંથી ઉત્પન્ન થઈ છે અને જ્ઞાનસ્વભાવથી અભિન્ન છે. આહાહા...! એ એકસ્વરૂપ ભગવાન અનેકપણે થાય છે. પોતાને કારણે, હોં! આહાહા...! ભગવાન એકસ્વભાવી જ્ઞાનસ્વરૂપી ધ્રુવ એકસ્વભાવી, એવો હોવા છતાં પણ પર્યાયમાં અનેકરૂપે ઊછળે છે. એ એક અનેકરૂપે થાય છે. એક તો એકરૂપે રહે જ છે પણ એક એકરૂપે રહેતો હોવા છતાં એક અનેકરૂપે પણ પરિણમન કરે છે. આહાહા...! સમજાણું? બધો વિષય અજાણ્યો છે. બહારની પ્રવૃત્તિમાં Page #213 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૪૧ ૧૯૯ લોકોને અંદર ભગવાન બિરાજે છે એની ખબર નથી). આહાહા...! એના ભેટા એકવાર તો કર, પ્રભુ! આહાહા.! એના મિલન તો કર. આહા...! કોઈ સારા માણસ આવે તો (હાથ) મિલાવે. તમારે મહાજનમાં તો રિવાજ (છે), મહાજન-મહાજન મળે તો હાથ મિલાવે. ખબર છે ને એમ એકવાર ભગવાનની સાથે મેળાપ તો કર. આહાહા.! એ ચૈતન્ય ભગવાન રત્નાકર સ્વભાવથી ભરેલો છે તેની સાથે એકવાર મેળાપ તો કર. આહાહા...! તેના મેળાપથી તારી પર્યાયમાં નિર્મળતા અનેક ઉત્પન્ન થશે, એ એક અનેકરૂપે થાય છે. આહાહા.! એક અનેકરૂપે થાય છે તેનો અર્થ? એક તો એકરૂપે રહે જ છે પણ એક પર્યાયમાં અનેકરૂપે થાય છે, એમ કહ્યું. એક અનેકમાં આવે છે અને અનેક થાય છે, એમ છે નહિ. શું કહ્યું? એક અનેકરૂપે થાય છે એમ કહ્યું તો) એકરૂપ છોડીને અનેકરૂપ થાય છે, એમ નહિ. આહાહા...! - ભગવાન એકરૂપ તો કાયમ રહે છે. આહાહા! એકરૂપ રહેવા છતાં પર્યાયમાં અનેકરૂપ થાય છે. આહાહા...! તેનું નામ નિર્જરા કહે છે. શુદ્ધિ ઉત્પન્ન થઈને એ નિર્જરા, અતિથી. અશુદ્ધતાનો નાશ નાસ્તિથી (કહેવાય) અને કર્મનો નાશ તો અદ્ભુત વ્યવહાર નથી કહેવાય). તેની પર્યાય નાશ થવાને લાયક હતી તો નાશ થઈ છે. નાશનો અર્થ? કર્મરૂપ પર્યાય અકર્મરૂપે થઈ એ કર્મનો નાશ થયો એમ કહેવામાં આવે છે. કંઈ વસ્તુનો નાશ થાય છે? એ કર્મરૂપ પર્યાયનો વ્યય થઈને અકર્મરૂપ થઈ એ કર્મનો નાશ થયો એમ કહેવામાં આવે છે. આહાહા..! ( શ્લોક-૧૪૨ किञ्च (શાર્દૂનવિડિત) क्लिश्यन्तां स्वयमेव दुष्करतरैर्मोक्षोन्मुखैः कर्मभिः क्लिश्यन्तां च परे महाव्रततपोभारेण भग्नाश्चिरम् । साक्षान्मोक्ष इदं निरामयपदं संवेद्यमानं स्वयं ज्ञानं ज्ञानगुणं विना कथमपि प्राप्तुं क्षमन्ते न हि।।१४२।। હવે વળી વિશેષ કહે છે : શ્લોકાર્ધ -[ દુષ્યરતમૈ: ] કોઈ જીવો તો અતિ દુષ્કર (મહા દુઃખે કરી શકાય એવાં) અને [ મોક્ષ-મુરઃ ] મોક્ષથી પરાડુમુખ એવાં [ વર્ષfમઃ ] કર્મો વડે [ સ્વયમેવ ] સ્વયમેવ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ (અર્થાત્ જિનાજ્ઞા વિના) [ વિન્નશ્યન્તાં ] ક્લેશ પામે તો પામો [ 7 ] અને [ રે ] બીજા કોઈ જીવો [ મહાવ્રત-તપ:૧:-મારેળ ] (મોક્ષની સંમુખ અર્થાત્ કચિત્ જિનાજ્ઞામાં કહેલાં) મહાવ્રત અને તપના ભારથી [ વિરમ્ ] ઘણા વખત સુધી [ મન્નાઃ ] ભગ્ન થયા થકા (-તૂટી મરતા થકા) [ વિન્નશ્યન્તાં ] ક્લેશ પામે તો પામો; (પરંતુ) [ સાક્ષાત્ મોક્ષઃ ] જે સાક્ષાત્ મોક્ષસ્વરૂપ છે, [ નિરામયપદં ] નિરામય રોગાદિ સમસ્ત ક્લેશ વિનાનું) પદ છે અને [ સ્વયં સંવેદ્યમાનં ] સ્વયં સંવેદ્યમાન છે (અર્થાત્ પોતાની મેળે પોતે વેદવામાં આવે છે) એવું [ વં જ્ઞાનં ] આ જ્ઞાન તો [ જ્ઞાનનુબં વિના ] જ્ઞાનગુણ વિના [ચમ્ અપિ] કોઈ પણ રીતે [ પ્રાપ્નું ન દિ ક્ષમત્તે ] તેઓ પ્રાપ્ત કરી શકતા જ નથી. ભાવાર્થ : :- શાન છે તે સાક્ષાત્ મોક્ષ છે; તે જ્ઞાનથી જ મળે છે, અન્ય કોઈ ક્રિયાકાંડથી તેની પ્રાપ્તિ થતી નથી. ૧૪૨. શ્લોક-૧૪૨ ઉ૫૨ પ્રવચન (શાર્દૂલવિક્રીડિત) क्लिश्यन्तां स्वयमेव दुष्करतरैर्मोक्षोन्मुखैः कर्मभिः क्लिश्यन्तां च परे महाव्रततपोभारेण भग्नाश्चिरम् । साक्षान्मोक्ष इदं निरामयपदं संवेद्यमानं स्वयं ज्ञानं ज्ञानगुणं विना कथमपि प्राप्तुं क्षमन्ते न हि ।।१४२ ।। [દુરતê:] ‘કોઈ જીવો તો અતિ દુષ્કર (મહા દુઃખે કરી શકાય એવાં) અને મોક્ષથી પરામુખ એવાં કર્મો વડે...‘ (અર્થાત્) ક્રિયા. અજ્ઞાની કરે છે ને? વ્રત ને ઓલી અગ્નિ ધુણાવે ને અગ્નિમાં આમ (નાખે), મિથ્યાદૃષ્ટિ. એ ‘કર્મો વડે સ્વયમેવ (અર્થાત્ જિનાજ્ઞા વિના)...' ત્યાં તો વ્યવહારની જિનાજ્ઞા પણ નથી. મિથ્યાસૃષ્ટિ જે પોતાના સ્વચ્છંદથી ક્રિયાકાંડ કરે છે એ તો જિનાજ્ઞાનો વ્યવહાર પણ નથી. સમજાણું? આહા..! મિથ્યાદૃષ્ટિ જિનાજ્ઞા બહાર પોતાના ક્રિયાકાંડમાં ક્લેશ, અપવાસ (કરે), ધૂણી ધખાવે, અગ્નિમાં બળે એ બધી ક્રિયા જિનાજ્ઞા બહારની, વ્યવહાર જિનાજ્ઞા બહારની છે). એમાં ક્લેશ પામે છે. છે? સ્વયમેવ (અર્થાત્ જિનાજ્ઞા વિના)...' જિનાજ્ઞા વિના એટલે? જૈનદર્શનમાં સંપ્રદાયમાં નહિ અને જિનાજ્ઞા જે વ્યવહારની છે, મહાવ્રતાદિ એ નહિ. એ તો અજ્ઞાની પોતાના અજ્ઞાનથી ક્રિયાકાંડમાં જોડાય છે. આહા..! બાર બાર વર્ષ સુધી ઉભો રહે, બેસે નહિ. બધું ઉભા ઉભા (કરવાનું). અમારા પાલેજ’માં એક બાવો આવ્યો હતો. ત્યાં બહાર (એક) ધર્મશાળા Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૪૨ ૨૦૧ છે. બાર વર્ષ સુધી આમ ને આમ ઉભો. એવો ક્લેશ કરો તો કરો. એ તો વીતરાગની વ્યવહાર આજ્ઞાથી પણ બહાર છે. આહાહા...! “કોઈ જીવો તો અતિ દુષ્કર...' અજ્ઞાની. જૈનના વ્યવહારથી બહાર. “મોક્ષથી પરામુખ એવાં કર્મો...” વિકારી પરિણામ. ક્લેશ, શુભભાવ, અશુભ આદિ એ કરે તો કરો. જિનાજ્ઞા વિના) ક્લેશ પામો તો પામો..” એ તો ક્લેશ છે. આહાહા...! “અને બીજા કોઈ જીવો.” [મદાવ્રત-તા:-મારે] “મોક્ષની સંમુખ અર્થાત્ કથંચિત્ જિનાજ્ઞામાં કહેલાં...” વ્યવહારનયથી જિનાજ્ઞામાં પંચ મહાવ્રત, સમિતિ, ગુપ્તિનો અધિકાર છે પણ એ આત્માના ભાન વિના, જ્ઞાનસ્વભાવના ભાન વિના એ મહાવ્રતથી. આહા...! અને તપના ભારથી ઘણા વખત સુધી.” લાખો કરોડો વર્ષ સુધી “ભગ્ન થયા થકા...” મરી જાય, કહે છે. ભગ્ન થઈ જાય. એવી ક્રિયા જૈનની આજ્ઞા બહારની, એટલે એ કથંચિત્ જિનાજ્ઞારૂપ વ્યવહાર છે. જૈનમાં રહેલા. વ્રત ને તપ ને ક્લેશ કરે તો કરો. આહાહા...! મુમુક્ષુ :- મહિના મહિનાના તપ કરે. ઉત્તર :- મહિના, પહેલા છ-છ મહિનાના અપવાસ કરતા. અત્યારે તો મહિનાના ચાલે છે. પહેલા છ છ મહિનાના (કરતા). આહા.! એમાં શું છે? કહે છે. જ્યાં આત્મા જ્ઞાનસ્વરૂપ ભગવાન, એના આશ્રયનું અવલંબન નથી એ વિના ભગવાને કહેલી વ્યવહાર આજ્ઞા, મહાવ્રતાદિ કરે તો કરો. મહાવ્રત અને તપનો ભાર, લખ્યું છે? “મોક્ષની સંમુખ અર્થાત્ કથંચિત્ જિનાજ્ઞામાં કહેલાં) મહાવ્રત અને તપ...” આહાહા.! “ભારે' છે ને? “મહાવ્રત-તપ:મારે' શબ્દ છે. બોજો છે, કહે છે. આહાહા...! એ શુભભાવની ક્રિયા આત્માનો બોજો છે. આહાહા...! મહાવ્રત અને તપ, બેય. મહાવ્રત એ આચરણ વ્યવહાર અને તપ (એટલે) અપવાસાદિ મહાવ્રત અને તપ. વ્યવહારચારિત્ર અને વ્યવહારતપ. આહાહા...! ભગ્ન થયા થકા...” એ મોક્ષની ઉન્મુખ, આજ્ઞા બહાર. વ્યવહારની આજ્ઞા કથંચિત્ છે. પણ એ એકલી વ્યવહારની આજ્ઞામાં જ રહે છે તે તપોભારથી ભગ્ન થઈને. આહાહા...! તૂટી મરતા થકા)...” ઓહોહો...! શું કહે છે? ભગ્ન નામ એટલી ક્રિયા કરે, એટલી ક્રિયા કરે, શરીર જીર્ણ થઈ જાય. આહાહા.! અત્યારે તો કોઈ એટલા વર્ષીતપ કરે, આઠ આઠ, દસ અપવાસ કરે, દસ-બાર વર્ષની છોડી હોય એ છેલ્લે અપવાસે મરી જાય તોય ખેંચ્યા કરે, છેલ્લે દેહ છૂટી જાય. એવા ઘણા હોય. આહાહા...! કહે છે, એવો ક્લેશ કરો તો કરો. ભલે જૈનઆજ્ઞામાં આવીને વ્યવહાર (પાળે) પણ એ ક્લેશ છે. આહાહા.! ઘણા વખત સુધી ભગ્ન થયા થકા શ્વેશ પામે તો પામો...” એ ક્લેશ છે. આહાહા...! એ વર્ષીતપ ને આઠ અપવાસ ને પજોસણના દસ દિ પાણી વિનાના ચોવિહારા કરે. . આહા! એવું કરો તો કરો. શરીરના કષ્ટથી ભગ્ન નામ મરી જાય એવી ક્રિયા હો તોપણ. આહા.! ક્લેશ છે. જે સાક્ષાત્ મોક્ષસ્વરૂપ છે, નિરામય રોગાદિ સમસ્ત ક્લેશ વિનાનું) પદ છે.” એ શુભ(ભાવ) છે એ તો રોગ છે. આહાહા...! શુભરાગની મહાવ્રતની તપની Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ કિયા એ તો રોગ છે. આહાહા...! રાગ છે, રોગ છે. આહાહા...! સાક્ષાત્ મોક્ષસ્વરૂપ તો નિરામય. આમય નામ રોગરહિત. સમસ્ત ક્લેશથી રહિત. આહા.! કહે છે? જે મોક્ષનું કારણ છે એ તો ક્લેશ રહિત છે. ક્લેશ નામ શુભરાગથી રહિત છે. ક્લેશરહિત) નામ શુદ્ધ નિર્મળ પરિણતિવાળું છે અને આનંદની પર્યાયસહિત છે અને રાગની ક્રિયા તો દુઃખ સાથે દુઃખરૂપ છે, ક્લેશ છે. આહાહા...! આત્માના જ્ઞાન વિના, અનુભવ વિના એ ક્રિયાઓ કરે તો કરો, ચૂરો થઈને મરી જાઓ, પણ તેનાથી તને ધર્મ નથી. આહાહા...! નિરામય–આમય નામ ભાવ રોગાદિ સમસ્ત ક્લેશ રહિત પદ છે, ભગવાન, એ તો સ્વયં સંવેદ્યમાન છે. પોતાના આનંદનું સ્વયં વેદન કરવું, અતીન્દ્રિય આનંદનું (વેદન કરવું) એ આનંદ મોક્ષની ક્રિયા છે. આહાહા...! આવી વાતું, લ્યો. બિચારા આટલા આટલા અપવાસ કરે, દસ દસ બાર વર્ષની છોડીયું, ફોટા આવે કે બાર વર્ષની છોડીએ દસ અપવાસ કર્યા, કોઈમાં આઠ કરે, ફોટા આવે (એટલે) રાજી રાજી થઈ જાય. આહાહા.! એ ક્લેશ કરો તો કરો, મરી જાઓ, ભગ્ન નામ શરીરનો ચૂરો થઈ જાય પણ તેનાથી ધર્મ થતો નથી. આહાહા..! મુમુક્ષુ :- કર્મકાંડને તો ઉડાડી દીધા. ઉત્તર :- કહે છે, મારી જાને કર્મકાંડ કરીને. એ તો રાગ છે, રોગ છે. આહાહા...! આ યજ્ઞ કરે છે ને એ બધી ક્રિયાઓ તો જિનાજ્ઞા બહારની, વ્યવહારવાળાની એ તો મરી જાય. કરે ને તપસ્યા, નગ્ન થઈને બેસે ને અગ્નિ, ૧૦૮ ધૂણી લગાવે. પાંચ છાણા અહીં, પાંચ છાણાં અહીં, પાંચ છાણા અહીં (એમ) ૧૦૮ (છાણા મૂકે) અને વચમાં બેસે અને અગ્નિ (સળગાવે). એવા બાવા હોય છે. લોઢાના સળિયા, લોઢા હોય ને લોઢા? એના અણીદાર સળિયા હોય એના ઉપર સૂવે. આ અન્યમતિના બાવા એવા હોય છે. લોઢાના પચીસ-પચાસ (સળિયા) લાંબા હોય એમાં સૂવે. અણી, હોં ! અણીદાર, એની ઉપર સૂવે. શરીરમાં કાણા પડી જાય. એમાં શું છે? એ તો અન્યમતની વાત કરી. અહીં તો જૈનમતમાં રહેલા, કથંચિત્ વ્યવહાર જિનાજ્ઞામાં કહ્યો છે પણ નિશ્ચયના ભાન વિના એ વ્યવહાર કરે છે, મરી જાઓ, કહે છે. આહાહા....! એ પદ છે એ તો સ્વયે સંવેદ્યમાન છે.” નિજ આનંદનું વદન થવું એ મોક્ષના કારણરૂપ ક્રિયા છે. આનંદસ્વરૂપ ભગવાનની આનંદમય પર્યાય, આનંદનું વેદન છે. સ્વયં ઉપલભમ્પમાનં– એ આત્માથી પ્રાપ્ત થાય છે. આહાહા...! આવી વાતું હવે. “અને સ્વયં સંવેદ્યમાન છે.” એક તો નિરામય પદ છે, રાગ વિનાનું પદ છે અને બીજું સ્વસંવેદ્યમાન છે. તેને કારણે સ્વ આનંદ સ્વરૂપ ભગવાન, તેનું સ્વ નામ પોતાનું વેદન, આનંદનું વેદન પર્યાયમાં છે. આહાહા..! એવું આ જ્ઞાન તો જ્ઞાનગુણ વિના..” એવો જ્ઞાનગુણ એટલે આત્માના સ્વભાવ વિના. Page #217 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૪૨ ૨૦૩ આહાહા! કોઈ પણ રીતે...” જ્ઞાનને જ્ઞાનગુણ વિના, આવી ક્રિયાકાંડથી કોઈ પણ રીતે પ્રાપ્ત નથી કરી શકતા. આહાહા.! શુભભાવની અથાગ ક્રિયા કરો. ઓહો...! ભગવાનની પૂજામાં આખો દિ બેસે અને રાડેરાડ પોકારે, સ્તુતિ કર્યા કરે. (એ) કરો તો કરો, કહે છે બધું ક્લેશ છે. શું ત્યારે કરે આ બધું? આ પંદર લાખના મંદિર કરો છો ને? અહીં તો કહે છે, એ તો શુભભાવ છે. એ શુભભાવમાં રહો કહે છે, પણ ક્લેશ છે. આહાહા...! આત્માના અનુભવની દૃષ્ટિપૂર્વક જે શુભરાગ આવે છે એ પણ જ્ઞાનીને તો બંધનું કારણ છે. આવે તો છે. સમજાણું? જ્ઞાની ધર્મીને પોતાના દ્રવ્યના અવલંબનથી આનંદની શુદ્ધ ધારા તો વહે છે, નિરંતર આનંદની ધારા એ તો મોક્ષનું કારણ છે પણ તેની સાથે નબળાઈથી શુભભાવ આવે છે એ બંધનું કારણ છે. સમજાણું? એક બાજુ એમ કહે કે, જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે. એક બાજુ એમ કહે કે, જ્ઞાનીને જે શુભભાવ આવે છે એ બંધનું કારણ છે. કઈ અપેક્ષા છે? જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ હોય તો (એ) છોડીને ચારિત્ર લેવાની જરૂર નથી. શાસ્ત્રમાં તો આવ્યું છે કે, જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે. એ તો કઈ અપેક્ષાએ? દૃષ્ટિનું જોર દ્રવ્ય ઉપર લાગ્યું છે, એ દૃષ્ટિના વિષયમાં બંધનું કારણ છે નહિ તો જે રાગ આવે છે એ પણ છૂટી જાય છે. એવી કથન શૈલી દૃષ્ટિની પ્રધાનતાથી છે. એ દૃષ્ટિની નિર્મળતાનું જોર કેટલું છે તે બતાવવું છે પણ ભોગ છે એ નિર્જરાનું કારણ હોય તો ભોગ તો રાગ છે, અશુભરાગ છે. અહીં તો જ્ઞાનીને પોતાના જ્ઞાનના અવલંબને પવિત્રતા પ્રગટ થઈ એ ધારામાં પવિત્રતા અલ્પ છે તો સાથે ભક્તિ આદિનો રાગ આવે છે પણ એ રાગ હેયબુદ્ધિએ આવે છે. આહાહા...! હેયબુદ્ધિએ શેય (છે). અને આ ત્રિકાળી સ્વભાવ ઉપાદેયબુદ્ધિએ શેય (છે). અરે...! આવી વાતું. આવે છે. એકાવતારી ઈન્દ્ર. આઠમા નંદિશ્વર દ્વિપમાં બાવન જિનાલય છે ત્યાં આઠ દિવસ જાય. અષાઢ સુદ આઠમથી પૂનમ, ફાગણ સુદ આઠમથી પૂનમ અને કારતક સુદ આઠમથી પૂનમ. નંદિશ્વર દ્વિપમાં) માણસ ન જઈ શકે, અઢી દ્વિપ બહાર માણસ ન જઈ શકે. દેવ જાય. હજારો, લાખો દેવ ત્યાં ઘૂઘરા બાંધીને નાચે, પણ જાણે કે એ ક્રિયા જડની છે. ઉલ્લાસનો ભાવ જરી શુભ છે, એ હેય છે પણ અત્યારે આવ્યા વિના રહેતો નથી. અશુભથી બચવા એ ભાવ આવ્યો, પણ એ ધર્મ નહિ. આહાહા...! અત્યારે આ વાંધા છે મોટા ઉઠ્યા છે ને? કે, આવી ક્રિયાઓ કરે, બિચારા પરિષહ સહન કરે. પણ પરિષહ સહન (કરે છે) એટલે શું? હજી સમ્યકુ ચૈતન્ય શું છે તેનું ભાન તો નથી. તેને પરિષહ કહેતા જ નથી. તેને પરિષહ કહેતા જ નથી. પરિષહ તો જેને આત્મજ્ઞાન થયું છે, રાગનો અભાવ થઈને થોડી સ્થિરતા થઈ તેમાં જે પ્રતિકૂળતા આવી તેને પરિષહ કહે છે. જ્ઞાનીને જ પરિષહ છે. અજ્ઞાનીને પરિષહ છે નહિ. અજ્ઞાનીને તો એકલું દુઃખનું કારણ છે, પરિષહ નહિ. આહાહા.! બહુ ફેર. એવું આ જ્ઞાન તો જ્ઞાનગુણ વિના.... પોતાના સ્વભાવને સ્વભાવના આશ્રયની પરિણતિ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ વિના કોઈ પણ રીતે...” કોઈ પણ રીતે, કોઈ પણ પ્રકારે. ભગવાનનો વિનય કરો, ભગવાનની ભક્તિ કરો, નવકાર ગણો, ચોવીશ કલાક નિદ્રા ન લેવી, ણમો અરિહંતાણે, ણમો અરિહંતાણં, ણમો અરિહંતાણં ક્લેશ કરો તો કરો. પણ જ્ઞાનગુણ વિના જ્ઞાન. પોતાનો જ્ઞાનસ્વભાવ અંતર જ્ઞાનની એકાગ્રતા વિના એ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. આહાહા...! સમજાણું? જ્ઞાન તો જ્ઞાનગુણ વિના...” એ શું કહે છે? જ્ઞાનને પોતાના જ્ઞાનગુણ વિના. પોતાના જ્ઞાનગુણના આશ્રય વિના જ્ઞાનને કોઈપણ રીતે. પોતાનો જ્ઞાનસ્વરૂપી ભગવાન, તેના અવલંબન વિના. જ્ઞાનને કોઈપણ રીતે પ્રાપ્ત કરી શકતા નથી. પર્યાયમાં નિર્મળ પર્યાય, જ્ઞાનગુણના અવલંબન વિના પ્રાપ્ત કરી શકતા નથી. આહાહા.! બાર-બાર મહિનાના અપવાસ કરે, (આખી) જિંદગી બાળબ્રહ્મચારી (રહે, જિંદગીમાં સ્ત્રીનો સંગ ન હોય, તેથી શું? એ તો પરલક્ષી ભાવ શુભ છે. મૂળ બ્રહ્મચર્ય નહિ. આહાહા...! મૂળ બ્રહ્મચર્ય તો બ્રહ્મ નામ આનંદનો નાથ, એમાં રમવું એ બ્રહ્મચર્ય છે. શરીરથી સ્ત્રીનો ત્યાગ થયો એટલે એ બ્રહ્મચારી છે એમ છે નહિ. સમજાણું? બ્રહ્મ નામ આત્માના આનંદમાં ચરવું નામ રમવું. કહ્યું હતું ને એકવાર? “પદ્મનંદિ પંચવિંશતિકા'. બ્રહ્મની વ્યાખ્યા કરતા કરતા (આચાર્ય કહે છે), બ્રહ્માનંદ ભગવાનમાં રમવું એ બ્રહ્મચર્ય. બ્રહ્મ નામ આનંદમાં ચરવું નામ રમવું. બહુ વિસ્તાર કર્યો પછી મુનિ કહે છે, અરે. યુવાનો ! તમને ભોગના રસમાં, સ્ત્રીનું શરીર સારું રૂપાળું, એનું રૂપાળું, પૈસા કરોડ, બે કરોડ, પાંચ કરોડ (હોય), બંગલા બે-પાંચ લાખના (હોય), આહાહા...! એ તારી પથારી, રેશમના ગાદલા એમાં તને રસ પડતો હોય પ્રભુ ! તો આ મારી વાત તને નહિ રુચે. મારી વાત ન રુચે તો માફ કરજે, પ્રભુ ! અમે તો મુનિ છીએ, અમારી પાસે તમે કઈ આશા રાખશો? “લક્ષ્મીચંદભાઈ ! મુનિ દિગંબર સંત, આત્માના આનંદમાં ઝૂલનારા, એ બ્રહ્મચર્યની વ્યાખ્યા કરતા કરતા કરતા કરતા એમ કહ્યું, હે યુવાનો ! તમને આ વાત, આ રસમાં. આહાહા.! ઘેલછાઈના રસમાં તને આ વાત નહિ ગોઠે, આ શું બકે છે? એમ તને લાગશે. પ્રભુ ! માફ કરજે. અમે તો મુનિ છીએ, બીજું શું કહીએ? અમારી પાસે કઈ આશા રાખશો? વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) પ્રવચન નં. ૨૮૫ શ્લોક-૧૪૨, ૧૪૩ ગાથા–૨૦૫, બુધવાર, શ્રાવણ વદ ૮, તા. ૧૫-૦૮-૧૯૭૯ ૨૦૪ ગાથા પૂરી થઈ, ભાવાર્થ છે. “જ્ઞાન છે તે સાક્ષાતુ મોક્ષ છે;” જ્ઞાનસ્વરૂપ એ સાક્ષાત્ મોક્ષ છે. તે જ્ઞાનથી જ મળે છે....... આહા.! પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય, એ મોક્ષ જ્ઞાન છે તો તેની ક્રિયા, ઉપાય જે જ્ઞાનસ્વરૂપ ભગવાન, તેમાં એકાગ્ર થવું તે જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. આહાહા...! “અન્ય કોઈ ક્રિયાકાંડથી તેની પ્રાપ્તિ થતી નથી. એ વિશેષ કહેશે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૦૫ ગાથા-૨૦૫ ૨૦૫ णाणगुणेण विहीणा एदं तु पदं बहु वि ण लहंते । तं गिण्ह णियदमेदं जदि इच्छसि कम्मपरिमोक्खं । । २०५ । ज्ञानगुणेन विहीना एतत्तु पदं बहवोऽपि न लभन्ते । तद् गृहाण नियतमेतद् यदीच्छसि कर्मपरिमोक्षम् ।।२०५ ।। यतो हि सकलेनापि कर्मणा, कर्मणि ज्ञानस्याप्रकाशनात्, ज्ञानस्यानुपलम्भः। केवलेन ज्ञानेनैव, ज्ञान एव ज्ञानस्य प्रकाशनात्, ज्ञानस्योपलम्भः । ततो बहवोऽपि बहुनापि कर्मणा ज्ञानशून्या नेदमुपलभन्ते, इदमनुपलभमानाश्च कर्मभिर्न मुच्यन्ते । ततः कर्ममोक्षार्थिना केवलज्ञानावष्टम्भेन नियतमेवेदमेकं पदमुपलम्भनीयम् । હવે આ જ ઉપદેશ ગાથામાં કરે છે ઃ બહુ લોક જ્ઞાનગુણે રહિત આ પદ નહીં પામી શકે; રે ! ગ્રહણ કર તું નિયત આ, જો કર્મમોક્ષેચ્છા તને. ૨૦૫. ગાથાર્થ :- [ જ્ઞાનમુણેન વિઠ્ઠીનાઃ ] જ્ઞાનગુણથી રહિત [ વવઃ અત્તિ ] ઘણાય લોકો (ઘણા પ્રકારનાં કર્મ કરવા છતાં) [ તત્ પરં તુ ] આ જ્ઞાનસ્વરૂપ પદને [ ૬ ભ્રમત્તે] પામતા નથી; [ તવ્ ] માટે હે ભવ્ય ! [ યવિ ] જો તું [ ર્મપરિમોક્ષમ્ ] કર્મથી સર્વથા મુક્ત થવા [ રૂસિ ] ઇચ્છતો હો તો [ નિયતસ્તત્ ] નિયત એવા આને (જ્ઞાનને) [ ગૃહાળ ] ગ્રહણ કર. ટીકા :- કર્મમાં (કર્મકાંડમાં) જ્ઞાનનું પ્રકાશવું નહિ હોવાથી સઘળાંય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી; જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશવું હોવાથી કેવળ (એક) જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. માટે જ્ઞાનશૂન્ય ઘણાય જીવો, પુષ્કળ (ઘણા પ્રકારનાં) કર્મ કરવાથી પણ આ જ્ઞાનપદને પામતા નથી અને આ પદને નહિ પામતા થકા તેઓ કર્મથી મુક્ત થતા નથી; માટે કર્મથી મુક્ત થવા ઇચ્છનારે કેવળ (એક) જ્ઞાનના આલંબનથી, નિયત જ એવું આ એક પદ પ્રાપ્ત કરવા યોગ્ય છે. ભાવાર્થ :- જ્ઞાનથી જ મોક્ષ થાય છે, કર્મથી નહિ; માટે મોક્ષાર્થીએ જ્ઞાનનું જ ધ્યાન કરવું એમ ઉપદેશ છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ગાથા–૨૦૫ ઉપર પ્રવચન णाणगुणेण विहीणा एवं तु पदं बहु वि ण लहंते। तं गिण्ह णियदमेदं जदि इच्छसि कम्मपरिमोक्खं ।।२०५।। બહુ લોક જ્ઞાનગુણે રહિત આ પદ નહીં પામી શકે: રે ! ગ્રહણ કર તું નિયત આ, જો કર્મમોક્ષેચ્છા તને. ૨૦૫. ટીકા – ‘કર્મમાં (કર્મકાંડમાં)...” હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ વાસના એ તો પાપ છે. પણ દયા, દાન, પૂજા, વ્રત, ભક્તિ એ ક્રિયાકાંડ પુણ્ય છે. આહાહા.! એ “કર્મ શબ્દ છે? “કમમાં..” એટલે ‘ક્રિયાકાંડમાં)... આહા.! દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, તપ એ બધી ક્રિયા શુભભાવ (છે). એ શુભભાવથી “જ્ઞાનનું પ્રકાશવું નહિ હોવાથી આત્મા ચિદાનંદ ભગવાન, એ રાગની ક્રિયાથી વિકાસ થતો નથી, શુદ્ધ પરિણતિ તેનાથી થતી નથી. આવી વાત. આહા...! કર્મમાં એટલે કર્મકાંડ નામ રાગની ક્રિયામાં જ્ઞાનનું પ્રકાશવું થતું નથી. આત્મ સ્વભાવ તેનાથી વિકસીત થતો નથી. આહા.! એ તો રાગ છે. આહાહા...! ચાહે તો બાર પડિમાં હો ચાહે તો પંચ મહાવ્રત હો, ચાહે તો મહિના મહિનાના અપવાસના ભાવ હો, બધો રાગ છે, ક્રિયાકાંડ છે, તેમાં કોઈ ધર્મ નથી. મુમુક્ષુ – તપ પણ રાગ? ઉત્તર :- તપેય રાગ છે. વ્રત ને તપ, દયા ને દાન, પૂજા ને ભક્તિ છ બોલ આવી ગયા. આહાહા...! એ બધો શુભરાગ છે, કર્મકાંડ છે, રાગના કાર્યરૂપી કર્મકાંડ છે. આહાહા...! આવી વાત. તેથી સઘળાંય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. પહેલા સાધારણ વાત કરી કે, રાગની ક્રિયાથી જ્ઞાન નામ આત્માના ધર્મનો લાભ આત્માને થતો નથી. તેથી સમસ્ત કર્મ, ચાહે તો ભગવાનનો વિનય કરે, ભગવાનની ભક્તિ કરે, પંચ નવકાર ગણ્યા કરે, ણમો અરિહંતાણં, ણમો અરિહંતાણં ણમો સિદ્ધાંણ કરે), આહાહા! (એ) સમસ્ત ક્રિયાકાંડ રાગ છે. આવી વાત છે. સમસ્ત કર્મ નામ ક્રિયાકાંડથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. આહાહા.! જેમાં ભગવાન આનંદસ્વરૂપ જ્ઞાયક સ્વભાવ એ ક્રિયાકાંડ સમસ્ત રાગાદિ ક્રિયાથી, શુભ હોં! અશુભની તો વાત જ શું કરવી? આહા! હિંસા, જૂઠ, ચોરી, વિષયભોગ વાસના, કામ, ક્રોધ, માન, માયા, લોભ, રતિ, અરતિ એ તો પાપ પરિણામ, ઓ...હો...! દુર્ગતિનું કારણ છે. પણ પુણ્ય પરિણામ પણ ચૈતન્યગતિનું કારણ નથી. આહા...! એ કર્મકાંડથી આત્માની Page #221 -------------------------------------------------------------------------- ________________ ગાથા૨૦૫ ૨૦૭ પ્રાપ્તિ કિંચિત્ થતી નથી. એ કર્મકાંડથી આત્માને કિચિત્ ધર્મ થતો નથી. આહાહા...! જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશનું હોવાથી.” ભગવાન આ જ્ઞાનસ્વરૂપ, એ જ્ઞાનની અંતર એકાગ્રતાથી, જ્ઞાનથી તેની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનમાં જ જ્ઞાનનો પ્રકાશ થાય છે. સ્વરૂપમાં એકાગ્રતાથી જ્ઞાનનો પ્રકાશ નામ શુદ્ધ પરિણતિ પ્રગટ થાય છે. આહાહા...! સમજાણું? આ આકરું પડે માણસને. સમસ્ત કર્મકાંડ. ચાહે તો ભગવાનનો વિનય કરો, શાસ્ત્રનો વિનય કરો. આહા.. દેવ-ગુરુની ભક્તિ, વ્રત ને તપ એનાથી આત્માની–ધર્મની પ્રાપ્તિ થતી નથી). આહાહા. અહીં તો આખો દિ હજી પાપમાં પડ્યો હોય એને પુણ્યની તો વાત જ્યાં છે) આહાહા...! એ જ્ઞાનમાં જ જ્ઞાનનો પ્રકાશ થાય છે. સ્વરૂપની અંતર એકાગ્રતા, અતીન્દ્રિય આનંદ અને જ્ઞાન સ્વભાવ, તેમાં એકાગ્રતા (કરવાથી) આત્માનો પ્રકાશ થાય છે. શુદ્ધ ધર્મ સમ્યગ્દર્શન, જ્ઞાન આત્માના સ્વભાવમાં એકાગ્ર થવાથી થાય છે. આહાહા.! વ્યવહાર રત્નત્રય જે છે એ તો રાગ છે. તેનાથી આત્માના ધર્મની પ્રાપ્તિ થતી નથી. આહાહા...! હવે ક્યાંક એમ લખ્યું હોય કે, વ્યવહાર રત્નત્રય સાધક છે. ત્યાં એ પકડે. એ તો સાધકનો અર્થ ત્યાં નિમિત્ત કેવું હતું તેનું જ્ઞાન કરાવ્યું છે. આહાહા.! જ્ઞાનસમુદ્ર પ્રભુ, ચૈતન્ય રત્નાકર આવી ગયું ને? ચૈતન્યમણિનો સાગર ભગવાન, એમાં એકાગ્ર થવાથી જ્ઞાન નામ આત્માની શુદ્ધ પરિણતિની પ્રાપ્તિ થાય છે. રાગની ક્રિયાથી આત્માને બિલકુલ ધર્મનો લાભ થતો નથી. આહાહા...! તેથી કેવળ (એક) જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.” ઓહો. આ કારણે કેવળ જ્ઞાનથી જ. નિજ શુદ્ધ સ્વરૂપની અંતરમાં એકાગ્રતાથી જ. એકાંત કર્યું, જુઓ! રાગથી પણ થાય છે અને જ્ઞાનમાં એકાગ્રતાથી પણ થાય છે, એમ નથી. આ અનેકાંત તો આ કહ્યું કે જ્ઞાનથી જ અંતર જ્ઞાનની પ્રાપ્તિ થાય છે), રાગથી નહિ, એ અનેકાંત છે. આહાહા...! અનેકાંતને નામે ફુદડીવાદ બનાવે છે મારગ. આહા...! અહીં તો પહેલી વાત કરી ને? “સઘળાંય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી.” જ્ઞાનથી જ જ્ઞાનનો પ્રકાશ થાય છે. માટે આ કારણે કેવળ (એક) જ્ઞાનથી જ.' આત્માનું શુદ્ધ સ્વરૂપ, તેની અંતરમાં એકાગ્રતાથી જ શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. સમજાણું? હજી આના શ્રદ્ધાના ઠેકાણા નહિ. આ વ્રત કરો ને તપ કરો ને આમ કરો ને આમ કરો, દાન બે-પાંચ-દસ લાખના આપે તો બીજાને મદદ મળે, બીજાને જરી સુખનું કારણ મળે તો તમને પણ લાભ થાય. (એ બધો) રાગ છે, અધર્મ છે. આહા...! કેવળ જ્ઞાનથી જ.” ભાષા જુઓ ! એકલો ભગવાનઆત્મા પૂર્ણાનંદ સ્વરૂપ, એની અંતરમાં એકાગ્રતાથી જ. બાકી બીજી કોઈ વાતથી ધર્મ નથી, મુક્તિ નથી. “જ છે ને? જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ, એ આનંદમાં એકાગ્રતાથી જ આનંદની, શાંતિની પ્રાપ્તિ થાય છે. આહાહા. જેમાં અતીન્દ્રિય આનંદ ભર્યો છે, એવા ભગવાન Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ અતીન્દ્રિય આનંદમાં લીનતાથી પર્યાયમાં અતીન્દ્રિય આનંદની પ્રકાશ શક્તિ પ્રગટ થાય છે. પ્રકાશ શક્તિ કેમ કહ્યું? સંવેદન. બારમી શક્તિ છે ને? પ્રકાશ શક્તિ. એ સ્વસંવેદન – સ્વ (નામ) પોતાનું સં (નામ) પ્રત્યક્ષપણે આનંદનું વેદન, એ આત્માના આશ્રયે થાય છે, એ ક્રિયાકાંડના આશ્રયે થતું નથી. આહાહા.! ૪૭ શક્તિમાં એક પ્રકાશ શક્તિ છે. પ્રકાશ થાય છે નામ સ્વસંવેદન પ્રકાશ થાય છે. રાગનો પ્રકાશ થવો એ તો અધર્મનો પ્રકાશ છે. આહાહા...! લોકોને આકરું પડે. તેથી ઓલો “વિદ્યાનંદ' કહે છે ને? પુણ્યને અધર્મ કયાં કહ્યું છે? પ્રભુ! આત્માના સ્વભાવની શુદ્ધિની પરિણતિ જ્યારે ધર્મ (કહેવાય) ત્યારે એથી વિરુદ્ધ રાગ તે અધર્મ (કહેવાય). ભલે એને પુણ્ય તરીકે, વ્યવહાર તરીકે ધર્મ કહ્યો હોય પણ એ તો વ્યવહારનો આરોપ કરીને કહ્યું. જેને અંતરમાં આત્માના આશ્રયે શુદ્ધતા પ્રગટ થઈ એ નિશ્ચય ધર્મ અને તેને જે રાગ આવે છે તેને વ્યવહાર ધર્મનો આરોપ કરીને કહ્યું. વ્યવહારે કહ્યું તે નિશ્ચયથી તો અધર્મ છે. અર..! આવી વાતું. પ્રભુ... પ્રભુ આહાહા...! આજે તો ભાઈ કો'ક કહેતું હતું, “મોરબી'નું, પચીસ-ત્રીસ હજાર માણસ મરી ગયા, એમ કોક કહેતું હતું. આહાહા...! આ દુનિયા નાશવાનમાં શું? આહા...! એક તો આપણા ઓલા ઘડિયાળી, એની ફઈ હતા એ પાણીમાં તણાઈ ગયા. બસ! મુમુક્ષુમાંથી એકને નુકસાન (થયું), બાકી કોઈને કંઈ નહિ. ઘડિયાળી હતા ને? પાણી દેતા, મોટો સંઘ ભેગો થયો હોય ત્યારે પાણી આપતા, ઘડિયાળી. “કાંતિભાઈ કે શું નામ? એના ફઈ કે કો’કે એમ કીધું, પાણીમાં ઈ એક તણાઈ ગઈ, બસ ! બાકી કોઈ નહિ. મુમુક્ષુમાંથી કોઈને નુકસાન થયું નથી, એમ કહે છે. બાકી કોક તો શું કહે છે, સરકાર તરફથી તો પચીસ-ત્રીસ હજાર મરી ગયા, એમ બહાર પડ્યું છે. આહા! આ સંસારમાં ક્યાં સુખબુદ્ધિમાં પડ્યો છે, એની આ દશા. દેહ છૂટી જાય. આહા.! અરે..રે...! પાછો ક્યાં જન્મ (થાય? એનો પાછો જન્મ પણ ક્યાં થાય? ત્યાં તો આર્તધ્યાન હોય, હાય. હાય.! જીવવાની આશામાં તરફડિયામાં (મરે). અરે! પ્રભુ! આવા અવસર ક્યારે મળે? ભાઈ! આહાહા.! સિદ્ધાંત તો એમ કહે છે કે, કોઈ મુનિને દેવ સમુદ્રમાં ફેંકી દયે ત્યાં આગળ અંદર એકાગ્ર થઈ, કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ જાય છે. આહાહા...! સમજાણું? કેમકે સમુદ્ર જે બે લાખ (જોજન) છે એમાં એક બિંદુ ખાલી નથી કે જ્યાં અનંતા (જીવો) મોક્ષે નથી ગયા. હવે ઈ શી રીતે સમુદ્રમાંથી ગયા હશે? સ્વર્ગના કોઈ વિરોધી દેવ હોય), સંત તો સાચા હોય પણ જ્યારે વિકલ્પમાં આવે છે ત્યારે તેમને ઉપાડીને લઈ જાય છે, સમુદ્રમાં નાખી ધે છે. વિરોધી (દેવ). એ સમુદ્રમાં ભાઈ ! અંદરમાં ધ્યાનમાં ઊતરી જાય. આહાહા...! અને ત્યાં ને ત્યાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરે). દેહ છૂટીને ત્યાંથી મુક્તિ થાય છે. એવા પાણીના એક એક બિંદુ ઉપરથી અનંતા મોક્ષે ગયા. બે લોખ જોજનનો સમુદ્ર (છે). આહાહા...! એ બધા અંતરમાં આત્મામાં ધ્યાનમાં ઊતરી (કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે). આહાહા..! જેને પરિષહ ને Page #223 -------------------------------------------------------------------------- ________________ ગાથા૨૦૫ ૨૦૯ ઉપસર્ગની ખબરેય નથી. અંતરમાં આત્માના ઊંડાણમાં ઉતરી ગયા. સ્વભાવનું ભાન તો હતું, અનુભવ તો હતો, પણ એથી વિશેષ અવગાહન અંદરમાં ગયા. આહાહા.! એ સમુદ્રમાં પડવા છતાં મહાસમુદ્ર ચૈતન્ય રત્નાકર, એમાં પડ્યા તેની મુક્તિ થાય છે, કહે છે. આહાહા.! સમજાણું? એ અહીં કહે છે, કેવળ જ્ઞાનથી જ.” આ તો એક થયું. કથંચિત્ રાગથી અને કથંચિત્ જ્ઞાનથી (એમ નથી કહ્યું). આહા.! આ તો “અમૃતચંદ્રાચાર્ય', આહાહા..! તેમની ટીકા (છે) અને કુંદકુંદાચાર્યના પાઠમાં છે ને? “ ગુણે વિદીપ હૂં તુ પૂર્વ વહુ વિ નકંતા' ઘણી ક્રિયાકષ્ટ હોય તોપણ (સ્વરૂપ પ્રાપ્તિ થતી નથી. બસ ! એનો અર્થ ટીકાકાર કરે છે. આહા...! ભગવાન પૂર્ણાનંદનો નાથ અનંત ચૈતન્યમણિ છે, દરિયો-સમુદ્ર ભર્યો છે, એમાં ડૂબકી માર. આહાહા.! એ સ્વરૂપમાં અવગાહન કર. અવગાહનનો અર્થ સ્વરૂપ તરફ સન્મુખ થા. અવગાહન નામ ધ્રુવમાં કંઈ પ્રવેશ થતો નથી. છે તો નિર્મળ પર્યાય, એ કંઈ ધ્રુવમાં પ્રવેશ નથી કરતી, પણ આ બાજુ અવગાહન છે એ આમ કર, એ માટે અવગાહન કહ્યું. આહા...! બાકી ધ્રુવ પરમાત્મ સ્વરૂપમાં કોઈ પ્રવેશ કરી શકતું નથી. પરંતુ સન્મુખ થયો તેણે અવગાહન કર્યું, એમ કહેવામાં આવે છે. આહાહા...! કેવળ જ્ઞાનથી જ.' (અર્થાતુ) આત્માના શુદ્ધ સ્વરૂપની એકાગ્રતાથી જ. એ “જ્ઞાન” શબ્દ જ્ઞાનની શુદ્ધ પરિણતિ, એનાથી જ. “જ્ઞાનની...” આત્માની પ્રાપ્તિ થાય છે. આહા...! માટે...” આ કારણે “જ્ઞાનશૂન્ય ઘણાય જીવો.” પોતાના જ્ઞાનસ્વરૂપની શ્રદ્ધા અને જ્ઞાનથી શૂન્ય, તે પુષ્કળ (ઘણા પ્રકારનાં) કર્મ કરવાથી પણ ઘણા ક્રિયાકાંડ કરે. ઓ...હો...! સવારથી રાત સુધી ક્રિયાકાંડમાં મશગુલ. શુભભાવ, શુભભાવ, ભગવાનનું સ્મરણ, સ્મરણ, સ્મરણ. આહાહા...! આ જ્ઞાનપદને પામતા નથી...” આ જ્ઞાનપદને પ્રાપ્ત કરી શકતા નથી. અને આ પદને નહિ પામતા થકા તેઓ કર્મોથી મુક્ત થતા નથી;” આહા.! એ તો કર્મથી મુક્ત થતા નથી અને કર્મમાં, રાગમાં આવી જાય છે તો ચાર ગતિમાં રખડે છે. આહાહા.! માટે કર્મોથી મુક્ત થવા ઇચ્છનારે આહાહા! મોક્ષના ઇચ્છુકે, કર્મથી છુટવાના ઇચ્છુકે કેવળ (એક) જ્ઞાનના આલંબનથી,' એક ભગવાનઆત્મા આનંદસ્વરૂપ પ્રભુ, તેના આલંબનથી જ નિયત જ એવું આ એક પદ પ્રાપ્ત કરવાયોગ્ય છે.” નિયત નામ નિશ્ચય એક પદ – પરમાત્મપદ મોક્ષપદ પ્રાપ્ત કરવું જોઈએ. આહા...! આવી વાત છે. ભાવાર્થ:- જ્ઞાનથી જ મોક્ષ થાય છે... એ જ્ઞાન એટલે શાસ્ત્રના જાણપણા એ જ્ઞાન નહિ. જ્ઞાનસ્વરૂપ ભગવાન, તેની એકાગ્રતા થવાથી જે જ્ઞાન પ્રગટ થયું, વીતરાગી પર્યાય પ્રગટ થઈ એ જ્ઞાનપર્યાય. આહાહા...! વીતરાગ સ્વરૂપ ભગવાનઆત્મા, તેના અવલંબનથી વીતરાગી પર્યાય ઉત્પન્ન થઈ તેને જ્ઞાન કહેવામાં આવે છે. રાગ નહિ તો જ્ઞાન, એમ. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ચારિત્રની પર્યાય સાથે રાગ રહિત છે. જ્ઞાનમાં એકાગ્રતાથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને ચારિત્ર ત્રણે આવી જાય છે. આહાહા...! પણ એ ચારિત્ર એટલે અંતર સ્વરૂપમાં રમણતા એ ચારિત્ર. પંચ મહાવ્રતના પરિણામ તો અચારિત્ર છે. અરે. અરેઆવી વાતું. આહા...! કેટલા મનુષ્ય મરેલા બિચારા ચાલ્યા ગયા. આહાહા! ઘણે કાળે તો મનુષ્યપણું મળે, એમાં આવું થાય એટલે પાછા ક્યાંય (જાય). આહાહા...! અરે.! પ્રભુ! તને દુર્લભ (મનુષ્યપણું) મળ્યું છે ને? ઈ કહેશે, જુઓ! માટે મોક્ષાર્થીએ જ્ઞાનનું જ ધ્યાન કરવું છે ને? “જ્ઞાનથી જ મોક્ષ થાય છે, કર્મથી.' ક્રિયાકાંડ, કર્મ એટલે રાગાદિ ક્રિયા માટે મોક્ષાર્થીએ જ્ઞાનનું જ ધ્યાન કરવું એમ ઉપદેશ છે. આત્માનું ધ્યાન પોતાની પર્યાય ધ્યાનમાં ધ્યેય બનાવવું. પરથી, દેહથી છૂટીને સ્વનું ધ્યેય કરીને જે નિર્મળ શુદ્ધ પરિણતિ થઈ તે જ મોક્ષનું કારણ છે. ક્રિયાકાંડનો કોઈપણ વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ, એ મોક્ષનું કારણ છે નહિ. આહાહા...! •૦૦૦૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ( શ્લોક-૧૪૩ )) (द्रुतविलम्बित) पदमिदं ननु कर्मदुरासदं सहजबोधकलासुलभं किल । तत इदं निजबोधकलाबलात् कलयितुं यततां सततं जगत्।।१४३।। હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે : શ્લોકાર્ધ -[ રૂટું પમ્ ] આ જ્ઞાનસ્વરૂ૫) પદ [ નનુ વર્મયુર સર્વ ] કર્મથી ખરેખર ૧દુરસદ છે અને [ સહન-વાઘ-વતા-સુનમ વિત ] સહજ જ્ઞાનની કળા વડે ખરેખર સુલભ છે; [ તતઃ ] માટે [ નિન-વાઘ-વના-વતા ] નિજજ્ઞાનની કળાના બળથી [ રૂદ્ર વયિતું] આ પદને ‘અભ્યાસવાને [ ગત્ સતત ચેતતાં ] જગત સતત પ્રયત્ન કરો. ભાવાર્થ :- સર્વ કર્મને છોડાવીને જ્ઞાનકળાના બળ વડે જ જ્ઞાનનો અભ્યાસ કરવાનો આચાર્યદેવે ઉપદેશ કર્યો છે. જ્ઞાનની કળા” કહેવાથી એમ સૂચન થાય છે કે - જ્યાં સુધી પૂર્ણ કળા (કેવળજ્ઞાન) પ્રગટ ન થાય ત્યાં સુધી જ્ઞાન હીનકળાસ્વરૂપ-મતિજ્ઞાનાદિરૂપ છે; જ્ઞાનની તે કળાના આલંબન વડે જ્ઞાનનો અભ્યાસ કરવાથી કેવળજ્ઞાન અર્થાતુ પૂર્ણ કળા પ્રગટે છે. ૧૪૩. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ શ્લોક–૧૪૩ હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે : (કુતવિન્વિત) पदमिदं ननु कर्मदुरासदं सहजबोधकलासुलभं किल । तत इदं निजबोधकलाबलात् कलयितुं यततां सततं जगत्।।१४३।। આહાહા...! હે જગત! એટલે જગતના જીવો. આહા...! હે પ્રભુ! એમ કહે છે. આહાહા...! કુંદકુંદાચાર્ય તો “અષ્ટપાહુડમાં (કહે છે), હે મિત્રો દ્રવ્યલિંગી સાધુ હોય એને કહે છે કે, હે મિત્ર! તું આમાં – ક્રિયાકાંડમાં કયાં રોકાઈ ગયો? પ્રભુ! અંદરમાં જાને. આહાહા...! હે મહાસા એમ કહે છે. હે મિત્રા મહાજસા આદિ ઘણા શબ્દ “અષ્ટપાહુડમાં વાપર્યા છે. આહા.! પ્રભુ! જ્યાં ભગવાન બિરાજે છે ત્યાં અંદર જાને. બહારમાં કયાં ભટક્યા ભટક કરે છે? આહા.! શુભાશુભ પરિણામમાં ભટકવું, પ્રભુએ તો સંસાર છે. આહાહા...! મુમુક્ષુ – શુભ તો દુ:ખ છે. ઉત્તર :- ઘોર સંસાર છે અને સંસાર એ દુઃખ છે. શુભભાવ. એ તો આવી ગયું. શુભભાવ એ આકુળતારૂપ દુ:ખ છે. શુદ્ધભાવ એ અનાકુળતારૂપ સુખ છે. સાધક જીવને. પંડિતજી! તમારો પ્રશ્ન હતો ને? સમકિતદષ્ટિને એકસાથે આ હોય છે. મિથ્યાષ્ટિને તો એકલી કર્મકાંડ ને રાગના દુ:ખરૂપ ફળ હોય છે. કેવળીને એકલા જ્ઞાનકાંડની પરિણતિ શુદ્ધ હોય છે, કર્મકાંડ જરીયે નથી. સાધકજીવને ત્રણેય એક સમયમાં હોય છે. એટલે આમ તો એક સમયમાં બે હોય છે. જ્ઞાનસ્વરૂપની એકાગ્રતા એ જ્ઞાનકાંડ અને કાં શુભની એકાગ્રતા એ શુભભાવ એ કર્મકાંડ, પણ શુભ વખતે અશુભ ન હોય. એકસાથે બે હોય. અને જ્યારે અશુભ આવે છે તો જ્ઞાનની પરિણતિ પણ શુદ્ધ છે અને અશુભ પણ છે, એ દુઃખરૂપ પણ છે. એ અશુભભાવ તીવ્ર દુઃખરૂપ છે, શુભભાવ મંદ દુઃખરૂપ છે. મંદ દુઃખરૂપ અને જ્ઞાનની શુદ્ધિનો આનંદ એક સમયમાં હોય છે. અને કાં જ્ઞાનની શુદ્ધિનો આનંદ અને અશુભભાવરૂપી ભાવ એકસાથે હોય છે પણ શુભ અને અશુભ એકસાથે નથી હોતા. બે હોય છે. અજ્ઞાનીને તો એક જ અજ્ઞાન, રાગદ્વેષ, શુભઅશુભ દુઃખરૂપ છે. આહાહા.! હજી તેના યથાર્થ જ્ઞાનના ઠેકાણા નથી. આહાહા.! હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:- આ (જ્ઞાનસ્વરૂપ) પદ.” જ્ઞાનસ્વરૂપ ભગવાન, તેનું પદ, નિનુ વર્મયુર સર્વ કર્મ નામ ક્રિયાકાંડથી ખરેખર દુરાસદ છે.” દુઃપ્રાપ્ત છે. ન જીતી શકાય. આહાહા...! એ લાખ, કરોડ ક્રિયાકાંડ કરે. આહાહા...! ક્લેશ કરો તો કરો પણ એ આત્માને લાભ નથી. એ તો આવી ગયું. આવી વાત લોકોને આકરી પડે. વળી શાસ્ત્રમાં “જયસેનાચાર્યની ટીકામાં તો ઘણે ઠેકાણે સાધન-સાધક (આવે). વ્યવહાર એ સાધક Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ છે અને નિશ્ચય સાધ્ય છે, એમ આવે. એ તો જેને નિશ્ચય થયું છે તેને સાધકનું જ્ઞાન કરાવ્યું વ્યવહાર, કે ત્યાં રાગની આવી મંદતા છે તેનું જ્ઞાન કરાવ્યું. અરે.રે.! શું થાય પણ? શાસ્ત્રના અર્થો પણ પોતાની દૃષ્ટિએ કરવા, જે શાસ્ત્રને કહેવું છે તે બાજુ દૃષ્ટિ લઈ જવી નહિ અને પોતાની દૃષ્ટિએ તેનો અર્થ કરી નાખવો. આહાહા...! અનંતકાળથી મુમુક્ષુ :- પોતાની દૃષ્ટિથી અર્થ કરે છે.. ઉત્તર :- એ જ કહે છે ને કે, પોતાની દૃષ્ટિથી કરે છે, પણ શાસ્ત્રની દૃષ્ટિથી કરતો નથી. શાસ્ત્રને શું કહેવું છે? એ દૃષ્ટિથી કરતો નથી. પોતાની દૃષ્ટિ જોડી અને તેનો અર્થ કરે. આહાહા..! અને દૃષ્ટિ તેવી સૃષ્ટિ. મિથ્યાદૃષ્ટિ છે તો એ શાસ્ત્રમાંથી કાઢે તો વિકારની સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. સમ્યગ્દષ્ટિ શાસ્ત્રમાંથી કાઢે તો નિર્મળ પર્યાયની સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. આહાહા.! આવું કામ છે. “તુર/સર્વે કર્મ શબ્દ જડ કર્મ નહિ. કર્મ શબ્દ પુણ્યની ક્રિયા. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા આહાહા.! એવા જે શુભભાવરૂપી કર્મ, કર્મ એટલે વિકારી કાર્ય. તેનાથી ખરેખર “દુરસä એમાં ખરેખર તેનાથી ધર્મની પ્રાપ્તિ છે નહિ. તેનાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આહાહા...! આ વાત. એક તો જુવાન શરીર હોય, કાયમ પાંચ-પચીસ લાખની જોગવાઈ હોય, આહા...! પત્ની ઠીક હોય, મકાન ઠીક હોય, ખાવા-પીવાના (સાધનો હોય), આહા...! હવે એમાં એને આ ક્યાં સૂઝ પડે? એકલા પાપમાં પચ્યો એની તો વાત શું કરવી પણ કહે છે કે પુણ્યમાં આવ્યો અને પુણ્યની ક્રિયા એણે ઘણી કરી, તેનાથી ધર્મ થતો નથી. તેમાં આત્માની પ્રાપ્તિ થતી નથી. એ દુઃખથી આત્માના આનંદની પ્રાપ્તિ થાય? આહાહા...! આકરું કામ. અરે..! એણે અનંતવાર... આહાહા.! આમ જીવતા સિંહ નીકળ્યા, સિંહ પકડ્યા, જીવતા ખાય. આહાહા! બાપુ જીવતો જીવ છે એને ખા ને, એને અનુભવને! આહાહા...! અત્યારે તો એવું સાંભળ્યું છે, એક દેશ એવો છે કે બકરીના નવા બચ્ચા આવે, નવા જન્મે એને) સીધાં ખાય, બટકા ભરે. બકરીના બચ્ચા. કુણા પાધરા આમ ખાય. ફોટામાં આવ્યું હતું, ફોટામાં આવ્યું હતું. એક માણસ ખાતો હતો. સીધું જીવતું બકરીનું બચ્ચું જન્મેલું, આમ ખાતો હતો. ફોટામાં આવ્યું હતું. આહાહા.! આવા અનાર્ય દેશમાં જન્મ, એને આ વાત સાંભળવા મળે નહિ. આહાહા...! અરે.! વર્તમાન દુઃખી, ભવિષ્યમાં દુઃખી. દુઃખની ગતિમાં જવાના. એ તો નરક ને પશુ આદિ (થાય). આવા તો સીધા નરકમાં જવાના. આહા...! અરે..રે..! આ જ્ઞાન કર્મોથી દુરાસદ (છે). [સન-વોધ- ના-સુનમ વિરુને] “સહજ જ્ઞાનની કળા...” આહાહા..! એનો અનુભવ. સહજ જ્ઞાનના અનુભવ દ્વારા “ખરેખર સુલભ... આહાહા...! એ કળા. આ કળા. આહાહા.! જ્ઞાનની કળા નામ જ્ઞાનનો અનુભવ એ જ્ઞાનની કળા (છે). Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૪૩ ૨૧૩ આહા.! જગત રાગની કળા અને દુનિયાની કળા માની અને હોશિયારી માને છે. આહા...! કળાબાજ, એમ કહે છે ને? આહાહા...! દુનિયાની કળાને બાજ જેમ પંખીને પકડે એમ અજ્ઞાની કળાને પકડે છે. અહીં કહે છે, આ કળાને પકડને! આહાહા...! [સન-ધોધ-વના-મુત્રમં વિન] નિશ્ચયથી. આહાહા...! “વિનાનો અર્થ કર્યો ને? ખરેખર ખરેખર છે એ “વિનનો અર્થ છે. ‘સહજ જ્ઞાનની કળા વડે...” “સુત્રમં વિત’ ‘વિને? નામ “ખરેખર સુલભ છે;” આહા! ભગવાનની આનંદની કળાનો પિંડ પ્રભુ, તેની પર્યાયમાં આનંદની પ્રગટ દશા થાય) એ આનંદની કળા, એ જ્ઞાનની કળા એનાથી મુક્તિ સુલભ છે. એનાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. ક્રિયાકાંડ લાખ, કરોડ કર તો તેનાથી સંસાર-પ્રાપ્તિ થશે. કારણ કે એ શુભભાવ છે એ ઘોર સંસાર છે. આહાહા.! નિયમસારમાં આવે છે ને? ભાઈ! વિકલ્પ તે ઘોર સંસાર (છે). “નિયમસારમાં આવે છે. શુભરાગ બાપુ! એ સંસાર છે. આહાહા.! એ સંસારથી મુક્તિ થશે? આવું કામ છે. “સહજ જ્ઞાનની કળા.' સ્વાભાવિક જ્ઞાનની કળા. સહજ જ્ઞાન જે ત્રિકાળ તેની સહજ જ્ઞાનકળા. આહા.! હઠ ક્યાંય નહિ. સ્વાભાવિક અંતર આનંદના અનુભવની કળાથી અથવા જ્ઞાન ને આનંદના અભ્યાસથી. આહા.! એ કળા નામ અંતરના અભ્યાસથી. આહા.! એ દ્વારા ખરેખર સુલભ છે. આત્માનું પદ આવી કળાથી સુલભ છે અને કર્મોથી દુર્લભ છે. એમ. દુરાસદ હતું ને? એ દુરાસદ નામ દુર્લભ છે, તેનાથી ત્વજ્ઞાનકળાથી) સુલભ છે. આહાહા...! “માટે.” [ નિન-વો-ના-નાત્ ] ફરીને. નિજજ્ઞાનની કળાના અનુભવના બળથી.' આહાહા...! ભાષા પાછી, પરનું જ્ઞાન નહિ, પરમાત્માનું જ્ઞાન નહિ. આહાહા...! શાસ્ત્રજ્ઞાન નહિ. નિજજ્ઞાનની કળાના બળથી.” આહાહા...! ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ. અરે...! પંચમ આરામાં પણ વસ્તુ તો આ છે. પંચમઆરામાં પણ ભગવાન તો બિરાજે છે તો તેનો અનુભવ કરવો એ તો પંચમઆરાની પરિણતિ છે. કંઈ પંચમ આરો તેને નડે છે... આહાહા...! સમજાણું? એમ છે નહિ. આહાહા.! નિજજ્ઞાન નિન-વોઘ’ છે ને? નિનવોઇ ભગવાનઆત્મા સ્વરૂપ પૂર્ણાનંદનું બોધ જ્ઞાન, નિજનું જ્ઞાન. તેની કળા (અર્થાતુ) તેનો અનુભવ. તેના બળથી. äિ નયિતું “આ પદને ‘અભ્યાસવાને... આહાહા...! “યિતું નામ અભ્યાસ કરો, “વનયિતું નામ અનુભવ કરો. એમ. “આ પદને અભ્યાસવાને... જુઓ! અર્થ કર્યો. “વત્સવિતું નો આ એક બીજો અર્થ – ‘અભ્યાસવાને’. ‘નયિતું નો અર્થ એવો છે. અભ્યાસ કે અનુભવ. આહાહા.! “નિજજ્ઞાનની કળાના બળથી.' નિજજ્ઞાનના અનુભવના બળથી આ પદને અનુભવવા લાયક છે. આહાહા...! જગત.” જગત એટલે જગતમાં રહેલા જીવો, એમ. હે જીવો! જગત કહીને સમસ્ત જીવને કહે છે. આહાહા...! તમે બધા ભગવાનઆત્મા છો ને! આહાહા...! હે જીવો! સતત Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ પ્રયત્ન કરો. આહાહા! નિરંતર સ્વભાવસભુખ પ્રયત્ન કરો. સ્વભાવથી વિમુખનો પ્રયત્ન છોડી દ્યો. આહાહા.! અંતર ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ, તેનો સતતં-નિરંતર–વતતાં “યતતા' (અર્થાતુ) યત્ન કરો. યત્ન કરો એટલે પ્રયત્ન કરો. આહાહા.! નિજસ્વરૂપમાં પ્રયત્નો નિજ બોધ અંદર. આહાહા.! અરે.ત્યારે કોઈ કહે કે, ક્રમબદ્ધમાં થાય છે એમાં નિજ પ્રયત્ન અમારે શું કરવો? પણ એ ક્રમબદ્ધના નિર્ણયમાં એ નિજકળાનો અનુભવ થાય છે. સમજાણું? કેમકે ક્રમબદ્ધનો નિર્ણય કરવા જાય છે ત્યારે અકર્તાપણાની, જ્ઞાતાપણાની પરિણતિ પ્રગટ થાય છે. સમજાણું? આ પ્રયત્ન કરો (એમ કહો છો તો) ક્રમબદ્ધ વિના અમારો પ્રયત્ન કેમ ચાલશે? એમ કોઈ પ્રશ્ન કરે તો કહે છે), સાંભળ તો ખરો! આહાહા! જેને ક્રમબદ્ધનો અનુભવ થયો તેને તો જ્ઞાતા-દષ્ટાનો અનુભવ થયો. તેને કહે છે કે, સતત ક્રમબદ્ધ પર્યાયના ક્રમનું લક્ષ છોડી, જ્ઞાતાનો અનુભવ કર. આહાહા...! જગતના પ્રાણીઓ. જગત એટલે એ. હે જગતના પ્રાણીઓ પહેલા એક કળશ આવી ગયો છે. જગત એટલે જગતના પ્રાણીઓ. “સતતં આહાહા...! પ્રભુ! તને અંતરાય ન પડે તેમ “સતત'. સ્વભાવ સન્મુખની દશા “સતત પ્રગટ કરો. આહાહા...! પંચમઆરાના પ્રાણીને કહે છે, પંચમઆરાના શ્રોતાને કહે છે. અપ્રતિબદ્ધ છે તેને કહે છે. આહાહા...! કેટલાક કહે છે કે, આ સમયસાર તો મુનિને માટે છે. અહીં તો જેને અનુભવ નથી એવાને કહે છે. એમાં આ ક્યાં મુનિને માટે છે એમ આવ્યું) આહાહા.! વાસ્તવિકમાં પરની મીઠાશ ખસતી નથી ને એટલે આ વાત એમ કે મુનિને માટે છે, અમારે માટે નહિ. અરે.! પણ સાંભળ તો ખરો, આ શું કહે છે? જગતના જીવો (કહીને) આખો બધો સમૂહ લીધો અને તેય વર્તમાન પંચમઆરાના પ્રાણીને કહે છે. કહેનારા સંત પંચમઆરાના છે. છે? એ પંચમઆરાના શ્રોતાને કહે છે. આહા...! તો થઈ શકે છે તો કહે છે કે નહિ? આહાહા..! તો થઈ શકે છે તેને કહે છે અને થઈ શકે છે, એમ કહે છે. આહાહા..! ઓહોહો! શું ગંભીર! વાણીની ગંભીરતા! પંચમઆરાના “અમૃતચંદ્રાચાર્ય તો હજાર વર્ષ પહેલા થયા. આ કળશ, ટીકા(ના રચનારા). હજાર વર્ષ પહેલા (થયા). પંચમઆરાના કેટલા વર્ષ નીકળી ગયા? અઢી હજાર. પંદરસો વર્ષ પછી શ્રોતાને કહે છે. આહાહા..! આત્મા છે તેને આવું થઈ શકે છે. આત્મા છે એમ જેને પ્રતીતમાં આવ્યું તો તેને આવો અનુભવ થઈ શકે છે. આહાહા...! સતત વયિતું (અર્થાતુ) અનુભવ કરો. આહાહા.! “યિતું એટલે હૂં નધિતું ‘અભ્યાસવાને નિત્ સતત યતતi] નિરંતર પ્રયત્ન કરો. આહાહા.! પ્રભુ! પણ ક્રમબદ્ધમાં હશે કે નહિ અને આપ આ કહો છો. અરે...! સાંભળ તો ખરો પ્રભુ! એ કમબદ્ધમાં તારી પર્યાય આવવાની છે. તારી દૃષ્ટિ અંદરમાં જવાથી નિર્મળ પર્યાય પ્રગટ થશે. એ ક્રમબદ્ધમાં Page #229 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૪૩ ૨૧૫ ક્રમબદ્ધનું કાર્ય અકર્તાપણું અથવા જ્ઞાતા-દૃષ્ટાના પરિણામ એ ક્રમબદ્ધનું ફળ છે. આહાહા...! એ કેટલાક એમ કહે છે, ક્રમબદ્ધ છે તો આપણે શું કરીએ? હે ભગવાન! એમ ન લે. ક્રમબદ્ધમાં ક્રમબદ્ધની પર્યાયનો જ્યારે નિર્ણય પ્રયત્નથી કરે છે તો અકર્તાપણું ઉત્પન્ન થાય છે. અકર્તાપણું ઉત્પન્ન થાય છે ત્યાં જ્ઞાતા-દષ્ટાના પરિણામ ઉત્પન્ન થાય છે. એ જ્ઞાતાનું પરિણમન થાય છે એ અનુભવથી થાય છે. આહાહા...! આવો માર્ગ. આહાહા..! અરે..રે...! સાંભળવા મળે નહિ અને કેટલા બિચારા મનુષ્યપણા ચાલ્યા ગયા. હું આહાહા..! જુઓ! ‘અમૃતચંદ્રાચાર્ય' (કહે છે), “ર્મપુર સર્વ ક્રિયાકાંડથી દુર્લભ એટલે તેનાથી) પ્રાપ્ત ન થાય અને આ અભ્યાસથી સતત પ્રયત્ન કરો તો પ્રાપ્ત થાય છે. આહાહા...! અસ્તિનાસ્તિ કરી. રાગની લાખ, કરોડ ક્રિયા તું અનંત કર તેનાથી “કુરાસ તેનાથી આત્મા પ્રાપ્ત થતો નથી, તેનાથી ધર્મ થતો નથી અને અંતર ભગવાનઆત્માના “યિતું અંતરના અભ્યાસ અને અનુભવથી હે જગતના જીવો! સતત પ્રયત્ન કરો, પ્રાપ્તિ થશે જ. આહાહા...! સમજાણું? આહાહા...! આ શ્લોક તો જુઓ! એક એક શ્લોકે કમાલ કરી નાખી છે! હૈ? આહાહા...! દિગંબર સંતોની વાણી (તેનો) પોતાની કલ્પનાથી અર્થ કરે પણ અંદર શું કહે છે? આહાહા...! મુનિઓનો પોકાર શું છે? (‘સમયસાર) ૩૮ ગાથામાં અને (‘પ્રવચનસાર) ૯૨ ગાથામાં તો એમ કહ્યું કે, પંચમઆરાના શ્રોતાને પંચમઆરાના સંત કહે છે, અપ્રતિબુદ્ધને પ્રતિબદ્ધ સમજાવે છે તો એમ સમજી જાય છે અને એવા જ્ઞાન, દર્શન પ્રગટ) થાય છે કે કયારેય પડે નહિ એવા જ્ઞાન, દર્શન તેને ઉત્પન્ન થાય છે. પંચમ આરાના પ્રાણીને એમ કહે છે અને એ સાંભળનાર પ્રાણી પોતાના અનુભવથી એમ કહે છે કે, મને જે અનુભવ થયો, મને જે આ સમ્યગ્દર્શન થયું, હવે ક્યારેય મિથ્યાત્વ નહિ આવે. અમે પંચમઆરાના પ્રાણી, તમે એમ કહો છો તો અમે પંચમઆરામાં નથી, અમે તો અમારા સ્વકાળના આત્મા છીએ. આહાહા.! સમજાણું? આહાહા.! બહુ ગંભીર છે. વર્મપુર સર્વ “ફન-વધિ-વના-સુનમ વિન નિશ્ચય. આહાહા.! રાગની ક્રિયાથી પ્રાપ્ત થતો નથી અને સ્વભાવના અનુભવથી પ્રાપ્ત થાય છે, સહજ સ્વભાવથી પ્રાપ્ત થાય છે. કળશટીકાકારે કરી લીધું છે કે, સહજસાધ્ય છે, યત્નસાધ્ય નથી. અહીં તો યત્ન લીધો. ત્યાં એને કાળલબ્ધિ ઉપર વજન દેવું છે. પણ અહીં તો વાસ્તવિક કાળલબ્ધિ (એટલે) કાળલબ્ધિની ધારણા કરી લીધી એ નહિ. તને તો ખબર નથી કાળલબ્ધિ કોને કહે છે? કાળલબ્ધિમાં પ્રાપ્ત થાય છે તેનું જ્ઞાન કોને થયું કે જેણે પોતાનો પ્રયત્ન કર્યો તો એને ખ્યાલમાં આવ્યું કે મારી કાળલબ્ધિ પાકી ગઈ. તેને કાળલબ્ધિનું યથાર્થ જ્ઞાન થયું. તેનો પુરુષાર્થ યથાર્થ થયો, તેનો સ્વભાવ પણ યથાર્થ થયો, તેનું ભવિતવ્ય ભાવ જે થવાવાળો હતો તે પણ યથાર્થ થયો. આહા! અને કાળલબ્ધિ પણ પાકી ગઈ એમ જ્ઞાનમાં આવી Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ગયું. આહાહા.! સમજાણું? અહીં એમ નથી કહ્યું કે, તારી કાળલબ્ધિ પાકશે ત્યારે થશે. ઈ કાળલબ્ધિનું જ્ઞાન પણ ત્યારે થશે. અંતર પુરુષાર્થથી સ્વભાવ તરફ પ્રયત્ન કરશે તો પર્યાયમાં તારી કાળલબ્ધિ પાકી ગઈ. સ્વભાવ સન્મુખનું એક કારણ જ્યાં પ્રાપ્ત કર્યું તો બધા કારણ એકસાથે આવી જાય છે. સમજાણું? આહાહા...! ભાવાર્થ :- “સર્વ કર્મને છોડાવીને...” “કર્મ શબ્દ શુભભાવ. શુભભાવરૂપી કાર્ય. દયા. દાન, વ્રત, ભક્તિ, પૂજા. કર્મો એટલે જડકર્મ નહિ તેમ અહીંયાં અશુભભાવ પણ નહિ. અહીં અશુભભાવથી તો છૂટ્યો છે, શુભભાવ આવ્યો છે. સમસ્ત શુભભાવના કાર્યને છોડાવીને જ્ઞાનકળાના બળ વડે જ.' ભગવાન આત્માના સ્વભાવની એકાગ્રતાની કળા નામ બળ દ્વારા જ. આહાહા...! વીર્ય પણ આવી ગયું. જ્ઞાનકળાના બળના વીર્ય દ્વારા જ, બળ દ્વારા જ “જ્ઞાનનો અભ્યાસ કરવાનો.' ભગવાન આત્માનો અંતરમાં અભ્યાસ કરવાનો “આચાર્યદેવે ઉપદેશ કર્યો આચાર્યદેવ ભગવાન સંત મુનિ “અમૃતચંદ્રાચાર્ય'. કુંદકુંદાચાર્યને આમ કહેવું છે એમ ટીકામાં લખ્યું છે. આહા...! કારણ કે પાઠ એમ છે ને? “તે નિષ્ફ ળિયમેવું ગ્રહણ કર (એમ) કુંદકુંદાચાર્ય' કહે છે. તારાથી ગ્રહણ નહિ થાય એમ ક્યાં કહ્યું છે? હેં? “કુંદકુંદાચાર્ય કહે છે, “IMUT વિરી પર્વ પર્વ વ૬ વિ નહતા લાખ, કરોડ ક્રિયાકાંડથી પણ એ પ્રાપ્ત થતો નથી. “નિષ્ફ ળિયમેવું ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ “રૂટું અંદર પ્રત્યક્ષ છે તેને ગ્રહણ કર. આહાહા...! સમજાણું? અલૌકિક વાતું છે, બાપુ આ તો વીતરાગના ઘરની વાત છે, બાપા! આહાહા.. તે ળિખું ળિયમે નિશ્ચયને ગ્રહણ કર, એમ કહે છે. ભગવાન આત્મા પૂર્ણાનંદ સ્વરૂપે બિરાજે છે, વિદ્યમાન છે. બેનના (વચનામૃતમાં એક શબ્દ આવ્યો છે, નહિ? જાગતો જીવ ઊભો છે, ક્યાં જાય? ધ્રુવ ચૈતન્યમૂર્તિ વિદ્યમાન પ્રભુ છે તે ક્યાં જાય? શું એ પર્યાયમાં આવે? શું એ રાગમાં આવે? કયાં જાય? આહાહા.! જાગતો જ્ઞાયકભાવ ઊભો નામ ધ્રુવ. જાગતો નામ જ્ઞાયકભાવ ઊભો નામ ધ્રુવ. હિન્દીમાં એનો વિદ્યમાન અર્થ કર્યો છે. જાગતો જીવ વિદ્યમાન છે, એવો અર્થ કર્યો છે. હિન્દી. બેન'ના વચનનું હિન્દી થયું છે ને? એમાં ‘ઊભો છે” એનો અર્થ વિદ્યમાન (કર્યો છે). જાગતો જીવ વિદ્યમાન છે એટલું લીધું છે. ખબર છે. અહીં જાગતો જીવ ઊભો છે. ઊભો છે, વિદ્યમાન પડ્યો છે, પ્રભુ! આહાહા...! કયાં જાય? જરૂર પ્રાપ્તિ થશે. આહાહા...! અહીં નપુંસકના કામ નથી, કહે છે. આ તો પુરુષના કામ છે. પુરુષ એને કહીએ, પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં આવે છે, પુરુષાર્થસિદ્ધિ ઉપાય', પુરુષ એને કહીએ કે ચેતનામાં સૂવે અને ચેતનામાં રમે એનું નામ પુરુષ. બાકી રાગમાં રમે એ નપુંસક, પાવૈયા, હીજડા છે. આહાહા...! “અમૃતચંદ્રાચાર્યનો કળશ છે એમાં પુરુષાર્થ કેમ કહ્યું? પુરુષાર્થસિદ્ધિ. કે Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૪૩ ૨૧૭ પુરુષ પોતાના ચેતનમાં સ્થિતિ (કરે) એ પુરુષાર્થ. પોતાના આનંદમાં, ચેતનામાં સૂવે, ૨મે એ પુરુષ (છે), બાકી રાગમાં રમે એ પુરુષ નહિ. આહાહા..! પંડિતજી! આવી વાતું છે. આહાહા..! જ્ઞાનની ‘કળા’ કહેવાથી એમ સૂચન થાય છે કે ઃ– જ્યાં સુધી પૂર્ણ કળા (કેવળજ્ઞાન) પ્રગટ ન થાય... જુઓ! કેવળજ્ઞાન પણ એક કળા છે. છે? જ્યાં સુધી પૂર્ણ (કેવળજ્ઞાન)...’ ‘કળા’ શબ્દે પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી જ્ઞાન હીનકળાસ્વરૂપ-મતિજ્ઞાનાદિરૂપ છે;.' ત્યાં સુધી સમ્યજ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનરૂપી કળા છે. આહાહા..! પૂર્ણ કળા કેવળજ્ઞાન. એ કળા પ્રગટ ન થાય ત્યાં સુધી મતિશ્રુતજ્ઞાનાદિરૂપ છે;.' તે હીનકળારૂપ કળા છે. એ અનુભવ અલ્પ છે, હીણો છે. આહાહા..! જ્ઞાનની તે કળાના આલંબન વડે...' આહાહા..! જ્ઞાનની તે કળાના આલંબન વડે જ્ઞાનનો અભ્યાસ કરવાથી... અંદર એકાગ્રતા કરવાથી કેવળજ્ઞાન...” કળા ‘અર્થાત્ પૂર્ણ કળા પ્રગટે છે.' આહાહા..! મોક્ષની ઇચ્છા કહ્યું તો એ કેવળજ્ઞાન લીધું. એ કેવળજ્ઞાનની કળાની પ્રાપ્તિ થાય, એ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનની હીનકળાથી એ અતિ પૂર્ણ કળા પ્રાપ્ત થશે. બીજ ઊગી એ પૂનમ લાવશે. આહાહા..! બીજનો પ્રકાશ જે છે એ જ પૂનમનો પ્રકાશ લાવશે. એમ મતિ, શ્રુત કળા છે એ જ કેવળજ્ઞાનની કળા પ્રગટ કરવાને લાયક છે. આહાહા..! ‘ધવલ’માં તો ત્યાં સુધી કહ્યું છે કે, જ્યારે આત્મામાંથી મતિ, શ્રુતજ્ઞાન થયું એ મતિજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે. આહાહા..! એવો પાઠ છે. હે ભાઈ! આ માર્ગ ક્યાં છે? એમ માણસને બોલાવે ને? એમ આ કેવળજ્ઞાનને મતિજ્ઞાન બોલાવે છે, આવ.. આવ.. આવ.. આવ. અલ્પકાળમાં કેવળજ્ઞાન આવો, હું તને પોકાર કરું છું, બોલાવું છું આહાહા..! અથવા હું તને સંભારું છું. હૈં? તને કેવળજ્ઞાનને હું સંભારુ છું. મતિજ્ઞાનમાં કેવળજ્ઞાનને સંભારે છે. આહાહા..! અલ્પકાળમાં કેવળજ્ઞાન (થશે). આહાહા..! પંચમઆરાના પ્રાણીઓનો પોકાર તો જુઓ! આહાહા..! એ મતિજ્ઞાનની હીનકળાથી કેવળજ્ઞાનની કળા, પૂર્ણ કળા પ્રગટ થાય છે. એ પૂર્ણ કળા કહો કે મોક્ષ કહો, મોક્ષ કહો કે કેવળજ્ઞાન કહો. આહાહા..! મોક્ષની પૂર્ણકળા મતિજ્ઞાનાદિની હીનકળાથી પ્રાપ્ત થાય છે, રાગથી નહિ, એમ અહીંયાં કહેવું છે. રાગની ક્રિયાકાંડથી એ કળા પ્રાપ્ત થતી નથી. કારણ કે રાગકળા એ તેની જ્ઞાનકળા છે જ નહિ. એ તો અંધકારની કળા છે. આહાહા..! એ તારી ચીજમાં ભલે હીનાધિક હો, મતિશ્રુત હીનકળા સ્વરૂપ હો, પણ તેનાથી કેવળજ્ઞાનની કળા પ્રાપ્ત થશે. અર્થાત્ એ મતિ, શ્રુતજ્ઞાનની પર્યાયથી મોક્ષ પ્રાપ્ત થશે. મોક્ષ નામ કેવળજ્ઞાન. તારા રાગ ને ક્રિયાથી, કર્મકાંડથી તો પ્રાપ્ત નહિ થાય. વિશેષ કહેશે... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ!) - Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ (ગાથા-૨૦૬) વિષ્ય - एदम्हि रदो णिच्चं संतुट्ठो होहि णिच्चमेदम्हि । एदेण होहि तित्तो होहदि तुह उत्तमं सोक्खं ।।२०६।। एतस्मिन् स्तो नित्यं सन्तुष्टो भव नित्यमेतस्मिन् । एतेन भव तृप्तो भविष्यति तवोत्तमं सौख्यम् ।।२०६।। एतवानेव सत्य आत्मा यावदेतज्ज्ञानमिति निश्चित्य ज्ञानमात्र एव नित्यमेव रतिमुपैहि। एतावत्येव सत्याशी: यावदेतज्ज्ञानमिति निश्चित्य ज्ञानमात्रेणैव नित्यमेव सन्तोषमुपैहि । एतावदेव सत्यमनुभवनीयं यावदेतज्ज्ञानमिति निश्चित्य ज्ञानमात्रेणैव नित्यमेव तृप्तिमुपैहि । अथैवं तव नित्यमेवात्मरतस्य, आत्मसन्तुष्टस्य, आत्मतृप्तस्य च वाचामगोचरं सौख्यं भविष्यति। तत्तु तत्क्षण एव त्वमेव स्वयमेव द्रक्ष्यसि, *मा अन्यान् प्राक्षीः । હવેની ગાથામાં આ જ ઉપદેશ વિશેષ કરે છે : આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો! ઉત્તમ થશે. ૨૦૬. ગાથાર્થ - હે ભવ્ય પ્રાણી ) તું | મન ] આમાં જ્ઞાનમાં) [ નિત્યં ] નિત્ય [ રત: ] રત અર્થાત્ પ્રીતિવાળો થા, [ તરિઝન: ] આમાં [ નિત્ય ] નિત્ય [ સંતુષ્ટ: મવ ] સંતુષ્ટ થા અને [ સ્તન ] આનાથી [ તૃપ્ત: મ ] તૃપ્ત થા; (આમ કરવાથી) [ તવ] તને [ ઉત્તમ સૌરધ્યમ્ ] ઉત્તમ સુખ [ ભવિષ્યતિ ] થશે. ટીકા - હે ભવ્ય !) એટલો જ સત્ય (પરમાર્થસ્વરૂપ) આત્મા છે જેટલું આ જ્ઞાન છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રમાં જ સદાય રતિ (પ્રીતિ, રુચિ) પામ; એટલું જ સત્ય કિલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદાય સંતોષ પામ; એટલું જ સત્ય અનુભવનીય અનુભવ કરવાયોગ્ય) છે જેટલું આ જ્ઞાન છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદાય તૃપ્તિ પામ. એમ સદાય આત્મામાં રત, આત્માથી સંતુષ્ટ અને આત્માથી તૃપ્ત એવા તને વચનથી અગોચર એવું સુખ થશે; અને તે સુખ તે ક્ષણે જ તું જ સ્વયમેવ દેખશે, બીજાઓને ન પૂછ. (તે સુખ પોતાને જ અનુભવગોચર છે, બીજાને શા માટે પૂછવું *મા અચાનું પ્રાણી (બીજાઓને ન પૂછ)નો પાઠાન્તર – માતિપ્રાણીઃ (અતિ પ્રશ્નો ન કરો. Page #233 -------------------------------------------------------------------------- ________________ ગાથા–૨૦૬ ૨૧૯ પડે ) ભાવાર્થ - જ્ઞાનમાત્ર આત્મામાં લીન થવું, તેનાથી જ સંતુષ્ટ થવું અને તેનાથી જ તૃપ્ત થવું એ પરમ ધ્યાન છે. તેનાથી વર્તમાન આનંદ અનુભવાય છે અને થોડા જ કાળમાં જ્ઞાનાનંદસ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આવું કરનાર પુરુષ જ તે સુખને જાણે છે, બીજાનો એમાં પ્રવેશ નથી. પ્રવચન નં. ૨૮૬ ગાથા-૨૦૬, શુક્રવાર, શ્રાવણ વદ ૧૦, તા. ૧0૮-૧૯૭૯ “સમયસાર ૨૦૬ ગાથા. ‘હવેની ગાથામાં આ જ ઉપદેશ વિશેષ કરે છે : एदम्हि रदो णिच्चं संतुट्ठो होहि णिच्चमेदम्हि । एदेण होहि तित्तो होहदि तुह उत्तमं सोक्खं ।।२०६।। આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે. ૨૦૬. હે ભવ્યા)' તું આમ કર, એમ પાઠમાં કીધું ને? તો હે ભવ્ય કાર્યું છે. તું આમ કર, એમ કહ્યું છે ને? તો હે ભવ્ય આહા.! “આટલો જ સત્ય –પરમાર્થસ્વરૂ૫) આત્મા છે.” આટલો જ પરમાર્થ – પરમસ્વરૂપ આત્મા છે જેટલું આ જ્ઞાન છે. આત્મા જ્ઞાનપ્રમાણ, જ્ઞાન આત્માપ્રમાણ. આત્મા જ્ઞાનપ્રમાણ અને જ્ઞાન (આત્માપ્રમાણ). આત્મા જ્ઞાનપ્રમાણ અને દર્શન પ્રમાણ આદિ છે. અને જ્ઞાનપ્રમાણ આત્મા. આત્મા આમ લઈએ તો જ્ઞાનપ્રમાણ, દર્શન પ્રમાણ, આનંદપ્રમાણ. પણ આમ લઈએ તો જ્ઞાન આત્માપ્રમાણ. જેટલું અંદર જ્ઞાન છે એટલો આત્મા (છે). જેટલા અંદર દયા, દાન, વ્રતાદિ વિકલ્પ ઉઠે છે એ આત્મા નહિ. આહાહા...! એ જ્ઞાનસ્વરૂપ ચૈતન્યસૂર્ય ચૈતન્યના પ્રકાશથી પ્રકાશતો ભગવાન આત્મા એટલો એ આત્મા છે કે જેટલું આ જ્ઞાન છે. આહા...! એમ નિશ્ચય કરીને જ્ઞાનસ્વરૂપ આત્મા છે, એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રમાં જ સદાય રતિ...” જ્ઞાનમાત્ર ભગવાનઆત્મા એ જ્ઞાનમાત્રમાં જ. નિશ્ચય કર્યું. એ “જ્ઞાનમાત્રમાં જ સદાય...' સદાય. આહાહા.! “રતિ પ્રીતિ, રુચિ) પામ;” પ્રાપ્ત કરી. આહા...! ત્યાં તને ભગવાન મળશે, કહે છે. આહાહા...! આત્મા જ્ઞાનપ્રમાણ તો જ્ઞાન તે આત્મા, એમ નિશ્ચય કરીને તેમાં રુચિ કર, પ્રેમ કર, રતિ કર. આહાહા...! પ્રીતિ કર. આ વાત છે. બાકી થોથાં છે. દુઃખી દુઃખી છે. આહાહા.! રાગમાં આવે એ પણ દુઃખી છે. આહાહા.! એ જ્ઞાનમાત્ર એટલો આત્મા છે, એમ નિશ્ચય કરીને. આ નિર્ણય કરી જ્ઞાનમાત્રમાં Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ રતિ, પ્રીતિ કર. રાગ અને પુણ્ય, નિમિત્તની પ્રીતિ છોડી દે એમ નાસ્તિથી ન કહ્યું, અસ્તિથી કહ્યું. આ છોડી દે, એમ ન કહ્યું. આમાં પ્રીતિ કર એટલે એ છૂટી જાય છે. આહાહા..! આવું આકરું. એ જ્ઞાનમાત્રમાં જ...’ રાગનો વિકલ્પ ઉઠે એ કંઈ આત્મા નથી, એ તો અનાત્મા છે, અજીવ છે. દયા, દાનનો વિકલ્પ ઉઠે ભક્તિ, પૂજા(નો) એ વિકલ્પ તો અજીવ છે, એ જીવ નહિ, પ્રભુ! આહાહા..! ‘જ્ઞાનમાત્રમાં જ...’ આત્મા આટલો છે એમ નિશ્ચય કરીને એટલામાં જ્ઞાનમાત્રમાં તું પ્રીતિ કર. અસ્તિથી વાત કરી. રાગની પ્રીતિ છોડી દે ને નિમિત્તની પ્રીતિ (છોડી દે). દેવગુરુ-શાસ્ત્ર એમ કહે છે. આહાહા..! દેવ-ગુરુ ને શાસ્ત્ર એમ કહે છે કે, તું જ્ઞાનમાત્ર છો ત્યાં પ્રીતિ કર, અમારી પ્રીતિ છોડી દે. આહાહા..! તારો ભગવાન ચૈતન્ય શીતળચંદ્ર છે). જેમ શીતળ એવા અનંત ચંદ્રની શીતળતા (હોય) પણ એ શીતળતાની જડની છે. આ તો શાંત ચૈતન્ય ચંદ્રમાની શીતળતા શાંતિ, એ શાંતિથી ભરેલો છે. જ્ઞાનથી એમ જ્ઞાનપ્રધાન કથન છે. એથી આત્મા તે જ્ઞાનપ્રમાણ, એમ નિશ્ચય કરીને. આત્મા તે આનંદપ્રમાણ, આત્મા તે શાંતિપ્રમાણ, આત્મા તે વીતરાગ સ્વભાવ પ્રમાણ. આહાહા..! એમ નિશ્ચય કરીને. જ્ઞાનપ્રધાનથી કથન છે. આહાહા..! ‘સદાય...' નિશ્ચય કરીને કરવું શું? જ્ઞાનમાત્રમાં જ સદાય...’ અંતર પ્રેમ કર. આહાહા..! દૃષ્ટિના ધ્યેયમાં જ્ઞાનમાત્ર આત્મા લગાવ, ત્યાં પ્રીતિ કર, ત્યાં રતિ કર. આહાહા..! ત્યાં રુચિ કર. બીજો બોલ. તેટલું જ સત્ય કલ્યાણ છે...’ પહેલું (એમ કહ્યું), આટલો જ સત્ય આત્મા છે, એમ કહ્યું હતું. કે જેટલું જ્ઞાન છે. હવે (કહે છે), એટલું જ સત્ય કલ્યાણ છે... આહાહા..! ‘એટલું જ સત્ય કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે...' જેટલું જ્ઞાન છે તેટલું જ કલ્યાણ છે. અંદર સ્વરૂપ, કલ્યાણ સ્વરૂપ, એ જ્ઞાનસ્વરૂપ (છે) એ કલ્યાણસ્વરૂપ છે. આહાહા..! તારે કલ્યાણ કરવું હોય તો કલ્યાણસ્વરૂપી આત્મા છે. આહાહા..! સત્ય કલ્યાણ એટલું છે જેટલું આ જ્ઞાન છે. એ જ્ઞાન કલ્યાણ સ્વરૂપ છે એમ નિશ્ચય કરીને...’ ઓહો..! એમ નિર્ણય કરીને જ્ઞાનમાત્રથી જ...' આત્મા એટલું કલ્યાણ છે કે જેટલું જ્ઞાન છે. આહાહા..! એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ...’ એકાંત, સમ્યક્ એકાંત (કર્યું). સદાય સંતોષ પામ;...' કોઈ સમયે પણ રાગમાં આવીને સંતોષ ન કર. આહાહા..! ત્યાં સંતોષ નથી. કલ્યાણ સ્વરૂપ ભગવાનઆત્મા જેટલું જ્ઞાનસ્વરૂપ (છે) એમ નિર્ણય કરીને સદાય સંતોષ પામ;...’ એ સંતોષ, હોં! બહારના પચીસ લાખમાંથી પાંચ લાખ ઘટાડ્યા માટે સંતોષ, એ સંતોષ નહિ. આહાહા..! ‘સંતોષ પામ;..’ કાર્ય. આહાહા..! સંતોષ.. સંતોષ, આનંદની દશાની પ્રાપ્તિમાં સંતોષ. આહા..! પ્રાપ્ત કર. ગાથા બહુ સરસ છે. ૨૦૬ માખણ છે, બાપા! એ વાંચન ને શ્રવણ ને મનનમાં પણ Page #235 -------------------------------------------------------------------------- ________________ ગાથા૨૦૬ ૨૨૧ વિકલ્પ ઉઠે છે એ આત્મા નહિ આહાહા.! એટલો આત્મા કે જેટલું જ્ઞાન, એટલો આત્મા કે જેટલું કલ્યાણ. જેટલું જ્ઞાન એટલું કલ્યાણ, ત્રિકાળ. આહાહા...! અહીંયાં તો પર્યાય ઉપરથી દૃષ્ટિ છોડી દે જ્ઞાનમાત્ર ત્રિકાળ (છે) ત્યાં રતિ કર, સંતોષ કર. આહાહા.! એ કલ્યાણ ત્યાં છે. આહાહા.! એટલું જ સત્ય અનુભવનીય છે. આહાહા.! અસ્તિથી વાત કરી. દયા, દાન, વ્રતાદિના વિકલ્પનો અનુભવ કરવા લાયક નથી. એ તો રાગનું વેદન છે. આહા.! પરમસત્ય આ છે. લોકોને (કઠણ) લાગે, અભ્યાસ નહિ, અંતર ચીજની મહિમા નહિ. અંદર પ્રભુ કોણ છે? પ્રભુ તો એમ કહે છે કે, તારી પ્રભુતામાં તું પ્રીતિ કર. તારા જ્ઞાનસ્વભાવમાં પ્રીતિ, સંતોષ ત્યાં કર. તારું કલ્યાણ ત્યાં છે. આહાહા.મારી સામું જોઈશ તો પ્રભુ તને રાગ થશે, પ્રભુ એમ કહે છે. આહા...! તારો ભગવાન આત્મા એટલો જ સંતોષ કરવા લાયક છે અને એટલો જ અનુભવ કરવા લાયક છે, જુઓ! ‘એટલું જ સત્ય.” આહાહા.! બાકી વ્યવહાર રત્નત્રય આદિનો વિકલ્પ પણ અસત્ય છે. આહા.! બહુ ઝીણું, આકરું. માણસને ફુરસદ નહિ અને પોતાની ચીજની કેટલી મહત્તા છે. મહાન શક્તિઓનો ભંડાર ભગવાન... આહાહા...! એવો હીરો ક્યાંય છે નહિ. હું જ હીરો છું. લ્યો, વળી તમારો હીરો આવ્યો. આહાહા...! જ્ઞાનપ્રમાણ આત્મા (છે). એ પહેલા એકવાર પ્રવચનસારમાં આવી ગયું છે. આત્મા જ્ઞાનપ્રમાણ, જ્ઞાન શેયપ્રમાણ, શેય લોકાલોક પ્રમાણ. ભગવાન આત્મા જ્ઞાનપ્રમાણ, જ્ઞાન શેયને પૂર્ણ જાણે એવા શેયપ્રમાણ, શેય લોકાલોક પ્રમાણ. આહાહા...! લોકાલોકને જાણે તેવો જ્ઞાનપ્રમાણ આત્મા છે. એ તો પર્યાયમાં, હોં! વસ્તુ તો ત્રિકાળ છે. આહાહા...! “એટલું તો સત્ય...” બાકી રાગાદિ તો અસત્ય છે). આહા.... દેવ-ગુરુ, ધર્મ એમ કહે કે, તું એટલો સત્ય છો. એ પરમાર્થસ્વરૂપ સત્ય એ અનુભવ કરવા યોગ્ય છે. આહા...! દેવ, સર્વજ્ઞ પરમાત્મા પરમગુરુ, સર્વજ્ઞદેવ પરમગુરુ એમ કહે છે કે, પ્રભુ! એટલું સત્ય અનુભવ કરવા લાયક છે, જેટલો તું જ્ઞાનપ્રમાણ છો. આહાહા...! મારા તરફનું લક્ષ કરીને પણ અનુભવ કરવા લાયક તું નથી. અરે.! આવી વાત છે વીતરાગની, ભાઈ! આહાહા...! પરમાત્મા ત્રિલોકનાથ તીર્થકર અને એના સંતો, કેવળજ્ઞાનના કેડાયતો, એ એમ કહે છે કે, પ્રભુ! એટલું સત્ય અનુભવ કરવા લાયક છે. અમારી તરફ જોઈને અનુભવ કરવા લાયક નથી. આહા...! તારો આત્મા જ્ઞાનપ્રમાણ છે એટલો અનુભવ કરવા યોગ્ય છે કે જેટલું આ જ્ઞાન છે. આહાહા...! ત્રિકાળ જ્ઞાન છે એ જ અનુભવ કરવા લાયક છે. આહાહા...! આ સંસારના કામ કે દિ કરવા? આહા! ભાઈ! તું તો શેયનો જ્ઞાતા છો ને નાથી એ શેયના કાર્ય કરું એવો તું નથી. એ શેયનો વ્યવહાર જ્ઞાતા છો. આહાહા...! નિશ્ચયથી તો તું તારી પર્યાયનો Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ અને દ્રવ્ય-ગુણનો જ્ઞાતા છો. વ્યવહારથી પરનો, પરણેયનો જ્ઞાતા (કહેવાય) પણ એ શેયનું હિત કરવા લાયક છે અને એ શેયથી આત્માને લાભ થાય છે, એવી ચીજ નથી. આહાહા...! શેયને જાણનારો જ્ઞાનસ્વરૂપ ભગવાન. એ જ્ઞાન આ શાસ્ત્રજ્ઞાન નહિ. જેનો સ્વભાવ જ્ઞાનસ્વભાવ. ચૈતન્યપ્રકાશ સ્વભાવ આત્મા, એટલું અનુભવ કરવા લાયક છે. સમજાણું? આહાહા...! આવી વાત છે. - આ એકાંત લાગે પણ એકાંત જ છે. જ આવ્યો ને? (એટલે) સમ્યફ એકાંત. આહાહા...! નિશ્ચયનય સમ્યક એકાંત છે. અને સમ્યકુ એકાંતના હિત માટે પ્રગટ થયેલી દશા, પછી ઇ દશા રાગાદિ પર્યાયને જાણે એ અનેકાંત છે. આહા...! “શ્રીમમાં આવે છે ને? “અનેકાંત પણ સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય પ્રકારે હિતકારી નથી.” પ્રભુ! આહાહા...! “શ્રીમદ્ કહે છે. અનેકાંત પણ; પર્યાય છે, ગુણભેદ છે, રાગ છે એ અનેકાંત પણ સમ્યક એકાંતની નિજપદની પ્રાપ્તિ સિવાય એ અનેકાંત પણ હિતકારી નથી. આહાહા...! અરેરે...! આવું સાંભળવા મળવું મુશ્કેલ પડે. મહા પુણ્યનો યોગ હોય તો તો એ સાંભળવા મળે છતાં એ કહે છે કે, સાંભળવા મળ્યું, એ સાંભળવાનો વિકલ્પ આવ્યો એ અનુભવ કરવા લાયક નથી. આહાહા...! એટલું જ સત્ય અનુભવનીય છે (અનુભવ કરવાયોગ્ય) છે જેટલું આ જ્ઞાન છે.” ત્રિકાળ સ્વભાવ. ‘એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદાય.” જુઓ! જ્ઞાનમાત્રથી “જ” સદાય (એમ કહીને) સમ્યક એકાંત કર્યું છે. સદાય... સદાય. આહાહા...! કોઈ ક્ષણમાં પણ રાગનો અનુભવ કરવા લાયક નથી. આહા...! રાગ આવે છે પણ અનુભવ કરવા લાયક તો આ ચીજ છે. જ્ઞાનમાત્રથી જ સદાય તૃપ્તિ પામ.' તૃપ્તિ. તૃપ્તિ. તૃપ્તિ. આહાહા.! જેમ સુધા બહુ લાગી હોય અને પછી ચૂરમાના લાડવા ને પતરવેલિયા ને ભજીયા (ખાય તો) તૃપ્તિ. તૃપ્તિ. તૃપ્તિ (થાય). આહાહા.! હેં? મુમુક્ષુ :- થોડીવાર પછી. ઉત્તર :- એ તો થોડીવાર થાય ત્યાં ઝાડા થઈ જાય. આહાહા...! આ તો આનંદનો નાથ પ્રભુ, જ્ઞાનમાત્રનો, જ્ઞાનની પ્રધાનતાથી કથન છે પણ આત્મા આનંદપ્રમાણ છે અને આનંદપ્રમાણ આત્મા છે. સમજાણું? એવા અનંત ગુણપ્રમાણ આત્મા છે અને આત્મા અનંત ગુણપ્રમાણ છે અને અનંત ગુણ આત્મા પ્રમાણ છે. આહા.! એમ નિશ્ચય કરીને ત્યાં તૃપ્તિ પામ, તૃપ્તિ પામ, તૃપ્તિ પામ ત્યાં. આહાહા.! રતિ પામ, સંતોષ પામ, તૃપ્તિ પામ – આ ત્રણ બોલ લીધા. આહાહા...! આ તમારા રૂપિયામાં તો પાંચ કરોડ, દસ કરોડ, વીસ કરોડ, અબજ આવે તોય સંતોષ નથી. ધૂળમાં એકલું પાપ છે. આહાહા.! એ. હસમુખભાઈ'. આહા...! Page #237 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૨૦૬ ૨૨૩ ભગવાન આત્મા જ્ઞાનપ્રમાણ તેમાં પ્રેમ કર, જ્ઞાનપ્રમાણ તેમાં સંતુષ્ટ થા, જ્ઞાનપ્રમાણ તેનો અનુભવ કરીને તૃપ્તિ કર. આહાહા.! પહેલો જ્ઞાનમાં આ નિર્ણય તો કરે કે વસ્તુ આ છે અને અંતરમાં અનુભવ કરવા લાયક ચીજ હોય તો એ આત્મા છે. આહાહા.! વેદન, વેદન, વેદવા લાયક હોય તો તે આત્મા છે. આહાહા...! અને ત્યાં આગળ સંતોષ છે. ત્યાં પ્રેમ કર તને આનંદ આવશે, કહે છે. આહા...! એમ કહે છે. આહાહા! ‘તૃપ્તિ પામ.’ આહાહા.! એમ.’ આ રીતે સદાય આત્મામાં રત...” ઇ ત્રણ બોલનો સરવાળો કરે છે. સદાય આત્મામાં રત,...’ આહાહા.! સદાય આત્મામાં લીન. “આત્માથી સંતુષ્ટ અને આત્માથી તૃપ્ત.” આહાહા. એમ ભગવાન આચાર્ય સંત જગતને એની ઋદ્ધિની જાહેરાત કરે છે. આહા...! પ્રભુ! તારી ઋદ્ધિ તો આનંદ છે ને નાથ! તારી સંપદા જ્ઞાન ને આનંદ એ તારી સંપદા છે. આહાહા...! રાગ પણ નહિ તો બહારની લક્ષ્મી – ધૂળ તો ક્યાંય રહી ગઈ. આહાહા...! એમ સદાય આત્મામાં રત, આત્માથી સંતુષ્ટ અને આત્માથી તૃપ્ત એવા તને.... આહાહા...! ભગવાન તને જ્ઞાનપ્રમાણ, આનંદ અને સંતોષ કરવાથી “વચનથી અગોચર એવું સુખ થશે.' એ વચનગમ્ય નથી, નાથા એવા આનંદની, શાંતિ તને પ્રાપ્ત થશે. અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ થશે. આહાહા...! એ સમ્યગ્દર્શન, જ્ઞાન ને ચારિત્ર (છે). આમ લોકોને એકાંત લાગે. ભઈ! આમ કરવું પણ એનું કોઈ સાધન ખરું કે નહિ? હેં? મુમુક્ષુ - આવે ખરું ને? ઉત્તર :- આવે, એ તો નિમિત્તના કથન છે. આહાહા.! જેમ નિશ્ચય સમ્યગ્દર્શન, જ્ઞાનમાત્ર આત્માનો અનુભવ થયો, એમાં પ્રતીતિ (થઈ) તે નિશ્ચય સમ્યગ્દર્શન (છે). બાકી રાગ રહ્યો તેને વ્યવહાર સમકિતનો આરોપ (કર્યો. આરોપનો અર્થ એ સમકિત છે નહિ પણ નિશ્ચય સમકિતની સાથે રાગ છે તો વ્યવહાર સમકિતનો આરોપ (ર્યો. છે તો એ રાગ ચારિત્રનો દોષ, એને વ્યવહાર સમકિત કહેવામાં આવ્યું. આહાહા.! સમજાણું? એમ સાધન, સાધક. નિજ સ્વરૂપનો અનુભવ થયો ત્યારે જે રાગ મંદ હતો, આ સાધકપણું અંદર પ્રગટ થયું ત્યારે રાગ જે મંદ છે તેને વ્યવહાર સાધકનો આરોપ આવ્યો. વ્યવહાર સાધક કહેવામાં આવ્યું. જયસેનાચાર્યમાં એ શબ્દ બહુ છે. એ લોકો કહે છે. આહાહા...! આ ૩૨૦ ગાથા ચાલી ને? “ઇન્દોરમાં એક “બંસીધરજી” હતા ને? “બંસીધરજી પંડિત અહીં આવી ગયા હતા ત્યારે કેટલીક વાત તો એને બહુ બેસતી. છેલ્લે “કલકત્તા આવ્યા ત્યારે તો એમેય બોલી ગયા હતા. હવે તો મારે ત્યાં રહેવાનો વિચાર છે. છેલ્લી ઘડીએ પણ પાછું ગંગા કાંઠે ગંગા જેવા (ફરી ગયું). આંખમાં આંસુ. વ્યાખ્યાન દઈને હેઠે ઉતર્યો. ‘કલકત્તા”. મોટર પાસે આવ્યા અને કહ્યું, હવે તો મારે છેલ્લી આખી જિંદગી ત્યાં રહેવાનો ભાવ છે. હવે એકવાર એમ કહેતા હતા. અહીં હા પાડે ત્યાં વળી એકવાર એમ કહેતા Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ હતા કે, આ ૩૨૦ ગાથાની “જયસેનાચાર્યની ટીકા પસંદ કેમ કરી? બીજા અધિકાર એમાં છે, સાધક-સાધન છે, ફલાણું છે ને એ ન લીધું અને આ ગાથા કેમ પસંદ કરી? પણ એમની દૃષ્ટિને અનુકૂળ છે માટે આ પસંદ કરી, એમ બોલ્યા હતા. અરે! ભાઈ! એમ બોલ્યા હતા. નહિતર “જયસેનાચાર્યની ટીકામાં વ્યવહાર ઘણો છે. વ્યવહાર સાધક છે, નિશ્ચય સાધ્ય છે, વ્યવહારથી નિશ્ચય થાય છે એવું લખાણ બહુ આવે છે). એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું છે). આત્મા જ્યારે સ્વભાવનો સાધક થઈ અને શાંતિ ને આનંદની પ્રાપ્તિ થઈ, ત્યારે રાગ જે મંદ હતો તેને આરોપે સાધક કહ્યો. જેમ સમકિત નિશ્ચય થયું ત્યારે રાગને વ્યવહાર સમકિતનો આરોપ કહ્યો, એમ રાગથી ભિન્ન પડીને આત્માનો અનુભવ થયો, ત્યારે રાગ બાકી રહ્યો તેને વ્યવહાર સાધક કહ્યો. હવે શું થાય? ભાઈ! સમજાણું? જયસેનાચાર્યની ટીકામાં બહુ આવે. વ્યવહાર સાધન, નિશ્ચય સાધ્ય. આહાહા.! ત્યારે એણે એમ કહ્યું કે, એ અધિકાર ન લીધો અને આ ૩૨૦ ગાથા કેમ પસંદ કરી? એમ કહ્યું. એમની દૃષ્ટિને આ અનુકૂળ છે તો આ પસંદ કરી. પણ વસ્તુનું સ્વરૂપ જ એવું છે, પ્રભુ! પચાસ-પચાસ, સાંઈઠ-સાંઈઠ વર્ષ સુધી બીજા એકડા ઘૂંટ્યા હોય. વ્યવહારથી થાય, શુભરાગ હોય તો થાય. હમણા “કળશટીકા બનાવી છે ને? જગમોહનલાલ'. આમ બીજી લાઈન કેટલીક ઠીક મૂકી છે પણ આમાં છેલ્લે સરવાળો આ મૂકે કે, શુભભાવ કરતા કરતા એ થાય. કારણ કે પોતે પડિમાના ધારક છે. અરે...! પ્રભુ! આ શું કરે છે? શું કહેવાય? ગાથાની ટીકા કરી છે ને? “અધ્યાત્મઅમૃત કળશ” પુસ્તક છે અહીંયાં. જેમ આ “રાજમલ’ની ટીકા છે ને? એમ એણે આખી ટીકા, બધા શ્લોકની ટીકા બનાવી છે પણ એમાં આ એક નાખ્યું છે કે, એને છેલ્લો શુભ ઉપયોગ હોય છે, જ્યારે શુદ્ધ (ઉપયોગી થાય ત્યારે, માટે શુભઉપયોગ સાધન છે. કારણ કે જ્યારે એ શુભથી ખસીને અંતરમાં અનુભવમાં જાય છે ત્યારે છેલ્લો એને શુભઉપયોગ હોય છે માટે તેને સાધન કહેવામાં આવે છે. આહાહા...! એમ નથી. એનાથી છૂટ્યો ત્યારે સાધન ક્યાંથી આવ્યું? રાગની રુચિ છૂટી અને જ્ઞાનની રુચિ, દૃષ્ટિ, અનુભવ થયો ત્યાં રાગનું સાધકપણું ક્યાં રહ્યું? આહાહા.! સમજાણું? એનાથી તો જુદો પડીને અનુભવ કર્યો તો સાધનપણું ક્યાં રહ્યું? પણ જ્યારે અનુભવ સાથે સંતોષ થયો, જ્ઞાનમાત્ર આત્મા એમ અનુભવમાં સંતોષ થયો ત્યારે રાગ બાકી હતો અને વ્યવહાર સાધકનો આરોપ કરીને કથન કર્યું. આ સિવાય આડુઅવળું કાંઈ કરવા જાય તો આખું તત્ત્વ ફરી જશે. આહાહા...! લખાણ ઘણું છે એમાં, ખબર છે ને, જયસેનાચાર્યની ટીકા. પણ અંતે તો ૩૨૦ ગાથામાં તો કહ્યું... આહાહા...! કે, જ્ઞાની–ધર્મી ત્રિકાળ નિરાવરણ સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમભાવ લક્ષણ નિજ પરમાત્મદ્રવ્ય તે હું છું, એમ અનુભવ કર. નિજ પરમાત્મદ્રવ્ય હું છું. પર્યાયેય Page #239 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૦૬ ૨૨૫ નહિ, રાગ તો ક્યાંય રહી ગયો. આહાહા..! પર્યાય એમ કહે છે કે, ત્રિકાળી સકળ નિરાવરણ એક પરમાત્મદ્રવ્ય તે હું છું. એ હું છું. આહાહા..! “તને વચનથી અગોચર એવું સુખ થશે;...' ક્યારે? એ જ્ઞાનસ્વરૂપ હું છું, એવો અનુભવ કરવાથી. રાગ હતો તેની મદદ છે એમ છે નહિ. આહાહા..! હવે આમાં પૈસા ને ધંધા આડે નવરાશ કર્યાં (છે)? બાપા! આહા..! મુમુક્ષુ :- આપ કોઈ ઉપાય બતાવો. ઉત્તર ઃ- આ ઉપાય છે, બાપુ! એનાથી રુચિ ફેરવી અને પર્યાયને ત્રિકાળની રુચિ કરાવવી. પર્યાયને પરની રુચિ આમ છે તે પર્યાયમાં પર્યાયને ત્રિકાળની રુચિ કર. કારણ કે કાર્ય, રુચિ ને સંતોષ તો પર્યાયમાં થાય છે ને? હેં? આહાહા..! દ્રવ્ય તો જે છે તે છે પણ આ દ્રવ્ય જ્ઞાન પૂર્ણ છે, કલ્યાણસ્વરૂપ પૂર્ણ છે, એ તો પર્યાય જાણે છે. દ્રવ્ય તો ધ્રુવ છે. સમજાણું? આહાહા..! અને તને સુખ પ્રાપ્ત થશે, પ્રભુ! તું સુખને પંથે જઈશ. આહાહા..! અનાદિ રાગને પંથે, દુઃખને પંથે છો પ્રભુ! એ અંતરના જ્ઞાનમાત્ર આત્માના અનુભવમાં સુખને પંથે તારી દૃષ્ટિ – પંથ ત્યાં બંધાઈ ગયો. સુખને પંથે ચાલ્યો જઈશ. આહાહા..! રાગને પંથે, દુઃખને પંથે પ્રભુ! તું અનાદિથી દોરાઈ ગયો છે. આહા..! આ હીરા, માણકેના ધંધાનો વિકલ્પ દુ:ખપંથ છે એમ કહે છે. એવું છે. મુમુક્ષુ :- પર્યાયને ફેરવ્યા વિના છૂટકો નથી. બીજો કાંઈ ઉપાય છે? ઉત્તર એવું છે. એ કંઈ બીજું થાય જ નહિ. દાનમાં તો બહુ પૈસા ખર્ચે છે. ત્યાં અમારો ઉતારો એ વખતે હતો ને? તો એક લાખ સાંઈઠ હજાર તો યંતિમાં ખર્ચ્યા અને એક લાખ અહીં હમણા આપ્યા. પૈસા બહુ હતા. એ તો રાગની મંદતા હોય, શુભ, પુણ્ય છે. મુમુક્ષુ :- આપના જેવા ગુરુ તો મળે ને! ઉત્તર = એ તો સંયોગી ભાવ છે તો સંયોગ મળે પણ અહીં સ્વભાવનો ભાવ પ્રાપ્ત થાય એ સંયોગને કારણે પ્રાપ્ત થાય? સંયોગ દેવ-ગુરુ-શાસ્ત્રનો મળે, લ્યો! પણ એ સંયોગથી અસંયોગી સ્વભાવનો લાભ થાય? આહાહા..! (શ્રોતા :– સંયોગ તો પ્રભુ વર્તમાનમાં મળ્યો જ છે). આવી વાત છે. = - ઇ આ મોરબી’ના એક ભાઈ હતા ઇ એમ કહેતા હતા. દલીચંદભાઈ’ના ભાઈની વહુ હતી ને? વિધવા હતા ઇ તણાઈ ગયા. ઓલાના સગા થાતા હશે? ઘડિયાળી’ના? એને ફઈબા, ફઈબા કહેતા, એમ કો’ક કહેતું હતું. દલીચંદભાઈ’ના નાના ભાઈ હતા. નાની ઉંમરમાં વિધવા (થઈ ગયા). બીજું એક ગામ છે ત્યાં એના મકાન હતા. કયુ ગામ કહેવાય એને? ‘સનાળા’. ‘સનાળા’માં એના મકાન છે ત્યાં ઉતર્યા હતા. ‘સનાળા’માં એક શક્તિનું દેવળ છે. અન્યમતિની શક્તિનું દેવળ છે. હું આહાર કરીને ફર્યો. નજીક હતું ત્યાં હું ગયો ત્યાં એક બાવો બેઠો હતો. પધારો.. પધારો.. પધારો. મેં કીધું, આ શક્તિ આ નહિ. શક્તિ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ તો જ્ઞાન ને આનંદ શક્તિ દેવી એની પૂજા કર, એમ કીધું. ત્યાં ઉતર્યા હતા, મોરબીથી “સનાળા'. ત્યાં બેનનું મકાન હતું. નાની ઉંમરમાં વિધવા થયેલા. અહીં દલીચંદભાઈ છે ને? આહા...! ઈ કહે, તણાઈ ગયા. આ ફેરે એના ઘરે ગયા હતા ખરા, “મોરબી ગયા તે દિ'. પલંગ – ખાટલામાં હતા, ઈ ચાલી શક્યા નહિ, પાણીનું જોર એકદમ આવ્યું (તો) પાણીમાં તણાઈ ગયા. બાકી મુમુક્ષુમંડળમાં બીજાને કાંઈ (નુકસાન) થયું નથી. આહાહા.! આવી સ્થિતિ. અરેરે! બહારમાં બૂડી મરે એ કરતાં અંદરમાં બૂડીને જીવને ભગવાન જ્ઞાનનો દરિયો ભર્યો છે ને નાથ! અનંત અનંત શાંતિ અને આનંદનો સાગર. આહાહા..! કાલે તો બપોરે બહુ નહોતું આવ્યું? પ્રભુ! અનંતા મુખ કરું પ્રભુ! અને એક એક મુખે અનંતી જીભ કરું. તારા ગુણનો પાર ન આવે, પ્રભુ આહા.! છતાં રાત્રે બીજું આપ્યું હતું, ૧૫૦ માં આવ્યું હતું, હે પ્રભુ! તારા ગુણની દશાની સંખ્યા શું કહું? આ ધરતી આખી પૃથ્વીનો કાગળ બનાવું અને સમુદ્રના જળની રશનાઈ બનાવું, આહાહા.! અને આખી વનસ્પતિની કલમો બનાવું તોપણ પ્રભુ તારા ગુણ લખ્યા લખાય નહિ. આહાહા! કાલે એક ભક્તિમાં હિમતભાઈએ નહોતું ગાયું? એની સામે ૧૫૦ પાને આ છે. એ વખતે કાર્યું હતું, રાત્રે બતાવ્યું હતું. આહાહા...! આખી ધરતીનો કાગળ, આખા સમુદ્રના જળની રશનાઈ અને આખી વનસ્પતિ, વનરાજની બધી કલમો (બનાઉ).. આહાહા...! પણ પ્રભુ તારા ગુણની સંખ્યા લખાય નહિ. આહાહા...! એવા ગુણનો દરિયો ભર્યો છે ને પ્રભુ તું. આહાહા...! ત્યાં જા ને નાથ! ત્યાં સંતોષ કર, ત્યાં પ્રેમ કર. એને અનુભવવા લાયક બનાવ. આહાહા...! ભારે આકરું કામ. એકલા વ્યવહારના રસિયા હોય એને તો એમ થાય. આહાહા...! વ્યવહાર તો શું રાગ કાંઈક ઘટાડે, બહાર છોડ્યું, આ છોડ્યું. એમાં ડાળિયા શું થયા? મિથ્યાત્વ તો આખું પડ્યું છે. આહાહા..! પહેલા ત્યાગમાં ત્યાગ તો મિથ્યાત્વનો જોઈએ, એને ઠેકાણે બીજો ત્યાગ પહેલો કરીને માને. આહાહા.! થાય? એ મિથ્યાત્વનો ત્યાગ તો આ રીતે થાય. આત્મા જ્ઞાનમાત્ર છે તેમાં પ્રીતિ કર, તેમાં સંતુષ્ટ થા, તેને કલ્યાણરૂપ માન અને તેમાં તને આનંદ અને તૃપ્તિ થશે. આહાહા...! અને તેવું સુખ તે જાતે અનુભવીશ, કોઈને પૂછવું પડશે નહિ. આહાહા...! છે? “તે સુખ તે જ ક્ષણે જ તું જ સ્વયમેવ દેખશે. આહાહા.. તે સુખને-અતીન્દ્રિય આનંદને ‘તે ક્ષણે જ. તે જ ક્ષણે “તું જ સ્વયમેવ.” સ્વયં જ. ‘વ’નો (અર્થ) જ. સ્વયમેવ જ દેખશે. આહાહા...! છે ને? “સ્વયમેવ.” છે. સ્વયં-એવ-સ્વયં જ. તારાથી તને સ્વયં જ અનુભવ ખ્યાલમાં આવી જશે. આહાહા! અરે.! બહારના માથાફોડી ને પાપના ભાવ ને પુણ્યના ભાવ કરી કરીને હેરાન થઈ ગયો છે તું. ભગવાન છે એ તો પુણ્ય-પાપના વિકલ્પથી પાર છે. સ્વભાવથી ભરેલો છે અને વિકલ્પથી પાર છે. જે વિકલ્પથી પાર છે એ વિકલ્પથી મળશે? Page #241 -------------------------------------------------------------------------- ________________ ગાથા૨૦૬ ૨૨૭. જેનાથી રહિત છે તેનાથી તે મળશે? આહાહા.! આવો માર્ગ છે. સંપ્રદાયને આકરું પડે. અત્યારે સંપ્રદાય એવા દોરાય ગયા છે અને આ “સોનગઢીયા... સોનગઢીયા” એમ કહે છે. અરે.! પ્રભુ! શું કરે છે? આ “સોનગઢનું નથી, બાપુ! આહાહા...! પ્રભુ! આ તો તારા ઘરની વાત છે. પરઘરમાંથી નીકળીને સ્વઘરમાં જાવું એની આ વાત છે. આહાહા...! તારું ઘર તો પ્રભુ! જ્ઞાનથી ભરેલું ઘર છે ને! એકલો જ્ઞાનનો પુંજ, ચૈતન્યનો સૂર્ય, ચૈતન્યચંદ્ર શીતળતાનો ભરેલો ભગવાન. આહાહા...! એની ઉપર નજર કરને નાથ! ત્યાં નિધાન પડ્યું છે. આહાહા.. તેનો પહેલો વિશ્વાસ તો લાવ કે, આ ભગવાન પૂર્ણાનંદનો નાથ અનંત ગુણનો સાગર (છે). વિશ્વાસ કરીને વિશ્વાસે વહાણ તરશે તો અંદરમાં જવાશે. આહાહા! કહો, હસમુખભાઈ', આવી વાતું છે, બાપુ! ક્યાંય “મુંબઈમાં મળે એવું નથી. છ ભાઈ બેસીને વાતું કરો તો આ મળે એવું નથી ન્યાં. આહા..! આવી વાત, પ્રભુ આહાહા..! અમૃતનો સાગર ઉછળે છે. આહાહા...! અમૃતના સુખના ભંડારરૂપ સ્વરૂપ તેની રુચિ કર, તેની પ્રીતિ કર, તેનો સંતોષ કર, એ કલ્યાણ સ્વરૂપ (છે), તેનાથી તૃપ્ત થા. આહાહા.! તને ત્યાં આનંદ આવશે, પ્રભુ આહાહા.! એ.ઈ....! આથી (વધારે, શું કહે? આહા...! એનો હજી વિશ્વાસ ને પ્રતીતિ ન મળે. વ્યવહારની પ્રતીતિ અને એનાથી મળશે એમ માને). અરે. પ્રભુ જે તારામાં છે નહિ એનો તને ભરોસો અને છે તેનો ભરોસો નહિ! આહાહા...! ‘તે સુખ તે ક્ષણે જ તું જ સ્વયમેવ દેખશે. બીજાઓને ન પૂછ. (તે સુખ પોતાને જ અનુભવગોચર છે, બીજાને શા માટે પૂછવું પડે?’ એક ન્યાય એ આપ્યો છે. નીચે એનો બીજો એક અર્થ છે. “મા કન્યાનું પ્રાણીઃ “બીજાઓને ન પૂછ)નો પાઠાન્તર – “HISતિપ્રાણીઃ (અતિપ્રશ્નો ન કરી.” હવે બહુ વિશેષ પ્રશ્ન ન કર, એમ કહે (છે). છે નીચે? આહાહા.! બીજાને ન પૂછ અને હવે અતિપ્રશ્ન ન કર. આહાહા.! ત્રણલોકના નાથ તીર્થકર સર્વજ્ઞ પરમાત્મા, એ દિવ્યધ્વનિ દ્વારા આમ કહે છે, એ સંતો વાણી દ્વારા જગતને જાહેર કરે છે. આહાહા..! ત્રણલોકનો નાથ “સીમંધર ભગવાન સમવસરણમાં દિવ્યધ્વનિમાંથી આ આવ્યું હતું. આહાહા.! એ સંતોએ અનુભવીને બહારમાં જગતને મૂકયું. આહાહા...! ભગવાનનો આ સંદેશ છે. અમે ભગવાન પાસે ગયા હતા. ભગવાનના અમે દર્શન કર્યા. સંતો એમ કહે છે. આહાહા...! અમને ભગવાનના ભેટા થયા, ભગવાનની વાણી અમે આઠ દિ સાંભળી. કુંદકુંદાચાર્ય સપ્તાહ આવે છે ને? સમવસરણમાં સપ્તાહ મૂકે છે ને? આપણે સમવસરણ સ્તુતિમાં સપ્તાહનું આઠ દિ. એ ત્રણલોકના નાથ આમ સંદેશ કહેવરાવે છે. આહાહા...! પ્રભુ! તું પૂર્ણાનંદનો નાથ તું છો ને! જ્ઞાનથી ભરેલો, આનંદથી ભરેલો, શાંતિથી ભરેલો), શાંતિ એટલે ચારિત્ર, આનંદ એટલે સુખ, સ્વચ્છતાથી ભરેલો, પ્રભુતાથી ભરેલો, ઈશ્વરતાના Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ગુણોથી પૂર્ણ ભરેલો છે. આહાહા.! એ જ્ઞાનમાત્ર કહો કે ઈશ્વરમાત્ર કહો. પ્રભુ! પ્રભુતાની પૂર્ણતામાત્ર ભગવાન આત્મા છે. આહાહા...! તેની રુચિ કર, પ્રભુ! રુચિ ત્યાં પોષાણ (કર), પોષાણમાં ઈ લે. તને બીજું પોસાતું છે ઈ છોડી દે. આ અમને પોશાય છે અને આ માલ અમને પોશાય છે. હીરા પચાસ હજારના લાવે પણ અહીં સાંઈઠ હજાર ઊપજે તો લાવે ને? પચાસ હજારના ચાલીસ હજાર આવતા હોય તો લાવતા હશે? આહાહા.! અહીંયાં આત્માનું પોશાણ લાવ. આહાહા...! અરે.! તને રાગના પોશાણમાં ઠીક લાગે છે પણ એ તો નુકસાનકારક છે, ભાઈ! આહાહા...! તારા પ્રભુને પોશાણમાં લે. એ પોશાય છે એમ લે. આહાહા.! આવી વાત છે. ઝાઝા માણસમાં તો આ વાત આકરી પડે માણસને. શું થાય? ભાઈ! માર્ગ આ છે, બાપુ અનંત તીર્થકરો, અનંત કેવળીઓને આ અવાજ-દિવ્યધ્વનિ છે. બીજાને ન પૂછ અથવા અતિ પ્રશ્ન ન કર. કરવાનું તો આ છે. હવે ત્યાં જા. આહાહા..! બહુ ગાથા (સારી આવી), એકલો માલ ભર્યો છે). ભાવાર્થ:- “જ્ઞાનમાત્ર આત્મામાં લીન થવું, ” ઓલા રતિનો અર્થ લીન કર્યો. “જ્ઞાનમાત્ર આત્મામાં લીન થવું.” આહાહા.! જ્ઞાન જાણવાના સ્વભાવ સ્વરૂપ ભગવાન, જ્ઞાનસ્વભાવ અને ભગવાન સ્વભાવવાન, જ્ઞાન સ્વભાવ અને ભગવાન સ્વભાવવાન, આનંદ સ્વભાવ અને ભગવાન આનંદ સ્વભાવવાન. તો કહે છે કે, આનંદ સ્વભાવવાન એવો ભગવાન એમાં લીન થા. આહાહા...! ભાવનો ભાવવાન પ્રભુ. ભાવનો ભાવવાન. એ ભાવ એનું રૂપ છે. આહાહા...! ત્યાં લીન થા. ‘તેનાથી જ સંતુષ્ટ થવું. તેનાથી જ સંતુષ્ટ થવું. આહાહા.! “અને તેનાથી જ તૃપ્ત થવું-એ પરમ ધ્યાન છે. એ પરમ ધ્યાન છે. આહા! મૂળ તો આ ધ્યાન છે, એમ કહે છે. એ વિકલ્પ છૂટીને આ સ્વભાવ આવો છે, એ તો અંદર ધ્યાનમાં આવે છે, કહે છે. નિર્વિકલ્પ દશા–ધ્યાન, ધ્યાનમાં આ આવે. કોઈ વિકલ્પની વિચારધારા ચાલતી હોય અને આ નિર્વિકલ્પ દૃષ્ટિમાં આવે, એમ નહિ આવે. આહાહા. એના સ્વભાવનું ધ્યાન. એ ધ્યાનની દશાનું આ વર્ણન છે. આહાહા...! પરમ ધ્યાન...” ભાષા જોઈ? આહા..! આત્મામાં લીન ક્યારે થાય છે? ધ્યાનમાં અંદર લીન થાય છે. આહાહા.! ત્યારે ઓલો વિકલ્પ-બિકલ્પની વિચારધારા રહેતી નથી. સમજાણું? માળાએ પણ ખુલાસો કેવો સરસ (કર્યો છે). ટીકાકારેય કેટલું સ્પષ્ટ સત્યને મૂકે છે! એમાં લીન થા, પણ લીન થાનો અર્થ કે, એનું ધ્યાન કર ત્યારે લીન થવાય. આહાહા.! તારા ધ્યાનમાં પરના લક્ષમાં વળેલું ધ્યાન (છે) એ તો આર્તધ્યાન અને રૌદ્રધ્યાન છે. આહા.! | નિશ્ચય ધર્મધ્યાન. ધર્મધ્યાનના બે પ્રકાર. રાગાદિને વ્યવહાર કહેવાય પણ નિશ્ચય ધર્મધ્યાન અંદર વસ્તુનું ધ્યાન તે ધર્મધ્યાન છે. આહાહા...! ધર્મધ્યાન થાય છે? એમ પૂછે. વ્રતાદિ પાળે તો પૂછે). એમ છે ને સ્થાનકવાસીમાં? ધર્મધ્યાન થાય છે? તો કહે, હા. સામાયિક, Page #243 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૦૬ ૨૨૯ પોશા, પડિકમણાની ક્રિયા કરે ઇ ધર્મધ્યાન. બાપુ! એ નહિ, ભાઈ! જ્યાં ધર્મનો ધ૨ના૨ ધર્મી પડ્યો છે ત્યાં તેનું ધ્યાન લગાવ. આહાહા..! દ્રવ્ય ને ગુણ તો પરિપૂર્ણ પડ્યા છે. પરિપૂર્ણ! ત્યાં ધ્યાન લગાવ તો પર્યાયમાં તને પૂર્ણ પ્રાપ્તિ થશે. આહાહા..! પહેલી તો પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ ધ્યાનમાં (થાય છે). ધ્યાનની અપૂર્ણ દશા છે તેમાં થશે અને પછી ધ્યાન કરતા કરતા પૂર્ણ પર્યાયની પ્રાપ્તિ થશે. આહાહા..! તેનાથી વર્તમાન આનંદ અનુભવાય છે...’ આ તો વર્તમાન તેનાથી, જ્ઞાનમાત્ર ભગવાનનું ધ્યાન કરવાથી, ધ્યાનમાં એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનં’ એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનં’ એક અગ્ર નામ મુખ્ય વસ્તુને દૃષ્ટિમાં લઈને અંદર એકાગ્ર થવું અને ચિંતા નામ વિકલ્પનો નિરોધ થઈ જવો. આહાહા..! એકાગ્ર ચિંતા. એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનં’ આહા..! પરના વિકલ્પનું ધ્યાન છૂટી જાય છે. આહાહા..! ‘દ્રવ્યસંગ્રહ’માં ૪૭ ગાથામાં કહ્યું ને? ‘રુવિનં પિ મોવવહેવું જ્ઞાળે પાતળવિ નં મુળી નિયમા।' આહા..! બે પ્રકા૨નો મોક્ષમાર્ગ એટલે સાચો અને એક આરોપિત, પણ એ બેય ધ્યાનમાં પ્રાપ્ત થશે. આહાહા..! એ આ કીધું. અંતરના ધ્યાનમાં ધ્યેયને પકડી અને એકાકાર થાય, વિકલ્પ વિનાની દશા (થાય) એ ધ્યાનમાં નિશ્ચય મોક્ષમાર્ગ – સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અને ધ્યાનમાં જે રાગ બાકી રહ્યો તે વ્યવહા૨ મોક્ષમાર્ગનો આરોપ કરીને ધ્યાનમાં પ્રાપ્ત થશે, પ્રભુ! આહાહા..! લોકો કહે છે, ધ્યાન. હમણા સ્થાનકવાસીમાં એ ચાલ્યું છે. પણ વસ્તુ હજી કેવી છે એને જાણ્યા વિના ધ્યાન કેનું? એ આવ્યા છે. ‘નથુમલ’ તેરાપંથી છે. બુદ્ધિવાળો, પુસ્તક બનાવ્યા છે. અરે..! પણ તારો પંથ જ મિથ્યાત્વનો છે એમાં ધ્યાન ક્યાં આવ્યું? આહાહા..! સમજાણું? આકરી વાત, ભાઈ! બહુ આકરું કામ છે. ઘણા હવે શીબિરો શીખ્યા, શિક્ષણશિબિર. અહીંનું કાઢે છે ને? ઇ બધા તેરાપંથી કાઢે, દેરાવાસી કરે, સ્થાનકવાસી કરે. આહાહા..! અહીં તો કહે છે, પ્રભુ! તારું ધ્યાન દ્રવ્યમાં લગાવ. ત્યારે લીનતા થશે, ત્યારે તને વિકલ્પ છૂટશે. આહાહા..! આવો માર્ગ છે. આહા..! વર્તમાન આનંદ અનુભવાય છે અને થોડા જ કાળમાં જ્ઞાનાનંદસ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.' આહાહા..! અલ્પકાળમાં તને કેવળજ્ઞાન પ્રાપ્ત થશે, પ્રભુ! આહાહા..! ‘આવું કરનાર પુરુષ જ તે સુખને જાણે છે...' આવું કરનાર આત્મા જ સુખને જાણે છે. બીજાનો એમાં પ્રવેશ નથી.' વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) K Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ....................... ( શ્લોક-૧૪૪) (૩૫નાતિ). अचिन्त्यशक्तिः स्वयमेव देवश्चिन्मात्रचिन्तामणिरेष यस्मात् । सर्वार्थसिद्धात्मतया विधत्ते ज्ञानी किमन्यस्य परिग्रहेण ||१४४।। હવે જ્ઞાનાનુભવના મહિમાનું અને આગળની ગાથાની સૂચનાનું કાવ્ય કહે છે : શ્લોકાર્ધ - [ ચશ્માન્ ] કારણ કે [ BN: ] આ (જ્ઞાની) [ સ્વયમ્ વ ] પોતે જ || વિજ્યાવિત્તઃ તેવઃ ] અચિંત્ય શક્તિવાળો દેવ છે અને [ વિન્માત્ર-ચિન્તામળિ: ] ચિન્માત્ર ચિંતામણિ છે (અર્થાતુ ચૈતન્યરૂપ ચિંતામણિ રત્ન છે), માટે [ સર્વ-અર્થ-સિદ્ધ-માત્મતયા ] જેના સર્વ અર્થ પ્રયોજન) સિદ્ધ છે એવા સ્વરૂપે હોવાથી [ જ્ઞાની ] જ્ઞાની [ કન્યરચ પરિપ્રદેળ] અન્યના પરિગ્રહથી [ વિમ્ વિદત્ત ] શું કરે? (કાંઈ જ કરવાનું નથી.) ભાવાર્થ :- આ જ્ઞાનમૂર્તિ આત્મા પોતે જ અનંત શક્તિનો ધારક દેવ છે અને પોતે જ ચૈતન્યરૂપી ચિંતામણિ હોવાથી વાંછિત કાર્યની સિદ્ધિ કરનારો છે; માટે જ્ઞાનીને સર્વ પ્રયોજન સિદ્ધ હોવાથી તેને અન્ય પરિગ્રહનું સેવન કરવાથી શું સાધ્ય છે? અર્થાતુ કાંઈ જ સાધ્ય નથી. આમ નિશ્ચયનયનો ઉપદેશ છે. ૧૪૪. પ્રવચન નં. ૨૮૭ શ્લોક-૧૪૪, ગાથા-૨૦૧૭, શનિવાર, શ્રાવણ વદ ૧૧, તા. ૧૮-૦૮-૧૯૭૯ કળશ–૧૪૪ (૩પનાતિ) अचिन्त्यशक्तिः स्वयमेव देवश्चिन्मात्रचिन्तामणिरेष यस्मात् । सर्वार्थसिद्धात्मतया विधत्ते ज्ञानी किमन्यस्य परिग्रहेण ।।१४४।। Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ શ્લોક–૧૪૪ આહાહા..! કારણ કે...’ અનુભવી ધર્મી જીવ, જેને આત્મા જ્ઞાનસ્વરૂપ શુદ્ધ પવિત્ર ભગવાન, તેની દૃષ્ટિ સહિત અનુભવ થયો. આહાહા..! ‘નિર્જરા અધિકાર’ છે ને? જે આત્મા સચ્ચિદાનંદ પ્રભુ, અચિંત્ય દેવ કહેશે. એ ધર્માત્મા, ધર્મ જેને આત્મા જ્ઞાન અને આનંદસ્વરૂપ (છે) એવી દૃષ્ટિપૂર્વક અનુભવ થયો, એ ધર્મી પોતે જ...’ સ્વયંમેવ, સ્વયં જ. આહાહા..! [અવિત્ત્વશત્તિ: વેવ:] ‘અચિંત્ય શક્તિવાળો દેવ છે...’ આહાહા..! ધર્મી સ્વયં જ. પોતાનો ભગવાનઆત્મા અચિંત્ય શક્તિ. અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય શાંતિ, અતીન્દ્રિય પ્રભુતા વગેરે અનંત શક્તિવાળો એ દેવ છે. પ્રભુ-આત્મા અચિંત્ય શક્તિવંત દેવ છે. આહાહા..! દિવ્ય શક્તિ. જ્ઞાન, આનંદ, શાંતિ વગેરે દિવ્ય શક્તિવાળો દેવ છે. આહા..! અને ચિન્માત્ર ચિંતામણિ’ એ તો ચૈતન્યમાત્ર ચિંતામણિ. અંત૨ની ચીજ જ્યાં દૃષ્ટિમાં, અનુભવમાં આવી તો કહે છે કે, ચૈતન્ય ચિંતામણિ. જેમ ચિંતામણિની પ્રાપ્તિથી જગતના જીવ(ને) ઇચ્છા પ્રમાણે પ્રાપ્ત થાય, તેમ આ વસ્તુ પ્રાપ્ત થઈ.. આહાહા..! એ તો ચિંતામણિ રત્ન, એની એકાગ્રતાથી શું ન પ્રાપ્ત થાય? આહાહા..! દિવ્યશક્તિનો ભંડાર ભગવાન, એના અનુભવની દૃષ્ટિથી એમાં એકાગ્રતાથી દિવ્યશક્તિનો દેવ, એમાં એકાગ્રતાથી શું ન પ્રાપ્ત થાય? આહા..! શાંતિ, આનંદ, સ્વચ્છતા, પ્રભુતા એ પર્યાયમાં પ્રાપ્તિ થાય છે. ઝીણી વાત છે, ભાઈ! આહાહા..! ‘ચિન્માત્ર ચિંતામણિ...’ એ જ્ઞાનમાત્ર સ્વભાવ ભગવાન અનંત ગુણ, એવો ચિંતામણિ રત્ન. આહા..! જેને દૃષ્ટિમાં પ્રાપ્ત થયો અને જેનો જેને અનુભવ થયો એ અચિંત્યદેવ શક્તિવંત દેવ ચિંતામણિ. જેટલી તેમાં એકાગ્રતા થાય તેટલા રતન પામે. આનંદ ને શાંતિ ને સ્વચ્છતા ને પ્રભુતાના રતન પર્યાયમાં પાકે. લ્યો, આ તમારા રતન નથી, આ તો બીજા રતન આવ્યા. આહાહા..! (ચૈતન્યરૂપ ચિંતામણિ રત્ન છે) માટે...' [સર્વ-અર્થ-સિદ્ધ-આત્મતયા] જેના સર્વ અર્થ પ્રયોજન) સિદ્ધ છે...' નિજ સ્વરૂપની પ્રતીતિ અને અનુભવ થયા તો સર્વ અર્થની સિદ્ધિ છે. આહા..! જે કંઈ શાંતિ, આનંદ, સ્વચ્છતા, પ્રભુતા જોઈએ તો તેની પ્રાપ્તિ થાય છે. આહા..! આવી વાતું. સર્વ પ્રયોજન સિદ્ધ છે. આહાહા..! એવા સ્વરૂપે હોવાથી જ્ઞાની...'ધર્મી [અન્યય પરિપ્રશ્ને] નિજ ચૈતન્યસ્વરૂપ ભગવાન સિવાય, જડની ક્રિયા, રાગાદિ પરિણામ અને ભેદના વિકલ્પો તેનાથી તેને શું પ્રયોજન છે? આહાહા..! સમજાણું? ચિંતામણિ ભગવાનઆત્મા નજરમાં જ્યાં નિધાન આવ્યા, હવે સર્વ અર્થ સિદ્ધિ (છે). આહાહા..! જ્ઞાનની પ્રાપ્તિ, સમકિતની પ્રાપ્તિ, શાંતિની પ્રાપ્તિ, આનંદની પ્રાપ્તિ (થાય છે). આ વસ્તુ છે. તેને [અન્યસ્ય પરિપ્રશ્નેળ] નિજ સ્વભાવ સિવાય જડની ક્રિયાની સાવધાની, આચરણપણું અને સ્મરણથી શું પ્રયોજન? આહાહા..! એમ અંદર રાગના વિકલ્પ આદિ શુભઅશુભભાવ આવે છે તે પણ એક પરિગ્રહ છે. તો કહે છે, તેનાથી શું પ્રયોજન? રાગાદિમાં Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ સાવધાની, આચરણપણું, સ્મરણપણે તેનું શું પ્રયોજન છે? આહાહા...! અને અંદર ભેદ પડે તે ભેદના વિકલ્પ ઉઠે છે. આહાહા.! અભેદ ભગવાન આત્મા, તેમાં ગુણ-ગુણીના ભેદના વિકલ્પ ઉઠે એમાં પરિગ્રહ (અર્થાતુ) સાવધાનપણું, આચરણપણું અને સ્મરણપણાનું શું પ્રયોજન? આહાહા.! સમજાણું? જડની ક્રિયા, રાગની ક્રિયા, ભેદના વિકલ્પ એ ત્રણેય પરિગ્રહ અન્ય છે. આહાહા.! તેનાથી ધર્મીને અન્યથી સાવધાનપણું શું? ઓહોહો...! વ્યવહાર રત્નત્રયના વિકલ્પ ઉઠે છે તેમાં શું સાવધાનપણું? તેનું તને શું આચરણ? તેનું શું સ્મરણ છે તને? ભગવાનઆત્મા નિજ શુદ્ધ સ્વરૂપ તરફ સાવધાની, તેનું આચરણ... આહાહા.! અને તેનું જ સ્મરણ. ઝીણી વાત છે, ભાઈ! “અમૃતચંદ્રાચાર્યના કળશ... આહાહા...! અમૃતથી ભર્યા છે. જેની જ્ઞાનમાં ભાન-પ્રાપ્તિ થઈ તેને જડની ક્રિયા, રાગની ક્રિયા અને ભેદની ક્રિયા, એવા વિકલ્પ, તે તરફ સાવધાની રાખવી, આચરણ કરવું તેનાથી શું પ્રયોજન છે? આહાહા.! એ પરિગ્રહ છે. અભેદમાં ભેદ (ઊપજાવવો) એ પરિગ્રહ છે, અન્ય (છે). આહાહા...! વીતરાગની વાતું (આવી છે). જડની ક્રિયા હું કરું એ પણ એક મિથ્યાત્વનો પરિગ્રહ છે. રાગક્રિયા કરું એ પણ એક મિથ્યાત્વનો પરિગ્રહ છે. આહાહા...! અને અભેદ ભગવાન આત્મા, તેમાં ભેદ ઊપજાવવો એ પણ એક વિકલ્પ ને પરિગ્રહ અન્ય છે. અન્ય પરિગ્રહથી ધર્મીને શું કામ છે? આહાહા...! બહુ આકરું કામ. પૈસા-બૈસાની ક્રિયા એ ક્રિયામાં ગઈ અને એના પ્રત્યેનો દયા, દાનનો રાગ એ વિકારમાં ગયો અને અભેદમાં ભેદવિકલ્પ અન્ય પરિગ્રહણ. આ ત્રણે અન્ય પરિગ્રહ છે. તેનાથી ભગવાન આત્મા ચૈતન્ય પરિગ્રહ જે હાથ આવ્યો, પરિગ્રહ (અર્થાતુ) આખો ચૈતન્ય પકડી લીધો, સમસ્ત પ્રકારે પરિગ્રહ. ભગવાન પૂર્ણાનંદનો નાથ સમસ્ત પ્રકારે અનુભવમાં લઈ લીધો. આહાહા.! એવો ધર્મી, આ ધર્મી (છે). આહાહા.! એને ક્રિયાકાંડના રાગથી શું પ્રયોજન? જડના અનુકૂળ-પ્રતિકૂળ હલચલન થાય તેનાથી શું પ્રયોજન? આહાહા...! અચિંત્યદેવ પ્રભુ અનંત અનંત દિવ્યશક્તિનો ભંડાર ભગવાન, જેને અનુભવમાં આવ્યો, પરિગ્રહ-પકડી લીધો, ધર્મીનો એ પરિગ્રહ છે. આહાહા! આવી વાતું (છે). મુમુક્ષુ :- અધર્મીનો પરિગ્રહ શું? ઉત્તર :- અધર્મીનો એ પરિગ્રહ-રાગાદિ મારો, ઇ. પૈસા આદિ મારા, શરીર આદિ મારા, રાગાદિ મારા અને ભેદાદિ મારા (માને) એ અજ્ઞાનીનો પરિગ્રહ છે. મુમુક્ષુ :- પૈસા. ઉત્તર :- પૈસા તો ક્રિયામાં, પરમાં ગયા. મુમુક્ષુ :- ફક્ત મમત્વ. ઉત્તર :- આ મારું, એ પરિગ્રહ મિથ્યાત્વ છે અને રાગાદિ પરિગ્રહ મારો એ પણ Page #247 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૪૪ ૨૩૩ મિથ્યાત્વ છે અને ભેદના વિકલ્પ મારું સ્વરૂપ છે એ પણ મિથ્યાત્વ છે, પરિગ્રહ છે, પ્રભુ! આકરી વાત છે, ભાઈ! આ તો નિર્જરા અધિકાર છે. આહાહા...! જેને ભગવાન આત્મા શુદ્ધ પવિત્રના જેને પ્રયાણ ઉપયોગમાં થયા. આહાહા.! એક ફેરી ભાઈએ ગાયન બનાવ્યું હતું. ભાઈએ-“ભાઈચંદજી નહિ? ભાઈ! લીંબડીવાળા ભાઈચંદજી'. દિગંબર સંપ્રદાય છોડી દીધો હતો. મુમુક્ષુ :- “રાજકોટથી ત્યાં જતા હતા. ઉત્તર :- હા, ગયા હતા, ખબર છે. ગુજરી ગયા ત્યારે ગયા હતા. અહીં હતા. રામજીભાઈ, નારણભાઈ, લીંબડીમાં ગુજરી ગયા. અન્યમતિના મંદિરમાં. એને એક ફેરી કહ્યું હતું, ‘ઉપયોગભૂમિ પાવન કરવા પધારજો, હે નાથ!” મારી ઉપયોગભૂમિમાં પાવન કરવા પ્રભુ પધારો. આહા.! મારી નિર્મળ ઉપયોગભૂમિ. ‘ઉપયોગભૂમિ પાવન કરવા પધાર મારી ઉપયોગભૂમિમાં પ્રભુ આવો અને આવ્યા અને હવે પરનું શું કામ છે? કહે છે. લક્ષ્મીની, પરની તો વાતેય નહિ, રાગની વાત નહિ પણ ભેદનું પણ એને શું કામ છે? જ્યાં અભેદ ભગવાનના ભેટા થયા. આહાહા...! મુમુક્ષુ :- અભેદના ભેટા થયા એમાં ભેદનું શું કામ? ઉત્તર :- શું કામ છે? એ પરિગ્રહને પકડીને શું કામ છે? મહાપ્રભુ અભેદ આખો પરિગ્રહ પકડ્યો છે. આહાહા...! સમ્યગ્દર્શને આખા પૂર્ણાનંદના નાથને કબજે લીધો. આહાહા...! બહુ ઝીણી વાત, ભાઈ! આ તો નિર્જરા અધિકાર છે ને? આવા જીવને નિર્જરા થાય છે. આહાહા.! એ કર્માદિ, રાગાદિ આવે છે તે ખરી જાય છે. આહાહા.! અને કર્મનો ઉદય પણ ખરી જાય છે, ભેદનો વિકલ્પ પણ છૂટી જાય છે. આહાહા...! અચિંત્યદેવ ચૈતન્ય ચિંતામણિ ભગવાન. અચિંત્વદેવ કહ્યો પણ દેવનું શું સ્વરૂપ? ચિન્માત્ર ચિંતામણિ. આહાહા! અચિંત્યદેવ, એ તો પણ અચિંત્યદેવ એટલું કહ્યું. પણ એનું દેવનું સ્વરૂપ શું? જ્ઞાનમાત્ર ચિંતામણિ ભગવાન આત્મા. આહાહા..! એવો ભગવાન ચૈતન્ય ચિંતામણિ, અચિંત્યદેવ. આહાહા...! પર્યાયમાં જેનો આદર થયો, પર્યાયે એને પકડીને ભગવાનને નિજ પરિગ્રહ માન્યો. આહાહા.. પર્યાયમાં પોતાના પરમાત્માને પરિગ્રહ માન્યો, પકડ્યો. એ.ઈ....! આવી વાતું સાંભળવી મુશ્કલે પડે. આહાહા.! સર્વ-અર્થ-સિદ્ધ આહાહા...! જેને ચિંતામણિ અચિંત્યદેવ પ્રભુ, તેની સમ્યગ્દર્શનમાં પ્રાપ્તિ થઈ, સમ્યજ્ઞાનમાં શેય બનાવીને પ્રાપ્તિ થઈ.. આહાહા! એવા જીવને શિર્વ-અર્થ-સિદ્ધમાત્મતયા] “સર્વ-અર્થ-સિદ્ધ. “આત્મતિયા એટલે સ્વરૂપ. “સર્વાર્થ.માત્મતયા' “સર્વ-અર્થસિદ્ધ-જ્ઞાત્મિસિદ્ધ આહાહા..! સમ્યગ્દર્શન થયું... આહાહા...! તો કહે છે કે, અચિંત્યદેવ ચિંતામણિ પ્રાપ્ત થયો). અચિંત્યદેવ તો વ્યાખ્યા આવી, પણ એનું સ્વરૂપ શું? કે ચૈતન્ય ચિંતામણિ ભગવાન. આહાહા...! આવો ભગવાન જેને દૃષ્ટિમાં, અનુભવમાં આવ્યો (તેને) સર્વ Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ અર્થ સિદ્ધિ (છે). જે પોતાનું પ્રયોજન હતું એ સિદ્ધ થઈ ગયું. આહાહા..! શાંતિ, વીતરાગતા, સુખ એ પ્રયોજન હતું, એ પ્રયોજન સિદ્ધ થઈ ગયું. મુમુક્ષુ :– એનાથી ઘર કેમ ચાલે? ઉત્તર :- ઘર કે દિ? આ ઘર (-આત્મા) છે કે ઇ ઘર છે? એ..ઇ...! ‘હસમુખભાઈ’ પાંચ પાંચ લાખના મકાન છે એને, છએ ભાઈઓને. રહેવાના ન્યાં હોલ.. હોલ શું કહેવાય? છએ ભાઈઓના છ. અને બાપુનું જુદું. એમ લોકો કહેતા હતા, આપણે ક્યાં (જોયા છે)? ગયા હતા ખરા એક ફેરી, હોં! ત્યાં મકાને આવ્યા હતા. જોવા ગયા હતા એક ફેરી. આહાહા..! પ્રભુ! એ તારા ઘર ક્યાં છે? તારું ઘર તો અચિંત્યદેવ-ચિંતનમાં લે–આવે એ તારું ઘર છે. એ ઘરમાં જેણે પ્રવેશ કર્યો (તેને) સર્વ સિદ્ધિ (છે). આહાહા..! એને સર્વ પ્રયોજનની સિદ્ધિ (થઈ ગઈ). અર્થ એટલે પ્રયોજન. સર્વ-અર્થ-સિદ્ધ-આત્મતયા સર્વ-અર્થ-સિદ્ધ-આત્મતયા' સર્વ અર્થ સિદ્ધ થયેલું સ્વરૂપ. સર્વ અર્થનું સિદ્ધ થયેલું સ્વરૂપ. આહાહા..! અરે..! આવો ઉપદેશ. આહાહા..! આત્મા હજી પકડમાં આવ્યો નહિ, અનુભવમાં આવ્યો નથી ત્યાં પાધરી પડિયા ને મહાવ્રત લ્યે એ તો બાળવ્રત અને બાળતપ છે. આહાહા..! ‘અમૃતચંદ્રાચાર્ય’ આ શ્લોકમાં ઘણું કહેવા માગે છે, બહુ ઊંડુ કહેવા માગે છે. ઓહોહો..! ભગવાન! તું અચિંત્ય ચિંતામણિ, આનંદ ચિંતામણિ, શાંતિ ચિંતામણિ.. આહાહા..! અનંત ગુણનું ચિંતામણિ સ્વરૂપ પ્રભુ તારું. તારું સ્વરૂપ છે તેને પકડી લીધું, અનુભવ થયો (તો) ‘સર્વ-અર્થ-સિદ્ધ-આત્મતયા” સર્વ અર્થના સ્વરૂપની સિદ્ધિ થઈ. સર્વ પ્રયોજનના ભાવની સિદ્ધિ થઈ. આહાહા..! જે પ્રયોજન સુખનું હતું, સમ્યજ્ઞાનનું હતું એ બધા પ્રયોજન સિદ્ધ થયા. આહાહા..! “અન્યના પરિગ્રહથી...’ નિજ અભેદ ચિદાનંદ સ્વરૂપની અનુભવદૃષ્ટિ સિવાય [અન્યસ્ય પરિપ્રશ્નેળ] એ જડની કોઈ પૈસા-લક્ષ્મી, આબરુ, સ્ત્રી, કુટુંબ એ ચીજ તારી ક્યાં છે? તેની તને સાવધાની, સ્મરણ, આચરણનું તારે શું કામ છે? અરે..! રાગના પણ આચરણ, સ્મરણ, સાવધાનીનું શું કામ છે? ભગવાન મહાપ્રભુ તને સાવધાનીમાં પ્રાપ્ત થયો છે ને! આહાહા..! ભગવાનઆત્મામાં સાવધના થયો. સમય વર્તે સાવધાન' નથી કહેતા, ઓલા લગન વખતે? ટાઈમ હોય સાડા આઠ ને દસ મિનિટ (તો કહે), ટાઈમ થઈ ગયો, સમય વર્તે સાવધાન, લાવો કન્યાને.’ અહીં કહે છે, ‘સમય વર્તે સાવધાન’ સમય એટલે આત્મા. આહાહા..! દુનિયાથી જુદી વાત છે, પ્રભુ! આહાહા..! દુનિયા સાથે કાંઈ મેળ ખાય એવો નથી. આહાહા..! એથી એકાંત છે, એમ નથી. એ સમ્યક્ એકાંત છે. આહાહા..! જેને અચિંત્યદેવ ચિન્માત્ર ચિંતામણિ પ્રતીતમાં, અનુભવમાં, જ્ઞાનની પર્યાયમાં આવ્યો, આહાહા..! એ જીવને ધર્મી, સમકિતદૃષ્ટિ જીવને પોતાના સ્વભાવના પરિગ્રહ–પકડ સિવાય Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ શ્લોક-૧૪ અન્ય પરિગ્રહનું શું કામ છે? આહાહા...! એ લક્ષ્મી આદિ, શરીરાદિની ક્રિયા તેનું તારે શું કામ છે? આહાહા...! લક્ષ્મીની ક્રિયા આવે ને જાય, તેનાથી તારે શું પ્રયોજન છે? શરીર નિરોગ અને રોગ રહે તેનાથી તારે શું પ્રયોજન છે? આવું છે, પ્રભુ! આ તો વીતરાગ ત્રણલોકના નાથનો જગત પાસે પોકાર છે. અચિંત્યદેવનો નાથ પ્રભુ તું અંદર, ચિત્માત્ર ચિંતામણિ એ દેવ હું નહિ પણ તું, આહા! હું તારો દેવ નહિ (એમ) પ્રભુનો પોકાર છે. તારો દેવ અંદર અચિંત્ય શક્તિનો ભંડાર છે ને પ્રભુ! આહાહા...! ચિંતામણિ રતન છે, પ્રભુ! જેમ જેમ એકાગ્રતા કરીશ તેમ તેમ તને આનંદ પ્રાપ્ત થશે. આહાહા.! આચાર્ય મહારાજના હૃદયમાં ઘણી ગંભીરતા, ઊંડપ છે. નિર્જરા કોને થાય છે? સંવરપૂર્વક નિર્જરા કોને થાય છે? કે, જેને પોતાનો ભગવાન અચિંત્ય ચિંતામણિ રતન પર્યાયમાં પ્રાપ્ત થયો. વસ્તુ તો હતી પણ પર્યાયમાં રાગ ને પર પ્રાપ્ત હતા. આહાહા...! એ પર્યાયમાં ભગવાન પ્રાપ્ત થયા (તો) સર્વ પ્રયોજન સિદ્ધ થઈ ગયા. ત્રણલોકનો નાથ પ્રતીતમાં, અનુભવમાં આવ્યો. ત્રણલોકનો નાથ દેવનો દેવ, આહાહા...! તું હી દેવાધિદેવ. મુમુક્ષુ – છેલ્લી કડી. ઉત્તર :- શિવરમણી રમનાર તું એક ફેરી આવ્યું હતું. (સંવત) ૧૯૬૪ની સાલની વાત છે. “શિવરમણી રમનાર તું, તું હી દેવનો દેવ” એવી છે કડી હતી પણ આટલી અડધી કડી યાદ આવી. છ કડી બનાવી હતી. ઓલા લીટીવાળા કાગળ હોય છે ને? આંકેલા. ઘરમાં ચોપડી હતી, વેપાર હતો ને, એમાં લખ્યું હતું. દીક્ષા લીધી ત્યારે ભાઈને કહ્યું કે, ચોપડી જોઈએ). ત્યાં તળાવ મોટુ છે, ઇ તળાવમાં પાણી બહુ આવી ગયું, અંદર ગરી ગયું. મનસુખને ખબર છે? પાણી બહુ હતું. તારો જન્મ તો (સંવત) ૧૯૭૪માં (થયો). મેં ચોપડી માંગેલી. સીત્તેર પછી, હોં! પણ દુકાનમાં અંદર પાણી ગરી ગયું હતું, એ ચોપડી પલળી ગઈ. આહાહા...! પહેલી કડી આ હતી. શિવરમણી રમનાર તું આ સ્ત્રી નહિ તારે. તું તો મોક્ષની રમણીનો રમનાર પ્રભુ. આહાહા...! “તું હી દેવનો દેવ” આ અંદરથી આવ્યું હતું. એ ૧૯૬૪ની સાલ, સંવત ૧૯૬૪. આહાહા.! કેટલા વર્ષ થયા? ૭૧ વર્ષ પહેલા આવ્યું હતું. પછી તો ઘણું આવ્યું જોઈએ આ બહાર નીકળત તો ખ્યાલય આવત કે પૂર્વનું અંદર કેટલું હતું)! આહા! ચોપડી પલળી ગઈ. એ વખતે અમે તો વેપારી હતા) પણ આ કવિત્વની છ કડી જોડાઈ ગઈ હતી. કોણ જાણે ક્યાંથી શું થયું? “રામજીભાઈ ગોતતા હતા. અમારે “કુંવરજીભાઈ ચુનીલાલની દુકાનની સામે. “ચુનીલાલની તમારી દુકાન હતી ને પહેલી? ચુનીલાલ મોતીલાલ એની પાછળ ઓલું જીન છે ને? હવે તારા મકાન નાં થયા. એ જીનમાં મોઢા આગળ સંચો હતો આખા ગાડાને તોળવાનો, સંચો હોય છે ને? આખું ગાડું તોળાય. જમીન ઉપર છે, જોયું હતું, મોટો સંચો હતો. આખું ગાડું તોળાય. એ પાછું તોળીને પાછું નીકળે ત્યારે Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ગાડું તોલી લ્ય, હવે કપાસ કેટલો હતો ઇ ખબર પડે). સંચો હતો ઇ જમીનમાં હવે આ લોકોના મકાન થઈ ગયા. આહા.! ઇ જીન હતું. મોટું જીન. ખબર છે. ત્યાં “રામચંદ્ર' ને લક્ષ્મણ” ને “સીતા માળા છોકરાઓએ પણ એવો વેશ ભજવ્યો, બાપુ! શું કહીએ? આહાહા...! આમ યાદ આવે છે ત્યારની વાત. આહાહા.! ગામનો એક મંદિરનો બાવો હતો મોટો, ઓલી લક્ષ્મીચંદભાઈની લાતી નહિ? ત્યાં મંદિર છે ને? રામજી મંદિર, એનો વૃદ્ધ બાવો હતો. આમ “રામચંદ્ર, લક્ષ્મણ” ને “સીતાજી આવ્યા પણ જોઈ લ્યો, એ તો જાણે આબેહુબ! બાવાજીને વિચાર થયો તો આરતી ઉતારી. “રામ”, “લક્ષ્મણ', “સીતાજી’ વૈરાગ્યની મૂર્તિ. વનવાસમાં જાય છે. આહાહા.! એ બાવો વૃદ્ધ હતો, હોં! એ “રામજી મંદિર છે ને? ઓલા લાતીમાં. પહેલા લક્ષ્મીચંદભાઈ હતા ને? સગા હતા, આપણા સંબંધી. ત્યાં છોકરાઓ છે ને? “ભરૂચ”. “મોહન”ને ખબર છે. વૈષ્ણવ. ત્યાં લઈ ગયા હતા. પ્રેમ હતો બધાને. એ, આહાહા.! બાવાજીને પ્રેમ થઈ ગયો. આ તો “રામચંદ્ર ને “લક્ષ્મણ’ આવ્યા. એવા ગંભીર. ઢબ આ હતી. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત’ એના ગાયનની આ ઢબ હતી. “સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત છોકરાઓના ગાયનની આ ઢબ હતી. પણ ઢબ તે શાંતિથી (ગાય). તે દિ તો દસ-પંદર રૂપિયાનો પગાર. તે દિ ક્યાં... આહા...! ત્રણ રૂપિયાનો, ચારનો મહિને ખર્ચ હોય. આહા...! એમાં આ ધુન ચડી ગયેલી. એને સાંભળીને. તું કોણ છો? આહાહા...! “શિવરમણી રમનાર આ સ્ત્રી ન હોય. અને તું તો દેવાધિદેવ છો. મને ખબરેય નહિ તે દિ તો શું આવ્યું આ? એનો અર્થ કે તું તીર્થકરનો જીવ છો! એવું આવ્યું, ભાઈ! એ તો પછી અંદર આવ્યું. આ શું આવ્યું આ તે? ૧૯૬૪ની સાલ, અઢાર વર્ષની ઉંમર. ૧૯૪૬માં જન્મ, અઢાર વર્ષની ઉંમર હતી. પણ પૂર્વનું હતું ને! અંદરથી આવતું. આહાહા.! ભગવાન પાસે (હતા). અહીં કહે છે, પ્રભુ! તું અહીં છો ને દેવાધિદેવ સાક્ષાત્! આહાહા...! તને તારા દેવના વિરહ ક્યાં છે? આહા.! પરમાત્માના ભગવાનના વિરહ પડ્યા પણ તારા દેવનો વિરહ નથી પ્રભુ તારામાં. આહાહા.! “સીમંધર સીમં – ગુણની મર્યાદા ધરનારો ભગવાન અચિંત્ય દેવ. એ સીમંધર ભગવાન આ છે. આહાહા.! એને સર્વ અર્થ સિદ્ધ થયા. “એવા સ્વરૂપે હોવાથી... આહાહા.! “જ્ઞાની...” નામ ધર્મીને “અન્યના પરિગ્રહથી શું કરે?” [મ્િ વિદત્તે શું કરવા વિશેષ ધારણ કરશે? આહાહા! બીજી ચીજને શું કરવા અનુભવમાં ઘે? એમ કહે છે. એને વિદત્તે શું કરવા ધારણ કરે? આહાહા.! ઝીણી વાત છે, પ્રભુ તારી પ્રભુતાનો પાર નથી, નાથ! તું બાળક થઈને એમ માગે કે, આ જોઈએ, આ જોઈએ. બાપુ! તું તો પ્રભુ છો અંદર. આહાહા.! તારી પ્રભુતાની વાતું વાણીમાં પુરી ન આવે, એવો ભગવાન અચિંત્યદેવ, જેને દૃષ્ટિમાં આવ્યો, અનુભવમાં લઈ લીધો (તેને) સર્વ અર્થની સિદ્ધિ થઈ ગઈ, કહે છે. આહાહા...! તેને અન્ય પરિગ્રહથી શું પ્રયોજન? ભેદ, Page #251 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૪૪ ૨૩૭ ગુણ-ગુણીના ભેદના વિકલ્પથી પણ તારે શું પ્રયોજન? આહાહા...! બાહ્ય પરિગ્રહ તો નહિ, રાગ તો નહિ પણ ભેદના વિકલ્પથી નાથ! તારે શું પ્રયોજન છે? આહાહા.! આવા ભગવાને અમૃત રેડ્યા છે. “અમૃતચંદ્રાચાર્યે અમૃત રેડ્યા છે. આહાહા.! શ્લોકમાં બહુ ઊંડપ છે. એમના હૃદયમાં એ વખતનો જે અભિપ્રાય હતો (એ) ઘણો ઊંડો હતો. આહાહા.. “કાંઈ જ કરવાનું નથી.” આહાહા...! ભાવાર્થ – “આ જ્ઞાનમૂર્તિ આત્મા...” ચિન્માત્ર ચિંતામણિ કહ્યું હતું ને? એનો અર્થ કર્યો. જ્ઞાનમૂર્તિ જ્ઞાનસ્વરૂપ ભગવાન. જ્ઞાનસ્વરૂપની પ્રધાનતાથી (કથન કર્યું છે). અનંત અનંત ગુણ સંપન્ન પ્રભુ પોતે જ અનંત શક્તિનો ધારક દેવ છે...” સ્વયં જ, પોતે જ અનંત શક્તિનો ધારક દેવ છે. અને પોતે જ ચૈતન્યરૂપી ચિંતામણિ હોવાથી... આહાહા...! શક્તિનો દેવ છે પણ કેવી શક્તિનો (દેવ)? કે પોતે જ ચૈતન્યરૂપી ચિંતામણિ. એ તો ચૈતન્યરૂપી ચિંતામણિ છે. આહાહા...! એમાં ચિંતવન નામ એકાગ્ર થા તો કેવળજ્ઞાન પણ પ્રાપ્ત થાય. એવો ચિંતામણિ રતન પ્રભુ તને મળ્યો, કહે છે. આહાહા! આવું કોઈ દિ સાંભળ્યું નહિ હોય. એ.ઈ..! હેં? આવી વાત છે. આહાહા...! અમૃતનો નાથ અંદર ડોલે છે. એવી ચીજ આગળ તારે શું પ્રયોજન? આહાહા...! અમૃતના ભંડાર ભર્યા. ચૈતન્ય ચિંતામણિ રત્ન. એ ચિંતામણિ હોવાથી વાંછિત કાર્યની સિદ્ધિ કરનારો છે;” આવ્યું હતું ને ઓલું? “સર્વ-અર્થ-સિદ્ધ'. વાંછિત કાર્ય. ધર્માત્માનું વાંછિત કાર્ય શું? સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને કેવળજ્ઞાન. પર્યાય છે ને? કાર્ય છે ને? આહાહા...! “વાંછિત કાર્યની સિદ્ધિ કરનારો છે, માટે જ્ઞાનીને સર્વ પ્રયોજન સિદ્ધ હોવાથી તેને અન્ય પરિગ્રહનું સેવન કરવાથી શું સાધ્ય છે?” ભાષા એટલી વધારી. સેવનનો અર્થ સાવધાની, આચરણ અને સ્મરણ. એ બધું પરનું સેવન (છે). એનાથી શું પ્રયોજન છે? આહાહા..! યાદ કરે, યાદ કે આવો રાગ આવ્યો. શું છે પણ? સમજાણું? મારું શરીર આવું નિરોગી રહ્યું. પ્રભુ! એ સ્મરણથી તારે શું કામ છે? તારી નિરોગમૂર્તિ ભગવાન અંદર (બિરાજે છે). હેં? આહાહા...! એનું સ્મરણ કરને, એમાં સાવધાન થાને, એનું આચરણ કરને. પરની સાવધાની, આચરણ ને સ્મરણથી શું પ્રયોજન? સ્મરણ. આહાહા.! જ્ઞાનીને સર્વ પ્રયોજન સિદ્ધ હોવાથી તેને અન્ય પરિગ્રહનું સેવન કરવાથી શું સાધ્ય છે? એ વિકલ્પના સેવન ને ભેદના સેવનથી તને શું લાભ છે? આહાહા...! “અર્થાતુ કાંઈ જ સાધ્ય નથી. આમ નિશ્ચયનયનો ઉપદેશ છે.” આવો યથાર્થ દૃષ્ટિનો અને યથાર્થ વસ્તુનો ઉપદેશ છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ગાથા-૨૦૦ कुतो ज्ञानी परं न परिगृह्णातीति चेत् - को णाम भणिज्ज बुहो परदव्वं मम इमं अप्पाणमप्पणो परिगहं तु णियदं को नाम भणेद्बुधः परद्रव्यं ममेदं भवति आत्मानमात्मनः परिग्रहं तु नियतं विजानन् । ।२०७ ।। यतो हि ज्ञानी, यो हि यस्य स्वो भावः स तस्य स्वः स तस्य स्वामी इति खरतरतत्त्वद्दष्टयवष्टम्भात्, आत्मानमात्मनः परिग्रहं तु नियमेन विजानाति, ततो न ममेदं स्वं, नाहमस्य स्वामी इति परद्रव्यं न परिगृह्णाति । સમયસાર સિદ્ધિ ભાગ-૭ હવે પૂછે છે કે જ્ઞાની પરને કેમ ગ્રહતો નથી? તેનો ઉત્તર કહે છે ઃપદ્રવ્ય આ મુજ દ્રવ્ય' એવું કોણ જ્ઞાની કહે અરે! નિજ આત્મને નિજનો પરિગ્રહ જાણતો જે નિશ્ચયે? ૨૦૭. हवदि दव्वं । वियाणंतो ।। २०७ ।। द्रव्यम् । ગાથાર્થ :- [ આત્માનમ્ તુ ] પોતાના આત્માને જ [ નિયતં ] નિયમથી [ આત્મનઃ પરિગ્રë ] પોતાનો પરિગ્રહ [ વિજ્ઞાનન્ ] જાણતો થકો [ ∞: નામ વુધઃ ] કયો જ્ઞાની [ મળેત્ ] એમ કહે કે [ તું પદ્રવ્ય ] આ પદ્રવ્ય [ મન દ્રવ્યમ્ ] મારું દ્રવ્ય [મવૃત્તિ ] છે ? ૧. સ્વ = : ધન; મિલકત; માલિકીની ચીજ. ટીકા :- જે જેનો સ્વભાવ છે તે તેનું સ્વ’ છે અને તે તેનો સ્વ ભાવનો) સ્વામી છે-એમ સૂક્ષ્મ તીક્ષ્ણ તત્ત્વદૃષ્ટિના આલંબનથી જ્ઞાની પોતાના) આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે, તેતી ‘આ મારું સ્વ’ નથી, હું આનો સ્વામી નથી’ એમ જાણતો થકો પરદ્રવ્યને પરિગ્રહતો નથી (અર્થાત્ પરદ્રવ્યને પોતાનો પરિગ્રહ કરતો નથી). ભાવાર્થ :- લોકમાં એવી રીત છે કે સમજદાર ડાહ્યો માણસ પરની વસ્તુને પોતાની જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. તેવી જ રીતે ૫રમાર્થાની પોતાના સ્વભાવને જ પોતાનું ધન જાણે છે, પરના ભાવને પોતાનો જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. આ રીતે જ્ઞાની પરનું ગ્રહણ-સેવન કરતો નથી. Page #253 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૦૦ ગાથા-૨૦૭ ઉપર પ્રવચન ૨૩૯ હવે પૂછે છે કે જ્ઞાની પરને કેમ ગ્રહતો નથી?” જેને આત્મા શુદ્ધ ચિદાનંદ પ્રભુ દૃષ્ટિમાં આવ્યો, પર્યાયમાં આખા જ્ઞેયનું જ્ઞાન થયું, પર્યાયમાં આખા શેય જ્ઞાયક આત્માનું જ્ઞાન થયું, પર્યાયમાં આખી ચીજની પ્રતીતિ જ્ઞાનપૂર્વક થઈ અને તેમાં લીનતાનો અંશ પણ થયો, એ પરને કેમ ગ્રહતો નથી? પરને કેમ ગ્રહતો નથી? તેનો ઉત્તર કહે છે :–' ૨૦૭. को णाम भणिज्ज बुहो परदव्वं मम इमं हवदि दव्वं । अप्पाणमप्पणो परिगहं तु णियदं वियाणंतो ।। २०७ ।। પરદ્રવ્ય આ મુજ દ્રવ્ય' એવું કોણ શાની કહે અરે! નિજ આત્મને નિજનો પરિગ્રહ જાણતો જે નિશ્ચયે? ૨૦૭. ‘જાણતો જે નિશ્ચયે’‘ળિયવં” છે ને પાઠમાં? ‘ળિયવં વિયાગંતો” ચોથું પદ. ઓહોહો..! ‘અમૃતચંદ્રાચાર્ય’ એની તો શું વાતું! એના શ્લોકમાં તો અમૃતના નાથને જગાડવા અમૃત ભર્યાં છે. જાગ રે જાગ હવે, બાપુ! તને સૂવું ન પાલવે. આહાહા..! એ રાગમાં જાગવું ન પાલવે, પ્રભુ! એમ કહે છે. આહાહા..! તારી ચીજમાં જાગૃત થા, એમ કહે છે. આહા..! ટીકા :– જે જેનો સ્વભાવ છે તે તેનું ‘સ્વ’ છે...' સ્વનો અર્થ નીચે. ધન, મિલકત, માલિકીની ચીજ. જેનો સ્વભાવ છે...' આહાહા..! અરે.....! આવા અવતાર. શું કહે છે? જે જેનો સ્વભાવ છે તે તેનું.' ધન છે, તે તેની મિલકત છે. જે જેનો સ્વભાવ છે તે તેનું..’ ધન, મિલકત છે અને પોતાના સ્વામીત્વની એ ચીજ છે. સમજાણું? જે જેનો સ્વભાવ છે, સ્વભાવ છે. ભાવવાનનો, સ્વભાવવાનનો સ્વભાવ છે, સ્વભાવવાનનો સ્વભાવ છે તે તેનું ધન છે, તે તેની લક્ષ્મી છે, તેના સ્વામીત્વની એ ચીજ છે, તેની મિલકત છે. આહાહા..! તે તેનો (સ્વ ભાવનો) સ્વામી છે...' નીચે અર્થ આવ્યો હતો ને? એમ સૂક્ષ્મ તીક્ષ્ણ તત્ત્વદૃષ્ટિના આલંબનથી...' આહાહા..! સૂક્ષ્મ મતિ અને શ્રુતજ્ઞાનના ઉપયોગથી. સૂક્ષ્મ તીક્ષ્ણ તત્ત્વદૃષ્ટિના આલંબનથી જ્ઞાની...’ આહાહા..! ‘જ્ઞાની પોતાના) આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે,...' આહાહા..! ધૂળના પરિગ્રહ મારા, એ તો મૂઢ માને, કહે છે. આહાહા..! મુમુક્ષુ :– ચક્રવર્તીને મૂઢ કહેવો? = ઉત્તર મોટો મૂઢ. ‘બ્રહ્મદત્ત’ મરીને નરકે ગયો, ભાઈ ! આહા..! બાપુ ! એ ભાષા ઠીક પણ મોટો સોળ હજાર દેવ સેવા કરે, છન્નુ હજાર સ્ત્રીઓ, છન્નુ કરોડ પાયદળ, અડતાળીસ હજાર પાટણ, બોંત્તેર હજાર નગર. આહાહા..! હીરાના ઢોલિયે સૂતો (હોય). Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ કુરુમતિ સ્ત્રી હતી. હજાર દેવ સેવા કરે. ‘કુરુમતિ. કરમતિ આહાહા.. એ મરીને સાતમી નરકે ગયો. આ કુરુમતિને યાદ કરી, ભગવાનને યાદ ન કર્યો. આહાહા! અત્યારે પણ એવું થાય છે ને? મરવા ટાણે નાની ઉંમરનો મરતો હોય તો એની વહુને એની પાસે છેલ્લે મોકલે. શું એમાં? અમારો નાનો ભાઈ હતો ને? “મગન. મગન”. તારા જમ્યા પહેલા મરી ગયેલો. (સંવત) ૧૯૭૧માં લગન (થયેલા). નાની ઉંમરનો, વીસ વર્ષનો. શરીર મોટું જુવાન લઠ્ઠ જેવું. ખાધે, પીધેલું શરીર. વીસ વર્ષની ઉંમરે લગન (થયા). મારી દીક્ષા પછી. સગપણ તો મારી દીક્ષા પહેલા (થઈ ગયેલું). એના સગપણમાં હું ગયો હતો, સાથે હતા. અને ૧૯૭૧માં લગન અને ૧૯૭૩માં ગુજરી ગયો. બે વર્ષ. આહાહા... લોકોને એવી ટેવ છે માળાને, વહુને એની પાસે મોકલી. મરવાનું ટાણું હવે. ‘નર્મદા' હતી, રૂપાળી બહુ હતી, બહુ રૂપાળી છોડી હતી. એની પાસે મોકલી. બધા બહાર નીકળી ગયા. એવું કાંઈક સાંભળ્યું હતું કે, એણે હાથ મૂક્યો. પછી છ મહિને એ ઝરીને પાછળ મરી ગઈ. આહા...! આ લેખ સંસારના, જુઓ દશા. આહાહા.! એને યાદ કરવા ગયા, પરને બાપા ! શું છે પણ હવે? સગાવ્હાલા એવા. કે એને હવે છેલ્લો મેળાપ કરવા દ્યો. શું છે પણ હવે આ? આહા...! અહીં હમણા નહિ, ડૉક્ટર ગુજરી ગયા? “દસ્તુર' ડૉક્ટર મોટો હતોને? ૬૧ વર્ષની ઉંમરે. અહીંથી ગયા કેમ્પમાં. અને છેલ્લે એવું થઈ ગયું કે હું નહિ બચું. છતાં સ્ત્રીને બોલાવો. એવું છાપામાં આવ્યું હતું. સ્ત્રીને બોલાવી, ઓલી સ્ત્રી આવીને રોવા મંડી. હવે રોવે શું? છેલ્લે ટાણું. આ ભગવાનને યાદ કરને! આહાહા...! ક્યાં જાવું છે? હમણા ભાઈના કાલે સમાચાર હતા ને? ભાઈ કહેતો હતો. “સુગધરાજ ભભુતમલ”. બે કરોડ રૂપિયાની ઉપજ છે. કાલે કાગળ હતો. મહારાજ એમ કહેતા હતા કે ક્યાં જઈશ અહીંથી તું? એ મને ભણકાર વાગે છે. ક્યાં જઈશ? બાપુ ! તારી દેહની સ્થિતિ તો પૂરી થઈ જશે. આહાહા.! આ દેહની સ્થિતિ તો પૂરી થઈ જશે પછી કયાં જઈશ? પ્રભુ ! આહાહા....! ચોરાશી લાખના અવતાર પડ્યા છે, પ્રભુ ! જો આત્માનું જ્ઞાન અને આત્માનું ભાન ન કર્યું, કયાં જઈશ? પ્રભુ ! તું ક્યાં જઈશ? આહા.! કાલે “ભભુતમલ'ના સમાચાર હતા. ભાઈ કહેતા હતા, “શુકનલાલજી'. કાગળમાં આવ્યું હતું. આહા.! નહિતર એની પાસે પૈસા ઘણા છે, અત્યારે બે કરોડ ઉપર પૈસા (છે). પોતે ધંધો બંધ કર્યો છે, છોકરાઓ કરે. એવું સાંભળેલું. સાંભળ્યું હોય છે કહીએ, આપણને ક્યાં ખબર હોય? પણ તોય માણસને આ પ્રેમ ઘણો છે. આહા.! અરે.રે.! મહારાજ એમ કહે છે કે, આ દેહ છૂટીને જાઈશ ક્યાં? તું તો રહેવાનો છો. હૈ? દેહનો નાશ થશે, તારો નાશ થશે? હવે તું ક્યાં જઈશ? પ્રભુ ! આહાહા.! કયે ઠેકાણે જઈશ? ક્યાં તારે અવતરવું છે? અરે.રે.! એવા જેને અંદરમાં ઘા, ઘા લાગે ને ભવના ડરનો એવો પાઠ છે ને? “ભવભયથી ડરી ચિત્ત યોગસારમાં છે. ભવ ભવ ભવ અરે...! Page #255 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૨૦૭ ૨૪૧ આહાહા..! એનાથી ડરીને ચિત્તને આત્મા ઉપર (વાળ), પ્રભુ ! આહાહા. જ્યાં ભવ અને ભવના ભાવનો અભાવ છે), એવા ભગવાન પાસે જા, તને ભવ નહિ રહે. આહાહા...! અને એકાદ-બે ભવ રહેશે તોપણ હવે ત્યાં સાધકપણે રહેશે. સમજાય છે? પૂરું કરવાને વાર લાગે એટલે રહેશે, બાકી બીજું નહિ રહે હવે. આહાહા...! દેહ છૂટીને જવાનું તો છે કે નહિ? ક્યાંક તો જાણે કે નહિ? તો ક્યાં જશે? બાપા ! અરે.રે...! સ્વરૂપનું ભાન નહિ કર્યું ને રાગની રુચિના પ્રેમમાં પડ્યો. પ્રભુ ! ક્યાં અવતરીશ તું? આહાહા...! આ એકેય રજકણ, કોઈ સાથે નહિ આવે. જેને માટે મમતા કરી છે. આ મારા દીકરા ને આ મારી દીકરી ને મારી બાયડી. અરે.! પ્રભુ ! શું કર્યું તે આ? આહાહા...! પ્રભુ ! તારે કયાં જાવું છે? શેમાં અવતરવું છે? એવી મમતાવાળી ચીજમાં જવું છે ? એમાં અવતરવું છે? આહાહા..! અહીં એ કહે છે, આહાહા.! જેને સ્વસ્વભાવ તે જેનું ધન છે, સ્વસ્વભાવ જેની મિલકત છે, સ્વસ્વભાવ જેની સ્વામિત્વની ચીજ છે, ધણીપત્તાની ચીજ છે ઈ. આહાહા.! એ “સૂક્ષ્મ તીર્ણ તત્ત્વદૃષ્ટિના આલંબનથી.. આહાહા...! સૂક્ષ્મ તીક્ષ્ણ તત્ત્વદૃષ્ટિ – બે શબ્દ (છે). એવી દૃષ્ટિના આલંબનથી “જ્ઞાની પોતાના) આત્માને જ આત્માનો... આહાહા...! ધર્મી જીવ તો પોતાના આત્માને જ સૂક્ષ્મ, તીક્ષ્ણ ઝીણી તત્ત્વદૃષ્ટિના આલંબનથી. આહાહા.... પોતાના આત્માને જ, પરને નહિ. આહાહા...! નિયમથી, પાછું. નિશ્ચયથી આત્માનો પરિગ્રહ જાણે છે. મારી ચીજ તો આ છે, એ મારો પરિગ્રહ છે. આહાહા. તો પૂર્ણાનંદનો નાથ એ મારો પરિગ્રહ છે, એ મારી ચીજ છે, એ મારો સ્વભાવ, મારી સ્વામીત્વની ચીજ એ છે, એ મારું ધન છે, એ મારી મિલકત છે. આહાહા...! અહીં અબજો રૂપિયા આવે ને થાય. મરીને ચાલ્યા જાય, બાપા! ક્યાંય પત્તો નહિ, મરીને ક્યાં જશે? આહાહા...! ઘણા તો મમતામાં મરે, ઢોરમાં અવતરે. આહાહા.. જે એના નિયમ છે એ પ્રમાણે થશે. કષાય તીવ્ર કર્યા હોય, માંસાદિ ન હોય. આપણે વાણિયાને કિંઈ એવું ન હોય. એને ધર્મની ખબર નથી. આહાહા..! ઘણા પશુમાં (જવાના). આહાહા...! અરે.! પ્રભુ! તારા મકાન ને મહેલમાંથી છૂટી ઢેઢગરોળીને કુંખે કે બકરીને કુંખે કે ભુંડને કુંખે (અવતરે). આહાહા...! પ્રભુ! આ શું છે તને આ? આહાહા...! એકવાર દૃષ્ટિની ગુલાંટ માર, કહે છે. જેનો સ્વભાવ તે તેનું ધન ને મિલકત, માલિકીની ચીજ છે). મારો ભગવાન તો પૂર્ણાનંદનો નાથ, એ મારો સ્વભાવ છે). આહાહા.! એવી ચીજની જેણે તીક્ષ્ણ દૃષ્ટિથી આલંબન લીધું એ “આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે... આહાહા...! ઉઠાવી દીધો બધેથી. પર્યાયના અંશથી ઉઠાવ્યો, વિકલ્પથી ઉઠાવ્યો, નિમિત્તથી ઉઠાવ્યો. આહાહા.! “આત્માને જન્મ એમ શબ્દ છે ને? નિયમથી.” નિશ્ચયથી આત્માનો પરિગ્રહ જાણે છે. મારો પ્રભુ એ મારો Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ પરિગ્રહ છે. અનંત ગુણનો નાથ એ મારો પરિગ્રહ છે. પરિ નામ સમસ્ત પ્રકારે પકડ્યું. પરિગ્રહ. સમસ્ત પ્રકારે મારો શુદ્ધ સ્વભાવ એ મારો, એમ પકડી લીધું, સમ્યગ્દર્શનમાં. આહાહા...! લોકોને ક્રિયાકાંડની પ્રવૃત્તિ આડે આ સત્ શું છે એ વિચારવાને વખત લેતા નથી. ત્યાંને ત્યાં પડ્યો રહે). એક બિચારો કહેતો હતો, સાધુ આવ્યો હતો. દક્ષિણી સાધુ હતો. ૯૫ વર્ષની ઉંમર કહેતા, પણ ૯૫ તો નહિ, ૮૫ તો હશે. પાલિતાણાથી આવ્યા. ચોમાસુ “ઇન્દોર’ હતું. ત્યાં આપણા એક નેમિચંદજી પંડિત છે. એની પાસેથી અહીંનું વાંચ્યું અને પછી અહીં કહેતા, મહારાજ ! અમે સાધુ નથી, હોં ! સાધુ તો અમે નથી પણ હું તો એમ માનું છું કે હિન્દુસ્તાનમાં કોઈ ભાવલિંગી સાધુ નથી. અહીં આવ્યા હતા. પણ અરે..! અમારા પાપના ઉદય, અમને આ લિંગ આવી ગયા બહાર, હવે અમારે કરવું શું? દ્રવ્યલિંગ આવ્યું, હવે એ પ્રમાણે વ્હોરવા (જઈએ), એમાં ફેરફાર થાય તો લોકો... શું કરીએ? અમારા પાપના ઉદય. દ્રવ્યલિંગ હાથ આવ્યું, દર્શન વિના. એમ ત્યારે કહેતા હતા. છે. “ઋષભસાગર ને? ઋષભસાગર' દક્ષિણમાં છે. ઇન્દોરમાં ચોમાસુ હતું ત્યારે આવ્યા હતા. ઇન્દોરમાં આપણા એક નેમિચંદ પંડિત છે. એને અહીંનું “સમકિત” પુસ્તક વંચાવ્યું. પુસ્તક વાંચ્યું. ઓહોહો...! વાત તો અલૌકિક વાત છે. એક “ભવ્યસાગર દિગંબર સાધુ છે. ૧૮-૧૯ વર્ષની દીક્ષા. એ મળ્યા નથી પણ કાગળ બહુ આવે. તમારું વાંચન કરીને અમને એમ થયું છે કે, અમે સાધુ નથી. અમે સમકિત વિના દીક્ષા લઈ લીધી. હવે અમારે કરવું શું? અમને ત્યાં બોલાવો, હોં! એમ કહે. અમને સોનગઢ' બોલાવો. પણ અહીં તો બોલાવવાનો પત્ર-ફત્ર (કાંઈ નહિ). અહીં નાખવા ક્યાં? અહીં રાખવા ક્યાં? છતાં નીકળ્યા હતા ગિરનારને નામે. કીધું, શું થયું? અરે! બાપુ! બાહ્યના ત્યાગમાં ત્યાં રોકાવું પડે અને અંતરના તત્ત્વના વિચાર સાંભળવા મળે નહિ. એણે તો ત્યાં સુધી લખ્યું છે. અરે.! ધન્ય કાળ જે દિ' તમારી સભામાં હું આ વ્યાખ્યાન સાંભળું, અમારો ધન્ય કાળ. એમ લખ્યું છે, “ભવસાગર' સાધુ છે. આહા.! અરે.! બાપુ! ભગવાન! આ તો અંતરના ભગવાનની વાતું છે. આહાહા.! અહીં તો પ્રભુ તારો સ્વભાવ જે સ્વ-ભાવ, સ્વ પોતાનો ભાવ, આનંદ, જ્ઞાન, શાંતિ, સ્વચ્છતા એવો ભાવવાન પ્રભુ, તેનો સ્વભાવભાવ એ તેનું ધન છે, એ તેની માલિકીની મિલકત છે. આહાહા...! એ ધર્માએ પોતાના આત્માની પકડ કરી લીધી તો એ માલિકીની ચીજને પરિગ્રહ બનાવ્યો. આહાહા...! બહુ ફેરફાર, ભાઈ! દુનિયાથી આખો... ઓહોહો...! ‘હસમુખભાઈ આ દુનિયાની હોંશું તો ઊડી જાય એવું છે. આહાહા! શેના હરખ? ભાઈ! પરમાં શેના તને હરખના હડકા આવે? ભાઈ! એ પાપના હડકા છે. અંતર અનંત આનંદનો નાથ, એને સૂક્ષ્મ દૃષ્ટિથી પકડ. એ તારો પરિગ્રહ છે. છે ને? ટીકા છે કે નહિ? Page #257 -------------------------------------------------------------------------- ________________ ગાથા૨૦૭ ૨૪૩ સૂક્ષ્મ તીણ તત્ત્વદૃષ્ટિવાસ્તવિક તત્ત્વ છે તેની દૃષ્ટિ. આહાહા...! “આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે, તેથી “આ મારું “સ્વ” નથી,...” કોણ? રાગાદિ, ભેદાદિ મારું સ્વ નથી. હું આનો સ્વામી નથી” આહાહા.! મારા સિવાય જે ચીજ છે, રાગાદિ, પર આદિ, એ મારું સ્વ નહિ, મારું ધન નહિ, મારી ચીજ નહિ. અરે! દયા, દાનનો વિકલ્પ પણ મારી ચીજ નહિ, એ મારું સ્વ નહિ, મારું ધન નહિ, મારી મિલકત નહિ. આહાહા... તેનો સ્વામી નથી. “એમ જાણતો થકો પરદ્રવ્યને પરિગ્રહતો નથી...” સ્વદ્રવ્યનો પરિગ્રહ કરે છે, પરદ્રવ્યનો પરિગ્રહ કરતો નથી. આહાહા...! “પદ્રવ્યને પોતાનો પરિગ્રહ કરતો નથી. તેને નિર્જરા થાય છે. આહાહા...! તેને અશુદ્ધતા ટળે છે અને શુદ્ધતા વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. (વિશેષ કહેશે.) (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) પ્રવચન નં. ૨૮૮ ગાથા–૨૦૭, ૨૦૮ રવિવાર, શ્રાવણ વદ ૧૨, તા. ૧૯-૦૮-૧૯૭૯ સમયસાર ૨૦૭ (ગાથાનો) ભાવાર્થ. લોકમાં એવી રીત છે.” ભાવાર્થ છે ને ? ‘લોકમાં એવી રીત છે કે સમજદાર ડાહ્યો માણસ પરની વસ્તુને પોતાની જાણતો નથી... દૃષ્ટાંત આપ્યો. લોકરીતિ એવી છે કે સમજદાર ડાહ્યો લૌકિક માણસ પુરુષ પરની વસ્તુને પોતાની જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. આ દૃષ્યત. આહાહા.! ઝીણી વાત બહુ, બાપા! ‘તેવી જ રીતે પરમાર્થજ્ઞાની..જેને ધર્મનું જ્ઞાન, આત્મજ્ઞાની (છે). આત્મા પુણ્ય-પાપના રાગથી ભિન્ન છે એવું જેને અંતરજ્ઞાન થયું એ જ્ઞાની, પરમાર્થજ્ઞાની. એકલા શાસ્ત્રના જ્ઞાની એમ નહિ. આહાહા...! પરમ પદાર્થ ભગવાનઆત્મા, તેના અવલંબને જે જ્ઞાન થયું એ પરમાર્થજ્ઞાની (છે). ઝીણી વાત બહુ, બાપુ! તે પોતાના સ્વભાવને જ પોતાનું ધન જાણે છે....” સાચા જ્ઞાની અને સાચા ધર્મી, નિજ આનંદ અને જ્ઞાનાદિ પોતાની ચીજ છે, તેને પોતાનું ધન માને છે. આહાહા...! પરના ભાવને પોતાનો જાણતો નથી,...” પરના ભાવ. એ પુણ્ય ને પાપના ભાવ એ તો પરના છે. આહાહા! અત્યારે રાડ નાખી જાય છે ને! દયા, દાન, વ્રત, ભક્તિ કરો (તો) કલ્યાણ થશે. અહીં કહે છે કે, એ તો પરભાવ અજ્ઞાનભાવ છે. આહાહા...! ઇન્દુભાઈ આવ્યા હતા, ગયા? છે? ઠીક! એવા પાણીના જોરમાં માથે ચડી ગયા. બહુ માણસ. “રતિભાઈ શું નામ? તેનો દીકરો. જ્ઞાયક. જ્ઞાયક. જ્ઞાયક. ધુન લગાવી હતી. પાણી માથે. ૨૫-૨૫, ૩૦ ફૂટ. મડદાં મરીને ચાલ્યા જાય. પોતે માથે. કહેતા હતા. આહાહા..! આત્મા તો જ્ઞાયક ચિદાનંદ સ્વરૂપ છે. તેમાં પુણ્ય અને પાપના ભાવ પણ અન્ય છે. તે પોતાનું સ્વરૂપ નહિ. અરે...! આ વાત જગતને બેસવી (કઠણ પડે). એ કહ્યું ને? પરના ભાવને પોતાનો જાણતો નથી” એ પુણ્ય ને પાપના ભાવ તો વિકારી અજીવ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ પરભાવ છે અને તેના ફળરૂપ જે સંયોગ, એ તો પરભાવ તદ્દન ભિન્ન છે. આહાહા...! પોતાનો જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. આહાહા.! ધર્મી તો શુભભાવને પણ પોતાપણે ગ્રહણ કરતો નથી. એ ભાવ મારો નહિ. અર.૨.! આવી વાત છે. ઝીણી વાત, ભાઈ! જેને પુણ્ય ભાવને તો પ્રભુએ અજીવ કહ્યો. ‘જીવ અધિકાર”માં. એ જીવ ભગવાન જ્ઞાનસ્વરૂપનું જેને ભાન થયું એ પુણ્ય એવા અજીવને કેમ ગ્રહણ કરે? આહાહા.! એ અજીવ મારા છે, પુણ્ય મારા છે, (એમ શા માટે ગ્રહણ કરે)? ઓલા વિદ્યાનંદજી' કહે છે કે, પુણ્યને અધર્મ ક્યાં કહ્યો છે? પણ આ કુશીલ કહ્યો, અન્ય ભાવ કહ્યો, એ શું છે? આહાહા...! પુણ્યને જે ધર્મ' શબ્દ વાપર્યો છે તેનું કારણ છે. વ્યવહારધર્મની ઉપમા આપી. પોતાના નિશ્ચય સ્વભાવનો અનુભવ થયો, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ થયા, તેમાં જે શુભ ભાવ છે તેને ધર્મનો-વ્યવહારધર્મનો આરોપ કર્યો. નિશ્ચયધર્મનો વ્યવહારધર્મમાં આરોપ કર્યો, એ ધર્મ છે નહિ. તો તેને વ્યવહાર કહેવામાં આવ્યો છે. આહા...! બહુ આકરું કામ, ભાઈ! ભગવાન ચૈતન્યસ્વરૂપ, એકલો જ્ઞાનરસનો આનંદકંદ પ્રભુ, તેને જેણે પોતાનો જાણ્યો, એ પોતાના સ્વભાવ સિવાય દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ આવે છે પણ તેને પોતાના નથી માનતો. આહાહા...! એ તો પરના છે. લૌકિકમાં ડાહ્યો પુરુષ કોઈ પરની ચીજને પોતાની નથી માનતો. એમ અહીંયાં લોકોત્તરમાં... આહાહા...! આત્મા જ્ઞાનસ્વરૂપ જ્ઞાયક, તેનું જેને અંતરમાં ભાન થયું, એ જ્ઞાની પોતાનો સ્વભાવ નિજ ધન છે, એ રાગાદિ પોતાનું સ્વધન નહિ, એ તો પારકી ચીજ છે તેમ માને છે). આહાહા...! આવો માર્ગ લોકોને કઠણ લાગે). દિગંબર ધર્મ આ પોકાર કરે છે. હવે દિગંબરમાં જન્મ્યા એને ખબરું ન મળે. આહા.! વ્યવહાર કરો ને આ કરો ને એ કરતા કરતા થાશે. અહીં તો કહે છે કે, ધર્મીજીવને વ્યવહાર આવે છે પણ તેને પોતાનો માનીને ગ્રહણ નથી કરતા. આહાહા.! છે? તેને ગ્રહણ કરતો નથી. આ રીતે જ્ઞાની પરનું ગ્રહણ-સેવન કિરતો નથી.” આહાહા...! ધર્માજીવ સમ્યગ્દષ્ટિ વાસ્તવિક ધર્મી, એ પુણ્યના પરિણામને પોતાના નથી માનતો, પોતાનું માનીને ગ્રહણ નથી કરતો. ભિન્ન કરીને તેનો જ્ઞાતા રહે છે. આહાહા...! કહો, હસમુખભાઈ! આવી વાત છે. આહાહા...! કાલે ઇન્દુભાઈ “મોરબીની વાત કરતા હતા. આહાહા...! પાણીના ધોધમાં મડદાં ચાલ્યા જાય. માથે જોવે કે. આહાહા...! આ પાણી ક્યાં ચડી જશે? બાપુ એ બધા સંસારના માર્ગ છે. આહાહા! રાગનો વેગ આવ્યો એ પાણીનું પૂર આવ્યું પણ એ આત્માનું નહિ. આહાહા.! હૈ? એ પુણ્યના પરિણામનો પ્રભુ વેગ આવ્યો, એ પાણીનો પ્રવાહ છે, એ તારું સ્વરૂપ નહિ. આહાહા...! એ અજીવનો પ્રવાહ છે, પ્રભુ! એ જીવનો પ્રવાહ નહિ. આહાહા...! એ અહીં કહે છે, “આ રીતે જ્ઞાની પરનું ગ્રહણ–સેવન કરતો નથી.” Page #259 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૦૦ ગાથા-૨૦૮ अतोऽहमपि न तत् परिगृह्णामि मज्झं परिग्गहो जदि तदो अहमजीवदं तु णादेव अहं जम्हा तम्हा ण परिग्गहो मम परिग्रहो यदि ततोऽहमजीवतां तु ज्ञातैवाहं यस्मात्तस्मान्न परिग्रहो · ૨૪૫ गच्छेज्ज । मज्झ ।। २०८ ।। गच्छेयम् । મા|૨૦૮] यदि परद्रव्यमजीवमहं परिगृहीयां तदावश्यमेवाजीवो ममासौ स्वः स्यात्, अहमप्यवश्यमेवाजीवस्यामुष्य स्वामी स्याम्। अजीवस्य तु यः स्वामी, स किलाजीव एव । एवमवशेनापि ममाजीवत्वमापद्येत। मम तु एको ज्ञायक एव भावः यः स्वः, अस्यैवाहं स्वामी; ततो मा भून्ममाजीवत्वं, ज्ञातैवाहं भविष्यामि, न परद्रव्यं परिगृह्णामि । માટે હું પણ પરદ્રવ્યને નહિ પરિગ્રહું' એમ હવે (મોક્ષાભિલાષી જીવ) કહે છે :પરિગ્રહ કદી મારો બને તો હું અજીવ બનું ખરે, હું તો ખરે શાતા જ, તેથી નહિ પરિગ્રહ મુજ બને. ૨૦૮. ગાથાર્થ :- [ યવિ ] જો [ પરિગ્રહઃ ] પદ્રવ્ય-પરિગ્રહ [ મમ ] મારો હોય [ તતઃ ] તો [ અઠ્ઠમ્ ] હું [ અનીવતાં તુ ] અજીવપણાને [ નઘ્યેયમ્ ] પામું [ ચસ્માત્ ] કારણ કે [ અહં ] હું તો [ જ્ઞાતા પુવૅ ] શાતા જ છું [ તસ્માત્ ] તેથી [ પરિવ્રજ્ઞ: ] (પરદ્રવ્યરૂપ) પરિગ્રહ [ મમ ન ] મારો નથી. ટીકા :- જો અજીવ પદ્રવ્યને હું પરિગ્રહું તો અવશ્યમેવ તે અજીવ મારું ‘સ્વ’ થાય, હું પણ અવશ્યમેવ તે અજીવનો સ્વામી થાઉં; અને અજીવનો જે સ્વામી તે ખરેખર અજીવ જ હોય. એ રીતે અવશે (લાચારીથી) પણ મને અજીવપણું આવી પડે. મારું તો એક શાયક ભાવ જ જે સ્વ’ છે, તેનો જ હું સ્વામી છું; માટે મને અજીવપણું ન હો, હું તો શાતા જ રહીશ, પદ્રવ્યને નહિ પરિગ્રહું. ભાવાર્થ :- નિશ્ચયનયથી એ સિદ્ધાંત છે કે જીવનો ભાવ જીવ જ છે, તેની સાથે જીવને સ્વ-સ્વામી સંબંધ છે; અને અજીવનો ભાવ અજીવ જ છે, તેની સાથે અજીવને સ્વ-સ્વામી સંબંધ છે. જો જીવને અજીવનો પરિગ્રહ માનવામાં આવે તો જીવ અજીવપણાને પામે; માટે જીવને અજીવનો પરિગ્રહ પરમાર્થે માનવો તે મિથ્યાબુદ્ધિ છે. જ્ઞાનીને એવી મિથ્યાબુદ્ધિ હોય નહિ. જ્ઞાની તો એમ માને છે કે પદ્રવ્ય મારો પરિગ્રહ નથી, હું તો જ્ઞાતા છું. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ગાથા-૨૦૮ ઉ૫૨ પ્રવચન સમયસાર સિદ્ધિ ભાગ-૭ માટે હું પણ... હવે ધર્મી જે સાચો ધર્મી છે તે કહે છે કે, હું પણ પદ્વવ્યને નહિ પરિગ્રહું' એમ હવે (મોક્ષાભિલાષી જીવ) કહે છે :– ૨૦૮. मज्झं परिग्गहो जदि तदो अहमजीवदं तु गच्छेज्ज । णादेव अहं जम्हा तम्हा ण परिग्गहो मज्झ || २०८ || નીચે રિગીત. પરિગ્રહ કદી મારો બને તો હું અજીવ બનું ખરે, હું તો ખરે શાતા જ, તેથી નહિ પરિગ્રહ મુજ બને. ૨૦૮. આહાહા..! ૨૦૮ની ટીકા :- જો...’ છે? ભાઈ ‘કાંતિભાઈ’ને આવ્યું? જો અજીવ પદ્રવ્યને હું પરિગ્રહું...' આહાહા..! દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ અજીવ છે, એ જીવની જાત નહિ, પ્રભુ! આહાહા..! આકરી વાત છે, પ્રભુ! આહાહા..! પાણીમાં અત્યારે કેટલા હજાર, ‘ઇન્દુભાઈ’ કહે છે, વીસ હજાર માણસ મરી ગયા. અરે......! એમ અનંતકાળથી અજ્ઞાનમાં ડૂબીને અનંત મરી ગયા. આહાહા..! એને તરવાનો રસ્તો તો ભગવાનઆત્મા જ્ઞાન છે. તેનો અનુભવ કરીને રાગાદિના પ્રવાહને પોતાનો નહિ માનીને. આહાહા..! કેમકે જો અજીવ પરદ્રવ્યને હું પરિગ્રહું...' જો એ પુણ્ય પરિણામ, રાગનો ભાવ આવ્યો, પણ તેને જો મારા કરું તો અવશ્યમેવ તે અજીવ મારું 'સ્વ' થાય,..' આહાહા..! એ પુણ્ય પરિણામ છે એ અજીવ છે. આહાહા..! આકરી વાત છે. હું જીવ જ્ઞાયક સ્વરૂપ એ પુણ્ય પરિણામ અજીવ છે તેને જો હું ગ્રહણ કરું, પરિગ્રહ કરું એટલે મારા છે એમ માનું તો અવશ્યમેવ, અવશ્યમેવ-જરૂર આ ‘આ અજીવ મારું સ્વ’ થાય...’ આહાહા..! આટલો તો ખુલાસો છે પણ હવે... આહાહા..! વસ્તુ ચૈતન્યમૂર્તિ પ્રભુ! પ્રથમ એની શ્રદ્ધામાં તો પાકું કરે, પછી અનુભવ પછી. પણ શ્રદ્ધામાં જ હજી વાંધા ત્યાં અનુભવ હોય કયાંથી? આહાહા..! શું કહે છે? કહે છે કે, જો અજીવ પરદ્રવ્યને હું પરિગ્રહું...' એ પુણ્ય-પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધ એ બધા અજીવભાવ છે, મારા ભાવ નહિ. આહાહા..! હવે આમાં પૈસા-બૈસા ધૂળ તો ક્યાંય રહી ગઈ. એ......! મુમુક્ષુ :– હીરા ક્યાં રહ્યા? ઉત્તર હીરા હીરામાં રહ્યા, હીરા ક્યાં આત્મામાં હતા? એનો પંકજ એનો કાં હતો? હીરો તો ક્યાંય રહી ગયો હવે. Page #261 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૨૦૮ ૨૪૭ એમને પણ લાગુ પડેને કે, “સુમનભાઈ ક્યાં એના હતા. અરે! પ્રભુ! તારી ચીજ તો પ્રભુ! આહાહા...! જેને જન્મ-મરણનો નાશ કરવો હોય અને જન્મ-મરણમાં અવતારમાં ઉત્પત્તિનો નાશ કરવો હોય તો જન્મ-મરણનો અને જન્મ-મરણના કારણરૂપ ભાવ, તેનાથી આત્મા ભિન્ન જ્ઞાયકસ્વરૂપ છે તેને અનુભવવો. આહા...! પેલો શબ્દ આવ્યો છે ને ત્યાં પહેલું નહોતું ‘હિંમતભાઈએ ગાયું? ન્યાં હમણા વાંચ્યું. જીવરાજજીની પાટ ઉપર કાગળ લખ્યો છે, પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા, પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા. પરકી આશ કહાં કરે પ્રીતમ, કઈ વાતે તું અધૂરા ? કઈ વાતે તું અધૂરો વ્હાલા? મેરા પ્રભુ મેરા તુમ સબ વાતે પૂરો, પરકી આશ કહાં કરે વ્હાલા' એ દયા ને દાનના વિકલ્પની આશા કર નહિ, એ મારા છે એમ નહિ માન, પ્રભુ! આહાહા.! તારી ચીજમાં પૂર્ણતા ભરી છે, નાથ! સર્વજ્ઞ ત્રિલોકનાથનો પોકાર છે. વીતરાગ જિનેશ્વરદેવનો પોકાર છે). આહા.! “પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા” આહા.! હમણા જીવરાજજી પાસે વાંચ્યું. કાગળ લખ્યો છે. જીવરાજજીને કીધું, આ ધ્યાન રાખજો, કીધું આ. શરીર ઢીલું થઈ ગયું છે ને. પરકી આશ કહાં પ્રીતમ’ શરીર ઠીક રહે તો ઠીક, શરીરમાં નિરોગતા રહે (તો ઠીક). અરે! પ્રભુ! તારે પરની સાથે શું કામ છે? આહાહા.! હવે આગળ આવશે, “છિMદુ મિM, ૨૦૯ માં આવશે. શરીર ને વાણી ને મન છેદાવ તો છેદો, ભેદાવ તો ભેદો, નાશ થાવ તો નાશ થાવ, મારે શું? આહાહા...! એમ પુણ્યના-પાપના ભાવ નાશ થાવ તો થાવ, એ મારી ચીજ નથી અને તેનું ફળ સંયોગ મળ્યા, તેનો અભાવ થાઓ, નાશ હો તો નાશ થાઓ, મારે શું? મારી ચીજમાં એ ચીજ છે નહિ. આહાહા...! આકરું કામ ભારે બહુ. વર્તમાન તો આખો વેગ, સંપ્રદાયનો આખો વેગ વ્યવહાર કર્યો ને આ કરો ને આ કરો, ભક્તિ કરો ને પૂજા કરો ને મંદિર બનાવો ને આ કરો, એનાથી થાય (એમાં ચડી ગયો). અર..! અહીં તો કહે છે કે, ધર્મી જીવ પોતાને એમ માને છે કે હું અજીવ પરદ્રવ્યનો પરિગ્રહ કરું (અર્થાતુ) એ પુણ્ય પરિણામને પોતાના માનું તો “અવયમેવ તે અજીવ મારું “સ્વ” થાય.” તો એ પુણ્ય પરિણામ અજીવ છે તે મારું સ્વધન થાય. આહાહા...! અને હું પણ અવશ્વમેવ તે અજીવનો સ્વામી થાઉં;” બહુ સરસ ગાથા છે. આહાહા.! હું આત્મા આનંદ અને જ્ઞાનનો રસીલો હું છું. આહાહા...! એ જ્ઞાન સાથે, જ્ઞાન, આનંદનું ભોજન કરનારો, અતીન્દ્રિય આનંદનું ભોજન કરનાર, એવો જે હું આત્મા... આહાહા...! એકલું જ્ઞાન નહિ, સમ્યજ્ઞાનની સાથે આનંદનો અનુભવ સાથે, એવું જે જ્ઞાન એ હું છું. એ રાગાદિ જે અજ્ઞાન ને દુઃખ, એ અજીવને મારા માનું તો હું અજીવ થઈ જાઉં. આહાહા.! ભારે કામ આકરું, બાપુ! વીતરાગ માર્ગ, આહાહા...! અરે.! લોકોએ લૂંટી નાખ્યો. બીજી રીતે કરી નાખીને. આહાહા...! ‘અજીવ મારું “સ્વ” થાય... પુણ્ય મારું ધન થાય અને હું પણ અવશ્યમેવ તે અજીવનો Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ સ્વામી થાઉં;..' આહાહા..! અને અજીવનો જે સ્વામી...' થાય. ભેંસનો ધણી પાડો હોય છે. ભેંસનો ધણી કોઈ વાણિયો, શેઠિયો નથી હોતો. એમ આ રાગનો હું ધણી થાઉં.. આહાહા..! તો હું અજીવ થઈ જાઉં. ગજબ વાત છે, પ્રભુ! આવી વાત સાંભળવા મળવી મુશ્કેલ. આહાહા..! સંપ્રદાયના આગ્રહમાં પડ્યા છે એને આવી વાત સાંભળવી મુશ્કેલ પડે. આહાહા..! પ્રભુ કહે છે, પ્રભુ! તું આત્મા છો ને! અને આત્મા છે તો એ તો જ્ઞાન ને આનંદનો ભંડાર પ્રભુ છે. તેમાં આ રાગાદિ પરિણતિ ઉત્પન્ન (થાય) એ તારી ચીજ નથી. હવે જે ચીજ તારી નથી તેનાથી તને લાભ થશે? આહાહા..! પુણ્ય પરિણામ કરું (તો) મને લાભ થશે. અરે...! પ્રભુ! શું કરે છે તું આ? તું અજીવ થઈ ગયો? તેનો સ્વામી થઈને મારા માને એ તો અજીવ થઈ ગયો. ખરેખર અજીવ જ હોય.' છે? અજીવનો જે સ્વામી તે ખરેખર અજીવ જ હોય.' આહાહા..! એ દયા, દાન, વ્રતનો રાગ એ હું મારો માનું તો એ તો અજીવ છે, તો હું અજીવ થઈ જાઉં. આહાહા..! આવો વીતરાગનો માર્ગ (છે). એ જિન વીતરાગ સિવાય ચાંય કોઈ માર્ગમાં એ વાત છે નહિ. વેદાંત ને વૈષ્ણવ ને અન્ય બધા અનેક પ્રકારના, બધી કલ્પિત વાતું છે. અરે..! શ્વેતાંબરમાં કલ્પિત વાતું છે તો બીજે તો... શ્વેતાંબર મત પણ કલ્પિત કાઢેલો છે. આ તો વસ્તુનું સ્વરૂપ (છે). આહાહા..! સર્વજ્ઞ ૫૨માત્માનો પોકાર (છે કે) પ્રભુ! તું આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપ છો ને ! તારી માલિકીની ચીજ તો જ્ઞાન ને આનંદ છે ને, પ્રભુ! અને એ રાગને જો પોતાનો માનીશ તો તું અવ થઈ જઈશ. આહાહા..! હવે ઓલો કહે છે કે, પુણ્યને અધર્મ કયાં કહ્યું છે? પણ અહીં પુણ્યને અજીવ કહ્યું ઇ શું છે? જીવ નહિ તે અજીવ, ધર્મ નહિ તે અધર્મ. આહાહા..! એ તો ઓલા ‘સર્વવિશુદ્ધ'માં આવે છે ને? ભાઈ! ૪૦૪ ગાથા, નહિ? એમ કે, આત્મા જ્ઞાન છે, દર્શન છે, આનંદ છે અને પુણ્ય-પાપ એ આત્મા છે. ધર્મ-અધર્મ’ શબ્દ ત્યાં પડ્યો છે. ધર્મ એટલે પુણ્ય. એમ કહીને પોતાની પર્યાયનું અસ્તિત્વ સિદ્ધ કર્યું પર્યાયમાં પણ પછી કહ્યું કે, શુભાશુભ ભાવ ૫૨સમય છે તેને દૂર કરી દે. ૪૦૪ ગાથા છે ને? આહાહા..! ‘ધમ્માધમં’ આત્મા, ત્યાં તો એમ લીધું છે. પુણ્ય ને પાપ આત્મા છે, એની પર્યાયમાં છે ને? એ અપેક્ષાએ. અહીં એ વાત નથી. અહીં તો નિર્જરાનો અધિકાર છે તો એ પુણ્ય ને પાપ અજીવ છે. ત્યાં તો જીવની સ્થિતિનું વર્ણન થાય છે કે પોતાની પર્યાયમાં સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર થયા તે પોતાના અને પુણ્ય-પાપ પણ પોતાના છે. એ કોઈ જડમાં છે અને જડના છે એમ નહિ. પછી કહ્યું કે, એ પુણ્ય-પાપ જે પોતાના છે એમ જે કહ્યું હતું એ પરસમય છે, તેને દૂર કરી દે. તારો સ્વસમય ગ્રહણ કરી લે. છે ને ભાઈ એમાં? પાછળ છે. શું છે એ? ૪૦૪ છે? ૪૦૪ છે. જુઓ! ૪૦૪ (ગાથા) એની ટીકા. પાઠ લઈ લ્યો, પાઠ. જુઓ! ૪૦૪ ગાથા. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ ગાથા૨૦૮ ज्ञानं सम्यग्दष्टिं तु संयम सूत्रमङ्गपूर्वगतम्। ધર્માધર્મ વ તથા પ્રવ્રખ્યામવુપયાત્તિ વધા:TI૪૦૪TI એ આત્મા છે, એમ કહીને. આહાહા. એમાં છેલ્લે છે. અહીંયાં છે, જુઓ! “જ્ઞાન જ સમ્યગ્દષ્ટિ છે.” બીજી લીટી છે. છે? “જ્ઞાન જ સમ્યગ્દષ્ટિ છે, જ્ઞાન જ સંયમ છે, જ્ઞાન જ અંગપૂર્વરૂપ સૂત્ર છે...” જ્ઞાન. જ્ઞાનપર્યાય. આ શાસ્ત્રના પાના એ નહિ. “જ્ઞાન જ ધર્મઅધર્મ (અર્થાતુ પુણ્ય-પાપ છે, જ્ઞાન જ પ્રવજ્યા છે – એમ જ્ઞાનનો જીવપર્યાયોની સાથે પણ અવ્યતિરેક નિશ્ચયસાધિત દેખવો (અર્થાત્ નિશ્ચય વડે સિદ્ધ થયેલો સમજવો-અનુભવવો.” એ પ્રમાણે સર્વ પદ્રવ્યો સાથે વ્યતિરેક વડે અને સર્વ દર્શનાદિ જીવસ્વભાવો સાથે અવ્યતિરેક વડે અતિવ્યાપ્તિને અને અવ્યાપ્તિને દૂર કરતું થકું, અનાદિ વિભ્રમ જેનું મૂળ છે એવા ધર્મ-અધર્મ...” જુઓ! પહેલા પર્યાયમાં એના કહ્યા, પણ પછી કહે છે કે, એ ધર્મઅધર્મ છે તે પરસમય છે. સ્વસમય આત્મા (છે). છે? પુણ્ય-પાપરૂપ પરસમયને દૂર કરીને...” છે? પહેલા એની પર્યાયમાં છે એમ સિદ્ધ કર્યું. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, આનંદ આદિ ધર્મ પણ પોતાની પર્યાયમાં છે અને પુણ્ય-પાપ પણ પોતાની પર્યાયમાં સિદ્ધ કર્યા. પછી કહ્યું કે, એ પરસમયને દૂર કરી દે. આહાહા...! છે? આહાહા.! પરસમયને દૂર કરીને ધર્મ-અધર્મરૂપ પુણ્ય-પાપરૂપ, શુભ-અશુભરૂ૫) પરસમયને દૂર કરીને પોતે જ પ્રવજ્યારૂપને પામીને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરીને,” આહાહા.! પોતાનું જે શુદ્ધ સ્વરૂપ, સ્વ દર્શન-જ્ઞાન-ચારિત્ર તેને પ્રાપ્ત કરીને. રાગાદિ પરસમય છે તેને દૂર કરીને. પહેલા કહ્યું કે, તેની પર્યાયમાં છે. પછી કહ્યું કે તે પરસમયને દૂર કરીને. આહાહા.! હવે પરસમય કહ્યું, કુશીલ કહ્યું, અજીવ કહ્યું. શુભભાવ. આહાહા.! આ તો જરી પ્રવજ્યાનું યાદ આવ્યું. પ્રવજ્યા એ કોણ છે? બાપા! એ પુણ્ય-પાપથી રહિત પોતાના સ્વરૂપની આનંદ સહિતની રમણતા એ પ્રવજ્યા છે. પ્રવજ્યા કોઈ નગ્ન થઈ ગયો ને પંચ મહાવ્રતના પરિણામ, એ પણ ક્યાં અત્યારે છે? અત્યારે તો એને માટે ચોકા બનાવીને લ્ય છે. વ્યવહારનાય ઠેકાણા નથી. દેનાર પણ પાપી અને લેનાર પણ પાપી છે. બેય (પાપી) છે. એને માટે ચોકા બનાવે. બોલે (એમ કે) આહાર શુદ્ધ, મન શુદ્ધ. પણ આ બનાવ્યું એને માટે તો શુદ્ધ કયાંથી આવ્યું તારું? જૂઠું બોલે અને એને માન્ય રાખીને લ્ય. માર્ગ બાપા આ તો વીતરાગનો છે, ભાઈ! સમજાણું? અને એ તો અમે પંદર-વીસ વર્ષ કર્યું હતું ને? અમારે માટે પાણીનું બિંદુ હોય તો નહોતા લેતા. સંપ્રદાયમાં એ રીતનું માન્યું હતું ને. બે-બે દિવસ સુધી પાણીને બિંદુ નહોતું મળતું. છાશ, મઠ્ઠો મળે. ગરાસિયા કે રજપૂતને ત્યાંથી લઈ આવીએ. રોટલી ને છાશ. એ વખતે તો જે ક્રિયા માની હતી એ સખત કરતા. સ્થાનકવાસીમાં. પાણીનું બિંદુ પણ અમારે માટે કર્યો હોય તો બિલકુલ એ ગૃહસ્થને ઘરે આહાર ન લઈએ. પણ એ અજ્ઞાનની ક્રિયા. આહાહા.! આહાહા..! Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ અહીં તો કહે છે કે, પ્રભુ! એકવાર સાંભળ તો ખરો. નિર્જરા તેને થાય છે કે જેણે પોતાના જ્ઞાયક સ્વભાવને સ્વધન માન્યો અને રાગાદિને પરધન અને અજીવ માન્યા... આહાહા...! સમજાણું? એ પુણ્યભાવને અજીવ માન્યો, શુભભાવ અને પોતાના ચૈતન્ય ભગવાનને જીવ જ્ઞાયકરૂપે જાણ્યો, એ કહે છે કે, હું જો અજીવને ગ્રહણ કરું. આહા.! તો અજીવનો સ્વામી થાઉં. “અને અજીવનો જે સ્વામી તે ખરેખર અજીવ જ હોય. આહાહા...! દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ અજીવ છે. આરે..! ત્યાં પર્યાયમાં જીવ કહ્યા. અહીં કહે છે કે, એ અજીવ છે. ત્યાં પછી પરસમય કહીને દૂર કરી દીધા. આહાહા.! અરે.! અશરણ (સંસારમાં) શરણ કયાંય ન મળે. શરણ જે પ્રભુ છે અંદર, ચિદાનંદ સ્વરૂપ તેની જ્યાં દૃષ્ટિ થઈ, તેનું જ્ઞાન થયું તે શરણ (છે). ત્યારે તે ધર્મી જીવ એમ માને છે કે રાગ એ પુણ્ય એ અજીવ છે. હું જો તેને ગ્રહણ કરું તો હું અજીવ થઈ જાઉં. કેમકે અજીવનો સ્વામી અજીવ હોય. ભેંસનો સ્વામી પાડો હોય, ભેંસનો સ્વામી વાણિયા, શેઠિયા નથી હોતા. આહાહા..! અહીં તો કહે કે, અમારી ભેંસ છે. અહીં તો કહે છે કે, ભેંસ તારી છે એમ હું માન તો ભેંસનો પાડો થયો. એ.ઈ.! આ મારી ઘોડી છે કે આ મારો ઘોડો છે. ઘોડા હોય છે ને? અમારે દામોદરશેઠ” હતા ને, “દામનગર'? એટલામાં પૈસાવાળા ઈ જ હતા. તે દિ' સીત્તેર વર્ષ પહેલા) દસ લાખ રૂપિયા. “દામોદરશેઠ” “દામનગરના છે અને ઘરે ઘોડા. એક ઘોડા, બે ઘોટા એમ નહિ. જુદી જુદી જાતની ઘોડી અને જુદી જાતના ઘોડા અને આરબો ઘરે. આરબ. બંદૂકનો આરબ બેઠો હોય. આ ‘દામનગર'. ત્યાં અમારા ઘણા ચોમાસા હતા ને? આહાહા...! એ બધી ધૂળની સાહ્યબી. આહાહા...! અને પોતાની માને. એ તો બહારની ચીજ પણ અહીં તો અંતરના પુણ્ય ભાવ છે. એ તો ત્યાં “પુણ્ય-પાપ (અધિકારમાં)* કહ્યું છે ને બેય ભાવ અજ્ઞાન છે. પુણ્ય-પાપમાં કહ્યું છે ને? “પુણ્ય-પાપ' નહિ? શરૂઆતમાં કહ્યું છે). ૧૪૫ ગાથા, ૧૪૫ ગાથા છે? નીચે ટીકાનો છેલ્લો પેરેગ્રાફ. “શુભ કે અશુભ જીવપરિણામ કેવળ અજ્ઞાનમય હોવાથી એક છે; છે? ૧૪પ ગાથા, “અમૃતચંદ્રાચાર્યની ટીકા. આહાહા....! અને કુંદકુંદાચાર્યની ગાથા. છે? શુભ કે અશુભ પરિણામ, જે જીવપરિણામ કહ્યા. “કેવળ અજ્ઞાનમય હોવાથી એક છે;” બને એક છે, અજ્ઞાન છે. આહાહા...! સમજાણું? બને એક જ છે તો પુણ્ય-પાપમાં ભેદ છે એમ અમે નથી કહેતા. આહાહા! છે? તે એક હોવાથી કર્મના કારણમાં ભેદ નથી.” કર્મના પરિણામ જે બંધનનું કારણ છે તેમાં ભેદ નથી. એ શુભ અને અશુભ બેય અજ્ઞાનભાવ છે. આહા...! આવી વાત, ક્યાં લોકોને પડી છે? સંસારમાં રખડીને મરે છે, અનાદિથી ચોરાશી અવતાર (ચાલે છે). વાડામાં ધર્મને બહાને પણ પુણ્યની ક્રિયા કરીને ધર્મ માને અને અમે ધર્મ કરીએ છીએ (એમ માને છે). અરે.. જન્મ-મરણ નહિ ટળે, પ્રભુ! આહાહા...! એ તો સંસાર છે. શુભભાવ એ તો સંસાર છે, અજીવ છે. અજીવમાં (ધર્મ) માનવો તો સંસારમાં Page #265 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૨૦૮ ૨૫૧ રખડવું છે. આહાહા...! હવે ચાલતો અધિકાર. ખરેખર અજીવ જ હોય.” આહાહા...! ધર્મી જીવ સમકિતી જ્ઞાની એમ વિચાર કરે છે કે હું તો જ્ઞાયક સ્વરૂપ છું. પુણ્ય અને પાપ તો અજીવ, અજીવ જડ છે, એ અજ્ઞાનભાવ છે કેમકે એમાં મારો જ્ઞાનસ્વભાવ છે નહિ. મારો જ્ઞાનસ્વભાવ એ શુભઅશુભભાવમાં છે નહિ, તો એ શુભભાવ, અશુભભાવને અજ્ઞાન કહીને મારા નથી એમ કહ્યું. અને જો હું મારા માનું તો હું અજીવ થઈ જઈશ. કહો, “શાંતિભાઈ! તો પછી પંકજ ને ફલાણા ને ઢીકણા.. મુમુક્ષુ :- આત્મા સિવાય કોઈ મારું નથી. આવું સાંભળવા મળે ત્યારે ને, આવું કોણ સંભળાવે? ઉત્તર :- પણ ભાગ્યશાળી તમે મૂકીને આવ્યા છો. કેટલો ઉત્સાહ કર્યો છે. ના પ્રમુખ છે. મૂકીને અહીં આવ્યા છે. માર્ગ આ છે, બાપા! કાંતિભાઈ ! આ તો પરમાત્માનો માર્ગ છે. આહાહા...! પહેલું તો સાંભળવા મળવું મુશ્કેલ છે. એ સિદ્ધ છે, અમે તો આખું હિન્દુસ્તાન જોયું છે ને આહાહા..! અહીં કહે છે, આહાહા.! ગાથા બહુ સારી આવી છે. હું અવશ્ય અજીવનો સ્વામી થાઉં. જો હું પુણ્ય મારું માનું, શુભભાવ, હોં! તો હું અવશ્ય તેનો સ્વામી થાઉં. “અને અજીવનો જે સ્વામી તે ખરેખર અજીવ જ હોય. એ રીતે અવશે લાચારીથી) પણ મને અજીવપણું આવી પડે.” આહાહા.! મારી લાચારીથી પુણ્ય પરિણામ મારા માનું તો મને લાચારીથી અજીવપણું આવી પડે, હું તો અજીવ થઈ જાઉં. આહાહા...! એઈ..! મારું તો એક જ્ઞાયક ભાવ જ જે “સ્વ” છે,” આહાહા.! જાણનાર-દેખનાર ભગવાન જ્ઞાતા-દષ્ટા એ (હું છું). મારું તો એક જ્ઞાયક ભાવ જ.' પુણ્ય ભાવ નહિ અને જ્ઞાયક ભાવ જ. આહાહા...! જે “સ્વ” છે...” જ્ઞાયકભાવ જ સ્વ છે. પોતાનો જે જ્ઞાયક ભાવ તે સ્વ છે, એ મારું ધન છે, એ મારી લક્ષ્મી છે. તેનો જ હું સ્વામી છું. આહા.! હું તો જ્ઞાયકભાવ તે મારું સ્વ છે, તેનો હું સ્વામી છું. આહાહા...! એ અજીવનો સ્વામી થઈ જાઉં તો હું અજીવ થઈ જાઉં, પરંતુ) હું એવો છું જ નહિ. આહાહા...! આ બધા પૈસા-બૈસાના માલિક ને તમારા મકાનના માલિક, નહિ? તમારે છ ભાઈઓને પાંચ-પાંચ લાખનો એક એક ઓલું છે, શું કહેવાય? બ્લોક.. બ્લોક. છ ભાઈઓને રહેવાના પાંચ-પાંચ લાખનું એક. પૈસા તો કરોડો રૂપિયા છે. ધૂળ. ધૂળ. આહાહા.! એવું સાંભળ્યું છે. પણ આવ્યા હતા, નહિ? એક ફેરી આવ્યા હતા ત્યાં મકાનમાં આવ્યા હતા. પોપટભાઈ હતા. આહાહા.! છ ભાઈઓનું જુદું અને એના બાપનું જુદું. આહાહા.! ચાલ્યા ગયા. કોની ચીજ હતી? બાપા! અહીં તો કહે છે કે, એ સંયોગ તો પુણ્યના ફળ છે. એ તો ક્યાંય દૂર રહી ગયા. પણ તારામાં જે રાગની મંદતાનો શુભ ભાવ આવ્યો, એ પણ અજીવ છે, એ અજ્ઞાન છે, Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ તેમાં આત્મા-જ્ઞાન નથી. એ જ્ઞાયક સ્વરૂપનો તેમાં અભાવ છે. આહાહા..! તેના ભાવમાં તો અજીવપણું છે. જીવપણું તો શાયક ભાવ છે. રાગ તો અજીવપણાનો અજ્ઞાન ભાવ છે. આહાહા..! આવી વાત છે, બાપુ! આકરું પડે, શું થાય? પછી સોનગઢનું એકાંત છે, એકાંત છે.’ એમ લોકો કહે છે. કા૨ણ કે વ્યવહારથી લાભ થાય એ તો કહેતા નથી. પણ વ્યવહાર તે અજીવ જડ છે. વ્યવહા૨ રત્નત્રયનો વિકલ્પ એ અજીવ જડ છે. જડથી તારામાં લાભ થશે? તારી ચીજમાં છે તેનાથી તને લાભ થશે. તારી ચીજમાં તો જ્ઞાન ને આનંદ છે (તો) જ્ઞાન, આનંદથી તને લાભ થશે. આહાહા..! આવી વાત મળવી મુશ્કેલ પડે. અરે..! પ્રભુ! આહા..! ચોરાશી લાખ યોનિમાં) ડૂબકા મારતા પરિભ્રમણ કરે છે. મોરબીવાળા’એ તો નજરે જોયું, પાણીમાં મડદાં તરતા. આહાહા..! એમ આ ચોરાશીમાં રખડતા પ્રાણી મડદાં-મડદાં છે. ચૈતન્યના ભાન વિનાના પ્રાણીને મૃતક કલેવર કહ્યા છે. આહાહા..! સંસારમાં ડૂબીને મરે છે, જે પ્રાણી અજ્ઞાનમાં રાગ મારો, પુણ્ય મારું.. આહાહા..! એ મરી ગયેલા મડદાં (છે). ચૈતન્ય જીવતો જાગતો જીવ છે તેને પુણ્ય મારું માનીને મારી નાખ્યો છે, મડદું કરી નાખ્યું. એ છે ને? કળશટીકા’માં છે, મરણતુલ્ય કરી નાખ્યો. છે ને? આમાં છે? ૨૮, ૨૮ ને? ૨૮ કળશ. જુઓ! જેમ ઢાંકેલો નિધિ પ્રગટ કરવામાં આવે છે તેમ જીવદ્રવ્ય પ્રગટ જ છે. પરન્તુ કર્મસંયોગથી ઢંકાયેલું હોવાથી...' રાગ મારો છે, એ રાગથી ઢંકાયેલો હોવાથી મરણને પ્રાપ્ત થઈ રહ્યું હતું;...' આહાહા..! કળશની ‘રાજમલજી’ની ટીકા છે. મરણને પ્રાપ્ત થઈ ગયું. અરે.....! રાગ મારો (માનીને) પ્રભુ! તેં આત્માને મારી નાખ્યો. એ જીવતી જ્યોત જ્ઞાયક, એને આ મડદાં, રાગ મારા (માનીને) જીવને મરણતુલ્ય કરી નાખ્યો. આહાહા..! છે? ‘તે ભ્રાન્તિ...’ આહાહા..! પરમગુરુ શ્રી તીર્થંકરનો ઉપદેશ સાંભળતાં મટે છે,...' ત્રણલોકના નાથનો ઉપદેશ એ છે.. આહાહા..! કે, પુણ્યના પરિણામ અજીવ છે, પ્રભુ! (એ) તારા નહિ. આહાહા..! જે પુણ્યના પરિણામ મારા છે એમ માનીને તારા આત્માને મરણતુલ્ય કરી નાખ્યો. એ ભ્રાંતિ ત્રણલોકના નાથના ઉપદેશથી (મટે છે). એમનો–પ્રભુનો ઉપદેશ શું છે)? રાગ પુણ્ય છે, અજીવ છે, તારી ચીજ નહિ. અંદરમાં ભગવાન શાયક સ્વરૂપ એ તારી ચીજ છે. એવી વીતરાગની વાણી સાંભળતા ભ્રાંતિનો નાશ થાય. બાકી વીતરાગ સિવાય ક્યાંય એ વાત છે નહિ. તીર્થંકર સિવાય, જૈન પરમેશ્વર સિવાય આ વાત કચાંય છે નહિ. આહાહા..! આ ટીકાકાર છે. આખા કળશ છે ને? એની ટીકા ‘રાજમલે’ (કરી છે). ‘રાજમલ જૈનધર્મી, જૈનધર્મ કે મર્મી’ ‘બનારસીદાસે’ કહ્યું. ‘બનારસીદાસ’. ‘સમયસાર નાટક’માં આવ્યું છે. આહા..! શું કહ્યું? ધર્મી કહે છે કે, ‘(લાચારીથી) પણ મને અજીવપણું આવી પડે.’ રાગને મારો માનું તો લાચારીથી મારામાં અજીવપણું આવી જાય. આહાહા..! મારું તો એક શાયક ભાવ જ Page #267 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૨૦૮ ૨૫૩ જે “સ્વ” છે, તેનો જ હું સ્વામી છું.” આહાહા...! ધર્મી આત્માના જ્ઞાની, પોતાનો સ્વભાવ જ્ઞાયકરૂપ છે તે હું છું, એ મારું સ્વ છે, એ મારું ધન છે તેમ માને છે). સ્વ નામ ધન. આહાહા..! એ મારી લક્ષ્મી છે. હવે આ તમારા હીરા-ફીરાની લક્ષ્મી તો ક્યાંય ધૂળમાં રહી ગઈ. પચીસ જણા એને ઘરે કામ કરે છે, હીરાને ઘસવાના. મોટા મોટા, એક એક મહિને હજાર રૂપિયાના. મુમુક્ષુ - આપ તો કહો છો કે પરનું કામ કરી શકે નહિ. ઉત્તર :- એ કરી શકે નહિ પણ ત્યાં કરે છે એમ માને છે ને પચીસ જણા કામ કરે છે. એક એકને એક હજાર રૂપિયા મહિને મળે છે. પચીસ હજાર રૂપિયા તો એક મહિને આપે છે. હીરાને ઘસવાના એક મહિનાના પચીસ હજાર. ત્યાં ગયા હતા ને દુકાને બધા આવ્યા હતા, પગે લાગવા. કીધું, આ કોણ છે આ? કે, હીરાને ઘસનારા છે. બાર મહિને ત્રણ લાખ તો ઘસવાના આપે છે. એટલે જાણે બીજા પૈસા તો કેટલા પેદા થાતા હશે, ધૂળ. આહાહા.! એ કહે છે કે, એ પૈસા મારા છે, મરી ગયો પ્રભુ તું, મારી નાખ્યો તને. તારું જીવ સ્વરૂપ છે તેને અજીવપણે (માનીને મારી નાખ્યો. આહાહા...! અહીંયાં એ આવ્યું. તેનો જ હું સ્વામી છું; માટે મને અજીવપણું ન હો...... આહાહા...! વાણી તો મારી નથી, કર્મ તો મારા નથી પણ ઉપદેશમાં જે વિકલ્પ ઉઠે છે તે મારો નથી. સમજાણું? ધર્મી એમ જાણે છે કે, વાણીની પર્યાય એ તો જડની છે, એ તો મારી નથી, મારાથી નથી પણ સમજાવવાનો જે વિકલ્પ આવે છે એ પણ પુણ્ય છે, શુભ ભાવ છે તે અજીવ છે. આહાહા.! આવું કામ આકરું. એ “અજીવપણું ન હો...' મારામાં અજીવપણું ન હો. આહાહા...! હું તો જ્ઞાતા જ રહીશ” આહાહા...! ધર્મી સમ્યગ્દષ્ટિ ધર્મની શરૂઆતવાળો, ધર્મની પહેલી સીઢીવાળો આમ માને છે. આહા. તો જ્ઞાતા જ રહીશ,...” રાગ આવે છે પણ એ મારો નથી. હું તો તેને જાણનારો રહીશ. આહાહા.! સમજાણું? જુઓને, આમાં આ તો સ્પષ્ટ વાત છે. આ તો બે હજાર વર્ષ પહેલા ‘કુંદુકુંદાચાર્યે કહ્યું. આ ટીકા હજાર વર્ષ (પછી) “અમૃતચંદ્રાચાર્ય દિગંબર સંત, ચાલતા સિદ્ધ એની ટીકા તે ટીકા. હિન્દુસ્તાનમાં બીજે તો નથી પણ દિગંબર જૈનમાં આવી ટીકા બીજી નથી. એવી ટીકા! આહાહા! જુઓને ! કેટલું બતાવે છે! આહાહા...! સંસ્કૃત ટીકાકાર છે. કહે છે કે, ધર્મી એમ જાણે છે કે રાગ તો અજીવ છે. તેને મારી માનું તો હું અજીવનો સ્વામી થઈ જાઉં અને અજીવનો સ્વામી થાઉં તો અજીવ થઈ જઈશ. આહાહા.! પુણ્યને અજીવ માનીને મારા નથી માનતો. આહાહા...! તો જ્ઞાતા જ રહીશ, પરદ્રવ્યને નહિ પરિગ્રહું.” આહાહા.! એ શુભ ભાવની પણ પકડ નહિ કરું કે, આ મારા છે. આહાહા...! ભાષા તો સાદી છે, પ્રભુ! આ તારા ઘરની વાત ચાલે છે, નાથ! આહાહા.! Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ આનંદનો નાથ અંદર ડોલે છે. આહાહા...! અતીન્દ્રિય આનંદથી ભરપૂર ભગવાન ભર્યો છે. જેમ અતીન્દ્રિય જ્ઞાનથી ભરપૂર ભર્યો છે તેમ અતીન્દ્રિય આનંદથી ભરપૂર (ભર્યો છે). જ્યારે તેનું જ્ઞાન થાય છે તો જ્ઞાન સાથે આનંદ પણ આવે છે. આહાહા...! તેને જીવ કહેવામાં આવે છે. અને સાથે જે રાગ છે તે જો મારો થઈ જાય તો હું જીવ નહિ રહું, અજીવ થઈ જઈશ. (એ) હું નહિ કરું, હું તો જ્ઞાતા છું. આહાહા.! આવો મારગ છે. પરદ્રવ્યને. જુઓ! પુણ્યને પરદ્રવ્ય કહ્યું. એ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો વિકલ્પ રાગ (છે), અરે...! જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ પરદ્રવ્ય છે. આહાહા...! હું પરદ્રવ્યનો પરિગ્રહ નહિ કરું. પરદ્રવ્ય મારા છે એમ નહિ માનું. આહાહા...! તેની પકડ નહિ કરું, હું તો ભગવાન શાયકને પકડમાં લીધો છે તો રાગની પકડ નહિ કરું. આહાહા.! રાગ આવશે, ધર્મીને પણ રાગ તો આવશે પણ પકડ નહિ કરું કે એ મારો છે. આહાહા.! આવી વાતું છે. આવી વાત સાંભળવી મુશ્કેલ પડે, બાપુ! છે ને? અમને તો ૯૦ વર્ષ થયા. શરીરને ૯૦ (થયા). (સંવત) ૧૯૬૪ની સાલથી. કહ્યું હતું ને? ૧૯૬૪માં ૧૮ વર્ષની ઉંમર (હતી), ૭૨ વર્ષ પહેલા એ આવ્યું હતું અંદરમાં. આહાહા.! પ્રભુ! તું કોણ છો? ‘શિવરમણી રમનાર તું, તું હી દેવનો દેવ” ૧૮ વર્ષની ઉંમરે, ૧૯૬૪ની સાલ. સંવત ૧૯૬૪. બે દુકાને હતી ને ત્યાં? ૧૯૬૩માં બીજી દુકાન કરી. ૧૯૫૯માં અમારા પિતાજીની દુકાન હતી, પાલેજ'. ૧૯૬૩માં કુંવરજીભાઈ ને મારા મોટા ભાઈની દુકાન (કરી). બેય દુકાન બંધ રાખી હતી. કુંવરજીભાઈની બેનના લગન હતા તો બધા ચાલ્યા ગયા હતા. હું ને એક નોકર બે રહ્યા હતા. આહા.! એ વખતે રામલીલા આવી હતી ને બરાબર જોવા ગયા. એમાંથી અંદરથી એવું આવ્યું. એ અડધી કડી યાદ રહી ગઈ. બાકી છ કડી હોત તો ખબર પડત કે આ શું છે? આ શબ્દ આવ્યો અંદરથી. અમે તો વાણિયા વેપારી, અહીં ક્યાં કવિ-બવિ હતા. પણ એ વખતે (આવ્યું, ‘શિવરમણી રમનાર તું, તું હી દેવનો દેવ” એ લીટી શરૂ થઈ ગઈ. લાલચંદભાઈ! અંદરથી, હોં! આહાહા.! અમારો નોકર જોડે બેઠો હતો. વીરચંદ હતો. આહાહા...! તું તો પ્રભુ દેવનો દેવ છો. આ દેવો જે છે એનોય પણ દેવ તું છો. આહાહા...! આ ચીજ બાપુ! એવી કોઈ છે અંદર. એને અંતરમાં રાગ રુચે નહિ, આહાહા.. (રાગ) આવે, હોય, પણ એ રુચે નહિ. એને પોતાનો માનતો નથી. આહાહા...! આવું કામ એટલે લોકોને તો લાગે ને, માળા! વ્યવહારને તો ઉથાપે છે. ઉથાપે શું? નાશ કરીએ છીએ, સાંભળને! વ્યવહાર અજીવ છે, એમ કહે છે. દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધાનો ભાવ, શાસ્ત્રના જ્ઞાનનો વિકલ્પ અને પંચ મહાવ્રતનો વિકલ્પ એ અજીવ છે, એ જીવ નહિ. આહાહા...! રાડ નાખે ને! “કિશોરભાઈ! આ ક્યાં જ્યાં નાઈરોબીમાં છે ત્યાં? પૈસા છે ત્યાં, ધૂળ. ‘અજીતભાઈ અહીં રહે છે એનો નાનો ભાઈ. ‘અજીતભાઈ ઘણીવાર અહીં રહે છે. “પ્રેમચંદભાઈ આવતા પહેલા. મકાન હતા. આહાહા...! Page #269 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૦૮ ૨૫૫ આટલા શબ્દો વાપર્યાં. એક તો રાગને અજીવ કહ્યો, બીજું રાગને પદ્રવ્ય કહ્યો. આ એક શ્લોકમાં. એ દયા, દાન, વ્રત પરદ્રવ્ય છે. આહાહા..! ‘નિયમસાર'માં તો નિર્મળ પર્યાયને પદ્રવ્ય કહ્યું છે, પર્યાય ઉ૫૨થી દૃષ્ટિ હટાવવા. સમજાણું? આ તો પરદ્રવ્ય વાસ્તવિક છે. આહાહા..! હું પરદ્રવ્યનો પરિગ્રહ–રાગ મારો છે, એમ નહિ માનું. આહાહા..! જુઓ! આ ધર્મની દૃષ્ટિ. આ સમ્યગ્દષ્ટિનો ભાવ. આહાહા..! ભાવાર્થ :- નિશ્ચયનયથી એ સિદ્ધાંત છે.' નિશ્ચય નામ વાસ્તવિક દૃષ્ટિમાં એમ સિદ્ધાંત છે, સિદ્ધ થયેલી વસ્તુ છે કે જીવનો ભાવ જીવ જ છે,... જ્ઞાયકપણું, જાણવું, આનંદાદ એ જીવનો ભાવ જીવ જ છે. તેની સાથે જીવને સ્વ-સ્વામી સંબંધ છે;...' પોતાનો શાયક અને આનંદસ્વરૂપ પ્રભુ, એ પોતાનું સ્વ અને તેનો સ્વામી નિજ આત્મા. પોતાનું સ્વસ્વામીપણું તેમાં છે. રાગ સ્વ અને તેનું સ્વામીપણું પોતામાં નથી. આહાહા..! તો આ બાયડી, છોકરા ને આ બધા.. આહાહા..! પળોજણ ઉભી (કરી). એ તો તારામાં છે નહિ અને તારા છે નહિ. આહાહા..! તેની સાથે જીવને સ્વ-સ્વામી સંબંધ છે;...' પોતાનો આનંદ, જ્ઞાન સ્વભાવ સાથે. અજીવનો ભાવ અજીવ જ છે,..' રાગાદિ તો અજીવનો ભાવ, એ અજીવ છે. તેની સાથે અજીવને સ્વ-સ્વામી સંબંધ છે.’ અજીવનો સ્વ-સ્વામી સંબંધ છે. અજીવ તેનો સ્વ અને અજીવ તેનો સ્વામી. આહાહા..! ‘સમયસાર’નો એક એક શ્લોક ભગવાનની દિવ્યધ્વનિનું માખણ. આહાહા..! ‘કુંદકુંદાચાર્ય’ની ગાથા અને ‘અમૃતચંદ્રાચાર્ય'ની ટીકા. આહાહા..! ડોલાવી નાખે જીવને અંદર. આહાહા..! પ્રભુ! તું જ્ઞાયકમાં ઝુલ. આહાહા..! એ રાગ તારી ચીજ નથી, પ્રભુ! આહાહા..! રાગ, દયા, દાન પરિણામ તારા નહિ તો હવે કઈ ચીજ તારી છે? આહાહા..! શરીર ઠીક હોય તો ઠીક થશે. અરે..! પણ એ તો જડ છે, ઠીક થાય તો તને શું છે? આહાહા..! લ્યો, ‘હસમુખભાઈ’ને થયું હતું, નહિ? કેવો રોગ થયો હતો એને? પૈસા તો કરોડો પડ્યા હતા. એવા સપના આવે ને એવા ભાવ આવે, જાણે આમ.. છેલ્લે ગયા હતા ને ત્યાં? એકદમ પેલું થઈ ગયું, અનુકૂળતા થઈ ગઈ. છેલ્લી સ્થિતિ આમ. એવા સપના આવે જાણે મારી નાખ્યો, મારી નાખ્યો, આ કર્યું ને આ કર્યું. એને થયું હતું, લાલચંદભાઈ’! એને થયું હતું. બહુ છેલ્લી સ્થિતિ હતી. આમ ગભરાય ગયેલા. એમાં અમે ગયા. કુદરતે બધું ફરી ગયું. મુમુક્ષુ :- આપના પગલે. ઉત્તર = એ કુદરતે થવાની પર્યાય છે. આહા..! એ વખતે સપનામાં મારી નાખ્યા કો’કે. મારી નાખ્યો. એવા સપના આવતા. કલ્પના એવી આવતી. આહાહા..! પૈસા તો કરોડો રૂપિયા હતા, શું ધૂળ કરે અંદર? આહાહા..! Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ અહીં કહે છે, આહાહા.! “જો જીવને અજીવનો પરિગ્રહ માનવામાં આવે તો જીવ અજીવપણાને પામે...” જે ભગવાન છે આત્મા, એ પામરરૂપે અજીવ થઈ જાય. આહાહા...! પ્રભુ ગરીબ થઈ જાય, અજીવ થઈ જાય. આહાહા...! “માટે જીવને અજીવનો પરિગ્રહ પરમાર્થે માનવો તે મિથ્થાબુદ્ધિ છે.” આહાહા...! ખરેખર ભગવાનને અજીવનો, રાગ ને પુણ્યાદિને મારા માનવા એ મિથ્થાબુદ્ધિ, મિથ્યાદૃષ્ટિ છે. આહાહા.! આવી વાત છે. આવું સાંભળવાનું, ભાઈ! બોલ્યા નહિ? “કાંતભાઈ નહિ? ‘સાંભળવા મળવું મુશ્કેલ છે.” “કાંતિભાઈ ! ભાગ્યશાળી. ત્યાંના પ્રમુખ છે, મૂકીને આવ્યા છે. બે-ચાર દિથી જોયા તમને. કાંતિભાઈ આવે છે. આહા.! બાપુ! મારગડા... આહાહા.! જ્ઞાનીને એવી મિથ્થાબુદ્ધિ હોય નહિ.” રાગને પોતાનો માનવો અને તેનાથી લાભ માનવો, એવી બુદ્ધિ હોય નહિ. “જ્ઞાની તો એમ માને છે કે પરદ્રવ્ય મારો પરિગ્રહ નથી...” રાગાદિ મારી ચીજ જ નથી, હું તો જ્ઞાયક સ્વરૂપ ચિદાનંદ (છું). આહાહા...! હું તો જ્ઞાતા છું.’ હું તો જાણનાર-દેખનાર ભગવાન જ્ઞાયક છું. આહાહા...! બીજું કોઈ મારી ચીજમાં છે નહિ. વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!). જે કુટુંબીઓ માટે તું હોંશે હોંશે કાળ ગુમાવી રહ્યો છે, જે કુટુંબીઓને સગવડતા આપવા તું પૈસાદિમાં કાળ ગુમાવી રહ્યો છે તે જ કુટુંબીઓ તારા મરણ પછી શરીરને મકાનના બારસાખ સાથે અડવા પણ દેતા નથી, તો તું પર માટે આ ભવ કેમ વ્યર્થ ગુમાવી રહ્યો છે? અરે તારે ક્યાં જવું છે? જેમ કોઈ મુસાફર ચાલ્યો જતો હોય અને રસ્તામાં જે કાંઈ આવે તેને મારું માની લે, તેમ તે મુસાફર છો અને આ સ્ત્રીપુત્ર મારા, શરીર મારું એમ મારું મારું માની રહ્યો છો, પણ પ્રભુ તારે અહીંથી ચાલી નીકળવાનું છે ને બાપુ આ પરને મારા મારા કાં કહે છો? અરેરે જીવ અનંત અનંત કાળથી ભટકે છે. આયુષ્ય પૂરું થતાં જીવ તો આ દેહ છોડીને ચાલ્યો જાય છે. ક્યાં ગયો તેની કોને ખબર છે? અજાણ્યા દ્રવ્યમાં, અજાણ્યા ક્ષેત્રમાં, અજાણ્યા કાળમાં અને અજાણ્યા ભવમાં તારે જવાનું છે તેની તને ખબર નથી બાપુ મિથ્યાત્વનો ભાવ છે ત્યાં સુધી એક પછી એક એક જગ્યાએ જન્મ ધારણ કરવાના છે. અબજોપતિ મરીને બકરીની કૂખે જાય, ભૂંડ થાય. દુનિયાને તેની ક્યાં ખબર પડે છે બાપુ તારી ચીજને ઓળખીને તેનું જો પરિણમન ન કર્યું તો સંસારનો રોગ દૂર નહિ થાય. આત્મધર્મ અંક–૫, જાન્યુઆરી-૨૦૦૮ ] Page #271 -------------------------------------------------------------------------- ________________ ગાથા૨૦૯ ૨૫૭ ગુજરાત ( ગાથા–૨૦૯) अयं च मे निश्चय : छिज्जदु वा भिज्जदु वा णिज्जदु वा अहव जादु विप्पलयं । जम्हा तम्हा गच्छदु तह वि हु ण परिग्गहो मज्झ ।।२०९।। छिद्यतां वा भिद्यतां वा नियतां वाथवा यातु विप्रलयम्। यस्मात्तस्मात् गच्छतु तथापि खलु न परिग्रहो मम ।।२०९।। छिद्यतां वा, भिद्यतां वा, नीयतां वा, विप्रलयं यातु वा, यतस्ततो गच्छतु वा, तथापि न परद्रव्यं परिगृह्णामि; यतो न परद्रव्यं मम स्वं, नाहं परद्रव्यस्य स्वामी, परद्रव्यमेव परद्रव्यस्य स्वं, परद्रव्यमेव परद्रव्यस्य स्वामी, अहमेव मम स्वं, अहमेव मम स्वामी इति जानामि। વળી આ નીચે પ્રમાણે) મારો નિશ્ચય છે” એમ હવે કહે છે : છેદાવ, વા ભેદાવ, કો લઈ જાવ, નષ્ટ બનો ભલે, વા અન્ય કો રીત જાવ, પણ પરિગ્રહ નથી મારો ખરે. ૨૦૯. ગાથાર્થ - ( છિદ્યનાં વા ] છેદાઈ જાઓ, [ fમદ્યનાં વા ] અથવા ભેદાઈ જાઓ, [ નીયતાં વા ] અથવા કોઈ લઈ જાઓ, [ અથવા વિપ્રનયમ્ ] અથવા નષ્ટ થઈ જાઓ, [ યસ્માત્ તમા છતુ ] અથવા તો ગમે તે રીતે જાઓ, [ તથાપિ ] તોપણ [ 7 ] ખરેખર [ પરિપ્રદ: ] પરિગ્રહ [ મ ર ] મારો નથી. ટીકા - પરદ્રવ્ય છેદાઓ, અથવા ભેદાઓ, અથવા કોઈ તેને લઈ જાઓ, અથવા નષ્ટ થઈ જાઓ, અથવા ગમે તે રીતે જાઓ, તોપણ હું પરદ્રવ્યને નહિ પરિગ્રહું; કારણ કે પરદ્રવ્ય મારું સ્વ નથી, હું પદ્રવ્યનો સ્વામી નથી, પરદ્રવ્ય જ પદ્રવ્યનું સ્વ છે-પરદ્રવ્ય જ પરદ્રવ્યનો સ્વામી છે, હું જ મારું સ્વ છું, હું જ મારો સ્વામી છું એમ હું જાણું છું. ભાવાર્થ :- જ્ઞાનીને પદ્રવ્યના બગડવા-સુધરવાનો હર્ષવિષાદ હોતો નથી. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ પ્રવચન નં. ૨૮૯ ગાથા-૨૦૯, ૨૧૦ શ્લોક-૧૪૫ સોમવાર, શ્રાવણ વદ ૧૩, તા. ૨૦-૦૮-૧૯૭૯ સમયસાર’, ‘નિર્જરા અધિકાર ૨૦૯ ગાથા. વળી આ નીચે પ્રમાણે) મારો નિશ્ચય છે :- ૨૦૯ (ગાથા) ઉપર. ધર્મી જેને આત્માનો રાગથી ભિન્ન અનુભવદૃષ્ટિ થઈ છે તેનું નામ ધર્મી અને સમ્યગ્દષ્ટિ (છે). રાગથી, પરથી તો ભિન્ન છે જ પરંતુ દયા, દાનના વિકલ્પથી, રાગથી પણ ભિન્ન એવી ચૈતન્યપ્રકાશની મૂર્તિ પ્રભુ, જેને એ દૃષ્ટિમાં, અનુભવમાં ને જ્ઞાનમાં એ જણાણું છે તેને અહીંયાં ધર્મી અથવા ધર્મનો ધરનાર કહેવામાં આવે છે. એ ધર્મી એમ વિચારે છે કે, “વળી આ નીચે પ્રમાણે) મારો નિશ્ચય છે એમ હવે કહે છે :- ૨૦૯. छिज्जदु वा भिज्जदु वा णिज्जदु वा अहव जादु विप्पलयं । जम्हा तम्हा गच्छदु तह वि हु ण परिग्गहो मज्झ ।।२०९।। છેદાવ, વા ભેદાવ, કો લઈ જાવ, નષ્ટ બનો ભલે, વા અન્ય કો રીત જાવ, પણ પરિગ્રહ નથી મારો ખરે. ૨૦૯. ટીકા :- "પદ્રવ્ય છેદાઓ....” કટકા થઈ જાય. આહા...! મારા આત્મા સિવાય કોઈપણ ચીજ શરીર, વાણી, કુટુંબનો છેદ થઈ જાય, ભેદાય. છેદાઓ નામ છેદાવું, ભેદ નામ ભેદાવું. છેદાવામાં ટૂકડા થઈ જાય. ભેદાવામાં ટૂકડા ન થાય. અથવા કોઈ તેને લઈ જાઓ, મારી ચીજ ક્યાં છે? આહાહા..! શરીર, પરિગ્રહ છેદાઓ, ભેદાઓ ગમે તે થાઓ, ધર્મીને તેની દૃષ્ટિ શરીર ઉપરથી છૂટી ગઈ છે. આહાહા...! ધર્મ દુર્લભ ચીજ છે. દેહની ક્રિયાની તો દૃષ્ટિ છૂટી ગઈ છે પણ પુણ્ય, દયા, દાન, ભક્તિના, વ્રતના પરિણામથી પણ જેની દૃષ્ટિ છૂટી ગઈ છે. આહા.! તેની દૃષ્ટિ ચૈતન્યપ્રકાશની મૂર્તિ પ્રભુ, ચેતનસ્વરૂપ જેનું ત્રિકાળી એવું જેને દૃષ્ટિમાં, અનુભવમાં આવે તેને અહીંયાં ધર્મ અને ધર્મી કહેવામાં આવે છે. તે ધર્મી એમ વિચારે છે, પરદ્રવ્ય છેદાઓ, શરીર, લક્ષ્મી, આબરુ, કીર્તિ, સ્ત્રી, કુટુંબ બધી ચીજ મારી નથી. છેદાઓ, કટકા થઈ જાઓ, ભેદાઓ-ભૂકો (થાઓ). ભેદાવમાં ભૂકો (થાય), છેદાવામાં કટકા (થાય). આહા...! “અથવા કોઈ તેને લઈ જાઓ.” ગમે તે લઈ જાઓ મારી ચીજ છે નહિ. આહાહા...! “અથવા નષ્ટ થઈ જાઓ” સર્વથા પ્રકારે નાશ થાઓ, મારી ચીજ ક્યાં છે? આહા...! જુઓ! ધર્મીની દૃષ્ટિમાં આવી ભાવના છે. આહાહા...! મારી સિવાય કોઈપણ પરિગ્રહ, વસ્તુ નાશ થઈ જાઓ “અથવા ગમે તે રીતે જાઓ” કોઈપણ પ્રકારે બળી જાઓ, તણાય જાઓ, રાખ થઈ જાઓ. આહાહા.! Page #273 -------------------------------------------------------------------------- ________________ ગાથા–૨૦૯ ૨૫૯ તથાપિ હું પરદ્રવ્યને નહિ પરિગ્રહું.” એ ચીજ મારી છે એમ હું કદી નહિ માનું. મારો નાશ થયો, મારી ચીજ ચાલી જાય છે એમ હું કદી નહિ માનું. આહાહા...! ધર્મ, જૈનધર્મ. પોતા સિવાય પર ચીજ... આગળ વિષય લેશે, પદ્રવ્યને નહિ પરિગ્રહું, કારણ કે પરદ્રવ્ય મારું સ્વ નથી,...” પરવસ્તુ મારી ચીજ નથી. આહાહા...! શરીર, કર્મ, સ્ત્રી, કુટુંબ, પરિવાર, પૈસા, લક્ષ્મી, આબરુ એ કોઈ મારી ચીજ નથી. આહા...! એ ચીજ (મારી) નથી તો પરદ્રવ્ય મારું સ્વ નથી,...” મારું ધન, મારી મિલકત એ ચીજ નથી. હું પરદ્રવ્યનો સ્વામી નથી...... આહાહા...! પત્નીનો સ્વામી પતિ, (અહીંયાં) ના પાડે છે, હું સ્વામી નથી. હું તો મારા સ્વરૂપનો સ્વામી છું. ચૈતન્ય શુદ્ધ. આહાહા...! ધર્મ અલૌકિક ચીજ છે. લોકોએ બહારમાં મનાવી દીધો. આહાહા..! અહીંયાં તો કહે છે કે, પારદ્રવ્ય મારું સ્વ નથી, હું સ્વામી નથી. પરદ્રવ્ય જ પરદ્રવ્યનું સ્વ છે... તે તો તેનું સ્વ છે. આહા.! પરદ્રવ્ય જ પદ્રવ્યનો સ્વામી છે...” તેનો સ્વામી તે છે. આહાહા.. બહું જ મારું સ્વ છું...” હું આનંદ અને જ્ઞાનમૂર્તિ પ્રભુ, તે જ હું છું. હું જ મારો સ્વામી છું – એમ હું જાણું છું. તેને નિર્જરા થાય છે. સમજાણું? આહાહા...! હું તો મારું સ્વ અને સ્વામી હું છું. પરનો હું સ્વ અને સ્વામી હું નહિ. તેનો સ્વામી તે છે અને તે તેનું સ્વ છે. આહા...! ભાવાર્થ :- “જ્ઞાનીને પદ્રવ્યના બગડવા-સુધરવાનો હર્ષવિષાદ હોતો નથી.” આહાહા...! એ બગડે તે માટે શોક થઈ જાય છે કે સુધરે માટે હર્ષ થઈ જાય) એમ નથી. પર્યાયમાં કમજોરીને કારણે આવે તે બીજી વાત છે. આહાહા.! પણ પરદ્રવ્યના બગડવા, સુધરવાને કારણે ધર્મને બગડવા, સુધરવાનો વિકલ્પ આવતો નથી. આહા...! “હર્ષવિષાદો હોતો નથી. બગડવા-સુધરવાનો હર્ષ-વિષાદ હોતો નથી.” આહાહા.! લક્ષ્મી વધી જાય તોય હરખ નહિ, નાશ થઈ જાય તોય શોક નહિ. મારી ચીજ ક્યાં છે તે મને મળી? આહા...! એમ ચક્રવર્તી સમકિતી હો, છ— હજાર સ્ત્રી મારી નથી. આહાહા...! એ સ્ત્રી ચાહે તો પરદ્રવ્ય ગમે તે નાશ થઈ જાઓ, કોઈ લઈ જાઓ. આહાહા..! એ ચીજ મારી નથી. આહાહા... “રામચંદ્રજી તો જ્ઞાની હતા. “સીતાજીને ‘રાવણ’ લઈ ગયા તો અસ્થિરતાનો રાગનો ભાગ (આવે છે). સમજાણું? “સીતાજી’ને ‘રાવણ લઈ ગયા. “રામચંદ્રજી' તો જ્ઞાની ધર્માત્મા હતા. આહાહા...! એ જાણતા હતા કે એ મારી ચીજ નહિ, પણ અસ્થિરતાનો રાગ આવ્યો તેનો પણ હું સ્વામી નથી. આહા.! એ રાગ મારો નહિ. હવે આ વાત (બેસવી). અને ડુંગરે ડુંગરે પૂછે, “સીતા’ ક્યાં “સીતા? હેં? છતાં તેની ચીજ નથી. આહાહા! એ તો કોઈ ચારિત્રના દોષનો વિકલ્પ હતો. આહાહા! બહુ જગતને બેસવું કઠણ પડે). “જ્ઞાનીને પરદ્રવ્યના બગડવા-સુધરવાનો હર્ષવિષાદ હોતો નથી.” આહાહા...! “ભરત' ચક્રવર્તી સમકિતી હતા. ભાઈએ આજ્ઞા માની નહિ તો લડાઈ કરવા ઉભા થયા, મારવા Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ માટે ઉભા થયા. “બાહુબલીજી'. એ મારો છે એમ માનતા નથી, એ અસ્થિરતાનો રાગ હતો. એ અસ્થિરતાનો રાગ હતો તે મારું સ્વ અને હું તેનો સ્વામી એમ પણ નહિ. આ વાત. આહાહા.! દૃષ્ટિમાં પોતાની દોલત દેખાણી. ચિદાનંદ સહજાત્મસ્વરૂપ પ્રભુ જ્યાં પરમાત્મસ્વરૂપ દૃષ્ટિમાં આવ્યું, તેને કોઈ પરચીજ મારી છે એમ દૃષ્ટિમાં આવતું નથી. આહા.! છતાં “ભરતે” “બાહુબલી' સાથે લડાઈ કરી એ સ્વામીપણાને કારણે નહિ, અસ્થિરતાને કારણે એ રાગ આવ્યો. આહા.! આ મેળ કેમ કરવો? આહા...! મુમુક્ષુ :- અસ્થિરતા અને મિથ્યાષ્ટિપણે બેય ... ઉત્તર :- અસ્થિરતા જુદી છે, મિથ્યાદૃષ્ટિપણું જુદું છે. આહાહા.! એ મારી ચીજ છે એમ માનવું તે મિથ્યાત્વ છે. પણ એ ચીજને કારણે નહિ પણ પોતાની નબળાઈને લઈને રાગાદિ આવે છે તો એ ચારિત્રદોષ છે. એ અજ્ઞાન, મિથ્યાત્વ નહિ. આહાહા.! આવી વાતું. •••••••••••••••છ ( શ્લોક–૧૪૫) (વસન્તતિનવI) इत्थं परिग्रहमपास्य समस्तमेव सामान्यतः स्वपरयोरविवेकहेतुम् । अज्ञानमुज्झितुमना अधुना विशेषाद् भूयस्तमेव परिहर्तुमयं प्रवृत्तः ।।१४५।। હવે આ અર્થના કળશરૂપે અને આગળના કથનની સૂચનારૂપે કાવ્ય કહે છે : શ્લોકાર્થ :- [ રૂલ્ય ] આ રીતે [ સમસ્તમ વ પરિશ્ચમ ] સમસ્ત પરિગ્રહને [ સામાન્યત: ] સામાન્યતઃ [ પાચ ] છોડીને [ 31ધુના ] હવે [ સ્વરયો: વિવેહેતુમ્ જ્ઞાનમ્ વુિમન: મયં ] સ્વ-પરના અવિવેકના કારણરૂપ અજ્ઞાનને છોડવાનું જેનું મન છે એવો આ [ મૂય: ] ફરીને [ તમ્ વ ] તેને જ (પરિગ્રહને જ) [ વિશેષાત ] વિશેષતઃ [ પરિહર્તુમ્ ] છોડવાને | પ્રવૃત્તિ: ] પ્રવૃત્ત થયો છે. * આ કળશનો અર્થ આ પ્રમાણે પણ થાય છે - [ રૂલ્ય ] આ રીતે | સ્વરિયોઃ વિવેકદેતુન્ સમસ્તમ્ વ પરિપ્રમ્ ] સ્વ-પરના અવિવેકના કારણરૂપ સમસ્ત પરિગ્રહને [ સામાન્યતઃ ] સામાન્યતઃ [ પાચ ] છોડીને [ અધુના ] હવે, [ જ્ઞાનમ્ બ્રુિતુમના: મયં ] અજ્ઞાનને છોડવાનું જેનું મન છે એવો આ, [ મૂય: ] ફરીને [ તમ્ વ ] તેને જ [ વિશેષાત્ ] વિશેષતઃ [ પરાત્મ્ ] છોડવાને | પ્રવૃત્તિઃ ] પ્રવૃત્ત થયો છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૪૫ ૨૬૧ ભાવાર્થ - સ્વપરને એકરૂપ જાણવાનું કારણ અજ્ઞાન છે. તે અજ્ઞાનને સમસ્તપણે છોડવા ઈિચ્છતા જીવે પ્રથમ તો પરિગ્રહનો સામાન્યતઃ ત્યાગ કર્યો અને હવે (હવેની ગાથાઓમાં) તે પરિગ્રહને વિશેષતઃ (જુદાં જુદાં નામ લઈને) છોડે છે. ૧૪૫. શ્લોક-૧૪૫ ઉપર પ્રવચન હવે આ અર્થના કળશરૂપે અને આગળના કથનની સૂચનારૂપે કાવ્ય કહે છે – (વસન્તતિતવI) इत्थं परिग्रहमपास्य समस्तमेव सामान्यतः स्वपरयोरविवेकहेतुम् । अज्ञानमुज्झितुमना अधुना विशेषाद् भूयस्तमेव परिहर्तुमयं प्रवृत्तः ।।१४५।। નીચે અર્થ (છે). “આ રીતે સમસ્ત પરિગ્રહને સામાન્યતઃ છોડીને હવે નીચે થોડો બીજો અર્થ છે. આમાં સામાન્ય પરિગ્રહ છોડીને સ્વ-પરના હેતુને, અજ્ઞાનને છોડે છે એમ અર્થ છે). અને બીજો અર્થ એમ છે, “આ રીતે સ્વપરના અવિવેકના કારણરૂપ સમસ્ત પરિગ્રહને સામાન્ય છોડીને પહેલા એ લીધું કે, અવિવેકનું કારણ છે તેને છોડીને. અને અહીં પરિગ્રહને છોડીને પછી અવિવેકનું કારણ છે અજ્ઞાન, એટલો ફેર. વસ્તુ તો તેની તે છે. “અજ્ઞાનને છોડવાનું જેને મન છે એવો આ ફરીને તેને જ –પરિગ્રહને જ-) વિશેષતઃ છોડવાને પ્રવૃત્ત થાય છે.” કળશ. હવે સ્વ-પરના અવિવેકના કારણરૂપ.... આહાહા...! પર ચીજ મારી અને પર ચીજ મારી નહિ, પર ચીજ મારી એ અવિવેકનું કારણ છે. આહાહા.. પર ચીજ લક્ષ્મી, સ્ત્રી, કુટુંબ, પરિવાર આદિ, અહીં તો પુણ્ય પણ લેશે, એ બધી મારી ચીજ જ નથી. આહાહા...! મુમુક્ષુ :- મારી છે નહિ તો રાગ શું કરવા કરે છે? ઉત્તર :- રાગ કરતો નથી, અસ્થિરતાનો કારણે આવી જાય છે. કરવા લાયક છે માટે કરે છે, એમ છે નહિ. પણ પરિણમન રાગનું છે તો કર્યા છે, એમ જાણવામાં આવે છે. આહાહા...! મુમુક્ષુ :- બેય વચનમાં સૂક્ષ્મ ફેર છે. ઉત્તર :- મોટો મોટો ફેર (છે). એક તો કરવા લાયક છે એમ કરીને કરે છે અને એક કરવા લાયક છે નહિ પણ મારી નબળાઈને કારણે પરિણમે છે તેને જાણે છે. કર્તા Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ અને ભોક્તા હું છું, એમ માને છે. આહાહા.! ભારે. જૈનદર્શન, એના વિકલ્પની ઈન્દ્રજાળ જેવું છે. આહાહા.! અલૌકિક વાત છે, બાપુ! અંદર ભગવાન ચૈતન્યના પ્રકાશનું પૂરનું જ્યાં ભાન અને અનુભવ થયો, આહાહા...! તેને પર ચીજ શું છે? મારી છે નહિ. મારું સ્વ નહિ, હું તેનો સ્વામી નથી. તો પછી તે છેદાઓ, ભેદાઓ ગમે તે થાઓ, મારે કંઈ લાગતુંવળગતું નથી. એ કહે છે, અવિવેકને છોડવાનું જેનું મન છે એવો આ ફરીને તેને જ પરિગ્રહને જ-) વિશેષતઃ છોડવાને પ્રવૃત્ત થાય છે. સામાન્યપણે તો પર મારું નથી, એમ કહ્યું. હવે વિશેષપણે ભેદ પાડી પાડીને કહે છે. ભાવાર્થ :- “સ્વપરને એકરૂપ જાણવાનું કારણ અજ્ઞાન છે.” આહાહા.! શરીર, કુટુંબ, પૈસો, લક્ષ્મી, મકાન એ સ્વપરને એકત્વ માનવું એ અજ્ઞાન છે. સ્વપરને એક માન્યા. સ્વ ભિન્ન છે, પર ભિન્ન છે. આહાહા..! મારું મકાન પાંચ લાખ, દસ લાખનું છે). દસ લાખ, ચાલીસ લાખનું, આ ભાઈને સીત્તેર લાખનું (છે). રમણીકભાઈ” “આમોદ’વાળા નહિ? નથી દરિયાને કાંઠે? સીત્તેર લાખનું મકાન. પાંચ-છ કરોડ રૂપિયા (છે). સીત્તેર લાખ. ઉતર્યા હતા, એમાં જ ઉતર્યા હતા ને. કોના પણ મકાન? એક મકાન સીત્તેર લાખનું. મુમુક્ષુ :- એને જોઈએ તો મન થઈ જાય એવું મકાન બનાવવાનું. ઉત્તર :- ધૂળમાંય નથી. એ તો પર ચીજ એને કારણે ઉભી થઈ છે અને એને કારણે રહી છે. એને કારણે ઉભી છે, એને કારણે ટકી છે અને એને કારણે નાશ થશે. મારે અને તેને કાંઈ સંબંધ છે નહિ. આહાહા...! આકરી વાત, ભાઈ! ભાવાર્થ :- “સ્વપરને એકરૂપ જાણવાનું કારણ અજ્ઞાન છે.” છે ને? સ્વ અને પર બેય ભિન્ન છે છતાં મારું છે, એમ માનવું અજ્ઞાન છે. તે અજ્ઞાનને સમસ્તપણે છોડવા ઇચ્છતા જીવે પ્રથમ તો પરિગ્રહનો સામાન્યતઃ ત્યાગ કર્યોકોઈ ચીજ મારી નથી એમ અંદર (નિશ્ચય કર્યો, પણ પછી જેમ જેમ સંયોગ પોતાને મળે છે તેને “હવે હવેની ગાથાઓમાં) તે પરિગ્રહને વિશેષત) (જુદાં જુદાં નામ લઈને) છોડે છે. હવે એ તો ઠીક. હવે આ ગાથા સમજવાની આવી. રોગના કાળે રોગ થયા વિના રહેશે જ નહિ. ઇન્દ્ર ઉપરથી ઉતરે તોપણ રોગ થયા વિના રહેશે નહિ લે. અને રાગને કાળે રાગ પણ થયા વિના રહેશે નહિ લે. હવે તારે નજર ક્યાં કરવી છે? સ્વભાવ ઉપર નજર નાખવી એ જ સંતોષ અને શાંતિનો ઉપાય છે. આત્મધર્મ અંક–૫, જાન્યુઆરી-૨૦૦૮ Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૪૫ ૨૬૩ (ગાથા-૨૧૦) अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे धम्मं । अपरिग्गहो दु धम्मस्स जाणगो तेण सो होदि।।२१०।। अपरिग्रहोऽनिच्छो भणितो ज्ञानी च नेच्छति धर्मम् । अपरिग्रहस्तु धर्मस्य ज्ञायकस्तेन स भवति।।२१०।। इच्छा परिग्रहः । तस्य परिग्रहो नास्ति यस्येच्छा नास्ति । इच्छा त्वज्ञानमयो भावः, अज्ञानमयो भावस्तु ज्ञानिनो नास्ति, ज्ञानिनो ज्ञानमय एव भावोऽस्ति । ततो ज्ञानी अज्ञानमयस्य भावस्य इच्छाया अभावाद्धर्मं नेच्छति। तेन ज्ञानिनो धर्मपरिग्रहो नास्ति। ज्ञानमयस्यैकस्य ज्ञायकभावस्य भावाद्धर्मस्य केवलं ज्ञायक एवायं स्यात्। જ્ઞાનીને ધર્મનો પુણ્યનો) પરિગ્રહ નથી એમ પ્રથમ કહે છે : અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઈચ્છે પુણ્યને, તેથી ન પરિગ્રહી પુણ્યનો તે, પુણ્યનો જ્ઞાયક રહે. ૨૧૦. ગાથાર્થ - નિઝ: ] અનિચ્છકને [ પરિઝર ] અપરિગ્રહી [ મળતઃ ] કહ્યો છે [ 2 ] અને [ જ્ઞાની ] જ્ઞાની [ ઘર્મ ] ધર્મને પુણ્યને) [ રુચ્છતિ ] ઇચ્છતો નથી, ( તેન ] તેથી [ સઃ ] તે [ ધર્મગ્ર ] ધર્મનો [ અપરિપ્ર૬: ] પરિગ્રહી નથી, | જ્ઞાયવ: ] (ધર્મનો) જ્ઞાયક જ [ મવતિ ] છે. ટીકા - ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે; તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની ધર્મને ઈચ્છતો નથી; માટે જ્ઞાનીને ધર્મનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સભાવને લીધે આ (જ્ઞાની) ધર્મનો કેવળ જ્ઞાયક જ છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ગાથા-૨૧૦ ઉપર પ્રવચન હવે કહે છે કે “જ્ઞાનીને ધર્મનો.” આ લોકોને વાંધો છે ને? એને ધર્મ કેમ કહ્યું? અધર્મ કેમ નહિ? ધર્મને પુણ્ય કહ્યું છે. જયસેનાચાર્યની ટીકામાં તેને પુણ્ય કહ્યું છે. સમજાણું? અને ધર્મ કેમ કહ્યું? સ્વસંવેદન ચૈતન્યનો અનુભવ, શુદ્ધ ઉપયોગરૂપી વેદન છે એ નિશ્ચય ધર્મ છે અને સાથે એ રાગાદિ આવ્યા, દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ આદિ, તેને વ્યવહારધર્મ આરોપ કરીને, વ્યવહારધર્મ કહ્યો જ્ઞાનીને, અહીંયાં અજ્ઞાનીની વાત નથી. આહાહા...! ધર્મી જીવને પોતાનું શુદ્ધ વેદન, ચૈતન્યમૂર્તિ વીતરાગ સ્વરૂપ, તેનું વેદન (છે) તે ધર્મનું વેદન છે. અને એને સામે નબળાઈને લઈને રાગ આવે છે, દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ, વ્રત, તપનો વિકલ્પ (આવે છે, તેને વ્યવહારધર્મ (કહે છે). નિશ્ચયધર્મ આ (કહ્યો) તો તેને વ્યવહારધર્મનો આરોપ આવ્યો. વ્યવહારધર્મ એટલે કે ધર્મ નહિ, પુણ્ય. પણ વ્યવહારધર્મ કેમ કહ્યું? કે, નિશ્ચયધર્મ જેને પ્રગટ્યો છે તેને માટે વ્યવહારધર્મ કહ્યો). “જયસેનાચાર્યની ટીકામાં છે. “જયસેનાચાર્યની ટીકા. આના અર્થમાં કહ્યું છે). ૨૧૦ (ગાથાની) સંસ્કૃત ટીકા. “પરિગ્રહો મળતઃા કોસૌ? નિ:ત૨ પરિપ્રદો નારિત યRચ વરિદ્રવ્યqિચ્છા વાંછા મો નાસ્લિા' પરદ્રવ્યની ઇચ્છા, મોહની સમિકતીને નાસ્તિ છે). તેન વIRબેન સ્વસંવેજ્ઞાની આહાહા...! જેને પોતાનો સ્વઆત્મા આનંદ, તેનું વેદન થયું છે, સમ્યગ્દર્શન થયું છે. સ્વસંવેદનજ્ઞાની. “શુદ્ધોપયો નિશ્ચયધર્મ પોતામાં શુદ્ધઉપયોગરૂપી ધર્મ પ્રગટે) એ નિશ્ચય સત્યધર્મ (છે) અને શુભઉપયોગ. જુઓ! નિશ્ચયથર્મ વિદાય ગુમોપયોગીજીપ ઘર્મ એટલે પુણ્ય. પાઠમાં, ટીકામાં છે. જ્ઞાનીના શુભભાવને વ્યવહારધર્મનો આરોપ આપ્યો છે. અજ્ઞાનીની વાત અહીંયાં નથી. સમજાણું? આહાહા...! જ્ઞાનીને પોતાનું સ્વસંવેદન શુદ્ધઉપયોગ નિશ્ચયધર્મ પ્રગટ્યો છે. એ વિદાય એના રહિત, “શુમોપયોગ ઘર્મ એટલે પુણ્ય. બેય શબ્દ છે. સંસ્કૃતમાં છે. ધર્મ એટલે પુણ્ય. ધર્મ કેમ કહ્યું? કે, નિશ્ચય ધર્મ સ્વ શુદ્ધોપયોગ પ્રગટ્યો છે, શુદ્ધ પરિણતિ પ્રગટી છે) તેની પાસે જે શુભભાવ છે તેને વ્યવહારધર્મનો આરોપ કરીને વ્યવહારધર્મ કહ્યું. આ નિશ્ચયનો તેમાં આરોપ કરીને વ્યવહાર કહ્યો. આહાહા...! અજ્ઞાનીને વ્યવહારધર્મનો પ્રશ્ન છે જ નહિ. અહીં તો જ્ઞાનીને પોતાના શુદ્ધ સ્વરૂપના ભાન, પ્રતીત અને વેદન થયા છે, એ કારણે તેનાથી વિપરીત જે શુભભાવ પુણ્ય (થાય છે) તેને અહીંયાં ધર્મ કહ્યો. આ નિશ્ચયનો ત્યાં આરોપ કર્યો. આહા.! ધર્મ છે નહિ, છે પુણ્ય. ટીકામાં લખ્યું છે. શુભઉપયોગ, વ્રત, તપ, ભક્તિ, પૂજાનો શુભભાવ ધર્મીને આવે છે. એ શુભઉપયોગરૂપી ધર્મ એટલે પુષ્ય નેતિ (અર્થાતુ) Page #279 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૨૧૦ ૨૬૫ ધર્મી તેને ઇચ્છતો નથી. ધર્મને ઇચ્છતો નથી તો તેનો અર્થ શું થયો? આહાહા. પોતાના શુદ્ધઉપયોગરૂપી ધર્મને જ ભાવે છે પણ શુભભાવને ઇચ્છતો નથી. કેમકે શુભભાવરૂપી વ્યવહારધર્મ એ પુણ્ય છે. આહાહા...! અને એ વ્યવહારધર્મનો આરોપ પણ જ્ઞાનીને આવે છે, અજ્ઞાનીને તો નિશ્ચય નથી તો વ્યવહાર છે નહિ. શું કહ્યું, સમજાણું? આહા...! અહીં પુણ્યને ધર્મ કેમ કહ્યો? કે, જ્ઞાનીને શુદ્ધ સ્વસંવેદન ચૈતન્યના પ્રકાશનું વેદન થયું છે. આહાહા.! તેની પાસે વિદાય રહિત જે શુભઉપયોગરૂપી ધર્મ. અહીંયાં નિશ્ચય છે તો વ્યવહારનો આરોપ કરીને (ધર્મ કહ્યું. છે પુષ્ય, છે વિકાર, છે દુઃખ. પણ જ્ઞાનીને તેનો વ્યવહારધર્મ કહેવામાં આવ્યો. જે બંધનું કારણ છે. આહા! આવી વાતું હવે ક્યાં? સમજાણું? એ તકરાર છે ને? પુણ્યને અધર્મ ક્યાં કહ્યું છે? આ શુદ્ધઉપયોગરૂપી ધર્મ તેનો વિદાય” નિશ્ચયધર્મ વિદાય”, શુભઉપયોગરૂપી ધર્મ – પુણ્ય “નેચ્છતિ'. એનો અર્થ શું? કે, શુભઉપયોગરૂપી ધર્મ એ અધર્મ છે. આ શુદ્ધઉપયોગરૂપ ધર્મ છે તો શુભઉપયોગ એ અધર્મ છે. એને અહીંયાં ધર્મનો વ્યવહાર તરીકે કહીને, પુણ્યને કહીને નિષેધ કર્યો છે. આહાહા.! ભારે આકરું. એ કહ્યું છે, જુઓ! ટીકામાં છે. જયસેનાચાર્યની ટીકા. ‘વસંવેજ્ઞાન આહા.! એને વ્યવહારધર્મ કહેવામાં આવે છે. શુભભાવ આવ્યો, શુભઉપયોગ દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ, વિનય આદર (કરવાનો) શુભભાવ આવ્યો પણ એ નિશ્ચય શુદ્ધધર્મ જે પોતાનો છે, તેની પાસે તે શુભને વ્યવહારધર્મનો આરોપ કરીને કહ્યું. છે પુણ્ય. છે ધર્મથી વિરુદ્ધ અધર્મ. એને વ્યવહારધર્મ કહ્યો. વ્યવહારધર્મ કહો કે નિશ્ચયે અધર્મ કહો. આહાહા...! આકરી વાતું બહુ. પોતાની દૃષ્ટિમાં અવળી બેઠી હોય એને જે રીતે પોતાને બેસે એ રીતે ખતવી નાખે. પણ શાસ્ત્ર શું કહે છે, એ દૃષ્ટિએ લેવું જોઈએ ને? આહાહા.! જુઓ! બહુ સરસ લીધું છે. અહીંયાં ધર્મ કહ્યો, પુણ્યને જ્ઞાની ઇચ્છે નહિ. ધર્મને ઇચ્છે નહિ તો એનો અર્થ શું? કે, નિશ્ચયધર્મ છે તેની તેને ભાવના છે તેથી વિદાય' શુદ્ધઉપયોગરૂપી ધર્મ એટલે પુણ્ય, તેને ઇચ્છે નહિ. સમજાય છે કાંઈ? અરેરે.! એ કીધું નહિ? “મોક્ષમાર્ગ પ્રકાશક'માં ન કહ્યું? કે, આત્માનો નિશ્ચય સમ્યગ્દર્શન શુદ્ધ ચૈતન્યમૂર્તિ પૂર્ણાનંદનો નાથ, એની અંદર જ્ઞાન થઈને પ્રતીતિનો અનુભવ થયો તેને નિશ્ચય સમકિત કહીએ અને જોડે દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા આદિનો જે રાગ રહ્યો, એને વ્યવહાર (સમકિત કહે છે). કેમ વ્યવહાર (કહ્યું? છે તો રાગ. એ તો વ્યવહાર સમકિત નથી પણ આ નિશ્ચય સમકિતની સાથે સહચર, છે ને એમાં શબ્દ? સહચર, સાથે દેખીને તેનો આરોપ કરીને તેને ધર્મ કહેવામાં આવ્યો. આહા...! હવે આવું લાંબુ કોણ (સમજી? આ પકડ થઈ ગઈ, પુણ્ય ધર્મ, પુણ્ય એ ધર્મ. પણ ક્યો ધર્મ છે? ઈ તો વ્યવહારધર્મ, પણ કોને? અજ્ઞાનીની તો વાત જ નથી. એ.ઈ... આહા.! આવી વાત છે. વ્યવહારધર્મ કોને? કે, જેને નિશ્ચયધર્મ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ પ્રગટ્યો છે તેને. આહાહા...! જેને નિશ્ચયધર્મ પ્રગટ્યો નથી અને રાગને જ ધર્મ માને છે તેને વ્યવહારધર્મનો આરોપ પણ નથી થતો. આહા...! મુમુક્ષુ - લોકો ધર્મ માને તો શું કરે? ઉત્તર :- માને તો સ્વતંત્ર છે, અનાદિથી માન્યું છે. આહાહા..! રાગની ક્રિયા કરે અને અમે ધર્મી (છીએ) એમ તો મિથ્યાદૃષ્ટિએ અનાદિથી માન્યું છે. વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને મંદિર બનાવ્યા માટે મને ધર્મ થઈ ગયો, ધૂળેય ધર્મ નથી, એ તો રાગ છે. એ અજ્ઞાનીના રાગની તો અહીંયાં વાતેય નથી. એ રાગને તો વ્યવહારધર્મ પણ કહેવાતો નથી. કારણ કે ત્યાં તો માત્ર મિથ્યાષ્ટિ, અજ્ઞાન છે ત્યાં વળી વ્યવહાર અને નિશ્ચય આવ્યા ક્યાંથી? આહા...! સમજાણું? ભાઈ! મારગડા પ્રભુના... ઓ.હો.! એ પુણ્યના વિકલ્પથી પણ ભિન્ન આત્માનું ભાન તો થયું છે. સમજાણું? તેને નિશ્ચયધર્મ પ્રગટ થયો છે. તેના રાગને ધર્મ કહીને વ્યવહારધર્મ કહેવામાં આવ્યો છે. વ્યવહારધર્મ એટલે નિમિત્તનું જ્ઞાન કરાવ્યું. “મોક્ષમાર્ગ પ્રકાશક'માં છે કે, ભઈ! વ્યવહાર કહ્યો ને? (તો કહે છે), એ નિમિત્તની સાથે અંદર રાગની મંદતા કેવી હતી તેનું જ્ઞાન કરાવ્યું. આહાહા.! અરેરે..! થોડા ફેરે ક્યાં ફેર પડે છે? એમ કહીને અજ્ઞાનીને મિથ્યાષ્ટિપણામાં જે શુભભાવ હતો તેને ધર્મ મનાવવો છે અને ધર્મ કરતા કરતા કરતા નિશ્ચય થશે. વ્યવહારધર્મ કરતા કરતા નિશ્ચયધર્મ થશે. આમ એને મનાવવું છે. ભાઈ! એમ નથી, બાપુ! તારા હિતના માર્ગ છે, ભાઈ! આહા...! તારો અનાદર કરવાની વાત નથી, પ્રભુ! તારું એમાં અહિત થાય છે. તું રાગને ધર્મ માનીને આગળ વધવા માગે છો, પ્રભુ! એ તો નુકસાન, મિથ્યાત્વના પોશણ છે. આહાહા.! અને મિથ્યાત્વનું પોશણ થવું એટલે) પ્રભુ! અનંતા ભવ જેના ગર્ભમાં રહ્યા છે. મિથ્યાત્વમાં તો અનંતા ભવનો ગર્ભ છે. આહા.! એને બચાવવા માટે પ્રભુ કહે છે, સાંભળ તો ખરો, પ્રભુ કે રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યનું જેને વેદન થયું. આહાહા.. તેને દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો જે રાગ આવે છે તેને વ્યવહારધર્મનો (આરોપ કરવામાં આવે છે). છે પુષ્ય, છે રાગ, છે અધર્મ. વ્યવહારથી ધર્મનો આરોપ કરવામાં આવ્યો છે. આહાહા...! હીરાભાઈ! આવી ચીજ છે. આમાં કોની સાથે વાદ કરવા? આ ટીકામાં જુઓને જયસેનાચાર્યે સ્પષ્ટ કરી નાખ્યું કે, એમ જ છે. રાગને વ્યવહારધર્મનું કથન કર્યું એ કેમ? કે, જેને રાગથી ભિન્ન નિજ સ્વરૂપનું વેદન શુદ્ધઉપયોગનું છે, એનાથી રહિત જે શુભઉપયોગ છે અને વ્યવહારધર્મનો આરોપ કરીને વ્યવહારધર્મ કહ્યો છે પુષ્ય, છે રાગ, છે દુઃખ. આહાહા.! શુદ્ધઉપયોગરૂપી ધર્મ છે સુખ, ત્યારે શુભઉપયોગરૂપી રાગ છે દુઃખ. આહાહા...! પણ એને વ્યવહારધર્મ કહ્યો એ આરોપથી કથન છે. “મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે. “મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે કે, નિશ્ચય છે તેનું સહચર દેખીને, સાથે જોઈને, વ્યવહાર જોઈને, નિમિત્ત જોઈને વ્યવહારનો આરોપ કર્યો છે. સમજાણું? આહાહા.! Page #281 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૨૧૦ ૨૬૭ હવે કેટલાક કહે છે કે, ઇ નહિ. ‘ટોડરમલ', બનારસીદાસ” કહે, ગૃહસ્થો કહે એ નહિ. (કેમકે) પોતાની દૃષ્ટિને પોશાતું નથી. જ્ઞાની તો ચોથે ગુણસ્થાને તિર્યંચ હો કે સિદ્ધ હો, બેય એક જ વાત છે. પ્રરૂપણામાં જે વાત છે એ સમકિતી અને જ્ઞાનીની એક જ છે. અસ્થિરતામાં ફેર છે. તેનું સ્થાપન કરવામાં બિલકુલ જરીયે ફેર નથી. આહાહા...! ચાહે તો ચોથાવાળો કહે, ચાહે તો છઠ્ઠીવાળો કહે, ચાહે તો કેવળી કહે. સત્યધર્મની પ્રતીતમાં કોઈ ફેર નથી. એની પ્રરૂપણામાં જરીયે ફેર નથી. આહાહા.! સમજાણું? ચોથાવાળો પણ ઈ પ્રરૂપણા કરે કે, પુણ્ય એ ધર્મ નથી. ભગવાનની ભક્તિ આદિ આવે પણ નિશ્ચયનું) ભાન છે તેને વ્યવહારધર્મનો આરોપ કરીને પુણ્ય કહેવામાં આવ્યું છે. આહાહા.! હવે આવી લાંબી વાતું. આ તો હજી એકલું આત્મજ્ઞાન ન મળે, પ્રતીત, અનુભવ ન મળે. રાગથી ભિન્નનું તો ભાન ન મળે અને આ વ્યવહાર ક્રિયાકાંડમાં એને ધર્મ મનાવવો (છે). એને તો વ્યવહારધર્મનો આરોપેય નથી. હૈ? આહાહા...! આવું છે, પ્રભુ! શું થાય? આહા.! અરે...કાલે ભાઈ નહોતો કહેતો? “ઈન્દુ. આહા...! પાણી ચડ્યા. અમારે તો ઓરડામાં અંદર નીસરણી હતી તો (ઉપર) ચડી ગયા. એકદમ પાણી આવ્યા. સામે મકાન હતું ત્યાં પાણી આવ્યું પણ એની નીસરણી બહાર, ઘર બહાર, એટલું નીકળી ન શકયા. પાણી આટલું મરી ગયા પાંચે, આખુ ઘર મરી ગયું. “ઈન્દુ' તો કહેતો હતો કે, અમે તો અંદરથી પોકાર કરતા હતા, ‘જ્ઞાયક આત્મા છું. એમ કહેતો'તો. છોકરાને જાણપણું છે, વાંચન ઘણું છે. કાલે નહોતો “ઇન્દુ' (કહેતો)? તમારા “ચીમનભાઈના જમાઈ. “ચીમનભાઈ'. બહુ જાણપણું ઘણું છે, હોં! હા. પણ એ તો પાણી આમ ભાળીને ઉપર ચડી ગયા પણ પોકાર (કર્યો. અમે તો જ્ઞાયક છીએ, જ્ઞાયક છીએ, જ્ઞાયક છીએ. કહેતા હતા ને કાલે? ભાઈ, લાલચંદભાઈ હતા. આહાહા.! ટાણે કામ ન આવે તો ક્યારે કામ આવે? જાણે કે આ પાણી ચડતું જાય, અહીં ઉભા છીએ ને અહીં સુધી) આવી ગયું. મરણના ટાણા આવ્યા. આહાહા...! પણ પછી તો ઉપર હતા. આખું ઘર બચી ગયું. ઘરમાં હેઠે પાણી ગરી ગયું. ઓરડામાં હતું તે નીકળી ગયું. કાદવ પડ્યો રહ્યો. ઓલુ ભોંયરુ હોય ત્યાં પાણી ભરાઈ ગયું. આહાહા...! અહીં તો કહે છે, પ્રભુ એકવાર સત્યને સત્યને સત્ય તરીકે તો સમજ. આહા.! પ્રભુ! તારો આત્મા વીતરાગમૂર્તિ છે ને નાથ! આહા! તું વીતરાગસ્વરૂપ છો, પ્રભુ! ભગવસ્વરૂપ છો. આહાહા.! ભગવત્ સ્વરૂપની આ ભાગવત્ કથા છે. “નિયમસારમાં છેલ્લા શબ્દમાં આવે છે. આ ભાગવત્ કથા છે. ભગવંતની કથા ભાગવત્ છે. અન્યમાં ભાગવત્ કહે છે એ નહિ. આહા! આ તો ભગવંત સ્વરૂપ પરમાનંદનો નાથ! આહાહા...! જેની નજરું કરતાં ચૈતન્યના નૂર પ્રકાશમાં દેખાય. આહાહા...! એવો જે ભગવાન આત્મા, એનું જેને ભાન થયું આશ્રય લઈને, તેને શુદ્ધઉપયોગરૂપી ધર્મ પ્રગટ થયો. ભલે શુદ્ધઉપયોગ કાયમ ન રહે પણ શુદ્ધ પરિણતિ રહે એ કાયમ રહે. એ શુદ્ધ પરિણતિના કાળમાં જે રાગ, દેવ-ગુરુ Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ શાસ્ત્રની ભક્તિ આદિનો રાગ આવે છે તેને વ્યવહારધર્મનો આરોપ કર્યો. તેને પણ વ્યવહારધર્મ (કહે છે), નિશ્ચયધર્મ નહિ. વ્યવહારધર્મ(નો) આરોપ કર્યો. આવી વાતું, પણ હવે શું થાય? આહા..! મોક્ષમાર્ગ પ્રકાશકમાં છે ને? “મોક્ષમાર્ગ પ્રકાશક છે? અંતરંગમાં તો પોતાનો નિર્ધાર કરી લીધો છે અને નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગને તો ઓળખતા નથી પણ જિનાજ્ઞા માની નિશ્ચય-વ્યવહાર બે પ્રકારનો મોક્ષમાર્ગ માને છે. હવે મોક્ષમાર્ગ તો કંઈ બે નથી. ધર્મ બે નથી, મોક્ષમાર્ગ બે નથી પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારે છે. કથનમાં બે પ્રકાર છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ કથન કર્યું એ નિશ્ચય. જ્યાં મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે, સહચારી છે, ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે. આહાહા.... કારણ કે નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર એવું લક્ષણ છે. નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર એવું લક્ષણ છે. આહાહા.! એ શું કહ્યું? જ્યાં નિશ્ચય સ્વભાવની ધર્મ દૃષ્ટિ થઈ ત્યાં રાગ આવે છે તેને વ્યવહાર સમકિત, ધર્મને વ્યવહારધર્મ, અહીં નિશ્ચયધર્મ છે તો વ્યવહારધર્મ, નિશ્ચય સમકિત છે તો વ્યવહાર સમકિત, નિશ્ચયજ્ઞાન છે તો વ્યવહારજ્ઞાન કહેવામાં આવે છે. આહાહા...! સમજાણું? નિશ્ચય સ્વરૂપની દૃષ્ટિપૂર્વક ચારિત્ર થયું છે તો નિશ્ચય ચારિત્ર વીતરાગતા છે અને રાગ આવ્યો તેને વ્યવહાર ચારિત્રનો આરોપ દઈને વ્યવહાર ચારિત્ર કહ્યું. રાગને વ્યવહાર ચારિત્ર કહ્યું. આહાહા.! શું થાય? ભાઈ! અરે...! આ બહારના ભપકામાં મરી ગયો માણસ. આ દેહ ને પૈસા ને આબરુ ને કીર્તિ ને... આહાહા...! મુમુક્ષુ :- પૈસા હોય તો. ઉત્તર :- ધૂળેય નથી. પૈસા હોય તો શું થયું? પૈસા ઘણાય છે. ક્યાં રહે છે? આ કરોડોપતિ ચાલ્યા, ત્યો હમણાં. ‘હસુભાઈ'. કોક કહેતું હતું, છ કરોડ છે. છ ભાઈને એકએકને એક કરોડ છે. એના બાપના પચાસ-સાઈઠ લાખ જુદા. ગુજરી જાય તો વારસામાં (આવ્યા એમાંથી) બાવીસ લાખ સરકારને ભરવા પડ્યા. એના બાપના પૈસામાંથી બાવીસ લાખ ભરવા પડ્યા. કોક કહેતું કે, દરેક પાસે એક એક કરોડ છે. એમ કહેતું હતું, આપણે ક્યાં ગણવા ગયા છીએ? પણ બધાને પ્રેમ, હોં છએને. આ તો મરતા મરતા બચી ગયા છે. છેલ્લી એવી સ્થિતિ હતી કે, ઘા વાગે છે, મારી નાખે છે, કટકા થાય છે. છેલ્લે હું ગયો ત્યારે. ગયા ને માંગલિક સંભળાવ્યું પછી એકદમ ફરી ગયું. કુદરતે ફરવાનું હોય ને. સ્થિતિ એવી થઈ ગઈ હતી. પૈસા તો કરોડો હતા, ત્યાં શું ધૂળ કરે પૈસા? આહાહા...! અહીં તો એમ કહેવું છે કે, મોક્ષમાર્ગનું નિમિત્ત, રાગને નિમિત્ત કહેવામાં આવ્યો. નિમિત્ત કંઈ કરતું નથી. નિમિત્ત તેને કહીએ કે નિમિત્ત શુદ્ધ નિશ્ચયને કરતું નથી. કરે તો તો નિમિત્ત રહેતું નથી. આહાહા...! સમજાણું? આ તો વીતરાગમાર્ગ, બાપા! આહાહા.. જૈનદર્શન Page #283 -------------------------------------------------------------------------- ________________ ગાથા૨૧૦ ૨૬૯ કોઈ અલૌકિક ચીજ છે. લોકોને સાંભળવા મળી નથી. બહારની કડાકૂટ, વ્યવહાર કરી ને આ કરો ને આ કરો. વ્રત પાળો ને ભક્તિ કરો ને પૂજા કરો ને. આહા...! અહીં તો કહે છે, સાંભળ તો ખરો, પ્રભુ! એ પૂજામાં પણ આમ સ્વાહા (બોલે, એ વાણીની ક્રિયા જડની ક્રિયા થાય છે, એ તારાથી નહિ. આહાહા...! અને હાથ આમ ચાલે છે એ તો ક્રિયાવતી શક્તિને કારણે એ પરમાણુમાં ગતિ થવાનો (કાળ છે, એ પરમાણુને કારણે, ક્રિયાવતી શક્તિને કારણે એમ થાય છે, તારાથી નહિ. આ વાત ક્યાં છે? આહા...! વીતરાગ. વીતરાગ. વીતરાગ... વીતરાગ... વીતરાગ... વીતરાગ. માર્ગ કોઈ અલૌકિક છે, ભાઈ વીતરાગી પ્રભુ આત્મા, તે જેને દૃષ્ટિમાં આવ્યો, અનુભવમાં આવ્યો, પ્રતીતમાં આવ્યો તેને જે રાગ ઉત્પન્ન થાય છે, દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ, વ્રત, તપનો વિકલ્પ (આવે) તેને વ્યવહારધર્મનો આરોપ કહે છે. સમજાણું? અહીંયાં તો કહ્યું કે, નિશ્ચય જે શુદ્ધ સ્વરૂપ આત્મા છે તેનો અનુભવ થયો) તે નિશ્ચય સમકિત. તો રાગને વ્યવહાર સમકિત (કહેવામાં આવે છે). તો રાગ તો ચારિત્રનો દોષ છે. તેને વ્યવહાર સમકિત કહેવું? એ તો આ સમકિત છે તેની સાથે સહચર દેખી, નિમિત્ત દેખી, ઉપચારથી વ્યવહાર કહેવામાં આવ્યો. આહાહા...! સમજાણું? પ્રવિણભાઈ આવું ઝીણું છે. આહા...! આ જુઓને, કેવું લખ્યું? અને સાચું નિરૂપણ તે નિશ્ચય, ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. ત્યારે આ જે વ્યવહારધર્મ કહ્યો એ તો ઉપચારથી કહ્યું છે. કેમકે નિશ્ચયધર્મ આત્માનો અનુભવ સમ્યગ્દર્શન, જ્ઞાન થયું છે તેની સાથે આ રાગને સહચર દેખી, નિમિત્ત દેખી, ઉપચારથી વ્યવહારધર્મનો આરોપ કરવામાં આવ્યો છે. આહાહા.! બહુ ખુલાસો કર્યો છે. મોક્ષમાર્ગ પ્રકાશકોને કેટલાક માનતા નથી. અત્યારે વિદ્યાસાગર નીકળ્યો છે. એ કહે, મોક્ષમાર્ગ પ્રકાશક' નહિ, બનારસીદાસનું નહિ, “સમયસાર નાટક” નહિ. કારણ કે એમાં પોકળ (–પોલ) ખુલી જાય એવું છે. શાસ્ત્રમાં તો ગંભીર વાત ટૂંકામાં ભરી હોય, આણે સ્પષ્ટ કરી નાખી. આ કહે, નહિ. ગૃહસ્થના કહેલા નહિ. અમે તો મોટા સાધુ છીએ ને. અરે.! હજી બાપા! આહા...! તારી ક્રિયાકાંડ દેખીને તને એમ થઈ જાય કે, આહા...! એ તો મંદ રાગની ક્રિયાઓ છે, એ બધો અધર્મ છે. આહાહા.! “મોક્ષમાર્ગ પ્રકાશકમાં બહુ (સ્પષ્ટ કર્યું છે). આખા “મોક્ષમાર્ગ પ્રકાશક”માં તત્ત્વને સ્પષ્ટ કરી નાખ્યું. “ટોડરમલજીને વીસપંથી માને નહિ. કારણ કે એમાં એનું પોકળ (પોલ) ખુલી જાય છે. મુમુક્ષુ :- વીસપંથીને તો ખોટા કહ્યા છે. ઉત્તર :- કારણ કે વીસપંથીને તો દેવ-દેવલા માનવા. અહીં તો દેવ-દેવલાને માને તો મિથ્યાદૃષ્ટિ કહે. પદ્માવતી ને ફલાણીવતી ને ઢીકણીવતી. આહા...! ત્રણલોકનો નાથ દેવ, અચિંત્ય દેવ ન આવ્યું? અચિંત્ય દેવ તો તું છો. તારા દેવની Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ માન્યતા કરવાથી અનુભવમાં પ્રતીત થાય તે સમકિત. અને ભગવાન, દેવની શ્રદ્ધા તે રાગ (છે). પરમાત્માની શ્રદ્ધાનો ભાવ તે રાગ છે. આ પરમાત્માનો અનુભવ, પ્રતીતિ તે સમ્યગ્દર્શન, તે અરાગ. આહાહા...! અહીંયાં શું કહ્યું? જુઓ! ર૧૦ છે ને? “ઇચ્છા પરિગ્રહ છે. જુઓ ર૧૦. ટીકાની પહેલી લીટી. આહા...! પાઠ એ આવ્યો ને? “ગપરિયાદો ળિો મણિલો પછી ય છત્તે ઘર્મા' ધર્મ શબ્દ પુણ્ય, વ્યવહારધર્મ. એ સમકિતી વ્યવહારધર્મને ઇચ્છતો નથી. એમ છે. છે કે નહિ? “કરિયાદો ળિછો મળતો પાળી ય ખેચ્છકે ઘí પરિવાદો રુ ઘર્મ નાઈI+II' એ તો પુણ્યનો, વ્યવહારધર્મનો જાણનાર છે. સમકિતી વ્યવહારધર્મનો જાણનાર છે. વ્યવહારધર્મને ઇચ્છતો નથી અને વ્યવહારધર્મ મારો એમ માનતો નથી. આહાહા...! આવી વાતું છે. આ તો ભગવાનના પેટ છે. પરમાત્માને આ કહેવું છે, ભાઈ! ત્રણલોકના નાથનો આ અભિપ્રાય છે. પોતાના બચાવ માટે ગડબડ કરવી, એમ ન ચાલે, ભાઈ! ભગવાનની ગાદીએ બેસી અને વાતું ઊંધી કરવી! આહાહા...! અહીં કહે છે, “અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઈચ્છે પુણ્યને, અહીં ખુલાસો કરી નાખ્યો. જયસેનાચાર્યની ટીકામાં પુણ્ય કીધું છે). પાઠમાં ધર્મ લીધું. એટલે કોઈ કહે કે, ત્યાં કેમ પુણ્ય કહ્યું? ત્યાં એને પુણ્ય કીધું છે. અહીં પુણ્યની જ વાત છે. તેથી ન પરિગ્રહી પુણ્યનો તે, પુણ્યનો જ્ઞાયક રહે.” આહાહા...! હવે આમાં ક્યાં નવરાશ, ફૂરસદ (મળે? આ તો જે માથે બેઠો હોય એ કહે છે હા, ચાલી નીકળ્યા. | મુમુક્ષુ :- આજના જુવાન આ બધું માને એવું નથી. ઉત્તર :- એનું ઊંધું માને એવું નથી, આ માને એવું છે. જુવાનિયાને ઊંધા લાકડા ગર્યા ન હોય અને આ સત્ય સાંભળે તો માને. કારણ કે ઊંધા લાકડા ગર્યા નથી. અને પચાસ-સાંઈઠ વર્ષ થઈ ગયા હોય એને ઊંધા લાકડા ઘણા ગર્યા હોય એને આકરું પડે. એ.ઇ..! “સુરેશભાઈ! આ અમારે “સુરેશભાઈ જુવાન નથી? આહા..! આત્મા જુવાન કયારે કહેવાય? શરીરની જુવાન ને વૃદ્ધ અવસ્થા એ તો જડની છે. આહાહા...! રાગને પોતાનો માને તે બાળક છે, અજ્ઞાની છે. અને રાગથી, વ્યવહારથી ભિન્ન મારી ચીજ છે તેને માને તે યુવાન અંતરાત્મા છે અને કેવળજ્ઞાન થાય તે વૃદ્ધ આત્મા છે. આ બાળ, વૃદ્ધ તો જડ માટીની અવસ્થા છે. આત્મામાં બાળ, યુવાન ને વૃદ્ધ અવસ્થા શું? રાગની ક્રિયાને પોતાની માને, ધર્મ માને) એ મિથ્યાદષ્ટિ બાળક છે. અને રાગથી મારી ચીજ ભિન્ન છે, હું તો શુદ્ધ ચૈતન્ય છું, રાગ ધર્મ નહિ, રાગ પુણ્ય છે, વિકાર છે, તેનાથી મારી ચીજ ભિન્ન છે, (એ) અંતરાત્મા (છે). અર્થાત્ એ પુણ્ય પરિણામ અને કર્મથી ભિન્ન અંતરમાં રહ્યો છે. પુણ્યમાં એકાકાર નહિ, કર્મમાં એકાકાર નહિ. આહાહા...! એ પુણ્યના પરિણામથી અંતરાત્મા અંદર ભિન્ન Page #285 -------------------------------------------------------------------------- ________________ ગાથા૨૧૦ ૨૭૧ છે. કર્મની મધ્યમાં પડ્યો ભગવાન અંતરાત્મા ભિન્ન છે. તેની દૃષ્ટિ અને અનુભવ કરે તે યુવાન છે. એ આત્મામાં યુવાન છે. અને અંતરમાં એકાગ્ર થઈને કેવળજ્ઞાન પ્રગટ કરે એ વૃદ્ધ આત્મા છે. “કાંતિભાઈ'! આવી વાતું છે. “કાંતિભાઈ રોકાણા છે. “મફાભાઈ ને બેય. “મફાભાઈ આવ્યા છે? આવ્યા છે, લ્યો! સારું કર્યું. હોં! આહા...! બાપા! વસ્તુ આવી છે, ભાઈ! શું કરીએ? લોકોને સાંભળવા મળે નહિ એને ઊંધું લાગે. શું થાય? ભાઈ! મુમુક્ષુ :- લોકોને એમ થાય છે કે અમારી બધી ક્રિયા ઉથાપે છે. ઉત્તર :- એ તને લાભદાયક નથી. તેનો નિષેધ કરે છે. એ તારા હિતને માટે વાત છે. આહા...! વ્યવહાર ક્રિયા એ લાભદાયક નથી, એ રાગ છે એ નુકસાનકર્તા છે. એ માટે તને લાભની વાત કરે છે. આહાહા...! (અહીંયાં) ટીકા. “ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી–જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે...” આહાહા...! પુણ્યની ઇચ્છા કરવી, પરપદાર્થની ઇચ્છા કરવી એ તો અજ્ઞાનભાવ છે, કહે છે. આહાહા...! અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી,... આહાહા.! નિર્જરા અધિકાર છે ને? “અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી...” અર્થાત્ તેને પરની ઇચ્છાનો પરિગ્રહ નથી. આહાહા...! તેને પુણ્યભાવની પણ ઇચ્છા નથી. આહાહા...! જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે...” ધર્મીને ધર્મમય ભાવ જ હોય છે. આહાહા...! એ રાગ જ્ઞાનમય નથી, એ તો અજ્ઞાન છે. આહાહા...! “પુણ્ય-પાપ અધિકાર’માં તો કહ્યું, શુભ-અશુભભાવ બેય અજ્ઞાન છે. તેમાં જ્ઞાનસ્વરૂપનો કોઈ અંશય નથી. આહા...! તો અહીંયાં કહે છે કે, “જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે;.” જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે. રાગ અજ્ઞાન છે તે-મય ભાવ તેને નથી. આહાહા...! તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે.” અજ્ઞાનમય ભાવ. એટલે? ઇચ્છાનો અભાવ હોવાથી “જ્ઞાની ધર્મને ઇચ્છતો નથી;.” ધર્મ શબ્દ શુભભાવ. ધર્મ શબ્દ શુભઉપયોગ, શુભરાગ, દયા, દાન, વ્રત, ભક્તિનો રાગ, તેને ધર્મી ઇચ્છતો નથી. અર.૨.! આવી વાતું. સમજાણું? સમજાય છે ને? કિશોરભાઈ! નાઈરોબીમાં આ બધું નથી, ત્યાં તમારી ધૂળમાં. વાત સાચી. આહા.! ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની ધર્મને... ધર્મ નામ વ્યવહાર ધર્મને એટલે પુણ્યને એટલે શુભઉપયોગને ઇચ્છતો નથી...... આહાહા.! થાય છે, પણ ઇચ્છતો નથી. જાણનાર રહે છે, એમ કહે છે. “ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની ધર્મ... નામ પુણ્ય નામ શુભઉપયોગને ઇચ્છતો નથી;.” આહાહા..! “માટે જ્ઞાનીને ધર્મનો પરિગ્રહ નથી.” ધર્મનો પરિગ્રહ નથી તેનો અર્થ શું થયો? કે, શુભઉપયોગ જે ધર્મ વ્યવહારથી કહેવામાં આવ્યો તેની પકડ નહિ, એ મારો છે એમ માનતો નથી. આહાહા.. કેટલો સ્પષ્ટ શ્લોક છે. આહા...! પ્રભુ! પણ પૂર્વના આગ્રહ પકડીને બેઠા) હોય. આહા...! ધર્મને ઇચ્છતો નથી;” અરે.રે. ધર્મી ધર્મને ન ચાહે? કયો ધર્મ? વ્યવહારધર્મ એટલે Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ પુણ્ય, શુભઉપયોગ. એને આરોપિત ધર્મ કહીને એવા આરોપિત ધર્મને ધર્મી ઇચ્છતો નથી. આહાહા...! સમજાણું? ઇચ્છાનો અભાવ હોવાથી ધર્મી ધર્મને ઇચ્છતો નથી. ધર્મી ધર્મને ઇચ્છતો નથી (તો) કયો ધર્મ? વ્યવહાર એટલે રાગ. શુભઉપયોગ. આહાહા.! અરે.રે.! અનંતકાળથી રખડે છે. આહાહા..! એક મિનિટ પહેલા બિચારાને પાણીની ખબર નહિ. “મોરબી'. કોક કહેતું હતું, એક મિનિટમાં એક ફૂટ ચડતું. પાણીનું ઓલું તળાવ ફાટ્યું ને? બંધ તૂટ્યો, બંધ તૂટ્યો. એક મિનિટે એક ફૂટ, બે મિનિટે બે ફૂટ. આહા.! આઠ મિનિટે તો આઠ ફૂટ ઊંચું આવી ગયું. ડૂબી ગયા માણસ. આહાહા.! એ વખતે શરીરને મારું માની જીવવા માટે તરફડિયા મારે. હૈ? પણ એક આત્મા છું, મારું જીવન કોઈ પરને લઈને નથી, ભલે દેહ છૂટી જાય, ભલે દેહ બુડી જાય. હું ક્યાં બૂડું છું? આહાહા...! હું તો ભગવાન આત્મા ભગવસ્વરૂપ આહાહા...! એ મારી ચીજમાં હું તો બિરાજું છું. આહાહા.! બિરાજવાનો અર્થ શોભા. મારી શોભા તો મારામાં રહેવું એ મારી શોભા છે. આહાહા...! રાગ આવે છે પણ ઇચ્છતો નથી. માટે જ્ઞાનીને ધર્મનો પરિગ્રહ નથી.” લ્યો! કયો ધર્મ પુણ્ય, રાગ શુભઉપયોગ. જ્ઞાનીને શુભઉપયોગરૂપ પરિગ્રહ નથી. શુભઉપયોગ મારો છે એમ તે માનતો નથી. આહાહા.! “જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે....” ત્યારે કેમ? જ્ઞાનમય એક જ્ઞાયકભાવ હું છું). વર્તમાન પર્યાયમાં જ્ઞાયકભાવનું ભાન છે એ જ્ઞાયકભાવ હું છું. જ્ઞાયકભાવ તો ત્રિકાળી છે પણ પર્યાયમાં ભાન થયું ત્યારે હું જ્ઞાયકભાવ છું. છે ને? “જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સભાવને લીધે આ (જ્ઞાની) ધર્મનો કેવળ જ્ઞાયક જ છે. પુણ્યનો સમકિતી જાણનાર રહે, જાણનાર છે. પુણ્યને પોતાનું માનનાર છે નહિ. વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) જ્ઞાનમાં આમ નક્કી તો કરા વસ્તુનું સ્વરૂપ આવે છે એમ જ્ઞાનમાં નિર્ણયને અવકાશ તો દે ભાઈ! અરે, એને મરીને ક્યાં જવું છે? દરેક યોનિમાં અનંતા ભવો ગાળ્યા; હવે તો પરથી લક્ષ ફેરવીને આત્મામાં ડૂબકી મારા તું તારા ઘરમાં જાને એ બધા શુભ વિકલ્પો હોય, પણ એ તારા ઘરની ચીજ નથી, ભગવાન! તું તો દેહની પીડા ને રાગની પીડા–બંનેથી ભિન્ન છો, તે દેહના રોગનો તને જે અણગમો લાગે છે તે તો ઠેષ છે–એ એકેય ચીજ તારા ઘરમાં નથી. આત્મધર્મ અંક–૫, જાન્યુઆરી–૨૦૦૮ Page #287 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૨૧૧ ૨૭૩ ( ગાથા૨૧૧ ) अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदि अधम्मं । अपरिग्गहो अधम्मस्स जाणगो तेण सो होदि।।२११।। अपरिग्रहोऽनिच्छो भणितो ज्ञानी च नेच्छत्यधर्मम् । अपरिग्रहोऽधर्मस्य ज्ञायकस्तेन स भवति।।२११।। इच्छा परिग्रहः । तस्य परिग्रहो नास्ति यस्येच्छा नास्ति । इच्छा त्वज्ञानमयो भावः, अज्ञानमयो भावस्तु ज्ञानिनो नास्ति, ज्ञानिनो ज्ञानमय एव भावोऽस्ति। ततो ज्ञानी अज्ञानमयस्य भावस्य इच्छाया अभावदधर्मं नेच्छति। तेन ज्ञानिनोऽधर्मपरिग्रहो नास्ति। ज्ञानमयस्यैकस्य ज्ञायकभावस्य भावादधर्मस्य केवलं ज्ञायक एवायं स्यात्। ___ एवमेव चाधर्मपदपरिवर्तनेन रागद्वेषक्रोधमानमायालोभकर्ममनोवचनकायश्रोचक्षुर्धाणरसनस्पर्शनसूत्राणि षोडश व्याख्येयानि। अनया दिशाऽन्यान्यप्यूह्यानि। હવે, જ્ઞાનીને અધર્મનો પાપનો) પરિગ્રહ નથી એમ કહે છે - અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પાપને, તેથી ન પરિગ્રહી, પાપનો તે, પાપનો જ્ઞાયક રહે. ૨૧૧. ગાથાર્થ - [ નિજી: ] અનિચ્છકને [ અપરિગ્રહ: ] અપરિગ્રહી [ ભળતઃ ] કહ્યો છે [ 4 ] અને [ જ્ઞાની ] જ્ઞાની [ ધર્મન્ ] અધર્મને પાપને) [ 1 રૂછતિ ] ઇચ્છતો નથી, [ તેન ] તેથી [ સઃ ] તે [ ધર્મસ્ય ] અધર્મનો [ અપરિગ્ર: ] પરિગ્રહી નથી, [ જ્ઞાય: ] (અધર્મનો) જ્ઞાયક જ [ મવતિ ] છે. ટીકા :- ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી જેને ઈચ્છા નથી. ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે; તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અધર્મને ઇચ્છતો નથી, માટે જ્ઞાનીને અધર્મનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદૂભાવને લીધે આ (શાની) અધર્મનો કેવળ જ્ઞાયક જ છે. એ જ પ્રમાણે ગાથામાં “અધર્મ શબ્દ પલટીને તેની જગ્યાએ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘાણ, રસન અને સ્પર્શન - એ સોળ શબ્દો મૂકી, સોળ ગાથાસૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં. Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ પ્રવચન નં. ૨૯૦ ગાથા-૨૧૧ મંગળવાર, શ્રાવણ વદ ૧૪, તા. ૨૧-૦૮-૧૯૭૯ ‘સમયસાર ૨૧૦ ગાથા થઈ. ૨૧૧. હવે, જ્ઞાનીને અધર્મનો પાપનો) પરિગ્રહ નથી એમ કહે છે – પહેલા એમ કહ્યું કે, ધર્મી જીવ પોતાને જ્ઞાયક સ્વભાવ (સ્વરૂ૫) અનુભવે છે, જાણે છે. તેને શુભભાવ આવે છે પણ એ શુભભાવ મારો છે અને મને લાભદાયક છે, એવી દૃષ્ટિ નથી. આવ્યું ને? ઇચ્છા પરિગ્રહ છે.” એ પુણ્ય-શુભભાવની ઇચ્છા થાય એ પરિગ્રહ છે. ધર્મીને એ ઇચ્છાનો પરિગ્રહ, શુભઉપયોગરૂપી ભાવની ઈચ્છા નથી તો તેને તે પરિગ્રહ નથી. ઝીણી વાત છે, ભાઈ! આ તો પહેલા દરજ્જાની વાત છે. જેને જ્ઞાયક સ્વભાવ સર્વજ્ઞ સ્વભાવ હું છું એમ દૃષ્ટિમાં, અનુભવમાં આવ્યો તે જીવને શુભભાવ મારો છે, એવી ઇચ્છા થતી નથી. આહાહા.! બહારની ચીજ તો ક્યાંય રહી ગઈ. શુભઉપયોગ એ પુણ્ય છે, ઇચ્છા નથી કે એ મારી ચીજ છે. ઇચ્છા હોય તો મારી ચીજ છે, એ તો પરિગ્રહ (થયો), મિથ્યાષ્ટિ થયો. આહાહા...! શુભઉપયોગની ઇચ્છા છે અને મારી ચીજ છે એમ માને તો એ તો મિથ્યાત્વ છે. ઝીણી વાત, ભગવાના આમ આવો, હરિભાઈ” સમજાણું? આહાહા.! - ધર્મ, જેને ધર્મી એવો ભગવાન જ્ઞાયક સર્વજ્ઞ સ્વભાવી પ્રભુના આશ્રયે, દૃષ્ટિ–સમ્યગ્દર્શન થયું અને તેને આશ્રયે જે સમ્યજ્ઞાન થયું, એ જ્ઞાનીને શુભભાવની ઇચ્છા નથી. આહાહા...! જો શુભભાવની ઇચ્છા હોય તો એ પરિગ્રહ-પક્કડ થઈ ગઈ, તો ત્રિકાળી જ્ઞાયકની પક્કડ છૂટી ગઈ. આહાહા..! ત્રિકાળી ચૈતન્યમૂર્તિ, ચૈતન્યપ્રકાશનો પૂંજ પ્રભુ, તેની જેને પક્કડઅનુભવ છે તો (તેને) રાગ, શુભભાવની પક્કડ નથી, ઇચ્છા નથી. આહાહા...! અને શુભભાવનો પરિગ્રહ-પક્કડ થઈ કે, મારો છે, તો જ્ઞાયકભાવની દૃષ્ટિ-પક્કડ છૂટી ગઈ. આહાહા.! બહુ કામ આકરું. એ શુભઉપયોગની વાત ૨૧૦માં કહી. શુભઉપયોગ. આહા..! ભગવાનની ભક્તિ, ભગવાનનો વિનય.... આહાહા.! એવો જે શુભભાવ, ધર્મીને એ શુભભાવ મારો છે, એવી દૃષ્ટિ નથી. આહાહા...! અને જો એ શુભભાવ મારો છે, એવી દૃષ્ટિ હોય તો સમ્યગ્દર્શન છૂટી જાય છે. ત્રિકાળી જ્ઞાયકની દૃષ્ટિ, નિજ ભાવ છૂટી જાય છે. આહાહા.! બહુ વાત (આકરી), બાપા! પ્રભુ! (આ) જન્મ-મરણના અંતની વાતું (છે), ભાઈ! અહીંયાં તો લોકો કહે છે કે, સમ્યગ્દર્શન સાતમે (ગુણસ્થાને થાય છે, એમ કાલે આવ્યું હતું. અરે...! પ્રભુ! વળી એક કોર કહે કે “ભરત ચક્રવર્તી ક્ષાયિક સમકિતી હતા. ક્યાંય મેળ નથી. આહા...! ક્ષાયિક સમકિત એ સમકિત નથી? સાતમે તો ચારિત્ર, સમકિતપૂર્વક ચારિત્ર છે ત્યાં તો. આહાહા...! છë ગુણસ્થાને એમ કે, પ્રમાદ છે ત્યાં સુધી સમ્યજ્ઞાન નથી. અર.૨.૨.! આમ કહે છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ ગાથા૨૧૧ ૨૭૫ અહીં તો પહેલે ધડાકે ભગવાન શુદ્ધ ચૈતન્યઘન, તેનો અનુભવ સ્વ-અનુસારે થયો તો તેને સમ્યગ્દર્શન કહે છે અને એ સમ્યગ્દર્શનમાં સ્વરૂપઆચરણનો અંશ અને આનંદનું વેદન પણ સાથે થાય છે. આહા...! અરે.! આ વાત. હવે એને સમ્યગ્દષ્ટિ ન કહેવા અને સાતમે કહેવા લોકો અત્યારે ક્રિયાકાંડના જોરમાં ચડી ગયા છે, અજ્ઞાનમાં. આહા. સમ્યગ્દર્શન ચોથે ગુણસ્થાને, અવિરતિ સમ્યગ્દષ્ટિ એમ કહ્યું છે ને? આહાહા...! રાગની આસક્તિ છૂટી નથી. ચારિત્રદોષ છૂટ્યો નથી પણ અંતર સ્વરૂપની દૃષ્ટિ અંદર પ્રગટ થઈ છે. આહાહા...! તો સમ્યગ્દષ્ટિ છે અને અવિરતી છે. તેનો અર્થ શું થયો? હજી અસ્થિરતાના રાગનો ત્યાગ નથી. રાગની એકતાબુદ્ધિનો ત્યાગ (થયો છે) પણ રાગની અસ્થિરતાનો ત્યાગ નથી. નહિતર તો અવિરતી સમ્યગ્દષ્ટિ કેમ કહેવામાં આવે છે? ઝીણી વાત બહુ, બાપુ આહાહા.! એ અહીં કહે છે, ધર્મીને તો જ્ઞાનમય એક ભાવ જ પોતાનો છે. આહાહા.! ચૈતન્યરસથી ભરેલો સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ, આહા! શાકભાવ તે હું છું. રાગનો વિકલ્પ થાય છે તે હું નથી. આહાહા...! કેમકે ખરેખર તો એ ઇચ્છા, શુભઉપયોગરૂપીભાવ એ અચેતન છે. આહાહા.. ચૈતન્યસ્વરૂપ ભગવાન, એ કહ્યું ને છઠ્ઠી ગાથામાં? કે, જ્ઞાયકભાવ ભગવાન જો શુભ અને અશુભ ઉપયોગરૂપે થઈ જાય તો જડ થઈ જાય. આહાહા...! શું કહ્યું? કે, ભગવાન જ્ઞાયક સ્વરૂપ ચૈતન્ય, એ જો શુભ અને અશુભરૂપે થઈ જાય તો શુભ-અશુભ છે એ અચેતન જડ છે, તો આત્મા જડ થઈ જાય. આહાહા...! છઠ્ઠી ગાથામાં છે. મુદ્દાની રકમ છે. આહાહા...! આત્મા (કે) જે જ્ઞાયકભાવ છે તે જો શુભઉપયોગરૂપ થઈ જાય (તો) જડ થઈ જાય, એમ કહે છે. આવી વાત છે, પ્રભુ! આહાહા.! ચોથે ગુણસ્થાને સમ્યગ્દષ્ટિ જીવ, શુભઉપયોગરૂપી હું નથી (એમ માને છે). આહાહા....! કેમકે શુભઉપયોગમાં જ્ઞાયકનો, ચેતનનો અંશ નથી. તેથી “પુણ્ય-પાપ” (અધિકારમાં) કહ્યું ને? કે, શુભાશુભભાવ તો અજ્ઞાનમય ભાવ છે ને. પહેલી ગાથા–૧૪૫. આહાહા.! શુભઅશુભભાવ તો અજ્ઞાનરૂપ છે ને. પુણ્ય-પાપમાં આવ્યું છે ને? પહેલી (ગાથા) છે. ૧૪પ. “શુભ કે અશુભ જીવપરિણામ....” ૧૪૫ (ગાથાની ટીકાનો) બીજો પેરેગ્રાફ. “શુભ કે અશુભ જીવપરિણામ કેવળ અજ્ઞાનમય હોવાથી...' આહાહા.! ૧૪૫ ગાથા, બીજો પેરેગ્રાફ. જયંતિભાઈ! ઝીણી વાત છે, બાપુ! બહુ ઝીણી. આહાહા.! શુભઉપયોગ અને અશુભઉપયોગ, બેય અજ્ઞાનમય છે. અજ્ઞાનમય એટલે મિથ્યાત્વમય એમ નહિ. એમાં જ્ઞાન ચૈતન્ય ભગવાન જ્ઞાયકભાવ, તેનો અંશ, શુભાશુભમાં (એ) અંશ નથી. ચેતનનો અંશ નથી માટે અચેતન અજ્ઞાન કહ્યું. જ્ઞાનનો અંશ નથી માટે અજ્ઞાન કહ્યું. મિથ્યાત્વ નહિ. મિથ્યાત્વ તો એ શુભાશુભભાવને પોતાના માને તો મિથ્યાત્વ (કહેવાય), પણ શુભાશુભભાવ છે તે અજ્ઞાનમય છે. આહાહા..! એ અજ્ઞાનમય ભાવને પોતાના માને, આહાહા...! આ વર્તમાન ૨૧૦ (ગાથામાં) છે Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ને? એ શુભભાવ અજ્ઞાનમય છે. આહાહા.! ભગવાન તો જ્ઞાનમય છે. ભગવાન એટલે આત્મા. આહા.! એ તો ચૈતન્યપ્રકાશની મૂર્તિ, ચૈતન્યના પ્રકાશના નૂરનું તેજ (છે). આહાહા.! એ જ્ઞાનપ્રવાહી ભગવાન, ધ્રુવ જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન એવા ભગવાનમાં શુભભાવનો અભાવ છે. અને શુભભાવનો જો ભાવ થઈ જાય તો જ્ઞાનસ્વરૂપી ભગવાન જડ થઈ જાય. આહાહા...! કેમકે શુભઉપયોગ એ અચેતન, અજ્ઞાન છે. અજ્ઞાન નામ તેમાં જ્ઞાન નથી. જ્ઞાયકભાવ જો અજ્ઞાનમય થઈ જાય તો જ્ઞાયકભાવ રહેતો નથી. રાગમય થઈ ગયો, અચેતન થઈ ગયો. આહાહા.! ભારે વાતું આકરી. આ “હરિભાઈ હમણા “મોરબીની વાત કરતા હતા. આમ દેખાવ એવો લાગે છે. હૈ? મોરબી'નો દેખાવ, આહાહા..! ભાઈ કહેતા હતા. ભાઈ! “ઇન્દુભાઈ આવ્યા'તા, એણે કહ્યું. આહાહા.! એમ ભગવાન આત્મા... આહાહા...! રાગમય થઈ જાય તો ઉજ્જડ થઈ જાય. સમજાણું? ચૈતન્ય વસ્તુ ભગવાન જ્ઞાયકભાવ એ રાગમય થઈ જાય તો ચૈતન્ય ઉજ્જડ થઈ જાય, જડ થઈ જાય. આહાહા...! અહીં વાત છે, ભાઈ! ઝીણી વાત છે, પ્રભુ! તારી પ્રભુતાનો પાર નથી, નાથ! આહાહા...! જ્ઞાનની પ્રભુતા, ઈશ્વરની પ્રભુતા, આનંદની પ્રભુતા. આહાહા...! તેની આગળ શુભભાવ તો દુઃખરૂપ છે. ભગવાન આનંદમૂર્તિ પ્રભુ, આનંદના રસથી ભર્યો પડ્યો, તેની આગળ શુભ રાગ એ તો દુઃખરૂપ છે અને દુઃખરૂપ છે એ આત્માનો થઈ જાય તો આત્મા દુઃખમય થઈ જાય. આહાહા.! આવી વાતુ, બાપા, બહુ પ્રભુ! શું કરીએ? અરે. દુનિયા ક્યાં પડી છે? સંપ્રદાયને ક્યાં ચલાવી રહ્યા છે અને માર્ગ ક્યાં છે? આહાહા.! હજી એના ખ્યાલમાંય વાત ન આવે એ અંદરમાં પરિણમન કેમ થાય? આહાહા...! એ અહીં શુભની વાતમાં ટીકામાં એમ લીધું છે, ભાઈ! ઇચ્છા, વાંછા, મોહ ત્રણ શબ્દ લીધા છે. સંસ્કૃત ટીકા. શુભભાવની ઇચ્છા, વાંછા અને મોહ ત્રણે નથી. સંસ્કૃત ટીકામાં છે, ભાઈ! “જયસેનાચાર્યની ટીકામાં (છે). આહા.! અને પાપમાં “મોહ” શબ્દ નથી લીધો વળી કુદરતે ઇચ્છા અને વાંછા બે લીધા છે. હમણા આવશે એમાં. આહાહા...! ભાઈ! આ તો ભગવત્ કથા છે. આહાહા...! પ્રભુ! ભગવત્ સ્વરૂપ, ભગવાન સ્વરૂપ પ્રભુ, એને રાગરૂપે માનવો, પ્રભુ! એ તો અભગવત-જડરૂપે થયો. આહાહા.. જેમાં ચૈતન્યનો અંશ નથી. આહાહા...! એમાં સુખબુદ્ધિ માનવી, આ શુભમાં, હોં! અશુભમાં તો ઠીક, આહાહા...! શુભભાવમાં પણ મારો છે એમ સુખબુદ્ધિ માનવી, એ સુખનું દુઃખરૂપે પરિણમન મિથ્યાત્વ થયું. આહાહા.! જ્ઞાનીને શુભભાવ આવે છે પણ તન્મય થઈને મારો છે એવી દૃષ્ટિ નથી. છતાં પરિણમનમાં શુભભાવ છે એમ જ્ઞાની જાણે છે, મારી પર્યાયમાં છે પણ દુઃખરૂપ છે. સમજાણું? આહાહા.! અને એ રાગની પર્યાયનો હું કર્તા છું. પરિણમે છે તો એ અપેક્ષાએ કર્તા (કહ્યો). કરવા Page #291 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૧૧ ૨૭૭ લાયક છે માટે કર્તા (છે), એમ નહિ. આહાહા..! કેટલી અપેક્ષાઓ પડે પ્રભુમાં. આહાહા..! એક કોર કહે કે, શુભરાગ મારો નથી અને પર્યાયમાં છે તો મારું પરિણમન છે એમ જાણવું. આહાહા..! પરિણમનમાં મારો છે, વસ્તુમાં મારો નથી. આહાહા..! બહુ માર્ગ બાપુ..! એ હવે અહીંયાં પાપમાં કહે છે. હવે કહે છે કે, ધર્મીને અધર્મ(નો પરિગ્રહ નથી). લોકો તો એમ કહે છે કે, ત્યાં ધર્મ કેમ કહ્યો? ત્યાં અધર્મ તો કહ્યો નથી. આહાહા..! પણ એને પુણ્ય કહ્યું છે તેનો અર્થ શું થયો? પુણ્ય એ કંઈ ધર્મ નથી, એ તો અધર્મ છે. આકરી વાત, બાપા! પ્રભુ! તારી બલિહારી છે, નાથ! આહાહા..! નિર્મળાનંદ આનંદનો નાથ પ્રભુ, અતીન્દ્રિય આનંદનો સાગર, એવો જે અતીન્દ્રિય ભગવાન.. આહાહા..! તેનો જેને અંતરમાં સ્વાદ આવ્યો એ રાગનો સ્વાદ લેવાને અતત્પર છે. સ્વાદ આવે છે, દુઃખ છે પણ એ ઠીક છે, એમ (સ્વાદ) લેવાને અતત્પર છે. સમજાણું? દુઃખનું પરિણમન મારામાં છે એમ જાણે છે. છતાં એ દુઃખના પરિણમનમાં સુખ નથી. મારે ક૨વા લાયક નથી પણ મારી નબળાઈથી આવે છે તો એ મારો પરિગ્રહ નથી, મારા દ્રવ્યમાં એ નથી. આહાહા..! પર્યાયમાં હોવા છતાં દ્રવ્યમાં નથી. એવી દૃષ્ટિ રાગથી ભિન્ન પડીને થઈ તો એ રાગનો પોતાનો માનતો નથી. આવું ‘શાંતિભાઈ' બહુ ઝીણું, બાપુ! આ તો વીતરાગ માર્ગ ૫રમાત્મા ત્રણલોકના નાથ ઇન્દ્રોની વચ્ચે, ગણધરોની વચ્ચે આમ કહેતા હતા. ઇન્દ્રો અને ગણધરોની વચ્ચે જે વાત કહે છે એ વાત છે, પ્રભુ! આહાહા..! હવે, જ્ઞાનીને અધર્મનો પાપનો) પરિગ્રહ નથી એમ કહે છે :–' કેમકે પાપ એ અચેતન છે. પાપ એ અજ્ઞાન નામ જ્ઞાનનો અભાવ સ્વભાવરૂપ છે તો ધર્મીને જ્ઞાનના અભાવ સ્વભાવરૂપ ચીજ, તેની પરિગ્રહ–પક્કડ નથી. આહાહા..! આવે છે, જ્ઞાનીને પાપના પિરણામ આવે છે. વિષય, આસક્તિ આદિના પરિણામ આવે છે) પણ તેની પક્કડ નથી. પક્કડ નથીનો અર્થ તેમાં તન્મય, શાયકસ્વભાવ તન્મય થઈ જાય એમ નહિ. પર્યાયમાં તન્મય છે. આવી વાત. આહાહા..! સમજાણું? એ ગાથા કહે છે. ૨૧૧. अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदि अधम्मं । अपरिग्गहो अधम्मस्स जाणगो तेण सो होदि ।।२११।। અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પાપને, તેથી ન પરિગ્રહી, પાપનો તે, પાપનો જ્ઞાયક રહે. ૨૧૧. ટીકા :– ઇચ્છા પરિગ્રહ છે.’ આહાહા..! ઇચ્છા એ જ પરિગ્રહ છે. ચાહે તો પુણ્યની ઇચ્છા હો, પાપની ઇચ્છા હો એ ઇચ્છા જ પરિગ્રહ છે. કેમકે ભગવાનમાં ઇચ્છા છે જ નહિ. આહાહા..! ઇચ્છા એ અજ્ઞાનમયભાવ છે. એ જ્ઞાનમય ભગવાનઆત્મામાં ઇચ્છાનો અભાવ છે. આહાહા..! Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ઇચ્છા પરિગ્રહ છે. આહાહા.. જ્ઞાની. એ તો આપણે આવી ગયું. મારો પરિગ્રહ તો જ્ઞાયક મારો પરિગ્રહ છે. મારો પરિગ્રહ તો જ્ઞાયક છે. આહાહા...! પરિ સમસ્ત પ્રકારે પક્કડમાં અનુભવમાં લેવામાં આવે કે, આ મારો જ્ઞાયકભાવ છે, એ મારો પરિગ્રહ છે. આહાહા...! પહેલા આવી ગયું છે. “એક શાકભાવ જ જે “સ્વ” છે, તેનો જ હું સ્વામી છું; માટે મને અજીવપણું ન હો, હું તો જ્ઞાતા જ રહીશ” ૨૦૮ની ટીકાના છેલ્લા શબ્દો છે. આહાહા...! શું “સમયસાર! આહાહા...! હવે આ કહે છે કે, “સમયસાર મુનિઓને માટે છે. અરે.! પ્રભુ! શું કરે છે તું આ? આવો બચાવ કરીને ભગવંત! તેં શું કર્યું આ? આવી ચીજ છે એ આત્માને બતાવનારી ચીજ છે. તો જેણે આત્માને જાણવો હોય તેને માટે આ સમયસાર છે. તો આ તો કહે, નહિ. આ તો મુનિઓ માટે છે. નીચેવાળા માટે નથી. આહાહા..! આવા લખાણ આવે. અરે..! ઇચ્છા પરિગ્રહ છે. ભગવાન આત્મા જ્ઞાયકભાવરૂપી પરિગ્રહ છે. તેને ઇચ્છા પરિગ્રહ છે જ નહિ. આહાહા...! તેને જ્ઞાયકભાવરૂપી પરિગ્રહ, જ્ઞાનીને–ધર્મીને જ્ઞાયકભાવરૂપી પરિગ્રહ છે. એને ઇચ્છાનો પરિગ્રહ નથી. આહાહા...! તેને પરિગ્રહ નથી....... કોને? કે જેને ઈચ્છા નથી. કેમકે ઇચ્છા પરિગ્રહ કહ્યો. ઈચ્છા એ જ પરિગ્રહ છે. આહાહા...! તો જેને પરિગ્રહ નથી તેને ઇચ્છા નથી. આહાહા...! કેમકે ઈચ્છા પરિગ્રહ છે અને જેને એ પરિગ્રહ મારો છે એમ નથી તેને ઇચ્છા નથી. આહાહા! શું ટીકા! ગજબ વાત છે. ઇચ્છા પરિગ્રહ છે. ભગવાનઆત્મા ઇચ્છા સ્વરૂપ નથી. આહાહા...! આ તો હજી સમ્યગ્દર્શનની પહેલા દરજ્જાની વાત ચાલે છે. ચારિત્ર અને સ્વરૂપની રમણતા, એ તો ધન્ય ભાગ્યા આહાહા...! એ આનંદમૂર્તિ ભગવાન, તેનો જેને પરિગ્રહ છે તેને ઇચ્છા પરિગ્રહ નથી. ચોથે ગુણસ્થાનથી, હોં! ચક્રવર્તીનું રાજ હો. આહાહા.! ભાઈએ નથી કહ્યું? ભાઈ! લાલચંદભાઈ! “સોગાની”. છ ખંડને સાધતા નથી. ગજબ વાત કરી છે. ચક્રવર્તી સમકિતી છ ખંડને સાધતા નથી. એ તો અખંડને સાધે છે. આહાહા...! એમ જ છે. એ છ ખંડને સાધવાકાળે પણ અખંડને સાધે છે. હૈ? આહાહા.. જ્ઞાયકભાવની અખંડતા જેની દૃષ્ટિમાંથી ક્યારેય છૂટતી નથી. એ અખંડને સાધે છે. “સોગાનીમાં આવે છે. દ્રવ્યદૃષ્ટિપ્રકાશ” વાંચ્યું છે? કેટલી વાર? પૈસા તો કેટલી વાર ફેરવ્યા છે. આહાહા.! જગત એમ ચાલે છે ને, ભાઈ! એ સમકિતી ચક્રવર્તી છ ખંડને સાધતો નથી. આહાહા...! એ અખંડને સાધે છે. પ્રભુ અખંડાનંદ નાથ, એ આવે છે ને, ૩૨૦ ગાથામાં? સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમભાવ લક્ષણ, એવો નિજ પરમાત્મદ્રવ્ય તે હું, એ સાધે છે. આવે છે ને, ૩૨૦ માં અખંડ એક. અખંડ એક. આહાહા.... જેમાં પર્યાયનો ખંડનો પણ ભેદ નથી. આહાહા...! અને એ ૩૨૦ માં આવ્યું છે, જ્ઞાની–ધર્મી સકળ નિરાવરણ, જે સકળ નિરાવરણ વસ્તુ સ્વરૂપ અખંડરૂપે, પર્યાયનો Page #293 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૧૧ ૨૭૯ ભેદ નહિ એવો એકરૂપ, અવિનશ્વર-અવિનાશી ધ્રુવ, પરમશુદ્ધભાવ પરમલક્ષણ નિજાત્મદ્રવ્ય, નિજાત્મદ્રવ્ય, તેને ધર્મી સાધે છે. આહા...! અને પછી એમાં લખ્યું છે, ખંડ ખંડ જ્ઞાનને સાધતા નથી. આહા! છ ખંડને તો સાધતા નથી પણ ખંડ ખંડ જ્ઞાનને સાધતો નથી). આહા.! ૩૨૦નું વ્યાખ્યાન આવી ગયું છે. સમજાણું? આહા! છે અહીંયાં? હા, ઇ, જુઓ! જે સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમભાવ લક્ષણ નિજ પરમાત્મદ્રવ્ય તે જ હું છું. પરંતું એમ ભાવતો નથી કે ખંડ ખંડ જ્ઞાનરૂપ હું છું. છ ખંડ તો નહિ પણ ખંડ ખંડ જ્ઞાનને ભાવતો નથી. આહાહા...! ૩૨૦ ગાથાનું વ્યાખ્યાન આવી ગયું છે. આહાહા...! ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી–જેને ઇચ્છા નથી.” આહાહા.! “ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે.” જુઓ! આહાહા...! એ જ્ઞાનમય પ્રભુ છે અને) ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે. ભગવાન જ્ઞાન અને આનંદમય છે તો ઇચ્છા અજ્ઞાન અને દુઃખરૂપ છે. આહાહા...! અરે.રે...! આવી વાત સાંભળવા ન મળે એ બિચારા કેમ કરે? આહાહા...! આ કરો ને આ કરો. અરે.રે...! અહીં તો કહે છે, ઇચ્છામાત્ર પરિગ્રહ છે. આહાહા.! જેને ઇચ્છા નથી તેને તેનો પરિગ્રહ નથી, તેની પક્કડ નથી. આહાહા...! એ (એક) સ્તવનમાં આવતું. દુકાન ઉપર વાંચતા હતા ને? ચાર સક્ઝાયમાળા છે. તે દિની, આ તો (સંવત) ૧૯૬૪-૬પની વાત છે. “સહજાનંદી રે આત્મા મોટી સઝાય. સૂતો કાંઈ નિશ્ચિંત રે’ એ રાગમાં સૂતો, પોતાનો માનીને, પ્રભુ! શું થયું તને આ? “સહજાનંદી રે આત્મા, સૂતો કાંઈ નિશ્ચિંત રે, મોહ તણા રે રણિયા ભમે રાગની એકતામાં, મિથ્યાત્વભાવ માથે ચોર ફરે છે. “જાગ જાગ રે મતિવંત રે, એ લૂંટે જગતના જંત રે બાયડી, છોકરા, કુટુંબીઓ લૂંટારા, ધૂતારા લૂંટે તને. અમને આમ ક્યો ને અમને આમ ક્યો ને અમને ... શું કરવા મેળવ્યું હતું? અમને સગવડતા આપો. એ જગતના પ્રાણી તૂટે તને. લૂંટે જગતના જંત, વિરલા કોઈ ઉગરંત મોટી સક્ઝાય આવે છે ને? એ વખતે વાંચતા. ચાર સક્ઝાયમાળા છે. ચાર સક્ઝાયમાળા છે. એક-એકમાં બસે-અઢીસે સઝાય છે. દુકાન ઉપર મગાવી હતી તે દિ'. પિતાજીની ઘરની દુકાન હતી, નિવૃત્તિ (હતી), કંઈ ઉપાધિ નહોતી. આહા...! આહાહા..! અહીં કહે છે, સહજાનંદી રે આત્મા. આ સહજાનંદી ઓલા “સ્વામીનારાયણના નહિ, હોં! આ સહજાનંદી પ્રભુ, સહજાનંદી આત્મા કેમ સૂતો નિશ્ચિત? રાગમાં કેમ નિશ્ચિત થઈ) સૂઈ ગયો? આ શું થયું તને? આહાહા...! ઇચ્છામાં તું આખો દોરાય ગયો, નાથ! આહાહા...! તારો પરિગ્રહ તો આનંદ ને શાંતિ તારી ચીજ છે. પ્રભુ! આ રાગમાં તને શું થયું? આહાહા...! અહીં એ કહે છે, “ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે... આહાહા...! ઇચ્છા મિથ્યાત્વ ભાવ છે, એમ નહિ. ઇચ્છા હોય માટે મિથ્યાત્વ થાય, એમ નહિ. ઇચ્છાને પોતાની માને તો મિથ્યાત્વ (છે), પણ ઇચ્છા સ્વરૂપ છે એ અજ્ઞાનમય છે. શું કહ્યું? ઇચ્છા એ મિથ્યાત્વરૂપી Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ભાવ છે, એમ નહિ. પણ ઇચ્છા અજ્ઞાનમય ભાવ છે. જે નિજ જ્ઞાનસ્વભાવ ભગવાન, તેની ઇચ્છાનો અભાવ તો અજ્ઞાનમય ભાવ છે. આહાહા.! “હીરાભાઈ! આવી વાતું, બાપુ! આહા.! આ જુઓને “મોરબીની વાતું સાંભળીએ છીએ ત્યાં વૈરાગ્ય... વૈરાગ્ય થઈ જાય એવું છે. આખી “મોરબી’. પંદર-પંદર હજાર માણસ, વીસ હજાર માણસ (મરી ગયા) એમ કહે છે. કેટલાક દસ હજાર, કોઈ પંદર-વીસ (કહે છે). પણ દસ હજાર તો ઓછામાં ઓછા કહે છે. માણસ મરી ગયા. આહાહા...! એ પાછા મરીને (ક્યાંય જાય). એ વખતે તો આર્તધ્યાન હોય. આમ બચું ને આમ બન્યું. એ મરીને ઘણા તો ઢોરમાં જાય. માંસ ને દારૂ ન ખાતા હોય છે, હોં! અરે.! એ પશુમાં અવતરે પ્રભુ એને હવે મનુષ્યપણું ક્યારે મળે ને એને ક્યારે સાંભળવાનું મળે? આહાહા.! અહીં કહે છે કે, ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે. અર્થાત્ તેમાં જ્ઞાનનો ભાવ નથી. એ રાગ તે અજ્ઞાનમય ભાવ છે “અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી,” આહાહા...! ધર્મીને જ્ઞાનમય ભાવ છે તો તેને ઇચ્છા-અજ્ઞાનમય ભાવ હોતો નથી. આહાહા.! સમજાય છે કાંઈ? આહા...! ઇન્દુ પરમ દિ આવ્યો હતો, ભાઈ! જયંતિભાઈ! “રતિભાઈનો. ઇ કહે, જેમ પાણી અંદર ગયું તો અમારે તો અંદર ઘરમાં નિસરણી હતી એટલે (ઉપર) ચડી ગયા. અને સામે ઘર હતું એમાં એને નિસરણી બહાર હતી. પાણી આટલું આવ્યું તો એ બહાર નીકળી શક્યા નહિ. ત્યાં મરી ગયા. આખું ઘર ખલાસ. પણ અમે તો આ પાણી દેખ્યું તો મડદાં જાય. પોકાર અંદર (ઉક્યો), જ્ઞાયકભાવ જાણનાર છું. એને જાણપણું છે. ઇન્દુ નહિ નાનો, રતિભાઈનો? બાપુજી ને બા ને બધા ઉપર ચડી ગયા પણ પોકાર અંદરમાં (ઉદ્યો). કોણ જાણે ક્યાંથી એકદમ (આવ્યો). કોઈ વિકલ્પ સંયોગનો આવતો પણ છતાં પોકાર (એ હતો), જ્ઞાયક છું. હું બીજી કોઈ ચીજ છું નહિ. જુવાન માણસ છે. ઇન્દુ, “રતિભાઈ'નો નહિ? ‘ચીમનભાઈનો જમાઈ છે. આહાહા...! એ કટોકટીના કાળે, હેં? એને જ્ઞાયકભાવમાં રહેવું. હું જ્ઞાયક છું, બસ! બીજું કંઈ રહેવું-ફહેવું નહિ. આહાહા.! એ જાતના ભણકાર પણ બાપા! અલૌકિક છે ને! હૈ? ભાઈ હતા ને, “લાલચંદભાઈ? હૈ? મુમુક્ષુ :- ખરે ટાણે. ઉત્તર :- ખરે ટાણે. ભાઈ હતા. વાત કરી ત્યારે ઉભા હતા. આહાહા...! ઓહોહો.. શું આચાર્યે વાત કરી છે). ઇચ્છા પરિગ્રહ છે. ગજબ કામ કર્યું છે, પ્રભુ તેને પરિગ્રહ નથી–જેને ઇચ્છા નથી.” આહાહા..! જ્ઞાનીને ઇચ્છા નથી, એમ કહે છે. આહાહા...! જેણે આનંદના સાગરને જોયો છે, જેણે અતીન્દ્રિય આનંદના સાગરને હિલોળે નાખતો પ્રભુ (જોયો છે), આહાહા..! અતીન્દ્રિય આનંદના હિલોળે ચડેલો પ્રભુ, એવું જેણે અંદર અનુભવ્યું અને જાણ્યો છે. આહાહા...! એને અજ્ઞાનમય ભાવ-ઇચ્છા હોતી નથી, Page #295 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૧૧ કહે છે. આહાહા..! ઝીણી વાત, બાપુ! આ તો પ૨માત્મા ત્રણલોકના નાથ ઇન્દ્રો અને ગણધરની વચ્ચે કહેતા હતા એ વાત છે. આહા..! ૫રમાત્મા બિરાજે છે. ભગવાન તો બિરાજે છે. ‘સીમંધરપ્રભુ’ સાક્ષાત્ સભામાં. આહાહા..! એ ‘કુંદકુંદાચાર્ય' આઠ દિ' રહ્યા ને આ સંદેશ લાવ્યા. પોતે તો મુનિ હતા, ભાવલિંગી સંત. આનંદના.. આહાહા..! આનંદના સડકા અનુભવ કરતા હતા પણ જરી સાંભળવા ગયા અને પછી વિશેષ નિર્મળતા થઈ, અને વિકલ્પ આવ્યો કે હું શાસ્ત્ર બનાઉં. આહાહા..! પણ હું શ્રોતાને કહું છું કે, હે શ્રોતા! અનંત સિદ્ધોને પર્યાયમાં સ્થાપીને સાંભળજે. આહાહા..! હૈં? આહાહા..! પ્રભુ! તું પામર નથી. તારી પર્યાયમાં અનંતા સિદ્ધોને સ્થાપ. રાગને દૂર કરી દે. આહાહા..! શ્રોતાને કહે છે. વંવિત્તુ સવ્વસિદ્ધે સર્વ સિદ્ધોને ‘વંવિદ્યુ’ નામ આદર કરીને, આદર કરીને નામ પર્યાયમાં સ્થાપીને. આહાહા..! હવે સિદ્ધપણાની પર્યાયને સ્થાપી તો તું સ્વલક્ષે સાંભળ હવે. આહાહા..! ગજબ વાતું છે. ‘સમયસાર’નું એક એક પદ, એક એક ગાથા અલૌકિક છે, બાપુ! આહાહા..! એ આ (કહે છે), ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે...’ ગજબ વાત છે. એક કો૨ ભગવાન જ્ઞાનમય ચૈતન્યપ્રકાશની મૂર્તિ અને એક કો૨ ઇચ્છા, અંધકાર, અજ્ઞાન, એમાં જ્ઞાનનો અભાવ છે. અંધકારમય છે. આ જ્ઞાનમય પ્રભુ છે તો ઇચ્છા અંધકારમય છે. આ જ્ઞાનમય છે તો એ અજ્ઞાનમય છે. ભગવાન આનંદમય છે તો ઇચ્છા દુઃખમય છે. આહાહા..! સમજાય છે કાંઈ? આહાહા..! દુનિયા માને ન માને, વસ્તુ સ્વતંત્ર છે. પ્રભુ! તારે પણ સુખી થવું હોય તો આ રસ્તો લીધે સુખી છે, બાકી બધી વાતું છે. આહાહા..! એ અજ્ઞાનમય ભાવ છે. આહાહા..! છે તો ભાવ છે. છે? આહાહા..! જેમ ભગવાન આનંદમય ભાવ છે એમ ઇચ્છા અજ્ઞાનમય ભાવ છે. આહાહા..! સમજાણું? ભાઈ! આ તો ભગવાનનો ઉપદેશ છે, પ્રભુ! આહાહા..! ‘અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી... આહાહા..! જેણે આત્મા જ્ઞાનમય, આનંદમય જાણ્યો તેને આ અજ્ઞાનમય ઇચ્છા ભાવ હોતો નથી. આહાહા..! સમજાણું? (ઇચ્છા) અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી,...’ ઇચ્છા જ તેને હોતી નથી, એમ કહે છે. આહાહા..! ભગવાન આનંદના નાથની અંદરની ભાવનામાં ઇચ્છાનો અવકાશ ક્યાં છે? આહાહા..! જેને રાગથી ભિન્ન પડીને ભગવાન તરફ પ્રયત્ન ઢળી ગયો છે.. આહાહા..! પ્ર-યત્ન-પ્ર-વિશેષે પુરુષાર્થ ત્યાં ઢળી ગયો છે અંદર. આહાહા..! એને આ અજ્ઞાનમય ઇચ્છા હોતી નથી. આહાહા..! આવું કામ છે. હવે આ વસ્તુને અંદર સમજ્યા વિના આ વ્રત કરો ને અપવાસ કરો. બધા બાળવ્રત ને બાળતપ છે. મુર્ખાઈ ભરેલા તપ ને મુર્ખાઈ ભરેલા (અપવાસ છે). આહાહા..! એ તારા હિતની વાત છે, પ્રભુ! તને દુઃખ લાગે કે, અરે......! અમે આ બધું કરીએ, વ્રત ને તપ ને, એ બધું જૂઠું? ભાઈ! તને દુઃખના કારણ છે, ભાઈ! આહા..! એમાં દુઃખ છે. ઇચ્છામાત્રમાં દુઃખ છે, ૨૮૧ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ એ અજ્ઞાનમય છે. જ્ઞાનમય નથી તેમ આનંદમય નથી એટલે દુઃખમય છે. આહાહા...! કહો. આ તો બધા જુવાનોને ને વૃદ્ધોને બધાને સમજવાનું છે. જુવાન, વૃદ્ધ તો જડ છે. ભગવાન ક્યાં જુવાન, વૃદ્ધ છે? અનંત આનંદ ને અનંત જ્ઞાન ને અનંત શાંતિથી ભરેલો સાગર ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, આહા.! એની આગળ જ્ઞાનીને રાગ જે અજ્ઞાનમય અને દુઃખમય (છે) તેને તે હોતો નથી. આહાહા! જેનું અસ્તિત્વ આનંદમય અને જ્ઞાનમય એવી સત્તાનો સ્વીકાર થયો છે. આહાહા...! જેના હોવાપણાંમાં, સત્તાના સ્વીકારમાં અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત ઈશ્વરતા, અનંત શાંતિ... શાંતિ... શાંતિ. શાંતિ. શાંતિ, અકષાયભાવરૂપી અનંત શાંતિ. આહાહા.! એનો જેને અંતર જ્ઞાનની પર્યાયમાં સ્વીકાર થયો છે, દૃષ્ટિએ એને પ્રતીતમાં લીધો છે. આહાહા...! એવા ધર્મીને આ ઈચ્છા અજ્ઞાનમય હોતી નથી, કહે છે. ભારે કામ, બાપુ! આહાહા..! અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે;” જુઓ! જ' કહ્યો ને? ધર્મીને તો ધર્મમય જ ભાવ હોય છે. આહાહા.! રાગ થાય છે પણ એ મારો છે, એમ નથી. એટલે એને તો ધર્મમય, જ્ઞાનમય ભાવ હોય છે. આહાહા...! “તેથી.” આ કારણે. ક્યા કારણે? કે અજ્ઞાનમય ભાવ-રાગ, એ જ્ઞાનીને હોતો નથી. જ્ઞાનીને જ્ઞાનમય ભાવ જ, જ્ઞાનમય જ. આહાહા.! જાણવું-દેખવું, આનંદાદિનો ભાવ જ્ઞાનીને હોય છે. આહાહા.! “તેથી...' કયા કારણે? “જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે; તેથી.' એમ. આહાહા....! અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે...” અજ્ઞાનમય ભાવ, એવી ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અધર્મને ઇચ્છતો નથી;.” ધર્મીને પાપની ઇચ્છા નથી. પાપના પરિણામ થાય છે પણ તેની ઈચ્છા નથી. આહાહા...! સમજાણું? આનંદના નાથની જ્યાં ભાવના છે ત્યાં અધર્મની ઇચ્છા કયાંથી હોય? આહા...! “તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અધર્મને ઇચ્છતો નથી;.” ધર્મીજીવને પાપની ઇચ્છા જ નથી. પાપ મારું છે, એવી ઇચ્છા નથી. હું તો જ્ઞાની જ્ઞાનમય છું, તો પાપની ઇચ્છા જ્ઞાનીને છે નહિ. આહાહા...! પોતાના જ્ઞાનમય ભાવની આગળ અધર્મ પાપ, અજ્ઞાનમય દુઃખરૂપની ઇચ્છા હોતી નથી. આહાહા...! ઓહોહો...! જે પ્રભુ સુખને પંથે આત્મા દોરાય ગયો છે, આહાહા.! એને દુઃખના પંથની ઇચ્છા નથી. આહાહા...! ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ અને જ્ઞાનસ્વરૂપમય, એ પંથે જ્યાં દૃષ્ટિ ચડી ગઈ છે, આહાહા.! એના દુઃખના પંથમાં, ઇચ્છાના ભાવ હોતા નથી. આહાહા...! હવે આમાં (ક્યાં) વાદ ને વિવાદ કરવા. આહા...! સમકિતી અપ્રમત્ત દશામાં હોય, એ વિના ચારિત્ર હોય. અરે.! ગજબ કરે છે, પ્રભુ! ચારિત્ર પહેલું, સમકિત પછી? ચારિત્ર એટલે આની ક્રિયાકાંડ છે એને ચારિત્ર કહે છે. આહાહા...! અહીં તો પહેલે દરજે, ધડાકે જ્યાં ભગવાન પૂર્ણાનંદના નાથનો જ્યાં સમ્યગ્દર્શનમાં Page #297 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૨૧૧ ૨૮૩ સ્વીકાર થયો અને જ્ઞાનની પર્યાયમાં પરમાત્માનું જ્ઞાન થયું, પરમાત્મા પર્યાયમાં આવ્યો નહિ પણ પરમાત્માનું જેટલું સામર્થ્ય અને સ્વરૂપ છે તેટલું બધું જ્ઞાનની પર્યાયમાં આવી ગયું. આહાહા...! આવી વાત. ભાઈ! માર્ગ તો આ છે, બાપુ એને ભલે એકાંત ઠરાવો, નિશ્ચયાભાસ ઠરાવો. કરો! આહાહા...! માટે ઇચ્છાના અભાવને લીધે જ્ઞાની અધર્મને ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને અધર્મનો પરિગ્રહ નથી.” આહાહા..! આ કારણે. ક્યા કારણે? જ્ઞાનીને અધર્મની ચાહના નથી, એ કારણે. આહાહા.! ભાવના તો ભગવાન આત્મા તરફની છે. આહાહા...! એને આ અધર્મની ચાહના નથી. એ કારણે જ્ઞાનીને અધર્મનો પરિગ્રહ નથી. આહાહા! શું ભર્યું છે ને! અમૃતચંદ્રાચાર્ય એની ટીકા. અમૃત રેડડ્યા છે. જેને અમૃતના સ્વાદ આવ્યા એને ઝેરના સ્વાદની ઇચ્છા કેમ હોય, એમ કહે છે. આહા. જેને અમૃતનો સાગર નાથ, જ્ઞાનની પર્યાયમાં આખું શેય-વસ્તુ અમૃતની સાગર, જ્ઞાનમાં આવી ગઈ, શેય તરીકે જ્ઞાનમાં આવી ગયો અને આનંદનો નાથ પર્યાયમાં આખો જાણવામાં આવી ગયો તેને અધર્મની ઇચ્છા કેમ હોય? આહાહા...! - હવે ઇ તો કહે છે કે, ચોથે ગુણસ્થાને જ્ઞાની ન કહેવાય, જ્ઞાની તો સાતમે સમકિત થાય ત્યારે કહેવાય). અરે ! પ્રભુ! શું કહે છે)? આહાહા.! ભાઈ! સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે. આહાહા...! આખા પરમેશ્વરને સ્વીકારીને દૃષ્ટિ અંદર પડી અને તે વિકલ્પ તોડીને નિર્વિકલ્પ થઈને દૃષ્ટિ ત્યાં પડી. આહાહા...! એ દષ્ટિ અને દૃષ્ટિના વિષયની વાતું શું કરવી? પ્રભુ! આહાહા...! એ દૃષ્ટિ “ભરત ચક્રવર્તી જેવા ચક્રવર્તીપદમાં પણ પ્રગટ થઈ શકે છે. એ પદ ક્યાં આત્મામાં છે? આહાહા.! એ આવી ગયું છે ને? (૧૩૮ કળશ) “પમ્ રૂદ્રમ્ અપમ્ પર્વ આવી ગયું છે. પહેલા નિર્જરામાં. રાગ તે અપદ છે, અપદ છે, પ્રભુ! એ તારું પદ નહિ. આહાહા.. પહેલા કળશમાં આવી ગયું છે. અહીં આવ, અહીં આવ. બે બે વાર આવ્યું છે ત્યાં. એ અપદ અપદ છે, આ પદ , પદ છે. આહાહા.! એ તારું રહેઠાણ–તારું રહેવાનું સ્થાન ભગવાન છે. એ રાગ તારું રહેવાનું સ્થાન નહિ. પ્રભુ! આહાહા...! બ્રાહ્મણ ચંડાળણીને ઘરે જાય (તો) એ કંઈ એનું સ્થાન કહેવાય? આહા.! એમ ભગવાન અલૌકિક આનંદનો નાથ, એ રાગના સ્થાનમાં જાય એ રાગસ્થાન એના નહિ. એ પદ તારું નહિ, પ્રભુ! આહાહા...! કહ્યું હતું ને એક ફેરી, નહિ? અઢાર વર્ષની ઉંમરે વડોદરા માલ લેવા ગયેલા. પછી નવરાશે રાત્રે (નાટક) જોવા ગયેલા, એમાં “અનુસૂયાનું નાટક (હતું). “અનુસૂયા સ્વર્ગમાં જાતી હતી તો ના પાડી. અહીં છોકરાને હાલરડું ગાઈ સૂવડાવે છે. સૂવડાવતા કહે છે, આહાહા...! બેટા! તું નિર્વિકલ્પ છો. અરે.રે.... આહાહા...! એના નાટકમાં આ અને આ સંપ્રદાયમાં આ નહિ. વડોદરાની વાત છે, (સંવત) ૧૯૬૪ની સાલ. ૬૪-૬૪. અઢાર વર્ષની Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ઉંમર, માલ લેવા ગયેલા. પિતાજી ગુજરી ગયેલા એટલે માલ લેવા હું જતો. અમારા ભાગીદાર તો ત્યાં બેસતા. “મુંબઈ', “ભાવનગર', “અમદાવાદ, ભાવનગર' શું, “મુંબઈ', ‘અમદાવાદ, વડોદરા (જાતા). એમાં ‘વડોદરા” ગયેલા. ટિકીટ લીધેલી બાર આનાની, બાર આનાની ચોપડી લીધેલી. તમે શું કહો છો? (એ જોવા માટે). એમ કહે છે, આહાહા..! બેટા! તું નિર્વિકલ્પ છો. ઉદાસીનોસી નાથ! તું તો રાગથી ઉદાસીન (છો), તારું આસન તો ચૈતન્યમાં છે. આહાહા...! જયંતિભાઈ' નાટકમાં આમ આવતું, અહીં તો તમારે સંપ્રદાયમાં પણ નિર્વિકલ્પ આનંદ ને નિર્વિકલ્પ છો, એ વાત હતી? રાગ કરો, બસ! આ કરો, શુભ કરો. આહાહા...! ઉદાસીનોસી, શુદ્ધોસી, બુદ્ધોસી. પ્રભુ! તું શુદ્ધ છે. તું બુદ્ધ નામ જ્ઞાનનો પિંડ છો. ચાર બોલ યાદ રહ્યા છે, હતા તો ઘણા. આ તો ઘણા વર્ષ થઈ ગયાને! હૈ? ૭૧ વર્ષ થઈ ગયા. સીત્તેર ને એક. આ ચાર બોલ યાદ રહી ગયા. ઓલી છ કડી બનાવી હતી એમાં અડધી કડી યાદ રહી ગઈ, કીધું ને? એ (સંવત) ૧૯૬૪માં બનાવી હતી, ઇ પણ, હોં શિવરમણી રમનાર તું, તું હી દેવનો દેવ’ એ ૧૯૬૪માં. આહાહા...! અહીં કહે છે, પ્રભુ જ્ઞાનીને અધર્મનો પરિગ્રહ કેમ નથી? (કેમકે) ઈચ્છાના અભાવને લીધે “જ્ઞાની અધર્મને ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને અધર્મનો પરિગ્રહ નથી.” આહાહા...! “જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્દભાવને લીધે... આહાહા.. કેવો લાયકભાવ? જ્ઞાનમય એક જ્ઞાયકભાવ. ભેદ ને પર્યાય પણ નહિ. આહાહા...! જ્ઞાનમય “એક જ્ઞાયકભાવના સદ્દભાવને લીધે....” શ્રદ્ધા અને જ્ઞાનમાં જ્ઞાયકના એક ભાવના સદ્દભાવને લીધે. આહાહા...! આ સિદ્ધાંત. આવી ટીકા તો અત્યારે અન્યમતમાં તો નથી પણ જૈનમાં દિગંબરમાં આવી ટીકા બીજે નથી. એવી આ ‘અમૃતચંદ્રાચાર્યે ટીકામાં અમૃત રેડ્યાં છે. આહાહા...! જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવ...” ભાષા જુઓ! ધર્મીને તો “જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે.” આ કારણે. પાપની અને પુણ્યની કેમ ઇચ્છા નથી? કે, જ્ઞાયકમય એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે. આહાહા.! એની સદ્ભાવ હયાતી, ત્રિકાળી જ્ઞાયક એ દૃષ્ટિમાં આવ્યો છે. આ કારણે (જ્ઞાની) અધર્મનો કેવળ જ્ઞાયક જ છે. આહા...! ધર્મી તો અધર્મનો કેવળ જ્ઞાયક જ છે. આહાહા...! પોતામાં જાણે છે. પોતાને જાણે છે તો તેને પોતાની ભૂમિકામાં જાણે છે. આહાહા...! આવો માર્ગ છે. છે? “અધર્મનો કેવળ જ્ઞાયક જ છે. એ જ પ્રમાણે ગાથામાં અધર્મ શબ્દ પલટીને તેની જગ્યાએ બીજા લેવા. વિશેષ આવશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) Page #299 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૧૧ ૨૮૫ પ્રવચન ન. ૨૯૧ ગાથા૨૧૧ ગુરુવાર, ભાદરવા સુદ ૧, તા. ૨૩-૦૮-૧૯૭૯ સમયસાર ૨૧૧ ગાથા, એનો છેલ્લો પેરેગ્રાફ છે. ધર્મી એને કહીએ કે જેને રાગથી ભિન્ન ભગવાન જ્ઞાયકભાવ દૃષ્ટિમાં આવ્યો છે અને એ જ્ઞાયકભાવ તે હું છું, એવું જેને અંતરમાં દૃષ્ટિસહિત અનુભવ છે એને અહીંયાં જ્ઞાની કહો કે ધર્મી કહો. કોઈ એમ કહે કે, જ્ઞાની તો એવા હશે ભલે પણ અમારે તો ધર્મ કરવો છે. પણ એ ધર્મી કહો કે જ્ઞાની કહો, બેય એક જ વાત છે. આહાહા...! આ તો નિર્જરા અધિકાર છે ને? ધર્મીએ ચૈતન્ય જ્ઞાયકભાવ, એનો આશ્રય લીધો છે તેથી તેની અંતરમાં શાંતિ ને આનંદ ને જ્ઞાનની દશા નિર્મળ પ્રગટ થઈ છે, એને લઈને ધર્મીને પુણ્યનો પરિગ્રહ નથી, એ આવી ગયું, પાપનો નથી, એ આવી ગયું. હવે એને બદલાવે છે. “અધર્મ શબ્દ પલટીને તેની જગ્યાએ રાગ” શું કહે છે? ધર્મીને રાગનો પરિગ્રહ નથી. કેમકે ઇચ્છા એ પરિગ્રહ છે અને તેને પરિગ્રહ નથી કે જેને ઇચ્છા નથી. અને એ રાગ અજ્ઞાનમય ભાવ છે. જ્ઞાનમય ચૈતન્ય સ્વભાવથી તે ભિન્ન ભાવ છે. ચાહે તો એ દયાનો, દાનનો, ભગવાનના વિનયનો ભાવ હોય). કાલે કહ્યું હતું ને? કે, મુનિને જે દ્રવ્યલિંગ નગ્નપણું છે), એ બાહ્ય ઉપકરણ છે. એ ઉપકરણ છે. આહાહા..! એ અજ્ઞાનમય છે, એમાં જ્ઞાનસ્વભાવ નથી. તેથી તે ઉપકરણ જ્ઞાનીને પરિગ્રહ નથી. એ ઉપકરણ લિંગ તેમ ગુરુવચન... આહાહા.! ગજબ વાતું. તેમ વિનય, દેવ-ગુરુ-શાસ્ત્રનો વિનય અને સૂત્ર અધ્યયન, શાસ્ત્રનું અધ્યયન એ બાહ્ય ઉપકરણ છે, પ્રભુ! આહાહા.! જેવું એ લિંગ બાહ્ય ઉપકરણ છે, એવું એ ગુરુવચન, સૂત્ર અધ્યયન, શાસ્ત્ર પરપદાર્થ છે ને! આહાહા..! અને વિનય, દેવ-ગુરુ-શાસ્ત્રનો વિનય એ ઉપકરણ છે. એ આત્માનું સ્વરૂપ નથી. આહાહા.! આવી વાતું છે, ભાઈ! સમજાય છે? રાગ, ઇચ્છા નથી. ઇચ્છા જેને પરિગ્રહ છે, એ ઇચ્છા જેને નથી તેને ઈચ્છા પરિગ્રહ નથી. કેમકે ઇચ્છા એ અજ્ઞાનમય ભાવ છે. આહાહા.. એમ આ રાગ છે એ અજ્ઞાનમય ભાવ છે. અરે.રે.! આવી વાતું. ઈ તો કાલે આવ્યું હતું ને? પુણ્ય-પાપનું. શુભાશુભ ભાવ એ અજ્ઞાનમય ભાવ છે. આહા...! ભાઈ! મારગ બહુ અલૌકિક છે. આહાહા.. કોઈ શુભરાગની ઇચ્છા જ્ઞાનીને નથી. કેમકે ઇચ્છા એ પરિગ્રહ છે તો એ ઇચ્છા જ્ઞાનીને નથી માટે રાગની ઇચ્છા એને નથી. આહાહા...! રાગ છે તે અજ્ઞાનમય છે અને અજ્ઞાનમય છે માટે જ્ઞાનીને તે અજ્ઞાનમય ભાવની પક્કડ નથી, પરિગ્રહ-પક્કડ નથી. આહાહા..! આકરી વાતું છે, બાપુ વીતરાગ મારગ બહુ અલૌકિક (છે), ભાઈ! જ્ઞાનીને જ્ઞાયકભાવ હોવાથી, ધર્મીને તો જ્ઞાયકભાવ પર્યાયમાં અનુભવવાથી તેને રાગ, દયા, દાન, ભક્તિ, પૂજાનો રાગનો તેને પરિગ્રહ નથી. કેમકે તેને ઇચ્છા નથી. ઇચ્છા નથી Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ તેથી રાગનો પરિગ્રહ એને નથી. આહાહા.! સમજાય છે કાંઈ? આવી વાત છે, ભાઈ! આહાહા...! એ રાગ... આહાહા.! ગજબ વાત છે. આ તો વીતરાગધર્મ છે, પ્રભુ! વીતરાગતા, દ્રવ્યસ્વરૂપ ભગવાન આત્મા, વીતરાગમૂર્તિ તેને આશ્રયે વીતરાગ પર્યાય થાય. સમ્યગ્દર્શન એ વીતરાગી પર્યાય છે. આહાહા...! ધર્મીને ઇચ્છા હોતી નથી. કેમકે ઇચ્છા એ પરિગ્રહ છે. જેને પરિગ્રહ નથી તેને ઇચ્છા નથી અને ઇચ્છા નથી તેથી રાગનો પરિગ્રહ પણ એને નથી. આહાહા...! આવી વાતું છે. તેમ ઉદ્વેષ... દ્વેષની ઇચ્છા નથી. ઇચ્છા એ પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી કે જેને ઇચ્છા નથી. દ્વેષની ઇચ્છા ધર્મીને નથી. આહાહા...! Àષનો ભાવ એ અજ્ઞાનમય ભાવ (છે). એ અજ્ઞાનમય ભાવની જ્ઞાનીને ઇચ્છા નથી. આહાહા! “છબીલભાઈ'! આવું છે આ. તમારા વખાણ કરતા હતા, “છબીલભાઈના. આ રમણીક', “રમણીક સંઘવી” કહે, બહુ સારુ વાંચે છે. પોપટભાઈના દીકરાના દીકરા. પોપટભાઈના દીકરા. હૈ? મુમુક્ષુ :- એને ભગત કહે છે. ઉત્તર :- એ બધા એના કરતા આ જુદી જાતનો છે. આ જુદી જાતનો પાક્યો છે. આહાહા...! “રમણીકભાઈ કહેતા હતા, રમણીકભાઈ નહિ? “સંઘવી. સંઘવી”. “છબીલભાઈ બહુ સારુ વાંચે છે. એકનો એક દીકરો મરી ગયો ને? છતાં શોક કર્યો નથી. સ્થાનકવાસી માણસોને તો અજબ થઈ ગયું. એકનો એક દીકરો, બે વર્ષનું પરણેતર, ગામની કન્યા, વિધવા બાઈ, એને સમાધાન કરાવે. આવે એને સમાધાન કરે પોતે. ભાઈ! એ ચીજ તો પરિગ્રહ, મહેમાન જ છે ને! મહેમાનની મુદ્દત કેટલી હોય? એની મુદ્દત પ્રમાણે રહ્યા, એમ કહેતા હતા. આહાહા...! ખરે ટાણે સમ્યકજ્ઞાન–સાચું કામ ન આવે તો ક્યારે કામ આવે? આહાહા.! અહીં કહે છે, દ્વેષ તે અજ્ઞાનમય ભાવ (છે). આહા..! અણગમો થાય એ દ્રેષ છે. આહાહા. એકનો એક દીકરો મરી ગયો હોય અને વિધવા બાઈ મૂકીને જાય અને ઘરમાં બે જણા. આહાહા...! અને પૈસાવાળા છે. દસ હજાર રૂપિયા ખર્ચા, છોકરાની પાછળ દસ હજાર ખર્ચા. આહા...! આમાં કોને કહેવા બાપુ પૈસાવાળા? અહીં તો કહે છે કે, અણગમો થવો એ અજ્ઞાનમય ભાવ છે. આહાહા...! પ્રતિકૂળ સંયોગ આવતા તેમાં દ્વેષ થાય, એ દ્વેષ એ અજ્ઞાનમય ભાવ છે. ધર્મીને અજ્ઞાનમય ભાવ હોતો નથી. કેમકે તેને ઇચ્છા હોતી નથી. ઇચ્છા હોતી નથી તેથી તે દ્વેષનો તેને પરિગ્રહ નથી. આહાહા.! સમજાય છે કાંઈ? - હવે તો આ ગુજરાતી ચાલે છે, સ્પષ્ટ ચાલે છે, હિન્દીમાં એટલું સ્પષ્ટ ન ચાલે. તેથી કૈલાસચંદજી એ કહ્યું હતું, હિન્દી લોકોએ અહીંયાં આવીને ગુજરાતી શીખીને આવવું, તો ગુજરાતી અને સ્પષ્ટ થાય ને સમજાય. તોય આ ફેરે એક મહિનો અને ત્રણ દિ' હિન્દી ચાલ્યું. અષાઢ વદ ૧૩થી. નહિ? શિક્ષિણ શિબિર ચાલી ને? અત્યારે તો આ આવ્યા છે Page #301 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૧૧ ૨૮૭ ને? પજોસણ છે, ગુજરાતી આવ્યા છે. આહાહા...! ક્રોધ, ' ક્રોધ તે અજ્ઞાનમય ભાવ છે. ભગવાન તો જ્ઞાનમય સ્વરૂપ છે. આહાહા...! એ જ્ઞાનમય ભાવમાં જ્ઞાયકપણે ક્રોધ આવ્યો તેને જાણનારો રહે. આહાહા...! જ્ઞાયકપણે તેનો જાણનાર રહે. પણ તે મારો ભાવ છે. આહા...! ક્રોધ મારો ભાવ છે એવો પરિગ્રહ ધર્મીને હોતો નથી. આહાહા...! ગજબ વાત, પ્રભુ! આહા! જેણે ભગવાન પૂર્ણાનંદનો નાથ પરિગ્રહપણે પક્કડ્યો, કીધુંને? એ તો ભાઈ! આવી ગયુંને? જ્ઞાયક તે ધર્મીનો પરિગ્રહ છે. આહા.! એ પહેલા આવી ગયું છે. આહાહા...! એકલા આનંદનો રસ ને જ્ઞાનનો રસકંદ પ્રભુ, એ જ્ઞાયકભાવ તે ધર્મીનો પરિગ્રહ છે. આહાહા...! આવી વાતું બહુ આકરી લાગે લોકોને. લોકો બહારથી મનાવી ધે. આહા.! પૂજા ને ભક્તિ ને દયા ને દાન ને વ્રત, એ તો બધો રાગ છે. અહીં તો કહે છે કે, રાગ તે અજ્ઞાનમય ભાવ છે. આહાહા.! આવે, હોય, પણ એ અજ્ઞાનમય ભાવ છે માટે તે મારો છે એમ નહિ. આહાહા.! અરે.. વીતરાગ. પોતાને ઠીક ન પડે ને ત્યાં ક્રોધ થાય, પણ અહીં તો કહે છે કે, ક્રોધ કદાચિત્ આવ્યો પણ ધર્મીને તેની પક્કડ નથી. આહાહા...! એ મારો છે તેમ માનતો નથી. હું તો એક જ્ઞાયકભાવમય સ્વરૂપ, તેનો મને પરિગ્રહ છે, એ ક્રોધનો મને પરિગ્રહ નહિ. કેમકે એ અજ્ઞાનમય ભાવ છે. આહા...! અરે.! લોકો ક્યાં પડ્યા ને ક્યાં વસ્તુ છે)? એને ખ્યાલમાં પણ આવતું નથી કે આ શું ચીજ છે? અનુભવમાં તો પછી. સમજાય છે કાંઈ? આહા...! કઈ રીતે આ વસ્તુ છે અને કઈ રીતે આ રાગાદિ વસ્તુ છે એની ખબર નથી). માન” માન એ અજ્ઞાનમય ભાવ છે. અને માનની ઇચ્છા તે તો પરિગ્રહ છે. તેને પરિગ્રહ છે કે જેને ઇચ્છા છે તેને. જેને ઇચ્છા નથી તેને તે પરિગ્રહ નથી. આહાહા...! આવી વાતું છે. એ માન (થયું). “માયા... આહાહા..! માયા આવે, પણ માયાની ઇચ્છા નથી. તેથી તેને માયાનો પરિગ્રહ નથી અને તે માયા તો અજ્ઞાનમય ભાવ (છે), તે જ્ઞાનમય ભાવથી તો જુદી ચીજ છે. એની પક્કડ જ્ઞાનીને કેમ હોય? આહાહા...! જેને ભગવાન જ્ઞાયકમય એકલો આનંદનો સાગર નાથ, દૃષ્ટિમાં અને જ્ઞાનની પર્યાયમાં એવો શાકભાવ, તેનું જ્ઞાન થયું, આહાહા...! એને ઇચ્છામાત્રનો ત્યાગ છે. તો ઇચ્છા જ્યાં નથી ત્યાં. આહા...! માયાનો પરિગ્રહ એને નથી. આરે.રે..રે..! એમ “લોભ, લોભ તે અજ્ઞાનમય ભાવ છે. આહાહા...! અજ્ઞાનમય ભાવની ઇચ્છા, એ જ્ઞાનમય ભાવવાળાને કેમ હોય? આહા..! જ્ઞાનમય જ્ઞાયકભાવને લઈને એ લોભ છે તેનો પણ જાણનાર કહેવું એ પણ વ્યવહાર છે. પણ અહીં તો એને સમજાવવું છે. આહાહા...! કેમકે સ્વપપ્રકાશક જ્ઞાનની દશા પ્રગટી છે એથી તે લોભને પણ પ્રકાશક તરીકે જાણે છે પણ એ ઇચ્છા ને લોભ મારો છે તેમ ધર્મીને હોતું નથી. આવી વાતું. આહાહા...! અમૃતની Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ધારા વહે છે. આહાહા...! ભગવાન તારો માર્ગ એટલે આ ભગવાન, હોં! આહાહા...! જેણે અંદર આત્માની અમૃત આનંદની ધારા જાણી છે, અનુભવી છે.. આહાહા.! એ લોભને પોતાનો કેમ માને? આહા...! નિર્લોભ વીતરાગી સ્વરૂપ જ્યાં પોતાનું માન્યું છે, એ લોભ તે અજ્ઞાનમય ભાવ છે. એ જ્ઞાનમય ભાવવાળો તે અજ્ઞાનમય ભાવને કેમ ઇચ્છે? આહાહા..! સમજાય છે કાંઈ? ભાષા તો સાદી (છે), હિન્દીવાળાને સમજાય એવું છે. આ કાંઈ એવી (અઘરી) ભાષા નથી. આહા.! બધા હિન્દીવાળા આજે આવ્યા હતા, ભાઈ! કીધું, ભાઈ! હવે હિન્દી થઈ રહ્યું. તમે મહિના-મહિનાથી સાંભળો છો અને ગુજરાતી સમજવાની દરકાર કરી નથી. આહાહા..! અષાઢના ત્રણ દિ અને શ્રાવણ આખો (હિન્દીમાં) ચાલ્યો. કાલ બપોરથી વળી ‘નંબકભાઈનું થયું ને. આહા.! “લોભ” એ અજ્ઞાનમય ભાવ છે, તેમાં ચૈતન્ય ભગવાનનો અભાવ છે. આહાહા.! કર્મનું જોર છે એમ જે પરિણતિ માનતી હતી, આહાહા.... એ પરિણતિ જ્ઞાયક તરફ ઢળી ગઈ તેથી કહે છે), કર્મ એ મારી ચીજ જ નથી, કર્મ મારા છે જ નહિ. મને કર્મ છે જ નહિ ને મારા કર્મ છે જ નહિ. ગજબ વાત છે. હવે અહીં કહે કે, કર્મ તો છ દસમા ગુણસ્થાન સુધી બંધાય. એ તો એનું જ્ઞાન કરાવ્યું છે. આહાહા.! સમજાય છે કાંઈ? ભાઈ! મારગડા જુદા, બાપુ! લોકોને માર્ગ સાંભળવા મળ્યો નથી. આહા...! સાધુ નામ ધરાવનારા પણ ક્રિયાકાંડથી ધર્મ મનાવનારા, એનો ઉપદેશ પણ એવો. એ તો મિથ્યાત્વનો ઉપદેશ છે. આહાહા...! ઝીણી વાત છે, પ્રભુ! કહે છે કે, કર્મ એ એનો પરિગ્રહ નથી. અરે.. મને કોઈ અશાતા કર્મ છે... આહાહા.! મને જ્ઞાનાવરણીય કર્મ છે. અરે! પ્રભુ! મને મોહકર્મ છે, અંતરાય કર્મ છે, એમ ધર્મી માનતો નથી. આહા. પંકજ તો મારો નથી પણ કર્મ મારું નથી, એમ અહીં તો કહે છે. ભાઈ! આહાહા...! આ છોકરો આવ્યો છે ને, પંકજ'. જિજ્ઞાસુ લાગણીવાળો છે. આહા.! પણ કોનો? હેં? આહા! એ એમાં બધું આવી ગયું ને? ઇચ્છા પરિગ્રહ છે, તેને પરિગ્રહ નથી, જેને ઇચ્છા નથી. ઇચ્છા અજ્ઞાનમય ભાવ છે. એમ કર્મ અજ્ઞાનમય ભાવ છે. આહાહા... અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી. આહાહા...! જ્ઞાનીને જ્ઞાનમય ભાવ (હોય છે). અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે ધર્મીને કર્મની ઇચ્છા નથી. આહાહા...! કર્મનો પરિગ્રહ અજ્ઞાનમય ભાવને લઈને કર્મ, એની જ્ઞાનીને પક્કડ નથી–મારા છે તેવો ભાવ નથી. એને તો જ્ઞાનમય ભાવ છે. આહાહા...! આ તે ગજબ વાતું કરી છે. અમૃતના સાગરને ઉછાળ્યો છે. આહાહા.. ઉછળ્યો છે અંદરથી તો કહે છે કે, કર્મ એ મારી ચીજ જ નથી. મને કર્મ છે જ નહિ. અરે! આહાહા...! શાસ્ત્રમાં આવે કે સમકિતીને આટલા કર્મ છે). એ શબ્દો સાંભળીને તેનું જ્ઞાન કરે છે. એ કર્મ મારા છે એમ એ માનતો નથી. ગજબ વાત છે, બાપુ! આહાહા...! અહીં તો કહે, કર્મને લઈને જ્ઞાનનો ઉઘાડ થાય. કર્મ Page #303 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૧૧ ૨૮૯ (ખસે) તો ઉઘાડ થાય. કર્મનો ઉદય હોય તો તેનું જ્ઞાન રોકાઈ જાય. અરે..! પ્રભુ! સાંભળને ભાઈ! એ વાત એમ છે જ નહિ. તારી જ્ઞાનની પર્યાયનો ક્ષયોપશમ છે એ તારે લઈને તેં કર્યો છે, કર્મના ક્ષયોપશમથી થયો છે એ છે જ નહિ. અહીં તો કહે છે, આહાહા...! કર્મ તો ઠીક પણ જે કર્મ (શબ્દ) સાંભળીને જે જ્ઞાન થયું, સાંભળીને જ્ઞાન થયું એનો પણ તેને પરિગ્રહ નથી. કેમકે એ જ્ઞાન પરલક્ષી છે. આહાહા..! પોતે ભગવાન સ્વના જ્ઞાનમય સ્વરૂપ છે, આહાહા..! એને આ પરલક્ષીનું જ્ઞાન એનો પરિગ્રહ એને નથી. આહાહા..! આવી વાત છે. કર્મ નથી. આહાહા..! કર્મ તો કેવળીનેય ઇર્યાવરી કર્મ બંધાય છે ને? ઇર્યાવરી આવે છે ને? અગિયારમે, બારમે, તે૨મે. ઇ તો શાન કરાવ્યું. જ્ઞાની પોતે પોતાને અંદરમાં ઇર્યાવરી ને, આહા..! અરે..! આહાહા..! જ્ઞાનસ્વરૂપી ભગવાન ત્રિકાળી ચૈતન્યચંદ્ર, એ ચૈતન્યના ચંદ્રનો પરિગ્રહ જેણે પકડ્યો, એ મારો પરિગ્રહ છે. શાયકભાવ તે મારો પરિગ્રહ છે એને આ કર્મનો પરિગ્રહ ન હોય. આહાહા..! એક મ્યાનમાં બે તલવાર રહી શકે નહિ. એમ જેને જ્ઞાયકભાવ મારો પરિગ્રહ છે, આહાહા..! એને કર્મ મારો પરિગ્રહ છે એમ હોય નહિ. આહાહા..! ગજબ વાતું છે. આ તો કહે કે, કર્મને લઈને આમ થાય ને કર્મને લઈને આમ થાય. આહા..! બાપુ! કર્મને લઈને નહિ, તારે લઈને તારો જ્ઞાનનો ઉઘાડ અને ઢંકાવું તારાથી થાય છે. પણ એ ચીજેય તે ઇચ્છવા જેવી નથી. આહાહા..! એની પક્કડ નથી. જ્ઞાન મને ઓછું છે. આહાહા..! આખો જ્ઞાયકભાવ જ્યાં પ્રભુ પક્કડ્યો છે, આહાહા..! એને જાણવાના પર્યાયનું, પરનું જાણવું, હોં! એની પક્કડપરિગ્રહ નથી. આહા..! ‘નોકર્મ,..’ બાહ્યની જેટલી ચીજો છે એ બધા નોકર્મ, એનો પરિગ્રહ (નથી). સ્ત્રી, કુટુંબ, રાજ, છ ખંડના ચક્રવર્તીના રાજ, ઇન્દ્રના ઇન્દ્રાસનો, કરોડો અપ્સરાઓ ધર્મીને તેનો પરિગ્રહ નથી. કેમકે તે આ જ્ઞાનમયથી ઊંધુ અજ્ઞાનમય છે. આ જ્ઞાન નથી તેથી તે અજ્ઞાનમય છે. સમજાણું કાંઈ? આહાહા..! માણસ પછી કહે ને, ‘સોનગઢ’નો માર્ગ તો નિશ્ચયાભાસ છે. અરે..! પ્રભુ! સાંભળને ભાઈ! તું શું કહે છે, બાપુ! અમને ખબર નથી? ભાઈ! વીતરાગમાર્ગમાં ૫૨વસ્તુ એ મારી, એ આત્મામાં ન હોય. વીતરાગ સ્વભાવી ભગવાનઆત્માનો જ્યાં આદર થયો, વીતરાગી સ્વભાવ ભગવાનનો જ્યાં પરિગ્રહ થયો, આહાહા..! એને બાહ્ય કોઈપણ ચીજ મારી છે તેવી ઇચ્છા હોતી નથી. કેમકે ઇચ્છા અજ્ઞાનમય છે અને પરવસ્તુ પણ અજ્ઞાનમય ભાવ છે. આ જ્ઞાન ત્યાં નથી. આહાહા..! એ નોકર્મ (થયું). મન,...’ આહાહા..! મન અજ્ઞાનમય ભાવ પરમાણુ મનમાં છે ને? એ અજ્ઞાનમય ભાવ છે. આહાહા..! મનના સંબંધે મને વિચાર આદિ આવે છે અને લાભ થાય છે, એમ નથી. આહા..! મન એ અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ તે જ્ઞાનમય ભાવવાળો ભાવ નથી. આહાહા..! Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ મુમુક્ષુ :- મન તો જડ છે. ઉત્તર :- જડ છે માટે અજ્ઞાનમય કીધું ને. અરે. ભાવમન સંકલ્પ-વિકલ્પ છે એ પણ મારું સ્વરૂપ નથી. એ રાગમાં આવી ગયું. ભાવમન એટલે એકલું જ્ઞાન નહિ, ઓલા સંકલ્પ-વિકલ્પ. આહાહા...! એ અજ્ઞાનમય ભાવ સંકલ્પ-વિકલ્પમાં પ્રભુ ચૈતન્ય જ્ઞાનમય સ્વભાવના પરિગ્રહમાં એ અજ્ઞાનમય ભાવ ન હોય. આહાહા.! આ તો ત્રણલોકના નાથના ભાવ છે, ભાઈ! આહાહા...! હૈ? પરમાત્માનો સંદેશ છે, પ્રભુ! આહાહા! એ મન... મન (થયું). મન મારું છે... આહાહા.! એવો પરિગ્રહ ધર્મીને નથી. મારો તો ભગવાન જ્ઞાયકભાવ છે ત્યાં મન અજ્ઞાનમય ભાવ, એની પક્કડ એને કેમ હોય? આહાહા...! વાણી...” વચન અજ્ઞાનમય છે. વચન છે એ અજ્ઞાનમય ભાવ છે. ઇચ્છા જેને નથી તેને અજ્ઞાનમય ભાવનો પરિગ્રહ નથી. ધર્મીને કોઈ ઇચ્છા જ નથી. આહાહા.! એને તો જ્ઞાયકભાવની અંદરમાં ભાવનાવાળો, એને ઇચ્છાનો પરિગ્રહ છે જ નહિ. તેથી, આહાહા.! વચનનો પરિગ્રહ એને નથી. આ વચન બોલાય છે એ મારાથી બોલાય છે અને મારું છે, આહાહા...! એમ નથી. આહા...! વચન તો વાણીવર્ગણામાંથી ઉત્પન્ન થાય છે. મુમુક્ષુ :- ભાષાવર્ગણા. ઉત્તર :- ભાષાવર્ગણા. વાણી કહો કે ભાષાવર્ગણા (કહો). એની વર્ગણામાંથી વચન ઉત્પન્ન થાય. એ કંઈ આત્માથી ઉત્પન્ન થતું નથી. આહાહા...! હવે અહીં ગળા સુધી રચ્યાપચ્યા સંસારમાં રસ. રસ. બસ. આહાહા.! હવે એને કહે છે કે, ધર્મી છતાં એને આમ ન હોય. એ તો અધર્મની દશામાં એ બધું મીઠાશ ને લાલ. લાલ લાળ બધું લાગે. ધર્મદશા પ્રગટ થતાં એ વચનની વર્ગણાનો પરિગ્રહ નથી કે હું આમ બોલું. આહાહા...! આવી ભાષા હોય તો લોકોને ઠીક પડે, તો ભાષા મારે આમ કરવી. અરે.! પ્રભુ! એમ કયાં છે? આહાહા...! મુમુક્ષુ :- શાસ્ત્રમાં આવે છે, મીઠું બોલવું. ઉત્તર :- એ તો રાગની મંદતાની વાતું કરી. બોલે કોણ? બધી વાતું વ્યવહારની આવે ઘણી. ઉપકાર એકબીજાને કરવો, એવું “મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવે છે. આઠમા અધ્યયનમાં. ભગવાને પણ ઉપકાર કર્યો હતો. માટે ઉપકારનું અધ્યયન વાંચું છું. એ બધી નિમિત્તની વાતું. અત્યારે તો એ ચાલ્યું છે, લોકનો આખો નકશો આપે અને નીચે લખે), પરસ્પર જીવાનામ ઉપગ્રહો પરસ્પર જીવને ઉપકાર કરો. અરે.! એ શબ્દ આવે છે. બધે હવે ઇ ચાલ્યું છે હમણા. ચૌદબ્રહ્માંડનો નકશો અને નીચે આ શબ્દ મૂકે. “પરસ્પર ઉપગ્રહો જીવાનામ.” આ જીવને બીજા જીવનો ઉપકાર અને એ જીવને આનો ઉપકાર. આહા...! સર્વાર્થસિદ્ધિ વિચનિકા'માં એ ઉપકારની વ્યાખ્યા કરી છે. એ ઉપકાર એટલે કે નિમિત્ત છે તેને ઉપકાર કહેવામાં આવ્યો છે. પણ નિમિત્તથી ત્યાં પરમાં કાંઈ થાય છે, એમ નથી. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ ગાથા-૨૧૧ ‘સર્વાર્થસિદ્ધિ છે, “સર્વાર્થિસિદ્ધનું મોટું પુસ્તક છે, ‘તત્ત્વાર્થ સૂત્રની ટીકાનું, એમાં ઉપકારનો અર્થ કર્યો છે. પણ ઉપકાર કોણ કરે? કોની પર્યાય કોની પાસે ખસે? આહાહા...! હેં? મુમુક્ષુ :- શાહુકાર હોય એ ગરીબને રસ્તે ચડાવે. ઉત્તર :- કોણ ચડાવે? ધૂળ. એ તો પોપટભાઈ’ કહેતા હતા. એમના સાળાને કહ્યું હતું. ઓલાને તો પૈસા બે અબજ, ચાલીસ કરોડ. અઢી અબજ. આ “પોપટભાઈ'. આટલા પૈસા ને તમે આ બધું શું કરો છો? ત્યારે જવાબ આપ્યો. પાવર ફાટી ગયેલા હોય અજ્ઞાનીના. કહે, આ તો લોકોનો નિર્વાહ થાય માટે કરીએ છીએ. હજારો માણસો નિર્વાહ પામે છે, હજારો માણસો. આહાહા...! કોણ નિર્વાહ કરે? પ્રભુ! તને શું થયું આ? આહાહા...! - વાણીનો પરિગ્રહ. આહાહા.! જ્યાં જ્ઞાનસ્વરૂપ ભગવાન જાણનાર-દેખનારો નાથ જાગ્યો ને જોયું... આહાહા..! કે આ પ્રભુ તો ચૈતન્યનો ગંજ છે, આનંદનો પૂંજ છે. આહા.! શાંતિનો સાગર છે. આહાહા...! એવી જ્યાં અંતરદૃષ્ટિ ને અનુભવ થયો તો જ્ઞાનીને એ વચનનો પરિગ્રહ કેમ હોય? આહાહા...! સમજાણું કાંઈ? એ જડની પર્યાય છે. વાણી તો જડની પર્યાય છે. ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી કે જેને ઇચ્છા નથી. એમ જેને, આહાહા.! વચનનો પરિગ્રહ જેને નથી. કેમકે એની ઇચ્છા નથી. આહાહા...! કાય.” આ શરીર–કાય. ઔદારિક, વૈક્રિયક, આહારક, કામણ, તૈજસ કાય. આહાહા....! એ અજ્ઞાનમય છે. ભગવાન જ્ઞાનમય છે. એને અજ્ઞાનમય ભાવની ઇચ્છા-પરિગ્રહ કેમ હોય? આહાહા...! આ તો મારું શરીર, મને રોગ થયો છે, હું નિરોગ છું, આહાહા.! કોણ છે? પ્રભુ! આહાહા.! એ શરીરની દશાઓ ને શરીર અજ્ઞાનમય છે. જ્ઞાનમય એવા ધર્મી જીવને એ શરીર મારું છે, એવો પરિગ્રહ નથી. ગજબ વાતું, બાપુ ધર્મીની શરતું બહુ મોટી. આહાહા...! હૈ? આહા! બે-પાંચ લાખ દીધે કાંઈ ધર્મ થાતો નથી, એમ કહે છે. મુમુક્ષુ :- રૂપિયા તો આપે છે. ઉત્તર :- કરોડો આપી ધે પણ ક્યાં એની ચીજ હતી તે આપે? એ તો જડ છે. એની ક્રિયાવતી શક્તિને કારણે જવાનું હોય ત્યારે જાય અને રહેવાનું હોય તો રહે. આહાહા...! પ્રભુ! મારગ બહુ જુદો, ભાઈ! કાયાનો જેને પરિગ્રહ નથી. કેમકે કાયા તે અજ્ઞાનમય વસ્તુ છે. આહાહા.! અજ્ઞાનમય ચીજ તે જ્ઞાનમય ભગવાનની કેમ હોય? આહાહા.! એ કાયા... આહાહા.! હવે ઓલામાં એમ આવે, ભાઈએ કહ્યું, “શરીર મધ્યમ્ ઘર્મ સાધન પુરુષાર્થસિદ્ધિ ઉપાય'. એ તો નિમિત્તનું કથન. પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં આવે છે. પહેલા પાઠમાં શરૂઆતમાં આવે છે). અહીં તો કહે છે કે, ધર્મી જ્ઞાનમય ભગવાન સચ્ચિદાનંદમય પ્રભુ જ્યાં અનુભવમાં આવ્યો, જેની પક્કડ થઈને એ જ પરિગ્રહ મારો છે, એને કાયાનો પરિગ્રહ કેમ હોય? આહાહા...! શ્રીમદ્ ન કહ્યું? કાલે કહ્યું હતું નહિ? “એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ વાઘ, સિંહ સંયોગ જો, અડોલ આસન ને મનમાં નહિ ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો, અપૂર્વ અવસર એવો કયારે આવશે?” એવી સમતામાં ઝૂલશું. આહાહા.! શરીરને ખાવા મિત્ર સિંહ આવે, આહા! તે તો મિત્ર છે. મારું કયાં હતું તે મારું શરીર ધે? મારું કયાં હતું તે મારું ધ્યે છે? પરનું શરીર પર લ્ય છે. આહાહા...! પણ એને આમ દેખાય ને? ક્રિયામાં, બહારથી. ખરેખર તો એ શરીરને અડતુંય નથી, એનું મોઢું આને, વાઘનું કે સિંહનું. બહુ આકરું કામ, બાપા! પણ જ્યારે એ બનવાનું હોય તો પોતાને કારણે છૂટી જાય છે. આહાહા...! કાયાનો પરિગ્રહ ધર્મીને નથી. શરીર ઠીક હશે તો ધર્મ થશે. આહાહા.! શાસ્ત્રમાંય એમ આવે, ઇન્દ્રિય ઢીલી ન પડે, શરીરમાં રોગ ન આવે, આહાહા.! ત્યાં ધર્મ કરી લેજે. જુઓ., કુંદકુંદાચાર્યમાં આવે છે. એ તો એને પુરુષાર્થની જાગૃતિ માટે કહે છે. વૃદ્ધાવસ્થા આવશે તો ચાલી નહિ શકે, બાપા! આહાહા...! પાણીના જુઓને લોઢ એટલા આવ્યા, ઘરમાં પાણી ગયું કે હવે ત્યાંથી બારણામાં નીકળી ન શકાય. ખુલ્લા બારણા. પાણીનું જોર આવું દળ. આમ આવ્યું. “ઇન્દુ' (છે ને). “રતિભાઈના મકાનની બહાર ગૃહસ્થના મકાન હતા ત્યાં અમે બે વાર ઉતર્યા, “રતિભાઈને ત્યાં. ત્યાં એને બિચારાને પાણીનું એટલું જોર આવ્યું કે બારણા બહાર ન નીકળી શક્યા. નહિતર બહાર ઉપર જવાની નિસરણી હતી. બસ! ત્યાંને ત્યાં પાંચેય ખલાસ. એ દશા જ દેહની થવાની. બાપા! એ દેહની અવસ્થાનો ભાવ જ એવો હતો. જ્ઞાનીને તેનો પરિગ્રહ હોતો નથી. આહાહા...! આવી વાતું. શ્રોત્ર, ઇન્દ્રિયનો પરિગ્રહ નથી, ઠીકી શ્રોત્ર ઇન્દ્રિય સારી હોય તો મને સાંભળવાનું રહે. અહીં તો કહે છે કે, એ શ્રોત્ર ઇન્દ્રિય દ્વારા ભગવાન સાંભળતો જ નથી. મુમુક્ષુ :- ૧૭૨ ગાથામાં આવે છે. ઉત્તર :- ૧૭૨ ગાથામાં આવે છે, રસ. આહાહા! એક તો અલિંગગ્રહણ છે અને એક તો ૪૯ ગાથામાં આવે છે, ભાઈ! રસ. એક-એકમાં. ત્યાં તો ફક્ત અમુક જ ઇન્દ્રિયનું (આવે છે). ઓલામાં તો ભાવેન્દ્રિય દ્વારા રસ ચાખતો નથી, દ્રવ્યેન્દ્રિય દ્વારા રસ જાણતો નથી. ક્ષયોપશમ ભાવ છે એ પણ એનો નથી. એ દ્વારા રસ ચાખતો નથી અને રસ ચાખવામાં એક તરફનું જેને જ્ઞાન નથી, એનું સામાન્ય બધા માટેનું જ્ઞાન છે. ૪૯ અવ્યક્તના છ બોલ છે ને? છે ને, છે. આહાહા...! “શ્રોત્ર,...” ઇન્દ્રિય. દ્રવ્યેન્દ્રિય, જે શ્રોત્રઇન્દ્રિય ભાવઇન્દ્રિય, બેયનો પરિગ્રહ નથી. આહાહા...! શ્રોત્રઇન્દ્રિય સરખી રહે તો મને સાંભળવાનું મળે. પણ એ સાંભળતો નથી, કહે છે. શ્રોત્ર ઇન્દ્રિય દ્વારા આત્મા સાંભળતો જ નથી. આત્મા તો જ્ઞાન દ્વારા જ્ઞાનની પર્યાયને પ્રગટ કરે છે. આવી વાતું છે. સાધારણ માણસને એવું લાગે કે આ એકલો નિશ્ચય (છે). પણ નિશ્ચય એટલે સત્ય અને વ્યવહાર એટલે આરોપિત ઉપચાર. આહાહા...! આવો ત્રણલોકના Page #307 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૧૧ ૨૯૩ નાથ વીતરાગ પરમાત્માનો આ હુકમ છે. આહાહા..! શ્રોત્ર.. આહાહા..! ઇન્દ્રિયનો પરિગ્રહ નથી. કેમકે ઇચ્છા જ શ્રોત્રની નથી. શ્રોત્રઇન્દ્રિય ઠીક રહે એવી ઇચ્છા જ નથી. આહાહા..! અસ્થિરતાની ઇચ્છા આવે છે તેની ઇચ્છા નથી. આહાહા..! શ્રોત્ર ઇન્દ્રિય જડ.. એ તો એકત્રીસ ગાથામાં આવી ગયું ને? શ્રોત્ર જડ શરીર પરિણામને પ્રાપ્ત. આ તો શરીર પરિણામને પ્રાપ્ત. એ તો ઠીક પણ ભાવ જે છે, આહાહા..! ભાવેન્દ્રિય એ પણ જીવનું સ્વરૂપ નથી. ખંડ ખંડ ખંડ ખંડ ખંડ એ જીવનું સ્વરૂપ નથી. આહાહા..! જેણે અખંડના નાથને જોયો, જાણ્યો અને માન્યો એને ખંડજ્ઞાનનો પરિગ્રહ કેમ હોય? આહાહા..! આવી વાતું હવે. એમાં પાંચ-દસ લાખ પૈસા થાય, પચીસ-પચાસ થાય ત્યાં તો એમ થઈ જાય કે ધનાઢ્ય છીએ, શ્રીમંત છીએ, શ્રીમંતને ઘરે અવતર્યાં છીએ. અહીં કહે છે, પ્રભુ! તું શું કહે છે? શ્રીમંત તો પ્રભુ આત્મા છે. શ્રી નામ સ્વરૂપની લક્ષ્મીવાળો પ્રભુ છે. આહાહા..! ત્યાં તું જન્મ્યો છો? ત્યાં તેની ઉત્પત્તિ કરી છે તેણે? આહા..! તેનો શ્રીમંત શેનો તું? ધૂળનો? આહાહા..! શ્રોત્ર (થયું). આહા..! ‘ચક્ષુ,...’ ચક્ષુ ઠીક રહે તો મને ભગવાનના દર્શન થાય. આ ભગવાનના દર્શન જેણે કર્યાં છે એને ચક્ષુનો પરિગ્રહ નથી. આહાહા..! ધર્મી ચક્ષુ દ્વારા જોતો જ નથી. એ તો જ્ઞાન દ્વારા જાણે છે. આ ભગવાન પર છે એ જ્ઞાન દ્વારા જાણે છે, ચક્ષુ દ્વારા નહિ. એ ૪૯ ગાથામાં ઘણું આવ્યું છે. છ બોલ આવે છે. ક્ષયોપશમ ભાવ પણ એનો નથી. આહાહા..! અને ૩૨૦ ગાથામાં આવ્યું ને? કે, જ્ઞાની છે એ, સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક ૫રમભાવ લક્ષણ નિજ પરમાત્મદ્રવ્ય તે હું.. આહાહા..! એ ખંડ ખંડ જ્ઞાન તે હું નહિ. ખંડ ખંડ જ્ઞાનની ભાવના ધર્મીને નથી. અરે..! આહાહા..! ચક્ષુનો પરિગ્રહ નથી. ‘ઘ્રાણ,...’ નાક સરખું હોય તો અનાજ બગડેલું છે કે સડેલું છે કે નથી સડેલાની ખબર પડે. એ કંઈ નાકનો પરિગ્રહ ધર્મીને નથી. આહાહા..! અરે......! કયાં જીવને હજી તો બહારમાં.. આહાહા..! લૌકિકની અનુકૂળતા માટે મથે બિચારા. હેં? પોતાની સગવડતા માટે કંઈક ઓશિયાળી, લોકોની પાસે આમ કરે ને આમ કરે ને આમ કરે. અરે......! ભિખારીવેડા (છે). પોતાનું કામ કાંઈક કરવું હોય તો પૈસાવાળા હોય કે ઓલા હોય એની પાસે, મારું કામ થશે. આહાહા..! બહાર જવા માટે પણ આની કાંઈક અનુકૂળતા કરું તો મને બહાર જવાનું કાંઈક આપે, થાય. અરે......! શું કરે છે તું? પ્રભુ! બહાર જાવું છે ને તારે? આહા..! અંદર જાવું નથી ને? આહાહા..! એ ઘ્રાણઇન્દ્રિય ભગવાનનો સ્વભાવ નથી, અજ્ઞાનમય છે. ‘રસન,...’ જીભઇન્દ્રિય. આહાહા..! માણસને કેટલાકને એવું છે કે જીભ દ્વારા આમ સ્વાદનો ખ્યાલેય ન આવે. એવી જીભ થઈ જાય પછી જીભને સારી કરવા માટે મથે. લૂખું Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ થાય ને મોઢું? પાણી. શું કહેવાય ? અમી. અમી ન આવે ત્યારે અમી લાવવા માટે પછી આંબલીના કાતરા ગોઠવે એટલે અમી આવે, એમ. કાતરા આંબલીના નહિ? આમ ગોઠવે, ઘરમાં ગોઠવે ને પછી અમી આવે. આવે છે ને પાણી. કેટલાકને બંધ થઈ જાય એટલે અમી લાવવા માટે આવું કરે. છે, બધું જોયું છે, હોં! આહાહા...! પ્રભુ! અમી તો અમૃતનો સાગર અમી લાવવા તો ન્યાં છે. આહાહા...! મોઢામાં અમી બંધ થઈ ગયું માટે આના દ્વારા અમી આવશે, શેના ફાંફાં માર્યા તેં આ? આહાહા...! અમૃતનો સાગર, એમાં અમી નથી, એમ તારી પર્યાયમાં અમી નથી એની તને ખબર નથી? ત્યાં અમી લાવને આહાહા.! પરમસત્યની વાતું, બાપા! બહુ જુદી જાત છે. એ વીતરાગ સિવાય ક્યાંય આવી વાત છે નહિ. રસન (થયું). સ્પર્શન...” આ સ્પર્શન, એનો પરિગ્રહ જ્ઞાનીને નથી. આ સ્પર્શ સરખો રહે તો હું સ્પર્શનું કામ કરી શકું. આહાહા..! હાથમાં ખાલી ચડી જાય (ત્યારે) બીજાને પક્કડી શકું છું કે નહિ, એ અડી ન શકે. બે પાના જુદા પાડવા હોય તો આંગળા એવા થઈ જાય કે આ જુદું પાડી ન શકે. બે પાનાને આમ જુદા ન પાડી શકે. એવી અંદર હાથમાં ખાલી ચડી જાય. સ્પર્શ. સ્પર્શ, એનો પરિગ્રહ (નથી). સ્પર્શ અજ્ઞાન છે. આ અજ્ઞાનમય સ્પર્શ છે. આહાહા...! એ સોળ શબ્દો મૂકી, સોળ ગાથાસૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં...” જોયું? સોળનું વ્યાખ્યાન કરવું, કહે છે. જેવું માથે કર્યું હતું તેવું આનું કરવું. આહા.! અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.” જેટલા વિકલ્પોની જાત ઉઠતી હોય એ બધા માટે વિચાર કરવો. આહાહા...! એ બધા હું નહિ. આહાહા...! ૨૧૧ થઈ. અહીંયાં મુખ્ય મુનિપણાની અપેક્ષાએ વાત છે. એટલે ત્યાં પુણ્ય, પાપ, આહાર અને પાણી બસ! ચાર સુધી આવશે. ટીકા વચમાં બધા બોલ આવ્યા પણ મૂળ આ પુણ્યનો પરિગ્રહ ધર્મીને નથી, પાપનો પરિગ્રહ ધર્મને નથી. હવે આહારનો પરિગ્રહ નથી, પછી કહેશે પાણીનો પરિગ્રહ નથી). વસ્ત્રનો પરિગ્રહ નથી એ નહિ લ્ય, કેમકે આ મુનિપણાની પ્રધાનતાથી કથન છે. સમજાણું કાંઈ? “હવે જ્ઞાનીને આહારનો પણ પરિગ્રહ નથી...' લ્યો. એ આહાર ત્યે તો પરિગ્રહ નથી. આ ગજબ વાત છે. આહાહા.! એ વખતે જ્ઞાતા-દષ્ટા આહાર આવે તેને જાણે છે કે આ આહાર આવ્યો. આત્મામાં ન આવ્યો, એવું જાણે છે. આહાહા...! એ આહારનો પણ ધર્મીને પરિગ્રહ નથી. આહાર અજ્ઞાનમય ચીજ છે. આહાહા...! સમજાણું? એની ગાથા વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) Page #309 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૨૧૨. ૨૯૫ કરતા ( ગાથા–૨૧૨ अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे असणं । अपरिग्गहो दु असणस्स जाणगो तेण सो होदि।।२१२।। अपरिग्रहोऽनिच्छो भणितो ज्ञानी च नेच्छत्यशनम् । अपरिग्रहस्त्वशनस्य ज्ञायकस्तेन स भवति।।२१२।। इच्छा परिग्रहः । तस्य परिग्रहो नास्ति यस्येच्छा नास्ति। इच्छा त्वज्ञानमयौ भावः, अज्ञानमयो भावस्तु ज्ञानिनो नास्ति, ज्ञानिनो ज्ञानमय एव भावोऽस्ति । ततो ज्ञानी अज्ञानमयस्य भावस्य इच्छाया अभावादशनं नेच्छति। तेन ज्ञानिनोऽशनपरिग्रहो नास्ति । ज्ञानमयस्यैकस्य ज्ञायकभावस्य भावादशनस्य केवलं ज्ञायक एवायं स्यात्। હવે, જ્ઞાનીને આહારનો પણ પરિગ્રહ નથી એમ કહે છે - અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે અશનને, તેથી ન પરિગ્રહી અશનનો તે, અશનનો જ્ઞાયક રહે. ૨૧૨. ગાથાર્થ - [ નિષ્ઠ: ] અનિચ્છકને [ પરિઝ: ] અપરિગ્રહી [ મળતઃ ] કહ્યો છે [ 9 ] અને [ જ્ઞાની ] જ્ઞાની [ 31શનમ્ ] અશનને ભોજનને) [ ન રૂચ્છતિ ] ઇચ્છતો નથી, [ તેન ] તેથી [ સઃ ] તે [ સશસ્ત્ર ] અશનનો [ અપરિગ્ર: તુ ] પરિગ્રહી નથી, [ જ્ઞાય: ] (અશનનો જ્ઞાયક જ [ મવતિ ] છે. ટીકા - ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી-જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે, તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અશનને ઇચ્છતો નથી, માટે જ્ઞાનીને અશનનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે આ (જ્ઞાની) અશનનો કેવળ જ્ઞાયક જ છે. ભાવાર્થ :- જ્ઞાનીને આહારની પણ ઇચ્છા નથી તેથી જ્ઞાનીને આહાર કરવો તે પણ પરિગ્રહ નથી. અહીં પ્રશ્ન થાય છે કે આહાર તો મુનિ પણ કરે છે, તેમને ઇચ્છા છે કે નહિ? ઇચ્છા વિના આહાર કેમ કરે? તેનું સમાધાન :- અશાતાવેદનીય કર્મના ઉદયથી જઠરાગ્નિરૂપ ક્ષુધા ઊપજે છે, વીયતરાયના ઉદયથી તેની વેદના સહી શકાતી નથી અને ચારિત્રમોહના ઉદયથી આહારગ્રહણની ઇચ્છા ઉત્પન્ન થાય છે. તે ઇચ્છાને જ્ઞાની કર્મના Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ઉદયનું કાર્ય જાણે છે. રોગ સમાન જાણી તેને મટાડવા ચાહે છે. ઈચ્છા પ્રત્યે અનુરાગરૂપ ઇચ્છા જ્ઞાનીને નથી અર્થાત્ તેને એમ ઇચ્છા નથી કે મારી આ ઇચ્છા સદા રહો. માટે તેને અજ્ઞાનમય ઇચ્છાનો અભાવ છે. પરજન્ય ઈચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી માટે જ્ઞાની ઇચ્છાનો પણ જ્ઞાયક જ છે. આ પ્રમાણે શુદ્ધનયની પ્રધાનતાથી કથન જાણવું. પ્રવચન નં. ૨૯૨ ગાથા-૨૧૨, ૨૧૭ શુક્રવાર, ભાદરવા સુદ ૨, તા. ૨૪-૦૮-૧૯૭૯ સમયસાર ગાથા-૨૧૨. પુણ્ય ને પાપનો પરિગ્રહ નથી, એમ પહેલા આવી ગયું. આમાં મુખ્ય અત્યારે મુનિપણાની મુખ્યતાથી અધિકાર છે. એટલે એમાં પાપ ને પુણ્ય, આહાર ને પાણી (એમ) ચાર લીધા. વસ્ત્ર ને પાત્રનો પરિગ્રહ નથી. એ વાત નથી લીધી. મુખ્ય તો મુનિને યોગ્યની અપેક્ષાએ આમાં વાત છે. આમાં હોં! અત્યારે. આમ તો નવમી ગાથામાં તો “સુદેદિપાછરિ જ્ઞાનનું એકલું. જ્ઞાનસ્વરૂપથી આત્મા જાણે. અગિયારમી ગાથામાં સમ્યગ્દર્શનનો અધિકાર છે). “મૂલ્યમરિસતો હતું એમ ચૌદમી ગાથામાં સમ્યગ્દર્શનનો અધિકાર છે), પંદરમાં સમ્યજ્ઞાન અધિકાર, સોળમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણનો અધિકાર (છે). એમ ગૌણપણે સમ્યગ્દર્શનનો અધિકાર છે પણ ક્યાંક તો મુખ્યપણે મુનિપણાની અપેક્ષાથી કથન છે. જયસેનાચાર્યની ટીકામાં છે. પંચમ ગુણસ્થાનની ઉપર હોય, વીતરાગ સમ્યગ્દષ્ટિનું મુખ્યપણે કથન છે, ગૌણપણે સમ્યગ્દષ્ટિનું છે, એવો સંસ્કૃતમાં પાઠ છે. એટલે અત્યારે આ નિર્જરા અધિકારમાં ફક્ત મુનિપણાની મુખ્યતાથી વાત કરી છે. કારણ કે એને શુભભાવ આવે છે પણ એનો એને પરિગ્રહ નથી. આહાહા...! એ શુભભાવ મારો છે અને મને એનાથી લાભ થશે, એ દૃષ્ટિ ધર્મીની નથી. ધર્મીની દૃષ્ટિ તો જ્ઞાયક ચિદાનંદ સ્વભાવ, પૂર્ણઘન અમૃતનો સાગર પરમાત્મા, એ ધર્મીની દૃષ્ટિમાં છે. આહાહા.! એથી એને રાગાદિ કે પુણ્યાદિનો પરિગ્રહ તો સમ્યગ્દષ્ટિને પરમાર્થે નથી. એમ આહાર આદિનો પણ પરિગ્રહ નથી). સમ્યગ્દષ્ટિને આહાર લેવાની ઇચ્છા હોય, આહાર હોય પણ તે ઇચ્છાનોય પરિગ્રહ નથી અને આહારનીય એને પક્કડ નથી. આહાહા...! મુનિને તો સાક્ષાત્ આહાર, પાણીની ઇચ્છા હોય છતાં તેનો એ સ્વામી નથી. અશનની વાત કરશે. “જ્ઞાનીને આહારનો પણ પરિગ્રહ નથી.. આહાહા.! આનંદમૂર્તિ ભગવાન જેને અંતરદૃષ્ટિમાં આવ્યો, પ્રભુ! આહાહા...! ચૈતન્ય સ્વરૂપ વીતરાગ આનંદઅમૃતનો સાગર પ્રભુ, એની સત્તાનો જ્યાં સમ્યજ્ઞાનમાં, દર્શનમાં સ્વીકાર થયો અને આહારનો પરિગ્રહ નથી. આવે, કહેશે ખુલાસો. Page #311 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૧૨ ૨૯૭ अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे असणं। अपरिग्गहो दु असणस्स जाणगो तेण सो होदि।।२१२।। અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે અશનને. તેથી ન પરિગ્રહી અશનનો તે, અશનનો જ્ઞાયક રહે. ૨૧૨. ટીકા :- ઇચ્છા પરિગ્રહ છે.” આહાહા...! ભગવાન અમૃતના સાગરનું જ્યાં ભાન છે ત્યાં ઇચ્છા હોતી નથી, એમ કહે છે. આહાહા...! ઇચ્છા હોય છે પણ એનો પરિગ્રહ નથી. પક્કડ નથી કે આ મારી ઇચ્છા છે. એથી ઇચ્છા તે પરિગ્રહ છે. ‘તેને પરિગ્રહ નથી–જેને ઇચ્છા નથી.” એ વાત આવી ગઈ છે. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે...... આહાહા.! રાગ ઇચ્છા તો અજ્ઞાનમય છે, ભગવાન તો આનંદ અને જ્ઞાનમય છે. ઇચ્છા તો અજ્ઞાનમય અને દુઃખમય છે. આવી વાતું આકરી છે. આત્મા જ્ઞાનમય અને આનંદમય છે, ત્યારે ઇચ્છા અજ્ઞાનમય અને દુઃખમય છે. આહાહા...! તેથી તે ઇચ્છાનો પરિગ્રહ “અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી...” અથવા એ દુઃખમય ભાવ જ્ઞાનીને હોતો નથી. આહાહા... “જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે...” આહા...! સમ્યગ્દષ્ટિને પણ ગૌણપણે આમાં લીધો છે. આહાહા...! આત્માનું જ્ઞાયક સ્વરૂપ એવું જ્યાં અંતરમાં પર્યાયને જ્ઞાયકમાં વાળીને જ્યાં આનંદનો સ્વાદ આવ્યો. આહાહા...! એવા સમકિતીને અજ્ઞાનમય રાગ અને દુઃખમય ભાવ એ મારો છે, તેને હોતું નથી. આહાહા.! “અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે; આહાહા...! આત્મા આનંદ ને જ્ઞાન પ્રભુ (છે), તેથી સમકિતદષ્ટિને તે જ્ઞાનમય આત્મમય સ્વભાવમય ભાવ હોય છે. આહાહા...! તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અશનને ઈચ્છતો નથી.” કહો, આહાર તો તીર્થકર ઋષભદેવ ભગવાને છ મહિના સુધી આહાર ન કર્યો. બંધી હતી, પછી છ મહિના સુધી આહાર લેવા જતા. નહોતો મળતો ને પાછા ફરી જતા. અવધિજ્ઞાનમાં એને નહોતી ખબર? પણ એ અવધિજ્ઞાનમાં ઉપયોગ મૂકતા નથી. આહા...! નહિતર અવધિજ્ઞાનમાં ખ્યાલ ન આવે કે, આહાર-પાણી મળશે કે નહિ મળે? આહાહા...! જેને અવધિજ્ઞાન થયું છે (છતાં) ઉપયોગ મૂકતા નથી. શું કામ છે? આહાહા.! સ્વરૂપની દૃષ્ટિ ને સ્થિરતા આગળ બીજું શું કામ છે? આહા...! ઝીણી વાત છે, ભાઈ! આહાહા...! એથી અજ્ઞાનીને જે ઇચ્છા પોતાની થઈને આવે છે, જ્ઞાનીને તે ઇચ્છાનો પરિગ્રહ નથી. તેથી જ્ઞાનીને આહારનો પરિગ્રહ નથી. આહાહા.! ભરત ચક્રવર્તી સમ્યગ્દષ્ટિ, બત્રીસ કવળનો આહાર, શાસ્ત્રમાં પુરુષને બત્રીસ કવળનો આહાર ચાલ્યો છે, સ્ત્રીને અઠ્યાવીસ કવળનો આહાર ચાલ્યો છે. સિદ્ધાંતમાં ચાર કવળ Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ઓછા લીધા છે. અને બત્રીસ કવળ, એવા એને બત્રીસ કવળ છે એને કે જેને છ– કરોડ પાયદળ ખાય ન શકે. આહાહા...! એવા બત્રીસ કવળનો ભસ્મનો, હીરાની ભસ્મને ઘઉંમાં નાખીને શેરો બનાવે, રોટલી બનાવે. આહાહા.! અહીં કહે છે કે, ધર્મીને-સમ્યગ્દષ્ટિને એ અશનની ઇચ્છા નથી. ઇચ્છાની ઇચ્છા નથી માટે ઇચ્છા નથી. આહાહા...! આકરું કામ, ભાઈ! વીતરાગમાર્ગ કોઈ અલૌકિક છે. આહા.! બત્રીસ કવળ. એક કેવળની અબજો રૂપિયાની કિમત. એકલી હીરાની ભસ્મ. ઘીમાં નાખીને ઘઉંના દાણા એમાં નાખે ને એ ઘઉંના દાણાનો બનાવે શેરો ને રોટલી. એ બત્રીસ કવળ ખાય કે જે છ– કરોડ પાયદળ) ખાય ન શકે. છતાં કહે છે કે, એને. આહાહા...! એની દૃષ્ટિમાં એનો સ્વીકાર નથી. આહાહા...! મારો પ્રભુ તો અનાહારી. આહાહા.! અમૃતના અનુભવનો કરનાર, અમૃતનો જેને આહાર છે. આહાહા..! અમૃત સ્વરૂપ ભગવાન છે તેને જાણતા ભાન થયું. આહાહા...! એ અમૃતનો જેને આહાર (છે), એને આ ધૂળનો આહાર (કેમ હોય)? ધૂળ છે એ તો. એની એને ઇચ્છા નથી. ઇચ્છા છે તેની ઇચ્છા નથી, માટે ઇચ્છા નથી. આહાહા...! “જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સભાવને લીધે...” શું કહે છે? જ્ઞાનમય એવા જ્ઞાયકભાવની હયાતીના, સત્તાના સ્વીકારને લઈને, પર્યાયમાં જ્ઞાનમય ભાવ, આનંદમય ભાવ, એવો પ્રગટ છે એને લઈને “જ્ઞાની) અશનનો કેવળ જ્ઞાયક જ છે.” આહાહા...! જ્ઞાનીધર્મી તો એ આહારનો જાણનારો છે. એક સમયે પોતાના જ્ઞાયકનું જ્ઞાન અને એનું જ્ઞાન એ પોતાથી ઉત્પન્ન થતું જ્ઞાયકપણે તે જાણે છે. આહાહા...! જેમ જોયો જ્ઞાનના વિષય છે તેમ એ આહાર જ્ઞાનનો વ્યવહાર વિષય છે. એ જાણે છે કે, છે આ. આહાહા...! ‘અશનનો કેવળ જ્ઞાયક જ છે.” એમ છે ને? અધર્મમાંય એમ લીધું. “અધર્મનો કેવળ જ્ઞાયક જ છે.” આહાહા...! એકલો જાણનાર-દેખનાર જ છે. આહાર આવે છતાં તેનો જાણનારદેખનાર જ છે. કેમ? ત્યારે શિષ્ય પ્રશ્ન કર્યો. ઓહોહો...! તીર્થકર જેવા પણ આહાર લેતા હતા, મુનિઓ આહાર ત્યે છે. આહાહા...! અને મુનિને કે ધર્મીને આહાર નથી, શું કહો છો આપ? શું કહેવા માગો છો? મને શંકા નથી પણ હું સમજી શકતો નથી, આશંકા છે. તમારું કહેવું ખોટું છે એમ મને લાગતું નથી. પણ કઈ અપેક્ષાથી કહો છો તેવી આશંકા રાખું છું. મને સમજવું છે. ભાવાર્થ :- “જ્ઞાનીને આહારની પણ ઇચ્છા નથી તેથી જ્ઞાનીને આહાર કરવો તે પણ પરિગ્રહ નથી. આહાહા...! એમાં સુખબુદ્ધિ નથી. સુખબુદ્ધિ તો ભગવાન આત્મામાં છે. આહાર આવે છે, ત્યે છે એમાં સુખબુદ્ધિ નથી. આહાહા...! “અહીં પ્રશ્ન થાય છે કે–આહાર તો મુનિ પણ કરે છે....... મહામુનિ સંત આત્મધ્યાની, જ્ઞાની, અમૃતના સ્વાદિલા. આહાહા.! પ્રચુર અમૃતના સ્વાદિલા. સમ્યગ્દષ્ટિને અમૃતનો સ્વાદ (છે) પણ અલ્પ જઘન્ય (છે). આહાહા...! મુનિને તો અમૃતના સાગરના દરિયા વહે છે અંદર. આહા...! શાંતિ. શાંતિ. શાંતિ. ત્રણ Page #313 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૧૨ ૨૯૯ કિષાયનો અભાવ (થયો) એટલી શાંતિ છે). આહાહા.! એ શાંતિના વેદનનું જેને મુખ્યપણું છે એવા પણ આહાર તો લ્ય છે, કહે છે. તમે કહો છો) કે, ધર્મીને આહારનો પરિગ્રહ નથી, તો આહાર તો “ઋષભદેવ ભગવાન જેવા તીર્થકર પણ જ્યારે છ મહિનાના આહારની પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ પછી) લેવા જતા. ત્યાં મળતો નહિ, પાછા ફરીને આત્માના ધ્યાનમાં જાતા. આહાહા...! તો આહાર તો મુનિ પણ કરે છે ને. મુનિ પણ એટલે શું? સમકિતી તો કરે જ છે પણ મુનિ પણ કરે છે ને. આહાહા...! ભારે માર્ગ. તેમને ઇચ્છા છે કે નહિ? શિષ્યનો પ્રશ્ન છે. મુનિ આહાર કરે છે તો એને ઇચ્છા છે કે નહિ? “ઇચ્છા વિના આહાર કેમ કરે?” આહાહા..! તેનું સમાધાન – અશાતાવેદનીય કર્મના ઉદયથી...” ત્રણ બોલ લેશે. “અશાતાવેદનીય કર્મના ઉદયથી જઠરાગ્નિરૂપ ક્ષુધા ઊપજે છે...આહાહા...! અશાતાવેદનીયના ઉદયનું નિમિત્ત. જઠરાગ્નિ અંદર ઉત્પન્ન થાય. આહાહા.! “વર્યાનરાયના ઉદયથી તેની વેદના સહી શકાતી. નથી” આહા...! મુનિને પણ હજી પર્યાયમાં નબળાઈ છે, એને અહીંયાં વીઆંતરાયનું નિમિત્ત કીધું. આહાહા.! પર્યાયમાં નબળાઈ છે તો વેદના સહી શકાતી નથી. આહાર ન લઉં, એમ નથી. ત્યાં વેદના એની સહન થતી નથી. સુધા. સુધા અગ્નિ બળે છે અને આહા! આહાર લેવાની વહેંતરાયના ઉદયથી વેદના સહી શકાતી નથી તેથી “ચારિત્રમોહના ઉદયથી...” નિમિત્તથી કથન છે હોં! ઈ. પોતાને અંદર રાગની મંદતાને લઈને રાગ આવે છે. પુરુષાર્થની કમજોરીને લઈને ઇચ્છા આવે છે. આહા! “આહારગ્રહણની ઈચ્છા ઉત્પન્ન થાય છે.” આહાહા.! તે ઇચ્છાને...” હવે ત્રણ બોલ ઈ કહ્યા, સામે ત્રણ બોલ કહે છે, ચાર કહેશે. તે ઇચ્છાને જ્ઞાની કર્મના ઉદયનું કાર્ય જાણે છે. એક વાત. મારું કાર્ય નહિ, હું તો આનંદસ્વરૂપ પ્રભુ (છું). આહાહા...! મારી પર્યાયનું કાર્ય તો આનંદનું છે. આ રાગનું કાર્ય એ મારું નહિ. આહાહા...! એ કર્મનું કાર્ય છે. આહાહા. એ કર્મની પર્યાય છે, પ્રભુ ધર્મી આત્મા એની એ પર્યાય નથી. આહાહા.! ભગવાન અમૃતનો સાગર નાથ, એની એ પર્યાય નથી, એનું એ કાર્ય નથી. આહાહા! એથી રાગ છે તે કર્મનું કાર્ય છે એમ નાખ્યું. પણ એમાંથી કોઈ એમ લઈ લ્ય કે, જુઓ! કર્મનો ઉદય આવ્યો માટે એણે રાગ કરવો જ પડ્યો, એમ નથી. ત્યાં પોતાની કમજોરીને લઈને કર્મના ઉદયમાં જોડાય જાય છે. એથી ત્યાં તેને રાગની ઉત્પત્તિ થાય છે. પણ તે રાગનું કાર્ય મારું છે એમ માનતો નથી). આહાહા...! ગજબ વાત છે. કાર્ય એટલે પર્યાય. પર્યાયને કાર્ય કહે છે, વસ્તુને કારણ કહે છે. મારું કાર્ય આ નથી. આહાહા...! એ ઇચ્છા તો કર્મ જે જડ છે તેનું કાર્ય છે. આહાહા...! મારી નબળાઈ છે એ વાતને ગૌણ કરીને કહે છે). એ રાગ કર્મનું કાર્ય છે. એ આગળ આવે છે ને? કર્મ વિપાકરૂપ. કર્મનો વિપાક તે રાગ છે. પ્રભુ! આહાહા.! મારો પાક નહિ. હું તો અમૃતના.. આહાહા.! Page #314 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ અમૃતના સાગર ઊછળે, અમૃતનો આહાર માો છે. આત્મા અમૃતને પાકે તેનું એ ક્ષેત્ર છે. સુખધામ અનંત સુસંત ચહી' એ આત્મા સુખધામ. મારું ક્ષેત્ર જ એવું છે કે એમાંથી અમૃત જ પાકે. આહાહા..! પથરાના બહુ ભાગ હોય અને ધૂળ હોય ત્યાં કળથી પાકે અને ચોખ્ખી જમીન હોય એમાં ચોખા પાકે. ચોખા પાકવાની જમીન જુદી જાત હોય છે. આહાહા..! એમ મારા પાકમાં તો પ્રભુ હું તો આત્મા છું ને! આહાહા..! મારા પાકમાં તો શાંતિ ને આનંદ પાકે. આહાહા..! એ રાગનો પાક મારું કાર્ય નહિ. આવી વાત. આહાહા..! મુમુક્ષુ :– પોતાની નબળાઈ તો લાગે છે. ઉત્તર ઇ નબળાઈ છે એ તો જાણે છે, ખ્યાલ છે. ઇ તો પરિણમન મારું છે, એમ તો પ્રવચનસાર’માં આવ્યું છે ને! રાગનું પરિણમન મારામાં છે, પણ એ વાત જ્ઞાન જાણે છે. અહીં દૃષ્ટિની પ્રધાનતામાં તેને ગૌણ કરીને તે કાર્ય મારું નથી, એમ છે. આહાહા..! ઝીણી વાત છે, ભગવાન! બાકી ધર્મી તો રાગ થાય તેનું પરિણમન મારું છે (એમ જાણે છે). એ કંઈ કર્મને લઈને છે એમ નથી. આહાહા..! તેમ એ રાગનો કર્તા પણ હું છું અને રાગનો ભોક્તાય હું છું. એ જ્ઞાનની દશાથી તેને સ્વપરનો ભોક્તા ને કર્તા કહેવામાં આવે છે. આહાહા..! સ્વના જ્ઞાનનોય કર્તા અને આ જ્ઞાનની દશાનોય ભોક્તા. સાથે રાગનું પરિણમન તેટલો કર્તા અને તેનો તેટલો ભોક્તા છે. પણ અહીંયાં તો એ વાત જ્ઞાનપ્રધાનમાં જાણનાર જાણે છે કે મારામાં માટે લઈને આ છે, પણ અહીં દષ્ટિપ્રધાનના કથનમાં તો... આહાહા..! આરે..! આવી વાતું છે. વીતરાગમાર્ગ બાપુ! સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે. આહાહા..! આહારગ્રહણની ઇચ્છા ઉત્પન્ન થાય છે, તે ઇચ્છાને જ્ઞાની કર્મના ઉદયનું કાર્ય જાણે છે.’ મારી નબળાઈ છે એ વાતને ગૌણ કરીને (ઉદયનું કાર્ય કહ્યું). પંચાસ્તિકાય’માં ભાઈ! એમ લીધું છે ને? વિષયમાં રોકાણને લઈને મારે ઘાત છે. પૂર્ણ કેવળજ્ઞાનનો ઘાત કેમ છે? કર્મને લઈને નહિ. વિષય પ્રતિબદ્ધ’ એવો શબ્દ છે. ‘પંચાસ્તિકાય’. હું જાણવામાં અલ્પમાં રોકાયેલો છું, એ પ્રતિબદ્ધ છે. આહાહા..! પ્રભુ આત્મા સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ હોવા છતાં મારી પર્યાયમાં અલ્પપણાના વિષયમાં રોકાણો છું, એ જ મને પ્રતિબદ્ધ છે. આહાહા..! છે ‘પંચાસ્તિકાય’? કેટલામી છે? શું કીધું? વિષય પ્રતિબદ્ધ. લખ્યું તો હશે અહીં ક્યાંક. ગાથા ૧૬૩. સમયસાર સિદ્ધિ ભાગ-૭ = ખરેખર સૌષ્યનું કારણ સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ છે.’ ભગવાનઆત્મામાં આનંદ, એનું કારણ સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ છે. ‘આત્માનો ‘સ્વભાવ’ ખરેખર દશ-જ્ઞપ્તિ (દર્શન અને જ્ઞાન) છે.’ આહાહા..! તે બન્નેને વિષયપ્રતિબંધ હોવો તે પ્રતિકૂળતા’ છે.’ આહાહા..! કર્મ પ્રતિકૂળતા છે, એમ ન લીધું. મારું જાણવું-દેખવું ઓછામાં અટકી ગયું છે એ મને પ્રતિકૂળ છે. આહાહા..! હું સર્વજ્ઞ અને સર્વદર્શી મારી શક્તિ અને પર્યાયમાં તે Page #315 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૧૨ ૩૦૧ હોવું જોઈએ. આહાહા...! મારો નાથ સર્વજ્ઞ, સર્વદર્શી પ્રભુ (છે) તો એની પર્યાયમાં સર્વજ્ઞ અને સર્વદર્શી પર્યાય આવવી જોઈએ પણ હું અલ્પ વિષયમાં રોકાઈ ગયેલો છું એથી મને સર્વજ્ઞ અને સર્વદર્શી નથી થતું. આહાહા! વિષય એટલે? ભોગ એ વિષય નહિ. જ્ઞાનનો વિષય જે અલ્પ છે ઈ. આહાહા...! જાણવા-દેખવાની મારી પર્યાય અલ્પ વિષયમાં રોકાઈ ગયેલી છે. આહાહા.! એ જ મને પ્રતિકૂળ છે, કહે છે. આહાહા.! દિગંબર સંતોની બલિહારી છે, જેણે કેવળજ્ઞાનીના પેટ ખોલી નાખ્યા છે. આહાહા...! અને તે અંદરમાં બેસી જાય એવી વાત છે. આહાહા..! સમજાય છે કાંઈ? આહા...! બન્નેને...” દર્શન, જ્ઞાન બન્નેને વિષયપ્રતિબંધ... હેઠે (ફૂટનોટ છે). વિષયમાં રૂકાવટ, મર્યાદિતપણું. દર્શન, જ્ઞાનમાં મર્યાદિતપણું છે જાણવાનું એ જ પ્રતિકૂળતા છે. આહાહા...! ભગવાન તો જાણનારો અમર્યાદિત જાણવા-દેખવાનો સ્વભાવ છે એનો. ત્રિકાળ તો છે પણ પર્યાયમાં પણ અમર્યાદિત જાણવા-દેખવાનો સ્વભાવ હોવો જોઈએ. આહાહા...! એવા જાણવાદેખવાના પૂર્ણ સ્વભાવનું અમર્યાદિતપણું નહિ અને અલ્પ વિષયમાં રોકાઈ જનારું જ્ઞાન, દર્શન... આહાહા.... એ મને પ્રતિકૂળતા છે. આહાહા...! એ મને મારાથી પ્રતિકૂળતા છે. સમજાણું કાંઈ? આહાહા...! ૧૬૩ ગાથા છે. जेण विजाणदि सव्वं पेच्छदि सो तेण सोक्खमणुहवदि। इदि तं जाणदि भविओ अभव्वसत्तो ण सद्दहदि।। આહાહા.! ભવ્ય જીવ કે લાયક જ્ઞાની આમ જાણે, અવિને ખબર પડતી નથી. અરે.. મારું જ્ઞાન ને દર્શન, પૂર્ણ સ્વભાવી મારો પ્રભુ, એની પર્યાયમાં પૂર્ણ દેખવું-જાણવું હોવું જોઈએ એને ઠેકાણે અપૂર્ણમાં રોકાઈ ગયો... આહાહા.! એ મારે પ્રતિકૂળતા છે. કર્મની પ્રતિકૂળતા છે, એ નહિ. જુઓ તો ખરા વાણી! આહાહા...! માંગીલાલજી'! આ ભાષા તો સાદી છે, બહુ ઓલી નથી. તમે તો અહીં આવો છો. આહાહા...! આ “પંચાસ્તિકાય છે, કુંદકુંદાચાર્ય એની ટીકા “અમૃતચંદ્રાચાર્ય (ની છે). અહીં કહે છે, ઇચ્છાને જ્ઞાની કર્મનું કાર્ય જાણે છે. એટલે કે મારી પર્યાયમાં કમજોરી છે. મારી દૃષ્ટિ ત્યાં નથી. મારી દૃષ્ટિમાં તો ભગવાન પૂર્ણ સ્વરૂપ છે તે છે. માટે મારું કાર્ય તો જ્ઞાન ને દર્શન ને આનંદ આવવું જોઈએ. એને ઠેકાણે ઇચ્છા આવી એ કર્મનું કાર્ય છે, એમ કરીને કાઢી નાખ્યું છે. આહાહા.! એનો હું તો જ્ઞાતા છું, એમ કહે છે. આહાહા.! બીજો બોલ. “રોગ સમાન જાણી તેને મટાડવા ચાહે છે. પહેલા બોલમાં એ કહ્યું કે, જ્ઞાની ઇચ્છાને કર્મના ઉદયનું કાર્ય જાણે પણ પોતાનું કાર્ય નથી (એમ જાણે છે). આહાહા.! અરે.! નિધાન જેને અંદરથી મળ્યા છે. આહા...! પૂર્ણાનંદનો નાથ જ્યાં ઉછળીને પર્યાયમાં આવે છે. આહાહા..! એનું તો કાર્ય જ્ઞાન ને આનંદ છે. એનું કાર્ય રાગ હોય નહિ. કારણ કે એના સ્વભાવમાં એ કાંઈ છે નહિ. આહાહા...! જેટલા સ્વભાવ અને શક્તિઓ છે એ Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ બધી પવિત્ર છે. આહાહા..! તો પવિત્રતામાં અપવિત્રતાનું કાર્ય હોઈ શકે નહિ. શું કહ્યું સમજાણું? ભગવાનઆત્મામાં તો જેટલા અનંત ગુણો.. કાલે આવ્યું હતું કે, આકાશના પ્રદેશથી પણ આત્મામાં અનંતગુણા ગુણ છે. જ્યારે શ્વેતાંબરમાં આવ્યું છે (એ) આમાંથી લીધેલું આવ્યું છે, ત્યાં ક્યાં હતું? આમાં કયાં છે એ ખ્યાલમાં આવતું નથી. કાલે બતાવ્યું હતું ને? ‘અજીતનાથ’ની સ્તુતિ. એક જીવમાં આકાશના પ્રદેશ કે જેનો અંત નથી, આહાહા..! દસે દિશાઓનો કચાંય અંત નથી. એટલા જે આકાશના પ્રદેશ એના કરતા ભગવાન એક આત્મામાં અનંતગુણા ગુણ છે. આહાહા..! તમારા પૈસા કરોડ, બે કરોડ, અબજ.. અમારા વખતમાં તો બીજું હતું જરી. અબજ પછી ખર્વ, નિખર્વ એવું હતું. ખર્વ, નિખર્વ, મહાસંઘદી, જગદી ને મધ્યમ ને એ વખતે હતું. અઢાર બોલ હતા. અત્યારે તો ચાલ્યું ગયું, અબજ જ છે. આહાહા..! પણ અહીં તો કહે છે કે, હજી પ્રારંભ છે, અઢારમો આંકડો એ પણ હજી એની મર્યાદા છે. ભગવાનને તો.. આહાહા..! આકાશના પ્રદેશનો અંત નહિ, શું કહે છે? પ્રભુ! એ ખેતરનો-ખેતરનો જ્યાં અંત નહિ, એ ખેતરના જાણનારના ગુણનો અંત નહિ. એવા અનંત ગુણો પ્રભુ અંદર ઠાંસીને ભર્યાં છે. એ અનંતમાંથી કોઈ ગુણ અપવિત્રપણે પરિણમે એવો કોઈ ગુણ નથી. એ જાણીને અહીં એમ કહ્યું છે કે, ઇચ્છા એ મારું કાર્ય નહિ. હું તો પવિત્ર છું ને પવિત્રનું કાર્ય તો પવિત્ર છે. લાલચંદભાઈ’! કાર્ય કેમ કહ્યું? કર્મની માથે કેમ નાખ્યું? સમજાણું કાંઈ? છે તો પોતાની નબળાઈ પણ કર્મની માથે કેમ નાખ્યું? પોતે ભગવાન અનંત ગુણનો પિંડ પવિત્ર પ્રભુ, એમાં કોઈ ગુણ વિકાર કરે એવો કોઈ ગુણ જ નથી. એ પર્યાયમાં અધ્ધરથી વિકાર થાય છે તેથી તેને પવિત્રતાનું કાર્ય ન ગણીને કર્મનું કાર્ય ગણ્યું છે. આહાહા..! અરે..! ભગવાનનો માર્ગ તો જુઓ, ભાઈ! આહાહા..! ત્રિલોકના નાથ જિનેશ્વર પરમાત્મા. પાછું એવું છે કે જેટલા અનંત ગુણો આત્મામાં છે, આકાશના પ્રદેશથી અનંતગુણા, તેટલા જ ગુણ એક પરમાણુમાં છે. ભલે એ જડ (છે). જડના જડ ગુણો. એટલા જ સરખા. દ્રવ્ય છે ને! આહાહા..! એ કાલે આવ્યું હતું ને? આકાશના પ્રદેશથી દરેક દ્રવ્યના ગુણ અનંતગુણા છે. કેટલા વખતથી કહ્યું હતું પણ હાથ નહોતું આવતું. કાલે આવ્યું. એને આવવું હોય ત્યારે આવે ને! બાપુ! આહાહા..! અહીં શું કહેવું છે? કે, ભગવાનમાં અનંતા.. અનંતા.. અનંતા.. અનંતા.. અનંતા.. થોકના થોક અનંતા એટલા અનંતા કે છેલ્લો અનંત જેમાં આવી શકે નહિ અને છેલ્લો અનંતનો પાછો છેલ્લો અંક પણ આવે નહિ, એટલા અનંતા. આહાહા..! એટલા પવિત્ર ગુણમાં કોઈપણ એક શક્તિ વિકાર કરે એવી શક્તિ નથી. શિષ્યે એ પ્રશ્ન કર્યો છે ઓલામાં કે, પ્રભુ! અનંત શક્તિનો ધણી છે તો કો'કનું કાર્ય કરે એવી શક્તિ છે કે નહિ? પ્રશ્ન છે ને! સમજાણું કાંઈ? આટલી બધી શક્તિઓ તમે આત્મામાં વર્ણવો છો તો એક શક્તિ એવી પણ કેમ ન હોય કે ૫૨નું કરી શકે? પાટનીજી’! આહાહા..! ભગવાન! તારી મહિમા તો જો, પ્રભુ! Page #317 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૧૨ ૩૦૩ આહાહા...! તેં કોઈ દિ સાંભળી નથી, બેઠી નથી, ભાઈ! આહાહા...! કહે છે, પ્રભુ અનંતા અનંતા એટલા મહા ગુણોનો અનંતનો અનંતનો અંત ક્યાંય નથી આકાશના પ્રદેશની જેમ. આહાહા...! એમ ને એમ જાણી લેવું એમ નહિ) પણ એના ભાવમાં ખ્યાલ આવવો, ભાસન (થવું જોઈએ). દસે દિશાઓમાં આકાશની અનંતી શ્રેણી, ધારા એક એક આકાશની શ્રેણી આમ ક્યાંય ગઈ એનું પૂરું નથી, આમ ગઈ એમાં પૂરું નથી, આમ ગઈ ત્યાં પૂરું નથી, હેઠે ગઈ એમાં પૂરું નથી. આહાહા.! એવા આકાશના પ્રદેશો કેટલા હશે? એક આકાશમાં અનંતી શ્રેણીઓ આમ. એ એક એક શ્રેણીમાં અંત વિનાના પ્રદેશો. એવી અનંતી શ્રેણીના પ્રદેશો જેનો પાર ન મળે. આહાહા.! ભગવાન! તારી મહિમા તો જો! તું ક્યાં રોકાઈ ગયો? ક્યાં મીઠાશમાં તું રોકાઈ ગયો? પ્રભુ! આહાહા...! એવા અનંતા... અનંતા. અનંતા... અનંતા ગુણોનો અનંત અનંત અનંત અનંતમાં અનંત અનંત અનંત છેલ્લું અનંત જેમાં નથી, એમ કહે છે. આહાહા...! જેમ આકાશમાં છેલ્લો કોઈ ભાગ જ નથી. આહાહા...! કહો, આવું સાંભળ્યું હતું ક્યાંય? આ દિગંબર ધર્મ આ છે. આહાહા...! એટલી એટલી શક્તિ છે. શિષ્ય પૂછ્યું કે, પ્રભુ તો અનંત શક્તિનો ધણી છે તો એક શક્તિ કર્મનું કરે, પરનું કરે એવી શક્તિની શું કરવા ના પાડો છો? ભાઈ! અનંતી શક્તિ છે પણ પરનું કરે એવી એકેય શક્તિ નથી. આહાહા...! સમજાણું કાંઈ? હાથને હલાવે એવી પણ એનામાં શક્તિ નથી. આવી અનંત શક્તિનો ધણી હાથને હલાવે એવી શક્તિ નથી. પ્રભુ! પણ એ તો પરનું કાર્ય, એમાં શક્તિ ક્યાં છે? આહાહા...! પોતાના અનંત ગુણો પવિત્ર છે તેનું પવિત્રનું પર્યાયનું કાર્ય તે તેનું કાર્ય છે. આહાહા...! એ હિસાબે ગણીને અહીંયાં ઇચ્છાને કર્મના ઉદયનું કાર્ય જાણે છે. ગજબ વાત, પ્રભુ આહાહા...! લોકોને આત્મા શું એની ખબર નથી. આત્મા એટલે છે, બસ! શરીરથી જુદો. પણ જુદો છે કેવડો અને કેટલો? આહાહા...! આ શરીરમાં પરમાણુઓ જેટલી સંખ્યામાં છે, એથી અનંતગુણા એમાં ગુણ છે. આહાહા...! એ એક પરમાણમાં પણ એટલા જ ગુણ છે. ઓહોહો.! એવા પવિત્રના પિંડનું કાર્ય પવિત્ર હોય એમ ગણીને અહીંયાં રાગનું કાર્ય કર્મનું છે એમ કહેવામાં આવ્યું છે. સમજાણું કાંઈ? આહાહા.! શું પ્રભુની ઘટના! આહાહા.! ત્રિલોકનાથના ભાવનો આ ઉપદેશ છે. એના બધા લખાણ છે છે. કેવળીના કેડાયતોએ કેવળીની વાતું કરી છે, પ્રભુ! આહાહા...! એક (થયો). રોગ સમાન જાણી તેને મટાડવા ચાહે છે. મારી દશા તો અનંત આનંદ, અનંત પવિત્રતાનો ભાવ તે નિરોગ છે. આહાહા. આ રાગ તો રોગ છે. આહાહા...! હું તો અનંત... અનંત... અનંત... અનંત ગુણના કાર્યનો નિરોગતાવાળો પ્રભુ હું, એમાં રાગ રોગ છે. આહાહા...! ઇચ્છા તે રોગ છે. આહાહા...! શરીરના રોગ નહિ, હોં આ. શરીરનો રોગ એ રોગ જ નહિ, એ તો શરીરની પર્યાયનો તે કાળ છે તે પ્રમાણે પર્યાય થાય. એમાં એ રોગ છે Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ એમેય નથી. એ તો પરમાણુની પર્યાયનો કાળ જ એ પ્રમાણે પરિણમવાનો છે. આહાહા...! સમજાય છે કાંઈ? પરમાણુઓમાં તે સમયે તે જ પ્રકારની પર્યાયપણે થવાનો સ્વભાવ છે. એને રોગ કહો, પણ એ તો પરમાણુની કમબદ્ધમાં આવતી પર્યાય છે. આહાહા! સમજાય છે કાંઈ? ‘કિશોરભાઈ! થોડું થોડું સમજવું, બાકી આમાં તો ઢગલા આવે છે. “અજીતભાઈ તો અહીં બહુ રહેતા. એને તો, આહાહા...! પૈસાની પાયું પ્રમાણે રૂપિયાની પાયું ગણે ને પાયુંના પાછા... શું કહેવાય ઓલા? બદામ ને અડવોક ને કાંઈક એવા. એના આવે ને? એક પાયના ઘણા આવે. એની કાંઈ કિંમત નથી અહીં આહાહા...! આ તો અનંત ગુણનો નાથ... ઉત્તર તો કેવો, પંડિતજીએ ખુલાસો કર્યા છે. હૈ? આહાહા.! પ્રભુ! તારામાં તો અનંત પવિત્ર ગુણના પિંડ પડ્યા છે ને! દળના દળ પડ્યા છે ને! આહાહા...! ઓલા લાડુ નથી થાતા, દળના? દળલાડુ થાતા, દળ(ના). ઘઉના દળના લાડુ ઘી નાખીને (બનાવે). જેમ એક શેર ચણાના લોટમાં ચાર શેર ઘી નાખીને બનાવે) એને મેસૂબ કહે અને ઘઉંના એક શેરના શક્કરપારો અથવા દળ કહે. પહેલા લાડવા થાતા દળના. હમણા તો હવે ક્યાં? એમ આત્મા આનંદનું દળ અને અનંત ગુણનું દળ છે પ્રભુ અંદર આ દળ, પણ નજરું નથી એટલે દેખાતું નથી. નજર બહારમાં રોકાઈ ગઈ. હૈ? આહાહા...! જે નજરની પર્યાય છે એ પર્યાય રોકાઈ ગઈ બહારમાં. એ પર્યાયને અંદરમાં રોકે તો અનંત ગુણનું દળ તેની દૃષ્ટિમાં આવે. આહાહા...! તેની અપેક્ષાએ ઇચ્છાને રોગ કહેવામાં આવે છે. મારું સ્વરૂપ તો નિરોગ છે. અનંત અનંત પવિત્રતાના પરિણમનવાળું મારું સ્વરૂપ તો નિરોગ છે. આહાહા...! તેમાં આ રાગ રોગ છે. આહાહા.! બે (વાત થઈ. એક તો ઇચ્છા કર્મનું કાર્ય (કહ્યું). પેલામાં ત્રણ આવ્યા હતા. અશાતાને લઈને જઠરાગ્નિનું ઉત્પન થવું, વીતરાયને લઈને સહનશક્તિનો અભાવ, ચારિત્રમોહને લઈને ઇચ્છાનું થવું. (એમ) ત્રણ આવ્યા હતા. હવે એ ઇચ્છાના સમાધાન કહે છે. એ ઇચ્છા, પ્રભુ આત્મા એનું કાર્ય નહિ, ભાઈ! એના પવિત્ર ગુણોનું પરિણમન પવિત્ર જ હોય. એ અપવિત્રનું કાર્ય ક્યાં આત્માનું છે? આહાહા...! ઇચ્છામાત્ર રોગ છે. ઓલા લોગસ્સમાં નથી આવતું? ‘આરુગ્ગોહિલાભ લોગસ્સમાં આવે છે, શ્વેતાંબરમાં. આપણેય લોગસ્સ છે. દિગંબરમાં. ‘આરુગ્ગોહિલાભ નિરોગતામાં સમ્યગ્દર્શનનો લાભ. આહાહા...! સમાવિવરમુત્તમ દિતુ' નથી આવતું? લોગસ્સમાં આવે છે, “શાંતિભાઈ'! ગડિયા કર્યા છે કે નહિ પહેલા? આહાહા...! રોગ સમાન જાણી તેને મટાડવા ચાહે છે. આહાહા.! ધર્મીને તો જ્ઞાનાનંદ અનંત ગુણનું કાર્ય છે તેમાં રાગને રોગ સમાન જાણી એ તો મટાડવા ચાહે છે, રાખવા ચાહતો નથી. આહાહા.! “ઇચ્છા પ્રત્યે અનુરાગરૂપ ઇચ્છા જ્ઞાનીને નથી....” શું કીધું? ઇચ્છા પ્રત્યેની ઈચ્છા નથી. ઇચ્છાની ઇચ્છા નથી. ઇચ્છા પ્રત્યે અનુરાગ, પ્રેમરૂપ ઇચ્છા નથી, એમ કહે છે. આહાહા...! Page #319 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૧૨ ૩૦૫ તેને એમ ઇચ્છા નથી કે મારી આ ઇચ્છા સદા રહો.' એ અનુરાગ. આ ઇચ્છા સદા રહો એમ છે જ્ઞાનીને? આહાહા..! માટે તેને અજ્ઞાનમય ઇચ્છાનો અભાવ છે.’ આહાહા..! આવી વાત. અને ન્યાયથી સિદ્ધ કર્યું છે, હોં! આહાહા..! ૫રમાત્મા પોતે અનંત પવિત્રતાનો પિંડ, એની પર્યાય પણ નિરોગ પવિત્ર છે. પવિત્રતામાં આ અપવિત્રતા તે તો રોગ છે. આહાહા..! માટે તેને અજ્ઞાનમય ઇચ્છાનો અભાવ છે.’ માટે ધર્મીને અજ્ઞાનમય રોગ સમાન વસ્તુનો અભાવ છે. સ્વરૂપમાં નથી, પર્યાયમાં નથી. એ પર્યાય ૫૨નું કાર્ય છે એને એ જાણે છે. આહાહા..! આવી વાતું. ભારે આકરું કામ. આહાહા..! પરજન્ય ઇચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી...' ઇ ચોથો બોલ. ૫૨જન્ય ઇચ્છા, ભાષા દેખો! પરજન્ય છે, સ્વભાવજન્ય નથી. મારો પ્રભુ અનંત પવિત્રતાના અનંતના પાર વિનાના ગુણો, પણ કોઈ ગુણ એવો નથી કે જે અપવિત્રતપણે પરિણમે. પવિત્ર અપવિત્રપણે પરિણમે એવો કોઈ ગુણ નથી. આહાહા..! પરજન્ય ઇચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી...' આહાહા..! કો'કનો છોકરો કો'કને આવ્યો હોય તો એ એમ માને કે, આ મારો છોકરો છે? આહાહા..! એમ રાગની પ્રજા કર્મની છે, મારી નહિ. આહાહા..! આવું સ્વરૂપ છે. અરે..! સાંભળવા મળે નહિ, તત્ત્વની વાતનો પ્રયોગ ક્યારે કરે ઇ? આહાહા..! પરજન્ય ઇચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી માટે જ્ઞાની ઇચ્છાનો પણ શાયક જ છે.' પણ કેમ કીધું? કે, ઓલા પુણ્યનો પણ જ્ઞાયક છે, પાપનો પણ જ્ઞાયક છે અને અશનનો પણ શાયક છે. ‘પણ’ શબ્દ એટલે બીજું કાંઈક થઈ ગયું છે એનો અર્થ થઈ ગયો છે. આ પ્રમાણે શુદ્ધનયની પ્રધાનતાથી કથન જાણવું.' શુદ્ધનયની દૃષ્ટિની પ્રધાનતાથી આ કથન જાણવું. પર્યાયનયે જ્યારે જાણે ત્યારે પર્યાય પોતામાં છે તેને જાણે. સમજાય છે કાંઈ? આહાહા..! કેમકે શુદ્ધ-અશુદ્ધ પર્યાયનો પિંડ છે દ્રવ્ય તો. મોક્ષમાર્ગ પ્રકાશક’માં બે ઠેકાણે આવે છે. કેમકે અનંતી જે અશુદ્ધ પર્યાય થઈ એની યોગ્યતા તો અંદર છે ને? અને એ અશુદ્ધ પર્યાય અને શુદ્ધ બધી પર્યાયનો પિંડ તે આત્મા છે. એમાંથી એક અશુદ્ધ પર્યાય કાઢી નાખો તો દ્રવ્ય સિદ્ધ નહિ થાય. આહાહા..! સમજાય છે કાંઈ? આહાહા..! હવે આ તો કેટલી અપેક્ષાઓ લાગુ પડે. જ્ઞાનનો પાર નથી, પ્રભુ! અનેકાંત જ્ઞાનનો પાર નથી. આહાહા..! આ પ્રમાણે શુદ્ઘનયની મુખ્યતાથી કથન જાણવું.’ અશુદ્ઘનયનું કથન ચાલતું હોય ત્યારે પર્યાય એની છે, એનું કાર્ય છે એમ જાણે. બે નયનું કથન છે ને ભગવાનનું? કાંઈ એક જ નયનું નથી. આહાહા..! ဒီ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ Jરાજા ( ગાથા૨૧૩) अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे पाणं। अपरिग्गहो दु पाणस्स जाणगो तेण सो होदि।।२१३।। अपरिग्रहोऽनिच्छो भणितो ज्ञानी च नेच्छति पानम् । अपरिग्रहस्तु पानस्य ज्ञायकस्तेन स भवति।।२१३।। इच्छा परिग्रहः । तस्य परिग्रहो नास्ति यस्येच्छा नास्ति। इच्छा त्वज्ञानमयो भावः, अज्ञानमयो भावस्तु ज्ञानिनो नास्ति, ज्ञानिनो ज्ञानमय एव भावोऽस्ति । ततो ज्ञानी अज्ञानमयस्य भावस्य इच्छाया अभावात् पानं नेच्छति। तेन ज्ञानिनः पानपरिग्रहो नास्ति। ज्ञानमयस्यैकस्य ज्ञायकभावस्य भावात् केवलं पानकस्य ज्ञायक एवायं स्यात् । હવે, જ્ઞાનીને પાનનો પાણી વગેરે પીવાનો) પણ પરિગ્રહ નથી એમ કહે છે - અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પાનને, તેથી ન પરિગ્રહી પાનનો તે, પાનનો જ્ઞાયક રહે. ૨૧૩. ગાથાર્થ -[ નિ: ] અનિચ્છકને [ અપરિગ્ર: ] અપરિગ્રહી [ મતિઃ ] કહ્યો છે [ 9 ] અને [ જ્ઞાની ] જ્ઞાની [પાનમ્ ] પાનને [ ૧ રૂછતિ ] ઇચ્છતો નથી, તેન] તેથી [ 1 ] તે [ પાનચ ] પાનનો [ પરિપ્રદ: ] પરિગ્રહી નથી, [ જ્ઞાયવ: ] પાનનો) જ્ઞાયક જ [ મવતિ ] છે. ટીકા - ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી-જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે; તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની પાનને ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને પાનનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદૂભાવને લીધે આ (જ્ઞાની) પાનનો કેવળ જ્ઞાયક જ છે. ભાવાર્થ - આહારની ગાથાના ભાવાર્થ પ્રમાણે અહીં પણ સમજવું. Page #321 -------------------------------------------------------------------------- ________________ ગાથા૨૧૩ ૩૦૭ ગાથા-૨૧૩ ઉપર પ્રવચન હવે, જ્ઞાનીને પાનનો પાણી વગેરે પીવાનો)” એટલે પીવાની જેટલી ચીજો હોય એમાં સાથે નાખવી. તેનો પણ પરિગ્રહ નથી એમ કહે છે : अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे पाणं। अपरिग्गहो दु पाणस्स जाणगो तेण सो होदि।।२१३।। મળતો' (એટલે) ભગવાને કહ્યું છે. આહાહા.! અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પાનને, તેથી ન પરિગ્રહી પાનનો તે, પાનનો જ્ઞાયક રહે. ૨૧૩. એ પાણી પીતો પણ પાણી પીતો નથી, કહે છે. આહાહા...! આવી વાતું છે. પાણીનો પરિગ્રહ નથી. એ પાણીની ઇચ્છા જ નથી. આહાહા...! ઇચ્છા તો પરિગ્રહ છે. એ પાણીની ઇચ્છા નથી તેથી તેને પરિગ્રહ નથી. પરિગ્રહ-પાણીને એ પકડતો નથી. પાણી છે તેને જ્ઞાતા તરીકે જાણે છે. આહાહા...! આ ચીજ જગતમાં છે તેમ સ્વપપ્રકાશક જ્ઞાનમાં પરને જાણે છે, પણ પર એ મારું છે તેમ એ માનતો નથી. આહાહા...! એ બધા પહેલા શબ્દ આવ્યા છે એ પ્રમાણે લઈ લેવું. ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે; તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા...” અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા, દુઃખરૂપ ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાનીને દુઃખરૂપ અને અજ્ઞાનમય ભાવ નથી. આહાહા.! “જ્ઞાની પાનને ઇચ્છતો નથી;” ધર્મીને પાણીની ઇચ્છા નથી. આહાહા..! બાપુ! કઈ અપેક્ષા છે, ભાઈ? આહાહા...! ઇચ્છા મારું કાર્ય નથી, હું તો જ્ઞાયક છું ને! જાણનારો જાણે કે જાણનારો ઇચ્છા કરે? આહાહા. પાણી પીવા) વખતે પણ હું તો જાણનારો છું અને તે પણ તે કાળે, પાણી આવવાને કાળે તેને જાણતું જ્ઞાન પ્રગટ થાય છે. સ્વપરપ્રકાશક જ્ઞાનને લઈને જ્ઞાયકભાવમાં સ્વપર, તેને જાણતું જ્ઞાન પ્રગટ થાય છે. એ પોતામાંથી પ્રગટ થાય છે, પાણી આવ્યું માટે એનું જ્ઞાન પ્રગટ થયું છે, એમ નથી. આહાહા. પાણીને જાણનારું જ્ઞાન પાણી છે માટે થયું છે એમ નથી. આહાહા...! પાણીને કાળે જે સ્વપપ્રકાશક પર્યાયનું સામર્થ્ય એ પોતાથી પ્રગટ્યું છે. એને પરનો જાણનાર-દેખનાર કહે છે. આહાહા...! વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ (ગાથા૨૧૪) एमादिए दु विविहे सव्वे भावे य णेच्छदे णाणी। जाणगभावो णियदो णीरालंबो दु सव्वत्थ।।२१४।। एवमादिकांस्तु विविधान् सर्वान् भावांश्च नेच्छति ज्ञानी। ज्ञायकभावो नियतो निरालम्बस्तु सर्वत्र ।।२१४।। एवमादयोऽन्येऽपि बहुप्रकाराः परद्रव्यस्य ये स्वभावास्तान् सर्वानेव नेच्छति ज्ञानी, तेन ज्ञानिनः सर्वेषामपि परद्रव्यभावानां परिग्रहो नास्ति । इति सिद्धं ज्ञानिनोऽत्यन्तनिष्परिग्रहत्वम् । अथैवमयम शेषभावान्तरपरिग्रहशून्यत्वादुद्वान्तसमस्ताज्ञानः सर्वत्राप्यत्यन्तनिरालम्बो भूत्वा प्रतिनियतटङ्कोत्कीर्णैकज्ञायकभावः सन् साक्षाद्विज्ञानघनमात्मानमनुभवति। એ રીતે બીજા પણ અનેક પ્રકારના પરજન્ય ભાવોને જ્ઞાની ઇચ્છતો નથી એમ હવે કહે છે - એ આદિ વિધવિધ ભાવ બહુ જ્ઞાની ન ઇચ્છે સર્વને; સર્વત્ર આલંબન રહિત બસ નિયત જ્ઞાયકભાવ તે. ૨૧૪. ગાથાર્થ -[ વમવિવાર્ તુ ] ઇત્યાદિક [ વિવિઘાનું ] અનેક પ્રકારના [ સર્વાન માવાન્ ૨] સર્વ ભાવોને | જ્ઞાની ] જ્ઞાની [ ન રુચ્છતિ ] ઇચ્છતો નથી; [ સર્વત્ર નિરાનિસ્વ: તુ ] સર્વત્ર (બધામાં) નિરાલંબ એવો તે [ નિયત: જ્ઞાય5માવ: ] નિશ્ચિત જ્ઞાયકભાવ જ છે. ટીકા :- ઈત્યાદિક બીજા પણ ઘણા પ્રકારના જે પરદ્રવ્યના સ્વભાવો છે તે બધાયને જ્ઞાની ઇચ્છતો નથી. તેથી જ્ઞાનીને સમસ્ત પરદ્રવ્યના ભાવોનો પરિગ્રહ નથી. એ રીતે જ્ઞાનીને અત્યંત નિષ્પરિગ્રહપણું સિદ્ધ થયું. હવે એ પ્રમાણે આ, સમસ્ત અન્યભાવોના પરિગ્રહથી શૂન્યપણાને લીધે જેણે સમસ્ત અજ્ઞાન વમી નાખ્યું છે એવો, સર્વત્ર અત્યંત નિરાલંબ થઈને, નિયત ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ રહેતો, સાક્ષાત્ વિજ્ઞાનઘન આત્માને અનુભવે છે. - ભાવાર્થ :- પુણ્ય, પાપ, અશન, પાન વગેરે સર્વ અન્યભાવોનો જ્ઞાનીને પરિગ્રહ નથી કારણ કે સર્વ પરભાવોને હેય જાણે ત્યારે તેની પ્રાપ્તિની ઇચ્છા થતી નથી.* * પ્રથમ, મોક્ષાભિલાષી સર્વ પરિગ્રહને છોડવા પ્રવૃત્ત થયો હતો, તેણે આ ગાથા સુધીમાં વ્યસ્ત પરિગ્રહભાવને છોડ્યો, એ રીતે સમસ્ત અજ્ઞાનને દૂર કર્યું અને જ્ઞાનસ્વરૂપ આત્માને અનુભવ્યો. Page #323 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૨૧૪ ૩૦૯ પ્રવચન નં. ૨૯૩ ગાથા-૨૧૪, શ્લોક-૧૪૬ શનિવાર, ભાદરવા સુદ ૩, તા. ૨૫-૦૮-૧૯૭૯ સમયસાર ૨૧૪ ગાથા. એ રીતે બીજા પણ...” એમ કહ્યું કે જ્ઞાયક સ્વરૂપ ભગવાન બધા ગુણે પૂરો પૂરો પ્રભુ, એવું જેને અંતરમાં ભાન અને સ્વીકાર દૃષ્ટિમાં થયો એને પુણ્ય અને પાપ, અશન, પાન વગેરેની એને ઇચ્છા હોતી નથી. ભગવાન આત્મા જ્ઞાયક પૂર્ણ, જ્ઞાને પૂર્ણ, દર્શને પૂર્ણ, આનંદે પૂર્ણ, શાંતિએ પૂર્ણ... આહાહા...! એવો જે પૂર્ણાનંદ પ્રભુ અનુભવમાં, દૃષ્ટિમાં, જ્ઞાનમાં આવ્યો અને આત્માના ભાવ સિવાય બીજી પર ઇચ્છાનો રાગ, ઇચ્છાની ઇચ્છા હોતી નથી. આહાહા...! જેણે ભર્યા ભંડાર ભાળ્યા. આહાહા...! ભગવાન પૂર્ણ આનંદ, પૂર્ણ શાંતિ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ દર્શન, પૂર્ણ વીર્ય એવા અનંતા અનંતા ગુણે પૂર્ણ છે એમ ભાસ્યું, ભાળ્યું એવા ધર્મીને... આહાહા! ઇચ્છામાત્રની ઇચ્છા હોતી નથી. આવી વાત છે, ભાઈ! એ બીજા પણ આ ચાર તો કહ્યા. કોઈપણ રીતે કપડાં, દાગીના એ શરીર ઉપર હોય અને એની બીજાને દેખાડવાની ભાવના હોય, એ જ્ઞાનીને ન હોય. આહા...! સમજાય છે કાંઈ? એ રીતે બીજા પણ અનેક પ્રકારના પરજન્ય ભાવોને જ્ઞાની ઇચ્છતો નથી. આહા.! એને અહીંયાં ધર્મી અને જ્ઞાની કહેવામાં આવે છે. एमादिए द् विविहे सव्वे भावे य णेच्छदे णाणी। जाणगभावो णियदो णीरालंबो दु सव्वत्थ ।।२१४।। એ આદિ વિધવિધ ભાવ બહુ જ્ઞાની ન ઇચ્છે સર્વને; સર્વત્ર આલંબન રહિત બસ નિયત જ્ઞાયકભાવ તે. ૨૧૪. ટીકા - ઇત્યાદિક... એટલે કે પુણ્ય, પાપ, આહાર, પાણી વગેરે બીજા પણ ઘણા પ્રકારના.” વિકલ્પો કે બાહ્યની અનુકૂળ સામગ્રીઓ કે પ્રતિકૂળ સામગ્રીઓ, (એ) પદ્રવ્યના સ્વભાવો છે તે બધાયને જ્ઞાની ઇચ્છતો નથી... આહાહા...! જેને આનંદના સ્વાદ આવ્યા, ભગવાન. ઓલા સ્તવનમાં કહ્યું નહિ? “પ્રભુ તુમ સબ ભાવે પૂરા, પ્રભુ તુમ, પ્રભુ મેરે તુમ સબ ભાવે પૂરા આહાહા.! પર કી આશ કહાં કરે વ્હાલા? પરકી આશ કહાં કરે પ્રીતમ, કઈ વાતે તું અધૂરા, ક્યા વાતે તુમ અધુરા, કયા ભાવે તુમ અધુરા.” આહાહા...! પ્રભુ મેરે સબ ભાવે પૂરા” એવો જે ભગવાન આત્મા. આહાહા...! જ્ઞાયકભાવ વીતરાગ સ્વભાવથી ભરેલો પૂર્ણ વીતરાગ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ દર્શન, પૂર્ણ શાંતિ, પૂર્ણ આનંદ, પૂર્ણ સ્વચ્છતા આહા.! એવો જે ભરેલો ભગવાન જેને પ્રતીતમાં (આવ્યો), પર્યાયમાં સ્વીકાર કર્યો. આહાહા.! પર્યાયમાં Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ આદર કર્યો, અનુભવ કર્યો... આહાહા..! એને આ બધા ભાવોનો (આદર નથી), જ્ઞાની તેને ઇચ્છતો નથી. આહાહા..! ધર્મીને શાયકભાવ પ્રત્યેનો પ્રયત્ન શરૂ છે. ભગવાન શાયકભાવ તેના પ્રત્યેના વલણમાં પ્રયત્ન છે. આહાહા..! એથી એને પદ્રવ્યના વિકલ્પો આદિ કે પદ્રવ્ય, તેની તેને ઇચ્છા હોતી નથી, તેનો તેને પ્રેમ હોતો નથી. આહાહા..! એ બધા (ભાવો) જ્ઞાની ઇચ્છતો નથી. બધા પદ્રવ્ય સ્વભાવો... આહાહા..! એ જ્ઞાની (ઇચ્છતો નથી). ‘તેથી જ્ઞાનીને...’ ‘નિર્જરા અધિકા૨’ છે ને? ભાઈ! આહા..! ‘સમસ્ત પદ્રવ્યના ભાવોનો પરિગ્રહ નથી.’ ભગવાન શાયકભાવનો પરિગ્રહ જેણે પકડ્યો.. આહા..! જ્ઞાયકભાવનો પરિગ્રહ જેને થયો, પરિ નામ સમસ્ત પ્રકારે અનુભવ્યો–પકડ્યો, એને આત્માના જ્ઞાયકભાવ સિવાય કોઈ પદાર્થનો પરિગ્રહ (એટલે કે) આ મારો છે તેમ એને પક્કડ હોતી નથી. આહાહા..! છ ખંડના રાજમાં ચક્રવર્તી પડ્યો હોય એમ લોકો કહે, એ છ ખંડના રાજમાં નથી. એ તો અખંડ જ્ઞાયકભાવના રાજમાં છે. આહાહા..! એથી એ ખંડ ખંડને સાધતો નથી, એ અખંડને સાધે છે. આહા..! પ૨ ખંડ તો નહિ પણ પર્યાયના ખંડને એ સાધતો નથી. આહાહા..! આવે છે ને ૩૨૦માં? જ્ઞાનમાં ખંડ ખંડને એ ભાવતો નથી. આહાહા..! ભાઈ! ધર્મ કોઈ અલૌકિક વાત છે, ભાઈ! આહાહા..! પરિપૂર્ણ વીતરાગ ભાવે ભરેલો પ્રભુ અને પરિપૂર્ણ આનંદ અને પરિપૂર્ણ શાંતિ.. શાંતિ.. શાંતિ આહાહા..! પૂર્ણ શાંતના ૨સે ભરેલો ભગવાન, એનો જેને અંત૨માં અનુભવ થયો, એ જ્ઞાનીને એ ભાવના સિવાય બીજી કઈ ઇચ્છા પરની હોય? આહા..! સમજાય છે કાંઈ? આહાહા..! એ પદ્રવ્યના ભાવોનો પરિગ્રહ નથી. એ રીતે..’ ધર્મીને. વળી કોઈ એમ કહે કે, (એ તો) જ્ઞાનીને, પણ ધર્મને અમારે શું છે? પણ ધર્મી કહો કે જ્ઞાની કહો. આહાહા..! જેને આત્માના ધર્મો જે પૂર્ણ સ્વરૂપ, સર્વજ્ઞ જેમ જ્ઞાનનું પૂર્ણ સ્વરૂપ છે, એમ પૂર્ણ સ્વરૂપ દર્શનનું, પૂર્ણ સ્વરૂપ શાંતિનું, પૂર્ણ સ્વરૂપ વીતરાગતાનું, પૂર્ણ સ્વરૂપ સ્વચ્છતાનું, પૂર્ણ સ્વરૂપ સ્વસંવેદન પ્રકાશગુણનું વગેરે પૂર્ણ સ્વરૂપનો નાથ પ્રભુ! આહાહા..! એનો જ્યાં અંત૨માં આદર ને સ્વીકાર થયો એને ૫૨ ઇચ્છામાત્રનો અથવા પરપરિગ્રહના રાગાદિનો પણ એને પરિગ્રહ નથી. આહાહા..! આવી વાત છે. જ્ઞાનીને અત્યંત નિષ્પરિગ્રહપણું સિદ્ધ થયું.' આહાહા..! ધર્મી જીવ.. અરે..! આઠ વર્ષની બાલિકા હોય.. આહાહા..! જેને આત્માનો અનુભવ અને આનંદનો સ્વાદ આવ્યો એ પછી ભલે ૫૨ણે, પણ એ પરણવાની ઇચ્છાનો સ્વામી નથી. આહાહા..! આ શરીર તો માટી છે. પોતે અનંત ગુણનો માટી પ્રભુ.. આહાહા..! અનંત ગુણનો ધણી, અનંત ગુણનો સાહેબો, રાજા. આહાહા..! અનંત ગુણનો સાહેબો પ્રભુ રાજેન્દ્ર આત્મા. આહાહા..! એનો જ્યાં અંતરમાં સ્વીકાર થઈ ગયો.. આહાહા..! એને કઈ ઇચ્છા પરની હોય? ભાઈ! માર્ગ આવો છે, પ્રભુ! Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ ગાથા૨૧૪ જોકે અહીં મુનિપણાની મુખ્યતાથી વાત છે પણ સમ્યગ્દષ્ટિની વાત પણ ગૌણમાં ભેગી છે. આહાહા..! એ “જ્ઞાનીને અત્યંત નિષ્પરિગ્રહપણું સિદ્ધ થયું.” આહાહા...! એકલું નિષ્પરિગ્રહપણું નહિ, અત્યંત નિષ્પરિગ્રહપણું. આહાહા! જેને પુણ્યનો રાગ આવે તેને પુણ્યના ફળરૂપે સંયોગ ભાવ આવે એની એને પક્કડ નથી એટલે આ મારું છે, તેવો ભાવ નથી. આહાહા...! હવે એ પ્રમાણે આ, સમસ્ત અન્યભાવોના પરિગ્રહથી...” અન્ય ભાવોની પક્કડથી, મારા છે તેવા ભાવથી “શૂન્યપણાને લીધે... આહાહા.! પોતે ભગવાન ભરેલો પૂર્ણ અને પરભાવની ભાવનાથી શૂન્ય. આહાહા...! સમજાય છે કાંઈ? આ વાત, આવી મૂળ વાતું એવી ઝીણી છે. આહાહા...! સમસ્ત અન્યભાવોના પરિગ્રહથી શૂન્યપણાને લીધે....” એટલે? પૂરા ગુણનો ભગવાન ભરેલો એને અનુભવમાં આવ્યો, એ અન્ય પરિગ્રહથી તો શૂન્ય થયો. સ્વભાવથી અશૂન્યપણું જ્યાં પ્રગટ્યું છે... આહાહા...! એને પરભાવથી શૂન્યપણું પ્રગટ્યું છે. સમજાય છે કાંઈ? જેણે સમસ્ત અજ્ઞાન વમી નાખ્યું છે.. આહાહા.! કોઈપણ વિકલ્પ મારો છે એવા ભાવને જેણે વમી નાખ્યો છે. આહાહા. “એવો, સર્વત્ર...” સર્વ સ્થાનથી, વિકલ્પથી માંડીને સર્વ સંયોગથી “અત્યંત નિરાલંબ” છે. પરથી અત્યંત નિરાલંબ છે. આહાહા...! સ્વથી અત્યંત આલંબિત છે. પોતાનું સ્વથી પૂર્ણ આલંબન છે, પરથી પૂર્ણ નિરાલંબ જ છે. આહાહા...! એવો, સર્વત્ર અત્યંત નિરાલંબ...' સર્વત્ર આત્મા આલંબનમાં આવ્યો છે, આત્માનું આલંબન જેણે લીધું છે... આહાહા...! એણે પરનું સર્વત્ર અત્યંત નિરાલંબ છે. આહા...! “નિયત ટંકોત્કીર્ણ. નિયત નામ નિશ્ચય ટંકોત્કીર્ણ-જેવો એ સ્વભાવ છે તેવો અંદર પૂર્ણાનંદનો નાથ શાશ્વત. ટંકોત્કીર્ણ એટલે શાશ્વત. આહાહા...! ધ્રુવ. ધ્રવપદ રામી રે પ્રભુ મારા ધ્રુવ સ્વભાવના પદનો રામી આતમરામ. આહાહા.! એને પરમાં રમવાની વાત કેમ ગોઠે? આહાહા.! ધર્મ વીતરાગ ભાઈ! વીતરાગનો ધર્મ કોઈ અપૂર્વ અલૌકિક છે. એ કોઈ સાધારણ બહારથી. આહાહા..! દયા, દાન, ભક્તિ ને વ્રત ને એમાંથી મળી જાય એવી ચીજ નથી. આહાહા....! એ પ્રભુ તો નિરાલંબી છે. જેને ઇચ્છા અને દેવ-ગુરુનું આલંબનેય નથી. આહાહા.! ત્રિલોકના નાથનું પણ આલંબન જેને નથી. કેમકે ત્રણલોકનો નાથ જ્યાં સ્વીકારવામાં આવ્યો એ બધી ચીજના આલંબન રહિત છે. આહાહા...! આલંબનની તકરાર છે ને? સ્થાનકવાસી અને દેરાવાસીમાં. ઓલો કહે, મૂર્તિનું આલંબન જોઈએ, ઓલો કહે, આલંબન નથી. ઈ વાત કઈ અપેક્ષા છે? પરમાર્થે તો નિરાલંબન જ આત્મા છે પણ જ્યારે રાગ આવે છે ત્યારે પરનું નિમિત્તપણું એને છે. એ પરાલંબીપણું એટલું જ્ઞાનમાં આવે પણ તેની એને પક્કડ નથી. આહાહા.. ત્યારે ઓલા કહે કે, ઈ છે જ નહિ. ઈ વાત જૂઠી છે. સમજાય છે કાંઈ? એ આલંબન સ્વનું હોવા છતાં જ્યાં સુધી પૂર્ણ નથી તેને રાગમાં પરાલંબીપણાનો ભાવ આવે, એ ચીજ છે. છતાં પણ તે પરાલંબી Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ભાવમાંથી ભગવાનઆત્મા તો અત્યંત નિરાલંબી છે. અરે.રે...! આવી વાતું. ‘સર્વત્ર અત્યંત નિરાલંબ થઈને...” પાઠ છે ને? આહાહા.! “છિદ્દે ગાળી નાળામાવો ળિયો જીરાનંવો છે ને પાઠમાં? નિશ્ચયથી નિરાલંબી છે. આહાહા... જેને ત્રણલોકના નાથ, પૂર્ણાનંદ પ્રભુ આત્મા, એનું જેને આલંબન આવ્યું હવે બીજા આલંબનનું શું (કામ) છે? આહાહા.! નિશ્ચયથી તો પરનું આલંબન એને એકેય છે જ નહિ. આહાહા.! મુમુક્ષુ :- આલંબન આપી શકે છે? ઉત્તર :- આલંબન આપતું નથી પણ લેવા જાય છે ને અહીં? આ મને આલંબન મળે છે, મને આલંબન છે. એ ક્યાં આલંબન (છે)? એ તો જોય છે. એ તો જ્ઞાનમાં જણાવા લાયક જોય છે. પરવસ્તુ ચાહે તો પરમાત્મા ને ચાહે તો મૂર્તિ હો ને ચાહે તો મંદિર હો. આહાહા...! નવ દેવ નથી કહ્યા? જિનભવન દેવ, જિનવાણી દેવ, જિનધર્મ દેવ. આહાહા...! છે ને? જિનભવન, જિનપ્રતિમા, જિનવાણી, જિનધર્મ–ચાર અને પાંચ પરમેષ્ઠી. નવ દેવ કહ્યા છે. પણ એ દેવનું આલંબન પણ નિશ્ચયમાં નથી. વ્યવહારનો જ્યારે વિકલ્પ ઉઠે છે ત્યારે તે નવ દેવની ભક્તિ ને વિનય એને હોય છે. પણ છતાં તે ભાવની એને પક્કડ નથી. આહાહા...! એ ભાવ મારો છે, એવું જ્ઞાનીને નથી, પ્રભુ! ભારે ઝીણી વાત, પ્રભુ! આહાહા...! - તારી પ્રભુતાની વાતું કરતા પ્રભુ કહી શક્યા નથી. આહાહા.! એવો મહાપ્રભુ અનંત અનંત ગુણે પૂરો પ્રભુ! ભાઈ! ક્ષેત્રમાં શરીર પ્રમાણે છે) માટે નાનો છે, એમ નહિ. અને એ અરૂપી છે માટે એ નાનો છે એમ નહિ. આહાહા...! એનું કદ અસંખ્ય પ્રદેશ છે પણ અનંત અનંત ભાવનું કદ તો અનંત છે. આહાહા.! એ અનંત કદ, દળનો પિંડ છે એ તો. આહાહા...! જેમ બરફની પાટ હોય છે ને, પચાસ-પચાસ મણની, મુંબઈમાં. એમ આ અનંત ગુણની મહાપાટ છે, શાંતપાટ છે, શાંતપાટ છે. વીતરાગભાવની પાટ છે એ તો. આહાહા.! અરે.. એવો આત્મા એણે સાંભળ્યો નથી. એને આત્મા આવો છે એની એને મહિમા આવતી નથી અને ધર્મને નામે બહારથી ક્રિયા) કરીને માને અમે ધર્મ કરીએ છીએ. આહા! સમજાય છે કાંઈ? અહીં તો કહે છે, નિયત ટંકોત્કીર્ણ...” નિશ્ચય શાશ્વત વસ્તુ ધ્રુવ જે છે, ધ્રુવપદ રામી પ્રભુ મહારા' તું ધ્રુવના પદનો રામી પ્રભુ તું. આહાહા...! રાગના પદનો રામી પ્રભુ તું નહિ. આહાહા.! આવી વાતું છે. લોકોને આકરી પડે. શું થાય? ભાઈ! આહાહા! “જ્ઞાનાર્ણવમાં કહ્યું છે કે, ભરતક્ષેત્રમાં અત્યારે બે-ત્રણ-ચાર સાધુ હોય, હોય તો. તો ઇ વાત આણે લીધી, ‘દેવચંદજીએ. શ્વેતાંબરમાં ક્યાંય છે નહિ. પણ એક “જ્ઞાનાર્ણવ દિગંબરનું શાસ્ત્ર) છે, “શુભચંદ્રાચાર્યનું કરેલું. એમાં છે કે, ભઈ! બે કે ત્રણ માંડ સાધુ ભાવલિંગી હોય તો, ન પણ હોય. એમ લખ્યું છે એમાં તો. આમાં તો બે-ત્રણ લખ્યા. બે-ત્રણનો અર્થ થોડા. સમકિતી થોડા હોય છે. આહાહા...! Page #327 -------------------------------------------------------------------------- ________________ ગાથા૨૧૪ ૩૧૩ જેને ભગવાનના તળિયાં હાથ આવ્યા, જેના પાતાળના... આહાહા.! અનંત ગુણથી ભરેલો ધ્રુવ જે પાતાળ. પર્યાયની અપેક્ષાએ એનું ધ્રુવ પાતાળ છે. આહાહા.! સમજાણું કાંઈ? આહાહા.! એવા ભગવાનને જેણે અનુભવ્યો, જાણ્યો અને એનો પરિગ્રહ એટલે આ જ્ઞાયક તે જ હું એવો જેને પરિગ્રહ થયો. એ આવી ગયું, નિર્જરામાં. જ્ઞાયક, જ્ઞાનીને જ્ઞાયકનો પરિગ્રહ છે. આહાહા...! ‘ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ રહેતો,... આહાહા! જાણનાર. જાણનાર. જાણનાર... જાણનાર. જાણનાર સ્વભાવ જાણનાર, પર્યાયમાં જાણનાર. આહાહા.! એમ જાણનારપણે રહેતો પ્રભુ... આહાહા...! “સાક્ષાત્ વિજ્ઞાનઘન આત્માને અનુભવે છે. આહાહા.! વ્યક્તપણામાંપર્યાયમાં એ નહોતો, હવે સાક્ષાત્ થઈ ગયો. અનુભવમાં એ પ્રત્યક્ષ સાક્ષાત્ થઈ ગયો. આહાહા..! ચૈતન્યના આનંદનો રસકંદ પ્રભુ, સાક્ષાત્ વિજ્ઞાનઘન. એ વિજ્ઞાનઘન થયો, પર્યાયમાં, હોં! એવા વિજ્ઞાનઘન આત્માને અનુભવે છે. એ પર્યાયમાં વિજ્ઞાનઘન થયો પણ મૂળ વિજ્ઞાનઘન છે. છે ને અનુભવે છે. આહાહા.! અહીં તો એમ ન કહ્યું કે, પરને અનુભવે છે તો નહિ, રાગને અનુભવે છે તો નહિ, પર્યાયને અનુભવે છે તો નહિ. આ વાત. આહાહા...! એ ત્રણલોકના નાથના માર્ગમાં વાત છે, બીજે ક્યાંય આ છે નહિ. એવો પ્રભુ અંદર છે એને પામર તરીકે સ્વીકાર્યો છે ને! આહાહા...! ભિખારાવેડા કર્યા છે એણે. અહીંથી મને સુખ મળશે, અહીંથી મને સુખ મળશે, અહીંથી મને સુખ મળશે. અરે.! બાદશાહ ચક્રવર્તી. આહાહા.! એક દાખલો આવે છે. ચક્રવર્તીને ઘરે એક બહુ સારી વાઘરણ આવી. એમ કહે, આ દાખલો (છે). ચક્રવર્તીને તો એવી ન હોય પણ મોટો રાજા અને વાઘરણ રાખી. પણ વાઘરણને ટેવ ઓલી કે દાતણ નાખીને રોટલી લેવી. એ હંમેશાં. શું કહેવાય એ? ગોખલું.. ગોખલું. થોડા દાતણ ત્યે અને અંદર રોટલી મૂકે. દાતણ અને રોટલી. આવી ટેવ. સારા રાજાને ઘરે આવી તોય આ ટેવ રહી. આહાહા.! એમ ભગવાન આત્મા પરમાનંદનો નાથ એને હાથ ન આવ્યો અને શુભભાવમાં આવ્યો એમાં એણે ભિખારાવેડા કર્યા. આ પૈસા લાવો ને બાયડી લાવો, છોકરા લાવો, અનુકૂળ લાવો, આબરુ લાવો. શેના પ્રભુ તું માગે છે? પ્રભુ! તારામાં શું પૂરાપણાની ખોટ છે? આહાહા...! એ તો કહ્યું, “પ્રભુ મેરે તુમ સબ ભાવે પૂરા વાતે પૂરા ન કીધું, ભાવે પૂરા. આહાહા...! એ અહીં કીધું ને? “સાક્ષાત્ વિજ્ઞાનઘન આત્મા...” આવો જે પ્રભુ સાક્ષાત્ વિજ્ઞાનઘન છે તેને સમકિતી ધર્મી અનુભવે છે. આહાહા...! એ આનંદની લહેરના, આનંદના ઘૂંટડા ભે છે, કહે છે. આનંદનો નાથ ભગવાન આનંદથી ભરેલો, એની સામું જોતા તેની પર્યાયમાં આનંદ આવે છે, કહે છે. આહાહા! એ પર્યાયને વિજ્ઞાનઘન આત્માને એ અનુભવે છે. આત્માને અનુભવે છે. એનો અર્થ કે ત્રિકાળને અનુભવે છે, અનુભવ તો પર્યાયનો છે પણ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ વિજ્ઞાનઘન આત્મા ઉપર સન્મુખતા છે તેથી તેને અનુભવે છે એમ કહેવામાં આવે છે. આહાહા.! બહુ સરસ ગાથા! આહાહા.! “નિયત, નિરાલંબ' શબ્દ પડ્યો છે. આહાહા.! પ્રભુ! તું નિશ્ચયથી પરથી નિરાલંબી ચીજ છો. આહાહા...! તો પછી આવી બધી વાત કરવી હોય તો પછી આ મૂર્તિ ને પૂજા ને ઈ શું? બાપુ! ભાઈ! અનેકાંત માર્ગ છે, સમજ. એવો ભાવ વીતરાગ ન હોય ત્યાં સુધી આવે. એને ઊડાવી જ ધે કે મૂર્તિ ને પૂજા નથી, એ દષ્ટિ વિરુદ્ધ છે. સમજાય છે કાંઈ? અને તે મૂર્તિ અને મૂર્તિપૂજામાં ધર્મ છે, એ દૃષ્ટિ ખોટી છે. આહાહા.! સમજાય છે કાંઈ? આવો માર્ગ. એક કોર કહે કે કોઈનું આલંબન નથી. વળી પાછું મૂર્તિ ને દેવ, નવ દેવ. એ તો શુભભાવ આવે છે, વીતરાગતા ન હોય, પૂર્ણ વીતરાગતા ન હોય તો અંતર વીતરાગ દશા તો પ્રગટી છે પણ પૂર્ણ વીતરાગતા ન હોય એટલે રાગ આવે, વ્યવહાર આવે અને એ વ્યવહારમાં પરનું, નિમિત્તનું લક્ષ જાય. આહાહા.! પણ પરમાર્થે અંદરમાં વ્યવહાર ને નિમિત્તનો આશ્રય નથી. આહાહા.! આવી વાતું છે. “નિયત ટંકોત્કીર્ણ.' નિશ્ચય શાશ્વત વસ્તુ પ્રભુ. છે, છે, છે એવો ધ્રુવ ભગવાન શાશ્વત વસ્તુ. એવા જ્ઞાયકભાવે રહેતો. આહાહા...! એ છે તો પર્યાય. જ્ઞાયકભાવ ત્રિકાળ છે એ પર્યાયમાં જ્ઞાયકભાવે રહેતો, એમ. સમજાય છે? “સાક્ષાત્ વિજ્ઞાનઘન આત્માને અનુભવે છે.” ઓહોહો...! ગાથા તો ગજબ છે. “બાળ-માવો ળિયલો ખીરાહ્નવો’ અને ‘સવ્વસ્થ”. આહાહા...! સર્વત્ર અત્યંત નિરાલંબ... આહાહા...! પરથી, રાગથી ને નિમિત્તથી મને લાભ થશે, એ દૃષ્ટિ છૂટી ગઈ છે. છતાં પર્યાયમાં કમજોરીને લઈને શુભરાગ આવે અને તે રાગમાં લક્ષ પ્રતિમા, ભગવાન, દેવ-ગુરુ-શાસ્ત્રને કહ્યું હતું ને? ચાર ઉપકરણ છે. મુનિને પણ નગ્નપણું એક ઉપકરણ છે. ઉપકરણ, હોં! ધર્મ નહિ. બાહ્ય નિમિત્ત. આહાહા...! નગ્નપણું એ બાહ્ય ઉપકરણ છે, અંતર (ઉપકરણ) નહિ. એને ગુરુવચન પણ એક બાહ્ય ઉપકરણ છે. આહાહા...! અને આહાહા...! વિનય એક ઉપકરણ છે. દેવ-ગુરુ-શાસ્ત્રનો વિનય ઉપકરણ છે, રાગ છે. પર ઉપકરણ છે. અને સૂત્ર અધ્યયન. શાસ્ત્રનું અધ્યયન કરવું એ પણ એક ઉપકરણ છે. આહાહા..! ત્રણલોકના નાથને ભૂલીને અંદરમાં ન જતાં સૂત્રનું અધ્યયન કરે. આહાહા...! આવી વાતું છે. એક બાજુ કહે કે, આગમનો અભ્યાસ કરવો, તારું કલ્યાણ થશે. એ કઈ અપેક્ષા? એના સ્વલક્ષે આગમનો અભ્યાસ હોવો જોઈએ. ભગવાન શું કહે છે? કારણે સાધુ આગમચક્ષુ કહ્યા છે. સિદ્ધાંતમાં સંતોને આગમચક્ષુ – આગમ જેની આંખ્યું છે. ભગવાન શું કહે છે એવું એના જ્ઞાનમાં તરવરે છે. આહાહા.! સર્વચક્ષુ સિદ્ધ, આગમચક્ષુ સાધુ, અવધિચક્ષુ દેવ. આહાહા.! ભાવાર્થ – પહેલું પુણ્ય આવ્યું હતું ને? પુણ્ય, પાપ, અશન, પાન વગેરે સર્વ અન્યભાવોનો જ્ઞાનીને...” મારા છે એવો ભાવ નથી. મારા તો મારી પાસે છે, મારા તો મારી પાસે છે, આ મારા નહિ. આહાહા.! મારા તો ભગવાન આનંદનો નાથ એ મારો મારામાં છે. આ Page #329 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૧૪ ૩૧૫ મારા નહિ. આહાહા..! દૃષ્ટિ ઉઠી ગઈ. હૈં? દૃષ્ટિએ પ૨ને મારાને મારી નાખ્યા. આહાહા..! અને પોતાના મારાપણાનો જ્યાં સ્વીકાર, અનુભવ થયો.. આહાહા..! ૫૨નું મારાપણું જેની દૃષ્ટિમાં રહ્યું નહિ. અરે..! આવી વાત. દેવચંદજી’ નાખે પાછુ, ભગવાનનું આલંબન છે, ભગવાનના નિમિત્તે ઉપાદાનની જાગૃતિ થાય. બધી વાતું કરી કરીને ઇ નાખે. બાપુ! આ નથી. અહીંયાં તો જે ભાવ આવે એનો પણ અંદર આદર નથી, નિશ્ચયથી આદર નથી, વ્યવહારે આવે. આહાહા..! પદ્મનંદિ પંચવિંશતી'માં તો લીધું છે, વ્યવહારનય વ્યવહારે પૂજ્ય છે. આહા..! પણ એની મર્યાદા છે), હોં! નિશ્ચય તો ભગવાનઆત્મા પૂજવાને લાયક છે. આહાહા..! પણ જ્યાં સુધી વીતરાગતા ન આવે ત્યાં સુધી દૃષ્ટિમાં પૂર્ણનો સ્વીકાર હોવા છતાં પર્યાયમાં કમજોરીને લઈને રાગ આવે. આહાહા..! એ ભગવાનની પૂજા, ભક્તિનો રાગ હોય છતાં તેને હેય તરીકે જાણે. આહાહા..! સમજાણું કાંઈ? પુણ્ય, પાપ આદિ સર્વ અન્યભાવોનો જ્ઞાનીને......’ સર્વ અન્યભાવોનો. આહાહા..! સર્વશ સ્વભાવી ભગવાન જ્યાં હાથ આવ્યો, સર્વજ્ઞ સ્વભાવી કહો કે પૂર્ણ જ્ઞાન સ્વભાવી કહો, પૂર્ણ આનંદ સ્વભાવી કહો. આહાહા..! પૂરા સ્વભાવનો નાથ અનંત પૂર્ણ પ્રભુ.. આહાહા..! એને સર્વ અન્યભાવોનો જ્ઞાનીને પરિગ્રહ નથી કારણ કે સર્વ પરભાવોને હેય જાણે...' જોયું? આવે, હોય પણ હેય જાણે છે. હેય તરીકે શેય છે, પ્રભુ ઉપાદેય તરીકે જ્ઞેય છે. જાણવા લાયક તો બેય છે પણ આ ઉપાદેય તરીકે શેય છે, રાગ હેય તરીકે શેય છે. આહાહા..! ઓલામાં આવે છે ને? ઉપદેશક પણ એવા.. નથી આવતું? શું કરે જીવ વિન? બહુ ક્રિયારુચિ જીવડા’, ‘ક્રિયારુચિ જીવડા’ બહારની. પુણ્ય ને દયા, દાન. આહાહા..! ઉપદેશક પણ તેહવા, શું કરે જીવ નવિન” બિચારો શું કરે વિન? મુમુક્ષુ :- ઘણું કરીને દેવચંદજી’નું છે. ઉત્તર ઃ- દેવચંદજી’નું છે. પાછું એ કહે કે, નિમિત્તથી જ ઉપાદાન જાગે. અહીં તો કહે છે, ઉપાદાન પોતે પોતાથી શુદ્ધ ઉપાદાન જાગે. જેને પરનું કોઈ આલંબન જ નથી. આહાહા..! આવો માર્ગ છે), ભાઈ! પરાધીનપણાની વસ્તુ કેવી એમાં? સ્વતંત્રતાનો નાથ, કર્તા ગુણે ભરેલો, કર્તા ગુણથી પણ પૂર્ણ ભરેલો. આહાહા..! અકાર્યકા૨ણભાવથી પણ પૂર્ણ ભરેલો. જેને રાગનું કારણ નહિ અને રાગનું કાર્ય નહિ. આહાહા..! એવો પૂર્ણાનંદનો નાથ અકાર્યકારણ શક્તિથી પૂર્ણ ભરેલો છે. આહાહા..! જેને ૫૨નું કા૨ણ નથી અને પરનું પોતે કાર્ય નથી. આહાહા..! નિશ્ચયથી તો નિર્મળ પર્યાય ષટ્કારકે પોતાથી પરિણમે છે એને કા૨ણ ને ૫૨કા૨કની ફા૨કની કોઈ જરૂ૨ નથી, એમ કહે છે. આહા..! જેને નિર્મળ પરિણતિ ષટ્કા૨કે પરિણમે છે એને દ્રવ્યની પણ જ્યાં અપેક્ષા નથી તેને પરની અપેક્ષા કચાંથી લાવવી? આહાહા..! નિર્મળ સમ્યગ્દર્શન, જ્ઞાનની પર્યાયપણે પરિણમતો પ્રભુ, ષટ્કારકપણે, હોં! ઇ પર્યાય Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬, સમયસાર સિદ્ધિ ભાગ-૭ કર્તા, પર્યાય કર્મ, પર્યાય સાધન, પર્યાય સંપ્રદાન, પોતે કરીને પોતે રાખી, પર્યાયથી પર્યાય થઈ ને પર્યાયને આધારે પર્યાય થઈ. આહાહા...! દ્રવ્યને આધારે નહિ, દ્રવ્યથી નહિ. આહાહા.! તો પરની તો વાત ક્યાં કરવી? પ્રભુ! એવું એ પર્યાયનું સત્ અહેતુક, આહાહા.! એ અહીં કહે છે. “સર્વ પરભાવોને હેય જાણે છે ત્યારે તેની પ્રાપ્તિની ઇચ્છા થતી નથી.’ હેય જાણે તેને પામવું ને મેળવું એવી ઇચ્છા ક્યાંથી હોય)? છઠ્ઠ ( શ્લોક-૧૪૬ (સ્વાગતા). पूर्वबद्धनिजकर्मविपाकात् ज्ञानिनो यदि भवत्युपभोगः । तद्रत्वथ च रागवियोगात् नूनमेति न परिग्रहभावम् ।।१४६।। હવે આગળની ગાથાની સૂચનારૂપ કાવ્ય કહે છે : શ્લોકાર્ધ :- [ પૂર્વવદ્ધનિન-વર્ષ-વિષાવત્ ] પૂર્વે બંધાયેલા પોતાના કર્મના વિપાકને લીધે [ જ્ઞાનિનઃ રિ ૩૫મો : મવતિ તત્ મવત ] જ્ઞાનીને જો ઉપભોગ હોય તો હો, [ કથ ] પરંતુ [ રઢિયો ] રાગના વિયોગને લીધે અભાવને લીધે) [ નૂનમ્] ખરેખર [ પરિપ્રદમાવત્ તિ ] તે ઉપભોગ પરિગ્રહભાવને પામતો નથી. ભાવાર્થ :- પૂર્વે બંધાયેલા કર્મનો ઉદય આવતાં ઉપભોગસામગ્રી પ્રાપ્ત થાય તેને જો અજ્ઞાનમય રાગભાવે ભોગવવામાં આવે તો તે ઉપભોગ પરિગ્રહપણાને પામે. પરંતુ જ્ઞાનીને અજ્ઞાનમય રાગભાવ નથી. તે જાણે છે કે જે પૂર્વે બાંધ્યું હતું તે ઉદયમાં આવી ગયું અને છૂટી ગયું; હવે હું તેને ભવિષ્યમાં વાંછતો નથી. આ રીતે જ્ઞાનીને રાગરૂપ ઇચ્છા નથી તેથી તેનો ઉપભોગ પરિગ્રહપણાને પામતો નથી. ૧૪૬. Page #331 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૪૬ ૩૧૭ શ્લોક-૧૪૬ ઉપર પ્રવચન હવે આગળની ગાથાની સૂચનારૂપ કાવ્ય કહે છે : (સ્વાગતા) पूर्वबद्धनिजकर्मविपाकात् ज्ञानिनो यदि भवत्युपभोगः । तद्भत्वथ च रागवियोगात् नूनमेति न परिग्रहभावम् ।।१४६ ।। ભાષા દેખો, ‘નિખર્મવિષાવા’ સમજાવવું છે તો શી રીતે સમજાવે? “પૂર્વવદ્ધ-નિનવર્ષ-વિપવિત’ વળી એક બાજુ કહેવું, પોતાને કર્મ નથી, રાગ નથી. પણ એને સમજાવવું છે. પરનું કર્મ નહિ પણ તારી પાસે પડ્યું છે એ કર્મ, ભાઈ! શું સમજાવવામાં કરવું? જ્ઞાનીને ધર્મનું ભાન થયું, ધર્મ–સમકિત પ્રગટ્યું, અનુભવ થયો છતાં ‘પૂર્વે બંધાયેલા પોતાના કર્મના વિપાક. અજ્ઞાનભાવે બંધાયેલા જે કર્મ એ અંદર વિપાક થઈને આવ્યા. આહાહા.! આવી વાતું હવે. આહાહા.! આ તો અમરાપુરીની વાતું છે. આહાહા...! સંસારપુરીની વાતું નથી આ. આહા...! પૂર્વે બંધાયેલા પોતાના કર્મના વિપાકને લીધે જ્ઞાનીને પૂર્વે અજ્ઞાનભાવે જે કર્મ બંધાયેલા તેને અહીંયાં નિજકર્મ (કહ્યું). (નિજકર્મ) એટલે કોકના કર્મ નથી પણ એના ક્ષેત્રાવગાહમાં રહેલા કર્મ, એમ. અજ્ઞાનભાવે બંધાયેલા પૂર્વના. વર્તમાન જ્ઞાનીને તેનું ફળ આવે. પોતાના કર્મના વિપાકને લીધે....” “જ્ઞાનિન: યતિ ૩૧મોરાઃ મવતિ તત્ મવા આહાહા.! “જ્ઞાનીને જો ઉપભોગ હોય તો હો...આહાહા.! એને રાગ હો તો હો, ભલે સામગ્રી પણ હો તો હો. આહાહા.! ધર્મીને અંદર નબળાઈને લઈને રાગ આવે. ૯૬ હજાર સ્ત્રી હોય, લ્યો! આહાહા...! પૂર્વના પાકને લઈને રાગ આવે, કહે છે. આહા...! અને એ ઉપભોગ હોય. આહાહા...! એક કોર કહે કે, રાગનો ઉપભોગ જ્ઞાનીને નથી. અહીં કહે છે કે, રાગ એને આવે, એનો ઉપભોગ મલિનપણે હો, જ્ઞાતાપણે એને જાણે છે. મલિનનું વેદન છે. આહાહા...! નિર્જરાની બીજી ગાથામાં આવ્યું ને? ભાઈ! એમ કે, જ્ઞાનીને પણ કર્મનો ભાવ સુખ-દુઃખપણે થાય છે પણ ખરી જાય છે. બીજી ગાથામાં આવે છે. પહેલી ગાથામાં દ્રવ્યનિર્જરા (કહી), બીજી ગાથામાં ભાવનિર્જરા (કહી). એટલે કે કર્મનો પાક આવે અને અંદર સુખ-દુઃખની કલ્પના તો થાય પણ એ કલ્પના ખરી જાય છે. આહાહા...! ભારે વાતું, બાપુ! ઓહોહો...! “ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા ‘સમયસારની સ્તુતિ આવે છે ને? “ગ્રંથાધિરાજ તારામાં. Page #332 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ઓલા ‘કલ્પસૂત્ર’ને કહે છે. ‘ભદ્રબાહુસ્વામી’એ ‘કલ્પસૂત્ર’ બનાવ્યું અને એની પ્રતિજ્ઞા લ્યે. ‘કલ્પસૂત્ર’ લાવ્યા હતા ને ભાઈ હમણાં? ‘કલ્પસૂત્ર’ના વખાણ લાવ્યા હતા. ‘ભદ્રબાહુસ્વામી’એ બનાવ્યું છે. બધી ખબર છે, ભાઈ! પ્રભુ! હૈં? બધી કલ્પના. શું કરે? પ્રભુ! એને દુઃખ થાય. ૪૫ શાસ્ત્રો કલ્પિત બનાવ્યા છે ત્યાં વળી... આહાહા..! મુનિને કપડાં લેવા ને એ કપડાં ધોવા.. હેં? આમ કરવું. એવો પાઠ આવે છે. એક નિશિતસૂત્ર’ છે. બધું મોઢે કરેલું, એમાં આવું બધું આવે. કપડાં ધોવા ને સૂકવવા એને આમ કરવું. અરે..! હૈં? અરે.. પ્રભુ! કપડાં કેવા મુનિને? અંદર જ્યાં આનંદનો નાથ જાગીને ઊઠ્યો ને વીતરાગભાવનું આલંબન જ્યાં (આવ્યું), આહાહા..! એને કપડાના ટૂકડાના આલંબનનો રાગ ક્યાંથી આવ્યો? આહાહા..! ગૃહસ્થીમાં હોય છે. ધર્મીનું ભાન હોવા છતાં તેને રાગ હોય છે પણ એ રાગને ખરેખર તો હેયપણે જાણીને એ જ્ઞાયક (રહે) છે. આહાહા..! આવી શરતું આકરી બહુ, બાપુ! પૂર્વ બંધાયેલા પોતાના...’ ‘નિન’ છે ને? નિખ’. પોતે એટલે પૂર્વે શુભઅશુભભાવ કરેલો એમાંથી બંધાયેલા કર્મ. (તેના) વિપાકને લીધે જ્ઞાનીને જો ઉપભોગ હોય તો હો' આહાહા..! એ તો એક જ્ઞાન કરાવે છે, હોં! એવો રાગનો ઉપભોગ હો તો હો. સામગ્રીનો પણ ઉપભોગ હો તો હો. આહાહા..! પરંતુ રાગના વિયોગને લીધે... પોતાપણાની માન્યતાના અભાવને લીધે, એ મારું છે એમ નથી. આહાહા..! સર્પને પકડ્યો હોય છે એ છોડવા માટે. પકડે છે ને આમ? સાણસો ન હોય તો એકદમ હાથે પકડવો પડે. હોશિયાર માણસ હોય તો આમ કરીને ઊંચો કરી નાખે. ઝેર કરી ન શકે. પણ એ પકડ્યો છે એ છોડવા માટે. એમ જ્ઞાનીને રાગ આવે તે છોડવા માટે છે, રાખવા માટે નથી. આહાહા..! સમજાણું કાંઈ? ‘જ્ઞાનીને જો ઉપભોગ હોય તો હો, પરંતુ...’ તેના આદર નામ રાગના વિયોગને લીધે...’ એને આદરનો વિયોગ છે, એનો આદર નથી. આહાહા..! ‘રાગના વિયોગને લીધે...’ આહાહા..! એટલે કે તે મારો છે તેવા ભાવના અભાવને લીધે. આહાહા..! ખરેખર...’ ‘નૂનમ્ ’ છે ને? ‘નૂનમ્ ’ એટલે નિશ્ચય. નિશ્ચયથી-ખરેખર તે ઉપભોગ પરિગ્રહભાવને પામતો નથી.’ એ રાગનો અને સંયોગી ચીજનો તે પરિગ્રહ પોતાપણું છે એમ પામતો નથી. આહાહા..! જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે, એમ કહ્યું છે ને? ઇ તો કઈ અપેક્ષાએ? ભોગ છે તે રાગ છે, દુઃખ છે. એટલી દશા પણ દુ:ખ છે. પણ દૃષ્ટિના જોરમાં એનો આદર નથી, તેનો પ્રેમ નથી અને આવી ગયો છે તેથી એને ભોગને નિર્જરા કીધી. જો ભોગની નિર્જરા હોય તો પછી ભોગ છોડીને ચારિત્ર લેવું એ તો રહેતું નથી. હેં? તો ભોગ ભોગમાં જ રહ્યા કરે. એમ નથી, બાપુ! કઈ અપેક્ષાએ કહ્યું? એને દૃષ્ટિના જોરમાં એનો આદર નથી, સ્વીકાર નથી એથી એને ભોગ નિર્જરાનું કારણ કહ્યું. બાકી જેટલો ભોગ છે એટલો તો રાગ છે ને એટલું તો બંધન છે. જ્ઞાનીને એટલો રાગ અને બંધન છે. આહાહા..! એમ કરી નાખે ૩૧૮ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ શ્લોક–૧૪૬ કે એને કાંઈ રાગ નથી, તો તો વીતરાગ થઈ ગયેલો હોય. આહાહા...! અહીં તો જ્ઞાનીને “૩૫મો : મવતિ તત્ મવતુ હો તો હો, એમ કહે છે. છે ને? ઈ તો જ્ઞાન કરાવ્યું છે. ભોગ હો, એમ સ્વીકાર કરાવવો છે? એને હોય છે, એ જાણવા લાયક છે. પણ મારાપણાના ભાવના અભાવને લીધે ખરેખર તે ઉપભોગ પરિગ્રહભાવને પામતો નથી.” નિશ્ચયથી તે રાગ અને બાહ્ય સામગ્રી મારી છે તેવો ભાવ હોતો નથી. આહાહા...! છે તો આપણે આવી ગયું ને, પહેલું? મુનિનું. અશાતાના ઉદયને લઈને ક્ષુધા થાય છે, વીર્યંતરાય કર્મને લઈને સહન થતું નથી, ચારિત્રમોહને લઈને ઇચ્છા થાય છે પણ તે ત્રણે હેય, રોગ સમાન છે. એમ આવ્યું ને? આહાહા.. જ્ઞાનીને રાગ તે રોગ સમાન છે. આહા! આવી ગયું ને પહેલું? રોગ સમાન છે, મટાડવા ચાહે છે, ઇચ્છા પ્રત્યેની ઇચ્છા જ્ઞાનીને નથી. મારી આ ઈચ્છા સદા રહો એમ ભાવ છે એને? ત્રણ લોકનો નાથ સદા રહો મારા અનુભવમાં, એમ છે. આહાહા.. એ છેલ્લે આવે છે ને? ભવિષ્યની આવલીકાઓ મારા અનુભવમાં રહો. આહાહા.! છેલ્લે શ્લોક આવે છે. મારો પ્રભુ અનુભવું એ અનુભવમાં સદા સાદિઅનંત રહું પણ રાગની ભાવના એને હોતી નથી. આહાહા...! અજ્ઞાનમય ઇચ્છાનો અભાવ છે. પરજન્ય ઇચ્છાનું સ્વામીપણું નથી. આહા...! માટે ઇચ્છાનો જ્ઞાયક છે. એમ આ ઉપભોગના રાગનો પણ, સામગ્રીનો પણ એ જ્ઞાયક-જાણનારો છે. મને સામગ્રીઓ મળી, ૯૬ હજાર સ્ત્રી ને આ ઇન્દ્રપદ (મળ્યા), એમ એ માનતો નથી. આહાહા.! ઇન્દ્ર સમકિતી છે. શકરેન્દ્ર એકાવનારી છે. મનુષ્ય થઈને મોક્ષ જનાર છે. કરોડો અપ્સરાઓ છે. એ મારા નથી, મારા નથી. રાગ નબળાઈને લઈને આવે છે પણ એ મારું સ્વરૂપ નથી. આહાહા...! ભાવાર્થ – પૂર્વે બંધાયેલા કર્મનો ઉદય આવતાં ઉપભોગસામગ્રી પ્રાપ્ત થાય. ધર્મીને પણ ચક્રવર્તીનું રાજ મળે. આહાહા...! ઇન્દ્રપદ મળે. તેને જો અજ્ઞાનમય રાગભાવે ભોગવવામાં આવે...” આહાહા.ઇ મારા છે, એવા અજ્ઞાનભાવે ભોગવવામાં આવે તો તે ઉપભોગ પરિગ્રહપણાને પામે.” તો તે સામગ્રી અને સામગ્રીનો ભાવ રાગ પરિગ્રહપણાને પામે. પરંતુ જ્ઞાનીને અજ્ઞાનમય રાગભાવ નથી.” એ રાગનું મારાપણું દૃષ્ટિમાંથી જેને છૂટી ગયું છે. આહાહા..! ચક્રવર્તીને. આહા.! સ્ફટિક રત્નના તો જેને મહેલ હોય, મકાનો સ્ફટિક રત્નના, હોં! એક સ્ફટિકની કરોડોની કિમત), આ લાદી છે ઈ સ્ફટિકની લાદી એને હોય છે. પૂર્વના પુણ્યને લઈને આવે, કહે છે, હો. અને તેના તરફનો જરી રાગ હોય તો હો, પણ આદર નથી. આહાહા...! આવી વાતું. આહા...! આ “નૌઆખલીમાં ન થયું? મુસલમાનો. માતા ચાલીસ વર્ષની, વીસ વર્ષનો જુવાન છોકરો. એને નાગા કરીને એને ભેટાવે, આમ. એ છોકરા ને માને શું થાતું હશે? દેખાવ તો આમ થાય છે. અરે. જમીન જો માર્ગ આપે તો સમાઈ જઈએ પણ આ અમે જોઈ નહિ શકીએ. દીકરાની ઇન્દ્રિય ન જોઈ શકીએ, માની ઇન્દ્રિય ન જોઈ શકીએ. આહાહા...! Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ એમ જ્ઞાનીને રાગ અને પર સામગ્રી આવે પણ એ મારી છે એમ ન જોઈ શકીએ. આહાહા...! અમારી નજરું ત્યાંથી ઊઠી ગઈ છે. આહાહા...! “નૌઆખલીમાં થયું હતું. ગાંધીજી' ગયા હતા. મુસલમાનો બહુ કરતા. બે સગા ભાઈ-બહેનને નાગા કરીને ભેટો કરાવે એકબીજાને. અર..અંદરથી ત્રાસ. ત્રાસ... એમ કહે છે કે, અહીંયાં ઉપભોગ મળ્યો અને રાગ થયો તો એનો એને ત્રાસ છે. એમાં એને ખેદ છે, દુઃખ છે. આહાહા...! “અજ્ઞાનમય રાગભાવે ભોગવવામાં આવે તો તે ઉપભોગ પરિગ્રહપણાને પામે. પરંતુ જ્ઞાનીને અજ્ઞાનમય રાગભાવ નથી.” એટલે કે રાગ મારો છે તેવો ભાવ નથી. મારો તો વીતરાગ સ્વભાવ તે મારો છે. આહાહા...! તે જાણે છે કે જે પૂર્વે બાધ્યું હતું તે ઉદયમાં આવી ગયું અને છૂટી ગયું...... આહા...! એમાં એને રસ નથી. રસ એટલે કે એકાકાર થવું એમ નથી. રસની વ્યાખ્યા ઇ છે. સ્વરૂપમાં એકાકાર છે ઇ જ્ઞાનનો–આત્માનો રસ છે. રાગમાં એકાકાર નથી એટલે એનો રસ નથી. પહેલા અધ્યાયમાં આવે છે, “સમયસારમાં નવ રસની વ્યાખ્યા શરૂઆતમાં આવે છે ને? ત્યાં રસ એટલે શું? એનો અર્થ કર્યો છે ત્યાં. પહેલા શરૂઆતમાં. એકાકાર થવું. જ્ઞાનીને આત્માના આનંદનો રસ છે, રાગનો રસ છે નહિ. આવે છે, હોય છે. આહાહા...! માલિકીપણું નથી. આહાહા.! પૂર્વ બાંધ્યું હતું તે ખરી ગયું. હવે હું તેને ભવિષ્યમાં વાંછતો નથી.” આહાહા...! આવું રહેજો, રાગ અને આ સામગ્રી મળજો એવી ભવિષ્યની ભાવના ભગવાન આત્માને ન હોય. આહાહા...! ધર્મી આત્મા. “આ રીતે જ્ઞાનીને રાગરૂપ ઇચ્છા નથી તેથી તેનો ઉપભોગ પરિગ્રહપણાને પામતો નથી. આ વર્તમાનની વાત કરી. આહાહા...! “આ રીતે જ્ઞાનીને રાગરૂપ...' વર્તમાન રાગ અને વર્તમાન સામગ્રી, તેની ઇચ્છા નથી તેથી તેનો ઉપભોગ પરિગ્રહપણાને પામતો નથી. હવે એ વર્તમાન નથી એમ ત્રણે કાળે નથી, એ વાતની ગાથા કહેશે. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) દુનિયા મારા માટે શું માનશે? આ માણસ સાવ નમાલો છે, કાંઈ બોલતાં ય આવડતું નથી, અંદર ને અંદરમાં પડ્યો રહે છે–એમ લોકો ગમે તે બોલે, તેની તને શી પડી છે ? લોકો મને પ્રશંસે, લોકોમાં હું બહાર આવું એવી બુદ્ધિવાળો જીવ તો બહિરાત્મા–મિથ્યાદૃષ્ટિ છે. માટે લોકોનો ભય ત્યાગી દે, ઢીલાશ છોડી દે અને અંતર્મુખ સ્વભાવનો દઢ પુરુષાર્થ કર. આત્મધર્મ અંક–૫, જાન્યુઆરી-૨૦૦૮ Page #335 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૨૧૫ ૩૨૧ هههههههههه ((uथा-२१५) उप्पण्णोदयभोगो वियोगबुद्धीए तस्स सो णिच्चं। कंखामणागदस्स य उदयस्स ण कुव्वदे णाणी।।२१५।। उत्पन्नोदयभोगो वियोगबुद्धया तस्य य नित्यम्। कांक्षामनागतस्य च उदयस्य न करोति ज्ञानी।।२१५।। कर्मोदयोपभोगस्तावत् अतीतः प्रत्युत्पन्नोऽनागतो वा स्यात्। तत्रातीतस्तावत् अतीतत्वादेव स न परिग्रहभावं बिभर्ति। अनागतस्तु आकांक्ष्यमाण एव परिग्रहभावं बिभृयात्। प्रत्युत्पन्नस्तु स किल रागबुद्धया प्रवर्तमान एव तथा स्यात् । न च प्रत्युत्पन्नः कर्मोदयोपभोगो ज्ञानिनो रागबुद्धया प्रवर्तमानो दृष्टः, ज्ञानिनोऽज्ञानमयभावस्य रागबुद्धेरभावात्। वियोगबुद्धयैव केवलं प्रवर्तमानस्तु स किल न परिग्रहः स्यात्। ततः प्रत्युत्पन्नः कर्मोदयोपभोगो ज्ञानिनः परिग्रहो न भवेत् । अनागतस्तु स किल ज्ञानिनो नाकांक्षित एव, ज्ञानिनोऽज्ञानमयभावस्याकांक्षाया अभावात्। ततोऽनागतोऽपि कर्मोदयोयभोगो ज्ञानिनः परिग्रहो न भवेत्। હવે, જ્ઞાનીને ત્રણે કાળ સંબંધી પરિગ્રહ નથી એમ કહે છે - ઉત્પન્ન ઉદયનો ભોગ નિત્ય વિયોગભાવે જ્ઞાનીને, ને ભાવી કર્મોદય તણી કાંક્ષા નહીં જ્ઞાની કરે. ૨૧૫. Puथार्थ :- [ उत्पन्नोदयभोगः ] 6त्पन्न. (अर्थात, वर्तमान amu) यनो भोग [ सः ] ते, [ तस्य ] uनीने. [ नित्यम् ] सहा [ वियोगबुद्धया ] वियोगबुद्धि. डोय. छ [ च ] अने. [ अनागतस्य उदयस्य ] मी. (अर्थात भाविष्य mu) ध्य-l. [ ज्ञानी] su-. [ कांक्षाम् ] diou [ न करोति ] उरतो. नथ.. ટીકા - કર્મના ઉદયનો ઉપભોગ ત્રણ પ્રકારનો હોય-અતીત (ગયા કાળનો), પ્રત્યુત્પન વર્તમાન કાળનો) અને અનાગત (ભવિષ્ય કાળનો). તેમાં પ્રથમ, જે અતીત ઉપભોગ તે અતીતપણાને લીધે જ (અર્થાત્ વીતી ગયો હોવાને લીધે જી પરિગ્રહભાવને ધારતો નથી. અનાગત ઉપભોગ જો વાંછવામાં આવતો હોય તો જ પરિગ્રહભાવને પરિગ્રહપણાને) ધારે; અને જે પ્રત્યુત્પન ઉપભોગ તે રાગબુદ્ધિએ પ્રવર્તતો હોય તો જ પરિગ્રહભાવને ધારે. પ્રત્યુત્પન્ન કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને રાગબુદ્ધિએ પ્રવર્તતો જોવામાં આવતો નથી Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે રાગબુદ્ધિ તેનો અભાવ છે; અને કેવળ વિયોગબુદ્ધિએ જ (હેયબુદ્ધિએ જ) પ્રવર્તતો તે ખરેખર પરિગ્રહ નથી. માટે પ્રત્યુત્પન્ન કર્યોદય-ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહ નથી (–પરિગ્રહરૂપ નથી.) જે અનાગત ઉપભોગ તે તો ખરેખર જ્ઞાનીને વાંછિત જ નથી (અર્થાત્ જ્ઞાનીને તેની વાંછા જ નથી) કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે વાંછા તેનો અભાવ છે. માટે અનાગત કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહ નથી (-પરિગ્રહરૂપ નથી). ભાવાર્થ :- અતીત કર્યોદય-ઉપભોગ તો વીતી જ ગયો છે. અનાગત ઉપભોગની વાંછા નથી; કારણ કે જે કર્મને જ્ઞાની અહિતરૂપ જાણે છે તેના આગામી ઉદયના ભોગની વાંછા તે કેમ કરે ? વર્તમાન ઉપભોગ પ્રત્યે રાગ નથી; કારણ કે જેને હેય જાણે છે તેના પ્રત્યે રાગ કેમ હોય ? આ રીતે જ્ઞાનીને જે ત્રણ કાળ સંબંધી કર્મોદયનો ઉપભોગ તે પરિગ્રહ નથી. જ્ઞાની જે વર્તમાનમાં ઉપભોગનાં સાધનો ભેળાં કરે છે તે તો પીડા સહી શકાતી નથી તેનો ઇલાજ કરે છે-રોગી જેમ રોગનો ઇલાજ કરે તેમ. આ, નબળાઈનો દોષ છે. પ્રવચન નં. ૨૯૪ ગાથા-૨૧૫, ૨૧૬ રવિવાર, ભાદરવા સુદ ૪, તા. ૨૬-૦૮-૧૯૭૯ ‘નિર્જરા અધિકા૨’ છે, ભાઈ! જેની દૃષ્ટિ પ્રથમ રાગથી ભિન્ન પડી, ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ, એની અંતર દૃષ્ટિ થઈને નિર્વિકલ્પ અનુભવ થવો એ પહેલું કર્તવ્ય છે. આહાહા..! આ જ્ઞાની કોને કહેવો એની વ્યાખ્યા છે. હવે, જ્ઞાનીને...’ શબ્દ પડ્યો છે ને? જ્ઞાની કોને કહેવો? ભાઈ! આહાહા..! બહુ જાણપણું હોય એ અહીં પ્રશ્ન નથી. અહીં તો હવે પછીના શ્લોકમાં કહેશે. વેદ્ય-વેદકનું કહેશે. વિદ્વાન. છે? શ્લોક છે કે નહિ? ૧૪૭ શ્લોક છે ને? ૧૪૭ શ્લોકમાં ત્રીજા પદમાં વિદ્વાન (લખ્યું) છે. શ્લોક, હોં! કળશ, કળશ. ૧૪૭ કળશ છે ને એમાં ‘વિદ્વાન’ શબ્દ વાપર્યો છે. ત્રીજું પદ છે. વિદ્વાન એટલે કે આત્મજ્ઞાન છે તે વિદ્વાન છે. આહાહા..! આત્મા અખંડાનંદ પ્રભુ! આહાહા..! શુદ્ધ ચૈતન્યઘન, તેનો જેને અંત૨માં સમ્યગ્દર્શનમાં, સમ્યજ્ઞાનમાં આદર થયો છે તેને અહીં વિદ્વાન કહેવામાં આવે છે. આહાહા..! એને અહીંયાં જ્ઞાની કહેવામાં આવે છે. આ શબ્દ છે ને? ‘હવે, જ્ઞાનીને...’ એ શબ્દ છે ને? આહા..! જેને આત્મા આનંદનો કંદ પ્રભુ, તેની જેને દૃષ્ટિ થઈ છે, આહા..! એ જ પહેલું કર્તવ્ય અને ક૨વા લાયક છે. આહાહા..! જ્ઞાનીને ત્રણે કાળ સંબંધી પરિગ્રહ નથી...' પરિગ્રહ જ્યાં જ્ઞાયકભાવનો પરિગ્રહ પકડ્યો.. આહાહા..! એને ત્રણે કાળના બીજા પદાર્થનો પરિગ્રહ નથી. Page #337 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૨૧૫ ૩૨૩ આહાહા.! “જ્ઞાનીને ત્રણે કાળ વર્તમાન, ભૂત અને ભવિષ્ય ત્રણે કાળમાં, ત્રણે કાળ ત્રિકાળી ભગવાન જ્ઞાયકભાવની દૃષ્ટિ હોવાથી તેની તેને પક્કડ ને પરિગ્રહ હોવાથી પરનો પરિગ્રહ એને નથી. આહાહા. એ વાત કહે છે. છે ને? આહાહા. ૨૧૫. उप्पण्णोदयभोगो वियोगबुद्धीए तस्स सो णिच्चं । कंखामणागदस्स य उदयस्स ण कुव्वदे णाणी।।२१५।। ઉત્પન ઉદયનો ભોગ નિત્ય વિયોગભાવે જ્ઞાનીને, ને ભાવી કર્મોદય તણી કાંક્ષા નહીં જ્ઞાની કરે. ૨૧૫. આહાહા.... કર્મના ઉદયનો ઉપભોગ ત્રણ પ્રકારનો હોય છે. મૂળ રકમ છે ભાઈ આ. આહાહા! જેને આત્મા પૂર્ણાનંદનો નાથ (છે) એવી પ્રતીતિમાં આવ્યો છે, જેનો ભરોસો પૂર્ણાનંદ પરમાત્મા છું એમ અનુભવ થઈને ભરોસો થયો છે. આહાહા...! એવા ધર્મી જીવને કર્મના ઉદયનો ઉપભોગ ત્રણ પ્રકારનો હોય.” આ ત્રણ પ્રકારનો નથી એમ કહીને પહેલું સમજાવે છે. આહાહા...! અતીત ગયા કાળનો)...” પરિગ્રહ. વર્તમાનનો પરિગ્રહ (અને અનાગતનો. તેમાં પ્રથમ, જે અતીત ઉપભોગ...” ભૂતકાળનો ઉપભોગ તો વીતી ગયો છે. તે અતીતપણાને લીધે જ (અર્થાતુ વીતી ગયો હોવાને લીધે જી પરિગ્રહભાવને ધારતો નથી.” હવે એ તો ગયો છે અને પરિગ્રહપણું અત્યારે નથી). આહાહા...! હવે રહી વાત વર્તમાન અને ભવિષ્ય. અનાગત ઉપભોગ જો વાંછવામાં આવતો હોય.” આહાહા...! ભવિષ્યનો ઉપભોગ (જો) વાંછવામાં આવતો હોય તો જ પરિગ્રહ હોય. તો જ પરિગ્રહભાવને પરિગ્રહપણાને) ધારે” આહાહા...! આ તો સીધો પહેલો ન્યાય મૂકે છે. “અને જે પ્રત્યુત્પન્ન.” (અર્થાતુ) વર્તમાન છે તે રાગબુદ્ધિએ પ્રવર્તતો હોય તો જ પરિગ્રહભાવને ધારે.” ત્રણ પ્રકાર કહ્યા. ભૂતકાળનો પરિગ્રહ હતો, વીતી ગયો એટલે હવે એ છે નહિ. ભવિષ્યની જો વાંછા કરે તો એ પરિગ્રહપણાને પામે. વર્તમાનમાં પણ પ્રત્યુત્પન ભોગ તે રાગબુદ્ધિએ પ્રવર્તતો હોય.” આહાહા.! “તો જ પરિગ્રહભાવને ધારે.” ત્રણ ન્યાય સમજાણા? પછી શું છે એ પછી કહેશે. ધર્મી જીવને આત્મા આનંદનો નાથ પ્રભુ (છે), આહા! એવી જેને અંદર પ્રતીતિ, વિશ્વાસ, વેદન–અનુભવ સમ્યગ્દર્શનની પહેલી દશા પ્રગટ થઈ છે)... આહાહા...! તેને ત્રણ પ્રકારનો પરિગ્રહ (નથી). જે ભૂતકાળનો હતો એ વીતી ગયો છે. એટલે એ પરિગ્રહપણાને પામતો નથી. ભવિષ્યની વાંછા કરે તો પરિગ્રહપણાને પામે અને વર્તમાનમાં... આહાહા.! રાગબુદ્ધિએ પ્રવર્તે તો પરિગ્રહપણાને પામે. આ ત્રણ સિદ્ધાંત મૂક્યા. આહાહા..! હવે બીજો પેરેગ્રાફ. આ ત્રણ તો સિદ્ધાંત કહ્યા કે, ધર્મીને ગયા કાળનો પરિગ્રહ તો Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ પરિગ્રહપણાને પામે નહિ, કેમકે છે નહિ. ભવિષ્યનો પરિગ્રહ વાંછા કરે તો પરિગ્રહપણાને પામે. વર્તમાન પરિગ્રહ – રાગબુદ્ધિ કરે, રાગપણે) પ્રવર્તે તો પરિગ્રહપણાને પામે. આહાહા...! પ્રત્યુત્પન્ન કર્મોદય ઉપભોગ...” એટલે વર્તમાન. ‘કર્મોદય ઉપભોગ જ્ઞાનીને રાગબુદ્ધિએ પ્રવર્તતો જોવામાં આવતો નથી. આહાહા.! વર્તમાન ઉપભોગ રાગનો આદર થઈને જોવામાં આવતો નથી, કહે છે. આહાહા...! જ્યાં ભગવાન જ્ઞાયકસ્વરૂપનો આદર છે ત્યાં રાગબુદ્ધિએ જ્ઞાનીને ઉપભોગ જોવામાં આવતો નથી, કહે છે. આહાહા..! સમજાય છે કાંઈ? પ્રત્યુત્પન્ન કર્મોદય ઉપભોગ...” ધર્મીને “રાગબુદ્ધિએ પ્રવર્તતો જોવામાં આવતો નથી.” એ મારા છે, એમ માન્યતાથી એની પ્રવૃત્તિ નથી. આહાહા...! રાગની રુચિથી પ્રવર્તતો દેખાતો નથી. આહા...! આવો માર્ગ. “કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ.... આહાહા.! જે રાગબુદ્ધિ તેનો અભાવ છે;” રાગની રુચિનો પ્રેમ તે તો અજ્ઞાનભાવ છે એનો તો એને અભાવ છે. આહાહા.! “જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે રાગબુદ્ધિ... રાગનો રસ ને પ્રેમ. આહાહા...! એ અજ્ઞાનભાવ તો ઊડી ગયો છે, કહે છે. તેનો તેને અભાવ છે. આહાહા! સમજાય છે? પ્રભુ! આ વાત આવી છે, ભગવાના આહાહા.! વર્તમાનમાં જ્ઞાનીને રાગબુદ્ધિએ એટલે આદરબુદ્ધિએ પ્રવર્તતો ઉપભોગ દેખાતો નથી. આહાહા.. જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે રાગબુદ્ધિ તેનો અભાવ છે. માટે રાગબુદ્ધિએ પ્રવર્તતો જોવામાં આવતો નથી. આહાહા...! સમજાણું કાંઈ? આવો માર્ગ. આહાહા...! ત્રણ તો પહેલી વાત કરી. હવે ત્રણની વાસ્તવિકતા બતાવે છે કે, પ્રત્યુત્પન જે ભોગ છે. આહાહા...! એ રાગબુદ્ધિએ એટલે રાગની રુચિઓ, રાગના સ્વીકારથી વર્તમાન ભોગ દેખાતો નથી. આહાહા...! સમજાય છે કાંઈ? કારણ? દેખાતો નથી એનું કારણ? ધર્મીને અજ્ઞાનમય ભાવ (જી રાગ. રાગ તો અજ્ઞાનમય છે, પ્રભુ તો આનંદ અને જ્ઞાનમય છે. આહાહા..! ઓહોહો...! એવી જેની દૃષ્ટિ થઈ છે કે, હું તો ચૈતન્ય આનંદ જ્ઞાનમય છું, જ્ઞાયક છું એવો જ્યાં સ્વીકાર અંદર અનુભવમાં (થયો છે), એને વર્તમાન ભોગ રાગબુદ્ધિએ પ્રવર્તતો દેખાતો નથી. કારણ? કારણ કે રાગબુદ્ધિ તે અજ્ઞાનભાવ છે તેનો તેને અભાવ છે. આહાહા.! આ શૈલી તો જુઓ! એની શ્રદ્ધામાં તો પહેલું નક્કી કરે. આહાહા.! સમજાણું કાંઈ? આહાહા.! શું શૈલી! શું વસ્તુની સ્થિતિની મર્યાદાના કથનો! ઓહોહો...! ધર્મીને આત્મા તત્ત્વ છે તે ચિતયો છે, અનુભવ્યો છે, જાણ્યો છે. તેથી તેને કર્મોદયનો વર્તમાન ઉપભોગ સામગ્રી, શરીર, સ્ત્રી, કુટુંબ-પરિવાર, પૈસા, આબરુ-કીર્તિ વગેરે તેને મારાપણે પ્રવર્તતો જોવામાં આવતો નથી. આહાહા...! કારણ? મારાપણે જોવામાં આવતો નથી એનું કારણ કે, રાગમાં પોતાપણાની બુદ્ધિ ને ઊડી ગઈ છે. આહાહા...! જુઓ તો સિદ્ધાંત! આહાહા.! સમજાય છે કાંઈ? આ “ભાવનગરની તકરારનો કાલે પત્ર આવ્યો છે. એ શોભે છે ‘ભાવનગરવાળાને? Page #339 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૨૧૫ ૩૨૫ આવા ત્રણ જણા મુખ્ય માણસો, એનો અનાદર અને એને છૂટું થવું પડ્યું. આવી દશા, આવો માર્ગ મળ્યો એને આ? આહાહા.! “લાલચંદભાઈ! “લાલચંદભાઈને આમાં ક્યાંક પડવું પડશે. તમારો મિત્ર છે. ત્રણ તો ભલા માણસ છે. ત્રણને પોતાને જુદા થવું પડ્યું બિચારાને. આહાહા.! અમે તો કાગળ વાંચીને.. કો'ક મુમુક્ષુનો પત્ર છે. નનામો છે, નનામોકોના કોના નામ છે એના નામ પણ આપ્યા છે. અરે.! વાંક કોના? પ્રભુ! આ શું છે આ? ભગવાન તું તો જ્ઞાતા જ્ઞાયક છો ને નાથ! આહા! એ જ્ઞાયકને વર્તમાનમાં ભોગની વાંછા હોય તો તેને પરિગ્રહપણું હોય), એને રાગપણું તો અજ્ઞાન ભાવ છે. આહાહા...! રાગબુદ્ધિએ પ્રવર્તતો દેખવામાં આવતો નથી, આચાર્ય એમ કહે છે, ભાઈ! આહાહા...! કારણ? રાગભાવે–બુદ્ધિએ-રાગબુદ્ધિએ પ્રવર્તતો જોવામાં આવતો નથી...... આહાહા...! ધર્મીને તો અજ્ઞાનમય ભાવ, રાગબુદ્ધિ તેનો તો અભાવ છે. આહા..! રાગ એ તો અજ્ઞાનભાવ છે, એમાં મારાપણાનો તો અભાવ છે. આહાહા...! શું શૈલી! આહા! ગજબ વાત છે. વસ્તુની પ્રસિદ્ધિ કરવાની રીત), આનું નામ “આત્મખ્યાતિ' છે ને? સંસ્કૃત ટીકા “આત્મખ્યાતિ' છે આત્માની પ્રસિદ્ધિની રીત કોઈ અલૌકિક (છે). આહા.! ધર્માજીવ એને કહીએ કે જેને વર્તમાન ભોગ રાગબુદ્ધિએ પ્રવર્તે નહિ. આહાહા.... કારણ કે રાગ તો અજ્ઞાનમય ભાવ છે. એની બુદ્ધિ જ્ઞાનીને હોતી નથી. આહાહા...! એક વાત. બીજી વાત. “અને કેવળ વિયોગબુદ્ધિએ જ હેયબુદ્ધિએ જી પ્રવર્તતો દેખાય છે. આહાહા...! રાગબુદ્ધિએ પ્રવર્તતો દેખાતો નથી, એનું કારણ કે રાગબુદ્ધિ તે અજ્ઞાનભાવ છે તેનો અભાવ છે. બીજું, કે કેવળ વિયોગબુદ્ધિએ પ્રવર્તતો દેખાય (છે). આહાહા...! રાગમાં વિયોગબુદ્ધિએ પ્રવર્તતો દેખાય છે. આહાહા...! સ્વભાવની આદરબુદ્ધિએ દેખાય છે, કહે છે. આહાહા...! અરે.! એ વાત ક્યાં મળે? પ્રભુ! આહાહા! આવો માર્ગ. કેવળ વિયોગબુદ્ધિએ કેવળ વિયોગબુદ્ધિએ. દુશ્મનની જેમ વિયોગ ઇચ્છે એમ રાગનો વિયોગબુદ્ધિએ ભાવ છે. આહાહા...! રાગના રસબુદ્ધિએ ભાવ નથી. આહાહા.! આત્માના આનંદના રસબુદ્ધિએ રાગની રસબુદ્ધિ ઊડી ગઈ છે. આહાહા. “અમૃતચંદ્રાચાર્યે તો અમૃત વહેવડાવ્યા છે. આહાહા.! એવા સંતોના વિરહ પડ્યા. આવા કાળે આવા સંત ને આવી (વાત). આહા.! ભૂતકાળનો પરિગ્રહ તો નથી એટલે કે એની કાંઈ રાગબુદ્ધિ પરિગ્રહપણું નથી. વર્તમાનમાં છે એ વાંછા હોય તો પરિગ્રહ (છે), એમ પહેલો સિદ્ધાંત કહ્યો. ભવિષ્યની પણ વાંછા, વર્તમાન રાગબુદ્ધિએ પ્રવર્તે તો એનો પરિગ્રહ ગણાય. ભવિષ્યની વાંછા હોય તો તેને પરિગ્રહ ગણાય. હવે કહે છે કે, વર્તમાનમાં, આહાહા.! રાગબુદ્ધિએ પ્રવર્તતો જોવામાં આવતો નથી. આહાહા..! અમે તો એમ કહીએ છીએ (એમ) મુનિરાજ કહે છે અને એમ અમે જાણીએ છીએ. રાગની બુદ્ધિએ ધર્મીને રાગનો રસ અજ્ઞાનભાવનો અભાવ હોવાથી રાગબુદ્ધિએ પ્રવર્તતો Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ અમને દેખાતો નથી. અમારો ભાવ પણ અમને રાગબુદ્ધિએ દેખાતો નથી. આહાહા..! અરે..! આવો માર્ગ. આહાહા...! એની હા પાડીને રુચિ કરે તો અંદર આગળ વધી જાય. આહાહા...! આવો માર્ગ માંડ મળ્યો. આહા.! હેં? (શ્રોતા : અપૂર્વ). આહાહા.! અરે.! સવારમાં જરી થઈ ગયું હતું કે, “રામજીભાઈનો પહેલો જન્મદિન, પહેલું દૂધ કેમ ન લાવ્યા? ખબર છે? બૈરાંને જરી કીધું. કેમ ન લાવ્યા? એમ કીધું. “રામજીભાઈએ નહિ સાંભળ્યું હોય. સવારમાં ભાઈ દૂધ આવ્યું ને દૂધ? એમાં પહેલું તમારું આવવું જોઈએ એમ મને લાગ્યું. પાછળ પાછળ લાવ્યા. મેં બૈરાંને કહ્યું. પહેલા બીજા આવ્યા. પહેલા રામજીભાઈ આવવા જોઈએ. એના માણસ આવા ઢીલા હજી, મેં કહ્યું હતું, બૈરાંને કહ્યું હતું. આ શું કરો છો? આહાહા.! અહીં તો પરમાત્મા. સંતો પરમાત્મા જ છે. આહાહા...! પરમ આત્મા છે. એ જગતના ધર્મી જીવોની સ્થિતિ શું હોય છે તેનું વર્ણન પોતાના અનુભવથી કહે છે. આહાહા...! ધર્મીને. આહાહા.! અજ્ઞાનમય ભાવ જે રાગબુદ્ધિ, તેનો અભાવ છે તેથી રાગબુદ્ધિએ પ્રવર્તતો જોવામાં આવતો નથી. આહાહા...! “એને કેવળ વિયોગબુદ્ધિએ જ પ્રવર્તતો....” રાગની પણ હેયબુદ્ધિએ પ્રવર્તતો દેખાય છે. આહાહા.! ઉપાદેયબુદ્ધિ તેની ટળી ગઈ છે. આહાહા...! ભગવાનઆત્માને જ્યાં ઉપાદેયપણે જાણ્યો, એણે રાગને હેયબુદ્ધિએ ટાળ્યો છે. આહાહા...! અને જેણે રાગની ઉપાદેયબુદ્ધિ કરી તેણે ભગવાન આત્માનો અનાદર, હેય કર્યો. શું કહ્યું છે? જેણે વર્તમાન રાગની ઉપાદેયબુદ્ધિ કરી તેણે ભગવાન અનાકુળ આનંદનો નાથ, તેને હેય કર્યો. આહા...! અને જેણે ભગવાન જ્ઞાયકમૂર્તિ ઉપાદેયપણે જાણ્યો, એને રાગ હેયબુદ્ધિએ પ્રવર્તે છે. આહાહા...! અરે...! આ ટાણા ક્યાં છે? ભાઈ! જુઓને! આ “મોરબીમાં કેટલું થઈ ગયું ? આહા...! ઓલી બાઈ હતી, નહિ? બિચારી અપંગ. “દલીચંદભાઈના નાના ભાઈ. એ બિચારીને ઉપર ચડાવી. ઉપર અહીં સુધી પાણી આવ્યું, અંતે તણાણા, મરી ગયા. ખેંચી લીધા. મડદું થઈ ગયા). આહા.! આવી સ્થિતિ, બાપુ! આહાહા...! આવું કરવાનું તો આ છે. ધર્મજીવની કેવી બુદ્ધિ હોય તે પહેલું અહીં વર્ણન કરે છે. ધર્મી રાગબુદ્ધિએ પ્રવર્તતો હોય નહિ. કેમકે રાગ તે અજ્ઞાનમય ભાવ છે, તેનો તેને અભાવ છે અને જ્ઞાનમય ભાવ એવો ભગવાન તેનો તેને સદ્ભાવ છે. આહાહા...! સમજાણું કાંઈ? ઝીણું પડે પણ માર્ગ આ છે. આહા...! કેવળ વિયોગબુદ્ધિએ...” રાગબુદ્ધિનો અભાવ છે એ તો સિદ્ધાંત કહ્યો અને કેવળ વિયોગબુદ્ધિએ, રાગ છે ખરો. હૈ? આહા.! પણ વિયોગબુદ્ધિએ-હેયબુદ્ધિએ. આહાહા...! ચાહે તો શુભ પ્રશસ્ત રાગ હો, ધર્મીને હેયબુદ્ધિએ પ્રવર્તે છે. આહાહા...! સમજાય છે કાંઈ? હેયબુદ્ધિએ જી પ્રવર્તતો તે ખરેખર પરિગ્રહ નથી.” આહાહા.! રાગને હેયબુદ્ધિએ પ્રવર્તતો દેખે તેને પરિગ્રહ ક્યાંથી આવ્યો? આહાહા! તેને રાગનો અને પરનો પરિગ્રહ ક્યાં છે? આહાહા...! “માટે પ્રત્યુત્પન કર્મોદય-ઉપભોગ... આ કારણે વર્તમાન મળેલા કર્મના ઉદયથી Page #341 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૨૧૫ ૩૨૭ થયો રાગ અને સામગ્રી, તે પ્રત્યેનો ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહ નથી. આહાહા.! સમજાણું કાંઈ? હવે અનાગત રહ્યું, ભવિષ્ય. જે અનાગત ઉપભોગ તે તો ખરેખર જ્ઞાનીને વાંછિત જ નથી...... ભવિષ્યમાં મને આ ભોગ મળે અને અનુભવું, એવો ભાવ જ્ઞાનીને તો હોતો નથી. આહાહા..! “(અર્થાત્ જ્ઞાનીને તેની વાંછા જ નથી)....” ભવિષ્યમાં ભોગની, રાગની અનુકૂળતા મળે એની વાંછા જ નથી. આહાહા...! ભવિષ્યમાં તો હું કેવળજ્ઞાનને પામું એવી ભાવનામાં આ ભાવના એને હોતી નથી. સમજાણું કાંઈ? ભવિષ્યમાં હું તો કેવળજ્ઞાનને પામું તે સાદિઅનંતપણે (રહું, એવી જેને ભાવના (છે), એને ભવિષ્યના ભોગની વાંછા હોતી નથી. આહાહા.! જુઓ! આ સંતોની કથની! આવી વાત દિગંબર સંતો સિવાય ક્યાંય નથી. પણ એના માનનારાઓને પણ ખબર નથી. કાંતિભાઈ! આહા! આવી વાત. ચૈતન્યસૂર્ય જ્યાં ઉગ્યા એને રાગના અંધકારના આદર કેમ હોય? કહે છે. આહાહા...! ચૈતન્યસૂર્યના પ્રકાશમાં... આહાહા.! એ રાગના અંધકાર કેમ હોય? આહાહા...! રાગ અંધકાર છે, અજીવ છે, જડ છે. આહાહા...! સમજાણું કાંઈ? એ અનાગત–ભવિષ્યનો ઉપભોગ... બહુ ઊંચી વાત સરસ, મીઠી મધુરી વાત છે, હોં! એમ ન સમજાય, એમ નહિ. વસ્તુની સ્થિતિ આવી છે, એનું એ જ્ઞાન તો કરે. આહાહા! જ્ઞાનમાં તો નક્કી કરે કે માર્ગ તો આ છે. આહાહા...! અનાગત ઉપભોગ તે તો ખરેખર જ્ઞાનીને વાંછિત જ નથી (અર્થાત્ જ્ઞાનીને તેની વાંછા જ નથી...... આહાહા...! વર્તમાન રાગની બુદ્ધિએ (ન) પ્રવર્તે તેને ભવિષ્યના રાગની ઇચ્છા ક્યાંથી હોય? કે, અનુકૂળતા મળજો ને આ મળજો ને આ મળજો. આહા...! આહાહા...! અમૃત વહેવડાવ્યા છે. પરમસત્યના વાણીના વહેણા (છે). આહા...! “વેણલા ભલે વાવ્યા” નથી બાયું ગાતી ઓલા લગન વખતે? નાં વેણલું ક્યાં હતું ત્યાં તો બધું અંધારુ છે. આ પરણે ત્યારે ગાય છે ? આ વેણલા વાવ્યા અંદરથી, કહે છે. ભગવાન ચૈતન્યસૂર્ય, એનો પ્રકાશ થયો એવા ધર્મીને વર્તમાન ભોગ હેયબુદ્ધિએ વર્તે, ભવિષ્યની વાંછા એને હોતી નથી. વર્તમાન જ જ્યાં હેયબુદ્ધિએ વર્તે ત્યાં ભવિષ્યની વાંછી ક્યાંથી હોય? આહાહા.! જુઓ! આ સમ્યગ્દષ્ટિની દશા! આ સમ્યગ્દષ્ટિની ભૂમિકા! આહાહા.! સમજાય છે કાંઈ? “કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે વાંછા...' આહા...! ઓલામાં વર્તમાન હતું. ત્યાં) અજ્ઞાનમય ભાવ જે રાગબુદ્ધિ એમ હતું. આમાં “અજ્ઞાનમય ભાવ જે વાંછા તેનો અભાવ છે. આહાહા...! એ શ્રુતજ્ઞાન ને મતિજ્ઞાન જે સમ્યકુ થયું એ કેવળજ્ઞાનને ઝંખે છે, કેવળજ્ઞાનને બોલાવે છે. ધવલમાં પાઠ છે, કેવળજ્ઞાનને બોલાવે છે. આહાહા...! એ કેવળજ્ઞાનને બોલાવે એ મતિજ્ઞાન ભવિષ્યના ભોગની વાંછા શી રીતે કરે? આહાહા...! “સુમનભાઈ અહીં બધું Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ આવું છે. આહાહા...! મીઠો મહેરામણ આત્મા જ્યાં જાગે છે, આહાહા...! મહેરામણ માઝા ન મૂકે, આવે છે ને ઓલામાં? ચેલૈયો સત્ ન ચૂકે. એવી વાત અન્યમાં આવે છે. બાવો આવ્યો તે એમ કહે કે, તારા દીકરાનો મારે આહાર લેવો છે. એવી વાત એ લોકોમાં આવે છે. પોરબંદર પાસે ગામ છે. ત્યાં ઓલો કહે કે, મારો દીકરો ભણવા ગયો છે. એ સાંભળ્યું છે, ત્યાં છે. એ ગામ ક્યુ? “બિલખા... બિલખા', સાચી વાત છે. નામ ભૂલી જવાય છે. બિલખામાં ખબર છે. આહાહા.. એ “ચેલાને–દીકરાને ખબર પડે છે કે, ઘરે મારો બાપ મને બોલાવે છે તો એ તો એવું બોલે છે, “મહેરામણ માઝા ન મૂકે, ચેલૈયો સત્ ન ચૂકે હું તો ત્યાં જવાનો, ભલે ખાંડે. આહાહા...! એમ ભગવાનઆત્મા મહેરામણ-મીઠો મહેરામણ આનંદથી ઉછળ્યો એને ભવિષ્યની રાગની વાંછા કેમ હોય? આહાહા...! સમજાણું કાંઈ? માર્ગ, બાપા! અત્યારે તો બહારમાં બહુ ફેરફાર કરી નાખ્યો, પ્રભુ! એની પદ્ધતિ ને એની રીત ને એનું પડખું શું છે? ધર્મીનું પડખું તો આત્મા છે, રાગને પડખેથી તો છૂટી ગયો છે. આહાહા...! એણે પડખું ફેરવી નાખ્યું છે, ભાઈ! આહાહા...! ડાબે પડખે સૂતો હોય ને પછી બહુ ઓલું લાગે તો જમણે પડખે સૂવે. વધારે તો જમણે સૂવાની ટેવ હોય છે. ત્યાં પણ થાકી જાય તો ડાબે પડખે આવે. આ પણ ડાબે પડખે અજ્ઞાનમાં થાકી ગયો પછી જમણે પડખે ચૈતન્યમાં અંદર આવ્યો છે. આહાહા.. જે ભગવાન ચૈતન્યના પડખે ચડ્યો એ હવે રાગને પડખે કેમ ચડે? આહાહા...! આવો માર્ગ છે, બાપા! આહાહા.! અજ્ઞાનમય ભાવ જે વાંછા તેનો અભાવ છે. માટે અનાગત કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહ નથી.” આહાહા...! વર્તમાન વિયોગે વર્તે માટે નથી અને ભવિષ્યમાં એની વાંછા નથી માટે નથી. આહાહા.! ગયા કાળનો તો છે નહિ, એટલે બેનું સમાધાન કર્યું. ભાવાર્થ :- “અતીત કર્મોદય-ઉપભોગ તો વીતી જ ગયો છે. ભૂતકાળનો. આહાહા.! અનાગત ઉપભોગની વાંછા નથી. જ્યાં ચૈતન્યપ્રકાશના નૂર પ્રગટ્યા... આહાહા...! એની આગળ ભવિષ્યમાં રાગની ઇચ્છા ને પરની સામગ્રીની ઇચ્છા કેમ હોય? આહાહા.! “કારણ કે જે કર્મને જ્ઞાની અહિતરૂપ જાણે છે” એ રાગને (એટલે) રાગરૂપી કર્મ, એને અહિતરૂપ જાણે છે તેના આગામી ઉદયના ભોગની વાંછા તે કેમ કરે?’ આહા...! ભવિષ્યમાં મને રાગ થાય ને હું ભોગવું એ ભાવના એને ન હોય. ભારે કામ, ભાઈ! વર્તમાન ઉપભોગ પ્રત્યે રાગ નથી; કારણ કે જેને હેય જાણે છે તેના પ્રત્યે રાગ કેમ હોય? આહાહા...! જેને છોડવા લાયક છે એમ જ્યાં અંતરથી જાણ્યું એના પ્રત્યે રાગની રુચિ કેમ હોય? આહાહા.! સમજાય છે કાંઈ? ધીરાના માર્ગ છે, ભાઈ! આહાહા. “આ રીતે જ્ઞાનીને જે ત્રણ કાળ સંબંધી કર્મોદયનો ઉપભોગ તે પરિગ્રહ નથી.” આહા...! ત્રણે કાળ રહેનારો એવો જ્ઞાયકભાવનો પરિગ્રહ જ્યાં પકડ્યો, અનુભવ થયો), એને ત્રણ કાળના Page #343 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૨૧૫ ૩૨૯ બાહ્ય પરિગ્રહનો ઉપભોગ હોતો નથી. આહાહા...! સમજાય છે કાંઈ? જ્ઞાની જે વર્તમાનમાં ઉપભોગનાં સાધનો ભેળાં...” હવે કહે છે. ત્યારે કોઈને એમ લાગે કે, આ ધર્મી છે ને હજી આ બાયડી પરણે છે, રળે છે, દુકાને બેસે છે. સાંભળ તું, ભાઈ! “જ્ઞાની જે વર્તમાનમાં ઉપભોગનાં સાધનો ભેળાં કરે છે. આહાહા...! એને રાગ આવે અને એના સમાધાન માટે એને બહારના સાધનો પણ હોય. આહાહા...! “વર્તમાનમાં ઉપભોગનાં સાધનો ભેળાં કરે...' ભાષા જુઓ! એમ કે, ધર્મી પણ લગ્ન કરે છે, બાયડી પરણે છે, વેપાર-ધંધો દુકાને બેસીને કરે છે ને? દેખાય છે. આહાહા.! એ “વર્તમાનમાં ઉપભોગનાં સાધનો ભેળાં કરે છે તે તો પીડા સહી શકાતી નથી..” ઈ રાગ આવે છે એ પીડા છે, દુઃખ છે. એ પીડા) “સહી શકાતી નથી તેનો ઈલાજ કરે છે. ઝીણી વાત છે જરી. આહાહા...! વાસના, રાગ આવ્યો, એની પીડા સહન થતી નથી એટલે રાગના નિમિત્તો અનુકૂળને ભેગા (કરતો) દેખાય. આહાહા...! “રોગી જેમ રોગનો ઈલાજ કરે... આહા...! એ રાગ આવ્યો એ રોગ છે. એનો ઇલાજ કરે છે, એ રોગી જેમ રોગનો ઇલાજ કરે, એમ છે, કહે છે. આહાહા...! “રોગનો ઈલાજ કરે છે તેમ. આ નબળાઈને દોષ છે. આહાહા...! રાગભાવ આવ્યો અને એને મટાડવા વિષયના સાધનો ભેગા કરે એમ દેખાય. ભેગા કોણ કરી શકે? પણ કહે છે, એ નબળાઈનો દોષ છે. એને ધર્મી જાણે છે. આહાહા...! આ મારી ચીજ નથી પણ મને અંદર વીતરાગતા નથી અને ઠરવાનું સહનશીલપણું નથી એથી આ રાગ આવ્યો અને એ રાગના ઉપાયના સાધનો (કરે છે). રોગી જેમ રોગને મટાડવા ઇચ્છે એમ રોગ મટાડવા ઇચ્છે છે. રાગભાવે રાખવા ઇચ્છતો નથી. આહાહા...! જરી ઝીણી વાત છે, હોં! આહાહા...! એક કોર કહે કે, વર્તમાનમાં રાગબુદ્ધિ નથી માટે પરિગ્રહ નથી. છતાં કહે છે કે, એને રાગ દેખાય છે ને આ સાધન વિષયનો ને બાયડીનો, ધંધાનો. ઇ રાગનો રોગ જાણીને એનો ઇલાજ છે, એ રાગને છોડવા માગે છે. આહાહા..! આવો માર્ગ. ખગની ધાર જેવો. આહાહા. ધાર તરવારની સોહ્યલી, દોહ્યલી જિન તણી ચરણસેવા’ જિન એટલે આત્મા. ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા અસીધારા. આહાહા.! આનંદના નાથને સંભાળતા રાગ આવ્યો. આહા. એ રાગની સેવા કરતો નથી. પણ રાગ ટાળવાનો ઉપાય કરે છે. આહાહા! છતાં તેનો તેને પ્રેમ નથી. રોગને મટાડવા જેમ કરે એમ આ રાગ રોગ છે એને મટાડવા કરે છે. આહાહા...! ઝીણી વાત છે, ભાઈ! આ તો ત્રણલોકના નાથના પંથની અંતરની વાતું છે. આહાહા...! આ કોઈ આલીદુઆલીના કથન નથી. રોગી જેમ રોગનો ઈલાજ કરે...” એમ ઇલાજમાં જોડાય જાય છે. છતાં તેનો આદર નથી, અંદર રસ નથી. આહાહા.! રાગને મટાડવા એના ઉપાય કરે પણ એમાં સુખબુદ્ધિ નથી. આહાહા.! સમજાય છે કાંઈ? હવે આ તો અંતરની વાતું છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ 330 સમયસાર સિદ્ધિ ભાગ-૭ N uथा-२१६)) कुतोऽनागतमुदयं ज्ञानी नाकांक्षतीति चेत् - जो वेददि वेदिज्जदि समए समए विणस्सदे उभयं । तं जाणगो दु णाणी उभयं पि ण कंखदि कयावि।।२१६।। यो वेदयते वेद्यते समये समये विनश्यत्युभयम् । तद्ज्ञायकस्तु ज्ञानी उभयमपि न कांक्षति कदापि।।२१६।। ज्ञानी हि तावद् ध्रुवत्वात् स्वभावभावस्य टङ्कोत्कीर्णैकज्ञायकभावो नित्यो भवति, यौ तु वेद्यवेदकभावौ तौ तूत्पन्नप्रध्वंसित्वाद्विभावभावानां क्षणिकौ भवतः। तत्र यो भावः कांक्षमाणं वेद्यभावं वेदयते स यावद्भवति तावत्कांक्षमाणो वेद्यो भावो विनश्यति; तस्मिन् विनष्टे वेदको भावः किं वेदयते ? यदि कांक्षमाणवेद्यभावपृष्ठभाविनमन्यं भावं वेदयते, तदा तद्भवनात्पूर्वं स विनश्यति; कस्तं वेदयते ? यदि वेदकभावपृष्ठभावी भावोऽन्यस्तं वेदयते, तदा तद्भावनात्पूर्वं स विनश्यति; किं स वेदयते ? इति कांक्षमाणभाववेदनानवस्था। तां च विजानन् ज्ञानी न किञ्चिदेव कांक्षति। - હવે પૂછે છે કે અનાગત કર્મોદય-ઉપભોગને જ્ઞાની કેમ વાંછતો નથી ? તેનો ઉત્તર छ : ३ ! वेद्य व . नन्न समय समये. विरासे, - मे. सतो. न. प. न. मयन siau 3रे. २१६. ___Quथार्थ :- [ यः वेदयते ] ४ माव. वहेछ (अर्थात वहसमाव) अने. [ वेद्यते ] हे म. वाय.छे (अर्थात, वेद्यमा) [ उभयम् ] तमन्ने भावो. [ समये समये ] समये, समये [ विनश्यति ] विनाशा . छ[ तज्ञायक: तु ] मे ॥२ [ ज्ञानी ] २.नी. [ उभयम् अपि ] . बन्ने भावाने. [ कदापि ] प [ न कांक्षति ] diछतो. नथ.. ટીકા :- જ્ઞાની તો, સ્વભાવભાવનું ધ્રુવપણું હોવાથી, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવસ્વરૂપ નિત્ય છે; અને જે વેદ્ય-વેદક (બે) ભાવો છે તેઓ, વિભાવભાવોનું ઉત્પન થવાપણું અને વિનાશ થવાપણું હોવાથી, ક્ષણિક છે. ત્યાં, જે ભાવ કાંક્ષમાણ (અર્થાત્ વાંછા કરનારા) એવા वेध = वहावायोग्य. ६७ = वेना२, अनुभवना२. Page #345 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૨૧૬ ૩૩૧ વેદ્યભાવને વેદે છે અર્થાત્ વેદ્યભાવને અનુભવનાર છે તે વેદકભાવ) જ્યાં સુધીમાં ઉત્પન્ન થાય ત્યાં સુધીમાં કાંક્ષમાણ (અર્થાત્ વાંછા કરનારો) વેદ્યભાવ વિનાશ પામી જાય છે, તે વિનાશ પામી જતાં, વેદકભાવ શું વેદે ? જો એમ કહેવામાં આવે કે કાંક્ષમાણ વેદ્યભાવની પછી ઉત્પન્ન થતા બીજા વેદભાવને વેદે છે, તો ત્યાં એમ છે કે, તે બીજો વેદ્યભાવ ઉત્પન્ન થયા પહેલાં જ તે વેદકભાવ નાશ પામી જાય છે; પછી તે બીજા વેદ્યભાવને કોણ વેદે ? જો એમ કહેવામાં આવે કે વેદકભાવની પછી ઉત્પન્ન થતો બીજો વેદકભાવ તેને વેદે છે, તો ત્યાં એમ છે કે, તે બીજો વેદકભાવ ઉત્પન્ન થયા પહેલાં જ તે વેદ્યભાવ વિણસી જાય છે; પછી તે બીજો વેદકભાવ શું વેદે ? આ રીતે કાંક્ષમાણ ભાવના વેદનની અનવસ્થા છે. તે અનવસ્થાને જાણતો જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી. ભાવાર્થ - વેદકભાવ અને વેદ્યભાવને કાળભેદ છે. જ્યારે વેદકભાવ હોય છે ત્યારે વેદ્યભાવ હોતો નથી અને જ્યારે વેદ્યભાવ હોય છે ત્યારે વેદકભાવ હોતો નથી. જ્યારે વેદકભાવ આવે છે ત્યારે વેદ્યભાવ વિણસી ગયો હોય છે; પછી વેદકભાવ કોને વેદે ? અને જ્યારે વેદ્યભાવ આવે છે ત્યારે વેદકભાવ વિણસી ગયો હોય છે; પછી વેદકભાવ વિના વેદ્યને કોણ વેદે? આવી અવ્યવસ્થા જાણીને જ્ઞાની પોતે જાણનાર જ રહે છે, વાંછા કરતો નથી. અહીં પ્રશ્ન થાય છે કે-આત્મા તો નિત્ય છે તેથી તે બન્ને ભાવોને વેદી શકે છે, તો પછી જ્ઞાની વાંછા કેમ ન કરે ? તેનું સમાધાનઃ- વેદ્ય-વેદક ભાવો વિભાવભાવો છે, સ્વભાવભાવ નથી, તેથી તેઓ વિનાશિક છે; માટે વાંછા કરનારો એવો વેદ્યભાવ જ્યાં આવે ત્યાં સુધીમાં વેદકભાવ (ભોગવનારો ભાવ) નાશ પામી જાય છે, અને બીજો વેદકભાવ આવે ત્યાં સુધીમાં વૈદ્યભાવ નાશ પામી જાય છે; એ રીતે વાંછિત ભોગ તો થતો નથી. તેથી જ્ઞાની નિષ્ફળ વાંછા કેમ કરે ? જ્યાં મનોવાંછિત વેદાતું નથી ત્યાં વાંછા કરવી તે અજ્ઞાન છે. ગાથા-૨૧૬ ઉપર પ્રવચન “હવે પૂછે છે કે અનાગત કર્મોદય-ઉપભોગ...” ભવિષ્યના ઉપભોગને “જ્ઞાની કેમ વાંછતો. નથી? ભવિષ્યના ઉપભોગને જ્ઞાની કેમ વાંછતો નથી? એમ શિષ્યનો પ્રશ્ન છે). તોડનાતમુદાં જ્ઞાની ના ઝાંક્ષતીતિ સંસ્કૃત છે. ગાથા બહુ સારી છે. આ ગાથા (સંવત) ૧૯૯૧માં ઉમરાળાથી અહીં આવ્યા ને? ત્યારે “દાસે આ પ્રશ્ન પૂછ્યો હતો. પુરષોત્તમદાસ આવ્યા છે? નથી આવ્યા? એણે આ ગાથાનો પ્રશ્ન પૂછ્યો હતો. ૧૯૯૧નો ફાગણ મહિનો. ‘ઉમરાળા'. પછી ફાગણ વદ ત્રીજે અહીં આવ્યા ને? આ પ્રશ્ન કર્યો હતો–વેદ્ય-વેદકનો. આહા...! મૂળ પાઠ. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ जो वेददि वेदिज्जदि समए समए विणस्सदे उभयं । तं जाणगो द् णाणी उभयं पि ण कंखदि कयावि।।२१६।। રે ! વેદ્ય વેદક ભાવ અને સમય સમયે વિણસે, - એ જાણતો જ્ઞાની કદાપિ ન ઉભયની કાંક્ષા કરે. ૨૧૬. આહાહા.! ટીકા – ‘જ્ઞાની તો, સ્વભાવભાવનું ધ્રુવપણું.” આહાહા.! ભગવાન ધ્રુવ, તેની જેને પક્કડ થઈ ને સ્વભાવભાવ જે ધ્રુવ. આહાહા...! નિત્યાનંદનો નાથ ભગવાન ધ્રુવ. સ્વભાવભાવનું ધ્રુવપણું હોવાથી, ધર્માને તો સ્વભાવભાવના ધ્રુવપણાનો આદર છે. આહા.! એ સ્વભાવભાવ ધ્રુવ આનંદ, જ્ઞાન, શાંતિ એવો સ્વભાવભાવ જે ધ્રુવ. જ્ઞાનીને સ્વભાવભાવનું ધ્રુવપણું હોવાથી આહાહા.! એની દૃષ્ટિમાં તો ધ્રુવપણું તરવરે છે, કહે છે. આહાહા...! ધર્મીની દૃષ્ટિમાં ધ્રુવપણું, સ્વભાવભાવ એવો જે ધ્રુવ. આહા.! એ જેની દૃષ્ટિમાં તરવરે છે, દૃષ્ટિમાં એનો આદર છે. આહાહા... ભારે વાતું, ભાઈ! ધર્મીની દૃષ્ટિ સ્વભાવભાવના ધ્રુવપણા ઉપર હોય છે. આહાહા...! ગમે તે પ્રસંગમાં પણ તે દૃષ્ટિ ત્યાંથી ખસતી નથી. આહાહા...! ધર્મીને... આહાહા....! ગાથા ભારે ઊંચી! “સ્વભાવભાવનું...” સ્વભાવભાવ-ત્રિકાળ સ્વભાવભાવ આનંદ જ્ઞાયક સ્વભાવભાવ, “એનું ધ્રુવપણું હોવાથી, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવસ્વરૂપ નિત્ય છે;.' આહાહા...! ટંકોત્કીર્ણ નામ શાશ્વત “જ્ઞાયકભાવસ્વરૂપ નિત્ય છે;...' જ્ઞાયક સ્વભાવભાવ–ધ્રુવ સ્વભાવભાવ છે તે નિત્ય છે. ધર્મીની દૃષ્ટિ ત્યાં છે. આહાહા...! સમજાણું કાંઈ? “અને જે વેદ્ય-વેદક (બે) ભાવો છે...” આહા...! પાઠમાં આગળપાછળ અર્થ છે. પાઠમાં વેદ્ય-વેદક છે. આમાં વેદક-વેદ્ય છે અને આમાં વેદ-વેદક છે. આહા.! છે એ પહેલી વાત થઈ ગઈ. પાઠમાં વેદકભાવ અને વેદ્યતે. છે ને? વેદ્યતે અને વેદાય તે, એમ પહેલું છે. આમાં વેદાય તે અને વેદનાર, વેદ્ય-વેદક (એટલે) વેદાવાયોગ્ય. વેદન–વેદનાર વર્તમાન. વર્તમાન વેદાવાયોગ્ય, એની ઇચ્છા જે આ પદાર્થની, અને તે વખતે વેદવું તે વેદનાર. આહા...! ઇચ્છા કાળે વેદવાની વસ્તુ છે નહિ અને વેદનાની વસ્તુ આવે ત્યારે એ ઇચ્છા રહેતી નથી. એટલે બેનો મેળ નથી. શું કહ્યું છે? જે પદાર્થ ભોગવવાની ઇચ્છા થાય તે ઇચ્છા કાળે તો સામે વસ્તુ નથી અને વસ્તુ આવી ત્યારે ઓલી ઇચ્છાનો કાળ રહ્યો નથી. એટલે તો ઇચ્છાનો નાશ થઈ ગયો. એટલે વેદ્ય-વેદક ભાવનો મેળ નથી. બેય નાશવાન છે. આહા...! પરવસ્તુને ભોગવવાની ઇચ્છા થઈ ત્યારે પરવસ્તુ નથી અને પરવસ્તુ આવી ત્યારે ઓલી ઇચ્છા નથી માટે બેય ક્ષણિક નાશવાનની ઇચ્છા કેમ હોય? આહા! અવિનાશી ધ્રુવ સ્વભાવની દૃષ્ટિને લઈને આવા નાશવાનની ઇચ્છા જ્ઞાનીને હોતી નથી. ન્યાય સમજાય છે કાંઈ? આહા.! એક વાસના થઈ અંદર રતિ કે મારી આબરુ હોય તો ઠીક. હવે જ્યારે આબરુ થઈ Page #347 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૧૬ ૩૩૩ ત્યારે ઓલી વૃત્તિ તે કાળે રહેતી નથી તો બેનો મેળ ખાતો નથી. મેળ નથી ખાતો એની વાંછા જ્ઞાનીને કેમ હોય? આહાહા..! સમજાણું કાંઈ? ઇચ્છા આવી કે હું વેપાર કરું અને વેપાર જ્યારે કરે છે ત્યારે ઓલી ઇચ્છા નથી. એટલે વેદક અને વેદ્યનો મેળ ખાતો નથી. એ બેય નાશવાન છે. આહાહા..! બહુ સરસ વાત છે. વેદ્ય-વેદક (બે) ભાવો છે તેઓ, વિભાવભાવોનું ઉત્પન્ન થવાપણું...’ એટલે ઇચ્છા થવી એનો નાશ થાય અને જે ઇચ્છિત વસ્તુ આવી ત્યારે ઓલાનો નાશ થાય અને ઇ ઇચ્છિત વસ્તુ આવી ત્યારે આ ઇચ્છા નહોતી. ઇચ્છાનો નાશ થઈ ગયો. જે ઇચ્છિત વસ્તુ આવી ત્યારે ઇચ્છાનો નાશ થઈ ગયો અને વસ્તુ આવી ત્યારે બીજી ઇચ્છા (છે), પણ એ તો પછીની ઇચ્છાની વાત છે. એ ઇચ્છા અને ઇચ્છાનો ઉપભોગ, બેનો મેળ નથી. આહાહા..! આવી વાતું છે. આહાહા..! બેય વિભાવભાવોનું ઉત્પન્ન થવાપણું અને વિનાશ થવાપણું હોવાથી, ક્ષણિક છે.’ ઇચ્છા એ વિભાવભાવ છે, એ ક્ષણિક છે એ નાશ થાય છે. વસ્તુ સામગ્રી આવી એ પણ નાશ થાય છે. કારણ કે (વસ્તુ) આવી ત્યારે એની ઇચ્છા રહેતી નથી. એટલે ઇચ્છાનો નાશ અને આવી ત્યારે તે વસ્તુની ઇચ્છા નથી. આહાહા..! એ વસ્તુ આવી ત્યારે એ નાશવાન છે અને ઇચ્છા થઈ એ પણ નાશવાન છે. આહા..! સમજાણું કાંઈ? ત્યાં, જે ભાવ કાંક્ષમાણ (અર્થાત્ વાંછા કરનાર) એવા વેદ્યભાવને વેદે છે અર્થાત્ વેદ્યભાવને અનુભવનાર છે તે (વેદકભાવ) જ્યાં સુધીમાં ઉત્પન્ન થાય ત્યાં સુધીમાં કાંક્ષમાણ...’ જે ચીજો વેદાવાયોગ્ય છે એ આવી એ પહેલાં વાંછા જે હતી તે વાંછાનો નાશ થઈ જાય છે. આહાહા..! ઝીણી વાત છે થોડી, હોં! આ ગાથા ઝીણી છે. શાયકભાવનું ધ્રુવપણું જે સ્વભાવભાવનું હોવાથી વર્તમાન જે પદાર્થને ઇચ્છે તે કાળે તે પદાર્થ નથી. નહિંત૨ ઇચ્છા કેમ થાય? અને જ્યારે આવે છે ત્યારે આ ઇચ્છા નથી. આહાહા..! કારણ કે પદાર્થ પણ અનિત્ય છે એટલે ઇચ્છા કાળે અનિત્ય પદાર્થ આવતો નથી અને અનિત્ય પદાર્થ આવ્યો ત્યારે ઇચ્છા અનિત્ય છે તે રહેતી નથી. સમજાણું આમાં કાંઈ? આવી વાતું છે. આહા..! ‘કાંક્ષમાણ (અર્થાત્ વાંછા કરનાર) એવા વેદ્યભાવને વેદે છે અર્થાત્ વેદ્યભાવને અનુભવનાર છે તે (વેદકભાવ) જ્યાં સુધીમાં ઉત્પન્ન થાય ત્યાં સુધીમાં...' ઇચ્છા જે હતી તે રહેતી નથી. આહાહા..! વેદ્યભાવ વિનાશ પામી જાય છે;...' વેદાવાયોગ્ય જે ચીજ આવે છે ત્યારે વેદવાની ઇચ્છા છે તેનો નાશ થઈ જાય છે. આહાહા..! એવા ક્ષણિકનો મેળ નથી તેની ઇચ્છા જ્ઞાનીને કેમ હોય? આહા..! નિત્ય ભગવાનની જેને ભાવના છે એને ક્ષણિકની વેદનની ઇચ્છા અને વેદવાયોગ્યનો મેળ નથી, તેને તે ઇચ્છે કેમ? આહાહા..! ઝીણી વાતું છે થોડી. તે વિનાશ પામી જતાં, વેદકભાવ શું વેદે?” કારણ કે પૂર્વની ઇચ્છાનો નાશ થયો અને Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ (વસ્તુ) આવી ત્યારે વેદવાનું શું વેદે છે? ઈ ઈચ્છા તો રહી નથી. જો એમ કહેવામાં આવે કે કાંક્ષમાણ વેદ્યભાવની પછી ઉત્પન્ન થતા બીજા વેદ્યભાવને વેદે છે...” પણ તે વખતે વેદવાનું આવે ત્યાં આ ભાવનો નાશ થાય છે અને આ ભાવનો નાશ ત્યારે ઓલી વેદવાયોગ્ય વસ્તુ આવે છે. આહાહા...! દાસે આ પ્રશ્ન કરેલો. તે દિ “ભાવનગર’ હતા ને? ‘ઉમરાળાથી જ્યારે અહીં આવવું હતું. ફાગણ વદ ત્રીજે અહીં આવ્યા છીએ. એ પહેલા ‘ઉમરાળે” પ્રશ્ન કરેલો. જો બીજો વેદ્યભાવ ઉત્પન્ન થાય, વેદાવાયોગ્ય, તે “પહેલાં જ તે વેદકભાવ નાશ પામી જાય છે...” વસ્તુ છે એ નાશ પામી જાય છે. પછી તે બીજા વેદ્યભાવને કોણ વેદે જો એમ કહેવામાં આવે કે વેદકભાવની પછી ઉત્પન્ન થતો બીજો વેદકભાવ તેને વેદે છે, તો ત્યાં એમ છે કે, તે બીજો વેદકભાવ ઉત્પન થયા પહેલાં જ તે વેદ્યભાવ વિણસી જાય છે, પછી તે બીજો વેદકભાવ શું વેદે ? આ રીતે કાંક્ષમાણ ભાવના વેદનની અનવસ્થા...” ઇચ્છાયેલા ભાવનું વેદવું, તેની અવસ્થા, મેળ નથી. તે અનવસ્થાને જાણતો જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી. આહાહા.! ઇચ્છાની ઇચ્છા નથી એટલે વાંછતો નથી. અંતરની ભાવનામાં–નિત્ય સ્વભાવભાવની દૃષ્ટિ હોવાથી તેની ભાવનામાં છે, આ ભાવમાં આવતો નથી. પ્રવચન નં. ૨૯૫ ગાથા-૨૧૬, ૨૧૭ શ્લોક–૧૪૬-૧૪૭ સોમવાર, ભાદરવા સુદ ૫, તા. ૨૭-૦૮-૧૯૭૯ આ પર્યુષણનો પહેલો દિવસ છે. દસલક્ષણી પર્વ ગણાય છે. મુનિના દસ પ્રકારના ધર્મછે ને? એની પ્રધાનતાનું આ પર્યુષણ પર્વ છે). મુનિના દસ પ્રકાર જે ઉત્તમ ક્ષમા એ સમ્યગ્દર્શન સહિતની વાત છે. એકલી ક્ષમાને અહીં ક્ષમા કહેતા નથી. ભગવાનઆત્મા શાંત... શાંત શાંત. પૂર્ણ શાંતિનો સાગર, એનો જેને અંતર અનુભવ છે એવા સમ્યગ્દષ્ટિને ઉત્તમ ક્ષમા હોય છે. અહીં મુનિને મુખ્યપણે કહે છે. શ્વેતાંબરમાં એનો આજ છેલ્લો દિ છે, એને પહેલા સાત દિ થઈ ગયા. એ લૌકિક રીત હતી, આ તો વાસ્તવિક રીત છે. લગનમાં હોય છે ને જે મંડપનો દિવસ? લગનનો. એનાથી વર્ધી પહેલી નાખે લૌકિકમાં. એમાં એમ છે. એક પાંચમનું જ પજોસણ. શ્વેતાંબરમાં શાસ્ત્રમાં એક પાંચમનું જ છે, ચોથનું પછી એક સાધુએ કરેલું. મૂળ પાંચમ છે, બાકી સાત દિ તો એ લોકોએ વધાર્યા. આ તો અનાદિ સનાતન જૈનધર્મ છે). પાંચમથી ચૌદસ. એ દસે ધર્મ વાસ્તવિક મુનિના છે. એમાં પહેલો ઉત્તમ ક્ષમા. ૪૪ પાનું છે. આ ગુજરાતી લઈએ છીએ. ૪૫ પાનાની પહેલી લીટી) ઉપર. અજ્ઞાનીજનો દ્વારા આહાહા...! અજ્ઞાનીજનો દ્વારા શારીરીક બાધા કે અપશબ્દોનો પ્રયોગ કે હાસ્ય અને મશ્કરી કરે. આહાહા.! કે બીજા પણ અપ્રિય કાર્ય કરવા છતાં જે નિર્મળ Page #349 -------------------------------------------------------------------------- ________________ ગાથા૨૧૬ ૩૩૫ અને વિપુલ જ્ઞાનના ધારક સાધુ.. આહા..! એના મનમાં ક્રોધાદિ વિકારને પ્રાપ્ત થતો નથી. આહાહા...! એવો પ્રસંગ ઉભો હોય, જે મશ્કરી કરે, અપ્રિય વચન કરે. આહાહા...! અજ્ઞાનીજનો દ્વારા બાધા ઊપજે (તોપણ) શાંતિ. આહા..! એનું નામ ક્ષમા છે. તે મોક્ષમાર્ગમાં ચાલનાર પથિકજનોને સર્વપ્રથમ સહાયક છે. પછી મુનિધર્મરૂપી પવિત્ર વૃક્ષ ઉન્નત ગુણોના સમૂહરૂપી ડાળીઓ, પાંદડાં, ફૂલોથી પરિપૂર્ણ થયું થકું, એવું થકા પણ જો અતિશય તીવ્ર ક્રોધરૂપી દાવાનળથી. આહાહા.! તીવ્ર ક્રોધ જો કરે તો એ બધા નાશ પામી જાય. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ. જેમ ઝાડમાં અગ્નિ પડે અને ડાશ થાય. આહા.! વન ફાળ્યું-ફૂલ્યું હોય પણ જો અગ્નિ આવે તો બળી જાય. એમ અંદર સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના પરિણામ થયા હોય પણ જો કોધ તીવ્ર કરે તો બધું ભસ્મ થઈ જાય. આહાહા...! અમે રાગાદિ દોષોથી રહિત થઈને વિશુદ્ધ મનથી સ્પષ્ટ સ્થિર થઈ છીએ. મુનિરાજ કહે છે. આહાહા... યથેષ્ટ આચરણ કરનારા લોકો પોતાની કલ્પનાથી આચરણ કરનારા સ્વચ્છંદીઓ પોતાના હૃદયમાં ગમે તેમ માને, લોકમાં શાંતિ અભિલાષી મુનિઓએ પોતાની આત્મશુદ્ધિ સિદ્ધ કરવી જોઈએ. દુનિયા ગમે તે માને પણ ધર્માત્માએ તો પોતાના આત્માની શુદ્ધિ વૃદ્ધિ કરવી જોઈએ. આહાહા...! ઉત્તમ ક્ષમા શબ્દ છે ને? એકલી ક્ષમા નહિ. સમ્યગ્દર્શન સહિત તે ઉત્તમ ક્ષમા (છે). આહાહા.! એ મુનિનો ધર્મ છે. સાચા સંત જેને અંતર સમ્યગ્દર્શન, જ્ઞાન, શાંતિ... શાંતિ. શાંતિ પ્રગટ થઈ છે અને આવા પ્રસંગમાં અશાંતિનો ક્રોધ ન હોય, એમ કહે છે. આહાહા...! દુર્જન મનુષ્ય મારા દોષી જાહેર કરી સુખી થાઓ. આહાહા.! ધર્માત્મા એમ વિચારે છે. દુર્જનો દોષો દેખી સુખી થાઓ, પ્રભુ! આહાહા.! ધનનો અભિલાષી મનુષ્ય મારું સર્વસ્વ ગ્રહણ કરીને સુખી થાઓ તો થાઓ. જો શત્રુ મારું જીવન ગ્રહણ કરીને સુખી થતો હોય, પ્રાણ લઈને સુખી થતો હોય તો થાઓ. આહાહા. બીજા કોઈ મારું સ્થાન લઈને સુખી થતા હોય તો થાઓ. આહાહા...! અને જે મધ્યસ્થ છે–રાગદ્વેષ રહિત છે, એવા મધ્યસ્થ બની રહે. જે મધ્યસ્થ વીતરાગી છે તે એમાં રહો. આખુંય જગત અતિશય સુખનો અનુભવ કરો, પ્રભુઅહીં તો કહે છે. આહાહા...! મારા નિમિત્તે કોઈપણ સંસારી પ્રાણીને કોઈપણ પ્રકારે દુઃખ ન થાય, એમ હું ઊંચા સ્વરે પોકારું છું, કહે છે. આહાહા! જુઓ! વ્યાખ્યા. હે મન! શું તું સંપૂર્ણ ત્રણ લોકમાં ચૂડામણિ સમાન એવા શ્રેષ્ઠ વીતરાગ જિનને નથી જાણતો. આહાહા...! સર્વજ્ઞ પરમાત્મા જગતમાં છે, અને પ્રભુ! તું નથી જાણતો? તારા હૃદયમાં એ સર્વજ્ઞ કેવા છે એ નથી બેઠું? આહાહા.! શું વીતરાગ કથિત ધર્મનો આશ્રય નથી લીધો? આહાહા.! પરમાનંદનો સાગર નાથ આત્મા, તેનો આશ્રય પ્રભુ! તેં નથી લીધો? શું જનસમૂહ જડ અજ્ઞાની નથી? જગત તો અજ્ઞાની છે, ખબર છે. આહાહા.! જેથી તું મિથ્યાષ્ટિ અને અજ્ઞાની દુષ્ટ પુરુષો દ્વારા કરવામાં આવેલા થોડાક ઉપદ્રવથી પણ વિચલિત Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ થઈને બાધા ઊપજે છે કે જે કર્મ આસવનું કારણ છે. આહા..! દુનિયા સુખી થાઓ ગમે તે રીતે. મારા દોષ દેખીને, લૂંટીને–જીવન લૂંટીને, મારું સ્થાન લઈને સુખી થાઓ, બાપા! આહાહા..! એનું નામ અંદર ક્ષમા કહેવાય. આ પદ્મનંદ પંચવંશિત’ નવું આવ્યું છે ને? હવે આપણે આ વેદ્ય-વેદક. ભાવાર્થ :- ઝીણી વાત છે, પ્રભુ! આહાહા..! વૈદકભાવ અને વેદ્યભાવને કાળભેદ છે.’ એટલે? કે, જે કોઈ પદાર્થને ઇચ્છે છે એવો જે વેદ્યભાવ અને જ્યારે સામગ્રી આવે અને વેદવાયોગ્ય ભાવ, બેનો કાળભેદ છે. આહા..! શું કહ્યું ઇ? વૈદકભાવ અને વેદ્યભાવને કાળભેદ છે. જ્યારે વેદકભાવ હોય છે...’ જ્યારે વેદાવાયોગ્ય, ભોગવવાયોગ્ય સામગ્રી મળે અને ભાવ હોય છે ત્યારે પેલો વેદ્યભાવ જે ઇચ્છા હતી તે હોતી નથી. આહાહા..! ઇચ્છા વખતે વેદક ને સામગ્રી આદિ વેદવાનો ભાવ હોતો નથી. અને એ જ્યારે વેદવાનો કાળ આવે ત્યારે એ ઇચ્છા રહેતી નથી. આહાહા..! જ્યારે વેદ્યભાવ હોય છે ત્યારે વેદકભાવ હોતો નથી.’ ઇચ્છા હોય છે ત્યારે સામગ્રીને વેદવાનું હોતું નથી. આહા..! જ્યારે વેદકભાવ..’ ભોગવવા યોગ્ય આવે છે ત્યારે...’ પેલો ઇચ્છારૂપી ભાવ ‘વિણસી ગયો હોય છે;...' સમજાય છે કાંઈ? આહાહા..! આ પ્રશ્ન કર્યો હતો ને? પુરષોત્તમભાઈ’એ કર્યો હતો. ‘ઉમરાળા’માં. અહીં આવવા પહેલા. પરિવર્તન કરવા પહેલા ‘ઉમરાળે’ (સંવત) ૧૯૯૧ના ફાગણ મહિનામાં પ્રશ્ન કર્યો હતો. આ ૨૧૬ ગાથાનો. એમાં (–સ્થાનકવાસીમાં) હતા ને ત્યારે? આહા..! ભાઈ! ધર્માત્માને જેને આત્મજ્ઞાન અને અનુભવ છે એને ઇચ્છા-૫૨૫દાર્થને ભોગવું એવી ઇચ્છા જ હોતી નથી. કેમકે ઇચ્છા જે છે તે કાળે તેને ભોગવવાના કાળમાં સામગ્રી નથી અને ભોગવવાની સામગ્રી આવે ત્યારે વેદવાની ઇચ્છા જે હતી તે ઇચ્છા રહેતી નથી. આહાહા..! સમજાય છે કાંઈ? બેય ક્ષણે ક્ષણે નાશવાન છે. ઇચ્છા પણ નાશવાન છે અને વેદવાયોગ્યની સામગ્રી આવે એ પણ નાશવાન અને તેને વેદવાનો ભાવ એ પણ નાશવાન. આહાહા..! ‘સમયસાર’ ગજબ વાત છે. અત્યારે ભરતક્ષેત્રમાં અજોડ ‘સમયસાર’ છે. આહા..! ભગવાનની સાક્ષાત્ વાણી ત્રણ લોકના નાથ, એની વાણીના ભણકાર છે બધા. આહાહા..! જ્યારે વેદકભાવ આવે છે ત્યારે વેદ્યભાવ વિણસી ગયો હોય છે;...' ભોગવવાનો કાળ આવે ત્યારે ભોગવવાની જે ઇચ્છા હતી તે તો હોતી નથી. સમજાય છે આમાં? વેદ્યભાવ વિણસી ગયો હોય છે;...’ જ્યારે વેદકભાવ આવે, ભોગવવાનો કાળ ત્યારે ઇચ્છા જે હતી એ ઇચ્છા તો રહેતી નથી. આહાહા..! વૈદકભાવ કોને વેદે? જ્યારે વેદ્યભાવ આવે છે ત્યારે વેદકભાવ વિણસી ગયો હોય છે;...' વળી પાછી ઇચ્છા થાય ત્યારે વેદકભાવ હોતો નથી. પછી વેદકભાવ વિના વેદ્યને કોણ વેદે? આવી અવ્યવસ્થા જાણીને જ્ઞાની પોતે જાણનાર રહે છે...’ આહાહા..! ઇચ્છા અને સામગ્રીનું ભોગવવું, બેનો મેળ નથી. માટે જ્ઞાની જ્ઞાતાપણે (રહે છે). આહા..! જ્ઞાનીને ઇચ્છા થાય એ તો નબળાઈનું કામ છે. એ ઇચ્છા ભોગવવાની Page #351 -------------------------------------------------------------------------- ________________ ગાથા૨૧૬ ૩૩૭ ચીજ મળે અને ભોગવું એમ નથી. સમજાય છે કાંઈ? એ ઇચ્છાને પણ અંતર આત્માના આનંદ ને જ્ઞાતા દ્વારા જાણે છે. તેથી તેને એ ઇચ્છા કે, આને ભોગવું, એવી ઇચ્છા તેને હોતી નથી. આહાહા...! “અહીં પ્રશ્ન થાય છે કે–આત્મા તો નિત્ય છે તેથી તે બન્ને ભાવોને વેદી શકે છે; ઇચ્છા થઈ અને પછી વેદવાયોગ્ય વસ્તુ થઈ તો બેયને નિત્ય છે તો કરી શકે છે, એમ શિષ્યનો પ્રશ્ન છે. આહાહા.. તો પછી જ્ઞાની વાંછા કેમ ન કરે?’ બહુ વાત ઝીણી. તેનું સમાધાન :- વેદ્ય-વેદક ભાવો વિભાવભાવો છે...” ઇચ્છા થવી અને ભોગવવાનો કાળ આવે એ પણ સામગ્રી અને એનો રાગ, એ બધું નાશવાન છે. આહાહા..! ધર્મી જેને ધ્રુવ ચિદાનંદ પ્રભુ, આનંદનો સાગર જેને દૃષ્ટિમાં આવ્યો છે, એને એ ભોગવવાની ઇચ્છા અને ભોગવવાનો ભાવ, બેય હોતા નથી. આહાહા...! આવું છે). તે વેદકભાવ વિભાવ છે, સ્વભાવભાવ નથી, તેથી તેઓ વિનાશિક છે; માટે વાંછા કરનારો એવો વેદ્યભાવ...” જોયું? ઇચ્છા થાય કે, આ નહિ. એ વાંછા કરનારો એવો વેદ્યભાવ જ્યાં આવે “ત્યાં સુધીમાં વેદકભાવ નાશ પામી જાય છે;” ભોગવવા યોગ્ય ભાવ છે એ તો નાશ પામે. “અને બીજો વેદકભાવ આવે ભોગવવા યોગ્ય) ત્યાં સુધીમાં વેદ્યભાવ નાશ પામી જાય છે;” ભોગવવાનો બીજો ભાવ આવે ત્યાં (સુધીમાં) પેલી જે ઇચ્છા છે–વેદ્યભાવ, એનો નાશ થઈ જાય. એ રીતે વાંછિત ભોગ તો થતો નથી.” ઇચ્છાવાળો વાંછિત ભોગ સામગ્રી એને મળતી નથી તેથી વાંછિત ભોગ ભોગવાતો નથી. આહાહા...! લ્યો, આ ક્ષમાને દિ' પહેલું આ આવ્યું. પર્યુષણ છે ને? આત્માની સેવા કરવી, ઉપાસના (કરવી) એનું નામ પર્યુષણ છે. ભગવાન આત્મા જ્ઞાન ને આનંદનો સાગર પ્રભુ, તેનામાં સન્મુખ થઈને તેની સેવા કરવી, તેમાં એકાગ્ર થવું એ પર્યુષણનું કર્તવ્ય છે. આહાહા...! એ રીતે વાંછિત ભોગ તો થતો નથી. ઇચ્છાવાળી સામગ્રી હોતી નથી અને સામગ્રી હોય, આવે ત્યારે બીજી ઇચ્છા થઈ જાય. આહાહા! તેથી જ્ઞાની નિષ્ફળ વાંછા કેમ કરે? ' જરી અટપટી વાત છે. ટૂંકી તો આ વાત છે કે, જેને ભોગવવાને ઇચ્છે ત્યારે એ ભોગ હોતો નથી, જો હોય તો ઇચ્છા કેમ રહે? અને ઇચ્છા વખતે ભોગવવાની સામગ્રી કે ભોગવવાનો ભાવ અને ભોગવવાનો ભાવ જ્યારે આવે ત્યારે ઓલી વેદ્યનો ઇચ્છાનો કાળ રહેતો નથી. આહાહા.! છે ઝીણું, ભાઈ! આ તો “સમયસાર છે. પરમાત્માની દિવ્યધ્વનિ. આહાહા...! જ્યાં મનોવાંછિત વેદાતું નથી...... આહાહા.! મનમાં જે ઇચ્છા આવે એ વસ્તુને વેદાતી નથી. વાંછા કરવી તે અજ્ઞાન છે. માટે તે ભોગવવાની ભાવના-ઇચ્છા કરવી એ અજ્ઞાન છે. સમજાણું આમાં? એનો શ્લોક. Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ........... ( શ્લોક-૧૪૭ (રવાપાતા) वेद्यवेदक विभावचलत्वाद् वेद्यते न खलु कांक्षितमेव । तेन कांक्षति न किञ्चन विद्वान् सर्वतोऽप्यतिविरक्तिमुपैति।।१४७।। હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે : શ્લોકાર્થ - [ વેદ્ય-વેવ-વિભાવ-વનવા ] વેદ્ય-વેદકરૂપ વિભાવભાવોનું ચળપણું (અસ્થિરપણું) હોવાથી [ 7 ] ખરેખર [ withતમ્ વ વેદ્યતે ન ] વાંછિત વેદાતું નથી; [ તેન ] માટે [ વિદ્વાન વિષ્યન વાંક્ષતિ ન ] જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી; [ સર્વતઃ મપિ ગતિવિરવિત્તમ પૈતિ ] સર્વ પ્રત્યે અતિ વિરક્તપણાને વૈરાગ્યભાવને) પામે છે. ભાવાર્થ :- અનુભવગોચર જે વેદ્ય-વેદક વિભાવો તેમને કાળભેદ છે, તેમનો મેળાપ નથી (કારણ કે તેઓ કર્મના નિમિત્તે થતા હોવાથી અસ્થિર છે); માટે જ્ઞાની આગામી કાળ સંબંધી વાંછા શા માટે કરે ? ૧૪૭. શ્લોક-૧૪૭ ઉપર પ્રવચન (સ્વાગતા) वेद्यवेदकविभावचलत्वाद् वेद्यते न खलु कांक्षितमेव । तेन कांक्षति न किञ्चन विद्वान् सर्वतोऽप्यतिविरक्तिमुपैति ।।१४७।। || વેદ્ય-વે-વિમાવ-નવી ] વેદ્ય નામ કાંક્ષિત ભાવ અને વેદક નામ ભોગવવા યોગ્ય સામગ્રી અને એ વખતનો ભોગવટાનો ભાવ. એ વિભાવભાવોનું ચળપણું અસ્થિરપણું) હોવાથી.. આહાહા. જેને અતીન્દ્રિય આનંદનો અનુભવ અને ભોગવટો છે એને આવી Page #353 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૪૭ ૩૩૯ ઇચ્છા અને ભોગવવાના ભાવનો મેળ નથી એટલે ઇચ્છા કેમ કરે? આહાહા..! એ ઇચ્છા અજ્ઞાનભાવ છે. એ પહેલું આવી ગયું છે ને? નિર્જરા અધિકાર’. એ અજ્ઞાનભાવ છે, એ જ્ઞાનભાવવાળો ભગવાન એ અજ્ઞાનભાવને કેમ કરે? આહાહા..! નબળાઈની ઇચ્છા આવે છે ઇ ઇચ્છા, ભવિષ્યને ભોગવું એમ નથી. એ તો વર્તમાનમાં નબળાઈની ઇચ્છા થઈ તેને જાણે છે. આહાહા..! આમ તો એમેય આવ્યું કે, જ્ઞાનીને એવો રાગ આવે અને ઇલાજ પણ કરે. આવ્યું હતું ને? ઇ ઇલાજ કરે એનો અર્થ કે એની વૃત્તિ રાગ આવ્યો, દૂર થતો નથી એટલી વીતરાગતા પ્રગટ નથી થતી. એથી તેને રાગ આવે એને ઇલાજ કરે. આહાહા..! પણ તે ઇલાજ અને રાગ, બેયને ઇ જાણનાર રહે છે. આહાહા..! અરે..! વીતરાગ માર્ગ તો જુઓ! આહાહા..! દિગંબર સંતોની શૈલી તો જુઓ! આહાહા..! ભેદજ્ઞાનના, ૫૨થી ભિન્ન, એના ભાનવાળાની વાતું છે અહીં તો. આહાહા..! સમજાય છે કાંઈ? જેણે ૫૨થી ભિન્ન પાડીને ભગવાનને જોયો છે અને જેને રાગની એકતાબુદ્ધિના ભૂક્કા ઉડાવી દીધા છે. આહાહા..! એવા ધર્મીને વાંછિત ભોગવાતું નથી માટે વાંછા કેમ હોય? શું કહ્યું સમજાણું કાંઈ? જે ઇચ્છા થાય ત્યારે એ ભોગવવાની વસ્તુ નથી અને ભોગવવાની વસ્તુ આવે ત્યારે ઓલી ઇચ્છા રહેતી નથી. માટે તે વાંછિત ભોગવાતું નથી માટે વાંછા કેમ કરે? એ ‘સુમનભાઈ' આ બધું આવું આકરું છે. ત્યાં ઘરે સમજાય એવું નથી ત્યાં. ૨૧૬ ગાથા. આહાહા..! મુમુક્ષુ :– હોશિયાર માણસ હોય એ ન સમજી જાય? ઉત્તર :– હોશિયાર કોને કહેવા? પૈસા મળે ન્યાંની બહારની હોશિયારી કહેવાય. અજ્ઞાનની (હોશિયારી). આહાહા..! ચૈતન્ય ભગવાન આનંદનો સાગર, એની જેને દૃષ્ટિ અને વેદન થયા એ જીવ વાંછિત વેદાતું નથી; માટે...' વાંછા કરતો નથી. આ એનો સા૨ છે. સમજાણું કાંઈ? કેમકે ધર્મીને તો ઇચ્છા અને સામગ્રી બેય નાશવાન છે. આહાહા..! તે નાશવાનની, અવિનાશીના આશ્રયવાળા ધર્મીને નાશવાનની ઇચ્છા કેમ હોય? આહાહા..! અવિનાશી ભગવાન નિત્યાનંદ પ્રભુ, આહાહા..! એના પડખે ચડી ગયો છે, એને આ નાશવાન ઇચ્છા અને એનું ભોગવવું એ ભાવ કેમ હોય? ‘કાંતિભાઈ’ આવી વાતું છે, સાંભળી નથી ત્યાં. ઇ કહે છે ને, ઇ કહે છે, ભાઈ! સાંભળવા મળતી નથી. વાત તો એવી છે, બાપા! આહા..! શું કહીએ? આહાહા..! વીતરાગ પરમાત્મા, એનો પોકાર છે કે, પ્રભુ! તું ઉત્તમ ક્ષમા કર. એટલે કે આ વેદનને વેદ તો તને ઉત્તમ ક્ષમા પ્રગટ થશે. આત્મા વેદાવાયોગ્ય છે તેને વેદ. આ ઇચ્છા અને વેદાવાયોગ્ય વસ્તુ, એ તારી નથી. સમજાણું કાંઈ? ભગવાનઆત્મા જ વેદક છે અને વેદ્ય છે. પોતે જ વેદાવાયોગ્ય અને વેદક પોતે જ છે. આહાહા..! સમજાય છે કાંઈ? ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ! અતીન્દ્રિય આનંદથી છલોછલ પ્રભુ ભર્યો છે, એના જેને ભણકાર પડખે Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ચડીને વાગ્યા છે, આવ્યા છે. આહાહા...! એવા ધર્મીને વાંછા અને વાંછાને ભોગવવાનો કાળ એને મેળ નથી, તેથી તે વાંછા કેમ કરે? સમજાય છે કાંઈ? નબળાઈની ઇચ્છા આવે એ જુદી વસ્તુ છે અને વાંછા ભોગવવું, એની વાંછા આવવી એ જુદી ચીજ છે. આહાહા...! શું કહ્યું? નબળાઈની રાગની વૃત્તિ ઉઠે એ તો એક નબળાઈને કારણે પણ એ વૃત્તિમાં ભવિષ્યની ચીજને ભોગવું એવી વૃત્તિ એમાં નથી. આહાહા.! અહીં તો જેને ઇચ્છા થાય ત્યારે ભોગવવાની સામગ્રી ન હોય અને ભોગવવાની સામગ્રી આવે ત્યારે ઇચ્છા ન હોય. એવી અવસ્થાનો મેળ ક્યાંય નથી. તેથી જે ભગવાન આત્મા વેદાવા યોગ્ય અને વેદક પોતે જ છે. આહાહા...! વેદાવાને લાયક અને વેદન કરનાર એ પોતે જ છે. આહાહા.! સમજાય છે કાંઈ? ઝીણી વાત છે, ભાઈ! આ તો અપૂર્વ વાત છે. એમાં આ તો પર્યુષણના દિવસ. આહાહા...! આખો સંસાર ભૂલી ગયા અને ભગવાનને સંભાર્યા. આહા! વીતરાગ સ્વરૂપી પ્રભુ, એના જેને સ્મરણ આવ્યા, અનુભવ તો હતો પણ પાછું સ્મરણ–યાદ આવ્યું, આહાહા...! ત્યારે તેના વેદનમાં આત્માનો આનંદ વેદાય અને વેદાવા લાયક પણ પોતે અને વેદનારો પણ પોતે. આહાહા...! એને વાંછા અને વાંછાનો ભોગવવાનો સમય, બેનો મેળ નથી એને એ કેમ ઇચ્છે? એ તો અજ્ઞાનભાવ છે. આહાહા! કઈ પદ્ધતિ છે? જૈનધર્મની કઈ પદ્ધતિ છે એ કોઈ અલૌકિક છે, બાપુ! આહાહા...! એ અહીં કહે છે, “વેદ્ય-વેદકરૂપ વિભાવભાવોનું ચળપણું (અસ્થિરપણું) હોવાથી ખરેખર...” [biક્ષિતમ્ વ વેદ્યતે | ‘વાંછિત વેદાતું નથી...” જેની ઇચ્છા છે તે કાળે તે વસ્તુ વેદાતી નથી. આહા...! તે કાળે એ વસ્તુ નથી. “વાંછિત વેદાતું નથી; માટે... “વિકા આહાહા...! છે આ વિદ્વાન કહ્યું ને? ભાઈ, લાલચંદભાઈ! એ વિદ્વાન, બાપા! આહા! દુનિયાના જાણપણા હોય ન હોય, અરે. શાસ્ત્રના પણ વિશેષ જાણપણા હોય ન હોય એની સાથે કાંઈ (સંબંધ નથી). આહાહા.! વિદ્વાન તો એને પરમાત્મા કહે છે, ભગવાન આત્મા રાગથી રહિત પૂર્ણાનંદનો નાથ જેને વેદનમાં આવ્યો, એવો વિદ્વાન પરની ઇચ્છા કેમ કરે? આહાહા...! આ વિદ્વાન. આ મોટા પંડિતોના નામ ધરાવે પણ સમ્યગ્દર્શન ને વેદન નથી તે વિદ્વાન નથી. આહાહા...! ભાષા જુઓને! - વિદ્વાન એટલે જ્ઞાની, વિદ્વાન એટલે સમ્યગ્દષ્ટિ, વિદ્વાન એટલે ધર્માત્મા. આહાહા.! ‘વિષ્યન વકાંક્ષતિ ન “જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી” આહાહા.સ્વર્ગ ગતિ મળે કે આ ગતિ મળે, પણ એ કાંઈ વાંછતો નથી. આહાહા.... જેને ભગવાન આત્મા શુદ્ધ સામાન્ય જેનો સ્વભાવ છે તેમાં જેની દૃષ્ટિ પડી, આહાહા.! ધ્રુવ, ધ્યાનમાં જ્યાં ધ્રુવ આવ્યો, ધ્યાનની પર્યાયમાં ધ્રુવ જ્યાં આવ્યો, એ ધીરજથી. આહાહા! એ અનુભવની ધુણી ધખાવે. આહાહા...! ઓલા બોલ કહ્યા હતા ને? તેર બોલ કહ્યા હતા. આવ્યા ત્યારે આવ્યા, પછી અત્યારે યાદેય Page #355 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૪૭ ૩૪૧ ન હોય. આહાહા.! ધીરજથી ધ્રુવની ધુણી ધખાવ. તેને ધર્મી ધર્મ ધુરંધર કહે છે. આહાહા...! બાકી બધી રાગની ક્રિયા ને આ ને તે ને એ બધા ધર્મી નથી. આહાહા...! ઝીણું, બાપુ! આહાહા.! ભગવાન! તારી મહિમાનો પાર નથી, પ્રભુ! આહાહા.. તારી મહિમા પૂર્ણ સર્વજ્ઞ પણ કહી શકે નહિ. જે સ્વરૂપ સર્વશે દીઠું જ્ઞાનમાં, જે સ્વરૂપ સર્વશે દીઠું જ્ઞાનમાં એમ કેમ લીધું છે? શ્રુતજ્ઞાની છે, દેખે છે પણ એ પ્રદેશને દેખતો નથી અને સર્વજ્ઞ છે એ તો બધું પૂર્ણ દેખે છે. અસંખ્ય પ્રદેશ અનંત ગુણ પ્રત્યક્ષ બધું ભાળે છે. જે સ્વરૂપ સર્વશે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ તે પણ શ્રી ભગવાન જો અપેક્ષાથી કહ્યું છે. પાંચમી ગાથામાં તો પૂર્ણ કર્યું, એમ પણ આવે છે. “સમયસારની પાંચમી ગાથા. બધું કહ્યું એમેય આવે છે. અહીં એ પૂર્ણ નથી કહ્યું એ અપેક્ષાએ (વાત છે). કારણ કે જેટલું જાણવામાં આવે એનાથી અનંતમે ભાગે કથનમાં આવે. આહાહા...! મુમુક્ષુ :- ઇ કથનનો અનંતમો ભાગ ગણધર પકડે. ઉત્તર :- તે સ્વરૂપને સર્વજ્ઞ વાણી તે શું કહે? અન્ય વાણી તે શું કહે? સર્વજ્ઞ ન કહે તો તે સ્વરૂપને અન્ય વાણી શું કહેઃ “અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?’ સર્વજ્ઞપણાની દશા મને ક્યારે પ્રગટશે? એ વાત કહે છે. આટલી દશાએ મને સંતોષ નથી. આહાહા...! સમ્યગ્દર્શન, જ્ઞાન ને સ્વરૂપની સ્થિરતાનો અંશ આવ્યો એટલે સંતોષ નથી. આહાહા.. મારો નાથ પૂર્ણ મને પર્યાયમાં અનુભવમાં આવે એવી જે સર્વજ્ઞ દશા, અપૂર્વ અવસર કયારે આવશે? આહા! ત્યારે અમારે ત્યા એની ટીકા કરતા હતા કે, અપૂર્વ અવસર, મુનિપણું ધ્યે તો કોણ ના પાડતું હતું? અપૂર્વ અવસર કયારે આવશે? ક્યારે આવશે? એમ કહેતા. (સંવત) ૧૯૮૦ની સાલમાં. અરે.! ભગવાન! તને મુનિપણું કોને કહેવું છે તને ક્યાં ખબર છે, એમ કરીને મશ્કરી કરતા હતા. બાહ્યાંતર નિગ્રંથ જો આવે છે ને પહેલું? બાહ્ય નિગ્રંથ થાવું હોય, મુનિ થાવું હોય તો કોણ રોકતું હતું એને? મુનિ એટલે આ માને એવા. અરે ભાઈ ભાવમુનિપણું કોઈ અલૌકિક ચીજ છે. આહા! એની ભાવના ભાવી છે. ત્યારે એની ટીકા કરી કે, ભાવના લેવાની તાકાત નથી. આ મુનિપણું અમે લઈને બેઠા. તમે મુનિપણું ન લઈ શકો? પણ મુનિપણું હતું કે દિ તારે? હું ગૃહીત મિથ્યાત્વ છે. અરે રે! શું થાય? જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી;” “સર્વતઃ પિ એટલે સર્વતઃ પણ “તિવિરચિતમ્ ૩પતિ “સર્વ પ્રત્યે અતિ વિરક્તપણાને... આહાહા! ધર્મી તો સર્વત્ર અતિ વિરક્ત નામ વૈરાગ્યપણાને પામે છે. આહાહા...! ગમે તેના પ્રસંગમાં એ તો વૈરાગ્યપણાને પામે છે. આહાહા...! પરથી ધર્માત્મા ઉદાસ છે. જ્ઞાન અને વૈરાગ્ય શક્તિ બે સાથે પ્રગટેલી હોય છે. આહાહા...! પહેલું ઈ આવી ગયું ને? પહેલી ગાથામાં દ્રવ્યનિર્જરા, બીજી ગાથામાં ભાવનિર્જરા. પછી કહ્યું Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ કે જ્ઞાન અને વૈરાગ્ય બે શક્તિ છે). પૂર્ણ પ્રભુ પરમાત્મા, એનું અંદર જ્ઞાન અને પુણ્ય ને પાપના વિકલ્પથી વિરક્ત એવો વૈરાગ્ય. આહાહા. વૈરાગ્ય એટલે આ બાયડી, છોકરા છોડ્યા એ નહિ. એ ગ્રહણત્યાગ પ્રભુમાં છે જ નહિ. આહાહા...! પણ અહીંયાં તો એમ કહ્યું... આહાહા...! રાગનો ત્યાગ. એટલે પુણ્ય-પાપના ભાવનું વિરક્તપણું જે હતું, રક્તપણું હતું એ વિરક્ત થઈ ગયો, એનું નામ વૈરાગ્ય છે. આહાહા.! “પુણ્ય-પાપ અધિકાર’માં આવે છે. શુભ ને અશુભ બેય ભાવથી વિરક્ત છે. રક્ત હતો ત્યાં મિથ્યાષ્ટિ હતો. આહાહા...! વિરક્ત છે તે જ્ઞાની વૈરાગી છે. આહાહા...! સમજાણું કાંઈ? આહાહા...! સર્વ પ્રત્યે આહાહા.! “અતિ વિરક્તપણાને પામે છે. આહાહા! એક પ્રસંગ નાટકમાં જોયો હતો. ઘણા વર્ષની વાત છે– સંવત) ૧૯૬૮-૬૯. એ લોકોમાં ધ્રુવ’ આવે છે ને? ધ્રુવ ને પ્રહલાદ એ ધ્રુવ હતો રાજકુમાર. પછી એની માતા મરી ગયેલા એટલે એનો બાપ બીજી પરણેલો પણ પોતે સાધુ થયો. અન્યમતિનો બાવો. “ભાવનગર થિયેટરમાં જોયેલું. એ ૧૯૬૮ની સાલ. ૬૭ વર્ષ થયા. ત્યાં થિયેટર છે. ત્યારે એ ધ્રુવ’ આમ લાપી હોય છે ને આમ બેઠકની? હવે એને દેવીઓ ચળાવવા આવે છે. નાટકમાં આમ લીલા પડદા હોય, વનસ્પતિ દેખાય ને આમ વન જેવું? “ભાવનગરની વાત છે. ત્યાં બહાર થિયેટર છે. પછી દેવીઓ આવે છે અને લલચાવે છે કે, હે રાજન્ પુત્રા આ જુઓ અમારા શરીર સુંદર માખણ જેવા, આવા અમારા ગાલ, અમારા શરીર આવા, હાથ આવા, પગ આવા. પછી ધ્રુવ કહે છે, “માતા! મારે શરીર એકાદ ધારણ કરવાનું હોય તો તારી કુંખે આવીશ, બાકી બીજી વાત નથી.” “કાંતિભાઈ આ તમારા “ભાવનગરમાં સાંભળેલું, તે દિ ૧૯૬૮. થિયેટરમાં એવા વૈરાગ્યના પહેલા નાટક બહુ હતા. એટલે વૈરાગ્યનું જોવાનું (બને), નિવૃત્તિ ઘણી એટલે જોવા જતા. નરસિંહ મહેતાનું, “મીરાબાઈનું, “અનુસૂયાના આવા નાટકો ઘણા જોયેલા. આહાહા...! એ “ધ્રુવ' કહે છે, પડદામાં આમ મોટું વન (હતું). પડદા હોય ને આમ લીલા? અને આમ ઊડે વનમાં બેઠેલો. દેવીઓ ઉપરથી ઉતરે છે. બે ઓલી હોય સૂતર, દોરડા અને એક પાટીયું હોય એમાં પગ મૂકેલો હોય. બે બાજુથી ઉતરે છે અને લલચાવે છે. આહાહા...! તે દિ સાંભળ્યું ત્યારે એમ થયું) વાહ! “માતા! મારે જો શરીર ધારણ કરવાનું હશે, એકાદ ભવ (તો) તારી કુંખે આવીશ, માતા! બીજી વાત રહેવા દે. આહાહા...! એવું તો અન્યમતિમાં નાટકમાં પાડતા. આહાહા...! અહીં કહે છે કે, વૈરાગી ધર્માત્માને “સર્વ પ્રત્યે અતિ વિરક્તપણાને વૈરાગ્યભાવને) પામે છે. આહાહા...! એ ઇન્દ્રના ઇન્દ્રાસનો પણ જેને વૈરાગ્ય ઉપજાવે છે. આહાહા...! આ નહિ, આ નહિ, આ બધી હોળી સળગે છે. અરે. મારી ચીજ નહિ. મારામાં તો આનંદનો Page #357 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૪૭ ૩૪૩ ભંડાર ભર્યો પ્રભા આહાહા..! એની ધીખતી ધૂણીમાં રહેનારો હું. આહાહા...! ચક્રવર્તીના રાજ ઉપરથી પણ વૈરાગ્ય હોય છે. સમજાય છે કાંઈ? એને નિર્જરા થાય છે, એમ અહીંયાં કહેવું છે. એને પૂર્વના કર્મ આવે છે ખરી જાય છે. આહાહા...! આમ કહે કે, અપવાસ કરે તપ કહેવાય, તપ કરે એને નિર્જરા કહેવાય. બધી ગપ્યું છે, સાંભળને! એ અપવાસ અપવાસ છે, ઉપવાસ નથી. ઉપવાસ તો ભગવાન આનંદનો નાથ એના ઉપ નામ સમીપમાં જઈને અંદર વસવું (તે ઉપવાસ છે). આહાહા...! એવા ઉપવાસને અહીંયાં નિર્જરાનું કારણ કહે છે. આ તો બધી લાંઘણું છે. પાપાનુબંધી પુણ્ય બાંધે. આહાહા...! અહીં એ કહે છે, ભાવાર્થ :- “અનુભવગોચર જે વેદ્ય-વેદક વિભાવો તેમને કાળભેદ છે,” ઈચ્છા અને વેદાવાનો ભાવ બેને કાળભેદ છે. આહાહા..! તેમનો મેળાપ નથી.” ઇચ્છાના કાળને અને ભોગવવાના કાળને મેળ નથી. આહાહા! (કારણ કે તેઓ કર્મના નિમિત્તે થતા હોવાથી અસ્થિર છે);.’ આહા...! ઇચ્છા પણ કર્મના નિમિત્તથી અસ્થિર અને સામગ્રી મળવી એ પણ કર્મના નિમિત્તથી અસ્થિર. માટે જ્ઞાની આગામી કાળ સંબંધી વાંછા શા માટે કરે?’ આહાહા! ભવિષ્યના ભોગોની વાંછા પરમાત્મા વૈરાગી કેમ કરે? આહાહા...! સમજાણું કાંઈ? બહુ વાતું એવી છે, બાપુ! આહાહા...! અરેરા જેના ઉપર જીવને અત્યંત પ્રેમ છે એવું આ શરીર ખરેખર કેવળ વેદનાની મૂર્તિ છે. શ્રી કુંદકુંદચાર્યદેવ ભાવપાહુડમાં કહે છે : એક તસુમાં ૯૬ રોગ તો આખા શરીરમાં કેટલા ? વિચાર તો કર પ્રભુ –આ શરીર તો જડ છે, વેદનાની મૂર્તિ છે. ભગવાન જ્ઞાયક આત્મા આનંદની મૂર્તિ છે, ચૈતન્યચમત્કારથી ભરપૂર મહાપ્રભુ છે કે જેની પૂર્ણ પર્યાય પ્રગટ થતાં ત્રણકાળ ને ત્રણલોકને યુગપદ દેખે. એવી અનંતી પૂર્ણ પર્યાયની તાકાતનો પુંજ એવો જ્ઞાનગુણ, એવી અનંતી શ્રદ્ધાપર્યાયની તાકાતનો પિંડ એવો શ્રદ્ધાળુણ, એવી અનંતી સ્થિરતાપર્યાયની તાકાતનું દળ એવો ચારિત્રગુણ, પૂર્ણ આનંદની પર્યાયનું ધ્રુવ તળ એવો આનંદગુણ–આવા અનંત-અનંત ગુણો પરિપૂર્ણ તાકાત સહિત અંદર ભગવાન આત્મામાં પડ્યા છે. અહા આ પરિપૂર્ણ દ્રવ્યસ્વભાવના અવલંબનથી કેવળજ્ઞાન આદિ પરિપૂર્ણ પર્યાય પ્રગટ થશે, મોક્ષમાર્ગ કે જે અપૂર્ણ પર્યાય છે તેના આશ્રયે પણ પરિપૂર્ણ પર્યાય પ્રગટ નહિ થાય. પૂર્ણ જ્ઞાનાનંદની શીતળ પાટ–ધ્રુવ દ્રવ્યસ્વભાવ-અંદર સદા વિદ્યમાન છે, તેનો આશ્રય કરીશ તો સમ્યગ્દર્શન થશે, તેનો ઉગ્ર આશ્રય કરીશ તો ચારિત્ર થશે અને તેના પૂર્ણ આશ્રયથી કેવળજ્ઞાન આદિની પૂર્ણ દશા પ્રગટ થશે. છૂટવાનો માર્ગ આવો છે ભાઈ! આત્મધર્મ અંક-૧, જાન્યુઆરી–૨૦૦૮ Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ (ગાથા–૨૧૭) તથાપ્તિ . बंधुवभोगणिमित्ते अज्झवसाणोदएसु णाणिस्स। संसारदेहविसएसु णेव उप्पज्जदे रागो।।२१७।। बन्धोपभोगनिमित्तेषु अध्यवसानोदयेषु ज्ञानिनः । संसारदेहविषयेषु नैवोत्पद्यते रागः ।।२१७।। इह खल्वध्यवसानोदयाः कतरेऽपि संसारविषयाः, कतरेऽपि शरीरविषयाः । तत्र यतरे संसारविषयाः ततरे बन्धनिमित्ताः, यतरे शरीरविषयास्तरे तूपभोगनिमित्ताः । यतरे बन्धनिमित्तास्ततरे रागद्वेषमोहाद्याः, यतरे तूपभोगनिमित्तास्ततरे सुखदुःखाद्याः। अथामीषु सर्वेष्वपि ज्ञानिनो नास्ति रागः, नानाद्रव्यस्वभावत्वेन टङ्कोत्कीर्णैकज्ञायकभावस्यभावस्य तस्य तत्प्रतिषेधात् । એ રીતે જ્ઞાનીને સર્વ ઉપભોગો પ્રત્યે વૈરાગ્ય છે એમ હવે કહે છે - સંસારદેહસંબંધી ને બંધોપભોગનિમિત્ત જે, તે સર્વ અધ્યવસાનઉદયે રાગ થાય ન જ્ઞાનીને. ૨૧૭. ગાથાર્થ - વન્યોપમોનિમિત્તેપુ] બંધ અને ઉપભોગનાં નિમિત્ત એવા [ સંસરવેદવિષયેy] સંસારસંબંધી અને દેહસંબંધી [ અધ્યવરનોયેy ] અધ્યવસાનના ઉદયોમાં [ જ્ઞાનિનઃ ] જ્ઞાનિને [ 5|: ] રાગ [ ન વ સત્વરે ] ઊપજતો જ નથી. ટીકા - આ લોકમાં જે અધ્યવસાનના ઉદયો છે તેઓ કેટલાક તો સંસારસંબંધી છે અને કેટલાક શરીરસંબંધી છે. તેમાં, જેટલા સંસારસંબંધી છે તેટલા બંધનનાં નિમિત્ત છે અને જેટલા શરીરસંબંધી છે તેટલા ઉપભોગનાં નિમિત્ત છે. જેટલા બંધનનાં નિમિત્ત છે તેટલા તો રાગદ્વેષમોહાદિક છે અને જેટલો ઉપભોગનાં નિમિત્ત છે તેટલા સુખદુઃખાદિક છે. આ બધાયમાં જ્ઞાનીને રાગ નથી; કારણ કે તેઓ બધાય નાના દ્રવ્યોના સ્વભાવ હોવાથી, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવા જ્ઞાનીને તેમનો નિષેધ છે. ભાવાર્થ :- જે અધ્યવસાનના ઉદયો સંસાર સંબંધી છે અને બંધનનાં નિમિત્ત છે તેઓ તો રાગ, દ્વેષ, મોહ ઈત્યાદિ છે તથા જે અધ્યવસાનના ઉદયો દેહ સંબંધી છે અને ઉપભોગનાં નિમિત્ત છે તેઓ સુખ, દુઃખ ઈત્યાદિ છે. તે બધાય (અધ્યવસાનના ઉદયો, નાના દ્રવ્યોના Page #359 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૧૭ ૩૪૫ (અર્થાત્ પુદ્ગલદ્રવ્ય અને જીવદ્રવ્ય કે જેઓ સંયોગરૂપે છે તેમના) સ્વભાવ છે; શાનીનો તો એક શાયકસ્વભાવ છે. માટે જ્ઞાનીને તેમનો નિષેધ છે; તેથી જ્ઞાનીને તેમના પ્રત્યે રાગપ્રીતિ નથી. પરદ્રવ્ય, પરભાવ સંસારમાં ભ્રમણનાં કારણ છે; તેમના પ્રત્યે પ્રીતિ કરે તો જ્ઞાની શાનો ? ગાથા-૨૧૭ ઉ૫૨ પ્રવચન એ રીતે જ્ઞાનીને..” જ્યાં નિધાન આત્માના જણાણા.. આહાહા..! જેના વલણ ફરી ગયા છે, રાગ ને નિમિત્ત ઉપર ને પર્યાય ઉપર વલણ હતું એ વલણ ઝુકાવ્યું ધ્રુવમાં. આહાહા..! જે વલણને—પર્યાયને ધ્રુવમાં લઈ ગયો. એવા ધર્માત્માને સર્વ ઉપભોગો પ્રત્યે વૈરાગ્ય છે એમ હવે કહે છે :-’ આહાહા..! ૨૧૭. बंधुवभोगणमित् अज्झवसाणोदएसु उप्पज्जदे संसारदेहविस सु णेव સંસારદેહસંબંધી ને બંધોપભોગનિમિત્ત જે. તે સર્વ અધ્યવસાનઉદયે રાગ થાય ન જ્ઞાનીને. ૨૧૭. णाणिस्स । રાશો।।૨૧૭|| ટીકા :– આ લોકમાં જે અધ્યવસાનના ઉદયો છે...’ વિકારી ભાવ તેઓ તો કેટલાક સંસા૨સંબંધી છે...’ સંસાર સંબંધી કેટલાક વિકારી ભાવ હોય છે. કેટલાક શરીરસંબંધી છે.’ શરીરને મેળવું ને શરીરને આમ કરું, એવા હોય છે. તેમાં જેટલા સંસા૨સંબંધી છે તેટલા બંધના નિમિત્ત છે...’ આહાહા..! ‘સંસરણ ઇતિ સંસાર' વિકારીભાવ આખો, એની જેને એકત્વ ભાવના છે એ બધા બંધના નિમિત્ત છે. શું કહ્યું સમજાણું? સંસાર જે વિકારી ભાવ સંસાર છે. સંસાર કોઈ સ્ત્રી, કુટુંબ-પરિવાર સંસાર નથી. સ્વરૂપમાંથી સંસ૨ણ-ખસી જઈને વિકારભાવમાં આવ્યો તે સંસાર કહેવાય છે. આહાહા..! એ સંસાર ને, આહાહા..! સંસારસંબંધી જે વિકારો તે બધા બંધના નિમિત્ત છે. શરીરસંબંધી જે ભાવો એ ‘ઉપભોગનાં નિમિત્ત છે.’ ભોગવવાના ભાવ છે ઇ. આહાહા..! શું કહ્યું સમજાણું? શુભાશુભભાવ જે સંસાર એના સંબંધીના જે અધ્યવસાયો–એકતાબુદ્ધિ એ બધા બંધના કારણ છે અને શરીરસંબંધીના અધ્યવસાયો એ ઉપભોગ, હું ભોગવું શરીરને, આને ભોગવું, આને ભોગવું, આને ભોગવું.. આહાહા..! ઉપભોગનાં નિમિત્ત છે તેટલા સુખદુઃખાદિક છે.’ સુખદુઃખની કલ્પનાના ઉપભોગના પરિણામ છે એ તો. શું કહ્યું? સંસાર નામ વિકારી ભાવના જે અધ્યવસાય એ તો બધા બંધના નિમિત્ત, એક વાત. Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ હવે શરીરસંબંધીના જે અધ્યવસાયો, જે ભોગવવાના ભાવ સુખ-દુઃખ, એ પણ બંધના કારણ છે. આહાહા...! સંસારી સુખ-દુઃખની વાત છે હોં આ. આત્માના સુખાની નહિ. આહા...! જેટલા ઉપભોગનાં નિમિત્ત છે તેટલા સુખદુઃખાદિક છે. એટલી સુખ-દુઃખની કલ્પનાઓ. આહાહા.! શરીર સંબંધી, સ્ત્રી સંબંધી, પૈસા સંબંધી, કુટુંબ સંબંધી, આબરુ સંબંધી વગેરેના જે ભોગવવાના ભાવ, એ બધા ઉપભોગના નિમિત્ત એ સુખદુઃખાદિ છે. સુખદુઃખ એટલે સંસારી કલ્પના. “આ બધાયમાં જ્ઞાનીને રાગ નથી;.” આહાહા...! સંસારસંબંધી વિકારી ભાવનો રાગ નથી, પ્રેમ નથી તેમ શરીર સંબંધી આદિ ભોગવવાના ભાવ, તેનો તેને પ્રેમ નથી. આહાહા..! ધર્મી ખરેખર તો ઉદયભાવથી મરી ગયો છે અને પારિણામિક ભાવથી જીવે છે. બહુ વાતું આકરી, ભાઈ! આહાહા.! રાગ આવે છતાં એનું જીવન એ નથી. આહાહા.! જ્ઞાયકભાવ પારિણામિક તો વળી પરમાણુમાંય હોય પણ આ જ્ઞાયકભાવરૂપી પારિણામિક ભાવ. એ એનું વેદન અને એ એનો ભાવ છે. એ મોક્ષના કારણ છે. અને સંસાર ને શરીરસંબંધી ભોગ, શરીરસંબંધીમાં ઉપભોગના સુખ-દુઃખ પરિણામ, સંસારસંબંધીના ભાવો બધા વિકાર બંધના કારણ. બેય છે તો બંધના કારણ, પણ અહીં તો ભોગ કર્તાપણાના અને ભોક્તાપણાના લેવા છે). આહાહા...! સમજાણું કાંઈ? એક સંસારસંબંધીના વિકારના કર્તાપણાના ભાવ અને એક શરીર આદિના ભોગવવાના ભાવ, એ બેય વિકારી ભાવ છે. આહાહા.! બહુ કામ, ભાઈ! આમાં. આ બધાયમાં જ્ઞાનીને રાગ નથી” આહાહા...! એ બધાયમાં, જેને આત્માના સ્વભાવનો પ્રેમ જાગ્યો. આહાહા...! રુચિ અનુયાયી વીર્ય. જેનું પોષાણ રુચિનું આવ્યું. ભગવાન આનંદના નાથનું પોષાણ આવ્યું, આહાહા..! એને રાગ પોષાતો નથી. સમજાય છે કાંઈ? આરે...! આવી વાત. કાલે એક જણો કહેતો હતો, “હિમતલાલ', બાવો થાય તો સમજાય. પણ બાવો જ છો, સાંભળને! એમ કે બાયડી, છોકરા છોડીને બાવો થાઈએ તો આવું બેસે. પણ અત્યારે જ બાવો છો. રાગથી રહિત છો, સાંભળને આહાહા.! છે? જ્ઞાનીને તેમાં પ્રેમ નથી. આહાહા...! સંસારસંબંધીના વિકારી ભાવો કે શરીરસંબંધીના ભોગવવાના ભાવો, સંસારસંબંધીના કર્તાના વિકારી ભાવો અને શરીરસંબંધી આદિ ભોગવવાના ભાવો, બેયમાં રાગ નથી. આહાહા...! આવી વાતું હવે. વળી છ ખંડના રાજમાં હોય તોપણ કહે છે, છ ખંડના રાજનો રાગ નથી અને રાગ આવે તેનો રાગ નથી. આહાહા...! સમજાણું કાંઈ? આહાહા...! કારણ કે તેઓ બધાય નાના દ્રવ્યોના સ્વભાવ હોવાથી....' નાના એટલે અનેક પ્રકારના વિકારી ભાવો હોવાથી. અનેક દ્રવ્યોના એટલે વિકારીભાવોના. આહાહા.! એ આત્માનું દ્રવ્ય નહિ. સંસારસંબંધીના કર્તાના રાગ-દ્વેષના ભાવ અને શરીરાદિના ભોગવવાના સુખ-દુઃખના ભાવ એ નાના દ્રવ્યો એટલે અનેક પ્રકારના દ્રવ્યોનો એ તો સ્વભાવ છે. એ પ્રભુનો સ્વભાવ Page #361 -------------------------------------------------------------------------- ________________ ગાથા૨૧૭ ૩૪૭ નથી. આહાહા...! ‘ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે... ઓલા અનેક પ્રકારના રાગાદિ નાનાઅનેક દ્રવ્યોના સ્વભાવ વિકારી, ત્યારે ભગવાન આત્મા ટંકોત્કીર્ણ-શાશ્વત એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે. શાશ્વત એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવા જ્ઞાનીને તેમનો નિષેધ છે.” આહાહા...! સંસારસંબંધીના કર્તાપણાના વિકારી ભાવો અને ભોગવવા સંબંધીના સુખદુઃખના ભાવો. આહાહા.! તે ધર્મીને તેનો નિષેધ છે. આહા.! ઇન્દ્રાસનમાં પડ્યો, કરોડો અપ્સરાઓ, ઈન્દ્રાણીઓ ભોગવે? તો કહે, ના. એ ભોગવવું છે જ નહિ. આહાહા.! એ ભાવ પ્રત્યે પ્રેમ છૂટી ગયો છે. જેમાંથી સુખબુદ્ધિ ઊડી ગઈ છે. આહાહા.! રાગ ને રાગના સાધનો, એની સુખબુદ્ધિ ઊડી ગઈ છે. આહાહા...! અરે.! આવી વાતું. બે વાત લીધી. એક કોર સંસારસંબંધીના વિકારી ભાવો કર્તાપણાના, એક કોર શરીરાદિના ભોગવવાના ભાવો. ઇન્દ્રિયો, વિષય, સ્ત્રી આદિ. એ બધા જ્ઞાનીને તેમાં રાગ નથી. આહાહા...! કારણ કે તેઓ અનેક દ્રવ્યોના, પોતાના દ્રવ્યના સ્વભાવ સિવાયના બીજા દ્રવ્યોનો એ તો સ્વભાવ છે. આહાહા! એ રાગ-દ્વેષ સંસારસંબંધીના અને સુખ-દુઃખના ભાવો એ જીવદ્રવ્યનો સ્વભાવ નથી, અનેરા દ્રવ્યોનો સ્વભાવ છે. નાના નામ જગતના અનેક પ્રકારના જડ દ્રવ્ય, એનો એ સ્વભાવ છે. આહાહા...! મારો સ્વભાવ શાશ્વત એક જ્ઞાયકભાવ (છે). આહાહા...! ઓલો તો ક્ષણિક ભાવો, સુખદુઃખના અને કર્તાપણાના. પ્રભુ આત્મા... લૂખું લાગે એવી વાતું છે. આહા...! મૂળ રકમની વાત છે ને! જેણે આત્મા આનંદનો નાથ એનો સ્વીકાર થયો છે અને આવા કર્તા અને ભોગવવાના વિકારનો સ્વીકાર કેમ હોય? આહા...! એક મ્યાનમાં બે તલવાર રહી શકે નહિ. જેને વિકાર ને સુખ-દુઃખના પરિણામનો આદર છે, તેને ભગવાન આત્માનો અનાદર છે. આત્માનો જેને આદર છે. આહાહા.! એને એ કર્તા અને ભોક્તાપણાના ભાવનો આદર નથી. કેમકે એ તો વિકારી ભાવ અનેક દ્રવ્યોના સ્વભાવો (છે). ભગવાન એકરૂપે દ્રવ્યનો સ્વભાવ. આહાહા...! આવી વાતું હવે. ઓલા વ્રત કરો ને તપ કરો ને અપવાસ કરો ને ઝટ સમજાય. અજ્ઞાન છે. આહાહા.! અહીં તો કહે છે કે, કરવાનો અને ભોગવવાનો જે વિકલ્પ છે જ્ઞાનીને તેના પ્રત્યે રાગ અને પ્રેમ નથી, તેની રુચિ ઊડી ગઈ છે. રુચિમાં ભગવાન ભાળ્યો છે, ભગવાનનું પોષાણ થયું છે અંદર. આહાહા...! દૃષ્ટિમાં તો ભગવાન પોષાણમાં આવ્યો છે. એને રાગ પોષાતો નથી. કાંતિભાઈ આવી વાત છે, ભગવાન! આહાહા.! ભગવાન છે અંદર, બાપુ! આહાહા...! કોણ વેરી અને કોણ દુશમન જગતમાં? હું ભગવાન છે ને, બાપા! આહા...! એ ભગવાનનું જેને ભાન થયું છે, આહાહા.! એ બીજાને પણ દૃષ્ટિના વિષય તરીકે ભગવાન જ ભાળે છે. આહાહા...! પણ એ ભગવાન ભૂલેલો છે એ ભલે જાણે. આહાહા...! પણ ભૂલ Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ જેણે ટાળી છે તે બીજાની ભૂલ જોતો નથી. ભૂલનું જ્ઞાન કરે પણ વસ્તુ જે દ્રવ્ય છે તેને એ સાધર્મી સ્વીકારે. આહાહા..! એવું આવ્યું છે. અનંતા આત્માઓ છે, એ અનંતા આત્માઓ છે એ આદરણીય છે, સાધર્મી તરીકે, એમ લીધું છે, ભાઈ! પછી અનંતા આત્મામાં પાંચ પરમેષ્ઠી આદરણીય છે. પાંચ પરમેષ્ઠીમાં અરિહંત અને સિદ્ધ આદરણીય છે. અરિહંત અને સિદ્ધમાં પાછા સિદ્ધ આદરણીય છે એમાંય પછી આદરણીય આત્મા, છેલ્લે. આહાહા...! સમજાણું કાંઈ? કારણ કે એ પાંચ પદને થવાને લાયક, એ પાંચ પદસ્વરૂપ જ છે. આહાહા.! ભગવાન અરિહંત સ્વરૂપ છે, સિદ્ધ સ્વરૂપ છે, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સ્વરૂપ છે અંદર આવે છે એક ગાથા, નહિ? આહા..! એવા અનેક દ્રવ્યોના સ્વભાવની સમીપમાં ન જતાં ધર્મી તો ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે તેવા જ્ઞાનીને તે કર્તા અને ભોક્તાના ભાવનો નિષેધ છે. આહાહા. ત્યાં તેને જ્ઞાતા-દષ્ટાના ભાવનો આદર છે. આહાહા...! આવી વાતું હવે. સંતોએ જગતને જાહેર કરીને ઢંઢેરા પીટ્યા છે, પ્રભુ! આહાહા..! ભગવાન તું પૂર્ણાનંદનો નાથ છો ને, નાથ! આહાહા.! એનું જેને ભાન ને આદર થયો, એને એ વિકારી સંસારી ભાવો અને બંધના ભોગવવાના ભાવો, એનો એને આદર હોતો નથી. સમજાણું કાંઈ? સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનમાં આવું સ્વરૂપ હોય છે. વાતું કરવી ને એ નથી ત્યાં. આહા...! ભાવાર્થ:- જે અધ્યવસાનના ઉદયો સંસાર સંબંધી છે અને બંધનનાં નિમિત્ત છે તેઓ તો રાગ, દ્વેષ, મોહ ઈત્યાદિ છે તથા જે અધ્યવસાનના ઉદયો દેહ સંબંધી છે...” જોયું? હવે દેહ સંબંધી. “અને ઉપભોગનાં નિમિત્ત છે તેઓ સુખ, દુઃખ ઈત્યાદિ છે.” છે તો એ પણ બંધના કારણ, પણ ઓલા સંસારને કતપણા તરીકે બંધના કારણ (કહ્યા), આને ભોક્તા તરીકે બંધના કારણ (કહ્યા). આહા.! “તે બધાય (અધ્યવસાનના ઉદયો), નાના દ્રવ્યોના (અર્થાત્ પુદ્ગલદ્રવ્ય અને જીવદ્રવ્ય કે જેઓ સંયોગરૂપે છે.)' એમ, અનેક એટલે. નાના દ્રવ્ય આવ્યું હતું ને? નાના દ્રવ્ય એટલે જીવ અને કર્મના સંબંધે ઉત્પન્ન થયેલા. એક દ્રવ્યના નહિ. આહાહા. ભગવાન આત્મા પરના નિમિત્તના વશે પડ્યો તો સંયોગી ભાવ ઉત્પન થયો. એ નાના દ્રવ્ય થયા. એક જીવ અને પુગલ બેના સંબંધે ઉત્પન્ન થયેલા વિકારી ભાવ. આહાહા! કર્મથી થયા એમ અહીં કહેવું નથી પણ કર્મને નિમિત્તે વશ થયો તો એ ભાવ સંયોગી થયો અને બે દ્રવ્યના ભાવ થયા. આહાહા.! નાના દ્રવ્યોના (અર્થાત્ પુદ્ગલદ્રવ્ય અને જીવદ્રવ્ય કે જેઓ સંયોગરૂપ છે તેમના) સ્વભાવ છે; જ્ઞાનીને તો એક જ્ઞાયકભાવ છે. આહાહા...! માટે જ્ઞાનીને તેમનો નિષેધ છે; તેથી જ્ઞાનીને તેમના પ્રત્યે રાગ-પ્રીતિ નથી. પરદ્રવ્ય, પરભાવ સંસારમાં ભ્રમણના કારણ છે;' આહાહા..! પરદ્રવ્ય અને પરભાવ વિકારી, એ સંસારમાં ભ્રમણના કારણ છે). તેમના પ્રત્યે પ્રીતિ કરે તો જ્ઞાની શાનો?” આહાહા.! વિશેષ કહેશે...(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) Page #363 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૪૮ શ્લોક-૧૪૮ (સ્વાગતા) ज्ञानिनो न हि परिग्रहभावं कर्म रागरसरिक्तयैति । रङ्गयुक्तिरकषायितवस्त्रेસ્વીñવ દિ વર્જીિતી ।।૧૪૮।। ૩૪૯ હવે આ અર્થના કળશરૂપે તથા આગળના કથનની સૂચનારૂપે શ્લોક કહે છે :શ્લોકાર્થ :- [ રૂદ અષાયિતવસ્ત્રે ] જેમ લોધર, ફટકડી વગેરેથી જે કાયિત કરવામાં ન આવ્યું હોય એવા વસ્ત્રમાં [ રહ્યુત્તિઃ ] રંગનો સંયોગ, [ અસ્વીતા ] વસ્ત્ર વડે અંગીકાર નહિ કરાયો થકો, [ વત્તિ: વ દિ તુતિ ] બહાર જ લોટે છે-અંદર પ્રવેશ કરતો નથી, [ જ્ઞાનિન: રાસરિત્તતયા ર્મ પરિગ્રહમાનં ન હિ વૃત્તિ ] તેમ જ્ઞાની રાગરૂપી રસથી રહિત હોવાથી તેને કર્મ પરિગ્રહપણાને ધારતું નથી. ભાવાર્થ :- જેમ લોધર, ફટકડી વગેરે લગાડયા વિના વસ્ત્ર પર રંગ ચડતો નથી તેમ રાગભાવ વિના જ્ઞાનીને કર્મના ઉદયનો ભોગ પરિગ્રહપણાને પામતો નથી. ૧૪૮. પ્રવચન નં. ૨૯૬ ગાથા-૨૧૮, ૨૧૯ શ્લોક-૧૪૮-૧૪૯ મંગળવાર, ભાદરવા સુદ ૬, તા. ૨૮-૦૮-૧૯૭૯ ‘સમયસાર’ કળશ ૧૪૮ છે ને? ઉપર આવ્યું એમાં જરી સ્પષ્ટીકરણ કર્યું ને? કે, બંધ ને ઉપભોગના અધ્યવસાય, એમ કહ્યું ને? તો એ સંસારસંબંધી જે નિષ્પ્રયોજન મિથ્યા ધ્યાન, આર્તધ્યાન, રૌદ્રધ્યાન. મચ્છનો દાખલો આપ્યો છે. પેલો મચ્છ, તંદુલ મચ્છનો દાખલો આપ્યો છે. વાત સાચી. મગજમાં હતું, કીધું આ બંધના કારણને સંસાર ને વિષયને કારણો કહ્યા અને ઉપભોગ, શરીર સંબંધીના બંધના કારણમાં ન નાખ્યું. તો એનું કારણ શું? પાછું કહ્યું ખરું કે જે સંસારસંબંધી અધ્યવસાય છે રાગાદિ, મોહ, દ્વેષ. રાગ-દ્વેષ-મોહ કહ્યા છે ને? અને શરીર સંબંધી જે સુખ-દુઃખ છે, બેયમાં રાગ નથી–પ્રેમ નથી અંદર, આત્માના ધર્મની દૃષ્ટિએ. આહાહા..! ચિદાનંદ ભગવાનઆત્મા અંતરમાં જેને રુચ્યો અને પોષાણ થયું Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ છે તે ધર્મની પહેલી સીઢી છે. આહા. એને સંસાર સંબંધીના રાગાદિ આવે પણ તેના પ્રત્યે રાગ નથી અને શરીર સંબંધી ઉપભોગના સુખ, દુઃખના પરિણામ આવે પણ તેમાં તીવ્ર રસ નથી. એથી એને બંધના કારણ અલ્પ છે એને ન ગણ્યા. સમજાણું કાંઈ? આહાહા...! કાલે આવ્યું હતું ને ઇ? સંસાર વિષય સંબંધીના અધ્યવસાય હોય એ બંધના કારણ અને શરીર સંબંધીના ઉપભોગ ને સુખ, દુઃખ, બસ! એટલું કહ્યું. આહાહા...! ભાઈ! માર્ગ તો એવો અલૌકિક છે, ભાઈ! આ શાસ્ત્ર ગાથા ને એક એક પદ કોઈ અલૌકિક છે. આહા.! એને કહે છે કે, ધર્માજીવને પહેલી શરૂઆત એને રાગથી ભિન્ન થયું છે એવું ભાન થયું એની વાત છે અને કરવાનું પણ પહેલું એ છે. આહા..! રાગના વિકલ્પથી ચૈતન્યપ્રભુ ભિન્ન છે એવી પ્રથમમાં પ્રથમ દૃષ્ટિ અને અનુભવ કરવા લાયક છે. આહાહા...! એ દૃષ્ટિવંતને કહે છે કે, શરીર સંબંધીના જે સુખ, દુઃખના પરિણામ, એને બંધનું કારણ ન કહ્યું અને વિષય સંબંધીના જે અધ્યવસાય, એને બંધનું કારણ કહ્યું. એનું કારણ છે કે જે બાહ્ય વિષય શરીર સિવાયના ઉપભોગના જે અધ્યવસાયો બીજા છે, ઉપભોગ સિવાયના બીજા છે, એમાં તીવ્રતા છે. ઝીણી વાત છે, ભાઈ! છતાં તે બેય અધ્યવસાયમાં ધર્મીને રાગ નથી. આત્મા આનંદસ્વરૂપ છે, જ્ઞાનસ્વરૂપ છે, પ્રભુ! એનો જેને અનુભવ અને દૃષ્ટિમાં સ્વીકાર થયો છે એને એ અધ્યવસાય બેય પ્રકાર પ્રત્યેનો રાગ નથી પણ એકને બંધના કારણ કહ્યા અને એકને સાધારણ ઉપભોગના કારણ કહ્યા, બસ! આહાહા...! સમજાણું કાંઈ? કાલે આવ્યું હતું ને? પણ કોઈએ પ્રશ્ન તો કર્યા નહિ કે, ઉપભોગના કારણને બંધનું કારણ કેમ ન કહ્યું? પણ કોઈએ કર્યો નહિ. બધાએ સાંભળ્યું તો હતું. “સુમનભાઈ! - જ્યારે સંસાર સંબંધીના આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના પરિણામ એકલા અધ્યવસાય, એ બંધના કારણ કહ્યાં અને શરીર સંબંધીના ઉપભોગમાં સુખ, દુઃખાદિ કહ્યું, બસ! એટલું. પણ એ બંધના કારણ ન કહ્યા? પણ કોઈને પ્રશ્ન ઉઠ્યો? “હીરાભાઈ! પછી આજે આ ખુલાસો કર્યો. આહાહા...! મેં જોયું એમાં સંસ્કૃતમાં છે. જયસેનાચાર્યની ટીકા છે ને? કારણ કે પ્રશ્ન ઉઠ્યો એટલે (જોયું). ૨૧૭ છે ને? સંસાર વિશેષ નિષ્પયોગને વંધ નિમિત્તેપુર “વંધ” એમ કહ્યું. “સંસવિશેષ મો નિમિત્તેષ વેવિશેષ રૂમ્ સત્ર તાત્પર્ય અહીં તાત્પર્ય એ છે. ભોપાનિમિત્તમ સ્તુતમ પા૫ર તિ માટે તેને બંધનું કારણ ન કહ્યું. નહિતર છે તો સુખ, દુઃખના પરિણામ થયા એ બંધનું જ કારણ છે. ભલે એના પ્રત્યે રાગ નથી. સમજાણું કાંઈ? અરે.! આવી વાતું છે. જુઓ! ‘भोगनिमित्तम् स्तुतम् अर्थ पाप करोतिम् अयम जीव' भने, 'निष्प्रयोजन अप ध्यानम् बहुतप વરાતિ’ ઓલો તંદુલ મચ્છ મફતનું આર્તધ્યાન કરીને આને ખાઉં ને આને મારું કરે છે). સમજાણું આમાં કાંઈ? આહાહા.! નિપ્રયોજન વગર કારણે, ભોગના કારણે તો જરી રસ એને અંદરમાં છૂટતો નથી તો એ સુખ, દુઃખના પરિણામ આવે છે, ભાઈ! આહાહા.! પણ Page #365 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૪૮ ૩પ૧ નિપ્રયોજન રાગ અને દ્વેષ કરે છે, સંસારના, રળવાના વગેરે નિષ્ઠયોજન છે, કહે છે. એ અધ્યવસાયો (બંધના કારણ કહ્યા). જોકે બેય અધ્યવસાય છે પણ એક અધ્યવસાય પ્રત્યે બંધનું કારણ કહ્યું અને બીજાને સુખ, દુઃખાદિ પરિણામ (કહીને) એટલી મર્યાદા મૂકી દીધી. સમજાણું કાંઈ? બાકી પછી તો કહ્યું કે, સુખ, દુઃખાદિના પરિણામ અને સંસાર સંબંધી આકરા આર્તધ્યાન, રૌદ્રધ્યાનના પરિણામ બેય પ્રત્યે ધર્મીને રાગ તો નથી. એ તો કહ્યું ને? આહાહા...! જુઓને શૈલી! કહો, સમજાણું? “સુરેશભાઈ પણ કેમ ત્યારે પ્રશ્ન ઉક્યો નહિ? સાંભળ્યા છે, સાંભળ્યા છે (કરો છો). પૂછવા જેવો છે, આ રાત્રે પ્રશ્ન કર્યા એમાં એ પ્રશ્ન ન આવ્યો, હીરાભાઈ! થોડી ઝીણી વાત હતી. આહાહા...! જે વાત સાંભળે એમાં ખ્યાલમાં ન્યાયમાં આવવું જોઈએ ને? આહાહા...! હવે ૧૪૮ કળશ. (સ્વાગતા) ज्ञानिनो न हि परिग्रहभावं कर्म रागरसरिक्तयैति। रङ्गयुक्तिरकषायितवस्त्र स्वीकृतैव हि बहिर्लठतीह ।।१४८।। ફિદ અષાયિતવસ્ત્ર જેમ લોધર, ફટકડી વગેરેથી રંગાયેલું વસ્ત્ર નથી. આહાહા...! એવા વસ્ત્રમાં રંગનો સંયોગ... આહાહા...! “વસ્ત્ર વડે અંગીકાર નહિ કરાયો થકો વસ્ત્રમાં રંગ ચડતો નથી. આહાહા...! જેને કષાય, લોધર, ફટકડી વગેરેથી કષાયિત. એ બધા કષાયિત છે. એવા કષાય એટલે કષાય નહિ, કષાયિત. રંગ ચડવાને લાયક. આહાહા...! લોધર, ફટકડી વગેરેથી જે કષાયિત કરવામાં ન આવ્યું હોય... એટલે લોધરને ફટકડીના રંગથી વસ્ત્ર રંગાયેલું ન હોય એવા વસ્ત્રમાં રંગનો સંયોગ થતો નથી. એ વસ્ત્રને રંગ લાગતો નથી. આહાહા.! સમજાણું કાંઈ? રંગનો સંયોગ,... “રવિત્તઃ છે ને? (એટલે) સંબંધ. “સ્વીકૃતા’ વસ્ત્રમાં રંગ ચડતો નથી. “બહાર જ લોટે છે...” વસ્ત્રની બહાર જ એ રંગ લોટે છે. કેમકે ફટકડી અને લોધરનો રંગ નથી ચડ્યો માટે તેને અંદર બીજા રંગ ચડતા નથી. આહાહા.! “બહાર જ લોટે છેઅંદર પ્રવેશ કરતો નથી.” વસ્ત્રમાં એ રંગ પેસતો નથી, કહે છે. આહાહા...! એમ (જ્ઞાનિનઃ રારિવતયા વર્ષ પરિગ્રહમાવે દિ તિઆહાહા...! પ્રથમમાં પ્રથમ ભગવંત આત્મા શુદ્ધ ચિઘન આનંદકંદ વીતરાગમૂર્તિની દૃષ્ટિ કરવી જોઈએ. પ્રથમમાં પ્રથમ એનું એ કર્તવ્ય છે. જેને ધર્મ કરવો હોય અને સુખી થવું હોય તો. રખડે છે અનાદિથી તો એ રખડે છે. આહા.! જેને ધર્મ કરવો હોય એણે પ્રથમમાં પ્રથમ સ્વભાવ જે ચૈતન્યઘન આત્મા, એને રાગથી ભિન્ન પહેલો જાણવો જોઈએ. કાંતિભાઈ ! આ વાત છે, બાપુ અહીં Page #366 -------------------------------------------------------------------------- ________________ ઉપર સમયસાર સિદ્ધિ ભાગ-૭ તો. ભગવાના આહાહા...! તારી ચીજ તો જો અંદર, કહે છે. અરે.! તું બીજાને જોવા રોકાઈ ગયો પણ તને જોયો નહિ. આહા...! આ શરીર આનું આવું છે અને આ શરીર રૂપાળુ છે ને આ કાળુ છે ને લાડવા સારા છે ને આ કાળીજીરી સારી નથી. એમ ના જોવા રોકાઈ ગયો. જ્ઞાન ત્યાં જોવા રોકાઈ ગયો, પ્રભુ! પણ જેનું જ્ઞાન છે તેને જોવા રોકાણો નહિ. આહાહા.! બીજી રીતે કહીએ તો બહિરંગમાં તેનો ઉપયોગ ફર્યો પણ અંતરંગમાં ઉપયોગ ન ગયો. આહાહા...! કરવાનું આ છે. શરૂઆતમાં પ્રથમમાં પ્રથમ આ છે. ધર્મ કરવો હોય એને, હોં! આહાહા..! અહીં કહે છે, એ લોધર, ફટકડીના રંગ નથી ચડ્યા એ વસ્ત્રને રંગ લાગતા નથી. વસ્ત્રમાં રંગ પ્રવેશ કરતો નથી. આહાહા..! એમ જ્ઞાનીને. આહા...! રાગથી ભિન્ન ભગવાન જેને જણાણો છે, એ ચૈતન્યમૂર્તિ છે એવી દૃષ્ટિ થઈ છે. આહાહા.! (તે) “જ્ઞાની રાગરૂપી રસથી રહિત હોવાથી એ વસ્તુના ભાવમાં તેને રાગ નથી. ફટકડીનો જેમ રંગ નથી તે વસ્ત્રને રંગ ચડતો નથી. એમ જેને આ રાગભાવમાં રાગ નથી. આહાહા...! તેને “ર્મ પરિઝg કર્મ મારું છે' તેવું તેને થતું નથી. આહાહા...! જ્ઞાની રાગરૂપી રસથી રહિત હોવાથી.” આ પ્રથમમાં પ્રથમની વાત છે. આહાહા...! ધર્માજીવ એને કહીએ કે જેને રાગનો રસ છૂટી ગયો અને આનંદનો રસ આવ્યો છે. આહાહા...! એ અતીન્દ્રિય આનંદના રસના પ્રેમમાં ધર્મીને રાગાદિના ભાવમાં રસ રંગાતો નથી. આહાહા...! જ્યાં એકત્વબુદ્ધિ તૂટી ગઈ છે તેમાં એને રાગનો રંગ ચડતો નથી. આહાહા...! સ્વભાવના રંગ જેને ચડ્યા છે.. આહાહા.! એને રાગનો રંગ ચડતો નથી, કહે છે. આહાહા.! જેને આત્મભગવાન પરમાનંદસ્વરૂપ પ્રભુ, એનો જેણે રસ ચાખ્યો છે અને રાગનો રસ ચડતો નથી. રાગનો રસ એને આવતો નથી. આહાહા.! આવી વાત છે. સાદી ગુજરાતી છે, સમજાય છે થોડું થોડું? કર્મ પરિગ્રહપણાને ધારતું નથી. એટલે? કે, આત્મા જેને જ્ઞાયકભાવ પરિગ્રહપણાને પામ્યો છે, જ્ઞાયકભાવ જેણે પરિ નામ સમસ્ત પ્રકારે દૃષ્ટિમાં લીધો છે. આહાહા...! એવા ધર્મીને રાગના પરિણામમાં રસ ચડતો નથી, એ રંગાતો નથી. આહાહા.! સમજાય છે કાંઈ? ભાઈ! માર્ગ બહુ અલૌકિક છે, બાપુ આહાહા.! એ કર્મ એટલે પુણ્ય-પાપના પરિણામ એ પરિગ્રહ નામ પોતાપણે પામતા નથી. એ મમતા–મારા છે તેમ જ્ઞાનીને થતું નથી. મારું તો ભગવાન સ્વરૂપ ચૈતન્ય શુદ્ધ એ મારું છે. એવા જેને અંતરમાં ભાન થયા છે અને રાગનો રસ ચડતો નથી. એ રાગ મારો છે તેવી તેને મમતા થતી નથી. આહાહા...! ભારે શૈલી! ભાવાર્થ :- જેમ લોધર, ફટકડી વગેરે લગાડ્યા વિના વસ્ત્ર પર રંગ ચડતો નથી તેમ રાગભાવ વિના...” રાગના રાગ વિના, રાગના પ્રેમ વિના, રાગ મારો છે એવી મમતા વિના “કર્મના ઉદયનો ભોગ... આહાહા..! પરિગ્રહપણાને પામતો નથી. આહાહા...! પરિણામ Page #367 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૪૮ ૩પ૩ આવે પણ તેના પરિણામનું પરિણામ, પરિણામનું પરિણામ જે એત્વબુદ્ધિ તે થતી નથી. આહાહા...! સમજાણું કાંઈ? આ માણસ નથી કહેતા કે, આ ભણ્યાનું પરિણામ શું આવ્યું છેલ્લે? એમ અહીં કહે છે, રાગ આવ્યો એનું પરિણામ શું આવ્યું ધર્મીને? કે, એનું પરિણામ એ આવ્યું કે, રાગની મમતા એને નથી. આહાહા...! એને મમપણું તો આત્મામાં છે. મમ એટલે આનંદનો ખોરાક. મમ નથી કહેતા છોકરાઓ? આહાહા...! બધી ભાષા એવી છોકરાઓ માટે વાપરે છે ને? મમ ને મમ્મી ને પપ્પા ને. કારણ કે અહીંથી ભાષા નીકળે એવા શબ્દો, એને અંદર કંઠમાંથી નીકળે એટલે બધો પ્રયોગ ન થાય. મમ્મી, મમ અહીંયાથી નીકળે). એમ આવે છે. બધા અક્ષરો આવે છે. ક, ખ, ગ, ઘ સુધીમાં આમ છે, ફલાણું છે, એવું બધું વાંચ્યું છે. આ મોઢે બોલે, હોઠે (બોલે), મમ, મમ્મી, પપ્પા. એમાં કાંઈ કંઠની જરૂર નહિ. એમ મમ ને મમ્મી ને પપ્પા, ત્રણે અહીંથી બોલાય, અધ્ધરથી. આહાહા.! એમ ધર્મીને મમ નામ આત્માનું જ્યાં મમ છે, ખોરાક છે આત્માનો. આહાહા...! ત્યાં રાગની મમતાનો મમ એને હોતો નથી. એને રાગનો ખોરાક નથી. આહાહા...! આવી વાતું છે, “સુમનભાઈ! કયાંય મળે એવું નથી, બાપા! આહાહા...! એ કર્મના ઉદયનો ભોગ....” એટલું લીધું ત્યાં. “પરિગ્રહપણાને પામતો નથી.' આહાહા...! ( શ્લોક-૧૪૯ (વાતા) ज्ञानवान् स्वरसतोऽपि यतः स्यात् सर्व रागरसवशीला:। लिप्यते सकलकर्मभिरेष: कर्ममध्यपतितोऽपि ततो न।।१४९।। ફરી કહે છે કે : શ્લોકાર્થઃ- [ યતઃ ] કારણ કે [ જ્ઞાનવાન ] જ્ઞાની [ સ્વરતઃ પિ ] નિજ રસથી જ[ સર્વરા રસવર્ણનશીતઃ ] સર્વ રાગરસના ત્યાગરૂપ સ્વભાવવાળો [ રચાત્ ] છે [તત: ] તેથી [ ક્ષ: ] તે [ વર્ષમધ્યપતિતઃ પિ ] કર્મ મધ્યે પડ્યો હોવા છતાં પણ [ સ મિઃ ] સર્વ કર્મોથી [ ન તિસ્થત ] લપાતો નથી. ૧૪૯. Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ શ્લોક-૧૪૯ ઉપર પ્રવચન “હવે ફરી કહે છે કે – ૧૪૯. (સ્વાગતા) ज्ञानवान् स्वरसतोऽपि यतः स्यात् सर्व रागरसवर्जनशीलः । लिप्यते सकलकर्मभिरेषः कर्ममध्यपतितोऽपि ततो न।।१४९।। કારણ કે જ્ઞાની...” [સ્વરસત: પિ આહાહા...! ચૈતન્ય ભગવાન આનંદનો નાથ પ્રભુ, એના રસનો વેગ ચડ્યો છે. આહાહા...! ધર્મી નિજરસના વેગે ચડ્યો છે. રસનો અર્થ વેગ પણ કર્યો છે એક ઠેકાણે. આહાહા.! ભગવાન આત્મા આનંદસ્વરૂપ પ્રભુ, એને પંથે જે અંતર ગયો છે એને નિજરસના “રસથી જ. આહાહા...! (સર્વરા રસવર્નનાશીત] આહાહા...! આ એને ખ્યાલમાં તો વાત કરે કે, વસ્તુસ્થિતિ આ છે કે, જ્ઞાનીને—ધર્મીજીવને નિજ રસથી જ. આત્મા આનંદ પ્રભુ છે, એના આનંદના રસથી જ જેનો વેગ અંદર જાગ્યો છે. આહાહા...! રાગથી ભિન્ન પડીને અરાગી શાંતિનો રસ જેણે ચાખ્યો છે અને શાંતિનો વેગ ચડ્યો છે. આહાહા.! એવા નિજ રસથી જ.” (સર્વરા રસવર્ણનશીન: સર્વ પ્રકારના રાગના રસથી ત્યાગરૂપ. રાગના વેગના ત્યાગરૂપ. આહા.! એનો વેગ છૂટી ગયો છે. “સ્વભાવવાળો છે.” ચા” એટલે. આહાહા...! સર્વ રાગરસના ત્યાગરૂપ સ્વભાવવાળો છે તેથી તે કર્મ મધ્યે પડ્યો હોવા છતાં.... આહાહા...! રાગાદિના કાર્યના પ્રસંગમાં અંદર દેખાય છતાં. આહા.! સમજાય છે કાંઈ? રાગાદિના કાર્યના પ્રસંગમાં દેખાય છતાં. કર્મ મધ્યે...” રાગની મધ્યમાં પડ્યો દેખાય પણ સર્વ કર્મોથી લપાતો નથી.’ આહાહા.! ચાહે તો એ ધંધાપાણીમાં દેખાય. સમજાય છે? આહાહા.! પણ એનો રસ, અંદર જ્ઞાનનો રસ છે તેથી ધર્મીને દરેકમાંથી રસ ઊડી ગયો છે. આહાહા.! જેને નિજરસના ભાન ને સ્વાદ આવ્યા એને રાગનો રસ કેમ હોય? અને જેને રાગનો રસ છે તેને આત્મરસ કેમ હોય? આહાહા...! સુજાનમલજી' આવી વાતું છે. ‘સાદડીમાં-બાદડીમાં ક્યાંય મળે એવું નથી. ક્યાંય મળે એવું નથી. આહાહા...! સાદડી આ મરી ગયા પછી નથી કરતા? ત્યાં “મુંબઈમાં. કરે છે ને? નાં જીવતો ક્યાંથી દેખાય? મર્યાની સાદડી હોય. આહાહા...! એમ ભગવાન આત્મા, જેના જીવન દર્શન, જ્ઞાન, ચારિત્રના છે. આહાહા.. જેનું જીવન મન ને ઇન્દ્રિયથી જેનું જીવન નથી. સમજાણું Page #369 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૪૯ ૩૫૫ કાંઈ? ઝીણી વાત, ભાઈ! મન ને ઇન્દ્રિયથી જેનું જીવન નથી. જેનું જ્ઞાન ને આનંદના રસથી જીવન છે. આહાહા..! એને રાગના રસના જીવન ચડતા નથી. એને રાગનું ૨સ–જીવન હોય નહિ. રાગથી તો મરી ગયેલો છે. જાગતી ચૈતન્યજ્યોતિથી જીવતો છે. આહાહા..! જીવતરશક્તિ લીધી છે ને? ઇ પહેલી કેમ લીધી ? કે, બીજી ગાથામાં પાધરું આવ્યું છે ને? ‘નીવો ચરિત્તવંસળ બાળ વિવો ભગવાનઆત્મા દર્શન, જ્ઞાન, ચારિત્રમાં સ્થિત થાય તે સ્વસમય તે આત્મા છે અને રાગમાં સ્થિર થાય એ પુદ્દગલપ્રદેશમાં સ્થિત છે. એ અનાત્મા પરસમય અનાત્મા છે. આહાહા..! ત્યાંથી જીવો એ બીજી ગાથાનો પહેલો શબ્દ છે. ત્યાંથી જીવત૨શક્તિ કાઢી. ૪૭ શક્તિમાં પહેલી. આહાહા..! જીવતર શક્તિ એટલે જેના જીવન જ્ઞાન, દર્શન, આનંદ ને સત્તાનું જેને જીવન છે, સ્વસત્તાનું જેને જીવન છે. રાગ ને પુણ્ય આદિ ને ૫૨નું જીવન એને નથી. આહાહા..! અને જેને સ્વનું જીવન નથી એને રાગ અને પુણ્ય ને પાપના ભાવ, વિકારનું જીવન છે એ બધા મડદાં, અનાત્મા છે, કહે છે. આહાહા..! એ અહીં કહે છે, ‘કર્મ મધ્યે...’ કર્મ નામ વિકારી પરિણામના મધ્યમાં, કાર્યમાં મધ્યમાં દેખાય. છતાં પણ સર્વ કર્મોથી લેપાતો નથી.’ રાગાદિના કાર્યમાં પડ્યો દેખાય છતાં જ્ઞાની તે રાગથી બંધન પામતો નથી. એ રાગનો રસ એને ચડતો નથી, વસ્ત્રની જેમ. સમજાણું કાંઈ? આહાહા..! એ કષાયેલા લોધ૨ અને ફટકડી સિવાય વસ્ત્રમાં રંગ પ્રવેશ ન કરે એમ રાગના રસ સિવાય રાગ અંત૨માં પોતાનો છે તેમ એ ના માની શકે. આહાહા..! જેને રાગના રસ છૂટી ગયા છે એને રાગનો રંગ–એકત્વબુદ્ધિ તેને આવતી નથી. આહાહા..! ભારે વાતું, ભાઈ! અહીં તો હજી શુભરાગ તે ધર્મ અને શુભરાગ અત્યારે હોય, એમ કહે. અર.....! પ્રભુ! પ્રભુ! શું થાય? અરે..! ચૈતન્યજ્યોત ભગવાન, એને હજી અવ્યક્તપણે પણ છે એમ નહિ માનતા, રાગ જ અત્યારે છે, બસ! આહાહા..! વ્યક્તપણે તો અનુભવ કરે ત્યારે ખ્યાલ (આવે) પણ અત્યારે આત્મા અંદર શુદ્ધ ચૈતન્યઘન છે એ શુદ્ધઉપયોગથી જ પ્રાપ્ત થાય છે, એને એના જીવનમાં શુભઉપયોગ તો હોય જ નહિ. આહાહા..! આવી વાતું. ‘કર્મ મધ્યે...’ એટલે વિકારી પરિણામની ક્રિયા હોય, એના મધ્યમાં દેખાય છતાં તે વિકારી પરિણામનો એને રસ ચડતો નથી. આહાહા..! સમજાય છે કાંઈ? ખરે ટાણે સમાધાન રાખવા જેવું છે, કયે ક્ષણે દેહ છૂટશે!–એનો ભરોંસો કરવા જેવો નથી. દેહ ક્ષણભંગુર છે, નાશવાન છે. ચામડામાંથી વીંટેલો હાડકાનો માળો ક્ષણમાં રાખ થઈને ઊડી જશે. અરે! આખું ઘર એકસાથે નાશ થઈ જાય છે તેવા દાખલા સાંભળ્યા છે. એ ક્યાં અવિનાશી ચીજ છે! સહજાત્મસ્વરૂપ આત્મા એ જ અવિનાશી છે, જગત આખું અનાદિથી અશરણરૂપ છે, ભગવાન આત્મા એ જ શરણરૂપ છે. આત્મધર્મ અંક-૫, જાન્યુઆરી-૨૦૦૮ Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ गाथा-२१८-२१८ સમયસાર સિદ્ધિ ભાગ-૭ सव्वदव्वेसु कम्ममज्झगदो । णाणी गप्प हो णो लिप्पदि रजण दु कद्दममज्झे जहा कणयं । । २१८ । । कम्ममज्झगदो । अण्णाणी पुण रत्तो सव्वदव्वेसु लिप्पदि कम्मरएण दु कद्दममज्झे ज्ञानी रागहायकः सर्वद्रव्येषु जहा लोहं । । २१९ ।। कर्ममध्यगतः । नो लिप्यते रजसा तु कर्दममध्ये यथा कनकम् ।।२१८।। अज्ञानी पुना रक्तः सर्वद्रव्येषु लिप्यते कर्मरजसा तु कर्दममध्ये यथा लोहम् ।।२१९ ।। कर्ममध्यगतः । यथा खलु कनकं कर्दममध्यगतमपि कर्दमेन न लिप्यते, तदलेपस्वभावत्वात्; तथा किल ज्ञानी कर्ममध्यगतोऽपि कर्मणा न लिप्यते, सर्वपरद्रव्यकृतरागत्यागशीलत्वे सति तदलेपस्वभावत्वात्। यथा लोहं कर्दममध्यगतं सत्कर्दमेन लिप्यते, तल्लेपस्वभावत्वात्; तथा किलाज्ञानी कर्ममध्यगतः सन् कर्मणा लिप्यते, सर्वपरद्रव्यकृतरागोपादानशीलत्वे सति तल्लेपस्वभावत्वात्। હવે આ જ અર્થનું વ્યાખ્યાન ગાથામાં કરે છે ઃ છો સર્વ દ્રવ્યે રાગવર્જકશાની કર્મની મધ્યમાં, પણ રજ થકી લેપાય નહિ, જ્યમ કનક કર્દમમધ્યમાં. ૨૧૮. પણ સર્વ દ્રવ્યે રાગશીલ અજ્ઞાની કર્મની મધ્યમાં, તે કર્મરજ લેપાય છે, જ્યમ લોહ કર્દમમધ્યમાં. ૨૧૯. गाथार्थ :- [ ज्ञानी ] ज्ञानी [ सर्वद्रव्येषु ] } े सर्व द्रव्यो प्रत्ये [ रागप्रहायकः ] राग छोडनारो छे ते [ कर्ममध्यगतः ] अर्भ मध्ये रहेसो होय [ तु ] तोपाश [ रजसा ] ऽर्भ३५ २४थी [ नो लिप्यते ] लेपातो नथी- यथा ] ठेभ [ कनकम् ] सोनुं [ कर्दममध्ये ] अहव मध्ये रहेतुं होय तोपश सेचातुं नथी तेभ. [ पुनः ] अने [ अज्ञानी ] अज्ञानी [ सर्वद्रव्येषु ] } े सर्व द्रव्यो प्रत्ये [ रक्तः रागी छे ते [ कर्ममध्यगतः ] ऽर्भ मध्ये Page #371 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૨૧૮-૨૧૯ ૩પ૭ રહ્યો થકો [ વર્મનસા ] કર્મરજથી [ નિપ્પલે તુ ] લેપાય છે. [ યથા ] જેમ [ નોરમ્] લોખંડ [ મમà ] કાદવ મધ્યે રહ્યું થકું લેપાય છે (અર્થાતુ તેને કાટ લાગે છે, તેમ. ટીકા :- જેમ ખરેખર સુવર્ણ કાદવ મળે પડ્યું હોય તોપણ કાદવથી લેખાતું નથી (અર્થાતુ તેને કાટ લાગતો નથી, કારણ કે તે કાદવથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળું છે, તેવી રીતે ખરેખર જ્ઞાની કર્મ મધ્યે રહ્યો હોય તોપણ કર્મથી લપાતો નથી કારણ કે સર્વ પદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ત્યાગરૂપ સ્વભાવપણું હોવાથી જ્ઞાની કર્મથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળો છે. જેમ લોખંડ કાદવ મળે પડયુ થકું કાદવથી લેપાય છે (અર્થાત્ તેને કાટ લાગે છે, કારણ કે તે કાદવથી લેપાવાના સ્વભાવવાળું છે, તેવી રીતે ખરેખર અજ્ઞાની કર્મ મધ્યે રહ્યો થકો કર્મથી લેપાય છે કારણ કે સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ગ્રહણરૂપ સ્વભાવપણું હોવાથી અજ્ઞાની કર્મથી લેપાવાના સ્વભાવવાળો છે. ભાવાર્થ - જેમ કાદવમાં પડેલા સવર્ણને કાટ લાગતો નથી અને લોખંડને કાટ લાગે છે, તેમ કર્મ મધ્યે રહેલો જ્ઞાની કર્મથી બંધાતો નથી અને અજ્ઞાની કર્મથી બંધાય છે. આ જ્ઞાન અજ્ઞાનનો મહિમા છે. ગાથા-૨૧૮, ૨૧૯ ઉપર પ્રવચન ‘હવે આ જ અર્થનું વ્યાખ્યાન ગાથામાં કરે છે : णाणी रागप्पजहो सव्वदव्वेसु कम्ममज्झगदो। णो लिप्पदि रजएण दु कद्दममज्झे जहा कणयं ।।२१८।। अण्णाणी पुण रत्तो सव्वदव्वेसु कम्ममज्झगदो। लिप्पदि कम्मरएण दु कद्दममज्झे जहा लोहं ।।२१९।। છો સર્વ પ્રત્યે રાગવર્જક જ્ઞાની કર્મની મધ્યમાં, પણ રજ થકી લેપાય નહિ, જયમ કનક કર્દમમધ્યમાં. ૨૧૮. પણ સર્વ દ્રવ્ય રોગશીલ અજ્ઞાની કર્મની મધ્યમાં, તે કર્મજ લેપાય છે, જયમ લોહ કર્દમમધ્યમાં. ૨૧૯. આહાહા...! આ પર્યુષણના દિવસ છે, પ્રભુ! ઓલા માર્દવ (ધર્મનું) તો રહી ગયું. અત્યારે યાદ આવ્યું. માર્દવ છે ને? બીજો ધર્મ, આજે બીજો ધર્મ માર્દવ છે. જુઓ! જાતિ અને કુળ આદિનો ગર્વ ન કરવો. એ માર્દવ (એટલે) નિર્માનપણું. જાતિ માતાની અને કુળ પિતાનું કે અમે મોટા રાણીના પુત્ર છીએ ને અમે રાજાના દીકરા છીએ. પ્રભુ! એ ગર્વ ન કરવો. Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ તે તું નહિ. આહાહા.! એને સજ્જન પુરુષો માર્દવ નામનો ધર્મ બતાવે છે. જાતિ, કુળ આદિનો... આહાહા.! ગર્વ નામ અભિમાન ન કરવા. પોતાની જાત અને પોતાનું.. આહાહા...! તીર્થકરનું કુળ છે આત્માનું. અને તીર્થકરની જાતિનો આત્મા છે. આહાહા.! તે જાતિ અને કુળના જેને ભાન થયા એ આવા જાતિ અને કુળના અભિમાન કરતા નથી. આ ઉત્તમ માર્દવ, સમકિતસહિતની વાત છે, હોં! એકલો માર્દવ નહિ. આહાહા.. એ ધર્મનું અંગ છે. માર્દવ ધર્મ પણ ધર્મનો એક ભાગ છે. જ્ઞાનમય ચક્ષુથી સમસ્ત જગતને સ્વપ્ન અથવા.... આહાહા...! અંતરની જ્ઞાનમય ચક્ષુથી સમસ્ત જગતને સ્વપ્ન અથવા ઈન્દ્રજાળ સમાન દેખનારા સંતો શું તે માર્દવ ધર્મ ધારણ નથી કરતા? એને માર્દવ ધર્મ હોય જ છે, એમ કહે છે. આહાહા.! મુખ્યપણે દસલક્ષણ ધર્મ છે ને? દસલક્ષણી તો મુનિની પ્રધાનતાથી, ચારિત્ર પ્રધાનની વ્યાખ્યા છે. આહાહા...! જેને સમ્યગ્દર્શન સહિત ચારિત્ર હોય છે તેને આ દસ પ્રકારનો ધર્મ હોય છે. સમકિતીને અંશે હોય છે, મુનિને વિશેષ હોય છે. આહાહા...! | સર્વ તરફથી અતિશય સળગતી અગ્નિઓથી ખંડરૂપ... આહા...! બીજી અવસ્થાને પ્રાપ્ત થનાર સુંદર ગૃહસ્થનું પ્રતિદિન વૃદ્ધત્વ આદિ દ્વારા અવસ્થાને પ્રાપ્ત થનાર શરીરાદિ બાહ્ય પદાર્થમાં નિત્યતાનો વિશ્વાસ કેવી રીતે કરે? આહાહા.! શું કહ્યું? શરીરાદિમાં સર્વ તરફથી અતિશય સળગતી અગ્નિ છે એ તો. જીર્ણ થતું જાય છે, નાશ થતું જાય છે. આહાહા...! એવા ખંડરૂપ બીજી અવસ્થા, શરીર આદિની કે પૈસાની, સુંદર ગૃહસ્થ નામ પ્રતિદિન વૃદ્ધત્વ આદિ દ્વારા, ભગવાન સુંદર આનંદનો નાથ, એને પ્રતિદિન વૃદ્ધત્વ આવ્યું છે, સદાય. એ જીર્ણ અવસ્થાને પ્રાપ્ત થનાર શરીરાદિ, બાહ્ય પદાર્થમાં નિત્યતાનો વિશ્વાસ કેવી રીતે કરે? આહાહા. બાહ્ય ચીજ રહેશે, રાખીશ એવું કેમ હોય). એક ઠેકાણે એવું આવે છે કે, પોતે નિત્ય છે એની સૂઝ પડતી નથી એટલે બીજી ચીજને કાયમ રાખવા માગે છે. આહાહા...! સમજાય છે? પોતે નિત્યાનંદ પ્રભુ છે એ નિત્યને એ જાણતો નથી, માનતો નથી. તેથી તે નિત્ય અહીં છે એમ ન માનતા પરને નિત્ય રાખું, પરને કાયમ રાખું એવી મમતામાં અનાદિથી પડ્યા છે. આહા...! ધર્મીને માર્દવધર્મને લઈને એ ભાવ હોતા નથી, નિર્મોન છે. પરનું જેને મમત્વ અને એ મારા છે એ છે નહિ. આહાહા...! એ રજકણનો એક રાગનો અંશ પણ મારો નથી. હું તો ત્રિલોકનાથ ચિદાનંદ સ્વરૂપ પ્રભુ, આહાહા...! બાદશાહની ગાદીએ બેઠેલો હું, ચૈતન્યબાદશાહ ભગવાન. આહાહા...! એની ગાદીએ બેઠેલો એને રાગનો પ્રસવ કેમ હોય? આહા! એને માનનો ભાવ કેમ હોય? આહાહા...! કરી શકાતો નથી એટલે પરપદાર્થમાં આસક્તિ થતી નથી. આ રીતે સર્વદા વિચારનાર સાધુના વિશેષ વિવેકયુક્ત નિર્મળ હૃદયમાં જાતિ, કુળ ને જ્ઞાન. આહાહા.! જ્ઞાન થોડુંક જાણવાનું થયું ત્યાં એને અભિમાન થઈ જાય કે, આહાહા...! મને તો ઘણું આવડ્યું. અરે...! બાપુ! બાર અંગના જ્ઞાન પણ કેવળજ્ઞાનની પાસે અલ્પ છે. આહાહા...! એના બાર અંગ Page #373 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૨૧૮-૨૧૯ ૩૫૯ સિવાયના સાધારણ જાણપણા કરીને ત્યાં અભિમાને ચડી જાય કે મને આવડે છે ને મને આવડે છે. આહાહા...! એને માર્દવપણું હોતું નથી. ધર્મીને માર્દવ હોય છે. બાર અંગના જ્ઞાન પણ પર્યાયમાં હોય છતાં) પર્યાયમાં પામર માને છે. અરે...! હું તો પામર છું. મારો નાથ પ્રભુ છે પણ પર્યાયે પામર છું. આહાહા...! સમજાણું કાંઈ? “સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાં છે. સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાં એ બોલ છે. ધર્મી પોતાને કેવળીની પાસે પામર માને છે. આત્મા દ્રવ્ય પરમેશ્વર માનતો હોવા છતાં પર્યાયમાં પામર માને છે. આહા.! નિર્મળ પર્યાય ઉઘડી, સમ્યજ્ઞાન અને બાર અંગનું જ્ઞાન ઉઘડ્યું).. આહાહા.! છતાં તેને તેનું અભિમાન નથી, તેમાં તેને નિર્માનતા છે. આહા...! જેમ જેમ આગળ વધે તેમ તેમ માન ઘટી જાય અને નિર્માનતા વધે છે. તેને અહીં માર્દવધર્મ કહેવામાં આવે છે. આ બીજો ધર્મ (થયો). - હવે અહીંયાં ૨૧૮-૨૧૯ (ગાથાની) ટીકા. જેમ ખરેખર સુવર્ણ કાદવ મધ્યે પડ્યું હોય...” એ સોનું કાદવમાં પડ્યું છતાં સોનાને કાટ લાગે નહિ. આહાહા...! બેનમાં નથી આવતું એક? કિંચનને કાટ ન હોય, એ અગ્નિને ઉધઈ ન હોય. આહાહા...! એમ ભગવાન ત્રણલોકના નાથને આવરણ ને અશુદ્ધતા ન હોય. અરે.! આવી વાતું હવે. હવે બહારમાં ક્યાંક ક્યાંક ઠેકાણે રોકાય એમાં આ વાત ક્યાં જાય એને? આહાહા! કહે છે, સુવર્ણ ખરેખર કાદવ મધ્યે પડ્યું હોય આમ, ચારે કોર કાદવ ને વચ્ચે સોનું પડ્યું હોય તોપણ કાદવથી લેવાતું નથી...” એ સોનાને કાટ–જંક, સોનાને જંક ન હોય. આહાહા.! “કારણ કે તે કાદવથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળું છે...” સોનાનો સ્વભાવ જ કાદવથી અલિપ્ત રહેવાનો છે. આહાહા..! હવે આ તો દૃષ્ટાંત છે. તેવી રીતે ખરેખર જ્ઞાની.” આહાહા.. રાગાદિના કાર્ય અને શરીરાદિની કાર્યની મધ્યે રહ્યો હોય તોપણ કર્મથી લપાતો નથી.' એ રાગથી તેને લેપ નથી લાગતો. સોનાનો કાદવ ચડતો નથી એમ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસ્વભાવની દૃષ્ટિવંતને. આહાહા...! કર્મથી લપાતો નથી. તે કર્મ મધ્યે રહ્યો હોવા છતાં). કર્મ એટલે શુભાશુભ ભાવ. શુભાશુભ ભાવની મધ્યમાં પડ્યો દેખાય. આહા! છતાં અંદર અને લેપ છે નહિ. આહાહા...! કેમ? આહાહા...! સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે, રાગ...” કેમ લપાતો નથી? આહાહા! “કેમકે સર્વ પદ્રવ્ય પ્રત્યે...” ત્રિલોકનાથ તીર્થંકર હોય તોય એ પરદ્રવ્ય છે. આહા...! એના પ્રત્યે કરવામાં આવતો રાગ. આહાહા.! તેના ત્યાગરૂપ સ્વભાવપણું હોવાથી.” રાગના અભાવ સ્વભાવવાળું હોવાથી. રાગના ત્યાગ સ્વભાવે એટલે રાગનો અભાવ સ્વભાવ. ભગવાન જ આત્મા રાગના અભાવ સ્વભાવવાળું તત્ત્વ હોવાથી. આહાહા...! સોનું જેને કાદવનો લેપ ન લાગે એવું હોવાથી, એમ ભગવાન આત્મા, જેને રાગનો લેપ ન લાગે એવો એનો સ્વભાવ છે. આહાહા! આવી વાતું હવે. ઓલા તો કહે, વ્રત કરો, તપસ્યા કરો, અપવાસ કરો, નવકાર ગણો, આનુપૂર્વી ગણો. આવે છે ને? આનુપૂર્વી નહિ? ણમો અરિહંતાણં, ણમો સિદ્ધાંણ, Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ણમો આઈરિયાણું, ણમો અરિહંતાણં આમ આડાઅવળા (બોલે કેમકે) મન સ્થિર થાય. એ પણ રાગ છે એ તો. આહાહા.! સ્થાનકવાસીમાં આનુપૂર્વી બહુ હોય, મન સ્થિર થાય, પણ એ તો રાગ છે. અહીં કહે છે, ધર્મી. આહાહા..! “સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો...... આહાહા.! જે, રાગ તેના ત્યાગરૂપ સ્વભાવપણું હોવાથી.. આહાહા.. દેવ-ગુરુ-શાસ્ત્રનો રાગ, એનાથી પણ ત્યાગ સ્વભાવવાળું તત્ત્વ છે. આહાહા.! હમણા કાર્યું નહોતું? “શ્રીમદ્દનું ભાઈએ કહ્યું હતું ને? “શ્રીમમાં ૨૩ મા વર્ષમાં છે. તીર્થકર ભગવાન કહે છે કે, રાગ ન કરવો. તો પછી મારા પ્રત્યેનો રાગ તને કેમ? આમાં છે. છે? “શ્રીમ’નું છે? આ “શ્રીમદ્દનું છે? આ તો સમયસાર” છે. “શ્રીમદ્દનું આ છે. આહાહા...! લ્યો. ૨૩ મું વર્ષ છે, હોં! મુમુક્ષુ :- પહેલો ભાદરવો મહિનો. ઉત્તર :- ૨૩ મું વર્ષ છે. આ આવ્યું. “ઊંચનીચનો અંતર નથી સમજ્યા તે પામ્યા સદ્ગતિ” એટલું કરીને પછી લખ્યું. “તીર્થંકરદેવે રાગ કરવાની ના કહી છે. રાગ હોય ત્યાં સુધી મોક્ષ નથી, ત્યારે આ પ્રત્યેનો રાગ તમને બધાને હિતકારક કેમ થશે? અહીં તો આવું કહે છે. છતાં લોકો) કહે કે, ભક્તિ કરવી અને એના રાગથી લાભ માને. અહીં આ કહે છે. આહાહા...! તીર્થંકરદેવે રાગ કરવાની ના કહી છે. રાગ હોય ત્યાં સુધી મોક્ષ નથી. ત્યારે આ પ્રત્યેનો રાગ તમને બધાને હિતકારક કેમ થશે? ભાષા તો (જુઓ)! દોઢ લીટી છે. ૨૩ મું વર્ષ છે. “ચેતનજીએ પૂછ્યું હતું એટલે એમાંથી તે દિ નીકળ્યું. નીકળ્યું તાકડે વળી. આહાહા.. દેવ-ગુરુ ને શાસ્ત્ર એમ કહે છે કે, અમારા પ્રત્યેનો રાગ તને લાભ શી રીતે કરશે? આહાહા...! વીતરાગ માર્ગ. આ તો પરમાત્મ સ્વરૂપ વીતરાગ માર્ગ છે. એને પર પ્રત્યેના રાગથી લાભ થાય એ માન્યતા જ મિથ્યાત્વ છે. આહાહા...! છે? “સર્વ પદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે, રાગ તેના ત્યાગરૂપ સ્વભાવ.” તેના અભાવ સ્વભાવરૂપ સ્વભાવ છે. આહાહા.! ખરેખર તો આત્મામાં એક અભાવ નામનો ગુણ છે. એ અભાવ નામનો ગુણ રાગના અભાવ સ્વભાવરૂપે થવું તે તેનો ગુણ છે. આહા...! ૪૭ શક્તિમાં ૩૪ મી શક્તિ છે. આહાહા! એ કર્મ ને રાગ રહિત થાય છે તે એને લઈને અહીં અભાવ નથી. એનો પોતાનો અભાવ નામનો ગુણ છે. આહાહા.! એથી તેને કર્મને રાગના અભાવ સ્વભાવરૂપે અભાવ ગુણને લઈને પરિણમે છે. આહાહા.! અભાવ શક્તિ છે ને? ભાવ, અભાવ (એથી) છ શક્તિ છે. ભાવ, અભાવ, ભાવઅભાવ, અભાવભાવ, ભાવભાવ, અભાવઅભાવ. આમ તો ભાવ બીજો એક છે પણ એ બીજી વાત છે. છ દ્રવ્યનું પરિણમન છે. વિકારનું છે કારકનું પરિણમન છે એનાથી રહિત એવો એનો ભાવ નામનો ગુણ છે. સમજાણું કાંઈ? અને એક ભાવ નામનો ગુણ એ છે, આહા.! કે પોતાના ભાવપણે પરિણમવું એ ભાવ નામનો ગુણ છે અને અભાવ નામનો ગુણ એ છે કે એનો સ્વતઃ સ્વભાવ Page #375 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૨૧૮–૨૧૯ ૩૬ ૧ રાગરહિત પરિણમવું એ જ એનો અભાવ ગુણ છે. આહાહા...! સમજાણું કાંઈ? ભાવના ત્રણ પ્રકાર છે, એમાં ૪૭ (શક્તિમાં), ભાઈ! એક ભાવ એ છે કે પોતાનો સદ્ભાવ છે તે પણે થવું એવો ભાવગુણ છે. અને એક અભાવ છે. પરના અભાવ સ્વભાવરૂપે પરિણમવું એનો અભાવ ગુણ છે પણ એક ભાવ એવો છે કે ષકારકરૂપે વિકારપણે પરિણમે છે તેનાથી રહિતપણે પરિણમવું એવો ભાવ ગુણ છે અને એક ભાવ એવો ગુણ છે કે, પ્રત્યેક પર્યાય, દરેકમાં પ્રત્યેક પર્યાય તે કાળે થાય જ છે. એ ભાવ નામનો એક ગુણ છે. આહાહા.! ૪૭ શક્તિમાં એવા) ત્રણ પ્રકાર છે. આહાહા.! શું કહ્યું છે? એક ભાવ ગુણ એવો છે અંદર ભગવાન આત્મામાં કે જેની દૃષ્ટિામાં) ત્યાં દ્રવ્યના સ્વભાવનો સ્વીકાર થયો એને સમય સમયમાં અનંત ગુણની નિર્મળ પર્યાય પ્રગટ થાય જ. હું કરું તો થાય ને વિકલ્પ કરું તો થાય એ ત્યાં છે નહિ. આહાહા..! આવી વાતું હવે. સમજાણું કાંઈ? એ ભાવઅભાવ. એ રાગરહિતનો અભાવ નામનો ગુણ પોતાને કારણે રાગરહિત સ્વભાવપણે પરિણમે છે. રાગનો અભાવ એ રાગને કારણે નહિ પણ પોતાનો સ્વભાવ જ એવો છે કે રાગના અભાવ સ્વભાવરૂપે અભાવ ગુણ પરિણમે છે. અરે ! આવી વાતું. આહાહા.! એ અહીં કહે છે કે, “સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે, રાગ તેના ત્યાગરૂપ સ્વભાવપણું હોવાથી...” જોયું? ત્યાગરૂપ સ્વભાવવાળું હોવાથી, અભાવ સ્વભાવવાળું હોવાથી. આહાહા...! ભગવાન આત્માનું દ્રવ્ય જ સમકિતીને ખ્યાલમાં જે આવ્યું છે એ રાગના ત્યાગરૂપ સ્વભાવપણું હોવાથી “જ્ઞાની કર્મથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળો છે. આહાહા...! ભારે વાત આ. ધર્મી જીવ એનો ધર્મનો સ્વભાવ, એના અભાવ સ્વભાવરૂપ છે. એથી તે રાગના ત્યાગના અભાવસ્વભાવરૂપ પરિણમન છે એનું. આહાહા! આવું ઝીણું પડે એટલે શું થાય પણ? “મૂળ માર્ગ સાંભળો જિનનો રે.” આવે છે ને “શ્રીમદ્દમાં? મૂળ માર્ગ આ છે. આહા.! શું કહ્યું છે? ધર્માજીવ કર્મ મધ્યે રહ્યો હોવા છતાં પણ કર્મથી લપાતો નથી. કારણ કે સર્વ પદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે, રાગ તેના ત્યાગરૂપ સ્વભાવપણું હોવાથી... આહા...! તેનો ત્યાગ એટલે અભાવસ્વભાવરૂપ હોવાથી જ્ઞાની...' રાગથી ‘અલિપ્ત રહેવાના સ્વભાવવાળો છે.” આહા! એ ધર્મી દ્રવ્યનું સ્વરૂપ જ એવું છે. ધર્મી દ્રવ્ય એવું જે ધર્મી તત્ત્વ, એની જેને દૃષ્ટિ થઈ તે ધર્મી દ્રવ્યને પરના રાગના અભાવ સ્વભાવરૂપે પરિણમવું અને પરથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળો છે. રાગથી લિપ્ત થાય તેવા સ્વભાવવાળું એ દ્રવ્ય નથી. તેથી સમકિતી પણ પરના રાગથી લિપ્ત થાય એવો એ નથી. આહાહા...! સમજાણું કાંઈ? પછી. એ ધર્મીની વાત કરી. જેમ લોખંડ કાદવ મળે પડ્યું થકું કાદવથી લેપાય છે (અર્થાત્ તેને કાટ લાગે છે....” તમારે હિન્દીમાં જંક કહે છે. આહાહા! એ લોઢાનો સ્વભાવ છે માટે. સોનાનો સ્વભાવ Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ કાદવમાં રહેવા છતાં તેને કાટ લાગતો નથી. એ આને લઈને છે. એમ લાઠું કાદવમાં પડ્યું છે ને લેપ લાગે) એ તો લોઢાના સ્વભાવને લઈને છે. આહાહા...! “કાદવથી લેપાવાના સ્વભાવવાળું છે....... આહાહા.! “લોખંડ કાદવ મળે પડ્યું થકું કાદવથી લેપાય છે (અર્થાત્ તેને કાટ લાગે છે, કારણ કે તે કાદવથી વેપાવાના સ્વભાવવાળું છે,” એ તો એનો પોતાનો સ્વભાવ છે, કાદવને લઈને નહિ. આહાહા...! ભાવ નામનો ગુણ છે. એમાં કહે છે, ષકારક વિકારપણે પર્યાય પરિણમે છે. જેની દૃષ્ટિ ત્યાં છે તે પોતાના પારકે પરિણમે છે એ એનાથી લેપાય છે પણ જેની દૃષ્ટિ એના ઉપર નથી.. આહા.! અને આત્મદ્રવ્ય ઉપર છે તેમાં ભાવ નામના ગુણને લઈને એ ષકારકની વિકૃતિના પરિણામથી અભાવરૂપે પરિણમવું એવો એનો સ્વભાવ છે. આહાહા...! આવો ધર્મ કેવો? ઓલી તો કેટલી આમ ધમાલ ચાલે. ભક્તિ કરો, પૂજા કરો, ફલાણું કરો, સંગીત લગાવો. અત્યારે ચાલ્યું છે. સંગીત... સંગીતનું વજન. વિદ્યાનંદ છે ને? સંગીત બનાવ્યું છે. અહીં આવ્યું છે ને? એક બેન લાવ્યા હતા. “વંgિ _ સિદ્ધ પણ એથી શું થયું? સંગીતમાં લગાવો. ત્રણસો રૂપિયા અહીં આપો તો તમને એ બધું મળશે. સંગીત એ તો બધો વિકલ્પ, રાગ છે. સંગીત સાંભળવું એ પણ રાગ છે. સંગીતમાં મજા આવી જાય આમ, બસ! દેવલાલીમાં એ છે ને? “મુંબઈ પાસે. ત્યાં સંગીત લગાવે. જે સ્વરૂપ સમજ્યાની એવી લગાવે આમ અંદર (કે) લોકોને આમ ધૂન ચડે. પણ એ તો રાગ છે. ભાઈ! લોખંડ કાદવમાં પડ્યું છે તેથી તેને લેપ લાગે છે એમ નહિ. એ લેપ લોઢાનો જ સ્વભાવ છે. આહાહા.! તેવી રીતે ખરેખર અજ્ઞાની કર્મ મધ્યે રહ્યો થકો...” વિકારી પરિણામની મધ્યમાં દેખાય છે, વિકારી પરિણામથી લેપાય છે. આહાહા.. કેમકે એની દૃષ્ટિ ત્યાં છે. જેના દૃષ્ટિના અસ્તિત્વમાં વિકારનું જ અસ્તિત્વ ભાસે છે. તેથી તે અજ્ઞાની એવા કાર્યની મધ્યમાં પડ્યો લેપાય જ છે. એ તો પોતાને કારણે લેપાય છે, એમ કહે છે. એનો લેપાવાનો અજ્ઞાનીનો સ્વભાવ જ એ છે. આહાહા...! કારણ કે સર્વ પદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ.” આહાહા...! ભગવાન ત્રિલોકનાથ પ્રત્યે કરવામાં આવતો રાગ. આહા..! અને વાણી પ્રત્યે પણ કરવામાં આવતો રાગ. “સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ... આહાહા.! સર્વ દ્રવ્યમાં તો તીર્થકર અને તીર્થંકરની વાણી પણ આવી કે નહિ? હેં? દેવ-ગુરુ-શાસ્ત્ર આવ્યા કે નહિ? આહાહા...! પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ગ્રહણરૂપ સ્વભાવવાળું...” અજ્ઞાનીને તો એ રાગનું ગ્રહણ (કરવું) એવો જ એનો સ્વભાવ છે. આ લોઢાનો સ્વભાવ છે કાદવ મધ્યે, (એ) કાદવને કારણે નહિ. લોઢાના સ્વભાવને કારણે. એમ અજ્ઞાનીનો સ્વભાવ જ એ છે. રાગની એકતાપણે થવું એવો એનો સ્વભાવ હોવાથી અજ્ઞાની “કર્મથી લેપાવાના સ્વભાવવાળો છે. આહાહા...! બહુ ઝીણું. Page #377 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૨૧૮-૨૧૯ ૩૬૩ વિકારના પરિણામના મધ્યમાં રહ્યો છતાં ધર્મી એનો સ્વભાવ એવો છે કે, તેનાથી પોતાને કારણે લપાતો નથી અને અજ્ઞાની એવો છે કે એનો સ્વભાવ રાગની એકતાબુદ્ધિ વાળો હોવાથી તેને વિકારી પરિણામનો લેપ લાગી જાય છે. અજ્ઞાની કર્મથી લેપાવાના સ્વભાવવાળો છે, કહે છે. એ દ્રવ્યનો સ્વભાવ નહિ. આહાહા.... વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવા) પ્રવચન ન. ૨૯૭ ગાથા-૨૧૮, ૨૧૯ શ્લોક-૧૫૦ બુધવાર, ભાદરવા સુદ ૭, તા. ૨૯-૦૮-૧૯૭૯ પર્યુષણનો ત્રીજો દિવસ છે ને? આજર્વ ધર્મ, આર્જવ. જે વિચાર હૃદયમાં રહ્યો હોય એ જ વચનમાં રહે. એવી સરળતા હોય. સમ્યગ્દર્શન સહિત આ આર્જવ ધર્મ છે. નિશ્ચયથી તો મુનિને હોય છે પણ સમ્યગ્દષ્ટિને પણ એ ગૌણપણે હોય છે. તે બહાર પરિણમે. જેવું હૃદયમાં હોય એવું વચનમાં રહે તેવું જ બહાર શરીર વડે પણ તે પ્રમાણે કાર્ય કરવામાં આવે. આહાહા...! એનું નામ આર્જવ નામ સરળ (ધર્મ છે), સમ્યગ્દર્શન સહિત. આહાહા...! મુમુક્ષુ – ઈ તો વ્યવહારની વાત છે ને? ઉત્તર:- આ પરમાર્થની વાત છે, વ્યવહારની નહિ. ઈ ભાષા છે પણ અંદર સમ્યગ્દર્શન સહિત સરળતાનો નિશ્ચય ભાવ એવો હોય કે જેનું હૃદય છે તેવી વાણી ને વાણી છે તેવું વર્તન હોય). આહાહા...! ઝીણી વાત છે, ભાઈ! આ તો દસલક્ષણી પર્વ ચારિત્રના ભેદ છે. મુનિપણું છે એને દસલક્ષણ ધર્મ હોય છે. સાચા સંતને અંતર અનુભવસહિત. કહે છે કે, એ સરળતા તો એનો આર્જવ સ્વભાવ અને ધર્મ છે. આહાહા...! એ આર્જવ ધર્મ છે. એનાથી વિપરીત બીજાને દગો દેવો એ અધર્મ છે. એ બને ક્રમશઃ. સરળતાદિ છે એમાં વિકલ્પની મુખ્યતા લીધી છે અહીં. છે તો સરળ અંદર સ્વભાવ પણ એને વિકલ્પ એવો હોય છે કે તેનું ફળ સ્વર્ગ દેવગતિ છે અને દગાનું ફળ નરકગતિ છે. અહીં લોકમાં એકવાર પણ કરવામાં આવેલું કપટ. વ્યવહાર જન્મથી કપટવ્યવહાર, જન્મથી માંડીને ભારે કષ્ટોથી એટલી બધી મુનિના સરાગ દોષ ઉત્પત્તિ આદિ ગુણોનો અતિશય છાયા ઘાત કરે છે. આહાહા...! કપટ છે એના ગુણની છાયા પણ રહેતી નથી ત્યાં તો. આહાહા.! વક્રતા, અસરળતા એવું કરનારને ગુણની છાયા પણ, ગુણ તો રહેતા નથી છાયા એની રહેતી નથી. ઉક્ત માયાચારથી ક્ષમાદિ ગુણોની છાયા પણ બાકી રહેતી નથી. મૂળમાંથી નષ્ટ થઈ જાય છે. આહાહા...! કારણ કે તે કપટપૂર્ણ વ્યવહારમાં વાસ્તવમાં ક્રોધાદિ બધા દુર્ગુણો પરિપૂર્ણ થઈને રહે છે. આહા.! ક્રોધ, માન, માયા, લોભાદિ કષાયો જે સંસાર છે. આહા.! કષ Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ (એટલે) કૃશ, સંસાર (એટલે) આય. જેમાંથી પિરભ્રમણનો લાભ થાય એવા કષાયો એક પણ કરેલા બધા કષાયો સાથે. ક્રોધાદિ બધુ દુર્ગુણો પરિપૂર્ણ થઈને રહે છે. આહાહા..! ખેદ છે કે તે કપટવ્યવહાર એવું પાપ છે કે જેના કા૨ણે આ જીવ નરકાદિ દુર્ગતિ એવા માર્ગમાં ચિરકાળ સુધી પરિભ્રમણ કરે છે. આહાહા..! કપટાદિ તીવ્ર કષાયથી તો એ નિગોદમાં જાય, એમ કહે છે. આહાહા..! નિગોદ એ તિર્યંચ છે ને? તે તીછો જે કપટ, મહામાયાવી.. આહાહા..! જેના હૃદય હાથ ન આવે, માયાના કપટના ઊંડાણમાં પત્તો ન લાગે એનો, એવા માયાચારી.. આહાહા..! મરીને નિગોદમાં જાય, જ્યાં જીવ છે એવી કબુલાત પણ બીજાને ન થાય. આહાહા..! એ ઠેકાણે જાય. માટે ધર્માત્માએ સમ્યગ્દર્શન સહિત સ૨ળતાના ભાવને અપનાવવો. આહાહા..! અહીં તો એક વિચાર આ આકૃતિનો આવ્યો છે કે, આકાશ છે એને પણ આકૃતિ છે. આહાહા..! અરે..! જુઓ તો ખરા)! વ્યંજનપર્યાય છે ને? આહાહા..! આ અલોક છે ને, અલોક ખાલી? કયાંય અંત નથી. છતાં એને વ્યંજનપર્યાય-આકાર છે. આહાહા..! એ વાંચેલું તે દિ’નું ખબર છે. આમાં અધિકાર છે, આકૃતિનો, શુદ્ધદ્રવ્યનો અધિકાર. ‘માણેકચંદ’ એ લેતા, માણેકચંદ' પંડિત હતા ને? અહીં તો પહેલેથી ખબર છે. આહાહા..! એવી જેની વિશાળતા, એવી વિશાળતા જેને અંત૨માં બેઠી છે એને માયા ને કપટ કેમ હોય? એણે એનું વર્ણન લીધું. ‘ખાળતો શુદ્ધ ચપ્પાનું’ એમ. એ શબ્દ મૂકયો છે. આવે છે ને? એમ કે, શુદ્ધ દ્રવ્યની આકૃતિ અને શુદ્ધ દ્રવ્યનું વાસ્તવિક સ્વરૂપ, જેને જ્ઞાનમાં, ભાનમાં જેને બે... આહા..! એની દશા સર્વજ્ઞને પામવાની લાયકાત થઈ જાય. સમજાણું કાંઈ? આહા..! સિદ્ધને આકાર છે. નિરાકાર નિરંજન કહેવામાં આવે છે એ તો જડનો આકાર નથી (એટલે). આહાહા..! અહીં શું કહેવું છે? વસ્તુ આખી આમ એવી છે. એ વસ્તુને જેવી છે તે રીતે જ્ઞાનમાં, શ્રદ્ધામાં જાણવી અને માનવી, એમાં કપટનો ને માયાનો અવકાશ નથી. એવી સરળતામાં, ધર્મી સરળતામાં પરિણમી રહ્યા છે. એનું ફળ તેને મોક્ષ છે. પણ વિકલ્પ છે થોડો તેથી એનું ફળ સ્વર્ગ કહેવામાં આવે છે. આહા..! દસલક્ષણી પર્વ એટલે તો અલૌકિક ચીજ છે, બાપુ! એ કંઈ.. આહાહા..! ભાવલિંગી સંતો જેને–દસલક્ષણીને આરાધે છે. આહાહા..! એ અલૌકિક વાતું છે. અહીં ક્યાં આવ્યું છે? ભાવાર્થ? ‘સમયસાર’ ‘નિર્જરા અધિકાર’, ૨૧૮-૨૧૯નો ભાવાર્થ. આહા..! જેમ કાદવમાં પડેલા સુવર્ણને કાટ લાગતો નથી અને લોખંડને કાટ લાગે છે, તેમ કર્મ મધ્યે રહેલો શાની...’ આહાહા..! શુભાશુભ પરિણામની મધ્યમાં રહ્યો પ્રભુ, આહાહા..! છતાં તેને કર્મ બંધાતું નથી. ધર્મી ‘કર્મથી બંધાતો નથી અને અજ્ઞાની કર્મથી બંધાય છે.’ એ શુભાશુભ પરિણામની મધ્યમાં જ એની દૃષ્ટિ ત્યાં છે. ધર્મીની દૃષ્ટિ શુભાશુભ પરિણામના કાર્ય કાળે પણ, શુભાશુભ પરિણામના કાર્ય કાળે પણ સ્વભાવ ઉપર દૃષ્ટિ હોવાથી તેને શુભાશુભ પરિણામ થયા છે Page #379 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૫૦ ૩૬૫ અને બંધ છે એવું છે નહિ. આહાહા...! ઝીણી વાતું. “આ જ્ઞાન-અજ્ઞાનનો મહિમા છે. આહા...! મુમુક્ષુ :- જ્ઞાનનો તો ખરો પણ અજ્ઞાનનો પણ? ઉત્તર :- અજ્ઞાનનો મહિમા છે. રાગને એ પોતે પોતાનો માને એ પણ કોઈ અજ્ઞાનનો મહિમા છે. ભગવાન શુદ્ધ ચિદાનંદ પ્રભુ, આહાહા.! ચિવિલાસ'માં કહ્યું છે, તેરી શુદ્ધતા તો બડી પણ તેરી અશુદ્ધતા ભી બડી. ‘અનુભવ પ્રકાશમાં કહ્યું છે. આહાહા! તારી અશુદ્ધતા પણ પાર ન પામે એવી પ્રભુ તારી અશુદ્ધતા છે. આહા...! પર્યાયમાં, હોં! શુદ્ધતાની તો વાત શું કરવી? આહા...! “શુદ્ધવ સંહે પપ્પા શુદ્ધ નાગંતો' શુદ્ધ ચૈતન્યમૂર્તિ ચૈતન્યના પ્રકાશનું પૂર, નૂર-તેજ, એની તો શું વાત કરવી એની દૃષ્ટિ થતાં જે નિર્મળ પરિણતિ પ્રગટે એની પણ શું વાત કરવી! આહા! પણ કહે છે કે, જેને શુભાશુભ પરિણામ થાય એવા સમ્યગ્દષ્ટિને પણ શુભાશુભ ભાવ ઉપર દૃષ્ટિ નહિ હોવાથી અને ત્રિકાળી ચૈતન્યના પ્રકાશના પૂરને ભાળતો-જોતો હોવાથી તેને બંધ નથી. આહાહા...! સમજાય છે કાંઈ? એ ૧૫૦ શ્લોક છે. ( શ્લોક-૧૫૦) (શાર્દૂનવિદોહિત) याद्दक् तादगिहास्ति तस्य वशतो यस्य स्वभावो हि यः कर्तुं नैष कथञ्चनापि हि परैरन्यादशः शक्यते। अज्ञानं न कदाचनापि हि भवेज्ज्ञानं भवत्सन्ततं ज्ञानिन् भुंक्ष्व परापराधजनितो नास्तीह बन्धस्तव ।।१५०।। હવે આ અર્થનું અને આગળના કથનની સૂચનાનું કળશરૂપ કાવ્ય કહે છે : શ્લોકાર્ધ -[ રૂદ] આ લોકમાં [ યરશ્ય યાદ : દિ સ્વમાવ: તાવ તરસ્ય વશતઃ અસ્તિ] જે વસ્તુનો જેવો સ્વભાવ હોય છે તેનો તેવો સ્વભાવ તે વસ્તુના પોતાના વશથી જ (અર્થાત્ પોતાને આધીન જ હોય છે. [s: ] એવો વસ્તુનો જે સ્વભાવ છે, પર: પરવસ્તુઓ વડે વિથગ્વન પિ હિ ] કોઈ પણ રીતે [ ચાવશ: ] બીજા જેવો [ વતું શયતે] કરી શકાતો નથી. [ હિ ] માટે [ સત્તતં જ્ઞાન મવત્ ] જે નિરંતર જ્ઞાનપણે પરિણમે છે તે | હાવજ ગરિ અજ્ઞાન ન મત ] કદી પણ અજ્ઞાન થતું નથી; [ જ્ઞાનિન] તેથી હે જ્ઞાની ! Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ [ મુક્ત] તું (કર્મોદયજનત) ઉપભોગને ભોગવ,[ ;] આ જગતમાં [ પર અપરાધ ગતિ: વન્ય: તવ નાસ્તિ] પરના અપરાધથી ઊપજતો બંધ તને નથી (અર્થાત્ પરના અપરાધથી તને બંધ થતો નથી.) ભાવાર્થ - વસ્તુનો સ્વભાવ વસ્તુને પોતાને આધીન જ છે. માટે જે આત્મા પોતે જ્ઞાનરૂપે પરિણમે છે તેને પરદ્રવ્ય અજ્ઞાનરૂપે કદી પરિણમાવી શકે નહિ. આમ હોવાથી અહીં જ્ઞાનીને કહ્યું છે કે તને પરના અપરાધથી બંધ થતો નથી તેથી તું ઉપભોગને ભોગવ. ઉપભોગ ભોગવવાથી મને બંધ થશે એવી શંકા ન કર. જો એવી શંકા કરીશ તો પરદ્રવ્ય વડે આત્માનું બૂરું થાય છે એવું માનવાનો પ્રસંગ આવે છે. આ રીતે અહીં જીવને પરદ્રવ્યથી પોતાનું બૂરું થતું માનવાની શંકા મટાડી છે; ભોગ ભોગવવાની પ્રેરણા કરી સ્વચ્છંદી કર્યો છે એમ ન સમજવું. સ્વેચ્છાચારી થવું તે તો અજ્ઞાનભાવ છે એમ આગળ કહેશે. ૧૫૦. શ્લોક-૧૫૦ ઉપર પ્રવચન (શાર્દૂત્રવિહિત). याद्दक् तादगिहास्ति तस्य वशतो यस्य स्वभावो हि यः कर्त नैष कथञ्चनापि हि परैरन्यादशः शक्यते। अज्ञानं न कदाचनापि हि भवेज्ज्ञानं भवत्सन्ततं ज्ञानिन् भुक्ष्व परापराधजनितो नास्तीह बन्धस्तव ।।१५०।। “આ લોકમાં જે વસ્તુનો જેવો સ્વભાવ હોય છે તેનો તેવો સ્વભાવ તે વસ્તુના પોતાના વશથી જ (અર્થાત્ પોતાને આધીન જ હોય છે. આહાહા...! વસ્તુ ભગવાનઆત્મા શુદ્ધ પવિત્ર છે તે પોતાને આધીન છે. અપવિત્રતા એ પરને આધીન છે, નિમિત્ત આધીન (છે). આહા...! શુદ્ધ સ્વભાવ જે ભગવાન પરમાનંદ પ્રભુ, એ શુદ્ધ સ્વભાવ તો પોતાને આધીન–સ્વાધીન છે, એ પરાધીન નથી. આહા.! તેનો સ્વભાવ તે વસ્તુના પોતાના વશથી જ.’ છે. “એવો વસ્તુનો જે સ્વભાવ તે, પરવસ્તુઓ વડે કોઈ પણ રીતે બીજા જેવો કરી શકાતો નથી.” સિદ્ધાંત આ સિદ્ધ કરવો છે. ધર્મીને પોતાની વસ્તુનો સ્વભાવ શુદ્ધ અને પવિત્ર છે તેથી તે પરની સામગ્રીમાં રહ્યો અને પરસામગ્રીને ભોગવે છે એમ દેખાય છતાં પરચીજ, પરપદાર્થને અપરાધે તને અપરાધ થાય એમ નથી. શું કહે છે? પરવસ્તુઓ વડે કોઈ પણ રીતે બીજા જેવો કરી શકાતો નથી.” સિન્તતં જ્ઞાન ભવત] જે નિરંતર જ્ઞાનપણે પરિણમે છે...” ધર્મી શુદ્ધ સ્વભાવ ચૈતન્યમૂર્તિ પ્રભુ! અને એનું પરિણમન પણ નિરંતર શુદ્ધ છે. આહા.! તે કદી પણ અજ્ઞાન થતું નથી.” Page #381 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૫૦ ૩૬૭ તે કોઈપણ રીતે પરદ્રવ્યના કારણે અજ્ઞાની થતો નથી. આહાહા..! જરી ધીરેથી (સમજવું), આ વાત આકરી છે. શું કહે છે? હે જ્ઞાની! તું (કર્મોદયજનત) ઉપભોગને ભોગવ....” ભોગવવાનું કહેતા નથી. એ શબ્દ છે. એને એમ કહે છે, પ્રભુ! તું શુદ્ધ ચૈતન્યઘન છો નો તને પરદ્રવ્યની પરિણતિથી તને કાંઈ નુકસાન થાય એવી ચીજ છે જ નહિ. આહાહા...! જડનો ઉપભોગ અને જડની પરિણતિથી તને નુકસાન થાય એવું કંઈ છે જ નહિ, એમ કહે છે. શું કીધું એ? શરીર, વાણી, મન, પૈસા, લક્ષ્મી, સ્ત્રી, કુટુંબ તરફનું લક્ષ અને ભોગવટો, એને કારણે એ નુકસાન થાય છે, જડને કારણે, એમ નથી અને તું તો જ્ઞાનાનંદ સ્વભાવી વસ્તુ છો તો તને પરવસ્તુના અપરાધ તને નુકસાન થાય, એવું છે નહિ. ભોગવ કીધું છે. આ તો મુનિ છે. ભોગવનો અર્થ પરદ્રવ્યથી તને નુકસાન નથી, એ નિઃશંક એને ઠરાવે છે. આહાહા.! આ શરીરની ક્રિયા કે વાણીની ક્રિયા કે આ બહારનો સંયોગ એને લઈને ધર્મીને કોઈ અપરાધ થાય, પદ્રવ્યને લઈને, એમ છે નહિ. અને સ્વદ્રવ્યનો નિરપરાધી સ્વભાવ તો અનુભવમાં પરિણમે છે. આહાહા.! શું કહે છે? ભગવાન આત્મા ચૈતન્યના પ્રકાશનો પુંજ પ્રભુ! એનો જેને અંતરમાં સ્વભાવનો સ્વીકાર અને સત્કાર થયો છે એવા ધર્મીને તો શુદ્ધ ચૈતન્યના સ્વભાવનું પરિણમન હોય છે. એ પરિણમન પરદ્રવ્ય વડે કરીને બીજું કરી શકાય એવું નથી. આહાહા.! શરીરની ક્રિયા ગમે તેટલી થાઓ, એમ કહેવું છે. પણ એનાથી નિરપરાધી ભગવાન આત્માને અપરાધ થતો નથી. આહાહા.! શું કહે છે? હે જ્ઞાની! તું (કર્મોદયજનિત) ઉપભોગને ભોગવ” બહારની સામગ્રીને તું ભોગવ. એટલે તારું લક્ષ ત્યાં જાય તેથી કરીને તને નુકસાન છે, પરને લઈને, એમ નથી. તારું લક્ષ ત્યાં જાય અને વિકલ્પ ઉઠે એ તો તારો દોષ છે. પણ એ પરવસ્તુને કારણે તને કંઈ દોષ થાય એમ નથી). આહાહા.. પૈસા ખુબ રાખ્યા, શરીરની વિષયાદિની જડની ક્રિયા ખુબ થઈ એથી એ જડની ક્રિયાથી તને નુકસાન થાય, એ વાત નથી. તારા ભાવમાં વિપરીત ભાવ હોય તો તને નુકસાન થાય. આહાહા.! ભારે વાતું, ભાઈ! આ જગતમાં...” પિ૨ કપરા નિતઃ વન્ધઃ તવ નાસ્તિ] આ સિદ્ધાંત સિદ્ધ કરવો છે. પરના અપરાધથી ઊપજતો બંધ તને નથી..” શરીરની ક્રિયાથી, પૈસાથી, સ્ત્રીના દેહથી એવી ક્રિયાથી તને કંઈ નુકસાન થાય (એમ નથી), એ તો પરદ્રવ્ય છે. આહા! સમજાણું કાંઈ? આહાહા.! પરના અપરાધથી ઊપતો બંધ તને નથી (અર્થાત્ પરના અપરાધથી તને બંધ થતો નથી. આ સિદ્ધ કરવું છે, હોં! ભોગવ કીધું છે ઈ કંઈ ભોગવવાનું કીધું નથી. પરદ્રવ્યના સંબંધમાં પરદ્રવ્યને લઈને તને નુકસાન છે એમ નથી. આહાહા.! ભાવાર્થ – “વસ્તુનો સ્વભાવ પોતાને આધીન જ છે. શુદ્ધ ચૈતન્યપ્રભુ, એની શુદ્ધ Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ પરિણતિ પોતાને આધીન છે. આહા.! માટે જે આત્મા પોતે જ્ઞાનરૂપે પરિણમે છે. એટલે કે શુદ્ધ સ્વભાવપણે પરિણમે છે તેને પરદ્રવ્ય અજ્ઞાનરૂપે કદી પરિણમાવી શકે નહિ.” આહાહા...! જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન, એ જ્ઞાન ને આનંદરૂપે થાય છે તેને પરદ્રવ્ય કોઈ દિ અજ્ઞાન કરાવી શકે નહિ. શરીરની ગમે તેટલી ક્રિયા ને લક્ષ્મીના ઢગલા હોય તો એને લઈને અહીં અજ્ઞાન થાય, એમ છે નહિ. મુમુક્ષુ :- એની મમતાને કારણે છે. ઉત્તર :- એ તો પોતાના અપરાધથી છે, સીધી વાત છે. પણ એ તો જ્ઞાનીને તો એ છે નહિ, એમ કીધું અહીંયાં. એ વાત અહીં છે નહિ. ધર્મીને આત્મા શુદ્ધ સ્વરૂપ છે, તેમ કહ્યું ને? તેને ઈ પરિણમે છે. એટલે અશુદ્ધતા ત્યાં પરિણામમાં છે જ નહિ એને. આહાહા.! સમજાણું કાંઈ? આ નિર્જરા અધિકાર છે. એટલે જ્ઞાનીના શરીરાદિના ભોગને કાળે પણ તેને અશુદ્ધતા ટળતી જાય છે અને શુદ્ધતા વધી જાય છે, એમ કહે છે. કારણ કે પરને લઈને અહીં અશુદ્ધતા થાય એવું નથી. ઝીણી વાત છે. એમ કરીને કોઈ સ્વચ્છંદી થઈ જાય એની આ વાત નથી. આહાહા...! અહીં તો સિદ્ધાંતનો નિશ્ચય સત્ય શું છે એ સિદ્ધ કરે છે. ભગવાન આત્મા શુદ્ધ ચિદૂઘન આનંદકંદ પ્રભુ, એને નિહાળનારો-જોનારો, એને તો જ્ઞાન ને આનંદાદિના પરિણમન થાય. એ પરિણમનને પરદ્રવ્યની ક્રિયાઓ એ પરિણમનને ફેરવી શકે કે અજ્ઞાન કરી શકે, એમ નથી. સમજાણું કાંઈ આહાહા...! પરદ્રવ્ય અજ્ઞાનરૂપે કદી પરિણમાવી શકે નહિ.” આ સિદ્ધાંત સિદ્ધ કરવો છે. પરદ્રવ્યની પરિણતિથી અને પારદ્રવ્યના અંદરના સંયોગ-વિયોગથી તને કંઈ પણ નુકસાન એને લઈને નથી. આહાહા...! સમજાણું કાંઈ? એક ભાઈ હતા ને? પંડિત, શું કહેવાય? જામનગરવાળા. ‘લાલના “લાલને એક પ્રશ્ન મૂક્યો હતો, ભાઈ! કે, આ અમારે મોટો જ્યોર્જ અને એડ. શું કહેવાય? એડવર્ડ! એને એક સ્ત્રી અને તમે કહો કે, તીર્થંકર ચક્રવર્તીને ૯૬ હજાર સ્ત્રી! રાજા એડવર્ડ ને . શું કહેવાય બીજો? જ્યોર્જ એને એક સ્ત્રી હોય, અત્યારે છે. અને ચક્રવર્તી સમકિતી તીર્થકર, એને ૯૬ હજાર. અરે! સાંભળ તો ખરો, કીધું. એ ૯૬ હજાર પદ્રવ્ય છે એ નુકસાનનું કારણ ક્યાં છે? સમજાણું? તો તો શરીર જેનું મોટું જાડું હોય એ નુકસાનનું કારણ અને પાતળું શરીર નુકસાનનું ઓછું કારણ, એમ છે? પરદ્રવ્યને લઈને નુકસાન છે? આહાહા.! એને પોતાનું માનવું એ નુકસાન છે). ધર્માને તો એ માન્યતા છે નહિ. આહાહા... એમ કે, ૯૬ હજાર સ્ત્રી ને તમે એને તીર્થંકર ને સમકિતી કહો. અને અમે એક જ રાણી રાખીએ. પણ હવે તું અજ્ઞાની એને ભાન કે દિ છે? “લાલન હતો, “લાલન’, પંડિત “લાલન’. ‘અમેરીકામાં બહુ જાતો એટલે આવું બધું એને (સૂઝે). પછી તો અહીં રહેતા. ભાઈ! માર્ગ જુદા છે, બાપુ! ઝાઝા જડના સંયોગ માટે જ્ઞાનીને બંધનું Page #383 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૫૦ ૩૬૯ કારણ છે, એમ નથી. અને ઓછા સંયોગ માટે તેને બંધ ઓછો છે, એમ નથી. સમજાણું કાંઈ? આહાહા...! નિશ્ચયથી તો ભગવાન પૂર્ણાનંદના નાથમાં નિર્મળ પર્યાયની ઉત્પત્તિ થવી તે સંયોગ છે અને પહેલાની પર્યાયનો વ્યય થવો તે વિયોગ છે. આહા.! એવો તો સંયોગ અને વિયોગ ધર્મીને પણ હોય છે. શું કીધું સમજાણું કાંઈ? “પંચાસ્તિકાયની ૧૮મી ગાથામાં આવે છે) કે, પર્યાય થવી, વસ્તુ જે નિત્યાનંદ પ્રભુ છે, એને જે પર્યાય નિર્મળ સમ્યગ્દર્શન, જ્ઞાન થાય એ પણ પર્યાયનો સંયોગ થયો. અને પૂર્વની પર્યાયનો નાશ થયો એ વિયોગ થયો. સંયોગ અને વિયોગ એની પર્યાયમાં છે. આહાહા.! બહારના કારણે સંયોગ-વિયોગ છે ઈ વસ્તુમાં નથી. આહાહા..! પ્રશ્ન રાત્રે હતો, એમ કે સંયોગમાં એમ હતું ને કાંઈક? સંયોગ ઝાઝા હોય તો એને લઈને આત્માને કયાં નુકસાન છે? સંયોગને લઈને કંઈ નુકસાન નથી થતું. પરદ્રવ્ય છે ને? સંયોગી ચીજ પરવ્ય છે. આ પર્યાય જે સંયોગી છે એ તો સ્વદ્રવ્યની પર્યાય છે. અને શરીર, કર્મ, લક્ષ્મી, કુટુંબ, સ્ત્રી, રાજ આદિ એ પરદ્રવ્ય છે. એ પરદ્રવ્યના કારણે આત્માને બંધન થાય અને અજ્ઞાન થાય, એમ નથી. પોતે જે અજ્ઞાન રાગને એકતા બુદ્ધિથી કરતો એ અજ્ઞાન ટાળ્યું છે. આહા! એ પરને લઈને અજ્ઞાન નહોતું. એ પોતે એ રાગને એક્વબુદ્ધિ કર્યું હતું એ અજ્ઞાન હતું, એ અજ્ઞાન પરને લઈને નહોતું. તેમ તે અજ્ઞાની ટાળીને જ્ઞાન કર્યું તેથી તેને પરદ્રવ્ય એને કોઈ અજ્ઞાન કરી શકે, એમ નથી. ઝાઝી રાણીઓ ને ઝાઝા ઇન્દ્ર ને ઇન્દ્રાણીઓ એની પરિણતિને પરદ્રવ્ય નુકસાન કરે (એમ નથી). થોડો સંયોગ અને થોડું બંધન અને ઝાઝો સંયોગ એને ઝાઝું બંધન, એમ નથી. અરે...! સમજાણું કાંઈ? આ તો તત્ત્વનો નિયમ છે કે તત્ત્વ જે પોતાથી જણાણું ને અનુભવાણું, એની દશામાં હવે પરદ્રવ્ય ઝાઝા કે થોડા, એ એને અજ્ઞાન કરાવી શકતું નથી. સમજાય છે કાંઈ? આહાહા...! પદ્રવ્યને તો સ્વદ્રવ્ય અડતુંય નથીને! પછી થોડા હોય કે ઝાઝા હોય. સમજાણું? આમ હોવાથી અહીં જ્ઞાનીને કહ્યું છે કે તને પરના અપરાધથી બંધ થતો નથી...” આ સિદ્ધાંત છે. ભોગવવાનું કહ્યું છે ભોગવ એમ કંઈ ધર્માત્મા કહે? પણ એને પરદ્રવ્યને કારણે તને અપરાધ થતો નથી, એ સિદ્ધ કરવા વાત કરી છે. આહા.! સમજાણું કાંઈ? આહાહા.! ‘તને પરના અપરાધથી બંધ થતો નથી.” પરના અપરાધથી એટલે શરીરની બહુ ક્રિયા થઈ અને પૈસા ઘણા થયા ને સ્ત્રીઓ ઘણી, માટે એને લઈને અહીં બંધ છે, એમ છે નહિ. આહાહા...! તું ઉપભોગને ભોગવ. એનો અર્થ કે, સંયોગમાં તું આવતો ભલે હો, ઈ સંયોગમાં તું નથી આવ્યો. સંયોગ થોડા કે ઘણા એમાં તારું લક્ષ જાય તો વિકલ્પ થાય) એ વળી જુદી વસ્તુ, પણ એને જાણવામાં તારું લક્ષ જાય, સંયોગ થોડા હોય કે ઝાઝા, એ તો જાણવાનું Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ લક્ષ, શાન જાણે. એટલે ઝાઝા સંયોગમાં આવ્યો માટે એને અજ્ઞાન કરી નાખે અને એના પરિણમનને બદલાવી નાખે, (એમ નથી). આહાહા..! સમજાય છે કાંઈ? આ તો વીતરાગના સિદ્ધાંતો, ભાઈ! આહા..! અને જેને આ સંયોગો છૂટી ગયા, લ્યોને નગ્ન મુનિ થયો માટે સંયોગો છૂટી ગયા માટે ત્યાં જ્ઞાન શુદ્ધ છે એમ નથી. અને સંયોગમાં ૯૬ કરોડના ઢગલા પડ્યા છે ચક્રવર્તીને, તો એને કા૨ણે એને જ્ઞાનનું અજ્ઞાન થાય, (એમ નથી). આહાહા..! અને જેને નગ્નપણું (થઈને) સંયોગ છૂટી ગયા માટે તેને શુદ્ધ જ્ઞાન થાય, એમ નથી. સમજાણું કાંઈ? આમ સંયોગ વિનાનો દેખે એટલે લોકોને એમ થાય કે, આહાહા..! આ ત્યાગી છે. પણ અંત૨માં રાગની એકતાબુદ્ધિ પડી છે, મિથ્યાદૃષ્ટિ ત્યાગી નથી. આહા..! ધર્મનો ત્યાગી છે. આવી વાતું ભારે. બહારના સંયોગના અભાવે ત્યાગીના ત્યાગપણાની મહત્તા દેખાય એ વસ્તુ ખોટી છે. અને બહા૨ના સંયોગની વૃદ્ધિની પુષ્ટિમાં એનું અજ્ઞાન છે, મિથ્યાસૃષ્ટિ અજ્ઞાની છે એમ કલ્પવું એ તદ્દન જૂઠું છે. આહાહા..! સમજાય છે કાંઈ? આવી વાતું છે. એ કહે છે ને? તને પરના અપરાધથી બંધ થતો નથી...' શરીરનો સંયોગ ખુબ ઝાઝા પરમાણુ અને સ્ત્રીઓ ઘણી, દીકરાઓ ઘણા, પૈસા ઘણા, મકાન ઘણા એવા કારણે તને બંધ થતો નથી. એ ચીજ તો પ૨ છે. આહા..! તેથી તું ઉપભોગને ભોગવ.’ એટલે કે પદ્રવ્યના કારણે તને નુકસાન નથી માટે પરદ્રવ્યના સંયોગમાં ભલે હો પણ તને એમાં (નુકસાન નથી). ભોગવનો અર્થ કે સંયોગમાં હો પણ તને બંધન છે નહિ. આહાહા..! આવી વાતું ઉલટપલટની છે. અહીંયાં તો વર્તમાનમાં જેમ જેમ કંઈ બહારનો સંયોગ ઘટાડે તો એને ત્યાગી માને. તો ઘણા સંયોગ મોટા ૯૬ કરોડ પાયદળ ને ૯૬ કરોડ સ્ત્રીઓ ને કરોડો અપ્સરાઓ સકિતીને છે પણ એ સંયોગ ઉપરથી એનું માપ ટાંકવુ કે એ અપરાધી છે (તો એમ છે નહિ). અને સંયોગ ઘણા ઘટી ગયા અને કાંઈ ન રહ્યું, વસ્ત્રનો ટૂકડોય ન રહ્યો માટે તે ધર્મી છે એવા સંયોગના અભાવથી એનું ધર્મનું માપ ન હોઈ શકે. આહાહા..! સમજાણું કાંઈ? આહા..! ગજબ વાત છે. સત્યનો પોકાર છે. સત્ય છે તે ભલે ગમે તેટલા સંયોગમાં દેખાય પણ સત્ છે એને હાથ અંત૨માં અનુભવ દૃષ્ટિ થઈ છે, જેનું પરિણમન જ્ઞાન ને આનંદનું પરિણમન છે એને ઝાઝા સંયોગોથી કંઈ નુકસાન થાય અને સંયોગો થોડા હોય તો એને કંઈ લાભ થાય એવું છે નહિ. આરે..! આવી વાતું. આહાહા..! ભગવાન સંતો પોતે આ પોકાર કરે છે. ‘કુંદકુંદાચાર્ય’, ‘અમૃતચંદ્રાચાર્ય’ આહા..! પ્રભુ! તું સ્વદ્રવ્ય છો ને! સ્વદ્રવ્યની દૃષ્ટિ અને સ્વદ્રવ્યનું પરિણમન થયું એથી તને પરદ્રવ્યના ઘણા સંયોગમાં તને લોકો દેખે અને તને એમ થઈ જાય કે આ સંયોગા ઘણા (છે) માટે મને નુકસાન થયું, એમ છે નહિ. આહાહા..! જ્ઞાની તો માનતો નથી, પણ લોકો એમ માને ને? આટલો બધો પરિગ્રહ ને આટલી બધી બાયડીઓ ને આટલા Page #385 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૫૦ ૩૭૧ બધા છોકરાઓ. ચક્રવર્તીને બત્રીસ હજાર તો દીકરીયું, ચોસઠ હજાર દીકરા, છ— કરોડ પાયદળ, છનું હજાર સ્ત્રીઓ. પણ કહે છે, એ સંયોગ છે તે એને બંધનું કારણ છે એમ નથી. આહાહા.... એટલે કે પરદ્રવ્ય તે બંધનું કારણ નથી. આહાહા...! સ્વદ્રવ્યમાં જો તે પરને, રાગને પોતાનો માન્યો હોય, ભલે સંયોગ ન હોય, પણ રાગને પોતાનો માન્યો હોય તો ત્યાં મિથ્યાત્વનો અપરાધ તેં ઊભો કરેલો છે. સમજાણું કાંઈ? આહાહા...! એમ કહીને સિદ્ધાંતનું સત્યપણું પ્રસિદ્ધ કરે છે. એને સંયોગને ભોગવ એમ કહીને કંઈ ભોગવવાનું કહ્યું નથી. પોતાના રાગને અનુભવે અને કાં નિર્વિકારીને અનુભવે. એ સિવાય પરનો તો અનુભવ છે નહિ. પણ અહીં કહેવાનો આશય એ છે કે ઘણાં સંયોગોમાં તું આવ્યો, ભલે હો, એ સંયોગ કંઈ નુકસાન કરનાર નથી. આહાહા...! સમજાય છે કાંઈ? ચીમનભાઈ'! આવી વાતું છે. સ્વતત્ત્વ જે આત્મા અંદર પરથી ભિન્ન (છે), એને ભલે સંયોગોના ઢગલા હોય એથી કરીને એના આત્માને શું છે? આહાહા...! અને સંયોગો ઘણા છૂટી ગયા હોય માટે તે ધર્મી છે, એવું માપ ક્યાં છે? એને અસંયોગી એવી ચીજ ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ. આહાહા.! - એક ફેરી આકૃતિનું કહ્યું હતું ને? એ સવારમાં વિચાર આવ્યો હતો, વધારે. આ આકાશ આખું. અંત નહિ તોય આકાર છે. આર. આરે...! ગજબ વાત છે. જૈનદર્શનનું તત્ત્વ કોઈ અલૌકિક છે. સર્વવ્યાપક આકાશ, એને પણ પ્રદેશગુણને કારણે આકાર હોય છે. અરે...! ભાઈ! સિદ્ધનેય આકાર હોય છે. પોતાના અસંખ્ય પ્રદેશનો આકાર છે ઈ આકાર હોય છે. એ તો નિરંજર નિરાકાર (કહે છે) એ તો પરની અપેક્ષાએ આકાર નથી, એમ કહ્યું છે. અને આણે તો એમ કહ્યું છે એમાંથી કે, આ રીતે આવો આકાર અને નિરાકાર જે રીતે છે એ સમજે અને એનું ધ્યાન કરે તો એને પરથી ભિન્નતાનું ભાન થાય. આહાહા...! આમાં છે. એ ચોપડી વાંચી હતી. કીધું નહિ? “માણેકચંદજી હતા ને? આહાહા...! એમ શરીરનો મોટો સ્થૂળ આકાર હોય) અને શરીરનો થોડો આકાર અને આત્માના પ્રદેશનો આકાર પણ ત્યાં થોડો (છે) માટે તેને નુકસાન છે, એમ નથી. કે થોડો છે માટે લાભ છે, એમ નથી. આહાહા...! કેવળ સમુદ્દાત કરે ત્યારે તો લોકના આકાર જેટલો આકાર થઈ જાય એનો. આહાહા.! ભગવાનનો પ્રદેશનો આકાર લોકાકાશ પ્રમાણે થઈ જાય. તો એ આકાર મોટો થયો માટે તેને નુકસાન છે, અને સાત હાથના ધ્યાનમાં હતા, કેવળજ્ઞાનમાં, માટે તેને લાભ છે એમ નથી. આહાહા...! પોતાના નાના-મોટા આકારથી પણ જ્યાં લાભનુકસાની નથી ત્યાં પરદ્રવ્યથી નુકસાન છે એ તો છે જ નહિ, એમ કહે છે. આહાહા...! સમજાય છે કાંઈ? બહુ જૈનદર્શન, બાપુ! વીતરાગ માર્ગ એવો છે. આહા...! કયાંય છે નહિ એ સિવાય. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર, જેણે એક સમયમાં ત્રણકાળ ત્રણલોક જોયા એમ કહેવું એ વ્યવહાર છે. એણે પોતાની પર્યાયને જોઈ એમાં જોવાઈ ગયું છે. આહાહા...! Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ પરથી ભિન્ન છે તો પરના ગમે તેટલા સંયોગ હોય તે તને નુકસાનનું કારણ છે અથવા એ પરના ઘણા સંયોગ તને અજ્ઞાન કરાવી લ્ય, આહાહા.! ઘણા સંયોગો તને વિપરીત બુદ્ધિ કરાવે, તાકાત નથી, કહે છે કોઈની. આહાહા.! સમજાણું કાંઈ? અને ઘણા સંયોગોમાં આવ્યો માટે તને બંધનું કારણ થયું, એમ નથી. કેમકે સંયોગ પરદ્રવ્ય છે તેનાથી તને નુકસાન કાંઈ નથી. તેથી તું ઉપભોગને ભોગવ. ઉપભોગ ભોગવવાથી મને બંધ થશે એવી શંકા ન કર.” આ વાત છે. ઘણા સંયોગમાં આવ્યો માટે મને બંધ થશે એવી શંકા ન કર, એમ કહે છે. આહાહા.! શું કહ્યું? ભાઈ! ઝાઝા સંયોગમાં શરીરમાં, એવા પૈસામાં, સ્ત્રીના શરીરના સંયોગમાં આવ્યો, આહા...! માટે એને લઈને મને બંધ થશે એમ શંકા ન કર. આહાહા...! શું કહે છે? ભાઈ! આહાહા.! પરના સંયોગમાં તું આવ્યો એ ભલે હો, એનાથી તને બંધ થશે એવી શંકા ન કર, બસ, આ વાત છે. સમજાણું? છે એમાં? આહાહા.! ભોગવનો અર્થ છે કે, સંયોગો ઘણા ભલે હો, એમ. પણ એનાથી તને નુકસાન નથી. આહાહા.! તારી દૃષ્ટિ જો રાગ અને પુણ્યના પરિણામ પર ગઈ તો તો તને નુકસાન તારાથી છે, એ પરદ્રવ્યથી નથી. હૈ? આહાહા...! હવે આવી વાતું સાંભળવા મળે નહિ, ઝીણી પડે. શું થાય? ભાઈ! પૂર્ણાનંદનો નાથ પ્રભુ! અનંત ગુણધામ સુખધામ આવે છે ને? “શ્રીમમાં. “સ્વયં જ્યોતિ સુખધામ” આહાહા...! ચૈતન્યજ્યોત અને સુખધામ, આનંદનું સ્થાન, આનંદનું ખેતર છે, એમાંથી આનંદ પાકે. આહા.! એવા જીવને, જેને આનંદ પાકયો છે એવા આનંદ સ્વભાવી જીવને પરના નાનામોટા સંયોગને લઈને પરિણામમાં કંઈ ફેરફાર થાય, એમ નથી. સમજાય છે કાંઈ? એને સંયોગમાંથી શંકા ઉઠાવી દીધી કે, આ ઝાઝા સંયોગમાં આવ્યો માટે મને બંધ થશે, જ્ઞાનીને એ ભાવ હોય નહિ. આહાહા.! અરે. જેને વસ્ત્રનો ધાગો પણ ન રહ્યો, સંયોગ છૂટી ગયો માટે તે ધર્મી છે, એમ નથી. સંયોગના ઘટાડા-વધારાથી ધર્મ ને અધર્મનું માપ એમ નથી. આહાહા.! ઉપભોગ ભોગવવાથી. એટલે કે સંયોગમાં આવવાથી મને બંધ થશે એવી શંકા ન કર.” આહા...! ઝીણી વાત છે, પ્રભુ! એ મારગડા એના જુદા, ભાઈ! આહાહા.. જૈનમાર્ગ કોઈ જુદા, ભાઈ! એ વસ્તુનો સ્વભાવ વર્ણવે છે, પ્રભુ! વીતરાગદેવ પૂર્ણ આત્માનો સ્વભાવ વર્ણવે છે. પ્રભુતારો સ્વભાવ તો શુદ્ધ છે ને! અને એ સ્વભાવનું જેને ભાન થયું એને સંયોગો ઘણા દેખાય માટે તેને પાપ થયું કે અપરાધ થયો, એમ નથી. આહાહા...! આ સિદ્ધાંત. આ સ્વચ્છંદી થવા માટે નથી. એને પરથી દોષ થાય એવી શંકા ટાળવાની વાત કરી છે. આહાહા.! આવો ઉપદેશ. જો એવી શંકા કરીશ” કે પરદ્રવ્યનો ઘણો સંયોગ માટે મને કંઈ નુકસાન થયું એમ Page #387 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૫૦ ૩૭૩ જો શંકા કરીશ, આહાહા...! ચક્રવર્તીને તો એક એક મિનિટની અબજોની પેદાશ, મોટા નવ નિધાન, છતાં સમકિતીને એને લઈને કંઈ પણ શંકા થાય કે, મને બંધ થશે, એમ નથી). આહાહા...! ઇન્દ્રને ક્રોડો અપ્સરાઓ સુધર્મને, પણ એ કરોડો અપ્સરાની સંખ્યા ઘણી (છે) માટે મને નુકસાન થશે, એમ શંકા ટાળ. એ શંકા ધર્મીને હોય નહિ. આહાહા...! બહારના સંયોગોના ઘણા સંયોગમાં દીઠો માટે તે કંઈ અપરાધી છે, એમ તું માપ ન કર. અને સંયોગો ઘટી ગયા, નગ્ન થયો માટે ત્યાં ધર્મી થયો એમ માપ ન કર, એમ કહે છે. સમજાણું કાંઈ આહાહા...! નગ્ન મુનિ થયો, હજારો રાણી છોડી, રાજપાટ છોડ્યા, અરે.! પ્રભુ એમ રહેવા દે. સંયોગ ઘટાડ્યા અને ઘટ્યા એ તો એને કારણે થયા. એથી ત્યાં ધર્મ છે, એમ નથી. એને સ્વભાવ શુદ્ધ ચૈતન્યઘન ઉપર નિર્લેપ ભગવાન ઉપર જેની દૃષ્ટિ નથી, એણે સંયોગ ઘટાડ્યા છતાં તે મિથ્યાદૃષ્ટિ છે. આહાહા..! આવી વાતું. હૈ? બહુ વાત (સરસ છે). સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની વહેંચણી. આહાહા.! પરદ્રવ્યનો ગમે તેટલો સંયોગ હો તને, કહે છે. સંયોગ હો. ભોગવનો અર્થ છે, હોં! સમજાણું? પૂર્વના પુણ્યને લઈને કોઈ સંયોગ ઘણો હોય. સંયોગ હો, ઉપભોગ ભોગવ, એમ નહિ. સંયોગ હો, એથી તને નુકસાન છે, (એમ નથી). આહાહા...! આવો માર્ગ સમજવો પણ હજી (કઠણ પડે). આહાહા...! બહારથી માપ ટાંકવા. હૈ? કે, એણે આ છોડ્યું ને એણે આ છોડ્યું ને આણે આ છોડ્યું. પણ ખરેખર તો ગ્રહણત્યાગ વસ્તુમાં છે જ નહિ. પરનો ત્યાગ કરવો અને પરનું ગ્રહણ કરવું એ વસ્તુમાં છે નહિ. એને ઠેકાણે પરનો ત્યાગ થયો ત્યાં એ ત્યાગી થયો એમ નથી). આહાહા.! શું કહ્યું છે? - ત્યાગઉપાદાનશૂન્યત્વ શક્તિ. પ્રભુ આત્મામાં એવો એક ગુણ છે. અનાદિ નું સત્ત્વપણું, સનું સત્ત્વપણું એવું છે કે પર પરમાણુ કે સ્ત્રી આદિ પરપદાર્થને ગ્રહ્યા નથી તેમ એ છોડતો નથી. ગ્રહણ અને ત્યાગ રહિત જ એનું સ્વરૂપ છે. જે ત્યાગ અને ગ્રહણ રહિત છે એ એમ કહે કે, મેં આને ત્યાગું માટે ધર્મ થયો હતો એમ નથી). આહાહા...! ત્યાં તો નિશ્ચયમાં તો ત્યાં સુધી લઈ ગયા છે કે રાગનો ત્યાગ કર્તા પણ હું નથી. એ નામમાત્ર છે. આહાહા.! ભગવાન વીતરાગ સ્વરૂપ પોતે. આહાહા.! એવી જેને દૃષ્ટિ થઈ, એને રાગનો ત્યાગ છે એ પણ નામમાત્ર છે. કારણ કે પોતે રાગરૂપે થયો નથી, વસ્તુ તો રાગરૂપે છે નહિ. એટલે રાગને ત્યાગ્યું એ કયાંથી આવ્યું? કહે છે. સમયસાર ૩૪ (ગાથામાં) છે. પચ્ચખાણના અધિકારમાં (છે). ધર્માત્માએ રાગનો ત્યાગ કર્યો એ પણ કથનમાત્ર છે. આહાહા...! એને ઠેકાણે પરનો ત્યાગ કર્યો માટે ધર્મી થઈ ગયો એમ કેમ હોય?) આવી વાતું છે. અને પરના ઘણા સંયોગોમાં છે માટે તે અજ્ઞાની છે, એમ માપ રહેવા દે, પ્રભુ! એમ વસ્તુનું સ્વરૂપ નથી. આહાહા.! સમજાણું કાંઈ? આવી વાતું અટપટી. આ શ્લોક એવો આકરો કીધો. સ્વચ્છંદી થઈ જાય એને માટે નથી આ. હું ગમે તેટલા પરદ્રવ્યને ભોગવું Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ મારે શું? પણ પરદ્રવ્યને તું ભોગવી શકતો જ નથી. પરદ્રવ્યને અડતો નથી પછી પ્રશ્ન ક્યાં? અહીં તો સંયોગો ઝાઝા હોય માટે કોઈ એમ માપ કરે કે, એને લઈને નુકસાન છે અથવા તને એમ થઈ જાય કે ઘણા સંયોગો છે માટે મને કંઈ નુકસાન છે, એ શંકા છોડી દે. આહાહા...! “જો એવી શંકા કરીશ તો પરદ્રવ્ય વડે આત્માનું બૂરું થાય છે...” આહાહા...! પરદ્રવ્યના ઘણા સંયોગોથી આત્માને નુકસાન છે એવું માનવાનો પ્રસંગ આવે છે. પરદ્રવ્યથી આત્માને નુકસાન થાય, બૂરું થાય એવું માનવાનો પ્રસંગ આવે છે. આહાહા.! ચક્રવર્તીને બત્રીસ હજાર તો દીકરીયું, બત્રીસ હજાર જમાઈ, ચોસઠ હજાર દીકરાઓ, ચોસઠ હજાર દીકરાની વહુઓ, છહજાર સ્ત્રીઓ. આહાહા..! તે સંયોગથી તું માપ કરવા જાઈશ કે આને આટલો બધો સંયોગ છે માટે એનાથી કંઈક નુકસાન થાય, સમકિતી છે એનાથી તેને નુકસાન છે, એમ નથી. સમજાણું કાંઈ? આહાહા.! જુઓ! વીતરાગ માર્ગના પડકાર તો જુઓ! આહાહા.. સ્વદ્રવ્યને પોતે ભૂલીને અપરાધ કરે એ તો પોતાનું કારણ છે. એ પરદ્રવ્ય એને અપરાધ કરાવ્યો છે અને પરદ્રવ્યના સંયોગો ઘણા માટે શંકા થઈ કે, અરે..! આટલા બધા સંયોગમાં હું ગરી ગયો છું, એમ છોડી દે. ઝીણી વાત છે, ભગવાન! તારા મહિમાની પાર નથી, પ્રભુ! આહાહા! આપણે નહોતું આવ્યું? “પ્રભુ મેરે તુમ સબ બાતે પૂરા, પ્રભુ મેરે તુમ સબ ભાવે પૂરા.” આહા... “પરકી આશ કહાં કરે પ્રીતમ, પરકી આશ કહાં કરે વ્હાલા, કઈ વાતે તું અધૂરા?” નાથ! કઈ વાતે તું અધૂરો છો તે પરની આશા કરે છે? આહા.! સમજાય છે કાંઈ? પ્રભુ મેરે સબ વાતે-સબ ભાવે પૂરા” જ્ઞાને પૂરા, આનંદે પૂરા, વીર્યે પૂરા, શાંતિએ પૂરા, વીતરાગતાએ પૂરા, સ્વચ્છતાથી પૂરા, પ્રભુતાથી પૂરા. આહાહા...! એ પ્રભુતાનો, અસંગનો જેણે સંગ કર્યો અને બહારના સંગના ઝાઝા સંગથી તને નુકસાન છે, એ રહેવા દે. આહાહા.! સમજાણું કાંઈ? ભગવાન રાગના સંગ વિનાની ચીજ છે. એવા અસંગનું જેને જ્ઞાન થયું છે એને રાગ આવ્યો અને સંયોગ ઘણા આવ્યા માટે તેને નુકસાન છે એમ નથી, કહે છે. એ રાગનો એ જાણનાર છે. આહાહા. અહીં તો દૃષ્ટિ અને દ્રવ્યની વિશેષતાની વાતું કરી છે. આવી વાત છે, ભાઈ! વીતરાગ માર્ગના માપ બહુ જુદી જાતના છે. આહાહા.! માણુ, માણુ નથી કહેતા આ? માણુ એટલે માપ છે એનું નામ. માણ નહિ? દાણાને માપે. નાણું શું કહેવાય? માપ કરે છે માટે માણ. છાણા કેટલા ભરાય છે? એમ ભગવાન આત્મા માપ કરે છે. પોતાનું અને પરનું માપ કરે, બાકી પર મારા છે એવું અંદર માનતો નથી. આહાહા...! પ્રમાણ કીધું છે ને? પ્રમાણ કહો કે માપ કરનાર કહો, બધું એક છે. પ્ર—વિશેષે માણ. આહા! આ નામ પડ્યું છે તો માણનો અર્થ એ છે કે, દસ શેરનું માપ આપે છે. માણું હોય ને લોઢાનું? એમ ભગવાન જ્ઞાનની પર્યાય માપ આપે છે, પોતાનું અને પરનું સ્વરૂપ કેવું છે તેનું માપ Page #389 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૫૦ ૩૭૫ આપે છે. આહા.! પર મારા છે ઈ વાત એના જ્ઞાનપ્રમાણમાં નથી. તેમ પરનો ઘણો સંયોગ થયો માટે પ્રમાણ, એ પ્રમાણ તો એનું જ્ઞાન કરે, સમજાય છે? પણ એ સંયોગો ઘણા થયા માટે તેને કંઈક નુકસાન છે અને જેને સંયોગો ઘણા છૂટી ગયા માટે તેને ધર્મનો લાભ છે, (એમ) રહેવા દે. આહાહા...! આવી વાતું છે. હેં? આહાહા...! જો એવી શંકા કરીશ તો પરદ્રવ્ય વડે આત્માનું બૂરું થાય છે એવું માનવાનો પ્રસંગ આવે છે. આહાહા... કરોડો અપ્સરાઓ છે માટે મને બંધનું કારણ છે એમ રહેવા દે, એમ છે નહિ. આહાહા.! અને બિલકુલ અમે બાળબ્રહ્મચારી (છીએ), સ્ત્રીનો ત્યાગ કર્યો, પરનો બધો ત્યાગ કર્યો છે માટે મને ધર્મ થયો, એમ રહેવા દે. સમજાણું કાંઈ? આહાહા....! શું શૈલી! ગજબ વાત છે. આ વાત બેસવી, બાપુ વીતરાગ ત્રિલોકના નાથની. આહાહા...! ભગવાન હીરલો ચૈતન્યનાથ, જેને જાગ્યો ને માન્યો ને અનુભવ્યો, કહે છે કે, તેને સંયોગો ગમે તેટલા હોય, તું શંકા ન કરીશ કે આને લઈને મને નુકસાન થશે. આહાહા...! જરી આજનો વિષય ઝીણો છે. ગાથા આવી છે ને! આહા...! આ રીતે અહીં જીવને પરદ્રવ્યથી પોતાનું બૂરું માનવાની શંકા મટાડી છે; પરનો સંયોગ કર અને સંયોગમાં તને વાંધો નથી, ભોગવ, એમ કહેવાનો આશય નથી. સમજાણું કાંઈ? પરદ્રવ્યથી જીવને બૂરું થતું માનવાની શંકા મટાડી છે. પરદ્રવ્ય ઝાઝા માટે મને નુકસાન થશે, એ વાત રહેવા દે. તારી દૃષ્ટિ જો દ્રવ્ય ઉપરથી ખસી ગઈ અને રાગને પોતાનો માન્યો તો તને નુકસાન છે. પછી ભલે સંયોગો બિલકુલ ન હોય અને સંયોગોના ઢગલા હોય. આહાહા...! કીધું હતું ને? એ “લાલન” એમ કહેતા કે, અમારો બાદશાહ આવડો મોટો, હિન્દુસ્તાનનો રાજા (હોય તોપણ એને એક સ્ત્રી અને તમે કહો કે, અમારા તીર્થકર ચક્રવર્તીને છ— હજાર સ્ત્રી. તે શું છે? કીધું. આંકડો ઝાઝો માટે શું? મુમુક્ષુ :- એકને માને તોય મારી માને છે. ઉત્તર :- પણ એક છે એ પણ એનો ક્યાં છે ઇ? એક ને કરોડ, એની કયાં છે? એ તો સંખ્યા બહારની છે. અને બહારની સંખ્યાને આધારે આત્માને નુકશાન કે અનુકશાન છે, એમ છે? આહાહા! ભલે સંયોગો કાંઈ ન હોય પણ અંતરમાં જેણે ભગવાન ચિદાનંદને રાગસહિત ને રાગવાળો માન્યો, આહાહા.! ભલે એ દિગંબર મુનિ હોય તોપણ એ મિથ્યાષ્ટિ છે. આહાહા...! અને છ– કરોડ પાયદળની વચ્ચે ભોગમાં પડ્યો હોય), “ભરત ચક્રવર્તી હંમેશાં સેંકડો કન્યાઓ પરણતો, રાજકન્યા. છ– કરોડ એટલે? “ભરતેશ વૈભવમાં આવે છે. “ભરતેશ વૈભવ’ છે ને? હેં? “ભરતેશ વૈભવ’. વાંચ્યું છે, એમાં શું આવે છે કે, હંમેશાં સેંકડો રાજકન્યા પરણે. તે તો સંયોગ છે. સંયોગને એ અડે છે કે દિ? દૃષ્ટિમાં તો તેનો ત્યાગ છે. દૃષ્ટિમાં તો રાગનો ત્યાગ છે તો વળી પરવસ્તુનો ત્યાગ, એ તો પ્રશ્ન શું? એ તો પહેલેથી જ પરવસ્તુનો ત્યાગ તો એના સ્વભાવમાં જ છે. સમજાણું કાંઈ? આહાહા.! Page #390 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૭ અહીંયાં તો જીવને પદ્રવ્યથી પોતાનું બૂરું થતું માનવાની શંકા મટાડી છે; ભોગ ભોગવવાની પ્રેરણા કરી સ્વચ્છંદી કર્યો છે એમ ન સમજવું.’ આહાહા..! સ્વેચ્છાચારી થવું તે તો અજ્ઞાનભાવ છે...' આહાહા..! સ્વચ્છંદી થઈને રાગને અને પરને પોતાના માનવા તે તો મિથ્યાષ્ટિ છે. એમ આગળ કહેશે.' હવેની ગાથાઓમાં કહેશે. (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ!) ૩૭૬ અધ્યાત્મની વાત અહીંથી ખૂબ ચાલી તેથી જૈનના નામે કેટલાક એવા નિશ્ચયાભાસી થઈ ગયા છે કે નિશ્ચયથી બધા એક જ છે પણ સમજ્યા વિના શું બધા એક જ છે ! છએ દર્શનને ઘણાં એક માને છે. એક સાધુ અહીં આવેલાં તે કહે, આત્મા નિશ્ચયથી ખાતો નથી પછી દારૂ કે માંસ ખાય તોપણ શું થઈ ગયું! અરે! નિશ્ચયનો અર્થ એવો નથી! જેમાં જેટલી ભિન્નતા છે તેનો વિવેક જ્ઞાનમાં બરાબર આવવો જોઈએ. પોતાની પર્યાયને યોગ્ય તેને આહાર આદિનો વિકલ્પ આવે છે. દારૂ અને માંસ પણ ચાલે–એવું માનીશ તો મરી જઈશ. નિશ્ચયાભાસ કરવા જઈશ તો નિશ્ચય અને વ્યવહાર બંનેને ચૂકી જઈશ. વ્યવહાર આશ્રય કરવા લાયક નથી પણ વ્યવહા૨ જ નથી એમ માનીશ તો એકાંત થઈ જશે. શાસ્ત્રના બહાને આવા ઊંધા અર્થ કરીને મરી જઈશ. પહેલાં ક્રિયાકાંડનો પક્ષ હતો ત્યારે ક્રિયા કરવી... ક્રિયા કરવી એ જ મુખ્ય હતું અને હવે જ્યાં નિશ્ચયનો પક્ષ આવ્યો ત્યાં ગમે તેવી ક્રિયા ચાલે” એમ ન હોય. ક્રિયા તેવી ન હોય. મુનિને યોગ્ય જ ક્રિયાનો વિકલ્પ આવે તેમ દરેકને ભૂમિકા અનુસાર જ ભાવ હોય. આત્મધર્મ અંક-૭, માર્ચ-૨૦૦૭ Page #391 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૨૨૦ થી ૨૨૩ 3७७ TAGS ((uथा-२२०-२२३)) भुंजंतस्स वि विविहे सच्चित्ताचित्तमिस्सिए दव्वे । संखस्स सेदभावो ण वि सक्कदि किण्हगो कादं।।२२० ।। तह णाणिस्स वि विविहे सच्चित्ताचित्तमिस्सिए दवे । भुजंतस्स वि णाणं ण सक्कमण्णाणदं णेदुं ।।२२१।। जइया स एव संखो सेदसहावं तयं पजहिदूण। गच्छेज्ज किण्हभावं तइया सुक्कत्तणं पजहे ।।२२२।। तह णाणी वि हु जइया णाणसहावं तयं पजहिदूण । अण्णाणेण परिणदो तइया अण्णाणदं गच्छे।।२२३।। भुज्जानस्यापि विविधानि सचित्ताचित्तमिश्रितानि द्रव्याणि। शंखस्य श्वेतभावो नापि शक्यते कृष्णकः कर्तुम् ।।२२०।। तथा ज्ञानिनोऽपिविविधानि सचित्ताचित्तमिश्रितानि द्रव्याणि । भुज्जानस्यापि ज्ञानं न शक्यमज्ञानतां नेतुम् ।।२२१।। यदा स एव शंखः श्वेतस्वभावं तकं प्रहाय । गच्छेत् कृष्णभावं तदा शुक्लत्वं प्रजह्यात्।।२२२।। तथा ज्ञान्यपि खलु यदा ज्ञानस्वभावं तकं प्रहाय । अज्ञानेन परिणतस्तदा अज्ञानतां गच्छेत्।।२२३।। यथा खलु शंखस्य परद्रव्यमुपभुज्जानस्यापि न परेण श्वेतभावः कृष्णः कर्तुं शक्येत, परस्य परभावत्वनिमित्तत्वानुपपत्तेः, तथा किल ज्ञानिनः परद्रव्यमुपभुञ्जानस्यापि न परेण ज्ञानमज्ञानकर्तुं शक्येत, परस्य परभावत्वनिमित्तत्वानुपपत्तेः। ततो ज्ञानिनः परापराधनिमित्तो नास्ति बन्धः । यथा च यदा स एव शंखः परद्रव्यमुपभुञ्जानोऽनुपभुञ्जानो वा श्वेतभावं प्रहाय स्वयमेव कृष्णभावेन परिणमते तदास्य श्वेतभावः स्वयंकृतः कृष्णभावः स्यात्, तथा यदा स एव ज्ञानी परद्रव्यमुपभुञ्जानोऽनुपभुजानो वा ज्ञानं प्रहाय स्वयमेवाज्ञानेन परिणमते तदास्य ज्ञानं स्वयंकृतमज्ञानं स्यात् । ततो ज्ञानिनो यदि (बन्धः) स्वापराधनिमित्तो बन्धः । Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ હવે આ જ અર્થને દૃષ્ટાંતથી દૃઢ કરે છે : જ્યમ શંખ વિવિધ સચિત્ત, મિશ્ર, અચિત્ત દ્રવ્યો ભોગવે, પણ શંખના શુક્લત્વને નહિ કૃષ્ણ કોઈ કરી શકે; ૨૨૦. ત્યમ જ્ઞાની વિવિધ સચિત્ત, મિશ્ર, અચિત્ત દ્રવ્યો ભોગવે, પણ જ્ઞાન જ્ઞાની તણું નહીં અજ્ઞાન કોઈ કરી શકે. ૨૨૧. જ્યારે સ્વયં તે શંખ શ્વેતસ્વભાવ નિજનો છોડીને પામે સ્વયં કૃષ્ણત્વ, ત્યારે છોડતો શુક્લત્વને; ૨૨૨. ત્યમ જ્ઞાની પણ જ્યારે સ્વયં નિજ છોડી જ્ઞાનસ્વભાવને અજ્ઞાનભાવે પરિણમે, અજ્ઞાનતા ત્યારે લહે. ૨૨૩. ગાથાર્થ :- [ શંવચ ] જેમ શંખ [ વિવિધાનિ ] અનેક પ્રકારનાં [ સવિત્તાવિત્તમિશ્રિતાનિ ] સચિત્ત, અચિત્ત અને મિશ્ર [ દ્રવ્યાણિ ] દ્રવ્યોને [ મુગ્ગાનસ્ય અપિ ] ભોગવે છે-ખાય છે તોપણ [ શ્વેતમાવઃ ] તેનું શ્વેતપણું [ કૃષ્ણ: વન્તુ ન અવિ શવયતે ] (કોઈથી) કૃષ્ણ કરી શકાતું નથી, [ તથા ] તેમ [ જ્ઞાનિનઃ અપિ ] જ્ઞાની પણ [ વિવિધાનિ 1 અનેક પ્રકારનાં [ સવિત્તાવિત્તમિશ્રિતાનિ ] સચિત્ત, અચિત્ત અને મિશ્ર [ વ્યાળિ ] દ્રવ્યોને [ મુગ્ગાનચ અવિ ] ભોગવે તોપણ [ જ્ઞાનં ] તેનું જ્ઞાન [ અજ્ઞાનતાં નેતુમ્ ન શવયમ્ ] (કોઈથી) અજ્ઞાન કરી શકાતું નથી. [ યવા ] જ્યારે सः एव शंखः તે જ શંખ (પોતે) [ તરું શ્વેતસ્વમાવું ] તે શ્વેત સ્વભાવને [ પ્રાય ] છોડીને [ કૃષ્ણમાનું પચ્છેત્ ] કૃષ્ણભાવને પામે (અર્થાત્ કૃષ્ણભાવે પરિણમે) [ તવા ] ત્યારે [ શુવસ્તત્વ પ્રબદ્ઘાત્ ] શ્વેતપણાને છોડે (અર્થાત્ કાળો બને), [ તથા ] તેવી રીતે [ વસ્તુ ] ખરેખર [ જ્ઞાની અપિ ] જ્ઞાની પણ પોતે) [ ચવા ] જ્યારે [ ત જ્ઞાનસ્વમાવં ] તે જ્ઞાનસ્વભાવને [ પ્રજ્ઞાય ] છોડીને [ અજ્ઞાનેન ] અજ્ઞાનરૂપે [ પરિબત: ] પરિણમે [ તવા ત્યારે [ અજ્ઞાનતાં ] અજ્ઞાનપણાને [ ગચ્છેત્ ] પામે. ટીકા :- જેમ શંખ પરદ્રવ્યને ભોગવે-ખાય તોપણ તેનું શ્વેતપણું પર વડે કૃષ્ણ કરી શકાતું નથી કારણ કે પ૨ અર્થાત્ પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું નિમિત્ત (અર્થાત્ કારણ) બની શકતું નથી, તેવી રીતે જ્ઞાની પરદ્રવ્યને ભોગવે તોપણ તેનું જ્ઞાન ૫૨ વડે અશાન કરી શકાતું નથી કા૨ણ કે ૫૨ અર્થાત્ ૫દ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું નિમિત્ત બની શકતું નથી. માટે જ્ઞાનીને પરના અપરાધના નિમિત્તે બંધ થતો નથી. વળી જ્યારે તે જ શંખ, પરદ્રવ્યને ભોગવતો અથવા નહિ ભોગવતો થકો, શ્વેતભાવને છોડીને સ્વયમેવ કૃષ્ણભાવે પરિણમે ત્યારે તેનો શ્વેતભાવ સ્વયંકૃત કૃષ્ણભાવ થાય (અર્થાત્ પોતાથી જ કરવામાં આવેલા કૃષ્ણભાવરૂપ થાય), તેવી રીતે જ્યારે તે જ જ્ઞાની, પદ્રવ્યને Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૭૯ ગાથા– ૨૨૦ થી રર૩ ભોગવતો અથવા નહિ ભોગવતો થકો, જ્ઞાનને છોડીને સ્વયમેવ અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે તેનું જ્ઞાન સ્વયંસ્કૃત અજ્ઞાન થાય. માટે જ્ઞાનીને જો (બંધ) થાય તો પોતાના જ અપરાધના નિમિત્તે (અર્થાત્ પોતે જ અજ્ઞાનપણે પરિણમે ત્યારે) બંધ થાય છે. | ભાવાર્થ - જેમ શંખ કે જે શ્વેત છે તે પરના ભક્ષણથી કાળો થતો નથી પરંતુ જ્યારે પોતે જ કાલિમારૂપે પરિણમે ત્યારે કાળો થાય છે, તેવી રીતે જ્ઞાની પરના ઉપભોગથી અજ્ઞાની થતો નથી પરંતુ જ્યારે પોતે જ અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે અજ્ઞાની થાય છે અને ત્યારે બંધ કરે છે. પ્રવચન નં. ૨૯૮ ગાથા૨૨૦થી ૨૨૩, શ્લોક-૧૫૧ શુક્રવાર, ભાદરવા સુદ ૯, તા. ૩૧-૦૮-૧૯૭૯ દસલક્ષણીનો પાંચમો દિવસ શૌચધર્મ છે). यत्परदारार्थादिषु जन्तुषु निःस्पृहमहिंसकं चेतः । दुश्छेद्यान्तर्मलहत्तदेव शौचं परं नान्यत्।। જેનું ચિત્ત પરસ્ત્રી અને પરધનની અભિલાષા ન કરતું થયું છ કાયના જીવોની હિંસાથી રહિત થઈ જાય છે તેને જ દુર્ભેદ્ય અત્યંતર કલુષતાને દૂર કરનાર ઉત્તમ શૌચધર્મ કહેવામાં આવે છે. શૌચ' શબ્દ નિર્લોભતા. આવ્યું હતું ને? ક્ષમા. ક્રોધની સામે ક્ષમા, માનની સામે માર્દવ, કપટની સામે આર્જવ અને લોભની સામે આ શૌચ છે. પહેલું સત્ય આવી ગયું. એટલે આ પછી લીધું. અંદર આત્મા પરહિંસાથી રહિત અને પરસ્ત્રી ને પરધનના પ્રેમથી મમતાથી રહિત, આહાહા...! એવો જે આત્માનો પવિત્ર પરિણામરૂપ સ્વભાવ તેને અહીંયાં શૌચ કહે છે. પછી તો એમ કહે છે કે, આ સ્નાનાદિ શૌચ છે એ કંઈ શૌચ નથી. જો પ્રાણીનું મન મિથ્યાત્વાદિ દોષોથી મલિન થયું હોય, આહાહા...! રાગની રુચિથી મન મલિન મિથ્યાત્વથી થયું હોય, નિર્મળાનંદ પ્રભુ, એની રુચિથી છૂટીને જેને એ રાગનો વિકલ્પ શુભ કે અશુભ, તેની રુચિમાં જેનું વલણ થયું, આહા.! એ ચિત્ત મિથ્યાત્વાદિ દોષથી મલિન છે. તો પછી ગંગા, સમુદ્ર, પુષ્કર આદિ બધા તીર્થોમાં સદા સ્નાન કરવા છતાં... “પ્રાયઃ' શબ્દ પડ્યો છે. ઘણું કરીને એટલે શરીરનું ભલે સ્વચ્છ થાય, એમ. અંદરનું ન થાય. પ્રાયઃ” શબ્દ પડ્યો છે? “પ્રયોગશુદ્ધ કરા” એ શરીરની મલિનતા તો પાણીથી ટળે પણ મિથ્યાત્વની મલિનતા એનાથી ટળે નહિ. મિથ્યાત્વની મલિનતા છે અને પછી લાખ વાર શેત્રુંજય’ સ્નાન કરે નહિ? શેત્રુંજય છે ને? ત્યાં પણ જૈનો સ્નાન કરે છે પણ અંતરમાં રાગની એકતાની મલિનતાનો મિથ્યાત્વ ભાવ, એવા મલિનતાના પરિણામ સહિત સ્નાન કરે તો કંઈ શુદ્ધિ ન થાય. આહાહા...! Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ એને તો અંતર આનંદસ્વરૂપ ભગવાન શૌચ પવિત્ર નિગ્રંથ નિર્લોભ સ્વરૂપ, આત્માનું નિગ્રંથ સ્વરૂપ જ છે. આહાહા...! એ નિગ્રંથ સ્વરૂપની દૃષ્ટિ અને એકાગ્રતા થતાં જે પવિત્રતા થાય એ બહારથી કોઈ સ્નાનથી પવિત્રા થતી નથી. આહા...! અતિશય વિશુદ્ધિ થઈ શકતું નથી તે યોગ્ય જ છે. મદ્યના પ્રવાહથી પરિપૂર્ણ ઘટ્ટ, દારૂથી ભરેલો ઘડો. આહાહા...! બહારમાંથી વિશુદ્ધ પાણીથી અનેક વાર ધોવામાં આવે, અંદર દારૂ ભર્યો છે, બહાર પાણીથી વારંવાર ધોવામાં આવે તો શું શુદ્ધ થઈ શકે? એમ જેના ઘટમાં જ મિથ્યાત્વ ભાવ છે... આહાહા.! રાગ ને પુણ્યાદિના પરિણામ, એ મારા છે, મને લાભદાયક છે એવું જે મિથ્યાત્વરૂપી મલિન ચિત્ત, એ ગમે તેટલા બહારમાં સ્નાન કરે એથી એને શૌચી થતી નથી. આહા! વિશેષ કહે છે. આનો અભિપ્રાય એ છે કે મન શુદ્ધ હોય તો સ્નાનાદિ વિના ઉત્તમ શૌચ હોઈ શકે પણ એનાથી વિપરીત જો મન અપવિત્ર હોય, ગંગા આદિ અનેક જળમાં સ્નાન કરવા છતાં શૌચધર્મ કદી થતો નથી. પવિત્રતા તો અંદરમાં શરીરમાં લાખ સ્નાન કરે, જેનો “શેત્રુંજય” સ્નાન કરવા જાય છે, ત્યાં “શેત્રુંજય' નદી છે તેમાં સ્નાન કરે. પાણીમાં સ્નાન કરે શું થાય? આહાહા...! રાગને ધોવાની દશા તો આત્માના શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાન ને ચારિત્ર છે. એ મલિનતા ટાળે નહિ અને બહારની મલિનતા ટાળે તેથી કંઈ એને નિર્મળતા, શૌચ થતો નથી. એ પાંચમો ધર્મ કીધો. અહીંયાં આપણે અહીં આવ્યું છે ને? ગાથા આવી છે ને? ૨૨૦ થી ગાથા છે. भुजंतस्स वि विविहे सच्चित्ताचित्तमिस्सिए दव्वे। संखस्स सेदभावो ण वि सक्कदि किण्हगो कादं।।२२०।। तह णाणिस्स वि विविहे सच्चित्ताचित्तमिस्सिए दव्वे । भुजंतस्स वि णाणं ण सक्कमण्णाणदं णेदुं ।।२२१।। जइया स एव संखो सेदसहावं तयं पजहिदूण | गच्छेज्ज किण्हभावं तइया सुक्कत्तणं पजहे ।।२२२।। तह णाणी वि हु जइया णाणसहावं तयं पजहिदूण | अण्णाणेण परिणदो तइया अण्णाणदं गच्छे।।२२३।। જયમ શંખ વિવિધ સચિત્ત, મિશ્ર, અચિત્ત દ્રવ્યો ભોગવે, પણ શંખના શુક્લત્વને નહિ કૃષ્ણ કોઈ કરી શકે; ૨૨૦. ત્યમ જ્ઞાની વિવિધ સચિત્ત, મિશ્ર, અચિત્ત દ્રવ્યો ભોગવે, પણ જ્ઞાન જ્ઞાની તણું નહીં અજ્ઞાન કોઈ કરી શકે. ર૨૧. Page #395 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૨૨૦થી ૨૨૩ ૩૮૧ જ્યારે સ્વયં તે શંખ શ્વેતસ્વભાવ નિજનો છોડીને પામે સ્વયં કૃષ્ણત્વ, ત્યારે છોડતો શુક્લત્વને; ૨૨૨. ત્યમ જ્ઞાની પણ જ્યારે સ્વયં નિજ છોડી જ્ઞાનસ્વભાવને અજ્ઞાનભાવે પરિણમે, અજ્ઞાનતા ત્યારે લહે. ૨૨૩. ટીકા - જેમ શંખ પરદ્રવ્યને ભોગવે–ખાય તોપણ તેનું જેતપણું પર વડે કૃષ્ણ કરી શકાતું નથી...” કાળા જીવડા ખાય છતાં એનું સફેદપણું કંઈ એનાથી કાળુ થતું નથી. આહાહા! “કારણ કે પર અર્થાત્ પદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું નિમિત્ત (અર્થાત્ કારણ) બની શકતું નથી... પરદ્રવ્ય બંધના કારણ છે જ નહિ. એ તો સ્વતંત્ર બહારની ચીજ છે. આહા... બંધના કારણ તો એનો મિથ્યાત્વ અને રાગ-દ્વેષ ભાવ તે બંધનું કારણ છે. પરવસ્તુ બંધનું કારણ નથી. સગા, કુટુંબ, વ્હાલા, પૈસા, મકાન એ કોઈ મલિનતાનું કારણ નથી, એ કોઈ દુઃખનું કારણ નથી. આહાહા.! એ પદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવ-વિકાર સ્વરૂપ કરવાનું નિમિત્ત (અર્થાત્ કારણ) બની શકતું નથી,... આહાહા.! એ તો આવે છે ને એમાં? આગળ (આવે છે). વસ્તુને આશ્રયે ભલે અધ્યવસાય છે પણ વસ્તુ બંધનું કારણ નથી. એને લક્ષે, એને આશ્રયે ભલે અધ્યવસાય કરે, રાગની એકતાબુદ્ધિ (ક) પણ એ વસ્તુ બંધનું કારણ નથી. આહાહા...! અહીંયાં કહે છે “પદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ...” આહાહા...! શરીર, વાણી, મન, કર્મ, પરપદાર્થ કોઈપણ રીતે આત્માને પરભાવ કરી શકવાનું કારણ નથી. આહાહા...! “તેવી રીતે જ્ઞાની પરદ્રવ્યને ભોગવે...” ભોગવે એટલે એ એને દેખાય. આહાહા...! બીજા લોકો દેખે ને કે, જુઓ! આ સ્ત્રીના સંગમાં આવે છે, લક્ષ્મીના સંગમાં આવે છે. એથી એ શબ્દ વાપર્યો છે. બાકી પરદ્રવ્યને ભોગવે તોપણ તેનું જ્ઞાન પર વડે અજ્ઞાન કરી શકાતું નથી...” એ પરને ભોગવે છતાં પર વડે કરીને મિથ્યા દોષ લાગે છે એમ નથી. આહાહા...! કારણ કે પર અર્થાત્ પદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું નિમિત્ત (અર્થાત્ કારણ) બની શકતું નથી.” જેમ શંખ કાળી ચીજ ખાય છતાં તે ધોળાનું કાળું કરી શકતા નથી. એમ ધર્મીને પરદ્રવ્યનો ભોગવટો હોવા છતાં પરદ્રવ્ય તેને મલિનતાનું કારણ થતું નથી. આહાહા...! સમજાય છે? પદ્રવ્ય કોઈ દ્રવ્યને. આહાહા.! તીર્થકરનો જીવ કે તીર્થકરનું શરીર કે સમવસરણ એ પરદ્રવ્ય છે. એ પરદ્રવ્ય બંધનું કારણ નથી. તેમ એ ધર્મનું કારણ નથી. આહાહા...! સમજાણું કાંઈ? પરદ્રવ્ય તો ભિન્ન છે, એ ચીજ કંઈ બંધનું કારણ કે ધર્મનું કારણ છે નહિ. આહાહા..! પરદ્રવ્યની ભક્તિ, દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ, એ ભક્તિ કંઈ આત્માનો ધર્મ થતો નથી. આહા.! ભક્તિ તો રાગ છે. એ પરદ્રવ્યથી ધર્મ થાય કે પરદ્રવ્યથી મલિનતા Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ થાય એ વાત છે નહિ. આહાહા...! “જ્ઞાનીને પરના અપરાધના નિમિત્તે બંધ થતો નથી. માટે ધર્મીને આહાહા.! જ્ઞાનમાં આનંદનો જ્યાં અંદર અનુભવ છે, આહાહા.! એને પરદ્રવ્યના સંયોગથી તેને બંધ થતો નથી. આહાહા...! અંતરમાં જ્યાં નિર્મળતા દ્રવ્ય સ્વભાવનો આશ્રય લઈને નિર્મળતા પ્રગટ થઈ છે તેને પરદ્રવ્ય કોઈ મલિન કરી શકે, કર્મનો ઉદય આવે અને એને મલિન કરી શકે એમ નથી, એમ કહે છે. આહાહા...! સમજાય છે કાંઈ? ચિદાનંદ ભગવાન આત્મા પવિત્રતાનો પિંડ પ્રભુ, એની જ્યાં દૃષ્ટિ અને નિર્મળ જ્ઞાન થયું એને પરદ્રવ્યના સંયોગો ગમે તેટલા હો, એ એને કોઈ મલિન કરી શકે એમ છે નહિ. આહાહા.ઝાઝા દ્રવ્ય ઘણા હોય તો એને મલિનતાનું વધારે કારણ થાય, થોડા હોય તો થોડું મલિનતાનું કારણ થાય, એમ નથી. આહાહા.! મલિનતાનું કારણ તો પોતે જ્ઞાનાનંદ સ્વભાવને છોડી દે એ છે). “વળી જ્યારે તે જ શંખ...” એ કાળા દ્રવ્યોને ખાતો છતો શંખ કાળા દ્રવ્યથી કાળું થતું નથી. હવે તે જ શંખ, “પદ્રવ્યને ભોગવતો અથવા નહિ ભોગવતો....... આહાહા...! એ કાળા કીડા ખાતો હોય કે ન ખાતો હોય પણ પોતે શંખ જ્યારે શ્વેતપણું છોડીને કાળું થાય ત્યારે પરને કારણે નથી થયું. આહાહા...! છે? “સ્વયમેવ કૃષ્ણભાવે પરિણમે ત્યારે તેનો શ્વેતભાવ સ્વયંકૃત કૃષ્ણભાવ થાય (અર્થાત્ પોતાથી જ કરવામાં આવેલા કૃષ્ણભાવરૂપ થાય)...” એ તો પોતાથી કરાયેલો છે, એ પરદ્રવ્યથી કરાયેલો નથી. આહાહા...! ‘તેવી રીતે જ્યારે તે જ જ્ઞાની, જેને પરના ભોગવટા કાળે પણ જ્ઞાનીને મલિનતાનું કારણ નથી. આહાહા.. તે જ જ્ઞાની, પારદ્રવ્યને ભોગવતો અથવા નહિ ભોગવતો થકો, જ્ઞાનને છોડીને સ્વયમેવ અજ્ઞાનરૂપે પરિણમે... આહાહા...! જ્ઞાનસ્વભાવી આત્મા છું એવું જે પરિણમન છે તેને છોડી અને રાગરૂપે છું, એવા અજ્ઞાનપણે પરિણમે ત્યારે પોતાને કારણે તે મેલ-મિથ્યાત્વ ઉભો થાય છે. આહા! કુદેવ, કુગુરુ ને કુશાસ્ત્રથી મિથ્યાત્વ થતું નથી એમ કહે છે. તેમ સુગુરુ, સુશાસ્ત્રને માનવાથી સમકિત થતું નથી. આહાહા.! એ સમ્યગ્દર્શન થયું, ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદનો નાથ અતીન્દ્રિય આનંદથી ઠસોઠસ ભર્યો પ્રભુ, એનું જ્યાં ભાન થયું એને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો, એને પરદ્રવ્યના ભોગવટામાં મલિનતા થાય એ ત્રણકાળમાં છે નહિ. આહાહા! એ પોતે જ જ્યારે આત્માના જ્ઞાનસ્વરૂપને છોડી પર્યાયબુદ્ધિમાં એટલે રાગની બુદ્ધિમાં આવે, રાગ તે મારું કર્તવ્ય છે અને રાગ તે મને ધર્મનું કારણ છે, એવી મિથ્યાશ્રદ્ધામાં આવે ત્યારે તેને મલિનતા થાય છે. પરદ્રવ્યને લઈને મલિનતા જરીયે થતી નથી. તેમ નિર્મળતા પરદ્રવ્યને લઈને જરીયે થતી નથી. આહાહા...! કહ્યું હતું ને? ઓલા “લાલને પૂછ્યું હતું ને? તીર્થકર ચક્રવર્તી “શાંતિનાથ, કુંથુનાથ' છ— હજાર સ્ત્રીઓ અને તીર્થકર ત્રણ જ્ઞાનના ધણી, સમકિતી, ક્ષાયિક સમકિતી. અમારો જ્યોર્જ અને “એડવર્ડને તો એક રાણી. અરે.. ઇ એકની સાથે સંબંધ નથી. એક હોય Page #397 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૨૦ થી ૨૨૩ ૩૮૩ કે ઝાઝી હોય પણ અંદરમાં સ્વભાવની દૃષ્ટિ થઈ છે અને પરથી ભિન્ન પડી ગયું છે એને સંયોગો ગમે તેટલા હોય એ એને નુકસાન કરતા નથી. આહાહા..! તેમ સંયોગો છૂટી ગયા અને તેથી તેને ધર્મ પ્રગટ્યો, એમ નથી. સ્ત્રી, કુટુંબ છોડી દીધા, બાળ બ્રહ્મચારી શરીરરૂપે થયો તેથી કરીને એને ધર્મ થઈ જાય, એમ નથી. આહાહા..! એ તો બાહ્ય સંયોગનો અભાવ થયો પણ મિથ્યાત્વનો અભાવ એનાથી થયો નથી. મિથ્યાત્વનો અભાવ તો સ્વભાવનો આશ્રય લેતા, ૫૨નો આશ્રય છોડી અને સમ્યગ્દર્શન પ્રગટ કરે તેને નિર્મળતા પ્રગટ થાય છે. આહાહા..! સ્વદ્રવ્યને આશ્રયે નિર્મળતા પ્રગટ થાય છે અને સ્વદ્રવ્યનો આશ્રય છોડી અજ્ઞાનરૂપે પરિણમે– રાગનો આશ્રય કરે, આહા..! ત્યારે તેને મિથ્યાત્વનું પરિણામ થઈને મલિન થાય છે. આહાહા..! જ્ઞાની, ૫દ્રવ્યને ભોગવતો અથવા નહિ ભોગવતો...' ઠીક! પદ્રવ્ય ન પણ હોય. સ્ત્રી, કુટુંબ, પરિવાર છોડી દીધા હોય, લક્ષ્મી, ધંધા હોય નહિ છતાં એ ધંધા આદિ છોડી દીધા હોય, સ્ત્રી, કુટુંબ-પરિવાર છોડી દીધા હોય, આહાહા..! અથવા ન છોડ્યું હોય, હો, અહીં તો વધારે એ કે, નહિ ભોગવતો થકો. સંયોગોમાં નથી આવતો. એ જ્ઞાનને છોડી સ્વયમેવ અજ્ઞાનરૂપે પરિણમે...' આહાહા..! ભલે સંયોગોને ન ભોગવે પણ જ્ઞાનરૂપી ભગવાનઆત્મા, તેને અજ્ઞાનપણે પરિણમાવે (અર્થાત્) રાગ તે હું છું, પરદ્રવ્ય તે મારા છે, પદ્રવ્યથી મને લાભ-નુકસાન થાય છે, એવી જે દૃષ્ટિ છે એ અજ્ઞાનપણે પરિણમે છે, એને પદ્રવ્ય કોઈ ફેરફાર કરી શકતું નથી. પરદ્રવ્ય તેને અજ્ઞાન કરાવી શકતું નથી. આહાહા..! રમતું એની દૃષ્ટિ સ્વની અને કાં રાગની દૃષ્ટિ, એ ઉપ૨ આખી રમતું છે. રાગની રુચિમાં પડ્યો એને સંયોગી ચીજ બધી છૂટી ગઈ હોય તોપણ તે અજ્ઞાનપણે પરિણમે છે અને સંયોગમાં છન્નુ હજાર સ્ત્રી અને કરોડો અપ્સરામાં પડ્યો હોય.. આહાહા..! છતાં જેને રાગથી ભિન્ન પડીને સમ્યગ્દર્શન થયું છે તેને એ સ્ત્રી આદિ મલિનતા કરાવી શકતી નથી. આહાહા..! સમજાય છે કાંઈ? લોકોની દૃષ્ટિ સંયોગ છૂટે એટલે ત્યાગી અને સંયોગ વધારે એટલે અત્યાગી, એમ દૃષ્ટિ (છે). એ વાતની અહીં ના પાડે છે. સ્ત્રી, કુટુંબ છોડી, દુકાન છોડીને ધંધા છોડીને બેઠો હોય એટલે જાણે ત્યાગી થઈ ગયો. એ તો સંયોગી ચીજ ન્યાં ઘટી છે પણ અંદર મિથ્યાત્વ કચાં ઘટાડ્યું છે? આહાહા..! રાગ તે હું અને રાગથી તે મને ધર્મ થાય, પુણ્ય સ્વભાવથી ધર્મ થાય (એ તો મિથ્યાત્વ છે). ‘અધર્મ’ શબ્દ આવ્યો છે, હોં! ભાઈ! ઓલું જૂનું ‘સમયસાર’ છે ને? એમાં પહેલા વ્યવહારના બોલ લખ્યા હતા ને? આત્મધર્મ'માં અપાઈ ગયા છે. પછી એના આધારેય આપ્યા છે. ‘હિરભાઈ', આધારેય આપ્યા છે ખરા એ વખતે. ઓલામાં ‘અધર્મ’ શબ્દ પડ્યો છે. આધાર હશે ખરો કાંઈક. ઓલા કહે, પુણ્યને અધર્મ કાં કહ્યું છે? અરે..! પ્રભુ! સાંભળને. આત્માનો વીતરાગી જ્ઞાન, દર્શન, આનંદ સ્વભાવ, એનાથી વિરુદ્ધ પુણ્યભાવ તે અધર્મ છે. આહાહા..! એ અધર્મ કંઈ પદ્રવ્યને લઈને થયો નથી. પોતાની ઊંધી માન્યતા, પુણ્ય તે Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ મારું અને મને ધર્મનું કારણ, એવી માન્યતાને લઈને એની મિથ્યા દૃષ્ટિ, અધર્મ દૃષ્ટિ થાય છે. આહા...! પુણ્ય પરિણામ થયા માટે આને અધર્મ દૃષ્ટિ થાય, એમ નથી. એ પુણ્ય પરિણામ મારા છે એવી દૃષ્ટિ કરે તો અધર્મ દષ્ટિ થાય. આહાહા.. અને એ પુણ્ય પરિણામથી ભિન્ન પડીને સ્વરૂપની દૃષ્ટિ કરે તો પુણ્ય પરિણામ ને પાપ હોવા છતાં તેની નિર્મળતાને કોઈ મલિન કરી શકતું નથી. આહાહા.! બહુ વાત ફેર છે. “જ્ઞાનને છોડીને...” શુદ્ધ ચૈતન્ય જ્ઞાયકભાવ પરમાત્મા એ હું, એમ છોડી દઈને “અજ્ઞાનરૂપે પરિણમે...' (અર્થાત) રાગ છે એ મારો છે), તે રૂપે પરિણમે, એ તો એના પોતાને કારણે છે, પરને કારણે નહિ કે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર મળ્યા માટે અમને આ થયું એમ કહેતા ને એક જણો? શું કરીએ, અમને એ મળ્યા એ અમે માન્યું. પણ માન્યું તે એને લઈને માન્યું છે કે તારે લઈને માન્યું છે? શેઠ બોલે છે ઘણી વાર. “ભગવાન” શેઠ, “શોભાલાલ'. અમને એવા મળ્યા, એ પ્રમાણે અમે માન્યું. એને લઈને માન્યું નથી. તમને એ ગોડ્યું તેને માન્યું છે. આહાહા...! સમજાય છે? એમ સમ્યગ્દર્શન પણ દેવ-ગુરુ-શાસ્ત્ર મળ્યા માટે સમ્યગ્દર્શન મળ્યું, એમ નથી. આહાહા...! એ તો પરદ્રવ્ય છે. આહાહા...! ‘પદ્રવ્યને ભોગવતો અથવા નહિ ભોગવતો...” એટલે પરદ્રવ્યનો સંયોગ હોય કે સંયોગ ન હોય, ભલે સંયોગ ન હોય, કહે છે પણ આત્માને સ્વયમેવ અજ્ઞાનરૂપે પરિણમે.” રાગની રુચિમાં આવી ગયો. આહાહા...! ભલે તે ત્યાગી બહારમાં કોઈ કપડાનો પણ ટુકડો ન રાખતો) હોય પણ જેને રાગ તે મારો એવી દૃષ્ટિ થઈ એ અજ્ઞાનરૂપે પરિણમે છે. આહાહા...! અને કરોડો અપ્સરાની મધ્યમાં ઇન્દ્ર રહ્યો છતાં તે સમ્યગ્દર્શનપણે પરિણમે છે. પર એને મિથ્યાત્વપણે પરિણમાવે એવી તાકાત છે નહિ. કરોડો અપ્સરામાં રહ્યો છતાં પોતે સમ્યગ્દર્શનપણે પરિણમે છે. આહાહા.! અને સંયોગનો બિલકુલ ત્યાગ (કર્યો હોય), વસ્ત્રનો ટુકડોય ન હોય, નગ્ન હોય, આહાહા...! છતાં અંતરમાં મિથ્યાત્વ ભાવ-રાગ તે મારો અને એનાથી મને ધર્મ થાય છે, એ મિથ્યાત્વ ભાવ મલિનતાનું ભાવકારણ છે. સંયોગી ચીજનો અભાવભાવ એ કોઈ કારણ છે નહિ. ઓહોહો! આવી વાત છે. આ તો જરી સંયોગ છોડે એટલે જાણે આહાહા.! ભારે ત્યાગી થયો. એ અહીં કહે છે. સંયોગ હો કે સંયોગ ન હો. સંયોગ ન હો એટલે ભોગવટો હો કે ભોગવટો ન હોય, એમ. આહાહા...! પણ સ્વયમેવ જ્ઞાનસ્વરૂપને છોડી ચિઠ્ઠન આનંદઘન ભગવાન આત્મા, તેની દૃષ્ટિ અને રુચિ છોડી અને રાગની રુચિમાં આવે તો મિથ્યાતપણે પરિણમે છે. એ બહારની ચીજનો અભાવ થયો માટે સમકિતપણે, ધર્મપણે પરિણમે છે, એમ નથી. સમજાણું કાંઈ આહા...! ‘ત્યારે તેનું જ્ઞાન સ્વયં ત અજ્ઞાન થાય. આહાહા.! ખરેખર તો જ્ઞાનાવરણીયનો ઉદય પણ જીવને અજ્ઞાન કરાવતું નથી. આહાહા...! એ તો પોતે જ્યારે જ્ઞાન ને સ્વભાવની દૃષ્ટિ Page #399 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૨૦ થી ૨૨૩ ૩૮૫ છોડી, રાગને પોતાનું માને એવું અજ્ઞાન કરે ત્યારે તેને દર્શનમોહ અને જ્ઞાનાવરણીયનું નિમિત્ત કહેવામાં આવે. નિમિત્તનો અર્થ ઇ કરે નહિ કાંઈ. આહાહા..! સમજાણું કાંઈ? જ્ઞાનાવરણીય કર્મ પરદ્રવ્ય છે. એ પરદ્રવ્ય આત્માને જ્ઞાનની હિણી દશા કરે, ત્રણકાળમાં નહિ. તેમ જ્ઞાનાવરણીયનો ઉઘાડ થયો માટે અહીં જ્ઞાનની વિકાસ દશા થાય, બિલકુલ નહિ. આહાહા..! પોતાની જ્ઞાનસ્વભાવની દૃષ્ટિ થતાં નિર્મળ જ્ઞાનનો વિકાસ પોતે કરે ત્યારે કર્મનો ઉઘાડ તેને નિમિત્ત કહેવામાં આવે. પણ એને લઈને અહીં આત્મામાં વિકાસ થાય છે, એમ નથી. ઇ મોટો પ્રશ્ન ચાલ્યો હતો, નહિ? ‘વર્ણીજી’ સાથે. ઇ કહે, જ્ઞાનાવરણીય કર્મને લઈને આત્મામાં જ્ઞાનની હિનાધિક દશા થાય છે. જ્ઞાનાવરણીય ઘટે તો અધિક દશા થાય. કીધું, એમ છે નહિ. મોટી ચર્ચા ચાલી હતી. મૂળ આખા ત્રણે જૈન સંપ્રદાયમાં કર્મથી થાય, પરદ્રવ્યથી થાય, એમ માને. એટલે આ વાત ન ગોઠી. કીધું, બિલકુલ કર્મને લઈને આત્મામાં જ્ઞાનાવરણીયને લઈને જ્ઞાન હણાય, બિલકુલ નહિ. પોતે જ જ્ઞાનની દશાને હણે છે એથી જ્ઞાન ઘટી જાય છે અને જ્ઞાનનો પોતે જ વિકાસ કરે છે ત્યારે વધી જાય છે. આહા..! સમજાણું કાંઈ? મોટા મોટા પંડિતો ગોથા ખાય છે અને સાંભળનારને કંઈ ખબર ન હોય (એટલે) જય નારાયણ, સાચી વાત કીધી. અમારે જુઓને કર્મનો ઉદય છે તો જ્ઞાનનો એટલો ઉઘાડ નથી. એમ છે જ નહિ. એ તારી પોતાની જ પરિણિત જ્ઞાનની હિણીપણે તું પરિણમાવે છો તેથી જ્ઞાનનો વિકાસ થતો નથી. એ તો આવી ગયું ને? ભાઈ! પંચાસ્તિકાય’ નહિ? ‘વિષયપ્રતિબદ્ધ’. આહાહા..! ‘પંચાસ્તિકાય’(માં) ‘વિષયપ્રતિબદ્ધ” (આવે છે). જ્ઞાન ભગવાન એ અલ્પ વિષયમાં રોકાઈ ગયું એ જ એને પ્રતિબદ્ધ છે. આહાહા..! કર્મને કારણે નહિ. આહાહા..! આવી વાત. જે જ્ઞાન ભગવાનઆત્મા, એની દશા અલ્પ, અલ્પ શક્તિના વિષયમાં રોકાઈ ગઈ એ જ પ્રતિબદ્ધ અને વિશેષ શક્તિના વિકાસને રૂંધનાર છે. શું કહ્યું ઇ? અને ત્યાંયે કહ્યું ને? સોળમી ગાથા, ‘પ્રવચનસાર’. ‘સ્વયંભૂ’. દ્રવ્ય ઘાતિકર્મ અને ભાવ ઘાતિકર્મ. બે લીધા. દ્રવ્ય જડ છે એ આત્માને નુકસાન કરતું નથી પણ ભાવઘાતિ પોતે પર્યાયને ઘાત કરે છે. આહાહા..! હવે આ કેમ બેસે? એકેન્દ્રિય જીવને જ્ઞાનાવરણીયનું જોર છે માટે હીણી દશા છે, એમ નથી. આહાહા..! એના ભાવ ઘાત કરવાની પર્યાય પોતાની છે. દ્રવ્યઘાત તો ત્યારે નિમિત્ત કહેવામાં આવે છે. આવી વાતું, ભાઈ! એ (સંવત) ૧૯૮૪માં ‘વીરજીભાઈ’ સાથે પ્રશ્ન થયેલો. ‘રાણપુર’ ૧૯૮૪માં. એમ કે, આ નિગોદના જીવને કર્મના ઘણા પ્રકાર છે એને લઈને અહીં હીણી દશા છે? એને લઈને કાંઈ નથી. આત્મામાં એટલા પ્રકારના ઘાતની અવસ્થાનું સ્વરૂપ છે તેથી તેનો ઘાત થઈ રહ્યો છે. જેટલા પ્રકારના કર્મ નિમિત્ત છે તેટલા જ પ્રકારનો ઘાત અહીંયાં પોતાથી થઈ રહ્યો છે. અરે.....! વીરજીભાઈ’ વકીલ હતા ને? એમ કે, કર્મ તો પદ્રવ્ય છે અને આત્માને Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ જેટલી પર્યાયમાં હીણી (દશા) આદિ થાય છે એ કર્મને લઈને છે? એ તો પરદ્રવ્ય છે. પરદ્રવ્યને લઈને આત્મામાં નુકસાન થાય કે લાભ થાય, ઈ તો ના પાડી. તો કર્મ એ પરદ્રવ્ય છે કે નહિ? હેં? આહાહા...! એ પરદ્રવ્ય આત્માને જ્ઞાનની હીણી દશા કરે અને એ પરદ્રવ્ય ઘટી જાય તો અહીં ક્ષયોપશમ વધી જાય, એમ નથી. ભારે વાત, બાપા! આહા! મોટા નામ ધરાવનારા ગોથા ખાય છે એમાં તો. આહા...! મોટી ચર્ચા ચાલી કે, વિકારી પરિણામ કેમ થાય છે? કીધું, પોતાના ષટ્રકારકથી થાય છે. “પંચાસ્તિકાય ૬૨ ગાથા. એ દ્રવ્ય-ગુણને કારણે નહિ અને ષષ્કારક જે કર્મના, એને કારણે નહિ. આહા.! પરદ્રવ્યને કારણે આત્મામાં વિકાર થાય એ ત્રણકાળમાં નહિ. આહાહા..! એમ દર્શનમોહને લઈને આત્મામાં મિથ્યાત્વ થાય એમ નથી. એ તો પરદ્રવ્ય છે. પરદ્રવ્યને લઈને મિથ્યાત્વ થાય એમ કોઈ દિ' બને નહિ. પોતે જ આત્મા પોતાના સ્વભાવને છોડીને રાગની રુચિ કરે તો મિથ્યાત્વ થાય. આહા...! આવી વાત છે. સાધારણ વાત નથી. મોટા પંડિતો આમાં ગોથા ખાય છે. હૈ? આહાહા.! “વર્ણજી જેવા બિચારા આમ વૈષ્ણવ હતા ને. પણ આ વસ્તુ નહોતી. આહા...! અને તે પાછા પ્રશ્ન થયા, તે પાછા “કલકત્તા ગયા ત્યાં લખ્યું. “ગજરાજજીના ઘરે આહાર કર્યો. ત્યાં “શાહૂજી આવ્યા અને કહ્યું, આ “ઇસરીથી કાગળ આવ્યો છે કે, વિકાર આત્માથી થાય તો એ સ્વભાવ થઈ ગયો. કહ્યું, ત્યાં જવાબ આપી દીધો છે, ઉઠો! શેઠ આવે કે ગમે તે આવે). “કલકત્તામાં ગજરાજજી' નહિ? એના મકાનમાં આહાર કરવા ગયા હતા? આહાર કરીને બેઠા ત્યાં “શાહૂજી આવ્યા. ઇસરીથી કાગળ આવ્યો છે કે, વિકાર જો કર્મથી ન થાય તો સ્વભાવ થઈ ગયો (માટે) પરથી થાય. બિલકુલ જૂઠી વાત છે, કીધું. એ પર્યાયમાં પોતાનો એ જાતનો પર્યાયનો સ્વભાવ છે કે, રાગપણે થવું ને રાગનો કર્તા, રાગનું સાધન, રાગનું કાર્ય એ પોતાથી થાય છે. રાગનું સાધનકરણ પણ પોતાથી છે. રાગનું કરણ કર્મ છે (એમ નથી). જૈનમાં આ લાકડું બહુ ગરી ગયેલું છે. એ પણ વાણિયાને નિર્ણય કરવાની નવરાશ નથી. માથે બેઠો જે કહે ઈ) જય નારાયણ“કાંતિભાઈ! મુમુક્ષુ :- ઉપદેશદાતા ક્યાં હતા? ઉત્તર :- પણ એને નિર્ણય કરવાનો વખત નથી). કર્મને લઈને થાય, એમાં) હા પાડી દયે. પરદ્રવ્યને લઈને તું રખડે છો. પણ ઓલો કહે, પણ પરદ્રવ્ય આને અડે નહિ તો રખડે શી રીતે? પરદ્રવ્યને સ્વદ્રવ્ય અડતું નથી. એ તો પોતાની ભૂલને લઈને રખડે છે, કર્મને લઈને નહિ. આહાહા...! સમજાણું આમાં? સામાન્ય વાત છે પણ મૂળ વાત છે આ. આહા...! એ શ્લોક આવે છે ને એક? “સંગી જીવ’ નહિ? (શ્રોતા : “પરસંગ પd'). હા, એ લોકો એનો અર્થ એ કરે છે, જુઓ! પરના સંગથી વિકાર થાય. પણ પરનો સંગ પોતે કર્યો તેથી Page #401 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૨૨૦ થી રર૩ ૩૮૭ વિકાર થાય છે, પરને લઈને નહિ. એ શ્લોક છે. ભાઈ બંસીધરજી હતા ને? ત્યાં તો વિરુદ્ધમાં હતા પણ અહીં કહે, વાત તો સાચી લાગે છે. વળી પાછા અહીંથી ત્યાં જાય એટલે ફેરફાર પાછો. સાંઈઠ-સાંઈઠ વર્ષથી ઘૂંટ્યું હોય, કર્મથી વિકાર થાય, કર્મથી વિકાર થાય. જ્ઞાનાવરણીયને લઈને જ્ઞાનની હીણી દશા (થાય). પરદ્રવ્યને લઈને આત્મામાં હીણી દશા થાય. અહીં તો એ કીધું, શંખ પરદ્રવ્યનું કાળું ગમે એટલું ખાય છતાં એ કાળો ન થાય. આહાહા...! એમ કર્મના ઉદયની તીવ્રતા ગમે તેટલી હો પણ એને લઈને જીવમાં મલિનતા થાય, એમ નથી. પરદ્રવ્યમાં એ આવ્યું કે નહિ? આહાહા..! સાધારણ વાત નથી, મૂળ વાત છે આ. એની પર્યાય તે સમયે ષકારકરૂપે પરિણમતી વિકારી થાય છે. એને પરનું નિમિત્ત હો, પણ એ કંઈ એના કારકી થાય છે, એટલે કે એના કારણે થાય છે, એનું સાધન થાય છે, એમ નથી. પરનિરપેક્ષ. વિકાર પણ પરથી નિરપેક્ષ થાય છે. એ તો ૬ ૨મી ગાથામાં તે દિ' ઘણું કહ્યું. (સંવત) ૧૯૧૩ની સાલ, ૨૨ વર્ષ થઈ ગયા. પણ લોકોને એટલું બધું નિર્ણય કરવાનું ટાણું ન હોય કે, ના, મોટાપુરુષો કહે છે એ કંઈ ખોટી વાત હોય? આહાહા.! અહીં તો કહે છે કે, શંખ ગમે તેટલા કાળા જીવડા, કાદવ ખાય છતાં એ શંક કાળો ન થાય. એમ આત્માની પાસે ગમે એવા કર્મ જોરવાળા હોય પણ આત્માને મલિનતા એને લઈને ન થાય. આહાહા...! પર છે કે નહિ એ? એ પરદ્રવ્ય છે કે નહિ? આહાહા...! જ્ઞાનને છોડીને સ્વયમેવ અજ્ઞાનરૂપે પરિણમે...” પરિણમે એટલે થાય ત્યારે તેનું જ્ઞાન સ્વયંકૃત અજ્ઞાન થાય.” પોતાથી કરેલું અજ્ઞાન થાય, પરને લઈને નહિ. આહા.! દર્શનમોહને લઈને કે જ્ઞાનાવરણીયને લઈને જ્ઞાનની હીણી દશા અજ્ઞાનરૂપે થાય, એમ નહિ. આહાહા.! સાધારણ વાત નથી, ભાઈ! આ તો મૂળ તત્ત્વની વાતો છે. આહા..! મોટા “બંસીધર' જેવા, વર્ણીજી' જેવા ગોથા ખાતા હતા. એને તો એવું લાગ્યું કે, હું કર્મ વિના વિકાર પોતાથી થાય? તો તો સ્વભાવ થઈ ગયો. પણ પર્યાયનો સ્વભાવ છે ઇ. વિકારપણે થવું એ પર્યાયનો સ્વભાવ છે. દુનિયા માને, ન માને એથી કંઈ સત્ય નહિ ફરે. આહાહા.! મોટા પંડિતો ને મોટા વિદ્વાનો આટલા વર્ષથી હોય માટે એનું કંઈ ખોટું છે? અરે.! ખોટું છે, લ્યો. અહીં એ કહે છે કે, શંખ ગમે તેટલા કાળા જીવડા ખાય (તોપણ) કાળો ન થાય. એમ જ્ઞાનીને ગમે તેટલા સંયોગોનો ઉદય ને સંયોગો હોય તો એનાથી આત્મામાં જ્ઞાન હીણું થાય કે દૃષ્ટિ મલિન થાય, એમ નથી. આહાહા.! “માટે જ્ઞાનીને જો બંધ થાય છે? તો પોતાના જ અપરાધના નિમિત્તે...” છે? આહાહા! કર્મના અપરાધને લઈને કે પર, એવા બાયડી છોકરા મળ્યા, એવા સમજ્યા ને કે એને લઈને મને અહીંયાં ભાવક્રોધ, વિકાર થાય છે. બિલકુલ જૂઠી વાત છે. ગોપાલદાસ બરૈયા થઈ ગયા ને? જૈનસિદ્ધાંત પ્રવેશિકા’ બનાવી). એ વાતું બિચારા Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ એની યોગ્યતા પ્રમાણે કરતા પણ એની વહુ એવી હતી, એવી કજીયાળી કે, ઓલા ચર્ચામાંથી ઉઠે નહિ તો એકવાર હાંડલું. આ કેવું? એંઠવાડ એંઠવાડનું હાંડલું એના ઉપર નાખ્યું. એ એનો પ્રકૃતિનો સ્વભાવ છે. કહો. બહુ ચર્ચામાં રોકાણા, ઉઠતા નથી. આ જેનસિદ્ધાંત પ્રવેશિકા બનાવી છે ને? પુસ્તક બહુ ચાલે છે. એથી કરીને આવી સ્ત્રી મળી માટે અહીં વિકાર થાય, બિલકુલ જૂઠી વાત છે. આહાહા...! પોતે ક્ષમા કરે અને આનંદમાં રહે તો એને ક્રોધ ન થાય અને ક્રોધ કરે તો એ પોતાથી કરે છે, પરને લઈને નહિ. આહાહા..! પોતાના જ અપરાધના કારણે બંધ થાય છે. આહાહા...! ભાવાર્થ :- જેમ શંખ કે જે શ્વેત છે તે પરના ભક્ષણથી કાળો થતો નથી.” આહાહા...! પણ આ મનુષ્યનો દેહ લ્યો ને. શરીર રૂપાળું હોય અને કાળી ચીજ ખાય તેથી કાળો થઈ જાય? એ પરને લઈને ન થાય. આ તો શંખનો દાખલો આપ્યો. સમજાણું કાંઈ? અને કાળા વર્ણવાળા હોય ને ધોળું સફેદ દૂધ દરરોજ પીવે કે રસગુલ્લા ખાય, એથી ધોળો થઈ જાય? આહાહા.! પરદ્રવ્યને લઈને કંઈ છે જ નહિ, એમ કહે છે. એ પોતે પોતાના અપરાધના કારણે દોષ કરે અને અપરાધને ટાળવાને માટે પવિત્ર કરે એ પોતાને કારણે છે, પરનું કોઈ કારણ છે નહિ. આહાહા...! જેમ શંખ કે જે શ્વેત છે તે પરના ભક્ષણથી કાળો થતો નથી પરંતુ પોતે જ કાલિમારૂપે પરિણમે...” ધોળાપણાનું પરિણમન છોડી કાળારૂપે થાય, શંખ... શંખ, ત્યારે કાળો થાય છે. એ તો પોતાના પરિણમનને કારણે કાળો થાય છે, પરને લઈને નહિ. આહા... દાખલો જુઓને કેવો આપ્યો છે. કાળા કીડા ખાય, સમુદ્રમાં કાળા કીડા હોય એ શંખ ખાય, છતાં એ કાળો ન થાય. આહા...! “તેવી રીતે જ્ઞાની પરના ઉપભોગથી અજ્ઞાની થતો નથી” આહાહા...! પરના ઘણા સંયોગોમાં રહ્યો માટે તેને અજ્ઞાન થાય છે, એમ નથી. આહાહા...! ગજબ વાતું છે. છ ખંડનું રાજ, એકાવતારી ઈન્દ્રને કરોડો અપ્સરાઓ, અત્યારે જે ઇન્દ્ર છે, “શકેન્દ્ર એકભવતારી, મનુષ્ય થઈને મોક્ષ જનાર છે અને કરોડોમાં એની એક રાણી એવી છે કે એ પણ એક ભવમાં એની સાથે મોક્ષ જનારી છે. સાથે એટલે બીજો એક જ ભવ છે. કરોડો અપ્સરાઓ છે છતાં તેને એને લઈને નુકસાન છે એમ છે નહિ. આહાહા. એનો ભોગવવાનો ભાવ અને ભોગવે છે જેથી તેને મિથ્યાત્વ, મલિનતા થાય છે, એમ નથી. આહાહા...! અને જે કંઈ મલિનતાના પરિણામ થાય છે એ પોતાને કારણે થાય છે, એને કારણે નહિ. સ્ત્રીની કારણે વિષયની વાસના થઈ, એમ નહિ. એ વાસના પોતાને કારણે છે. જ્ઞાની તો તેને પણ જાણે. વાસના થઈ તેને પણ જાણે, એને એકત્વબુદ્ધિ કરીને વાસના પોતાની છે એમ માને નહિ. આહાહા...! તો જ્યાં વાસનાને પણ પોતાની ન માને તો પરદ્રવ્યને તો પોતાનું ક્યાં માને? કે આ સ્ત્રી મારી ને દીકરા મારા ને આ ધંધો મારો ને... એ હસમુખ! પણ Page #403 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૨૨૦થી ૨૨૩ ૩૮૯ અમારા પાલેજવાળા છે ને ઈ તો? આહાહા.. કહો, સમજાણું કાંઈ? આહા.! બહુ સિદ્ધાંત ઓહોહો...! જ્ઞાની પરના ઉપભોગથી અજ્ઞાની થતો નથી... આહાહા...! મોટો કરોડો, અબજોનો ધંધો હોય) માટે તેને અજ્ઞાન થાય એમ નથી. છ ખંડના રાજ કીધા, કરોડો અપ્સરાઓ કીધી, “શકેન્દ્રને એને લઈને રાગ નથી, મેલ નથી. પોતાને લઈને નબળાઈથી રાગ થાય છે, તે રાગનો પણ તે તો જ્ઞાતા છે. આહાહા...! અને બધા સંયોગો છોડ્યા હોય, આહાહા...! શરીરથી બાળ બ્રહ્મચારી હોય છતાં અંદરમાં રાગમાં એકત્વબુદ્ધિ છે તો એ બધું મિથ્યાત્વ છે. આહાહા...! અને ઓલો આટલું ભોગવે છે છતાં તે સમકિતી છે. ભોગવે છે એટલે સંયોગમાં હોય છે, એમ. ભોગવે શું? એને ક્યાં ભોગ છે? રાગને પણ ભોગવતો નથી તો એને તો ક્યાં (ભોગવે)? આહાહા...! એક અપેક્ષાએ રાગને ભોગવતો નથી અને એક અપેક્ષાએ, નયની અપેક્ષાએ, જ્ઞાનની અપેક્ષાએ રાગને ભોગવે પણ છે, પર્યાયમાં. દ્રવ્યદૃષ્ટિએ નહિ. આહાહા...! પણ એ પોતાને કારણે રાગને પ્રાપ્ત કરે છે. એ રાગ કોઈ સ્ત્રીને કારણે કે બહારને કારણે થયો છે, એમ નથી. અરે.રે.! એની દૃષ્ટિ ઉઠાવ, કહે છે. પરથી દૃષ્ટિ ઉઠાવ અને સ્વમાં દષ્ટિ લે. આહાહા.! તો તારી દૃષ્ટિ પણ સમ્યક્ થશે અને અપરાધ થશે તેનો તું જ્ઞાતા રહીશ. એ અપરાધ પરથી થયો છે એમ નહિ માન, મારા પુરુષાર્થની કમજોરીથી થયો છે. એનો પણ જ્ઞાની તો જ્ઞાતા રહેશે અને જ્ઞાનપણે જાણશે કે મારું પરિણમન-કર્તાપણું છે, ભોક્તા હું છું. પર્યાયદૃષ્ટિથી (એમ) જોવે. આહાહા.! એનો કર્તા-ભોક્તા પર છે અને પરને લઈને આ કર્તા-ભોક્તાનો વિકાર થયો છે, એમ નથી. અરે. અરે! શું આમાં ફેર હશે આટલો બધો? સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની અંદરની વહેચણી છે. કે પરદ્રવ્ય ગમે તેટલા હો પણ તું તેને અડતોય નથી અને તે તને નુકસાનનું કારણ છે નહિ. અને પરદ્રવ્ય ઘટી ગયા અને એકલું શરીર નગ્ન રહી ગયું એથી તને અધર્મનો ત્યાગ થયો, એમેય નથી. આહાહા.! એ રાગના ભાવને પોતાનો માને અને રાગથી ધર્મ માને છે, નગ્ન છે એ પણ મિથ્યાદૃષ્ટિ છે. એક કપડાનો ટુકડો નથી છતાં મિથ્યાષ્ટિ છે અને આને છ— કરોડ પાયદળ અને કરોડો અપ્સરાઓ (છે), છતાં એ સમકિતી છે. આહાહા.! એની દૃષ્ટિ ક્યાં છે એ ઉપર વાત છે. દૃષ્ટિ દ્રવ્ય ઉપર છે તો પવિત્રતા જ થાય છે અને જેટલું પર્યાયમાં લક્ષ રહે છે, જ્ઞાનીને પણ, એને રાગ થાય છે. પણ પરને લઈને રાગ થાય છે, એમ નહિ. અરે! આમાં આટલો બધો ફેર (છે). જ્ઞાની પરના ઉપભોગથી અજ્ઞાની થતો નથી પરંતુ જ્યારે પોતે જ અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે અજ્ઞાની થાય છે અને ત્યારે બંધ કરે છે.” Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ શ્લોક-૧૫૧ ) (શાર્દૂનવિક્રીડિત) ज्ञानिन् कर्म न जातु कर्तुमुचितं किञ्चित्तथाप्युच्यते। भुंक्षे हन्त न जातु मे यदि परं दुर्भुक्त एवासि भोः । बन्धः स्यादुपभोगतो यदि न तत्किं कामचारोऽस्ति ते ज्ञानं सन्वस बन्धमेष्यपरथा स्वस्यापराधाद्धृवम्।।१५१।। હવે આનું કળશરૂપ કાવ્ય કહે છે : શ્લોકાર્ધ - [ જ્ઞાનિન્ ] હે જ્ઞાની, [ નાતુ વિશ્વિત્ ર્મ તુમ્ ૩વિત ન ] તારે કદી કાંઈ પણ કર્મ કરવું યોગ્ય નથી [ તથાપિ ] તોપણ [ યદ્ધિ ઉચ્ચતે ] “જો તું એમ કહે છે કે શું પરં મે ખાતુ ન, મુંક્ષે | પરદ્રવ્ય મારું તો કદી નથી અને હું તેને ભોગવું છું', [ મો: ટુર્મવત્ત: wવ સિ ] તો તને કહેવામાં આવે છે (અર્થાત્ અમે કહીએ છીએ) કે હે ભાઈ, તું ખોટી (ખરાબ) રીતે જ ભોગવનાર છે; [ દત્ત ] જે તારું નથી તેને તું ભોગવે છે એ મહા ખેદ છે ! [ રિ ૩૫મોત: વન્ધઃ ન ચાલ્ ] જો તું કહે કે “પદ્રવ્યના ઉપભોગથી બંધ થતો નથી એમ સિદ્ધાંતમાં કહ્યું છે માટે ભોગવું છું', ' તત્ વિં તે વીમવાર: રિત ] તો શું તને ભોગવવાની ઇચ્છા છે ? [ જ્ઞાનં સન્ વસ ] જ્ઞાનરૂપ થઈને વસ -શુદ્ધ સ્વરૂપમાં નિવાસ કર), [ પરથા ] નહિ તો (અર્થાત્ જો ભોગવવાની ઇચ્છા કરીશ અજ્ઞાનરૂપે પરિણમીશ તો) [ ધ્રુવમ્ સ્વરચ પર ધાત્ વન્યમ્ ષ ] તું ચોક્કસ પોતાના અપરાધથી બંધને પામીશ. ભાવાર્થ - જ્ઞાનીને કર્મ તો કરવું જ ઉચિત નથી. જો પરદ્રવ્ય જાણીને પણ તેને ભોગવે તો એ યોગ્ય નથી. પરદ્રવ્યના ભોગવનારને તો જગતમાં ચોર કહેવામાં આવે છે, અન્યાયી કહેવામાં આવે છે. વળી ઉપભોગથી બંધ કહ્યો નથી તે તો, જ્ઞાની ઇચ્છા વિના પરની બળજોરીથી ઉદયમાં આવેલાને ભોગવે ત્યાં તેને બંધ કહ્યો નથી. જો પોતે ઇચ્છાથી ભોગવે તો તો પોતે અપરાધી થયો, ત્યાં બંધ કેમ ન થાય ? ૧૫૧. Page #405 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૫૧ ૩૯૧ શ્લોક-૧૫૧ ઉપર પ્રવચન (શાર્દૂનવિક્રીડિત) ज्ञानिन् कर्म न जातु कर्तुमुचितं किञ्चित्तथाप्युच्यते। भुंक्षे हन्त न जातु मे यदि परं दुर्भुक्त एवासि भोः । बन्धः स्यादुपभोगतो यदि न तत्किं कामचारोऽस्ति ते ज्ञानं सन्वस बन्धमेष्यपरथा स्वस्यापराधाद्ध्वम् ।।१५१।। હે જ્ઞાની” આહાહા.! હે ધર્મી! તને આત્માનું જ્ઞાન અને આત્માનું દર્શન થયું હોય તો હે ધર્મી! (નાતુ વિશ્વિત વર્ષ વર્તન ઉચિત ન ‘તારે કદી કાંઈ પણ કર્મ કરવું યોગ્ય નથી.. આહાહા...! પરનું કાર્ય તો કરી શકતો નથી પણ રાગનું કાર્ય પણ તારે કરવા લાયક નથી. આહાહા.! છે? તારે કદી પણ, “કદી કાંઈ...” કોઈ સમયે અને કાંઈ પણ. આહાહા...! હે જ્ઞાની ધર્મી તું હો તો તારે કોઈ કાળે અને થોડું કંઈ પણ, થોડું પણ રાગનું કે પરનું કાર્ય કરવું એ તારે છે નહિ. આહાહા. આવી વાતું. હજી તો ક્યાંય સલવાઈને પડ્યા છે. ખબરું ન મળે. આહાહા.! એમ કે, આટલા આટલા પરિષહ સહન કરે, એમ કહેતો હતો વળી એક. કુરાવડમાં આવ્યો હતો ને? “કુરાવડમાં ઓલો એક આવ્યો હતો ને? એક છોકરો છે, અહીં આવ્યો હતો, મગજ અસ્થિર. બહુ પાવર ફાટી ગયેલો, ક્ષુલ્લક થયો એટલે. બસ! આ બધા આટલું આટલું સહન કરે, આટલા આટલા ત્યાગ કરે, એને ધર્મ નથી? આટલું સહન કરે (છે) અને આટલું સહન કરે છે તે હળવે હળવે સમકિત પામશે. એ પાવર ફાટી ગયો હતો, ન્યાં “કુરાવડ આવ્યો હતો. પછી અત્યારે તો એવું સાંભળ્યું છે કે, મગજ અસ્થિર થઈ ગયું, અસ્થિર થઈ ગયું મગજ. અંગ્રેજીમાં બોલતો, આમ પાવર ફાટેલો. કીધું, ભઈ! મારી સાથે વાત કરવાને લાયક નથી તું. અહીં તો શાંતિથી સાંભળવું હોય તો વાત છે. એ બિચારાનો મગજ અસ્થિર થઈ ગયો. આહાહા.! શું કીધું? હે ધર્મી! હે જ્ઞાતા-દષ્ટા સ્વભાવવાળો તું, તારે કદી કોઈ કાળે પણ કાંઈ જરી પણ પરનું કાર્ય અને રાગનું કાર્ય કરવું તે યોગ્ય નથી. આહાહા.! જો તું જ્ઞાની થયો અને ધર્મ પ્રગટ્યો હોય, ભગવાનઆત્મા પૂર્ણાનંદને આશ્રયે જો તને સમ્યગ્દર્શન, જ્ઞાન, પ્રગટ્ય હોય તો તું ધર્મી છો, તું જ્ઞાની છો, તારે તારા સિવાય રાગ કે પર, એનું કોઈ કાળે અને કાંઈ પણ કરવું યોગ્ય નથી. આહાહા.! કોઈ પણ કાળે અને કાંઈ પણ, એમ. એમ કે, એવો કોઈ કાળ આવ્યો તો થોડુંક તો કરવું પડે. ભગવાનની પૂજા ને. રાગ આવે એ જુદું Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ અને કરું છું, એ નહિ. આહાહા...! બહુ ઝીણી વાતું, બાપા! નિતુ વિન્વિત્ ર્મ વર્તમ્ રિત ના આહાહા.! “ના, એટલે કાળ લીધો. (એમ છે) ને? ભાઈ! “ના, એટલે કાળ. કોઈ કાળે અને “વિશ્વિત’. ‘નાત એટલે કાળ, કોઈ કાળે, “કદી છે ને, કદી એ શબ્દ “નીતુનો અર્થ છે અને વિશ્વનો અર્થ કાંઈ પણ. બે અર્થ છે. આહાહા.. “ખાતુ વિન્વિત્' કોઈ કાળે, કાંઈ. આહાહા...! પ્રભુ! તું જ્ઞાન છે ને! જ્ઞાતા-દૃષ્ટા તારું સ્વરૂપ છે ને પ્રભુ! એવું તને ભાન થયું તો કોઈ કાળે કે આવો પ્રસંગ આવે તો મારે આટલું કરવું પડે. આહા...! મુનિઓને પરિષહ આવ્યા ને? તો વિષ્ણુકુમારને કરવું પડ્યું. ના, એ મુનિપણું જ છોડી દીધું'તું. એને મુનિપણું રહ્યું નહોતું. બીજાને બચાવવા ગયા તો બ્રાહ્મણનો વેશ લીધો હતો (તો) મુનિપણું ક્યાં રહ્યું? સમજાણું કાંઈ? સમ્યગ્દર્શન રહ્યું હોય, એ જુદી (વાત), મુનિપણું ન હોય. બીજાને બચાવવા માટે મુનિએ બ્રાહ્મણ વેશ ધારીને ઓલા પાસે) માંગ્યું કે, આટલું રાજ, જમીન મને દે. એ કંઈ મુનિના લક્ષણ છે? એ વિષ્ણુકુમાર' મુનિને મુનિપણું છૂટી ગયું હતું. “મોક્ષમાર્ગ પ્રકાશકમાં અધિકાર છે. એને મુનિપણું નહોતું, મુનિને યોગ્ય એ કર્તવ્ય નથી પણ એ વખતે આવું મોટું કામ હતું અને થયું માટે એની પ્રશંસા કરીએ છીએ, બાકી મુનિને યોગ્ય નથી, એમ લખ્યું છે. “મોક્ષમાર્ગ પ્રકાશક', ‘ટોડરમલ”. હે જ્ઞાની! આહાહા...! કોઈ કાળમાં એવા પ્રસંગ આવ્યો તે કાળે, આ પ્રસંગ એવો આવ્યો ને જાણે, પણ તે કાળે કાંઈ પણ તારે કરવું એ તને યોગ્ય નથી. આહાહા...! સમજાણું કાંઈ? હે ધર્મી! તારે કદી, કાંઈ પણ “ના, વિન્વિત્ ર્મ એમ. કોઈ કાળે કાંઈ પણ કર્મ, કર્મ એટલે રાગાદિનું કાર્ય અને પરનું કાર્ય. “ વન ઉચિત ન તે કરવું તારે માટે વ્યાજબી નથી. આહાહા...! ‘તોપણ... ચિરિ ૩]] જો તું એમ કહે છે કે પિરં મે ખાતુ ન મું] પરદ્રવ્ય મારું તો કદી નથી અને હું તેને ભોગવું છું,” અરે..! બે ક્યાંથી આવ્યું આ? પરદ્રવ્ય મારું નથી છતાં હું ભોગવું છું. એ ક્યાંથી આવ્યું? આહાહા...! મોઃ યુક્વત્ત: પર્વ શિ તો તને કહેવામાં આવે છે (અર્થાત્ અમે કહીએ છીએ) કે હે ભાઈ, તું ખોટી (ખરાબ) રીતે જ ભોગવનાર છે. જુઠો ભોગવનાર છો. આહા! રાગને ભોગવે છો અને પરને ભોગવું છું એ તારી દૃષ્ટિ જૂઠી છે, જ્ઞાની નથી. આહાહા.! ભારે કામ. “હે ભાઈ!” આવ્યું ને? મોઃ મોઃ છે ને? જો નો અર્થ એ કર્યો, હે ભાઈ! એમ. (મોઃ મૃવત્તઃ પૂર્વ આફ્રિા અરે.! ભાઈ! ખોટું ભોગવવામાં તું આવો આવ્યો. આહાહા...! –ખરાબ) રીતે જ ભોગવનાર છે;.” આહાહા.! મારે એવો પ્રસંગ આવ્યો તો મારે કરવું પડ્યું. આહાહા.! મુનિ બહુ દુઃખી હતા એટલે મારે રાગ કરવો પડ્યો અને આમ કરવું પડ્યું. હે ભાઈ! તારું કર્તવ્ય છે ઈ? આહા.! છતાં કહ્યું છે, નહિ? પ્રવચનસારમાં. વૈચાવચ્ચનો કાળ હોય ને ધ્યાનમાં Page #407 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૫૧ ૩૯૩ ન હોય ત્યારે રાગ હોય છે, બસ! પણ રાગનું કર્તવ્ય મારું છે, એમ નહિ. આવે કાળે પણ રાગ મારો છે એવું કર્તવ્ય એ તો તને હોય નહિ, ભાઈ! તારો સ્વભાવ જ જ્યાં જ્ઞાતાદૃષ્ટા અકર્તા, અભોક્તા છે, એ રાગને કરે, ભોગવે એ તું ‘કુર્ણવત્ત: ‘(–ખરાબ રીતે જ ભોગવનાર છે;” તારી ચીજને ભૂલી જઈ અને રાગનો કર્તા અને ભોક્તા થા (છો તો) ફર્મવતઃ આહા...! ખરાબ ભોગવનારો છો. છે ને ખોટી રીતે ભોગવનાર છો. આહા...! દિન્ત] જે તારું નથી તેને તું ભોગવે છે એ મહા ખેદ છે !” આહાહા...! રાગ તારો નથી, સ્ત્રી તારી નથી, શરીર તારું નથી અને તું કહે છે કે, આને ભોગવું. અરે..! ભારે વાતું, ભાઈ! આહાહા...! ખેદ છે. “જો તું કહે કે પરદ્રવ્યના ઉપભોગથી બંધ થતો નથી એમ સિદ્ધાંતમાં કહ્યું છે માટે ભોગવું છું તો શું તને ભોગવવાની ઇચ્છા છે ? કામચારી. ઇચ્છા છે? આહાહા...! “જ્ઞાનરૂપ થઈને વસ..” “ભોગવવાની ઇચ્છા છે? જ્ઞાનરૂપ થઈને વસ (-શુદ્ધ સ્વરૂપમાં નિવાસ કરી,... આહાહા.! વિશેષ કહેવાશે... (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ!) પ્રવચન નં. ૨૯૯ શ્લોક-૧૫૧, ૧૫ર શનિવાર, ભાદરવા સુદ ૧૦, તા. ૦૧-૦૯-૧૯૭૯ હિન્દી ચાલશે, હિન્દી ભાઈઓ આવ્યા છે. આ દસલક્ષણી પર્વનો છઠ્ઠો દિવસ છે. સુગંધ દસમી કહે છે ને? મૂળ તો સંયમ છે. છઠ્ઠો સંયમ ધર્મ શું છે તે કહે છે. જેનું ચિત્ત જીવોની દયાથી ભીંજાયેલું છે. સંયમ અલૌકિક ચીજ છે, ભગવાન! આહા...! અને ઇર્યા, ભાષા, એષણા એવી પાંચ સમિતિને પાવન કરનાર છે, એવા મુનિને ષટ્કાયિક જીવોની હિંસાનો, ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ છે. તેને જ ગણધર આદિ દેવ સંયમ કહે છે. આહાહા! હવે સંયમ શું ચીજ છે? આચાર્ય કહે છે કે, પ્રથમ તો સંસારરૂપી ગહન વનમાં ભ્રમણ કરતા... અનાદિ ચોરાશી લાખ યોનિમાં અનંત અનંત અવતાર કર્યા. આહા.! એ ભ્રમણ કરતા પ્રાણીઓને મનુષ્ય થવું જ અત્યંત કઠણ છે. આહાહા...! અનાદિ અનંત સંસાર, નરક, નિગોદના એવા અનંત ભવ કર્યા એમાં અનંતકાળે મનુષ્યપણું મળવું કઠણ છે. છે? પરંતુ કોઈ કારણે મનુષ્યભવ પ્રાપ્ત પણ થઈ જાય તો ઉત્તમ જાતિ મળવી, બ્રાહ્મણ, ક્ષત્રિય આદિમાં અવતાર થવો તે પણ દુર્લભ છે. કોઈ પ્રબળ ઉદય યોગે ઉત્તમ જાતિ પણ મળી જાય, અરિહંત ભગવાનના વચનોનું શ્રવણ થવું. ત્રિલોકનાથ તીર્થંકરદેવ પરમેશ્વર, તેમની વાણી શ્રવણ થવી એ દુર્લભ છે. આહા.! એ પણ મળ્યું, કદાચિત્ તેમનું શ્રવણ પણ સ્વભાવિકપણએ પ્રાપ્ત થઈ જાય તો સંસારમાં અધિક જીવન મળતું નથી. અધિક જીવન પણ મળે તો સમ્યગ્દર્શન... આયુષ્ય લાંબુ મળે તે પણ દુર્લભ છે અને તેમાં સમ્યગ્દર્શન દુર્લભ છે, પ્રભુ! Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ આહાહા..! આત્મા રાગથી ભિન્ન પડી નિજ આત્માનો અનુભવ કરીને પ્રતીતિ કરવી એ સમ્યગ્દર્શન મહાદુર્લભ છે. સમજાણું? સંયમ તો પછી કહેશે. હજી તો સમ્યગ્દર્શન દુર્લભ છે. આહાહા...! ભગવાન આત્મા ધ્રુવ સચ્ચિદાનંદ પ્રભુ, પૂર્ણ આનંદકંદ આત્મા, તેની અંતર સન્મુખ થઈ તેની પ્રતીતિ અને જ્ઞાન અંતરમાં થવા અને તેમાં આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવવો તેનું નામ સમ્યગ્દર્શન છે. આવી વાત છે, પ્રભુ! તારી બલિહારી છે અંદર, ભાઈ! તારું અંતર સ્વરૂપ ભગવાન અતીન્દ્રિય આનંદનો સચ્ચિદાનંદ પ્રભુ છે. તેનું સમ્યગ્દર્શન હજી, હોં! ધર્મની પહેલી સીડી, ધર્મની પહેલી શ્રેણી, તે સમ્યગ્દર્શન. આયુષ્ય લાંબુ મળ્યું, નિરોગતા થઈ, મનુષ્યપણું મળ્યું, સાંભળવા મળ્યું પરંતુ સમ્યગ્દર્શન દુર્લભ ચીજ છે. અનંતકાળમાં પરિભ્રમણ કરતા, “મુનિવ્રત ધાર અનંત ઐર રૈવેયક ઉપાયો પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો’ ‘છ ઢાળામાં આવે છે. “મુનિવ્રત ધાર...” દિગંબર મુનિ થઈને અઠ્યાવીસ મૂળગુણ લીધા, હજારો રાણીઓનો ત્યાગ કર્યો. “મુનિવ્રત ધાર અનંત બૈર રૈવેયક ઉપજાયો ગ્રીવાના સ્થાને રૈવેયક છે. પુરુષાકારે આ બ્રહ્માંડ છે ને? ચૌદ રાજુલાક પુરુષાકારે છે. ગ્રીવામાં–ગ્રીવાના સ્થાનમાં નવ રૈવેયક છે. ત્યાં અનંત વાર ઉપજ્યો. પંચ મહાવ્રત, અઠ્યાવીસ મૂળગુણ પાળીને શુક્લ લેગ્યાથી (ત્યાં ગયો) પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત ન કર્યું. આહા...! “આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયા' આત્મા આનંદ સ્વરૂપ ભગવાન. આહા..! શ્રેણિક રાજા ગૃહસ્થાશ્રમમાં રાજમાં હતા છતાં ક્ષાયિક સમકિત હતું. આહા.! એમાં તીર્થકરગોત્ર બાંધતા હતા પરંતુ નરકનું આયુષ્ય બંધાઈ ગયું હતું એટલે નરકમાં ગયા છે પણ છે ક્ષાયિક સમકિત. આહાહા...! અને ત્યાં પણ સમયે સમયે તીર્થકરગોત્રનો બંધ કરે છે. નરકમાં પણ. એ સમ્યગ્દર્શનનો પ્રતાપ છે. એ સમ્યગ્દર્શન ભાઈ! કોઈ અલૌકિક ચીજ છે. લોકો બહારથી માને કે અમે દેવ-ગુરુ-શાસ્ત્રને માનીએ છીએ, નવ તત્ત્વના ભેદને માનીએ છીએ, એ સમ્યગ્દર્શન, એ સમ્યગ્દર્શન નહિ. એ અહીં કહે છે, આહા! સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થવી અતિ કઠણ છે. સ્વસ્વરૂપ પરમાત્મ સ્વરૂપ અંદર, જિનચંદ્ર ભગવાન જિનચંદ્ર છે. આહાહા.! વીતરાગસ્વરૂપે ભગવાનઆત્મા અંદર બિરાજે છે. તેની સન્મુખ થઈને પરથી વિમુખ થઈ, નિમિત્તથી, સંયોગથી, રાગથી, પર્યાયથી પણ વિમુખ થઈને... આહા...! અંતર પરમાનંદ સ્વરૂપ પ્રભુ, તેની સન્મુખ થઈને જે પ્રતીતિ–સમ્યગ્દર્શન, અનુભવ થવો એ અપૂર્વ ચીજ છે. એ અનંતકાળમાં પ્રાપ્ત નથી કર્યું. બહારની ક્રિયાકાંડ કરી, દયા ને વ્રત ને તપ ને ભક્તિ, એ તો બધું પુણ્ય છે, રાગ છે. આહાહા.! એ કોઈ ધર્મ નથી, ધર્મનું કારણ પણ નથી. સૂક્ષ્મ વાત છે, ભગવાન! આહાહા..! Page #409 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૫૧ ૩૯૫ અહીંયાં કહે છે કે, અંતર સ્વરૂપ શુદ્ધ ચૈતન્યઘન, પરમાનંદની મૂર્તિ પ્રભુ છે, અંદર એવો અનાદિથી છે. તેની સન્મુખ થઈને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ (કરવી). કાલે આવ્યું હતું. છેલ્લું કહ્યું હતું, ‘લાલચંદભાઈ’! છેલ્લો વીસમો બોલ. પ્રવચનસાર’ અલિંગગ્રહણનો (વીસમો બોલ). આહા..! ભગવાન! તેં જે ધ્રુવ સ્વરૂપ ભગવાન, ધ્રુવ નિત્યાનંદ પ્રભુ, એ ઉ૫૨ જો તારી દૃષ્ટિ ગઈ તો પર્યાયમાં આનંદ આવ્યા વિના રહે નહિ. આહાહા..! એ અતીન્દ્રિય આનંદની વાત છે, હોં! ઇન્દ્રિયના વિષય તો દુઃખ છે, રાગ છે, ભિખારાવેડા, ભિખારી છે. પરમાંથી મને સુખ મળશે, ઇન્દ્રિયથી, વિષયથી (મને સુખ મળશે એમ માનના૨) ભિખારી છે. ભગવાન! બાદશાહ અંદર આનંદનો નાથ પ્રભુ, આહાહા..! તેની સન્મુખ થયો, ધ્રુવને ધ્યાનમાં લીધો તો પર્યાયમાં આનંદ આવ્યા વિના રહે નહિ. માટે એ ધ્રુવના લક્ષનું ફળ આનંદ છે. આહાહા..! છેલ્લો બોલ એ વાંચ્યો. આહાહા..! શું કહ્યું? પ્રભુ! આત્મામાં જે સમ્યગ્દર્શન થાય છે, ધ્રુવ ભગવાન નિત્યાનંદ પ્રભુ ધ્રુવ, એ ધ્રુવ ઉપર જ્યારે દૃષ્ટિ જાય છે ત્યારે પર્યાયમાં આનંદ આવ્યા વિના રહેતો નથી. માટે ત્યાં વીસમા બોલમાં કહ્યું કે, આનંદનો અનુભવ એ આત્મા છે. જે અનાદિથી રાગ અને દ્વેષનો અનુભવ છે એ તો દુઃખનો અનુભવ છે. આહાહા..! ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામનો અનુભવ એ રાગ છે અને દુઃખ છે. અર.........! પ્રભુ! માર્ગ જુદા છે, ભાઈ! ત્રણલોકનો નાથ તીર્થંકરદેવનો પોકાર છે. આહા..! કે જેને ધ્રુવ ધ્યાનમાં આવ્યો, જેની દૃષ્ટિ ધ્રુવ ઉ૫૨ આવી તેની પર્યાયમાં આનંદ આવ્યા વિના રહે નહિ, તેથી આનંદ તે આત્મા છે. આહાહા..! રાગ એ આત્મા નહિ, એ તો અનાત્મા છે. એ અહીંયાં કહે છે કે, સમ્યગ્દર્શન, આહા..! છઠ્ઠો (ધર્મ) છે ને? અહીં આવ્યું છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થવી અતિ કઠણ છે. જો કોઈ પુણ્યના યોગે, આહાહા..! અખંડ નિર્મળ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ પણ થઈ જાય, અંતરના આલંબનથી.. આહાહા..! જો (સમ્યગ્દર્શન પણ પ્રાપ્ત થઈ જાય) તો સંયમ ધર્મ વિના, સંયમ વિના મુક્તિ નથી. એકલા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાનથી મુક્તિ નથી. સમ્યગ્દર્શન, જ્ઞાન પ્રાપ્ત કર્યાં પછી સંયમ વગ૨ સ્વર્ગ અને મોક્ષરૂપી ફળ દેનાર ન થઈ શકે. માટે તે બધાની અપેક્ષાએ સંયમ અતિ પ્રશંસનીય છે. પણ એ સંયમ કોને કહીએ, પ્રભુ! બહારનો ત્યાગ કર્યો એ સંયમ નહિ. આહાહા..! અંતર ભગવાનઆત્માનો અંદરમાં શુદ્ધ અનુભવ થઈને, આનંદનો અનુભવ થઈને સમ્યગ્દર્શન થયું પછી સ્વરૂપમાં લીનતા કરવી. આહાહા..! અતીન્દ્રિય આનંદના ભોજન કરવા, આહાહા..! આવી વાત છે. તેનું નામ ભગવાન સંયમ કહે છે. સંયમ’ શબ્દ પડ્યો છે ને? સંયમ. સંમ્ એટલે સમ્યગ્દર્શનપૂર્વક, અંતરના અનુભવપૂર્વક. સંમ્ યમ. યમ નામ અંતર લીન થવું. આહાહા..! એવા સંયમધર્મનો, સુગંધ દસમીનો આજે છઠ્ઠો દિવસ છે. દુર્લભ ચીજ છે. Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ હવે આપણે ચાલતો અધિકાર. “સમયસાર, ૧૫૧મો શ્લોક ચાલ્યો છે, તેનો ભાવાર્થ. ૧૫૧ જે કળશ છે ને કળશ? તેનો ભાવાર્થ. છે? ભાવાર્થ :- “જ્ઞાનીને... આહાહા...! જેને અતીન્દ્રિય આનંદનો અનુભવ, સ્વાદ આવ્યો એવા ધર્મીને, સમકિતીને, જ્ઞાનીને ‘કર્મ તો કિરવું જ ઉચિત નથી.” કોઈ પ્રકારે પરના કાર્ય અને રાગ કરવો એ ઉચિત નથી. આહાહા...! ઝીણી વાત છે, પ્રભુ આહાહા. ધર્મીને, ધર્મી એને કહીએ કે જેને અતીન્દ્રિય આનંદનો અંતરમાં સમ્યગ્દર્શનમાં આનંદનો સ્વાદ આવ્યો હોય. આહાહા..! એ ધર્મીને. ધર્મી એટલે દ્રવ્ય સ્વભાવ જે ત્રિકાળ છે તેની અનુભવમાં દૃષ્ટિ થઈ તે જ્ઞાની, તે ધર્મી (છે). ધર્મી એટલે બાહ્યની ક્રિયાકાંડ કરે ને પૂજા ને ભક્તિ (કરે) માટે ધર્મી છે, એમ નથી. સૂક્ષ્મ વાત છે, ભગવાના નવમી રૈવેયક અનંતવાર (ગયો). સમ્યગ્દર્શન વિના ક્રિયાકાંડ એવી કરી કે ચામડા ઉતરડીને ખાર છાંટે તોય ક્રોધ ન કરે. પરંતુ સમ્યગ્દર્શન વિના એ નિરર્થક છે. આહાહા.! અહીં કહે છે, “જ્ઞાનીને.” જેને જ્ઞાનસ્વરૂપ ભગવાનનું જ્ઞાન થયું. જ્ઞાનસ્વરૂપ ભગવાન, જ્ઞાનનો પંજ, જ્ઞાનનો પુંજ, જ્ઞાનનો ગંજ, જ્ઞાનનો ઢગલો, તેનું જેને સન્મુખ થઈને જ્ઞાન થયું. આહાહા. શાસ્ત્રજ્ઞાન આદિ થાય એ કંઈ નહિ. આહાહા.! શાસ્ત્રજ્ઞાન થયું એ કંઈ જ્ઞાન નથી. અંતર ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ, એ જ્ઞાયકભાવથી ભરેલો પ્રભુ, આહા...! વાતું બહુ આકરી, ભાઈ! એ જ્ઞાયકભાવની અંતરમાં સન્મુખ થઈને પ્રતીતિ કરીને આનંદનો સ્વાદ અંદર આવવો તેનું નામ જ્ઞાની અને ધર્મી કહેવામાં આવે છે. જ્ઞાનીને કર્મ તો કરવું જ ઉચિત નથી.” તેણે તો રાગ કે, પરનું કાર્ય તો કરી શકતો નથી પણ રાગનું કાર્ય પણ કરવું એને ઉચિત નથી. આહાહા! ઝીણી વાત છે, પ્રભુ! આહા...! આચાર્યો તો ભગવાન તરીકે બોલાવે છે. “સમયસાર’ ૭ર ગાથા. ભગવાન આત્મા! આહાહા...! શ્રોતાઓને પોકાર કરીને આચાર્ય એમ બોલાવે છે, ભગવાન આત્મા. એ પુણ્ય અને પાપના (ભાવ) અશુચિ-મેલ છે તેનાથી ભગવાન ભિન્ન છે. આહાહા..! એ પુણ્ય અને પાપના જે ભાવ છે, દયા, દાનાદિ એ જડ છે. ભગવાન ચૈતન્યનો તેમાં અંશ નથી. અર..ર..! આવી વાતું ભારે આકરી પડે. શુભ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ જડ છે. જડનો અર્થ ચૈતન્ય જ્ઞાનાનંદ સ્વભાવનો તેમાં અંશ નથી. રાગ છે એ તો આંધળો છે. આહાહા...! ભગવાનઆત્મા તો પ્રકાશની મૂર્તિ છે. એ પ્રકાશની મૂર્તિનું ભાન થવું તેને રાગ જે અંધકાર તે કરવો ઉચિત નથી. આહાહા.! ભારે વાત, ભાઈ! “જો પરદ્રવ્ય જાણીને પણ તેને ભોગવે...” રાગાદિ ને પરસ્ત્રી આદિને પરદ્રવ્ય જાણીને ભોગવવાનો ભાવ કરે તો એ યોગ્ય નથી.” એ ધર્માને લાયક નથી. આહાહા...! ભોગવવા લાયક તો ભગવાન આત્મા છે. તેને છોડીને ધર્મી નામ ધરાવીને પર, સ્ત્રી આદિ અને રાગના ભોગમાં સુખ માને તો એ ધર્મી નથી. આહાહા! બહુ આકરું કામ છે. જેને ભગવાનઆત્મામાં આનંદ સ્વરૂપનું ભાન થયું), આનંદનો પૂંજ છે એવો અનુભવ Page #411 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૫૧ ૩૯૭ થયો તેને રાગમાં મજા અને બહા૨માં મજા દેખાતી નથી. આહા..! ઇન્દ્ર છે, શક્રેન્દ્ર છે, સમિકતી છે, અનુભવી છે, કરોડો અપ્સરાઓ છે પણ (તેમાં) સુખબુદ્ધિ નથી. રાગ આવે છે તો કાળો નાગ જોવે છે. અરે......! અમે આ કયાં ચીજ (છીએ)? સમજાણું? નિર્જરાનો અધિકાર છે ને? જેને આત્માનું જ્ઞાન અને અનુભવ થયો તેને રાગની મીઠાશથી રાગ કરવો એ છે નહિ. ૫૨ની ક્રિયા, ભોગની તો હોતી નથી પણ રાગનું કરવું એ પણ તેની ઇચ્છાની, અભિલાષાથી રાગને કરવું છે નહિ. આહાહા..! ઝીણી વાત છે, પ્રભુ! પદ્રવ્યના ભોગવનારને તો જગતમાં ચોર કહેવામાં આવે છે,..' આહાહા..! શરીર, સ્ત્રી, પૈસા-લક્ષ્મીને ભોગવવા એ તો ચોર છે. પોતાની ચીજને છોડીને ૫૨ચીજને ભોગવવી એ તો ચોર છે. અરે.....! આ શું પણ? સમજાણું? અન્યાયી કહેવામાં આવે છે.' આહાહા..! નિજ દ્રવ્ય છોડીને પદ્રવ્યને ભોગવવા એ અન્યાય ને ચોર કહેવામાં આવે છે. આહાહા..! અંદર આચાર્યોની ભાષા તો જુઓ! સંતો દિગંબર મુનિઓ આત્માના ધ્યાનમાં મસ્ત છે. વિકલ્પ આવ્યો ને ટીકા થઈ ગઈ. એ વિકલ્પના પણ કર્તા નથી. આહા..! ટીકાની અક્ષરની અવસ્થા છે, તેના તો કર્તા નથી, એ તો જડની પર્યાય છે. આહાહા..! કહે છે, ધર્મીને પરદ્રવ્યને ભોગવવું ખરેખર અન્યાય અને ચોર છે. વળી ઉપભોગથી બંધ કહ્યો નથી...' સિદ્ધાંતમાં કહ્યું છે કે, જ્ઞાનીને ઉપભોગથી બંધ નથી, તો શાની ઇચ્છા વિના ૫૨ની બળજોરીથી ઉદયમાં આવેલાને...' આહાહા..! પોતાની ભાવના નથી પણ રાગ આવ્યો, કર્મના નિમિત્તને વશ થઈને રાગ આવ્યો, આહા..! એ પરની બળજોરીથી ઉદયમાં આવેલાને ભોગવે...’ છે. આહા..! ગધેડા ઉપર બેસાડે અને પછી ચલાવે તો ત્યાં બેસનારને એમાં ખુશી છે? સમજાણું? ‘દિલ્હી'માં કે બીજા કોઈ ગામમાં એવું બન્યું હતું. છોકરો કન્યા પરણવા ગયો, એવા લગ્ન પ્રસંગમાં કન્યાને આવવાનો સમય થયો તો તેણે માગણી કરી કે, આટલા પૈસા, આટલું ફલાણું આટલું આટલું (જોઈશે) અને (સામે) ગરીબ સાધારણ ઘર. હવે આટલી માંગણી કરી તો ગામના જુવાનિયાઓ ગધેડો લાવ્યા, ગધેડો અને તેને બેસાડીને ગામમાં ફેરવ્યો. માળા, ગધેડા જેવા, એની પાસે એટલા પૈસા નથી ને તું માંગે છો. તો એ ગધેડા ઉપર બેઠો એમાં ખુશી હશે! જુવાન છોકરાઓએ કરેલું. આ બન્યું છે. જુવાન છોકરો હતો, બહુ જોર કર્યું કે આટલા પૈસા લાવો, આટલું લાવો, એક હાર્મોનિયમ લાવો, એક ફલાણું લાવો, આટલા પૈસા લાવો, આટલા દાગીના લાવો. હવે ઘર સામાન્ય હતું એમાં આટલી માંગણી (કરી). જુવાનિયાઓએ ભેગા થઈને ગધેડા ઉપર બેસાડ્યો અને ગામમાં ફેરવ્યો. એમ અહીંયાં આત્મામાં અંદર રાગ આવ્યો. આહાહા..! એ ગધેડા ઉપર બેસનાર જેમ રાજી નથી, એમ (જ્ઞાની) રાગને કરવામાં રાજી નથી. સમજાણું? ભાઈ! માર્ગ જુદો છે. આ તો અલોકિક ચીજ છે. તીર્થંકર જિનેશ્વરદેવ ત્રિલોકનાથ મહાવિદેહમાં બિરાજે છે. પરમાત્મા સીમંધરસ્વામી’ Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ પાંચસો ધનુષનો દેહ છે, કરોડ પૂર્વનું આયુષ્ય છે, ભગવાન બિરાજે છે. આ કુંદકુંદાચાર્ય ત્યાં ગયા હતા, ત્યાંથી આ સંદેશા લાવ્યા. આહા! પોતે અનુભવી, સમિકતી મુનિ સંત અંતર આતમજ્ઞાની હતા પણ ત્યાં ગયા હતા તો વિશેષ નિર્મળ જ્ઞાન થયું અને આવીને આ શાસ્ત્ર બનાવ્યા કે ભગવાનનો આ સંદેશ છે. અહીંયાં પણ પતિ કે પિતા બહાર ગયા હોય અને પાછા આવ્યા હોય તો કહે, મારી માટે શું લાવ્યા? એમ ભગવાન પાસે ગયા હતા. તો અહીંના મનુષ્યો કહે છે, પ્રભુ! ત્યાંથી આપ શું લાવ્યા? કે, આ લાવ્યો. જેને આત્માનો ધર્મ, દૃષ્ટિ પ્રગટ થઈ તે ધર્મી ભલે ગૃહસ્થાશ્રમમાં હો, ચક્રવર્તીના રાજ હો, આહાહા.! છતાં એ રાગ પોતાની ભાવના વિરુદ્ધ બળજરીથી આવે છે, પોતાની નબળાઈથી (આવે છે). તે બળજોરીથી ઉદયમાં આવેલાને ભોગવે...” છે. ત્યાં તેને બંધ કહ્યો નથી.” જ્ઞાનીને રાગ આવે છે, તેનો સ્વામી નથી, તેની મીઠાશ નથી તો તેને બંધ કહ્યો નથી. અલ્પ બંધ અને સ્થિતિ થાય છે તેને ગૌણ કરીને બંધ કહ્યો નથી. આહાહા...! ચૈતન્ય ભગવાન ઉપર આરૂઢ છે, આહાહા...! પૂર્ણાનંદનો નાથ પ્રભુ અંદર આત્મા, એ ચૈતન્યમાં આરૂઢ છે તેને રાગમાં આરૂઢ થવું એ ઠીક પડતું નથી પણ પરાધીનપણે આવે છે, ભોગવે છે (તેની) નિર્જરા થઈ જાય છે. આહાહા...! ઝીણી વાત, બાપુ વીતરાગ માર્ગ, જિનેશ્વરમાર્ગ એવો માર્ગ બીજે ક્યાંય છે નહિ. વીતરાગ સિવાય ક્યાંય છે નહિ. બધાએ કલ્પનાથી ધર્મ મનાવ્યો છે. આ તો ત્રણલોકનો નાથ જિનેશ્વર વીતરાગ પરમાત્મા, એમણે ત્રણકાળ ત્રણલોક જોયા અને જેવુ વસ્તુનું સ્વરૂપ હતું તેમ જાણ્યું અને તેને કહ્યું. પ્રભુ! જ્યાં સુધી રાગની મીઠાશનો ભાવ તને છે ત્યાં સુધી તું મિથ્યાદૃષ્ટિ છે. અને રાગથી ભિન્ન નિજ સ્વભાવના આનંદની મીઠાશ આવી તો તેને રાગનો સ્વાદ ઝેર જેવો લાગે છે. આહાહા.! જેણે દૂધપાકનો સ્વાદ લીધો, એને કાળીજીરીનો સ્વાદ. કાળીજીરી હોય છે ને? કડવી. કડવી. શું કહે છે? કાળીજીરી કહે છે? કડવી ઝીણી (હોય). તેનો સ્વાદ મીઠો નથી લાગતો. એમ ધર્મીજીવ, જેને આત્માનો અનુભવ અને ધર્મદષ્ટિ થઈ છે, સમ્યગ્દર્શન થયું છે, આહાહા...! અને ન હો તો પ્રથમ એ કરવું, એ છે. સમજાણું? સમકિતદૃષ્ટિને સિદ્ધાંતમાં ભોગને બંધનું કારણ નથી કહ્યું. તેનું કારણ એ છે કે, એ રાગની અંદર ભાવના નથી. રાગ તો બળજોરીથી ઉદયથી આવે છે પણ તેની મીઠાશ નથી, તેની સુખબુદ્ધિ તેમાં નથી, રાગમાં સુખબુદ્ધિ નથી. આહાહા. જો પોતે ઇચ્છાથી ભોગવે....” ઇચ્છા કરીને ભોગવે), કામાચારી આવ્યું હતું ને? કળશમાં કામાચારી (આવ્યું હતું. ઇચ્છાથી ભોગવે તો તો મિથ્યાષ્ટિ છે. “પોતે અપરાધી...' છે. આહાહા...! “ત્યાં બંધ કેમ ન થાય?’ ઇચ્છાથી, મીઠાશથી રાગને, વિકારને, ભોગને ભોગવે તો તેને મિથ્યાત્વનો બંધ કેમ ન થાય? આહાહા...! સમજાણું? અને સમ્યગ્દષ્ટિને તો મીઠાશ છે નહિ. નિજ ચૈતન્યની મીઠાશ આગળ રાગની મીઠાશ ઝેર જેવી દેખાય છે, કાળો નાગ આવે ને જેમ ભાગે (તેમ છે). આહા.! Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ શ્લોક–૧૫ર રાગ છે, જ્યાં સુધી વીતરાગ ન થાય તો ધર્મીને પણ રાગ આવે છે, પણ રાગ આવ્યો તો કાળા નાગ જેવો દેખાય છે. અરે...! આ ઝેર, આ શું? મારી ચીજ ભિન્ન છે. તો નિજ ચીજની મીઠાશ આગળ રાગની ભાવનાથી મીઠાશથી ભોગ ભોગવતા નથી. આહાહા...! આવો માર્ગ છે. ૧૫ર. ૧૫૧ (શ્લોક પૂરો) થયો ને? ૧૫ર. ©, G O , , ૦ ૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ શ્લોક–૧પર) (શાર્દૂનવિક્રીડિત) कर्तारं स्वफलेन यत्किल बलात्कमैव नो योजयेत कुर्वाणः फललिप्सुरेव हि फलं प्राप्नोति यत्कर्मणः। ज्ञानं संस्तदपास्तरागरचनो नो बध्यते कर्मणा कुर्वाणोऽपि हि कर्म तत्फलपरित्यागैकशीलो मुनिः ।।१५२।। હવે આગળની ગાથાની સૂચના રૂપે કાવ્ય કહે છે - શ્લોકાર્ધ - [ ય વિન વર્ષ વ વર્તાર સ્વરુન વતી નો યોગયેત ] કર્મ જ તેના કર્તાને પોતાના ફળ સાથે બળજરીથી જોડતું નથી કે તું મારા ફળને ભોગવ), [ નિg: ટિ વુર્વાણ: વર્મળ: યત્ છન્ન પ્રાપ્નોતિ ] ફળની ઇચ્છાવાળો જ કર્મ કરતો થકો કર્મના ફળને પામે છે; [ જ્ઞાનં સન્ ] માટે જ્ઞાનરૂપે રહેતો અને [ તત્પ રત-પાવનઃ ] જેણે કર્મ પ્રત્યે રાગની રચના દૂર કરી છે એવો [ મુનિ: ] મુનિ, [ ત-ન-પરિત્યાક-શીત ] કર્મના ફળના પરિત્યાગરૂપ જ જેનો એક સ્વભાવ છે એવો હોવાથી, [ વર્ષ M: કપિ રિ ] કર્મ કરતો છતો પણ [ Mા નો વધ્યતે ] કર્મથી બંધાતો નથી. ભાવાર્થ:- કર્મ તો કર્તાને જબરદસ્તીથી પોતાના ફળ સાથે જોડતું નથી પરંતુ જે કર્મને કરતો થકો તેના ફળની ઇચ્છા કરે તે જ તેનું ફળ પામે છે. માટે જે જ્ઞાનરૂપે વર્તે છે અને રાગ વિના કર્મ કરે છે એવો મુનિ કર્મથી બંધાતો નથી. કારણ કે તેને કર્મના ફળની ઈચ્છા નથી.૧૫ર. * કર્મનું ફળ એટલે (૧) રંજિત પરિણામ, અથવા તો (૨) સુખ તરંજિત પરિણામ) ઉત્પન્ન કરનાર આગામી ભોગો. Page #414 -------------------------------------------------------------------------- ________________ જOO સમયસાર સિદ્ધિ ભાગ-૭ શ્લોક-૧૫ર ઉપર પ્રવચન (શાર્દૂલૈવિડિત) कर्तारं स्वफलेन यत्किल बलात्कर्मैव नो योजयेत् कुर्वाणः फललिप्सुरेव हि फलं प्राप्नोति यत्कर्मणः । ज्ञानं संस्तदपास्तरागरचनो नो बध्यते कर्मणा कुर्वाणोऽपि हि कर्म तत्फलपरित्यागैकशीलो मुनिः।।१५२।। શ્લોકાર્થ - ( યત વિત્ત કર્મ વિ વર્તાર સ્વરુનેન વસાત નો રોકત ] કર્મ જ તેના કર્તાને પોતાના ફળ સાથે બળજોરીથી જોડતું નથી... આહાહા...! કર્મનો ઉદય આવ્યો તો તેને બળજોરીથી રાગ કરાવતો નથી. પોતાના પુરુષાર્થની કમી છે તો તેને કારણે રાગ થાય છે, પરથી થતો નથી. આહાહા.! કે તું મારા ફળને ભોગવ)...” એમ કર્મ નથી (કહેતા). [પ્રતિ: પવ હિ દુર્વાણ: વર્મM: યત નં પ્રશ્નોતિ ફળની.... કર્મનું ફળ (એટલે) રંજિત પરિણામ. શું કહે છે? જરી સૂક્ષ્મ વાત છે. રાગનો રસ ચડવો, રાગનો રસ આવવો રાગમાં રંગાઈ જવું એ કર્મનું પરિણામ છે, એ પરિણામ જ્ઞાનીને હોતા નથી. આહાહા...! કર્મનું ફળ રંજિત પરિણામ. છે નીચે? રાગમાં રંગાવું, રંજિત પરિણામ એ ધર્મીને હોતા નથી. જેને આત્માનો રંગ ચડ્યો, આહાહા...! ભગવાન આત્માનો રંગ ચડ્યો તેને રાગનો રંગ હોતો નથી. આહાહા...! એક મ્યાનમાં બે તલવાર રહેતી નથી. આહાહા...! આ તો પ્રથમ હજી સમ્યગ્દર્શનની વાત છે, ભગવાન સમ્યગ્દર્શન પછી સંયમ તો કોઈ અલૌકિક ચીજ છે. આહાહા...! આ તો અત્યારે તો સમ્યગ્દર્શનના ઠેકાણા નથી. આહાહા...! અને વ્રત ને તપ (કરવા) એ તો બધા એકડા વિનાના મીંડા છે. આહા...! અહીં તો પ્રથમ કહે છે, પ્રભુ “ફળની ઈચ્છાવાળો જ કર્મ કરતો થકો કર્મના ફળને પામે છે;” પણ કર્મના ફળનો અર્થ રાગમાં રંજિત થઈ જવું, રાગનો રંગ ચડવો. આહાહા....! “સુખ (–રંજિત પરિણામ) ઉત્પન્ન કરનારા આગામી ભોગો.” આહા! મને સુખ થશે, રાગ આવ્યો તો મને સુખ થયું, એ તો મિથ્યાષ્ટિ છે. આહા.! એ ફળની ઇચ્છાવાળો જ કર્મ કરતો થકો...” રાગ કરવો એ ફળની ઇચ્છા છે કે તેનું કોઈ ફળ મળે, તેવા ફળની ઇચ્છાવાળાને રાગકર્તા કહેવામાં આવે છે. કર્મના ફળને પામે છે, માટે જ્ઞાનરૂ૫ રહેતો...” આત્મા જ્ઞાન અને આનંદરૂપ છે એવી દૃષ્ટિ સમ્યક્ થઈ તો ધર્મી તો જ્ઞાનરૂપ રહેતો થકો, રાગરૂપ થતો નથી. આહાહા...! અરે.! આવો માર્ગ. એ માર્ગ વીતરાગ જૈન પરમેશ્વરે કહ્યો છે. એવું બીજે Page #415 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૫૨ ૪૦૧ કયાંય, બીજા માર્ગમાં છે નહિ. આહા...! એ પામવું અલૌકિક છે, ભાઈ! કહે છે, જેણે કર્મ પ્રત્યે રાગની રચના દૂર કરી છે. આહાહા.! જ્ઞાનમાં રહેવું, એમ કહ્યું ને? “જ્ઞાનરૂપ રહેતો...” એટલે શું? શાસ્ત્રજ્ઞાન નહિ. અંદર જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાતાદ્રષ્ટા, એ જ્ઞાતા-દષ્ટામાં રહેતો થકો. આવી વાતું લોકોને મોંઘી પડે. (એટલે) પછી લોકોએ બહારમાં ચડાવી દીધા. મૂળ ચીજ નહિ ને ચડાવી દીધા, વ્રત કરો ને અપવાસ કરો ને પૂજા કરો, ભક્તિ કરો) એ ધર્મ. એ તો અનંતવાર કર્યું. પ્રભુ એ ધર્મ નથી, એ તો રાગની ક્રિયા છે. આહાહા.! સમજાણું કાંઈ? અહીં તો પરમાત્મ સ્વરૂપ, જેને અંતરદૃષ્ટિમાં સમ્યગ્દર્શનમાં ભાસ્યું.... ઓહો...! નિજ સ્વરૂપમાં જેણે પ્રવેશ કર્યો, અનાદિથી જે રાગમાં પ્રવેશ હતો એ અંતર આનંદસ્વરૂપ ભગવાન આત્મા, તેમાં જેણે પ્રવેશ કર્યો, ત્યાં નિવાસ કર્યો. આહાહા.! જ્ઞાન સ્વભાવમાં તે રહે છે, ધર્મી રાગભાવમાં રહેતા નથી. આહાહા...! આવી વાતું હવે મોંઘી લાગે. બાપુ! માર્ગ તો આ છે, ભાઈ! બીજી રીતે કહેશે તો છેતરાઈ જશે. ભવ ચાલ્યો જશે, પ્રભુ! અને પછી આવો મનુષ્યભવ મળવો મુશ્કેલ છે, નાથ! આહા.! પ્રભુ તું કોણ છો? આહાહા! તો જ્ઞાન ને આનંદ સ્વરૂપ, એ જ્ઞાનસ્વભાવ, હોં! એ જ્ઞાનસ્વભાવ (એટલે) શાસ્ત્રનું જ્ઞાન નહિ. અહીં તો જ્ઞાનસ્વભાવ પુંજ. જેમ સાકર ગળપણસ્વરૂપ (છે), એમ ભગવાન જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન જેનું રૂપ છે, જ્ઞાન જેનું સ્વરૂપ છે, જ્ઞાન જેનો સ્વભાવ છે, જ્ઞાન જેની શક્તિનું સત્ત્વ છે. સત્ત્વ કેમ કહ્યું? સત્ જે છે તેનું આ જ્ઞાન સત્ત્વ છે. આહાહા...! અરે.રે...! એ ચીજની જેને દૃષ્ટિ થઈ તો કહે છે, જ્ઞાની તું જ્ઞાનમાં રહે, રાગમાં આવીશ નહિ. આહાહા...! ચોથે ગુણસ્થાને, હોં! સમ્યગ્દષ્ટિા કહે છે, પ્રભુ! તું જ્ઞાનમૂર્તિ છો ને, નાથ! તો જ્ઞાનનું તને ભાન થયું તેને જ્ઞાનસ્વરૂપ કહ્યું, ત્યાં રહે ને. આહાહા...! આવો ઉપદેશ હવે. હૈ? માર્ગ આવો છે, ભાઈ! આહાહા...! એને જ્ઞાનમાં તો પહેલું નક્કી કરવું પડશે કે નહિ? કે, માર્ગ તો આ છે. આહાહા...! એ વિના જન્મ-મરણના ઉદ્ધાર પ્રભુ નહિ થાય. આહા...! અહીં કહે છે, માટે...” માટે શું? જ્ઞાયક સ્વરૂપ ભગવાન આનંદ પ્રભુ, તેની દૃષ્ટિ થઈ તો તેને ભાવનાથી રાગ કરવો એ છે નહિ. તો રાગનું કરવું છે નહિ તો કયાં રહેવું? જ્ઞાનમાં રહે ને. તારું સ્વરૂપ ધામ પડ્યું છે ને. “સ્વયં જ્યોતિ સુખધામ” ભગવાન સ્વયં જ્યોતિ, ચૈતન્યજ્યોતિ, ચૈતન્યના પૂરના, નૂરના પ્રકાશનો પ્રવાહ પડ્યો છે આખો, ધ્રુવ... આહા...! ઝીણી વાતું, ભગવાના આહાહા.! ત્યાં રહેને પ્રભુ! તેં તારું ધામ જોયું છે ને. આહાહા.! જ્ઞાનસ્વરૂપ છું, આનંદસ્વરૂપ છું, અરે.. વીતરાગ સ્વરૂપ છે. આત્મા તો અનાદિથી વીતરાગ સ્વરૂપ છે. આહાહા...! એવા વીતરાગ સ્વરૂપની તને દૃષ્ટિ થઈને સમકિત થયું તો હવે ત્યાં રહે ને. રાગ આવે ત્યાં ખસી ન જા. રાગની મીઠાશ તને ન હોવી જોઈએ. આહાહા.! Page #416 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ જ્ઞાનમાં રહેવું જો ખસી ગયું.. ખસી ગયો ને શું કહે છે હિન્દીમાં? હટ ગયા. અમે તો ગુજરાતી છીએ ને. બધું હિન્દુ નથી આવડતું, થોડું થોડું આવડે છે. આહાહા.! અહીં તો શરીરને નેવું વર્ષ થયા, નેવું, સોમાં દસ ઓછા. અમે તો ગુજરાતમાં છીએ, અહીંના છીએ. અહીંયાંથી અગિયાર માઈલ ‘ઉમરાળા' છે. ત્યાંનો જન્મ છે. અમારી દુકાન પાલેજ (છે). આવ્યા છે ને અમારા? હસુ ને “નટુ’. ‘ભરૂચ’ અને ‘વડોદરા વચ્ચે પાલેજ છે. દુકાન ત્યાં હતી. દુકાન હતી ત્યાં નવ વર્ષ રહ્યા. હૈ? મુમુક્ષુ :- હવે દુકાન ક્યાં છે? ઉત્તર :- હવે દુકાન આ છે. પાંચ વર્ષ દુકાન ચલાવી હતી. સત્તર વર્ષથી બાવીસ. સત્રહ કહતે હૈ, ક્યા કહતે હૈં? એક ઔર સાત. સત્તર વર્ષથી બાવીસ, પાંચ વર્ષ દુકાન ચલાવી. દુકાન છે, આ છોકરાઓ આવ્યા છે, મોટી દુકાન છે. મોટી લાખોની પેદાશ છે, અત્યારે. ધૂળની, પાપની દુકાન છે ઈ. આહા.આહાહા...! કહે છે કે, જો તને આત્મજ્ઞાન અને આત્માનું ભાન થયું હોય, પ્રભુ! તો તું આત્માના જ્ઞાનમાં રહે. તું રાગમાં આવીને રાગની મીઠાશ ન કર. આહાહા.! આવો માર્ગ. વીતરાગ. જ્ઞાનમાં વસ. “જ્ઞાનરૂપ રહેતો.” છે ને? જ્ઞાતા-દષ્ટપણે રહેતો થકો. આહા.! કેમકે તારી ચીજ એ જગતચક્ષુ છે. તું તો જગતચક્ષુ-જ્ઞાનસ્વરૂપી છો. તો પરને અને સ્વને જાણવાની તાકાતવાળો તું છો. પરને ભોગવવું એ તારી ચીજમાં છે જ નહિ. આહાહા...! અને પરને કરવું એ પણ તારી ચીજમાં છે નહિ. આહાહા...! અહીં તો હજી સમ્યગ્દર્શનમાં, ચોથા ગુણસ્થાનમાં, આહા! કહે છે કે, પ્રભુ! તને કર્મના નિમિત્તને વશ થઈને નબળાઈથી, બળજોરીથી કોઈ રાગ આવે તો રાગનો ભોગ ન લેતો. રાગના ભોગનો અર્થ મને રાગનો ભોગ છે, એમ નહિ માનતો. તને તો પ્રભુ જ્ઞાનનો ભોગ છે ને. આહાહા...! આવી ચીજ માણસને ઝીણી પડે. લોકોને બહારમાં ચડાવી દીધા. આહા.! મૂળ ચીજ એકડા ન મળે ને મીંડા ચડાવી દીધા. આહા..! આ તો સમ્યગ્દર્શન ત્રણલોકનો નાથ કોને કહે છે એની અહીં તો પહેલી વાત છે. આહાહા.! સમજાણું કાંઈ? માટે જ્ઞાનરૂપ રહેતો.” એટલે? આત્મા જ્ઞાતા-દષ્ટા રહે છે એવું તને ભાન તો થયું ત્યારે તો સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે, ત્યારે જ્ઞાની કહેવામાં આવે છે. ભલે ગૃહસ્થાશ્રમમાં હો, પણ હે જ્ઞાની! તું જ્ઞાનમાં રહે. રાગ આવે છે તેની અંદર નહિ ચાલ્યો જતો. રાગની મીઠાશમાં રાગમાં પ્રવેશ નહિ કરતો. આહાહા..! આવી વાતું છે. તિપસ્વ-રવિન:] જેણે કર્મ પ્રત્યે રાગની રચના દૂર કરી છે... આહાહા...! જ્ઞાનસ્વરૂપી ભગવાન, એક ભજનમાં એવું આવે છે. પ્રભુ તુમ જાણગ રીતિ, સહુ જગત દેખતા હો લાલ.” હે નાથા સર્વજ્ઞ પરમેશ્વર તમે જગતને જુઓ છો. નિજ સત્તાએ શુદ્ધ સહુને પંખતા હો લાલ.” પ્રભુ! અમારી સત્તા, અમારું હોવાપણું તેને આપ શુદ્ધ જુઓ છો. આ ભગવાન અંદર છે. પ્રભુ તુમ જાણગ Page #417 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ શ્લોક–૧૫ર રીતિ હે નાથ! તમારા જ્ઞાનમાં અમારી ચીજ આવે છે તો અમારી ચીજને આપ કેવી જુઓ છો? પ્રભુ! આપ તો અમારી ચીજને શુદ્ધ જુઓ છો. રાગ ને પુણ્ય એ અમારા છે નહિ, એમ આપ તો જુઓ છો. આહાહા..! સમજાણું? આવી વાતું, બાપુ! આહા! સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે અને એ વિના બધું નિરર્થક છે. એકડા વિનાના મીંડા, લાખ મીંડા લખે ને એકડો ન હોય તો મીંડાની કાંઈ કિંમત નથી. અને એક એકડો આવે ને પછી મીંડુ ચડે તો દસ થઈ જાય. એમ સમ્યગ્દર્શન પછી જો સ્થિરતા આવી જાય તો સંગ થઈ જાય. સમજાણું? આહા...! પતિ પાસ્ત-૨Rવન.] જેણે કર્મ પ્રત્યે રાગની રચના દૂર કરી છે. આહાહા...! રાગ આવે છે પણ રાગ રચું, તેનાથી દૂર થઈ ગયો છે. આહાહા...! સમજાણું? ધર્મી રાગની રચના કરતા નથી. એ ધર્મી તો જ્ઞાનની રચના કરે છે. આહાહા.. કેમકે આત્મામાં એક વીર્ય ગુણ પડ્યો છે. આત્મામાં વીર્ય નામનો ગુણ છે. આ વીર્ય રેત છે જેનાથી) દીકરી, દીકરા થાય એ તો જડ છે. આત્મામાં એક વીર્ય નામનો સ્વભાવ, ગુણ છે. એ વીર્યનો ધરનાર ભગવાન, તેની જેને દૃષ્ટિ અને સમ્યગ્દર્શન થયું તો તેની વીર્યની રચના નિર્મળ પર્યાયની રચના કરે છે. એ રાગની રચના નથી કરતા. આહાહા...! પુણ્ય-પાપના અધિકારમાં આવ્યું છે ને? કે, જે રાગમાં રહે છે અને રાગથી ખસીને અંદર જતા નથી તે નપુંસક–પાવૈયા–હીજડા છે. શું કહ્યું? કે, જે દયા, દાન, વ્રત, ભક્તિ આદિ રાગ છે તેમાં ટકયો છે અને તેમાંથી ખસતા નથી, આ બાજુ આવતા નથી, એ નપુંસક છે. કેમકે રાગમાં આત્માની પ્રજા થતી નથી. આહાહા...! જેમ નપુંસકને વીર્ય નથી, નપુંસકને પ્રજા થતી નથી. હીજડા હોય છે ને? પાવૈયા. એમ ભગવાન ત્રિલોકનાથ એમ કહે છે, અંદર તું રાગથી ભિન્નતા નથી કરતો તો નપુંસક છો, પુરુષ નહિ. આહાહા.! પુરુષ તો એને કહીએ, પોતાના ચૈતન્ય સ્વભાવમાં સૂતો, રહેતો પુરુષ પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં આવ્યું છે. પોતાના ચૈતન્ય સ્વભાવમાં સૂવે, રહે તે ચૈતન્ય છે. રાગમાં સૂવે એ તો અચેતન, જડ છે. આહાહા.! આવો માર્ગ છે? જેણે કર્મ પ્રત્યે...” એટલે રાગ. રાગની રચના દૂર કરી છે. આહાહા...! સ્વરૂપ શુદ્ધ ચૈતન્યઘનમાં વીર્ય નામનો એક ગુણ છે, તો સમ્યક દૃષ્ટિમાં જ્યારે આખા દ્રવ્યની દૃષ્ટિ થઈ તો વીર્યગુણની રચના નિર્મળ પરિણતિ કરે એ તેની રચના છે. રાગની રચના કરે એ વીર્ય નહિ, એ સ્વનું વીર્ય નહિ. આહાહા. સ્વનું બળ નહિ. આહાહા.! અરે.રે...! આવો વખત. એ કહ્યું ને? ભાષા ટૂંકી છે પણ અંદર ભાવ ઘણા ભર્યા છે. આહા...! એક જગત” શબ્દ હો તો “જગત” શબ્દ ત્રણ અક્ષરનો છે. જ-ગ-ત. કાનોમાત્રા વિના. છતાં જગત એટલે ચૌદ બ્રહ્માંડ આવી જાય. અનંતા સિદ્ધ (આવી જાય). આહા...! એમ અહીંયાં કહે છે, પ્રભુ તને નિર્જરા ક્યારે થશે? કે જ્યારે જ્ઞાનસ્વરૂપ Page #418 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ભગવાન આત્માનો અનુભવ થયો, ત્યાં રહે, ત્યાંને ત્યાં પ્રયત્નને સ્થાપ. રાગના ભાવમાં તારો પ્રયત્ન ન લઈ જા, તેની રચના કરવામાં તારું વીર્ય નથી. આહાહા...! તારું વીર્ય તો પ્રભુ! તને દ્રવ્યદૃષ્ટિ થઈ, દ્રવ્યનું જ્ઞાન થયું, દ્રવ્યનો અનુભવ થયો તો તેનું વીર્ય જે છે એ તો શુદ્ધ સ્વરૂપની રચના કરે એ વીર્ય. રાગની રચના કરે એ તારું કાર્ય નહિ. આહા.! રાગ આવે છે, ધર્મીને દયા, દાન, વ્રત, પૂજાનો ભાવ આવે છે પણ તેની રચના–આ મારું કાર્ય છે, એમ તે માનતા નથી. આહાહા...! હેયબુદ્ધિએ જાણે છે. શું કહ્યું? એ શુભ ભાવ હેયબુદ્ધિએ જાણે છે. હું રચું અને મારું કાર્ય છે (એમ નહિ). આહા...! ભાઈ! આ તો વીતરાગનો માર્ગ અને તેય જન્મ-મરણ રહિત, ચોરાશીના અવતાર રહિત થવાનું સમ્યગ્દર્શન, એ કોઈ અલૌકિક માર્ગ છે. આહાહા...! સમજાણું? શું કહ્યું? “અપારસ્ત-રારંવનઃ રાગની રચનાનો તેણે નાશ કર્યો છે. “અપસ્ત' છે ને? આહાહા.! અપસ્ત-૨IRવન: સમ્યગ્દષ્ટિ જીવે તો આનંદસ્વરૂપ ભગવાનને જોયો છે, એ આત્માના આનંદથી વિરુદ્ધથી રાગ, તેની રચનાથી તો તે દૂર છે. આત્માની શાંતિ અને આનંદની રચનામાં એ તો પડ્યો છે. આહાહા...! આવો માર્ગ હવે. [ જ્ઞાન સન્ ] છે ને? જ્ઞાનમાં રહે. ચૈતન્યસ્વરૂપ ભગવાન જ્ઞાનસ્વરૂપમાં રહે તો સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. રાગમાં આવી જાય અને રાગ મારી ચીજ છે (એમ જો માને તો) મિથ્યાદૃષ્ટિ છે. આહા.! કેમકે ભગવાન આત્મામાં અનંત ગુણ છે. એ દરેક ગુણ પવિત્ર છે. અનંતાઅનંત ગુણ છે તે પવિત્ર છે. તો એ પવિત્રતાનો જે સ્વામી થયો એ અપવિત્ર એવા રાગનો સ્વામી કેમ થાય? જે પવિત્રની રચના કરનારું સમ્યગ્દર્શન થયું. આહા...! એ અપવિત્ર એવા રાગની રચનાથી દૂર છે. “મસ્ત આહાહા.! શું સંતોની વાણી! જાગ રે જાગ નાથ! ચૈતન્યમૂર્તિ પ્રભુ તું છો ને! એમ કહે છે. રાગમાં સૂતો છો એ આત્મામાં જાગે છે. રાગમાં સૂતા છે નામ રાગનો સ્વામી થતો નથી એ આત્માનો સ્વામી થાય છે. આહાહા...! અને જે આત્મામાં જાગૃત થઈને સૂવે છે તે રાગમાં સૂવે છે. રાગ મારો નહિ. આહાહા.. જેમ શરીર પોતાનું નથી તેમ રાગ પણ પોતાનો નથી. રાગ તો આસ્રવતત્ત્વ છે. દયા, દાન પુણ્ય આસ્રવતત્ત્વ છે. હિંસા, જૂઠ, ચોરી, વિષય એ પાપ આસ્રવતત્ત્વ છે તો એ તત્ત્વ જ્ઞાયકતત્ત્વથી તો ભિન્ન છે. નહિતર નવ નામ કેમ પડ્યા? જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. નવ તત્ત્વ છે ને? નવ (નામ) કેમ પડ્યા? આહાહા.! સમજાણું? આવી વાતું હવે. બાપુ! તારી ઘરની વાતું જુદી જાત છે. ભાઈ! આહાહા...! એ વતનો વિકલ્પ ઉઠે તો પણ કહે છે, ત્યાં એ રચનાની મીઠાશમાં નહિ જતો. એ તારી ચીજ નથી. આહાહા...! ભગવાનની ભક્તિનો ભાવ આવે છે પણ તેની રચનામાં એ મારું કાર્ય છે એમ જાતો નહિ. આહાહા...! શ્લોકમાં ઘણી ગંભીરતા ભરી છે. નિર્જરા છે Page #419 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૫ર ૪૦૫ ને, નિર્જરા. આહાહા! જેણે કર્મ પ્રત્યે...” એટલે રાગનું કાર્ય. રાગની રચના દૂર કરી છે એવો મુનિ,...” મુનિની પ્રધાનતાથી કથન છે, બાકી સમ્યગ્દષ્ટિ પણ ગૌણપણે આવી જાય છે). કળશટીકાકાર તો જ્યાં મુનિ (શબ્દ) આવે ત્યાં સમકિતી જ (અર્થ) કરે છે. આ કળશટીકા'. કેટલામો છે આ? ૧૫ર. આ ૧૫ર, લ્યો. મુનિ. આણે અર્થ કર્યો છે, ભાઈ! રાજમલ’ ટીકાકાર છે. શુદ્ધ સ્વરૂપ અનુભવે બિરાજમાન સમ્યગ્દષ્ટિ જીવ. આ કળશટીકા છે. “રાજમલ જિનધર્મી, જિનધર્મ કા મર્મી બનારસીદાસ કહે છે, “બનારસીદાસ’ ‘સમયસાર નાટક' કરનાર, એમણે લખ્યું છે. મુનિની વ્યાખ્યા કરી છે. શુદ્ધ સ્વરૂપ અનુભવે. શુદ્ધ સ્વરૂપ અનુભવે બિરાજમાન, આહાહા.! એવો સમ્યગ્દષ્ટિ જીવ. આ ૧૫ર શ્લોકનો અર્થ છે. મોટું આખું ભર્યું છે. બધું જોયું છે. આહાહા.! શું કહ્યું? જો તને આત્માનું જ્ઞાન થયું હોય, આત્માનું જ્ઞાન, સમ્યગ્દર્શન થયું, (જો) ન થયું તો રાગમાં એકતા છે, એ તો અનાદિ કાળથી છે, એ તો મિથ્યાત્વ ભાવ છે અને સંસારમાં રખડવાનો ભાવ છે, પણ તને રાગથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માનું ભાન થયું હોય, સમ્યગ્દર્શન થયું, જ્ઞાન થયું, જ્ઞાનનું જ્ઞાન થયું, જ્ઞાનીનું જ્ઞાન થયું, આત્માનું જ્ઞાન થયું. આહા...! તો હવે ત્યાં રહે ને. એ તારું ધામ છે, તારું સ્થળ છે. આહાહા..! સમજાણું? આહા.! પહેલા નહોતું કહ્યું એક ફેરી? નાટકમાં આવતું. એને એ ખબર નહિ હોય. એ.ઇ..! ‘હસમુખ'! તારો જન્મ ક્યાં હતો (એ વખતે). (સંવત) ૧૯૬૪ની સાલની વાત છે, ૧૯૬૪માં અઢાર વર્ષની ઉંમર હતી. ૧૯૪૬માં જન્મ છે. ૧૮ વર્ષની ઉંમર. માલ લેવા વડોદરા ગયા હતા. માલ લેવા જાતો ને. “મુંબઈ', “સુરત” બધે જતા. તો “વડોદરા માલ લેવા ગયા હતા. અઢાર વર્ષની ઉંમરની વાત છે. ૭ર વર્ષ પહેલાની વાત છે. એ “અનસૂયાનું નાટક હતું. ભરૂચને કાંઠે “નર્મદા નદી છે ને? એ નર્મદા’ અને ‘અનુસૂયા' બે બહેનો હતા. એનું મોટું નાટક હતું. દિવસે માલ લીધો અને રાત્રે ગયા. “અનુસૂયાનું નાટક જોતા, એ બાઈને પુત્ર નહોતો, એ બાઈ સ્વર્ગમાં જાતી હતી તો સ્વર્ગે ના પાડી. એ લોકોમાં છે ને? “ પુત્રશ્ય તિનાસ્તિ’ પુત્ર ન હોય એને ગતિ ન હોય. એ એ લોકોનું–વેદનું. ત્યાં નાટકમાં એવું હતું. બાઈ કહે છે, મારે કરવું શું? નીચે હોય એને વર. બ્રાહ્મણને પરણી. એને થયું છોકરું. છોકરાને સૂવડાવતી. આહાહા.. તે દિની વાત યાદ છે. ૭૨ વર્ષ સીત્તેર ને બે. બેટા! તું નિર્વિકલ્પો છો. પ્રભુ! નાટકમાં આમ પાડતા હતા. શુદ્ધોસી, બુદ્ધોસી. પ્રભુ! તું શુદ્ધ ચૈતન્યઘન છે. બુદ્ધોસી–જ્ઞાનસ્વરૂપ છો. એમ કહેતી હતી, લ્યો! નાટકમાં આમ પાડતા હતા. અહીં તો અત્યારે સંપ્રદાયમાં એ વાત રહી નહિ. બહાર કરો, આ કરો, આ કરો, આ કરો. એ.ઇ..! કાંતિભાઈ ! શેઠ છે ને ત્યાં પણ અત્યારે તો મૂકીને આવ્યા છે, બરાબર ધામા નાખ્યા છે. મુમુક્ષુ - સાંભળવા કયાં મળે છે? Page #420 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ઉત્તર :- બાપા! શું કહીએ? ભાઈ! અરે.! બીજે નથી એમ કહેવું લાજ આવે એવું છે. આહાહા...! માર્ગ તો આ છે. કહે છે કે, પ્રભુ! તેં તારી ચીજને જાણી હોય અને તારી ચીજ આનંદનો તને અનુભવ થયો, તને સમ્યગ્દર્શન થયું અને સમ્યગ્દર્શનની સાથે તેનું જ્ઞાન પણ થયું તો પ્રભુહવે તું જ્ઞાનમાં રહેજે, હોં! ત્યાંથી નીકળીને રાગની રચનામાં જાઈશ નહિ. રાગ આવશે, પણ રાગની મીઠાશની રચનામાં જઈશ નહિ. આહાહા...! “ચેતનજી'! આવી વાતું છે. આહા...! તે દિ તો બાર આનાની ટિકિટ લીધી હતી અને બાર આનાની ચોપડી લીધી હતી). પહેલેથી મારી ટેવ કે, ભઈ! તમે શું કહો છો એ સમજ્યા વિના અમારે સંભળાય નહિ નાટકમાં તો તમારી બાર આનાની ચોપડી લાવો. તમે શું બોલો છો, ઈ ખબર પડે). (સંવત) ૧૯૬૪ની વાત છે. ૭૨ વર્ષ પહેલા. (અત્યારે) ૯૦ થયા. અઢાર વર્ષની ઉંમર. એમાં એમ બોલે, બેટા! ભગવાન આત્મા! તું તો શુદ્ધ છો ને, નાથા બુદ્ધોસી! તું જ્ઞાનનો પિંડ છો, રાગ તારી ચીજ નહિ. આહાહા...! એલો! અન્યમતિના નાટકમાં આવું પાડતા. અહીં તો સંપ્રદાયમાં એને કહેવા જાય કે, તું શુદ્ધ, બુદ્ધ છો. રાગ તારો નહિ. (તો કહે, અરે.! એ તો એકાંત થઈ ગયું. મુમુક્ષુ :– એ બ્રાહ્મણનું છે. ઉત્તર :- સાચી વાત. આહાહા...! એ વખતે બાઈ બોલતી હતી. અરે.. ભાઈ! આત્મા તો ભગવાન જ છે, પણ ભાન કરે તો. (‘સમયસાર) ૭૨ ગાથામાં આવ્યું, ભગવાન આત્મા! એમ આચાર્યે કહ્યું છે. કુંદકુંદાચાર્ય અને “અમૃતચંદ્રાચાર્ય. આ કુંદકુંદાચાર્ય, “અમૃતચંદ્રાચાર્ય. ભગવાન આત્મા! પુણ્ય અને પાપ અશુચિ છે. પુણ્ય અને પાપના ભાવ મેલ છે. પ્રભુ! તું તો જ્ઞાનનો સાગર છો ને! નિર્મળ જ્ઞાન. આહાહા! એમ ભેદ બતાવ્યો. વખત થઈ ગયો. આહા.! અહીં તો એ કહેવું છે કે, જ્ઞાનમાં રહે. જો તને આત્માનું ભાન થયું છે તો જે ચીજ છે તેમાં દૃષ્ટિ રાખ. રાગની રચનામાં નહિ જા. વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) પોતાની પાછળ વિકરાળ વાઘ ઝપટું મારતો દોડતો આવતો હોય તો પોતે કેવી દોટ મૂકે એ વિસામો ખાવા ઊભો રહેતો હશે? એમ આ કાળ ઝપટું મારતો ચાલ્યો આવે છે અને અંદર કામ કરવાના ઘણા છે એમ એને લાગવું જોઈએ. આત્મધર્મ અંક-૧, જાન્યુઆરી-૨૦૦૮ Page #421 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૨૨૪ થી ૨૨૭ ४०७ (0-२२४ थी. २२७) पुरिसो जह को वि इहं वित्तिणिमित्तं तु सेवदे रायं। तो सो वि देदि राया विविहे भोगे सुहुप्पाए ।।२२४।। एमेव जीवपुरिसो कम्मरयं सेवदे सुहणिमित्तं । तो सो वि देदि कम्मो विविहे भोगे सुहुप्पाए ।।२२५।। जह पुण सो च्चिय पुरिसो वित्तिणिमित्तं ण सेवदे रायं। तो सो ण देदि राया विविहे भोगे सुहुप्पाए ।।२२६।। एमेव सम्मदिट्टी विसयत्थं सेवदे ण कम्मरयं । तो सो ण देदि कम्मो विविहे भोगे सुहुप्पाए।।२२७।। पुरुषो यथा कोऽपीह वृत्तिनिमित्तं तु सेवते राजानम् । तत्सोऽपि ददाति राजा विविधान् भोगान् सुखोत्पादकान् ।।२२४।। एवमेव जीवपुरुषः कर्मरजः सेवते सुखनिमित्तम् । तत्तदपि ददाति कर्म विविधान् भोगान् सुखोत्पादकान्।।२२५।। यथा पुनः स एव पुरुषो वृत्तिनिमित्तं न सेवते राजानम् । तत्सोऽपि न ददाति राजा विविधान् भोगान् सुखोत्पादकान्।२२६।। एवमेव सम्यग्दृष्टि: विषयार्थं सेवते न कर्मरजः । तत्तन्न ददाति कर्म विविधान् भोगान् सुखोत्पादकान् ।।२२७।। यथा कश्चित्पुरुषो फलार्थं राजानं सेवते ततः स राजा तस्य फलं ददाति, तथा जीवः फलार्थं कर्म सेवते ततस्तत्कर्म तस्य फलं ददाति। यथा च स एव पुरुष फलार्थं राजानं न सेवते ततः स राजा तस्य फलं न ददाति, तथा सम्यग्दृष्टि: फलार्थं कर्म न सेवते ततस्तत्कर्म तस्य फलं न ददातीति तात्पर्यम्। Page #422 -------------------------------------------------------------------------- ________________ ४०८ સમયસાર સિદ્ધિ ભાગ-૭ હવે આ અર્થને દાંતથી દઢ કરે છે : યમ જગતમાં કો પુરુષ વૃત્તિનિમિત્ત સેવે ભૂપને, તો ભૂપ પણ સુખજનક વિધવિધ ભોગ આપે પુરુષને; ૨૨૪. ત્યમ જીવપુરુષ પણ કમરજનું સુખઅરથ સેવન કરે, તો કર્મ પણ સુખજનક વિધવિધ ભોગ આપે જીવને. ૨૨૫. વળી તે જ નર જયમ વૃત્તિ અર્થે ભૂપને સેવે નહીં, તો ભૂપ પણ સુખજનક વિધવિધ ભોગને આપે નહીં, ૨૨૬. સુદૃષ્ટિને ત્યમ વિષય અર્થે કર્મરજસેવન નથી, તો કર્મ પણ સુખજનક વિધવિધ ભોગને દેતાં નથી. ૨૨૭. ગાથાર્થ :- [ યથા ] જેમ [ 3 ] આ જગતમાં [ વ: પિ પુરુષ: ] કોઈ પુરુષ [ વૃત્તિનિમિત્ત તુ ] આજીવિકા અર્થે [ રાખીનમ્ ] રાજાને [ સેવત ] સેવે છે [ તત્ ] તો [ સા રાની પ ] તે રાજા પણ તેને [ જુવોત્પાદ– ] સુખ ઉત્પન્ન કરનારા | વિવિધાન ] અનેક પ્રકારના [ મો ન ] ભોગો [ વાતિ ] આપે છે, [ Pવમ્ 4] તેવી જ રીતે [ નીવપુરુષ: ] જીવપુરુષ [ સુરનિમિત્તમ્ ] સુખ અર્થે [ વર્મરનઃ ] કર્મરજને [ સેવત ] સેવે છે [ તદ્ ] તો [ તત્ ર્મ પ ] તે કર્મ પણ તેને [ જુવોત્પાદવાન ] સુખ ઉત્પન્ન કરનારા [ વિવિઘાનું ] અનેક પ્રકારના [ મો I ] ભોગો [ હવાતિ ] આપે છે. [ પુન: ] વળી [ યથા ] જેમ [ સઃ 4 પુરુષ: ] તે જ પુરુષ [ વૃત્તિનિમિત્ત] આજીવિકા અર્થે [ રાખીનમ્ ] રાજાને [ ન સેવત ] નથી સેવતો [ તત્] તો [ : રાની બપિ ] તે રાજા પણ તેને [ સુરવોત્પાછા ] સુખ ઉત્પન્ન કરનારા [ વિવિધાન ] અનેક પ્રકારના [ મો ન ] ભોગો [ ન રાતિ ] નથી આપતો, [ wવમ્ વ ] તેવી જ રીતે [ સાવૃષ્ટિઃ ] સમ્યગ્દષ્ટિ [ વિષયાર્થ ] વિષય અર્થે [ વર્ષનઃ ] કર્મરજને [ ન સેવતે] નથી સેવતો | તદ્] તો (અર્થાત્ તેથી) [ તત્ ર્મ ] તે કર્મ પણ તેને [ સુવોત્પાદન ] સુખ ઉત્પન્ન કરનારા [ વિવિધાન ] અનેક પ્રકારના [ મો II ] ભોગો [ ન હવાતિ ] નથી આપતું. ટીકા :- જેમ કોઈ પુરુષ ફળ અર્થે રાજાને સેવે છે તો તે રાજા તેને ફળ આપે છે, તેમ જીવ ફળ અર્થે કર્મને સેવે છે તો તે કર્મ તેને ફળ આપે છે. વળી જેમ તે જ પુરુષ ફળ અર્થે રાજાને નથી સેવતો તો તે રાજા તેને ફળ નથી આપતો, તેમ સમ્યગ્દષ્ટિ ફળ અર્થે કર્મને નથી સેવતો તો (અર્થાત્ તેથી) તે કર્મ તેને ફળ નથી આપતું. એમ તાત્પર્ય (અર્થાતુ કહેવાનો આશય છે. ભાવાર્થ - અહીં એક આશય તો આ પ્રમાણે છે :- અજ્ઞાની વિષયસુખ અર્થે અર્થાત્ Page #423 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૨૨૪ થી ૨૨૭ ૪૦૯ રંજિત પરિણામ અર્થે ઉદયાગત કર્મને સેવે છે તેથી તે કર્મ તેને વર્તમાનમાં) રજિત પરિણામ આપે છે. જ્ઞાની વિષયસુખ અર્થે અર્થાત્ પંક્તિ પરિણામ અર્થે ઉદયાગત કર્મને સેવતો નથી તેથી તે કર્મ તેને રંજિત પરિણામ ઉત્પન્ન કરતું નથી. બીજો આશય આ પ્રમાણે છે :- અજ્ઞાની સુખ -રાગાદિપરિણામ) ઉત્પન્ન કરનારા આગામી ભોગોની અભિલાષાથી વ્રત, તપ વગેરે શુભ કર્મ કરે છે તેથી તે કર્મ તેને રાગાદિ પરિણામ ઉત્પન્ન કરનારા આગામી ભોગો આપે છે. જ્ઞાનીની બાબતમાં આથી વિપરીત સમજવું. આ રીતે અજ્ઞાની ફળની વાંછાથી કર્મ કરે છે તેથી તે ફળને પામે છે અને જ્ઞાની ફળની વાંછા વિના કર્મ કરે છે તેથી તે ફળને પામતો નથી. પ્રવચન નં. ૩૦૦ ગાથા-૨૨૪ થી ૨૨૭, શ્લોક-૧૫૩, રવિવાર, ભાદરવા સુદ ૧૧, તા. ૦૨-૦૯-૧૯૭૯ દસલક્ષણી પર્વનો સાતમો દિવસ છે ને? તપ. તપ, તપ કોને કહેવું? સમ્યજ્ઞાનરૂપી નેત્રના ધારણ કરનાર. આહાહા...! જે આત્મા જ્ઞાતૃત્ત્વ છે તેને જેણે જાણ્યું છે, એ જાણનાર સમ્યગ્દર્શન છે એમ કહે છે. આત્મા જ્ઞાતૃતત્ત્વ છે. કાલે બપોરે આવ્યું હતું ને કે, શબ્દો અને શબ્દોમાં કહેલો અર્થ, એ શબ્દને પણ જ્ઞાનાકારથી શેયાકારને જાણે છે અને આખા વિશ્વને જ્ઞાનાકારપણે જાણે છે એવું જે જ્ઞાતૃતત્ત્વ. ત્યાં તો એક પદ કહ્યું હતું ને? ભાઈ! શબ્દને, આખા શબ્દબ્રહ્મને, શબ્દ–સતુ. આખું વિશ્વ, પદાર્થ બેયને જાણનારું પદ એટલે અધિષ્ઠાતા આત્મા. આહાહા..! સમજાય છે કાંઈ? એવું જે આત્મતત્ત્વ સમ્યજ્ઞાનરૂપી નેત્રને ધારણ કરનાર. એને સમ્યજ્ઞાનથી જેણે જામ્યું છે. ઝીણી વાત છે, ભાઈ! આહા! જે આ શબ્દ સત્ (છે), સતુ એ છ દ્રવ્યને બતાવનાર શબ્દ છે અને સત્ એવું વિશ્વ–આખી દુનિયા, એ બેયનું જે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાતૃતત્ત્વ બેયની જાતને જાણવાવાળું થયું છે, આહાહા...! એવું જે શબ્દ અને અર્થ આખી દુનિયા, વિશ્વ, લોકાલોક એને જાણવાના પર્યાયપણે પરિણમે છે એવું જે અધિષ્ઠાન એટલે આત્મા. એનું જેને સમ્યજ્ઞાનરૂપી નેત્રથી સમ્યજ્ઞાન થયું છે. આહા...! હજી તપસ્યા પહેલી કોને કહેવી? હજી આ (તત્ત્વનું) ભાન ન મળે અને તપસ્યા (કરે) એ તપસ્યા નથી, એમ કહે છે. આહાહા...! સમ્યજ્ઞાનરૂપી નેત્રને ધારણ કરનાર કર્મરૂપી મેલ દૂર કરવા માટે તપસ્યા તપાવવામાં આવે છે. આહાહા...! જેણે આ આત્મા જ્ઞાયકતત્ત્વ આખું જગત ને શબ્દને જાણનારું, એવા તત્ત્વનો જેણે નિર્ણય કર્યો છે અને પછી કર્મમળને ટાળવા માટે એ સ્વરૂપમાં તન્મય થઈને રમે છે, તેને તપ કહેવામાં આવે છે. આરે.! આવી વાત છે. તપાવવામાં આવે છે એટલે Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ પછી અંદર આનંદમાં રહેતાં કર્મના રજકણો અને અશુદ્ધતા ટળી જાય છે. આહાહા...! તે બાહ્ય અને અત્યંતરના ભેદથી બે પ્રકારનું તપ છે. અનશનાદિ ભેદથી બાર પ્રકારનું છે, અત્યંતર અને બાહ્યથી બે પ્રકારનું છે અને બાહ્ય અત્યંતરના ભેદથી બાર પ્રકારનું છે. એ ત૫ જન્મરૂપી સમુદ્ર પાર કરવાને માટે જહાજ સમાન છે. આહાહા...! જ્ઞાતૃતત્ત્વ જે જ્ઞાયક સ્વરૂપ ભગવાન, સ્વપરને જાણનારું અને શબ્દને પણ જાણનારું એવું જે જ્ઞાયકતત્ત્વ જેણે સમ્યજ્ઞાન નેત્ર દ્વારા જેનો નિર્ણય કર્યો છે, આહા! એ પછી એમાં લીનતા કરે છે, તપે છે, સૂર્ય જેમ પ્રકાશથી શોભે છે એમ પોતાનો પ્રકાશ, જ્ઞાનના પ્રકાશની ઉગ્રતાના પ્રતાપથી કર્મ બળી જાય છે. એને અહીં તપ કહેવામાં આવે છે. આ ઉત્તમતપ, હોં! દસ ઉત્તમ (ધર્મ) છે ને? એટલે ઉત્તમતપમાં પહેલું સમ્યજ્ઞાન અને દર્શન હોવું જોઈએ. એ વિના તપ એ તપ છે નહિ. આહાહા.! બીજો. આમાં જરી લાંબી વાત છે. જે ક્રોધાદિ કષાયો ને પંચેન્દ્રિય વિષયોરૂપ ઉદ્ધત અનેક ચોરોનો સમુદાય ઘણી મુશ્કેલીથી જીતી શકાય છે. તે તારૂપી સુભટ દ્વારા, આહાહા.! એ ભગવાન આનંદ અને જ્ઞાયક સ્વરૂપમાં લીનતા દ્વારા, અંતરના આનંદમાં રમવા દ્વારા, બળપૂર્વક માર ખાઈને નાશ પામે છે (અર્થાત) રાગાદિ મરી જાય છે. આહાહા.! જીવતી જ્યોતને જ્યાં જાગૃતપણે ઉગ્ર કરે છે ત્યાં રાગ અને કર્મ તે મરી જાય છે, બાળી નાખે છે. આહાહા...! આને તપ કહેવાય. આ તો નથી જ્યાં સમ્યગ્દર્શન, જ્ઞાન ને ભાન અને અપવાસ કર્યા ને આ કર્યા, તપસ્યા કરી), એ તપસ્યા તે નિર્જરા (એમ માને. ધૂળેય નથી નિર્જરા. આ નિર્જરા અધિકાર છે ને? બપોરે ચાલે છે એમાં આ જ અધિકાર આવશે. આહા...! માર ખાઈને નાશ પામે છે. આહાહા...! એટલે? ભગવાન જ્ઞાનસ્વરૂપી ભગવાન, એમાં લીનતા કરવાથી રાગ અને કર્મ માર ખાઈને, મરી જઈને નાશ પામે છે. આહા...! જીવતી જ્યોત જાગૃત કરતા... આહાહા.! ચૈતન્યના પ્રકાશને જાગૃત, ઉગ્ર કરતા એ રાગ અને કર્મ તપીને બળી જાય છે, મરી જાય છે, કહે છે. આહાહા...! એને તપ કહેવામાં આવે છે. અત્યારે તો તપની વ્યાખ્યા આઠ, દસ અપવાસ કરે દસલક્ષણના ને થઈ ગયું તપ. ધૂળેય નથી. આહા...! એમાં (કષાય મંદી હોય તો કદાચિત્ પાપાનુબંધી પુણ્ય બંધાય. પાપાનુબંધી પુણ્ય. આહાહા.! આ (ઉપર કહેલા) તપને ભગવાન તપ કહે છે. આહા.! ધર્મરૂપી લક્ષ્મીથી સંયુક્ત સાધુ મોક્ષનગરીના માર્ગે સર્વ પ્રકારના વિબ, બાધાઓથી રહિત થઈને, આહાહા... અંતરની આનંદની રમણતામાં બાધા, પીડા રહિત થઈને અંદરથી મોક્ષની નગરીમાં ચાલ્યો જાય છે. પૂર્ણ શુદ્ધતાની પ્રાપ્તિને રસ્તે ચાલ્યો જાય છે. આહાહા...! આવું સ્વરૂપ છે. લોકમાં મિથ્યાત્વાદિ નિમિત્તે તીવ્ર દુઃખ પ્રાપ્ત થવાનું હતું તેની અપેક્ષાએ તપથી ઉત્પન્ન થતું દુઃખ અલ્પ છે. દુઃખ એટલે દુઃખ તો નથી પણ એમ કે બહારમાં જે દુઃખો સહન કરવા એ કરતાં અંતરમાં રમતા જરી પ્રતિકૂળતા અને સહન કરવું એ અલ્પ Page #425 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૨૪ થી ૨૨૭ ૪૧૧ છે. જેટલું સમુદ્રજળની અપેક્ષાએ તેનું એક ટીપું હોય છે. એમ આત્માના ધ્યાનથી કંઈ સહન કરવું પડે એ અલ્પ છે અને અજ્ઞાનમાં જે સહન કરવું પડે એ સમુદ્રના મોટા જળ જેવું છે. આહા..! કઠિનાઈથી મનુષ્યપર્યાય પ્રાપ્ત થવા છતાં પણ જો તું આ વખતે તપથી ભ્રષ્ટ થશે.. આહાહા..! તો પછી તને કેટલી હાની થશે, એ જાણે છે? તે અવસ્થામાં તારું સર્વસ્વ નષ્ટ થઈ જશે. આહાહા..! ભગવાન જીવતી જ્યોત જ્ઞાતૃતત્ત્વ, તેમાં રમણતાની તપસ્યા જો ન કરી.. આહા..! તો ભ્રષ્ટ થઈને પ્રભુ! કયાં જઈશ તું? આહાહા..! તારો અવતા૨ કચાં થશે? એ તપની વ્યાખ્યા કરી. અહીંયાં આપણે ૨૨૪ ગાથા. ઇ છે ને? पुरिसो जह को वि तो सो वि देदि एमेव जीवपुरिसो तो सो वि देदि जह पुण सो च्चिय तो सो इहं वित्तिणिमित्तं तु राया विविहे भोगे कम्मरयं सेवदे कम्मो विविहे भोगे पुरिसो वित्तिणिमित्तं ण दि राया विविहे भोगे एमेव सम्मदि विसयत्थं सेवदे ण तो सो ण देदि कम्मो विविहे भोगे યમ જગતમાં કો પુરુષ વૃત્તિનિમિત્ત સેવે ભૂપને, તો ભૂપ પણ સુખજનક વિધવિધ ભોગ આપે પુરુષને; ૨૨૪. ત્યમ જીવપુરુષ પણ કર્મરનું સુખઅરથ સેવન કરે, सुहुप्पाए । ।२२७।। તો કર્મ પણ સુખજનક વિધવિધ ભોગ આપે જીવને. ૨૨૫. વળી તે જ ન૨ જ્યમ વૃત્તિ અર્થે ભૂપને સેવે નહીં, તો ભૂપ પણ સુખજનક વિધવિધ ભોગને આપે નહીં; ૨૨૬. સુદૃષ્ટિને ત્યમ વિષય અર્થે કર્મરસેવન નથી, તો કર્મ પણ સુખજનક વિધવિધ ભોગને દેતાં નથી. ૨૨૭. આહાહા..! ટીકા :– જેમ કોઈ પુરુષ ફ્ળ અર્થે રાજાને...' રાજાના માખણિયા હોય છે ને? અનુકૂળ બોલનારા. એ રાજાને હેતુથી સેવે છે, કાંઈક મળે. માખણ ચોપડે છે કે, બહુ તમે આવા છો ને તમે આવા છો ને તમે આવા છો. આહાહા..! જેમ કોઈ પુરુષ ફળ અર્થે...’ હું આની સેવા કરીશ તો મને કંઈક દેશે, જમીન આપશે, પૈસા આપશે. આહા..! सेवदे रायं । सुहुप्पाए ।। २२४ ।। सुहणिमित्तं । सुहुप्पाए । । २२५ ।। सेवदे रायं । सुहुप्पाए । । २२६ ।। कम्मरयं । Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ (તેમ જીવ) “ફળ અર્થે કર્મને સેવે છે.” “રાજા તેને ફળ આપે છે, તેમ જીવ ફળ અર્થે કર્મને સેવે છે...” રાગનો ભોગવટો પણ રાગમાં સુખ માનીને ભોગવે છે. આહા...! રાગમાં સુખપણાને માનીને રાગને સેવે છે. આહાહા! “તો તે કર્મ તેને ફળ આપે છે. એને વિકાર બંધન થાય છે. આહાહા...! અને સંયોગો એને મળશે, સ્વભાવ નહિ મળે. આહાહા...! વળી જેમ તે જ પુરુષ ફળ અર્થે રાજાને નથી સેવતો તો તે રાજા તેને ફળ નથી આપતો. આહાહા.! “તેમ સમ્યગ્દષ્ટિ ફળ અર્થે કર્મને નથી સેવતો.. આહાહા...! રાગમાં સુખબુદ્ધિ છે તેમ રાગને સેવતો નથી. આહાહા...! ભોગમાં સુખ છે, એવી બુદ્ધિથી ભોગને ભોગવતો નથી. આહાહા..! તે પુરુષને તે કર્મ તેને ફળ નથી આપતું. તેને રાગબંધન થતું નથી. આહા. એને નિર્જરા થઈ જાય છે. એને કર્મ ફળ આપતું નથી. આહાહા...! “જામનગરમાં એક પારસી દિવાન હતો ને? મહેરબાનજી કરીને. જામનગરમાં (સંવત) ૧૯૯૧માં અમે જામનગરમાં ગયા હતા ને? મહેરબાનજી દિવાન સાંભળવા આવતા. આ સમયસાર’ વંચાતું હતું. ૧૦૦મી ગાથા. ૧૯૯૧ની માગશર મહિનાની વાત છે. પછી કોઈએ વાત કરી હતી કે, એને હજારનો પગાર હતો. તે દિ', હોં! દરબારે એને પૂછ્યા વિના સો (રૂપિયા) વધારી દીધા. એને ખબર પડી કે, જુઓ તો આ પૈસા વધારે કોણે આપ્યા? કોણે નોંધ્યા? રાજાએ કહ્યું છે. રાજાને કહ્યું કે, શું કરવા વધારે આપ્યા? મારો પગાર હજાર છે ને બારસો શું કરવા તમે કર્યો? તમારા કામ આવે તો હું અનુકૂળ કરી દઉં એમ? એ માટે? રાજાના કામ આવે તો હું એને નિર્દોષ રીતે ઠરાવી દઉં, એ માટે આપો છો આ? એ હું નહિ, કાઢી નાખો. પારસી, હોં! એ બસોનો પગાર વધારીને તમારા રાજના કામ આવે ત્યારે એમાં હું છૂટ આપી દઉં, એ મારાથી નહિ બને. મારાથી તો રૈયતનું જે ફળ લઉં છે તે તમારા રાજનું, કોઈનો પક્ષ માટે હોઈ શકે નહિ. તો તમારી નોકરી છે. સમજાણું? આનું પણ આવ્યું હતું ને કાંઈક? ગોપાળ... શું કહેવાય છે? બરેયા. આપણે આ સિદ્ધાંત પ્રવેશિકા' છપાણી છે ને? “બયાને પણ નોકરી હતી એમાં વધારે પૈસા આપ્યા, લખ્યા. એના નામે મોટો ધંધો કરેલો અને એમાં પેદાશ થઈ ને પેદાશ થઈ તો એને નામે આપી. ચોપડામાં લખ્યું. (તો કહ્યું), કોણે લખ્યું આ? મેં ધંધો કર્યો નથી, મારે નામે ધંધો કોણે કર્યો કે, રાજાએ કર્યો છે કે બીજો કોઈ ગૃહસ્થ હશે. એને ફળ મળ્યું છે તમને આપ્યું છે. બિલકુલ ન્યાય નથી. તો કોઈ વખતે મારે નામે નુકસાન જાય તો મારો ઉપર દાવો કરવો છે? મારી પાસેથી લૂંટવું છે તમારે આવાય સજ્જન લોકો હોય છે. સમજાણું કાંઈ? એમ અજ્ઞાની રાગને, ભોગને સેવે છે એ મીઠાશથી સેવે છે. એને વિકારનું બંધન થઈને કર્મ ફળ આપશે. જ્ઞાની રાગને ભોગવે છે એ સુખબુદ્ધિથી નહિ. આહાહા.! સમજાણું કાંઈ? આવી વાત છે. અંદર દુઃખની લાગણીથી એને સેવે છે. આહા...! અરે...રે...! મારાથી સહન થતું નથી. એ દુઃખને ભોગવે છે. ઈ દુઃખને ભોગવે છે), તેના ફળને ઇચ્છતો નથી. Page #427 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૨૨૪ થી ૨૨૭ ૪૧૩ આહાહા.! સમ્યગ્દર્શન કોઈ ચીજ એવી છે, પ્રભુ! શું કહીએ? આહાહા.. કે જેને આત્માના અનુભવના સ્વાદ જોયા છે, આહાહા...! એને આ રાગના ભાવમાં તેને આનંદ આવે કે છ— હજાર સ્ત્રી સાથે લગ્ન કરે તો તેમાં તેની મીઠાશ ને સુખબુદ્ધિ છે (એમ નથી). મારો નાથ સુખથી ભરેલો ભંડાર છે), એ સુખ ત્યાંથી આવે, બહારથી આવે નહિ. આહાહા...! એ છ— હજાર સ્ત્રીના ભોગમાં દેખાય તે ભોગમાં સુખબુદ્ધિ નથી એને, પ્રભુ! આહાહા...! દુઃખબુદ્ધિથી છે એથી એને કર્મ ફળ આવતું નથી. આહાહા.! આવી વાતું છે. જગતથી જાત જુદી બહુ, બાપુ! આહા! કર્મ તેને ફળ આપતું નથી. એમ તાત્પર્ય (અર્થાત્ કહેવાનો આશય) છે.” ભાવાર્થ – ‘અહીં એક આશય તો આ પ્રમાણે છે :- અજ્ઞાની વિષયસુખ અર્થે અર્થાત્...” રાગના રંગાયેલા પરિણામ અર્થે ઉદયાગત કર્મને સેવે છે..” અજ્ઞાની રાગમાં રંગાઈ જઈને સેવે છે. આહાહા.! વિષય ભોગ, પાંચ ઇન્દ્રિયના વિષયો, એના રાગમાં રંગાઈને ભોગવે છે. આહા.. તેથી તે કર્મ તેને (વર્તમાનમાં) રંજિત પરિણામ આપે છે.” રાગમાં રંગાયેલા પરિણામ એને મળે છે. રાગમાં રંગાયેલા પરિણામ મળે છે. આહાહા.! જ્ઞાની વિષયસુખ અર્થે અર્થાત્... રાગના “રંજિત પરિણામ અર્થે ઉદયાગત કર્મને સેવતો નથી...” રાગમાં રસ ચડી ગયો છે અને સેવે છે એમ નથી. આહા.જ્ઞાનીને તો આત્માના આનંદનો રસ છે, એ રસ આગળ રાગનો રસ એને હોતો નથી. (રાગ) આવે, ભોગવે પણ એમાં રસ હોતો નથી. આહાહા...! જુઓ! આ નિર્જરા અજ્ઞાનીને રાગના રસમાં રંગાયેલા રાગથી ભોગવે છે તેથી મિથ્યાત્વ થઈને નવા કર્મ બાંધે છે. આહાહા.! ધર્મી જીવ પોતાના આનંદના રસને ભૂલીને રાગનો રસ એને થતો નથી. આહા...! જ્ઞાનના આનંદના રસની આગળ રાગનો રસ તેને દુઃખરૂપ લાગે છે. આહાહા...! તેથી તેના ભોગવટામાં કર્મ ખરી જાય છે. આહા...! આવી વાતું છે. બાપુ! વીતરાગ ધર્મ કોઈ બીજી જાત છે. આહાહા...! આ તો બહારમાં જરી ક્રિયા કરી, દયા ને વ્રત પાળ્યા, તપસ્યા કરી ને દસલક્ષણી પર્વ તપસ્યા કરી, કાંઈક દાન આપ્યા, લાખ, બે લાખ, પાંચ લાખ (આપ્યા), ધૂળેય ત્યાં ધર્મ નથી, સાંભળને આહાહા...! હમણાં ઘણે ઠેકાણે આવે છે, પાંચ-પાંચ લાખ આપ્યા. ઓલા એક છે ને કલકત્તા? ‘મિસરીલાલ ગંગવાલ પાંચ લાખ આપ્યા. હમણા ભાઈ, મણિભાઈ છે ને આ? “શાંતાબેનના, બેનના નણદોઈ. “મણિભાઈ છે ને? “મુંબઈ. એણે હમણાં મોરબીમાં પાંચ લાખ આપ્યા. મોરબીમાં બહુ ભીડ પડી છે ને અત્યારે? લોકો બિચારા ટળવળે છે. મકાન નહિ, સામાન નહિ, કપડા નહિ. આહાહા! એક જોડ કપડા હતા તે મેલા ઘાણ, કાદવમાં રહેલા. હમણા પાંચ લાખ આપ્યા. લોકો એમ માની બેસે કે, પાંચ લાખ આપ્યા માટે એને ધર્મ થઈ ગયો. રાગ મંદ કર્યો હોય તો પુણ્ય છે, ધર્મ નહિ. પાંચ લાખ શું તારા કરોડ આપ નહિ. આહાહા...! પાંચ, છ કરોડ રૂપિયા છે અને Page #428 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ બધા આપી દે તો શું છે? ધર્મ છે એમાં? આહાહા...! ત્યારે તો આમ કહ્યું છે ને? આપણે આવી ગયું હતું, ‘પદ્મનંદિ પંચવિંશતિકામાં, કે મંદિર બનાવે એ મહા મોટો (માણસ છે). નાનકડું મંદિર) બનાવે તો મોટો માણસ અને એ જો સ્થાપે તો એ સંઘવી કહેવાય. આવે છે ને? એ તો સમ્યગ્દર્શન સહિતની વાત છે. આહાહા...! આત્માનું ભાન છે તેને આ મોટા મંદિરાદિ બનાવવાનો જરી શુભ ભાવ આવ્યો, તે શુભનો તેને રસ નથી. આહાહા..! સમજાણું કાંઈ? આહાહા...! અહીં તો કહે છે, પ્રભુ અજ્ઞાની વિષયસુખને અર્થે રંગાયેલા રાગથી ભોગને ભોગવે છે. રાગથી રંગાઈ ગયો છે. ચૈતન્યમૂર્તિને એણે ભિન્ન રાખ્યો નથી. જેને રાગના રસ ચડી ગયા છે. એવા અજ્ઞાની વિષયસુખને ભોગવતા નવા બંધનને પામે છે, નવા કર્મને પામે છે. આહાહા.! “તેથી તે કર્મ તેને (વર્તમાનમાં) રંજિત પરિણામ આપે છે. એટલે રંગાયેલા રાગને આપે છે એ. રાગમાં રંગાઈ જશે. આહાહા.! ભગવાન જુદો છે એનું ભાન એને નહિ રહે. આહાહા.! “જ્ઞાની વિષયસુખ અર્થે...' રાગના રંગાયેલા અર્થે ઉદયાગત કર્મને સેવતો નથી...' રાગમાં જેને રંગ નથી, બાપા! આહાહા...! જેનો-ચૈતન્યનો રંગ ચડ્યો છે. આહા...! “દામનગર ચોમાસુ હતું. એક બાવો હતો, બાવો. તે બાવાએ એક બાઈ રાખેલી. એમાં એ બાઈએ પછી એને ન આદરી. પછી આને એવો કષાય ચડી ગયો. બાવો હતો, હોં! જોગી, ત્યાગી. આહા...! આખો કોટ પહેર્યો. એ બાઈનું નામ લક્ષ્મી કે એવું કાંઈક હતું. બાઈનું નામ લક્ષ્મી” હતું. આ તો “દામનગરના ચોમાસાની વાત છે, (સંવત) ૧૯૮૩ ની હોય કે ૧૯૭૬ ની હોય. એ રંગ એવો કે, લક્ષ્મી. લક્ષ્મી. લક્ષ્મી...” એને હેરાન, અનાદર કરવા માટે. એ અપાસરા પાસેથી નીકળ્યો, કોટમાં સ્ત્રીનું નામ લખ્યું હતું), કોકને મેં કહ્યું, એલા પણ આ છે કોણ? આ બાવા જેવો છે ને આ સ્ત્રી, સ્ત્રી આખા કપડા ઉપર. તો એણે ત્યાં જઈને કહ્યું, તો કહે, “ક્ષત્રિય કા રંગ ચડા હૈ, ઉતરતા નહિ હવે.” અમને એ સ્ત્રીનો રંગ ચડ્યો છે એ રંગ ઉતરતો નથી, એમ બોલ્યો. મેં કીધું, આ બાવો છે કે આ શું આ? આખો કોટ પહેર્યો ને એમાં લક્ષ્મી. લક્ષ્મી. લક્ષ્મી” (લખેલું). મેં કીધું, આ શું કરે છે? “લક્ષ્મી બાઈ છે કોઈ? કીધું, પૈસા છે? ત્યારે કહે, એ તો લક્ષ્મી બાઈ એણે રાખેલી, એ બાઈએ એને છોડી દીધો. એટલે આને હવે એટલો કષાય થઈ ગયો છે. એટલે એને જઈને કોઈએ કહ્યું કે, આ મહારાજ કહે છે કે, તમે આ શું કરો છો આ? તો કહે, “ક્ષત્રિય કા રંગ ચડા હૈ, ઉતરતા નહિ.” પાપનો રંગ. આહાહા...! આ તો બનેલું, હોં! “દામનગરમાં. ઓલાનો હતો ક્યાંક, શું કહેવાય? મઠ. મઠ કહેવાય શું કહેવાય છે? કોઈ મંદિરનો ઓલો હતો. પ્રસિદ્ધ હતો, પછી બાયડી રાખી કોકની અને એણે છોડી દીધો ને પછી કષાયે ચડી ગયેલો. બસ! આખા ગામમાં ફરે. એને હેરાન કરવા, એનું અપમાન કરવા. શું છે આ? જવાબ એવો Page #429 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૨૪ થી ૨૨૭ ૪૧૫ આપ્યો માળાએ, ક્ષત્રિય કા રંગ ચડા હૈ, એ રંગ હવે ઉતરતે નહિ.’ પાપનો રંગ ચડ્યો છે, એ હવે ઉતરતો નથી. એમ આ અજ્ઞાનીને ભોગ ને કાળે રાગના રસ ચડ્યા છે એ એને ઉતરતો નથી. આહાહા..! અને જ્ઞાનીને ભોગને કાળે આત્માનો રસ ચડ્યો છે તે ઉતરતો નથી. આહા..! સમજાણું કાંઈ? આહાહા..! આવો માર્ગ છે. અરે......! સાચું તત્ત્વ એને સાંભળવા મળે નહિ અને જિંદગી ચાલી જાય. આહાહા..! પશુ જેવી જિંદગી કહેવાય એ તો. આહાહા..! સત્ય શું છે? ૫૨માત્મા ત્રિલોકના નાથ, એણે સત્યનું શું સ્વરૂપ કહ્યું છે? અને અસત્યમાં જાય તો શું દશા છે? એનું કથનેય સાંભળવા મળે નહિ એ ક્યારે અંદર સમજે? અહીં એ કહે છે, બીજો આશય આ પ્રમાણે છે ઃ– અજ્ઞાની સુખ (–રાગાદિપરિણામ) ઉત્પન્ન કરનારા આગામી ભોગોની અભિલાષાથી વ્રત, તપ વગેરે શુભ કર્મ કરે....' આહાહા..! મંદિર બનાવે પણ અંદરમાં આશા ઊંડી કે આનાથી મને કંઈક ફળ મળશે અને એમાંથી ભવિષ્યમાં હું સુખી થઈશ. આહાહા..! બહારના સુખી, આ ધૂળના. આહા..! વ્રત, તપ વગેરે શુભ કર્મ...' શુભ પરિણામ અજ્ઞાની કરે છે એ આગામી ભોગોની અભિલાષાથી (કરે છે). ભવિષ્યમાં મને અનુકૂળ ભોગ મળે, સાધન મળે. આહાહા..! તેથી તે કર્મ તેને રાગાદિપરિણામ ઉત્પન્ન કરનારા આગામી ભોગો આપે છે.’ એને ભવિષ્યમાં ભોગ મળશે, સંયોગ મળશે. રખડવાના સંયોગ મળશે. આહાહા..! ઝીણી વાતું બહુ, ભાઈ! આહાહા..! એક ભોગને ભોગવતા રાગના રસ જેને ચડી ગયા છે, તેને કર્મબંધન થઈને સંયોગો મળશે અને જેને રાગના ૨સ ઊતરી ગયા છે, આહાહા..! જ્ઞાનના રસ ને આનંદ૨સ, જેને આત્મરસ ચડ્યો છે એને ૫૨નો રસ ચડતો નથી. એને રાગનો રસ મીઠો લાગતો નથી. આહા..! આવી વાતું છે. બહુ ફેરફાર. અત્યારની સંપ્રદાયની પદ્ધતિ અને આ વીતરાગની પદ્ધતિ, આખો મોટો ફેર છે. હેં? વિપરીત છે. આહાહા..! જ્ઞાનીની બાબતમાં આથી વિપરીત સમજવું.’ જ્ઞાનીને ભોગના રાગનો રસ છે નહિ. માટે તેને કર્મ ઉત્પન્ન થતા નથી. એ રીતે અજ્ઞાની ફળની વાંછાથી કર્મ કરે છે...' ઊંડે ઊંડે એને રાગનો રસ છે તેથી રાગનું ફળ એને સંસાર મળશે. રખડવાના ભવ (મળશે). આહાહા..! તેથી તે ફળને પામે છે.' રખડવાનું. આહા..! જ્ઞાની ફળની વાંછા વિના...' રાગને કરે છે અથવા રાગને ભોગવે છે તેથી તે ફળને પામતો નથી.' આહાહા..! કોઈને ફાંસીનો ઓર્ડર થયો હોય અને ફાંસી આપવાની રૂમમાં લઈ જાય અને પછી કેવો ધ્રુજવા માંડે! તેમ સંસારના દુઃખથી જેને ત્રાસ ત્રાસ થઈ ગયો હોય એને માટે આ વાત છે. આત્મધર્મ અંક-૫, જાન્યુઆરી-૨૦૦૮ Page #430 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ( શ્લોક-૧૫૩ (શહૂર્તવિક્રીડિત). त्यक्तं येन फलं स कर्म कुरुते नेति प्रतीमो वयं कित्वस्यापि कुतोऽपि किञ्चिदपि तत्कर्मावशेनापतेत् । तस्मिन्नापतिते त्वकम्पपरमज्ञानस्वभावे स्थितो ज्ञानी किं कुरुतेऽथ किं न कुरुते कर्मेति जानाति कः ।।१५३।। હવે, જેને ફળની વાંછા નથી તે કર્મ શા માટે કરે ?’ એવી આશંકા દૂર કરવાને કાવ્ય કહે છે : શ્લોકાર્ધ - [ ચેન ને ત્યાં : ” કુત્તે તિ વયં ન પ્રતીમઃ ] જેણે કર્મનું ફળ છોડયું છે તે કર્મ કરે એમ તો અમે પ્રતીતિ કરી શકતા નથી. [ — ] પરંતુ ત્યાં એટલું વિશેષ છે કે - [ મરચ કપ : કપિ વિવિદ્ ગપિ તત્ કર્મ અવશેન કાપતેત્] તેને (જ્ઞાનીને) પણ કોઈ કારણે કાંઈક એવું કર્મ અવશપણે તેના વશ વિના) આવી પડે છે. [ તરિક્ષન્ સાપતિ તુ ] તે આવી પડતાં પણ, [ ૫-પરમ-જ્ઞાનસ્વમાવે સ્થિતઃ જ્ઞાની ] જે અકંપ પરમજ્ઞાનસ્વભાવમાં સ્થિત છે એવો જ્ઞાની [ ક ] કર્મ [ વિ ગુરુતે ૩થ વિ૬ ને તે ] કરે છે કે નથી કરતો [ રૂતિ વ: નાનાતિ ] તે કોણ જાણે? ભાવાર્થ :- જ્ઞાનીને પરવશે કર્મ આવી પડે છે તોપણ જ્ઞાની જ્ઞાનથી ચલાયમાન થતો નથી. માટે જ્ઞાનથી અચલાયમાન તે જ્ઞાની કર્મ કરે છે કે નથી કરતો તે કોણ જાણે? જ્ઞાનીની વાત જ્ઞાની જ જાણે. જ્ઞાનીના પરિણામ જાણવાનું સામર્થ્ય અજ્ઞાનીનું નથી. અવિરત સમ્યગ્દષ્ટિથી માંડીને ઉપરના બધાય જ્ઞાની જ સમજવા. તેમાં, અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરત સમ્યગ્દષ્ટિ અને આહારવિહાર કરતા મુનિઓને બાહ્યક્રિયાકર્મ પ્રવર્તે છે, તોપણ જ્ઞાનસ્વભાવથી અચલિત હોવાને લીધે નિશ્ચયથી તેઓ બાહ્યક્રિયાકર્મના કર્તા નથી, જ્ઞાનના જ કર્તા છે. અંતરંગ મિથ્યાત્વના અભાવથી તથા યથાસંભવ કષાયના અભાવથી તેમના પરિણામ ઉજજવળ છે. તે ઉજજવળતાને તેઓ જ -જ્ઞાનીઓ જ જાણે છે, મિથ્યાષ્ટિઓ તે ઉજ્જવળતાને જાણતા નથી. મિથ્યાદૃષ્ટિ તો બહિરાત્મા છે, બહારથી જ ભલું બૂરું માને છે; અંતરાત્માની ગતિ બહિરાત્મા શું જાણે? ૧૫૩. Page #431 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૫૩ ૪૧૭ શ્લોક-૧૫૩ ઉપર પ્રવચન તો હવે, જેને ફળની વાંછી નથી તે કર્મ શા માટે કરે? એવી આશંકા દૂર કરવાને કાવ્ય કહે છે -' ફળ નથી જોઈતું) તો ભોગવે છે. શું કરવા? સાંભળ, ભાઈ! (શહૂર્તવિહિત) त्यक्तं येन फलं स कर्म कुरुते नेति प्रतीमो वयं कित्वस्यापि कुतोऽपि किञ्चिदपि तत्कर्मावशेनापतेत। तस्मिन्नापतिते त्वकम्पपरमज्ञानस्वभावे स्थितो ज्ञानी किं कुरुतेऽथ किं न कुरुते कर्मेति जानाति कः ।।१५३।। આહાહા...! યેન નં ત્યવર્ત સ: વર્ષ પુરુતે તિ વય ને પ્રતીમ: જેણે કર્મનું ફળ છોડયું છે.” આહાહા.! રાગના ફળનું રંગતપણું અને એના ફળનું મળવું સંયોગ, (એ) છોડી દીધું છે, આહાહા.! અને જેને આત્માના રંગના રસ ચડ્યા છે. આહાહા...! રાગથી ભિન્ન કરીને જેને ભેદજ્ઞાન થયા છે, આહાહા.! એ ભેદજ્ઞાની જીવ... આહાહા...! (તેણે) કર્મફળ છોડ્યું છે. એ રાગથી ભિન્ન પડ્યો છે તેથી રાગનું ફળ મળે અને રાગ મારો છે એવી દૃષ્ટિ એને છૂટી ગઈ છે. ભારે વાતું. “કાંતિભાઈ! ત્યાં તમારે ત્યાં બધું ચાલે છે, અપવાસ કરો ને આ કરો. ભારે કામ કર્યું, હોં. તમે બહુ સારું કર્યું. આહાહા...! અહીં મૂકીને આવ્યા છે, મહિના, સવા મહિનાથી પડ્યા છે. સવા મહિનો થયો? કેટલા થયા? મહિનો, સવા મહિનો થયો? મહિનો. સારું કર્યું. ત્યાં પ્રમુખ છે. બાપુ! માર્ગ આ છે, ભાઈ! આહા! એ સંપ્રદાયમાં તો એની વાતું ન મળે, ભાઈ! આહા! કહે છે, જેણે રાગના ફળ ને રાગમાં સુખબુદ્ધિને ઊડાડી દીધી છે. આહા! જેણે આત્માના જ્ઞાનના સુખબુદ્ધિમાં રસ ચડી ગયા છે, આહા...! તેણે) “કર્મનું ફળ છોડ્યું છે તે કર્મ કરે.' છે, એ રાગ કરે છે અને રાગ ભોગવે છે “એમ તો અમે પ્રતીતિ કરી શકતા નથી. આહાહા.! અમને તો એ વાત બેસતી નથી, કહે છે. મુનિની વાત કહે છે. આહાહા.! શું કહ્યું છે? કે, જેને દયા, દાન, વ્રતાદિના પરિણામનો રસ છૂટી ગયો છે, એનું ફળ મને સુખ છે કે આને ભોગવું છું માટે મને સુખ મળશે, એ દૃષ્ટિ જેની છૂટી ગઈ છે, આહાહા...! અને જેને ભગવાન જ્ઞાતૃતત્ત્વ, એનો જેને રસ ચડ્યો છે તે કર્મ કરે છે ને ભોગવે છે કે નહિ, કોણ જાણે? અમે તો માનતા નથી, કહે છે. આહાહા...! શ્વેતાંબરમાં એક આવે છે, “અયવંતોકુમારની વાત. “અયવંતોકુમાર “ભગવતીમાં આવે છે. છે કલ્પિત વાત, પણ એ નાની ઉંમરમાં સાધુ થયો. બાળક હતો, રાજકુમાર. બાળક Page #432 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ નાનો, નાની ઉંમર. અને પાત્ર કહે ને? શ્વેતાંબર તો માને ને? મુનિને પાત્રા-બાત્રા હોય નહિ, પણ એ લોકો પાત્ર લઈને એના ગુરુ સાથે બહાર દિશાએ ગયા. બહાર ગયા ત્યાં વરસાદ આવ્યો. વરસાદ આવ્યો તો એટલું બધું પાણી ચાલે. એમાં સાધુ બાળક ખરો ને, એટલે જરી ધૂળની પાળ બાંધી અને પાણી ભેગું કર્યું અને પાત્ર એમાં મૂક્યું. આવું આવે છે, “ભગવતી સૂત્રમાં આવે છે. છે ને, બધું વાંચ્યું છે ને. “ભગવતી સૂત્ર” સોળ હજાર શ્લોક અને સવા લાખ ટીકા, સત્તર વાર વાંચ્યું છે. આહાહા...! પછી ત્યાં બોલે છે, “નાવ તરે રે મોરી નાવ તરે, મુનિવર જળ શું ખેલ કરે, એ મોહકર્મના એ ચાળા આહા. “મુનિવર નાનડિયા એ બાળા'. બાળક મુનિ છે એ નાવમાં આમ કરે છે, “મારી નાવ તરે છે, એ મોહના ચાળા” પણ મુનિને એ હોય જ નહિ. મુનિને પાત્ર જ હોય નહિ. પાત્ર રાખે એ મુનિ નહિ. આહાહા...! આવી વાત એમાં ‘ભગવતીમાં કલ્પિત વાતું બધી, શ્વેતાંબર સાધુએ દિગંબરમાંથી નીકળીને આવા કલ્પિત શાસ્ત્રો બનાવ્યા. પ્રભુ... પ્રભુ! લોકોને દુઃખ લાગે એવું છે, હોં! હૈ? કારણ કે અહીં તો બધું જોયું છે ને. ૪૫ વર્ષ તો શ્વેતાંબરમાં રહ્યા. કરોડો શ્લોકો, કરોડો શ્લોકો! આખો ધંધો જ (ઈ કર્યો છે). દુકાન ઉપર હતો તોય હું તો વાંચતો. અમારે “શીવલાલભાઈ હતા ઇ બેસે. હું તો છે જ્યારે થડે બેસે (ત્યારે) હું તો અંદર શાસ્ત્ર વાંચું. ૧૮-૧૯ વર્ષની ઉંમરથી, હોં! આ શ્વેતાંબરના શાસ્ત્રો છે ને? “દશવૈકાલિક', “ઉત્તરાધ્યયન', ‘આચારંગ” એ બધા દુકાન ઉપર વાંચેલા. ૭૦ વર્ષ પહેલા. આ વાત એમાં નહિ, બાપુ! આહાહા.! એમાં આવી વાત નાખી. સાધુ થઈને પાણીમાં પાત્રી નાખે અને આ મોહકર્મના ચાળા (કહે). મુમુક્ષુ :- પાત્રાને સિદ્ધ કરવું છે. ઉત્તર :- પાત્રાને સિદ્ધ કરવું છે અને પાછું એ સાધુ જોવે છે એટલે સાધુ એકદમ ભગવાન પાસે જાય છે, “મહારાજા આ.” “અરે.. તમે એની ઓલી ન કરશો, એ આ ભવમાં મોક્ષ જનાર છે.” આવી વાત. આવો પાઠ છે, “ભગવતી'માં છે. સાધુને એમ થયું કે, આ પાણીને આમ કરે છે ને આપણે હવે એને અડાય નહિ. માટે એને છોડીને ભગવાન પાસે ગયા, ભગવાનને કહે, ‘આ રાજકુમાર.” (ભગવાન કહે છે, “એ તમે એની ગ્લાનિ ન કરો. એ તો આ ભવમાં મોક્ષ જનાર છે.” પણ આવી ક્રિયા કરે છે ને! મુમુક્ષુ :- મોક્ષ જનાર હોય પછી ક્રિયા આવી થઈ જાય ને? ઉત્તર :- પણ મોક્ષ જનાર એટલે એની આવી ક્રિયા ક્યાં હતી? એ તો એકલી પાપની ક્રિયા. સાધુ કે દિ રહ્યો? બહુ આકરું. આહાહા.! અહીં કહે છે, ધર્મીજીવ, જેને આત્માના જ્ઞાનરસ ચડ્યા છે, સમકિતના રસ જેને ચડ્યા છે, એ રાગના ભોગમાં રંગાય છે કે નહિ? એ રાગ કરે છે કે નહિ? કેમ અમે પ્રતીત કરીએ? એ તો તે વખતે જ્ઞાન કરે છે, કહે છે. આહાહા...! એ તો બપોરે આવ્યું નહિ? Page #433 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૫૩ ૪૧૯ ખરેખર તો આ શરીરની અવસ્થા થાય છે એ વિશ્વમાં જાય છે. એ અવસ્થાનું અહીં જ્ઞાન થાય છે. એ અવસ્થા ગમે તેવી હોય. સમજાય છે? એનું અહીં જ્ઞાન થાય છે. વિશ્વનું અને શબ્દબ્રહ્મનું જેમ જ્ઞાન થાય, કીધું ને? તો વિશ્વમાં આ શરીરની અવસ્થા રોગની હોય, ગમે તે હો. આહાહા..! જ્ઞાનીને તો જ્ઞાનમાં તે અવસ્થા જાણવાનો જ્ઞાનનો પર્યાય એવડો જ હોય. એ એને જાણે. આહાહા...! સમજાણું કાંઈ? એને એમ નથી કે, આ શરીર આવું છે માટે મને નુકસાન છે. હું તો તેનો જાણનાર છું. તેનો અધિષ્ઠાતા છું. આહાહા...! શરીરની અવસ્થા–દેહની અવસ્થા, ભોગની અવસ્થા... આહાહા...! એ બધું વિશ્વ છે. એને તો હું જાણનારો છું, કરનારો નહિ. લોકોને એમ દેખાય કે, આ તો કરે છે ને? તો અહીં મુનિરાજ કહે છે કે, એ કરે છે કે નથી કરતો? કરે છે એવી પ્રતીત અમે માનતા નથી. પ્રસનભાઈ આવું ક્યાં છે? ત્યાં ક્યાંય છે? આહાહા...! મહેન્દ્રભાઈ તો ત્યાં સલવાઈ ગયા છે, પૈસામાં. આહાહા...! આવી વાતું, બાપા! ત્રણલોકનો નાથ ભગવાનની વાણી છે આ. સંતોની વાણી એ ભગવાનની જ વાણી છે). ભગવાન તુલ્ય જ આ સંતો છે. આહાહા..! એ પોતે ભગવાન પોતે છે. એ એમ કહે છે કે, ધર્મી જ્ઞાનના રસ જેને ચડ્યા છે, જેને આત્મદર્શન થયા છે એ દર્શનવાળો જીવ રાગને ભોગવે છે કે નથી ભોગવતો એ કોણ જાણે? તને શી ખબર પડે. છે? “વું તે અથ વિ જ યુક્ત કરે છે કે નથી કરતો? કર્મ ‘તિ : નાનાતિ કોણ જાણે? તને ખબર છે? આહાહા...! પુત્ર જુવાન હોય અને માતા પણ ચાલીસ વર્ષની જુવાન હોય, દીકરો વીસ વર્ષનો જુવાન (હોય). માતા ન્હાતી હોય અને શરીર નગ્ન હોય, ખાટલો આડો રાખીને ન્હાય છે ને? હવે એમાં ઊભી થઈ ને છોકરાની નજર ગઈ તો એ નજરે જોવે છે કે નથી જોતો? કહે કોણ? કહે છે. એ રીતે જોવે? માતાની નગ્ન દશાને દીકરો જોવે? પણ આંખ તો એની આમ ગઈ છે. મારી જનેતા, હું એના કુખમાં સવા નવ મહિના રહ્યો, મારી માતા (છે) એને નગ્ન હું કેમ જોઉં? આહાહા..! એની નજરું આમ ગઈ છતાં ઈ એને જોતો નથી, કહે છે. એમ ધર્મી રાગમાં આવી ગયો છતાં રાગને કરતો ને ભોગવતો નથી. આહાહા...! માંગીલાલજી” આવી વાતું કયાંય સાંભળવા મળે એવું નથી અત્યારે, બાપા! આવી વાતું છે. આહાહા.. જેના એક એક વચનો, એક એક ભાવ. આહાહા.! એની કિમત શું? આહાહા..! મુનિરાજ “અમૃતચંદ્રાચાર્ય. તીર્થકર જેવું કામ કુંદકુંદાચાર્યે પંચમઆરામાં કર્યું અને ‘અમૃતચંદ્રાચાર્યે એના ગણધર જેવું કામ કર્યું, એ મુનિરાજ એમ કહે છે, પ્રભુ! સમ્યગ્દષ્ટિ જીવ જેને આત્માના રસ ચડ્યા છે, આહાહા...! એ આ ભોગ વખતે રાગના રસમાં છે કે નહિ, રાગ કરે છે કે ભોગવે છે કે નહિ, કોણ જાણે? તને શી ખબર પડે. એ તો તે ટાણે પણ જાણનાર-દેખનાર રહે છે. આહાહા...! કારણ કે, એ વિશ્વનો. એ તો આવી Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ગયું ને ભાઈ આપણે? અધિષ્ઠાન. આત્મા, જગતની જે ચીજો છે, શરીર, રાગાદિ એ વિશ્વમાં જાય છે તો એને જ્ઞાતૃતત્ત્વ છે જે નિજપદ જે એનો આધાર છે, એ એનું જ્ઞાન કરે છે અને શબ્દનું પણ જ્ઞાન કરે છે. એ શબ્દ અને અર્થનો અધિષ્ઠાન આત્મા છે. અધિષ્ઠાન એટલે એને જાણનારો આધાર પોતે છે. આહાહા..! એનો કરનારો આત્મા નહિ. આહાહા..! શું વીતરાગના સંતોની ધારા! અમૃત ધારા વરસાવી છે. પ્રભુ! જેણે અમૃતના રસ ચાખ્યા એને આ ભોગમાં ભોગવે છે અને રસ છે કે નહિ, એની તને શી ખબર પડે? : નાનાતિ ‘તે’ રાગ કરે છે કે નથી કરતો, કોણ જાણે? એટલે કે ઇ રાગ કરતો નથી. આહાહા..! તે વખતે પણ રાગ સંબંધી અને દેહ સંબંધી જે ક્રિયા થાય તેને જ્ઞાતા તેના જ્ઞાનરૂપે પરિણમે છે, તે તેનું કાર્ય છે. આહાહા..! સમજાણું કાંઈ? ' પરંતુ ત્યાં એટલું વિશેષ છે કે [ अस्य अपि कुतः अपि किंचित् अपि तत् વર્ગ અવશેન આપતેત્ 1 ‘તેને (જ્ઞાનીને) પણ કોઈ કા૨ણે કાંઈક એવું...’ રાગ ‘અવશપણે (–તેના વશ વિના) આવી પડે છે.’ આહાહા..! [તસ્મિન્ આપતિતે જી તે રાગ આવી પડ્યો. આહાહા..! તે આવી પડતાં પણ...' [અરુમ્પ-પરમ-જ્ઞાનસ્વમાવે સ્થિતઃ જ્ઞાન] દેખો! આહાહા..! તે ક્ષણે પણ જે અકંપ પરમજ્ઞાનસ્વભાવમાં સ્થિત છે...’ આહાહા..! એ રાગમાં સ્થિત નથી, રાગની, દેહની ક્રિયા (થાય) એમાં સ્થિત નથી. તે સંબંધીનું અહીં જ્ઞાન થાય છે તે જ્ઞાનમાં સ્થિત છે. ઝીણી વાત છે, ભાઈ! આહાહા..! સમજાય છે કાંઈ? આહાહા..! ભોગ નથી, ભોગ છોડ્યા છે અને ત્યાગી થયો છે તે રાગનો ત્યાગી છે કે નહિ, તને શી ખબર પડે? તું તો બહા૨ની જોવે છે કે, આ ત્યાગી છે. પણ અંદર રાગનો રસ ચડ્યો છે. દયા, દાન, વ્રતાદિના પરિણામનો રસ ચડ્યો છે તે મિથ્યાદૃષ્ટિ છે. આહાહા..! સમજાણું કાંઈ? આહાહા..! ‘ગૃહસ્થો મોળમયો આવે છે ને? રત્નકદંડ શ્રાવકાચાર’. ગૃહસ્થાશ્રમમાં પણ સમકિતી મોક્ષમાર્ગે છે અને ત્યાગી છે એ પણ રાગના ૨સવાળા છે તે મિથ્યાદૃષ્ટિ છે. આહા..! ‘અળવારો મોહી” રત્નકદંડ શ્રાવકાચાર'માં આવે છે. કયાં ગયા? પંડિતજી. અણગાર હોય છતાં રાગના રસમાં પ્રેમ છે એ વ્રત ને તપ ને ભક્તિનો વિકલ્પ છે, તેનો રસ છે (તો એ) મિથ્યાદૃષ્ટિ છે. આહાહા..! અને ગૃહસ્થાશ્રમમાં આત્માના જ્ઞાનના ૨સ જેને ચડ્યા છે એ ભલે ભોગમાં દેખાય, પણ એ ભોગમાં છે કે નહિ એ તને શી ખબર પડે? એ તો જ્ઞાન કરે છે ત્યાં. એ વખતનું ટાણું એનું એ સમયનું તે પ્રકારના જ્ઞાનને જાણે, એવી જ્ઞાનની અવસ્થા તેને થાય છે. આહાહા..! આ નિર્જરા અધિકાર’ છે. સમજાણું કાંઈ? આહાહા..! એ અકંપ જ્ઞાનસ્વભાવમાં સ્થિત એટલે કે જ્ઞાનસ્વરૂપી ભગવાનઆત્મા, એના જ્ઞાનમાં ને એની પ્રતીતિમાં એકાકાર છે એને ભોગ ને રાગનું જ્ઞાન છે. એ જ્ઞાન પણ પોતાને કા૨ણે થયેલું છે. ભોગ અને ક્રિયાની ક્રિયા છે માટે તેનું અહીં થયું, એમ નહિ. તે કાળે પણ Page #435 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૫૩ ૪૨૧ જ્ઞાતત્ત્વનો અનુભવ હોવાથી સ્વપપ્રકાશકની પર્યાય પોતાને કારણે પ્રગટેલી છે. આહાહા..! હવે આવો માર્ગ, હીરાભાઈ! શું કરે? એક તો ધંધા આડે, પાપ આડે નવરાશ ન મળે. આખો દિ ધંધો ને બાયડી, છોકરા. આહા...! થોડો વખત મળે, માથે કહેનારો મળે, જય નારાયણ! કિશોરભાઈ વાત સાચી છે કે નહિ? તમારે ત્યાં પાછા પૈસાવાળા માણસ બધા, નાઈરોબી’. સાંઈઠ લાખ, સીત્તેર લાખ. આ “નાઈરોબી” રહે છે. હમણા મંદિર કરાવ્યું છે. નાઈરોબી'. પૈસાવાળા માણસ, પંદર લાખ શું કરોડનું કરે નહિ. એ ક્રિયા તો તે કાળે થવાની છે. જ્ઞાનીને તે કાળે થતી ક્રિયાનું પોતાથી જ્ઞાન થાય છે. આહાહા. તેથી તે મંદિરને કરે છે કે અંદર રાગ આવ્યો એનો કર્તા છે કે નહિ? જ્ઞાની (કર્તા) હોતો નથી. આહાહા...! આવી વાતું હવે. એક કોર કહે કે, મંદિર ને મંદિરમાં પ્રતિમા સ્થાપે તો સંઘવી કહેવાય. નાની પણ પ્રતિમા સ્થાપે તો એના પુણ્યનો પાર નહિ, એમ કહેવાય. “પદ્મનંદિ પંચવિંશતિકામાં આવે છે. મુમુક્ષુ :- પુણ્યબંધ ને? ઉત્તર :- પુણ્ય. પણ એ તો ધર્મીના સ્વભાવની દૃષ્ટિમાં એવો ભાવ આવ્યો, એનું ફળ એને પુણ્ય છે. પણ એ પુણ્ય ને અને રાગને પણ જાણનારો છે. આહાહા...! જ્ઞાનીને લક્ષ્મીના ઢગલા આવતા હોય, અબજો, કરોડો, તે કાળે તેનું જ્ઞાન તેનું તે પ્રકારનું પોતાથી પોતાને પરિણમે છે, તેવા જ્ઞાનનો કર્તા છે. આહાહા.! સમજાણું કાંઈ? આવી વાતું. અકંપ જ્ઞાન. ભાષા દેખો! રાગ આવ્યો, ભોગમાં દેખાય છતાં જ્ઞાનનો કાળ એવો પોતાનો તે સમયે છે કે તે સંબંધીનું જ્ઞાન પોતાને સ્વપપ્રકાશકનું પ્રગટે, તેમાં તે અકંપ છે. આહાહા...! પરમજ્ઞાનસ્વભાવમાં સ્થિત” પરમ એટલે છે, પોતાનો સ્વભાવ. શાસ્ત્રજ્ઞાન ને ઈ નહિ. પરમજ્ઞાન એટલે પોતાનો સ્વભાવ. પરમજ્ઞાનસ્વભાવ કીધો ને? પરમજ્ઞાનસ્વભાવ જે ત્રિકાળ, તેમાં સ્થિત છે. આહાહા..! ભરતેશ વૈભવમાં એક (વાત) આવે છે. “ભરત ચક્રવર્તીને તો છ— હજાર સ્ત્રી હતી. ભલે “ભરત’ પુત્ર હતા તેના, એવો એમાં લેખ છે કે, વિષય લ્ય છે, એ વિષય લઈને જ્યાં નવરો થાય, હેઠે બેસે છે ત્યાં) ધ્યાનમાં નિર્વિકલ્પતા આવી જાય છે. “ભરતેશ વૈભવમાં છે. છે, ખબર છે ને. આખુ વાંચ્યું છે ને છે. આહાહા...! કેમકે એ વિકલ્પનો રસ નહોતો પણ આવી પડેલોરાગ. આહાહા.! એટલે દુનિયા એમ માને કે આ કરે છે અને ભોગવે છે. પણ તે વખતે પણ તેનું જ્ઞાન જ કરે છે. આહાહા...! એ જ્યાં નીચે ઊતરે છે ત્યાં ધ્યાનમાં નિર્વિકલ્પ થઈ જાય છે. એ વખતે વિકલ્પ હતો તેનું જ્ઞાન કરતો હતો). આહાહા...! નીચે નિર્વિકલ્પ દશા થઈ તેનું એ જ્ઞાન કરે છે. આવી વાતું છે. દુનિયાથી જુદી જાત છે, બાપુ! વીતરાગ પરમેશ્વરની વાતું. આહાહા...! જેને આત્માના રસ ચડ્યા અને આ બધી, મસાણમાં જેમ હાડકા ને ફાસફૂસ દેખાય, Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ આ બધું ફાસફૂસ દેખાય છે). ઓહો...! આ મકાન ને બાયડી રૂપાળી, શું છે પણ આ? એ જેને રસ છે એ મિથ્યાદૃષ્ટિ છે. સમ્યગ્દષ્ટિને એ બધું દેખાવામાં, ભોગવવામાં દેખાય છતાં તે ભોગવતો નથી. તેને જોતોય નથી ખરેખર તો, પોતે પોતાને જોવે છે. આહાહા...! જે સ્વપપ્રકાશકશાનની પર્યાય તે કાળે તે જાતની ઉત્પન્ન થઈ તેને જાણે છે અને જોવે છે. આવી વાતું. અરે.! જગતને ક્યાં નવરાશ ન મળે. આહાહા! ફૂરસદ ન મળે. સત્યને તોલન કરીને નિર્ણય કરવો. આહાહા.! અમે માનતા હતા અને શું આ છે? એની તુલના કરીને અંદર નિર્ણય કરવો એ કોઈ અલૌકિક ચીજ છે. આહાહા...! અહીં કહે છે કે, એ કરે છે કે નથી કરતો એ કોણ જાણે? તને શી ખબર પડે, કહે છે. કે, આ ભોગવે છે ને? પણ તને ખબર થી પડે? તને જ્ઞાન હોય તો ખબર પડે કે એ તો એ વખતે જ્ઞાન કરે છે. સમજાણું કાંઈ? આહાહા! સ્વદ થઈને ભોગવે છે (એમ) નહિ. સ્વતંત્ર જ્ઞાનને કરીને રાગને જાણે છે. જ્ઞાનને સ્વતંત્ર કરીને જ્ઞાનનો કર્તા થઈને જ્ઞાનનું કાર્ય કરે છે. એ રાગ ને દેહની ભોગની ક્રિયા દેખાય તેને કારણે અહીં જ્ઞાન થયું છે એમેય નથી. તે કાળે પોતાનું સ્વપપ્રકાશક જ્ઞાન સ્વનો આશ્રય હોવાથી જે પર્યાય તેને જાણવાની પર્યાય પોતાથી પ્રગટે છે તેને તે જાણે છે. આહાહા...! સમજાય છે કાંઈ? આહાહા...! અરે.! આવી વાતું. હવે ઓલો ત્યાગી થઈને બેઠો, સાધુ થઈને દિગંબર હોય, વસ્ત્ર ન હોય, પાત્ર ન હોય પણ ઓલા મહાવ્રતનો રાગનો કણ આવે એ મારો છે, એમ રસ ચડ્યો છે એ મિથ્યાષ્ટિ છે. એને આત્માનો રસ નથી, રાગનો રસ છે. અને જ્ઞાની ગૃહસ્થાશ્રમમાં ભોગ ને રાગમાં દેખાય તો કહે છે કે એ રાગ ને ભોગમાં આવ્યો નથી. એ તો જ્ઞાનમાં સ્થિર છે. આહાહા...! હવે આ આંતરા કોણ માને? આહા. “કરે છે કે નથી કરતો તે કોણ જાણે?’ ભાવાર્થ:- “જ્ઞાનીને પરવશે કર્મ આવી પડે...” રાગાદિ તોપણ જ્ઞાની જ્ઞાનથી ચલાયમાન થતો નથી.” આહાહા...! જ્ઞાતા-દષ્ટા છું એવી મારી ચીજ, ત્યાંથી ખસતો નથી, ચલાયમાન થતો નથી. ગમે તેવા છ– કરોડ સ્ત્રીના વિષયમાં હોય. આહાહા.! પણ પોતાનું જ્ઞાનસ્વરૂપ છે ત્યાંથી ખસતો નથી. આહાહા.! “માટે જ્ઞાનથી અચલાયમાન તે જ્ઞાની.” જ્ઞાનમાં સ્વરૂપમાં છે એની દૃષ્ટિ ત્યાં છે તેથી તે જ્ઞાની રાગ ને બાહ્યની ક્રિયાને કરે છે કે નથી કરતો તે કોણ જાણે? આહાહા...! અવલદોમ વાતું છે. પછી અહીંનો વિરોધ કરે. એનો વિરોધ નથી કરતો, પ્રભુ! તું તારો વિરોધ કરે છે. અહીંનો વિરોધ કોણ કરે? કોકનો વિરોધ કોણ કરે? આહાહા. પોતાને એ વાત બેસતી નથી તેથી પોતે પોતાનો વિરોધ કરે છે. આહાહા...! માટે જ્ઞાનથી અચલાયમાન તે જ્ઞાની કર્મને.” રાગને, ભોગને કરે છે કે નથી કરતો તે કોણ જાણે? જ્ઞાનીની વાત જ્ઞાની જ જાણે.” જ્ઞાની જ જાણે. આહાહા! “ભરત”નો દાખલો આપ્યો છે ટીકામાં. “ભરત'. “ભરત” એમ કે, આટલી આટલી સ્ત્રીઓ, દરરોજ સો-સો સ્ત્રીને Page #437 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૫૩ ૪૨૩ પરણે છતાં તે રાગમાં રંગાયેલો નથી, એ તો જ્ઞાનના રસમાં રંગાયેલ છે. અને ‘રાવણ’નો દાખલો આપ્યો છે. ‘રાવણ’ એમ કે આ રીતે બધું ભોગવતો હતો અજ્ઞાનભાવે, જેને સ્ફટિકના તો બંગલા, સ્ફટિકના બંગલા. એક એક સ્ફટિક કરોડ રૂપિયાનું, એવા બંગલા આખા સ્ફટિકના. એમાં રસ ચડી ગયેલા. અજ્ઞાની ‘રાવણ'. આહાહા..! જ્ઞાનીની વાત શાની જાણે. જ્ઞાનીના પરિણામ જાણવાનું સામર્થ્ય... આહાહા..! શું કહે છે? ધર્મીજીવના પરિણામ તે વખતે ક્રિયાકાંડ વખતે પણ રાગથી ભિન્ન પરિણામ છે. આહાહા..! એ પરિણામ જાણવાનું કામ-સામર્થ્ય અજ્ઞાનીનું નથી. અજ્ઞાનીના કામ નથી, ભાઈ! આહાહા..! પોતે સંયોગ છોડીને બેઠો હોય, એવું બધું હોય એટલે અમે ત્યાગી છીએ અને ઓલાને સંયોગ છે માટે ભોગી છે, કેમ તને ખબર પડે? બાપુ! એ સંયોગમાં પણ જ્ઞાનમાં સ્થિર છે. જ્ઞાન સ્વપપ્રકાશકમાં પડ્યો છે ઇ. બહારના કામમાં ઇ આવ્યો નથી, નીકળ્યો જ નથી, કહે છે. આહાહા..! વિશેષ કહેશે... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ!) પ્રવચન નં. ૩૦૧ ગાથા-૨૨૮, શ્લોક-૧૫૩, ૧૫૪ સોમવાર, ભાદરવા સુદ ૧૨, તા. ૦૩-૦૯-૧૯૭૯ આજે દસલક્ષણીનો આઠમો દિવસ છે ને? ત્યાગ, ત્યાગ. ધર્મી મુનિ, ત્યાગી મુનિને આપે એની અહીં વાત છે. व्याख्या यत् क्रियते श्रुतस्य यतये यद्दीयते पुस्तकं स्थानं संयमसाधनादिकमपि प्रीत्या सदाचारिणा । स त्यागो वपुरादिनिर्ममतया नो किंचनास्ते यते राकिंचन्यमिदं च संसृतिहरो धर्मः सतां संमतः । । સદાચારી પુરુષ દ્વારા એટલે મુનિ દ્વારા. વાત તો આ છે. સદાચારી (એટલે) જેને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ્યા છે, જેણે સત્ત્નું આચરણ કર્યું છે. આહા..! સત્ એવો જ્ઞાયક સ્વભાવ, એનું જેને સમ્યગ્દર્શન, જ્ઞાન ને ચારિત્રનું આચરણ થયું છે, એને સદાચારી કહેવામાં આવે છે. આ લૌકિક સજ્જન કહે અને સદાચારી (કહે) એ અહીં નહિ. દયા, દાન ને વ્રત, ભક્તિ આદિ લૌકિક કરે ને દાન આપે (એ નહિ). આ સદાચાર એટલે સત્ એવું જ્ઞાયક સ્વરૂપ ભગવાનઆત્મા, એનું અંતરમાં જેને દર્શન, જ્ઞાન ને ચારિત્રનું આચરણ પ્રગટ થયું છે, એ સદાચારી છે). એ સદાચારી પુરુષ દ્વારા એટલે મુનિ દ્વારા મુનિને. આમ વાત છે, લ્યો. જે પ્રેમપૂર્વક આગમનું વ્યાખ્યાન કરવામાં આવે. આગમનું વ્યાખ્યાન પ્રેમપૂર્વક યથાર્થ વસ્તુની સ્થિતિનું વર્ણન કરવામાં આવે. આહા..! પુસ્તક આપવામાં આવે. મુનિ મુનિને Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ પુસ્તક આપે. આ તો નિમિત્તથી કથન છે. બાકી એમાં રાગને ત્યાગ કરે છે અને સ્વભાવમાં સ્થિર થાય છે એનું નામ ત્યાગ ધર્મ છે. પણ અહીં વિકલ્પથી વાત કરી છે. પુસ્તક આપે, સંયમના સાધનભૂત પીંછી આદિ પણ આપવામાં આવે. નિમિત્ત. મુનિને તો એવું હોય છે કે કપડા ને પાત્રો તો એને હોતા નથી. પીંછી, કમંડળ આદિ હોય એ મુનિ મુનિને કોઈ આપે એને અહીં રાગની દશાના અભાવસ્વરૂપ ત્યાગ ધર્મ કહે છે. આહાહા...! દસલક્ષણ છે ને? મુનિના ધર્મ (છે). આ મુનિના આરાધનના દિવસ છે. આ તો દિગંબર સનાતન જૈનધર્મ, તેમાં ચારિત્ર તે મોક્ષનું કારણ અને એ ચારિત્રના આરાધનના આ દસ દિવસ છે. સમજાય છે કાંઈ? પેટામાં ગૃહસ્થ સમકિતી આદિ આવી જાય, પણ મુખ્ય તો આ છે. તેને ઉત્તમ ત્યાગ ધર્મ કહેવામાં આવે છે. શરીરાદિમાં મમત્વબુદ્ધિ ન રહે. આહાહા.! પરનો તો ત્યાગ કરે જ, પુસ્તક કોઈને જોઈતું હોય અને પોતા પાસે છે તો એ આપી દયે. કોઈ કમંડળ આદિ વિશેષ વધારે હોયતો આપી ધે, મોરપીંછી હોય છે એ આપી શે. પણ શરીર પ્રત્યે પણ મમત્વબુદ્ધિ ન રહે. મુનિની પાસે કિંચિત્માત્ર પણ પરિગ્રહ રહેતો નથી. આહાહા.! તલતુષમાત્ર જે રાગ અંદર અને વસ્ત્ર આદિ પરિગ્રહ એને હોતો નથી. આહા...! એનું નામ ઉત્તમ આકિચન ધર્મ છે). સાથે જોડી દીધું. છે તો આજે ત્યાગ (ધર્મ, પણ ત્યાગની સાથે અકિંચન જોડી દીધું. પછીનું અકિંચન આવે છે ને? સજ્જન પુરુષોને ઇચ્છિત સપુરુષોને ઇચ્છવા લાયક, ધર્માત્માને ભાવના કરવા લાયક તે ધર્મ સંસારનો નાશ કરનાર છે. સજ્જન પુરુષો એટલે મુનિરાજને ભાવનામાં તે ધર્મ સંસારનો નાશ કરનાર છે. આહાહા...! રાગરૂપી અંશ જે છે તેનો એ ત્યાગ કરે છે અને સ્વરૂપમાં ઠરે છે એ મુનિનો ત્યાગ ધર્મ સંસારનો નાશ કરનાર છે. આહાહા.! વસ્ત્ર, પાત્ર મુનિ (રાખે) એને તો સિદ્ધાંતે મુનિ કહ્યા જ નથી. અને વસ્ત્ર, પાત્ર છોડીને બેઠા પણ અંતરમાં મિથ્યાત્વ ભાવ છે તો એને પણ મુનિ કહ્યા નથી. મુનિને તો અંતર આત્મ અનુભવ, સમ્યક આનંદની લહેર જેને જાગી છે દર્શનમાં અને જેને આત્માની લહેર જ્ઞાનમાં જણાય છે અને જ્ઞાનના આનંદમાં જેની લીનતા વધે છે એને અહીં મુનિ કહેવામાં આવે છે. આહા! એ મુનિ બીજા મુનિને વ્યાખ્યાન કરે, પુસ્તક આદિ આપે તો એમાં જેટલો ઓલા રાગનો ત્યાગ થાય છે ને, વસ્તુ આપવાની ક્રિયા તો પર છે પણ એમાં જેટલો રાગ હતો એનો ત્યાગ થાય છે અને સ્વરૂપમાં સ્થિરતા થાય છે એનું નામ દસલક્ષણીનો આઠમો ધર્મ કહેવામાં આવે છે. આની એક જ ગાથા છે. આપણે અહીંયાં ક્યાં આવ્યું છે? ૧૫૩ કળશ, ભાવાર્થ આવી ગયો? હૈ? બીજો પેરેગ્રાફ. “અવિરત સમ્યગ્દષ્ટિથી માંડીને ૧૫૩ કળશ, એનો ભાવાર્થ. પહેલી ત્રણ લીટી થઈ ગઈ છે. આહા...! અવિરત સમ્યગ્દષ્ટિ (અર્થાતુ) જેને હજી અવ્રતનો ત્યાગ થયો નથી, પણ Page #439 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૫૩ ૪૨૫ સમ્યગ્દર્શન થયું છે. આહાહા.! અંતરના અનુભવની આનંદની ધારા જેને દૃષ્ટિમાં આવી છે. આહા...! એને હજી અવતભાવ છે, એને અહીંયાં અવિરત સમ્યગ્દષ્ટિ કહે છે. એને થી) માંડીને ઉપરના બધાય જ્ઞાની... ચોથે ગુણસ્થાનથી માંડી, પાંચમાં, છછું વગેરે બધાને) “જ્ઞાની જ સમજવા.” એ બધાને જ્ઞાની કહેવામાં આવે. કેટલાક એમ કહે છે કે, જ્ઞાની તો જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં હોય તો જ્ઞાની (કહેવાય), નહિતર (નહિ). એવું એકાંત ખેંચવા જાય છે. નીચે પણ એમ કે, સરાગ સમકિત હોય છે પણ વીતરાગ સમકિત તો જ્યારે નિર્વિકલ્પ થાય ત્યારે હોય. પણ અહીં તો સમ્યગ્દર્શન થાય તે સમ્યગ્દર્શન વીતરાગી જ પર્યાય છે. આહાહા...! વીતરાગી ભગવાન આત્મા ચૈતન્ય વીતરાગ સ્વરૂપ, એની પ્રતીત અને એના જ્ઞાનમાં જે વીતરાગતા આવે તેને અહીંયાં સમ્યગ્દર્શન અને જ્ઞાન કહે છે. રાગ જોડે હોય છે, અવિરત કીધું, છતાં એ રાગ છે એ દોષ છે પણ જે સમ્યગ્દર્શન છે એ મોક્ષનો માર્ગ અંદર પ્રગટ્યો છે. આહાહા...! એનેથી) માંડીને પાંચમે ગુણસ્થાન, છઠ્ઠું બધાને “જ્ઞાની જ સમજવા.” એમ ભાષા છે, જોયું? પણ આ ગૃહસ્થનું લખેલું) ઈ ન માને. આ તો “જ્ઞાની જ સમજવા.” એમ કીધું છે. “તેમાં, અવિરત સમ્યગ્દષ્ટિ... ચોથે. દેશવિરત સમ્યગ્દષ્ટિ... પાંચમે, અને આહારવિહાર કરતા મુનિઓને...' છë. આહારવિહારનો વિકલ્પ (છઠ્ઠું હોય). “બાહ્યક્રિયાકર્મ પ્રવર્તે છે....” એને રાગની અને જડની, શરીરાદિની ક્રિયા પ્રવર્તે છે. ‘તોપણ જ્ઞાનસ્વભાવથી અચલિત હોવાને લીધે....... આહાહા...! જેને જ્ઞાયક સ્વભાવ અનુભવમાં આવ્યો છે તેનાથી તે ચલિત થતો નથી. ચાહે તો રાગ વિષયનો આવે, લડાઈનો આવે અને લડાઈની ક્રિયા હો... આહાહા...! પણ પોતાના જ્ઞાનસ્વભાવમાંથી ચલિત થતો નથી. આહા.! લડાઈમાં આમ ઊભો હોય અંદરથી છતાં એનું જ્ઞાનસ્વરૂપ ભગવાનઆત્મા, એની જે દૃષ્ટિ જામી છે એનાથી ચલિત થતો નથી. ભલે રાગ હો, ભલે લડાઈની ક્રિયા હો, ભલે વિષયની ક્રિયા દેહની હો. આહાહા.! આકરી વાત, ભાઈ! આહાહા.! તોપણ જ્ઞાનસ્વભાવથી અચલિત હોવાને લીધે કોણ? ચોથાના, પાંચમાના અને છઠ્ઠાના જ્ઞાની છે તે જ્ઞાનીને આહાર, વિહાર, શરીરાદિની ક્રિયા, વિષયવાસના આદિની ક્રિયા ચોથે, પાંચમે વર્તતી હોય અને દેહની ક્રિયા પણ એ જાતની પ્રવૃત્તિમાં હો, છતાં જ્ઞાનસ્વભાવથી અચલિત છે). હું જે આનંદ અને જ્ઞાનસ્વરૂપ જ્ઞાયક છું એમાંથી તો અચલિત-ચલતો નથી. આહાહા.! “જ્ઞાનસ્વભાવથી અચલિત હોવાને લીધે...” આ જ્ઞાનસ્વભાવ એટલે શાસ્ત્રનું જ્ઞાન નહિ. આત્મા જ્ઞાનસ્વભાવી વસ્તુ, તેનું જ્ઞાન હોવાથી. એ “જ્ઞાનસ્વભાવથી અચલિત...” છે. આહાહા..! નિશ્ચયથી તેઓ બાહ્ય ક્રિયાકર્મના કરતા નથી.” ખરેખર શરીરની ક્રિયા થાય, વાણીની Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ થાય, અરે! લખવાની થાય. આહાહા.! એ તો બધું આપણે શેયમાં આવી ગયું છે ને? એ શેય છે. લખવાની ક્રિયા જડની છે તે જોય છે. તેના પ્રત્યેનું જ્ઞાનનું પરિણમવું, એ જોય જે ચીજ છે તે શેયાકારે જ્ઞાનનું થવું એ એની ચીજ છે. આહાહા...! ભારે વાતું, ભાઈ! કહે છે કે, એવી લખવાની ક્રિયા આદિ શરીરની ચાલતી હોય, સમકિતીને વિષયની વાસના અને દેહની ક્રિયા ચાલતી હોય, આહાહા...! મુનિને આહારવિહારનો વિકલ્પ અને આહારવિહારની ક્રિયા ચાલતી હોય અથવા એ મુનિઓ શાસ્ત્રો બનાવે છે ને? શું કહેવાય? તાડપત્ર. એ તાડપત્ર ને લખવાની ક્રિયા ભલે હો, એનો વિકલ્પ પણ હો પણ અંદર જ્ઞાનસ્વરૂપથી ચલિત થતા નથી. એ રાગ છે એ હું કરું છું અને આ ક્રિયા મારી છે એવું જ્ઞાનીને નથી. આહાહા..! આવો માર્ગ. નિશ્ચયથી તેઓ બાહ્યક્રિયાકર્મના કર્તા નથી....... અરે..! “રામચંદ્રજી સમકિતી. સીતાજીને રાવણ’ લઈ ગયો. (“રામ') જંગલમાં પૂછે, “સીતા', મારી “સીતા”. એ બધો વિકલ્પ અને ક્રિયા (થાય પણ) એના જ્ઞાનથી ચલાયમાન નથી. આહાહા.! આકરું કામ છે, બાપુ! જ્યાં અંદર જ્ઞાતા-દેણનો સ્વભાવ પ્રતીતિમાં, અનુભવમાં, જ્ઞાનમાં શેય તરીકે જ્યાં આવ્યો, આહાહા...! હવે એમાંથી ચલાયમાન કેમ થાય? ગમે તે રાગની પ્રવૃત્તિ હોય, દેહની પ્રવૃત્તિ હોય. આહાહા.! છ ખંડને સાધવા ચક્રવર્તી સમકિતી નીકળે છતાં એ ક્રિયા, છ— કરોડ પાયદળ સાથે હોય, દેવો હોય, ચક્રવર્તી સમકિતી અને કોઈ તીર્થકર આદિ હોય, એ બધી ક્રિયા ભલે હો. “શાંતિનાથ', કુંથુનાથ', “અરનાથ ચક્રવર્તી હતા, તીર્થંકર હતા. એ છ ખંડ સાધવા નીકળે પણ અંદરમાં... ભાઈએ કહ્યું ને? ભાઈ! “સોગાની”. છ ખંડ સાધતા નથી એ તો અખંડને સાધે છે. આહાહા.! એ વખતે પણ એની અખંડ ધારામાં દૃષ્ટિ પડી છે એને એ વધારે છે. આહાહા! માર્ગ બહુ જુદી જાત, ભાઈ! માથે આવી ગયું હતું ને? કે, “જ્ઞાનીના પરિણામ જાણવાનું સામર્થ્ય અજ્ઞાનીનું નથી. જ્ઞાનીની વાત જ્ઞાની જાણે, બાપુ! આહાહા..! બહારની પ્રવૃત્તિથી આંક ટાંકવા જાય તેને આંક હાથ નહિ આવે. આહાહા...! જ્ઞાનના જ કર્તા છે. જુઓ! આ વસ્તુ. ધર્મી તો આનંદનો નાથ પ્રભુ આત્મા જેને દૃષ્ટિમાં આવ્યો છે તે જ્ઞાન અને આનંદની પર્યાયનો જ એ કર્તા છે. આહાહા.. તે વખતે રાગ અને શરીરની ક્રિયા એ શેય તરીકે છે તેને જ્ઞાન તરીકે જાણવાની ક્રિયા કરે છે. આહાહા...! સમજાય છે કાંઈ? આહાહા...! “અંતરંગ મિથ્યાત્વના અભાવથી.” અંતરમાં રાગની એકતાબુદ્ધિનું મિથ્યાત્વ ટળવાથી યથાસંભવ કષાયના અભાવથી...” યથાસંભવ. ચોથે અનંતાનુબંધીનો અભાવ, પાંચમે અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનનો અભાવ, છછું પ્રત્યાખ્યાનનો અભાવ, તેથી યથાસંભવ કીધું. તે તે ગુણસ્થાનને યોગ્ય યથાસંભવ કષાયના અભાવથી તેમના પરિણામ ઉજ્જવળ છે.” આહાહા. તે ઉજ્જવળતાને તેઓ જ ત્વજ્ઞાની જાણે છે...” આહાહા..! બહુ ઝીણી વાત. Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૨૭ શ્લોક–૧૫૩ મિથ્યાષ્ટિઓ તે ઉજ્જવળતાને જાણતા નથી.” એ તો બાહ્યની ક્રિયા જોવે. જો આ કરે છે, જો આ કરે છે. કરે છે નહિ, થાય છે. આહાહા...! એને પણ જાણવાનું કામ કરે છે. આહાહા.! “મિથ્યાષ્ટિઓ તે ઉજ્જવળતાને જાણતા નથી. મિથ્યાષ્ટિ તો બહિરાત્મા છે,” બહિર–જેની દૃષ્ટિ બાહ્ય ઉપર છે. દેહ ઉપર, રાગ ઉપર, વાણી ઉપર આહાહા..! એ તો “બહારથી જ ભલું બુરું માને છે;” બહારનો ત્યાગ હોય તો એ ભલો છે, બાહ્યનો ત્યાગ ન હોય અને ભોગ હોય તો એ ભુંડો છે, એમ માને. આહાહા.! પણ બાહ્યનો ત્યાગ નથી અને અંદર અત્યાગમાં રોકાય છે તો પણ તેની દૃષ્ટિમાં તે નથી. ધર્મીની દૃષ્ટિ તો જ્ઞાનસ્વભાવ, જ્ઞાયકસ્વભાવ, ધ્રુવ સ્વભાવ, નિત્યાનંદ પ્રભુ... આહા...! એવા જ્ઞાયકભાવથી ધર્મી ચલાયમાન થતો નથી. આ વસ્તુ (છે). સમજાણું કાંઈ? આહા.! બહારથી જ ભલું બુરું માને છે; અંતરાત્માની ગતિ બહિરાત્મા શું જાણે? આહાહા...! અંતર આત્માની દૃષ્ટિ થઈ અને અંતરાત્મા પ્રગટ્યો, જાણ્યો એ બહિરાત્મા, બાહ્યની પ્રવૃત્તિ અને રાગને દેખનારા, એની ઉજ્જવળાતને કેમ જાણી શકે? આહાહા.! ભારે આકરી વાતું. હવે આ બાહ્ય ત્યાગ કરીને બેઠો હોય, હજારો રાણી છોડી, શરીરમાં કપડાનો ટુકડોય ન હોય છતાં અંદરમાં રાગ અને એ ક્રિયા હું કરું છું એવી દષ્ટિ છે તો મિથ્યાષ્ટિ છે. અને બાહ્યમાં ચક્રવર્તીના રાજમાં પડ્યો દેખાય, આહાહા...! છ— કરોડ પાયદળના લશ્કરમાં આમ હાથીને હોદે જાતો હોય, લશ્કર ચાલતું હોય ભેગો હાથીને હોદે પોતે બેઠો હોય. આહા...! મોટો પથારો. છ– કરોડનો પથારો માણસોનો, હાથીને, પણ કહે છે કે, એ પ્રવૃત્તિ અને એમાં થતો રાગ, તેનું જ્ઞાન, તેને જ્ઞાન કરે છે. એ જ્ઞાન સ્વભાવમાંથી ચલાયમાન થતો નથી. ચલાયમાન થઈને રાગ મારો છે ને ક્રિયા હું કરું છું, એ દૃષ્ટિ એની નથી. આવી વાતું. જગતથી ઊંધી છે, બાપુ! આહાહા.! તેથી માથે કહ્યું હતું કે, જ્ઞાનીની વાત જ્ઞાની જ જાણે, બાપુ! આહાહા.! એ જ્ઞાનીના પરિણામ જાણવાનું સામર્થ્ય અજ્ઞાનીનું નથી. એ તો બહારના અત્યાગ ઉપર માપ કરે કે, જુઓ! આને ક્યાં ત્યાગ છે? બાયડીનો ત્યાગ નથી, આનો ત્યાગ નથી. અને આ તો ત્યાગી થઈને બેઠો છે બધું. પણ ત્યાગ શેનો? અહીં તો જેને રાગનો ત્યાગ કરી અને દૃષ્ટિમાં સ્વભાવનો સ્વીકાર થયો છે તે સમ્યગ્દષ્ટિની રાગની પ્રવૃત્તિ જે દેખાય તેનો એ સ્વામી નથી. તેમાં તેની કબુદ્ધિ નથી. એ મારાથી થાય છે એમ એ માનતો નથી. આહાહા..! અને અજ્ઞાની બહારની નગ્ન ક્રિયા, પંચ મહાવ્રતના પરિણામ એ મારી ક્રિયા છે, એ મારું સ્વરૂપ છે, એનાથી હું ત્યાગી છું (એમ માને છે તો) મિથ્યાદૃષ્ટિ છે. અર.ર..ર...! આવી વાતું હવે આકરી પડે. Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ( શ્લોક–૧૫૪ (શાર્દૂનવિક્રીડિત) सम्यग्द्दष्टय एव साहसमिदं कर्तुं क्षमन्ते परं यद्वजेऽपि पतत्यमी भयचलत्त्रैलोक्यमुक्ताध्वनि। सर्वामेव निसर्गनिर्भयतया शङ्कां विहाय स्वयं जानन्तः स्वमवध्यबोधवपुषं बोधाच्च्यवन्ते न हि।।१५४।। હવે, આ જ અર્થના સમર્થનરૂપે અને આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છે : શ્લોકાર્થ:- [ ય મય-વત્રત-ત્રનોય-મુવત્ત-ધ્વનિ વણે પતંતિ મપ ] જેના ભયથી ચલાયમાન થતા-ખળભળી જતા-ત્રણે લોક પોતાનો માર્ગ છોડી દે છે એવો વજપાત થવા છતાં, [ ની ] આ સમ્યગ્દષ્ટિ જીવો, [ નિસ-નિર્મયત ] સ્વભાવથી જ નિર્ભય હોવાને લીધે, [ સર્વમ્ વ શi વિદાય ] સમસ્ત શંકા છોડીને, [ સ્વયં સ્વમ્ વધ્ય-વાઘવપુષે નાનત્ત: ] પોતે પોતાને (અર્થાત્ આત્માને) જેનું જ્ઞાનરૂપી શરીર અવધ્ય (અર્થાત્ કોઈથી હણી શકાય નહિ એવું) છે એવો જાણતા થકા, [ વોથાત્ વ્યવન્ત ન હિ ] જ્ઞાનથી ચુત થતા નથી. [ રૂદ્ર પરં સામ્ સર્ગીકૃષ્ટય: કવ તું ક્ષમત્તે ] આવું પરમ સાહસ કરવાને માત્ર સમ્યગ્દષ્ટિઓ જ સમર્થ છે. ભાવાર્થ - સમ્યગ્દષ્ટિ નિઃશંક્તિગુણ સહિત હોય છે તેથી ગમે તેવા શુભાશુભ કર્મના ઉદય વખતે પણ તેઓ જ્ઞાનરૂપે જ પરિણમે છે. જેના ભયથી ત્રણ લોકના જીવો કંપી ઊઠે છે-ખળભળી જાય છે અને પોતાનો માર્ગ છોડી દે છે એવો વજપાત થવા છતાં સમ્યગ્દષ્ટિ જીવ પોતાના સ્વરૂપનું જ્ઞાનશરીરવાળું માનતો થકો જ્ઞાનથી ચલાયમાન થતો નથી. તેને એમ શંકા નથી થતી કે આ વજપાતથી મારો નાશ થઈ જશે; પર્યાયનો વિનાશ થાય તો ઠીક જ છે કારણ કે તેનો તો વિનાશિક સ્વભાવ જ છે. ૧૫૪. શ્લોક–૧૫૪ ઉપર પ્રવચન “હવે, આ જ અર્થના સમર્થનરૂપે અને આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છે – ૧૫૪. Page #443 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૫૪ ૪૨૯ | (શાર્દૂનવિછારિત) सम्यग्द्दष्टय एव साहसमिदं कर्तुं क्षमन्ते परं यद्वजेऽपि पतत्यमी भयचलत्त्रैलोक्यमुक्ताध्वनि। सर्वामेव निसर्गनिर्भयतया शङ्कां विहाय स्वयं जानन्तः स्वमवध्यबोधवपुष बोधाच्च्यवन्ते न हि ।।१५४।। યિત મય-ત-નૈનોવય-મુ-૩ ધ્વનિ વજે પતતિ મSિ જેના ભયથી ચલાયમાન થતાખળભળી જતા-ત્રણે લોક પોતાનો માર્ગ છોડી દે છે...” આહાહા.! ભયમાં આવી જાય. જ્યાં ઉપસર્ગ પડે, જુઓને આ પાણીના બધા. આહાહા...! મુનિને પણ દરિયામાં પાણીમાં નાખે. એને કંઈ અડતોય નથી. આહા...! અજ્ઞાની એમાંથી માર્ગ) છોડી દયે છે. અરે..! અમને આ દુઃખ આવી પડ્યા, અમને પરિષહ આવી પડ્યા. પોતાના આત્મધર્મથી છૂટી જાય છે. એવો વજપાત...” માથે વજપાત પડે. આહાહા...! જેના શરીરના ઘાણ વળી જાય એવા વજપાત પડવા છતાં “આ સમ્યગ્દષ્ટિ જીવો....... આહાહા...! ભાઈ! સમ્યગ્દષ્ટિ શું ચીજ છે ઇ (તને ખબર નથી). અત્યારે તો કેટલાક એમ કહે છે કે, નિશ્ચય સમકિત છે ઈ જાણવામાં આવે નહિ માટે આપણે બધો વ્યવહાર કરીએ એ બરાબર છે, જાઓ. આહાહા. એ સમ્યગ્દષ્ટિ જાણવામાં આવે નહિ એમ તું કહે છે એ જ બતાવે છે કે, તું મિથ્યાદૃષ્ટિ છો. આહાહા...! શું થાય? અહીં કહે છે કે, “સમ્યગ્દષ્ટિ જીવો... નિસ-નિર્માતા સ્વભાવથી જ. ‘નિસનિર્ભયતા આહા..! જેને આનંદનો નાથ વજબિંબ ચૈતન્યનો જેને અંતર અનુભવ અને જ્ઞાન થયું, એ સમ્યગ્દષ્ટિ ઉપરથી વજપાત પડે, અંદરથી અગ્નિની ધારા વહે. આહાહા...! (છતાં) સ્વભાવથી નિર્ભય હોવાને લીધે. ધર્મી તો સ્વભાવથી નિર્ભય છે. હું જ્ઞાનસ્વરૂપ છું, મારા કિલ્લામાં રાગનો પ્રવેશ નથી તો મારા કિલ્લામાં પરિષહનો પ્રવેશ તો છે જ નહિ). દુર્ગ કિલ્લો મારો નાથ. આહા....! ઝીણી વાત, ભાઈ! આહાહા...! ધર્મજીવ તો એને કહીએ કે જેને આત્મજ્ઞાન થયું છે અને જેને સમ્યગ્દર્શન, જ્ઞાનની સાથે પ્રગટ્યું છે એવો જીવ વજના માથે ઘણ પડતા હોય તોપણ સ્વભાવથી નિર્ભય છે. એનો સ્વભાવ જ નિર્ભય છે. આહા...! છે? ‘નિસ-નિર્મયતયા' આહાહા...! હવે આઠ આચાર લેવા છે એનો આ ઉપોદ્યાત છે. સમકિતના આઠ આચાર છે ને? સમકિતી “સ્વભાવથી જ નિર્ભય હોવાને લીધે...” સિમ્ વ શwાં વિદાય “સમસ્ત શંકા છોડીને...” અરે...! મને કંઈક થાય છે એવી શંકા છોડી દીધી છે. તને કાંઈ થતું નથી. ઇ તો આનંદનો નાથ છે. વજમાં જેમ સોયનો પ્રવેશ નથી એમ મારા સ્વરૂપમાં રાગ અને ક્રિયાનો પ્રવેશ નથી. એવો સ્વભાવથી નિર્ભય સમકિતી છે). આહાહા...! આવી વાત છે. સમસ્ત શંકા છોડીને, સ્વિયં સ્વમ્ વધ્ય-વાઘ-વપુષે નાનન્તઃ] પોતે પોતાને.” “સ્વયં” Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ એટલે પોતે. “સ્વ” એટલે પોતાને અર્થાત્ આત્માને. જેનું જ્ઞાનરૂપી...” “વધ્ય-વધ-વપુષ બીનન્તઃ મારું તો જ્ઞાનરૂપી શરીર (છે). જ્ઞાનરૂપી શરીર તે હું છું. રાગ નહિ, શરીર નહિ. આહાહા..! જ્ઞાનરૂપી શરીર.” ઈ શરીર, આ (જડ) શરીર નહિ. જાણક સ્વભાવનો પિંડ પ્રભુ, એ જ્ઞાનરૂપી શરીર. આહાહા...! અવધ્ય છે, એ જ્ઞાનરૂપી શરીર અવધ્ય છે. કોઈથી હણી શકાય એવું નથી. આહાહા...! આ શરીરને હણે કે ન હણે, એ તો જડની ક્રિયા છે. મારું જે શરીર જ્ઞાન, આનંદ સ્વરૂપનો કુંજ પ્રભુ, એ જ્ઞાન મારું શરીર છે. જાણપણું સ્વભાવ, જ્ઞાયક. આહાહા.! એને કોઈ હણવા (સમર્થ નથી). હણી શકાય નહિ એવું છે ઇ. આહા...! છે ને? “વપુ... વધુ છે ને? “વધ્ય-વોપ-વપુi Mાનન્ત: મારો જ્ઞાનસ્વભાવ શરીર તે કોઈથી હણી શકાય નહિ એવું મારું શરીર છે. એ ચૈતન્ય શરીરી હું શરીર છું. આહા.! આવી વાતું (છોડીને બહારની પ્રવૃત્તિમાં રોકાઈ ગયા. મૂળ વાત રહી ગઈ. આહાહા.! જ્ઞાનથી ટ્યુત થતા નથી.” શી રીતે? એવું જાણતા થકા. મારું જ્ઞાનરૂપી શરીર હણી શકાય નહિ એવું છે, એવું જાણતા થકા, એમ જાણતા થકા. આહાહા...! હું છું એ તો જ્ઞાનરૂપી શરીર તે હું છું. રાગ ને શરીર એ તો મારી ચીજમાં છે જ નહિ અને એ હું નથી. હું તો જ્ઞાન જ્ઞાયકરૂપી ચૈતન્ય શરીર તે હું, તે કોઈથી હણી શકાય એવું નથી. મારો કિલ્લો દુર્ગ કિલ્લો છે. જેમાં વિકલ્પ અને શરીરની ક્રિયાનો પ્રવેશ નથી. આહાહા. જેમ મોટા પત્થરના કિલ્લા હોય તો એમાં પ્રવેશ ન હોય, એમ મારો નાથ ચૈતન્ય ભગવાન દુર્ગ કિલ્લો, તેમાં રાગ ને ક્રિયાનો પ્રવેશ નથી. આહાહા...! અરે.! આવી વાતું. આઠ વર્ષની બાલિકા પણ જો સમ્યગ્દર્શન પામે તો એને આ જ્ઞાનમાંથી ચળે એ વસ્તુ નથી. ભલે એ લગન કરે, આહાહા.! છતાં તે લગનનો રાગ અને એ ક્રિયામાં હું છું એમ નથી). મારું સ્વરૂપ તો જ્ઞાન છે, તેમાંથી ચળતો નથી. આહાહા.! ભગવાન ચિદાનંદ સચ્ચિદાનંદ પ્રભુ, તે મારું શરીર છે, એ હું છું. એવા સ્વભાવમાં પરનો પ્રવેશ ને પરનો ભય કંઈ છે જ નહિ. આહા...! એથી “જ્ઞાનથી ચુત થતા નથી.” અવધ્ય મારું સ્વરૂપ છે એવું જાણતા થકા. પરથી, રાગથી ને ક્રિયાથી ન હણાય એવો મારો પ્રભુનો સ્વભાવ છે. આહાહા.! એમ જાણતા થકા. જાણતા થકા “જ્ઞાનથી ચુત થતા નથી. આહાહા.! શ્રેણિક રાજા. માથું ફોડ્યું, હીરો ચૂસ્યો છતાં જ્ઞાનથી ચલાયમાન નથી. અરેરે.! એ તો રાગનો ભાવ આવ્યો અને દેહની ક્રિયા એવી થઈ. તે મારું ચૈતન્ય શરીર છે એમાં આ થયું નથી, એ મને થયું નથી એમ જ્ઞાનથી ચલાયમાન તેવા પ્રસંગમાં પણ તે જ્ઞાનથી ચલાયમાન થતો નથી. આહાહા...! મુનિઓને ઘાણીમાં પીલે. આહાહા...! પણ તે પોતે જ્ઞાનસ્વરૂપી મારો નાથ, એમાંથી તે ચલાયમાન થતો નથી. આહાહા...! એની દૃષ્ટિ દ્રવ્ય સ્વભાવ ઉપર પડી છે. આહાહા.! Page #445 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૫૪ ૪૩૧ જ્ઞાયક સ્વભાવ, જ્ઞાયક સ્વભાવ, જ્ઞાયક સ્વભાવ એવું મારું પરમેશ્વર સ્વરૂપ, તેમાં દૃષ્ટિ હોવાથી સંયોગના ગમે તેવા પ્રસંગ ભજો પણ તે જ્ઞાનસ્વરૂપીથી ચળતો નથી. આહાહા...! આવી વાત છે. અહીં તો જરી અનુકૂળતા મળે ત્યાં રાજી રાજી થઈ જાય, પ્રતિકૂળતા મળે ત્યાં ખેદ કરે. એ તો પોતે જ્ઞાનથી ચળી ગયો છે. આહાહા...! સનતકુમાર' ચક્રવર્તી, છ— કરોડ પાયદળ, છ— હજાર સ્ત્રી છોડી મુનિ થયા. અંદરના આનંદના કંદમાં જઈને મુનિ થયા. એને ૭૦૦ વર્ષ ગળત કોઢ (થયો). શરીરના આંગળા ગળતા જાય. છતાં) જ્ઞાનસ્વરૂપથી ચલાયમાન નથી. આહા.! એ ક્રિયાનો તો હું જાણનારો છું. તે પણ એને જાણનારો છું કહેવું એ પણ વ્યવહાર છે. હું તો તેના સંબંધીનું મારું જ્ઞાન અને મારા સંબંધીનું મારું જ્ઞાન તેને હું જાણનારો છું. એનાથી ચલાયમાન થતો નથી. આહાહા...! ફિä પરં સામ્ રાષ્ટય: વ તું ક્ષમત્તે “આવું પરમ સાહસ કરવાને માત્ર સમ્યગ્દષ્ટિઓ જ સમર્થ છે. આહાહા...! રાગને પોતાનો માનનાર અને રાગની ક્રિયાથી ધર્મ માનનાર એવા મિથ્યાષ્ટિની આ તાકાત નથી. આહાહા...! સમજાણું કાંઈ? આવી વાતું છે, ભાઈ! આહા...! જેને નિર્લેપ જ્ઞાયકભાવ ભગવાન બિરાજે છે દેહમાં પ્રભુ, આહાહા.! એના જેને આદર અને સ્વભાવના સત્કાર થયા, આહાહા...! એવો પરમાત્મા પરમેશ્વર સ્વરૂપ એ હું છું), એવું જેને ભાન થયું અને બહારથી ચલાયમાન થાય એવી કોઈ ચીજ નથી. આહાહા...! ભાવાર્થ – સમ્યગ્દષ્ટિ નિઃશકિતગુણ સહિત હોય છે...” નિર્ભય કહેવું છે ને? નિઃશંકિત કહો કે નિર્ભય કહો. આહાહા.! “સમ્યગ્દષ્ટિ નિઃશંકિતગુણ સહિત હોય છે. સમ્યકુ.. “સીતાજી સમ્યગ્દષ્ટિ હતા. (“રામ” કહે છે), પરીક્ષા આપો. “રાવણ'ના ઘરે તું રહી છો. લોકમાં શું કહેવાય), અમારે હજી રાજ કરવું છે. લોકો શું કહે? પરીક્ષા આપો, એકવાર અગ્નિમાં પડો.” આહાહા...! પણ ત્યાં સ્વરૂપથી ચલાયમાન ન થાય. શરીર અગ્નિમાં ઝુકાવ્યું પણ જ્ઞાનસ્વરૂપથી ત્યાં ચલાયમાન નથી. આહાહા...! એ તો પૂર્વના પુણ્ય હતા તે વળી.. એ પુણ્ય હતા તે, હોં વર્તમાન બ્રહ્મચર્યને લઈને થયું એ આરોપથી કથન છે. એ તો પૂર્વના પુણ્ય હતા એને લઈને થયું, ઇ બ્રહ્મચર્યથી થયું એમ કહેવામાં આવે. ઈ ચરણાનુયોગની રીત છે. આહા.! બાકી તો એનું બ્રહ્મચર્ય અને એનું સમ્યગ્દર્શન. આહાહા...! એના જોરમાં અગ્નિમાં ઝંપલાવ્યું તોય કહે છે, ત્યારે જ્ઞાનથી ચલાયમાન નહોતા. હું તો જ્ઞાતા-દષ્ટ છું. થાય તે ક્રિયાનો જાણનાર મારામાં રહીને (જાણું છું). આહાહા.! જુઓ! આ સમ્યગ્દષ્ટિનું સાહસ. છે ને? આવું પરમ સાહસ કરવાને... આહાહા...! એમ તો “રામચંદ્રજીને ખબર હતી કે, સીતાજી’ સતી છે પણ બાહ્યમાં “રાવણને ઘરે ગયા (તો) લોકો શું કહે? એ લૌકિક ખાતર પરીક્ષા કરી). એ પણ સમકિતી છે. એને એ જાતનો રાગ આવ્યો. ચાલો, “સીતાજી'. જ્યારે Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ અગ્નિમાં પડીને બહાર આવ્યા ત્યારે કહે, ચાલો ‘સીતાજી’ તમને હવે હું પટરાણી બનાવું. (ત્યારે ‘સીતાજી’ કહે છે), બસ થઈ ગઈ. સંસાર બસ થયો. આહાહા..! હવે હું પટરાણી તરીકે આવવા માગતી નથી. પંચમ ગુણસ્થાન અંગીકાર કરી સાધ્વી થાય છે. સાધ્વી એટલે છઠ્ઠ ગુણસ્થાને સાધ્વી, ઇ નહિ, અર્જિંકા, પંચમ ગુણસ્થાન. અગ્નિમાં પડીને બહાર આવ્યા.. આહાહા..! આ તો પરિષહથી પાર ઉતર્યાં. ચાલો હવે તમને પટરાણી બનાવું). બસ થયું. રામચંદ્રજી” બસ થઈ ગઈ, સંસારની સ્થિતિ. હવે અમે ત્યાં આવવાના નથી. જ્યાં અમે છીએ ત્યાં જવાના છીએ. આહાહા..! ‘રામચંદ્રજી’ બળદેવ જેવા પુરુષ, એ ભવમાં મોક્ષગામી છે. આહાહા..! અને સીતાજી’ એક ભવ કરીને પછી ગણધર થવાના. તીર્થંકરના ગણધર થવાના. ‘રાવણ’ તીર્થંકર થશે અને આ (તેના ગણધર થશે). આહાહા..! પરિણામની વિચિત્રતા છે. આહાહા..! એ ‘સીતાજી’ આમ જંગલમાં ચાલી નીકળે છે. સાધ્વી, અર્જિકાઓ છે એની પાસે જાય છે. માતા! મને અર્જિકા બનાવો. ઓલું રાજ આખું હતું તોય મારું નથી અને છૂટે તોય મારું થતું નથી. આહાહા..! માર્ગ બહુ ઝીણો, બાપુ! આહા..! આવું પરમ સાહસ કરવાને માત્ર સમ્યગ્દષ્ટિ...' મિથ્યાદૃષ્ટિનો ભાર નથી. ભલે પરિષહ સહન કરે, ઉપસર્ગ સહન કરે.. આહાહા..! પણ દૃષ્ટિ જ્યાં મિથ્યાત્વ છે, રાગની ક્રિયાએ મારી છે અને મને એનાથી ધર્મ થાય છે, એ મિથ્યાષ્ટિના કામ નથી, બાપા! આહા..! મુનિ અને મિથ્યાદૃષ્ટિ હોય તોય એના આ કામ નથી. અને સમ્યગ્દષ્ટિ અને સંસારમાં હોય તોપણ એના એ સાહસ, કામ છે. આહાહા..! મેરુ પર્વત પવનથી હલે નહિ, કંપાયમાન ન થાય. એમ મારો પ્રભુ, ધ્રુવ ચિદાનંદ પ્રભુ, આહા..! એ બહારના ઉપસર્ગ અને પરિષહથી ચલાયમાન ન થાય. આહાહા..! આવું સમ્યગ્દષ્ટિનું સાહસ અને સ્વરૂપ નિસર્ગથી છે. નિસર્ગ નામ સ્વભાવથી, ઇ આવ્યું હતું ને? નિસર્ગ નિર્ભય છે, સ્વભાવથી નિર્ભય છે. ભય થાય ખરો થોડો પણ એ અસ્થિરતાનો થાય. અંતરમાં નિર્ભય છે. આહાહા..! ગામમાં પ્લેગ આવ્યો હોય, આખું ગામ ખાલી થતું હોય તો પોતે પણ બહાર નીકળી જાય. મુમુક્ષુ :– પહેલો નીકળે. ઉત્ત૨ :– પહેલોય નીકળે. એથી કરીને એને ૫૨નો ડ૨ છે (એમ નથી). અસ્થિરતામાં જરી આવ્યો પણ છતાં એ અસ્થિરતાને પણ જાણનારો છે. આહાહા..! આવું સ્વરૂપ, બાપુ! જેને મોટાની ઓથ મળી એને નાના કોણ ગંજી શકે? આહા...! ભાવાર્થ ઃ- “સમ્યગ્દષ્ટિ નિઃશંકિતગુણ સહિત હોય છે તેથી ગમે તેવા શુભાશુભ કર્મના ઉદય... આહાહા..! અંદરમાં શુભ-અશુભ ભાવ કે બહારમાં શુભ-અશુભનો સંયોગ પ્રતિકૂળ (હોય), આહાહા..! એ વખતે પણ તેઓ જ્ઞાનરૂપે જ પરિણમે છે.’ રાગરૂપે કે પરરૂપે એ પરિણમતો નથી, આહાહા..! ગમે તેવા શુભાશુભ કર્મના ઉદય વખતે પણ તેઓ જ્ઞાનરૂપે...’ આત્મસ્વરૂપે જ પરિણમે છે. જેના ભયથી ત્રણ લોકના જીવો કંપી ઊઠે...' જેના ભયથી Page #447 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૫૪ ૪૩૩ ત્રણલોકના જીવો ભાગે, ડરે, ખળભળી જાય... આહાહા...! હજારો કાળા નાગ આમ જંગલમાંથી બહાર આવતા હોય. પોતે નીકળ્યા હોય. બીજા રાડ નાખી જાય. તે કાળે જ્ઞાનસ્વરૂપથી ચળતા નથી. કાળા નાગ આમ સેંકડો દેખાય, એને હું જ્ઞાન ચૈતન્યમૂર્તિ છું). એ મેરુ પવનથી હલે તો મારો આત્મા પરથી હલે. આહાહા...! આવી વાત છે. હવે એ સમ્યગ્દષ્ટિની વાત તો આખી મૂકી દીધી. એ સમ્યગ્દર્શન નિશ્ચય છે, આપણને ખબર ન પડે. માટે આપણે આ બધો વ્યવહાર કરો એ મુનિપણું. અર.૨.૨...! મુમુક્ષુ :- વ્યવહાર એ તો રાગ છે. ઉત્તર :- એ તો રાગ (છે). એ રાગની ક્રિયા પણ સમકિત વિનાની. આહા...! એ તો બધું મિથ્યાત્વ સહિત છે. આહાહા...! જેના ભયથી ત્રણ લોકના જીવો કંપી ઊઠે છે–ખળભળી જાય છે અને પોતાનો માર્ગ છોડી દે છે એવો વજપાત થવા છતાં સમ્યગ્દષ્ટિ જીવ પોતાના સ્વરૂપનું જ્ઞાનશરીરવાળું માનતો.' તો ભગવાન જ્ઞાનસ્વરૂપ છું. એ જ્ઞાનસ્વરૂપ મારું શરીર છે. આ શરીર હું નહિ, રાગ હું નહિ. આહા...! સંયોગો મને અડતા જ નથી. આહાહા.! સંયોગ મને અડતાય નથી. આહાહા.! અરૂપી એવો જ્ઞાનસ્વભાવ ભગવાન, જેને અંતરમાં અનુભવમાં, જાણવામાં આવ્યો, કહે છે કે મારા જ્ઞાનશરીરને હવે કોઈ વજપાતનો ઘા લાગુ પડે, એ છે નહિ. અગ્નિના અંગારા ઉપરથી પડતા હોય તોય મને આ નુકસાન કરે છે એમ છે નહિ. હું તો જ્ઞાનસ્વરૂપે પરિણમનાર (છું. તે વખતે તે અગ્નિની ક્રિયા અને તે વખતે જરી રાગ થયો, બેયને હું શેયાકારપણે જ્ઞાનપણે પરિણમનારો તે હું છું. આહાહા! આવી શરતું છે, પ્રભુ! આહા! તેને એમ શંકા નથી થતી કે આ વજપાતથી મારો નાશ થઈ જશે; પર્યાયનો વિનાશ થાય તો ઠીક જ છે” એ તો નાશ થવા લાયક છે. હું તો અવિનાશી છું. આહાહા...! ત્રણે કાળે હું અવિનાશી અને આ ત્રણે કાળે નાશવાન. આહા.! બેનો, મારે અને એને મેળ કાંઈ નથી. આહા...! ભાઈ! સમ્યગ્દર્શન ધર્મની પહેલી સીડી અલૌકિક છે. લોકો સાધારણ રીતે માની બેઠા છે એ વસ્તુ નથી. આહા...! સમજાણું કાંઈ? આહા.. પર્યાયનો વિનાશ થાય તો ઠીક જ છે કારણ કે તેનો તો વિનાશિક સ્વભાવ જ છે.” મારો પ્રભુ તો અવિનાશી સ્વભાવે છે. આહાહા.! એને આંચ લાગતી નથી. આહાહા...! મેરુ પર્વત... આવે છે ને ઓલા ભક્તામરમાં, નહિ? ભક્તામરમાં આવે છે. એમ કે, સંવર્તક વાયરો વાય મોટો તોપણ મેરુ હલે નહિ. એમ બહારના પ્રતિકૂળતાના ગંજ હોય અને અનુકૂળતાના ગંજ હોય તોપણ જ્ઞાની જ્ઞાનથી ચળતો નથી. આહાહા...! આવું સ્વરૂપ છે. Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ 1 - ( ગાથા–૨૨૮) सम्मादिट्टी जीवा णिस्संका होंति णिब्भया तेण| सत्तभयविप्पमुक्का जम्हा तम्हा दु णिस्संका।।२२८ ।। सम्यग्द्दष्टयो जीवा निश्शङ्का भवन्ति निर्भयास्तेन। सप्तभयविप्रमुक्ता यस्मात्तस्मात्तु निश्शङ्काः ।।२२८।। येन नित्यमेव सम्यग्द्दष्टयः सकलकर्मफलनिरभिलाषाः सन्तोऽत्यन्तकर्मनिरपेक्षतया वर्तन्ते, तेन नूनमेते अत्यन्तनिश्शङ्कदारुणाध्यवसायाः सन्तोऽत्यन्तनिर्भयाः सम्भाव्यन्ते। હવે આ અર્થને ગાથા દ્વારા કહે છે : સમ્યકત્વવંત જીવો નિઃશંક્તિ, તેથી છે નિર્ભય અને છે સપ્તભયપ્રવિમુક્ત જેથી, તેથી તે નિઃશંક છે. ૨૨૮. ગાથાર્થ:- [ સચદૃદયઃ બીવા: ] સમ્યગ્દષ્ટિ જીવો [ નિશા મવત્તિ ] નિઃશંક હોય છે. તેન ] તેથી નિર્મચા: ] નિર્ભય હોય છે; [ ] અને [ HI< ] કારણ કે [ સપ્તમવિષમુવI: ] સપ્ત ભયથી રહિત હોય છે [ તરમા ] તેથી [ નિશા : ] નિઃશંક હોય છે (અડોલ હોય છે). ટીકા - કારણ કે સમ્યગ્દષ્ટિઓ સદાય સર્વ કર્મોનાં ફળ પ્રત્યે નિરભિલાષ હોવાથી કર્મ પ્રત્યે અત્યંત નિરપેક્ષપણે વર્તે છે, તેથી ખરેખર તેઓ અત્યંત નિઃશંક દારુણ (દઢ) નિશ્ચયવાળા હોવાથી અત્યંત નિર્ભય છે એમ સંભાવના કરવામાં આવે છે (અર્થાત્ એમ યોગ્યપણે ગણવામાં આવે છે) ગાથા–૨૨૮ ઉપર પ્રવચન હવે આ અર્થને ગાથા દ્વારા કહે છે : ' सम्मादिट्टी जीवा णिस्संका होंति णिमया तेण । सत्तभयविप्पमुक्का जम्हा तम्हा दु णिस्संका।।२२८।। Page #449 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૨૮ ૪૩૫ સમ્યક્ત્વવંત જીવો નિઃશંક્તિ, તેથી છે નિર્ભય અને છે સપ્તભયપ્રતિમુક્ત જેથી, તેથી તે નિઃશંક છે. ૨૨૮. ટીકા :– ‘કારણ કે સમ્યગ્દષ્ટિઓ સદાય સર્વ કર્મોના ફળ પ્રત્યે નિરભિલાષ હોવાથી...’ આહાહા..! જેને આત્મા સાહેબો પરમાત્મા, એના જ્ઞાન થઈને પ્રતીતમાં આવ્યો છે, આહાહા..! જેના નમૂના પણ પર્યાયમાં આવ્યા છે. આહાહા..! વીર્ય, જ્ઞાન, આનંદ, શાંતિ એવા અંશ જેને પ્રગટ્યા છે. આહાહા..! એ તો નમૂનો છે, આખી ચીજ તો પૂરી છે. આહાહા..! આવી વાતું બહુ (આકરી છે). ‘કારણ કે સમ્યગ્દષ્ટિઓ સદાય સર્વ...' સદાય, સદાય અને સર્વ ‘કર્મોના ફળ પ્રત્યે નિરભિલાષી હોવાથી...’ આહાહા..! જુઓ! જેને આત્મજ્ઞાન અને દર્શન થયા છે, એ સમ્યગ્દષ્ટિ જીવ સદાય અને સર્વ કર્મો. ચાહે તો જડકર્મના ફળ અનેક પ્રકારના અંદર રાગાદિ આવે અને સંયોગના (ફળ આવે). ઘાતિકર્મનું ફળ અંદરમાં ઘાત થાય એવા જરી રાગાદિ પરિણામ આવે અને અઘાતિનું ફળ સંયોગ આવે. બે પ્રકા૨ના કર્મ છે ને? ઘાતિ અને અઘાતિ. તો આ બાજુ જરી રાગ ભાવ આવે, ઘાતિના નિમિત્તથી અને આ બાજુ અઘાતિના કારણે સંયોગ આવે. આહાહા..! એ ‘સર્વ કર્મોના ફળ...’ અઘાતિનું ફળ અને ઘાતિનું ફળ. આહાહા..! સર્વ કર્મોના ફળ પ્રત્યે નિરભિલાષ હોવાથી...' જેની ૫૨ની અભિલાષા ટળી ગઈ છે. આહા..! જેને જ્ઞાનાનંદ સ્વભાવ પ્રત્યે પ્રયત્ન ચાલુ છે. આહા..! જેનો પ્રયત્ન અંદરમાં ઢળી ગયો છે. આહાહા..! આવી વ્યાખ્યા. એવા સર્વ અને સદા. કોઈપણ કાળમાં અને સર્વ કર્મ ફળ. એમાં નિરભિલાષી હોવાથી કર્મ પ્રત્યે અત્યંત નિરપેક્ષપણે વર્તે છે,...’ આહાહા..! એ રાગ અને બહારની ક્રિયા, અઘાતિના સંયોગની, આહાહા..! એ સર્વ કાર્ય પ્રત્યે અત્યંત નિરપેક્ષપણે વર્તે છે,..’ અત્યંત નિરપેક્ષ (અર્થાત્) જેની સંયોગની અને રાગની અપેક્ષા નથી. આહાહા..! અહીં તો કહે છે, સમ્યગ્દષ્ટિથી માંડીને જ્ઞાની કહેવા. ત્યારે ઓલો કહે છે કે, નિર્વિકલ્પ ધ્યાન હોય તો જ જ્ઞાની કહેવા. એમાંથી છૂટે તો જ્ઞાની ન કહેવા. અરે..! પ્રભુ! શું તારે કરવું છે? આહાહા..! બધી આચરણ ને બહારની ક્રિયા છે ને એમાં પોતાને ચારિત્ર મનાવવું છે. આહા..! અને ચારિત્ર જ્યારે સારું પૂરું આવે ત્યારે પછી એને નિશ્ચય સમકિત થાય. આહાહા..! એવું કરે છે. કારણ કે સમ્યગ્દષ્ટિઓ સદાય સર્વ કર્મોના ફળ પ્રત્યે’ શાતાનું હોય કે અશાતાનું હોય, ઘાતિનું હોય કે અઘાતિનું હોય, અંતરાયનું ફળ હોય કે નામકર્મનો બાહ્ય સંયોગ હોય, જશકીર્તિ વગેરે બધા પ્રત્યે નિરભિલાષી (છે). આહાહા..! જશોકીર્તિ કર્મનો ઉદય આવ્યો (તો) જશ.. જશ.. જશ (થયો). પણ ધર્મીને તેની અભિલાષા નથી. અજશો કીર્તિનો ઉદય આવ્યો (તો) બહા૨માં અપજશ થાય છતાં તેનો અભિલાષી નથી. આહાહા..! એ મારો અપજશ Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ કરે છે એમ એ માનતો નથી. આહાહા! મારું સ્વરૂપ એણે જોયું નથી ને મારો અપજશ શી રીતે કરે? આહાહા...! સમજાણું કાંઈ? આહાહા...! ઓલાને તો અંદર (એમ હોય કે) બહાર પડું, બહાર કહે, લોકો માને. ત્યારે મારું સમ્યગ્દર્શન સિદ્ધ થાય. એ બધી અંદર ભ્રાંતિ છે. આહાહા...! અહીં કહે છે, આહાહા...! બેય કર્મ પ્રત્યે. જશોકીર્તિનો ઉદય ઢગલો આવે, અપજશનો (ઉદય આવે), આહાહા...! એવા ‘ફળ પ્રત્યે નિરભિલાષ હોવાથી..” એને એની અભિલાષા નથી. કર્મ પ્રત્યે અત્યંત નિરપેક્ષપણે... અત્યંત નિરપેક્ષપણે. કંઈ અપેક્ષા જ નથી. જશના આબરૂના ઢગલા હોય, અપજશના મોટા ગંજ આવે બહારમાં. આહાહા...! (બેય પ્રત્યે) અત્યંત નિરપેક્ષ છે. આહાહા.! તેથી તેઓ ખરેખર અત્યંત નિઃશંક દારુણ (દઢ) નિશ્ચયવાળા...” દઢ નિશ્ચયવાળા. દારુણનો અર્થ છે કર્યો–દઢ. આહા...! તો આનંદ ને જ્ઞાનસ્વરૂપ છું. એવા દૃઢ નિશ્ચયવાળા. એટલે કોઈ બહારની ક્રિયામાં અનુકૂળતા, પ્રતિકૂળતા મને છે એ માનતો નથી. આહાહા....! જરી ઝીણી વાત છે. સમ્યગ્દર્શન કોને કહેવું અને એના ભાવમાં શું હોય? આહાહા.! (તેની વાત છે). અત્યંત નિઃશંક, દઢ નિશ્ચય હોવાથી આહાહા...! “અત્યંત નિર્ભય છે...” જોયું? અત્યંત નિરપેક્ષપણે વર્તે, અત્યંત નિઃશંક હોવાથી અત્યંત નિર્ભય (છે). ત્રણેને “અત્યંત” શબ્દ વાપર્યો. હૈ? આહાહા...! કર્મ પ્રત્યે નિરપેક્ષપણે વર્તે એમ ન લીધું, તેઓ નિઃશંક છે એમ ન લીધું, તેઓ નિર્ભય છે એટલું એકલું ન લીધું. આહાહા...! દરેક ઘાતિ, અઘાતિના ફળમાં અત્યંત નિરપેક્ષપણે. આહાહા...! અને અત્યંત નિઃશંક નિશ્ચયવાળા. નિઃશંક, નિર્ભય નિશ્ચયવાળા. એવા “હોવાથી અત્યંત નિર્ભય છે...” એકલા નિર્ભય ન લીધું, અત્યંત નિર્ભય છે એમ કહ્યું. આહાહા.! આવું સ્વરૂપ હવે. અહીં તો બહારની કિયા કરે (તો) માને કે સમકિતી (છીએ), થઈ ગયા ચારિત્ર. અરે.! પ્રભુ! શું થાય? ભાઈ! આહા..! એમ સંભાવના કરવામાં આવે છે (અર્થાત્ એમ યોગ્યપણે ગણવામાં આવે છે).' એમ કહે છે. અત્યંત દઢ નિશ્ચયવાળા છે અને અત્યંત નિર્ભય છે. આહાહા.! “એમ સંભાવના.” છે ને શબ્દ? (અર્થાતુ) “એમ યોગ્યપણે ગણવામાં આવે છે. એવી એની યોગ્યતા જ એવી છે, કહે છે. આહાહા...! એ નિઃશંકની વ્યાખ્યામાં પહેલો શબ્દ લીધો છે ને? હવે સાત ભયનાં કળશરૂપ કાવ્યો...” સાત ભય છે ને? એથી નિર્ભય છે એમ બતાવવા સાત ભયની વ્યાખ્યા કરે છે. “સાત ભયનાં કળશરૂપ કાવ્યો કહેવામાં આવે છે, તેમાં પ્રથમ આ લોકના તથા પરલોકના એમ બે ભયનું એક કાવ્ય કહે છે :- સાતમાં છ કાવ્ય છે. એમાં આલોક અને પરલોકનું એક કાવ્ય છે અને પછી પાંચના જુદા છે. પાંચના એક એક કળશ છે, આ બેનો) એક કળશ છે. એ વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) Page #451 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૫૫ ૪૩૭ ( શ્લોક-૧૫૫) (શાહૂતવિક્રીડિત) लोकः शाश्वत एक एष सकलव्यक्तो विविक्तात्मनश्चिल्लोकं स्वयमेव केवलमयं यल्लोकयत्येककः । लोकोऽयं न तवापरस्तदपरस्तस्यास्ति तद्भीः कुतो निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।।१५५।। હવે સાત ભયનાં કળશરૂપ કાવ્યો કહેવામાં આવે છે, તેમાં પ્રથમ આ લોકના તથા પરલોકના એમ બે ભયનું એક કાવ્ય કહે છે : શ્લોકાર્ધ -[ g: ] આ ચિસ્વરૂપ લોક જ [ વિવિવરાત્મનઃ ] ભિન્ન આત્માનો (અર્થાત્ પરથી ભિન્નપણે પરિણમતા આત્માનો) [ શાશ્વત: : વન-વ્યવર: તોવેશ: ] શાશ્વત, એક અને સકલવ્યક્ત -સર્વ કાળે પ્રગટ એવો) લોક છે; [ ય ] કારણ કે વિનમ્ વિત્નો ] માત્ર ચિસ્વરૂપ લોકને [ સાં સ્વયમેવ વવે: નોવતિ ] આ જ્ઞાની આત્મા સ્વયમેવ એકલો અવલોકે છે-અનુભવે છે. આ ચિસ્વરૂપ લોક જ તારો છે, [ તત્પ ર: ] તેનાથી બીજો કોઈ લોક- [ ગયું તો: અપર: ] આ લોક કે પરલોક [ તવ ન ] તારો નથી એમ જ્ઞાની વિચારે છે, જાણે છે, [ તસ્ય તદ્રમી: વેતઃ અતિ ] તેથી જ્ઞાનીને આ લોકનો તથા પરલોકનો ભય ક્યાંથી હોય? [ સ: સ્વયં સતત નિરશ સદનું જ્ઞાન સવા વિન્દતિ ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને પોતાના જ્ઞાનસ્વભાવને) સદા અનુભવે છે. | ભાવાર્થ :- “આ ભવમાં જીવન પર્યંત અનુકૂળ સામગ્રી રહેશે કે નહિ ?’ એવી ચિંતા રહે તે આ લોકનો ભય છે. પરભવમાં મારું શું થશે ?' એવી ચિંતા રહે તે પરલોકનો ભય છે. જ્ઞાની જાણે છે કે આ ચૈતન્ય જ મારો એક, નિત્ય લોક છે કે જે સર્વ કાળે પ્રગટ છે. આ સિવાયનો બીજો કોઈ લોક મારો નથી. આ મારો ચૈતન્યસ્વરૂપ લોક તો કોઈથી બગાડયો બગડતો નથી. આવું જાણતા જ્ઞાનીને આ લોકનો કે પરલોકનો ભય ક્યાંથી હોય? કદી ન હોય. તે તો પોતાને સ્વાભાવિક જ્ઞાનરૂપ જ અનુભવે છે. ૧૫૫. Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ પ્રવચન નં. ૩૦૨ શ્લોક-૧૫૫, ૧૫૬ મંગળવાર, ભાદરવા સુદ ૧૩, તા. ૦૪-૦૯-૧૯૭૯ આજે નવમો દિવસ છે ને? દસલક્ષણી પર્વનો નવમો અકિચન ધર્મ. જેનો મોહ સર્વથા ગળી ગયો છે. અકિચન કોને હોય છે? મુનિ. મુનિ કોને કહેવાય? આહાહા...! જેને સર્વથા મોહ ગળી ગયો છે. પોતાના આત્માના હિતમાં નિરંતર લાગેલા છે. પોતાનો આનંદસ્વરૂપ ભગવાન, તેમાં નિરતર આનંદમાં લાગેલા રહે છે. એ મુનિ (છે). તેને અકિચન ધર્મ હોય છે. અને સુંદર ચારિત્રના ધારણ કરનારા. અંતર આનંદસ્વરૂપ ભગવાન, અતીન્દ્રિય આનંદમાં રમનારા. ચારિત્ર નામ અંતર ચરવાવાળા. અંતર આનંદસ્વરૂપમાં ચરનારું ચારિત્ર. તેને ચારિત્ર કહે છે. તે અને ઘર, સ્ત્રી, પુત્રાદિ છોડીને મોક્ષને અર્થે દીક્ષા, ચારિત્ર ધારણ કર્યું છે. પોતાના સ્વરૂપની દૃષ્ટિ અને રમણતામાં લીન થવા માટે ચારિત્ર ગ્રહણ કર્યું છે. તે મુનિ સંસારમાં વિરલ છે. એ મુનિ તો સંસારમાં વિરલ છે. એમાં અત્યારે તો શું મુનિપણું છે? સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર વિરલ છે. જે સ્વતઃ નિજ હિતાર્થે તપ કરે છે, ચારિત્ર ધારણ કર્યું છે. તપમાં મુનિપણું. તપકલ્યાણક આવે છે ને? દેહથી, રાગથી ભિન્ન પોતાના સ્વરૂપનો અનુભવ કરીને તેમાં લીન થવાની દશા પ્રગટ કરી છે. બીજા માટે શાસ્ત્ર આદિ દાન કરે છે, તેના સહાયક પણ છે એવા યોગીશ્વર સંસારમાં અત્યંત દુર્લભ છે. પહેલા તો ચારિત્રવંત દુર્લભ છે પણ એમાં પણ પરને કોઈ શાસ્ત્ર આદિનું દાન દે, રાગનો ત્યાગ કરીને એ તો બહુ દુર્લભ છે, એમ કહે છે. સમસ્ત શાસ્ત્રના જાણનારા વીતરાગે પોતાના આત્માથી સમસ્ત વસ્તુઓને ભિન્ન જાણીને બધાનો ત્યાગ કરી દીધો. એમ કહો કે બધાને છોડ્યા તો શરીર, પુસ્તકાદિ કેમ ન છોડ્યા? તેનો ઉત્તર :- શરીર આદિમાં કોઈ પ્રકારની મમતા નથી હોતી. આહાહા...! આ દસલક્ષણી પર્વ ચારિત્રનું પર્વ છે. ચારિત્ર એ કોઈ ક્રિયાકાંડ, નગ્નપણું કે પંચ મહાવ્રતના પરિણામ એ કોઈ ચારિત્ર નથી. આહા.! અંતર ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ, તેનો અનુભવ કરીને અંતરમાં લીન થવું એ ચારિત્ર છે. તેથી તેને મોજૂદ નથી. તેને શરીરાદિ છે તોપણ નથી. તેની ઉપર મમતા નથી. આહા...! અકિચન છે ને? કિચન માત્ર પરનું મમત્વ નથી. આ શરીર અને પુસ્તક હોય તોપણ તેનું મમત્વ નથી. અને વગર આયુથી શરીરનો નાશ તો થતો નથી. પરંતુ તેઓ શરીરાદિમાં કોઈ પણ પ્રકારનું મમત્વ કરતા નથી. જો શરીરાદિમાં કોઈ પ્રકારનું મમત્વ કરે તો એ જિનેન્દ્ર આજ્ઞા ભંગરૂપ મહાદોષના ભાગી થાય છે. આહા...! મુનિ શરીરની મમતા તો કરતા નથી પણ પુસ્તકાદિ મળે એ મારું છે એવી મમતા નથી કરતા. આહાહા! આવી વાત Page #453 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૫૫ ૪૩૯ છે, ભાઈ! મુનિપણું અકિંચનપણું એ કોઈ અલૌકિક વાત છે. આહાહા. એ અકિંચનની વાત થઈ. હવે આપણે ૧૫૫ કળશ છે ને? સમયસાર' ૧૫૫ કળશ. (શાર્દૂતવિક્રીડિત) लोकः शाश्वत एक एष सकलव्यक्तो विविक्तात्मनचिल्लोकं स्वयमेव केवलमयं यल्लोकयत्येककः । लोकोऽयं न तवापरस्तदपरस्तस्यास्ति तद्भीः कुतो निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।।१५५।। ધર્મી તેને કહીએ કે જેને રાગથી ભિન્ન પોતાના આત્માની દૃષ્ટિ અને અનુભવ થયા હોય. આહાહા...! કોઈ બાહ્યની ક્રિયા કરે છે માટે ધર્મી છે, એમ નથી. આહા...! અંતરમાં આત્માનો અનુભવ કરે છે. રાગથી, વિકલ્પથી, શરીરથી ભિન્ન થઈને આત્મા આનંદસ્વરૂપનો અનુભવ કરે છે એ ધર્મી, એ ધર્મ કરનારો (છે). ‘આ ચિસ્વરૂપ લોક જ ભિન્ન આત્માનો (અર્થાત્ પરથી ભિન્નપણે પરિણમતા આત્માનો) શાશ્વત, એક અને.” આહાહા...! ધર્મીને તો આ લોક અને પરલોક આત્મામાં છે. આલોકચિલોક, જ્ઞાનલોક શાશ્વત સ્વભાવ ભગવાન, એ પોતાનો આલોક છે. શરીરાદિ એ કંઈ પોતાનો લોક છે નહિ. આહાહા...! બહુ સૂક્ષ્મ વાત, ભાઈ! વીતરાગ માર્ગ બહુ સૂક્ષ્મ. અહીંયાં તો (કહ્યું કે, ચિસ્વરૂપ લોક જ અમારો લોક છે. ધર્મી એમ માને છે કે જ્ઞાનસ્વરૂપ મારો આત્મા તે જ મારો લોક છે. આહાહા.! શરીરાદિ તો નહિ પણ દયા, દાનનો રાગ એ પણ મારી ચીજ નહિ. આહાહા...! ચિસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ, ચૈતન્યચંદ્રમા, શીતળતાના સ્વભાવથી, વીતરાગભાવથી ભરેલો એ ચિત્રોક એ મારો લોક છે. ઝીણી વાત છે, ભાઈ! આહાહા...! એ ભિન્ન આત્માનો (અર્થાતુ પરથી ભિન્નપણે પરિણમતા.” રાગથી પ્રભુ ભિન્ન છે તો ધર્મી ભિન્ન થઈને પોતાના આત્માનું પરિણમન કરે છે. આહાહા.! વર્તમાન ચાલતી પ્રથાથી વસ્તુ જુદી છે. આહાહા..! ભગવાનઆત્મા રાગથી ભિન્ન થઈને પોતાનો ચિસ્વરૂપ લોકે જ પરિણમતો આત્મા શાશ્વત. એ ચિસ્વરૂપ ધ્રુવ ચીજ શાશ્વત છે. જ્ઞાનાનંદ સ્વભાવ ભગવાન આત્માનો એ શાશ્વત છે. એ કોઈ નવો નથી, ક્ષણિક નથી. આહાહા. ધર્મી એને કહીએ કે જે પોતાનો ચિલોક શાશ્વત છે તેને પોતાનો માને છે અને અનુભવે છે. આહાહા...! આકરી વાત છે. શાશ્વત, એક.' જ્ઞાયક સ્વરૂપ ભગવાન શાશ્વત છે અને એક છે, ભેદ નહિ. આહાહા.! રાગ તો નહિ પણ પર્યાયનો ભેદ પણ જેમાં નથી. ઝીણી વાત છે, ભાઈ! “શાશ્વત, એક અને સકલવ્યક્ત.” આહાહા.! ઓલામાં અવ્યક્ત કહ્યું. અહીં સકલવ્યક્ત (કહ્યું, અર્થાતુ) Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ત્રિકાળ જ્ઞાયકભાવ અંદર પ્રગટ છે. આહાહા...! રાગનો, દયા, દાન, ભક્તિનો ભાવ છે એ રાગ છે. એ રાગથી ચિલોક શાશ્વત ભિન્ન છે. આહા...! તે એક છે. શાશ્વત છે, એક છે. આહાહા...! અને સર્વ કાળે પ્રગટ છે. અસ્તિપણે તો પોતાની સત્તા, અસ્તિત્વ શાશ્વત એ સકળ વ્યક્ત છે. આહાહા...! એ વસ્તુ તરીકે સકળવ્યક્ત છે. આહાહા...! આવી ભાષા, લ્યો. સર્વ કાળે પ્રગટ છે. “કારણ કે માત્ર ચિસ્વરૂપ લોકને આ જ્ઞાની આત્મા સ્વયમેવ એકલો અવલોકે છે.” આહાહા.! ધર્મી જીવ-જ્ઞાની જીવ પોતાના ચિસ્વરૂપ લોકને દેખે છે, પોતાના ચિતસ્વરૂપ લોકને અનુભવે છે. આવી વાત છે. આહા...! છે? “માત્ર ચિસ્વરૂપ લોકને આ જ્ઞાની આત્મા સ્વયમેવ એકલો અવલોકે છે. માત્ર ચિસ્વરૂપ લોક, જેમાં દયા, દાન, વિકલ્પ, રાગનો પણ અભાવ છે. એ બધી ક્રિયા તો રાગ છે. આહાહા...! “માત્ર ચિસ્વરૂપ લોકને.' [મયે સ્વયમેવ : તોતિ, આહાહા.! ઝીણી વાત, ભાઈ! વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા, તેનો પંથ અંતરમાં ધર્મીની ચીજ કોઈ જુદી છે. એ કોઈ ક્રિયાકાંડ ને રાગ ને ભક્તિ ને પૂજા ને વ્રત ને જાત્રા એ કોઈ ધર્મ નથી, એ તો રાગ છે. આહાહા...! એ રાગથી ભિન્ન ભગવાન છે). જ્ઞાની આત્મા સ્વયમેવ એકલો...” એકલો રાગની અપેક્ષા છોડીને ચિધ્ધન, જ્ઞાનઘન ભવગાન આત્માને “અવલોકે છે. એકલું સ્વરૂપ. રાગની અપેક્ષા નહિ, નિમિત્તની અપેક્ષા નહિ, દેવ-ગુરુ-શાસ્ત્રની પણ જેમાં અપેક્ષા નથી. આહાહા.! એવો સ્વયમેવ, સ્વયમેવ-સ્વયં જ. “gવ’ છે ને? “સ્વયંમેવ એકલો અવલોકે છે...” આનંદ સ્વરૂપ ભગવાન જ્ઞાન, શાશ્વત આત્મા, ધ્રુવ આત્મા, નિત્ય આત્મા તેને એકલો અવલોકે છે અને એકલો અનુભવે છે. આવી વાત છે. આહાહા...! આ ધર્મીની ચીજ આ છે. ધર્મી કંઈ આ દયા પાળે ને વ્રત કરે ને અપવાસ કરે એ કોઈ ધર્મ નથી, એ તો રાગ છે. આહાહા...! ઝીણી વાત, ભાઈ! વીતરાગ માર્ગ, જિનેશ્વર ત્રિલોકનાથ, તેનો કહેલો પંથ કોઈ અલૌકિક છે. આ તો સમ્યગ્દર્શન ચોથું ગુણસ્થાન જ્યારે થયું, હજી ચોથું, હોં પાંચમું અને છઠું મુનિ એ તો કોઈ અલૌકિક ચીજ છે. આહાહા.! અહીંયાં તો સમ્યગ્દષ્ટિ થયો, આત્મા જ્ઞાયકભાવ, નિત્યભાવ, શુદ્ધભાવ, ધ્રુવભાવ એ ભાવ પોતાનો છે એમ પોતાનો માની, તેને એકલો પરની અપેક્ષા વિના અનુભવે છે, અવલોકે છે. આહાહા...! તેનું નામ ધર્મી અને ધર્મ કહેવામાં આવે છે. “કાંતિભાઈ આ બધું આવું કોઈ દિ સાંભળ્યું નથી. આહાહા.! કહો, ‘હિંમતભાઈ આ કરવાનું છે, બાપા! આ કરવાનું છે, બોલતા હતા, ભાઈ! ભાઈ કહેતા હતા. સાચી વાત, બાપા! આહા! અરે.રે.! પહેલી શ્રદ્ધા તો કરે કે આ જ કરવા જેવું છે. આહાહા..! ઝીણી વાત, બાપુ! ભાઈ! આહાહા..! ધર્માત્મા “સ્વયમેવ એકલો અવલોકે છે.” શું કહે છે? જેમાં રાગની મંદતાની ક્રિયાની પણ અપેક્ષા નથી, એવો ભગવાન ચિલોક, જ્ઞાનલોક, આનંદલોક સ્વયમેવ સ્વભાવિક નિત્ય Page #455 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૫૫ ૪૪૧ શાશ્વત લોક આત્મા, સકળવ્યક્ત પ્રગટ, તેને એકલો અનુભવે છે. આહાહા...! સમજાય છે કાંઈ? “એકલો અવલોકે છે–અનુભવે છે. આ ચિસ્વરૂપ લોક જ તારો છે,” આહાહા...! ‘નોવયંતિ રૂતિ તો:” જે જ્ઞાનમાં જાણવામાં આવે છે. શરીર, વાણી, મન આ તો માટી જડ ધૂળ છે. આહાહા...! અંદરમાં જે પાપનો રાગ, હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ (આ) એ તો પાપતત્ત્વ ભિન્ન તત્ત્વ છે. અને દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, જાત્રાનો ભાવ એ તો રાગ, પુણ્યતત્ત્વ છે, એ આત્મા નહિ. અહીંયાં તો કહે છે કે, ચિસ્વરૂપ લોક જ તારો છે. એ રાગ નહિ. જ્ઞાનસ્વરૂપ ભગવાન, જ્ઞાન એટલે આ શાસ્ત્રજ્ઞાન નહિ, જાણકસ્વભાવ શાશ્વત તે મારો લોક છે. આહાહા.! આલોક ને પરલોકનો ભય જ્ઞાનીને નથી. કારણ કે આલોક અને પરલોક પોતાનો આત્મા છે. સમજાણું? આવી ઝીણી વાતું. અરેરે.. અનંતકાળથી એ ચૈતન્યના દર્શન અને ભાન વિના રખડ્યો. મુનિપણું અનંત વાર લીધું, દિગંબર સંત અનંતવાર થયો પણ એ ક્રિયા, પંચ મહાવ્રતની ક્રિયામાં ધર્મ માન્યો. આહાહા...! એ તો મિથ્યાદષ્ટિ છે. આહાહા...! સમ્યગ્દષ્ટિ ધર્મની પહેલી સીડીવાળો, શરૂઆતવાળો એ ચિતસ્વરૂપ લોક જ તારો છે (એમ માને છે). જ્ઞાનાનંદ સ્વભાવ ધ્રુવ એ મારો છે, રાગ મારો નથી, જડની ક્રિયા મારી નથી, જડ મારું નથી, સ્ત્રી, કુટુંબ-પરિવાર, લોક, ગામ, નગર મારા નથી. આહાહા...! છે? ચિસ્વરૂપ લોક જ.” ભાષા છે? છે ને? [મયે સ્વયમેવ : સોવતિ આહાહા...! શાશ્વત ચૈતન્યપ્રભુ, ધ્રુવ જે ભગવાનઆત્મા એ તારો લોક છે, એમ સમકિતી–ધર્મ જાણે છે. આહાહા...! તિ-અપર: ‘તેનાથી બીજો.” જ્ઞાયક સ્વભાવ ધ્રુવ, એ તારો લોક છે, તેનાથી ભિન્ન “આ લોક કે પરલોક તારો નથી...” આહાહા...! આ રાગ, સ્ત્રી, કુટુંબ-પરિવાર એ આ લોક એ તારો નથી. એ લોક તારો નથી. આહાહા...! એમ પરલોક. સ્વર્ગ અને નરકમાં જવું એ પરલોક, એ પણ આત્માનો નથી. આહાહા.! “આ લોક અને પરલોક તારો નથી...” એમ ધર્મી અંતરમાં અનુભવે છે. આહાહા...! આવી વાતું આકરી છે. આ તો હજી શરૂઆત સમ્યગ્દર્શનની વાત છે. ચારિત્ર તો કોઈ અલૌકિક વાતું છે, બાપુ! હજી સમ્યગ્દર્શન વિના ચારિત્ર આવ્યા કયાંથી? સમ્યગ્દર્શન થયું તો એ માને છે કે મારો લોક તો ચિઘન, આનંદકંદ એ મારો લોક છે. તેનાથી પર રાગ, દયા, દાન, વિકલ્પ, શરીર, વાણી, મન, કુટુંબ એ લોક તો પરલોક (છે), મારો લોક નથી. આહાહા...! વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ ઉઠે છે એ પણ મારો લોક નથી. અરેરે.! આવી વાત છે? તેનાથી બીજો કોઈ.” જ્ઞાયક સ્વભાવ ભગવાન નિત્યાનંદ પ્રભુ, એ મારો લોક છે. તેનાથી ભિન્ન રાગાદિ કે શરીરાદિ કે વાણી આદિ કે કુટુંબ, કબીલા એ પરલોક (છે), મારો લોક નથી. આહાહા.... દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, એ પણ મારો લોક નથી. આહાહા..! મારો હોય એ મારી પાસે રહે, જુદા ન પડે. આહાહા.! રાગ તો Page #456 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ મારી પાસે રહેતો નથી, રાગ તો છૂટી જાય છે. આહાહા...! રાગથી રહિત મારી ચીજ જે છે, જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુ, એ મારો લોક છે, અપર મારો લોક કોઈ છે નહિ. આહાહા.! જે ભાવે તીર્થકરગોત્ર બંધાય એ ભાવ મારો નહિ. એ મારો નહિ, એ મારો નહિ, મારો તો ચિઘન લોક) છે. આહાહા...! ઝીણી વાત, ભાઈ! વીતરાગમાર્ગ જિનેશ્વરનો માર્ગ બહુ સૂક્ષ્મ છે. લોકમાં તો અત્યારે સ્થૂળ બધું વિપરીત બનાવી દીધું છે. બસ, આ વ્રત કરો ને અપવાસ કરો ને જાત્રા કરો એ ધર્મ. મંદિર બનાવો ને પૂજા કરો. એ તો બધો રાગ છે, ભાઈ! તને ખબર નથી. એ રાગ આત્માનો સ્વભાવ નહિ. આહાહા.! ધર્મી પોતાના સ્વભાવથી અપર વ્યવહાર રત્નત્રયના રાગને પણ પોતાનો માનતા નથી. આહાહા...! આજે નવમો દિવસ છે. અફર દિ છે. આહાહા...! ભગવાન જ્ઞાયક સ્વરૂપ ધ્રુવ, એ ઉપર દૃષ્ટિ પડીને જે અનુભવ થયો તો ધર્મી એમ માને છે કે મારો લોક તો આ છે. રાગાદિ મારો લોક ત્રણકાળમાં નથી. આહાહા.! “તારો નથી એમ જ્ઞાની વિચારે છે. અથવા એમ જાણે છે. અને એવો જ અનુભવ કરે છે. આહાહા...! સંસારમાં પડ્યા આખો દિ, એને આવું કહેવું. ભાઈ! એ રખડવાના પંથ તો અનંતકાળથી કર્યા. છૂટવાનો પંથ એક સેકંડ પણ ક્યારેય કર્યો નથી. મુનિ થયો, નગ્ન દિગંબર મુનિ હજારો રાણીઓ છોડીને પંચ મહાવ્રતનું પાલન નિરતિચાર કર્યું, પણ એ તો રાગ છે. આહાહા.! રાગ એ મારો લોક નહિ. મારો લોક તો રાગથી ભિન્ન જ્ઞાયકભાવ એ મારો લોક છે, આહાહા...! એ મારી ચીજ છે. રાગાદિ મારી ચીજ નથી તો પછી આ શરીર, કુટુંબ, કબીલા તો મારી ચીજ છે નહિ. આહાહા...! જુઓ! આ સંતોની વાણી. સાચા સંત મુનિ ધર્માત્મા, જેને અંતરમાં આનંદમાં લીન થવાની જાગૃત દશા ઉગ્ર છે, એ કહે છે કે મુનિને અથવા સમકિતીને પોતાનો લોક તો આનંદ અને જ્ઞાનસ્વરૂપ ભગવાન, નિત્ય પ્રભુ, શાશ્વત વસ્તુ છે). પર્યાય બદલતી છે, આ તો શાશ્વત વસ્તુ. આહાહા...! એ મારો લોક છે એમ પર્યાય માને છે. પર્યાય એમ માને છે કે, પર્યાય એટલે હજી સાંભળ્યું ન હોય, કાંઈ ખબર ન મળે. જૈનના એકડાના મીંડાની વાતું આ તો છે. આહાહા...! એ પર્યાય એટલે અવસ્થા. એ અવસ્થા પણ હું નહિ. હું તો શાશ્વત ચિઘન છું એ અવસ્થા એમ માને છે. આહાહા...! ઓલું ‘નાવ તરે રે મોરી નાવ તરે એવું આવે છે ને? ભાષા ભૂલી ગયા. “સમયસાર નાટક'માં શ્લોક આવે છે. આહા...! એકલો ભગવાન શાશ્વત ચિદાનંદ, ‘વસ્તુ વિચારત ધ્યાવર્ત મન પાવે વિશ્રામ આહાહા! વસ્તુ, આત્મા વસ્તુ જેમાં અનંત ગુણ વસ્યા છે, રહ્યા છે એવી વસ્તુ વિચારત ધ્યાવર્તે મન પાવે વિશ્રામ આહાહા.! “અનુભવ તાકી નામ આહા..! “રસ સ્વાદત સુખ ઊપજે પણ એ રસ સ્વાદ ઊપજે એ અનુભવ. ‘અનુભવ તાકી નામ આહાહા.! અતીન્દ્રિય આનંદનો રસ પર્યાયમાં આવવો. “વસ્તુ વિચારત” ભગવાન વસ્તુ ત્રિકાળી નિત્યાનંદ પ્રભુ, અનાદિઅનંત Page #457 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૫૫ ૪૪૩ છે તેનો કોઈ કર્તા નથી. સ્વયંસિદ્ધ વસ્તુ છે, એ શાશ્વત છે. તેનો વિચાર ધ્યાવવાથી “મન પાવે વિશ્રામ” વિકલ્પ છૂટી જાય છે. આહાહા...! “રસ સ્વાદત સુખ ઉપજે” અતીન્દ્રિય આનંદના રસનો સ્વાદ લ્ય છે. “રસ સ્વાદત સુખ ઉપજે આનંદની દશા ઉત્પન્ન થાય છે. આહાહા.! એ સુખ. દુનિયાના બહારના સુખની કલ્પના એ તો મૂઢ માની છે. આહા! ઇન્દ્રિયોમાં સુખ ને પૈસામાં સુખ ને શરીર, સ્ત્રીમાં સુખ ને... મૂઢ અજ્ઞાની પોતાના આનંદ ને સુખને ભૂલીને પરમાં સુખ માનીને ચાર ગતિમાં રખડે છે. આહાહા...! અહીંયાં તો રસ સ્વાદત સુખ ઊપજે આત્મા આનંદમૂર્તિ પ્રભુ, તેનો સ્વાદ લેતા “રસ સ્વાદત સુખ ઊપજે” અતીન્દ્રિય આનંદનું સુખ ઉત્પન્ન થાય છે. આહાહા.! અરે. આવી વાત. “અનુભવ તાકો નામ તેનું નામ આત્માનો અનુભવ અને આત્માના રસનો સ્વાદ (કહેવામાં આવે છે). ભાઈ! વીતરાગમાર્ગ કોઈ અલૌકિક છે. એવો માર્ગ કયાંય છે નહિ. વિતરાગ સિવાય કયાંય આ વાત નથી. અત્યારે તો વીતરાગના વાડામાં પણ ગોટા ઉડ્યા છે. આહાહા...! આ તો ત્રણલોકના નાથ જિનેશ્વરદેવ “સીમંધરસ્વામી ભગવાન તો મહાવિદેહમાં બિરાજે છે. આહાહા...! પરમાત્મા બિરાજે છે ત્યાંથી આ વાત આવી છે. કુંદકુંદાચાર્ય ત્યાં ગયા હતા. દિગંબર મુનિ, “કુંદકુંદાચાર્ય બે હજાર વર્ષ પહેલા (ગયા અને આઠ દિવસ ત્યાં રહ્યા હતા, આહાહા.. ત્યાંથી આવીને આ (ાસ્ત્ર) બનાવ્યા. ભગવાન આમ માર્ગ કહે છે અને એમ છે. આહાહા...! ધર્મની દૃષ્ટિ જેને સમ્યગ્દર્શન થયું તો એ સમ્યગ્દર્શનમાં આખા પૂર્ણાનંદના નાથની પ્રતીતિ આવી અને સાથે અતીન્દ્રિય આનંદનો અનુભવ, રસના સ્વાદના સુખની ઉત્પત્તિ થઈ. આહાહા...! અરે.! આ તો એકલી નિશ્ચયની વાતું (કરે છે), વ્યવહાર (તો કહેતા નથી). વ્યવહાર તારા ક્યાં છે, ધૂળમાં સાંભળને હવે. આહાહા! એવા વ્યવહાર તો અભવિએ પણ અનંતવાર કર્યા. “મુનિવ્રત ધાર અનંત ઐર ટૈવેયક ઉપજાયો પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો’ પંચ મહાવ્રત ને પાંચ સમિતિ ગુપ્તિના નિર્દોષ પાલન કર્યા, એને માટે આહાર કરીને આપે અને પાણીનું બિંદુ (આપે તો) ન લે. એવી ક્રિયા અનંત વાર કરી, આહા.! પણ એ તો રાગની ક્રિયા છે. પણ રાગથી ભગવાન ભિન્ન એવા આત્માનું જ્ઞાન કર્યું નહિ, તો આત્માના જ્ઞાન વિના સુખ મળ્યું નહિ. એ પંચ મહાવ્રતના પરિણામ દુઃખ છે. આહાહા.! અરે..! આ કેમ ઉતરે? ક્યાં બિચારા રખડતા પ્રાણી, અનંત કાળમાં નરક ને નિગોદમાં રખડતા, એમાંથી આવ્યો, માણસ થયો (પણ) ભાન ન મળે કાંઈ. આહાહા.! ધર્મને નામે પણ ગોટા બધા. રાગની ક્રિયા કરો તો ધર્મ થાય. અહીં તો પરમાત્મા જિનેશ્વરદેવ વીતરાગ પરમાત્મા વીતરાગ ધર્મ કહે છે. એ આત્મા ચિહ્વન આનંદકંદ એ તારી ચીજ છે, એ સિવાય અપર રાગાદિ તારી ચીજ નહિ. આહાહા...! જુઓ! આ ધર્મીની દૃષ્ટિ. સમ્યગ્દષ્ટિનો આ ભાવ. આહાહા...! Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ જ્ઞાની વિચારે છે, જાણે છે. આત્મા જ્ઞાયક સ્વભાવ સિવાય કોઈ ચીજ મારી નથી. એ પર મારી ચીજ જ નથી. આહાહા...! તિસ્ય તદ્મી: ત: સ્તિ, તેથી જ્ઞાનીને...” ધર્મીને કે જેને આત્માના જ્ઞાયકભાવનું ભાન થયું અને જ્ઞાયકભાવનો સ્વાદ લીધો, જ્ઞાયકભાવના સુખનો પર્યાયમાં અનુભવ થયો એ સમકિતી (છે). આહાહા...! તેથી સમકિતીને, જ્ઞાની કહો કે સમકિતી કહો. ‘આ લોકનો તથા પરલોકનો ભય કયાંથી હોય?’ આહાહા...! આ લોકમાં મારી આ સામગ્રી મરતા સુધી રહેશે કે નહિ? વૃદ્ધાવસ્થા આવશે તો આ બધી સામગ્રી રહેશે કે નહિ? એ ચિંતા સમકિતીને હોતી નથી. સમજાણું? વૃદ્ધ થઈશ અને શરીર જીર્ણ થશે તો આ સામગ્રી શું કરશે? એવી ચિંતા નથી. આહા...! તેમ પરલોકની ચિંતા નથી. અહીંયાંથી ક્યાં જઈશ? સ્વર્ગમાં જઈશ કે મનુષ્યમાં જઈશ? સ્વર્ગ, નરકમાં હું જતો જ નથી. મારો આત્મા મારામાં છે, હું તો ત્યાં જાઉં છું. આહા.! “માંગીલાલજી' આવી વાતું છે. ઝીણી વાત, ભાઈ! આહાહા...! પરનો ત્યાગ તો આત્મામાં છે જ નહિ. કેમકે પરના ત્યાગગ્રહણથી તો ભગવાન ત્રિકાળી શૂન્ય છે પણ રાગનો ત્યાગ પણ આત્મામાં યથાર્થપણે છે નહિ. કારણ કે રાગરૂપ આત્મા થયો જ નથી તો રાગનો ત્યાગ કરવાનું ક્યાં રહ્યું? આહાહા...! ઝીણી વાત છે, ભાઈ! અજાણ્યા અજ્ઞાની માણસ અનાદિથી રખડે છે. એને આ વાત કેમ બેસે? એક તો આખો દિ ધંધાપાણી, ધંધાના પાપ અને બાયડી, છોકરા સાચવવા ને ભોગમાં પાપમાં જાય), છ-સાત કલાક સૂવું, એમાં વખત મળે નહિ. કદાચિત્ કલાક વખત મળે તો આ ભગવાનના દર્શન કરવા ને પૂજા કરવી ને ભક્તિ કરવી. એ તો રાગ છે. આહાહા.! સમજાણું? આહાહા.! જ્ઞાનીને આ લોકનો તથા પરલોકનો ભય ક્યાંથી હોય?” છે? આહા.! તેથી....” “તચી જ્ઞાનીને...” “ત મી: ‘આ લોકનો તથા પરલોકનો ભય ક્યાંથી હોય? તે તો પોતે નિરંતર...” આહાહા. ચાહે તો એ ધંધાપાણીમાં દેખાય છતાં જ્ઞાની તો જ્ઞાનનો જ નિરંતર અનુભવ કરે છે. જ્ઞાતાપણાની પર્યાયનો એ કર્તા છે. આહાહા.! સમજાય છે કાંઈ? આહા! તે તો પોતે નિરંતર... સમ્યગ્દષ્ટિ ધર્માજીવ (ધર્મની) શરૂઆતવાળો સ્વયં નિરંતર. છે ને? “સ: (અર્થાતુ) તે ધર્મી. “સ્વયં સતતં પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો...” નિર્ભય વર્તતો થકો. આહા...! નિઃશંક કહો કે નિર્ભય કહો. પોતે નિરતર નિઃશંક વર્તતો થકો...... આહાહા...! શું કહે છે? પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો....” શંકા નથી કે આ લોક મારો છે ને પરલોક મારો છે, એવી શંકા નથી. મારો લોક તો આ ચૈતન્ય) છે. મારી શાશ્વત ચીજ એ મારો લોક છે. આહાહા...! એ પ્રમાણે પોતે જ પોતાથી નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને પોતાના જ્ઞાનસ્વભાવને) સદા અનુભવે છે. સ્વાભાવિક, સહજ એટલે સ્વભાવિક જ્ઞાન એટલે પોતાનો જ્ઞાનસ્વભાવ, જાણો સ્વભાવ જે ત્રિકાળ જ્ઞાયક સ્વભાવ. આહાહા.! તેનો સદા.” ત્રિકાળ Page #459 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૫૫ ૪૪૫ “અનુભવે છે. આમ તો નિરંતર પહેલું આવી ગયું છે પણ આ તો ‘સદા’ નાખ્યું છે એટલે) ત્રિકાળ. ધર્મી તો ત્રિકાળ ભૂત, વર્તમાન ને ભવિષ્યમાં આત્માના જ્ઞાનને જ અનુભવે છે. આહાહા.! ઝીણી વાત, ભાઈ! ભવના અંતનો ધર્મ જે સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે. આહા...! મુનિપણું તો અલૌકિક ચીજ છે તેની વાત તો ક્યાં? એ તો ક્યાં છે પણ સમ્યગ્દર્શન એ કોઈ વિરલ ચીજ છે. આહાહા...! તે (જ્ઞાની) અંતરમાં પોતાના સ્વભાવમાં સ્વયં નિરંતર નિઃશંક વર્તતો થકો. સ્વભાવમાં નિઃશંકપણે વર્તતો થકો. સ્વાભાવિક જ્ઞાયક સ્વભાવનો સદા ત્રિકાળ અનુભવ કરે છે. ભવિષ્યમાં આમ થશે ને ભૂતમાં આમ હતું, એમ છે નહિ. એ તો જ્ઞાયકનો અનુભવ ત્રિકાળ પોતામાં કરે છે. ભવિષ્યમાં પણ સ્વર્ગમાં જાય તો પણ પોતાના અનુભવમાં રહે છે. આહાહા...! સમકિતી સ્વર્ગમાં જાય છે? તો કહે છે, ના. એ તો ત્યાં પણ પોતાના અનુભવમાં રહે છે. આહાહા...! અને ત્યાંથી મરીને મનુષ્યભવ થાય છે તો કહે છે ત્યાં પણ જ્ઞાનના અનુભવમાં રહે છે, જ્ઞાનની પર્યાયના અનુભવમાં રહે છે. જ્ઞાન મારો સ્વભાવ છે ત્યાં રહે છે. આહાહા.! સમજાણું? આવી ચીજ છે. પહેલા એનું જ્ઞાન તો કરે. આહા.! હજી જ્ઞાનનાય ઠેકાણા નહિ, શ્રદ્ધા તો ક્યાંથી લાવવી? આહાહા. ભાવાર્થ :- “આ ભવમાં જીવન પર્વત અનુકૂળ સામગ્રી રહેશે કે નહિ?’ વૃદ્ધાવસ્થા આવશે, અનુકૂળ સામગ્રી રહેશે કે નહિ? આહાહા...! “એવી ચિંતા રહેવી તે આ લોકનો ભય છે.” એનું નામ આ લોકનો ભય કહેવાય છે. ધર્મીને એ ચિંતા છે નહિ. આહા...! આટલા પૈસા સંઘરી રાખીએ, આટલો માલ રાખીએ. મોટી ઉંમરના થાય ને? સ્ત્રી મરી ગઈ પણ બીજી નહિ હોય તો સેવા કરશે કોણ? એટલે બીજી પરણીને લગન કરવા. આહા...! એ ચિંતા જ્ઞાનીને થતી નથી. આહાહા.આ બાહ્યની સામગ્રી મરણ પર્યત રહેશે કે નહિ? એ ચિંતા જ્ઞાનીને હોતી નથી. આહાહા..! “એવી ચિંતા રહે તે આ લોકનો ભય છે.” પરભવમાં મારું શું થશે? અરે.. દેહ છોડીને હું ક્યાં જઈશ? દેહ તો છૂટશે તો ક્યાંક તો જશે. અહીં તો અમુક વખત રહેશે, પરલોકમાં ક્યાં જઈશ? “એવી ચિંતા રહેવી તે પરલોકનો ભય છે. જ્ઞાની જાણે છે કે–આ ચૈતન્ય જ મારો એક, નિત્ય લોક છે.” પરલોકફરલોક મારે ક્યાં જવાનું છે. પરલોક-પ્રધાનલોક મારો ચૈતન્ય તે મારો પરલોક છે. આહાહા. આવી વાતું છે. વીતરાગ માર્ગ બહુ, બાપુ! લોકોએ આખો વિપરીત કરી નાખ્યો છે. વીતરાગમાર્ગને રાગમાર્ગમાં ખતવી નાખ્યો છે. આહાહા.! શ્રદ્ધા તદ્દન મિથ્યાત્વ ઘૂંટી રહ્યા અહીં તો કહે છે, પ્રભુ પરલોકમાં ક્યાં જઈશ એવી ચિંતા સમકિતી નથી. કેમકે પરલોકમાં જઈશ પણ હું તો મારી પર્યાયમાં જ રહીશ. ત્યાં પરલોકમાં હું દેવલોકમાં નથી જતો. આહાહા...! “શ્રેણિક રાજા ક્ષાયિક સમકિતી. નરકના આયુનો બંધ કર્યો હતો પછી Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ભગવાન પાસે તીર્થકરગોત્ર બાંધ્યું. વર્તમાનમાં ચોરાશી હજાર વર્ષની સ્થિતિએ પહેલી નરકમાં છે. ત્યાંથી નીકળીને) પહેલા તીર્થકર થશે, આવતી ચોવીશીના પહેલા તીર્થકર થશે. પણ કહે છે કે, ક્ષાયિક સમકિતી અહીંયાં હતા તોય ચિંતા નહોતી કે હું ક્યાં જઈશ? નરકમાં નથી જાતો, હું તો મારી પર્યાયમાં જ ત્યાં રહીશ. આહાહા...! “શ્રેણિક રાજા ચોરાશી હજારની વર્ષની સ્થિતિમાં પહેલી નરકમાં છે. ત્યાંથી નીકળીને તીર્થંકર થવાના છે. આવતી ચોવીશીના પહેલા તીર્થકર (થવાના), પણ કહે છે કે, ઈ નરકમાં નથી. આહાહા..! એક પ્રશ્ન થયો હતો, ભાઈ! લાલભાઈ! “શ્રીમદ્ને એક જણાએ પ્રશ્ન કર્યો કે, “શ્રીકૃષ્ણ ક્યાં છે? ઓલ બહારનું સાંભળેલું હોય ને. (કહ્યું, “શ્રીકૃષ્ણ' આત્મામાં છે. મુમુક્ષુ :– જ્ઞાનીનું ઇ જ કામ હોય. ઉત્તર :- ઓલું બહારની સ્થિતિનું વર્ણન છે ને. આહાહા...! આવો પ્રશ્ન કર્યો. “શ્રીમદ્દને કોઈએ પ્રશ્ન કર્યો, એમ કે ઓલું બહારનું સાંભળે ને કે આ પ્રમાણે પાપ બાંધ્યા હતા ને નરકમાં ગયા છે. એટલે પૂછ્યું, “શ્રીકૃષ્ણ' ક્યાં છે? તો કહ્યું, “શ્રીકૃષ્ણ' આત્મામાં છે. આહાહા...! નરકના ક્ષેત્રમાં પણ નથી, એ તો આત્મામાં છે. આહાહા...! સમ્યગ્દષ્ટિ જ્ઞાની દેહ છોડીને કદાચિતુ નરકનું આયુષ્ય બંધાઈ ગયું હોય ને નરકમાં જાય તો એ નરકમાં નથી, ત્યાં તો આત્મામાં છે. આહાહા.! સમજાણું? આહાહા. કોઈ સમ્યગ્દષ્ટિ હોય અને પહેલા તિર્યંચનું આયુષ્ય બંધાઈ ગયું હોય પછી એ નરકમાં તો ન જાય, તિર્યંચમાં ભોગભૂમિમાં જાય. ત્રણ પલ્યનું આયુષ્ય અને ત્યાં ત્રણ ગાઉ ઊંચા થાય). તો કહે છે કે, એ ત્યાં ગયો પણ ત્યાં એ આત્મામાં છે. એ જુગલિયા થયા જ નથી. સમજાણું? આહાહા.... જ્યાં ભગવાન પૂર્ણાનંદનો નાથ સ્વભાવની દૃષ્ટિમાં જ્યાં આવ્યો, આહાહા..! તેમાંથી હટીને રાગમાં કે પરલોકમાં રહે છે? તેમાંથી ખસતા જ નથી, સદા તેમાં જ રહે છે. આહાહા.! એ તો જ્ઞાનની પરિણતિમાં ચંચળ, ચપળ થયા વિના અકંપપણે જ્ઞાનમાં જ્યાંત્યાં રહે છે. આહાહા...! સમજાય છે કાંઈ? ભાઈ! ધર્મ ચીજ કોઈ અલૌકિક છે. આહા...! લોકોએ કલ્પિ રાખ્યું છે અને બધું મનાવ્યું છે એવું સ્વરૂપ નથી). આહાહા...! જેણે સમ્યગ્દર્શમાં આખી પૂર્ણાનંદની ચીજને જ્યાં પ્રતીતમાં, અનુભવમાં લીધી તો હવે કહે છે કે, એ રહે છે ક્યાં? તો કહે છે, એ પોતામાં રહે છે. સ્વર્ગમાં ગયા એ તો વ્યવહારથી કથન છે. પોતામાં રહ્યા છે. નરકમાં ગયા? તો કહે છે, ના. એ પોતામાં છે. તિર્યંચમાં ગયા? સમકિતીને આયુષ્ય બંધાઈ ગયું હોય તો તિર્યંચમાં જુગલિયામાં જાય છે. તો કહે છે, ત્યાં પણ આત્મામાં છે. આહાહા...! સમજાણું? આ પ્રશ્ન પૂછ્યો હતો, ખબર છે? “ચેતનજી'! શ્રીમને પૂક્યો હતો. બહારમાં એવી વાત આવે ને કે નરકમાં ગયા છે. એવો જવાબ આપ્યો, પ્રભુ સાંભળ, શ્રીકૃષ્ણ” સમકિતી ધર્માત્મા હતા. આહાહા.! એ જ્યાં છે ત્યાં આત્મામાં છે. આહાહા...! આવ્યું કે નહિ આ? આ લોક ને પરલોકની ચિંતા જ નથી. આ Page #461 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૫૫ ૪૪૭ લોક ને પરલોક બધો મારો આ છે. ચિદૂઘન આત્મા આ લોક અને પર નામ પ્રધાન પરલોક આ છે. આહા.! આવી વાતું છે, બાપુ! આકરી વાતું, ભાઈ! દુનિયાના માણસો અત્યારે કયાંય બિચારા રખડતા પડ્યા છે. એને હજી ધર્મ શું ને કેમ થાય, એની ખબરું ન મળે. આહાહા! એ મરીને ક્યાંય જાશે રખડતા. આહા...! અહીં કહે છે, આહાહા...! “જ્ઞાની જાણે છે કે-આ ચૈતન્ય જ મારો એક, નિત્ય લોક છે.” આહા.! ધ્રુવ મારો લોક છે એમ જાણે છે પર્યાય પણ ધ્રુવ મારો લોક છે (એમ જાણે છે). સમજાણું? નિત્યાનંદ પ્રભુ શાશ્વત વસ્તુ એ મારો લોક છે એમ પર્યાય જાણે છે. આહાહા.! નિત્ય લોક છે કે જે સર્વ કાળે પ્રગટ છે.” ધ્રુવ વસ્તુ તો સદા કાળ વ્યક્ત પ્રગટ જ વસ્તુ છે. આહાહા.! એ તો પર્યાયની અપેક્ષાએ પર્યાયને વ્યક્ત કહીએ તો એને અવ્યક્ત કહીએ. પણ એ વસ્તુ તરીકે જુઓ તો પોતાની અપેક્ષાએ વ્યક્ત પ્રગટ નિત્ય વસ્તુ છે. ધ્રુવ શાશ્વત પ્રગટ. પ્રગટ. પ્રગટ. આહાહા.! હેં? મુમુક્ષુ :- પ્રગટ એટલે હયાતી. ઉત્તર :- હયાતી. આહાહા.! હયાતી નહિ, પ્રગટ જ વસ્તુ પ્રગટ જ છે. એમ. એની કાયમી ચીજ વ્યક્ત પ્રગટ છે. પર્યાયની અપેક્ષાએ એને અવ્યક્ત કહ્યું એ બીજી અપેક્ષા પણ વસ્તુ તરીકે જે છે એ તો પ્રગટ વસ્તુ છે કે નહિ? છે કે નહિ? તો છે તો પ્રગટ છે. ઢંકાયેલી છે? આહાહા...! આકરી વાતું, ભાઈ! અત્યારના માણસો કરતા બહુ ફેર છે, ભાઈ! દુનિયાની બધી ખબર નથી? આહાહા...! ‘સર્વ કાળે પ્રગટ છે.’ સદા કાળ વ્યક્ત જ છે. આહાહા...! ધ્રુવ સદા કાળ છે. “આ સિવાયનો બીજો કોઈ લોક મારો નથી.” એ સિવાય કોઈ બીજી ચીજ મારી છે, એવી કોઈ ચીજ છે નહિ. “આ મારો ચૈતન્યસ્વરૂપ લોક તો કોઈથી બગાડ્યો બગડતો નથી. આહાહા...! ધ્રુવ ભગવાનઆત્મા કોનાથી બગડે? આહાહા.! “આવું જાણતા જ્ઞાનીને આ લોકનો કે પરલોકનો ભય ક્યાંથી હોય? કદી ન હોય. તે તો પોતાને સ્વાભાવિક જ્ઞાનરૂપ.” ચૈતન્યરૂપ, જ્ઞાયકરૂપ ‘જ અનુભવે છે. બહુ ઝીણું, બાપુ કહો, આ સમજાણું કે નહિ? એ... “નટુ. આ ધંધોબંધો હું નહિ, એમ કહે છે. આ ધંધા સંબંધીનો રાગ થાય એ પણ હું નહિ. મુમુક્ષુ :- મુદ્દો ન આવ્યો. ઉત્તર :- હું નહિ, એટલે ચૈતન્ય તે હું. દુકાને બેસે ને પછી આ બધી વ્યવસ્થા કરું છું ને આ કરું છું, પણ એ તારી ચીજ નથી તો તું વ્યવસ્થા ક્યાંથી કરે? સમજાણું? ઝીણી વાત, ભાઈ! વીતરાગ... વીતરાગ પરમાત્મા જિનેશ્વરદેવ, તેમના માર્ગની પદ્ધતિ કોઈ અલૌકિક છે. અત્યારે તો લૌકિક જેવું, લોક જેવું આમ સ્થૂળ કરી નાખ્યું. આહા...! આ પૂજા કરી ને ભક્તિ કરી ને જાત્રા કરી, થઈ ગયો ધર્મ. અરે. ધૂળેય નથી, સાંભળને. આહા...! ધર્મી એવો ભગવાન પોતાના ધર્મને સંભાળે નહિ અને રાગ ને પરને સંભાળવા જાય... આહાહા...! Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ એ તો મિથ્યાદૃષ્ટિ છે. આહાહા...! પોતાને સ્વાભાવિક જ્ઞાનરૂપ જ.” ભાષા છે? હેં? એ તો સિ: સ્વયં સતત નિરશ: સદનું જ્ઞાનં સવા વિન્નતિ આહા...! એ એક વાત કરી. એક કળશમાં બે વેદનાને ઊડાડી દીધી–આ લોક ને પરલોક. સાત ભય છે ને? એકમાં બે ભયને ઊડાડી દીધા. હવે વેદના રહી. શરીરમાં રોગ થાય તો એ આત્માની વેદના છે? એ તો જડની દશા, આ તો માટી છે. રોગ કહેવું એ પણ એક અપેક્ષિત વાત છે. બાકી તો પદાર્થની અવસ્થા તે પણ થઈ છે, એ તો જ્ઞાનમાં પરણેય તરીકે જાણવા લાયક છે. આહાહા...! રોગ કહેવો કોને? એ તો નિરોગ અવસ્થાની અપેક્ષાએ રોગ કહેવાય. બાકી રોગની પર્યાય, પરમાણુની પર્યાયની અવસ્થા તે કાળની તેવી છે. આહાહા! બહુ ફેર. હૈ? અત્યારે ચાલતો માર્ગ અને આ કહેવું. આહાહા...! અરે... વીતરાગ પરમાત્મા જિનેશ્વરદેવના પોકાર છે. ત્રણલોકના નાથની વાણીમાં, દિવ્યધ્વનિમાં આ આવ્યું, એ આ વાત છે. આહા! વિશ્વ ( શ્લોક–૧૫૬) (શાર્દૂનવિક્રીડિત) एषैकैव हि वेदना यदचलं ज्ञानं स्वयं वेद्यते निर्भदोदितवेद्यवेदकबलादेकं । સાનાનૈઃ नैवान्यागतवेदनैव हि भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।।१५६।। હવે વેદનાભયનું કાવ્ય કહે છે : શ્લોકાર્ધઃ- [ નિર્મ-રિત-વે-વેવ-વનીત ] અભેદસ્વરૂપ વર્તતા વેદ્ય-વેદકના બળથી (અર્થાતુ વેદ્ય અને વેદક અભેદ જ હોય છે એવી વસ્તુસ્થિતિના બળથી) [ યદું ગવર્ના જ્ઞાન સ્વયં અનાજૈઃ સવા વેદ્યતે ] એક અચળ જ્ઞાન જ સ્વયં નિરાકુળ પુરુષો વડે (-જ્ઞાનીઓ વડે) સદા વેદાય છે, [ HI 1 વ ફિ વેના ] તે આ એક જ વેદના (જ્ઞાનવેદન) જ્ઞાનીઓને છે. (આત્મા વેદનાર છે અને જ્ઞાન વેદાવાયોગ્ય છે.) [ જ્ઞાનિન: કન્યા સાત-વેના જીવ હિ ને કવ ભવેત્ ] જ્ઞાનીને બીજી કોઈ આવેલી (પુદ્ગલથી થયેલી) વેદના હોતી જ નથી, [ તી : ઉત: ] તેથી તેને વેદનાનો ભય ક્યાંથી હોય ? [સ: Page #463 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૫૬ ૪૯ સ્વયં સતત નિરહિ: સદનું જ્ઞાનં સવા વિન્તતિ ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. ભાવાર્થ - સુખદુઃખને ભોગવવું તે વેદના છે. જ્ઞાનીને પોતાના એક જ્ઞાનમાત્ર સ્વરૂપનો જ ભોગવટો છે. તે પગલથી થયેલી વેદનાને વેદના જ જાણતો નથી. માટે જ્ઞાનીને વેદનાભય નથી. તે તો સદા નિર્ભય વર્તતો થકો જ્ઞાનને અનુભવે છે. ૧૫૬. શ્લોક-૧૫૬ ઉપર પ્રવચન ૧૫૬ (કળશ), વેદના ભય. (શાર્દૂનવિવ્રીહિત). एषैकैव हि वेदना यदचलं ज्ञानं स्वयं वेद्यते निर्भदोदितवेद्यवेदकबलादेकं सदानाकुलैः । नैवान्यागतवेदनैव हि भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।।१५६।। [નિર્મ-૩રિત-વેદ્ય-વ-વનાત ] “અભેદસ્વરૂપ વર્તતા વેદ્ય-વેદકના બળથી (અર્થાત્ વેદ્ય અને વેદક અભેદ જ હોય છે.” કહે છે? કે, આત્મા વેદનાર અને આત્માની વેદના. અનુભવનું વેદન કરનાર અને એનું અનુભવનું વેદન. વેદ્ય-વેદક અભેદમાં હોય છે. આહાહા...! છે? આહાહા.! ઈ ઓલામાં આવી ગયું, નહિ? ૨૧૬ ગાથા. વેદ્ય-વેદક. પરનો વેદ્ય-વેદક નથી, આત્માનો વે-વેદક છે. આહાહા.! ૨૧૬. વેદ્ય (એટલે) વેદવા યોગ્ય અને વેદક અભેદ હોય છે. વેદવા યોગ્ય પણ આનંદ અને વેદવાવાળો આત્મા. આહાહા...! “(એવી વસ્તુસ્થિતિના બળથી)...” શું કહ્યું? ભગવાન આત્મા વેદનાર અને વેદન યોગ્ય પોતાની અનુભવ દશા. આનંદની દશા વેદવા યોગ્ય અને વેદવાવાળો આત્મા. ખરેખર તો બધી પર્યાય છે. સમજાણું? આહા...! નિર્મળપર્યાય વેદવાવાળી અને નિર્મળ પર્યાય વેદવા યોગ્ય. આત્મા તો ધ્રુવ છે. અપેક્ષાથી કહે છે. આહાહા...! એ તો આવી ગયું છે, નહિ? અલિંગગ્રહણનો વીસમો બોલ. આત્મા વેદનમાં પોતાની પર્યાયને વેચે છે તે આત્મા (છે). એ આત્મા વેદનમાં ધ્રુવને વેદતો નથી. અરે.! આવી વાતું હવે. અલિંગગ્રહણમાં આવ્યું હતું ને? વસ્તુ અખંડાનંદ પ્રભુ, તેની દૃષ્ટિ થઈ તો વેદવા યોગ્ય દશા વીતરાગી થઈ. શાંતિ અને અકષાયી પરિણતિ થઈ તે વેદવા યોગ્ય અને વેદવાવાળો એ આત્મા. એ તો અભેદની અભેદની વાત છે. આહાહા..! વેદવાવાળો આત્મા અને રાગ દવા યોગ્ય, એ વસ્તુમાં નથી. આહાહા...! વેદવાવાળો આત્મા અને રોગ વેદવા યોગ્ય, એ આત્મામાં નથી. રાગ વેચવા લાયક અને વેદવાવાળો આત્મા, એવું આત્મામાં Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ નથી. આવી વાતું હવે. ક્યાં જાવું માણસને આમાં? બિચારા... આહાહા.! અંદર પ્રભુ તું મહાપ્રભુ મહાત્મા છો, પરમાત્મા છો, વીતરાગ છો. એ તારી ચીજ છે. વીતરાગ સ્વરૂપની મૂર્તિ પ્રભુ ચૈતન્ય પ્રતિમા છે. એ વેદવાવાળો અને એની નિર્મળ જાત તે વેદવા યોગ્ય. પણ આત્મા વેદવાવાળો અને રાગ દવા યોગ્ય, વસ્તુમાં નથી. આત્મા વેદવાવાળો અને રાગ દવા યોગ્ય (એ) વસ્તુમાં નથી. આરે.! આવી વાતું. જે સાંભળેલું હોય એનાથી બીજી જાત. માથાકૂટ બધી. આહાહા..! ભાઈ! તેં સત્યને સાંભળ્યું નથી. આહા...! તત પ્રીતિ વિતેનું વાર્તાડપિ કુતાએ વાર્તા સાંભળી નથી, કહે છે અને જેણે આવી વાત પ્રેમથી, રુચિથી સાંભળી અને અલ્પ કાળમાં મોક્ષ થયા વિના રહેતો નથી. આહાહા...! છે ને, આવે છે ને ? આહાહા...! દેવેદ્ય અને વેદક અભેદ જ હોય છે....” શું કહ્યું છે? અનુભવ કરનાર અને અનુભવવા યોગ્ય આત્મા જ છે. અનુભવ કરનાર આત્મા અને રાગ અનુભવ કરવા યોગ્ય એમ છે નહિ. એવો ભેદ છે નહિ. આર. આરે.! આવી વાત. હજી એકડાની ખબર ન મળે બિચારાને એમાં આવી વાતું. શું થાય? બાપુ! આ તો હજી ધર્મનો એકડો છે. આહાહા...! વેદ્ય નામ વેદાવા યોગ્ય અને વેદક કરનાર અભેદ જ હોય છે. એનો એ આત્મા વેદવાવાળો અને આત્મા વેદાવા યોગ્ય. આહાહા...! આનંદની દશા વેદવા યોગ્ય અને આત્મા વેદવાવાળો. પણ આત્મા વેદવાવાળો અને રાગ વેદવા યોગ્ય, (એવું) વસ્તુમાં નથી. સમજાણું? ઓહોહો...! સંતોએ ટૂંકા શબ્દોમાં સત્યને પ્રસિદ્ધ કર્યું છે, સત્યના ડંકા વગાડ્યા છે. આહાહા...! દિગંબર સંતો એટલે ચાલતા સિદ્ધ. આહાહા...! હેં? વેદ્ય-વેદક આત્મા છે. આત્મા આનંદનો વેદવાવાળો અને આનંદનું વેદન કરનાર આત્મા જ છે. આત્મા વેદવાવાળો અને રાગ વેદક છે, એમ છે નહિ. વસ્તુનું સ્વરૂપ એમ નથી. વિશેષ કહેશે.. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) પ્રવચન નં. ૩૦૩ શ્લોક-૧૫૬ થી ૧૫૮ બુધવાર, ભાદરવા સુદ ૧૪, તા. ૦૫-૦૯-૧૯૭૯ દસલક્ષણી ધર્મનો દસમો દિવસ છે). બ્રહ્મચર્યનો અધિકાર છે. આહા. જે તીવ્ર દુઃખોનો સમૂહરૂપ ધારાસહિત જેના પ્રવાહથી પ્રાણી માટીના પીંડલાની જેમ ચાર ગતિમાં ઘૂમે છે અને અનેક વિકારરૂપી ધર્મ કરનાર એવું આ સંસારરૂપી ચક્ર સ્ત્રીઓના આધારે શીઘ્રતાથી ફરે છે. આહાહા...! સ્પર્શેન્દ્રિય અખંડ આખા શરીરમાં છે. એના ભોગમાં સ્ત્રી છે તેથી તેને લીધું છે. આ સંસારચક્રના પરિભ્રમણમાં સ્ત્રીનો સંગ જ પરિભ્રમણનું કારણ છે. આહા...! Page #465 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૫૬ ૪૫૧ અને જેણે એનો સંગ છોડ્યો, મોહને ઉપશાંત ક૨ના૨ મોક્ષના અભિલાષી નિર્મળ બુદ્ધિવાળા મુનિ સદા બેન, દીકરી અને માતા સમાન જુઓ. એ જ ઉત્તમ બ્રહ્મચર્ય છે. આહા..! બ્રહ્મ નામ આત્મા, આનંદ સ્વરૂપ પ્રભુ, એમાં ઠરવું, રમવું એનું નામ બ્રહ્મચર્ય છે. શરીરથી બ્રહ્મચર્ય પાળે એ તો એક એકલો શુભભાવ છે. પાંચે ઇન્દ્રિયના વિષયો તરફથી ખસી જઈ અને અનીન્દ્રિય એવો જે ભગવાનઆત્મા, આહાહા..! બ્રહ્મ નામ આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, શાંત સ્વરૂપ, વીતરાગમૂર્તિ પ્રભુ, એમાં ચરવું.. આહા..! એનું નામ બ્રહ્મચર્ય દસમો ધર્મ છે. લોકમાં પુણ્યવાન પુરુષો રાગ ઉત્પન્ન કરીને નિરંતર સ્ત્રીઓના હ્રદયમાં નિવાસ કરે છે. શું કહે છે? પુણ્યવંત પ્રાણી છે એ સ્ત્રીઓના હ્રદયમાં નિવાસ કરે છે. એને (એના પ્રત્યે) પ્રેમ હોય છે. પુણ્યવાન પુરુષો પણ જે મુનિઓના હૃદયમાં તે સ્ત્રીઓ કદી અને કોઈ પ્રકારે પણ રહેતી નથી. આહાહા..! પુણ્યવંત પ્રાણીઓના શરીર આદિને લઈને અનુકૂળતા સ્ત્રીઓના હૃદયમાં હોય છે. પણ જેના હૃદયમાં સ્ત્રી નથી, આહા..! પાંચ ઇન્દ્રિયના વિષયો જેના હૃદયમાં નથી, આહાહા..! છે? તે પુણ્યવાન પુરુષો મુનિઓના ચરણોની પ્રતિદિન અતિ નમ્ર બનીને સ્તુતિ કરે છે. આહાહા..! હવે આ દસ ધર્મ છે ને, એ બધા ચારિત્રના ભેદ છે. તેથી કહે છે કે, વૈરાગ્ય અને ત્યાગરૂપ બે લાકડાથી બનાવેલી સુંદર નિસરણી. આહા..! માથે જવું હોય તો સારી લાકડાની નિસરણી હોય ને? એમ મોક્ષ જવા માટે આ સુંદર નિસરણી છે. આહાહા..! જ્ઞાન અને વૈરાગ્ય. એટલે ભગવાનઆત્માનું જે જ્ઞાન, બ્રહ્મ આનંદ સ્વરૂપ હું છું એવું જે જ્ઞાન અને પુણ્ય-પાપના વિકલ્પનો વૈરાગ્ય, રક્તથી વિરક્ત, એ બે પ્રકારના લાકડાથી બંધાયેલી મોક્ષ માટે ચડવાની નિસરણી છે. આહાહા..! સમજાણું કાંઈ? જે મહાન સ્થિર પગથિયાંવાળી હોઈને, એ દસ પ્રકા૨નો ધર્મ જ્ઞાન અને વૈરાગ્યવાળો, એ મહા દૃઢ પગથિયાંવાળી નિસરણી છે. આહા..! મોક્ષમહેલમાં જવા માટે ચડવાની અભિલાષા રાખનાર મુનિઓને માટે યોગ્ય છે. આહા..! ત્રણ લોકના અધિપતિઓ દ્વારા સ્તુયમાન–સ્તવનને લાયક દસ ધર્મોના વિષયમાં ક્યા પુરુષોને હર્ષ ન થાય? આહાહા..! આ દસ પ્રકારનો જે ધર્મ, ઉત્તમ ક્ષમાથી માંડી બ્રહ્મચર્ય, એ કહે છે કે ત્રણ લોકના અધિપતિઓથી વંદ્ય છે. એ દસ પ્રકારનો ધર્મ ત્રણ લોકના અધિપતિઓથી સ્તુતિ કરવા લાયક છે. એ દસ ધર્મના વિષયમાં કચા પુરુષોને હર્ષ ન થાય? આહા..! અંતરમાં આનંદની ધારામાં કોને હરખ ન થાય? એમ કહે છે. દસ પ્રકારનો ધર્મ એટલે ચારિત્ર. સ્વરૂપનું ચારિત્ર, રમણતા, એ દસ પ્રકારનો ધર્મ છે. આહાહા..! આકરી વાતું, ભાઈ! દુનિયાને અત્યારે (આકરું લાગે). એકલું શરીરથી બ્રહ્મચર્ય પાળે) એ કોઈ બ્રહ્મચર્ય નથી. પાંચે ઇન્દ્રિયોના વિષયોને. Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ કામભોગ કાલે કહ્યા હતા ને? કામ એટલે સ્પર્શ અને રસેન્દ્રિય. અને ઘાણ, આંખ ને કાન એ ભોગ. એ પાંચ ઇન્દ્રિયોના વિષય તરફના વલણને છોડી અનીન્દ્રિય એવો જે ભગવાન આત્મા... આહાહા...! એની સન્મુખ થઈને એમાં રમણતા કરવી એનું નામ બ્રહ્મચર્ય છે. આહા...! આ તો શરીરથી બ્રહ્મચર્ય પાળે તો (માને કે, અમે બાળ બ્રહ્મચારી થઈ ગયા. એમ નથી અહીં તો કહે છે. બાળ બ્રહ્મ તો એ છે કે જેને આનંદની રમણતા બાળકમાંથી જેને પ્રગટ થઈ. આહાહા..! નાની ઉંમરમાંથી, દેહની નાની ઉંમર, આત્મા તો અનાદિઅનંત છે, એ આત્મા અનાકુળ આનંદનો નાથ, એની મીઠાશના વેદનમાં બાળપણથી જેને અંતરમાં રમણતા જાગી છે, એને અહીંયાં બાળ બ્રહ્મચારી કહે છે. સમજાય છે કાંઈ? આહાહા..! કહે છે કે, એવો જે ધર્મ, આનંદ સ્વરૂપ ભગવાન દસ પ્રકારનો ધર્મ, એ આનંદની રમણતા (થવા) એ દસ પ્રકારનો ધર્મ છે. એને ત્રણ લોકના અધિપતિઓ જેને સ્તવે છે. એવા દસ પ્રકારના ધર્મમાં કોને હરખ ન થાય? આહાહા.! કોને એના આત્માના સ્વભાવમાં વલણ ન થાય. પરના વલણમાંથી કોણ ખસે નહિ? આવો જે ધર્મ વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા, આ દસ પ્રકારનો ધર્મ એ મુનિના ધર્મની વ્યાખ્યા છે પણ અંશે ચોથે અને પાંચમે પણ હોય છે. આ મુખ્ય દસ ધર્મ ચારિત્રના છે, એના આ ભેદ છે. નિર્વિકલ્પ શાંતિ. આહા...! વિકલ્પ વિનાનો ભગવાન નિર્વિકલ્પ ચીજ છે આત્મા, એની અંદરમાં નિર્વિકલ્પતાની રમણતા થવી, જેવું એ નિર્વિકલ્પ સ્વરૂપ છે એવી જ રમણતા–નિર્વિકલ્પતા પર્યાયમાં થવી. આહાહા...! આવી વાતું છે. એનું નામ ચારિત્રના દસ ધર્મ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? એ બ્રહ્મચર્ય (થયું). આપણે અહીં વેદનાનું આવ્યું છે ને? પૂરું થઈ ગયું છે? (શ્રોતા :- શરૂઆત જ થઈ છે). ઠીક! વેદનાનો ભય. આહાહા...! જેને આ શારીરીક સુખ-દુઃખની કલ્પના, એનું વેદન એ તો ઝેરનું વેદન છે. આહા. દુઃખનું વેદન છે. એ ધર્મીને કહે છે કે, જેને આત્મા શુદ્ધ ચૈતન્યઘન, એનો જેને આનંદનો સાગર-સત્તા, એવી જેની સત્તાનો સ્વીકાર દૃષ્ટિમાં થયો એને આ શારીરીક વેદનાનો ભય હોતો નથી કે આ રોગ થાશે તો શું થશે? ક્ષય થશે તો શું થશે? સમજાણું કાંઈ? કેમકે જ્ઞાનીને અંતરમાં આનંદ સ્વરૂપ પ્રભુ, એ જેને વેદવા લાયક અને વેદનારો હું, અને આનંદ વેચવા લાયક એ મારી વેદના છે. આરે...! આવી વાતું છે. આહા.! એ કહ્યું. | ‘અભેદસ્વરૂપ વર્તતા વેદ્ય-વેદકના બળથી... અભેદ એટલે? આત્મા જ આનંદનો વેદનારો અને આનંદનું વેદન એનું. આહાહા.! અભેદ કીધું ને? ભગવાનઆત્મા અતીન્દ્રિય આનંદની મૂર્તિ, એ પોતે અતીન્દ્રિય આનંદની પર્યાયને વેદે અને વેદવા લાયક એ અતીન્દ્રિય આનંદની પર્યાય. વેદનાર પણ આત્મા અને વેદવા લાયક એની આત્માની પર્યાય. આહા...! એવી વસ્તુસ્થિતિના બળથી). આહાહા.! શું કહે છે ઈ? આવી જે વસ્તુ જે ચૈતન્ય ભગવાન, Page #467 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૫૬ એની જ્યાં દૃષ્ટિ પડી ત્યાં અને એનો જે અનુભવ થયો એના બળથી. આહાહા..! યદ્ અવતં જ્ઞાનં સ્વયં અનાî: સવા વેદ્યતે] ‘એક અચળ જ્ઞાન જ...’ આહાહા..! જ્ઞાન એટલે આત્મા. શુદ્ધ આત્મા, અચળ જ્ઞાન, કદી ચળે નહિ એવી ધ્રુવ ચીજ ભગવાન, નિત્યાનંદ પ્રભુ, આહાહા..! એવો અચળ આત્મા જ ‘સ્વયં નિરાકુળ...’ પ્રભુ પોતે તો નિરાકુળ આત્મા છે. આહાહા..! એમાં આકુળતાના વિકલ્પનો પ્રવેશ નથી. વસ્તુમાં આકુળતા છે જ નહિ. આહાહા..! આવી વાતું હવે. નિરાકુળ ભગવાનઆત્મા એનું જેને નિરાકુળપણાનું વેદન છે એ સ્વયં નિરાકુળ પુરુષો વડે...' આહાહા..! નિરાકુળ એવો ભગવાનઆત્મા અને જે પર્યાયમાં નિરાકુળવાળો પુરુષ-આત્મા છે એનાથી તે વેદાય છે. અરે..! આવું કામ છે, હોં! ભાઈ! આહાહા..! ૪૫૩ પાંચ ઇન્દ્રિયો અને તેના તરફનો વિકલ્પ, એનાથી ખસી, હટી અને અસ્તિ તત્ત્વ જે ભગવાન પૂર્ણાનંદની અસ્તિ–સત્તા, તેના અવલંબનમાં જે ગયો, આહાહા..! તેને એક જ જ્ઞાન જ સ્વયં નિરાકુળ છે તેને એ વેઠે છે. આવી વાત છે. આનું નામ ધર્મ છે. રાગાદિ અને પુણ્યાદિના પરિણામ એ કોઈ ધર્મ નથી, એ તો આકુળતા છે અને ભગવાનઆત્મા નિરાકુળ છે. એ નિરાકુળ સ્વરૂપ ભગવાન.. આહા..! આઠ વર્ષની બાળિકા પણ જો સમ્યગ્દર્શન પામે છે, આહા..! અરે..! તિર્યંચ, અઢી દ્વીપ બહાર અસંખ્ય તિર્યંચ ભગવાને કહ્યા છે. સિંહ ને વાઘ ને નાગ ને વાંદરા ને હાથી ને ઘોડા અસંખ્ય સમકિતી બહાર છે. આહાહા..! આવે છે પડિકમણામાં, સ્થાનકવાસીના ખામણામાં. અઢી દ્વિપ બહાર અસંખ્યાતા છે. આહા..! એ તિર્યંચના શરીર હોવા છતાં ભગવાન અંદર આત્માના આનંદને જાણ્યો છે અને અનુભવ્યો છે તેથી તે એને નિરાકુળતાનું નિરાકુળ પુરુષો દ્વારા નિરાકુળતાનું વેદન છે. જેને આકુળતાવિકલ્પની જાળુ વર્યાં કરે છે, આહા..! એ નિરાકુળ પુરુષ નહિ, નિરાકુળ પુરુષ નહિ એટલે પરિણતિમાં નિરાકુળ પુરુષ નહિ, એમ. વસ્તુ તો નિરાકુળ છે જ, પણ પર્યાયમાં જેને નિરાકુળતા પ્રગટી છે તે એને અનુભવે છે. પણ જેને બહારના ખદબદાટ, પુણ્ય અને પાપના વિકલ્પની જાળમાં ગુંચાઈ ગયો છે, આહા..! એ તો દુઃખને વેદે છે. એ દુઃખનું વેદન એ આત્માનું સ્વરૂપ નથી. આહાહા...! શરીર અને સંયોગો લાખ, કરોડ પ્રતિકૂળ હો, રોગ હો, ક્ષય રોગ હો, આહા..! સોળ રોગ હો, સાતમી નરકના નારકીને તો સોળ રોગ પહેલેથી છે. આહા..! પણ જ્યારે એ અંતરમાં ગયા હોય ત્યારે, મિથ્યાદૃષ્ટિ જાય સાતમી (નકે), સમિતી ન જાય અને ત્યાં પછી સકિત પામે છે. સાતમી નરકનો નાકી. આહા..! એ નિરાકુળ આત્મા, એ નિરાકુળ પર્યાયથી વેદે છે. આહાહા..! સાતમી નક કોને કહેવી, બાપા! આહાહા..! જેની શીતની વેદના, એક શીતનું આટલું જરી પૂમડું અહીંયાં લાવે (તો) દસ હજાર જોજનના માણસો ઠંડીમાં મરી જાય. એવી ઠંડી છે ત્યાં. એવી ઠંડીમાં ઉત્પન્ન થયેલો પણ જ્યારે ભગવાન Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ શાંત આનંદમૂર્તિ પ્રભુ, એવી ઠંડકના ગર્ભમાં અંદર જાય છે. આહાહા...! બરફની પાટ જેમ શીતળ હોય છે એમ ભગવાન શીતળ, આનંદસ્વરૂપ શીતળ, ઠંડો, ઠંડો આત્મા નિરાકુળ (છે). એ નિરાકુળને નિરાકુળ પુરુષો વડે વેદન થઈ શકે. આહાહા...! વિકલ્પની જાળમાં ગુંચાયેલા, એનું આ કામ નથી, કહે છે. ઝીણી વાત, ભાઈ! આહાહા...! કહે છે કે, સદા “સ્વયં નિરાકુળ પુરુષો વડે (જ્ઞાનીઓ વડે) સદા વેદાય છે.” આહાહા...! એનો અર્થ એ થયો કે, પ્રથમ તારે સમ્યગ્દર્શન પ્રગટ કરવું પડશે. “લાખ વાતની વાત નિશ્ચય ઉર આણો’ આવે છે ને “છ ઢાળામાં? “છોડી જગત કંદ ફંદ નિજ આતમ ઉર ધ્યાવો’ એ આત્માનું ધ્યાન કરતા અને આનંદ આવે. કેમકે આત્મા આનંદસ્વરૂપ છે. તેથી નિરાકુળ પુરુષો વડે તે આનંદ વેદાય છે. આકુળતાવાળા જીવોને તે આનંદ હોતો નથી. એ વિકલ્પના ખદબદાટ, આ કર્યું ને આ કર્યું ને આ કર્યું માંગ કરી), આહાહા.... દુનિયાને અનુકૂળ રહેવા માટે માખણ ચોપડે ને આમ કરે ને તેમ કરે, વિકલ્પની જાળમાં ગુંચાઈ ગયેલા છે). આહાહા...! એ મિથ્યાદૃષ્ટિ છે, કહે છે. આહાહા.! જેણે વિકલ્પની જાળ તોડી છે અને નિરાકુળ પુરુષ છે તેના વડે નિરાકુળ આનંદ વેદાય છે. એને એ વેદના છે. આહા...! જ્ઞાનીઓને જ્ઞાન વેદાવા યોગ્ય છે. છે? તે આ એક જ વેદના (જ્ઞાનવેદન) જ્ઞાનીઓને છે. (આત્મા વેદનાર છે અને જ્ઞાન વેદાવાયોગ્ય છે.” || જ્ઞાનિનઃ કન્યા માત-વેના પર્વ દિ ન વ મ ] “જ્ઞાનીને બીજી કોઈ આવેલી - પુદ્ગલથી થયેલી) વેદના...” ખાર છાંટે અને પછી અગ્નિ નાખે, (એની) વેદના ધર્મીને નથી. આહા.! કેમકે તેના તરફનું તેનું લક્ષ જ છૂટી ગયું છે. આહાહા.. અને જ્યાં લક્ષ ગયું છે એ તો નિરાકુળ આનંદનો નાથ છે. આહાહા.! ઝીણી વાત, બાપુ! ભગવંત તારું સ્વરૂપ કોઈ જુદી જાત છે, ભાઈ! આહા! લાગે નિશ્ચય, પરમ સત્ય આકરું લાગે પણ વસ્તુ તો આવી છે. આહાહા.! ધર્મીને બીજી કોઈ આવેલી વેદના હોતી નથી. આહાહા.! નિર્ધનતા આવી પડી, ક્ષયનો રોગ આદિ આવી પડ્યો, આહા.! એ વેદના ધર્મીને નથી. એનો તે જ્ઞાતા છે અને જ્ઞાન ને આનંદનું વેદન કરનાર છે. આરે. આવી વાતું છે. આ દસ ધર્મ પૂરા થાય છે. કહે છે કે, એ દસ ધર્મના આનંદનું વેદન, આહાહા! એમાં) કોને હરખ ન આવે? એમ કહે છે. જે દસ ધર્મ, ત્રિલોકના મોટા ત્રણલોકના અધિપતિઓ પણ જેની–દસ ધર્મની સ્તુતિ કરે છે, આહાહા...! એ ધર્મ કોને હરખ ન આપે? એ ધર્મમાં કોને હરખ ન આવે? કહે છે. આહાહા. આવી વાતું હવે. આ તો ક્રિયા કરો ને વ્રત કરો ને અપવાસ કરો. એ તો આકુળતા છે. આહા.! એ આકુળતા રહિત નિરાકુળ પુરુષો વડે નિરાકુળતા વેદાય છે. આહાહા...! આવી વાતું અગમગમની વાતું, સાધારણ માણસને તો બિચારા બહારની વિકલ્પ જાળમાં ગુંચાઈ ગયા. આ કર્યું ને આને અનુકૂળ કર્યું ને આને માખણ ચોપડ્યું ને આને Page #469 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૫૭ ૪પપ અનુકૂળ થઈએ તો અમે બહાર આવીએ, પ્રસિદ્ધિ પમાય (એવી) આકુળતાની જાળમાં ગુંચાઈ ગયા. પણ નિરાકુળ ભગવાન આત્મા, તે વેદના એક જ છે. ધર્મીને બીજી વેદના હોતી નથી. તિ-મી: :] તેથી તેને વેદનાનો ભય ક્યાંથી હોય ?’ કેમ? “સ: તે ધર્મી–જ્ઞાની આત્મા “રવયં સતત નિરશ: સદનું જ્ઞાન સવા વિન્દતિ “તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. આહાહા...! જ્ઞાનનું શુદ્ધ પરિણમન થવું એ જ્ઞાનના વેદનમાં આવે છે. આહા.! રાગનું, પુણ્યનું, દયા, દાનનું પરિણમન થવું એ બધું દુઃખનું વેદન છે. આવી વાતું લોકોને આકરી પડે. શું થાય? એણે કરવું પડશે, ભાઈ! જન્મમરણના દુઃખ... આહાહા....! ચારે કોર ભમે છે ચક્કર આખું. ઓલું કુંભારનો ચાકડો ફરે એમ ચાર ગતિમાં ફરે છે. આ એક માણસ થાય ને વળી પાછો ઢોર થાય ને વળી નરકમાં જાય. આહાહા...! ધ તો આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપી તે હું એમ અનુભવ થયો છે. તેથી તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને અનુભવે છે. જ્ઞાન એટલે આત્મા. આહા..! ભાવાર્થ – ‘સુખદુ:ખને ભોગવવું તે વેદના છે. જ્ઞાનીને પોતાના એક જ્ઞાનમાત્ર સ્વરૂપનો જ ભોગવટો છે.” ભારે આકરું કામ. ધર્મી એને કહીએ કે જેને આત્મા આનંદ સ્વરૂપની દૃષ્ટિ અને અનુભવ થયો. તેને તો એક આનંદનું જ વદન હોય છે, જ્ઞાનનું જ વદન હોય છે). આહાહા.! એક પોતાના જ્ઞાનમાત્ર સ્વરૂપનો-આત્માનો જ અનુભવ (છે). “તે પુદ્ગલથી થયેલી વેદનાને વેદના જ જાણતો નથી.” આહાહા! શરીરમાં રોગ, દરિદ્રતા (હોય), ક્ષય રોગ, સોળ રોગ પ્રગટ થાય, એને જ્ઞાની રોગ જાણતો નથી. એ તો જ્ઞાનીના જ્ઞાનમાં શેય તરીકે (જણાય છે). આહા...! આવો માર્ગ. લોકોને તો શું કરે? અત્યારે માણસને સાંભળવા મળે નહિ. બહારનું આ કરો, આ કરો, આ કરો. કરી ને મરો. આહા.... ભાઈએ નથી કહ્યું? “સોગાની'. કરવું ઇ મરવું (છે). રાગને કરવો, આ રાગ કરો, આવો કરો, આ કરો, રાગને કરો એ તો મરવું છે. ઝીણી વાત, ભાઈ! આહાહા...! એને ઉગારવાનો પ્રભુનો રસ્તો નિરાકુળ આનંદમાં જાવું, જ્યાં નિરાકુળ ભગવાન બિરાજે છે. આહાહા.! તેના સમીપમાં જાવું અને જતાં જે પર્યાયમાં આનંદ આવે, એ એક જ વેદના જ્ઞાનીને છે. બીજી લાખ, કરોડ વેદના, પ્રતિકૂળતા, નિર્ધન હોય, ખાવા મળે નહિ એવી નિર્ધનતા આવી જાય તોય સમકિતી છે). એની વેદના અને નથી. આહા! અને ધર્મીને અબજોના મોટા રાજ મળે એની વેદના જ્ઞાનીને નથી. એ એના તરફના વેદનને તો દુઃખ જાણીને, ઝેર જાણીને છોડી દયે છે. છોડતો જાય છે. અંદર આત્માને આદરતો જાય છે. આહાહા...! માટે જ્ઞાનીને વેદનાભય નથી. તે તો સદા નિર્ભય વર્તતો થકી... આહાહા.! આખા સિદ્ધાંતનો સાર છે આ. “જ્ઞાનને અનુભવે છે.” Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ( શ્લોક-૧૫૭) (શાર્દૂલવિક્રીડિત) यत्सन्नाशमुपैति तन्न नियतं व्यक्तेति वस्तुस्थितिनिं सत्स्वयमेव तत्किल ततस्त्रातं किमस्यापरैः । अस्यात्राणमतो न किञ्चन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शङ्क सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।।१५७।। હવે અરક્ષાભયનું કાવ્ય કહે છે - શ્લોકાર્ધ - ચિત્ સત્ તત્ નાશ ન પૈતિ તિ વરસ્તુરિથતિઃ નિયત ચવત્તા ] જે સત્ છે તે નાશ પામતું નથી એવી વસ્તુસ્થિતિ નિયતપણે પ્રગટ છે. [ તત્ જ્ઞાન વિન સ્વયમેવ સત્ ] આ જ્ઞાન પણ સ્વયમેવ સત્ (અર્થાત્ સસ્વરૂપ વસ્તુ) છે માટે નાશ પામતું નથી), [ તતઃ પરે: મરચ ત્રાત વિ૬ ] તેથી વળી પર વડે તેનું રક્ષણ શું ? [ અત: ઝચ વિખ્ય માત્રામાં ર મ ] આ રીતે (જ્ઞાન પોતાથી જ રક્ષિત હોવાથી તેનું જરા પણ અરક્ષણ થઈ શકતું નથી [ જ્ઞાનિન: તમી વુડ: ] માટે આવું જાણતા) જ્ઞાનીને અરક્ષાનો ભય ક્યાંથી હોય ? [ સ: સ્વયં સતત નિરર્શાવ: જ્ઞાન સવા વિન્દતિ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. ભાવાર્થ- સત્તાસ્વરૂપ વસ્તુનો કદી નાશ થતો નથી. જ્ઞાન પણ પોતે સત્તાસ્વરૂપ વસ્તુ છે; તેથી તે એવું નથી કે જેની બીજાઓ વડે રક્ષા કરવામાં આવે તો રહે, નહિ તો નષ્ટ થઈ જાય. જ્ઞાની આમ જાણતો હોવાથી તેને અરક્ષાનો ભય નથી; તે તો નિઃશંક વર્તતો થકો પોતે પોતાના સ્વાભાવિક જ્ઞાનને સદા અનુભવે છે. ૧૫૭. શ્લોક-૧૫૭ ઉપર પ્રવચન ૧૫૭ આવ્યો ને? અરક્ષાભય. મારું કોઈ રક્ષણ હોય તો હું રહી શકું, એમ માનનારા (અજ્ઞાની છે). ગઢ, કિલ્લો હોય, પૈસો હોય, નોકર સારા હોય, મને રક્ષે તો હું રહી શકું, એવી પીડા, એવા ભાવ જ્ઞાનીને હોતા નથી. ત્રિકાળ રક્ષાસ્વરૂપ જ ભગવાન છે. એને હું રાખું તો રક્ષા થાય એવી એ ચીજ નથી. આહા...! Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૫૭ શ્લોક-૧૫૭ (શાર્દૂનવિક્રીડિત) यत्सन्नाशमुपैति तन्न नियतं व्यक्तेति वस्तुस्थिति निं सत्स्वयमेव तत्किल ततस्त्रातं किमस्यापरैः । अस्यात्राणमतो न किञ्चन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शक सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।।१५७।। આહાહા..! “યત્ સ’ ‘ય’ જે સત્ છે તે ‘ત નાશ ન પૈતિ ભગવાનઆત્મા ત્રિકાળી સત્ છે. આહા.! છે, સત્ છે તે નાશ થતું નથી. છે તેનો નાશ નથી. સત્ છે પ્રભુ. આહાહા.! અનંત ગુણથી બિરાજમાન પ્રભુ જે સત્ છે તે નાશ પામતું નથી એવી વસ્તુસ્થિતિ નિયતપણે...” નિશ્ચયપણે પ્રગટ છે. આહાહા...! બહારથી રક્ષા કરું તો મારો આત્મા રહે, સાધનો એવા બધા રાખું, આહાહા.! એમ ધર્મીને હોતું નથી. મારો ભગવાન તો સત્તાથી આરક્ષિત જ છે. પરથી રક્ષા કરે એવો છે જ નહિ. પરના મહેલ, મકાન, નોકરચાકર, પોલીસ, બંદુક એવા સાધનો હોય તો મારી રક્ષા થાય (એમ માનનાર) મૂઢ છે. આહા...! ભારે આકરું, દુનિયાથી (જુદી જાત છે). એવી વસ્તુસ્થિતિ નિયતપણે...” નિશ્ચયપણે પ્રગટ છે. સત્ પ્રભુ શાશ્વત નિત્યાનંદ પ્રભુ સદા પ્રગટ છે. વસ્તુ છે ઈ વસ્તુ પ્રગટ જ છે. અનાદિ છે, અનંતકાળથી છે, એમ ને એમ છે. આહા.! [ તત્ જ્ઞાન વિન સ્વયમેવ સત્ ] “આ જ્ઞાન પણ સ્વયમેવ સત્ (અર્થાત્ સત્વરૂપ વસ્તુ) છે.” જેમ કોઈપણ સત્ હોય એનો નાશ ન થાય એમ આત્મા પણ સત્ છે, કહે છે. આહાહા...! ભારે કામ, ભાઈ! વીતરાગ માર્ગ બહુ અલૌકિક છે, બાપુ! વીતરાગભાવથી તે વીતરાગપણું પ્રગટ થાય છે. આહાહા...! રાગની ક્રિયાથી તે વીતરાગપણું પ્રગટ થતું નથી, એમ કહે છે. આહાહા..! જ્ઞાન પણ સ્વયમેવ સસ્વરૂપ વસ્તુ છે. ચીજ નાશ પામતી નથી. તિતઃ પરે: સચ ત્રાત વિ તેથી વળી પર વડે તેનું રક્ષણ શું ?” “ત્રાત' એટલે રક્ષણ. પોતે સત્ અવિનાશી ભગવાન છે તેને પર વડે રક્ષા છે શું? આહાહા! આવી વાતું. આઠ વર્ષની બાળિકા પણ સમ્યક્ પામે તો આ હોય છે, એમ કહે છે. સતુ ભગવાન વસ્તુ છે. આહાહા...! મારો આનંદ તો મારામાં છે. એ આનંદ સત્ છે છે કે દિ નાશ થાય? આહાહા.! “પરે: ત્રાત ”િ પર વડે તેનું રક્ષણ શું?’ આહાહા.! હું આત્મા દુર્ગ કિલ્લો છું. એને રક્ષણ શું? એમાં કોઈને પ્રવેશ નથી. આહાહા! જેમાં વિકલ્પનો પ્રવેશ નથી એવો ભગવાન દુર્ગ કિલ્લો, એની હું રક્ષા કરું તો રહે એવું નથી. આરે...! આવી વાતું. પજોસણમાં તો અપવાસ કરવા ને આ કરવા ને તે કરવા એવું હોય તો સમજાય તો ખરું. એ તો વિકલ્પ છે, બાપા! રાગ છે. એ અપવાસ-બપવાસ તપસ્યા નથી. તપસ્યા તો ચૈતન્યમૂર્તિને તપાવવો, અંદર પ્રગટ કરવો. જેમ સોનાને ગેરુ લાગવાથી સોનું ઓપે છે, એમ ભગવાન Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ આનંદના નાથમાં એકાગ્ર થઈને આનંદની શોભા અંદર પ્રગટ થાય તેને અપવાસ ને તપ કહે છે. બાકી તો લાંઘણું છે. આહાહા...! “પ: અચ ત્રાત વિ ભગવાનના રક્ષણ માટે બીજાના શરણની શું જરૂર? આહાહા..! આ રીતે (જ્ઞાન પોતાથી જ રક્ષિત હોવાથી)...” જ્ઞાન એટલે આત્મા. “આ રીતે (જ્ઞાન પોતાથી જ રક્ષિત હોવાથી) તેનું જરા પણ અરક્ષણ થઈ શકતું નથી.' આહાહા...! કિંચિત્ પણ તેની રક્ષા કરવી એવું છે નહિ. એ તો ત્રિકાળ રક્ષિત છે. જેની દૃષ્ટિમાં નિત્યાનંદ પ્રભુ આવ્યો અને હવે રક્ષા કોની કરું? કોની રક્ષાથી હું રહું? એ છે નહિ. આહાહા.! જરા પણ અરક્ષણ થઈ શકતું નથી... [ જ્ઞાનિનઃ તમી ગુરુતઃ ] “માટે (આવું જાણતા) જ્ઞાનીને..” જ્ઞાની એટલે ધર્મી, સમ્યગ્દષ્ટિ ચોથે ગુણસ્થાનથી. એ આવી ગયું છે, નહિ? જ્ઞાની કોને કહેવા? અવિરતીથી બધાને જ્ઞાની કહેવા. ઓલા વળી એમ કહે કે, જ્ઞાની ન કહેવાય. નિર્વિકલ્પ ધ્યાન થાય એને જ્ઞાની કહેવાય. એટલે આ બહારની ક્રિયા કરે અને નિર્વિકલ્પ થાય. ધૂળેય નથી. આહાહા.! શું થાય? જ્ઞાની એટલે ધર્મીને આવું જાણતા એટલે અરક્ષણ થઈ શકતું નથી એવો હું છું. જરા પણ અરક્ષણ નથી. રક્ષણ હોય તો હું રહું એમ નથી. એનું અરક્ષણ થઈ શકતું નથી. આહા...! તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો...” જે વસ્તુ અખંડ આનંદસ્વરૂપ ધ્રુવ (છે) એને જેણે પકડી છે અને અનુભવી છે તે) પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો...” પોતાપણામાં નિરંતર નિઃશંક વર્તતો થકો. સહજ આત્માને સદા વેદે છે. આહા.! સદા આત્માને અનુભવે છે, સદા અનુભવે છે. ગમે તેવા પ્રસંગમાં હોય તો એને તો આત્માનું જ વેદન મુખ્ય છે. રાગાદિ હો તેનું વેદન નથી પરમાત્માને. દષ્ટિની પ્રધાનતાથી કથન છે ને. વેદન છે પણ એ ભિન્ન છે. આનંદનું વેદન છે એ આત્માનું છે. જ્ઞાનીને રાગ આવે, એનું વેદન છે પણ વેદન દુઃખરૂપ છે. જેટલો આત્માની સન્મુખ થઈને આનંદ પ્રગટ્યો એ સુખરૂપ છે અને જેટલો પરના લક્ષથી રાગ થાય તે દુઃખ છે. બેયનું વેદન છે. પણ અહીં તો એ વેદનને ગૌણ કરીને એ આત્માના આનંદ સ્વરૂપનું જ વેદન છે. આહાહા...! બહુ કામ આકરું. તે તો નિરંતર નિઃશંક વર્તતો થકો... નિર્ભય વર્તતો થકો, સ્વાભાવિક આત્માને સદા અનુભવે છે. આહાહા...! “સદા' શબ્દ પડ્યો છે ને. દરેકમાં સદા છે, દરેકમાં. “સ્વયં સતત નિરર્શાવ: રહનું જ્ઞાનં સવા વિન્દતિ આહાહા..! કેમકે આત્મા જે સમ્યક દર્શન પામ્યો ત્યારે તેની પર્યાયમાં આનંદનું વેદના (આવ્યું). “નવા વિન્દતિ એને જ એ વેદે ને અનુભવે છે, એમ કહે છે. જેને ધ્રુવ ઉપર દૃષ્ટિ જાય એને પર્યાયમાં આનંદનું વેદન આવે. ત્યારે એની દૃષ્ટિ ધ્રુવ ઉપર છે એમ નિર્ણય થાય. આહાહા.! વસ્તુ છે, ભગવાન પૂર્ણાનંદનો નાથ, એના ઉપર દૃષ્ટિ ગઈ, પર્યાયે તેને સ્વીકાર્યો કે હું તો અખંડ આનંદસ્વરૂપ છું. એમ સ્વીકાર્યો એની પર્યાયમાં આનંદ આવે, એનો નમૂનો આવે. એ આનંદ આવે એ એનું ફળ છે. આનંદ Page #473 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૫૮ ૪૫૯ ન આવે અને દૃષ્ટિ ધ્રુવની થઈ છે, એ વાત ખોટી છે. આહાહા.! આવી વાતું હવે. અલકમલકની નહિ પણ અગમગમ્યની. આહા.! એવો માર્ગ (છે), બાપુ! “સદા અનુભવે છે.” સદા. આહાહા...! એટલે કે આનંદ, જ્ઞાન સ્વરૂપ છે એવો જે અનુભવ થયો એ ભલે ઉપયોગ રાગમાં જાય છતાં એનું વેદન જ્ઞાન છે ત્યાં તો અકંપપણે પડ્યો છે. જ્ઞાનના આનંદથી ખસતો નથી. આહાહા...! આવી વાતું હવે ધર્મને નામે. ઓલી સહેલીટ (હતી). સ્થાનકવાસીમાં કહે, સામાયિક કરો, પોષા કરો, પડિકમણા કરો, ચોવિહાર કરો, ફલાણું ત્યાખ્યું, આ ત્યાગું, આ ત્યાગો. દેરાવાસીમાં ભક્તિ કરો, પૂજા કરો, જાત્રા કરો. દિગંબરમાં લૂગડા છોડો. આહાહા...! પણ મૂળ વાતની ખબરું વિના તારા (ત્યાગ શેના?) આહા...! અહીં તો એ કહ્યું. ભાવાર્થ :- “સત્તાસ્વરૂપ વસ્તુનો કદી નાશ થતો નથી.” છે તેનો કદી નાશ ન થાય, છે તે ન થાય એવું કદી બનતું નથી. ભગવાન આત્મા છે. છે તે કદી નથી એમ ન થાય. છે ઈ નથી થાય? આહા.! વસ્તુ ભગવાન આત્મા સત્તા સત્ છે. “જ્ઞાન પણ સત્તાસ્વરૂપ વસ્તુ છે...” પહેલું સિદ્ધાંતનું સ્થાપન કર્યું કે સત્તાસ્વરૂપ વસ્તુનો કદી નાશ ન થાય. છે તેનો અભાવ કદી ન થાય. એ તો સિદ્ધાંત કહ્યો. એમ આત્મા પણ પોતે સત્તાસ્વરૂપ વસ્તુ છે. આહાહા.! અરેરે...! આ શરીર ને વાણી ને મન ને આ બધા જડ માટી, બહારના બધા ભપકા, અગ્નિ છે બધી. એને લક્ષે તો ઝાળ સળગે છે. એને લક્ષે તો ઝાળ-રાગ (સળગે). ભગવાનને લક્ષે તો અરાગી આનંદ થાય છે. આહાહા.! છે? આત્મા, જ્ઞાન એટલે આત્મા. “જ્ઞાન પણ પોતે સત્તાસ્વરૂપ વસ્તુ છે; તેથી તે એવું નથી કે જેની બીજાઓ વડે રક્ષા કરવામાં આવે તો રહે...” બીજાઓ વડે રક્ષા કરવામાં આવે તો રહે “નહિ તો નષ્ટ થઈ જાય એવી સત્તા–વસ્તુ નથી. પણ ક્યાં એની દૃષ્ટિ જ જ્યાં પર્યાય અને રાગ ઉપર અનાદિની છે. સાધુ થયો અનંત વાર, દિગંબર મુનિ, હોં તોપણ દૃષ્ટિ દયા, દાન ને વ્રત ને ભક્તિ ને એ વિકલ્પ ને પર્યાય ઉપર દૃષ્ટિ (છે). મિથ્યાષ્ટિ (છે). આહાહા.! મહાસત્તા પ્રભુ છે એટલે કે મહા અનંત ગુણપણે હોવાપણે ચીજ છે. આહાહા...! પરથી નહિ હોવાપણે, સ્વથી હોવાપણે છે. એવી ચીજ ઉપર દૃષ્ટિ કરી નહિ. આહા.! જ્ઞાની આમ જાણતો હોવાથી” શું કીધું છે? કે, કોઈ રક્ષા કરનાર હોય તો હું રહું એવી ચીજ હું નથી. હું તો સત્તા ત્રિકાળી વસ્તુ છે. આહાહા.! રક્ષિત જ છે, એની રક્ષા કરે તો રક્ષિત છે, એમ છે નહિ. આહાહા...! “જ્ઞાની એમ જાણતો હોવાથી તેને અરક્ષાનો ભય નથી; તે તો નિઃશંક વર્તતો થકો પોતે પોતાના સ્વાભાવિક જ્ઞાનને....” એટલે આત્માને. જ્ઞાનને એટલે કે રાગ ને પુણ્યને નહિ, પણ જ્ઞાનને સદા અનુભવે છે. આહાહા.! રાગથી ભેદજ્ઞાન થયું છે એ હવે ભેદજ્ઞાન છે ઇ અભેદ થતું નથી. સદા ભેદજ્ઞાનપણે વર્તે છે. આહા! આવી વાતું હવે, ભાઈ! કઠણ પડે માણસને. “અરક્ષાનો ભય નથી; તે તો નિઃશંક વર્તતો થકો પોતે પોતાના સ્વાભાવિક જ્ઞાનને સદા અનુભવે છે.” હવે અગુપ્તિ. Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ શ્લોક-૧૫૮ (શાર્દૂલવિક્રીડિત) स्वं रूपं किल वस्तुनोऽस्ति परमा गुप्तिः स्वरूपे न यच्छक्तः कोऽपि परः प्रवेष्टुमकृतं ज्ञानं स्वरूपं च नुः। अस्यागुप्तिपरतो न काचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शङ्क सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति । । १५८ ॥ હવે અગુપ્તિભયનું કાવ્ય કહે છે : શ્લોકાર્થ :- [તિ સ્વરૂપં વસ્તુન: પરમા મુત્તિઃ અસ્તિ ] ખરેખર વસ્તુનું સ્વરૂપ જ (અર્થાત્ નિજ રૂપ જ) વસ્તુની પરમ ગુપ્તિ' છે [ યત્ સ્વરૂપે : અવિ પર: પ્રવેત્તુમ્ ન શવત્તઃ ] કારણ કે સ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી; [7 ] અને [ અછૂત જ્ઞાનં નુ: સ્વરૂપં ] અકૃત જ્ઞાન (-જે કોઈથી કરવામાં આવ્યું નથી એવું સ્વાભાવિક જ્ઞાન-) પુરુષનું અર્થાત્ આત્માનું સ્વરૂપ છે; તેથી જ્ઞાન આત્માની પરમ ગુપ્તિ છે.) [ અતઃ અસ્ય ન વ્હાવન અનુત્તિઃ મવેત્ ] માટે આત્માનું જરા પણ અગુપ્તપણું નહિ હોવાથી [ જ્ઞાનિન્ તદ્-મી: ત: ] જ્ઞાનીને અગુપ્તિનો ભય ક્યાંથી હોય ? [ સઃ સ્વયં સતતં નિશં: સહખં જ્ઞાનં સવા વિવૃત્તિ ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. ભાવાર્થ :- ‘ગુપ્તિ’ એટલે જેમાં કોઈ ચોર વગેરે પ્રવેશ ન કરી શકે એવો કિલ્લો, ભોંયરું વગેરે; તેમાં પ્રાણી નિર્ભયપણે વસી શકે છે. એવો ગુપ્ત પ્રદેશ ન હોય પણ ખુલ્લો પ્રદેશ હોય તો તેમાં રહેનાર પ્રાણીને અગુપ્તપણાને લીધે ભય રહે છે. જ્ઞાની જાણે છે કેવસ્તુના નિજ સ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી માટે વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની ૫૨મ ગુપ્તિ અર્થાત્ અભેદ્ય કિલ્લો છે. પુરુષનું અર્થાત્ આત્માનું સ્વરૂપ જ્ઞાન છે; તે જ્ઞાનસ્વરૂપમાં રહેલો આત્મા ગુપ્ત છે કારણ કે જ્ઞાનસ્વરૂપમાં બીજું કોઈ પ્રવેશી શકતું નથી. આવું જાણતા જ્ઞાનીને અગુપ્તપણાનો ભય ક્યાંથી હોય ? તે તો નિઃશંક વર્તતો થકો પોતાના સ્વાભાવિક જ્ઞાનસ્વરૂપને નિરંતર અનુભવે છે. ૧૫૮. Page #475 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૫૮ ૪૬ ૧ શ્લોક-૧૫૮ ઉપર પ્રવચન (શાર્દૂનવિવ્રીડિત) स्वं रूपं किल वस्तुनोऽस्ति परमा गुप्तिः स्वरूपे न यच्छक्तः कोऽपि परः प्रवेष्टुमकृतं ज्ञानं स्वरूपं च नुः । अस्यागुप्तिपरतो न काचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शङ्क सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।।१५८ ।। શું કહે છે? આહાહા.! [વિન પર્વ છ વસ્તુન: પરમ પ્તિઃ સ્તિ] ખરેખર...” વસ્તુ ભગવાન આત્મા, તે “સ્વ-રૂપ જ (અર્થાતુ નિજ રૂપ જી વસ્તુની પરમ ગુપ્તિ છે...” એને કોઈ છીનવી લેશે, કોઈ ચોરી લેશે એવી એ ચીજ નથી. આહાહા...! અરે.! મારી વસ્તુ કોઈ ચોરી લેશે. પણ તું ગુપ્ત જ છો. ગુપ્ત છો એ કિલ્લો ગુપ્તમાં કોઈનો પ્રવેશ નથી. આહાહા. એ મને કોઈ હરી જશે, છીનવી લેશે, મને ચોરી લેશે. પણ તને કોણ (ચોરી જાય) બહારની વસ્તુ છે એ તો એની નથી ને એમાં ઇ પોતે નથી એટલે પ્રશ્ન એમાં કંઈ છે નહિ. આહાહા.! ખરેખર વસ્તુનું સ્વરૂપ “વસ્તુની પરમ ગુપ્તિ છે.” એટલે કે અંતરથી ગુપ્ત કરું એમ નથી). એને કોઈ છીનવી લે માટે મારી ગુપ્તિ કરું, ગુપ્ત થઈ જાઉં, એમ નથી. એ તો ગુપ્ત જ છે. આહાહા.! અરે. અરે.! આવી વાતું. આ તો હાડકા, ચામડા છે આ તો. એ કંઈ આત્મા નથી. અંદર કર્મ છે ઇ કંઈ આત્મા નથી. તેમ દયા, દાનના વિકલ્પ ઉઠે ઈ કંઈ આત્મા નથી, એ તો રાગ-અનાત્મા છે. આહાહા. અંદર જે આત્મા છે એ તો ત્રિકાળી ગુપ્તસ્વરૂપ છે. ગુપ્ત કિલ્લો છે, દુર્ગ કિલ્લો (છે). આહાહા.! મકાનમાં લોઢાના પતરા કઠણ નાખ્યા હોય એ કિલ્લામાં કોઈ પ્રવેશ કરી શકે નહિ. પવન પ્રવેશ ન કરે તો વળી ચોર ક્યાંથી પ્રવેશ કરે? લોઠાના હોય છે ને મોટા પતરાં. પતરાં. એમ આ ભગવાન તો દુર્ગ કિલ્લો છે. આહાહા...! જેમાં વિકલ્પનો પ્રવેશ નથી તો કોઈક એને છીનવી લ્ય કે કોઈ તેને હરી લ્ય કે કોઈ તેને તેમાંથી લઈ જાય એમ નથી). આહાહા...! આવી વ્યાખ્યા હવે. પજોસણના દિવસમાં તો અપવાસ કરો, આ કરો, તે કરો, ચોવિહાર કરો. દસ અપવાસ કરે તો ઓહોહો! (થઈ જાય). હવે ઇતો લાંઘણું છે, સાંભળને! આત્મા અંદર ગુપ્ત પડ્યો છે તેની તો તને ખબર નથી અને બહારમાં વિકલ્પની જાળમાં રોકાઈને માને કે મને ધર્મ થઈ ગયો. મિથ્યાત્વનું પોશણ છે. આહાહા...! આકરું કામ. કહે છે કે, મુનિ ધર્મી એમ જાણે છે, મારી ચીજ છે એ ગુપ્ત જ છે. મને કોઈ છીનવી લે, હરી લે, ચોરી લે એવી ચીજ જ નથી. આહાહા.! ઓલું આવે છે ને Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ પ્રવચનસારમાં નહિ? એમ કે, આ ચોર છે એનાથી હવે હું ગુપ્ત થાઉં છું. ‘અમૃતચંદ્રાચાર્ય પ્રવચનસારમાં આવે છે. મેં મારો નાથ આત્મા જોયો, અનુભવ્યો છે તો આ બધા રાગાદિ ચોર છે એનાથી મારે હવે છૂટવું છે અને સ્થિર થાવું છે. પ્રવચનસારમાં છે. આહા...! રાગાદિ ચોર, કોઈ પર ચોર નહિ. આહાહા.! એનાથી બચીને રહેવું છે). પ્રવચનસારમાં શરૂઆતમાં છે. આહાહા.! આચાર્યોએ તો ગજબ કામ કર્યા છે. (અહીંયાં) કહે છે, જે મારું સ્વરૂપ છે એ પરમ ગુપ્તિ જ છે, ગુપ્ત જ છે. આહાહા...! કિલ્લો મોટો છે, વજનો કિલ્લો છે, જેમાં કોઈ પ્રવેશ કરી શકે નહિ, એવો) ગુપ્ત છું. આહાહા...! બીજા મને જોઈ શકે એવો હું નથી. આહાહા...! હું મને જોઈ શકું એવી ગુપ્ત ચીજ છે. સમજાય છે? બીજો મને જોઈ શકે નહિ તો પછી લઈ શકે એ ક્યાં આવ્યું? આહાહા...! આવી વાતું છે. “સમયસારની વાત પરમ સ્વભાવની દૃષ્ટિની વાત છે. આહા.! એને અનંતકાળમાં ચાર ગતિમાં રખડતા એક સમય પણ આત્મજ્ઞાન થયું નથી. આહાહા...! એ આત્મજ્ઞાન આ ચીજ છે. જે ગુપ્ત વસ્તુ છે તેને જેણે દૃષ્ટિમાં પ્રાપ્ત કરી છે. આહાહા.! ગોપન જ છે. એને ગોપવું તો રહે એમ નહિ, એ ગોપન છે. આહાહા.! ખરેખર નિજ રૂપ જી વસ્તુની પરમ ગુપ્તિ છે.” એમ કીધું ને? “કારણ કે સ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી;” મારા સ્વરૂપમાં દુર્ગ કિલ્લો વજ, વજનો ગઢ છે તેમાં પવન પેસી શકે નહિ તો વળી કોઈ માણસ આવી શકે એ તો છે નહિ. આહાહા...! પવન” શબ્દ જેમાં રાગનો વિકલ્પ પ્રવેશી શકે નહિ, તો બીજાઓ એને લઈ જાય એ વાત છે ક્યાં? આહાહા...! મુનિઓને મેરુ પર્વત સાથે આમ પછાડે છે. દેવ વિરોધી હોય (એ એવું કરે). (મુનિ) પ્રમાદમાં હોય ત્યારે, અપ્રમત્ત દશા થાય તો લઈ શકે નહિ. છછું ગુણસ્થાને વિકલ્પમાં હોય (ત્યારે) ઉપાડે. મેરુ પર્વત સાથે, ધોતિયા ધોવે તેમ મુનિને) પછાડે. પણ કહે છે કે, હું તો ગુપ્ત છું. હું (શરીર) ક્યાં છું? મારો પછાડ પણ નથી અને મને કોઈએ પકડ્યો પણ નથી. એ આનંદના સાગરમાં ગુપ્તમાં અંદર પડે છે અને ત્યાં પછાડે છે ત્યાં કેવળ પામીને મોક્ષમાં જાય છે. આહા...! ત્યાંથી અનંતા મોક્ષે ગયા છે. મેરુ પર્વતને કણે કણે, મેરુ આમ છે ને? તો ત્યાં કેટલેક ઠેકાણે બેસવાના ઠેકાણા નથી છતાં ત્યાં પછાડ મારે છે. ત્યાં આગળ અંદર ગુપ્તમાં રમી અને કેવળજ્ઞાન પામીને ચાલ્યા જાય છે. શરીર હેઠે પડ્યું રહે, આત્મા ઉપર ચાલ્યો જાય. આહાહા...! કહે છે કે, જેને કોઈએ ઉપાડ્યું પણ નથી અને જેને પછાડ કરી નથી. આહાહા...! સાંભળ્યું છે છે? મેરુ પર્વત આમ ઊભો છે ને? જ્યાં વન છે ત્યાં તો બેસવાનું સ્થાન છે પણ આમ સોગઠીના આકારે આમ સીધો છે ત્યાં બેસાય એવું નથી છતાં તે તે કણીએ કણીએ અનંત મોક્ષે ગયા છે. આહાહા.. કેમકે માથે અનંતા સિદ્ધ એકસાથે આમ પડ્યા છે. એક ઠેકાણે Page #477 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૫૮ ૪૬૩ અનંતા સિદ્ધ છે. એ ઠેકાણે અનંતા શી રીતે થયા? શરીરને પછાડ્યું છે ત્યાં પોતે ગુપ્ત છે એને તો કોઈ પછાડી શકતું નથી. આહાહા. એ ગુપ્તમાં અંદરમાં રમણતા કરતો આત્મા, જેને રક્ષાનો કે કોઈ ચોરી લે એનો ભય નથી એ નિર્ભયપણે અંદરમાં રહે છે. નિર્ભયપણે અંદર ગુપ્ત થતાં કેવળજ્ઞાન ઝળહળ જ્યોતિ પ્રગટ થાય છે. આહાહા.! ત્યાંથી દેહ હેઠે રહી જાય છે, આત્મા ઉપર ચાલ્યો જાય છે. મેરુ પર્વતના એક એક કણે. આહા...! સમજાય છે કાંઈ? કેમ? “અને...” [બતું જ્ઞાન નુ સ્વરૂપ “અકૃત જ્ઞાન -જે કોઈથી કરવામાં આવ્યું નથી એવું) એ તો સ્વાભાવિક વસ્તુ છે. ભગવાનઆત્મા કોઈએ કરેલો છે એમ નથી. એ તો અકૃત્રિમ અનાદિની ચીજ છે. આહાહા.! નિવૃત્ત જ્ઞાન : સ્વરૂપનું જ્ઞાન એટલે આત્મા. અકૃત જ્ઞાન (-જે કોઈથી કરવામાં આવ્યું નથી એવું સ્વાભાવિક જ્ઞાન-) પુરુષનું અર્થાત્ આત્માનું સ્વરૂપ છે. આત્માનું જ્ઞાનસ્વરૂપ તે સ્વાભાવિક, અકૃત્રિમ છે, કોઈએ કરેલું નથી. અનાદિ સત્ છે. તેને કોઈ ચોરી જાય, હણી જાય, છીનવી લે એવી કોઈ ચીજ નથી. આહાહા...! બહારની ચીજ લઈ જાય તો એ બહારની ચીજ તો એની નથી. સમજાણું કાંઈ? એમાં મારું કોઈ લઈ ગયું છે એમ છે નહિ. એ ચીજ કંઈ મારી નહોતી. મારી હોય તો લઈ જાય, પણ મારી હતી નહિ પછી લઈ કોણ જાય? જે મારી ચીજ છે એને તો કોઈ અડી શકતું નથી. આહાહા...! આવો માર્ગ છે. ભાઈ! જન્મ-મરણ રહિત થવાના માર્ગ બહુ અલૌકિક છે. આહાહા...! ચોરાશીના અવતાર જુઓને, આ “મોરબીમાં જુઓને કેવું થયું? આહા.! કેટલા માણસો બિચારા મરી ગયા. ઇસ્પિતાલમાં સાડા ત્રણસો ઉપર મડદાં નીકળ્યા. શ્રાવણ મહિનામાં “રામજી મંદિરમાં એંસી બાઈઓ પ્રાર્થના કરતી હતી. પાણી ગયું, બધા મડદાં, મરી ગયા. અર.૨.૨.! મરીને જાવું ક્યાં એણે? કારણ કે એ વખતે તો આ શરીર કેમ નભે, કેમ નભે? (એમ ચાલતું હોય). અર.૨.૨.! ઘણા તો બિચારા આર્ય માણસ હોય (તો) ઢોરમાં જાય. અરે.રે..રે...! આહાહા.! અહીંથી આવી સ્થિતિમાં દેહ છૂટે (પછી) પશુમાં જાય. ત્યાં હું કોણ છું એવું સાંભળવાનું મળે નહિ. આહાહા...! અહીં કહે છે, હું તો અકૃત જ્ઞાન છું. કોઈથી કરવામાં આવ્યું નથી એવું આત્માનું સ્વરૂપ. છે ને? પુરુષ એટલે આત્મા, એમ. [વૃત જ્ઞાન : સ્વરુપે પુરુષનું અર્થાત્ આત્માનું સ્વરૂપ છે; તેથી જ્ઞાન આત્માની પરમ ગુપ્તિ છે).' જ્ઞાન–આત્મા તો અંદર ગુપ્ત જ છે. [ પ્રત: શુ ન જાવન અશુદ્ધિ: મ ] “માટે આત્માનું જરા પણ અગુપ્તપણું.” નથી. આહા! બહારમાં જરી પણ રહેતો નથી. અંદર ગુપ્ત છે. આહા! રાગથી પણ ભિન્ન ભગવાન ગુપ્ત છે અંદર. આહાહા...! રાગ પણ જેને અડતો નથી તો બીજી કોઈ ચીજ છીનવી ને હરી લ્વે (એમ નથી). આહાહા...! રાગ આવે છે એ પણ અહીંયાં સ્વભાવને Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ અડતો નથી અને સ્વભાવ તે રાગને અડતો નથી. એવી રીતે હું રાગથી પરમ ગુપ્તસ્વરૂપ જ છું. આહાહા.! અગુપ્તિપણું નથી. [જ્ઞાનિસ્ તદ્મી: ત] “જ્ઞાનીને અગુપ્તિનો ભય ક્યાંથી હોય ? આહાહા...! કોઈ છીનવી લેશે કે ચોરી લેશે એવો ભય એને હોતો નથી. આહાહા..! જુઓ! આ સમકિતના નિઃશંક એવા, નિર્ભય એવા સાતનું વર્ણન છે. સાત ભય છે ને? સાત ભયનું વર્ણન છે. ભય જ્ઞાનીને નથી. નિઃશંક છે કહો કે નિર્ભય છે કહો. આહાહા.! “સ: તે આત્મા “વયં પોતે “સતત નિરંતર જોયું? બે વાર (આવ્યું. “સતતં” ને “સT. આહાહા. ધર્મી તો આત્માની દૃષ્ટિ ધ્રુવની થઈ છે તે ધ્રુવમાં ગુપ્તપણે જ પડ્યો છે. આહા.! એ નિરંતર નિઃશંક વર્તતો. આ સમ્યગ્દષ્ટિની વાત છે. સમ્યગ્દષ્ટિને સાત ભય હોતા નથી. એમાં આ અગુપ્તિભય એટલે કોઈ ચોરી લેશે એવો ભય હોતો નથી. આહાહા.! “નિરંતર નિઃશંક વર્તતો થકો સ્વાભાવિક જ્ઞાન.” એટલે આત્માને સદા, સ્વાભાવિક આત્માને “સદા અનુભવે છે. આહાહા...! જુઓ! અર્થ કર્યો ને? ભાવાર્થ :- “ગુપ્તિ એટલે જેમાં કોઈ ચોર વગેરે પ્રવેશ ન કરી શકે એવો કિલ્લો, ભોંયરું...” આહાહા...! એવો કિલ્લો હું છું, કહે છે. દુર્ગ કિલ્લો છું. આહાહા...! “તેમાં પ્રાણી નિર્ભયપણે વસી શકે છે. એવો ગુપ્ત પ્રદેશ ન હોય પણ ખુલ્લો પ્રદેશ હોય તો તેમાં રહેનાર પ્રાણીને અગુપ્તપણાને લીધે ભય રહે છે.” બહાર હોય તો કોઈ ચોર આવશે, આ આવશે (એમ થાય) પણ ભોંયરામાં અંદરમાં એકલો હોય એને ચોર આવશે ને લઈ જશે એવું છે નહિ. આહાહા...! “વસ્તુના નિજ સ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી માટે વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુપ્તિ...' વસ્તુનું સ્વરૂપ વસ્તુની પરમ ગુપ્તિ (છે). આહાહા...! અભેદ કિલ્લો છે, જોયું? આવ્યું ને અભેદ કિલ્લો છે. ભગવાન અભેદ કિલ્લો છે, ધ્રુવ છે. આહાહા...! પુરુષનું અર્થાત્ આત્માનું સ્વરૂપ જ્ઞાન છે; તે જ્ઞાનસ્વરૂપમાં રહેલો આત્મા ગુપ્ત છે કારણ કે જ્ઞાનસ્વરૂપમાં બીજું કોઈ પ્રવેશી શકતું નથી. આવું જાણતા જ્ઞાનીને અગુપ્તપણાનો ભય ક્યાંથી હોય ? તે તો નિઃશંક વર્તતો થકો પોતાના સ્વાભાવિક જ્ઞાનસ્વરૂપને નિરંતર અનુભવે છે.' (વિશેષ કહેશે). (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) નામધારી-જૈનને પણ રાત્રિના ખોરાક ન ખવાય. રાત્રિના ઝીણી જીવાતો ખોરાકમાં આવી જાય છે તેથી ખોરાકમાં માંસનો દોષ ગણાય છે, માટે નામધારી-જૈનને પણ રાત્રે ખોરાક ન ખવાય. અથાણામાં પણ ત્રસ જીવ થઈ જાય છે, એ પણ જૈનને ન હોય. જેમાં ત્રસ જીવો ઉત્પન્ન થઈ જાય એવો ખોરાક જ જૈનને હોય નહિ. આત્મધર્મ અંક-૧, જાન્યુઆરી-૨૦૦૮ Page #479 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૫૯ ૪૬૫ . . . ( दो-१५८) (शार्दूलविक्रीडित) प्राणोच्छेदमुदाहरन्ति मरणं प्राणाः किलास्यात्मनो ज्ञानं तत्स्वयमेव शाश्वततया नोच्छिद्यते जातुचित्। तस्यातो मरणं न किञ्चन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।१५९।। હવે મરણભયનું કાવ્ય કહે છે - दोआर्थ. :- [ प्राणोच्छेदम् मरणं उदाहरन्ति ] ननशने. Caust) भ२५॥ ४९ छ. [ अस्य आत्मनः प्राणाः किल ज्ञानं ] . सत्मा-u un तो निश्चयथी. २॥न छ. [ तत् स्वयमेव शाश्वततया जातुचित् न उच्छिद्यते ] . (uन) स्वयमेव. शश्वत डोवाथी. तनो पि. श. थतो. नथी.; [ अतः तस्य मरणं किञ्चन न भवेत् ] भाटे आत्मान, भ२९ लस थां, नथी. [ ज्ञानिनः तद्-भीः कुतः ] तेथ. (Aug. neudu) uीने. भ.२४॥. भय स्याथी. डोय. ? [ सः स्वयं सततं निश्शङ्कः सहजं ज्ञानं सदा विन्दति ] . तो પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. ભાવાર્થ :- ઇંદ્રિયાદિ પ્રાણો નાશ પામે તેને લોકો મરણ કહે છે. પરંતુ આત્માને પરમાર્થે ઇંદ્રિયાદિ પ્રાણ નથી, તેને તો જ્ઞાન પ્રાણ છે. જ્ઞાન અવિનાશી છે-તેનો નાશ થતો નથી; તેથી આત્માને મરણ નથી. જ્ઞાની આમ જાણતો હોવાથી તેને મરણનો ભય નથી; તે તો નિઃશંક વર્તતો થકો પોતાના જ્ઞાનસ્વરૂપને નિરંતર અનુભવે છે. ૧૫૯. પ્રવચન . ૩૦૪ શ્લોક-૧૫૯ શુક્રવાર, ભાદરવા વદ ૧, તા. ૦૭-૦૯-૧૯૭૯ 'समयसार' १५८ छे. भ२५ मयनो समाव. १५८. (शार्दूलविक्रीडित) प्राणोच्छेदमुदाहरन्ति मरणं प्राणाः किलास्यात्मनो ज्ञानं तत्स्वयमेव शाश्वततया नोच्छिद्यते जातुचित् । तस्यातो मरणं न किञ्चन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।।१५९।। Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ એ તો જડ છે, જડના પ્રાણ એ કંઈ આત્માના પ્રાણ નથી. આહાહા...! આત્માના પ્રાણ તો પહેલી શક્તિનું વર્ણન કર્યું ને? “વીવો વરિત્તવંગMાતિવો ભગવાન આત્મા જીવત્વશક્તિનો સાગર છે. એ જીવત્વ શક્તિનો અર્થ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ ને અનંત) વીર્ય એવા ચતુષ્ટય પ્રાણથી તેનું જીવન અનાદિ છે. આહા.! એ પ્રાણને કોઈ લૂંટી શકે નહિ. આહા! અને એ પ્રાણનું જ્યારે ફળ અનંત જ્ઞાન, દર્શન, આનંદ ને વીર્ય છે એવું ચતુષ્ટય સ્વરૂપ, એવા જે નિજ પ્રાણ એની જ્યાં દૃષ્ટિ થાય, એનો-દ્રવ્યનો સ્વીકાર થાય. કારણ કે દ્રવ્યમાં એ ચૈતન્ય પ્રાણ છે, આહાહા.! તો દ્રવ્યનો જ્યાં સ્વીકાર થાય ત્યારે તેના પરિણામમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, આનંદની પર્યાય પ્રગટ થાય છે એનું જીવન છે. ઝીણી વાત છે, ભાઈ! આહાહા...! અને જ્યારે એ દ્રવ્યદૃષ્ટિ થાય, વસ્તુ છે તે પૂર્ણાનંદ પ્રભુ અનંત જ્ઞાન, દર્શનના પ્રાણથી ભરેલો એવા ધ્રુવના ધ્યેયની દૃષ્ટિ થાય ત્યારે એનું પરિણામ પર્યાયમાં આનંદ ન આવે તો એની દૃષ્ટિ થઈ જ નથી. આહાહા.! આવી વાત છે. એ તો વીસમા અલિગંગ્રહણના (બોલમાં) કહ્યું હતું ને? અલિંગગ્રહણમાં આવી ગયું કે, આત્મા એને કહીએ કે જેની દૃષ્ટિ દ્રવ્ય ઉપર છે, જેના પ્રાણ અનંત જ્ઞાન, દર્શન, આનંદ છે, લોકો કહે છે કે, મહાવીરનો આદેશ ‘જીવો અને જીવવા દો એ વાત છે જ નહિ. અહીં તો જીવન એટલે ભગવાનઆત્મા, આહાહા...! જ્ઞાન, દર્શન, આનંદ ને વીર્યના પ્રાણ એનું એ જીવન છે. એનાથી જીવ અને એનાથી બીજાને જીવાડવાના ભાવ કર. આહાહા...! અહીંયાં તો એમ કહેવું છે કે, જેને આ પ્રાણનો નાશ થાય છે એ પ્રાણ આત્માના નથી. આહા...! એના પ્રાણ અહીં તો એકલું જ્ઞાન કહેશે. પ્રાણોના નાશને લોકો) મરણ કહે છે.” [બચ માત્મનઃ પ્રાણ: વિરુન જ્ઞાનું આહાહા...! એ આત્માના પ્રાણ એટલે એનું જીવન દર્શન, જ્ઞાન, ચારિત્ર, આનંદના સ્વરૂપનું એનું જીવન છે. આહાહા...! અને એ જીવનની દૃષ્ટિ થાય તેને પર્યાયમાં આનંદનું વેદના અને ચતુષ્ટય જે પ્રાણની શક્તિ છે તેની વ્યક્તતાનો અંશ પર્યાયમાં આવે તો તેણે તે દ્રવ્યને સ્વીકાર્યું અને દ્રવ્યની દૃષ્ટિ થઈ. ઝીણી વાત છે, ભગવાના આહાહા...! ત્યારે તેને તો એમ કહ્યું, આહાહા! કે આત્મા જે પરમાનંદ અને પરમઆનંદ, જ્ઞાનના પ્રાણથી ભરેલો પ્રભુ, એનો અંતરમાં સ્વીકાર થાય ત્યારે પર્યાયમાં આનંદનું, શાંતિનું અથવા અનંતા જેટલા ગુણો છે તેની શક્તિની વ્યક્તતાનું વેદન આવે. જો વેદન ન આવે તો તે આત્મા નથી. આહાહા! સમજાણું કાંઈ? એ વેદન છે તે જ આત્મા છે, એમ કહ્યું છે. “ચંદુભાઈ! વીસમા, વીસમો (બોલ). એક કોર કહે કે દ્રવ્ય ધ્રુવ આત્મા છે અને એક કોર કહે કે એ વેદન જે થાય છે તે જ આત્મા છે. તે આત્મા વેદન કરે છે તે આત્મા દ્રવ્યને આત્મા સ્પર્શતો નથી. આહાહા...! આવી વાતું છે. શું કહ્યું પ્રભુ! આહાહા...! એના પ્રભુત્વ આદિના પ્રાણ જે છે, જેનું જીવન અનાદિથી દસ પ્રાણથી શક્તિરૂપે જીવન છે. આહાહા.! એનો જ્યાં દૃષ્ટિમાં Page #481 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૫૯ ૪૬૭ અને જ્ઞાનની પર્યાયમાં એનો સ્વીકાર થયો, ત્યારે તે પર્યાયમાં દ્રવ્ય આવતું નથી પણ પર્યાયમાં દ્રવ્યની જે શક્તિ છે તેની વ્યક્તતા પર્યાયમાં આવે છે. સમજાય છે કાંઈ? આહાહા..! એ શક્તિની વ્યક્તતા જે થઈ તે દ્રવ્યની દૃષ્ટિના પરિણામ ફળરૂપ છે. સમજાય છે કાંઈ? આહાહા..! જે ત્રિકાળી શાયકભાવ ભગવાન પૂર્ણાનંદનો નાથ, એની સન્મુખ થયો ત્યારે તેના પરિણામમાં જેટલા ગુણો છે તેની શક્તિની વ્યક્તતાનો અંશ વેદનમાં ન આવે તો તેણે દૃષ્ટિ કરી જ નથી. આહાહા..! આવું સ્વરૂપ છે. ઝીણી વાત છે, ભગવાન! અને આમેય આમ કહ્યું છે ને કે, “સ્વામેમિ સર્વે ખીવા:' સ્વામમિ મનુષ્ય પીવા તેવ નીવાઃ' એમ નથી કહ્યું. આહાહા..! બધા જીવો જે જ્ઞાન, દર્શન, આનંદના પ્રાણવાળા ભગવાનઆત્મા, એને હું ખમાવું છું. તમારી જેટલી સત્તા છે તેનો સ્વીકાર મને છે. મારી સત્તાનો મને સ્વીકાર છે અને તમારી સત્તાનો મને સ્વીકાર છે. આહાહા..! તેથી તમને મારાથી, મારું ઓછું, અધિક, વિપરીત મેં કર્યું હોય તો એ તો ગયું પણ તમારામાં જે ઓછું, અધિક, વિપરીત છે એને હું જોતો નથી. તમારો ભગવાન અંદર પ્રાણ-આનંદના પ્રાણથી જીવનારો ચૈતન્ય, આહા..! એને હું ખમાવું છું, એ મારો નાથ છે, મારો સાધર્મી આત્મા છે. હેં? આહાહા..! ‘શશીભાઈ’! આવું છે ભગવાન! આહાહા..! જેના રૂપ ને રંગ જેની જાત જ જુદી છે. આ ધૂળના રૂપના રંગ એ તો મસાણના ફાસફૂસ જેવા છે. આહાહા..! ભગવાનઆત્માનું રૂપ અનંત જ્ઞાન, દર્શન, આનંદનું રૂપ અને એનો રંગ, અસંગ રંગ (છે). આહાહા..! સમજાય છે કાંઈ? આ પ્રાણમાં આમ કહેવા માગે છે કે, જેના પ્રાણ નાશ થાય છે તેને લોકો મરણ કહે છે, પણ [અન્ય માત્મનઃ પ્રાળા: વિત જ્ઞાન] ભગવાનઆત્મા.. છે? ‘તિ’ નિશ્ચયથી, ‘તિ” નિશ્ચયથી જ્ઞાન ને આનંદ ને શાંતિ જેના વીતરાગી પ્રાણ છે. આહાહા..! એ ‘જ્ઞાન’ શબ્દ કહીને આખો આત્મા કહ્યો છે. સમજાય છે કાંઈ? આહા..! ભાઈ! વીતરાગમાર્ગ કોઈ અલૌકિક છે. આહાહા..! આ આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન....' આનંદ, જ્ઞાન, વીર્ય ને દર્શન (છે). જીવતરશક્તિ કીધી છે ને? એ પહેલી જીવતર શક્તિમાં જ એના પ્રાણ છે. જ્ઞાન, દર્શન, આનંદ ને વીર્ય પ્રાણ છે. પહેલી ગાથાથી જ ઉપાડ્યું છે. બીજી (ગાથા). આહાહા...! ‘નીવો વૃત્તિવંશળબાળવિવો એને સ્વસમય જાણ, તેને તું આત્મા જાણ. આહાહા..! જે ભગવાનઆત્મા પોતાના શાયક અનંત પ્રાણ શાંતિ, આનંદ આદિ, એમાં જેની દૃષ્ટિ પડીને આદર થયો, આહાહા..! એને પર્યાયમાં સ્વસમયનું પરિણમન થયું. દર્શન, જ્ઞાન, ચારિત્ર, આનંદ આદિની પર્યાય થઈ તેને તું આત્મા જાણ. દ્રવ્ય આત્મા છે એ તો દૃષ્ટિનો વિષય થયો પણ વેદનમાં આવ્યો તે આત્મા તેને તું આત્મા જાણ. આહાહા..! સમજાય છે કાંઈ? કહે છે કે, દસ પ્રાણે જીવું છું એવી દૃષ્ટિ જ્યાં સુધી છે ત્યાં સુધી તો તેના પ્રાણની પરિણતિ નિર્મળ છે નહિ. આહાહા..! પણ દસ પ્રાણે જીવન એ મારું નહિ, એ તો જડનું Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ છે. હું તો જ્ઞાન, દર્શન ને આનંદ મારું સત્ત્વ ને સત્તાનું સત્ત્વ, સનું સત્ત્વ, સત્ એવો જે ભગવાન એનું સત્ત્વ એટલે આત્માપણું.. આહાહા.! ભાવનું ભાવવાનપણું એ તો અનંત જ્ઞાન, દર્શન, આનંદ એ મારું ભાવપણું, મારું સનું સત્ત્વ તો એ છે, મારો કસ તો એ છે. આહાહા...! સમજાય છે કાંઈ? આહાહા...! આ તો અલૌકિક વાતું છે, બાપુ! અત્યારે દુનિયા સાથે કાંઈ મેળ ખાય એવું નથી. આહાહા...! કહે છે કે, એ દસ પ્રાણ છે એ તો જડ છે, એનો નાશ થાય અને મરણ કહેવું એ તો અજ્ઞાની કહે છે. મારા પ્રાણ તો જ્ઞાન, દર્શન ને આનંદ છે. આહાહા..! એનાથી મારું જીવતર ત્રિકાળ છે. એ છે તેની દૃષ્ટિ કરતા. આહાહા.! પર્યાયમાં પણ આનંદનું વેદન આવે, શાંતિનું વેદન આવે, વીતરાગ સ્વભાવનો આદર થતાં પર્યાયમાં જે વીતરાગતા આવે તે મારું જીવન છે અને તે આત્મા હું તો છું, તે હું આત્મા છું. દ્રવ્ય આત્મા છે એ તો દૃષ્ટિમાં લીધો. આહાહા.! સમજાણું કાંઈ? પણ મારું જે આનંદનું વદન થયું એ હું આત્મા છું. દ્રવ્ય એ તો આત્મા છે, એ તો દૃષ્ટિનો વિષય થઈ ગયો. એ.ઇ... આહાહા...! સમજાય છે કાંઈ? આ તો અલૌકિક વાતું છે, બાપુ આહા...! દસલક્ષણી પર્વ પૂરા થયા અને આજે ક્ષમાવણીનો દિવસ છે. હૈ? ક્ષમાવણીનો દિવસ ક્યારે કહેવાય? પ્રભુ! તારું જેટલું, જેવડું સ્વરૂપ છે તેટલું તું ક્ષમામાં રાખ. આહાહા...! દૃષ્ટિમાં ને જ્ઞાનની પર્યાયમાં જેટલું જેવડું સ્વરૂપ છે તેટલું રાખ તો તેં આત્માને ખમાવ્યો. એનાથી ઓછું, અધિક, વિપરીત કર્યું તો આત્માને હણી નાખ્યો. આહાહા.! એથી એમ કહે છે કે, આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન છે. આહા! એ જ્ઞાન મુખ્ય લીધું છે. બાકી આનંદ, દર્શન, વીર્ય વગેરે (બધા ગુણો છે). ‘ત વયમેવ' તે પ્રાણ તો સ્વયં જ. “વ” શબ્દ પડ્યો છે ને? એ તો સ્વયમેવ, સ્વયં જઈ પડ્યું છે. આહાહા...! જ્ઞાન પ્રાણ, આનંદ પ્રાણ, શાંત પ્રાણ. શાંત એટલે શું? કે, મૂળ તો સ્વરૂપ એ ચારિત્રસ્વરૂપ છે, વીતરાગ સ્વરૂપ છે, અકષાય સ્વરૂપ છે એ બધું એક જ છે. એવો જે ભગવાન અકષાય શાંત સ્વરૂપ, એનો જ્યાં સ્વીકાર થયો ત્યાં પર્યાયમાં શાંતિ આવે. આહાહા...! આનંદનો સ્વીકાર થયો, પૂર્ણાનંદનો તો પર્યાયમાં આનંદ આવે. પૂર્ણ જ્ઞાનનો સ્વીકાર થયો, સમ્યજ્ઞાનનો અંશ પ્રગટ સમ્યજ્ઞાન થાય, શાસ્ત્રજ્ઞાન એ જ્ઞાન નથી. આહાહા.! આવી વાત છે. સમજાણું કાંઈ? વીર્ય જે અંદર છે, અનંત ગુણની શક્તિમાં વીર્ય (છે), એનો સ્વીકાર થતાં વીર્યો પર્યાયની, નિર્મળ પર્યાયની રચના કરી. આહાહા...! વીર્ય ગુણનું સ્વરૂપ છે ને? આહાહા...! એ રચના વીર્યે અનંત શાંતિની, વીતરાગતાની કરી તે મારું જીવન છે. આહાહા...! આકરી વાત બહુ, બાપુ! જગતની શૈલીથી એના રસ્તા જ કોઈ નિરાળા છે. આહાહા...! એને કોઈ શાસ્ત્રનું વિશેષ જ્ઞાન હોય તો આ પ્રાણ પ્રગટે એમ કાંઈ નથી. એનું જોઈએ, જે જ્ઞાન છે તેનું Page #483 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૫૯ ૪૬૯ જ્ઞાન જોઈએ. શ્રદ્ધા સ્વરૂપ ત્રિકાળ છે તેની શ્રદ્ધા જોઈએ. આહા.! ત્રિકાળ આનંદ છે તેને આનંદની દશા પર્યાયમાં જોઈએ. વીર્ય ત્રિકાળ છે તેની પર્યાયમાં વીર્ય શુદ્ધ સ્વરૂપની રચના કરે તેવું વીર્ય પર્યાયમાં હોવું જોઈએ. આહાહા.! કહો, “શશીભાઈ! “નવરંગભાઈ ! આ નવ રંગ ચડે છે. આહાહા..! એ આત્મા તો જ્ઞાનપ્રાણ છે. સ્વયમેવ. બે શબ્દ છે છે. સ્વયંએવ. એ જ્ઞાન ને આનંદ પ્રાણ તો સહજ, સ્વયમેવ સ્વયં જ છે. એને રાખું તો રહે એમ નથી), એ તો સ્વયં પ્રાણ છે જ. સહજરૂપે છે. આહાહા...! એક વાત. “શાશ્વતતયા” એ મારો જ્ઞાન ને આનંદ પ્રાણ તો શાશ્વત છે. આહાહા...! સ્વયમેવ છે, સ્વયં જ છે. છે સ્વયં જ શું? શાશ્વત છે. સમજાણું કાંઈ? “ગાવિત “ખાતુવિ એટલે કોઈ કાળે પણ નથી તેમ નથી, એમ. ‘નાતુનો શબ્દાર્થ એ છે. સમજાણું કાંઈ? “કદાપિ’ શબ્દ પડ્યો છે ને એમાં? કદાપિ એ નાતુનો અર્થ છે. કોઈ કાળ બતાવે છે, “ના, એ કાળ બતાવે છે. શું કીધું સમજાણું કાંઈ? સ્વયમેવ શાશ્વતતયા' કાળ. એટલે ત્રિકાળ છે. આહાહા.! “સ્વયમેવ શાશ્વત હોવાથી તેનો કદાપિ.” કદાપિ એ “નાવિત’નો અર્થ છે. કોઈ કાળ, એનો અર્થ છે. “નીતુતિ નો અર્થ કાળ છે. કોઈ કાળે પણ “ન છિદ્યતે” આહાહા...! કોઈ કાળે પણ તેનો નાશ થતો નથી. આહાહા.! શું ટીકા! “અમૃતચંદ્રાચાર્યની શૈલી અલૌકિક, ગજબ વાત છે. ટૂંકામાં ઘણું ભરી ધે છે. આહાહા...! એક તો “નાવિ” ત્રિકાળ. મારો નાથ આનંદ અને જ્ઞાન સ્વભાવના પ્રાણથી ભરેલો, એ સ્વયં છે, શાશ્વત છે, કોઈ કાળે તે નાશ થાય એવો નથી. આહાહા...! સમજાય છે કાંઈ? “ છિદ્યતે' એમ આવ્યું ને છેલ્લું? ત’ તે પ્રાણ “સ્વયમેવ શાશ્વતતયા કાળે, કોઈ કાળે ન નાશ થાય. આહાહા...! “તે (જ્ઞાન) સ્વયમેવ શાશ્વત તેનો કદાપિ નાશ થતો નથી.” [ અત: તસ્ય પર વિશ્વન ન મવેત્ ] આહાહા! પ્રભુના પ્રાણ જે શાશ્વત છે, કોઈ કાળે તેનો નાશ નથી. આહાહા...! તે “ર ગ્વિન ન મ તે પ્રાણમાં કંઈ પણ હીણપ થાય કે નાશ થાય, એવું છે. નહિ. આહાહા.! “તઃ માટે, ‘તઃ એટલે તેથી. માટે (અર્થ) કર્યો. ‘તઃ તે માટે...” શે માટે? કે સ્વયમેવ શાશ્વત કોઈ કાળે નાશ ન થાય તે માટે, તે કારણે તે પર વિરુગ્વન ન' તેનો અભાવ, મરણ કિંચિત્ પણ થતો નથી. આહાહા.! કહો, “ચંદુભાઈ! હાથવેંતમાં છે, આવ્યું હતું ને? તમારા લખાણમાં આવ્યું હતું. કાગળમાં આવ્યું હતું, ખબર છે? અહીં તો કોઈ શબ્દ ક્યાંક આવ્યો હોય છે મૂળ મગજમાં રહ્યા કરે. આહાહા...! ભગવાન આમ હાથવેંતમાં છે. પૂર્ણાનંદનો નાથ જેના પ્રાણનો કોઈ કાળે નાશ ન થાય તે માટે “તસ્ય માં ગ્વિન જરી પણ તેના અંશનો નાશ થાય એમ નથી. આહાહા.! “તશ્ય ભર વિશ્વન ના ભાઈ! આહાહા.! દેહના પ્રાણ નાશ થાય તો થાઓ, એ તો નાશવાન હતા તે નાશ થાય Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ જ, પણ અવિનાશી મારા જે પ્રાણ છે (તેનો નાશ થતો નથી). આહાહા..! નાશવાનના પ્રાણ તો નાશ થાય જ પણ પ્રભુ હું નાશવાન પ્રાણમાં હું નથી. આહાહા..! હું તો અવિનાશી મારા પ્રાણ છે તે હું છું, એ અવિનાશી પ્રાણમાં કિંચિત્ પણ ઘટાડો, અભાવ થતો નથી. સમજાણું કાંઈ? આવી વાતું છે. આહાહા..! ‘તસ્ય’ તે કારણે. ‘અતઃ’ તે કા૨ણે ‘તસ્ય” તેનું “મરણં ગ્વિન ન મવેત્' કિંચિત્ નથી. આહાહા..! માટે આત્માનું મરણ બિલકુલ થતું નથી.’ એ ગુજરાતી કરી નાખ્યું. [જ્ઞાનિન: ત ્-મી: તા:] ‘તેથી (આવું જાણતા) જ્ઞાનીને...' આહાહા..! અહીં તો ધર્મીને નિર્ભય કહેવો ને? સાત ભય રહિત. આમ તો એને ભય આવે પણ એ ચારિત્રમોહના દોષનો આવે. મૂળ ચીજમાંથી ખસી જઉં છું એમ એને નથી. સમજાય છે કાંઈ? આહાહા..! મારો પૂર્ણ ૫૨માત્મા જે દ્રવ્ય સ્વભાવ છે એમાંથી જરીયે હટી જઉં છું, એમ નથી. અસ્થિરતાનો ભય આવે પણ એ અસ્થિરતાનો ભય, સમ્યગ્દર્શન ને બીજા દોષ, અહીંયાં (–સમ્યગ્દર્શનને) દોષ કરી શકે એવી તાકાત નથી. આહાહા..! શું કીધું ઇ? અસ્થિરતાનો દોષ એ ચારિત્રદોષ છે. એ સમ્યગ્દર્શનમાં આખા પૂર્ણાનંદના નાથનો સ્વીકાર થયો તેને એ દોષ કરી શકે એ ત્રણકાળમાં નહિ. આહાહા..! તેથી એમ કહ્યું ને? ‘ટોડરમલ્લ’‘રહસ્યપૂર્ણ ચિઠ્ઠી’ તિર્યંચનું સમકિત તે જ સિદ્ધનું સમકિત (છે), સમિકતમાં ફે૨ નથી. કહ્યું ને? ભાઈ! આહાહા..! ચાહે તો તિર્યંચ દેડકો હોય અને આત્મજ્ઞાન પામે. બહા૨ અસંખ્ય છે, અઢી દ્વિપ બહાર અસંખ્ય તિર્યંચો છે. સમકિત પામેલા, પાંચમું ગુણસ્થાન પામેલા. આહાહા..! એ સમકિત પૂર્ણનો જે સ્વીકા૨ પ્રતીતમાં, જ્ઞાનમાં આવ્યો એની જ્ઞાનની પર્યાયમાં તેને શેય બનાવીને જ્ઞાન થયું, પર્યાયનું શેય બનાવીને જ્ઞાન નહિ, દ્રવ્યને શેય બનાવીને પર્યાયમાં જ્ઞાન થયું... આહાહા..! એ પર્યાયની પ્રતીતિ જે અંતર અનુભવની થઈ છે, આહાહા..! એ તિર્યંચનું સમકિત હો કે સિદ્ધનું (હોય) બેય સરખા છે, સકિતમાં કાંઈ ફેર નથી. કારણ કે એના સમિતે સારા પૂર્ણાનંદના નાથનો સ્વીકાર કર્યો છે અને સિદ્ધના સમકિતે પણ પૂર્ણાનંદ પૂર્ણનો સ્વીકાર કર્યો છે. આહાહા..! સિદ્ધ સમાન સદા પદ મેરો’ એમ જ્યાં અંત૨માં સિદ્ધ સમાન સ્વરૂપની પ્રતીતિ થઈ.. આહાહા..! એટલે કે આ અંદર ભાવપ્રાણ જે આનંદ, જ્ઞાન સત્તા, સત્ત્નું સત્ત્વ, આત્માનું આત્માપણું, ભાવનું ભાવવાનપણું જે વસ્તુ સ્વભાવ, એનો જ્યાં સ્વીકાર થયો એથી તેની પર્યાયમાં તેનો અંશ પણ ઘટે એવું નથી. પર્યાય એમ માને છે કે આમાં–ધ્રુવમાં કંઈ અંશ ઘટે એવો હું નથી. આહાહા..! એ માને છે પર્યાય, પણ ધ્રુવમાં અંશ ઘટે, ઇ પર્યાય કહે છે કે, એવો હું નથી. પર્યાય કહે છે ને! ૩૨૦ ગાથામાં છેલ્લું આવે છે ને? પર્યાય એમ માને છે કે, આહાહા..! જે સકળ ત્રિકાળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પ૨મભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે હું છું. પર્યાય એમ કહે છે. Page #485 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૫૯ ૪૭૧ હું પર્યાય છું, એમ નહિ. આહાહા...! અકળ કળાની વાતું છે, બાપા! કળામાં ન આવે એને કળામાં લઈ લેવો. હૈ? આહાહા...! મુમુક્ષુ :- હમણાં કહ્યું કે વેદન એટલો જ હું, વળી (કહ્યું કે, ત્રિકાળી હું. ઉત્તર :- ઇ ત્રિકાળી છે ઈ તો દૃષ્ટિનો વિષય થયો પણ વેદનમાં આવે છે એ તો અંશ આવે છે, મારે તો તે આત્મા છે. વેદનમાં આવે એટલો આત્મા. વેદનમાં ધ્રુવ આવતું નથી. સમજાણું કાંઈ? આમ વાત છે જરી. અહીં તો કહે છે કે વેદનમાં આવ્યો તે આત્મા હું. રાગાદિ હું નહિ. આહાહા..! આવી વાત છે, ભાઈ! એક કોર કહે, પર્યાય કહે કે હું પૂર્ણ આત્મા છું. એક કોર કહે, પર્યાયનું જે વેદન છે તે હું છું. કઈ અપેક્ષા છે? સમજાય છે કાંઈ? ઓલો તો દ્રવ્યનો સ્વભાવ સ્વીકાર્યો એ અપેક્ષાની વાત છે અને સ્વીકાર થતાં જે વેદન આવ્યું એ ધ્રુવનું વેદન નથી, વેદન તો પર્યાયનું છે. વેદન તો ધ્રુવને અડતુંય નથી. આહાહા.. એ.ઈ....! તેથી એમ કહ્યું ને વીસમા (બોલમાં કે) પ્રત્યભિજ્ઞાનનું કારણ એવો જે કારણપરમાત્મા તે આત્મા તેને નહિ અડતો. લે! “બાબુભાઈ! આવી વાતું છે. ત્રિકાળી સામાન્ય જ્ઞાયકસ્વભાવ જે દૃષ્ટિનો વિષય તે પર્યાયમાં એ આત્મા પોતાને પર્યાયમાં વેદતો નથી. એને વેદતો નથી. જેટલો શુદ્ધ સ્વભાવનો આશ્રય થઈને અને આશ્રય કર્યો એટલે એની પર્યાયમાં નિર્મળતા થઈ એ પર્યાયની નિર્મળતા તે આત્મા. મારે તો વેદનમાં આવ્યો તે હું દષ્ટિના વિષયમાં ભલે ધ્રુવ હો. પણ એ ધ્રુવનું પરિણામ જ એ આવ્યું. દૃષ્ટિએ ધ્રુવને સ્વીકાર્યો ત્યારે પરિણામ એ આવ્યું, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, શાંતિ, આનંદ આદિનું પરિણામ આવ્યું તે મારું વેદન છે. મને તો આત્મા વેદનમાં આવ્યો તે હું છું. એ વેદનને કરું તે આત્મા. એ આત્મા દ્રવ્યને સ્પર્શતો નથી, વેદનવાળો એમ કહે છે. અર.૨.૨.! આવી વાતું હવે. સમજાણું કાંઈ? મુમુક્ષુ :- સ્પર્યા વિના વેદન કેમ આવે? ઉત્તર :- પર્યાય એને અડતી નથી, આત્મા દ્રવ્યને અડ્યો નથી. પર્યાયનું સ્વતંત્ર વેદન સ્વતંત્ર છે. પર્યાય. બહુ કહેવું છે? પર્યાય ષકારકપણે સ્વતંત્રપણે પરિણમતી ઊભી થઈ છે. એ પર્યાયે દ્રવ્યનો આશ્રય લીધો છે તે પણ પર્યાય કર્તા, સ્વતંત્રપણે કર્તા થઈને આમ લક્ષ ગયું છે. એનો આશ્રય કરવાનું કર્તાપણું પણ સ્વતંત્રપણે થયું છે. શું કીધું છે? આહાહા.! જે પર્યાયમાં વેદન થયું (એ) ષકારકપણે પરિણમન થયું છે. ષકારક એટલે પર્યાય કર્તા સ્વતંત્ર છે. દ્રવ્યનું લક્ષ, સ્વતંત્રપણે કર્તા થઈને એ લક્ષ કર્યું છે. એ સ્વતંત્રપણે કર્યું છે. પર્યાય કર્તા છે. આહાહા...! વેદનની પર્યાય કર્યા છે, વેદનનું કર્મ વેદન છે, વેદનનું સાધન વેદન છે, વેદન વેદનમાંથી થયું છે, વેદનને આધારે વેદન થયું છે, દ્રવ્યને આધારે નહિ. આહાહા...! જુઓ! આ વીતરાગની લીલા! આતમલીલા! ઓલા લીલા કહે છે ને? હૈ? મુમુક્ષુ :- રામલીલા. Page #486 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ઉત્તર ઃ- રામલીલા અને બીજી ઈશ્વરલીલા. ઇ (લીલા) નથી, બાપુ! તારો ઈશ્વર નાથ અંદરની લીલા કોઈ અલૌકિક છે. સમજાણું કાંઈ? ઓલા ઈશ્વરની લીલા કહે. ‘કોઈ કહે લીલા લે લીલા ઈશ્વર તણી’ ‘આનંદઘનજી'માં આવે છે. કોઈ કહે લીલા રે લીલા ઈશ્વર તણી, ઈશ્વર દોષ સ્વભાવ’ એ તો ઈશ્વરને દોષ નાખે છે. આ લીલા અંદરની છે. આહાહા..! જે દૃષ્ટિમાં પૂર્ણતાનું ધ્યેય હોયા વિના દૃષ્ટિ સાચી થાય નહિ અને તે દૃષ્ટિ પર્યાયે દ્રવ્યનો સ્વીકા૨ સ્વતંત્રપણે કર્યો છે, કર્તાપણે સ્વતંત્રપણે કર્યો છે. એ આમ લક્ષ ફેરવ્યું છે એ સ્વતંત્રપણે ફેરવ્યું છે અને એ પર્યાય પર્યાયની કર્તા છે. એ પર્યાયનું કર્મ પર્યાય છે, પર્યાયનું કરણ પર્યાય છે, પર્યાયનું સંપ્રદાન–પોતે કરીને પોતે પાત્ર ને પોતે લીધું, પોતે દાતા ને પોતે પાત્ર. આહા..! બેય–દેનારો પણ ભગવાન, લેનારો પણ ભગવાન. આહાહા..! પર્યાયમાં, હોં! આવી વાતું છે. વીતરાગમાર્ગ બાપા, એની ધર્મની શરૂઆતનો માર્ગ કોઈ જુદી જાત છે. ચારિત્ર થવું અને અંદર રમણતા થવી એ તો વળી અલૌકિક વાતું, બાપુ! આહાહા..! પણ આ તો શરૂઆતનો પહેલો સમ્યગ્દર્શનનો માર્ગ કોઈ અલૌકિક છે. આહા..! સમજાય છે કાંઈ? ભાષા તો સાદી છે, પ્રભુ! ભાવ તો જે છે ઇ છે. આહાહા..! ઇ આપણે ‘પ્રવચનસાર’માં આવી ગયું છે કે, ‘સત્’ શબ્દ જે છે (તે) સારા લોકાલોકને બતાવે છે. સત્ છે. શબ્દબ્રહ્મ. અને આતમબ્રહ્મ, વિશ્વબ્રહ્મ. સારું વિશ્વ. અનંતા સિદ્ધો, અનંતા નિગોદના જીવો ને આખું વિશ્વ. એ સારું વિશ્વ અને વિશ્વને બતાવનારી વાણી જે સત્, એ બેયને શેયાકા૨૫ણે જ્ઞાન જાણે તેવો એનો સ્વભાવ છે. આહાહા..! શબ્દને પણ શેય તરીકે જાણીને જાણે અને સારા વિશ્વને પણ શેય તરીકે જાણે). સારા વિશ્વમાં તો અનંતા સિદ્ધો આવી ગયા. આહાહા..! સમજાય છે કાંઈ? સારા વિશ્વને (જાણે કીધું) એમાં પોતે પણ એક આવી ગયો. વિશ્વ એટલે. પોતે દ્રવ્ય, ગુણ, પર્યાય, છ દ્રવ્યના, બીજા પાંચ દ્રવ્યના દ્રવ્ય, ગુણ, પર્યાય, અનંતા સિદ્ધો, અનંતા નિગોદો, અનંતા સ્કંધો, તેના ત્રિકાળ પર્યાયો, બધી ત્રિકાળ પર્યાય એ વિશ્વમાં આવી ગઈ અને એને કહેનારો શબ્દબ્રહ્મ, છે’ એવું જે સત્. શબ્દ છે તે વાચક છે અને વસ્તુ આખી છે તે વાચ્ય છે. બેયને અધિષ્ઠાન તરીકે ભગવાન જાણનારો છે. એક ક્ષણે શબ્દને અને વિશ્વને જાણવાવાળો ભગવાન અધિષ્ઠાન-આધાર એ છે. આહાહા..! આપણે આવી ગયું છે. આહા..! સમજાય એટલું સમજવું, બાપુ! આ તો વીતરાગમાર્ગ (છે), ભાઈ! ૫રમાત્માના વિરહ પડ્યા પણ વાણી ૫રમાત્માની રહી ગઈ. સંતો આ વાણી કરે છે એ વીતરાગની જ વાણી છે. અને સંતો ત્રણ કષાયના અભાવમાં રહેલા, એની વાણી એ વીતરાગની જ વાણી છે. આહાહા..! અરે..! આવી વાતું ચાં (છે)? ભાઈ! લોકોને એવું લાગે કે, આ તો નિશ્ચય.. નિશ્ચય. પણ નિશ્ચય એટલે પરમસત્ય. અને વ્યવહા૨ એટલે આરોપિત વાતું. નિશ્ચય એટલે અનારોપિત સત્યનો સ્વભાવ, તેને નિશ્ચય કહેવામાં આવે છે. આહાહા..! ૪૭૨ Page #487 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૫૯ ૪૭૩ અરેરે! એને સાંભળવાનું મળે નહિ એ વિચારમાં ક્યારે (ત્યે? વિચારભૂમિકામાં–જ્ઞાનની ભૂમિકામાં જ્યારે ત્યે અને આમ ગુંલાટ ખાય? આહા...! પર્યાયને ગુલાંટ ખાઈને દ્રવ્યમાં જોડી ધે. જોડી ફ્લે, હોં! એકમેક ન થાય. પર્યાયને આમ જોડી એટલું. જોડીનો અર્થ તે તરફ લક્ષ ગયું. પણ પર્યાયમાં કંઈ દ્રવ્ય આવતું નથી તેમ પર્યાય દ્રવ્યરૂપ થતી નથી. આહાહા...! અરે.રે.! આવું પોતાને કરવાનું છે ઈ મૂકીને બધું કર્યું. આહાહા.! ઓલું દસલક્ષણી પર્વનું આવ્યું ને? ભાઈ! ભાઈનું-હુકમચંદજી'નું આવ્યું છે? દસલક્ષણીનું પુસ્તક આવ્યું છે? ક્યાંથી આવ્યું? ભેટ? હિન્દીમાં આવ્યું હશે. વાંચ્યું છે? બહુ સરસ વાત, બહુ ક્ષયોપશમ માળાનો. એવી વાત કરી, એવી વાત કરી છે. ગજબ. ૪૪ વર્ષ, પણ એનો ક્ષયોપશમ એ વાંચે, એને ખ્યાલ આવે ત્યારે ખબર પડે કે એવી વિવિધતા ને વિચિત્રતાથી વાત એક એક ગુણની કરે છે. છતાં પછી છેલ્લે લખે છે કે, હું હવે વિરમું છું. એમ છેલ્લે શબ્દ છે. એ બધું એક એકનું કહી પછી લખે છે), હવે હું આમાં વિરમું છું. આહાહા...! એ.ઈ. વાંચ્યું છે કે નહિ? નથી વાંચ્યું? વાંચવા જેવું છે. “રામજીભાઈને કહ્યું કે, વાંચવા જેવું છે. વાંચે તો ખબર પડે અંદર. હૈ? મુમુક્ષુ :- આજે વાંચ્યું સવારે. ઉત્તર :- વાંચવા જેવું છે. એક એક ક્ષમા, એક એક નિર્માતા, આર્જવ, શૌચ... આહાહા...! ભારે માળાનો ક્ષયોપશમ. એવી વિધિએ વાત કરી છે કે, એને આત્માને લાગે કે, વાહ. વાહ! વસ્તુની સ્થિતિનું સ્પષ્ટીકરણ! અહીં પરમાત્મા, આ તો મુનિરાજ કહે છે, આહાહા.! [જ્ઞાનિનઃ તમી ત:] જેણે આત્મા પૂર્ણાનંદનો નાથ શાશ્વત સ્વયમેવ છે, એની હયાતીનો જેણે સ્વીકાર કર્યો છે એવો જે ધર્મી, સમકિતી ને જ્ઞાની ચાહે તો ચોથાવાળો હો, ચોથાવાળો સમકિતી હો. આહાહા...! [જ્ઞાનિનઃ તમીઃ ત] તેથી આવું જાણીને “મરણનો ભય કયાંથી હોય?” આવું જાણતા હું તો શાશ્વત સ્વયમેવ પરમાત્મ સ્વરૂપ, એમાં ઊણપ ને ધાત ને ઓછપ ને વિપરીતતા કંઈ છે જ નહિ. ઓછપ પરિણતિ કરે તો ઘાત (થાય). આ તો વસ્તુ છે એમાં તો ઓછા છે જ નહિ. સમજાય છે કાંઈ? ભગવાન જ્ઞાનસ્વરૂપ છે, એ થોડા વિષયમાં રોકાય છે એ જ એનો પ્રતિબદ્ધ છે. કર્મનું પ્રતિબદ્ધ નથી. શું કહ્યું? પંચાસ્તિકાયમાં છે, પંચાસ્તિકાય' છેલ્લે. ભગવાન આત્મા સર્વને જાણનાર, દેખનાર સામર્થ્ય એવું હોવા છતાં તે અલ્પ વિષયમાં જે રોકાય છે એ જ એને પ્રતિબદ્ધ છે. લાલચંદભાઈ! આહાહા...! “પંચાસ્તિકાય. ગજબ વાતું છે, સંતોની દિગંબર મુનિઓની તો ક્યાંય જોડ ન મળે. પણ એનેય ખબર નથી. આ બધા તમે શેઠિયા ત્યાંને ત્યાં પડ્યા હતા ને? “કાંતિભાઈ! પણ સાહસ કર્યું અત્યારે આ ફેરી મૂકીને. આહાહા...! આવું જાણતા થકા.. આહાહા.! મરણ નામ અભાવ. ભાવવાળું મારું તત્ત્વ તેમાં અભાવ Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ત્રણ કાળમાં નથી. આહાહા..! અને તે પણ પરના અભાવ કારણે નહિ, મારો સ્વભાવ જ પરના અભાવસ્વભાવરૂપ રહેવાનો ત્રિકાળ છે. અભાવ ગુણ છે ને? ભાવઅભાવ. આહાહા..! મારો ભાવ સ્વભાવ છે તેથી તેની પર્યાયમાં નિર્મળ પર્યાય હોય જ. કરું તો હોય (એમ નહિ), એ હોય જ. એ ભાવ નામનો ગુણ છે અને એ ગુણનો ધરનાર દ્રવ્ય છે, એવા જે દ્રવ્યનો સ્વીકાર થયો ત્યારે ભાવ ગુણને કારણે અનંત ગુણના પર્યાયનું રૂપ પ્રગટ થાય, તેવો ભાવ ગુણનો સ્વભાવ છે. ભાવ ગુણનું રૂપ અનંત ગુણમાં છે. ભાવ ગુણનું રૂપ અનંત ગુણમાં છે. એટલે ભાવ ગુણને કા૨ણે નિર્મળ પર્યાય હોય જ. જેણે દ્રવ્યનો સ્વીકાર કર્યો તેને નિર્મળ પર્યાય હોય જ. અને તે અનંતા ગુણની નિર્મળ પર્યાય હોય જ. કારણ કે ભાવ ગુણનું અનંતા ગુણમાં રૂપ છે. આહાહા..! આવી વાતું છે. આ તો અલૌકિક છે, બાપુ! એ અનંતા ગુણોમાં ભાવ નામનો ગુણ છે તેથી તે ભાવવાનને જ્યાં સ્વીકાર્યો તેથી તેની પર્યાયમાં અનંતા ગુણની પર્યાય હોય જ. કરું તો થાય (એમ) નહિ, એના ક્રમબદ્ધમાં હોય જ. અને તેનામાં અભાવ નામનો ગુણ છે તે કા૨ણે રાગ અને પરના અભાવ સ્વરૂપે (છે), ૫૨ને કા૨ણે નહિ, મારો ગુણ જ એવો છે કે પરના અભાવ સ્વરૂપે પરિણમું એ મારો ગુણ છે. આહાહા..! એ તો એક ફેરી ત્રણ લીધા હતા. એક ભાવ નામનો ગુણ એવો છે કે, પર્યાયમાં વિકા૨પણે ષટ્કારકપણે પરિણમે. વિકા૨પણે પરિણમે એવો કોઈ ગુણ તો છે નહિ. અનંતા અનંતા ગુણનો પિંડ પ્રભુ, અનંતા અનંતા ગુણો. પણ કોઈ ગુણ વિકા૨પણે પરિણમે એવો કોઈ ગુણ નથી પણ પર્યાયમાં જે વિકૃત થાય છે, આહાહા..! તેના વિકૃતના અભાવ સ્વભાવરૂપ મારો ભાવ છે. એ ભાવ નામનો એક બીજો ગુણ છે. ઓલો ગુણ (એટલે) વિદ્યમાન દશા અને એક ભાવ નામનો ગુણ એવો છે કે વિકૃતપણે પરિણિત થાય તેના અભાવરૂપે પરિણમવું એવો મારો ભાવ ગુણ છે. આહાહા..! ૪૭ માં છે, એક ભાવ છે ને એક શક્તિ છે, ક્રિયા. ક્રિયામાં તો એ કે, મારા ભાવપણે પરિણમે છે, ષટ્કારકપણે, એ ક્રિયા. ક્રિયા નામનો ગુણ. અરે..! આવી વાતું છે. અહીં કહે છે, જ્ઞાનીને.. આહાહા..! મહા પરમાત્માના જેને ભેટા થયા, પામર પર્યાયને પરમાત્મા મળ્યા, આહાહા..! એ ધર્મી જીવ પોતે પરમાત્માને અંદરથી પામ્યો, કહે છે. એને હવે મરણ કોનું? ઘટાડો કોનો? અહીં તો એનો આશ્રય થતાં શુદ્ધિની વૃદ્ધિ થયા જ કરે છે. એ અમારા જીવન છે, એ જીવનનું મરણ કોઈ દિ' હોઈ શકે નહિ. આહાહા..! સમજાણું કાંઈ? આહાહા..! બાકી તો એક ભાવભાવ. ત્રણ લીધું હતું ને? એક ફેરી લીધું હતું. બે ભાવ, અને એક ભાવભાવ ત્રીજો ગુણ. ભાવભાવ એટલે જે ભાવ છે તે જ ભાવ તે જ પણે રહ્યા જ કરે. ભાવભાવ છે, ગુણ છે. ભાવ છે. નિર્મળ પર્યાયો જે પરિણમે છે એવો ભાવ ગુણનો ગુણ છે. એવો જ ભાવભાવનો ગુણ તે જ પણે કાયમ રહ્યા કરે. આહાહા..! Page #489 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૫૯ ૪૭પ સમજાણું કાંઈ? એટલે પછી ઈ ભાવમાં નાખ્યું. પણ છે ઈ ભાવભાવ. ત્રણ ભાવ છે ત્યાં. એક ભાવ વિદ્યમાન પર્યાયને પ્રગટ કરે, એક ભાવ વિકારી પર્યાયથી રહિતપણે થાય અને એક ભાવને ભાવ એ છે તેવો છે તેવો છે તેવો રહ્યા જ કરે. આહાહા...! ક્રમબદ્ધના પરિણામમાં એ નિર્મળ પરિણતિ થયા જ કરે. ‘ચંદુભાઈ! આવું છે. આહાહા...! ઝીણું તત્ત્વ, ભાઈ! સમ્યગ્દર્શન અને સમ્યગ્દર્શનનો વિષય એ અલૌકિક તત્ત્વ છે. એ અહીં કહે છે, હું તો જ્ઞાનપ્રાણ છું ને! હું તો જ્ઞાન શબ્દ આખા આત્માના સ્વભાવરૂપી પ્રાણ છું ને આહાહા.! સમ્યગ્દષ્ટિ આમ માને છે. સમ્યગ્દષ્ટિ (એટલે) એમ નહિ (કે) દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કરી, એમ નહિ. આહાહા...! જેણે પૂર્ણાનંદનો નાથ અનંતા ગુણોનો સાગર ભગવાન, એને પર્યાયમાં સપેટામાં લઈ લીધો છે. સમજાણું કાંઈ? આહાહા.! તાળા ખોલી નાખ્યા છે, કહે છે. હૈ? મુમુક્ષુ :- અડ્યા વિના. ઉત્તર :- હા, અડ્યા વિના. આહાહા..! ભગવાન છે, બાપુ! બધા ભગવાન છે, હોં! શરીરને ન જો, સ્ત્રી ને પુરુષ એવા શરીરને ન જો. આહાહા.! એ તો બધા ભગવાન છે. પરમાત્માના સ્વભાવથી ભરેલા ભગવાન છે. પોતાને ભગવાન તરીકે ભાળ્યો તો બીજાને ભગવાન તરીકે જ જોવે છે છે. આહાહા.! પર્યાયદષ્ટિ ટળીને સ્વભાવદષ્ટિ થઈ તો સ્વભાવને ઈ જોવે છે, તો બીજાને પણ પર્યાયથી કેમ જોવે છે? પર્યાય છે એની એનું જ્ઞાન કરે પણ આદરવામાં તો ઓલો દ્રવ્ય સ્વભાવ છે. સમજાણું કાંઈ એમાં? એમ કહ્યું છે. પ્રત્યે દરેક આત્મા શુદ્ધ છે તે આદરણીય છે, સિદ્ધાંતમાં એમ લખ્યું છે. સમજાય છે? આહાહા.! એ આ અપેક્ષાએ. મારું સ્વરૂપ જ સ્વયંસિદ્ધ ત્રિકાળ છે. એવો જ ભગવાન બધા આત્માનો ત્રિકાળી સ્વયંસિદ્ધ પરિપૂર્ણ પરમાત્મા છે અંદર. આહા.! જેની પર્યાયબુદ્ધિ ગઈ છે એ બીજાને પર્યાયબુદ્ધિથી કેમ જોવે? બીજાની પર્યાય છે તેનું જ્ઞાન કરે. આદરવામાં તો એનો ભગવાન છે તેને એ આદરે. આહાહા...! આમાં ખામેમિ સવ્વ જીવા” આવી ગયા બધા. હૈ? આહાહા...! પ્રભુ! તને ઓછો, અધિક માન્યો હોય તો ક્ષમા કરજે, કહે છે. આહાહા...! ઓહો...! ઓલામાંય આવે છે ને? હરતા ફરતા પ્રગટ હરિ દેખું રે, મારું જીવવું રે સફળ.” આ જીવન. એ તો અન્યમતિ તો શું કહે છે, પણ આ (જીવન). “હરતા ફરતા પ્રગટ હરિ હરિ એટલે આત્મા. એ કહ્યું હતું નહિ હમણાં? “શ્રીમદ્દે એક પત્રમાં કહ્યું, ઘણા મહાત્માઓએ અધિષ્ઠાન કહ્યું છે તે અધિષ્ઠાન બરાબર છે. એ અધિષ્ઠાન હરિ ભગવાન છે. એ અધિષ્ઠાનને અમે અંદરમાં જોઈએ છીએ. એમ કહે છે. એક પત્ર છે. સમજાણું કાંઈ? આહાહા.! ઘણા મહાત્માઓએ અધિષ્ઠાન કહ્યું છે તે અધિષ્ઠાન હરિ ભગવાન છે અને તે હરિ ભગવાનને અમે હૃદયમાં જોઈએ છીએ. પાછું ફેરવીને (આમ કહ્યું). કોક કહે કે બીજો હરિ). આહા...! એ જ આપણે અધિષ્ઠાનમાં આવ્યું હતું ને? સર્વ વિશ્વ અને શબ્દ, એને એક સમયમાં પૂર્ણ Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ જાણનારું તેવો જે આત્મા તે અધિષ્ઠાન છે. એ બધા ગુણ ને પર્યાયનો આધાર તે પોતે આત્મા છે. આહા.! એ અધિષ્ઠાન છે. નયના અધિકારમાં. આહાહા...! આવું જાણતા “જ્ઞાનીને મરણનો ભય કક્યાંથી હોય?’ આહા..! જીવતી જ્યોત જ્યાં પડી છે, એનો અભાવ કે દિ થાય? આહા.! દેહ છૂટે તો છૂટે, આહા! એ તો આવી ગયું છે ને? આ લોક ને પરલોકનો ભય જ્ઞાનીને નથી. આ લોકમાં બધી આ સામગ્રી રહેશે, કેમ રહેશે કે નહિ? પણ એ સામગ્રી મારી નથી ને કેમ રહેશે શું? હું કેમ રહીશ એ તો મારું મારા હાથમાં છે અને પરલોકમાં ક્યાં જઈશ? ક્યાં જાય પરલોકમાં? પોતે જ્યાં છે ત્યાં પોતામાં જ છે. આહાહા...! કહ્યું હતું છે, “શ્રીમને એકે પૂછ્યું હતું. આપણે ઓલી શૈલી છે ને? “કૃષ્ણ” ક્યાં ગયા? (તો કહ્યું, “કૃષ્ણ' આત્મામાં છે. જ્યાં ગયા ત્યાં તું ક્ષેત્રથી જોવ છો, પણ એ છે આત્મામાં. ઓલું નરકનું છે ખરું ને એટલે. આહા. સમકિતી નરકમાં પડ્યો છતાં એ આત્મામાં છે, નરકમાં નથી. એવો ઉત્તર આપ્યો છે. ઓલાને બીજું પૂછવું હતું. કૃષ્ણ ભગવાન શ્રીકૃષ્ણ જ્યાં છે ત્યાં ઈ આત્મામાં છે. આહાહા.! કારણ કે દૃષ્ટિ અને પ્રગટી છે અને દૃષ્ટિનો સ્વામી, ધણી તો હાથમાં આવ્યો છે. ઈ ત્યાં છે. સમજાય છે કાંઈ? એ ધર્મી રાગમાં નથી, શરીરમાં નથી, બહારના જીવનમાં નથી. આહાહા... “ઈશ્વરભાઈ! આવી ઈશ્વરતા છે એની, એમ કહે છે. આહાહા.! “હરતા ફરતા પ્રગટ હરિ દેખું, મારું જીવન સફળ તબ દેખું એ જીવન છે. શરીરે જીવવું-ફીવવું એ કંઈ આત્માનું જીવન છે જ નહિ. “સ: તે. “સ:' એટલે તે જ્ઞાની. “સ્વયં” પોતે. “સતત નિરંતર. “નિરશ: સને વર્તતો થકો. ‘સહજ જ્ઞાનને...” “સદનું જ્ઞાનં સવા વિતિ સ્વભાવિક જ્ઞાનને વેદે છે. સ્વભાવિક જ્ઞાન તો ત્રિકાળ છે પણ તેને વેદે છે એ પર્યાય પણ સ્વભાવિક છે. આહાહા...! છે? “સ: નામ તે જ્ઞાની. તે તે. ‘તે આવ્યું ને? તે તો..” “વાં એટલે પોતે. કોઈની અપેક્ષા વિના. આહાહા.! “નિઃશંક વર્તતો થકો...” નિઃશંક વર્તતો થતો. ભગવાન પૂર્ણાનંદનો નાથ હું છું (એમ) નિઃશંકપણે વર્તતો થકો. આહાહા.! “સહજ જ્ઞાનને...” સ્વભાવિક જ્ઞાનને “સદા અનુભવે છે.” ભાવાર્થ:- ‘ઇંદ્રિયાદિ પ્રાણો નાશ પામે તેને લોકો મરણ કહે છે. પરંતુ આત્માને પરમાર્થે ઇકિયાદિ પ્રાણ નથી, તેને તો જ્ઞાન પ્રાણ છે. સાદી ભાષામાં કહ્યું. “જ્ઞાન અવિનાશી છે.” કારણ કે એ તો અવિનાશી છે. અને તેનો નાશ થતો નથી; તેથી આત્માને મરણ નથી. જ્ઞાની આમ જાણતો હોવાથી તેને મરણનો ભય નથી; આહાહા...! તે તો નિઃશંક વર્તતો થકો પોતાના જ્ઞાનસ્વરૂપને નિરંતર અનુભવે છે. લ્યો. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) Page #491 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૬૦ ૪૭૭ (શ્લોક-૧૬૦) (શાર્દૂલવિક્રીડિત) एकं ज्ञानमनाद्यनन्तमचलं सिद्ध किलैतत्स्वतो यावत्तावदिदं सदैव हि भवेन्नात्र द्वितीयोदयः। तन्नाकस्मिकमत्र किञ्चन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।।१६०।। હવે આકસ્મિકભયનું કાવ્ય કહે છે - શ્લોકાર્ધ :- [ તત્ સ્વતઃ સિદ્ધ જ્ઞાનમ્ વિન પર્વ ] આ સ્વતઃસિદ્ધ જ્ઞાન એક છે, [ સનારિ ] અનાદિ છે, [ સનત્તમ્ ] અનંત છે, [ Hવનં ] અચળ છે. [ રૂદ્ધ વાવ તાવત્ સવા રવ દિ ભવેત્ ] તે જ્યાં સુધી છે ત્યાં સુધી સદાય તે જ છે, મિત્ર દ્વિતીયોય ન ] તેમાં બીજાનો ઉદય નથી. [ તત્ ] માટે [ સત્ર કાવરિઅમ્ વિગ્વન જ ભવેત્ ] આ જ્ઞાનમાં આકસ્મિક (અણધાર્યું. એકાએક) કાંઈ પણ થતું નથી. [ જ્ઞાનિનઃ તમી: છત: ] આવું જાણતા જ્ઞાનીને અકસ્માતનો ભય ક્યાંથી હોય? [ સ: સ્વયે સતત નિરશ: સદનું જ્ઞાન સવા વિન્દતિ ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. | ભાવાર્થ - કાંઈ અણધાર્યું અનિષ્ટ એકાએક ઉત્પન થશે તો?' એવો ભય રહે તે આકસ્મિકભય છે. જ્ઞાની જાણે છે કે આત્માનું જ્ઞાન પોતાથી જ સિદ્ધ, અનાદિ, અનંત, અચળ એક છે. તેમાં બીજું કાંઈ ઉત્પન્ન થઈ શકતું નથી, માટે તેમાં અણધાર્યું કાંઈ પણ ક્યાંથી થાય અર્થાત્ અકસ્માત ક્યાંથી બને ? આવું જાણતા જ્ઞાનીને અકસ્માતનો ભય હોતો નથી, તે તો નિઃશંક વર્તતો થકો પોતાના જ્ઞાનભાવને નિરંતર અનુભવે છે. આ રીતે જ્ઞાનીને સાત ભય હોતા નથી. પ્રશ્ન :- અવિરતસમ્યગ્દષ્ટિ આદિને પણ જ્ઞાની કહ્યા છે અને તેમને તો ભયપ્રકૃતિનો ઉદય હોય છે તથા તેના નિમિત્તે તેમને ભય થતો પણ જોવામાં આવે છે તો પછી જ્ઞાની નિર્ભય કઈ રીતે છે? સમાધાન :- ભયપ્રકૃતિના ઉદયના નિમિત્તથી જ્ઞાનીને ભય ઊપજે છે. વળી અંતરાયના પ્રબળ ઉદયથી નિર્બળ હોવાને લીધે તે ભયની પીડા નહિ સહી શકવાથી જ્ઞાની તે ભયનો ઇલાજ પણ કરે છે. પરંતુ તેને એવો ભય હોતો નથી કે જેથી જીવ સ્વરૂપનાં જ્ઞાનશ્રદ્ધાનથી શ્રુત થાય. વળી જે ભય ઊપજે છે તે મોહકર્મની ભય નામની પ્રકૃતિનો દોષ છે; તેનો પોતે સ્વામી થઈને કર્તા થતો નથી, જ્ઞાતા જ રહે છે. માટે જ્ઞાનીને ભય નથી. ૧૬૦. Page #492 -------------------------------------------------------------------------- ________________ ४७८ સમયસાર સિદ્ધિ ભાગ-૭ પ્રવચન નં. ૩૦૫ શ્લોક-૧૬૦, ૧૬૧ શનિવાર, ભાદરવા વદ ૨, તા. ૦૮-૦૯-૧૯૭૯ ‘સમયસાર' ૧૬૦ કળશ છે. અકસ્માતભય. (શાર્દૂલૈંવિક્રીડિત). एकं ज्ञानमनाद्यनन्तमचलं सिद्ध किलैतत्स्वतो यावत्तावदिदं सदैव हि भवेन्नात्र द्वितीयोदयः । तन्नाकस्मिकमत्र किञ्चन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।।१६०।। તિત સ્વત: સિદ્ધ જ્ઞાનમ્ વિરુન વં] “આ.” ભગવાનઆત્મા “સ્વતઃસિદ્ધ જ્ઞાન એક છે...” આત્મા સ્વતઃસિદ્ધ-પોતાથી જ્ઞાન છે. આહા...! તે “અનાદિ છે....” સ્વતઃસિદ્ધ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા છે એ અનાદિ છે. અનંતકાળ રહેનાર છે. તેમ વર્તમાન “અચળ છે.” ધ્રુવ જે ભગવાનઆત્મા સત્ય તે અચળ છે, ચળે એવો નથી. આહાહા.! [ રૂદ્ર યાવત્ તાવ સાવ હિમવેત્] તે જ્યાં સુધી છે. જ્ઞાનસ્વરૂપ ભગવાનઆત્મા ‘ત્યાં સુધી સદાય તે જ છે....... આહાહા...! એ રાગરૂપે નથી, પર્યાયરૂપે પણ નથી. આહાહા...! પર્યાયમાં એ આવતો નથી. એવો એ સ્વતઃસિદ્ધ જ્ઞાનસ્વભાવ ભગવાન અનાદિઅનંત અચળ જે છે તે છે. આહા...! “જ્યાં સુધી છે ત્યાં સુધી સદાય તે જ છે...” એ તો. મિત્ર દ્વિતીયોદય: ન] તેમાં બીજાનો ઉદય નથી.” ભગવાન જ્ઞાનસ્વભાવી પ્રભુ અનાદિઅનંત અચળ (છે) તેમાં બીજાઓનું આવવું થતું નથી, બીજાઓનો એમાં ઉદય છે નહિ. આહાહા...! માટે. [મત્ર મારિમ વિશ્વન મ ] આ કારણે ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ “આ જ્ઞાનમાં આકસ્મિક (અણધાર્યું, એકાએક) કાંઈ પણ થતું નથી.” અણધાર્યું એકાએક થાય એવું એમાં કાંઈ છે નહિ. એ તો ત્રિકાળી જ્ઞાનમૂર્તિ ધ્રુવ ચિદાનંદ પ્રભુ આનંદની શિલા છે એ તો. જ્ઞાનશિલા, આનંદશિલા એમાં અણધાર્યું અણચિંતવ્યું અકસ્માત કંઈ આવે એવી કોઈ એ ચીજ નથી. જો કે બહારમાં જે થાય છે એ અણધાર્યું છે એ અપેક્ષિત (વાત છે), બાકી તો એ પણ ક્રમસર થાય છે. અણધાર્યું તો બીજાના ખ્યાલમાં ન હોય માટે અણધાર્યું એને કહેવાય, બહારમાં, હોં! એ પણ તેને સમયે તે થવાનું તે થાય છે. જ્યાં બહાર તો તે સમયે તે થવાનું થાય તે પણ અણધાર્યું નથી તો ભગવાન ચિદાનંદ ભગવાન તો ત્રિકાળ છે એ તો વર્તમાન અવસ્થાનું કમસર કહ્યું. પણ આ ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ ભગવાન... આહાહા...! જેણે ધ્રુવ સ્વરૂપ દૃષ્ટિમાં લીધો એ તો જે છે તે જ છે. આહાહા...! એમાં કંઈ ફેરફાર થાય કે અણધાર્યું, ઓચિંતુ કોઈ આવી પડે, એમ છે? આહાહા.! આ તો અણધાર્યું થયું. ઓલા બિચારા કાપડની દુકાન ઉઘાડીને બેઠા હતા. મોરબી’. હૈ? Page #493 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૬૦ ૪૭૯ મુમુક્ષુ :- “મોરબી'નું તો અણધાર્યું થયું. ઉત્તર :- એ અણધાર્યું નથી પણ એણે ધાર્યું નથી એથી એની અપેક્ષાએ, બાકી એ તો એ સમયે થવાનું જ હતું. આહાહા...! કાપડની દુકાન ખોલીને બેઠેલા, કંદોઈની દુકાનું બધી બરફી ભરીને બેઠેલા. એમ એકદમ પાણી (આવ્યા), (એક) મિનિટે ફૂટ, બીજી મિનિટે બે (ફૂટ) પાંચ-સાત ફૂટ પાણી આવ્યા એમાં) બધા કંદોઈ તણાઈ ગયા. ઈ અકસ્માત તો લોકોના ખ્યાલમાં નથી એ અપેક્ષાએ. બાકી તો તે સમયે તે પર્યાય થવાની હતી. જ્યારે બહારમાં પણ અકસ્માત નથી તો પ્રભુ તો જ્ઞાનાનંદ સ્વભાવ છે. આહા...! એ તો અવિનાશી અચળ અને અનાદિ અનંત વસ્તુ છે. તેમાં કોઈ અણધાર્યું અણચિંતવ્યું આવી પડે એવી કોઈ ચીજ નથી અંદર. આહાહા.! ઝીણી વાત છે, ભાઈ! આહાહા...! આ જ્ઞાનમાં આકસ્મિક (અણધાર્યું, એકાએક) કાંઈ પણ થતું નથી. આહાહા.... [જ્ઞાનિનઃ તમીઃ ત. આવું જેને જ્ઞાન છે, સમ્યગ્દષ્ટિને, આહાહા.! “આવું જાણતા જ્ઞાનીને...' ધર્મીને “અકસ્માતનો ભય ક્યાંથી હોય?” આહા...! અકસ્માત આવી પડશે તો? ભીંત આવી પડશે તો? ફલાણું આવી પડશે તો? પણ એમાં અંદરમાં ક્યાં આવી પડે છે? આહાહા...! જે ત્રિકાળી વસ્તુ છે એ તો સત્ય બોલવાનો વિકલ્પ છે એને એ સ્પર્શતું નથી. આહાહા...! સત્ય ધર્મ કહ્યો છે ને? સત્ય ધર્મ. એ કંઈ વાણી સત્ય બોલવું એ કંઈ સત્ય ધર્મ નથી, એ તો વિકલ્પ છે, આસવ છે. સત્ય ધર્મ તો ભગવાન જ્ઞાનસ્વરૂપી ત્રિકાળી, એને અંદર પકડીને સ્થિરતા દૃષ્ટિની, જ્ઞાનની થવી એ સત્યદર્શન, સત્યજ્ઞાન ને સત્ય સ્થિરતા થવી તે સત્ય ધર્મ છે. આહાહા...! સત્ય પ્રભુ ત્રિકાળી વસ્તુ સત્ય, જેમાં કંઈ અણધાર્યું, અણચિંતવ્યું આવતું નથી એવો ભગવાન છે).આહા...! જે કોઈ સત્ય બોલવામાં ધર્મ માની બેસે એ સત્યને શોધશે નહિ. સમજાણું કાંઈ? આહાહા.! સત્ય વસ્તુ ભગવાન પરમાનંદની મૂર્તિ, પરમ સત્ય સત્, સત્ય નામ સત્, સત્ એવું સત્ય. આહાહા.! એ વાણીમાં જ બોલવું સત્ય બોલવું તેમાં અટકી ગયો ને એને ધર્મ માને, તો આવું પરમ સત્ય છે એ અંદર શોધવા નહિ જાય. આહાહા...! સમજાણું કાંઈ? શરીરથી બ્રહ્મચર્ય પાળવામાં જ રોકાઈ ગયો, આહાહા.! એ અંદર પરમ સત્યને શોધવા અંદર નહિ જઈ શકે. કારણ કે ત્યાં તો મનાઈ ગયું છે કે આ ધર્મ છે. આહાહા...! અણુવ્રત ને મહાવ્રતને તો આસ્રવ કહ્યા છે. જેને સત્ય અણુવ્રત થોડું હોય ને સત્ય મહાવ્રત થોડું હોય તેને તો આસવ કહ્યા છે. હવે આસવમાં જ જે રોકાઈ જાય, જે ભગવાન અંદર નિત્યાનંદનો નાથ, આહા! શોધીને તેને અમલમાં, સ્થિરતામાં લેવો એવો જે સ્વભાવ એમાં કોઈ અકસ્માત છે નહિ. આહાહા...! આવી વાતું છે. વીતરાગ પરમાત્મા, એણે એ કહ્યું. જે સત્યસ્વરૂપ છે પ્રભુ, એમાં અણધાર્યું કંઈ નથી એવી દૃષ્ટિ જેને સમ્યકુ થઈ એ સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન એ જ ધર્મ છે. આંશિક ધર્મ છે. સત્ય એવો ભગવાન અચળ, અચળ, અકળ ને અનાદિ. મનથી કળાય નહિ, વિકલ્પથી કળાય નહિ એવો ભગવાન આત્મા Page #494 -------------------------------------------------------------------------- ________________ ४८० સમયસાર સિદ્ધિ ભાગ-૭ અંતરની જ્ઞાનની કળાથી કળાય એવો છે. આહાહા...! એવો જે અકસ્માત, જેમાં કોઈ છે નહિ, એવી ચીજની જેને દૃષ્ટિ થઈ એને અકસ્માત ભય લાગતો નથી. આહાહા.! જુઓને આમ કેટલા બેઠા હશે, સાડા ત્રણ વાગે તો. કોઈ ખાવા, કોઈ પીવા, દસ વાગે ખાધું હોય પછી એ વખતે જરી ડુંગુ કરે ને ફલાણું કરવા બેઠા હોય ને એમાં એકદમ પાણી. તણાઈ ગયા. આહાહા...! કોક કહેતું હતું, અઢી વાગે બે જણ બહારથી આવ્યા, બાયડી-ભાયડો અઢી વાગે પરદેશમાંથી આવ્યા. અંદર ગર્યા ભેગા સાડા ત્રણે તણાઈ ગયા. પરદેશમાંથી બાયડી, ભાયડો બે બિચારા આવ્યા, “મોરબી’. એમ કોક કહેતું હતું. ફૂલચંદભાઈ'. ઈ અંદર ગર્યા ત્યાં સાડા ત્રણ વાગે પાણી આવ્યું. હવે જુઓ! દેહ છૂટવાનો પ્રસંગ ત્યાં છે. પરદેશમાંથી બિચારા કેટલે વર્ષે આવ્યા. અઢી વાગે આવ્યા ત્યાં સાડા ત્રણે તો બેય ખલાસ. આહાહા...! પણ એ તો બહારની સ્થિતિ, એને અકસ્માત લાગે છે. ખરેખર તો એ અકસ્માતેય નથી બહારમાં. તો ભગવાન આત્મામાં) અણધારી કોઈ આવી પડે એવી કોઈ વસ્તુ એમાં છે નહિ. આહાહા...! - સચ્ચિદાનંદ પ્રભુ, સત્ ચિત્ જ્ઞાન આનંદ સ્વભાવ પ્રભુ, એ ચીજમાં કોઈ અણધાર્યું કે અકલ્પનિક-કલ્પનામાં ન હોય ને આવી પડે એવી કોઈ ચીજ છે નહિ. આહાહા.. તેથી ધર્મીને અકસ્માતનો ભય ક્યાંથી બને? આહાહા...! ભય ક્યાંથી હોય? તે તો...” “સ: એટલે તે. ‘સ્વયં સતત પોતે જ નિરંતર નિઃશંક વર્તતો થકો... જુઓ આ ધર્મ. આ સમકિતીનું નિઃશંક આચરણ, પર્યાયનું આચરણ. નિઃશંકિત પર્યાયનું આચરણ. ત્રિકાળી છે તેની દૃષ્ટિ છે તેથી પર્યાયમાં નિઃશંકનું આચરણ પ્રગટ્યું છે. નિર્ભયનું પર્યાયમાં આચરણ પ્રગટ્યું છે. વસ્તુ તો નિર્ભય છે. આહાહા...! પણ એ નિર્ભય ચીજ જ્યાં દૃષ્ટિમાં, અનુભવમાં આવી તો પર્યાયમાં પણ નિર્ભયતા પ્રગટ થઈ. આહાહા...! શું કહ્યું છે? વસ્તુ પોતે નિર્ભય અકસ્માત એમાં થાય એવી કોઈ ચીજ નથી. સચ્ચિદાનંદ પ્રભુ નિત્યાનંદ ધ્રુવ, આહાહા..! તો એનું જેને જ્ઞાન ને શ્રદ્ધા થઈ અને એટલે અંશે સ્થિરતા પણ થઈ તે પર્યાયમાં પણ અકસ્માત કાંઈ નથી. આહાહા..! સમજાણું કાંઈ? એ નિર્ભય છે. વસ્તુ જેમ નિર્ભય છે, નિઃશંક છે તેમ તેનું જ્ઞાન ને શ્રદ્ધા કરનાર પણ નિર્ભય અને નિઃશંક છે. આહાહા..! આવી વાતું છે. તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો...... નિઃસંદેહ, નિર્ભય, ભગવાન પૂર્ણાનંદનો નાથ જ્યાં આશ્રયમાં લીધો, એનું જ્યાં અવલંબન લીધું, આહાહા...! જેને પુષ્ય ને પાપ આદિ પરના આલંબન છોડી દીધા અને ભગવાનના જેને ભેટા થયા, પામરના ભેટાને છોડી દીધા. આહાહા...! પરમાત્મસ્વરૂપ પ્રભુ પોતે આત્મા, એની જેને દૃષ્ટિ ને જ્ઞાનમાં ભેટા થયા એ તો “સતતં નિઃશંક વર્તતો થકો. આહાહા! સહજ જ્ઞાનને સદા અનુભવે છે.” ઊંઘે છે એમાં શું? ઊંઘે છે એ તો બહારની પર્યાય (છે), એમાંય સતત જાગૃત દશાનું જ પરિણમન છે. આહાહા...! સમજાણું કાંઈ? જે જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા, એનું જે પરિણમન થયું એ પરિણમન તો નિંદ્રામાં પણ Page #495 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૬૦ ૪૮૧ કાયમ રહે છે. આહાહા..! એ તો ‘સતતં’ કહ્યું ને? નિરંતર નિઃશંક વર્તતો થકો...’ પર્યાયમાં નિરંતર નિઃશંક વર્તતો થકો. આહાહા..! ચાહે તો નિંદ્રાનો કાળ હોય, ચાહે તો લડાઈનો કાળ હોય. આહાહા..! એ પોતે નિઃશંક વર્તતો થકો, સહજ જ્ઞાનને...' ત્રિકાળી જ્ઞાનને. ત્રિકાળી આત્માને સદા અનુભવે છે.’ એ પર્યાય. ત્રિકાળી શાયક ભગવાનનો આશ્રય લીધો છે, દૃષ્ટિ કરી છે તેથી તેના આશ્રયમાં તેને જ તે સદા અનુભવે છે. આહાહા..! આવી વાતું હવે. હવે અહીં તો લોકોને વ્યવહારધર્મ અણુવ્રત ને મહાવ્રત ને સમિતિ ને ગુપ્તિ, એમાં અટકે. એ તો વિકલ્પ છે એને વ્યવહારધર્મ તો આ નિશ્ચયધર્મ પ્રગટ્યો છે તેને ઓલો આરોપથી વ્યવહારધર્મ (કહ્યો). છે તો એ અધર્મ, ધર્મ નથી. આહા..! ધર્મ હોય તો છૂટી ન જાય. ધર્મ હોય તો તો સિદ્ધમાં પણ રહે. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર જો ધર્મ હોય તો એ તો સિદ્ધમાંય રહે છે. જો એ (વ્યવહારધર્મ) ધર્મ હોય તો સિદ્ધમાં પણ રહેવો જોઈએ. સત્ય બોલવું, સમિતિ-ગુપ્તિમાં રહેવું તો એ તો એને ત્યાં છે નહિ. આહાહા..! ધર્મી જીવ તો એને કહીએ કે જેણે આત્માના સ્વભાવની ત્રિકાળી દૃષ્ટિથી અનુભવ કર્યો છે, આહાહા..! તેની સત્તાનો પૂર્ણનો સ્વીકાર થયો છે. તેને એ સત્તામાં જેમ ભય ને શંકા નથી તેમ તેની દશામાં પણ શંકા ને ભય નથી. આહાહા..! સમજાણું કાંઈ? આવી વાતું છે. આહા..! તે તો જ્ઞાનને... એટલે આત્માના સ્વભાવને, જ્ઞાન એટલે આત્મ સ્વભાવ, શુદ્ધ ચૈતન્ય, તેને સદા અનુભવે છે.' આહાહા..! એક તો નિરંતર કહ્યું, સ્વયં પોતે, નિરંતર અને અહીં સદા કીધું પાછું. એટલે ત્રિકાળ એનો ભાવ નિરંતર વર્તે છે. આહાહા..! ભાવાર્થ :- ‘કાંઈ અણધાર્યું અનિષ્ટ...' ઇષ્ટ નથી એવું અપ્રિય. એકાએક ઉત્પન્ન થશે તો?” આહાહા..! આમ બેઠો હોય ખાવા અને સર્પ કોઈ કાળો નાગ આવે તો? અરે..! લગન વખતે, એક પતિ-પત્નીના લગન થતા હતા અને આમ હાથ કરવા જાય ત્યાં નીચે મોટો સર્પ ક૨ડ્યો, વ૨ ન્યાં મરી ગયો. નાશવાનમાં શું હોય? બાપુ! ઇ અકસ્માત નથી, હોં! આમ અંદર હેઠે પગ હોય અને આમ માથે આમ હાથ કરીને બેઠા હતા, ત્યાં એ મોટો નાગ હતો. વ૨ને અંગુઠે કરડ્યો, એવો નાગ આકરો (હતો કે), ત્યાંને ત્યાં ઢળી પડ્યો, મરી ગયો. આ દશા. કેટલી હોંશું હશે! જાણે આહાહા..! અરે..! શેની હોંશું? ભાઈ! નાશવાનની હોંશું શેની? પ્રભુ! આહા..! નાશવાનની હોંશમાં અવિનાશી હણાય જાય છે. આહાહા..! સમજાણું કાંઈ? અહીં તો નિરંતર સદા, બે શબ્દ વાપર્યાં છે ને? સતતં સ્વયં સહપ્ન સવા અનુમવતિ’ આહાહા..! જ્યાં જેને આત્મસ્વભાવ શુદ્ધ ચૈતન્યઘન, એની જ્યાં દૃષ્ટિ અને અનુભવ થયો છે તે ધર્મી, એ સમકિતી. તેને નિરંતર સદા, નિરંતર (એટલે) કાયમ, સદા (એટલે) ત્રિકાળ. આહાહા..! તેનો અનુભવ વર્તે છે. અનુભવે છે. આહાહા..! ‘કાંઈ અણધાર્યું અનિષ્ટ એકાએક ઉત્પન્ન થશે તો? એવો ભય રહે તે આકસ્મિકભય છે. જ્ઞાની જાણે છે કે :- આત્માનું જ્ઞાન પોતાથી જ સિદ્ધ,...’ ભગવાન જ્ઞાનસ્વરૂપી જે ચીજ છે, જ્ઞાન એટલે આ લૌકિક નહિ, Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ જ્ઞાન સ્વભાવ જ એનો છે. જેમ સાકરનો ગળપણ સ્વભાવ, કાળીજીરીનો કડવો સ્વભાવ, મીઠાનો ખારો સ્વભાવ એમ ભગવાનનો જ્ઞાનસ્વભાવ જ ત્રિકાળ છે. આહાહા...! જ્ઞાનસ્વભાવ. વસ્તુ સ્વભાવી અને આ સ્વભાવ. એ જ્ઞાનસ્વભાવ નિત્ય છે. આહાહા...! આને શોધવા ન જતાં બહારમાં શોધ્યા કરે. જ્યાં ભગવાન પડ્યો છે ખાણ, આહાહા...! કહે છે કે એવા ભગવાન આત્માને જેણે જાણ્યો કે આત્માનું જ્ઞાન પોતા થકી સિદ્ધ છે. પોતા થકી જ છે. એટલે એમાં કંઈ પરથી નથી. તે અનાદિ છે, અનંત છે, અચળ છે અને એક છે. આહાહા..! ‘તેમાં બીજું કાંઈ ઉત્પન્ન થઈ શકતું નથી...” એકમાં બીજો કોઈ ઉદય આવીને થાય એમ છે નહિ. અહીં છે ને? મૂળ પાઠમાં છે ને? “દ્વિતીયોદય: ન’ મૂળ પાઠ છે ને? એનો સાદી ભાષામાં અર્થ કર્યો છે. આહાહા...! પોતે જ સ્વયંસિદ્ધ ભગવાન નિત્યાનંદ પ્રભુ, તેમાં બીજાનો ઉદય આવીને કાંઈ ડખલ કરે, એવી ચીજ છે જ નહિ. આહાહા.! એ પાણીમાં શરીર તણાતું હોય ને, પણ ધર્મીનો આત્મા તો જે શુદ્ધ ચૈતન્ય છે તેનો એમાં નિરંતર અનુભવ છે. એટલે કે જ્ઞાનસ્વભાવની, જ્ઞાતા-દષ્ટાની પર્યાયથી ચળતા જ નથી. આહાહા...! માટે તેમાં બીજું કાંઈ ઉત્પન થઈ શકતું નથી, માટે તેમાં અણધાર્યું કાંઈ પણ ક્યાંથી થાય અર્થાત્ અકસ્માત ક્યાંથી બને?’ આહાહા...! ‘આવું જાણતા જ્ઞાનીને ધર્મીને પણ ધર્મી એટલે? જેણે જ્ઞાનસ્વભાવી ભગવાનને જેણે જાણ્યો ને અનુભવ્યો ને માન્યો. એ ત્રણ થયું. જાણ્યો, માન્યો અને અનુભવ્યો એટલે સ્થિરતાનો અંશ ભેગો (છે). આહાહા...! ભગવાન પૂર્ણાનંદનો નાથ જેણે જાણ્યો, માન્યો ને અનુભવ્યોસ્થિર થયો એવો જે ધર્મી, એને ધર્મી કહીએ. આહાહા..! બહુ પૂજા કરે ને ભક્તિ કરે ને મંદિરો બનાવે ને દાન બહુ મોટા કરે માટે ધર્મી એમ નથી, અહીં કહે છે. આહાહા...! એ તો પોતાના સ્વભાવમાં આમ જાણતા જ્ઞાનીને અકસ્માતનો ભય હોતો નથી....... આહાહા.! એટલે પહેલામાં પહેલું કરવાનું તો આ છે. લાખ વાતને મૂકી દઈને એક ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, તેમાં સન્મુખ થઈને અનુભવ કરવો એ પહેલામાં પહેલું કરવાનું છે. આહાહા.! અને એનું નામ સમ્યગ્દર્શનની–ધર્મની શરૂઆત છે અને તે સમ્યગ્દર્શન સિદ્ધમાં પણ તે રહે છે. આહા.! કેમકે એ ધર્મ છે તો ધર્મ તો ત્યાં સિદ્ધમાંય રહે છે. આહા...! તેથી તિર્યંચનું સમકિત અને સિદ્ધનું સમકિત સરખું કહ્યું. આહાહા.! અણુવ્રત ને મહાવ્રતના પરિણામ એ કંઈ આત્મામાં ધર્મ નથી. એ તો છૂટી જાય છે), તે સિદ્ધમાં રહેતા નથી. કેમકે એ આત્માનું સ્વરૂપ હોય તો સિદ્ધમાં રહે. એ કંઈ આત્માનું સ્વરૂપ નથી. આહાહા...! આકરું કામ બહુ ધર્મ વીતરાગનો બહુ દુર્લભ છે, ભાઈ! અશક્ય નથી. બહારથી બધું સંકેલીને અંદરમાં જાવું, ગુફામાં જેમ જાવું એમ બધું બહાર પડ્યું રહે. વાસણ લાવ્યો હોય, વાહન લાવ્યો હોય એ બધું બહાર પડ્યું રહે. ગુફામાં કાંઈ ગાડું ગરે ન્યાં? આહા. એમ ભગવાન આત્મા અંદર જ્ઞાનસ્વભાવની ગુફામાં પ્રભુ પડ્યો છે, આહાહા.! એ બધા વિકલ્પો મૂકીને અંદરમાં જઈ Page #497 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૬૦ ૪૮૩ શકશે. સમજાણું કાંઈ? અને એવી ચીજને જ્યાં જાણી એને હવે ભય શા? આહા.! નિત્યાનંદમાં અણધારી ચીજ શું આવે કે જેથી એને ભય લાગે. આહા...! આવું જાણતા જ્ઞાનીને અકસ્માતનો ભય હોતો નથી, તે તો નિઃશંક...” આ તો મૂળ ચીજ છે ને એટલે ઝીણી પડે જરી, બાપા! આહાહા...! નિઃશંક વર્તતો થકો પોતાના જ્ઞાનભાવને” જ્ઞાનસ્વભાવને. રાગભાવ એનો સ્વભાવ નથી. આહાહા! “જ્ઞાનસ્વભાવને નિરંતર અનુભવે છે.” આહાહા.! “આ રીતે જ્ઞાનીને સાત ભય હોતા નથી.” પ્રશ્ન :- અવિરતસમ્યગ્દષ્ટિ આદિને પણ જ્ઞાની કહ્યા છે...” પ્રશ્નકાર કહે છે. અને તેમને તો ભયપ્રકૃતિનો ઉદય હોય છે...” એને ભયપ્રકૃતિનો ઉદય હોય, પ્રકૃતિ છે એટલે અંદર ભય પણ થાય છે, એમાં જોડાય છે એટલે. છે? ‘અને તેમને ભયપ્રકૃતિનો ઉદય હોય છે તથા તેના નિમિત્તે તેમને ભય થતો પણ જોવામાં આવે છે...” નિમિત્તે એમ. ઓલો પ્રકૃતિનો ઉદય છે, એમાં જોડાય છે, એથી સમકિતીને પણ ત્યાં ભય તો છે, કહે છે. અને તમે કહો છો કે સમકિતી નિર્ભય અને નિઃશંક (છે). સાંભળ, ભાઈ! આહા.! “તેના નિમિત્તે તેમને ભય થતો પણ જોવામાં આવે છે;” નિમિત્તે (કહ્યું છે), જોયું? ઓલો પ્રકૃતિનો ઉદય છે એ તો નિમિત્તમાત્ર છે. એથી આત્માને વિકાર કરે જ એવું નથી. એ નિમિત્તમાં જોડાય છે એટલે ભયાનો) ભાવ થાય છે. થતો પણ જોવામાં આવે છે, તો પછી જ્ઞાની નિર્ભય કઈ રીતે છે?’ આ રીતે તો છે. સમકિતીને આત્મજ્ઞાન થયું, દર્શન થયું અને ભયપ્રકૃતિનો ઉદય નિમિત્તમાં છે, તેમાં જોડાણ થાઈને ભય પણ થાય છે. ત્યારે તમે કહો કે નિર્ભય છે, એ શી રીતે મેળ ખાય? એમ શિષ્યનો પ્રશ્ન છે). સમાધાન :- ભયપ્રકૃતિના ઉદયના નિમિત્તથી...” નિમિત્તથી, હોં! પણ નિમિત્તથી એટલે એનાથી એમ નહિ. અરે...! “જ્ઞાનીને ભય ઊપજે છે. એ પોતાની પર્યાયમાં ભય ઊપજવાનો કાળ છે તેથી ભય ઊપજે છે. એ કર્મ તો નિમિત્ત માત્ર (છે). નિમિત્ત એ કરતું નથી, નિમિત્તને લઈને થતું નથી. આહાહા...! ભાષા આવી આવે ત્યાં પકડે, જુઓ! નિમિત્તથી થાય છે. પણ એ તો ભય થવા કાળે નિમિત્ત કોણ હતું એનું જ્ઞાન કરાવ્યું. આહાહા! બહુ ફેર. ભય પણ ષકારકના પરિણમનથી સ્વતંત્ર ઉત્પન્ન થાય છે, પ્રકૃતિને કારણે નહિ. આહાહા..! ધર્મીને પણ પર્યાયમાં વિકૃત જે ભય છે, એ ષકારકથી પરિણમતી ભયદશા થાય છે. ભયનો કિર્તા ભય, ભયનું કારણ ભય, ભયનું સાધન ભય, ભયના ષષ્કારક ભય. આહાહા.! એવું એને છે. વળી અંતરાયના પ્રબળ ઉદયથી.” ભાષા આવી. “અંતરાયના પ્રબળ ઉદયના નિમિત્તથી નિર્બળ હોવાને લીધે... એ વખતે પણ અંતરાયનો જે ઉદય છે તેમાં જોડાણ છે. પોતે સ્વતંત્ર નિર્બળ હોવાને લીધે. પોતાની પર્યાય નિર્બળ છે એ પણ ષટૂકારકના પરિણમનથી નિર્બળ થઈ છે. આહાહા...! કર્મના અંતરાયને કારણે નિર્બળ પર્યાય થઈ છે Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ એમ નથી. અરે. અરે.. આવી વાતું હવે. અહીં તો ભાષા તો એમ છે કે, “અંતરાયના પ્રબળ ઉદયથી નિર્બળ હોવાને લીધે...” એ તો નિમિત્તથી કથન કરે છે. નિર્બળ હોવાને લીધે ભયની પીડા નહિ સહી શકવાથી જ્ઞાની તે ભયનો ઇલાજ પણ કરે છે. આહાહા...! પાણીમાં તણાય એમાંથી નીકળવાનો પણ વિકલ્પ આવે એને. આહાહા.! સમજાણું? ગામમાં પ્લેગ આવે, ગામ ખાલી થતું હોય અને છોકરાઓ એને એકદમ કહેતા હોય કે બાપુ! આપણે પહેલા નીકળી જાઓ. આપણે જ્યાં જાવું છે ત્યાં જગ્યા નહિ મળે નહિતર. આ બધા જાય છે. પહેલો ઈ નીકળી જાય ભયથી. પણ એ તો અસ્થિરતાની પ્રકૃતિ છે, એ તો ચારિત્રદોષ છે. અંદર સમકિતમાં નિર્ભય છે. આહાહા.! હવે આમાં મેળ શી રીતે કરવો ? મુમુક્ષુ :- ચારિત્રનો દોષ એટલે શું? ઉત્તર :- એ ચારિત્રનો દોષ છે એ જુદી ચીજ છે અને સમકિતની નિઃશંકતા તે જુદી ચીજ છે. સમકિતમાં નિર્ભય છે એ જુદી ચીજ છે. હૈ? મુમુક્ષુ :- ભયપ્રકૃતિ છે એ તો ચારિત્રમાં છે. ઉત્તર :- આ દોષ છે ઈ ચારિત્રનો દોષ છે. પોતાથી થાય છે, કર્મથી નહિ. પોતાની નબળાઈની પર્યાયનું પરિણમન પોતાથી થાય છે, કર્મથી નહિ. ઝીણી વાત, ભાઈ! આવા શબ્દો આવે ત્યાં બધા અધ્ધરથી અર્થ કરે કે, જુઓ! એનાથી થાય, અંતરાયના પ્રબળ ઉદયથી નિર્બળતા થાય, પણ અંતરાય કર્મ જડ છે, ભગવાન ચૈતન્ય ભિન્ન છે, જડ એને અડતુંય નથી. આહાહા...! એ તો ત્રીજી ગાથામાં ન કહ્યું કે, કોઈપણ દ્રવ્ય પોતાના ગુણ, પર્યાયને ચૂંબે, અડે છે પણ પરના દ્રવ્યને અડતા (નથી) અથવા કર્મનો ઉદય પણ કર્મની પર્યાયને અડે અને છૂએ છે. આત્માને એ અડતોય નથી. આહાહા...! એમ નિર્બળ પર્યાય થાય છે એ કંઈ કર્મને અડતી નથી. આહાહા.! સમજાય છે કાંઈ? પોતાનો ધર્મ જે નિર્બળતા છે એ પણ એક ધર્મ-યોગ્યતા છે. એ તો કાલે આવી ગયું ને? અનિયત સ્વભાવ. અનિયત સ્વભાવ આવ્યો ને? એ પણ એણે ધારી રાખેલો ધર્મ છે. આહાહા...! એવી અનિયત વિકૃત અવસ્થા સ્વભાવ નથી માટે તેને અનિયત કીધું, વિકૃત. પણ છે એ વિકૃત પોતાથી પોતામાં છે, પરથી નહિ. આહાહા.! પરંતુ તેને ઇલાજ પણ કરે. પરંતુ તેને એવો ભય હોતો નથી કે જેથી જીવ સ્વરૂપનાં જ્ઞાનશ્રદ્ધાન...” જોયું? ભગવાન પૂર્ણાનંદનો નાથ, એના શ્રદ્ધા અને જ્ઞાન છે એમાંથી ઈ ચળે નહિ. માથે વજના મોટા ઘા પડે, લોકો ચારે કોર ભાગે, એ પહેલું આવી ગયું, પોતે તો તે અંદરમાં સ્થિર અકંપ જ્ઞાનસ્વરૂપ છે. આહા! એમાં કંપન ને ધ્રુજારો જરી થતો નથી. આહાહા. આવી વાતું છે. પરંતુ તેને એવો ભય હોતો નથી કે જેથી જીવ સ્વરૂપના જ્ઞાનશ્રદ્ધાનથી શ્રુત થાય.” જીવ પોતાના સ્વરૂપના જ્ઞાન, શ્રદ્ધાનથી ટ્યુત થાય તેવો તેને ભય નથી. આહાહા.! આરે.! “જીવ સ્વરૂપનાં જ્ઞાનશ્રદ્ધાનથી ચુત થાય.” એવું એને નથી. આહાહા...! Page #499 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૬૦ ૪૮૫ વળી જે ભય ઊપજે છે તે મોહકર્મની ભય નામની પ્રકૃતિનો દોષ છે;..' આ નિમિત્તથી (કથન છે). એ દોષ છે, ચારિત્રદોષ છે. તેનો પોતે સ્વામી થઈને કર્તા થતો નથી....’ ભય કરવા લાયક છે એમ સ્વામી થઈને કરતો નથી. થાય છે. આહાહા..! પોતામાં થાય, પોતે કરે છતાં સ્વામી નથી. ઇ દૃષ્ટિની અપેક્ષાએ સ્વામી નથી પણ જ્ઞાનની અપેક્ષાએ તો એ ભયનો કર્તા ને ભોક્તા હું જ છું. ૪૭ નયમાં ઇ આવ્યું હતું ને? આહાહા..! એ ભય નામનો ભાવ, એનું પરિણમન-કર્તાપણું મારું છે અને તેનો ભયનો ભોગવટો પણ મારામાં છે. એમ જ્ઞાન જાણે છે. દૃષ્ટિની પ્રધાનતામાં તે ભયનો કર્તા ને ભોક્તા નથી, એમ દૃષ્ટિના જોરથી કહ્યું. આહા..! છતાં કહે છે કે, સમિતીને પરિણમનમાં તો ભય આવે છે, છોડવાનો ઇલાજ પણ કરે પણ અંદરમાં જ્ઞાનસ્વરૂપી ભગવાનઆત્મા, એમાંથી કંપ અને ચલાયમાન થતો નથી. એ જ્ઞાન ધ્રુવ છે તે ધ્રુજતું નથી. આહાહા..! આવી વાતું છે. તે મોહકર્મની પ્રકૃતિનો દોષ છે. જોયું? એટલે વાસ્તવિક સ્વભાવમાં નથી એ અપેક્ષાએ એને એમ કહ્યું. તેનો પોતે સ્વામી થઈને કર્તા થતો નથી,...' સ્વામી થઈને કરતો નથી, પરિણમન થાય છે પણ મારું કર્તવ્ય છે અને હું એનો સ્વામી એમ થઈને પરિણમતો નથી. અહીં અત્યારે ઇ કહે છે. ચાલતા અધિકારમાં તો બપો૨ે ઇ ચાલે છે કે અનિયત જે ભયપ્રકૃતિનું પરિણમન થયું એનો સ્વામી-અધિષ્ઠાતા હું છું. આરે આ! આહાહા..! અહીં ના પાડે છે ઇ કઈ અપેક્ષાએ? દૃષ્ટિમાં તે ભયનો સ્વામી નથી અને દૃષ્ટિમાં દૃષ્ટિની અસ્થિરતા ત્યાં થતી નથી એ અપેક્ષાએ ભયપ્રકૃતિનો સ્વામી નથી. બાકી પરિણતિની પ્રકૃતિમાં ભય પોતે પરિણમ્યો છે અને તેથી તેનો અધિષ્ઠાન અને આધાર તો આત્મા છે એ વાત કાંઈ ખોટી નથી. આહાહા..! આવી વાતું હવે. ઘડીકમાં કહે કે સ્વામી નથી અને ઘડીકમાં કહે કે એનો સ્વામી છે. અધિષ્ઠાતા (છે). બપોરે આવ્યું ને? અનિયત. ભય છે એ અનિયત સ્વભાવ છે. નિયત સ્વભાવ, નિશ્ચય સ્વભાવ એનો નથી. ભય થાય ખરો પણ અનિયત સ્વભાવ છે પણ અનિયત સ્વભાવ હોવા છતાં દૃષ્ટિમાં જ્ઞાન ને સ્વરૂપમાંથી ચળે અને ભ્રષ્ટ થાય એવું એને નથી. આહાહા..! હવે આવો આંતરો ક્યારે દેખાય? સમજાણું કાંઈ? આહાહા..! તેનો પોતે સ્વામી થઈને કર્તા થતો નથી.... એ દૃષ્ટિની અપેક્ષાએ કહ્યું છે. બાકી પરિણમનમાં પરિણમ્યો છે એનો સ્વામી આત્મા છે અને એ ભયનો અધિષ્ઠાતા ભગવાનઆત્મા છે. કોઈ કર્મને લઈને ભય થયો છે, એમ નથી. હવે આટલો બધો ફે૨, લખાણ હોય એમાંથી અર્થ પાછા બીજા કરવા. ઇ શૈલી આ છે. આહાહા..! જ્ઞાતા જ રહે છે.’ છે ને? ભય મારો સ્વભાવ છે તેમ માનતો નથી. જ્ઞાતા રહે છે. આહાહા..! જ્ઞાનીને જેમ રાગ થાય છતાં તે રાગનો જ્ઞાતા રહે છે. કેમકે રાગ તેનું સ્વરૂપ નથી. તેથી તેનો જ્ઞાતા રહે છે. જ્ઞાનમાં દૃષ્ટિની અપેક્ષાએ. જ્ઞાન સ્વરૂપ ભગવાનઆત્મા, એની જ્યાં દૃષ્ટિ થઈ છે એ અપેક્ષાએ તે રાગ, ભયનો કર્તા નથી. ભયનો સ્વામી એ અપેક્ષાએ નથી. જ્ઞાતા જ રહે છે. માટે જ્ઞાનીને ભય નથી.' લ્યો. આહાહા..! Page #500 -------------------------------------------------------------------------- ________________ ४८६ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ..................... ( શ્લોક–૧૬ ૧) (મખ્વાઝpiતા). टङ्कोत्कीर्णस्वरसनिचितज्ञानसर्वस्वभाजः सम्यग्दृष्टेर्यदिह सकलं घ्नन्ति लक्ष्माणि कर्म। तत्तस्यास्मिन्पुनरपि मनाक्कर्मणो नास्ति बन्धः पूर्वोपात्तं तदनुभवतो निश्चित्तं निर्जरैव ।।१६१।। હવે આગળની સમ્યગ્દષ્ટિના નિઃશંક્તિ આદિ ચિહ્નો વિષેની) ગાથાઓની સૂચનારૂપે કાવ્ય કહે છે - શ્લોકાર્ધ - [ટોરી-સ્વર-નિતિ-જ્ઞાન-સર્વસ્વ-માનઃ સમ્પષ્ટ: ] ટંકોત્કીર્ણ એવું જે નિજ રસથી ભરપૂર જ્ઞાન તેના સર્વસ્વને ભોગવનાર સમ્યગ્દષ્ટિને [ ય રૂદ નWાળિ] જે નિઃશંક્તિ આદિ ચિલો છે તે [ સન્ન વર્ગ ] સમસ્ત કર્મને [ નત્તિ ] હણે છે; [ તત્] માટે, [ મિન્ ] કર્મનો ઉદય વર્તતાં છતાં, [ ચ ] સમ્યગ્દષ્ટિને 1 પુન: ] ફરીને [ ર્મા: વન્ધઃ ] કર્મનો બંધ [ મનાલ્ડ પિ ] જરા પણ [ નાસ્તિ ] થતો નથી, [પૂર્વોપાત્ત] પરંતુ જે કર્મ પૂર્વે બંધાયું હતું [ તદ્નુ મવત: ] તેના ઉદયને ભોગવતાં તેને [ નિશ્ચિત ] નિયમથી [ નિર્જરા વ ] તે કર્મની નિર્જરા જ થાય છે. ભાવાર્થ - સમ્યગ્દષ્ટિ પૂર્વે બંધાયેલી ભય આદિ પ્રવૃતિઓના ઉદયને ભોગવે છે તોપણ નિ:શંક્તિ આદિ ગુણો વર્તતા હોવાથી તેને શંકાદિકૃત (શંકાદિના નિમિત્તે થતો) બંધ થતો નથી પરંતુ પૂર્વકર્મની નિર્જરા જ થાય છે. ૧૬ ૧. શ્લોક-૧૬૧ ઉપર પ્રવચન હવે આગળની સમ્યગ્દષ્ટિના નિઃશંકિત આદિ ચિલો” હવે એ સાત ભયની વ્યાખ્યા થઈ ગઈ. હવે સમકિતના નિઃશંક આદિ આઠ ગુણો, ચિહ્નો, લક્ષણો એની ગાથાઓની સુચનારૂપે કાવ્ય કહે છે :-' એ ગાથા ચાલશે એનો ઉપોદ્દઘાત, શરૂઆત કે આમાં શું આવશે (એ) કહેશે. ૧. નિઃશંક્તિ = સંદેહ અથવા ભયરહિત ૨. શંકા = સંદેહ; કલ્પિત ભય. Page #501 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૬૧ ४८७ टकोत्कीर्णस्वरसनिचितज्ञानसर्वस्वभाज: सम्यग्दृष्टेर्यदिह सकलं घ्नन्ति लक्ष्माणि कर्म। तत्तस्यास्मिन्पुनरपि मनाक्कर्मणो नास्ति बन्धः पूर्वोपात्तं तदनुभवतो निश्चित्तं निर्जरैव ।।१६१।। કળશ છે. [ ટોળું-સ્વર-નિતિ-જ્ઞાન-સર્વસ્વ-માનઃ સચ: ‘ટૂંકોત્કીર્ણ એવું જે નિજ રસથી ભરપૂર જ્ઞાન....” એટલે શાશ્વત. ટંકોત્કીર્ણ એટલે શાશ્વત. નિજ રસથી ભરપૂર....” એવો જે આત્મા એટલે જ્ઞાન. આહાહા.! શાશ્વત એવો નિજ સ્વભાવના ભાવથી ભરપૂર આત્મા તેના સર્વસ્વને...” સર્વસ્વ, સર્વ-સ્વ, તેના પૂર્ણ સ્વને ભોગવનાર સમ્યગ્દષ્ટિને...” આહાહા.! ધર્મીને તો જ્ઞાનસ્વભાવનો ભોગવટો હોય છે, કહે છે. આહાહા.! ‘ટંકોત્કીર્ણ એવું જે નિજ રસથી ભરપૂર...” એટલે જ્ઞાનથી, દર્શનથી, આનંદ આદિ રસથી ભરપૂર એવું જ્ઞાન એટલે આત્મા. તેના સર્વસ્વને...” પૂર્ણ પોતાને, એવા પૂર્ણ પોતાને ભોગવનાર... આહાહા...! વળી એક કોર એમ કહે કે, દ્રવ્યનો–ધ્રુવનો ભોગવટો હોય નહિ. અલિંગગ્રહણના વીસમા બોલમાં ઈ આવી ગયું. આત્મા દ્રવ્યને નહિ સ્પર્શતો વેદનની પર્યાયમાત્ર આત્મા છે. કારણ કે વેદનમાં ધ્રુવ આવતું નથી. ધ્રુવને અસ્પર્શતો વેદનમાત્ર આત્મા છે. અહીં કહે છે, “ભરપૂર જ્ઞાન તેના સર્વસ્વને ભોગવનાર સમ્યગ્દષ્ટિને...” ઇ પર્યાયની વાત છે. ત્રિકાળી છે તેને અનુભવે છે ઈ પર્યાયમાં તેનો ભોગવટો છે. પર્યાયનો ભોગવટો (છે), દ્રવ્યનો ભોગવટો નથી. અરે.! શું કહે છે? નિજ રસથી ભરેલો ભગવાન આત્મા, જ્ઞાન એટલે આત્મા, તેના સર્વસ્વને ભોગવનાર...” આહાહા.. તેના સર્વસ્વ એટલે સારી પૂર્ણ ચીજ છે તેમાં એકાગ્રતા છે એટલે પર્યાયમાં સર્વસ્વને ભોગવે છે. ભોગવે છે. પર્યાય પણ ધ્રુવનું લક્ષ છે અને એનાથી જે પર્યાય થઈ તે સર્વસ્વને ભોગવે છે એમ કહેવામાં આવે છે. દ્રવ્યને ભોગવે છે એમ કહે છે. નિજ રસથી ભરેલો ભગવાનઆત્મા, આનંદનું દળ આખું ધ્રુવ, એ સર્વસ્વ. સર્વ–પોતાનું તેને ભોગવે છે. એનો અર્થ છે કે રાગને ભોગવતો નથી પણ પોતાનું દ્રવ્ય ત્રિકાળ છે તેને અવલંબે નિર્મળ દશા થઈ તેને ભોગવે છે. અરે.. અરે..! આવી વાતું છે, બાપુ! થોડા ફેરે બહુ ફેર પડી જાય, ભાઈ! આ તો તત્ત્વ, વીતરાગના તત્ત્વ છે, ભાઈ! આહાહા.! એક કોર “અમૃતચંદ્રાચાર્ય એમ કહે અને આ પણ ‘અમૃતચંદ્રાચાર્યનો કળશ છે. ન્યાં ‘અમૃતચંદ્રાચાર્ય એમ કહે, આત્મા ત્રિકાળી પ્રત્યક્ષ. આહાહા! આ છે તે છે, તેમ. એવો આત્મા ધ્રુવ, તેને આત્મા નહિ સ્પર્શતો, નહિ અડતો પોતાની પર્યાય જે વેદવામાં આવે છે તે આત્મા છે. આહાહા...! અહીં ઈ કહેવું છે. એ તો સર્વસ્વને ભોગવે છે). રાગને અને પરને નથી ભોગવતો એથી આત્માને સર્વસ્વને ભોગવે છે એમ કહેવું છે. આહાહા...! આવી વાતું આકરી બહુ, ભાઈ! વીતરાગના શાસ્ત્રો અમૂલ રતનથી ભર્યા છે. આહાહા.! સમ્યગ્દષ્ટિને, ખરેખર તો પૂર્ણ ભોગવે પણ ક્યાં છે? પૂર્ણ ભોગવે તો તો સિદ્ધ થઈ Page #502 -------------------------------------------------------------------------- ________________ ४८८ સમયસાર સિદ્ધિ ભાગ-૭ જાય અને પૂર્ણ આ છે એને ભોગવે તો દ્રવ્યને ભોગવી શકતો નથી. શું કહ્યું છે? પૂર્ણ દ્રવ્ય જે છે એની પૂર્ણ પર્યાયને પૂર્ણ ભોગવે તો તો સિદ્ધ થઈ જાય અને દ્રવ્યને પૂર્ણને ભોગવે એ તો બની શકતું નથી. સમજાણું કાંઈ? આવી વાતું છે. આહાહા! એ સર્વસ્વ પૂર્ણાનંદનો નાથ તેના ઉપર આશ્રય, દૃષ્ટિ છે અને તેનું જ્ઞાન તેના લક્ષમાં છે, એના લક્ષમાં (છે), એથી તે દૃષ્ટિ પૂર્ણ જ્ઞાન અને પૂર્ણને ભોગવે છે એમ કહેવામાં આવે. સમજાણું કાંઈ? બીજી રીતે કહીએ તો દૃષ્ટિ અને જ્ઞાનની પર્યાયમાં સારા દ્રવ્યનું જ્ઞાન અને શ્રદ્ધા આવી ગઈ છે. એને ભોગવે. શું કહ્યું છે? પ્રભુ આહાહા...! જેની જ્ઞાનપર્યાયમાં સારો જ્ઞાયક પૂર્ણાનંદનો નાથ તેનું જ્ઞાન થઈ ગયું છે. ઈ એમાં આવ્યો નથી પણ એનું જ્ઞાનપર્યાયમાં પૂર્ણનું થઈ ગયું છે અને દૃષ્ટિમાં પણ પૂર્ણ જેવો છે તેની પ્રતીતિ થઈ ગઈ છે. પ્રતીતમાં (અર્થાત્ પ્રતીતિની પર્યાયમાં) એ આવ્યો નથી પણ એની પ્રતીત થઈ ગઈ છે. એથી પ્રતીત અને જ્ઞાનની પર્યાયને ભોગવતો સર્વસ્વને ભોગવે છે એમ કહેવામાં આવે છે. આહાહા...! હવે આવી નવરાશ ન મળે ને આવો માર્ગ છે. ‘સર્વસ્વને ભોગવનાર સમ્યગ્દષ્ટિને...” (ય રૂદ નWા]િ જે નિઃશંક્તિ આદિ ચિલો...” લક્ષણ. નિઃશંકિત આદિ સમકિતના ચિલો–લક્ષણો, ગુણો કહેવાય છે. છે તો પર્યાય પણ ઈ પર્યાયને નિઃશંકિત ગુણ કહેવામાં આવે છે. છે તો નિઃશંકિત આદિ આઠ (ગુણ) છે એ પર્યાય છે. સમકિતના નિઃશંક આદિ આઠ ગુણો છે તે પર્યાય છે. સમકિત પોતે પર્યાય છે ને. એના જે આઠ લક્ષણો–ચિહ્ન છે એ પર્યાય છે. આહાહા...! નિઃશંકિત આદિ (આઠ) ચિલો...” એટલે લક્ષણો સિવ વર્ષ “સમસ્ત કર્મને હણે છે.” એટલે કે નિઃશંકિત આદિમાં રહેતો પ્રાણી, એને ઉદયનો ભાવ તે ખરી જાય છે. હણે છે એટલે કે ખરી જાય છે. આહાહા...! સમજાણું કાંઈ? નિઃશંક નિર્ભય, સમકિતના જે આઠ લક્ષણો પ્રગટ્યા છે તેથી તેને કર્મનું બંધન થતું નથી. એ ઉદય આવે છે તેનામાં જોડાણ નથી એટલે ખરી જાય છે. એટલું અહીં જોર કહેવું છે ને. આહાહા...! કર્મનો ઉદય વર્તતા છતાં,” છે? “સમસ્ત કર્મને હણે છે; માટે કર્મનો ઉદય વર્તતા છતાં, સમ્યગ્દષ્ટિને ફરીને કર્મનો બંધ જરા પણ થતો નથી. અહીં દૃષ્ટિના જોરની અપેક્ષાએ વાત છે. આહાહા.! ભયપણે પરિણમતો હોય તો તો એકલો પ્રકૃતિનો બંધ જ થાય પણ અહીં ઇ પરિણમનને ગૌણ કરી નાખીને એકલા નિઃશંક આદિ આઠ ગુણો લેવા છે. તે ગુણો તો કર્મના ઉદયને હણે એટલે કે નવું બંધન થતું નથી. એ ઉદય આવે છે તે ખરી જાય છે, નવું બંધન થતું નથી. નિઃશંક નિર્ભય સ્વભાવમાં રમતો... આહાહા...! એને નવા કર્મનું બંધન છે નહિ. હવે આમાં એમ એકાંત લઈ જાય કોઈ કે, સમ્યગ્દષ્ટિને બંધન નથી ને દુઃખ નથી. એ તો ૪૭ પ્રકૃતિનો બંધ નથી અને અલ્પ બંધ ને સ્થિતિ છે તેને અહીં ગણી નથી. આહા.! મુમુક્ષુ :- જરા પણ થતો નથી એમ લખ્યું છે. ઉત્તર :- ઇ જરાનો અર્થ આ. સ્વભાવની અપેક્ષાએ જરા પણ બંધ નથી. અલ્પ છે Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૮૯ શ્લોક–૧૬ ૧ તેનો એ જ્ઞાતા છે અને તે છે તેની અલ્પ સ્થિતિ ને રસવાળો છે માટે તેને બંધ ગણવામાં આવ્યો નથી. આહાહા...! સમ્યકુ આત્માની પ્રતીતિ અને અનુભવ થયો તો કહે છે કે મનુષ્ય હોય એને અશુભભાવ પણ આવે, શુભભાવ હોય પરિણતિમાં પણ જ્યારે એને આયુષ્ય બંધાવાનું હોય ત્યારે ઇ શુભભાવમાં જ બાંધશે, ઈ અશુભમાં નહિ બાંધે. એટલું તો દૃષ્ટિની જોરની દૃષ્ટિ વર્તે છે. આહાહા...! એ કર્મનો ઉદય આવે છે પણ આત્મા કર્મના ઉદયમાં નિઃશંક અને નિર્ભય એવા આઠ ગુણથી પોતામાં વર્તતો તેનું જે અલ્પ ભાવપણે પરિણમન છે તેને ન ગણતા, તેની સ્થિતિ, રસ અલ્પ પડે તેને ન ગમ્યું. પણ આને લઈને સર્વથા કોઈ એમ માની બેસે કે સમ્યગ્દષ્ટિને કંઈ દુઃખ જ હોતું નથી અને જરાય બંધ હોતો નથી. તો દસમા ગુણઠાણા સુધી બંધ છે. ભાઈ! “દીપચંદજીને એમ થઈ ગયું હતું ને? ભાઈનું વાંચીને, તમારું. “સોગાની'નું. દીપચંદજી ઘણી વાર અહીં આવતા, પણ રહે થોડું સાત દિ ને બાર મહિના પછી ત્યાં રહે. એટલે આનું વાંચીને જરી ફેરફાર થઈ ગયો કે આ તો સમકિતી દુઃખને વેદે છે એમ કહે છે અને દુઃખને વેદે છે તો તીવ્ર કષાયવાળો હોય, સમકિતી નહિ. એમ નથી, ભાઈ! કઈ અપેક્ષા છે? બાપુ એ અલ્પ દુઃખને વેદે છે. જેટલો રાગ થયો, ભય થયો તેને એ વેદે છે. એ તો ન આવ્યું? નવમાં આવશે. ૪૭ મયમાં. વેદે છે, ભાઈ! પૂર્ણ આનંદનું વેદન હોય તો સિદ્ધને હોય, પૂર્ણ દુઃખનું વદન હોય તો મિથ્યાષ્ટિને હોય. ત્યારે સમ્યગ્દર્શનમાં આનંદ ને દુઃખ બેય છે. જેટલો સ્વઆશ્રય દૃષ્ટિ પ્રગટી, સ્થિરતા (થઈ) તેટલો આનંદ છે અને જેટલો નિમિત્તને આધીન હજી રાગ થાય છે તેટલું દુઃખ છે. દુઃખનું વેદન સમકિતીને છે અને એને લઈને એટલો બંધ પણ થાય છે. પણ અહીં એને દૃષ્ટિના જોરથી વાત કરવી છે. અને ‘જયસેનાચાર્યની ટીકામાં તો એમ છે કે આમાં પાંચમા ગુણસ્થાન ઉપરની મુખ્ય વાત છે. મુખ્ય, મુખ્ય હોં! એમ ભાષા છે. ગૌણપણે સમકિતી છે. આહાહા. એમાં એકાંત લઈ જાય છે કે, આમાં સમકિતનો અધિકાર નથી, એ તો મુનિનો જ અધિકાર છે. એમ નથી, સાંભળ. ત્યાં શબ્દ તો મુખ્યપણે એવો લીધો છે. સંસ્કૃત ટીકામાં છે. અરે.રે.! શું થાય? અહીં પણ એમ કહે કે, એને બિલકુલ બંધ નથી. “જરા પણ’ છે ને? [મના કવિ, મિનાછું ગપિ નિરિત થતો નથી.” મિનાલ્ડ ]િ [નાસ્તિ, પરંતુ જે કર્મ પૂર્વે બંધાયું હતું તેના ઉદયને ભોગવતાં તેને નિયમથી તે કર્મની નિર્જરા જ થાય છે.” આહાહા..! એ નિર્જરા અધિકાર છે ને? બીજી, ત્રીજી ગાથામાં આવી ગયું છે કે જે ઉદય આવે એને ભોગવવા, સુખ-દુઃખની ભાવના હોય છે પણ એ ખરી જાય છે. આહાહા...! એ અપેક્ષાએ કહ્યું છે. બાકી તો જેટલો હજી રાગરૂપે પરિણમે છે એટલું દુઃખ પણ છે અને એટલે એને બંધન પણ છે. સર્વથા નથી એમ એકલો માની ત્યે તો એકાંત થઈ જશે. આહા...! વિશેષ ભાવાર્થ કહેશે.. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવા) Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ( ગાથા–૨૨૯) जो चत्तारि वि पाए छिंददि ते कम्मबंधमोहकरे। सो णिस्संको चेदा सम्मादिट्ठी मुणेदवो।।२२९।। यश्चतुरोऽपि पादान् छिनत्ति तान् कर्मबन्धमोहकरान्। स निश्शङ्कश्चेतयिता सम्यग्दृष्टिातव्यः ।।२२९।। यतो हि सम्यग्दृष्टि: टङ्कोत्कीर्णैकज्ञायकभावमयत्वेन कर्मबन्धशङ्काकरमिथ्यात्वादिभावाभावान्निश्शङ्क, ततोऽस्य शङ्काकृतो नास्ति बन्धः, किन्तु निर्जरैव। હવે આ કથનને ગાથાઓ દ્વારા કહે છે, તેમાં પ્રથમ નિઃશક્તિ અંગની અથવા નિઃશંક્તિ ગુણની-ચિતની) ગાથા કહે છે : જે કર્મબંધનમોહક પાદ ચારે છેદતો, ચિમૂર્તિ તે શંકારહિત સમકિતદૃષ્ટિ જાણવો. ૨૨૯. ગાથાર્થ - [ 4: વેયિતા ] જે શ્વેતયિતા, [ કર્મવશ્વમોહરાનું ] કર્મબંધ સંબંધી મોહ કરનારા (અર્થાત્ જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો ભ્રમ કરનારા) [ તાન વાર: પિ પહાન ] મિથ્યાત્વાદિ ભાવોરૂપ ચારે પાયાને [ છિનત્તિ ] છેદે છે, [૨] તે [ નિરશ: ] નિઃશંક [ સાષ્ટિ: ] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય: ] જાણવો. ટીકા - કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એવા એક જ્ઞાયકભાવમયપણાને લીધે કર્મબંધ સંબંધી શંકા કરનારા (અર્થાત્ જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો સંદેહ અથવા ભય કરનારા) મિથ્યાત્વાદિ ભાવોનો (તેને) અભાવ હોવાથી, નિઃશંક છે તેથી તેને શંકાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે. ભાવાર્થ - સમ્યગ્દષ્ટિને જે કર્મનો ઉદય આવે છે તેનો તે, સ્વામિત્વના અભાવને લીધે, કર્તા થતો નથી. માટે ભયપ્રકૃતિનો ઉદય આવતાં છતાં પણ સમ્યગ્દષ્ટિ જીવ નિઃશંક રહે છે, સ્વરૂપથી શ્રુત થતો નથી. આમ હોવાથી તેને શંકાકૃત બંધ થતો નથી, કર્મ રસ આપીને ખરી જાય છે. * ચેતયિતા = ચેતનાર; જાણનાર-દેખનાર; આત્મા. Page #505 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૨૨૯ ૪૯૧ પ્રવચન . ૩૦૬ ગાથા–૨૨૯, ૨૩૦ રવિવાર, ભાદરવા વદ ૩, તા. ૦૯-૦૯-૧૯૭૯ સમયસાર' ૨૨૯ ગાથા. મુમુક્ષુ :- ૧૬ ૧ કળશનો ભાવાર્થ બાકી છે. ઉત્તર :- એમાં બધું આવી ગયું. जो चत्तारि वि पाए छिंददि ते कम्मबंधमोहकरे। सो णिस्संको चेदा सम्मादिट्टी मुणेदव्यो।।२२९ ।। જે કર્મબંધનમોહક પાદ ચારે છેદતો, ચિમૂર્તિ તે શંકારહિત સમકિતદૃષ્ટિ જાણવો. ૨૨૯. ટીકા :- સમ્યગ્દષ્ટિ એટલે કે અંતર્મુખની ચૈતન્યની દૃષ્ટિ જેને થઈ છે. બહિર્મુખ જે ઇન્દ્રિય આદિના વિષયો તરફનું જેને વલણ છૂટી ગયું છે, હોય છે પણ એનું વલણ છૂટી ગયું છે. આહાહા...! જે આત્મા જ્ઞાયક આનંદસ્વરૂપ પ્રભુ, અતીન્દ્રિય આનંદનું દળ જે શાશ્વત ધ્રુવ, તેના તરફ જેના વલણ વળ્યા છે, આહા! એ વલણ આત્મામાં ઝુકવે છે. આત્મા પૂર્ણાનંદનો નાથ છે તેના વલણમાં તે એને આદરે છે. આહા.! ઝીણી વાત, ભાઈ! આહાહા...! આ આંખના વિષયથી આમ ઇન્દ્રિયોના વિષયો આંખથી જોવે, શરીર ધૂળ, પુષ્ટ, પાતળું, જાડું એ આંખથી જોવે એ તો પુદ્ગલ દેખાય છે. આહાહા...! એ આંખનો વિષય છે એ તો પુદ્ગલ જણાય છે. આનું આ શરીર સુંદર છે અને આવું આવું છે ને આવું આવું છે. આહાહા.! એ ઇન્દ્રિયનો વિષય પણ જેને અંતરમાંથી રુચિથી છૂટી ગયો છે અને અનીન્દ્રિય એવો ભગવાન, આહાહા..! છ કાયની હિંસા ન કરવી એનો અર્થ કે છ કાયમાં પોતે પણ છે કે નહિ? આહાહા.! એનું જેટલું અને જેવડું સ્વરૂપ છે તેટલું ન માનતાં અધિક, ઓછું, વિપરીત માને તે આત્માની હિંસા છે. આહાહા...! અહીંયાં એ કહે છે કે, આત્મા જેને સમ્યગ્દષ્ટિ થઈ, દષ્ટિ સમ્યકુ ચૈતન્યમૂર્તિ પૂર્ણાનંદનો નાથ બહિર્મુખ દૃષ્ટિ છૂટીને અંતર્મુખ થઈ છે, આહાહા..! એવો જે સમ્યગ્દષ્ટિ, સત્યદૃષ્ટિ સત્યસ્વરૂપ જે પૂર્ણ પ્રભુ આત્માનું એનો જેને સ્વીકાર થઈને સમ્યગ્દષ્ટિ થઈ છે, આહાહા...! તે “સમ્યગ્દષ્ટિ ટંકોત્કીર્ણ એવા એક જ્ઞાયકભાવમયપણાને લીધે... આહાહા...! એની દૃષ્ટિમાં તો ટંકોત્કીર્ણ એટલે શાશ્વત, એક જ્ઞાયકભાવમયપણું છે). આહાહા...! જેનો વિષય જ્ઞાયકભાવ છે. જેનો વિષય નિમિત્ત નહિ, રાગ નહિ ને પર્યાયે નહિ. આહાહા...! આવી વાતું છે. બહારના વિષયોથી જ્યારે રુચિથી મરી જાય છે ત્યારે અંદરની રુચિથી તે જીવતો થાય છે. આહા..! અને અંદરની રુચિને મારી નાખીને પાંચ ઇન્દ્રિયના વિષયની રુચિમાં જાય છે ત્યારે આત્માનું Page #506 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ૪૯૨ એણે મરણ કરી નાખ્યું. આહા..! મરણતુલ્ય આવ્યું છે ને? કાલ બપોરની વાત પછી ત્યાં આવી હતી. નિર્જરાનો અધિકાર, તત્વાર્થ રાજવાર્તિક’. એમ કે, નિર્જરાનો કાળ એક નથી. એનો અર્થ લોકો એમ કરે છે કે, એક જ જીવને નિર્જરા ભિન્ન ભિન્ન (કાળે છે). એમ નથી. ભિન્ન ભિન્ન જીવને નિર્જરાનો કાળ જુદો જુદો છે. એ બતાવવું છે. આહાહા..! પછી ત્યાં તરત કાઢ્યું હતું. ‘તત્ત્વાર્થ રાજવાર્તિક’માં, આહાહા..! કાળ તો જે સમયે મોક્ષ થવાનો તે જ છે પણ ત્યાં એવી વાત છે કે કાળનો નિયમ નથી. કાળનો નિયમ નથી. પણ એ નિયમ નથી એટલે એક એક જીવના ભિન્ન ભિન્ન જાતના કાળને નિયમ નથી. કોઈ વિને અલ્પ કાળે કેવળજ્ઞાનનો કાળ આવે, કોઈને વિશેષ કાળે (આવે) એ તો પોતાની યોગ્યતાને કારણે છે. એ કાળ આઘોપાછો થાય એમ ત્યાં કહેવાનો આશય નથી. સમજાણું કાંઈ? જૈનતત્ત્વ મિમાંસા'માં આવે છે. ઇ કાલે બપોરે આવ્યું હતું ને? આયુષ્યની વાત ત્યાં નથી તેમ આયુષ્ય ઘટે ને આરોગતા થાય એ વાતેય નથી. પ્રત્યેક ભવિ જીવની નિર્જરાનો કાળ તો તે સમયે મોક્ષનો કાળ તે છે, પણ બધા વિ જીવને એક સરખો ન હોય, એમ. કોઈ અલ્પ અસંખ્યપણે ભવે મોક્ષ થાય, કોઈને અનંત ભવે મોક્ષ થાય, કોઈને સંખ્યાત ભવે, કોઈને એક-બે ભવે. એમ કાળનો તો નિયમ જ છે પણ તે તે ભિન્ન ભિન્ન જીવને માટે કાળની ભિન્નતા છે. આહાહા..! કાળે આવ્યું હતું ને કાલે? આહા..! અહીંયાં એ કહે છે કે, ભગવાનઆત્મા જે શાશ્વત શાયકભાવ છે. આહા..! એક ટંકોત્કીર્ણ એવો શાશ્વત એવો એક. બે નહિ. આહાહા..! જ્ઞાયકભાવમયપણાને લીધે...' જ્ઞાયકભાવમયપણું જેનું. આહાહા..! દૃષ્ટિમાં તો શાયકભાવમય જેની દૃષ્ટિ થઈ છે. આહાહા..! એવો જે સમ્યગ્દષ્ટિ. શું કરવું? આ કાલે પૂછતા હતા ને? ‘સુજાનમલજી'! એ બધું આવતું હતું, કાળે થાય ને અકાળે થાય. પણ એને જાણીને અંદર જાવાનું છે. એ કરવાનું છે. આહાહા..! અંતર્મુખ વળવાનું છે. અનેક પ્રકારનું કાળ, અકાળનું જ્ઞાન કરીને જવાનું છે અંદરમાં. આહાહા..! જ્યાં જ્ઞાયકભાવ પૂર્ણાનંદનો નાથ, શાશ્વત વસ્તુ અંદર પડી છે. આહાહા..! તેની દૃષ્ટિ થઈ તેને સમ્યગ્દષ્ટિ એક જ્ઞાયકભાવપણાને લીધે કર્મબંધ થવાથી ‘કર્મબંધ સંબંધી શંકા કરનારા...’ આહાહા..! મને કર્મ બંધાશે ને મને આમ થાશે, એવી શંકા કરનારા. (અર્થાત્ જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાય છે એવો સંદેહ અથવા ભય કરનારા)...’ આહાહા..! મિથ્યાત્વાદિ ભાવોનો...’ પાઠમાં ચાર શબ્દ છે. અહીંયાં ચાર શબ્દને ખુલ્લા નથી મૂક્યા. મિથ્યાત્વાદિ એટલે કે મિથ્યાત્વ, અવ્રત, કષાય ને યોગ. ત્યાં પ્રમાદ ન લેવો. પ્રમાદ કષાયમાં જાય છે. સમજાણું કાંઈ? બંધના કારણ પાંચ છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય ને યોગ. પણ અહીંયાં પાઠમાં ચાર છે ને? “વત્તારિ છિંદ્રવિ” છે ને? તેને પ્રમાદને કષાયમાં નાખ્યો છે. મિથ્યાત્વ.. આહાહા..! અવ્રત, કષાય, યોગ તેનો નાશ કરનારા. આહાહા..! છે? Page #507 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૨૯ ૪૯૩ ‘મિથ્યાત્વાદિ ભાવોનો (તેને) અભાવ હોવાથી...’ નાશ કર્યો છે એણે એથી એનો અભાવ છે. આહાહા..! સમ્યગ્દર્શન-આત્માનું દર્શન થતાં ભગવાન શાયક સ્વરૂપ પરમાત્મા, એનું અંદર જ્ઞાન, અનુભવ ને પ્રતીત થતાં તે નિઃસંદેહપણે રહેનારો, તેને મિથ્યાત્વાદિ ચારનો અભાવ હોય છે. એટલે અહીં પાઠમાં એમ લખ્યું કે છેદે છે. છે ને? છિંવવિ પત્તારિ વિ પાણ છિંદ્રવિ" અહીં કહ્યું કે તે ભાવોનો (તેને) અભાવ હોવાથી..’ ભાઈ! એનો અર્થ એ છે, આહા..! જેને સમ્યક્ ચૈતન્યના આત્મદર્શન થયા છે, એને મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ ને કષાયનો ભાવ તેને પોતામાં નથી. થાય છે જરી અવ્રતાદિનો ભાવ, તેનો તે જાણના૨ રહે છે. આહાહા..! મિથ્યાત્વ તો છે નહિ. ચારને છેદવાનું કહ્યું છે અહીં તો. પાઠમાં તો એ છે. મિથ્યાત્વ, અવ્રત, કષાય ને યોગ એને સમ્યગ્દષ્ટિ છેદે છે. ભાષા દેખો. યોગને છેદે છે. યોગ તો તેરમા ગુણસ્થાન સુધી રહે છે. આહા..! અહીંયાં તો પૂર્ણાનંદનો નાથ પ્રભુ, સર્વજ્ઞ સ્વભાવીની જ્યાં દૃષ્ટિ થઈ છે એને લઈને મિથ્યાત્વ તો છે નહિ, અવ્રત ને કષાય ને યોગ છે તેને પણ છેદે છે એટલે કે એને એટલા પ્રકારનો ઉત્પન્ન થવા દેતો નથી. આહાહા..! આવી વાતું. સમ્યગ્દષ્ટિના નિઃશંક ગુણનું આ વર્ણન છે. નિઃશંક ગુણ નથી, નિઃશંક પર્યાય છે. સમ્યગ્દર્શનની નિઃશંક એ પર્યાય છે પણ એને ગુણ તરીકે કહીને, સમકિતીનું ચિહ્ન કહ્યું ને? સમ્યગ્દષ્ટિનું એ ચિહ્ન છે, એંધાણ છે, લક્ષણ છે. આહાહા..! જેને આત્મા પૂર્ણાનંદનો નાથ નિઃશંકપણે દૃષ્ટિમાં, અનુભવમાં આવ્યો એની નિઃશંકતા, નિર્ભયતા ચાર ભાવને છેદનારી છે. મિથ્યાત્વ તો છે જ નહિ પણ અહીં તો ઓલા ત્રણ છે એનો અભાવ હોવાથી એમ કીધું ને? પર્યાયમાં છે પણ દૃષ્ટિના વિષયમાં તેનો અભાવ હોવાથી. આહાહા..! માર્ગ બહુ, બાપુ! આહાહા..! ‘અંતર્મુખ અવલોકતા વિલય થતા નહિ વાર’ આવે છે ને? ‘શ્રીમદ્’માં. આહા..! અંતર્મુખ સૃષ્ટિ જ્યાં થઈ, અને કરવાનું તે છે બાકી બધા બહિર્મુખના જ્ઞાન ને બહિર્મુખની પ્રતીતિ ને ઇન્દ્રિયોના જોવાના દેખાય એ બધું ઇન્દ્રિયથી થતું જ્ઞાન એ પણ હેય છે. આહાહા..! અહીંયાં તો અતીન્દ્રિય જ્ઞાયકમય ભાવ પ્રભુ, એનો જેને અંતર્મુખ થઈને સ્વીકાર થયો ને અનુભવ થયો, દૃષ્ટિ થઈ તે નિઃશંક છે. એ જીવ નિઃશંક–શંકા કરનારા એનાથી રહિત છે. આહા..! એને મિથ્યાત્વાદિ ભાવો, તેનો અભાવ હોવાથી, છે? કર્મબંધ સંબંધી શંકા કરનારા (અર્થાત્ જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો સંદેહ અથવા ભય કરનારા) મિથ્યાત્વાદિ ભાવોનો (તેને) અભાવ હોવાથી,...' અબંધ સ્વરૂપ છે એવી દૃષ્ટિ થઈ છે. આહાહા..! સમજાણું કાંઈ? જેને સમ્યગ્દર્શન થયું અંદ૨ એણે તો યોગનેય કાપ્યો છે, કહે છે. યોગનેય છેડ્યો છે. આહાહા..! કેમકે અબંધ અયોગી ભગવાનઆત્માનું સ્વરૂપ છે. ઝીણી વાત બહુ, ભાઈ! આખી દુનિયાથી વૈરાગ્ય પામીને અંદરમાં જાય. વૈરાગ્યનો અર્થ, દુનિયા Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ એટલે પુણ્ય-પાપના વિકલ્પો. પુણ્ય-પાપના જે વિકલ્પ છે ને તેનાથી અંદર જવું એ વૈરાગ્ય. વૈરાગ્ય એટલે કે બાયડી, છોકરા છોડીને (બેસે) એમ નહિ. આહાહા..! આ ‘ગુલાબચંદભાઈ’ પાસે કાલે ગયા હતા, ભાઈ! આહાહા..! પડ્યો હતો. આહા..! ભાઈ! કીધું કેમ છે? ‘ગુલાબચંદ’! રોવા મંડ્યો. આહા..! સાધન કાંઈ કર્યું નહોતું અને આ અવસ્થા આટલી આવીને ઊભી રહી. આહા..! કીધું, ભાઈ! ‘ગુલાબચંદ’! શરીરની સ્થિતિ બાપા આવી છે. તું કોણ છો અંદર જો. હેં? મુમુક્ષુ ઃ- શરી૨ પુદ્ગલનું છે. ઉત્તર :– કોઈ સામું જોતું નથી. કોણ જોવે પણ બાપુ? તું જ પ૨ને જોવા જાય છે તેટલી પરાધીનતા છે. આહા..! અંતરમાં જોવામાં જા તો ત્યાં સમ્યગ્દર્શન થાય છે. આહાહા..! સ્પર્શ ઇન્દ્રિયનો એક ભોગ છે એ છૂટ્યો માટે ઇન્દ્રિયનો વિષય છૂટી ગયો એમ નથી. અનીન્દ્રિય એવો જે ભગવાનઆત્મા, એને પાંચ ઇન્દ્રિયના વિષયો તરફનું વલણ છૂટીને અંદર જાય. એકલા ભોગનો (વિકલ્પ છોડે) એમ નહિ. આહાહા..! અનીન્દ્રિય છે ને? અને જિતેન્દ્રિય કહ્યું ને? ભાઈ! ૩૧ ગાથા. ૩૧. જિતેન્દ્રિય. સમકિતી જિતેન્દ્રિય છે. એટલે? આ દ્રવ્ય ઇન્દ્રિય જડ માટી આ, ભાવેન્દ્રિય એક એક વિષયને જાણનારી અને એ વિષયને જણાવાયોગ્ય ભગવાનની વાણી ને દેવ-ગુરુ-શાસ્ત્ર ને સ્ત્રી, કુટુંબ-પરિવાર, દેશ એ બધું ઇન્દ્રિય છે. આહાહા..! એને જોવા તરફનું લક્ષ છોડી દઈ.. આહાહા..! અને જે જોયો નથી કોઈ દિ’ એને જોવામાં નજર કર. આહાહા..! એમ નજર કરતાં નજરમાં સમ્યગ્દર્શન થાય છે અને એ સમ્યગ્દર્શનમાં નિઃશંકતા એવી આવે છે કે મને કર્મબંધન છે, એ ષ્ટિ છૂટી જાય છે. આહાહા..! આવું વસ્તુનું સ્વરૂપ છે. આ કાંઈ કોઈ પક્ષ ને પંથ નથી. આહાહા..! વસ્તુનું સ્વરૂપ જ આવું છે, પ્રભુ! આહા..! ‘મિથ્યાત્વાદિ...’ એટલે પાઠમાં ચાર શબ્દ છે ને? એટલે આ મિથ્યાત્વાદિ એટલે ચાર લેવા. આદિમાં મિથ્યાત્વ, અવ્રત, કષાય ને યોગ એમ લેવું. એ ચારેના ભાવોનો (તેને) અભાવ હોવાથી,...' દેખો! આહાહા..! અવ્રતનો, કષાયનો, યોગનો પણ જ્ઞાનીને અભાવ હોવાથી. આહા..! ઝીણી વાત છે, પ્રભુ! આ તો અંતરના માર્ગની વાતું. ત્રણલોકના નાથ તીર્થંકરોની દિવ્યધ્વનિમાં આવ્યું છે, બાપુ! આહાહા..! બહારથી એણે મરી જવું પડશે. અંદર જીવતો જાગતી જ્યોતને જો જગાડવો હોય તો. આહાહા..! મુમુક્ષુ :– અનાદિનો પરાધીન છે ને. ઉત્તર :– બહાર ઇન્દ્રિયના વિષય તો પરાધીન પુદ્ગલને જોના૨ છે. આંખથી પુદ્ગલ, ગંધથી પુદ્ગલ, રસથી પુદ્ગલ, સ્પર્શથી પુદ્ગલ, કાનથી પુદ્ગલ. આહાહા..! એ પણ ઇન્દ્રિયને આધીન થવાથી થાય છે. જ્ઞાન થાય છે પોતામાં પણ ઇન્દ્રિય આધીન થઈને પુદ્ગલનું જ્ઞાન થાય છે. એમાં આત્માનું (જ્ઞાન) નથી. આહા..! તેથી અહીં કહ્યું કે, ચાર ભાવનો તેને અભાવ Page #509 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૨૨૯ ૪૯૫ હોવાથી. કહો, ચાર ભાવનો અભાવ થઈ ગયો? તો સિદ્ધ થઈ ગયા. દૃષ્ટિમાંથી તો અભાવ થઈ ગયો છે. આહાહા...! ઝીણી વાત છે, ભાઈ! પ્રભુના માર્ગ છે શૂરાના, એ કાયરના ત્યાં કામ નથી. આહાહા...! દુનિયાના પાંચ ઇન્દ્રિયના વિષયોના રસ જેને છૂટી જાય છે, આહાહા...! ત્યારે તેને ભગવાન આત્માનો રસ આવે છે. એ આત્માનો રસ આવે છે એવી પ્રતીતિ તેનું નામ સમ્યગ્દર્શન છે. આહાહા...! સમજાણું કાંઈ? અત્યારે લોકોએ બીજી વાત આખી કરી નાખી. બહારથી ઇન્દ્રિયો ઘટાડીને વિષય ઘટાડ્યા ને આ કર્યો ને તે કર્યા, એ ત્યાગ સમજે છે. પણ એ ત્યાગ ક્યાં છે? આ ત્યાગ તો સમ્યગ્દર્શન થતાં ચાર ભાવોનો ત્યાગ છે તે ત્યાગ છે. આહાહા...! એટલે કે આત્મામાં અંતર્મુખ થયા વિના આ ચારનો ત્યાગ થાય નહિ અને એ અંતર્મુખ થયા વિના બહારનો ત્યાગ જે માને છે એ તો મિથ્યા ત્યાગ છે. આહાહા...! “શશીભાઈ'! આવી વાતું છે. પ્રભુ! તું સચ્ચિદાનંદ પ્રભુ છો ને. આનંદનું દળ છો ને. આનંદની પાટ છો ને. અતીન્દ્રિય આનંદની અનંત અનંત (પાટ છે). આરસપહાણની તો... આરસપહાણ શું આ બરફ. એ તો પચાસ મણની, સાંઈઠ મણની પાટ હોય. આ તો અનંત... અનંત. અનંત. અનંત જેનો તોલ નથી એટલી એ મોટી પાટ છે. આહાહા...! છે અરૂપી. આહાહા...! એટલો અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ.. શાંતિ... શાંતિ. શાંતિ... શાંતિ. શાંતિઅનંત વીતરાગતા, અનંત શાંતિ, અનંત આનંદ, અનંત પ્રભુતા, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સત્તા એવો મોટો પ્રભુ શાશ્વત પાટ છે મોટી. આહા..! ત્યાં નજરું કરતા તેની નજરબંધી થઈ જાય છે. નજર ત્યાં બંધાય જાય છે. આ નજરબંધી નથી કહેતા? આહાહા...! એવો જ કોઈ સ્વભાવ છે કે ત્યાં નજર કરતા નજરબંધી થઈ જાય. નજરમાં આખો આત્મા પકડાય જાય છે. આહાહા...! આ રીત છે, લ્યો. “સુજાનમલજી'! ઓલું કાળી ને અકાળ, એ બધું એની પર્યાયમાં છે એમ જાણવું કરીને... આહાહા.! અંતર્મુખ ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, વીતરાગી બિંબ આખું ચૈતન્ય પ્રતિમા છે એ. તેની નજરબંધી, નજરને બાંધીને એટલે ત્યાં નજરુને નાખીને, આહાહા...! જે સમ્યગ્દર્શન થાય એ ચાર ભાવના ભાવને છેદનારો અથવા તેને ચારનો અભાવ છે. પાઠમાં છેદનારો લખ્યું) છે પણ ટીકાકારે ન્યાય અંદરથી કાઢ્યો છે. આહાહા...! ધર્મીને દૃષ્ટિમાંથી જ્યાં ચૈતન્ય ભગવાન ભાળ્યા, ભાસ્યા ને પ્રતીતિ થઈ એને આ ચાર ભાવ તો છે જ નહિ, કહે છે. એના સ્વભાવમાં એ નથી તેની દૃષ્ટિના વિષયમાં નથી. આહા ! એ દૃષ્ટિમાંય નથી. આહાહા.! ઓહોહો.! બહુ સરસ ગાથા આવી છે. મિથ્યાત્વાદિ ભાવો છે ખરા-હતા ખરા “તેને) અભાવ હોવાથી... આહાહા...! સમ્યગ્દર્શનમાં મિથ્યાત્વનો અભાવ ખરો પણ અહીં તો કહે છે કે અવ્રત, કષાય ને યોગનો અભાવ છે, સાંભળને. આહાહા..! એ જ્ઞાતા-દષ્ટામાં રહી ગયું હવે. સમજાણું? એની દૃષ્ટિમાં ને દૃષ્ટિની પરિણતિમાં એ Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ચાર નથી. આહાહા...! શું કહ્યું છે? દૃષ્ટિમાં, દૃષ્ટિના વિષયમાં ને દૃષ્ટિની પરિણતિમાં એ ચાર ભાવનો અભાવ છે. આહાહા.! સમ્યગ્દર્શનનું પરિણમન થયું એમાં મિથ્યાત્વનો તો અભાવ છે જ પણ એમાં અવ્રત, કષાય, યોગનો પણ અમુક અંશે ત્યાં અભાવ છે. આહાહા..! અમુક અવ્રત, કષાય ભાવ કંઈક રહ્યો છે તે જ્ઞાતામાં શેય તરીકે જાણે છે. આવી વાત છે. મૂળ વાતને મૂકીને બધી બહારના આ વ્રત ને તપ ને આ ને આ. જેમ આ પાંદડાં તોડ્યા પણ મૂળ સાજું રાખ્યું. આહા.! એ પાંદડાં તૂટ્યા પણ મૂળ સાજું છે તે પંદર દિએ પાંદડાં પાછા પાલવી જશે. એમ બહારનો આ ત્યાગ કર્યો ને આ છોડવું ને આ છોડ્યું, રસ ત્યાગ (ર્યો) ને ઢીકણું પણ અંદર મિથ્યાત્વનું મૂળિયું તોડ્યું નથી અને મૂળ એવું સમ્યગ્દર્શન તત્ત્વ એને પકડ્યું નથી. આહાહા...! એ થતાં એને ચાર ભાવનો અભાવ હોવાથી નિઃશંક છે. એટલે કે હું જ્ઞાયકભાવ છું એ નિઃશંક છે. એમાં રાગ ને અવ્રત ને કષાય, યોગ છું એમાંથી નિઃશંક છે. એ હું નથી. આહાહા...! જુઓ! આ સમકિતનો પહેલો નિઃશંક ગુણ. છે પર્યાય. “કર્મબંધ સંબંધી શંકા કરનારા...” એમ શબ્દ પડ્યો છે ને? એક જ્ઞાયકભાવપણાને લીધે, એક જ્ઞાયકભાવપણાને લીધે, દૃષ્ટિમાં. “કર્મબંધ સંબંધી શંકા કરનારા કે આ કર્મ થાય, આમાં બંધ થાશે એવી શંકા કરનારા એ ભાવનો જેને અભાવ છે. આહાહા...! ખરેખર કર્મ વડે બંધાયો છું એવો સંદેહ, હું બંધાયેલો છું એવો સંદેહ છૂટી જાય છે. અબંધ છું. આહાહા...! પ્રભુ મારું સ્વરૂપ તો મુક્ત છે, એમ કહે છે. અબદ્ધસ્કૃષ્ટ જે કીધું છે ઈ આમ લીધું છે. આહાહા...! એનો અભાવ હોવાથી ચાર લીટી છે પણ વાત ગજબની છે. આહાહા...! જે કરવાનું છે તે કર્યું એવું જે સમ્યગ્દર્શન... આહાહા...! પછી અંદર પ્રવૃત્તિના અમુક પરિણામ રહ્યા, હિંસાના, ક્રોધ આદિ વગેરે, પણ એ પરિણામ તેની પરિણતિની પર્યાયમાં એનો અભાવ ગણ્યો છે અહીં. નિર્મળ પરિણતિ થઈને એમાં એનો અભાવ છે. ભિન્ન રહ્યું. આહાહા! પણ અહીંયાં તો સમ્યગ્દર્શનનો વિષય અને સમ્યગ્દર્શનની પરિણતિ, એમાં એ મિથ્યાત્વનો તો અભાવ છે પણ અવત, પ્રમાદ, કષાય ને યોગનો અભાવ છે. આહાહા...! અરે. યોગનો અભાવ તો ચૌદમે થાય ને? સાંભળને ભાઈ! ભગવાન જ્યાં અબદ્ધસ્કૃષ્ટ ને અયોગી છે) એવો અનુભવ થયો ત્યાં યોગ એનામાં છે એ શંકા જ નથી. આહા...! નિઃશંક છે. આહાહા...! યોગ એ મારા સ્વરૂપમાં છે જ નહિ. આરે...! આવી વાતું. અભાવ હોવાથી, નિઃશંક છે.” નિઃશંક કેમ છે? કે, આ ચાર ભાવનો અભાવ હોવાથી નિઃશંક છે. તેથી તેને શંકાકૃત બંધ નથીશંકાકૃત તેને બંધ નથી પરંતુ નિર્જરા જ છે. આહાહા.! એ જરી ઉદય આવે છે એને શંકા થતી નથી કે હું બંધમાં છું, મને બંધ છે, હું તો અબદ્ધ છું. એવું નિઃશંકપણે રહેતા શંકાકૃત જે બંધ થતો તે એને નથી. આહાહા.! ભારે આકરું કામ. લ્યો, આ ચાર લીટી છે. શંકા તો નથી તેથી બંધ નથી પણ તે આવે Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૯૭ ગાથા– ૨૨૯ છે જે ઉદયમાં એ ખરી જાય છે. આહા.! શુદ્ધતાના સ્વભાવના આશ્રમમાં જ્યાં પડ્યો ત્યારે હવે કહે છે કે થોડો જે અશુદ્ધનો ઉદય રહે છે એ ખરી જાય છે. એને બંધ થાય છે. એમ નથી. આહાહા...! આરે.! મુમુક્ષુ :- દૃષ્ટિમુક્ત થઈ ગયો સાહેબ! બધા પ્રકારથી દૃષ્ટિમુક્ત થઈ ગયો. ઉત્તર:- ચોથાથી દૃષ્ટિમાં મુક્ત થયો. મુક્ત છે એ પર્યાયમાં પણ મુક્ત થયો. આહાહા.! જેવું મુક્ત સ્વરૂપ છે એવી દૃષ્ટિ થઈ તો પર્યાયમાં પણ અંશે મુક્ત થયો. આહાહા...! આવું કામ. સાધારણ માણસને તો એવું લાગે). લોકોએ મૂળ વાતને મૂકીને બહારમાં પ્રવર્તનમાં જોડી દીધા, થઈ રહ્યું. મિથ્યાત્વમાં. અને એમ માને કે અમને ધર્મ થયો. આહાહા.! જ્યાં ધર્મના મૂળ છે એની તો એને ખબર ન મળે. ધર્મ પર્યાય છે એનું મૂળ તો દ્રવ્ય છે. આહાહા...! | ભાવાર્થ :- “સમ્યગ્દષ્ટિને જે કર્મનો ઉદય આવે છે તેનો તે, સ્વામિત્વના અભાવને લીધે...” જોયું? મારા છે તેનો એને અભાવ છે. મારો તો નાથ પૂર્ણાનંદનો સાગર તે હું છું. આહાહા.! આવી વાત હવે. ‘કત થતો નથી.” સ્વામિત્વપણાના અભાવને લીધે રાગાદિ હોય છે, જોગાદિ હોય છે પણ તેનો સ્વામી નથી તેથી એ “કર્તા થતો નથી.” આહાહા...! એ જોગનો એ કર્તા થતો નથી. આહાહા.! કેમકે ભગવાન અબંધ સ્વરૂપ છે, અબદ્ધ છે એમાં જોગ કેવો? આહા...! આવી જે દૃષ્ટિ ને અનુભવ થતાં તેને જોગનો જરી ઉદય છે તે પણ ખરી જાય છે, એનો સ્વામી એ નથી તેમ એ જોગ કરવાલાયક છે તેમ કર્તા નથી. આહાહા...! દૃષ્ટિની પ્રધાનતાથી અત્યારે કથન છે ને. હવે આવું સમજવું. આહાહા...! આ જુઓને માણસ મરે છે. રોગ. આહાહા...! “મોરબીમાં જુઓને ધમાલ... ધમાલ. કાલે “મોરબીવાળા આવ્યા હતા. એવું પાણી ચડ્યું કે અમે નળિયે ચડી ગયા, બચી ગયા. છાપરે નળિયા ઉપર (ચડી ગયા). પંદર, વીસ હજાર માણસ (મરી ગયા). આહાહા.! ક્ષણ પહેલા કઈ સ્થિતિ હતી, ક્ષણ પછી ક્યાં થઈ ગઈ. આહાહા...! એ બધી નાશવાન (ચી) છે એની દૃષ્ટિ છોડી દે, કહે છે. આહાહા...! ઇન્દ્રિયથી જોવાનું છે અને જાણવાનું આવ્યું છે એ પણ વસ્તુ છોડી દે. આહાહા...! અહીંયાં તો અનીન્દ્રિય એવો જે ભગવાન આત્મા, એની જેને સન્મુખતા થઈને પ્રતીતિ, અનુભવ પર્યાયમાં શાંતિ ને આનંદ આવ્યો છે. એ જીવને પર્યાયમાં રાગાદિ, જોગાદિ ઉદય દેખાય છે પણ એનો ઇ સ્વામી નથી, એનો કર્તા નથી. કર્તા તે જ્ઞાતા-દષ્ટાના પરિણામનો કર્તાભોક્તા છે. આહાહા...! હજી આ ચોથા ગુણસ્થાનની વાત ચાલે છે. આહા...! આ આવી વાત છે, ભાઈ! નવમી રૈવેયકના મિથ્યાદૃષ્ટિ દેવોને સ્પર્શ ઇન્દ્રિયનો ભોગ નથી છતાં તે અસંયમી છે. અને અહીંયાં સમકિતી પાંચમા ગુણસ્થાનવાળો અંતરનો આશ્રય લઈને જેને શાંતિ ને સ્થિરતા પ્રગટી છે, આહા...! એને સ્પર્શ ઇન્દ્રિયના વિષયની પ્રવૃત્તિ પણ ઘણી છે. ઓલાને ડળ 2 છે ડાડા | Page #512 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ બિલકુલ નથી ને આને ઘણી છે છતાં તે અંદર બે કષાયનો અભાવ અને આત્માની દૃષ્ટિ થઈ તેથી તે સંયમી છે. આહાહા..! અંશે સંયમી છે. ઓલો બિલકુલ ૩૧ સાગ૨ સ્ત્રીનો વિષય નહિ, મનમાં એની કલ્પના નહિ. આહાહા..! અને આહારનું પણ કોઈ રાંધવું ને કરવું એવું છે નહિ. એકત્રીસ હજાર વર્ષે આહારનો વિકલ્પ આવે ત્યાં તો અહીં કંઠમાંથી અમૃત (ઝરે). અને આને તો આહાર માટે કંઈક માથાકૂટ કરવી પડે). છતાં પાંચમા ગુણસ્થાનવાળો આહા૨ માટેની પ્રવૃત્તિમાં હોય છતાં તે અંદરમાં અંતર્મુખની દૃષ્ટિમાં સ્થિરતા છે તેથી તેને સંયમી કહ્યો અને આને આવી સ્થિતિ બિલકુલ નથી છતાં તે અસંયમી છે. એ અંતરની અપેક્ષાએ વાત છે. સમજાણું કાંઈ? આહાહા..! અંતર્મુખનો આશ્રય થયો એ સમ્યગ્દષ્ટિ લડાઈમાં ઊભો હોય તોપણ તે સમ્યગ્દષ્ટિ એનો સ્વામી નથી. આહાહા..! અને અંશે તેને સંયમ, સ્વરૂપાચરણરૂપી સંયમ પ્રગટ્યું છે, સ્વરૂપાચરણરૂપ. આહાહા..! નવમી ત્રૈવેયકના મિથ્યાદૃષ્ટિ દેવો, મહા શુક્લ લેશ્યાથી દ્રવ્યલિંગી મિથ્યાદૃષ્ટિ સાધુ થયા. જૈન સાધુ મહાવ્રત પાળીને ત્યાં ગયા, ત્યાં તેને વિષય નથી, રસનો નથી, સ્પર્શનો નથી. આહાહા..! છતાં તે અસંયમી છે. એ અંતરની અપેક્ષાએ વાતું છે. જેનું અંતર સુધર્યું નથી એનો બાહ્યનો ત્યાગ તે ત્યાગ છે જ નહિ, એમ કહે છે. આહાહા..! અને અંતર જેનું સુધર્યું છે તેનો હજી બાહ્ય ત્યાગ કેટલોક ન હોય તોપણ તેના અંતરની દૃષ્ટિના સુધારાને કારણે એને સમિકતી અને સંયમી કહેવામાં આવે છે. આહાહા..! સમજાણું કાંઈ? ભયપ્રકૃતિનો ઉદય આવતાં છતાં પણ સમ્યગ્દષ્ટિ જીવ નિઃશંક રહે છે, સ્વરૂપથી ચુત થતો નથી.' આહા..! જેને શ૨ી૨નું કૃત્રિમ નામ પાડ્યું છે, એવો દૃઢ થઈ ગયો કે ઊંઘમાં એને કહે કે, લાણા! તો કહે, હું! હવે ક્યાં છે પણ? એવો દૃઢ થઈ ગયો. આહા..! ‘કાંતિ’! તો કહે, હું! પણ ક્યાં છે? ‘કાંતો’ કોણ છે? શરીર. શરીરનું નામ ‘કાંતિ’ પાડ્યું ત્યાં તને (ઇ દૃઢ થઈ ગયું). ઇ તો કૃત્રિમ પાડ્યું છે. એનું કોઈ નામ હતું જ નહિ, એ તો શરીર છે. બીજાથી જુદું સમજાવવા એને ‘કાંતિ’ નામ પાડ્યું. એવો દૃઢ થઈ ગયો. એમ અહીંયાં જેણે ચૈતન્યની કાંતિ જોઈ ને જાણી (એ) એવો દૃઢ થઈ ગયો, આહાહા..! કે કોઈ ઠેકાણે પણ એ જાગૃતમાંથી અંધારું આવતું નથી એને. આહાહા..! આ તો ઝીણી વાતું, બાપુ! આત્મઆશ્રય સિવાય બધી વાતું ખોટી છે અને આત્માનો જેણે આશ્રય લીધો એને ભલે અસ્થિરતા કેટલીક વિશેષ હોય તોપણ તે સમ્યગ્દષ્ટિ નિઃશંક, અબંધ છે. આહાહા..! ‘આમ હોવાથી તેને શંકાકૃત બંધ થતો નથી, કર્મ રસ આપીને ખરી જાય છે.’ આપીને એટલે ઉદય આવીને ખરી જાય છે. આહા..! અથવા નિર્જરા અધિકા૨’માં આવ્યું છે ને? ‘નિર્જરા અધિકાર’માં આવ્યું હતુ, થોડું સુખ-દુઃખ થાય, ખરી જાય છે. ત્રીજી ગાથા. આહાહા..! Page #513 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૨૩૦ ગાથા-૨૩૦ जो दु ण करेदि कंखं कम्मफलेसु तह सव्वधम्मेसु । सो णिक्कंखो चेदा सम्मादिट्ठी यस्तु न करोति कांक्षां कर्मफलेषु तथा सर्वधर्मेषु । निष्कांक्षश्चेतयिता स હવે નિ:કાંક્ષિત ગુણની ગાથા કહે છે : ૪૯૯ मुणेदव्वो । । २३० ।। સવૃષ્ટિńતવ્ય:।।રરૂ૦|| यतो हि सम्यग्दृष्टिः टकोत्कीर्णैकज्ञायभावमयत्वेन सर्वेष्वपि कर्मफलेषु सर्वेषु वस्तुधर्मेषु च कांक्षाभावान्निष्कांक्षः, ततोऽस्य कांक्षाकृतो नास्ति बन्धः, किन्तु निर्जरैव । જે કર્મફળ ને સર્વ ધર્મ તણી ન કાંક્ષા રાખતો, ચિન્મુર્તિ તે કાંક્ષારહિત સમકિતષ્ટિ જાણવો. ૨૩૦. ગાથાર્થ :- [ ચ: શ્વેતયિતા ] જે ચેતયિતા [ ર્મજ્ઞેષુ ] કર્મોનાં ફળો પ્રત્યે [ તથા ] તથા [ સર્વધર્મવુ ] સર્વ ધર્મો પ્રત્યે [ ાંક્ષાં ] કાંક્ષા [ ન તુ રોતિ ] કરતો નથી [ સઃ ] તે [ નિાંક્ષઃ સમ્યવૃષ્ટિ: ] નિષ્કાંક્ષ સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય: ] જાણવો. ટીકા :- કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે બધાંય કર્મ ફળો પ્રત્યે તથા બધા વસ્તુધર્મો પ્રત્યે કાંક્ષાનો (તેને) અભાવ હોવાથી, નિષ્કાંક્ષ (નિર્વાંછક) છે, તેથી તેને કાંક્ષાકૃત બંધ નથી પરંતુ નિર્જા જ છે. ભાવાર્થ :- સમ્યગ્દષ્ટિને સમસ્ત કર્મનાં ફળોની વાંછા નથી; વળી તેને સર્વ ધર્મોની વાંછા નથી, એટલે કે કનકપણું, પાષાણપણું વગેરે તેમ જ નિંદા, પ્રશંસા આદિનાં વચન વગેરે વસ્તુધર્મોની અર્થાત્ પુદ્ગલસ્વભાવોની તેને વાંછા નથી-તેમના પ્રત્યે સમભાવ છે, અથવા તો અન્યમતીઓએ માનેલા અનેક પ્રકારના સર્વથા એકાંતપક્ષી વ્યવહારધર્મોની તેને વાંછા નથી - તે ધર્મોનો આદર નથી. આ રીતે સમ્યગ્દષ્ટિ વાંછારહિત હોવાથી તેને વાંછાથી થતો બંધ નથી. વર્તમાન પીડા સહી શકાતી નથી તેથી તેને મટાડવાના ઇલાજની વાંછા સમ્યગ્દષ્ટિને ચારિત્રમોહના ઉદયને લીધે હોય છે, પરંતુ તે વાંછાનો કર્તા પોતે થતો નથી, કર્મનો ઉદય જાણી તેનો શાતા જ રહે છે; માટે વાંછાકૃત બંધ તેને નથી. Page #514 -------------------------------------------------------------------------- ________________ ૫OO સમયસાર સિદ્ધિ ભાગ-૭ ગાથા-૨૩૦ ઉપર પ્રવચન “હવે નિકાંક્ષિત ગુણની ગાથા કહે છે એ પહેલી નિઃશંકની કરી. जो दु ण करेदि कंख कम्मफलेसु तह सव्वधम्मसु । सो णिक्कंखो चेदा सम्मादिट्ठी मुणेदव्वो।।२३०।। જે કર્મફળ ને સર્વ ધર્મ તણી ન કાંક્ષા રાખતો, ચિમૂર્તિ તે કાંક્ષારહિત સમકિતદષ્ટિ જાણવો. ૨૩૦. ટીકા – “કારણ કે સમ્યગ્દષ્ટિ, કોત્કીર્ણ એવા એક ગ્લાયકભાવપણાને લીધે' શબ્દ તો એના એ છે. પહેલા છે ઈ (છે). બધાંય કર્મફળો પ્રત્યે આહાહા.! ઇન્દ્રિયના વિષયો આમ ચક્રવર્તીના રાજ હોય, ઇન્દ્રના ઈન્દ્રાસન હોય એ કર્મફળ પ્રત્યે ઉદાસ છે. આહાહા...! (તે કર્મફળ) પ્રત્યે કાંક્ષા વિનાનો છે. એની કાંક્ષા નથી, ઇચ્છા નથી. આહાહા...! કર્મના ફળ જે સામગ્રી, ઇન્દ્રના ઇન્દ્રાસન મળે, ચક્રવર્તીના રાજ મળે, સમકિતીને તેની ઇચ્છા છે નહિ. એ તો જડના કર્મના ફળ છે. આત્માના આનંદનું ફળ એ નથી. ભગવાન આનંદસ્વરૂપી પ્રભુ, એનું ફળ તો આનંદ ને શાંતિ હોય. આ જે કર્મના-ઝેરના ફળ, ઝેરવૃક્ષના ફળ, કર્મ છે ઈ વૃક્ષ, ઝેર વૃક્ષ છે. છે ને? છેલ્લે આવે છે ને? ‘સમયસાર'. વિષવૃક્ષ. ૧૪૮ પ્રકૃતિ વિષવૃક્ષ (છે). ઓહોહો.. પુણ્યપ્રકૃતિ બંધાયેલી, જશોકર્તિ બંધાયેલી એ બધા ઝેરના ઝાડ (છે). એના ફળ તરીકે જે સંયોગ આવે તેની કાંક્ષા ધર્મીને હોતી નથી. આહા.! જવાબદારી ભારે, ભાઈ! શરતું બહુ. આહાહા...! જેણે ભગવાન આત્માના સ્વરૂપની પ્રતીતિ ને અંતર્મુખની દૃષ્ટિ થઈ એને કર્મના ફળ ભયના તેની કક્ષા એને હોતી નથી. આહાહા.. સાધારણ વાત છે પણ ઘણી ગંભીર ને અંતરની ચીજ છે આ. સમ્યગ્દષ્ટિ “એક શાકભાવમયપણાને લીધે...” જ્ઞાયકભાવ જ હું છું, બસ. એને લીધે બધાંય કર્મફળ...” શાતાઉદયની સામગ્રી હો, જશોકીર્તિની સામગ્રી મળે, લોકો વખાણ કરે, આહા...! અરે...! કર્મના ફળમાં નિંદા કરે પણ એની તેને ઇચ્છા નથી. નિંદા કરનારમાં પુગલનું પરિણમન થયું એ તો. જોકીર્તિ કરનારો, વખાણ કરનારો એ પણ પુદ્ગલનું પરિણમન થયું. પુદ્ગલનું પરિણમન થયું, એમાં તારે શું? આહા.! ઝીણી વાત બહુ, ભાઈ! પરથી ભિન્ન પડેલા ભગવાનને પોતાથી ભિન્નના અનુકૂળ-પ્રતિકૂળ ફળોની આકાંક્ષા નથી, કહે છે. આહાહા...! તેમ પ્રતિકૂળ ફળ મળ્યું તો દ્વેષ નથી, અનુકૂળ મળ્યું તો રાગ નથી. આહાહા.! આવી સમ્યગ્દષ્ટિની વીતરાગી દષ્ટિ છે. કેટલાક કહે છે કે, ચોથે ગુણસ્થાને Page #515 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૨૩૦ ૫૦૧ સરાગ સમકિત હોય, વીતરાગી ન હોય. અરે.! ભગવાન! તને ખબર નથી. સમ્યગ્દર્શન જ વીતરાગ પર્યાય છે. એ તો સરાગ સમકિત ક્યું એ તો જરી ઓલો રાગ સાથે છે એને લઈને (કહ્યું). સમકિત તો વીતરાગ જ છે. આહાહા...! એક ઓલો વિકાસવિજય' છે ને? પહેલા તો આવું હોય, વીતરાગતા ન હોય, રાગ જ હોય, ઢીકણું હોય. ઘણા કાગળ આવે અહીં સમજાવવા. આ ફેરી કાગળ આવ્યો તો પાછો આપી દીધો. આહા.! અરે.! ભાઈ! શું તું કહેવા માગે છે? એમ કે સમકિતી હોય તો પણ રાગી હોય છે. વીતરાગી સમકિત ચોથે ગુણસ્થાને ન હોય, એમ. અહીં તો કહે છે કે, સમ્યગ્દર્શન જ વીતરાગી પર્યાય છે. આહાહા...! સમ્યજ્ઞાન એ વીતરાગી પર્યાય છે અને સ્વરૂપમાં આચરણ તે પણ વીતરાગી પર્યાય છે. આહા...! કેમ? કે, વસ્તુ ભગવાન વીતરાગની મૂર્તિ જ્ઞાયકભાવપણાને લીધે વીતરાગસ્વરૂપ છે. એની દૃષ્ટિ ને જ્ઞાન થયા. આહાહા. એની પર્યાયમાં તો વીતરાગી જ પર્યાય પ્રગટે. રાગ છે એ એની ચીજ નથી. એની એને કાંક્ષા નથી. આહાહા.! એના ફળ તરીકે ચક્રવર્તીનું રાજ મળે તો કાંક્ષા નથી. આ તે કંઈ વાત છે. આહાહા...! સોળ હજાર દેવ સેવા કરે, આહા! છ— હજાર સ્ત્રીઓ, બત્રીસ હજાર દીકરીયું, બત્રીસ હજાર જમાઈ, ચોસઠ હજાર દીકરા. આહા...! હું તો એક જ્ઞાયકભાવ છું. એકડે એક ને બગડે છે. બીજા મારા છે (એમ માને) તો મિથ્યાત્વ છે. આહા..! ઝીણી વાત છે, ભાઈ! જન્મ-મરણ રહિત થવાની દૃષ્ટિ, પહેલી મૂળ જ રકમ બહુ આકરી છે. સમજાણું? પછી વળી અંદરમાં સ્થિર થવાની વાત ચારિત્ર એ તો અલૌકિક વાત છે. આહા...! અને એ ચારિત્ર કંઈ બહારથી પ્રવૃત્તિ છોડે ને ઘટે માટે ચારિત્ર થઈ જાય એમ નથી. અંતરનો ઉગ્ર આશ્રય લે ને સ્થિરતા થાય ત્યારે ચારિત્ર કહેવાય. આહાહા...! અહીં કહે છે, ઘર્મીને કર્મફળ પ્રત્યે. આહાહા.! શાતા ઉદયના, પુણ્યના ઉદયથી આમ ઢગલા... ઢગલા (દેખાય). આહાહા...! એક માગે ત્યાં એકવીસ ઢગલા થાય. ફળો, કપડાં, દાગીના ઢગલાં, હોં! આહાહા...! તીર્થકર તો જન્મથી જ સમકિતી હોય છે. એને દેવો (દેવલોકમાંથી) લાવીને દાગીના પહેરાવે), કપડા ને દાગીના ત્યાંથી લાવે. કાંક્ષા નથી. દેવથી લાવેલા. કાંક્ષા નથી. આહાહા.! કર્મના ફળની કાંક્ષા, આત્માના આનંદના ફળની ભાવના આગળ કર્મના ફળની કાંક્ષા હોતી નથી. અરે.! આવી વસ્તુ છે, ભાઈ! પહેલું તેનું જ્ઞાન તો કરે કે, આ ચીજ આવી છે. હજી ચીજ કેવી છે ને કેમ થાય ને એનું શું હોય ત્યારે શું હોય એની ખબરું નથી અને એને ધર્મ થઈ જાય (એમ કેમ બને) આહાહા...! - મિથ્યાદૃષ્ટિ દ્રવ્યલિંગી એક વસ્ત્રનો કટકો પણ ન રાખે અને હજારો રાણીને છોડીને બેઠો હોય અને છતાં તેની દૃષ્ટિમાં ભગવાન જ્ઞાયક છે તે આવ્યો નથી. તે બધો પૂરો મિથ્યાદૃષ્ટિ ને અસંયમી છે. આહાહા...! કારણ કે એને આમ અંતરની ભાવના નથી એટલે બહાર કાંક્ષા એને હોય જ છે. આહાહા..! અને ધર્મીને ઢગલા પડે બહારના વિષયોના, શબ્દો, રૂપ, રસ, ગંધ છતાં એ તો જડ છે, ઇન્દ્રિયનો વિષય છે, એ મારો વિષય નહિ. આહાહા.! એને Page #516 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ એવા ચક્રવર્તીના ગંજ, નવ નિધાન જેને ઘરે, નિધાન દીઠ દેવ અધિષ્ઠાતા અને કહ્યું એ પ્રમાણે ત્યાં નિધાનમાંથી પ્રગટે. આહાહા..! કાંઈ ઇચ્છા નથી, કાંક્ષા નથી. આહાહા...! ભગવાન આનંદના નાથને જ્યાં શુદ્ધિમાં વધારવો છે એમાં આ કાંક્ષા ક્યાં હોય? મલિન ભાવ (ક્યાંથી હોય)? આહાહા.! છે? બધાંય કર્મફળો.” શબ્દ એમ લીધો છે. “બધાંય’ શબ્દ છે ને? પછી ચાહે તો અશાતાનું ફળ હોય, ચાહે તો શાતાનું ફળ હોય, પુણ્યનું ફળ હોય કે પાપના ફળ (હોય). આહાહા...! સમકિતી નિધન હોય, અંતર્દષ્ટિએ સધન છે. બહારમાં પાંચ-પચીસ રૂપિયા પણ ન હોય. આહાહા...! ને એક ટંક માંડ માંડ ક્યાંકથી મળતું હોય, ખાતો હોય છતાં નિઃકાંક્ષિત છે. આહાહા...! મારો પ્રભુ આનંદ સ્વરૂપ, આનંદનો મોટો ઢગલો જ્યાં અંદરમાંથી ફાટ્યો છે, દૃષ્ટિમાં આવ્યો છેહવે એને પરની કાંક્ષા ક્યાં છે? આહાહા...! આવી શરતું છે. આહા...! ‘તથા બધા વસ્તુધર્મો પ્રત્યે...” શું કહે છે? કર્મફળ પ્રત્યે અને બધી વસ્તુઓ પ્રત્યે. આત્મા સિવાયના અન્ય અન્ય ધર્મો પ્રત્યે અને વસ્તુના બીજા સ્વભાવ પ્રત્યે. બધી વસ્તુનો સ્વભાવ, ચાહે તો દુર્ગધ, સુગંધ આદિ ગમે તે હો. સુરૂપ, કુરૂપ આદિ. આહાહા...! વસ્તુના સ્વભાવો છે તેના પ્રત્યે કાંક્ષાનો અભાવ હોવાથી. આહાહા...! બધેથી ઈચ્છા ઊડી ગઈ છે. આહા! બે વાત થઈ. બધાંય કર્મફળો...” બધાંય કર્મફળો, જોયું? આહા...! તીર્થકરને કર્મફળનું કંઈ પેલું હોતું નથી. એ તો કેવળી થાય ત્યારે આવે. છતાં તેને એના ફળની ભાવના નથી. આહા...! આહાહા..! વસ્તુધર્મ અને બધી વસ્તુઓ. જેનો જે સ્વભાવ છે તે તે પ્રકારનો તેનો ધર્મ. આહાહા...! ધર્મ એટલે તેની દશા. આહાહા...! તેની કાંક્ષાનો અભાવ હોવાથી. તે બધા પ્રત્યે ઈચ્છાનો અભાવ હોવાથી નિષ્કાંક્ષ નિવછક) છે... આહાહા...! આરે. આરે.! વળી ચક્રવર્તી હોય, સેંકડો રાણીને દરરોજ પરણે તો કહે છે, નિઃકાંક્ષિત છે. એની રુચિ નથી ને. રુચિ તો અહીં જામી છે. આહાહા..! અને અજ્ઞાનીને હજારો રાણીઓનો ત્યાગ છે છતાં રુચિ ત્યાં રાગમાં જામી છે. રાગ વિનાનો ભગવાન તો એણે જોયો નથી. આહાહા.! સમજાણું કાંઈ? એને અભાવ હોવાથી નિઃકાંક્ષિત છે, તેથી તેને કાંક્ષાકૃત બંધ થતો નથી.” ઇચ્છા જ નથી પરની પછી એને ઇચ્છાકૃત જે બંધ છે એ છે નહિ. આહાહા! “પરંતુ નિર્જરા જ છે.” એ અશાતાનો ઉદય કે શાતાનો (ઉદય) આવી એ બધું ખરી જાય છે. આહાહા! તેનો તેને સ્પર્શ પણ નથી. આહાહા...! સાતમી નરકનો નારકી સમ્યગ્દષ્ટિ હોય) તો કહે છે, નિઃકાંક્ષિત છે. અહીંથી હું નીકળીને હું માણસ થાઉં ને ત્યાં મને ઠીક પડે એ કાંક્ષા એને નથી. આહાહા...! આકરું કામ, ભાઈ! સમ્યગ્દર્શન અને એના પરિણામની જાત અને એનો વિષય (કોઈ અલૌકિક છે). કાંક્ષાકૃત બંધ તો નથી પરંતુ નિર્જરા જ છે.” આહાહા...! એ બધો સમ્યગ્દર્શનનો પ્રતાપ છે. વિશેષ કહેવાશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) Page #517 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૨૩૦ પ૦૩ પ્રવચન . ૩૦૭ ગાથા-ર૩૦થીર૩ર સોમવાર, ભાદરવા વદ ૫, તા. ૧૦૯-૧૯૭૯ ‘સમયસાર ગાથા ૨૩૦નો ભાવાર્થ. “સમ્યગ્દષ્ટિને...” જેને આત્મા જ્ઞાયક સ્વભાવ શુદ્ધ પરિપૂર્ણ પરમાત્મસ્વરૂપ (છે) એવી જેને સત્યષ્ટિ, સમ્યકુ એટલે સત્ય, સત્ય એવું પૂર્ણ સ્વરૂપ સત્ય, એની જેને સ્વસમ્મુખ થઈને સમ્યગ્દષ્ટિ થઈ છે એ “સમ્યગ્દષ્ટિને સમસ્ત કર્મના ફળોની વાંછા નથી...... આહાહા.! જ્યાં આનંદ સ્વરૂપ ભગવાનઆત્મા, સમ્યગ્દર્શનમાં આનંદનું વેદન જ્યાં આવ્યું અને એના સિવાય કર્મના ફળની વાંછા કેમ હોય? આહા...! આવી વાત છે. “સમસ્ત કર્મના ફળ.” એમ ભાષા છે? કોઈ પણ કર્મનું ફળ, આહાહા...! (તેની) વાંછા નથી; વળી તેને સર્વ ધર્મોની વાંછા નથી...” સોના, કનકપણું, પાષાણપણું વગેરે તેમ જે નિંદા, પ્રશંસા આદિનાં વચન વગેરે વસ્તુધર્મોની અર્થાત્ પુદ્ગલસ્વભાવોની તેને વાંછા નથી. કોઈ પ્રશંસા કરે કે નિંદા કરે, સોનું કે પત્થર બેયની તેને વાંછા નથી. આહાહા..! જેને ભગવાને એમ કહ્યું કે આ ભવ્ય જીવ છે એ જીવને માન કોનું જોઈએ છે? કહે છે. આહાહા! એને બહારની નિંદા, પ્રશંસાની કંઈ વાંછા જ નથી. આહાહા..! કે લોકો પ્રશંસા કરે તો ઠીક, નિંદા કરે તો ઠીક નહિ, બેય ઇચ્છા નથી. આહાહા.! “આનંદઘનજીમાં આવે છે, “લહી ભવ્યતા મોટું નામ... ભાઈએ પણ નાખ્યું છે. અહીંથી ઘણું કેટલુંક સાંભળ્યું હોય ને. ભગવાને જેને ભવ્ય કીધા અને જેને આ અમુક પદવી માટે લાયક છે, આહાહા...! એવું જેને ભગવાને કહ્યું અને દુનિયાની કઈ પ્રશંસાની જરૂર છે? આહાહા..! એને કઈ નિદાની પ્રતિકૂળતા છે? નિંદા હો એ પુદ્ગલની દશા છે. નિંદા કરનારની ભાષા પુદ્ગલની છે, પ્રશંસા કરનારની ભાષા પુદ્ગલની છે. આહાહા...! ધર્મીને જેને નિંદા, પ્રશંસાની વાંછા નથી. શું છે આ? આહાહા.! આદિનાં વચન વગેરે વસ્તુધમની અર્થાત્ પુદ્ગલસ્વભાવોની...” એ તો પુદ્ગલ છે, જડની પર્યાય છે. આહાહા...! કોઈ પ્રશંસા કરે તે પુદ્ગલની પર્યાય છે, એની વાંછા ધર્મીને કેમ હોય? આહાહા...! જરી ઝીણી વાત છે, ભાઈ! સમ્યગ્દર્શન એટલે શું ચીજ છે! આહાહા...! જ્યાં પૂર્ણાનંદનો સાગર ભગવાન, અતીન્દ્રિય જ્ઞાનનો સાગર પ્રભુ, જ્યાં સ્વીકારવામાં દૃષ્ટિમાં આવ્યો અને હવે શું જોઈએ છે? કહે છે. આહાહા...! એને આ પુદ્ગલની કોઈપણ વાંછા હોતી નથી. દુનિયા પ્રશંસા કરે ને દુનિયા મને તો હું કંઈક ગણતરીમાં ગણાઉં, એ ભાવ સમ્યગ્દષ્ટિને હોતો નથી. આહાહા...! ધર્મીના ધર્મના ગણતરીમાં પોતે જ્યાં આવ્યો છે, આહાહા...! સમ્યગ્દર્શન એટલે ધર્મીના Page #518 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ધર્મની ગણતરીમાં આવી ગયો, હવે એને દુનિયાની ગણતરીનું શું કામ છે? આહાહા..! બહુ સૂક્ષ્મ વાત છે, અપૂર્વ વાત છે, ભાઈ! તેમના પ્રત્યે સમભાવ છે. પ્રશંસા ક૨ના૨ હો કે નિંદા કરનાર હો, આહા..! સોનું હો કે પત્થર હો, હીરા-માણેક હોય, આહાહા..! કે થોર હોય. થોર, થોર સમજે? બધું એક છે. ધર્મીની દૃષ્ટિમાં બેમાં કંઈ તફાવત છે નહિ. આહાહા..! અથવા તો અન્યમતીઓએ માનેલા અનેક પ્રકારના સર્વથા એકાંતપક્ષી...' ઓલા અન્ય ધર્મની વાંછા નથી એમ કહ્યું ને? ઇ બે વ્યાખ્યા કરી. અન્ય ધર્મની વાંછા નથી, પાઠમાં છે ને? ‘સબંધમ્મેસુ’ છે ને? બે વ્યાખ્યા કરી. કનક–સોનું, પત્થર, નિંદા અને પ્રશંસા એ પુદ્ગલના સ્વભાવ હોવાથી તેની વાંછા ધર્મીને હોતી નથી. આહાહા..! બીજું તેમના અથવા તો અન્યમતીઓએ માનેલા અનેક પ્રકારના સર્વથા એકાંતપક્ષી વ્યવહારધર્મોની તેને વાંછા નથી...' એકાંતી ૩૬૩ પાખંડ છે. આહા..! એવા ધર્મને માનનારા મોટા રાજા નીકળે તો એથી કરીને એની વાંછા થાય કે આહાહા..! આવો ધર્મ આપણે હોય તો લોકો માને, એવી વાંછા એને નથી. આહાહા..! તે ધર્મોનો આદર નથી.’ એકાંત માનનારા. આહાહા..! આ રીતે સમ્યગ્દષ્ટિ વાંછા રહિત હોવાથી તેને વાંછાથી થતો બંધ નથી. વર્તમાન પીડા સહી શકાતી નથી...' આહાહા..! એવો કોઈ રાગ આવે કે એનાથી સહન થઈ શકે નહિ અને રાગ ટળે નહિ. આહાહા..! તો વાંછારહિત હોવાથી તેને વાંછાથી થતો બંધ નથી. વર્તમાન પીડા સહી શકાતી નથી તેથી તેને મટાડવાના ઇલાજની વાંછા સમ્યગ્દષ્ટિને’ આહાહા..! વિષયની ઇચ્છા, રાગાદિ આવે, એને મટાડવાનો ઇલાજ પણ કરે પણ એ ઇચ્છાનો કર્તા નથી. આહાહા..! ઝીણી વાત, ભાઈ! આહા..! સમ્યગ્દષ્ટિને ચારિત્રમોહના ઉદયને લીધે હોય છે...' શું કીધું ઇ? રાગ એવો આવે અંદરથી કે એને મટાડ્યા વિના એ રાગ ટળે નહિ. રાગનો ખદબદાટ રહ્યા કરતો હોય, આહાહા..! તો એ પીડા સહી શકતા નથી તેથી મટાડવાના ઇલાજની વાંછા...' જોયું? વાંછા પાછી કીધી. ઇલાજની વાંછા. આહાહા..! મટાડવાના ઇલાજની વાંછા સમ્યગ્દષ્ટિને ચારિત્રમોહના ઉદયને લીધે...' ચારિત્રમોહના ઉદયનો દોષ છે. આહાહા..! એથી એ વાંછા હોય છે અને ઇલાજની પણ વાંછા હોય છે. આહાહા..! ઝીણી વાત છે, ભાઈ! સમ્યગ્દષ્ટિ છે, આહાહા..! એને રાગ એવો આવે છે. છન્નુ હજાર સ્ત્રી હોય છે કે એકાદ હોય છે પણ વાસના આવી તે ટળતી નથી, ખસતી નથી. તે ચારિત્રનો દોષ જાણીને એ મટાડવા ઇચ્છે છે પણ તેનો પ્રેમ નથી, તેની રુચિ નથી. આહાહા..! શું આંતરો છે? એ ચારિત્રમોહના ઉદયને લઈને રાગનો દોષ આવે પણ એ દોષનું કર્તાપણું નથી. આહાહા..! આમ ઇલાજ કરે છે, વિષય લ્યે છે, રાગ એવો આવ્યો કે ધંધામાં પણ બેસે છે. આહાહા..! પણ તેનો ઇલાજ એ કરે છે પણ છતાં તે રાગની કŕબુદ્ધિ નથી. આહાહા..! હવે આ Page #519 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૨૩૦ ૫૦૫ તે... જ્યાં જ્ઞાતા-દષ્ટાપણાનું કર્તાપણું પ્રગટ્યું છે તેને આવા ઇલાજમાં રાગાદિનો ઇલાજ કરે મટાડવા છતાં તેની તેને રુચિ નથી. આહાહા...! હવે આવી વાત, કહો. સમ્યગ્દષ્ટિને “પીડા સહી શકાતી નથી તેથી તેને મટાડવાના ઇલાજની વાંછા સમ્યગ્દષ્ટિને ચારિત્રમોહના ઉદયને લીધે હોય છે... આહાહા.. પરંતુ તે વાંછાનો કર્તા પોતે થતો નથી, આહાહા.! કેમકે આત્મા શુદ્ધ ચૈતન્યઘન જેની દૃષ્ટિમાં તરવરે છે એને એ રાગ આવે અને એને છોડવાનો, મૂકવાનો ઈલાજ પણ કરે છતાં તેનો કર્તા નથી. કર્તા આનંદકંદનો નાથ એનો જ્ઞાતા-દષ્ટાનો કર્તા છે. ઝીણી વાત છે, ભાઈ! આહાહા..! વિનયતાની વ્યાખ્યા કરી છે, ભાઈએ જરી. આહાહા.! વાત સાચી છે. વિનયતપ એ કંઈ પરનો વિનય કરવો એ કંઈ વિનયતા નથી. અંતર દર્શન, જ્ઞાન ને ચારિત્રના જે ભાવ પ્રગટ્યા તેનું બહુમાન કરવું એનું નામ વિનય છે. કારણ કે વિનયતપ છે ને? તપ તો શુદ્ધ ઉપયોગી, ઇચ્છા નિરોધરૂપી તપ હોય. આહાહા.! સમજાય છે કાંઈ? તો જ્યાં ઇચ્છા છે, આ કરું, આને ભોગવું ત્યાં તો વાંછા કર્તાપણાની બુદ્ધિ છે. આહાહા...! હવે એણે વિનયના ભાઈ ત્રણ પ્રકાર લીધા છે. બહુ માળાએ વિસ્તાર કર્યો છે. મેં તો વાંચ્યું નહોતું. પંડિતોએ વખાણ કર્યા છે. ચોત્રીસ પંડિતોએ. વિનય ત્રણ પ્રકારનો, એમ. એક વિનય તપ, એક વિનય પુણ્ય, એક વિનય અનંત સંસારનું કારણ. એક વિનય તપ. અંતર ઇચ્છા નિરોધ થઈને વીતરાગતા વધી, શુદ્ધઉપયોગ વધ્યો તે વિનયતા. અને વિનય પુણ્ય. તીર્થકરગોત્રના પુણ્યના બંધન થયા એ વિનય પુણ્ય અને અજ્ઞાનીઓના મિથ્યાષ્ટિઓના આદર ને વિનય કરવો એ અનંત સંસારનું કારણ પાપ. આહાહા...! સમજાય છે કાંઈ? માળાએ વાંચ્યું છે ઘણું ને એટલે વાંચીને ચારે કોરનો મેળ બહુ કર્યો છે. આવું તો પુસ્તક પોતાથી મેળવીને કર્યું છે, હોં! આહાહા...! એવા તો કેટલાય બોલો લીધા છે. અનશન, ઉણોદરી. એક પછી એક વધારે છે. અનશન કરતા ઉણોદરી, એના રસપરિત્યાગ ને એની વૃદ્ધિ. એ વિશેષ તપ છે. એના કરતા વિશેષ (છે). ભગવાને ક્રમ આમ મૂક્યો છે માટે એમાં વિશેષતા છે. એનો પણ વિશેષતાનો ખ્યાલ મૂક્યો છે. આહાહા.! અને વિનયમાં આ મૂક્યું છે અંદરથી. આહાહા...! પોતાનો જે ભગવાનઆત્મા, એનું જે દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ્યું હોય તેનો વિનય નામ વિશેષે બહુમાન એ ઇચ્છા નિરોધરૂપી વિનયતા છે. ઉપચારિક વિનય શાસ્ત્રમાં આવે છે. તો એ ઉપચારિક વિનયનો અર્થ બીજાનો વિનય કરવો એમ કહે છે પણ આણે કાઢી નાખી, એ વાત સાચી છે. ઉપચારિક વિનય એ કે સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનો વિનય કરવો એ પર છે માટે ઉપચાર વિનય છે. આહાહા...! માળાએ પણ બહુ સરસ વાત કરી. વાત તો બરાબર ગોઠવી છે. આહાહા...! સમજાય છે કાંઈ? વિનયના પ્રકાર ત્રણ પાડીને આમ વીંખી નાખ્યું છે. આહાહા...! એમ તો દરેક તપની વ્યાખ્યા બહુ સરસ કરી છે. વાસ્તવિક Page #520 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ તપ તો શુદ્ધઉપયોગ છે, વીતરાગતા તે તપ છે અને શુદ્ધઉપયોગ સ્વરૂપની દૃષ્ટિ થઈ, સ્થિરતા તે શુદ્ધઉપયોગ છે. આહાહા...! એ શુદ્ધઉપયોગની જેને ભાવના છે અને આ બહારના પુદ્ગલની ઇચ્છાની ભાવના કેમ હોય? આહાહા.! સમજાણું કાંઈ? એ અહીં કહે છે. ધર્મીને અંતર સત્ સ્વરૂપની દૃષ્ટિ થઈ છે એથી તેના પ્રત્યેનું બહુમાન વર્તે છે. એને વચ્ચે આ નિંદા, પ્રશંસા ને સોનું એના ઉપર તો એની વાંછા હોતી નથી. ત્યારે કહે કે, કદાચિત વાંછા આવે છે, વિષયની, રાગની, ચારિત્રમોહને લઈને તો એનો ઇલાજ એ કરતો દેખાય. વિષયભોગ લે, વગેરે, છતાં તે રાગનો કર્તા નથી. અંતરમાં જામી શકતો નથી અને અસ્થિરતા ટળતી નથી. આહાહા..! સમજાણું કાંઈ? એ માટે અસ્થિરતા ટળે એવા પ્રયત્નમાં દેખાય પણ તે અસ્થિરતાનો કર્તા નથી. આહાહા...! આવું સ્વરૂપ ભારે આકરું, બાપા! એ “વાંછા સમ્યગ્દષ્ટિને ચારિત્રમોહના ઉદયને લીધે હોય છે, પરંતુ તે વાંછાનો કર્તા પોતે થતો નથી, જોયું? આહાહા.! દેહની ક્રિયા થાય, રાગ થાય છતાં તેનો કર્તા થતો નથી. આ તે વાત. આહાહા...! જેણે આત્માને જ્ઞાતા-દષ્ટા તરીકે જાણ્યો અને અનુભવ્યો, આહાહા.! એને આવા ઇલાજો કરતા દેખાય છતાં તેનો કર્તા નથી કહે છે. આહાહા.! આકરું કામ છે, ભાઈ! આહાહા.! “ધાર તરવારની સોહ્યલી દોહ્યલી, ચૌદમા જિનતણી ચરણસેવા પંદરમાં અધ્યયનમાં... આહાહા...! “ધર્મનાથની વાત આવે છે. ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા દેવો અંદર રહી શકે નહિ અને “રહે ન દેવા અજ્ઞાની ત્યાં રહી નહિ શકે. આહાહા...! સેવા એટલે આત્મા આનંદનો નાથ પ્રભુ, સ-એવ સેવા જેને અંતરની પ્રગટી છે, આહાહા...! એના ધારની સેવા ઉપર રહેનારા તો ધર્મી જીવ છે. આહા.! અજ્ઞાનીના ત્યાં કામ નથી. આહા. તે વાંછાનો કર્તા પોતે થતો નથી.” કર્મનો ઉદય જાણી તેનો જ્ઞાતા જ રહે છે. જાણે કે આ એક રાગ આવ્યો. સમજાય છે કાંઈ? ઉદય છે જાણે. આહા.! માટે વાંછાકૃત બંધ તેને નથી.” મૂળ પાઠ છે ને છે? મ્મત્તેર તદ સર્વધુમ્મસુ - રેઃિ રd' સર્વ ધર્મના બે અર્થ કર્યો. અન્યમતિઓના ધર્મ અને પાષાણ-સોનું, નિંદા-પ્રશંસા. ત્યારે કહે કે, એ સમકિતી છે, એ વિષય લેતા દેખાય છે, સ્ત્રીના વગેરેના (વિષય લ્યું છે) તો એ છે, એ રાગ આવે છે તો એ રાગનો ઇલાજ કરતો દેખાય છે પણ તેનો તેને રસ નથી. આહાહા. આર. આરે.! આવી વાતું. અને અજ્ઞાની સ્ત્રીઓનો ત્યાગ કરે છે છતાં અંદર રાગનો રસ ચાલે છે અને રાગનો કર્યા છે, મિથ્યાદૃષ્ટિ છે. આવું સ્વરૂપ છે. આહાહા.! સમજાણું કાંઈ? એ બીજો ગુણ થયો. નિઃશંક, નિકાંક્ષ. સમકિતના આઠ ગુણ છે. ગુણો એટલે દશાઓ, ચિહ્નો, લક્ષણો, એંધાણ એના બે થયા. Page #521 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ર૩૧ ૫O૭ هههههههههه ( ગાથા–૨૩૧) जो ण करेदि दुगुंछं चेदा सव्वेसिमेव धम्माणं। सो खलु णिविदिगिच्छो सम्मादिट्टी मुणेदवो।।२३१।। यो न करोति जुगुप्सां चेतयिता सर्वेषामेव धर्माणाम् । स खलु निर्विचिकित्सः सम्यग्दृष्टितिव्यः ।।२३१।। यतो हि सम्यग्दृष्टिः टङ्कोत्कीर्णैकज्ञायकभावमयत्वेन सर्वेष्वपि वस्तुधर्मेषु जुगुप्साभावन्निर्विचिकित्सः, ततोऽस्य विचिकित्साकृतो नास्ति बन्धः, किन्तु निर्जरैव। હવે નિર્વિચિકિત્સા ગુણની ગાથા કહે છે - સૌ કોઈ ધર્મ વિશે જુગુપ્સાભાવ જે નહિ ધારતો, ચિમૂર્તિ નિર્વિચિકિત્સ સમક્તિદૃષ્ટિ નિશ્ચય જાણવો. ર૩૧. ગાથાર્થ - [ યઃ વેયિતા ] જે ચેતયિતા [ સર્વષાર્ થવ ] બધાય [ ધર્માનામ્ ] ધર્મો (વસ્તુના સ્વભાવો) પ્રત્યે [ જુગુપ્સાં ] જુગુપ્સા (ગ્લાનિ) [ રોતિ ] કરતો નથી સ: ] તે [ ] નિશ્ચયથી [ નિર્વિવિવિ7 ] નિર્વિચિકિત્સ વિચિકિત્સાદોષ રહિત) [ સગવૃષ્ટિ: ] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય: ] જાણવો. ટીકા - કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે બધાય વસ્તુધર્મો પ્રત્યે જુગુપ્સાનો તેને) અભાવ હોવાથી, નિર્વિચિકિત્સ -જુગુપ્સા રહિત) છે, તેથી તેને વિચિકિત્સાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે. ભાવાર્થ - સમ્યગ્દષ્ટિ વસ્તુના ધર્મો પ્રત્યે અર્થાત્ સુધા, તૃષા, શીત, ઉષ્ણ આદિ ભાવો પ્રત્યે તથા વિષ્ટા આદિ મલિન દ્રવ્યો પ્રત્યે) જુગુપ્સા કરતો નથી. જુગુપ્સા નામની કર્મપ્રકૃતિનો ઉદય આવે છે તોપણ પોતે તેનો કત થતો નથી તેથી જુગુપ્સાકૃત બંધ તેને થતો નથી, પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જાય છે તેથી નિર્જરા જ થાય છે. Page #522 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ગાથા–૨૩૧ ઉપર પ્રવચન ત્રીજો (ગુણ). હવે નિર્વિચિકિત્સા ગુણની ગાથા કહે છે :–' ગુણ શબ્દ પર્યાય છે. સમ્યગ્દર્શનની સાથે આ એક પર્યાય છે એને ગુણ કહેવામાં આવે છે. जो ण करेदि दुगुंछं चेदा सव्वेसिमेव धम्माणं। सो खलु णिविदिगिच्छो सम्मादिट्टी मुणेदवो।।२३१।। સૌ કોઈ ધર્મ વિશે જુગુપ્સાભાવ જે નહિ ધારતો, ચિમૂર્તિ નિર્વિચિકિત્સ સમક્તિદૃષ્ટિ નિશ્ચય જાણવો. ર૩૧. આહાહા.! વિનયની વ્યાખ્યામાં એણે એવું કહ્યું છે કે, આ માથું કંઈ સડેલું નાળિયેર નથી કે જ્યાં ત્યાં નમી જાય. એમ લખ્યું છે. એને તો ધર્મદષ્ટિ દેખાય, ધર્મ હોય ત્યાં એ નમી જાય અને તે નમન પણ ઉપચારિક વિનય છે. કારણ કે વિકલ્પ છે ને. આહાહા.! વાંચન માળાનું ઘણું. ઘણું વાંચન એમાંથી મેળવીને બહુ સારી વાત કરી છે. ઓહોહો...! આવું પુસ્તક તો... આપણે તો ભાઈ જેમ છે. આત્મા છે. પરમાત્મા થવાની લાયકાતવાળો આત્મા છે. આહા.. કેવળજ્ઞાન પ્રગટ કરે તેવી લાયકાત છે. આવી સાધારણ વાતોમાં તો એની શું... મુમુક્ષુ :- એ બધો આપનો પ્રતાપ છે. ઉત્તર :- ના, પણ છતાં એનો ક્ષયોપશમ છે. વાત તો લખી છે કે, હું તો ભઈ બધું અહીંથી શીખ્યો છું. અહીં આવે તો વાત છે કરે છે ને. પણ આટલો બધો વિસ્તાર અહીંથી નથી આવ્યો. એના વાંચનના બધા પુસ્તકો સળંગ વાંચે, ઠેઠથી ઠેઠ સુધી, એમાંથી એને મગજમાં સાર રહી જાય, એ મેળવીને કાઢ્યું છે. મોટા કરણાનુયોગના, ચરણાનુયોગના ગ્રંથ હોય છે ને? દાર્શનિક ગ્રંથો, શાસ્ત્રો, સિદ્ધાંતિક ગ્રંથો. આહાહા...! એના વાંચનથી પહેલેથી લક્ષ તે ઠેઠ (અંત) સુધીમાં આગળ શું છે તેનો ખ્યાલ રાખીને હોય છે. તેથી એમાં આવી વાત આવી છે. આહાહા.! કહો, પંડિતજી! આ પંડિતજી આ કહેવાય. આહા.! અહીં કહે છે, છે ને? ૨૩૧. ટીકા :- કારણ કે સમ્યગ્દષ્ટિ.” આહાહા.! એટલું બધું જ્ઞાન વિશેષ તિર્યંચને હોતુંય નથી છતાં સમ્યગ્દર્શન હોય છે. આહાહા...! સમજાય છે કાંઈ? એ અહીં સમ્યગ્દષ્ટિ જીવ, ચાહે તો તિર્યંચ હો, નારકી હો, મનુષ્ય હો, દેવ હો. “ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે... આહાહા...! ટંકોત્કીર્ણ એટલે શાશ્વત. ધ્રુવ એકરૂપે જ્ઞાયકભાવમયપણું. જ્ઞાયકભાવમયપણું એકલો જાણકસ્વભાવમયપણું પ્રભુ આત્મા, Page #523 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૨૩૧ ૫૦૯ એને લીધે “બધાય વસ્તુધર્મો પ્રત્યે... આહાહા...! મલિન આદિ પદાર્થ કે મુનિની મલિન આદિ દશા દેખીને “જુગુપ્સાનો (તેને) અભાવ હોવાથી,” તેને દુગંછાનો અભાવ છે. આહાહા...! સડેલાં મડદાં પડ્યા હોય તોપણ તેની દુગંછાનો તેને અભાવ છે. એ તો પુગલનો પર્યાય સ્વભાવ છે. આહાહા..! એમ મુનિરાજ ભાવલિંગી વીતરાગી મુનિ સંત હોય, એના શરીરમાં મેલ દેખાય, રોગ દેખાય, આહાહા...! અને પોતાનું શરીર મજબુત આમ દેખાય છતાં તે પર પ્રત્યે જુગુપ્સા નથી, દુગંછા નથી. આહાહા...! મુનિરાજ વીતરાગ છે. આહાહા...! એને પણ એવા ઊલટી આદિના રોગ થાતા હોય કે આમ ખાધું ને ઊલટી. આહાહા.! અને તે ઊલટી પણ પાછી શરીર ઉપર આવી જાય, ખ્યાલ ન રહે એટલે આમ (આવે). મુમુક્ષુ :- રાજા “ઉદયન’. ઉત્તર :- હા, એ ગમે એ પણ આ તો ન્યાયથી (વાત છે). એવી ઊલટી થઈ જાય કે આમ શરીર ઉપર આવી જાય. છતાં એને તો દુગંછા નથી પણ સમકિતી તેની દુર્ગાછા કરતો નથી. આહાહા...! એ તો છે. લોહીની ઊલટી થાય. જુઓને. શરીર. કાલે જુઓને, કાલે જોયું ને? ઓલી લલીતાબેનને આખા શરીરમાં અગ્નિ બળે છે, કહે. અગ્નિ, અગ્નિ, અગ્નિ આમ. લલિતા”. હવે ઓલા આપણે “નેમચંદભાઈને જરીક અહીં સડાકા મારે છે. એવા તે મારે. આને આખા શરીરમાં અગ્નિ બળે છે. બિચારા “મોતીબેન' એની ચાકરી કરે છે એવી ને કે, એ બિચારા રોવા મંડ્યા, હોં! અમે પહેલેથી ભેગા એટલે ઠેઠ સુધી... આહાહા...! એ સ્થિતિ પુદ્ગલની છે). આહાહા...! આપણા “લાલચંદભાઈને પણ છે, જુઓને! અંદરથી ધડાકા મારે છે. કોણ જાણે શું મારે આવો રોગ? અંદર તણખા મારે અગ્નિ જેવા, હોં! આ પરમાણુઓ અંદર. શરીર છ— રોગથી ભરેલી વેદનામૂર્તિ છે. ધર્મીને તેની દુછા ન હોય. આહાહા.! સમજાણું કાંઈ? લોહીની ઊલટી થતાં શરીર ઉપર લોહી પડી જાય. હૈ? ખરડાઈ જાય, લોહીથી ખરડાઈ જાય. આહાહા...! એ તો વસ્તુનો સ્વભાવ છે. ધર્મીને તેની દુગંછા ન હોય. જેને આત્મજ્ઞાન ને આત્મદર્શન થયું છે.. આહાહા.! તેને તેની દુગંછા ન હોય. આહાહા...! ત્રીજી રીતે કહીએ તો પહેલામાં નિઃશંક કહ્યું. નિઃશંકપણું. આમાં ઉતાર્યું હશે કયાંક, ખબર નથી. પહેલામાં નિઃશંક કહ્યું છે એ વસ્તુના સ્વરૂપમાં નિઃસંદેહ છે. પછી કાંક્ષા કીધી એ પરમાં રાગ નહિ, ઇચ્છા નહિ, એમ કહ્યું. હવે આ દ્વેષ નહિ. એ પહેલા કહેવાય ગયું છે. (વાત) થઈ ગઈ છે. આહાહા...! આમાં ક્યાંય આવ્યું નથી હજી. એક પછી એક એને અંદરમાં કેમ મૂકયું છે એ બધો હેતુ છે. ત્રિલોકના નાથના ઘરની વાતું, બાપા! એ કંઈ ગમે તે ભાષા એની હોય એ ક્રમમાં કેમ આવ્યું? અને ક્રમ કેમ કહ્યો? એના પણ કોઈ હેતુ હોય છે. આહાહા...! મુમુક્ષુ :- એ ક્રમ પછી એ જ હોય, બીજો હોય નહિ. Page #524 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ઉત્તર :- એ જ હોય. ત્રણલોકના નાથની દિવ્યધ્વનિમાં, “ૐકાર ધ્વનિ સુણી અર્થ ગણધર વિચારે, રચી આગમ ઉપદેશે ભવિક જીવ સંશાય નિવારે આહાહા...! જ્ઞાયકભાવ ભગવાન આત્મા છે, એ રાગવાળો તો નથી પણ અલ્પ પર્યાયવાળોય નથી. આહાહા.! સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય નિજ પરમાત્મદ્રવ્ય એ જ્ઞાયકભાવ જેનો આશ્રય લીધો છે, જેને ભગવાન આત્માના ભેટા થયા, એને પરની દુર્ગાછા પરમાં દ્વેષ કેમ હોય? કહે છે. આહાહા...! પોતા સિવાય પરમાં ક્યાંય રાગેય નથી, તેમ પોતા સિવાય પરમાં ક્યાંય એને દ્વેષેય નથી. આહાહા...! આવી અંતરની વાતું બાપુ! બહુ ઝીણી. એણે તો વિનયતાને ત્યાં નાખ્યો છે કે, શુદ્ધઉપયોગ છે તે વિનયતા છે. પરનો વિનય કરવો એ તો ઉપચારિક વિનય, વિકલ્પ છે. વાત સાચી છે. સાચી વાત છે, બાપા! એક જણાએ લખ્યું છે ને તેથી, કે ભઈ! “કાનજીસ્વામીએ જે કંઈ ઊંડી ઊંડી વાતું કહી છે એની આ એક કડી છે, એમ લખ્યું છે. એમાં લખ્યું છે ને? કાલે આવ્યું હતું. એની આ એક બંધબેસતી કડી છે. પણ એ વિચારક, ક્ષયોપશમ ઘણો. ૩૪ પંડિતોએ વખાણ કર્યા છે કે આવી વાત તો અત્યાર સુધી ક્યાંય હતી નહિ. જેનું જેટલું હોય એનું એમાં. છતાં બિચારો નિર્માની માણસ છે. એ તો એમ કહે, અહીંથી હું તો શીખ્યો છું ને! આહા...! પ્રભુ અંતર જેની દૃષ્ટિનો વિકાસ થયો એની તો વાતું શું કરવી! આહાહા...! એને તો પરના ગમે તેટલા સડેલા ઢોર દેખાય પણ દુગંછા નથી. જાણે છે કે મારી જ્ઞાનની પર્યાય અત્યારે તેને જાણવાને લાયકપણે જાણે છે. મારી જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ અત્યારે તેને જાણવું અને પોતાથી જ પોતાને એમ જાણવાનો સ્વભાવ છે. એ જાણવાનો સ્વભાવ છે એને આ કાઢી નાખવું એમ કંઈ રહે છે? એની દુર્ગછા કરું એમ છે)? આહાહા...! નિર્વિચિકિત્સા -જુગુપ્સા) રહિત) છે...” ચિકિત્સા રહિત એટલે દુગંછા રહિત. તેથી તેને વિચિકિત્સાકૃત બંધ નથી.” દુર્ગધ કૃત જે ભાવ છે તેનો બંધ એને છે નહિ. આહાહા...! નિર્જરા જ છે. આહાહા.! વસ્તુ વાસ્તવિક તત્ત્વ છે, જ્ઞાયકભાવ, એનો જે અનુભવ ને દૃષ્ટિ એની અહીં બલિહારી છે. બાકી તો બધી વાતું પછી. આ વ્રત ને તપ ને ભક્તિ ને આ ને આ. એ તો બધા રાગ હોય, આવે પણ તેનો એ ધર્મી કર્તા નથી. આહાહા...! ભગવાન જ્યાં અનંત આનંદનો સાગર જ્યાં ઊછળે છે, દૃષ્ટિમાં જ્યાં પરમાત્મા આવ્યો એને કઈ વાતની કમી છે? કે બીજી વાતની તેને મહિમા આવે? આહાહા.! સમજાણું કાંઈ? માટે કરવાનું હોય તો પહેલું આ કરવાનું છે. કહો, “સુજાનમલજી'! આવું છે, બાપુ! આહાહા.! પાંચ ઇન્દ્રિયથી અનંતવાર અનંતકાળથી જોયું પણ જે જોનારો તેને જોયો નહિ. આહાહા...! જોનારને જોયા નહિ ને જોનારે પર્યાયમાં પરને જોયું. આહાહા. એ પોતા તરફનો એણે અનાદર કર્યો છે. આહાહા...! ‘ષ અરોચક ભાવ આ તો દુગંછા છે ને? દ્વેષ. દ્વેષ અરોચક Page #525 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ર૩૧ ૫૧૧ ભાવ' સ્વરૂપની જેને રુચિ નથી તેને પ્રભુ પ્રત્યે દ્વેષ છે, આ આત્મા પ્રત્યે, હોં! આહાહા.! પૂર્ણાનંદનો નાથ પરમાત્મા, અનંત અનંત ચૈતન્ય રત્નાકરથી ભરેલો ભગવાન, એનો જેને આદર ને જ્ઞાન નથી અને આ પાંચ ઇન્દ્રિયના જ્ઞાનમાં રોકાઈ ગયો, પ્રભુ! તેં તારા સ્વભાવનો અનાદર કર્યો. અરુચિભાવ, એને રુચ્યું નહિ તે તને તેના પ્રત્યે પ્રભુ! દુગંછા, દ્વેષ છે. અહીં દ્વેષ પર પ્રત્યે નથી પણ અહીંયાં દ્વેષ, આત્માની રુચિ નથી તેને આત્મા પ્રત્યે દ્વેષ છે. આહાહા...! અને ધર્મીને આત્મા પ્રત્યે દ્વેષ નથી પણ પરવસ્તુ દુગંછા દેખીને પણ તેને દ્વેષ આવતો નથી. આહાહા.! આવી વાતું છે. ભાવાર્થ :- સમ્યગ્દષ્ટિ વસ્તુના ધર્મો પ્રત્યે (અર્થાત્ સુધા,શરીરમાં સુધા દેખાય. તેથી એને દુર્ગછા નથી, અનાદર નથી. હોય છે. તૃષા,...” આહા! પાણીનું એક બિંદુ ન મળે અને તૃષા (લાગી હોય). સાચા સંત હોય વીતરાગી મુનિ, એને શરીર જીર્ણ થયું ને ઊભા થઈને પાણી લેવાનો પ્રસંગ પણ ન રહે, ઊભા થઈને પાણી લેવાય ને? બીજો કોઈ ઉભો કરીને લે એ પણ નહિ. આહાહા.! હવે એ તુષા લાગી હોય છતાં તેને અંદર આનંદ છે. એ તૃષાની દુર્ગછા નથી કે અર.૨.૨.! આ કેમ? જાણે છે. આહાહા...! પાણીનું બિંદુ ન મળે. આહાહા...! એવી તૃષા વખતે પણ ધર્મીને, આહા.! તેની જુગુપ્સા નથી. એ તૃષાની જડની દશા એ રીતે હોય. આહાહા...! “શીત,” હીમ પડે હીમ. એના પ્રત્યે તેને દ્વેષ નથી. શીતળ સ્વભાવ ભગવાન આત્મા જેણે જાણ્યો તેને બહારની શીત પ્રત્યે દ્વેષ નથી. આહાહા...! જેણે આત્માની અરુચિ છોડીને દ્વેષ છોડ્યો અને રુચિ કરી એને પર પ્રત્યે પણ દ્વેષ નથી, કહે છે. સમજાણું કાંઈ? શું કીધું ? જેણે ભગવાન આત્માની અરુચિરૂપી દ્વેષ, દ્વેષ છોડ્યો અને રુચિ ને દૃષ્ટિ થઈ એને સ્વ પ્રત્યે દ્વેષ નથી તેમ પર પ્રત્યે દ્વેષ નથી. આહાહા.! એ તો વીતરાગમૂર્તિ આત્મા, સમકિતી વીતરાગમૂર્તિ છે. સમકિત ઈ વીતરાગ પર્યાય છે. આહાહા...! અને સમ્યગ્દર્શન થાય છે એ શુદ્ધઉપયોગમાં થાય છે. હવે અત્યારે એમ કહે છે કે, અત્યારે શુભઉપયોગ જ હોય. અરે ! પ્રભુ! શું કરે છે માણસ? સાધુ નામ ધરાવી મોટા “શાંતિસાગરને કેડે શ્રુતસાગર'. વાત તો એની સાચી છે કે, એ બધા પાસે શુભભાવ જ હતો. પણ એને શુભભાવને મુનિપણું મનાવવું, માનવું છે). શુભભાવ તો સમકિતીને પણ હોય છે પણ એ શુભભાવ મારો નથી હું તો શુદ્ધ ચૈતન્ય છું, એ હું છું. શુદ્ધઉપયોગી ભગવાન આત્મા તે હું છું, આહાહા..! ઝાઝો સ્વાધ્યાય કર્યો હોય ને શાસ્ત્ર બહુ ભણ્યો હોય માટે તેને આ સમ્યગ્દર્શન થાય, એમ નથી કાંઈ. આહાહા...! એ તો મહાપ્રભુ જેના પૂર્ણ આનંદાદિ અનંત ગુણોનું માહાભ્ય અંદર આવતા અંદર જાય છે, એકાગ્ર થાય છે, કહે છે, તેને પોતા પ્રત્યેનો જે અરુચિ ભાવ હતો એ તો ગયો, રુચિ ભાવ પોષાણમાં આત્મા આવી ગયો અને બહારની શીત, ક્ષુધા, તૃષા કે ઉષ્ણ, તેના પ્રત્યે પણ તેને અરુચિ નથી. આહાહા...! છે? Page #526 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ “શીત, ઉષ્ણ...” ગરમી આમ એવી ગરમી પડે. એક કોર બાર ડિગ્રી, પંદર ડિગ્રી, સોળ ડિગ્રી. પડે છે કે નહિ? એ તો શેય છે. એનું એને દ્વેષપણું નથી. આહાહા.! શરીરમાં અગ્નિ સળગે. અગ્નિ એવા આખા શરીરમાં તણખા મારે. શરીરનો સ્વભાવ છે, હું એ શરીર નથી. તેમ મને તે તણખા મારતા નથી. આહાહા...! ભારે વાત, બાપુ! આકરી વાત બહુ. અને જેના જન્મ-મરણના અંત આવે, બાપા! આહાહા.! ચોરાશીના અવતારમાં સડી ગયો છે, મરી ગયો છે. એના દુઃખ વેઠ્યા એને પણ જોનારની આંસુની ધારા ચાલી છે, એવા દુઃખો એણે વેક્યા છે. કાંઈક આમ સગવડતા જરી બહાર દેખાય ત્યાં જાણે બસ! હવે અમે સુખી છીએ. પણ આત્માના જ્ઞાન વિના એ રાગમાં એકત્વ માનનારા મહાદુઃખી છે. આહાહા...! સમ્યગ્દર્શન એ વીતરાગી પર્યાય છે. તેથી તેને પરની વાંછા નથી તેમ પરમાં તેને દ્વેષ નથી. આહાહા...! ઝીણી વાત છે, ભાઈ! સાધારણ વાત (લાગે) પણ એમાં પરમાત્માનું ઘર જેણે જોયું છે, આહા. એવા સમ્યગ્દષ્ટિ ચાહે તો તિર્યંચ હો, અરે ! સાતમી નરકમાં નારકી હો, આહાહા...! એ વેદન ન્યાં ઠંડીનું, એક આટલી ઠંડી અહીંયા લાવે દસ હજાર જોજનમાં માણસ મરી જાય, એમાં સમકિતી અંદર પડ્યો હોય. આહાહા...! છતાં તેને શીતની દુગંછા નથી, એમ કહે છે. આહાહા.! ગજબ વાત છે. અને અગ્નિમાં આમ શરીરને સળગાવી થે. હડ. હડ. હડ... હડ દુશમનો, વેરીઓ. ટાટાનું છે ને મોટું કારખાનું? પચીસ વર્ષનો રાજકુમાર હોય), કરોડો ખર્ચાને લગન થયા હોય તે દિવસે રાત્રે, હજી પહેલી રાત્રે કોઈ ઉપાડીને અગ્નિમાં નાખે, આહાહા.! એવી પીડા હોય તોપણ કહે છે કે સમકિતીને દુગંછા નથી. આહાહા.! ભાઈ! મારગડા બહુ જુદા છે. શુદ્ધઉપયોગ એ ધર્મ છે. શુભઉપયોગ એ ધર્મ નથી. આહાહા.! એથી અહીં દુગંછા નથી ત્યાં શુદ્ધઉપયોગ છે અથવા સમ્યગ્દર્શનની વીતરાગી દશા છે. સમજાણું કાંઈ? આહાહા...! એ જુગુપ્સા કરતો નથી અથવા વિષ્ટા આદિ મલિન દ્રવ્યો પ્રત્યે).. આહાહા.! ગંધાતી વિષ્ટાના ઢગલા દેખાય. આ ખેતરમાં નાખે છે ને? ભંગ્યા બધું લઈને ખાતર, આમ અમથી વિષ્ટા પડી હોય, ખેતરમાં ઢગલો હોય), ભૂંડ એને ખાય. ધર્મી કહે છે કે, એને દેખીને દુગંછા ન કરે. એ રત્નના ઢગલા દેખીને વાંછા ન કરે અને વિષ્ટાના ઢગલા દેખીને દ્વેષ ન કરે. આહાહા.! ચિંતામણિ નાથ અંદર જેને પ્રગટ્યો ભગવાન અને જેટલી અંદર એકાગ્રતા થાય તેટલી તેને આનંદની દશા વધે હવે એને પર જોવે છે શું? આહા...! પરની વાંછા ને પરમાં દુગંછા-દ્વેષ એને હોતો નથી. વીતરાગભાવે તે જાણે છે. આહાહા! આવું છે. - અત્યારે તો સમ્યગ્દર્શન વિનાની વાતું એકલી. વ્રત ને તપ ને ભક્તિ, પૂજા ને શાસ્ત્ર વાંચન ને મોટી સભાઓ ભરવી ને.. આહા...! અહીં તો ભગવાન પહેલું સમ્યગ્દર્શન હોય તેને ધર્મની શરૂઆત થાય છે. પછી વચ્ચે ભલે વિકલ્પ અનેક પ્રકારના હોય, આહાહા...! Page #527 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૨૩૧ ૫૧૩ પણ તેનો તે કર્તા નથી. આહાહા...! વિષ્ટા વિગેરે લેવું. આહા...! “મિલિન દ્રવ્યો પ્રત્યે) જુગુપ્સા કરતો નથી. જુગુપ્સા નામની કર્મપ્રકૃતિનો ઉદય આવે તોપણ પોતે તેનો કત થતો નથી....” આહાહા.! એટલે? જરી અંદર દુગંછાનો ભાવ, વિકલ્પ આવી જાય પણ એનો કર્તા નથી. આહાહા...! આવું સ્વરૂપ હવે. આહાહા.! તોપણ પોતે તેનો કર્તા થતો નથી તેથી જુગુપ્સાકૃત બંધ તેને થતો નથી, પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જાય છે.” એ રાગનો કે દ્વેષનો ઉદય જરી આવ્યો એ ખરી જાય છે. આહાહા..! પાણીના પૂર બહુ આવતાને પહેલા? ત્યારે ગામમાં ગરી જાય દુકાન ઉપર, પછી શેઠિયાઓ નાળિયેર નાખે, એમ કે પાણી પાછું ફરી જાય. અમારા ‘ઉમરાળા ગામમાં થતું. મોટી નદી ખરીને? ગામમાં શેઠની દુકાન હોય ત્યાં સુધી પાણી આવે અને અંદર વધી જશે. ચારે કોરના પાણી, આમ પચીસ-પચીસ ગાઉથી “કરિયાણાથી નદી આવે. એ.ય મોટો દરિયો. પછી એ લોકો આમ નાળિયેર નાખે એમ કે પાછું હટી જાય. હૈ? મુમુક્ષુ :- ચુંદડી ને નાળિયેર નાખે. ઉત્તર :- ચુંદડી નાખતા હશે. આવી બધી ભ્રમણા છે. એ તો જોવાની ચીજ છે તો જાણ કે આમ થાય છે. એમાં હટી જાય કે તારા ઘરમાં ગરી જાય એમાં તને શું છે? આ (જ્ઞાન) ઘરમાં ક્યાં ગરે એવું છે? આહાહા...! આ તો દુકાનનું તો નાની ઉંમરમાં જોયેલું. “રોકડ શેઠ હતા એ લોકો ત્યાં આવે ને નાળિયેર નાખી જાય, એમ કે પાણી હવે હટી જશે. કાંઈ બિચારાને ખબર ન મળે. સ્થાનકવાસી જૈન. આહા...! એ ત્રીજો બોલ થયો. શ્રોતા :- આ તો બધાના ઘરમાં ઝગડા થાય તેવું છે. પૂજ્ય ગુરુદેવ :- શાસ્ત્રકાર પણ કહે છે ને કે કુટુંબીજનો ધુતારાની ટોળી છે. ભાઈ! જેને સર્પનું ઝેર ચડ્યું હોય તેને કડવો લીમડો પણ મીઠો લાગે છે. તેમ સંસાર ઝેર સમાન હોવા છતાં મોહી જીવને તે મીઠો લાગે છે. તેથી તેને જિનવાણીનું અમૃતપાન કરાવી નિર્મોહી બનાવવા વસ્તુસ્થિતિની જેમ વાત છે તેમ કહેવાય છે. અહીં તો ભવનો અભાવ કરવાની ને પરભવ સુધારવાની વાતો છે. ઉંદર ફૂંકી ફંકીને પગ આદિ ખાય છે નો ઉંદર ફૂંક મારીને કરડે એટલે નિદ્રામાં ખબર પડતી નથી. તેમ આ બૈરા-છોકરા આદિ વખાણ કરી કરીને ખાય છે એટલે મૂઢને ખબર પડતી નથી! આત્મધર્મ અંક-૧, જાન્યુઆરી-૨૦૦૮ Page #528 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ (( ગાથા-ર૩ર)) जो हवदि असम्मूढो चेदा सद्दिष्टि सबभावेसु। सो खलु अमूढदिट्ठी सम्मादिट्टी मुणेदव्वो।।२३२।। यो भवति असम्मूढः चेतयिता सदृष्टिः सर्वभावेषु । स खलु अमूढद्दष्टिः सम्यग्दृष्टितिव्यः ।।२३२।। यतो हि सम्यग्दष्टिः टङ्कोत्कीर्णैकज्ञायकभावमयत्वेन सर्वेष्वपि भावेषु मोहामावादमूढद्दष्टिः, ततोऽस्य मूढद्दष्टिकृतो नास्ति बन्धः, किन्तु निर्जरैव । હવે અમૂઢદૃષ્ટિ અંગની ગાથા કહે છે : સંમૂઢ નહિ જે સર્વ ભાવે, - સત્ય દૃષ્ટિ ધારતો, તે મૂઢદૃષ્ટિરહિત સમકિતદષ્ટિ નિશ્ચય જાણવો. ૨૩૨. ગાથાર્થ - [ યઃ વેયિતા ] જે ચેતયિતા [ સમાવેy | સર્વ ભાવોમાં [ ગરમૂઢ: ] અમૂઢ છે- [ સવૃષ્ટિ: ] યથાર્થ દૃષ્ટિવાળો [ મવતિ ] છે, [ ] તે [ 7 ] ખરેખર [ અમૂઢષ્ટિ: ] અમૂઢદૃષ્ટિ [ સાવૃષ્ટિ: ] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય: ] જાણવો. ટીકાઃ- કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે બધાય ભાવોમાં મોહનો તેને) અભાવ હોવાથી, અમૂઢદૃષ્ટિ છે, તેથી તેને મૂઢદષ્ટિકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે. ભાવાર્થ :- સમ્યગ્દષ્ટિ સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે, તેને રાગદ્વેષમોહનો અભાવ હોવાથી તેની કોઈ પદાર્થ પર અયથાર્થ દૃષ્ટિ પડતી નથી. ચારિત્રમોહના ઉદયથી ઈનિષ્ટ ભાવો ઊપજે તોપણ તેને ઉદયનું બળવાનપણું જામીને તે ભાવોનો પોતે કર્તા થતો નથી તેથી તેને મૂઢષ્ટિકૃત બંધ થતો નથી પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જતી હોવાથી નિર્જરા જ થાય છે. Page #529 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૨૩ર ૫૧૫ ગાથા-ર૩ર ઉપર પ્રવચન ચોથો અમૂઢદૃષ્ટિ. સમ્યગ્દષ્ટિ અમૂઢ હોય છે. આહાહા.! जो हवदि असम्मूढो चेदा सद्दिष्टि सव्वभावेसु । सो खलु अमूढदिट्ठी सम्मादिट्टी मुणेदव्वो।।२३२।। સંમૂઢ નહિ જે સર્વ ભાવે, - સત્ય દૃષ્ટિ ધારતો, તે મઢદષ્ટિરહિત સમકિતદષ્ટિ નિશ્ચય જાણવો. ૨૩૨. આહાહા...! “કુંદકુંદાચાર્ય કેવી શૈલીથી વાત કરે છે. અને એમાં “અમૃતચંદ્રાચાર્ય એની ટીકાના કર્તા. આહાહા...! કુંદકુંદાચાર્યે તો પંચમઆરાના તીર્થકર જેવું કામ કર્યું અને આણે ગણધર જેવી ટીકા કરી. ઓહોહો...! મીઠા મહેરામણ ઊછાળ્યા છે. ભગવાન અમૃતનો સાગર પરમાત્મા, આહાહા...! એની જેને દૃષ્ટિ ને સમ્યજ્ઞાન થયા છે અને કહે છે કોઈ જાતની મૂંઝવણ છે નહિ, મૂંઝાતો નથી. આહા...! કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે બધાય ભાવોમાં મોહનો (તેને) અભાવ હોવાથી.' આહાહા..! ક્યાંય તેને મોહ નથી, મૂંઝવણ નથી. આહાહા...! અન્યમતીના બાવા આદિને માનનારા રાજા, મહારાજા હોય અને કરોડો હાથી ને લાખો હાથીની ઉપર બેસાડીને મોટું માન આપતા હોય તો એને એમ ન થાય કે, માળું આમાં કાંઈક હશે? એ જગતના અજ્ઞાનીઓના પુણ્યના પ્રકારો હોય છે. મૂંઝાતો નથી. અરે. આવો વીતરાગી એક હું અને મને માનનારા નહિ અને આવાને માનનારા, માટે કાંઈક હશે એમાં? આહાહા...! એમ સમકિતીને મુંઝવણ, મોહ નથી. આહાહા...! છે? ભાવોમાં મોહનો (તેને) અભાવ હોવાથી, અમૂઢદૃષ્ટિ છે, તેથી તેને મૂઢષ્ટિકૃત બંધ નથી...” મુંઝાવાના ભાવથી જે બંધ થતો એ ભાવ એને છે નહિ. તેથી તેને તેનો બંધ નથી પણ જરીક કોઈ ભાવ આવી ગયો, એને ખરી જાય છે. આહાહા...! છે ને? “પરંતુ નિર્જરા જ છે.” “જ” શબ્દ મૂક્યો પાછો. છે ને? “નિર્નરવ' સંસ્કૃતમાં છે. નિર્નરેવ આહાહા.! જ્ઞાનીને કોઈ એવો ભાવ આવે પણ કહે છે એ તો ખરી જાય છે. આહાહા...! ભાવાર્થઃ- “સમ્યગ્દષ્ટિ સર્વ પદાર્થના સ્વરૂપને યથાર્થ જાણે છે;” સર્વ પદાર્થના સ્વરૂપને યથાર્થ જાણે છે તેને રાગદ્વેષમોહનો અભાવ હોવાથી તેની કોઈ પદાર્થ પ્રત્યે અયથાર્થ દૃષ્ટિ પડતી નથી.’ આહાહા...! કોઈ પણ પદાર્થ પ્રત્યે તેની વિપરીત દૃષ્ટિ કે અયથાર્થ દૃષ્ટિ થતી નથી. આહા...! એ બીજાને પણ વાસ્તવિક દૃષ્ટિથી દેખે છે. એની –સામાની) દષ્ટિ ભલે વિપરીત હોય પણ એને એ રીતે દેખે છે. આહાહા! સમજાણું કાંઈ? Page #530 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ દ્રવ્ય પરમાત્મા સાધર્મી હોવા છતાં, દ્રવ્ય ધર્મી એને સાધર્મી તરીકે ધ્રુવ આનંદનો નાથ ભાળે છે પણ પર્યાયમાં એની જે મુંઝવણ આદિ જે અજ્ઞાન છે તેને તે રીતે જાણે છે. આહાહા.! સમજાણું કાંઈ? પણ મુંઝાતો નથી, એમ કે, આહાહા.! આવા જીવો બહુમાન કરે ને આ કરે ને મોટા રાજાઓ માને, ચક્રવર્તી માને. ચક્રવર્તી પણ મિથ્યાદૃષ્ટિ હોય તો માને, એમાં શું છે? આહા...! જેના રાજમાં એ ચાલતું હોય, સમ્યગ્દષ્ટિ મુંઝાય નહિ. આહા...! “સમ્યગ્દષ્ટિ સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે; તેને રાગદ્વેષમોહનો અભાવ હોવાથી તેની કોઈ પદાર્થ પર અયથાર્થ દૃષ્ટિ પડતી નથી. ચારિત્રમોહના ઉદયથી ઈષ્ટાનિષ્ટ ભાવો ઊપજે..” જોયું? જરી ઇષ્ટ-અનિષ્ટ વૃત્તિઓ થઈ જાય. છે તો બધા જોયો પણ શેયને દેખીને નહિ પણ પોતાની કમજોરીને લઈને જરી ઇષ્ટ-અનિષ્ટ વૃત્તિ થઈ જાય, એમ કહે છે. એ વસ્તુ ઇષ્ટ-અનિષ્ટ નથી. વસ્તુ તો શેય છે. પણ એ શેયને જોતાં પોતાની વૃત્તિમાં પોતાને કારણે જે ઈષ્ટ-અનિષ્ટ વૃત્તિ થઈ તેને તે જાણતો તેનો કર્તા થતો નથી. આરે...! આહાહા...! ચારિત્રમોહના ઉદયથી ઈષ્ટનિષ્ટ ભાવો ઊપજે તોપણ તેને ઉદયનું બળવાનપણું જાણીને...” શું કહે છે? રાગ એ જાતનો જરી કમજોરીથી છે. આહા.. કર્મનું બળવાનપણું એ નહિ, એની વિકારની દશાનું અત્યારે જરી બળવાનપણું છે, એમ જાણે. એમ કરીને જ્ઞાતા રહે. આહાહા...! છે? “ઉદયનું બળવાનપણું...” (આ વાંચીને ત્યાં એમ નાખે, જોયું કર્મનું જોર છે. એ કર્મનું જોર છે એટલે પોતાની પર્યાયમાં નબળાઈ છે એ ભાવકર્મનું જોર છે. આહા...! સમજાણું કાંઈ? તે ભાવોનો પોતે કત થતો નથી. એમ કીધું ને? તેથી તેને મૂઢદૃષ્ટિકૃત બંધ થતો નથી...” ઈ મુંઝાતો નથી. આહાહા...! કે, આટલું બધું આ જગતનું જોર અને મારામાં પણ આ રાગનો આટલો જોરદાર ભાવ! જાણે છે કે છે, મારી નબળાઈ છે. એને એ જાણે છે. કર્તા થતો નથી. અરે ! આ પણ? આહાહા. એટલે કે ઢાંકી દયે છે. જ્ઞાતા-દૃષ્ટા આગળ દોષની વિશેષતા દેખાતી નથી. દોષ જાણે છે કે છે. જ્ઞાતા-દષ્ટ ભગવાનઆત્માની પાસે દોષની કિમત કાંઈ નથી. એમ જાણીને તે દોષનો જ્ઞાતા રહે છે અને તે દોષ એને ખરી જાય છે. આહાહા! અરે.! આવી વાતું. ક્યાંય મળે એવી નથી). પરંતુ પ્રકૃતિ રસ દઈને...” આત્માના રણે ચડેલો આત્મા, એને પ્રકૃતિનો રસ રાગાદિ આવ્યો એ ખરી જાય છે. આહાહા.! ખરી જતી હોવાથી નિર્જરા જ થાય છે. પ્રકૃતિ રસ દઈને ખરી જતી હોવાથી... આહાહા.! “નિર્જરા જ થાય છે. સમકિતના આ આચાર છે ને? નિર્મળ વીતરાગી પર્યાય છે. વીતરાગી પર્યાયનો સ્વામી હોવાથી અને દ્રવ્યનો સ્વામી હોવાથી તે રાગાદિ તરી આવે તેનો સ્વામી થતો નથી, કર્તા થતો નથી પણ ખરી જાય છે. એવું સમ્યગ્દષ્ટિનું સ્વરૂપ છે. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) Page #531 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ર૩ર ૫૧૭ પ્રવચન . ૩૦૮ ગાથા-૨૩રથીર૩૪ મંગળવાર, ભાદરવા વદ ૬, તા. ૧૧-૦૯-૧૯૭૯ બાહ્ય પરિગ્રહ તો ભાઈ! એ બધા રાગના નિમિત્તો છે. આહાહા.. જેને અંતરમાં સમ્યક દૃષ્ટિ એટલે કે મિથ્યાત્વ, રાગ, રતિ, અરતિ આદિ અત્યંતર પરિગ્રહ છે એની એકતાબુદ્ધિ જેને તૂટી છે અને જ્ઞાયક સ્વભાવમાં એકતાબુદ્ધિ થઈ છે તેને અહીંયાં સમ્યગ્દષ્ટિ કહે છે. સમજાય છે કાંઈ? પરિગ્રહ ચોવીસ પ્રકારનો છે ને? દસ પ્રકારનો પરિગ્રહ બાહ્ય છે. ભાઈએ હમણાં એમાં પ્રશ્ન મૂક્યો હતો. દસ પ્રકારમાં ધન, ધાન્ય આવે છે તો ધન, ધાન્યમાં ધનનો અર્થ પૈસા નથી ત્યાં. સોનું, રૂપું આદિ છે. દસ પ્રકારનો બાહ્ય પરિગ્રહ (છે) એમાં પણ પૈસા આવતા નથી. લોકો પૈસાને પરિગ્રહ માની બેઠા છે. આહા..! ઈ ભાઈએ લખ્યું છે. અને એ પરિગ્રહ જે છે અંદર રાગ, દ્વેષ, પુણ્ય-પાપ અત્યંતર પરિગ્રહ એને જેણે પકડ્યો છે, એ મારા છે એવી બુદ્ધિ છે ત્યાં સુધી તો મિથ્યાત્વનો પરિગ્રહ છે. આહાહા.! અને એ મિથ્યાત્વનો પરિગ્રહ છૂટ્યા વિના રાગાદિના પરિણામ થાય એની એકતાબુદ્ધિ તૂટે નહિ. રાગ હોય ભલે, પણ એનું પરિમાણ થઈ જાય-માપ આવી જાય છે. એટલે? કે, કષાયની જે તીવ્રતાની એકતાબુદ્ધિ છે એ મહાપરિગ્રહ મિથ્યાત્વનો છે. આહાહા.! અને એ મિથ્યાત્વનો પરિગ્રહ છૂટ્યા વિના જ્ઞાયક સ્વભાવ તરફની એકતા કદી થાય નહિ. આહાહા.! સમજાણું કાંઈ? ભાઈએ અકિચન અને બ્રહ્મચર્યનો ખુલાસો બહુ સારો કર્યો છે. હજી બ્રહ્મચર્ય આવ્યું નથી. અકિંચન એટલે પરપરિગ્રહનો અભાવ અને બ્રહ્મચર્ય એટલે સ્વભાવમાં એકતા. ઓલો અર્થ નાસ્તિ છે, આ અતિ છે. આહાહા...! કાંઈ પણ રાગાદિ કણ કોઈ ચીજ મારી નથી એવો અકિંચન ધર્મ તે નાસ્તિ તરીકે છે અને મારું સ્વરૂપ પૂર્ણાનંદ છે એવો જેને દૃષ્ટિમાં, જ્ઞાનમાં સ્વીકાર થયો એમાં એને બ્રહ્મચર્યની શરૂઆત થઈ. આહાહા...! અહીંયાં કહે છે કે, અમૂઢદૃષ્ટિ. આહાહા.! “સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે; છે? (ભાવાર્થ). સર્વ પદાર્થના સ્વરૂપ. સર્વમાં બધું આવી ગયું), રાગ, દ્વેષ, આત્મા, પર, મિથ્યાભાવ, રાગ આ બધાને યથાર્થ જાણે છે. આહાહા...! ૨૩૨ ગાથા. પાનું કાઢતા વાર લાગે, ઓલા પૈસાનું પાનું કાઢવું હોય તો ઝટ નીકળે. આહાહા...! અમૂઢદૃષ્ટિ એટલે સમ્યગ્દષ્ટિ સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે... આહાહા...! એ હાસ્ય રાગાદિનો ભાવ તે દોષ છે, અત્યંતર પરિગ્રહ છે એમ જ્ઞાની બરાબર અંતરમાં જાણે છે. આહાહા.! અને એ પરિગ્રહની એકતાબુદ્ધિ તૂટ્યા વિના સમ્યગ્દર્શન થાય નહિ અને એના તૂટ્યા વિના બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરીને બેસે એ બધો મિથ્યા ત્યાગ છે. આહાહા...! એવી વાતું છે. ‘સર્વ પદાર્થોના સ્વરૂપને..” પરવસ્તુ છે એ તદ્દન પર છે, પૈસો આદિ એ તો પર Page #532 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ છે એમ જાણ્યું છે. રાગાદિ છે એ અંતરમાં અત્યંતર પરિગ્રહ છે વિકાર એ મારો નથી. એ થાય છે પણ મારો નથી. એવી એકત્વબુદ્ધિ તૂટી છે. એવો સમ્યગ્દષ્ટિ જીવ સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે;” આહાહા...! એણે–ભાઈએ તો એક લખ્યું છે, એમ કે આ પરિગ્રહના ત્યાગીઓને મેં ખડખડાટ હસતા દેખ્યા છે. ખડખડાટ હસવું તે હાસ્ય પરિગ્રહ નથી? આહા...! માળે! મૂળમાં ઘા કર્યો છે. વાત સાચી છે. એમ કે આમ બાહ્ય પૈસા, બાયડી, છોકરા છોડીને બેઠો તો જાણે અમે નિગ્રંથ થઈ ગયા અને હાસ્ય એટલો ખડખડાટ હાસ્ય કરે, દાંત કાઢે. એ હાસ્ય છે એ પરિગ્રહ છે અને એની પક્કડ છે, એત્વબુદ્ધિ છે કે નથી એનીયે ખબર નથી. આહાહા...! સમજાણું કાંઈ? અને એક એણે લખ્યું છે, ભાઈ! કે, “જયપુરમાં મૂર્તિ લેવા આવે છે, મૂર્તિ, તો એ લોકો એમ કહે છે કે, અમારે એવી મૂર્તિ જોઈએ, હસમુખી મૂર્તિ જોઈએ. ત્યારે હું એને કહું કહે છે, એ કહે છે કે, હસમુખી મૂર્તિ તો હાસ્ય કરે એવી મૂર્તિ હાસ્ય તો પરિગ્રહ છે અને ભગવાન તો પરિગ્રહના ત્યાગી છે. આહાહા...! હસમુખી મૂર્તિ કરતાં શાંત અને વીતરાગી મૂર્તિ જોઈએ એમ કહો. એ.ઈ....! આહાહા...! મૂર્તિમાંય એમ કહે છે લોકો કે આમ હસમુખી ને આવી જોઈએ). આહાહા...! શું છે પણ આ? હાસ્ય છે એ તો પાપનો એક પરિગ્રહ છે. તો હાસ્યના પરિગ્રહવાળા એ ભગવાનની પ્રતિમા છે? આહા.! વીતરાગ શાંત મુદ્રા પ્રભુની અકષાય મુદ્રા છે એ તો. એને હાસ્ય આદિની મુદ્રાવાળા જાણવા તો કષાયવાળી મુદ્રા માની. આહાહા...! લોકોને તત્ત્વની વાસ્તવિક સ્થિતિ શું છે એની મૂઢતા ટળતી નથી. આહા...! અહીં કહે છે, સમ્યગ્દષ્ટિ સર્વ પદાર્થોમાં બધું આવી ગયું કે નહિ? હૈ? ભગવાનની પ્રતિમા, ભગવાન પોતે, પોતાનો આત્મા, રાગાદિ ભાવ બધું એમાં આવી ગયું. આહાહા...! સ્વરૂપને યથાર્થ જાણે છે; તેને રાગદ્વેષમોહનો અભાવ હોવાથી.” એકત્વબુદ્ધિનો અભાવ છે. રાગદ્વેષમોહનો એકત્વબુદ્ધિનો અભાવ છે એટલે ખરેખર એને રાગદ્વેષમોહ છે નહિ. આહાહા...! તેની કોઈ પદાર્થ પર પ્રત્યે) અયથાર્થ દૃષ્ટિ પડતી નથી. આહાહા...! સમ્યગ્દષ્ટિની દૃષ્ટિ કોઈપણ પદાર્થ પ્રત્યે અયથાર્થ દૃષ્ટિ પડતી નથી. આહાહા...! વીતરાગને વીતરાગ તરીકે જાણે, વીતરાગની મૂર્તિને વીતરાગ તરીકે જાણે. આહાહા! આત્માને રાગરહિત ચિદાનંદ પ્રભુ છે તેમ તેને જાણે. અને હાસ્ય, રતિ, અરતિ અત્યંતર પરિગ્રહ છે ને? ચૌદ પ્રકારનો પરિગ્રહ છે ને? મિથ્યાત્વ (આદિ). તો એને એ મારી ચીજ નથી તેમ તેને જાણે. આહાહા...! એનો પરિગ્રહ, ચૈતન્ય સ્વભાવ જેનો પરિગ્રહ થયો છે. એ પરિગ્રહ શબ્દ આવે છે ને? “નિર્જરા અધિકારમાં આવી ગયું છે. જેણે જ્ઞાયકભાવ પરિગ્રહ એટલે સમસ્ત પ્રકારે પકડ્યો Page #533 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ર૩ર ૫૧૯ છે. આહાહા...! એને અત્યંતર પરિગ્રહ રાગાદિની એકતાબુદ્ધિ હોતી નથી. આહાહા...! સ્વભાવ ચૈતન્ય ભગવાન જ્ઞાતા-દષ્ટાની જ્યાં એકતાબુદ્ધિ થઈ એને રાગાદિ, દયા, દાન આદિ વિકલ્પો આવે પણ તેની એકતાબુદ્ધિ તૂટી ગઈ છે. આહાહા.! સમજાણું કાંઈ? અને જેને પુણ્ય પરિણામ આવે તો તેને પુણ્ય તરીકે જાણે, એને ધર્મ તરીકે ન જાણે. યથાર્થ બુદ્ધિ થઈ છે ને? આહાહા...! સમજાણું કાંઈ? કોઈ પદાર્થ પર પ્રત્યે) અયથાર્થ દૃષ્ટિ પડતી નથી. એટલે કે એને શુભ ભાવ આવ્યો એ ધર્મ છે તેવી દૃષ્ટિ એની થતી નથી. આહાહા...! “ચારિત્રમોહના ઉદયથી ઈષ્ટાનિષ્ટ ભાવો ઊપજે.” થાય ‘તોપણ તેને ઉદયનું બળવાનપણું જાણી..” એટલે કે રાગની, વિકૃતની દશા મારી નબળાઈ છે એમ જાણી તે ભાવોનો તે કર્તા થતો નથી...” એકતાબુદ્ધિ તૂટી છે માટે કર્તા થતો નથી. આહાહા...! સમજાણું કાંઈ? આહાહા! તે ભાવોનો પોતે કર્તા થતો નથી...” એટલે કે એ ભાવો છે ખરા, થાય છે પણ એકત્વબુદ્ધિ નથી તેથી કર્તા થતો નથી. આહાહા! જેમાં એબુદ્ધિ થઈ છે તેના જ્ઞાન, દર્શન ને આનંદના પરિણામનો કર્તા થાય છે. આહાહા.! જેને પોતાનો સ્વભાવ માન્યો છે તેનો કર્તા પર્યાયમાં થાય છે પણ વિકારી પરિણામ મારા નથી તો તેનો તે કર્તા થતો નથી. આહાહા...! આવી વાત છે. તેથી તેને મૂઢદૃષ્ટિકૃત બંધ થતો નથી...” એકતાબુદ્ધિની જે મૂઢદૃષ્ટિ છે તેવો ભાવ એને હોતો નથી તેથી તેનો બંધ થતો નથી. પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જતી હોવાથી...” આહાહા.! રાગાદિ થાય તેમાં એકત્વપણું નથી તેથી તેના પ્રત્યે ભાવ આવ્યો તે ખરી જાય છે. આહાહા! સ્વભાવની સાથે તેને એકત્વ કરતો નથી. આહાહા...! તેથી તેને નિર્જરા જ થાય છે. બહુ અમૂઢદૃષ્ટિમાં પાઠ જ એમ છે ને? “બધાય ભાવોમાં મોહનો અભાવ...” એમ છે ને મૂળ પાઠમાં? એનો અર્થ કે બધા ભાવોમાં એકત્વબુદ્ધિનો અભાવ, એમ. સમજાણું કાંઈ? અને ત્રિકાળી જ્ઞાયકભાવમાં એક્વબુદ્ધિનો અભાવ. આહાહા.! આવું સમ્યગ્દષ્ટિનું અમૂઢ સ્વરૂપ છે. આહા.! હે ભવ્યો! તમે એવું કામ કરો કે જેથી આત્મા પોતાની જ્ઞાનભૂમિકામાં આવી જાય. દેહ છૂડ્યાં પહેલાં આ પ્રયત્ન કરી લે. ઘર બળે ત્યારે કૂવો ખોદવા ન બેસાય. માટે મરતાં પહેલાં આત્માનો યત્ન કરી લે. માનવદેહથી જ શિવપદ મળી શકે છે. દેવ, નારક, પશુગતિમાંથી શિવપદ નહિ મળે, માટે આ અમૂલ્ય અવસર ખોવા જેવો નથી. આત્મધર્મ અંક-૧, જાન્યુઆરી-૨૦૦૮ Page #534 -------------------------------------------------------------------------- ________________ પ૨૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ هههههههههه ( ગાથા–૨૩૩) जो सिद्धभत्तिजुत्तो उवगृहणगो दु सव्वधम्माणं। सो उवगृहणकारी सम्मादिट्ठी मुणेदवो।।२३३।। यः सिद्धभक्तियुक्तः उपगूहनकस्तु सर्वधर्माणाम् । स उपगूहनकारी सम्यग्दृष्टितिव्यः ।।२३३।। यतो हि सम्यग्दृष्टिः टङ्कोत्कीर्णैकज्ञायकभावमयत्वेन समस्तात्मशक्तीनामुपबृंहणादुपबृंहकः, ततोऽस्य जीवशक्तिदौर्बल्यकृतो नास्ति बन्धः, किन्तु निर्जरैव। હવે ઉપગૂહન ગુણની ગાથા કહે છે - જે સિદ્ધભક્તિસહિત છે, ઉપગૂહક છે સૌ ધર્મનો, ચિમૂર્તિ તે ઉપગૂહનકર સમકિતદૃષ્ટિ જાણવો. ર૩૩. ગાથાર્થ - [ : ] જે ચેતયિતા) [ સિદ્ધમવિત્તયુવત્ત: ] સિદ્ધની (શુદ્ધાત્માની) ભક્તિ સહિત છે તુ ] અને [ સર્વધર્મામ્ ૩૫ નવ: ] પર વસ્તુના સર્વ ધર્મોને ગોપવનાર છે (અર્થાતુ રાગાદિ પરભાવોમાં જોડાતો નથી) [ 5 ] તે [ ૩૧દનવારી ] ઉપગૂહનકારી [ સગવૃષ્ટિ: ] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય: ] જાણવો. ટીકા :- કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી, ઉપબૃહક અર્થાત્ આત્મશક્તિનો વધારનાર છે, તેથી તેને જીવની શક્તિની દુર્બળતાથી (અર્થાત્ મંદતાથી) થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે. ભાવાર્થ - સમ્યગ્દષ્ટિ ઉપગૃહનગુણ સહિત છે. ઉપગૂહન એટલે ગોપવવું તે. અહીં નિશ્ચયનયને પ્રધાન કરીને કહ્યું છે કે સમ્યગ્દષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડેલો છે, અને જ્યાં ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડ્યો ત્યાં અન્ય ધર્મો પર દૃષ્ટિ જ ન રહી તેથી તે સર્વ અન્ય ધર્મોનો ગોપાવનાર છે અને આત્મશક્તિનો વધારનાર છે. આ ગુણનું બીજું નામ “ઉપવૃંહણ” પણ છે. ઉપવૃંહણ એટલે વધારવું તે. સમ્યગ્દષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધના સ્વરૂપમાં જોડેલો હોવાથી તેના આત્માની સર્વ શક્તિ વધે છેઆત્મા પુષ્ટ થાય છે માટે તે ઉપવૃંહણગુણવાળો છે. Page #535 -------------------------------------------------------------------------- ________________ પ૨૧ ગાથા– ૨૩૩ આ રીતે સમ્યગ્દષ્ટિને આત્મશક્તિની વૃદ્ધિ થતી હોવાથી તેને દુર્બળતાથી જે બંધ થતો હતો તે થતો નથી, નિર્જરા જ થાય છે. જોકે જ્યાં સુધી અંતરાયનો ઉદય છે ત્યાં સુધી નિર્બળતા છે તો પણ તેના અભિપ્રાયમાં નિર્બળતા નથી, પોતાની શક્તિ અનુસાર કર્મના ઉદયને જીતવાનો મહાન ઉદ્યમ વર્તે છે. ગાથા-૨૩૩ ઉપર પ્રવચન “હવે ઉપગૂહન ગુણની વ્યાખ્યા કહે છે – પાંચમું. પાંચમું છે ને આ? जो सिद्धभत्तिजुत्तो उवगृहणगो दु सव्वधम्माणं। सो उवगृहणकारी सम्मादिट्ठी मुणेदव्यो।।२३३।। જે સિદ્ધભક્તિસહિત છે, ઉપગૃહક છે સૌ ધર્મનો, ચિમૂર્તિ તે ઉપગૂહનકર સમકિતદૃષ્ટિ જાણવો. ૨૩૩. આ સિદ્ધ એટલે પર નહિ. આહાહા. મિથ્યાત્વનો જે અત્યંતર પરિગ્રહ છે એની જ્યાં સુધી એક્તાબુદ્ધિ અને એ મારા છે એમ ટળ્યું નથી ત્યાં સુધી બાહ્યનો ત્યાગ એ બધો મિથ્યા ત્યાગ છે. આહાહા...! સમજાય છે કાંઈ? ટીકા :- “કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે...” તેમાં એકત્વપણાને લીધે, એમ. આહાહા.! જ્ઞાયક સ્વભાવ ચૈતન્યમૂર્તિ પ્રભુ, એના પણાને લીધે એટલે એમાં એકત્વપણાને લીધે “સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી, સમસ્ત આત્મશક્તિઓ જેટલી છે તેની પર્યાયમાં શુદ્ધિની વૃદ્ધિ કરતો હોવાથી, ઉપઍક અર્થાત્ આત્મશક્તિનો વધારનાર છે... આહાહા.! શું કહ્યું છે? બાહ્ય પરિગ્રહ દસ પ્રકાર અને અત્યંતર ચૌદ પ્રકાર, બધા પરિગ્રહથી જેની બુદ્ધિ હટી ગઈ છે અને સ્વભાવનો પરિગ્રહ જે જ્ઞાયકસ્વરૂપનો પરિગ્રહ પકડ્યો છે. આહાહા.! એ નિર્જરા અધિકારમાં પહેલાં આવી ગયું છે. સ્વભાવ ચૈતન્યજ્યોત છે એને પકડ્યો છે, પરિગ્રહ કર્યો છે. પરિગ્રહ–સમસ્ત પ્રકારે ગ્રહ-પકડ્યો છે. આહા...! સમ્યગ્દષ્ટિને પરિગ્રહ સ્વભાવનો છે. આહા...! “આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી, કારણ કે એ પોતે પોતાનું સ્વરૂપ આ છે તેથી શક્તિ ઉપર એકત્વબુદ્ધિ છે અને પરની એકત્વબુદ્ધિ ટળી છે તેથી શક્તિઓની પર્યાયમાં વૃદ્ધિ કરતો થકો. શક્તિની વ્યક્તતાની વૃદ્ધિ કરતો થકો. શક્તિઓ તો ત્રિકાળ છે. એ ત્રિકાળ શક્તિને દૃષ્ટિમાં લીધી છે અને એકત્વબુદ્ધિ થઈ છે તેથી તે શક્તિઓની વ્યક્તતાને વધારતો થકો. આહાહા...! અને અસ્થિરતાનો જે રાગ છે તેને ઘટાડતો થકો. આહાહા.! Page #536 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ૫૨૨ આવું સ્વરૂપ (છે). સમસ્ત આત્મશક્તિઓની...' સમસ્ત કેમ કહ્યું? કે જેટલી શક્તિઓ જે દ્રવ્ય સ્વભાવમાં અનંત છે, એ જેનો પરિગ્રહ છે અને મારી ચીજ આ છે એમ જેણે એકત્વબુદ્ધિ કરી છે તેની પર્યાયમાં અનંત શક્તિઓની પર્યાયમાં શુદ્ધિનો અંશ પ્રગટ થાય છે. તે તે શુદ્ધિના અંશને વધારતો જાય છે. આહાહા..! આવી વાતું. ‘ઉપબૃહક અર્થાત્ આત્મશક્તિનો વધારનાર છે, તેથી તેને જીવની શક્તિની દુર્બળતાથી... આહાહા..! જે દુર્બળતાથી બંધ થતો હતો તે તેને થતો નથી. આહાહા..! વસ્તુનો સ્વભાવ અનંત શક્તિ સંપન્ન પ્રભુ, તેનો અંત૨માં સ્વીકાર થવાથી તે શક્તિઓની વ્યક્તતાનો જ વધારો થાય છે. સમજાય છે કાંઈ? આહાહા..! એનું નામ આ ઉપબૃહક (છે). વધારે કરે છે ને? પછી અર્થમાં બીજું લેશે. ગોપવે ઇ, દોષને ગોપવે ઇ. આ પહેલું અસ્તિથી વધા૨ો ક૨વાનું લીધું. પછી દોષને ગોપવે છે એટલે કે અંદર અભાવ કરે છે, દોષને ઢાંકી રે છે અને પોતાની શુદ્ધિની વૃદ્ધિને પ્રસિદ્ધ કરે છે. એ પહેલું અસ્તિથી આ લીધું. આહાહા..! ઇ પણ આવે છે, કહ્યું ને આ, આ કહ્યું ને શું કીધું? ઇ નાસ્તિથી છે. એ તો કહ્યું ને સાથે. એ હવે હમણાં આવશે. આ અસ્તિથી પહેલી વાત છે. ઉપબૃહણ (એટલે) વધારે, ઉપગ્રહન (એટલે) ઘટાડે–દાબે. એ નાસ્તિથી છે. આહાહા..! સમજાણું કાંઈ? આહાહા..! ધન રળે ને ઢગલા થાય, નથી કહેતા? પોતે ૨ળે એમાં ઢગલા ન થાય, પછી ધન વધી ગયું ને પછી એમાંથી ધન વધે. એમ અહીં જે ધન ભગવાનઆત્માનું ધન, સધન અનંત શક્તિઓને જેણે ગ્રહણ કરી, આહાહા..! અનંત અનંત શક્તિઓનો પાર ન મળે એવી બધી શક્તિઓને જેણે પોતાની માનીને ગ્રહણ કરી એ શક્તિની પર્યાયમાં વ્યક્તતા વધતી જાય છે. શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. નિર્જરા અધિકાર’ છે ને. નિર્જરાના ત્રણ પ્રકાર છે. એક–કર્મનું ગળવું. સ્વભાવની શુદ્ધિની વૃદ્ધિ થતાં કર્મનું ગળવું એક નિર્જરા. અને એક અશુદ્ધનું ટળવું એ અશુદ્ધનિશ્ચયનયની નિર્જરા અને એક શુદ્ધિની વૃદ્ધિ થવી એક નિર્જરા. સમજાણું કાંઈ? તો આ એણે પહેલું આ લીધું–શુદ્ધિની વૃદ્ધિ. આહા..! આત્મશક્તિઓનો વધા૨ના૨ છે, તેથી તેને જીવની શક્તિની દુર્બળતાથી પર્યાયમાં) (અર્થાત્ મંદતાથી) થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.' આહાહા..! શું કહે છે? જેને સમ્યગ્દર્શનમાં પૂર્ણાનંદના નાથનો પૂર્ણ શક્તિનો સંગ્રહ થયો, સંગ્રહ થયો એટલે સ્વીકાર કર્યો. શ્રદ્ધા-જ્ઞાનમાં જેણે પૂર્ણાનંદનો સંગ્રહ કર્યો. પરિગ્રહ કર્યો ને? આહાહા..! એની શક્તિઓની શુદ્ધિ પર્યાયમાં વધતી જાય છે. એ વધતી જાય તેથી તેને રાગની મંદતાથી કંઈ રાગ ભાવ આવે એ જરી જાય છે. મંદતાથી બંધ થતો હતો તે એને થતો નથી. આહાહા..! જુઓ! આ સમ્યગ્દષ્ટિના આચાર. આહાહા..! આ એનું આચરણ. શુદ્ધ સ્વભાવ ભગવાનઆત્મા, એનો અનુભવ થયો (ત્યાં) આનંદનો અનુભવ આવ્યો. સમ્યગ્દર્શન થતાં એને આનંદનો અનુભવ આવ્યો. એ આનંદના અનુભવની સાથે બધી શક્તિઓનો અંશ વધી ગયો. આહાહા..! Page #537 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૨૩૩ પર૩ હજી આ પહેલા સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનની ખબરું ન મળે. એ શક્તિઓનો જ્યાં સ્વીકાર થયો તો ઢગલાબંધ શક્તિઓ જે છે તેની પર્યાયમાં ઢગલાબંધ પર્યાયોની શુદ્ધિ વધતી જાય છે. આહાહા...! અને મંદતાથી જે બંધ થતો, ભાઈ! માર્ગ બહુ ઝીણો છે, બાપુ! આહાહા...! અત્યારે તો આખો ફેરફાર કરી બેઠા. મિથ્યાત્વ શું છે તેના ત્યાગ વિના બધો બાહ્ય ત્યાગ કરીને બેસે એ તો મિથ્યાત્વની પુષ્ટિ કરે છે. મુમુક્ષુ :- બાહ્ય ત્યાગમાં હેતુ હોય છે. ઉત્તર :- બાહ્ય ત્યાગ તો છે જ, ત્યાગ જ છે, પર ગ્રહણ કે દિ કર્યો હતો? બાહ્યનો તો ત્યાગ જ છે અને આ ત્યાગું છું એ માન્યતા તો મિથ્યાત્વ છે. આકરી વાત, ભાઈ! જે ગ્રહ્યું નથી તેને ત્યાખ્યું એમ કહેવું એ તો મિથ્યાત્વભાવ છે. આહાહા...! અહીં તો પરમાત્મા એમ કહે છે, સમ્યગ્દષ્ટિને પોતાની શક્તિઓનું જ્ઞાનમાં ભાન થઈને પ્રતીતિ થઈ ગઈ છે તેથી તેની એકતામાં વધારો થતો જાય છે. સમકિત થયું એટલે શક્તિની પ્રતીતિનું જ્ઞાન, અનુભવ, આનંદનો સ્વાદ આવ્યો. એની સાથે અનંતા ગુણની વ્યક્તતાનો સ્વાદ આવ્યો. આહાહા.! અને તેથી તેમાં એકતા હોવાથી તે શુદ્ધિ અને પર્યાયમાં વધતી જાય છે. આહાહા...! ધન રળે ને ઢગલા થાય, ઇ. ધન નામ સ્વરૂપનું ધન છે, આહાહા...! એનો જેણે સ્વીકાર–મારા છે એમ જાણ્યું, એની પર્યાયમાં શક્તિનું ધન વધી જાય છે. આહાહા..! કુંદકુંદાચાર્યની શૈલી અદ્ભુત શૈલી છે. અત્યારે તો મૂળ મિથ્યાત્વ શું ને સમકિત શું એની ખબરું વિના બાહ્યના ત્યાગ (કરી બેસે. બાહ્યનો ત્યાગ તો છે જ એમાં તે ત્યાગ કર્યો (એવું) માન્યું એ શું? એ તો મિથ્યાત્વ છે. પરના ત્યાગગ્રહણ રહિત પ્રભુ તો અનાદિથી છે જ. ફક્ત રાગ ને વિકારને પકડ્યો છે તે મિથ્યાત્વભાવ છે એને છોડવું છે એ ન છોડતાં બાહ્યને છોડવા મંડ્યો. આહાહા! એ તો મિથ્યાત્વની પુષ્ટિ કરે છે. બાપુ આકરું કામ ભાઈ! આહાહા.! એ મિથ્યાત્વનો વધારો કરે છે અને સમ્યગ્દષ્ટિ શક્તિની પર્યાયનો શુદ્ધતાનો વધારો કરે છે. આહાહા..! સમજાણું કાંઈ? તેથી તેને જીવની શક્તિની દુર્બળતાથી (અર્થાત્ મંદતાથી) થતો બંધ નથી પરંતુ...” જરીક નિર્બળતાથી થાય છે એ સબળતાની વૃદ્ધિથી તે નિર્બળતાનો નાશ થઈ જાય છે. આહાહા.! અશુદ્ધતાનો નાશ થઈ જાય છે. કર્મનું ગળવું એ તો પરમાં પરનું (છે). અહીં શુદ્ધિની વૃદ્ધિ થાય છે તેથી અશુદ્ધતા ટળી જાય છે. આહાહા...! શુદ્ધિની ઉત્પત્તિ થાય છે તેથી અશુદ્ધતાનો વ્યય થાય છે. આહાહા...! એ નિર્જરા થાય છે, એમ કીધું. આહાહા...! ગજબ વાત છે. ભાવાર્થ – “સમ્યગ્દષ્ટિ ઉપગૃહનગુણ સહિત છે. સામે બીજું લીધું. ઓલું ઉપબૃહણ હતું. સમ્યગ્દષ્ટિ ઉપગૃહનગુણ સહિત છે. ઉપગૃહન એટલે ગોપવવું તે. અહીં નિશ્ચયનયને Page #538 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ પ્રધાન કરીને કહ્યું છે કે સમ્યગ્દષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડેલો છે...” (અર્થાતુ) પોતાના સ્વરૂપમાં. સિદ્ધ નામ પોતાનું સિદ્ધ સમાન સદા પદ મેરો આહાહા...! એવો જે ભગવાન સિદ્ધ સ્વરૂપ, તેની ભક્તિ-એકાગ્રતા. આહાહા...! નામ સિદ્ધ શબ્દ પડ્યો છે. અર્થકારે પોતે .... “સમ્યગ્દષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડેલો છે એટલે પોતાના સ્વરૂપમાં જોડેલો છે. રાગમાંથી તોડેલો છે. આહાહા.! રાગનું જોડાણ તોડ્યું છે, સ્વભાવનું જોડાણ વધાર્યું છે. આહાહા...! “અને જ્યાં ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડ્યો ત્યાં અન્ય ધર્મો પર પ્રત્યે) દૃષ્ટિ જ ન રહી... આહાહા...! શું કીધું ઇ? સ્વરૂપ શુદ્ધ છે એના ઉપર જોડાણ થયું એટલે પછી રાગાદિનું જોડાણ ત્યાં રહ્યું નહિ. “અન્ય ધર્મો પર પ્રત્યે) દૃષ્ટિ જ ન રહી...” રાગાદિ પ્રત્યે તો દૃષ્ટિ જ રહી નહિ. આહાહા...! ઓહોહો. તેથી તે સર્વ અન્ય ધર્મોનો ગોપવનાર છે...” એ પાઠનો અર્થ છે એનાથી એક બીજો (અર્થ) કર્યો. અને આત્મશક્તિનો વધારનાર છે. રાગાદિને ઘટાડનાર છે એ ગોપવે છે, એમ કહ્યું. હવે આની શક્તિને વધારનાર છે એ ઉપવૃંહણ છે. આહાહા...! આરે...આ તે વાતું, ભાઈ! આ કથા નથી કંઈ, આ તો બાપુ! વીતરાગનો (માર્ગ છે). આહાહા...! આ ગુણનું બીજું નામ ‘ઉપબૃહણ પણ છે.” જે ટીકામાં છે ઇ. ‘ઉપવૃંહણ એટલે વધારવું તે.” ઓલું ગોપવવું હતું. આ વધારવું. પાઠમાં મૂળ ઈ લીધું છે. તે “સમ્યગ્દષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધના સ્વરૂપમાં જોડેલો હોવાથી...” ધર્મીજીને સિદ્ધ સ્વરૂપ શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન, પૂર્ણ વીતરાગમૂર્તિ પ્રભુ આત્મા, તેની સાથે ઉપયોગને જોડ્યો છે. રાગથી જોડાણ તેણે તોડ્યું છે અને સિદ્ધથી જોડાણ છૂટું હતું એને જોડી દીધું છે. આહાહા...! જેણે જોડ્યું તેણે તોડ્યું. જેણે સિદ્ધ સ્વરૂપમાં જોડાણ કર્યું તેણે રાગનું જોડાણ તોડી નાખ્યું છે. આહાહા...! આવી વાતું, ભાઈ! સમ્યગ્દષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધના સ્વરૂપમાં જોડેલો હોવાથી...” જોયું? તેના આત્માની સર્વ શક્તિ વધે છે. પર્યાયમાં, હોં! શક્તિ વધે છે એટલે શક્તિ છે એટલી તો અનંત છે પણ એનો સ્વીકાર હોવાથી પર્યાયમાં શુદ્ધતાની વૃદ્ધિ વધે છે. આહાહા.! આત્મા પુષ્ટ થાય છે...... આહાહા.! ઓલું હીણાપણું ટળે છે અને અહીં ઉત્કૃષ્ટપણું શુદ્ધિ પુષ્ટ થાય છે. આહાહા.! ચણો જેમ પાણીમાં પોઢો થાય પણ એ તો પોલો પોઢો છે અને આ તો અંદર શક્તિઓ જે અનંત છે એના ઉપર દૃષ્ટિ અને એનો સ્વીકાર હોવાથી તેની શુદ્ધિની પર્યાયમાં વૃદ્ધિ થતી જાય છે. આત્મા પુષ્ટ થાય છે. આહાહા.! પર્યાયમાં જે (શુદ્ધિની) ઓછપ હતી તે પુષ્ટ –વૃદ્ધિગત) થાય છે. આરે.! આવી વાતું હવે. આહાહા.! “માટે તે ઉપબૃહણગુણવાળો છે.” વધારવાવાળો (છે). આહાહા.! બાહ્ય પરિગ્રહ ઉપર તો જેની દૃષ્ટિ નથી પણ અત્યંતર રાગાદિ છે તેના ઉપર પણ જેની દૃષ્ટિ નથી. આહાહા.! ભગવાન Page #539 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૨૩૩ ૫૨૫ પૂર્ણાનંદનો નાથ પૂર્ણ સ્વરૂપ, એની દૃષ્ટિ હોવાથી તેની શક્તિની પર્યાયમાં પુષ્ટિ થતી જાય છે. આરે.! આવું છે. આ રીતે સમ્યગ્દષ્ટિને આત્મશક્તિની વૃદ્ધિ થતી હોવાથી શક્તિની વૃદ્ધિ એટલે પર્યાયમાં શુદ્ધતાની વૃદ્ધિ, એમ. શક્તિઓ છે એમાં (તો) જેટલી છે એટલી ત્રિકાળ (છે). પણ એનો સ્વીકાર થવાથી, આદર થવાથી, આહાહા...! પર્યાયમાં શુદ્ધિની વૃદ્ધિ વધે છે. આહા...! એ એનો ઉપવૃંહણ નામનો સમકિતીનો ગુણ છે, એટલે પર્યાય (છે). આહાહા.! ધર્માત્મા ઉપદેશને કાળે પણ તેની દૃષ્ટિમાં એ ઉપદેશ, વાણી અને એના વિશેનો રાગ નથી. આહાહા...! જેની દૃષ્ટિમાં રાગ ને ઉપદેશ છે એ ઉપદેશક મિથ્યાષ્ટિ છે. આહાહા...! જેની દૃષ્ટિ રાગ અને ઉપદેશ-શબ્દો ઉપર નથી, એમ કહે છે. એમ આવ્યું ને? આહાહા.. તે કાળે પણ જ્ઞાયક સ્વભાવની અનંત શક્તિઓ છે તે ઉપર એની દૃષ્ટિનું ધોરણ બંધાઈ ગયું છે. નજરબંધી કરી છે. નજર આત્મા ઉપર બાંધી દીધી છે. એ નજરબંધીને લઈને બીજું દેખતો નથી, એમ કહે છે. સમજાણું કાંઈ? માણસ નથી (કહેતા)? નજરબંધી (થઈ હોય) પછી બીજું દેખે નહિ. એવા અત્યારે થાય છે ને કેટલાક બાવા ને કાંઈક. કાંઈક એવું નાખે કે પછી એને જ દેખે ને એની ભેગો ચાલ્યો જાય. પૈસાવાળો હોય તોય. થયું હતું એવું નહિ કોકને હમણા? હેં? જેઠાભાઈ. એ નાખે એટલે એની પાછળ ચાલ્યો જાય) પછી ખબર પડે, ઉતરે ત્યારે. ઓ.યા માળે આ છે? એમ આ નજરબંધી (છે). જેણે નજરું બાંધી છે સિદ્ધ સ્વરૂપમાં. આહા.! એ નજરબંધીની કેડે ચાલ્યો જાય છે. રાગ ને શરીર આદિ પર બાહ્ય પરિગ્રહ કે અત્યંતર, એના ઉપરથી દૃષ્ટિ ઉઠી ગઈ છે. આહાહા.! આ તો ગૃહસ્થાશ્રમમાં સમકિતી હોય તોય આમ છે, એમ કહે છે. આહાહા...! સમ્યગ્દષ્ટિને આત્મશક્તિની વૃદ્ધિ થતી હોવાથી તેને દુર્બળતાથી જે બંધ થતો હતો. તે થતો નથી, નિર્જરા જ થાય છે. અશુદ્ધતા ખરી જાય છે. આહાહા..! “જોકે જ્યાં સુધી અંતરાયનો ઉદય છે ત્યાં સુધી નિર્બળતા છે...” એ ઉદય છે એ નિમિત્તથી કહે છે. ઉદય પોતામાં છે, એમ. ‘તોપણ તેના અભિપ્રાયમાં નિર્બળતા નથી.... આહાહા. પર્યાયમાં નિર્બળતા છે પણ અભિપ્રાયમાં નિર્બળતા નથી. અભિપ્રાયમાં તો પૂર્ણાનંદનો નાથ તે બળવાન છે. આહાહા...! એ બળવાનને પડખે ચડી ગયો છે. આહા...! એ નિમિત્તથી કથન છે. મૂળ તો પર્યાયમાં નબળાઈ છે. તેના અભિપ્રાયમાં નિર્બળતા નથી,...” પર્યાયની નિર્બળતા ઉપર દૃષ્ટિ નથી. આહાહા.! અંતર જ્ઞાયક સ્વભાવ પૂર્ણાનંદનો નાથ બળવંત ચૈતન્ય, તેની ઉપર દૃષ્ટિ હોવાથી પોતાની શક્તિ અનુસાર કર્મના ઉદયને જીતવાનો મહાન ઉદ્યમ વર્તે છે. આહાહા.! સ્વભાવ સન્મુખતાનો પ્રયત્ન ચાલુ છે. સ્વભાવ ભાન છે અને સ્વભાવ સન્મુખનો પ્રયત્ન ચાલુ છે. એથી “ઉદયને જીતવાનો મહાન ઉદ્યમ વર્તે છે.” આહાહા.! બહાર છોડે ને ત્યાગે એ વાત અહીં ન લીધી. પણ એ બહાર છોડવું ક્યાં છે)? મફતના ઈ તો. બહારથી તો Page #540 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ સદાય રહિત જ છે. આ તો બાહ્ય છોડ્યું એટલે જાણે અમે ત્યાગી થયા અને ત્યાગી તરીકે અમને માણસો સ્વીકારે. આહાહા..! એ તો મિથ્યાત્વની પુષ્ટિ છે. આહાહા..! ઝીણી વાત છે, ભાઈ! આહાહા..! પોતાની શક્તિ અનુસાર... એટલે સ્વભાવ તરફના પ્રયત્નની અનુસાર કર્મના ઉદયને જીતવાનો મહાન ઉદ્યમ વર્તે છે.’ આહાહા..! દોષને દબાવે છે અને શક્તિઓને વધારે છે, એમ બે અપેક્ષા લીધી. આહાહા..! સમિકતી પાસે પૈસા હોય અને દાન આમ આપે તો એ પોતે આ પૈસા મેં આપ્યા ને મારા છે, એવી બુદ્ધિ એને નથી. એમાં કંઈ રાગનો ઘટાડો થયો હોય તો પુણ્ય છે, એ પુણ્યથી પણ એકત્વબુદ્ધિ તૂટી ગઈ છે. એ પુછ્યું પરિણામ મારા નથી. આહાહા..! એ રીતે પુણ્ય પરિણામ મારા નથી અને મારું શુદ્ધ પરિપૂર્ણ સ્વરૂપ તે હું છું એમ શુદ્ધતાને વધારતો, નબળાઈને ટાળતો આગળ વધ્યે જાય છે. આહાહા..! સમજાય છે આમાં? ‘કાંતિભાઈ’! આવું સ્વરૂપ છે. આહા..! ભાગ્યશાળી બાપા! સાંભળવા રોકાઈ ગયા. આ વસ્તુ, ભાઈ! આ તો વીતરાગના ઘરની છે, બાપા! લોકોએ એના બધા અર્થો જ ફેરવી નાખ્યા. બહારથી આ કર્યું ને આ છોડ્યું ને આ મૂક્યું. અહીં તો રાગને છોડવો એ પણ એના સ્વરૂપમાં નથી. પ૨ને છોડવું તો એના સ્વરૂપમાં નથી, આહાહા..! પણ રાગનો ત્યાગ કરવો એ પણ નામમાત્ર કથન છે. શુદ્ધિ સ્વભાવની જ્યાં વધે છે, આહાહા..! ત્યાં રાગ ઘટતો જાય છે તેને રાગ ત્યાગ્યો એમ નામમાત્ર કથન છે. બહારના ત્યાગની તો વાતેય શું કરવી? આહાહા..! આવું સ્વરૂપ છે. આહાહા..! એ પાંચમો બોલ થયો. સમ્યગ્દષ્ટિનો પાંચમો ગુણ એટલે નિર્મળ પર્યાય. ગુણ શબ્દે નિર્મળ પર્યાય. ત્રિકાળ ગુણ નહિ. અવગુણની અપેક્ષાએ તેને ગુણ કહેવાય. રાગાદિ છે તે અવગુણ કહેવાય ત્યારે આ એક ગુણ કહેવાય, પણ છે તો એ પર્યાય. અવગુણ પણ વિકારી પર્યાય અને આ ગુણ છે એ પણ અવિકારી પર્યાય. આહાહા..! શ્રોતા :– ભૂતકાળના દુઃખોને યાદ શું કામ કરવા? પૂજ્ય ગુરુદેવ :– એવા દુઃખો ફરી ન આવે એ માટે યાદ કરી વૈરાગ્ય કરે છે. મુનિરાજ પણ ભૂતકાળના દુઃખોને યાદ કરીને કહે છે કે હું ભૂતકાળના દુઃખોને યાદ કરું છું ત્યાં કાળજામાં આયુધના ઘા વાગે છે. જુઓ! સમ્યગ્દષ્ટિ મુનિ છે, આનંદનું પ્રચુર વેદન છે, છતાં ભૂતકાળના દુઃખોને યાદ કરી એવા દુઃખો ફરીને ન આવે એ માટે વૈરાગ્ય વધારે છે. આત્મધર્મ અંક-૫, જાન્યુઆરી-૨૦૦૮ Page #541 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૨૩૪ ૫૨૭ هههههههههه ( ગાથા–૨૩૪) उम्मग्गं गच्छंतं सगं पि मग्गे ठवेदि जो चेदा। सो ठिदिकरणाजुत्तो सम्मादिट्ठी मुणेदव्वो।।२३४।। उन्मार्गं गच्छन्तं स्वकमपि मार्गे स्थापयति यश्चेतयिता। स स्थितिकरणयुक्तः सम्यग्दृष्टितिव्यः ।।२३४।। यतो हि सम्यग्दृष्टिः टङ्कोत्कीर्णंकज्ञायकभावमयत्वेन मार्गात्प्रच्युतस्यात्मनो मार्गे एव स्थितिकरणात् स्थितिकारी, ततोऽस्य मार्गच्यवनकृतो नास्ति बन्धः किन्तु निर्जरैव।। હવે સ્થિતિકરણ ગુણની ગાથા કહે છે - ઉન્માર્ગગમને સ્વાત્મને પણ માર્ગમાં જે સ્થાપતો, ચિમૂર્તિ તે સ્થિતિકરણયુત સમકિતદષ્ટિ જાણવો. ર૩૪. ગાથાર્થ:- [ ય: વેતયિતા ] જે ચેતયિતા [ સન્મા છન્ત ] ઉન્માર્ગે જતા [ સ્વમ્ પિ ] પોતાના આત્માને પણ [ મા ] માર્ગમાં [ રથા યતિ ] સ્થાપે છે, [ સ: ] તે [ સ્થિતિરયુવતઃ ] સ્થિતિકરણયુક્ત (સ્થિતિકરણગુણ સહિત) [ સચવૃષ્ટિ: ] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય: ] જાણવો. ટીકા - કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે, જો પોતાનો આત્મા માર્ગથી (અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગથી શ્રુત થાય તો તેને માર્ગમાં જ સ્થિત કરતો હોવાથી, સ્થિતિકારી છે, તેથી તેને માર્ગથી ટ્યુત થવાના કારણે થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે. ભાવાર્થ - જે, પોતાના સ્વરૂપરૂપી મોક્ષમાર્ગથી ચુત થતા પોતાના આત્માને માર્ગમાં (મોક્ષમાર્ગમાં) સ્થિત કરે તે સ્થિતિકરણગુણયુક્ત છે. તેને માર્ગથી શ્રુત થવાના કારણે થતો બંધ નથી પરંતુ ઉદય આવેલાં કર્મ રસ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા જ છે. Page #542 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ગાથા-૨૩૪ ઉપર પ્રવચન છઠ્ઠો. સ્થિતિકરણગુણની વ્યાખ્યા उम्मग्गं गच्छंतं सगं पि मग्गे ठवेदि जो चेदा। सो ठिदिकरणाजुत्तो सम्मादिट्टी मुणेदव्यो।।२३४।। ઉન્માર્ગગમને સ્વાત્મને પણ માર્ગમાં જે સ્થાપતો, ચિમૂર્તિ તે સ્થિતિકરણયુત સમકિતદષ્ટિ જાણવો. ર૩૪. કહ્યું ને એમાંય તે? ઓલામાં આવ્યું હતું ને? બધામાં ચિમૂર્તિ લીધું છે. જ્ઞાનમૂર્તિ, પ્રભુ તો જ્ઞાનમૂર્તિ છે. આહા! ટીકા :- કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે....” એનો જેને સ્વીકાર હોવાને લીધે, એ જ હું છું. જ્ઞાયકભાવ છે તે હું છું, એમ દષ્ટિ હોવાથી. આહાહા.! પર્યાય ઉપરની પણ દૃષ્ટિ નથી, કહે છે. દયા, દાન ને રાગ એ તો પુણ્ય છે એના ઉપર તો દષ્ટિ હોય જ શેની? આહાહા! ઓલો કહે કે, બહારથી ઘટાડવું એટલી આકુળતા ઘટી એમ કહે છે, લ્યો! હવે એક શરીરમાત્ર રહ્યું છે મારે તો એટલી આકુળતા રહી). છે ને એક જુવાન? બહારથી બધુ ઘટાડી દીધું એટલી આકુળતા ઘટી. પણ બહાર હતું કે દિ અંદર તે ઘટે? અંદરમાં તો અજ્ઞાન ને રાગ, દ્વેષ ને એકતાબુદ્ધિ છે એને ઘટાડી? અને એને ઘટાડવું તારું કયારે થાય? કે જ્ઞાનસ્વભાવની એકતાબુદ્ધિ કરે ત્યારે રાગની એકતાબુદ્ધિ ટળે. આહાહા...! એ કંઈ બાહ્ય ત્યાગ કર્યો તારી એકતાબુદ્ધિ ટળે એમ છે નહિ. આહાહા.! એણે લખ્યું છે જરી. મિથ્યાત્વના ત્યાગ વિના બાહ્યમાં નિગ્રંથ થઈને, નગ્ન થઈને ફરે છે. ભાઈએ પણ એમ લખ્યું હતું, નહિ? “ભવસાગર', ભવ્યસાગર' ને? એનું આવ્યું હતું. અહીંનું વાંચીને. એક દિગંબર સાધુ છે ને? અઢારઓગણીસ વર્ષની દીક્ષા છે. એમ કે, તમે કહો છો એ પ્રમાણે તો અમે સમકિત સહિત તો સાધુપણું લીધું નથી, મિથ્યાત્વ સહિત લીધું છે. બહારની ક્રિયા મિથ્યાત્વ સહિત લીધી હવે અમે મુનિ છીએ નહિ, એમ લખ્યું છે. અમે મુનિ છીએ જ નહિ. અરે.! બાપુ! હજી સમ્યગ્દર્શનના ઠેકાણા નથી ત્યાં મુનિપણા ક્યાં છે? આહાહા...! ભાઈ! સમ્યગ્દર્શન થયું ત્યાં પ્રભુ આત્માનો બાદશાહ થયો. જે રાગાદિને પોતાનો માનીને રાંક હતો, આહાહા.! પૂર્ણ બાદશાહ અનંત ગુણનો પિંડ પ્રભુ, એનો જ્યાં અંદર સ્વીકાર થયો, બાદશાહે ગાદીએ બેઠો એ. આહા.! બાદશાહીની ગાદીએ બેઠો. રાગાદિ મારો, મને લાભ કરશે એ રાંકની ગાદીએ બેઠો, ભિખારાવેડા. આહાહા...! એણે ઈ વાત કરી છે કે, આ બાહ્ય ત્યાગી કેટલાક અમે જોઈએ છીએ પણ ખડખડ હસતા દેખીએ છીએ. તો એ Page #543 -------------------------------------------------------------------------- ________________ પ૨૯ ગાથા- ૨૩૪ હાસ્ય છે એ પરિગ્રહ છે એની એને ખબર નથી. અત્યંતર પરિગ્રહમાં હાસ્ય આવે છે. રતિ, અરતિ આવે છે ને? હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુગંછા અને ત્રણ વેદ, નવ એ અત્યંતર પરિગ્રહ છે. આહાહા.! ખડખડખડ દાંત કાઢે ને વળી (કહે) અમે બાહ્ય પરિગ્રહના ત્યાગી, પણ અંદર પરિગ્રહના ત્યાગી નથી હજી. હાસ્ય છે ઈ શું છે? અને એને પકડી રાજી રાજી થઈ જાઓ છો, શું છે આ? આહાહા...! “કર્તા-કર્મમાં આવે છે ને? પોતાનો ઉદાસીન ભાવ છોડી–ત્યાગીને રાગાદિ ને હાસ્યાદિનો કર્તા થાય છે. આહાહા..! કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ...” શાશ્વત “એક શાયકભાવમયપણાને લીધે એ જ હું છું, એને લીધે. આહાહા...! ત્રિકાળી જ્ઞાયકભાવ છે તે હું છું તેને લીધે. “જો પોતાનો આત્મા માર્ગથી (અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગથી) ટ્યુત થાય.” જરીક કોઈક અસ્થિરતા થઈ જાય અને ટ્યુત થાય, આહાહા...! “તો તેને માર્ગમાં....' સ્થિર કરવો. આહાહા...! અસ્થિરતાનો ભાગ આવીને અસ્થિર થઈ જાય તો એને માર્ગમાં સ્થિર કરવો, અંદર માર્ગમાં. આહા...! પોતાને. “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગથી) ટ્યુત થાય.” એટલે? કયાંય રાગની એકત્વબુદ્ધિ થઈ જાય, રાગના જ્ઞાનમાં જ જ્ઞાન રોકાય જાય, રાગના આચરણમાં જ આચરણ મનાઈ જાય, એ જ્ઞાની એમાં ન માને. એમાંથી છૂટીને પાછો આમાં ચાલ્યો આવે. આહાહા.! બહુ કામ (આકરા). એક એક ગાથા ને એક એક શ્લોક). આહાહા...! ગજબ વાતું. “સમયસાર” એટલે... આહાહા...! “ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા આવે છે ને સ્તુતિ પહેલી? ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ.” ચૌદ બ્રહ્માંડના ભાવો પ્રભુ તારામાં ભર્યા છે. આહાહા...! એની એક એક કડી, એક એક ગાથા, આહાહા...! પોતાનો આત્મા માર્ગથી કંઈક કંઈક (શ્રુત થાય), શ્રદ્ધ-જ્ઞાનથી તો ઠીક પણ ચારિત્રથી પણ જરી અસ્થિર થાય તો એને પાછો પોતામાં જોડી દયે. આહા...! તો તેને માર્ગમાં જ સ્થિત કરતો હોવાથી, માર્ગમાં સ્થિત કરતો હોવાથી. એ તો માર્ગમાં સ્થિત કરે જ છે, એમ કહે છે. આહાહા.! “સ્થિતિકારી છે...” પોતામાં સ્થિત, પોતે માર્ગમાં સ્થિત કરે એ સ્થિતિકરણ છે, કહે છે. આહા.! “ચુત થાય તો તેને માર્ગમાં જ સ્થિત કરતો હોવાથી, સ્થિતિકારી છે, તેથી તેને માર્ગથી ટ્યુત થવાના કારણે થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.” આહાહા...! એવો કોઈ અસ્થિરતાનો ભાવ આવી જાય તો એને છોડી દયે અને પોતાને સ્વભાવમાં સ્થાપે એથી તે અસ્થિરતાની નિર્જરા થઈ જાય, એમ કહે છે. આહા! કેમકે ક્ષણે ને પળે ભેદજ્ઞાન તો વર્તે જ છે. હું આ રાગ નહિ અને હું સ્વભાવ, એવું ભેદજ્ઞાન તો નિરંતર વર્તે છે. આહાહા...! સમ્યગ્દષ્ટિને નિરંતર રાગ અને સ્વભાવ વચ્ચેની ભેદજ્ઞાનશક્તિ તો પ્રગટ થઈ છે. આહાહા.... એ પ્રગટ થઈ છે એ નિરંતર રહે છે. પછી પ્રગટ નવી કરવી છે એમ નથી, એમ કહે છે. આહાહા! જરી અસ્થિરતાનો Page #544 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ભાગ આવ્યો છતાં ભેદ તો વર્તે જ છે અંદર, છતાં વિશેષ અંદર સ્થિર કરે તો અસ્થિરતા ટળી જાય છે. આહાહા..! ૫૨ની એકતાબુદ્ધિ તો ટળી ગઈ છે પણ અસ્થિરતાનો ભાવ જે આવે છે, આહાહા..! તેને પણ સ્થિરતા દ્વારા તેનો નાશ કરે છે. આહાહા..! શરતું બહુ મોટી. આહાહા..! મોટા કામ છે ને, બાપા! ફળ મોટા, પરમાત્મા. જેના જન્મ-મરણના અંત આવી ગયા, જેને સાદિ અનંત આનંદ આવે, સાદી અનંત કેવળજ્ઞાન. આહાહા..! એના ફળની શું વાતું કરવી! ભાવાર્થ :– જે, પોતાના સ્વરૂપરૂપી...’ સ્વરૂપરૂપી મોક્ષમાર્ગથી વ્યુત થતા...’ સ્વરૂપરૂપી મોક્ષમાર્ગ, હોં! પોતાના આત્માને માર્ગમાં મોક્ષમાર્ગમાં) સ્થિત કરે તે સ્થિતિકરણગુણયુક્ત છે.’ પર્યાય. ‘તેને માર્ગથી વ્યુત થવાના કારણે થતો બંધ નથી પરંતુ ઉદય આવેલા કર્મ ૨સ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા જ છે.' વિશેષ કહેશે... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ!) મુમુક્ષુને સત્સમાગમ વગેરેનો શુભભાવ આવે પણ સાથે સાથે અંદર શુદ્ધતાનું ધ્યેય–શોધકવૃત્તિ–ચાલુ રહે છે. જે શુદ્ધતાને ધ્યેયરૂપે કરતો નથી અને પર્યાયમાં ગમે એટલી અશુદ્ધતા હોય તેથી મારે શું?–એમ સ્વચ્છંદપણે વર્તે છે તે શુષ્કજ્ઞાની છે. મુમુક્ષુજીવ શુષ્કશાની ન થઈ જાય, હૃદયને ભિંજાયેલું રાખે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે : કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ. કોઈ જીવો રાગની ક્રિયામાં જડ જેવા થઈ રહ્યા છે એ કોઈ જીવો જ્ઞાનના એકલા ઉઘાડની વાતો કરે તે અંદર પરિણામમાં સ્વચ્છંદ સેવનાર નિશ્ચયાભાસી છે. ગમે તેવા પાપના ભાવ આવે તેની દરકાર નહિ તે સ્વચ્છંદી છે, સ્વતંત્ર નહિ. જેને પાપનો ભય નથી, પરથી ને રાગથી ઉદાસીનતા આવી નથી તે જીવ લૂખો છે–શુષ્કજ્ઞાની છે. ભાઈ! પાપનું સેવન કરીને નકે જઈશ, તિર્યંચમાં અવતાર થશે. કુદરતના નિયમથી વિરુદ્ધ કરીશ તો કુદરત તને છોડશે નહિ. માટે હૃદયને ભિંજાયેલું રાખવું, શુષ્કાની ન થઈ જવું. અહા! બહુ આકરું કામ ભાઈ! આત્મધર્મ અંક-૮, એપ્રિલ-૨૦૦૭ Page #545 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ર૩પ ૫૩૧ هههههههههههه ( ગાથા૨૩૫) जो कुणदि वच्छलत्तं तिण्हं साहूण मोक्खमग्गम्हि । सो वच्छलभावजुदो सम्मादिट्ठी मुणेदव्यो।।२३५।। यः करोति वत्सलत्वं त्रयाणां साधूनां मोक्षमार्गे। स वत्सलभावयुतः सम्यग्दृष्टिातव्यः ।।२३५।। यतो हि सम्यग्दृष्टिः टङ्कोत्कीर्णैकज्ञायकभावमयत्वेन सम्यग्दर्शनज्ञानचारित्राणां स्वस्मादभेदबुद्धया सम्यग्दर्शनान्मार्गवत्सलः, ततोऽस्य मार्गानुपलम्भकृतो नास्ति बन्धः, किन्तु નિર્નવા હવે વાત્સલ્ય ગુણની ગાથા કહે છે : જે મોક્ષમાર્ગે “સાધુત્રયનું વત્સલત્વ કરે અહો ચિમૂર્તિ તે વાત્સલ્યયુત સમકિતદૃષ્ટિ જાણવો. ર૩૫. ગાથાર્થ - [ ] જે ચેતયિતા) [ મોક્ષમા ] મોક્ષમાર્ગમાં રહેલા [ ત્રયા સાધૂનાં ] સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી ત્રણ સાધકો-સાધનો પ્રત્યે (અથવા વ્યવહારે આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ-એ ત્રણ સાધુઓ પ્રત્યે) [ વન– રોતિ ] વાત્સલ્ય કરે છે, સિ: તે [વત્સસમાવયુતઃ ] વત્સલભાવયુક્ત (વત્સલભાવ સહિત) [ સચવૃષ્ટિઃ ] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય: ] જાણવો. ટીકા - કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રને પોતાથી અભેદબુદ્ધિએ સમ્યપણે દેખતો (અનુભવતો હોવાથી, માર્ગવત્સલ અર્થાત્ મોક્ષમાર્ગ પ્રત્યે અતિ પ્રીતિવાળો છે, તેથી તેને માર્ગની અનુપલબ્ધિથી થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે. ભાવાર્થ :- વત્સલપણું એટલે પ્રીતિભાવ. જે જીવ મોક્ષમાર્ગરૂપી પોતાના સ્વરૂપ પ્રત્યે પ્રીતિવાળો-અનુરાગવાળો હોય તેને માર્ગની અપ્રાપ્તિથી થતો બંધ નથી, કર્મ રસ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા જ છે. * અનુપલબ્ધિ = પ્રત્યક્ષ ન હોવું તે; અજ્ઞાન; અપ્રાપ્તિ. Page #546 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ પ્રવચન નં. ૩૦૯ ગાથા-૨૩૫, ૨૩૬ બુધવાર, ભાદરવા વદ ૭, તા. ૧૨-૦૯-૧૯૭૯ વાત્સલ્ય ગુણની ગાથા. जो कुणदि वच्छलत्तं तिण्हं साहूण मोक्खमग्गम्हि । सो वच्छलभावजुदो सम्मादिट्ठी मुणेदव्वो।।२३५।। જે મોક્ષમાર્ગે સાધુત્રયનું વત્સલત કરે અહો ! ચિમૂર્તિ તે વાત્સલ્યયુત સમકિતદૃષ્ટિ જાણવો. ર૩૫. ટીકા :- સમ્યગ્દષ્ટિ એટલે કે ત્રિકાળી જ્ઞાયકભાવ શુદ્ધ આનંદ સ્વરૂપ પરમ જ્ઞાયક પારિણામિક સ્વભાવ, તેની સન્મુખ થઈને જ્ઞાન કરીને પ્રતીત કરે એને અહીંયાં સમ્યગ્દષ્ટિ કહે છે. આહાહા.! ધર્મની પહેલી શરૂઆત. વસ્તુ જે સત્ય સમ્યફ ચૈતન્ય છે એની અંતર સન્મુખમાં તેનું જ્ઞાનમાં સ્વીકાર ને શ્રદ્ધામાં પ્રતીતિ થઈ), આહાહા.! ત્યારે તેને આનંદનો અંશે અનુભવ આવે એને ધર્મી અને સમ્યગ્દષ્ટિ કહેવાય છે, ધર્મની શરૂઆતવાળો કહેવાય છે. આહાહા...! સમજાણું કાંઈ? “કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે...” જુઓ! આવ્યું છે, આવ્યું ને? આહાહા.! ટંકોત્કીર્ણ એટલે શાશ્વત. આત્મા જે જ્ઞાયકભાવપણે શાશ્વત છે પરમ પારિણામિક સ્વભાવપણે તે શાશ્વત છે. પરમ પરિણામિક ન લીધું કેમકે પારિણામિક તો બીજા દ્રવ્યમાંય છે. એથી અહીં જ્ઞાયકભાવ નિત્યાનંદ પ્રભુ, “જ્ઞાયકભાવમયપણાને લીધે...” આહાહા..! સમ્યગ્દષ્ટિ જ્ઞાયકભાવમયપણાને લીધે. આહાહા...! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને...” સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન ને સમ્મચારિત્ર. એટલે સ્વરૂપ જ્ઞાયકભાવ તેની પ્રતીતિ, તેનું જ્ઞાન અને તેમાં રમણતા. આત્મશ્રદ્ધા, આત્મજ્ઞાન ને આત્મચારિત્ર–રમણતા. આહાહા! એ પોતાથી અભેદબુદ્ધિએ સમ્યપણે દેખતો...” એ ત્રણને આત્માથી અભેદપણે... આહાહા...! આત્માથી આ ત્રણને ‘અભેદબુદ્ધિએ સમ્યકપણે દેખતો (–અનુભવતો) હોવાથી, માર્ગવત્સલ અર્થાત્ મોક્ષમાર્ગ પ્રત્યે અતિ પ્રીતિવાળો છે,... આહાહા...! વસ્તુ સ્વરૂપ જે ભગવાન ચિદાનંદ.. બહુ ઝીણી વાત, ભાઈ! જ્ઞાયકભાવ જે નિત્યાનંદ ધ્રુવ, એ પણાની દૃષ્ટિ ને જ્ઞાન હોવાથી તેનું દર્શન, જ્ઞાન ને ચારિત્ર પોતાથી અભેદપણે દેખતો. આહા...! એ ત્રણને અભેદપણે અનુભવતો. આહાહા...! હોવાથી, સમ્યકપણે દેખતો – અનુભવતો હોવાથી, સમ્યકૂપણે પોતાથી અભેદ અનુભવતો હોવાથી માર્ગવત્સલ અર્થાતુ મોક્ષમાર્ગ પ્રત્યે અતિ પ્રીતિવાળો છે...” આ પ્રીતિ એટલે આ, રાગ નહિ. એ તો નિર્જરામાં પહેલું આવી ગયું હતું ને? ઓલું પ્રીતિ નહિ? પ્રીતિવંત બને, રુચિ Page #547 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૨૩૫ ૫૩૩ ને પ્રીતિ, સંતોષ. ‘પ્રીતિ’ શબ્દે આ રાગ નહિ. જે જ્ઞાયકભાવ પરિપૂર્ણ પ્રભુ, એને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રથી અભેદથી શ્ર, અનુભવે એનું નામ પ્રીતિ કહેવામાં આવે છે. આહા..! તેથી તેને...’ તેના પ્રત્યે અતિ પ્રીતિવાળો છે,...' એમ ભાષા છે. એકલી પ્રીતિ એમ નહિ. અતિ પ્રીતિ. ભગવાન શાયક સ્વરૂપ પ્રભુ, આહાહા..! એની સન્મુખની પ્રતીતિ, જ્ઞાન ને રમણતા. એને પોતાથી એકપણે અનુભવતો.. આહાહા..! તેને મોક્ષમાર્ગ પ્રત્યે અતિ પ્રીતિવાળો કહેવામાં આવે છે. છે તો મોક્ષમાર્ગ પર્યાય, પણ દ્રવ્યથી તેને અભેદ અનુભવે છે તેથી તેને મોક્ષમાર્ગ પ્રત્યે અતિ પ્રીતિવાળો છે (એમ કહ્યું છે). આવી વાતું છે, આહાહા..! સમજાણું કાંઈ? આ આઠ બોલનું કાંય વિસ્તારમાં બહુ નથી આવ્યું, આ દસલક્ષણીમાં. આઠનું નથી આવ્યું. બ્રહ્મચર્યમાં આવ્યું હોય તો વળી ... તેથી તેને માર્ગની અનુપલબ્ધિથી....' માર્ગનું પ્રત્યક્ષ ન હોવું. (અનુપલબ્ધિ અર્થાત્) અજ્ઞાન, અપ્રાપ્તિ. તેનાથી જે બંધ થતો (તે) નથી. માર્ગની પ્રાપ્તિ થઈ એટલે અપ્રાપ્તિથી બંધ થતો નથી. અપ્રાપ્તિથી બંધ હતો તે બંધ થતો નથી. આહાહા..! તેથી તેને માર્ગની અનુપલબ્ધિથી...’ માર્ગ પ્રાપ્ત થયો છે (તેથી) અનુપલબ્ધિથી જે બંધ થતો તે એને નથી. આહાહા..! પરંતુ નિર્જા જ છે.' આહાહા..! ભાવાર્થ :- વત્સલપણું એટલે પ્રીતિભાવ. જે જીવ મોક્ષમાર્ગરૂપી પોતાની સ્વરૂપ પ્રત્યે પ્રીતિવાળો–અનુરાગવાળો હોય...’ આહાહા..! એને અનુસરીને પ્રેમમાં પડ્યો હોય. આહાહા..! પુણ્યને પણ ધર્માનુરાગમાં કહેવામાં આવે છે. ધર્માનુરાગ-ધર્મનો પ્રેમ. આ પ્રેમ) જુદો. પુણ્યભાવને ધર્માનુરાગ, સમકિતીને હોં! પુણ્યભાવને ધર્માનુરાગ, ધર્મનો પ્રેમ (કહ્યો છે), પણ છે રાગ, એ આ નહિ. અહીં તો અનુરાગવાળો. ત્રિકાળી સ્વરૂપની પ્રીતિવાળો–અનુરાગવાળો, એમ. આરે..! આહાહા..! જેને ભગવાન સર્વજ્ઞ ૫૨માત્મસ્વરૂપ આત્મા, તેના જેને પ્રેમ લાગ્યા છે એ પ્રેમ ક્યારે કહેવાય? કે એનું દર્શન, જ્ઞાન ને ચારિત્ર થયું છે તે તેનો પ્રેમ લાગ્યો છે. આહાહા..! અને પરથી જેને પ્રેમ છૂટી ગયો છે. આહાહા..! તેને માર્ગની અપ્રાપ્તિથી થતો બંધ નથી.... આહાહા..! કંઈક ‘કર્મ રસ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા જ છે.’ આહા..! કંઈક ઉદયમાં આવે રાગાદિ, પણ તેમાં તેનો પ્રેમ નથી. પ્રીતિ તો અહીં દર્શન, જ્ઞાન, ચારિત્રમાં છે. તેથી તે ઉદયમાં) આવ્યો જરી રાગ (તે) ખરી જાય છે. આહાહા..! સમજાણું? હમણાં કહ્યું નહિ? ઓલા પુણ્યની વાત. ભાઈએ કરી છે, પંડિતજીએ. આ પૈસા આદિ મળવા એ પુણ્યને લઈને છે પણ મળ્યા છે એ પાપ છે. પરિગ્રહ છે ને? બાહ્ય પરિગ્રહ છે ને? ચૌદ પ્રકારનો અત્યંતર પરિગ્રહ, દસ પ્રકારનો (બાહ્ય) પરિગ્રહ, (એમ) ચોવીસ. ભલે બાહ્ય છે પણ છે તો પરિગ્રહ ને? અને એને પાપમાં ગણ્યા છે ને? એ પૈસા આદિ પ્રાપ્ત થવા એ પુણ્યને લઈને છે પણ મળ્યા છે તે પાપ છે. એ..ઇ...! એ ચીજ જ પાપ છે. બાહ્ય પરિગ્રહ છે એ પોતે પાપ છે. ઝીણી વાત છે. ચોવીસ Page #548 -------------------------------------------------------------------------- ________________ પ૩૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ પ્રકારનો પરિગ્રહ છે કે નહિ? ચૌદ અત્યંતર અને દસ બાહ્ય. તો દસ બાહ્યમાં એ સોનું, રૂપું-ચાંદિ આદિ આવી ગયું કે નહિ? આહા.! તો એ ચોવીસ પ્રકારના પરિગ્રહમાં એ બાહ્ય પરિગ્રહ છે. ત્યારે બાહ્ય અને અત્યંતર પરિગ્રહ બેયને પાપ કહ્યો છે. આહાહા...! “રતિભાઈ! આવી વાતું છે. માળાએ બહુ ખુલાસા કર્યા છે. એક જ લીટી, બે લીટીમાં આટલું બધું સમાડ્યું કે, ભઈ! આ બહારની જે અનુકૂળ સામગ્રી મળે તે છે તો પુણ્યનો ઉદય પણ મળી છે તે પાપ છે. આહાહા...! અને તેને ભોગવવાનો ભાવ તે પાપ છે, પણ તેને શુભકાર્યમાં વાપરવાનો ભાવ પુણ્ય છે, ધર્મ નહિ. આહાહા.! અકિચન. આહાહા...! અહીંયાં તો રાગ અને બાહ્ય કોઈ ચીજ મારી નથી. મારી ચીજ તો જ્ઞાયક સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદનો નાથ, એવો જે પરના ત્યાગ સ્વરૂપ અને સ્વભાવમાં લીનતા સ્વરૂપ, એને ત્યાં અકિચનધર્મમાં કહેવામાં આવ્યું છે. આહાહા.! “આત્મધર્મમાં આવ્યું હતું, આપણે કંઈ વાંચ્યું નથી. આ તો હાથમાં આવ્યું ને? ઉત્તમ ક્ષમાનું થોડું જોયું તો થયું) ભારે વાત, ભાઈ! “નવરંગભાઈ' વાંચ્યું છે કે નહિ? નથી વાંચ્યું? આવ્યું છે કે નહિ? ઠીક, આવે છે. આહાહા..! બધાને વાંચવા જેવું છે, ભાઈ! આહાહા..! પરિગ્રહ વાપરવાથી કોઈ ધર્મ ન થાય, ધર્માનુરાગ પ્રત્યે હોય તો પુણ્ય છે. પરિગ્રહ) પોતે પાપ છે, મળે છે પુણ્યને લઈને, છે પાપ. એને ભોગવવામાં પાપ (છે), પૈસા મારા એને ભોગવું, સ્ત્રી આદિ. આહાહા...! મળ્યા છે પુણ્યને લઈને. સ્ત્રી, કુટુંબ, પૈસા આદિ, આ બધા કારખાના છે પુણ્યને લઈને પણ છે ઈ વર્તમાન પાપ અને એને ભોગવવા માટેનો પ્રેમ-રાગ એ પાપ (છે) પણ એને કોઈ શુભ કાર્ય માટે વાપરે તો પુણ્ય (છે), ધર્મ નહિ. આહાહા...! સમજાણું કાંઈ? અહીં તો કોઈ પાંચ-દસ લાખ આપે ત્યાં તો મોટો ધર્મી, ધર્મ ધુરંધર, બસ! ભારે ધર્મી (એમ થઈ જાય). દુનિયાની લાઈન જ આખી ફેર થઈ ગઈ છે. સમાજમાં અને અહીંયાં. સમાજમાં તો એમ કે સરખું ભોગવો બધા, સરખો ભાગ પાડો. આ ધર્મમાં એમ નથી. ધર્મમાં તો પુણ્યના ઉદયને લઈને મોટું ચક્રવર્તીનું રાજ હોય અને બીજાને ન હોય એથી કરીને આહાહા...! ચક્રવર્તીનું રાજ હોય છતાં દૃષ્ટિમાં તે અપરિગ્રહ છે. જેટલે અંશે દૃષ્ટિ પ્રગટીને અકષાય ભાવ પ્રગટ્યો એટલે અંશે એ અપરિગ્રહી છે અને અજ્ઞાની પાસે કાંઈ ન હોય છતાં એને રાગની એકતાબુદ્ધિ છે તો પરિગ્રહ-મોટો મિથ્યાત્વનો પરિગ્રહ પડ્યો છે. આહાહા...! મુમુક્ષુ :- ગરીબનું જ્યાં હોય ત્યાં એવું જ. ઉત્તર :- ગરીબ કહેવો કોને? ખરેખર તો પાપનો ઉદય છે તેથી તે ગરીબાઈ કહેવાય. સમજાણું? મુનિરાજને પણ પાપના ઉદયે રોગાદિ આવે એથી કંઈ એને પાપી કહેવાય? હેં? આહાહા.! મુનિ મહા ચક્રવર્તી... મુમુક્ષુ :- મુનિરાજને તો અશુભભાવ બિલકુલ નથી. Page #549 -------------------------------------------------------------------------- ________________ ગાથાર૩પ પ૩૫ ઉત્તર :- અશુભ નથી એની વાત નથી પણ અહીં એને રોગ આવ્યો છે, એ કંઈ એને પાપી કહેવાય? કારણ કે એનું ત્યાંથી લક્ષ છૂટી ગયું છે. આહાહા.! અને દૃષ્ટિમાં ચૈતન્ય ભગવાનને ભાળે છે. એથી તેને પાપી ન કહેવાય, એ ધર્મ છે. આહાહા...! સમજાય છે કાંઈ? એને પુણ્યવંતેય ન કહેવાય. એને પાપી ન કહેવાય, એને પુણ્યવંત ન કહેવાય, એને તો ધર્મી કહેવાય. આહાહા.! ઓલું એક “શ્રીમદ્દમાં આવે છે ને? “શરીરનો ધર્મ જીવપદમાં જણાય છે” એ વ્યવહાર છે. શરીરનો જે સ્વભાવ છે, જે થાય, રોગાદિ અનેક પ્રકારે હોય, આહાહા! એ જ્ઞાયકપદ જાણે છે કે આ છે. શરીરનો ધર્મ જીવપદમાં જણાય છે. જીવપદમાં એ થાતો નથી. આહાહા...! સનતકુમાર' ચક્રવર્તી મહાપુણ્યશાળી હતા. મુનિ થયા ત્યાં રોગ આવ્યો, ગળત કોઢ માટે તે પાપી છે એમ કહેવાય? આહાહા.! કારણ કે તે પરિગ્રહનો તો ત્યાગ છે એની અંદર. બાહ્ય પરિગ્રહ ને અત્યંતર પરિગ્રહનો તો ત્યાગ છે. આહાહા...! સમજાણું કાંઈ? અને અત્યંતર પરિગ્રહમાં જેને રાગની એકતાબુદ્ધિ છે, ત્યાગ નથી એને બહારમાં લક્ષ્મી આદિ સાધન ન પણ હોય, સાધન ન હોય છતાં તે પરિગ્રહવંત છે. આહાહા..! આવો આંતરો છે. સમાજમાં તો એમ માને કે આપણે સરખું ભોગવવું, એમ માને ને? સરખા ભાગ પાડો. કોણ પાડે?) ધર્મમાં એમ નથી. ધર્મમાં તો ચક્રવર્તીના રાજ હોય છતાં એ ધર્મી છે, સમકિતદૃષ્ટિ છે. આહાહા...! એ રાગના ભાગ પાડે તો બરાબર છે એમ નથી ત્યાં. વાતું બહુ ફેર, ભાઈ! આહાહા...! સમજાણું કાંઈ? અહીંયાં તો કહે છે, પ્રભુ! જે અત્યંતર ને બાહ્ય પરિગ્રહથી રહિત પ્રભુ છે, એની જેને પ્રતીતિ, જ્ઞાન ને રમણતા જાગી છે, તેને તેના ધર્મ પ્રત્યે તે અતિ પ્રેમવાળો છે. પ્રેમ એટલે વિકલ્પ-રાગ નહિ. સમજાણું કાંઈ? આહાહા.! વીતરાગ માર્ગ કોઈ અલૌકિક છે, ભાઈ! એ સાધારણ લૌકિકના માપથી મપાય એવો નથી. આહાહા...! એના માપ કોઈ જુદી જાતના છે. આહાહા.. તેને કંઈ ઉદયનો ભાવ આવે એ ખરી જાય છે. કેમકે દર્શન, જ્ઞાન, ચારિત્રની રમણતા છે તેથી પૂર્વનો ભાવ ખરી જાય છે. આહા.! એ સાતમો વાત્સલ્ય (બોલ થયો). ઓલું “સાદૂ છે ને? ‘તિÉ સાહૂUT' એનો અર્થ આમાં સાધક કર્યો, સાધકભાવ જે દર્શન, જ્ઞાન, ચારિત્ર જે સાધકભાવ તેને તિટ્ટ સાહૂ' કહ્યું). પણ “જયસેનાચાર્યે ત્રણ સાધુ લીધા–આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ. એના પ્રત્યે તેને પ્રેમ હોય એ વિકલ્પ, વ્યવહાર નાખ્યો છે. શું કીધું? પોતે જે સાધકભાવ છે, દર્શન, જ્ઞાન, ચારિત્ર જે સ્વરૂપનો સાધકભાવ છે તેનો તેને પ્રેમ છે એટલી વાત અહીંયાં લીધી પણ જયસેનાચાર્યે વ્યવહારેય નાખ્યો છે. જેને દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ્યા છે એવા આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એના પ્રત્યે પ્રેમ છે તે પણ વ્યવહાર વાત્સલ્ય છે. આ નિશ્ચય વાત્સલ્ય છે, ઓલું વ્યવહાર વાત્સલ્ય છે. આહાહા...! નિશ્ચય વાત્સલ્ય નિર્જરાનું કારણ છે, વ્યવહાર વાત્સલ્ય પુણ્યબંધનું કારણ છે. આહાહા.! એવું આવે. સમજાણું કાંઈ? આહાહા.! Page #550 -------------------------------------------------------------------------- ________________ પ૩૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ هههههههههه ( ગાથા–૨૩૬)) विज्जारहमारूढो मणोरहपहेसु भमइ जो चेदा। सो जिणणाणपहावी सम्मादिट्टी मुणेदव्यो ।।२३६।। विद्यारथमारूढः मनोरथपथेषु भ्रमति यश्चेतयिता। स जिनज्ञानप्रभावी सम्यग्दष्टिातव्यः ।।२३६।। यतो हि सम्यग्दृष्टिः, टङ्कोत्कीर्णैकज्ञायकभावमयत्वेन ज्ञानस्य समस्तशक्तिप्रबोधेन प्रभावजननात्प्रभावनाकरः, ततोऽस्य ज्ञानप्रभावनाऽप्रकर्षकृतो नास्ति बन्धः, किन्तु निर्जरैव । હવે પ્રભાવના ગુણની ગાથા કહે છે - ચિમૂર્તિ મન-રથપંથમાં વિદ્યારથારૂઢ ઘૂમતો, તે જિનશાનપ્રભાવકર સમકિતદૃષ્ટિ જાણવો. ર૩૬. ગાથાર્થ - [ 4 વેયિતા ] જે ચેતયિતા [ વિદ્યારથ... મારુઢ: ] વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો થકો (ચડયો થકો) [ મનોરથપs ] મનરૂપી રથ-પંથમાં (અર્થાત્ જ્ઞાનરૂપી જે રથને ચાલવાનો માર્ગ તેમાં) [ શ્રમતિ ] ભ્રમણ કરે છે, [ સ: ] તે [ બિનજ્ઞાનપ્રમાવી ] જિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો [ સમ્યવૃષ્ટિ: ] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય: ] જાણવો. (ટીકા :- કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે જ્ઞાનની સમસ્ત શક્તિને પ્રગટ કરવા-વિકસાવવા-ફેલાવવા વડે પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી, પ્રભાવના કરનાર છે, તેથી તેને જ્ઞાનની પ્રભાવનાના અપ્રકર્ષથી (અર્થાત્ જ્ઞાનની પ્રભાવના નહિ વધારવાથી) થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે. ભાવાર્થ - પ્રભાવના એટલે પ્રગટ કરવું, ઉદ્યોત કરવો વગેરે; માટે જે પોતાના જ્ઞાનને નિરંતર અભ્યાસથી પ્રગટ કરે છે-વધારે છે, તેને પ્રભાવના અંગ હોય છે. તેને અપ્રભાવનામૃત કર્મબંધ નથી, કર્મ રસ દઈને ખરી જાય છે તેથી નિર્જરા જ છે. આ ગાથામાં નિશ્ચયપ્રભાવનાનું સ્વરૂપ કહ્યું છે. જેમ જિનબિંબને રથમાં સ્થાપીને નગર, વન વગેરેમાં ફેરવી વ્યવહાઅભાવના કરવામાં આવે છે, તેમ જે વિદ્યારૂપી (જ્ઞાનરૂપી) રથમાં આત્માને સ્થાપી મનરૂપી (જ્ઞાનરૂપી) માર્ગમાં ભ્રમણ કરે તે જ્ઞાનની પ્રભાવનાયુક્ત સમ્યગ્દષ્ટિ છે, તે નિશ્ચયપ્રભાવના કરનાર છે. Page #551 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૨૩૬, પ૩૭ આ પ્રમાણે ઉપરની ગાથાઓમાં સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને નિઃશંક્તિ આદિ આઠ ગુણો નિર્જરાનાં કારણ કહ્યા. એવી જ રીતે અન્ય પણ સમ્યકત્વના ગુણો નિર્જરાનાં કારણ જાણવા. આ ગ્રંથમાં નિશ્ચયનયપ્રધાન કથન હોવાથી નિઃશંક્તિ આદિ ગુણોનું નિશ્ચય સ્વરૂપ (સ્વઆશ્રિત સ્વરૂપ) અહીં બતાવવામાં આવ્યું છે. તેનો સંક્ષેપ સારાંશ) આ પ્રમાણે છે - જે સમ્યગ્દષ્ટિ આત્મા પોતાનાં જ્ઞાન-શ્રદ્ધાનમાં નિઃશંક હોય, ભયના નિમિત્તે સ્વરૂપથી ડગે નહિ અથવા સંદેહયુક્ત ન થાય, તેને નિઃશંક્તિ ગુણ હોય છે. ૧. જે કર્મનાં ફળની વાંછા ન કરે તથા અન્ય વસ્તુના ધર્મોની વાંછા ન કરે, તેને નિઃકાંક્ષિત ગુણ હોય છે. ૨. જે વસ્તુના ધર્મો પ્રત્યે ગ્લાનિ ન કરે, તેને નિર્વિચિકિત્સા ગુણ હોય છે. ૩. જે સ્વરૂપમાં મૂઢ ન હોય, સ્વરૂપને યથાર્થ જાણે, તેને અમૂઢદષ્ટિ ગુણ હોય છે. ૪. જે આત્માને શુદ્ધ સ્વરૂપમાં જોડે, આત્માની શક્તિ વધારે, અન્ય ધર્મોને ગૌણ કરે, તેને ઉપવૃંહણ અથવા ઉપગૃહન ગુણ હોય છે. ૫. જે સ્વરૂપથી શ્રુત થતા આત્માને સ્વરૂપમાં સ્થાપે, તેને સ્થિતિકરણ ગુણ હોય છે. ૬. જે પોતાના સ્વરૂપ પ્રત્યે વિશેષ અનુરાગ રાખે, તેને વાત્સલ્ય ગુણ હોય છે. ૭. જે આત્માના જ્ઞાનગુણને પ્રકાશિત કરે-પ્રગટ કરે, તેને પ્રભાવના ગુણ હોય છે. ૮. આ બધાય ગુણો તેમના પ્રતિપક્ષી દોષો વડે જે કર્મબંધ થતો હતો તેને થવા દેતા નથી. વળી આ ગુણોના સદ્ભાવમાં, ચારિત્રમોહના ઉદયરૂપ શંકાદિ પ્રવર્તે તોપણ તેમની (-શંકાદિની) નિર્જરી જ થઈ જાય છે, નવો બંધ થતો નથી; કારણ કે બંધ તો પ્રધાનતાથી મિથ્યાત્વની હયાતીમાં જ કહ્યો છે. - સિદ્ધાંતમાં ગુણસ્થાનોની પરિપાટીમાં ચારિત્રમોહના ઉદયનિમિત્તે સમ્યગ્દષ્ટિને જે બંધ કહ્યો છે તે પણ નિર્જરારૂપ જ નિર્જરા સમાન જી જાણવો કારણ કે સમ્યગ્દષ્ટિને જેમ પૂર્વે મિથ્યાત્વના ઉદય વખતે બંધાયેલું કર્મ ખરી જાય છે તેમ નવીન બંધાયેલું કર્મ પણ ખરી જાય છે, તેને તે કર્મના સ્વામીપણાનો અભાવ હોવાથી તે આગામી બંધરૂપ નથી, નિર્જરારૂપ જ છે. જેવી રીતે-કોઈ પુરુષ પરાયું દ્રવ્ય ઉધાર લાવે તેમાં તેને મમત્વબુદ્ધિ નથી, વર્તમાનમાં તે દ્રવ્યથી કાંઈ કાર્ય કરી લેવું હોય તે કરીને કરાર પ્રમાણે નિયત સમયે ધણીને આપી દે છે; નિયત સમય આવતાં સુધી તે દ્રવ્ય પોતાના ઘરમાં પડ્યું રહે તોપણ તે પ્રત્યે મમત્વ નહિ હોવાથી તે પુરુષને તે દ્રવ્યનું બંધન નથી, ધણીને દઈ દીધા બરાબર જ છે; તેવી જ રીતે જ્ઞાની કર્મદ્રવ્યને પરાયું જાણતો હોવાથી તેને તે પ્રત્યે મમત્વ નથી માટે તે મોજૂદ હોવા છતાં નિર્જરી ગયા સમાન જ છે એમ જાણવું. આ નિઃશંક્તિ આદિ આઠ ગુણો વ્યવહારનયે વ્યવહારમોક્ષમાર્ગ પર નીચે પ્રમાણે લગાવવા - જિનવચનમાં સંદેહ ન કરવો, ભય આવ્યે વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્રથી ડગવું નહિ તે નિઃશંકિતપણું છે. ૧. સંસાર-દેહ-ભોગની વાંછાથી તથા પરમતની વાંછાથી વ્યવહારમોક્ષમાર્ગથી ડગવું નહિ તે નિષ્કાંક્ષિતપણું છે. ૨. અપવિત્ર, દુર્ગધવાળી-એવી એવી વસ્તુઓના Page #552 -------------------------------------------------------------------------- ________________ પ૩૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ નિમિત્તે વ્યવહારમોક્ષમાર્ગની પ્રવૃત્તિ પ્રત્યે ગ્લાનિ ન કરવી તે નિર્વિચિકિત્સા છે. ૩. દેવ, ગુરુ, શાસ્ત્ર, લોકની પ્રવૃત્તિ, અ મતાદિકના તત્ત્વાર્થનું સ્વરૂપ-ઇત્યાદિમાં મૂઢતા ન રાખવી, યથાર્થ જાણી પ્રવર્તવું તે અમૂઢદૃષ્ટિ છે. ૪. ધર્માત્મામાં કર્મના ઉદયથી દોષ આવી જાય તો તેને ગૌણ કરવો અને વ્યવહારમોક્ષમાર્ગની પ્રવૃત્તિને વધારવી તે ઉપગૃહન અથવા ઉપવૃંહણ છે. ૫. વ્યવહારમોક્ષમાર્ગથી મૃત થતા આત્માને સ્થિત કરવો તે સ્થિતિકરણ છે. ૬. વ્યવહારમોક્ષમાર્ગમાં પ્રવર્તનાર પર વિશેષ અનુરાગ હોવો તે વાત્સલ્ય છે. ૭. વ્યવહારમોક્ષમાર્ગનો અનેક ઉપાયો વડે ઉદ્યોત કરવો તે પ્રભાવના છે. ૮. આ પ્રમાણે આઠે ગુણોનું સ્વરૂપ વ્યવહારનયને પ્રધાન કરીને કહ્યું. અહીં નિશ્ચયપ્રધાન કથનમાં તે વ્યવહારસ્વરૂપની ગૌણતા છે. સમ્યજ્ઞાનરૂપ પ્રમાણષ્ટિમાં બન્ને પ્રધાન છે. સ્વાદુવાદમતમાં કાંઈ વિરોધ નથી. ગાથા૨૩૬ ઉપર પ્રવચન હવે આઠમો છેલ્લો પ્રભાવના (ગુણ). લોકો તો બહારમાં પતાસા બેંચવા ને પેંડા બેંચે. ને પ્રભાવના સારી. એમ કહે ને? આખા નાળિયેર બેંચે. નાળિયેર બેંચે છે ને? એ પ્રભાવના નહિ. એ તો વ્યવહાર પ્રભાવનાય નહિ. એ આમાં આવશે. પ્રભાવના ગુણની...' વ્યાખ્યા કહે છે :- “ગુણ' શબ્દ પર્યાય છે. विज्जारहमारूढो मणोरहपहेसु भमइ जो चेदा। सो जिणणाणपहावी सम्मादिट्ठी मुणेदव्यो।।२३६।। ચિમૂર્તિ મન-રપિંથમાં વિદ્યારથારૂઢ ઘૂમતો, તે જિનજ્ઞાનપ્રભાવકર સમકિતદૃષ્ટિ જાણવો. ૨૩૬. આહાહા.! ટીકા :- “કારણ કે સમ્યગ્દષ્ટિ...” કેમ પ્રભાવના હોય છે એમ કહે છે. કે, સમ્યગ્દષ્ટિ. આહાહા.! ન હોય તેને પ્રગટ કરવું અને પ્રગટ હોય તેની દશા શું છે એની વાત છે. આહાહા...! પ્રથમમાં પ્રથમ એણે કરવાનું હોય તો એને જ્ઞાયક સ્વરૂપ પૂર્ણાનંદ પ્રભુ, એની સન્મુખ થઈને જ્ઞાન ને પ્રતીતિ નિર્વિકલ્પ કરવી, એ પહેલામાં પહેલું કર્તવ્ય છે. આહાહા....! અને એ જેને કર્તવ્ય પ્રગટ્યું તેને પ્રભાવના કઈ રીતે હોય છેહવે એ વાત કરે છે. સમજાણું કાંઈ? આહા.સમ્યગ્દર્શન નથી ત્યાં તો પ્રભાવના કે કોઈ વાત છે જ નહિ. આહાહા.! મુમુક્ષુ :- વ્યવહાર પ્રભાવનાય નથી? ઉત્તર :- મિથ્યાત્વ પ્રભાવના છે. મિથ્યાશ્રદ્ધાને વધારે છે. મિથ્યાશ્રદ્ધાની પ્રરૂપણા કરીને Page #553 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૨૩૬ પ૩૯ પુષ્ટિ કરે છે. આહાહા...! એમ જે પ્રરૂપે છે કે, દયા, દાન, વ્રત, ભક્તિ, તપથી ધર્મ થાય એ મિથ્યાત્વની પ્રરૂપણા કરે છે. મિથ્યાત્વની પ્રભાવના કરે છે. આહાહા...! પ્ર-વિશેષે, ભાવનવિકારી. આહા...! ઊલટી પ્રભાવના. આ સુલટી પ્રભાવનાની વાત છે. આહા...! પ્ર-ભાવ. પ્રવિશેષે ભાવ. તેને પ્રભાવના કહે છે. હવે જેને સમ્યગ્દર્શન પ્રગટ્યું છે અને પ્રભાવનાનો ભાવ, અંગ, ચિહ્ન, લક્ષણ, સમકિતનું હોય છે. આહાહા...! કેમ? કે “સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ...” નામ શાશ્વત “એક જ્ઞાયકભાવમયપણાને લીધે...” જેની દૃષ્ટિમાં એ જ્ઞાયકભાવ જ આવ્યો છે. આહાહા.! ધર્મી–સમ્યગ્દષ્ટિ એને કહીએ કે જેની દૃષ્ટિમાં નિમિત્ત નહિ, દયા, દાનનો રાગ નહિ અને એને રાગને જાણનારી પર્યાય પણ નહિ. જેની દૃષ્ટિમાં જ્ઞાયક ત્રિકાળીભાવ આવ્યો છે. આહાહા...! આવી વાતું. લોકોએ તો એનું બધું આખું રૂપ જ પલટાવી નાખ્યું. જે મુદ્દાની રકમ છે એ શું છે એની ખબર નથી. આહાહા...! સમ્યગ્દષ્ટિ તો ટૂંકોત્કીર્ણ-શાશ્વત એક જ્ઞાયકભાવમય, જ્ઞાયકભાવમયપણાને લીધે. આહાહા...! એ તો જ્ઞાયકસ્વભાવમયપણાને લીધે સમ્યગ્દષ્ટિ “જ્ઞાનની સમસ્ત શક્તિને પ્રગટ કરવા...” આ પ્રભાવના. આત્માની જે અનંત શક્તિ છે, આહા...! એની જેને પ્રતીત અને જ્ઞાન, અનુભવ થયો છે તે સમકિતી પોતાની અનંત શક્તિઓ જે છે એને પ્રગટ કરવાવિકસાવવા–ફેલાવવા વડે પ્રભાવ ઉત્પન્ન...” કરે છે. આહાહા...! આ પ્રભાવના છે. આહાહા...! ત્રિકાળી જ્ઞાયકભાવનો અનુભવ ને દૃષ્ટિ, અનુભવ હોવાથી. આહાહા.... જેને એ જ્ઞાયકભાવનું સ્વરૂપ જેને દૃષ્ટિમાં આવ્યું છે સ્વીકાર, એ જ્ઞાયકભાવપણાને કારણે એની જે શક્તિઓ છે, જ્ઞાયકની અનંતી એને પ્રગટ કરવા, પર્યાયમાં એ શક્તિ અંશે પ્રગટ થઈ છે પણ વિશેષ પ્રગટ કરવા. આહાહા.! બહુ કામ (આકરા). હજી તો સમ્યગ્દષ્ટિની વાત છે. શ્રાવક ને મુનિ એ તો દશા કોઈ જુદી જાતની છે. લોકો માને છે એ નથી કંઈ. આહાહા...! અહીંયાં તો સમ્યગ્દષ્ટિ જીવ પોતે જ્ઞાયક અનંત અનંત ગુણ સંપન્ન એવો જ્ઞાયકભાવ એને જ્ઞાયકભાવપણાને લીધે પોતાની જ્ઞાનની એટલે આત્માની જે સમસ્ત શક્તિ છે, સમસ્ત શક્તિ-અનંત અનંત ગુણો ને એ શક્તિ છે, તેને પ્રગટ કરવા. આ પ્રભાવના. પ્ર-ભાવ, વિશેષે નિર્મળ પરિણતિની પ્રગટતા વિશેષ કરવી તે પ્રભાવના છે. આહાહા.! અહીં તો હોય અજ્ઞાની રાગને પોતે ધર્મ માનનારો અને કાંઈક લ્હાણી-બહાણી કરે બે-પાંચ-દસ હજાર રૂપિયાની ત્યાં તો, ઓહોહો...! પ્રભાવના કરી અમે તો. મુમુક્ષુ – આપ ના કેમ પાડતા નથી. ઉત્તર :- ઓળખાણમાં ના પાડીએ છીએ. વસ્તુને માનવાની વાત છે ને, એ આચરણ થાય એ તો જુદી ક્રિયા. આહાહા.! એને માનવું શું ને જાણવું શું, એ વાત છે. થાય તો થાય. આહાહા...! પણ અહીં તો કહે છે કે, એ થાય છે તે મારું કર્તવ્ય નથી. આહા...! Page #554 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ તેમાં જે રાગની મંદતાનો કદાચ ભાવ થયો હોય તે પણ મારું કર્તવ્ય નથી. આહાહા...! મારું કર્તવ્ય તો પ્રભુ જે અનંત ગુણનો પિંડ પ્રભુ, એ અનંત ગુણની શક્તિવાળાને મેં જાણ્યો ને અનુભવ્યો તો એ શક્તિને વિશેષ પ્રગટ કરવી એ મારી પ્રભાવના છે. આરે...! વાતું આવી છે. સમસ્ત શક્તિ” શબ્દ વાપર્યો છે. જ્ઞાનની સમસ્ત શક્તિ એટલે આત્માની. જ્ઞાન શબ્દ આત્મા જે જ્ઞાયકમયપણે છે એમાં અનંતા ગુણો છે, અનંત શક્તિઓ છે એનો જ્યાં અંતરમાં અનુભવ થઈને પ્રતીતિ ને રમણતા થઈ, હવે તે અનંતી શક્તિઓમાંથી વિશેષ પ્રગટ કરવા તેનું નામ પ્રભાવના કહેવામાં આવે છે. આહાહા...! પ્રગટ કરવા-વિકસાવવા...’ આહાહા...! ભગવાનઆત્માની જેટલી શક્તિઓ–ગુણો છે આહાહા... તે શક્તિવાનની દૃષ્ટિ ને પ્રતીતિ તો થઈ છે, હવે એ પ્રતીતિવાળો જીવ એ અનંતી જે શક્તિ છે અને પર્યાયમાં પ્રગટ કરવાની ભાવના છે, પ્રગટ કરે છે. આહાહા...! વિકસાવે છે. કમળ જેમ ખીલે છે એમ શક્તિઓ પર્યાયમાં ખીલે છે. આહાહા.! આવી વાતું છે. ફેલાવવા. ત્રણ બોલ કહ્યા, પ્રગટ કરે છે, વિસ્તારે છે, ફેલાવે છે. આહાહા.! અનંત અનંત શક્તિઓનો સાગર પ્રભુ, જ્ઞાયકભાવપણાને લીધે સમ્યગ્દષ્ટિ, એનો વિષય તો જ્ઞાયકભાવ છે, સમ્યગ્દર્શનનો વિષય-ધ્યેય તો જ્ઞાયકભાવ છે. એ જ્ઞાયકભાવને ધ્યેયમાં લીધો છે, આહાહા.! ધ્યાનની પર્યાયમાં તેને ધ્યેય લીધો છે. આહાહા...! તે સમ્યગ્દષ્ટિ, આહાહા...! એ શાશ્વત જ્ઞાયકભાવપણાને કારણે. એનામાં શાશ્વત જે શક્તિઓ પડી છે, આહાહા...! પાઠમાં ઈ છે ને? “ વિMારમજીતો છે ને? જ્ઞાનરૂપી રથમાં આરૂઢ છે. ઓલા રથમાં બેસાડીને ભગવાનને બહાર ફેરવે છે ને? એ તો બધો શુભભાવ હોય તો એ બહારને નિમિત્ત કહેવાય. એ કંઈ બાહ્યથી ફરવાનું કરવાનો વ્યવહારેય નથી. વ્યવહાર પ્રભાવના તો સમ્યગ્દર્શન સહિત નિશ્ચય પ્રભાવના છે એને આવો જે શુભભાવ આવે એને વ્યવહાર પ્રભાવના કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? મુમુક્ષુ – પ્રભાવનાય જુદી. ઉત્તર :- વાત જ ભગવાનની બધી જુદી છે. જૈનદર્શન કોઈ અલૌકિક ચીજ છે, એ વસ્તુના સ્વભાવનું સ્વરૂપ છે. જૈનદર્શન કોઈ કલ્પિત પંથ નથી, વાડો નથી. આહાહા.! એ તો જ્ઞાયક પ્રભુ આત્મા, આહા...! એ જિનસ્વરૂપી પ્રભુ, એની પ્રતીતિ કરવી તે જૈન છે. આહા! જૈન કોઈ વાડો નથી. ઓલા કહે છે ને કે આ કેટલાક ઘણા એમ કહે કે, આ તો વાણિયાનો ધર્મ છે, અમારો બીજો ધર્મ છે. એમ નથી. આહાહા...! આ તો તીર્થકરો ક્ષત્રિયોનો ધર્મ હતો પણ એ ક્ષત્રિયોનો ધર્મ એ ધર્મ નથી, ધર્મ તો આત્મધર્મ છે તે ધર્મ છે. આહાહા.! સમજાય છે કાંઈ? એટલે કેટલાક કહે કે, આવો ધર્મ જૈનને તો પૂજા કરવી Page #555 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૨૩૬ ૫૪૧ ને ભક્તિ કરવી (તે ધર્મ). મુમુક્ષુ - લોકો તો એમ કહે છે કે નાગા રહે એ ધર્મ. ઉત્તર :- એ પણ ખોટી વાત છે. નાગા તો ઢોર પણ રહે છે. “અષ્ટપાહુડમાં ‘લિંગપાહુડમાં આવે છે. લૂગડા રહિત અંદર તો બધા નાગા જ છે. અંદરમાં રાગની, વિકલ્પની વસ્ત્રની દશા, એને છોડીને નિર્વિકલ્પ આનંદનો અનુભવ કરે અને અનુભવમાં વિશેષ સ્થિરતા જામે તેને અહીંયાં મુનિ કહે છે. આહાહા.. પછી એને રાગનો વિકલ્પ હોય છે એ વ્યવહાર કહેવાય છે. પંચ મહાવ્રતાદિ હોય છે. સમજાણું? ધર્મના લોભીઓને શુભરાગ આવ્યો એને સમજાવવા માટે ભાવ હોય છે પણ છે એ બધું પુણ્યબંધનું કારણ. આહાહા...! આત્મામાં જેટલી શક્તિઓ છે, આહાહા.! એ બધી શક્તિઓને પ્રતીતમાં, જ્ઞાનમાં, અનુભવમાં લીધી છે પણ હવે તો વિશેષ પ્રગટ કરે છે, શક્તિઓને પર્યાયમાં વિકસાવે છે. આહાહા. ચણો જેમ પાણીમાં પોઢો થાય છે પણ એ તો પોલો પોઢો થાય. પોલો, પોલો પોઢો. તોળ વધતો નથી કંઈ. હૈ? જેટલો એક ચણાનો તોલ છે એટલો પોઢાનો તોલ તો સરખો જ છે. શું કીધું? આ દૂધ. દૂધ ઉફાળો મારે છે ને? એ દૂધ વધ્યું છે? છે તો એટલું ને એટલું, ફક્ત આમ ઉફાળો માર્યો છે. આ તો શક્તિનો જે સાગર ભગવાન છે, વજબિંબ પ્રભુ પડ્યો છે, આહાહા.! એનો જેને દૃષ્ટિ ને અનુભવ થયો છે તે તેને વિકસાવવાનો પ્રયત્ન કરે છે તે પ્રભાવના છે. આહાહા.! પ્રગટ કરવા વિકસાવવા અથવા ફેલાવવા.” “વાઘેન “સમસ્ત વિત્તપ્રવોથેના જ્ઞાનની, શક્તિઓની વિશેષ પ્રગટ દશા. આહાહા...! બોધસ્વરૂપ ભગવાન જ્ઞાનસ્વરૂપ ને અનંત શક્તિસ્વરૂપ છે. એની પ્રતીતિ અનુભવમાં થઈ છે એ જીવ પ્રબોધ-તે તે બોધની જેટલી શક્તિઓ છે તેને વધારવા–પ્રગટ કરવા–વિકસાવવા કરે છે તેને પ્રભાવના કહે છે. અરે. અરે.! આ શેઠિયાઓના પૈસા-બૈસા છે ને. મુમુક્ષુ :- એ પ્રભાવના નહિ. ઉત્તર :- નહિ? આ ચીમનભાઈ હમણાં મકાન કરે છે ને? આહાહા.! એ તો એક શુભભાવ. એ ક્રિયા તો સ્વતંત્ર થાય છે. એમાં ભાવ શુભ હોય એ પુણ્ય છે, એ નિશ્ચય પ્રભાવના નહિ. સાચી પ્રભાવના ભગવાન અંદર ગુણનો વિકાસ કરે, શક્તિઓનો સાગર પ્રભુ, આહાહા.! એમાં એકાગ્ર થઈને શક્તિઓને વિકસાવે, ફેલાવે તેને અહીંયાં પરમાત્મા પ્રભાવના કહે છે. આહાહા...! વળી પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી પ્રગટ કરવું, વિકસાવવું અને ફેલાવવા વડે પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી પ્ર-ભાવ, વિશેષે ભાવ નામ શક્તિને ઉત્પન્ન કરતો હોવાથી. આહાહા...! નિશ્ચય આકરું લાગે લોકોને નિશ્ચય વિના બધા થોથાં છે. જ્યાં નિશ્ચય નથી ત્યાં તો વ્યવહારેય નથી. નિશ્ચય હોય એને પછી વ્યવહાર વિકલ્પ આવે. આહાહા.! Page #556 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ૫૪૨ સમજાણું કાંઈ? અરે..! આહા..! વળી, પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી...' શું કીધું? પ્રભાવ-પ્ર-ભાવ-વિશેષે શક્તિઓને પ્રગટ કરતો, વિસ્તારતો પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી પ્રભાવના ક૨ના૨ છે,...' આહાહા..! પણ જેણે આત્મા કોણ છે જાણ્યો નથી, જાણ્યો નથી તો એની શક્તિઓને પ્રગટ કરવાનું એને હોય કયાં છે? આહાહા..! જેને આત્મજ્ઞાન જ અંદરથી થયું નથી એને આ વિકસાવવાનો પ્રસંગ છે જ ક્યાં? આહા..! એ તો રાગને, પુણ્યને વિકસાવે છે. આહાહા..! પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી...' પ્ર-ભાવ, વિશેષે શક્તિઓને વિકસાવતો પ્રભાવ કરતો હોવાથી. આહાહા..! પ્રભાવના ક૨ના૨ છે,...’ છે? પ્રભાવ ઉત્પન્ન, પ્ર-ભાવ વિશેષે શક્તિઓને વિકસાવતો હોવાથી પ્રભાવ કરતો હોવાથી તે પ્રભાવ કરનાર છે. આહાહા..! આવું સ્વરૂપ છે. હેં? આહા..! રાગાદિ, પુણ્યાદિ હોય એ કંઈ નિશ્ચય વિના તો વ્યવહારેય નથી. આહાહા..! જેને આત્મજ્ઞાન ને આત્મદર્શન નથી તેને વિકસાવવાનો પ્રસંગ જ કયાં છે? આહાહા..! (એ) તો રાગની ક્રિયાને વિકસાવે ને વધારે. આહાહા..! એ અધર્મની પ્રભાવના છે. આહાહા..! આકરું કામ, ભાઈ! પરમાત્મા તો સત્યનો સ્વભાવ છે તેવું તેનું સ્વરૂપ કહે છે. એમાં દુનિયાને ઓલું લાગે કે ન લાગે એ માટે નથી. એ તો એના હિતને માટે છે. અહિતમાં હિત માની બેઠો હોય એને એના હિતને માટે કહે છે. ભાઈ! તારું કલ્યાણ કેમ થાય? આહાહા..! એ કલ્યાણમૂર્તિ પ્રભુ છે, એની શક્તિઓ પવિત્ર સ્વરૂપ છે. એની તને પ્રતીત ને જ્ઞાન થયું હોય તો તેને પ્રગટ વિશેષ કરવાનો તને ભાવ આવે એને અહીંયાં પ્રભાવ અને પ્રભાવ કરનાર કહેવામાં આવે છે. આહાહા..! આવી શરતું છે. પછી એને વ્યવહાર હોય છે. દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિનો રાગ, ધર્મની વૃદ્ધિ લોકોમાં કેમ થાય એવો ભાવ આવે પણ એ પુણ્ય છે. સમજાણું કાંઈ? બીજામાં ધર્મની વૃદ્ધિ કેમ થાય માટે તે ભાવ ધર્મ છે એમ નહિ. પર તરફનું લક્ષ ગયું ને તો એ તો શુભભાવ છે. આહાહા..! આવું (સાંભળે એટલે) નિશ્ચય, નિશ્ચય, નિશ્ચય કહે. ‘સોનગઢ’વાળા નિશ્ચય નિશ્ચય કરે છે એમ કહે છે. અરે..! ભગવાન! નિશ્ચય એટલે સત્. સત્ એટલે સત્ય. સત્ય તે આ સ્વરૂપ છે. આહાહા..! તેં સાંભળ્યું ન હોય ને જાણ્યું ન હોય માટે કંઈ સત્ય અસત્ય થઈ જાય? અને સત્ય છે ઇ સોંઘું થઈ જાય? રાગથી પ્રાપ્ત થાય એમ થઈ જાય? આહાહા..! સને પ્રાપ્ત કરવા માટે એની કિંમત દેવી જોઈએ. આહાહા..! એવો પૂર્ણાનંદનો નાથ પ્રભુ, એને સ્વીકાર કરવો એ કંઈ અનંત પુરુષાર્થ નથી? એને સમ્યગ્દર્શનમાં પ્રતીતમાં લેવો એ પુરુષાર્થ નથી? આહાહા..! અને આ નિશ્ચય છે એ તો પોતાથી પ્રગટ થાય છે અને પછી શુભભાવ આવે, પછી ખ્યાતિ, પૂજા, લાભને માટે નહિ. મારી પ્રસિદ્ધિ થાય, મને લોકો ઓળખે એવા જે ભાવ આવે એ ભાવ તો શુભેય નથી. સમજાણું કાંઈ? આહાહા..! એને તો પોતાને શક્તિની વૃદ્ધિ થઈ છે, કરે છે માટે બીજાને પણ કેમ થાય એવો વિકલ્પ આવે. પણ એ વિકલ્પ તે પુણ્યબંધનું કારણ છે, એ નિશ્ચય Page #557 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૨૩૬ ૫૪૩ પ્રભાવના નહિ. નિશ્ચય પ્રભાવના ધર્મની પરિણતિ છે અને આ જે વ્યવહાર પ્રભાવના છે, આ નહિ પણ અંદર ભાવ થવો તે શુભભાવ, નિશ્ચય સહિત હોય એને, હોં! આહાહા...! એ પ્રભાવ ઉત્પન કરતો હોવાથી...” શું કીધું છે? પ્રભાવ ઉત્પન કરતો હોવાથી. એટલે કે આત્મામાં અનંત શક્તિઓ છે તેને પર્યાયમાં પ્રભાવ વિશેષ પ્રગટ કરતો હોવાથી તેને પ્રભાવના કરનારો કહેવામાં આવે છે. આહાહા...! અરેરે.! “તેથી તેને જ્ઞાનની પ્રભાવનાના અપ્રકર્ષથી.” આત્માની જે શક્તિઓનો વિકાસ થયો તેથી તેને વિકાસ ન થવાનો જે ભાવ એનાથી જે બંધ થતો હતો તે બંધ નથી. આહાહા.! જ્ઞાન એટલે આત્મા. જ્ઞાયકભાવ લીધો છે ને? એટલે જ્ઞાન. આત્માના અનંત જ્ઞાનગુણની શક્તિને વિકસાવતો હોવાથી તેની પ્રભાવનાના અપકર્ષથી...” તેનું જે હીણાપણું થવું વિરુદ્ધ એ એને નથી. તેથી તેને જ્ઞાનની પ્રભાવના નહિ વધારવાથી થતો બંધ નથી. જ્ઞાનની પ્રભાવના પોતે અંદરમાં વધારે જ છે. આહાહા..! થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે. જે જરીક વિકલ્પ શુભાદિ આવ્યો તો અહીંયાં શક્તિની પ્રભાવના પ્રગટ કરે છે તેથી તે ખરીને નિર્જરી જાય છે એમ કહે છે. આહાહા...! એ શુભભાવ આવે છે એનું પુણ્ય બંધાય છે પણ અહીં એ વાત ન લેતા એ ખરી જાય છે. સ્વભાવનું શક્તિનું જોર બતાવ્યું કે એ ખરી જાય છે. આહાહા...! (ભાવાર્થ) :- (પ્રભાવના એટલે) પ્રગટ કરવું...” પ્ર-ભાવના છે ને? વિશેષ ભાવના. પ્રગટ કરવું, ઉદ્યોત કરવો.” વિકસાવવું, ફેલાવવું વગેરે. ‘માટે જે પોતાના જ્ઞાનને આત્માને “નિરંતર અભ્યાસથી પ્રગટ કરે છે...” આહાહા.! પોતાનો ભગવાન આત્મા, આહા! એ પોતે પોતાનો તે આત્મા છે. રાગ ને શરીર એ કંઈ પોતાનું નથી. આહાહા...! અને પર્યાય જેટલોય પોતાનો આત્મા નથી. આહાહા.! છે? પોતાના આત્માને નિરંતર અભ્યાસથી પ્રગટ કરે છે...” આહાહા..! અનંત ગુણનો સાગર નાથ, તેની અનંત ગુણની શક્તિઓને પર્યાયમાં એકાકારના અભ્યાસથી પ્રગટ કરે છે. આહાહા.! આ અભ્યાસ, હોં! શાસ્ત્ર અભ્યાસ કે ઈ એમ નહિ. આહાહા...! પોતાનો જે ભગવાન જ્ઞાયકભાવ તેનો એકાગ્રતાનો અભ્યાસ. આહાહા...! નિરંતર આત્માના “અભ્યાસથી પ્રગટ કરે છે.' આત્માના નિરંતર અભ્યાસ-એકાગ્રતાથી જે પ્રગટ કરે છે. આહાહા...! “વધારે છે.” શુદ્ધિની પર્યાય છે એનાથી વધારે છે. આહાહા...! આવો માર્ગ. લોકોને એવું લાગે કે આ તો નિશ્ચયાભાસ જેવું (છે), વ્યવહારની તો વાત આવતી નથી કે વ્યવહાર કરીએ તો કાંઈક થાય. વ્યવહાર કરે તો પુણ્ય બંધાય, સંસાર. સંસાર થાય. એ દયા, દાન, વ્રતના ભાવ પરિણામ એ સંસાર છે. આહાહા.! ભગવાન સંસાર સ્વરૂપથી રહિત છે. આહાહા.! મુમુક્ષુ :- દ્રવ્ય રહિત છે, પર્યાયમાં તો છે. Page #558 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ઉત્તર :- દ્રવ્યમાં નથી એ જ વસ્તુમાં નથી. દ્રવ્યમાં નથી એ જ વસ્તુમાં નથી. વસ્તુ જે ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ જ્ઞાયકભાવ, એમાં સંસાર છે જ નહિ. પર્યાય એમાં નથી તો વળી સંસારના રાગની વાતું ક્યાં કરવી? ઝીણી વાત, ભાઈ! આહાહા..! પ્રભુના મારગડા શાસ્ત્રોમાં રહી ગયા. પ્રભુના તો વિરહ પડ્યા. આહાહા...! પણ એની પંથની રીત આખી ભૂંસાઈ ગઈ અને અપંથ-કુપંથને નામે પંથ ચલાવ્યા. આહાહા...! અહીં તો કહે છે, પ્રભુ! તું કોણ છો? કેટલો છો? કેવડો છો? એ તો બપોરે આવ્યું હતું ને? કે, એ તો અનંત ગુણસંપન શક્તિવાળો છે. અત્યારે ઓલી પર્યાયની વાત નહિ. પર્યાયનો અધિષ્ઠાન એ અત્યારે અહીં નહિ. અહીં તો અનંતી શક્તિઓ સ્વભાવ જે ત્રિકાળી તે વાળો છે. આહાહા.! એવી જેને પ્રભાવના અંગ હોય છે તેને અપ્રભાવનાત કર્મબંધ નથી...... આહાહા... જેને એ અપ્રભાવના નામ શક્તિનો વધારે નહિ પણ હીણી કરવાનો ભાવ હતો તેનાથી જે બંધ થતો એ આને બંધ નથી. આહાહા. પર્યાયમાં એ શક્તિને હિણી, વિપરીત કરવાનો જેને ભાવ છે એ આને નથી. આહાહા..! તેથી તેને અપ્રભાવનામૃત કર્મબંધ નથી, કર્મ રસ દઈને ખરી જાય છે...” જરી રાગાદિ આવે... આહાહા.! પણ સ્વભાવ તરફની એકાગ્રતાના જોરે એ રાગ ખરી જાય છે. આહાહા...! આ ગાથામાં નિશ્ચયપ્રભાવનાનું સ્વરૂપ કહ્યું છે. છે ને? હવે વિદ્યાઆરૂઢ શબ્દ હતો ને એમાંથી કાઢ્યું છે. જેમ જિનબિંબને...” ભગવાનની પ્રતિમાને “રથમાં સ્થાપીને...” જિનબિંબ વીતરાગમૂર્તિ, એને માથે કપડા કે ચાંદલા કે એ ન હોય. જેવા વીતરાગ હતા તેવી જિનપ્રતિમા હોય. આહાહા.! સમજાણું કાંઈ? જિનબિંબ કહેવાય છે ને? જેવા જિન પરમેશ્વર વીતરાગ હતા, એવી જિનબિંબ દશા વીતરાગી શાંત દેખાય એને અહીં જિનબિંબ કહે છે. એ જિનબિંબને રથમાં સ્થાપીને...” કાલે એક જણો પ્રશ્ન કરતો હતો. એક શ્વેતાંબર જુવાન આવ્યો હતો. આમ તો ઠેકાણા વિનાની વૃત્તિ હતી પણ જુવાન માણસ હતો. નામ ભૂલી ગયા. ઓલો જુવાન હતો. અંદર આવતો, બેસતો. મને તો બીજી કંઈ શ્રદ્ધા નથી પણ આ તમે કહો છો એની મને શ્રદ્ધા થાય છે. મારે પણ હવે બહાર મોટી પ્રભાવના માંડવી છે. ધર્મની શ્રદ્ધા-બદ્ધા કાંઈ નહિ. જુવાન માણસ અને પરણવાનો ભાવ, જુવાન માણસ. પહેલેથી નાની ઉંમરમાં દીક્ષા લીધી. પછી એક કન્યાએ એને કીધું કે હું તને પરણું. કન્યા કહે. પણ ઓલો કહે કે મારી પાસે અત્યારે સાધન ન મળે હું શું કરું? આહાહા...! ખાનગી કહેતો હતો બિચારો અંદર. તમારી વાતમાં મને કંઈક ભરોસો આવે છે, બાકી હું તો કંઈ માનતો નથી. આહા.! ઈ એમ કહેતો હતો કે તમે એમ જિનબિંબ કહો, ભગવાનની મૂર્તિ ને વળી પાછા રથમાં બેસાડો. આમ હોય, કાયોત્સર્ગ હોય ને આમ? વળી એને રથમાં બેસાડો. તમે એમ કે, અમે વસ્ત્રમાં ભગવાનને પધરાવીએ છીએ. તમે રથમાં પધરાવો છો તેથી શું થયું? એમ કહે. અરે! ભાઈ! એમ Page #559 -------------------------------------------------------------------------- ________________ ગાથા૨૩૬ ૫૪૫ નથી. એ તો પુણ્ય, શુભભાવ આવે ત્યારે એ જિનપ્રતિમા રથમાં બેસાડીને ફેરવે). વીતરાગ છે ને એને રથ કેવો? એમ કહેતા ઈ. ભઈ! આ તો પ્રતિમા છે, એની સ્થાપના છે. સાક્ષાત્ વીતરાગ હોય તો તો રથમાં ન બેસે. પણ જિનપ્રતિમાં જિન સારખી” એ વ્યવહારે કહ્યું છે. એથી એને રથમાં સમ્યગ્દષ્ટિ ધર્મી હોય એને પણ એવો શુભભાવ આવે. સમજાણું કાંઈ? ભગવાનને ફેરવીને જગતમાં લોકો જાણે કે આવા ધર્મી જીવો છે અને ધર્મ કેમ થાય એની પ્રભાવના કરે છે. એવો વિકલ્પ હોય છે. આહા...! અહીં કહે છે, જેમ જિનબિંબને રથમાં સ્થાપીને નગર, વન વગેરેમાં ફેરવી વ્યવહાઅભાવના કરવામાં આવે છેએ તો એક શુભભાવ છે. સમકિતીની વાત છે, હોં. તેમ જે વિદ્યારૂપી... પાઠમાં છે ખરું ને? “વિજ્ઞારમાતો વિદ્યારથ આરૂઢ વિદ્યારૂપી રથમાં બેસાડ્યો. ઓલા રથમાં ભગવાનને પધરાવ્યા. અહીં વિદ્યા (એટલે) જ્ઞાનરૂપી રથમાં ભગવાનને પધરાવ્યો. આહાહા...! રથમાં આત્માને સ્થાપી “મનરૂપી (જ્ઞાનરૂપી) માર્ગમાં ભ્રમણ કરે.... આહાહા...! તે જ્ઞાનની પ્રભાવનાયુક્ત સમ્યગ્દષ્ટિ છે, તે નિશ્ચયપ્રભાવના કરનાર છે.” એ સાચી પ્રભાવના કરનાર છે. વ્યવહારની વાત આવશે. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) પ્રવચન નં. ૩૧૦ ગાથા-ર૩૬ શુક્રવાર, ભાદરવા વદ ૯, તા. ૧૪-૦૯-૧૯૭૯ સમ્યગ્દર્શન એક ગુણની-શ્રદ્ધા ગુણની એક પર્યાય છે. સમજાય છે કાંઈ? દ્રવ્યમાં જે એક શ્રદ્ધા નામનો ગુણ ત્રિકાળ છે. સમ્યગ્દર્શન નિર્મળ વીતરાગી પર્યાય છે. આહાહા...! એમાં નિઃશંકિત આદિ ગુણોનું...” (એટલે કે પર્યાયનું નિશ્ચય સ્વરૂપ સ્વ-આશ્રિત સ્વરૂપ) અહીં બતાવવામાં આવ્યું છે. દેવ-ગુરુ-શાસ્ત્રમાં શંકા ન કરવી એ તો બધો વ્યવહાર છે. એ તો વિકલ્પ છે અને આ તો વાસ્તવિક નિર્વિકલ્પ દૃષ્ટિ છે. આહાહા...! “તેનો સંક્ષેપ આ પ્રમાણે છે–જે સમ્યગ્દષ્ટિ આત્મા...” ધર્મની પહેલી સીઢી જે સમ્યગ્દર્શન પૂર્ણ પરમાત્મ જ્ઞાયકભાવ, એનો જેને અનુભવ થયો છે અને અનુભવમાં પ્રતીત થઈ છે તેને અહીંયાં સમ્યગ્દષ્ટિ કહે છે. આહા.! એ સમ્યગ્દષ્ટિનો આત્મા પોતાના જ્ઞાન-શ્રદ્ધાનમાં નિઃશંક હોય.” છે. પોતાનું જ સ્વરૂપ જ્ઞાયક ત્રિકાળ છે, એના જ્ઞાનમાં અને એની શ્રદ્ધામાં નિઃશંક હોય છે. પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદ, પૂર્ણ શાંતિ ને પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ પ્રભુતા એવો જે આત્મ સ્વભાવ, તેમાં ધર્મની પહેલી સીઢીવાળો નિઃશંક હોય છે. છે? “જ્ઞાન-શ્રદ્ધાનમાં નિઃશંક. પહેલું તો આ છે. આ વિના જે બધું થાય એ બધો સંસાર છે. મુમુક્ષુ :- એકલું જ્ઞાન કે એકલી શ્રદ્ધા હોય તો? Page #560 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ઉત્તર :- જ્ઞાન, શ્રદ્ધા બેય સાથે જ હોય છે. વસ્તુ સ્વરૂપ જે છે તેની વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જાણવામાં આવ્યું, તેની પ્રતીત એમ લીધું છે ને? ૧૭ મી ગાથા. પ્રથમમાં પ્રથમ આ ભગવાન આનંદ ને જ્ઞાનસ્વરૂપ છે એ જેને અંતરમાં સ્વસમ્મુખમાં જ્ઞાન થયું એ જ્ઞાનમાં આ આત્મા પૂર્ણ છે એમ જણાણું તે જ્ઞાનમાં પ્રતીત થવી તે સમ્યગ્દર્શન છે. આહાહા...! મૂળ આ વાત પહેલેથી આખી ગોટા ઉડ્યા છે. આહા.! અરે. અનાદિકાળથી પોતે દુઃખને પંથે પડ્યો છે. શુભરાગની ક્રિયા એ પણ દુઃખનો પંથ છે. આહાહા.! દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિનો ભાવ એ બધો રાગ, દુઃખનો પંથ છે. આહાહા...! મુમુક્ષુ :- પુણ્ય દુઃખનું કારણ? ઉત્તર :- દુઃખ જ છે છે, કારણ નહિ, એ પોતે દુઃખ છે. જે રાગની ક્રિયા વતની, તપની, ભક્તિની, પૂજાની એ રાગ પોતે દુઃખ છે. એનાથી રહિત આત્મા જ્ઞાયક સ્વરૂપ છે તેનું જ્યાં ભાન થાય, ત્યારે તેને અતીન્દ્રિય આનંદનો અંશ વેદનમાં આવે. આહાહા...! ત્યારે તે સુખને પંથે પડ્યો. સુખી એવો જે ભગવાનઆત્મા, એની શ્રદ્ધા જ્ઞાનને પંથે પડ્યો એ સુખની દશાના વેદનમાં આવ્યો. આહાહા...! એ ચીજ છે (એમ) જાણી તેની પ્રતીત કરીને પછી તેમાં રમણતા થાય. પણ ચીજ જાણી નથી તેની શ્રદ્ધા કેવી? ને તેની સ્થિરતા કેવી? આહા.! જાણવું પહેલું છે આમાં. ૧૭ મી ગાથામાં નથી આવ્યું? પહેલો આત્મા જાણવો, એમ કહ્યું છે. પહેલા દેવ-ગુરુ-શાસ્ત્રને જાણવા કે આ જાણવા, એ બધી વ્યવહારની વાતું નથી કરી. આહાહા...! “સમયસાર પરમ સત્યની દૃષ્ટિનો એ વિષય છે. આહાહા...! અહીંયાં આત્મા–સમ્યગ્દષ્ટિનો આત્મા પ્રથમ જ ચોથે ગુણસ્થાને, આહાહા...! પાંચમું ગુણસ્થાન તો હજી ચોથા ગુણસ્થાનને પ્રગટ કરે એમાં વિશેષ આનંદની સ્થિરતા કરે ત્યારે એને પાંચમું ગુણસ્થાન થાય. આહાહા...! મુમુક્ષુ :- પહેલેથી જ પડિમા લઈ લઈએ તો શું વાંધો? ઉત્તર :- પડિમા-બડિમા હતો કે દી? રાગ છે, દુઃખને અંગીકાર કર્યા છે. મુમુક્ષુ :- મહાવ્રત.? ઉત્તર :- મહાવ્રતના પરિણામ એ દુઃખરૂપ છે. કહ્યું નહિ એ તો? “મુનિવ્રત ધાર અનંત બૈર રૈવેયક ઊપજાયો, પણ આતમજ્ઞાન લેશ સુખ ન પાયો' એ મહાવ્રતના પરિણામ પણ દુઃખ ને આસવ છે. ભાઈ! એને ખબર નથી. મુમુક્ષુ :- એ તો અજ્ઞાનીના વ્રત, જ્ઞાનીના...? ઉત્તર :- એ અજ્ઞાનીના વ્રત ને જ્ઞાનીના વ્રતનો વિકલ્પય આસવ છે. ‘તત્ત્વાર્થસૂત્રમાં આવ્યું નહિ? આમ્રવના અધિકારમાં. અણુવ્રત ને મહાવ્રત એ આસવ છે. ‘તત્ત્વાર્થસૂત્રમાં છે. આહાહા.! અહીંયાં તો પ્રથમ ભગવાન પૂર્ણ પરમાત્મ સ્વરૂપ પરમેશ્વર છે. એ પરમેશ્વરની સન્મુખ Page #561 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૨૩૬ ૫૪૭ થઈને તેનું જ્ઞાન થઈને તેમાં પ્રતીત થવી અને તેની પ્રતીતમાં તેને નિઃશંકતા થવી, આહાહા..! આવી વાત છે, ભાઈ! છે? જે સમ્યગ્દષ્ટિ આત્મા પોતાનાં જ્ઞાન–શ્રદ્ધાનમાં...' પોતાના એટલે આત્માના જ્ઞાન ને શ્રદ્ધાનમાં. આહાહા..! અતીન્દ્રિય અનંત આનંદ અને અતીન્દ્રિય અનંત જ્ઞાન, અતીન્દ્રિય અનંત વીર્ય ને અનંત અતીન્દ્રિય દર્શન, એનો પિંડ પ્રભુ આત્મા છે. આહાહા..! એવો જે પોતાનો આત્મા, તેના જ્ઞાન-શ્રદ્ધાનમાં. આહાહા..! નિઃશંક હોય,...’ એનો બીજો અર્થ કર્યો કે, ભયના નિમિત્તે સ્વરૂપથી ડગે નહિ...' આહાહા..! જે વજનો બિંબ ભગવાને પકડ્યો આત્માએ, ધ્રુવ.. ઓહો..! હવે એ ભયના નિમિત્તે સ્વરૂપથી ડગે નહિ... આહાહા..! દુનિયાનો બધો ભય નીકળી ગયો, કહે છે. આહા...! ‘સંદેહયુક્ત ન થાય,...’ અંતર અનુભવ થયો છે ને સમ્યગ્દર્શનમાં આત્માના આનંદનો અનુભવ થયો છે તેને અહીં સમ્યગ્દષ્ટિ કહીએ. આહાહા..! એ સમ્યગ્દષ્ટિ નિઃસંદેહયુક્ત છે, સંદેહરહિત છે, નિઃસંદેહયુક્ત છે. સંદેહયુક્ત ન થાય, એમ. આહાહા..! તેને નિઃશંકિત ગુણ હોય છે. ગુણ એટલે પર્યાય. વીતરાગી પર્યાય નિઃશંકિત એને હોય છે. આહાહા..! અરે..! બીજો બોલ. ‘જે કર્મનાં ફળની વાંછા ન કરે... કર્મનું ફળ જે સંયોગ. અઘાતિનું ફળ સંયોગ અને ઘાતિનું ફળ રાગ. શું કીધું? ‘કર્મનાં ફળની વાંછા ન કરે...' એટલે? ઘાતિ કર્મના ફળ તરીકે અંદર રાગ આવ્યો એની પણ જેને વાંછા નથી. અઘાતિના ફળ તરીકે એને લક્ષ્મીના ઢગલા, ચક્રવર્તીના રાજ હોય તોપણ જેને એની ઇચ્છા નથી. આહાહા..! ‘કર્મનાં ફળની વાંછા ન કરે...’ એક વાત. અન્ય વસ્તુના ધર્મોની વાંછા ન કરે...' સોનું, રૂપુ આદિ વસ્તુ, આહા..! એની વાંછા ન કરે. તેમ અન્ય મતના ધર્મોની વાંછા એ ન કરે. આહા..! જૈન ધર્મ જે વસ્તુ સ્વરૂપ છે એનું જેને ભાન થયું તે અન્યમતિના મોટા આડંબર દેખેબાવા ને જોગી ને મોટા નગ્ન (હોય એના) રાજા આદર કરતા હોય એથી એને વાંછા નથી કે આ આવો કાંઈક હશે. એ બધું પાખંડ છે. આહાહા..! લાખો, કરોડો માણસો માનતા હોય અને ખમા.. ખમા થતા હોય હાથીને હોદ્દે. મુમુક્ષુ :- મંત્રવાળો દોરો બાંધે તો.. ઉત્તર :– ધૂળેય ઉતરતા નથી, મફતનો મૂઢ છે. સ્વામીનારાયણ’ને જુનાગઢ’માં હાથીને હોદ્દે રાજાએ બેસાડ્યા. હાથીને હોદ્દે માન આપ્યું, મોટું લશ્કર.. એથી શું થયું? એ વસ્તુ શું છે? આહાહા..! રાજા હતો મુસલમાન. ‘સ્વામીનારાયણ’ના વખતમાં એને હાથીને (હોદ્દે) બેસાડીને કાઢ્યું હતું, રથ. શું કહેવાય? એ હતું. એથી શું? અને સમકિતી ધર્મી હોય એનો કોઈ આદર પણ કરતું ન હોય, સામું જોતું ન હોય. એથી શું? આહાહા..! અહીં કહે છે કે, સમકિતી અન્ય વસ્તુના ધર્મોની વાંછા ન કરે, તેને નિઃકાંક્ષિત ગુણ હોય છે.’ આહાહા..! ત્રીજો. જે વસ્તુના ધર્મો પ્રત્યે ગ્લાનિ ન કરે.' દુગંછા ન કરે. કૂતરા સડેલા, મીંદડા Page #562 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ સડેલા દેખીને ગ્લાનિ નહિ. એમ મુનિરાજ ધર્માત્મા સંત હોય સાચા એના શરીરમાં ગ્લાનિ હોય, રોગ હોય કે મેલા શરીર હોય, શરીર ગંધ મારે (તો) સમકિતી ગ્લાની ન કરે. આહાહા..! પહેલા કાંક્ષા ન કરે (કીધું) એટલે રાગ ન કરે, ગ્લાનિ ન કરે એટલે દ્વેષ ન કરે. આહાહા...! તેને નિર્વિચિકિત્સા ગુણ હોય છે. જેને જુગુપ્સાનો અભાવ, એવી વીતરાગી પર્યાયનો ભાવ તેને હોય છે. આહાહા. જેણે સ્વનો આશ્રય લીધો છે અને સ્વને આશ્રયે જેને સમ્યગ્દર્શન થયું છે. આહાહા.! એને પરમાં કોઈ જાતની ગ્લાનિ કે પરની ઇચ્છા, વાંછા હોતી નથી. આહાહા. પોતાનો ભગવાનઆત્મા, તેનું ભાન થયું તેમાં હવે રમવા માટેની ભાવના હોય. સ્વરૂપમાં રમવું એ ચારિત્ર છે. ચારિત્ર કોઈ ક્રિયાકાંડ ને મહાવ્રત ને એ કંઈ ચારિત્ર નથી. આહાહા..! વસ્તુ જેવી છે તેને જાણી, માનીને વસ્તુમાં ઠરવું, આહાહા...! એનું નામ જ્ઞાન, શ્રદ્ધા ને ચારિત્ર છે. આહાહા...! જે સ્વરૂપમાં મૂઢ ન હોય...” એ સ્વરૂપમાં મુંઝાય નહિ કે, આહાહા.! અરે.! આવી ચીજ છે અને હું સ્થિર થઈ શકતો નથી તો કંઈ મારામાં ભ્રમણા હશે? એમ મુંઝાય નહિ. આહાહા.! ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ, એનું સમકિતીને અતીન્દ્રિય આનંદનું વેદન આવે છે ત્યારે તો એને સમકિતી કહેવાય છે. આહાહા...! એવા આનંદના સ્વાદમાં બીજી કોઈ ચીજમાં એને મૂઢતા ન હોય. “સ્વરૂપને યથાર્થ જાણે,” જેવી રીતે સ્વરૂપની સ્થિતિ છે) તે રીતે જાણે. વિપરીત નહિ, ઓછું નહિ, અધિક નહિ. આહાહા...! ચોથો બોલ થયો. “જે આત્માને શુદ્ધ સ્વરૂપમાં જોડે” છે? “આત્માની શક્તિ વધારે... આહા.! “અન્ય ધર્મોને ગૌણ કરે,...” રાગાદિને ગૌણ કરે અને સ્વરૂપની સ્થિરતાને વધારે. આહાહા.! શક્તિને વધારે, જોયું? ભગવાનઆત્મા અનંત જ્ઞાન, દર્શન આદિ અનંત શક્તિનો સાગર પ્રભુ, તેની શક્તિને સમ્યગ્દષ્ટિ વધારતો જાય. આહાહા...! રાગ ઘટાડતો જાય અને આ શક્તિને વધારતો જાય. બે લીધું ને? ઉપગૃહન અને ઉપવૃંહણ. ઉપગૂહનમાં રાગને ઘટાડતો જાય, ગૌણ કરતો જાય અને નિઃશંક આદિ નિર્મળ પર્યાયને વધારતો જાય. આહાહા.! આવું તો હજી ચોથા ગુણસ્થાનનું સ્વરૂપ છે. હજી ચોથાના ઠેકાણા નહિ. આહાહા...! આકરી વાત, ભાઈ! એના સુખના પંથ પ્રભુના, વીતરાગે કહ્યો તે વીતરાગ સ્વરૂપ ભગવાન આત્મા છે. એ વીતરાગ સ્વરૂપ ભગવાન આત્માના પંથે અંતરમાં પડવું, એનો આશ્રય લઈને એમાં રમવું, આહાહા...! એ ઉપવૃંહણ છે. પર્યાયને વધારે છે, શક્તિને વ્યક્ત કરવામાં વધારો કરે છે. શક્તિની વ્યક્તતા તો અંશે થઈ છે પણ એની શક્તિનો હવે વધારો કરે છે. એનું નામ ઉપવૃંહણ નામનો સમકિતનો એક પર્યાય ગુણ કહેવાય છે. આહાહા...! તેને ઉપગૂહન ગુણ હોય છે.” ગૌણ કરે એ ઉપગૂહન છે, શક્તિને વધારે એ ઉપવૃંહણ છે. પાંચ (થયો. - જે સ્વરૂપથી શ્રુત થતા આત્માને સ્વરૂપમાં સ્થાપે...” કોઈ પણ રીતે કાંઈક અંદરમાં ગળકા ખાતાના પરિણામ થઈ જાય (તેને) છોડી ફ્લે, સ્થિર થાય. આહાહા...! આનંદના Page #563 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૨૩૬ ૫૪૯ નાથમાં સ્થિર થાય, કહે છે. ભગવાન અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે, આહા...! એમાં એ સ્થિર થાય. જરી દુઃખના પરિણામ આવે (એને છોડીને આમાં સ્થિર થાય. આહાહા...! તેને સ્થિતિકરણ ગુણ હોય છે.” - જે પોતાના સ્વરૂપ પ્રત્યે વિશેષ અનુરાગ રાખે...” પોતાના સ્વરૂપ પ્રત્યે અનુરાગ (અર્થાતુ) અનુસરીને પ્રેમ રાખે. આહાહા.! જેને અતીન્દ્રિય આનંદનો અનુભવ સમ્યગ્દર્શમાં થયો છે તે રુચિને અનુયાયી વીર્ય, પુરુષાર્થ ત્યાં કામ કરે. આહાહા...! એ પરમાત્મસ્વરૂપ પ્રત્યે પ્રેમ કરે. આહાહા...! નિશ્ચયની વાત છે ને આ સત્ય? તેને વાત્સલ્ય ગુણ” કહે છે. જે આત્માના જ્ઞાનગુણને પ્રકાશિત કરે...” જ્ઞાન એટલે આત્માના અનંતા ગુણો જે છે તેને પર્યાયમાં વિશેષ પ્રગટ કરે તે પ્રભાવના છે. આ પ્રભાવના સાચી છે. આહા...! પ્રભાવના, પ્ર-વિશેષે પ્રગટ. અનંત અનંત શક્તિનો સાગર પ્રભુ, તેનો અનુભવનો અંશ તો આવ્યો છે પણ હવે એ શક્તિને વિશેષ પ્રભાવના પ્રગટ કરે. આહાહા. અનંત શક્તિનો સાગર છે તેની પર્યાયમાં વિશેષ પ્રગટ કરે. એને અહીંયાં પ્રભાવના સાચી કહેવામાં આવે છે. આહાહા...! આ નિશ્ચય પ્રભાવના. કિશોરભાઈ! આ તમારે ત્યાં બધા કરવાના છે ને? કેટલાય. કેટલા ખર્ચવાના? ત્રીસ લાખ. ‘નાઈરોબી', “આફ્રિકા'. આ બધા શેઠિયાઓ ભેગા છે. એ બહારની વાત કહે છે એમાં રાગની મંદતા હોય તો પુણ્ય છે. આહાહા. અહીં તો પ્રભાવના એને કહીએ, એ બહારમાં મોટી પ્રભાવના થાય કે, ઓહોહો! શેઠિયાઓએ પૈસા બહુ ખર્ચા ને મંદિર મોટું બનાવ્યું. મુમુક્ષુ :- એ તો આપનો પ્રભાવ છે ને. ઉત્તર :- કોઈનો નથી. “આફ્રિકામાં બે હજાર વર્ષમાં કોઈ દિગંબર મંદિર છે નહિ, પહેલવહેલું થાય છે. “આફ્રિકામાં “નાઈરોબી'. ત્યાં તો શ્વેતાંબર ઘણા છે. શ્વેતાંબરનું મંદિર મોટું કરશે. અને આ દિગંબર મંદિર ભગવાન પછી બે હજાર વર્ષે થયું ને ત્યાં તો છે જ નહિ, હવે નવું થાય છે. પણ એ તો પરમાણુની ક્રિયા તે કાળે તે થવાની છે અને તેમાં જેનો રાગ મંદ હોય એ શુભભાવ, પણ એ શુભભાવ એ વ્યવહાર પ્રભાવના છે, પણ કોને? કે જેને નિશ્ચય આત્માના ગુણની પ્રભાવના પ્રગટ કરી છે અને વ્યવહાર હોય. આહાહા...! સમજાણું કાંઈ? આકરું કામ બહુ, ભાઈ! વીતરાગ માર્ગને અંતર માર્ગે ચડવું, કુપંથને છોડીને વીતરાગ માર્ગના, આત્માના પંથે (ચડવું). આહાહા...! આત્મા વીતરાગ સ્વરૂપ જ છે. એ વીતરાગ સ્વરૂપને પંથે ચડવું. આહા...! અને એમાં જે શક્તિઓ અનંત છે તેને ક્ષણે ક્ષણે અંદરમાં વધારવી તે પ્રભાવના છે. પ્ર-ભાવના. પ્ર-પ્રગટ, પ્રગટપણે શક્તિઓને પ્રગટ કરવી. આહાહા...! વ્યવહારવાળાને તો એવું લાગે કે આવું શું? પણ વસ્તુ જ આ છે પહેલી, આ વિના તારા વ્યવહાર બધા મીંડા છે ખોટા. આહાહા.! સમજાણું કાંઈ? “આત્માના જ્ઞાનગુણને...” એટલે આત્માની બધી શક્તિઓને પ્રકાશિત કરે– પ્રગટ કરે. તેને પ્રભાવના ગુણ” કહે Page #564 -------------------------------------------------------------------------- ________________ પ૫૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ છે. છે? “આ બધાય ગુણો તેમના પ્રતિપક્ષી દોષો વડે...” એ ગુણોના પ્રતિપક્ષી દોષ વડે જે કર્મબંધ થતો હતો તેને થવા દેતા નથી.” આહા...! આઠે ગુણોથી વિરુદ્ધ જે ભાવ, એનાથી બંધ થતો એ આ અવિરોધી ગુણને લઈને બંધ થતો નથી. આહાહા...! “ચીમનભાઈ ગયા? ગયા હશે. વળી આ ગુણોના ભાવમાં...” આ સમ્યગ્દર્શનની દશામાં આઠ પર્યાય જે પ્રગટી તેની હયાતીમાં, સદ્દભાવ એટલે હયાતી, “ચારિત્રમોહના ઉદયરૂપ શંકાદિ પ્રવર્તે..” ચારિત્રમોહના ઉદયરૂપી કોઈ શંકાદિ થાય “તોપણ તેમની –શંકાદિની) નિર્જરા જ થઈ જાય છે....આહાહા...! આદર નથી. આદર તો અહીં ભગવાનનો છે. આહાહા.! પૂર્ણાનંદના નાથનો જ્યાં સ્વીકાર ને આદર અંદર દૃષ્ટિમાં થયો એને ચારિત્રમોહના ઉદયનો રાગ આવે પણ એ નિર્જરી જાય છે. બે વાત કરી, કે જે નિઃશંકાદિ આઠ ગુણો છે એનાથી વિરુદ્ધ દોષોથી બંધ થતો તે બંધ નથી અને એને જે ઉદયમાં આવે એ પણ નિર્જરી જાય છે, એમ કહે છે. આહાહા.! ભગવાન પૂર્ણાનંદના નાથને ઓથે પડ્યો છે ને અંદર. એને એના ગુણથી વિરુદ્ધ જે દોષો એનાથી બંધ થતો, એ તો છે નહિ. હવે જ્યારે પૂર્વના કર્મના ઉદયને લઈને જે રાગાદિ આવે પણ ત્યાં એનો આદર નથી અને આદર તો અહીં સ્વભાવનો છે. આહાહા...! આવું સ્વરૂપ. તેથી તે સમ્યગ્દષ્ટિને પોતાના શુદ્ધ સ્વભાવના સત્કાર અને આદરમાં, સ્વીકારમાં, આહાહા...! રાગનો સ્વીકાર નથી, ઉપાદેય નથી તેથી તે રાગ ખરી જાય છે. આહાહા...! નવો બંધ થતો નથી. એટલે? કે, દોષથી બંધ થતો એ તો નથી પણ ઉદયને લઈને રાગ થાય તેનાથી પણ બંધ થતો નથી, એમ કહે છે. મુમુક્ષુ :- રાગથી બંધ ન થાય? ઉત્તર :- ખરી જાય છે, એમ કહે છે. સ્વભાવનું જોર છે ને? એમ કહે છે. અહીં તો સમ્યગ્દર્શનનું માહાત્મ આઠે ગુણનું વર્ણવવું છે ને. રાગ છે. પહેલા તો કહ્યું એનાથી જે વિરુદ્ધ ભાવો છે એનાથી દોષથી બંધ થતો એ તો છે નહિ પણ હવે પૂર્વ કર્મ છે જરી તો નબળાઈથી રાગાદિ આવે છે પણ તેનો આદર નથી એટલે ખરેખર એનું બંધન નથી. અલ્પ બંધન ને સ્થિતિ પડે છે તેને અહીં ગણી નથી. રાગ છે થોડો એ પણ છે એને પણ ખરી જાય છે એમ ગણવામાં આવ્યું. બાકી છે. નથી? અને એનાથી બંધ, સ્થિતિ પડે છે પણ એ ગૌણ કરી નાખીને (નથી એમ કહ્યું). આહાહા...! અરે.! ભાઈ! જન્મ-મરણના ચોરાશીના આંટામાંથી છૂટવું, ભાઈ! એ કોઈ અલૌકિક વસ્તુ છે, ભાઈ! ચોરાશીના અવતારમાં.... કારણ કે બંધ તો પ્રધાનતાથી.” જોયું? હેં? “બંધ તો પ્રધાનતાથી મિથ્યાત્વની હયાતીમાં જ કહ્યો છે.” જોયું? જ્યાં આગળ રાગની એકતાબુદ્ધિ છે, રાગ ધર્મ છે, દયા, દાન, વ્રત મને ધર્મનું કારણ છે એવો જે મિથ્યાત્વ ભાવ. આહાહા...! “કારણ કે બંધ તો.” મુખ્યથી, Page #565 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૨૩૬ પપ૧ ગૌણપણે પરિણામ છે પણ મુખ્યથી મિથ્યાત્વની હયાતીમાં જ કહ્યો છે.” મિથ્યાત્વ એ જ સંસાર છે, મિથ્યાત્વ એ જ આસ્રવ છે, મિથ્યાત્વ એ જ ભાવબંધ છે. આહાહા. એની તો ખબરું ન મળે, મિથ્યાત્વ એટલે શું? આ દેહની ક્રિયા હું કરું છું, દયા, દાન, વ્રતના પરિણામ મને ધર્મ છે એ બધો મિથ્યાત્વ ભાવ છે. આહાહા...! કરે મિથ્યાત્વની પુષ્ટિ અને માને કે અમે કાંઈક ધર્મ કરીએ છીએ. શું થાય? આહા! અનંતકાળ થયા, ભાઈ! એને સત્યપંથે ગયો નથી. આહાહા.! અહીં તો કહે છે, બંધ તો પ્રધાનતાથી. એટલે મુખ્ય, મિથ્યાત્વની હયાતીમાં જ કહ્યો છે. સમકિત પછી જરી જે બંધ થાય એ અલ્પ છે, અલ્પ સ્થિતિ, રસવાળો (છે) એને અહીં ન ગણ્યો. અલ્પ સંસાર થોડો છે. મિથ્યાત્વમાં તો અનંત સંસારની વૃદ્ધિ છે. ભલે મુનિ હોય, પંચ મહાવ્રત ધારનારો હોય, નગ્ન દિગંબર પણ રાગને પોતાનો માને છે, રાગની ક્રિયા તે ધર્મ છે, શુભઉપયોગ તે ધર્મ છે, એમાં આ કાળે શુભયોગ જ હોય છે, એમ અત્યારે કહે છે. શ્રુતસાગર’ છે. “શાંતિસાગરના કેડાયત. એમ કે બધા મુનિઓ શુભઉપયોગવાળા જ હતા અને શુભઉપયોગી અત્યારે હોય, બીજો હોય નહિ. અરે! પ્રભુ... પ્રભુ...! શું કરે છે? ભાઈ! તો પણ એટલું બહાર પાડ્યું એટલું ઠીક કર્યું. આહાહા...! અત્યારે શુભઉપયોગ જ હોય. શુભઉપયોગ તો પુણ્ય છે, રાગ છે, ઝેર છે. ત્યાં તો ધર્મ છે ક્યાં? આહાહા...! ઝીણી વાત છે, ભાઈ! આહા...! “શાંતિસાગરના કેડાયત. “શાંતિસાગર' અહીં આવ્યા હતા, ચોવીસ કલાક રહ્યા હતા. મૂળ દૃષ્ટિની ખબર નહિ. બાકી આચરણ અને બહારની ક્રિયા સાધારણ. એને માટે ચોકા કરીને આહાર ભે, એ તો વ્યવહારનાય ઠેકાણા નહિ. ભઈ! માર્ગ તો આવો (છે), પ્રભુ! શું થાય? આહાહા...! મુમુક્ષુ :- બધાની પોલ ખુલ્લી થઈ ગઈ. ઉત્તર :- વસ્તુસ્થિતિ આ છે, કોઈને માટે કંઈ છે નહિ. આહાહા.! માર્ગ આ છે ને, પ્રભુ પરમાત્માનું ફરમાન આ છે. કહ્યું હતું નહિ? “જયપુરમાં “મનોહરલાલ વર્ણી વર્ણીજીના શિષ્ય અમારી પાસે આવ્યા. આમ ક્ષુલ્લક પણ છતાં રેલમાં બેસીને આવ્યા. રેલમાં બેસતા. પછી આવીને પ્રશ્ન કર્યો. બેય “જયપુર' આવ્યા. કહે, મહારાજ! આ રાગને પુદ્ગલ કેમ (કહ્યો)? પુગલના પરિણામ કેમ કહ્યા? એક પ્રશ્ન આ કર્યો. કીધું, ભઈ! એ નીકળી જાય છે, આત્માનો સ્વભાવ નથી. એથી પુદ્ગલ ગયા ભેગું એ છૂટી જાય છે. જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી રાગ છે અને કર્મ નથી ત્યાં રાગ નથી. એ અપેક્ષાએ તેને પુગલના પરિણામ કહીને છોડી ગયા. બીજો પ્રશ્ન કર્યો કે, અત્યારે ક્ષુલ્લક ને મુનિને આ બધો ઉદ્દેશિક આહાર થાય છે એ તો ગૃહસ્થો પોતાને માટે કરે છે. માટે એ ઉદ્દેશિકનો ખુલાસો જો થાય તો બહુ સારું થાય, એમ. એનો અર્થ એમ કે એ ઉદ્દેશિક કહેવાય નહિ. મેં કહ્યું, બાપુ! પ્રભુ! શું કહું? અરે ! વીતરાગના વિરહ પડ્યા, ત્રણલોકના નાથના સંયોગમાં હતા ત્યાંથી Page #566 -------------------------------------------------------------------------- ________________ પપર સમયસાર સિદ્ધિ ભાગ-૭ વિયોગમાં આવી ગયા. આહાહા! એમાં વીતરાગનો અત્યારે સંયોગ નથી, એમાં ઉદ્દેશિક આહાર એ ઉદ્દેશિક નથી, પ્રભુ! એમ ન કહેવાય, ન કહેવાય. ભાઈ! એને માટે બનેલા બનાવેલા ચોકા બનાવે, ક્ષુલ્લક લ્ય. એ તો વ્યવહારે ક્ષુલ્લક નથી. એ તો બાપુ! હું તો વ્યવહારનયથી દ્રવ્યલિંગી ક્ષુલ્લક પણ કોઈને માનતો નથી. સાંભળ્યું, સાંભળતા હતા. મધ્યસ્થતાથી કહેતો હતો, કોઈ અનાદર માટે નહિ. બાપુ! વસ્તુ આવી છે, ભાઈ! પરમાત્માનું ફરમાન છે અને વસ્તુસ્થિતિ આમ છે, ભાઈ! કોઈ વ્યક્તિગત માટે નહિ. એને એમ કે, આ લોકો બનાવે છે ને ત્યે એમાં એને શું દોષ? એમ. પણ લોકો બનાવે છે અને ત્યે છે એ એનું અનુમોદન છે. સમજાણું કાંઈ? એને માટે બનાવેલા આહાર આવે, એને ખબર છે કે આ મારે માટે બનાવે છે. એ ત્યે છે તો એ પાપને અનુમોદે છે. ભલે કરતો નથી, કરાવતો નથી, એ લે છે એ અનુમોદે છે. નવ કોટિમાં અનુમોદન કોટિ તૂટી જાય છે એની. વ્યવહારની નવ કોટિ પણ રહેતી નથી, નિશ્ચય તો ક્યાં છે? આહાહા...! સમજાણું કાંઈ? આ પ્રશ્ન તો અમારે સંપ્રદાયમાં ૧૯૬૯ની સાલમાં ચાલ્યો હતો, સંવત ૧૯૬૯. છાસઠ વર્ષ પહેલા આ પ્રશ્ન (ચાલેલો). કારણ કે હું તો દુકાન છોડીને દીક્ષા લેવા ઉપર હતો, સંપ્રદાયમાં, એમાં વળી એક સાધુ મળ્યા. ત્રણ મહિના પાળિયાદ રહ્યો પછી ભાઈની આજ્ઞા લેવા પાલેજ જાતો હતો. ત્યાં વચ્ચે બોટાદ (આ), એમાં એક ગુલાબચંદ ગાંધી સાધુ હતા. રાજકોટના. એકલા રહેતા. એણે એવું કહ્યું કે, સાધુ માટે અપાસરો બનાવ્યો હોય અને અપાસરો વાપરે તો એ સાધુ નહિ. અરે. આ શું કહે છે? આપણે તો કોઈ દિ સાંભળેલું નહિ. અમારા હિરાજી મહારાજ સ્થાનકવાસી ગુરુ હતા, એ અપાસરા વાપરતા (અને) આ શું કહે છે? સાધુ માટે મકાન બનાવ્યું હોય અને જો વાપરે તો એ સાધુ નહિ. કેમ? એ વાપરે તો અનુમોદન થાય છે અને “દશવૈકાલિકામાં પાપ છે. એ પછી પ્રશ્ન મારા ગુરુને કર્યો કે, ભઈ! આ મકાન એને માટે બનાવે છે અને એ વાપરે તો એને દોષ શું? તો એમણે કહ્યું કે, તમારા ભાઈએ તમારા માટે મકાન બનાવ્યું અને તમે વાપરો એમાં શું? એમ બિચારા સરળ ભદ્રિક હતા. મને ત્યારે પણ ખબર હતી કે, જે મકાન જેને માટે બનાવે કે આહાર બનાવે અને ત્યે તો એ અનુમોદન છે. અનુમોદનની કોટિ તૂટી જાય છે. કરવું, કરાવવું અને અનુમોદનની (કોટિ) એક તૂટતા નવે તૂટી જાય છે. આ તો ૧૯૬૯ની સાલ, દીક્ષા લીધા પહેલાની વાત છે. ૧૯૭૦માં ટૂંઢિયામાં દીક્ષા લીધી. એ તો દીક્ષા ક્યાં હતી? એ ૧૯૬૯માં આ પ્રશ્ન થયેલો. ૧૯૬૯ સમજે? ૬૯. ચોમાસામાં “રાણપુર પ્રશ્ન કરેલો, રાણપુર'. અમારા સંપ્રદાયના ગુરુ હતા. મેં કીધું આ જેને માટે મકાન બનાવે અને એ વાપરે તો મહારાજ કઈ કોટિ તૂટે? ૧૯૬૯ની સાલ, આ સાંઈઠ વર્ષ પહેલાની વાત છે. હવે એને અત્યારની કાંઈ ખબર નથી. એને માટે બનાવેલા આહાર ને ચોકા લે ને આહાર, Page #567 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૨૩૬, પપ૩ પાણી, અધમણ પાણી, એક પાણીના બિંદુમાં અસંખ્ય જીવ. એવા દસ-દસ શેર, પંદર શેર પાણી બનાવે ત્યે ને એને માટે લ્યુ. એ.ઇ..! કાંતિભાઈ એ તો શેઠિયા છે ને. એણે કર્યું છે ને બધું. આ તો વસ્તુની સ્થિતિ જાણવા માટે. આહાહા...! એને માટે કરેલા છે, ઇ લ્ય છે એ જ મહાપાપ છે. લેનારનેય પાપ છે અને દેનારનેય પાપ છે. કારણ કે સાધુ માનીને આપે છે તો એને મિથ્યાત્વ છે અને ઓલો સાધુ છું એમ માનીને લે છે તો એને પણ મિથ્યાત્વ છે. આહાહા! આવી વાતું છે. એ અહીં કહે છે. મિથ્યાત્વની પ્રધાનતામાં હયાતીમાં જ બંધ કહ્યો છે. જેની શ્રદ્ધા હજી વિપરીત છે. આહાહા...! જેના શ્રદ્ધાના ઠેકાણા નથી એની પ્રધાનતાથી એને જ બંધનું કારણ કહ્યું છે. “સિદ્ધાંતમાં ગુણસ્થાનોની પરિપાટીમાં ચારિત્રમોહના ઉદયનિમિત્તે સમ્યગ્દષ્ટિને જે બંધ કહ્યો છે... છે ને? સમ્યગ્દષ્ટિને ઓલામાં ના પાડીને હવે કહે છે કે, બંધ કહ્યો છે ને? તે પણ નિર્જરારૂપ જ.” છે. આહા...! અપેક્ષાથી ગયું છે ને એને? દૃષ્ટિનું જોર છે ને? એ તો શાસ્ત્રમાં એમેય આવ્યું છે કે, જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ. નિર્જરામાં અધિકાર આવી ગયો છે. સમકિતી ભોગ ભોગવે એ નિર્જરાનો હેતુ છે. એ ભોગ નિર્જરાનો હેતુ હોય? ભોગ તો પાપ છે. એ તો એને ભોગનો આદર નથી અને દૃષ્ટિનું જોર છે એ અપેક્ષાએ કહ્યું છે. પણ એમ જ માની લ્થ કે ભોગ છે એ નિર્જરાનો હેતુ છે. તો પછી ભોગ છોડીને ચારિત્ર ગ્રહણ કરવું એ તો રહેતું નથી. એમ નથી. એ તો દૃષ્ટિના જોરમાં સ્વભાવનો આદર છે અને તેથી તેને રાગનો આદર નથી અને તેથી તેને થોડો રસ ને સ્થિતિ પડે છે, તેને ગૌણ કરીને નિર્જરા કહેવામાં આવી છે. આહાહા...! એમાં ખેંચાતાણ કરી નાખે કે ભોગમાં નિર્જરા જ છે. એમ નથી. તેમ ભાગમાં નિર્જરા કીધી છે ને સિદ્ધાંતે? એ તો કઈ અપેક્ષાએ? ભાઈ: મિથ્યાત્વથી જે બંધ પડતો તેટલો બંધ એને નથી. તેથી એ બંધને ગૌણ કરી સ્થિતિ, રસ થોડો પડે તેને ગૌણ કરીને બંધ નથી એમ કહેવામાં આવ્યું છે. આહાહા! અરે.! ભાઈ! બંધ તો દસમા ગુણસ્થાન સુધી પડે છે. સમકિત થયું એટલે થઈ રહ્યું, બંધ ન પડે? કઈ અપેક્ષાએ કહ્યું છે? મિથ્યાત્વ સંબંધીનો જે બંધ છે તે બંધ નથી અને મુખ્યપણે એને બંધ ગણવામાં આવ્યો છે. એ અપેક્ષાએ બંધ નથી એમ કીધું. પણ સમકિત થઈને એમ જ માની લે કે અમારે તો હવે કાંઈ બંધ છે જ નહિ. એ સ્વચ્છંદી છે. આહાહા.! અહીં તો ભઈ! જે વાત સત્ય હશે તેમ રહેશે. અહીં કંઈ કોઈનો પક્ષ નથી. આહા.! અહીં કહે છે કે, સિદ્ધાંતમાં...” છે? બંધ કહ્યો છે તે પણ નિર્જરારૂપ જ.” છે. આવી ગયું. ચારિત્રમોહ થયો ને? “–નિર્જરા સમાન જી જાણવો કારણ કે સમ્યગ્દષ્ટિને જેમ પૂર્વે મિથ્યાત્વના ઉદય વખતે બંધાયેલું કર્મ ખરી જાય...” આહાહા...! શું કહે છે? સમ્યગ્દર્શનમાં આત્માના અનુભવમાં આનંદની દશા વર્તે છે. તેને પૂર્વનું કર્મ છે ઈ ખરી જાય છે. તેમ નવીન બંધાયેલું કર્મ પણ ખરી જાય છે. આહાહા.! એ સમ્યગ્દર્શનના જોરની અપેક્ષાએ Page #568 -------------------------------------------------------------------------- ________________ પપ૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ વાત કરી. મિથ્યાત્વની પ્રધાનતાથી બંધ થાય એનો નિષેધ કર્યો. બાકી બિલકુલ બંધ જ નથી એમ નથી. આહાહા...! સમકિતીને અવ્રતના ભાવ છે, પ્રમાદનો ભાવ છે, કષાયનો ભાવ છે એ બધું બંધનું કારણ છે. આહાહા.! મુનિને પણ હજી રાગ, પ્રમાદ, પંચ મહાવ્રતના પરિણામ છે એ બંધના કારણ છે. આહાહા...! અરે.રે.! આવી વાતું. વીતરાગ માર્ગ બહુ અલૌકિક છે, બાપુ અને વાણિયા ને વેપાર-ધંધા આડે સત્ય શું છે એનો નિર્ણય કરવાની નવરાશ ન મળે. આ ઠપકો અપાય છે. નિવૃત્તિથી સત્ય શું છે અને અસત્ય શું માનીએ છીએ? અરે ! પ્રભુ એને નિર્ણય કરવાના ટાણાય નહિ, ભાઈ! આવા મનુષ્યપણા મળ્યા. વીતરાગની વાણી કાને પડી. આહાહા...! અહીં તો કહે છે કે, સમ્યગ્દષ્ટિને આત્માનું જ્ઞાન ને ભાન, અનુભવ છે તેથી તેને મિથ્યાત્વ નથી. તેથી તેને પૂર્વના કર્મનો ઉદય છે એ ખરી જાય છે. થયું અને વર્તમાનમાં જે રાગાદિ થાય છે, નવું બંધન એ પણ ખરી જવાનું છે માટે ખરી જાય છે એમ કીધું. શું કહ્યું સમજાણું? કે આત્મા પૂર્ણાનંદના નાથના જેના અંતરના ભેટા અનુભવમાં, સમ્યગ્દર્શનમાં થયા; સમ્યફ-સત્ય દર્શન પૂર્ણાનંદનો નાથ એનું દર્શન થયું, તેનો અનુભવ થયો, એને આનંદનો સ્વાદ આવ્યો, આહાહા... એવા સમ્યગ્દષ્ટિને પૂર્વના કર્મનો ઉદય છે એ ખરી જાય છે. એને આદર નથી. ત્યારે કહે, રાગ છે એનું બંધાય છે ને થોડું? તો કહે છે), એ પણ ખરી જાય છે. ખરી જશે એને) ખરી જાય છે એમ કહ્યું. આહાહા...! ઝીણી વાત છે, ભાઈ! વીતરાગ ત્રણલોકના નાથ પરમાત્માનો માર્ગ કોઈ અલૌકિક છે. આહા...! અત્યારે તો લોકોએ બહારમાં બધું મનાવી લીધું. આહાહા.! કેમ ખરી જાય છે? “તેને તે કર્મના સ્વામીપણાનો અભાવ હોવાથી...' છે ને? પૂર્વના કર્મનો સ્વામી નથી અને વર્તમાન રાગનોય સ્વામી નથી. આહાહા.! આ મિથ્યાત્વની અપેક્ષાએ, હોં તે આગામી બંધરૂપ નથી, નિર્જરરૂપ જ છે.” નિર્જરારૂપ જ છે. આહાહા! જેવી રીતે–' આહાહા...! હવે મુનિવ્રત ધારે, પંચ મહાવ્રત લ્ય, નિરતિચાર પાળે તો પણ તેને દુઃખની દશા છે, એને ધર્મ માને છે. તેથી તે મિથ્યાદૃષ્ટિ છે, એને મિથ્યાત્વનો આકરો બંધ પડે છે. અને સમકિતીને રાગ જરી થાય છે તેનો થોડો બંધ પડે એ બંધ પણ ખરી જો એમ અહીં કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? અરે.. આવી વાતું આકરી લાગે લોકોને, શું થાય? ભાઈ! તારું સત્ય શું છે એને શોધવા જા તો તને મળશે. આહા...! પ્રભુને શોધ, એને પગલે-ડગલે ત્યાં જા. આહાહા...! ત્યાં આગળ ભગવાન પૂર્ણાનંદનો નાથ બિરાજે છે. અંતરાત્મા, તેને અનુભવ, દૃષ્ટિમાં લે, અનુભવ કર. એ અપેક્ષાએ તેને પૂર્વનું કર્મ નિર્જરી જાય છે, નવું બંધાય એ પણ નિર્જરી જશે એટલે નિર્જરી જાય છે એમ કહ્યું. કેમકે એનો સ્વામી નથી. જ્યાં સ્વસ્વરૂપનો સ્વામી થયો. આહાહા! સ્વસ્વામીસંબંધ નામનો એક આત્મામાં ગુણ છે. અનંતગુણ છે એ માહેલો એક ગુણ છે. સ્વસ્વામીસંબંધ. તો સ્વ નામ આત્મા Page #569 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૨૩૬ પપપ આનંદમૂર્તિ ભગવાન, એ સ્વ, એનો ગુણ સ્વ, દ્રવ્ય સ્વ અને નિર્મળ પર્યાય થઈ એ સ્વ, એનો એ સ્વામી છે. રાગાદિ આવે એનો એ સ્વામી ધર્મી છે નહિ. આહા.! સમજાણું? આવી વાતું આકરી પડે, શું થાય? ભાઈ! અરે.રે.! અનંતકાળથી રઝળે છે. જેવી રીતે-કોઈ પુરુષ... દૃષ્ટાંત આપે છે. “પરાયું દ્રવ્ય ઉધાર લાવે તેમાં તેને મમત્વબુદ્ધિ નથી... આહાહા..! આ છોકરાના લગન હોય અને મોટા ગૃહસ્થ પાસેથી) પાંચ-દસ હજારનો દાગીનો લઈ આવે, વરઘોડે ચડે ને તો નાખવા માટે પણ એ માને કે આ મારું છે? હૈ? સાધારણ હોય, એની પાસે કંઈ બે-પાંચ હજારનો દાગીનો હોય પણ વધારે હોય તો પછી કિશોરભાઈને કહે કે, એક દસ હજારનો દાગીનો આપજો. લાવીને વરઘોડે નાખે. એને પોતાનું માને? “કાંતિભાઈ! આહાહા...! કોઈ પુરુષ પરાયું દ્રવ્ય ઉધાર લાવે તેમાં તેને મમત્વબુદ્ધિ નથી, વર્તમાનમાં તે દ્રવ્યથી કાંઈ કાર્ય કરી લેવું હોય તે કરીને...” બે-ત્રણ દિ છોકરાને વરઘોડે ચડાવે, દાગીના પહેરાવે, સારા લૂગડાં કોઈ કોટ ઊંચા હોય, મલમલના કે કોક ઊંચા શેઠિયાઓને ત્યાંથી લઈ આવે પણ ઈ કંઈ મારું માને એમ મારું માને છે? મારા દીકરાએ પહેર્યું માટે મારું છે એમ માને છે)? આહાહા...! ‘તે કરીને કરાર પ્રમાણે.” જોયું? “તે કરીને કરાર પ્રમાણે.' શેઠિયાને કહે, ભાઈ! આ અમે બે દિ', ત્રણ દિ રાખશું. તમારો દાગીના ને આ કપડા ત્રણ દિ રાખશું પછી તમને આપી દઈશું. “કરાર પ્રમાણે નિયત સમયે...” નિયત એટલે નિશ્ચય સમયે. જે સમય નક્કી કર્યો હોય કે, ત્રણ દિ પછી એને તમને આપી દઈશું. એ ધણીને આપી દે છે; નિયત સમય આવતાં સુધી તે દ્રવ્ય પોતાના ઘરમાં પડ્યું રહે તોપણ તે પ્રત્યે મમત્વ...” મારું છે એમ નથી. આહાહા. માળી દૃષ્ટાંત દીધો છે ને એમ બને છે ને અત્યારે? શેઠિયાઓ પાસેથી લઈ આવે. આહા.! “ઘરમાં પડયું રહે તોપણ તે પ્રત્યે મમત્વ નહિ હોવાથી તે પુરુષને તે દ્રવ્યનું બંધન નથી... આહાહા.! ધણીને દઈ દીધા બરાબર જ છે;” એ ધણી નહિ, પરનું જ છે, દઈ દીધા બરાબર છે. આહા.! તેવી જ રીતે-જ્ઞાની... સમ્યગ્દષ્ટિ જીવ. આહાહા.! અરે.. સમ્યગ્દર્શન શું ચીજ છે, બાપુ એ લોકોને ખબર નથી. બહારમાં માની બેઠા, દેવ-ગુરુ-શાસ્ત્રને અમે માનીએ છીએ. હવે વ્રત લઈ લ્યો. બધો મિથ્યા ભ્રમ છે. આહાહા...! ઓહોહો...! પૂર્ણાનંદના નાથનો જ્યાં અંદર સ્વીકાર થાય, એનો સ્વીકાર થઈ, સત્કાર થઈને અનુભવ થાય એવી દૃષ્ટિને અહીંયાં સમ્યગ્દષ્ટિ કહે છે. આહાહા. ભાષા સમજાય છે ગુજરાતી થોડી થોડી? આહા. “જ્ઞાની કર્મદ્રવ્યને પરાયું જાણતો હોવાથી...” શું કહે છે, જોયું? ધર્મી જીવ તો (એમ જાણે છે કે, કર્મ જડ છે, અજીવ છે, પર દ્રવ્ય છે એ તો, પરદ્રવ્ય મારી ચીજ નથી. આહાહા...! અજીવ છે તેને મારું માને? કર્મ તો અજીવ છે, જડ છે, માટી છે, ધૂળ છે, પુગલ છે. આહાહા...! એ અજીવ તત્ત્વને, જીવતત્ત્વ જાણેલો પોતાનું માને? આહાહા...! Page #570 -------------------------------------------------------------------------- ________________ પપ૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ધર્મી કર્મદ્રવ્યને પરાયું જાણતો હોવાથી તેને તે પ્રત્યે મમત્વ નથી માટે તે મોજૂદ હોવા છતાં.” એ કર્મ હોવા છતાં નિર્જરી ગયા સમાન જ છે...... આહાહા...! ઓલું ઘરમાં રાખ્યું છે છતાં દીધા બરાબર છે. આહાહા...! જુઓ. આ સમ્યગ્દર્શનની મહિમા. આહાહા..! ચોથા ગુણસ્થાનનું સમ્યગ્દર્શન આવું હોય. લોકો માને છે કે આપણે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા ને નવ તત્ત્વની વ્યવહાર શ્રદ્ધા એ બધી મિથ્યાત્વ છે. નવ તત્ત્વનો અનુભવ એ મિથ્યાત્વ છે, ભેદ છે ને? ભેદ. આહાહા...! “કળશટીકામાં કળશમાં છે. નવના ભેદની શ્રદ્ધાવાળો છે તે મિથ્યાદૃષ્ટિ છે. અભેદ ભગવાન અખંડાનંદ પ્રભુ, આહાહા...! પૂર્ણાનંદના નાથના સ્વભાવનો સ્વીકાર કરી અને જે પર્યાયમાં અનુભવ થાય તેમાં સ્વાદનો અંશ આવે, એમાં પ્રતીત થાય કે આ તો પૂર્ણાનંદનો નાથ છે, આ સ્વાદનો અંશ એ પૂર્ણ આનંદથી ભરેલો છે. આહાહા...! સમજાણું કાંઈ? આવું છે. “મમત્વ નથી માટે તે મોજૂદ હોવા છતાં નિર્જરી ગયા સમાન જ છે એમ જાણવું.' લ્યો. આ નિઃશંકિત આદિ આઠ ગુણો વ્યવહારનયે વ્યવહારમોક્ષમાર્ગ પર નીચે પ્રમાણે લગાવવા:–' આ તો નિશ્ચયથી જે સત્ય છે તે કહ્યા. હવે એ સમકિતીને પણ વ્યવહાર આઠ આવે. વ્યવહાર નિઃશંક આદિ આઠ વિકલ્પ આવે. છે પુણ્ય બંધનું કારણ. વ્યવહાર સમકિતના આઠ આચાર એ પુણ્યબંધનું કારણ અને નિશ્ચય સમકિતના આચાર તે નિર્જરાનું કારણ. આહાહા...! અરે.રે.! “જિનવચનમાં સંદેહ ન કરવો.' એ હવે વ્યવહાર ઉતારે છે. વીતરાગના વચનમાં સંદેહ ન કરવો, એ વ્યવહાર, વિકલ્પ, રાગ છે. એ વ્યવહાર સમકિતનું આચરણ આઠ આચાર એ બંધનું કારણ છે. આહાહા...! પણ નિશ્ચયવાળાને વ્યવહાર હોય, હોં જેને નિશ્ચય નથી એને વ્યવહાર હોય જ નહિ. આહાહા..! જેને આત્માનું નિઃશંકપણું (આદિ) નિશ્ચયથી આઠ (ગુણો) પ્રગટ્યા છે એને આવો વ્યવહાર હોય છે એ વ્યવહાર પણ તેને બંધનું કારણ છે. આહાહા...! અજ્ઞાની મિથ્યાષ્ટિને તો વ્યવહારેય હોતો નથી. આહાહા...! કારણ કે જ્યાં નિશ્ચય પ્રગટ્યું નથી, સમ્યગ્દર્શન, અનુભવ શું છે એની ખબરેય નથી, એને તો વ્યવહાર હોતો નથી. વ્યવહારાભાસ તરીકે રખડે. આહાહા.! “જિનવચનમાં સંદેહ ન કરવો, ભય આવ્યે વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્રથી ડગવું નહિ.” આ વ્યવહાર, હોં! તે નિઃશકિતપણું છે.” એનું નામ નિઃશંકિતપણું (છે). સંસાર-દેહ-ભોગની વાંછાથી તથા પરમતની વાંછાથી વ્યવહારમોક્ષમાર્ગથી ડગવું નહિ.” સંસાર, દેહ ને ભોગની વાંછાથી અને પરમતની વાંછા-અન્યમતિઓની વાંછાથી વ્યવહાર મોક્ષમાર્ગથી ડગવું નહિ તે નિષ્કાંક્ષિતપણું છે.” એ શુભ વિકલ્પ છે, એ શુભ વિકલ્પ છે. એ સમકિતીને આવો શુભ વિકલ્પ હોય એને વ્યવહાર કહેવામાં આવે છે. અજ્ઞાનીને તો વ્યવહારેય નથી. આહાહા.! આવી વાતું આકરી છે. અપવિત્ર, દુર્ગધવાળી–એવી એવી વસ્તુઓના નિમિત્તે વ્યવહારમોક્ષમાર્ગની પ્રવૃત્તિ પ્રત્યે Page #571 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૨૩૬ ૫૫૭ ગ્લાનિ ન કરવી તે નિર્વિચિકિત્સા છે.' શુભભાવ. દેવ, ગુરુ, શાસ્ત્ર, લોકની પ્રવૃત્તિ, અન્યમતાદિકના તત્ત્વાર્થનું સ્વરૂપ–ઇત્યાદિમાં મૂઢતા ન રાખવી...' દેવમાં મૂઢતા, ગુરુમાં મૂઢતા, શાસ્ત્રમાં મૂતા, લોકની પ્રવૃત્તિમાં મૂઢતા. એ વ્યવહારમૂઢતા છે, એ વિકલ્પ છે. એ વિકલ્પ રાગ છે. નિશ્ચય અમૂઢતા એ જીવના અરાગી પરિણામ છે. સમ્યગ્દર્શન એ અરાગી પરિણામ છે તો એના નિઃશંક આદિ એ પણ નિશ્ચય અરાગી પરિણામ છે અને આ વ્યવહા૨ છે એ તો રાગના પરિણામ છે. નિશ્ચય હોય એને આવો વ્યવહાર આવે, હોય છે. આહાહા..! ધર્માત્મામાં કર્મના ઉદયથી દોષ આવી જાય...' ધર્માત્મા છે, કોઈ કર્મનો આકરો દોષ આવી જાય તો તેને ગૌણ કરવો...' એને બહાર ન પાડવું. સમ્યગ્દષ્ટિ છે, ધર્માત્મા છે એને કોઈ વખતે એવો રાગાદિ આવી ગયો. સમજાણું? આહાહા..! તો ધર્મીજીને વ્યવહા૨થી તેને ગૌણ કરવો અને વ્યવહા૨મોક્ષમાર્ગની પ્રવૃત્તિને વધારવી...' પોતાનો શુભરાગ. ‘તે ઉપગ્રહન અથવા ઉપબૃહણ છે.' એ પાંચ કહ્યા. વિશેષ કહેશે... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ!) પ્રવચન નં. ૩૧૧ ગાથા-૨૩૬, શ્લોક-૧૬૨ શનિવા૨, ભાદરવા વદ ૧૦, તા. ૧૫-૦૯-૧૯૭૯ ‘સમયસાર’ નિશ્ચય સમ્યગ્દર્શનના આઠ અંગો કહ્યા. એ સ્વરૂપને આશ્રયે અહીંયાં વાત છે અને આ છે એ પરની અપેક્ષાની વાત છે. પરાશ્રિત વ્યવહાર. આહાહા..! આ નિઃશંકિત આદિ આઠ ગુણો વ્યવહારનયે વ્યવહા૨મોક્ષમાર્ગ પર... વ્યવહાર મોક્ષમાર્ગ એટલે દયા, દાન, વ્રત પરિણામ એને વ્યવહા૨ મોક્ષમાર્ગ કહેવો, છે રાગ, મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગ તો અંત૨માં શુદ્ધ સ્વરૂપ, તેની દૃષ્ટિ, જ્ઞાન ને રમણતા થાય) તે એનો નિશ્ચય મોક્ષમાર્ગ છે. એ નિશ્ચય મોક્ષમાર્ગના કાળમાં પૂર્ણ વીતરાગતા નથી તેથી એને પરદ્રવ્ય પ્રત્યે વ્યવહા૨થી ‘જિનવચનમાં સંદેહ...' નહિ. ઓલામાં સ્વરૂપમાં સંદેહ નહિ. આહાહા..! સમ્યગ્દર્શન એટલે ભાઈ એ તો કોઈ અલૌકિક (ચીજ છે). આનંદ સ્વરૂપ ભગવાન એની અંતરમાં વેદન થઈને પ્રતીતિ થાય, આહાહા..! એવા જે સ્વરૂપને સમ્યગ્દર્શનમાં જાણ્યું–માન્યું, તે સ્વરૂપમાં શંકા કાંક્ષા નહિ એ નિશ્ચય છે અને જિનવચનમાં શંકા નહિ એ વ્યવહાર વિકલ્પ છે. આહાહા..! વીતરાગ ત્રણલોકના નાથ, એની જે વાણી એ પદ્રવ્ય છે ને? એમાં સંદેહ ન કરવો. ભય આવ્યે વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્રથી ડગવું નહિ,...' વ્યવહાર. વ્યવહા૨ દર્શન-જ્ઞાનચારિત્ર એટલે શુભરાગ. એને ભય આવતા ડગવું નહિ. આહા..! તે નિઃશંકિત છે. નિશ્ચયમાં સ્વરૂપની નિઃશંકતા છે એની સાથે કર્મના ફળની કાંક્ષા નથી, સ્વરૂપમાં નિ:કાંક્ષ છે એ ૫૨માં કાંક્ષ નથી. એ નિશ્ચય છે. એ નિશ્ચયની સાથે આવો વ્યવહાર, પૂર્ણ (વીતરાગતા) ન હોય Page #572 -------------------------------------------------------------------------- ________________ પપ૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ત્યાં હોય. એ નિઃકાંક્ષિત છે. વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્ર, વ્યવહાર હોં! નિશ્ચય જે સ્વરૂપને આશ્રયે જ્ઞાન, દર્શન, ચારિત્ર (પ્રગટ્યા) એ તો નિશ્ચય છે. આહાહા..! ઝીણી વાતું, ભાઈ! એવો જેને નિશ્ચય છે એને આવો વ્યવહાર અંદર આવે છે, એ શુભરાગ છે, શુભ વિકલ્પ છે. સ્વઆશ્રય છે તે નિર્વિકલ્પ નિઃશંક, નિઃકાંક્ષ આદિ છે. પરઆશ્રય છે એ રાગ, વિકલ્પ છે. એને અહીંયાં વ્યવહાર મોક્ષમાર્ગમાં નિકાંક્ષ કહેવામાં આવે છે). આહા.! ત્રીજું. “અપવિત્ર, દુર્ગધવાળી–એવી એવી વસ્તુઓના નિમિત્તે વ્યવહારમોક્ષમાર્ગની પ્રવૃત્તિ પ્રત્યે ગ્લાનિ ન કરવી...... ઓલામાં સ્વરૂપ પ્રત્યે ગ્લાનિ ન કરવી. પોતાનો સ્વભાવ આનંદ સ્વરૂપ છે તેમાં ગ્લાનિ ન કરવી. એવા નિશ્ચયમાં આવો વ્યવહાર હોય છે. આહાહા...! શરીર, સંસાર, દેહ ભોગ, એની વાંછા એટલે પરદ્રવ્ય આવ્યા ને? એનાથી પરમતની વાંછા, એ સિવાય પરમતની વાંછા, વ્યવહાર, વ્યવહાર મોક્ષમાર્ગથી ડગવું નહિ તે નિષ્કાંક્ષિતપણું છે.” આહાહા...! એકલું વ્યવહાર નિઃકાંક્ષિતપણું હોઈ શકે નહિ. જેને આત્માના સ્વરૂપની અંતર દૃષ્ટિ અને અનુભવ થયો છે, આહા.! એ પરના, કર્મના ફળને વાંછતો નથી એવા નિશ્ચયની સાથે વ્યવહારમાં દેહ, શરીર, ભોગ સંબંધી વાંછા તેને નથી. આહાહા.! શૈલી છે, અલૌકિક વાતું છે, ભાઈ! આહાહા...! પ્રભુ! તારા હિતનો પંથ કોઈ અલૌકિક છે. આહાહા....! તારા સ્વરૂપની અંતર દૃષ્ટિ, અનુભવ થવો અને અંતર.. આહાહા.! અતીન્દ્રિય આનંદના સ્વાદમાં આવવું એને સ્વમાં શંકા ન થાય એ નિઃશંક નિશ્ચય છે અને પર આદિમાં શંકા ન થાય એ વ્યવહાર (છે). જિનવચનમાં શંકા ન થાય એ વ્યવહાર. જિનવચનમાં શંકા ન થાય માટે તે નિશ્ચય સમકિત છે એમ નથી. આહાહા...! સમજાણું કાંઈ? સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, એમાં જેને કાંક્ષા જ નથી, એને મૂકીને પરની ઇચ્છા જ નથી. સ્વરૂપને છોડીને પરની ઇચ્છા નથી અને અહીંયાં તો દેહ, શરીર ને ભોગની ઇચ્છા નથી. આહા...! અથવા પરમત ને વ્યવહારમોક્ષમાર્ગથી ડગવું નહિ. એ નિઃકાંક્ષિત છે. આહાહા...! એકલું આ વ્યવહાર નિકાંક્ષપણું હોય) અને વ્યવહાર કહેતા નથી. સમજાય છે કાંઈ? - ત્રીજું. ત્રીજામાં એ છે કે, સ્વરૂપ પ્રત્યે ગ્લાનિ ન કરે. પોતાનું સ્વરૂપ આનંદનો નાથ પ્રભુ, એના પ્રત્યે દ્વેષ ન કરે. આહાહા.! એ તો વસ્તુ આનંદકંદ પ્રભુ, આહાહા.! એના પ્રત્યે નિર્વિચિકિત્સા એ તો નિશ્ચય છે. વ્યવહાર... આહાહા...! “અપવિત્ર, દુર્ગધવાળી–એવી એવી વસ્તુઓ પર. આ પર છે અને ઓલું નિજ સ્વરૂ૫) સ્વ છે. આહાહા...! પંડિતજીએ પણ કેટલું સ્પષ્ટ કર્યું છે, જુઓ! “હેમરાજજી) પંડિત છે ને? હૈ? જયચંદ્રજી. જયચંદ્રજી'. હેમરાજજી' તો ઓલા પ્રવચનસાર(નું સ્પષ્ટીકરણ કર્યું). જેને આત્માના સ્વરૂપમાં પૂર્ણાનંદનો નાથ આવો કેમ હોય? એવી ગ્લાનિ જ નથી જેને. એટલે કે અરુચિ ભાવ નથી. આહાહા! સ્વરૂપ અરુચિ તે ગ્લાનિ છે. અહીંયાં તો કહે છે, પર વસ્તુની જુગુપ્સા, નિંદા, દુગંછા ન કરવી એ નિર્વિચિકિત્સા ત્રીજો ગુણ છે. છે આ Page #573 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૨૩૬, પપ૯ શુભભાવ. પહેલા જે આઠ નિશ્ચય છે એ શુદ્ધભાવ છે. આહાહા...! એ સમકિતના અવયવો છે. શું કહ્યું છે? પ્રભુ! પહેલો (ગુણ) જે સમ્યગ્દર્શન છે, સ્વરૂપની અનુભવ દૃષ્ટિ થઈ, આનંદનો સ્વાદ આવ્યો એ સમકિત નિશ્ચય છે, એ સમકિતના નિઃશંક આદિ આઠ અવયવ છે. સમકિત તે અવયવી છે, છે તો પર્યાય, આહાહા.! સમ્યગ્દર્શન છે તો નિર્મળ વીતરાગી પર્યાય પણ એના આઠ જે ગુણો છે એ એના અવયવ છે, ભાગ છે, અવયવી સમ્યક છે તેના ભાગ છે, તે બધા વીતરાગી પર્યાય છે. આહાહા...! અને જે આ વ્યવહાર છે એ પરદ્રવ્ય આશ્રય ભાવ છે તેમાં તે વિકલ્પ છે તે) શુભરાગ છે. આહાહા! સમજાણું કાંઈ? ચોથો. “દેવ, ગુરુ, શાસ્ત્ર” જોયું? ઓલામાં સ્વરૂપમાં મૂઢતા નહિ. પોતાનું સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્યમૂર્તિનો અનુભવ થયો તેમાં એને—ધર્મીને મૂઢતા નથી. એ નિશ્ચય છે. હવે અહીં વ્યવહાર મૂઢતા નથી એટલે ‘દેવ, ગુરુ, શાસ્ત્ર” એ પર છે ને? આહાહા...! દેવ, ગુરુ ને શાસ્ત્રમાં મૂઢતા નહિ. એ એક શુભભાવ છે. આહાહા.! પરદ્રવ્ય પ્રત્યે મૂઢતા નહિ. દેવમાં, ગુરુમાં ને શાસ્ત્રમાં મૂઢતા નહિ એ કંઈ ધર્મ નથી. સ્વરૂપમાં મૂઢતા નહિ તે ધર્મ છે. આહાહા...! પરદ્રવ્યમાં મૂઢતા નહિ એ ધર્મ નથી, એ શુભભાવ છે. આહાહા.! અરે..! આવી વાતું હવે. અહીં તો નિશ્ચય સ્વઆશ્રય અને વ્યવહાર પરઆશ્રય. એટલે લક્ષમાં આવ્યું ને આ એનું સ્પષ્ટીકરણ છે). આહાહા...! જેને એ નિશ્ચય સ્વઆશ્રય સમ્યગ્દર્શન અને તેના આઠ અવયવો નિશ્ચય હોય એને પૂર્ણ વીતરાગ ન થાય તેને આવો વ્યવહાર હોય. આહાહા.! દેવ, ગુરુ ને શાસ્ત્રમાં મૂઢતા નહિ, એ હજી શુભભાવ. આહાહા...! સમજાણું કાંઈ? દેવ, ગુરુ ને શાસ્ત્ર તો પરવસ્તુ છે. પરવસ્તુમાં મૂઢતા નહિ એ શુભભાવ છે. મુમુક્ષુ :- ભગવાન મારું ભલું કરે એ શુભભાવ? ઉત્તર :- ભગવાન ભલું કરે એ તો વળી દૃષ્ટિ મિથ્યાત્વ છે. ભગવાન ભલું કરે. આત્મા ભલું કરે. આહાહા...! દેવ સર્વજ્ઞ પરમાત્મા, ગુરુ નિગ્રંથ મુનિ દિગંબર ભાવલિંગી સંત, શાસ્ત્ર સર્વશે કહેલા, ભગવાને કહેલા શાસ્ત્ર, એ ત્રણમાં મૂઢતા નહિ એ હજી શુભ રાગ છે. નિશ્ચય મૂઢતા નહિ એ નિશ્ચય શુદ્ધ છે. વ્યવહાર મૂઢતા નહિ એ શુભ રાગ છે. આહાહા...! અરે.! પ્રભુ! તારો માર્ગ કોઈ જુદો છે, ભાઈ! આહા! અરે.રે.! સાંભળવા મળે નહિ, એના ભેદજ્ઞાનના પ્રકાર શું છે? પ્રભુ! તારું હિત કેમ થાય? આહાહા...! આ તો હિતના પંથને માટે વાત કરે છે. આહા! કહે છે કે, સ્વરૂપ પૂર્ણાનંદનો નાથ ભગવાન, એમાં મૂઢતા નહિ એ તો સમકિતનો નિશ્ચયનો એક શુદ્ધ અવયવ છે. આહાહા...! અને દેવ, ગુરુ, શાસ્ત્રમાં મૂઢતા નહિ એ વ્યવહાર વિકલ્પ છે. આહાહા...! નવમી રૈવેયક દિગંબર સાધુ થઈને ગયો એને દેવ, ગુરુ, શાસ્ત્રમાં મૂઢતા નહોતી. એમાં મુંઝાણો નથી એવો એકલો શુભ રાગ હતો. આહાહા! દેવ, ગુરુ, શાસ્ત્રની શ્રદ્ધા પણ બરાબર હતી પણ એને આત્માના આશ્રયની શ્રદ્ધા નહોતી. આહાહા...! Page #574 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ મુમુક્ષુ :- તો પછી દેવ, ગુરુની શ્રદ્ધા કેવી રીતે? ઉત્તર :– એ વ્યવહારે કહ્યું છે ને કહ્યું છે. બંધ અધિકા૨’માં કહ્યું છે. વ્યવહાર, અવિને પણ વ્યવહાર હોય છે. એ અપેક્ષાથી કહ્યું છે. એ અપેક્ષા છે. નિશ્ચય વિના વ્યવહાર હોતો નથી પણ વ્યવહારાભાસને પણ મિથ્યાદષ્ટિને પણ એ વ્યવહાર કહેવામાં આવ્યો છે. ‘બંધ અધિકા૨’ છે ને? મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન છે, આહાહા..! પણ એને દેવ, ગુરુની વ્યવહા૨ શ્રદ્ધા બરાબર છે એ અપેક્ષાએ તેને વ્યવહાર કહેવામાં આવ્યો છે. આહાહા..! છે તો એ બંધનું કારણ, પણ એને વ્યવહા૨ કહેવામાં આવ્યો છે. અહીંયાં તો નિશ્ચય સહિત હોય તેને વ્યવહાર કહેવામાં આવ્યો છે. આહાહા..! સમજાય છે કાંઈ? આ તો સમયસાર’ છે ને? પ્રભુ! સમય એટલે આત્મા અને તેનો સાર. વીતરાગમૂર્તિ પ્રભુ, પૂર્ણ અતીન્દ્રિય આનંદનું દળ, કંદ પ્રભુ એમાં જરી મુંઝવણ ન થવી તે અમૂઢદૃષ્ટિ નિશ્ચય છે અને દેવ, ગુરુ, શાસ્ત્રમાં મૂઢતા ન થવી તે વ્યવહાર છે. આહાહા..! અહીં તો કહે, દેવ, ગુરુ, શાસ્ત્રને બરાબર માને ને ઓળખે તો સમકિત છે, એ વાત ખોટી છે. આહાહા..! આત્માનો અનુભવ સ્વભાવનો આશ્રય કરીને અનુભવે તો સમિકત છે. આહા..! જુઓને! ખુલાસો. દેવ, ગુરુ ને શાસ્ત્ર. જે સમકિતના નિમિત્ત કારણો (છે). આહાહા..! તેના પ્રત્યે.. પર છે ને ઇ? એક. અને લોકની પ્રવૃત્તિ...’ દુનિયાની પ્રવૃત્તિ એવી દેખાય, ઓહો..! જાણે ધર્મની પ્રવૃત્તિ ઘણી એટલે એને મુંઝવણ આવી જાય કે આ શું? મુંઝાય નહિ વ્યવહારે. મિથ્યાદૃષ્ટિઓની ધર્મની પ્રવૃત્તિ બહાર દેખીને કરોડો રૂપિયા ખર્ચતા હોય, હાથીને હોદ્દે ગજરથ કાઢતા હોય પણ એથી લોકની પ્રવૃત્તિ દેખીને એ મુંઝાય નહિ. એમાં શુભભાવમાં મુંઝવણ ન આવે, એમ કહે છે. શુદ્ધમાં તો ન જ આવે. આહાહા..! અરે.....! આ ધર્મ તો સમજ્યા નથી અને આ લોકો કરોડો રૂપિયાના ગજરથ કાઢે, રથયાત્રા કાઢે ને પંડિતો બધા ભેગા થાય, હો..હા, હો..હા (કરે) એ પ્રવૃત્તિથી સમકિતી વ્યવહારથી મુંઝાય નહિ. નિશ્ચયથી તો મુંઝાય નહિ. સ્વભાવ (છે). આહાહા..! ઝીણી વાત છે, પ્રભુ! શું થાય? વીતરાગ સર્વજ્ઞ ૫રમાત્મા, એના વિરહ પડ્યા. આહાહા..! અને પાછળ વાણીમાં માર્ગ રહ્યો. ઇ જેને અંદર સમજવામાં આવ્યો, આહાહા..! એને કહે છે કે વ્યવહા૨ દેવ, ગુરુ, શાસ્ત્રમાં... ઇ દેવ, ગુરુ, શાસ્ત્રમાં મુંઝાય નહિ માટે એ નિશ્ચય ધર્મ છે એમ નહિ. સમજાણું કાંઈ? પોતાનો નાથ ભગવાન સ્વરૂપ આનંદનો સ્વઆશ્રય તેમાં જે અમૂઢ દૃષ્ટિ પ્રગટી છે તે નિશ્ચય છે, તે નિર્જરાનું કારણ છે. એ નિર્જરાનું કારણ છે. આહાહા..! અને દેવ, ગુરુ, શાસ્ત્રમાં મુંઝવણ નહિ, એ સમકિતીને, હોં! એ પુણ્યબંધનું કારણ છે. અરે..! આવી વાતું છે. મુમુક્ષુ :– પરંપરા મોક્ષનું કારણ છે. ઉત્તર ઃપરંપરા એ તો આનો અભાવ કરશે એ અપેક્ષાએ. આહા..! બંધભાવ એ કંઈ પરંપરા મોક્ષનું કારણ હોય? પણ અત્યારે નિશ્ચયમાં આવ્યો છે અને અશુભના ઓલાથી છૂટ્યો છે પછી શુભથી છૂટશે એથી એને પરંપરા કારણનો આરોપ આપ્યો છે. આહાહા..! Page #575 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૨૩૬ એવું સ્વરૂપ છે, ભાઈ! આહાહા..! અહીં તો પ્રશ્ન મગજમાં એમ ઉઠ્યો કે, દેવ, ગુરુ ને શાસ્ત્રમાં મુંઝવણ નહિ એ વ્યવહાર માર્ગ (છે). આહાહા..! એ એક વિકલ્પ છે, એ ધર્મ નથી. વ્યવહાર વિકલ્પને, વ્યવહાર પુણ્યને વ્યવહાર ધર્મ કહેવામાં આવે છે. વ્યવહાર ધર્મ એટલે પુણ્ય, એમ. એટલે કે બંધનું કારણ. આહા..! પણ જેને આત્માના જ્ઞાનનો અનુભવ હોય, શાયકનો જેને સ્વાદ આવ્યો છે, આહાહા..! એ સ્વાદને અંશેથી આખો આત્મા આનંદમય છે એવી જેને અંત૨માં અનુભવમાં પ્રતીતિ આવી છે તેની દશાને અમૂઢ દશા કહે છે. એ મુંઝાતો નથી આમાં કે આ દુનિયામાં શું છે? પ્રભુ! પૂર્ણાનંદનો નાથ જ છે. આહા..! મુમુક્ષુ :– કોર્ટમાં જાય તો મુંઝાય જાય. ઉત્તર = કોર્ટમાં જાય તોય મુંઝાય નહિ, કીધું નહોતું? તે દિ’ એ (સંવત) ૧૯૬૩ની સાલ છે, સત્તર વર્ષની ઉંમર હતી. સત્તર વર્ષની. મોટી કોર્ટ, ‘વડોદરા’. તે દિ’ ત્રણ હજારનો મહિને પગા૨! શું કહે છે? ભાઈ! પ્રેસિડેન્ટ શું કહે છે? પ્રેસિડેન્ટ. તે દિ', હોં! ૧૯૬૩ની સાલમાં મહિનાનો ત્રણ હજારનો પગા૨. મોટી કોર્ટ છે વડોદરા’ બહા૨. અમારે માથે અફીણનો ખોટો કેસ આવ્યો હતો. દુકાન ઉપર પોલીસ (બક્ષીસ) લેવા આવ્યો, પિતાજીએ કહ્યું કે તું ભઈ! તું આઠ આના લે. એ કહે કે નહિ, રૂપિયો લઉં. એમાં થઈ તક૨ા૨. આહા..! એમાં કોર્ટે ચડતા સાતસોનો ખર્ચ થયો. તે દિ' તો મારી નાની ઉંમર, સત્ત૨ વર્ષ અને પોલીસે મારું નામ નાખેલું કે આ અફીણની પોટલી લઈને આવ્યો હતો અને છોકરાએ આમ કર્યું ને તેમ કર્યું એમ કંઈક કહ્યું. ૧૯૬૩ની વાત. ખોટી, તદ્દન ખોટી (વાત). ત્રણ કલાક કોર્ટમાં કેસ ચાલ્યો. ‘વડોદરા' બહા૨ મોટી કોર્ટ (છે). તે દિ' ત્રણ હજારનો પગા૨ તે દિ' એટલે! અત્યારે ત્રીસ ગુણો લાખનો (પગાર) થયો. ત્રણ કલાક (દલીલ ચાલી) અને સત્તર વર્ષની ઉંમર. મારા ભાઈ સાથે ‘ગાંડાભાઈ’, આ મનહ૨’ નહોતો આવ્યો, કરોડપતિ છે, એના બાપનો બાપ અમારી સાથે હતો, કેસમાં હતા. પાંચને પકડ્યા હતા. ત્રણ કલાક, ભાઈ હોં! બહાર નીકળીને ભાઈએ પૂછ્યું, ભાઈ! કેમ થયું? કીધું, કાંઈ થયું નથી. શું થાય? જે સત્ય હતું (તે કહ્યું). ૫૬૧ મુમુક્ષુ :- આપ તો અપવાદ છો. ઉત્તર :- આ તો સત્ય છે, બિલકુલ ધ્રુજ્યા વિના (કહ્યું). સત્તર વર્ષની ઉંમર. એનો ભૂરાનો એક કારકુન હતો, બહુ મધ્યસ્થ. આમ જોઈને (કહ્યું), કોણ છે આ વાણિયા? આ અફીણના ગુનેગા૨? બિલકુલ એના મોઢામાં દેખાતા નથી, એમ કહ્યું. ૧૯૬૩ની સાલની વાત છે. તમારા જન્મ પહેલા. બોંત્તેર વર્ષ (થયા). એમને લાકડાના ઓલામાં ન ઉભા રાખો. પાંજરામાં (ઉભા) રાખે ને? નહિ, ખુલ્લામાં ઉભા રહેવા ક્યો. વાણિયા છે, એના મોઢા તો દેખો! અફીણના ગુનેગાર આ વાણિયા? કચાં દેખાય છે? વાત સાચી, ખોટેખોટો કેસ હતો. ત્રણ કલાક મને કોર્ટમાં પૂછ્યું કે, આનું કેમ છે? મેં ત્રણ કલાક જવાબ બરાબર આપ્યો. Page #576 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ આપણને કાંઈ ભય-ડર કાંઈ કરતા કાંઈ (નહિ), મોટા ત્રણ હજારના પગારદાર હોય અને ઓલી ભાઈ હોય ને શું માથે? પંખો મોટો. આ પંખો ન હોય. મોટી કોર્ટ. મહિનાનો ત્રણ હજારનો પગા૨, ૧૯૬૩ની સાલ એટલે? અહીં અમારે કાંઈ નથી. ત્રણ કલાક કોર્ટમાં (હતા). એ લોકોને એવું લાગ્યું કે આ વાત, કેસ તદ્દન ખોટો છે. મુમુક્ષુ :– ઇ વાત સાચી પણ આપનું દૃષ્ટાંત બધાને લાગુ ન પડે. ઉત્તર :– પણ આ તો થયું એની વાત છે. બિલકુલ કેસ ખોટો છે. મોટો ત્રણ હજારનો પગારદાર અને કારકુન. જ્યાં કેસ થયો ત્યાં અમે કોર્ટ લાવીએ. પાલેજ’ કોર્ટ લાવ્યા. ન્યાથી ‘વડોદરા’થી ‘પાલેજ’. જે ઠેકાણે ખુરશી નાખી ને પ્રેસિડેન્ટ બેઠો, કારકુન બેઠો. પૂછવા માંડ્યો સૌને, પોલીસને ને બધાને. બિલકુલ કેસ ખોટો, જૂઠો, શૂન્ય છે એમ લખ્યું. એ..ઇ..! અને ત્યાં સુધી એ લોકોએ કહ્યું કે, આ પોલીસે તમને ગુનો કરીને પકડ્યા ને તમને ખર્ચ થયો હોય તે એની પાસેથી લ્યો. ખોટી વાત કેમ કરી આવી? હવે, કીધું રહેવા દે ને, ભઈ! અમારા પિતાજીને બધાએ (કહ્યું). અને કુદરતે એવું થયું કોઈ કે, કોઈ માણસે એને મારી નાખ્યો. અહીંથી તો બિલકુલ કીધું, બિચારા ગરીબ માણસ, એણે આમ કર્યું, જતું કર્યું, સાતસો રૂપિયાનો અહીં અમારે તૂટો નથી. ૧૯૬૩ની વાત છે. સત્યને શું છે? એમ જ્યાં આ સત્ય જ વસ્તુ આવી છે. આહાહા..! પૂર્ણાનંદનો નાથ ભગવાન જ્યાં પ્રતીતમાં, અનુભવમાં આવ્યો કહે છે, એને મૂઢતા કેવી અંદરના સ્વરૂપ માટે? કે આવું સ્વરૂપ આવડું મોટું હશે કે નહિ? એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જાણે એવી શક્તિ અંદરમાં પડી છે, એવો એ આત્મા. અનંત અનંત આનંદ પડ્યો છે, અનંત અનંત વીર્ય પડ્યું છે, અનંત અનંત શાંતિ પડી છે. શાંત.. શાંત.. આવડો આત્મા હશે? એમ સ્વરૂપ પ્રત્યે તેને મૂઢતા હોતી નથી. એને વ્યવહાર પ્રત્યે, દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યે મૂઢતા હોતી નથી, વિકલ્પ છે. આહાહા..! શું વીતરાગનો માર્ગ! આહાહા..! દેવ, ગુરુ ને શાસ્ત્ર એ ત્રણ (અને) બહારની ‘લોકની પ્રવૃત્તિ,...’ એમાં મુંઝાય નહિ. અજ્ઞાનીઓના મોટા ઠાઠમાઠ દેખે, ગજરથ હોય ને, છે મિથ્યાદૃષ્ટિ. અને બધા સાધુ ભેગા થઈને.. ઓહોહો..! એનાથી મુંઝાય નહિ. એ તો પુણ્યનો ઉદય હોય તો એવું હોય છે. આહા..! બે. ‘અન્યમતાદિકના તત્ત્વાર્થનું સ્વરૂપ...’ અન્યમતિ આદિ જે અજ્ઞાનીના કથન, વેદાંતના, ઈશ્વર કર્તા આદિના મતના. ઇત્યાદિમાં મૂઢતા ન રાખવી...' આ વ્યવહાર, હોં! આહાહા..! આ મૂઢતા ન રાખી માટે ધર્મ છે એમ નહિ. આહાહા..! અરે..! પ્રભુ! માર્ગ બહુ જુદો, ભાઈ! આહાહા..! સ્વરૂપમાં મૂઢતા નહિ. આવડો ભગવાન મોટો પરમાત્મા અસંખ્ય પ્રદેશી, આ શરી૨ પ્રમાણે અને અનંત અનંત ગુણનો પુંજ, જેની સંખ્યાનો પાર નહિ અને જે અનંત અનંત અનંત અનંત અનંત અનંત જ્ઞાન, દર્શનની શક્તિનો સાગર, જ્ઞાનીને તેમાં મૂઢતા નથી આવતી. નિઃશંક છે, વસ્તુ જ એવી છે. આહાહા..! તે જીવને વ્યવહા૨માં દેવ, ગુરુ, શાસ્ત્રની લોકપ્રવૃત્તિની અન્યમતિની વાંછા નહિ, મૂઢતા નહિ એ વ્યવહા૨ મોક્ષમાર્ગ છે, એ Page #577 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૨૩૬ ૫૬૩ વિકલ્પ છે. ઓલી નિશ્ચય મૂઢતા એ નિર્જરાનું કારણ શુદ્ધ છે. આ વ્યવહાર વિકલ્પ તે બંધનું કારણ છે. આહાહા..! આવો માર્ગ છે. “યથાર્થ જાણી પ્રવર્તવું.” દેવ, ગુરુ, શાસ્ત્રને યથાર્થ જાણી પ્રવર્તવું). યથાર્થ જાણી (તેમ પ્રવર્તવું) તે અમૂઢદૃષ્ટિ છે.” જોયું? તે પણ વ્યવહાર થયો. આહાહા...! પાંચમું. ધર્માત્મામાં કર્મના ઉદયથી દોષ આવી જાય તો તેને ગૌણ કરવો. કોઈ ધર્મી છે, સમકિતી છે, મુનિ છે, સાચા સંત છે એને કોઈ રાગાદિ કે એવો દોષ આવી ગયો તો સમકિતી તેના દોષને ગૌણ કરે, એને મુખ્ય કરીને બહાર પ્રસિદ્ધ ન કરે. એ શુભ ભાવ છે. આહાહા...! સમજાણું કાંઈ? પોતાના ગુણની શક્તિની વૃદ્ધિ કરે અને વિકારને ગૌણ કરીને એને ગોપવી લ્ય, એ નિશ્ચય. શું કીધું છે? ઉપવૃંહણ. એ નિશ્ચય ઉપબૃહણ (છે). આહાહા....! અને ધર્માત્મા પદ્રવ્ય છે, એના ઉદયથી કોઈ દોષ હોય, અંદર રાગાદિ આવી જાય, લોકને ઠીક ન પડે એવો રાગ હોય એથી એની નિંદા ન કરે. જાણે કે અત્યારે છઘસ્થ છે, કોઈ દોષ આવી ગયો. આહાહા...! તો તેને ગૌણ કરી વ્યવહારમોક્ષમાર્ગની પ્રવૃત્તિને વધારવી.” શુભની. જોયું? તે ઉપગૂહન અથવા ઉપવૃંહણ છે.' વધારવું અથવા ગોપવવું એ ઉપગૂહન છે. વ્યવહાર, હોં! પણ જેને નિશ્ચય હોય તેને આવો વ્યવહાર હોય છે. નિશ્ચય જેને આત્માનું સમ્યગ્દર્શન, અનુભવ જ નથી એની તો વાત અહીં છે નહિ. આહાહા...! ગમે એટલા એ પછી પંચ મહાવ્રત પાળતો હોય ને પાંચ સમિતિ ને ગુપ્તિ ને બધું થોથા છે. આહાહા. ઝીણી વાત, ભાઈ! પરમાત્મા ત્રણલોકના નાથ, વીતરાગ સીમંધપ્રભુ બિરાજે છે, ભાઈ! એમની આ કથની છે. આહાહા. એની પાસેથી લાવ્યા. આહા...! ઓહોહો...! પાંચમો થયો. વ્યવહારમોક્ષમાર્ગથી ચુત થતા આત્માને...” દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા આદિમાંથી ખસતા આત્માને સ્થિર કરવો. વ્યવહાર, હોં! નિશ્ચયમાં તો પોતાના સ્વરૂપમાં સ્થિર થવું તે. આહાહા...! વ્યવહારમોક્ષમાર્ગથી મૃત થતા આત્માને સ્થિત કરવો...” એ વ્યવહાર, શુભ વિકલ્પ છે. વ્યવહારમોક્ષમાર્ગમાં પ્રવર્તનાર પર વિશેષ અનુરાગ હોવો તે વાત્સલ્ય છે.' સ્વરૂપ આનંદનો નાથ, એમાં વાત્સલ્ય નામ અનુરાગ–પ્રેમ એ નિશ્ચય વાત્સલ્ય છે અને દેવ, ગુરુ, શાસ્ત્ર પ્રત્યે સાચા ધર્માત્મા આદિ પ્રત્યે). આહાહા.! છે? “વ્યવહારમોક્ષમાર્ગમાં પ્રવર્તનાર પર વિશેષ અનુરાગ હોવો તે વાત્સલ્ય... પ્રેમ છે. આહા...! શુભરાગ છે. વ્યવહારમોક્ષમાર્ગનો અનેક ઉપાયો વડે ઉદ્યોત કરવો...” જોયું? ઓલું નિશ્ચયમાં સ્વરૂપને પ્રગટ કરવું એ પ્રભાવના છે. ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ પ્રભુ, તેની શક્તિમાંથી વ્યક્તતા વ્યક્તિ પ્રગટ કરવી, તે નિશ્ચય પ્રભાવના છે. વ્યવહારમાં દેવ, ગુરુ, શાસ્ત્રની, આ રથમાં ભગવાનને બેસાડીને (રથયાત્રા કાઢે) એ શુભરાગ છે. એ શુભરાગ છે. આહાહા.! પણ એ વ્યવહાર પણ જેને નિશ્ચય હોય એને અહીં વ્યવહાર કહ્યો છે. જેને નિશ્ચયની ખબર જ નથી, આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ પ્રભુ છે, એ જ્ઞાતા-દષ્ટા છે, એ રાગનોય કર્તા નથી ને પરની ક્રિયાનો તો કર્તા Page #578 -------------------------------------------------------------------------- ________________ પ૬૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ છે જ નહિ. આહાહા...! અરે.રે...! આવો સ્વભાવ અરે.રે.! ગોપ્ય રહ્યો, ગોપ્ય, ગોપ્ય રહ્યો. અગોપ્ય છે એને ગોપ્ય રાખ્યો. આહાહા..! એવો જે ભગવાન આત્મા, એના સ્વરૂપની શક્તિઓનો જે ભંડાર છે તેને ખોલીને શક્તિઓને વધારવી એ નિશ્ચય પ્રભાવના છે અને વ્યવહારમાં દેવ, ગુરુ, શાસ્ત્ર પ્રત્યે પ્રેમ કરવો. આહા...! “વ્યવહારમોક્ષમાર્ગનો અનેક ઉપાયો વડે વ્યવહાર વડે, શુભરાગ. “ઉદ્યોત કરવો તે વ્યવહાર પ્રભાવના છે). આ પ્રમાણે આઠે ગુણોનું સ્વરૂપ વ્યવહારનયને પ્રધાન કરીને કહ્યું. જોયું? પરાશ્રિતની અપેક્ષાએ આઠ ભાવને કહ્યા અને ઓલામાં (નિશ્ચયમાં) એમ કહ્યું હતું જોયું? “ગુણોના સદ્ભાવમાં,...” ચારિત્રમોહના ઉદયરૂ૫) “શંકાદિ પ્રવર્તે તોપણ તેમની –શંકાદિની) નિર્જરા જ થઈ જાય છે....... ત્યાં તો એમ કહ્યું છે. અંદર દૃષ્ટિમાં તો નિઃશંક છે ને? “બંધ થતો નથી; કારણ કે બંધ તો પ્રધાનતાથી મિથ્યાત્વની હયાતીમાં જ કહ્યો છે.” આહાહા.! રાગની ક્રિયા દયા, દાન, વ્રત, તપ, ભક્તિની છે અને ધર્મ માને એ મિથ્યાત્વ છે. આહાહા.! એ મિથ્યાત્વની પ્રધાનતાથી અહીં વાત લીધી છે. આહાહા.! સમજાણું કાંઈ? એ ‘વ્યવહારનયને પ્રધાન કરીને કહ્યું. અહીં નિશ્ચયપ્રધાન કથનમાં તે વ્યવહાર સ્વરૂપની ગૌણતા છે.” જોયું? વ્યવહાર છે પણ તેની ગૌણતા છે. મુખ્યતા નિઃશંકની, નિશ્ચયની છે. આ “સમયસારમાં સ્વરૂપના આશ્રયની નિશ્ચયની પ્રધાનતા છે. આહા...! ચરણાનુયોગમાં વ્યવહારની પ્રધાનતાથી કથન આવે. અહીં કહે છે કે, એ ગૌણ છે. આહાહા...! અરે...! એણે કોઈ દિ પૂર્ણાનંદના નાથને જોયો નહિ, જાણ્યો નહિ ને વાતું બધી કરી. આહાહા...! મોટા અભિમાન, અભિમાન, અભિમાન જાણે અમે... આહાહા...! ભાઈ! એણે માનની વ્યાખ્યા કરી છે. બહુ સરસ વ્યાખ્યા, ઓહોહો...! ભાઈ હુકમચંદજીએ. નિર્માન માર્દવ ધર્મની વ્યાખ્યા કરી છે. પાટનીજી' વાંચ્યું છે કે નહિ? વાંચ્યું છે? મળ્યું છે? ઠીક, આહા! એમ થઈ જાય કે, આહાહા.! વાહ! સ્પષ્ટીકરણ કરવાની પદ્ધતિ. એમ કે માન પરવસ્તુ ચીજ છે એમ નહિ, પરવસ્તુ ન હોય તોપણ દીનતા આવે છે એનું પણ એક માન છે. આમ તો “શ્રીમદ્દે કહ્યું નહિ? “માન પ્રત્યે તો દીનપણાનું માન છે માન એટલે દીનપણું જ છું, એનો માનનો અભાવ થઈ ગયો. અને અહીં તો કહે છે, દીન હોય છે, અરે..! અમે દીન છીએ. એ પણ એક અભિમાન, મિથ્યાત્વ છે, અભિમાન છે. આહાહા.! બહુ વ્યાખ્યા લાંબી કરી છે. આહાહા...! અહીં નિશ્ચયપ્રધાન કથનમાં...” ભગવાનઆત્મા નિર્મળાનંદ પ્રભુ, દયા, દાનના વિકલ્પથી પણ પ્રભુ રહિત છે. આહાહા.! એવા આત્માની શ્રદ્ધા-જ્ઞાનની મુખ્યતામાં વ્યવહાર છે તે ગૌણ કરીને કહેવામાં આવે છે. મુખ્ય તો નિશ્ચય કહેવામાં આવે છે. આહાહા...! “સમ્યજ્ઞાનરૂપ પ્રમાણષ્ટિમાં બન્ને પ્રધાન છે.” નિશ્ચયષ્ટિમાં વ્યવહાર ગૌણ છે પણ પ્રમાણદૃષ્ટિમાં બેય એકસાથે છે એમ જાણવામાં આવે છે. શું કહ્યું છે? આહાહા.! જ્યાં અંતર સ્વના આશ્રયની દૃષ્ટિનું કથન છે ત્યાં આગળ પ્રધાનતા તેની–નિશ્ચયની છે અને રાગાદિનો વ્યવહાર જે છે Page #579 -------------------------------------------------------------------------- ________________ ગાથા૨૩૬ ૫૬૫ તેની ગૌણતા છે પણ જ્યારે પ્રમાણથી જોઈએ તો નિશ્ચય અને વ્યવહારનું એકસાથે જ્ઞાન થાય ત્યાં બેયની મુખ્યતા છે. છે? “સમ્યજ્ઞાનરૂપ પ્રમાણદૃષ્ટિમાં બન્ને પ્રધાન છે. શું કીધું ઈ સમજાણું કાંઈ? આહાહા.! વસ્તુ ભગવાનઆત્મા, શુદ્ધ અનંત આનંદનો કંદ, એનો જે અનુભવ ને સમ્યગ્દર્શન, એની નિશ્ચય કથનીમાં વ્યવહાર કથનો છે એ ગૌણ છે. ત્યારે પ્રમાણદૃષ્ટિએ જોઈએ તો ઓલા નિશ્ચયની પ્રધાનતા અને વ્યવહારની ગૌણતા (છે) પણ પ્રમાણથી જોઈએ તો બેયની પ્રધાનતા (છે), એ સાથે છે એમ. નિશ્ચય છે અને સાથે વ્યવહાર છે, એવું પ્રમાણજ્ઞાન બેયને એકસાથે જાણે છે. આહાહા...! મુમુક્ષુ :- નિશ્ચયપૂર્વકનો વ્યવહાર આવો જ હોય? ઉત્તર :- વ્યવહાર આવો હોય. જ્યાં સુધી વીતરાગ ન થાય ત્યાં સુધી. આહાહા...! સમજાણું કાંઈ? માળાએ માર્દવ ધર્મની વ્યાખ્યા કરી છે. આપણે તો કોઈ એવો જોયો નથી અત્યાર સુધી. એવી વ્યાખ્યા આમ આત્મા અંદરથી ઉછળી જાય. આહાહા...! નિર્માનની વ્યાખ્યા, માર્દવની વ્યાખ્યા, માળો જાગ્યો છે ને! ૪૪ વર્ષની ઉંમર અને અત્યારે તો બધા પંડિતોને પાણી ભરાવ્યા છે. ૩૪ પંડિતોએ તો એને અભિનંદન આપ્યા છે. આહાહા...! અરે.! ભાઈ! આત્મા છે. ભલે નિશ્ચય નથી પણ અંદર વ્યવહાર શ્રદ્ધા, જ્ઞાનના કેટલા પ્રકારનો વિકાસ છે. આહાહા.! સમ્યજ્ઞાનરૂપ પ્રમાણદૃષ્ટિમાં બન્ને પ્રધાન છે. અને એટલે નિશ્ચય અને વ્યવહાર ત્યાં એક પ્રધાન અને એક ગૌણતા પ્રમાણમાં નહિ. નિશ્ચયની પ્રધાનતામાં વ્યવહાર ગૌણ, પણ પ્રમાણદૃષ્ટિમાં બેયની પ્રધાનતા એકસાથે જાણે. નિશ્ચય છે ત્યાં આવો વ્યવહાર હોય, એમ સાથે જ્ઞાન કરે. સમજાણું કાંઈ? આહાહા...! પ્રમાણનો અવયવ તે નય છે. પ્રમાણ અવયવી છે અને બેય તેના અવયવ છે–નિશ્ચય અને વ્યવહાર. એક કોર સમ્યગ્દર્શન અવયવી છે અને નિઃશંક નિશ્ચય જે છે, નિઃશંક આદિ નિશ્ચય તે તેના અવયવ છે. આ વ્યવહાર તે તેનો અવયવ નથી. એ તો રાગનો વિકલ્પનો ભાવ છે. આહાહા...! અને જ્યારે નિશ્ચયના કથનમાં જ્યારે આવે ત્યારે વ્યવહારના કથનો ગૌણ હોય છે પણ જ્યારે બેયની પ્રધાનતાએકસાથે નિશ્ચય અને વ્યવહાર છે એમ જાણવું હોય ત્યારે બેયની પ્રધાનતારૂપી પ્રમાણ છે. પ્રમાણ બેયને જાણે. આ નિશ્ચય છે અને આ વ્યવહાર (એમ) બેયને જાણે. આહાહા.! અરે.રે. આવી વાતું સાંભળવા મળે નહિ, એ ક્યાં અંદર વિવેક કરે? પ્રભુ! અરે. હિતના પંથ.. આહાહા..! અલૌકિક વાતું છે, બાપુ! એકનો એક જુવાન દીકરો મરી જાય અને એને કેવો ઘા લાગી જાય છે? એમ એને ઘા લાગવો જોઈએ. રાગ અને સંયોગની આડમાં તું પોતે મરી જાય છે એનો તને ઘા લાગે છે કાંઈ? આત્મધર્મ અંક-૧, જાન્યુઆરી–૨૦૦૮ Page #580 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ શ્લોક-૧૬૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ (મન્વાગતા) रुन्धन् बन्धं नवमिति निजैः सङ्गतोऽष्टाभिरङ्गैः प्राग्बद्धं तु क्षपमुपनयन् निर्जरोज्जृम्भणेन । सम्यग्दृष्टिः स्वयमतिरसादादिमध्यान्तमुक्तं । જ્ઞાનં ભૂત્વા નતિ નામોનાં વિશાહ્ય।।૧૬૨।। હવે, નિર્જરાનું યથાર્થ સ્વરૂપ જાણનાર અને કર્મના નવીન બંધને રોકી નિર્જરા કરનાર જે સમ્યગ્દષ્ટિ તેનો મહિમા કરી નિર્જરા અધિકાર પૂર્ણ કરે છે ઃ શ્લોકાર્થ :- [ કૃતિ નવમ્ વન્ધ રુન્ધન્ ] એ પ્રમાણે નવીન બંધને રોકતો અને [નિનૈઃ અષ્ટામિ: અડ્યો: સાતઃ નિર્જરા-૩રૃમળેન પ્રાવÄ તુ ક્ષયમ્ ઉપનયમ્ ] (પોતે) પોતાનાં આઠ અંગો સહિત હોવાના કારણે નિર્જરા પ્રગટવાથી પૂર્વબદ્ધ કર્મોને નાશ કરી નાખતો [ સમ્યદ્રષ્ટિ: ] સમ્યગ્દષ્ટિ જીવ [ સ્વયમ્ ] પોતે [ અતિરસાવ્ ] અતિ રસથી (અર્થાત્ નિજરસમાં મસ્ત થયો થકો) [ આવિ-મધ્ય-અન્તમુત્તું જ્ઞાનં મૂત્વા ] આદિ-મધ્ય-અંત રહિત (સર્વવ્યાપક, એકપ્રવાહરૂપ ધારાવાહી) જ્ઞાનરૂપ થઈને [ ગાન-આમોદ-ર૬માં વિચાહ્ય] આકાશના વિસ્તારરૂપી રંગભૂમિમાં અવગાહન કરીને (અર્થાત્ જ્ઞાન વડે સમસ્ત ગગનમંડળમાં વ્યાપીને) [ નતિ ] નૃત્ય કરે છે. ભાવાર્થ :- સમ્યગ્દષ્ટિને શંકાદિકૃત નવીન બંધ તો થતો નથી અને પોતે આઠ અંગો સહિત હોવાને લીધે નિર્જરાનો ઉદય હોવાથી તેને પૂર્વ બંધનો નાશ થાય છે. તેથી તે ધારાવાહી જ્ઞાનરૂપી રસનું પાન કરીને, જેમ કોઈ પુરુષ મદ્ય પીને મગ્ન થયો થકો નૃત્યના અખાડામાં નૃત્ય કરે તેમ, નિર્મળ આકાશરૂપી રંગભૂમિમાં નૃત્ય કરે છે. પ્રશ્ન :- સમ્યગ્દષ્ટિને નિર્જા થાય છે, બંધ થતો નથી એમ તમે કહેતા આવ્યો છો. પરંતુ સિદ્ધાંતમાં ગુણસ્થાનોની પરિપાટીમાં અવિરત સમ્યગ્દષ્ટિને વગેરેને બંધ કહેવામાં આવ્યો છે. વળી ઘાતિકર્મોનું કાર્ય આત્માના ગુણોનો ઘાત ક૨વાનું છે તેથી દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય-એ ગુણોનો ઘાત પણ વિદ્યમાન છે. ચારિત્રમોહનો ઉદય નવીન બંધ પણ કરે છે. જો મોહના ઉદયમાં પણ બંધ ન માનવામાં આવે તો તો મિથ્યાદૅષ્ટિને મિથ્યાત્વ-અનંતાનુબંધીનો ઉદય હોવા છતાં બંધ નથી એમ પણ કેમ ન મનાય? Page #581 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૬૨ ૫૬૭ સમાધાન :- બંધ થવામાં મુખ્ય કારણ મિથ્યાત્વ-અનંતાનુબંધીનો ઉદય જ છે; અને સમ્યગ્દષ્ટિને તો તેમના ઉદયનો અભાવ છે. ચારિત્રમોહના ઉદયથી જોકે સુખગુણનો ઘાત છે તથા મિથ્યાત્વ-અનંતાનુબંધી સિવાય અને તેમની સાથે રહેનારી અન્ય પ્રકૃતિઓ સિવાય બાકીની ઘાતિકર્મોની પ્રકૃતિઓનો અલ્પ સ્થિતિ-અનુભાગવાળો બંધ તેમ જ બાકીની અઘાતિકર્મોની પ્રકૃતિઓનો બંધ થાય છે, તોપણ જેવો મિથ્યાત્વ-અનંતાનુબંધી સહિત થાય છે તેવો નથી થતો. અનંત સંસારનું કારણ તો મિથ્યાત્વ-અનંતાનુબંધી જ છે; તેમનો અભાવ થયા પછી તેમનો બંધ થતો નથી; અને જ્યાં આત્મા જ્ઞાની થયો ત્યાં અન્ય બંધની કોણ ગણતરી કરે ? વૃક્ષની જડ કપાયા પછી લીલાં પાંદડાં રહેવાની અવિધ કેટલી ? માટે આ અધ્યાત્મશાસ્ત્રમાં સામાન્યપણે જ્ઞાની-અજ્ઞાની હોવા વિષે જ પ્રધાન કથન છે. જ્ઞાની થયા પછી જે કાંઈ કર્મ રહ્યાં હોય તે સહજ જ મટતાં જવાનાં. નીચેના દૃષ્ટાંત પ્રમાણે જ્ઞાનીનું સમજવું. કોઈ પુરુષ દરિદ્ર હોવાથી ઝૂંપડીમાં રહેતો હતો. તેને ભાગ્યના ઉદયથી ધન સહિત મોટા મહેલની પ્રાપ્તિ થઈ તેથી તે મહેલમાં રહેવા ગયો. જોકે તે મહેલમાં ઘણા દિવસનો કચરો ભર્યો હતો તોપણ જે દિવસે તેણે આવીને મહેલમાં પ્રવેશ કર્યો તે દિવસથી જ તે મહેલનો ધણી બની ગયો, સંપદાવાન થઈ ગયો. હવે કચરો ઝાડવાનો છે તે અનુક્રમે પોતાના બળ અનુસાર ઝાડે છે. જ્યારે બધો કચરો ઝડાઈ જશે અને મહેલ ઉજ્જવળ બની જશે ત્યારે તે પરમાનંદ ભોગવશે. આવી જ રીતે જ્ઞાનીનું જાણવું. ૧૬૨. ટીકા :- આ પ્રમાણે નિર્જા (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગઈ. ભાવાર્થ :- એ રીતે, નિર્જરા કે જેણે રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો તે પોતાનું સ્વરૂપ પ્રગટ બતાવીને બહાર નીકળી ગઈ. શ્લોક-૧૬૨ ઉપ૨ પ્રવચન ‘હવે, નિર્જરાનું યથાર્થ સ્વરૂપ જાણનાર અને કર્મના નવીન બંધને રોકી નિર્જરા કરનાર જે સમ્યગ્દષ્ટિ તેનો મહિમા કરી નિર્જરા અધિકાર પૂર્ણ કરે છે ઃ–’ છેલ્લો કળશ છે, નિર્જરાનો છેલ્લો કળશ (છે). (મન્વાગત્તા) रुन्धन् बन्धं नवमिति निजैः सङ्गतोऽष्टाभिरङ्गैः प्राग्बद्धं तु सम्यग्दृष्टिः क्षपमुपनयन् निर्जरोज्जृम्भणेन । स्वयमतिरसादादिमध्यान्तमुक्तं । જ્ઞાનં ભૂત્વા નતિ પનામોરડાં વિનાહ્ય||૧૬૨।। Page #582 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ઓહોહો...! [તિ નવમ્ વધું રુન્યન] “એ પ્રમાણે નવીન બંધને રોકતો...... આહાહા...! શુદ્ધ નિર્મળ સમકિતની નિશ્ચયની વાત છે ને. આહાહા...! એ “નવીન બંધને રોકતો...” અમૃતચંદ્રાચાર્યનો કળશ છે. “અમૃતચંદ્રાચાર્ય' દિગંબર સંત, જેણે કુંદકુંદાચાર્યે તીર્થકર જેવા કામ કર્યા એની ટીકા કરીને ગણધર જેવું કામ કર્યું છે. આહાહા.! પંચમ આરાના એ ગણધર અને કુંદકુંદાચાર્ય પંચમઆરાના તીર્થકર. એવા કામ કર્યા છે, પ્રભુ! આહા! સમકિતી પોતાના સ્વરૂપની પ્રભુતાને પૂર્ણ માને પણ પર્યાયમાં પોતાને પામર જાણે છે. ક્યાં મુનિની દશા, ક્યાં કેવળીની દશા અને ક્યાં આ પર્યાય. આહાહા...! સમજાણું કાંઈ? પોતાના સ્વરૂપને પૂર્ણ પ્રભુ તરીકે માને છે પણ માનવાની જે પર્યાય છે તેમાં પામરતા માને છે. એ પામરતાની પર્યાય પ્રભુતાને માને છે પણ પામરતાની પર્યાયને જોઈને સમકિતી પૂર્ણ કેવળજ્ઞાન ને મુનિદશા... આહાહા...! એની પાસે પોતાને પામર માને છે. દૃષ્ટિના વિષયની અપેક્ષાએ પ્રભુતા છે અને પર્યાયની અપેક્ષાએ પૂર્ણ પર્યાય, સંતોની પર્યાય. આહાહા...! ભાવલિંગી મુનિઓ જેને વીતરાગ દશા પ્રગટી છે), અતીન્દ્રિય આનંદમાં ઝુલતા સંતો અને કેવળી અતીન્દ્રિય આનંદની પૂર્ણ દશા, એની પાસે મારી પર્યાય તો પામર છે. આહાહા.! સમજાય છે કાંઈ? અહીં કહે છે, એ પ્રમાણે નવીન બંધને રોકતો.... નિનૈઃ મઃ ગૌ એટલે પોતાના આઠ અંગ. છે ને? “નિનૈઃ સદામિઃ : સાત: પોતાના આઠ અંગો સહિત...” ‘નિનૈ: એટલે પોતાના “અષ્ટામિ: અહી: સાતઃ “સહીતઃ એટલે સહિત. આહાહા...! નિશ્ચય સમ્યગ્દષ્ટિ તે વાસ્તવિક દૃષ્ટિવંત અને તે બધા નિજના સમકિતના અંગો છે. એ “નિનૈઃ અEામઃ આઠ અંગ. “અહી: સાતઃ “સહિત હોવાના કારણે...” “નિર્મરા૩ઝૂમોના નિર્જરા પ્રગટવાથી....... આહાહા.! અશુદ્ધતાનો નાશ થવાથી “પ્રાદ્ધ તુ ક્ષયમ્ ઉપનયમ “પ્રવર્તે નામ જે પૂર્વબદ્ધ કર્મોને..” નાશ કરી નાખવા. આહાહા.! પૂર્વબદ્ધ છે તે ભગવાન પૂર્ણાનંદની દૃષ્ટિ થઈ, અહીં સમકિતનું જોર આપ્યું છે. એને લઈને વર્તમાન તો બંધના કારણોનો તો નાશ કરે છે પણ પૂર્વના બંધના કારણને પણ નાશ કરે છે. આહાહા...! એવો “સમ્યગ્દષ્ટિ જીવ પોતે...” “તિરસ આહાહા...! અતિ આનંદના રસમાં મસ્ત થયો થકો. આહાહા...! સંતોની ભાષા તો જુઓ! આહાહા...! દિગંબર મુનિઓ કહે છે કે, અમે નિજરસમાં મસ્ત છીએ. સમકિતી. આહાહા.! પોતે “તિરસ નિજરસમાં ‘તિરસ' મસ્ત થયા થકા. આહાહા...! સમ્યગ્દષ્ટિ અતીન્દ્રિય આનંદમાં મસ્ત થયા થકા. આહાહા...! “તિરસ નિજરસમાં મસ્ત થયો થકો)... આહાહા...! [વામિથ્ય-સન્તમુવતું જ્ઞાન મૂત્વા] આદિ-મધ્ય-અંત રહિત....” એવું જ સ્વરૂપ આત્માનું, એ તો “આદિ-મધ્ય-અંત રહિત...” છે. સર્વવ્યાપક, એકપ્રવાહરૂપ ધારાવાહી) જ્ઞાનરૂપ થઈને... આહા...! આત્માની પર્યાય જ્ઞાનરૂપ દશા થઈને. જ્ઞાન એટલે આત્મા. આત્મારૂપ થઈને. આહાહા.! પર્યાયમાં આત્મારૂપ Page #583 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૬૨ ૫૬૯ થઈને. ન-ગામો-૨ વિIII] આકાશના વિસ્તારરૂપી રંગભૂમિમાં અવગાહન કરીને (અર્થાત્ જ્ઞાન વડે સમસ્ત ગગનમંડળમાં વ્યાપીને)...” એટલે જાણીને. જ્ઞાન સારા જગતને લોકાલોકને જાણતું જ્ઞાન. ભલે છદ્મસ્થનું શ્રુતજ્ઞાન છે. આહાહા.! છતાં તે લોકાલોકને જાણવાની તાકાતવાળું જ્ઞાન છે. આહાહા! એમાં “અવગાહન કરીને...” આકાશની વિસ્તારરૂપ રંગભૂમિ એટલે ઇ. સર્વ આકાશને જાણનારું એવું જે જ્ઞાન, એનો વિસ્તાર, એની રંગભૂમિમાં ત્યાં જઈને. આહાહા.! આનંદમાં અને જ્ઞાનમાં અંદર પ્રવેશ કરીને. આહાહા.! અરે..! સત્ય વાતું કયાં રહી ગઈ? હેં? અને બહારના ડોળે જગતને મારી નાખ્યા. આહા! અને એમાં એને અભિમાન થાય, પ્રભુ! આહાહા...! આ તો કહે છે, જે જ્ઞાન લોકાલોકને જાણનાર છે, “ ન-સામો' આહાહા...! ગગન (અર્થાતુ) આકાશના વિસ્તારરૂપી રંગભૂમિમાં અવગાહન કરીને...” એટલે એનું જ્ઞાન કરીને એમાં અંદરમાં જાય છે. એવું જે જ્ઞાનસ્વરૂપ છે તેને અવગાહે છે. આહા...! જેમ દરિયામાં અવગાહન કરે ને? એમ આ જ્ઞાન કેવું છે? કે, લોકાલોકને જાણનારું એવું પ્રભુ ભગવાન જ્ઞાન, આહાહા...! ક્યાંય નહિ અટકતું તે જ્ઞાન તેમાં પ્રવેશ કરીને. આહાહા...! “(જ્ઞાન વડે સમસ્ત ગગનમંડળમાં વ્યાપીને)' નિતિ, નૃત્ય કરે છે. આહાહા...! ધર્મી અતીન્દ્રિય જ્ઞાનમાં પેસીને એ જ્ઞાન ને આનંદની પર્યાયમાં નાચે છે. “નતિ એટલે પરિણમન કરે છે. આહાહા...! રાગ નહિ, પુણ્ય નહિ, વ્યવહાર નહિ. અહીં તો એ કાઢી નાખ્યું. આહા.! પરમાર્થની વાતું બાપુ! બહુ આકરી છે. ભાઈ! તારા ઘરની વાતું છે, પ્રભુ! તારું ઘર એવડું મોટું છે. એ ઘરમાં જતા એના આનંદનો નાથ, જ્ઞાનનો સાગર (એનો) જ્યાં પત્તો મળે... આહાહા.! એની પર્યાયમાં તો આનંદ અને જ્ઞાનનો નાચ, આનંદ અને જ્ઞાનનું પરિણમન હોય છે. આવી વાતું છે. પણ આ બધું ઠીક, પણ એનું કોઈ સાધન, વ્યવહાર સાધન હશે કે નહિ? લોકોની રાડ્યું આવી છે. એ સાધન ભગવાન તારા ગુણમાં છે, પ્રભુ! સાધન–કરણ નામનો તારામાં એક ગુણ છે. અનંત ગુણમાં એક કરણ નામ સાધન નામનો ત્રિકાળ ગુણ છે. એ સાધનમાં જા તો સાધન થાય. બાકી રાગની ક્રિયા કરતા સાધન થાય એ વસ્તુના સ્વરૂપમાં નથી. રાગ સાધન થાય એ વસ્તુમાં ગુણ નથી, કહે છે. આહાહા.! સ્વરૂપમાં સાધન નામનો એક અનાદિઅનંત ગુણ છે. કરણ નામનો. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ. એ કરણ નામના ગુણનું સાધન અંતરની દૃષ્ટિ કરીને એ સાધન થઈને તને સાધ્ય થશે. આહાહા.! વાતું બધી ફેરફારવાળી બહુ આ. ભાઈ! માર્ગ તો આવો છે, પ્રભુ! આહા! નાચે છે. નાચે છે એટલે પરિણમે છે. આહાહા...! લોકોલોકને જાણનારું જ્ઞાન, એવો જે જ્ઞાનનો સ્વભાવ, તેમાં અવગાહીને પરિણમે છે. આહાહા...! જેમ પાણીમાં પડતા રબોળ થઈને નીકળે, પાણી ટપકતા, એમ અંદરમાં જઈને એકાગ્ર થાય તો આનંદમાં રસબોળ થઈને Page #584 -------------------------------------------------------------------------- ________________ પ૭૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ટપકે છે, કહે છે. આહાહા...! જુઓ આ સમ્યગ્દષ્ટિની દશા! આહાહા...! અરે...! પ્રભુ! એની ખબરું ન મળે ને તું બહારમાં માનીને બેસે, ભાઈ! એ બહારની મહિમા તને આવી ને અંતરની ન આવી. જ્યાં મહિમા કરવા લાયક છે તેની મહિમા ન આવી અને આ દયા, દાન ને વ્રતના વિકલ્પ, રાગ એની મહિમા આવી, પ્રભુ! તેં આત્માનો અનર્થ કર્યો છે. અર્થ જે પદાર્થ છે તેનો તેં અનર્થ કર્યો છે. આહાહા! અર્થ નામ પદાર્થ જે છે, અખંડાનંદ પ્રભુ પૂર્ણાનંદ આત્મા, તેનો તેં રાગથી લાભ થાય (માનીને) અનર્થ કર્યો છે. આહાહા.! સમજાય છે કાંઈ? આહાહા.! અહીં તો નિર્મળ પરિણતિ તે પરિણમે છે તે તેનો નાચ છે. રાગ જે આવે છે એ નાચ (છે), એની ના પાડે છે. આહાહા.! એકદમ ઊંચી વાત લીધી છે ને! ભાવાર્થ:- “સમ્યગ્દષ્ટિને શંકાદિકૃત નવીન બંધ તો થતો નથી.” નિઃશંક આદિ આત્માની દૃષ્ટિનો અનુભવ વર્તે છે તેથી તેને શંકાકત તો બંધ છે નહિ અને પોતે આઠ અંગો સહિત હોવાને લીધે...” એ સમ્યગ્દષ્ટિને આઠ અવયવો, અંગો કહો અવયવો કહો, એ સહિત હોવાને લીધે નિર્જરાનો ઉદય હોવાથી.” આહાહા.! એને તો શુદ્ધતાની વૃદ્ધિ અને અશુદ્ધતાનો નાશ હોવાથી. આહાહા.! શુદ્ધતાની ધારા વધતી જાય છે, ઉત્પાદ થાય છે અને અશુદ્ધતાનો વ્યય થતો જાય છે. આહાહા...! અને ધ્રુવ ઉપર દૃષ્ટિ છે. સમજાણું કાંઈ? આહાહા...! અરે...! એકવાર મધ્યસ્થથી તું સાંભળ તો ખરો, પ્રભુ તું. તારી ચીજ શું છે ને કેમ છે ને કેમ પ્રાપ્ત થાય? આહા...! પરમાત્માનો પોકાર છે, સંતોનો ધારાવાહી ઉપદેશ છે આ. આહા.! દિગંબર સંતો કરુણા કરીને આ વાત કરે છે. આહા...! સમ્યગ્દષ્ટિને શંકાદિકૃત નવીન બંધ તો થતો નથી અને પોતે આઠ અંગો સહિત...” છે. નિઃશંકાદિ નિશ્ચય. એને નિર્જરાનો ઉદય હોવાથી તેને પૂર્વ બંધનો નાશ થાય છે. પૂર્વનો જે બંધ છે તે પણ નાશ થાય છે. તેથી તે ધારાવાહી જ્ઞાનરૂપી રસનું પાન કરીને... આહાહા...! ‘ગામો' લીધું છે ને? ધારાવાહી જ્ઞાનરૂપી રસ, આત્માનો રસ. એ ધારાવાહી, ધારા-આનંદની ધારા વહે છે. આહાહા.! જેમ શેરડીનો–ગન્નાનો રસ ગટક ગટક ગટક પીવે છે એમ સમ્યગ્દષ્ટિ જીવ... આહાહા...! ધારાવાહી જ્ઞાનના રસને પાન કરે છે. એ આનંદના રસને પીવે છે ઇ. આહાહા.! ઓલામાં આવે છે નહિ? ભાઈ! દ્રવ્યદૃષ્ટિ પ્રકાશમાં, ન્યાલભાઈ'. શેરડીનો રસ જેમ ગન્નાનો રસ ગટક ગટક પીવે એમ સમકિતી જીવ, આહાહા...! અરે.! આ વાત, બાપુ! જેને હજી સાંભળવા મળે નહિ, જેને હજી એની શ્રદ્ધાનો શું વિષય છે એની ખબર નહિ, અરે.રે...! પ્રભુ! એનું શું થાય? અરે.! અનંતકાળથી રખડે છે. અહીં કહે છે, એકવાર પ્રભુ! સમ્યગ્દષ્ટિ ધારાવાહી જ્ઞાન, જ્ઞાન એટલે આત્મા, એના રસનું પાન કરીને, આહા! રાગનું નહિ એટલે જ્ઞાનનું, એમ. આહાહા...! જેમ કોઈ પુરુષ મદ્ય પીને મગ્ન થયો...” દારૂ પીને “મગ્ન થયો થકો નૃત્યના અખાડામાં નૃત્ય કરે” દારૂ પીને નાચે. એમ અંદર આત્માનો મદ્ય ચડ્યો છે, કહે છે. આહા.! અતીન્દ્રિય આનંદના Page #585 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૬૨ પ૭૧ રસને ધારાવાહી પીવે છે. આહાહા...! અરે. અરે! કહે છે, આવું તો મુનિને હોય ને કેવળીને હોય. અરે.! સાંભળ તો ખરો, પ્રભુ! મુનિને તો અલૌકિક વાતું હોય છે. સાચા સંતની વાતું તો બાપુ! જુદી છે કોઈ. ભાવલિંગી સંતને તો અંદર અતીન્દ્રિય ઉભરા આવે છે, પ્રચુર સ્વસંવેદન હોય છે. પાંચમી ગાથામાં કહ્યું છે. સાચા સંત તો એને કહીએ કે જેને પ્રચુર અતીન્દ્રિય આનંદના સ્વાદના ઢગલા અંદરથી આવે છે. અહીં તો હજી સમ્યગ્દષ્ટિની વાત છે. મુનિ તો કોને કહેવા, બાપુ! એ કોઈ અલૌકિક વાતું છે, ભાઈ! જેમ મદ્ય પીને નૃત્યના અખાડામાં નાચે છે, તેમ “નિર્મળ આકાશરૂપી રંગભૂમિમાં...” નિર્મળ આકાશરૂપી એટલે ઓલા નિર્મળ આત્મસ્વભાવમાં રંગભૂમિમાં નૃત્ય કરે છે. સમકિતી આત્માના આનંદમાં રમે છે. પ્રશ્ન વિશેષ કરશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવા) પ્રવચન નં. ૩૧૨ શ્લોક-૧૬૨, ૧૬૩ રવિવાર, ભાદરવા વદ ૧૧, તા. ૧૬-૦૯-૧૯૭૯ સમયસાર પાછળથી છે, પ્રશ્ન છે ને? “સમ્યગ્દષ્ટિને નિર્જરા થાય છે...” આત્મા પૂર્ણ જ્ઞાયક ચૈતન્ય સ્વરૂપ, પૂર્ણનું જ્યાં પ્રતીત અને જ્ઞાન થયું, એ પૂર્ણ પરમાત્મા હાથ આવ્યો. આહાહા.! પૂર્ણ સ્વરૂપ ભગવાન આત્મા ધ્રુવ સ્વરૂપ, એની જ્યાં અંતરમાં અંતર્મુખ દૃષ્ટિ થઈ ત્યાં પૂર્ણ પરમાત્માના ભેટા થયા, એથી એને સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. સમ્યક નામ સત્ય પૂર્ણ સ્વરૂપ, તેની દૃષ્ટિ થઈ એથી એને સમ્યગ્દષ્ટિ કહીને એને નિર્જરા થાય છે એમ કહ્યું). એને અશુદ્ધ ભાવ થોડો થાય કે કર્મનો ઉદય હોય એ ખરી જાય છે. આ એ અપેક્ષાએ (વાત) છે. આહાહા...! જેના મનમાં-દષ્ટિમાં જેને આત્મા અંદર વસ્યો છે, આહાહા! જેની દૃષ્ટિમાં પરમાત્મા. ઓલા ભજનમાંય એમ આવ્યું હતું, “હરિ ભજતાં હજી કોઈની લાજ જતા નથી જાણી રે...' હરિ આ, હોં! હરિ ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે જેનો આત્મા પૂર્ણાનંદનો નાથ, એને હરિ કહીએ. આહા...! “શ્રીમદ્દે કહ્યું છે ને? કે, મહાત્માઓએ અધિષ્ઠાન કહ્યું છે તે અધિષ્ઠાન હરિ ભગવાન છે, તે હરિ ભગવાન મારા હૃદયમાં ભાસે છે. અહીં છે. આહાહા..! મુમુક્ષુ :- પોતાનો અધિષ્ઠાન પોતામાં જ હોય ને. ઉત્તર :પોતે. કોઈ ભગવાન ને ઈશ્વર બીજો કોઈ એ નથી અહીં. અને હરિનો અર્થ જ (એ છે કે, હરતિ ઇતિ હરિ. જે અજ્ઞાન અને રાગ, દ્વેષને હરે એ હરિ. એ પ્રભુ પોતે હરિ છે. આહા.! એના જેણે શરણા લીધા એને હવે પાછું પડીને જગતમાં રખડવું થાય એ બને નહિ. આહાહા.! Page #586 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ અહીં કહે છે કે “સમ્યગ્દષ્ટિને...” સત્ય સ્વરૂપ પરમાત્મા, ભગવાન પરમેશ્વર નિજ પરમાત્મા, હોં! આહાહા...! એની જ્યાં દૃષ્ટિ થઈને પર્યાયમાં એનો અનુભવ થયો, કહે છે કે, એને જે કંઈ રાગાદિ થાય એનો સ્વામી નથી એટલે નિર્જરા થઈ જાય છે. આહાહા...! મિથ્યાત્વ જેવું કોઈ મહાપાપ નથી અને સમ્યગ્દષ્ટિ જેવો કોઈ આત્માનો આદર નથી. આહાહા...! મિથ્યાદૃષ્ટિ જેવો કોઈ આત્માનો અનાદર નથી, આહાહા...! અને સમ્યગ્દષ્ટિ જેવો કોઈ આત્માનો આદર નથી. આહાહા...! બાળક, આઠ વર્ષનો બાળક હોય, ભગવાન તો પરિપૂર્ણ બિરાજે છે, પ્રભુ! આહા..! બધા આત્માઓ ભગવાન છે, ભગવત્ સ્વરૂપ છે. એવા સ્વરૂપને જેણે, ભલે આઠ વર્ષનો બાળક હો પણ જેણે એ સ્વરૂપને પકડ્યું અને ભેટા થયા, આહાહા. એના માહાસ્યનું શું કહેવું? એને તો નિર્જરા થઈ જાય છે. આહાહા...! અહીં સમ્યગ્દર્શનની પ્રધાનતાની વાત છે, હોં! કહેશે ઉત્તર. પ્રભુ! તમે કહો છો કે એને બંધ થતો નથી. સમ્યગ્દષ્ટિ પરમાત્મા, જેને નજરે પડ્યા, જેને પરમાત્મા નજરમાં આવ્યો, નજરબંધી થઈ ગઈ. આહાહા.! એને આપ તો નિર્જરા કહો છો. આહા...! “બંધ થતો નથી...” એમ કહો છો. “એમ તમે કહેતા આવ્યા છો.” આહાહા...! પરંતુ સિદ્ધાંતમાં. પ્રશ્ન કરે છે. ગુણસ્થાનોની પરિપાટીમાં અવિરત સમ્યગ્દષ્ટિ વગેરે...” ચોથા ગુણસ્થાને, સમ્યગ્દષ્ટિ છે એ ચોથા ગુણસ્થાનથી વગેરે “બંધ કહેવામાં આવ્યો છે.” ચોથા ગુણસ્થાનમાં સાત-આઠ કર્મનો બંધ કહેવામાં આવ્યો છો ને, પ્રભુ! તમે કહો છો કે નિર્જરા થઈ જાય અને બંધ નથી. સાંભળ, ભાઈ! આહાહા! આ તો પોતાના સ્વભાવની પ્રાપ્તિની વાત છે, પ્રભુ! અહીં બહારના ઝગડા-ફગડા આમાં કાંઈ ન મળે. આહાહા...! અહીં તો શંકા-કંખા આદિ ન મળે. હૈ? આહા.! નિઃસંદેહ નાથ પરમાત્માના અંતર જેને દર્શન થયા એને કહે છે કે, નિર્જરા જ છે, બંધ થતો નથી. તો સિદ્ધાંતમાં તો ચોથા, પાંચમાથી દસમા સુધી બંધ કહ્યો છે ને? પ્રભુ! તમે પાધરો સમ્યગ્દષ્ટિ છે તો બંધ જ નથી (એમ. કહો છો). સાંભળ, ભાઈ! આહા...! વળી ઘાતિકર્મોનું કાર્ય... બે વાત કરી કે, ગુણસ્થાનોની) પરિપાટીમાં અવિરત સમ્યગ્દષ્ટિ આદિને બંધ કહેવામાં આવ્યો છે અને ઘાતિકર્મોનું કાર્ય આત્માના ગુણોનો ઘાત કરવાનું છે તેથી દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય–એ ગુણોનો ઘાત પણ વિદ્યમાન છે. સમ્યગ્દષ્ટિને, આહાહા.! દર્શન, જ્ઞાન, સુખ ને વીર્ય, એનો ઘાત પણ છે. ચાર ઘાતિમાં ચાર. એની પર્યાય પૂર્ણ નથી. આહાહા...! સમજાય છે કાંઈ? “એ ગુણોનો ઘાત પણ વિદ્યમાન છે.” એક, બે વાત. ત્રીજી. “ચારિત્રમોહનો ઉદય નવીન બંધ પણ કરે છે. આહાહા...! ચોથે ગુણસ્થાનથી આગળ ચારિત્રમોહનો ઉદય એને બંધ પણ કરે છે. મુમુક્ષુ :- દર્શનગુણનો ઘાત કરે છે એમ કેમ કીધું? ઉત્તર :- દર્શન એટલે દર્શન ઉપયોગ. દર્શન સમકિતની ક્યાં વાત છે? દર્શન ઉપયોગની Page #587 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૬૨ પ૭૩ વાત છે. સમ્યગ્દર્શનની વાત ક્યાં છે. અહીં તો દર્શન એટલે દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, સુખ અને વીર્ય એનો ઘાત કરે છે. આહા...! સમ્યગ્દર્શનની અહીં વાત નથી. આહા...! અને ચારિત્રમોહનો ઉદય નવીન બંધ પણ કરે છે. ચોથે રાગ છે. જો મોહના ઉદયમાં પણ બંધ ન માનવામાં આવે તો તો મિથ્યાદૃષ્ટિને મિથ્યાત્વ-અનંતાનુબંધીનો ઉદય હોવા છતાં બંધ નથી એમ પણ કેમ ન મનાય?’ આહાહા.! સમ્યગ્દષ્ટિને, આહાહા.! દર્શન, જ્ઞાન, સુખ ને વીર્યનો ઘાત પણ છે. દર્શન એટલે ઉપયોગ અને તેને ચારિત્રમોહના ઉદયથી બંધ પણ છે. જ્યારે તમે એને બંધ નથી એમ કહો તો પ્રભુ! હું તો એમ કહ્યું કે, મિથ્યાદૃષ્ટિને પણ બંધ નથી. આહાહા...! ઝીણી વાત છે, પ્રભુ! સમ્યગ્દર્શનની મહિમાનું વર્ણન છે. આહા...! સમાધાન :- બંધ થવામાં મુખ્ય કારણ મિથ્યાત્વ-અનંતાનુબંધીનો ઉદય જ છે. આ મુખ્ય, હોં! ગૌણ છે તેને અહીંયાં લક્ષમાં લીધું નથી. આહાહા...! જેમ આત્મામાં પર્યાય છે છતાં જ્યારે દૃષ્ટિનો વિષય બતાવવો હોય ત્યારે પર્યાયને ગૌણ કરીને નથી એમ કહે. આહાહા.! ત્રિકાળી ભગવાન વસ્તુ ભૂતાર્થ સત્યાર્થ પ્રભુ, એ છે એમ દૃષ્ટિ કરાવવા પર્યાય છે તેને ગૌણ કરીને નથી એમ કહ્યું છે. એમ અહીંયાં, આહાહા. સમ્યગ્દષ્ટિને, મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો ઉદય બંધનું કારણ છે, એ સમ્યગ્દષ્ટિને નથી. આહાહા...! પણ મિથ્યાત્વ શું ને અનંતાનુબંધી શું? જગતને કઠણ પડે. આહા.! જ્યાં રાગનો વિકલ્પ છે એની એકતાબુદ્ધિ છે ત્યાં મિથ્યાત્વ ને અનંતાનુબંધી બેય ભાવ પડ્યા છે. આહાહા...! અહીં તો પૃથક થયો માટે એને બે નથી એમ કહ્યું છે. શું કહ્યું છે? રાગનો પણ કણ ગમે તે શુભરાગ હોય, દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો શુભ રાગ (હોય) પણ એ રાગની એકતાબુદ્ધિ જ્યાં છે ત્યાં મિથ્યાત્વ ને અનંતાનુબંધી બેય છે અને જેની એકતા તૂટી છે, આહાહા.! એને એ મિથ્યાત્વ ને અનંતાનુબંધી નથી તેથી તેને બંધ નથી એમ કહેવામાં આવ્યું છે. આહાહા! પણ એમાંથી એમ જ સર્વથા માની ત્યે કે ચોથે ગુણસ્થાને બિલકુલ બંધ જ નથી, એમ નથી. એને ગૌણ કરીને નથી એમ કહેવામાં આવ્યું છે. આહાહા...! સમજાણું કાંઈ? જેમ ભગવાન પૂર્ણાનંદનો નાથ અંદર બિરાજે છે એના સની અસ્તિત્વની પ્રતીતિ કરાવવા પર્યાયની અલ્પતાનો ભાવ, તેને નથી–ગૌણ કરીને નથી એમ કહ્યો પણ એથી પર્યાય નથી, એમ નહિ. એમ અહીંયાં સમ્યગ્દર્શનના જોરમાં પૂર્ણાનંદનો નાથ જ્યાં રાગની એકતા તૂટી અને સ્વભાવની એકતા થઈ, અલ્પ પામર રાગની એકતા તૂટીને પરમાત્મા પૂર્ણાનંદનો નાથ, એમાં એક્તા થઈ. આહાહા...! એ આઠ વર્ષના બાળક પણ સમકિત પામે છે. એને માટે ઉંમરની કોઈ જરૂર નથી. આહાહા...! એટલે બીજાઓ એમ જાણે કે આપણને આ ન સમજાય કે ન થાય, એમ નથી, પ્રભુ આહાહા...! અંદરમાં ચૈતન્ય પરમાત્મા બિરાજે છે એની જેને એકતા થઈ અને રાગની એકતા તૂટી... આહાહા.! એ “સમ્યગ્દષ્ટિને તો તેમના ઉદયનો અભાવ છે.” મિથ્યાત્વ અને Page #588 -------------------------------------------------------------------------- ________________ પ૭૪ સમયસાર સિદ્ધિ ભાગ-૭ અનંતાનુબંધીનો અભાવ છે. આહાહા...! કહો, “શશીભાઈ'! આવી વાતું છે. “ચારિત્રમોહના ઉદયથી જોકે સુખગુણનો ઘાત છે.' સમજાણું? આહાહા...! છે? આત્માનું આનંદ સ્વરૂપ પ્રભુ, એનો અંશ પ્રગટ્યો છે, પરિપૂર્ણ સુખ પ્રગટ્યું નથી તેથી સુખનો ઘાત પણ છે. આહાહા...! અને મિથ્યાત્વ-અનંતાનુબંધી સિવાય તેમની સાથે રહેનારી અન્ય પ્રકૃતિઓ સિવાય બાકીની ઘાતિકની પ્રકૃતિઓનો અલ્પ સ્થિતિ અનુભાગવાળો બંધ તેમ જ બાકીની અઘાતિકર્મોની પ્રકૃતિઓનો બંધ થાય છે....” સમજાણું કાંઈ? આહાહા...! સમ્યગ્દષ્ટિને પણ ભગવાનના ભેટા થયા એને પણ પર્યાયમાં પામરતા છે એથી... આહાહા...! જરી સંસારની સ્થિતિ, બંધ થોડો પડે છે. સુખનો ઘાત પણ થાય છે. આહા...! તેમ ઘાતિની પ્રકૃતિની સાથે અઘાતિની પ્રકૃતિનો બંધ પણ થાય છે. “તોપણ જેવો મિથ્યાત્વ-અનંતાનુબંધી સહિત (બંધ) થાય છે તેવો નથી થતો. આહાહા...! એકતાબુદ્ધિ તૂટી છે એની એકતા કોઈ દિ થતી નથી એમ કહે છે. આહાહા...! સમજાણું કાંઈ? જેને વિકલ્પની સાથે એકત્વબુદ્ધિ હતી, એ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ પણ રાગ છે, એ રાગ સાથે એબુદ્ધિ હતી ત્યાં સુધી તે મિથ્યાદૃષ્ટિ ને અનંતાનુબંધી કષાયવાળો છે. આહાહા.! અરે.! પ્રભુ! તારી મહિમા તો જો! આહાહા.! તારી મહિમા જેને અંતરમાં આવી એને રાગ જે વિકલ્પ છે તેની એકતા તૂટી ગઈ છે. એ ભગવાન મુક્ત સ્વરૂપ દૃષ્ટિમાં આવ્યો છે. આહાહા...અને તેથી પર્યાયમાં પણ મુક્તપણે થોડું આવ્યું છે. આહાહા.! પણ થોડો બંધ કહ્યો છે છતાં મિથ્યાત્વ-અનંતાનુબંધી સંસારનું કારણ છે. “ મિથ્યાત્વ-અનંતાનુબંધી સહિત થાય છે તેવો નથી થતો.” જોયું? આહાહા.! | ‘અનંત સંસારનું કારણ તો મિથ્યાત્વ-અનંતાનુબંધી જ છે. આહાહા.! એ વિકલ્પ છે દયા, દાન, વ્રતાદિનો રાગ, એની સાથે એકત્વબુદ્ધિ છે એ જ મિથ્યાત્વ ને અનંતાનુબંધી છે. અરે.રે. આવી વાતું હવે આ. કાળ આવો પંચમ હલકો કાળ, એમાં આ મોટો પરમાત્મા અંદર છે એની મોટપ અંદર બેસવી અને રાગની પામરતાની એકતા તૂટી જવી. આહાહા...! પામર સાથે પ્રેમ અને પ્રભુથી એણે પ્રેમ તોડી નાખ્યો અને પ્રભુ સાથે પ્રેમ તેણે પામરથી પ્રેમ તોડી નાખ્યો. આહાહા.! આવો માર્ગ છે, બાપા! સમજાણું કાંઈ? ભગવત્ સ્વરૂપ છે પરમાત્મા બધા. કોઈનો નાનોમોટો આત્મા છે, એમ છે નહિ. આહાહા...! કોને કહેવો નાનો? ને કોને કહેવો મોટો? વસ્તુની અપેક્ષાએ. આહાહા..! સમજાય છે કાંઈ? આહાહા...! અરે.! શાસ્ત્રમાં તો એવું આવે કે, સમ્યગ્દષ્ટિ સત્યની વાત કરતા દોષોને બતાવે કે મિથ્યાદૃષ્ટિ આવા હોય, આવા હોય. અરે...! કહે છે કે, લાજ આવે છે અમને પ્રભુની પાસે. આહાહા...! એ પ્રભુના દોષો પર્યાયમાં છે એ બતાવવા લાજ આવે છે. આહાહા...! પણ વસ્તુનું સ્વરૂપ જણાવતાં પ્રભુ! એ આવ્યા વિના રહેતું નથી. આહાહા...! કહે છે, એ મિથ્યાત્વ-અનંતાનુબંધી સહિત બંધ થાય તેવો બંધ તેને-સમકિતીને નથી. Page #589 -------------------------------------------------------------------------- ________________ ૫૭૫ શ્લોક–૧૬ ૨. અનંત સંસારનું કારણ તો મિથ્યાત્વ... આહાહા..! ભલે ત્યાગી થયો હોય, પંચ મહાવ્રત ધારણ કરતો હોય, અગિયાર પડિમાં ધારણ કરી પણ એ રાગનો વિકલ્પ છે તે મારો છે એમ એકતાબુદ્ધિ પડી છે એ અનંત સંસારનું કારણ તો એ છે. અરેરે.! એની એને ખબરું ન મળે. એટલે શું કહ્યું? કે, અનંત આનંદનો નાથ અનંત ગુણનો સાગર, તેનો પ્રેમ છોડી અને જે રાગના પ્રેમમાં જોડાય ગયો છે એ અનંત સંસારના અભાવ સ્વરૂપ પ્રભુ, એનો અનાદર કરીને અનંત સંસાર એણે વધાર્યો છે. આહાહા...! ભાઈ નથી આવ્યા, “હીરાભાઈ? ગયા હશે. સમજાય છે કાંઈ? પ્રભુ! અમૃતની વાતું છે, ભાઈ! આહાહા...! અમૃતનો સાગર ભગવાન, એ અમૃતનો સાગર પ્રભુ, આહાહા. એની જેને અંતરમાં એકતા થઈ અને રાગની એક્તા તૂટી કહે છે કે મિથ્યાત્વ અને અનંતાનુબંધી સહિત જે બંધ થાય તેવો તેને બંધ નથી અને તે જ અનંત સંસારનું કારણ છે. આહાહા.! ભલે ત્યાગી થયો હોય, પંચ મહાવ્રત ધારણ કર્યા, હજારો રાણી છોડી પણ એ રાગનો કણ છે એ મારો છે એમ એકત્વબુદ્ધિ (છે), એનાથી મને લાભ થશે એમ માને છે તો) અનંત સંસારનું કારણ છે. અર.૨.૨.! કેમકે અનંત સંસારના અભાવસ્વરૂપ અનંત ગુણનો પિંડ પ્રભુ, એનો તો એણે અનાદર કર્યો અને રાગના કણનો આદર (કર્યો), પામર છે એ તો. એણે એકતાબુદ્ધિમાં આદર કર્યો, પ્રભુ! એ અનંત સંસારનું કારણ છે. એ સમકિતી નથી. આહાહા.. કહો, હિંમતભાઈ'. આવી હિંમત છે અંદર, કહે છે. હૈ? આહાહા...! પ્રભુ! તારા પુરુષાર્થની શું વાતું કરવી! અનંત બળનો ધણી બળિયો. ઓલા બળદેવ નથી કહેતા? શું કહે છે? આ છોકરાઓને કહે છે, નહિ? હૈ? પાંજરામાં. બળિયો. ઓલુ પાંજરું હોય. ઓલું શું કહેવાય પાણીનું? પાણીનું હોય ને એના ઉપર બળિયો રાખતા. અમારા ઘરમાં રાખતા એ યાદ આવ્યું. ક્યારાનું રાખે, થોડું રૂ ચોડે. આહાહા. એ બળિયો નહિ, પ્રભુ તું અનંત બળનો ધણી નાથા! તારા બળને રોકવાને કોણ સમર્થ છે? એવી એકત્વબુદ્ધિ જેને સ્વભાવની થઈ છે તેને અનંત સંસારનું કારણ રાગની એકતાબુદ્ધિનો મિથ્યાત્વભાવ ને અનંતાનુબંધી તેને ટળી ગયા છે. તેથી એને અનંત સંસાર થતો નથી. આહાહા.! સમજાણું કાંઈ? હવે આવી વાતું હવે ક્યાંય સાંભળવા મળે નહિ). આહાહા...! જરીક શરીર રૂપાળું હોય ત્યાં એને અંદર માહાસ્ય આવે કે, આહાહા.! અમે તો રૂપાળા છીએ, અમે તો છોકરાવાળા છીએ, અમે પૈસાવાળા છીએ. અરે! પ્રભુ! શું થયું તને આ? તારો નાથ અંદર ભગવાન બિરાજે છે ને! એના રૂપના સ્વરૂપની તને પ્રતીતિ નહિ અને આ રૂપ મારા! તો એનો અર્થ થયો કે શરીર મારું. એ રૂપ મારું તો શરીર મારું થયું, પ્રભુ! આહાહા.! આહાહા.! તો આત્મા મારો નહિ, એમ એને થયું, પ્રભુ! આહાહા.! પણ જેને આત્મા મારો છે એમ ભાન થયું તેને રૂપ શરીર બેય મારી ચીજ નથી. આહાહા.! Page #590 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ૫૭૬ સમજાણું કાંઈ? આહાહા..! છે ને? સંસારનું કારણ તો મિથ્યાત્વ-અનંતાનુબંધી જ છે;...' બાપુ! આ માલ માલ વર્ણવે છે. આહાહા..! તેમનો અભાવ થયા પછી તેમનો બંધ થતો નથી; અને જ્યાં આત્મા જ્ઞાની થયો.. આહાહા..! જ્ઞાની એટલે શાસ્ત્રનું જ્ઞાન એ અહીં નહિ. આહાહા..! જેણે ભગવાનઆત્માનું જ્ઞાન કર્યું, રાગનું જ્ઞાન નહિ, નિમિત્તનું નહિ, પર્યાયનું પણ નહિ. ‘આત્મા જ્ઞાની થયો...' (અર્થાત્) આત્મજ્ઞાન થયું. આહાહા..! પૂર્ણાનંદનો નાથ ભગવાનઆત્મા, એનું જેને જ્ઞાન થયું તે દ્રવ્યનું જ્ઞાન થયું. આહાહા..! આત્મા જ્ઞાની થયો ત્યાં અન્ય બંધની કોણ ગણતરી કરે?” આહાહા..! સમજાય છે કાંઈ? ‘વૃક્ષની જડ કપાયા પછી...' ઝાડના મૂળિયાં કપાણા પછી પાંદડાં ને ડાળીયાની શી કિંમત છે? એ તો સૂકાઈ જવાના. જેણે વૃક્ષનું મૂળ હેઠેથી તોડ્યું, વિહાર કરતા રસ્તામાં ઘણા એવા ઝાડ દેખેલા, આમ પડી ગયા હોય, એક જ થોડો ભાગ રહી ગયો તોય ખીલે પણ આખું મૂળ તૂટી ગયું (તો ન ઊગે). એમ જેણે મિથ્યાત્વ ને અનંતાનુબંધીના મૂળ તોડી નાખ્યા છે, સંસારનું મૂળ તો એ છે. આહાહા..! સમજાય છે કાંઈ? ‘વૃક્ષની જડ કપાયા પછી લીલાં પાંદડાં...' લીલાં પાંદડાં, હોં! ભલે એ લીલાં પાંદડાં હોય પણ એ સૂકાઈ જવાના, પડી જવાના. કારણ કે કસ મળતો નથી, મૂળ તૂટી ગયું. પાંદડાંને પાણી પાય તો પાંદડું રહે એમ નથી. પાંદડાંને પાણી તો મૂળમાંથી મળે તો રહે. શું કીધું ઇ? પાંદડાં છે એને પાણી નાખે તો એને પુષ્ટિ ન થાય. એ અંદર ન ચડે. આહાહા..! મૂળિયામાં કસ હોય ત્યાંથી પાંદડે કસ ચડે, એ મૂળ તો તૂટી ગયું છે. ભલે પછી લીલાં પાંદડાં પાણીમાં બોળો તો નહિ રહે હવે. નહિ રહે, ભાઈ! આહાહા..! શું પ્રભુનો માર્ગ! જિનેશ્વર ત્રિલોકનાથ ત્રણલોકના નાથ.. આહાહા..! જગતની દરકાર કર્યા વિના સંતો જગતને જાહેર કરે છે કે, અરે..! આવી વાતું કરનારા જે ક્રિયાકાંડીઓ રાગથી લાભ માનનારાને શું થશે? પ્રભુ! જે થાય, તને લાભ થશે, ભાઈ! એ દૃષ્ટિ તોડી નાખ. સમજાણું કાંઈ? આહાહા..! આ અમે વ્રત પાળીએ છીએ, પડિમા ધારણ કરી છે, એવા પરના અભિમાનીઓની એકતાબુદ્ધિ એને તૂટી જાય માટે એને આ વાત કરે છે. પ્રભુ! એ તોડી નાખ, ભાઈ! એ વસ્તુ તારી નથી. આહા..! તારી છે તેમાં એ નથી. એ નથી તેમાં તું નથી. આહા..! સમજાણું કાંઈ? આહાહા..! વૃક્ષની જડ કપાયા પછી લીલાં પાંદડાં... ભાષા જોઈ? સૂકા પાંદડાં નથી લીધા. સૂકા તો સૂકાઈ ગયા પણ આ તો લીલાં પાંદડાં પણ સૂકાઈ જશે. (તેની) રહેવાની અવધિ કેટલી? લીલાં પાંદડાં રહેવાની અવિધ કેટલી? મૂળ કપાઈ ગયું, કસ તો ચડતો નથી, લીલાં પાંદડાંને ભલે કૂવામાં નાખો, સરોવરમાં નાખો, (એ) સૂકાઈ જશે, ભાઈ! આહાહા..! એમાં શું કહેવું છે જરી? કે, જેના મૂળ કપાણાં તેના પાંદડાંમાં ભલે કોઈ અસ્થિરતા આદિ, મિથ્યાત્વ કપાણું Page #591 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૬૨ પ૭૭ અસ્થિરતા આદિ રહી પણ એ સૂકાઈ જવાના. આહાહા...! એને હવે પોષણ મળતું નથી. આહાહા.! પુણ્ય-પાપના ભાવ ધર્મીને થાય પણ તેને મિથ્યાત્વનું પોષણ નથી, એની એકતાબુદ્ધિનું મૂળિયું તૂટી ગયું છે. આહાહા...! અંદર બધા ભગવત્ સ્વરૂપે ભગવાન બિરાજે છે, હોં! કોઈએ શરીરને દેખવું નહિ. વેદ દેખવો નહિ. એના પુણ્ય-પાપના પરિણામ તે દેખવા નહિ. દેખવો ભગવાન અંદર પરમાત્મા. એવી જેને પોતાની દૃષ્ટિ થઈ છે એ બીજાને પણ એ જ દૃષ્ટિએ ભગવાન તરીકે જોવે છે. આહાહા...! પર્યાયમાં દોષ છે એ જાણે પણ ભગવાન અંદર પરમાત્મા છે, એ તો મારો સાધર્મી સિદ્ધ ભગવાન છે. આહા.! “સિદ્ધ સમાન સદા પદ મેરો’ એમ બધાનું સિદ્ધપદ છે ને? આહાહા.! કોના ઉપર એને દ્વેષ આવે? અને કોના ઉપર એને રાગ આવે? આહાહા...! સમજાય છે કાંઈ? આહા.! લીલાં પાંદડાં રહેવાની અવધિ કેટલી? આહાહા...! જુઓ! સમ્યગ્દર્શનનું માહાભ્ય! સમ્યગ્દર્શને સ્વીકારેલા ભગવાનનું માહાસ્ય. જેને પર્યાયનો સ્વીકાર ગયો, રાગનો સ્વીકાર ગયો, નિમિત્તનો સ્વીકાર ગયો, આહાહા...! માટે આ અધ્યાત્મશાસ્ત્રમાં સામાન્યપણે જ્ઞાનીઅજ્ઞાની હોવા વિશે પ્રધાન કથન છે. સામાન્ય-વિશેષ, જ્ઞાની-અજ્ઞાનીની મુખ્યપણે. ગૌણપણે તો જ્ઞાનીને બંધ છે, અસ્થિરતા છે એ બધો ખ્યાલ છે પણ એ અનંત સંસારનું કારણ નથી અને અજ્ઞાની ભલે ત્યાગી થઈને બેઠો હોય, પંચ મહાવ્રત પાળતો હોય) અને એને માટે આહાર-પાણીનો કણ પણ મરી જાય તો ન લ્ય, એવી ક્રિયા હોય છતાં અંદર રાગથી ભિન્ન ભાળ્યો નથી અને એ રાગની સાથે એકતાબુદ્ધિ છે તો એ અનંત સંસારી છે. આહાહા...! આણે એવો અર્થ કર્યો, ભાઈ! અનંતાનુબંધી છે ને? અનંત સાથે સંબંધ છે માટે અનંતાનુબંધી. એમ અર્થ કર્યો છે. અને આમ નહિતર અનંતાનુબંધી એટલે અનંત એટલે મિથ્યાત્વ, એની સાથે સંબંધ છે એવો અનંતાનુબંધી, એવો અર્થ છે. આ અનંતાનુબંધી છે ને? એ અનંત મિથ્યાત્વ એની સાથે સંબંધવાળો કષાય તે અનંતાનુબંધી. ભાઈએ વળી એવો અર્થ કર્યો છે. આવે, આવે એ તો વ્યવહારથી સમજાવવામાં આવે). આહાહા.! અનંતનો અનુબંધ. છે ને? એક સાથે જેને એકતાબુદ્ધિ છે એને અનંત સાથે એકતાબુદ્ધિ છે, એમ. સમજાણું? એક રાગના કણનો પણ કર્તા થાય છે તો સારા વિશ્વનો પણ કર્તા એ માને છે. આહાહા...! અને જેણે રાગનું કર્તાપણું તોડીને જ્ઞાતાપણું છે એક રાગનું, એ સારા વિશ્વનો તે જ્ઞાતા-દ્રષ્ટા છે. આહાહા...! અરે. આવી વાત. માંડ થોડો ટાઈમ મળ્યો છે, માણસપણાનો ટાઈમ થોડો છે એ પૂરો થઈ જશે, દેહ ચાલ્યો જશે, ભાઈ! આહાહા...! અધ્યાત્મશાસ્ત્રમાં સામાન્યપણે... સામાન્યપણે, હોં! વિશેષની વ્યાખ્યા તો ઘણી બધી અંદર છે. જ્ઞાની-અજ્ઞાની હોવા વિષે જ પ્રધાન કથન છે.” જ્ઞાની અને અજ્ઞાનીનું બેનું મુખ્યપણે વર્ણન છે. જ્ઞાનીને બંધ નથી અને અજ્ઞાનીને બંધ છે. “જ્ઞાની થયા પછી.. આહાહા...! જ્ઞાની એટલે ભગવાન પૂર્ણાનંદનો નાથ તેનું જ્ઞાન થયું. ભલે શાસ્ત્રજ્ઞાન ન પણ હોય, આહાહા.! Page #592 -------------------------------------------------------------------------- ________________ પ૭૮ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ‘શિવભૂતિ અણગાર. મારુષ-માતુષ શબ્દ યાદ નહોતો રહેતો. અંદર આત્મા આનંદસ્વરૂપ છે એ બરાબર યાદ છે. આહા.! આહાહા.! બહારનું ધારણાનું જ્ઞાન ભલે ઓછું હોય, અરે. તિર્યંચને તો નવ તત્ત્વના નામેય આવડતા નથી, આહાહા...! અરે...! પ્રભુ! એ વાતું કોઈ જુદી છે, બાપા! આહાહા...! સમજાણું કાંઈ? અંતરમાં જેને “જ્ઞાન થયા પછી જે કાંઈ કર્મ રહ્યાં હોય તે સહજ જ મટતાં જવાનાં.” ઓલા પાંદડાંની પેઠે. મૂળ કપાઈ ગયું એટલે પાંદડાં જૂના હોય તોપણ સૂકાઈ જવાના, ટળી જવાના. આહાહા.! આવું સમ્યગ્દર્શનનું માહાભ્ય છે. હવે એની અત્યારે કિમત ઘટી ગઈ અને બહારના ત્યાગની કિંમત વધારી નાખી. બહારના ત્યાગ કરે, લૂગડાં ફેરવે કે શાસ્ત્રને કાંઈક વાંચે એટલે થઈ ગયું જ્ઞાન ને થઈ ગયો ત્યાગી. અરે.! પ્રભુ! આહા! અનંત સંસારના મૂળિયા તો તોડ્યા નથી ને ક્યાંથી ત્યાગી થઈ ગયો તું? આહાહા...! “સહજ જ મટતાં જવાનાં. નીચેના દાંત પ્રમાણે જ્ઞાનીનું સમજવું.' કોઈ પુરુષ દરિદ્ર હોવાથી...” કોઈ પુરુષ દરિદ્ર હોય ઝૂંપડીમાં રહેતો હતો. તેને ભાગ્યના ઉદયથી ધન સહિત મોટા મહેલની પ્રાપ્તિ થઈ.” પુણ્યના ઉદયથી મોટું મકાન મળી ગયું, બે-પાંચ કરોડનું, આહાહા.! “ભાગ્યના ઉદયથી ધન સહિત... મોટા ધન સહિત, હોં! એકલો મહેલ નહિ. કરોડો, અબજો રૂપિયા અંદર (ભરેલું), એ સહિત મોટું મકાન મળ્યું. આહાહા...! “તેથી તે મહેલમાં રહેવા ગયો. એ મહેલમાં રહેવા ગયો. જોકે તે મહેલમાં ઘણા દિવસનો કચરો ભર્યો હતો...” કચરો છે, વાળનારે વાળ્યું નહોતું. આહાહા...! ‘તોપણ જે દિવસે તેણે આવીને મહેલમાં પ્રવેશ કર્યો. આહાહા.. તે દિવસથી જ તે મહેલનો ધણી બની ગયો.” હૈ મહેલ ને ધનનો ધણી બની ગયો. આહાહા.! “મહેલનો ધણી બની ગયો, સંપદાવાન થઈ ગયો.” બે વાત થઈ. ઓલી અંદર લક્ષ્મી છે ને? મહેલનો ધણી થયો અને ઓલું ધન હતું (તેથી) સંપદાવાન થઈ ગયો, એમ. મહેલનો ધણી અને અંદર અબજો રૂપિયા લક્ષ્મી હતી. આહાહા..! આ તો દાંત છે, હોં! એમાં કંઈ રાજી થવા જેવું નથી. આહા...! કે, ઠીક, ઠીક ભાગ્યથી આવો મહેલ ને પૈસા મળ્યા). ધૂળ છે. આ તો દૃષ્ટાંત દીધો છે. આહાહા.! બે વાત કીધી, તે દિવસથી જ તે મહેલનો ધણી બની ગયો અને સંપદાવાન થઈ ગયો. છે. લક્ષ્મી હતી ને અંદર? એકલો મહેલ નહિ. અબજો રૂપિયા એમાં હતા. આહાહા! હવે કચરો ઝાડવાનો છે.” એ કચરો કાઢવાનો છે. આહાહા..! તે અનુક્રમે પોતાના બળ અનુસાર ઝાડે છે. પોતાની શક્તિ અનુસાર એ કચરો કાઢે છે. આહાહા.! દષ્ટાંત તો જુઓ! જ્યારે બધો કચરો ઝડાઈ જશે અને મહેલ ઉજજવળ બની જશે ત્યારે તે પરમાનંદ ભોગવશે.” ધણી તો થઈ ગયો છે. આહાહા! એટલો એને એ જાતનો રાજીપો પણ આવ્યો છે પણ બધું કાઢી નાખશે ત્યારે પૂર્ણ રાજી થશે. આહાહા. ‘આવી જ રીતે જ્ઞાનીનું જાણવું. આહાહા...! ધર્માજીવને-સમકિતીને આખો ભગવાન પરમાત્મા મળ્યો અને એમાં અનંતી લક્ષ્મીઅંદર સ્વભાવ–ગુણ છે એ બધા મળી ગયા. આહાહા...! દ્રવ્ય મળ્યું, ભેગા અનંતા ગુણોની Page #593 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૬૨ ૫૭૯ જે સંપદા, અનંતી અનંતી સંપદા પડી છે, પ્રભુમાં અનંતી સંપદા પડી છે અંદર. આહાહા..! તેનો એ સ્વામી થઈ ગયો. દ્રવ્યનો અને સંપદાનો, બેયનો. આહાહા..! ઓલો મહેલનો અને લક્ષ્મીનો, બેયનો. આહાહા..! એમ આ દ્રવ્યનો અને એના ભાવનો. આહાહા..! સમ્યગ્દષ્ટિ બેયનો સ્વામી થઈ ગયો, બેય જેને અંદરથી પ્રાપ્ત થયા. આહાહા..! રાગની એકતા જેને તૂટી ગઈ, પ્રભુ! આહાહા..! આત્માની સાથે એકત્વ થતાં એ તૂટી ગઈ. સમજાવવામાં તો એમ આવે. આહાહા..! આવી જ રીતે જ્ઞાનીનું જાણવું.' સમ્યગ્દષ્ટિને પણ આત્મદ્રવ્ય અને અનંત અનંત ગુણની સંપદાનો ખજાનો, બેય મળી ગયા. આહાહા..! અરે....! પ્રભુ! આવા આત્મદ્રવ્યની વાતું મૂકીને બાકી બીજી કૂથલિયું (કરી). આહાહા..! પ્રભુ! તારા ઘરની, હિતની વાતું છે, નાથ! આહા..! હવે ઓલો સમિકતી છે, ચક્રવર્તીનું રાજ હોય, લ્યો! પણ વસ્તુ અને વસ્તુના ગુણોની સંપદાનો સ્વામી થઈ ગયો, હવે એનો જરી રાગાદિ છે એ ટળી જશે. એ થોડો કચરો છે. આહાહા..! અસ્થિરતાનો કચરો. અંદરમાં સ્થિરતા કરીને ટાળી નાખશે. આહા..! વસ્તુ હાથ આવી ગઈ ને! ભલે કચરાવાળો મહેલ ને સંપદા, પણ એ કચરો મહેલનો, મહેલના સંપદાનો નથી. આહાહા..! આવી વાતું, લ્યો. જેને ભગવાનઆત્મા પૂર્ણાનંદનો નાથ જેને મળી ગયો, એને અનંતી સંપદા મળી. જેમાંથી કેવળજ્ઞાનની પર્યાય પ્રગટ થાય એવો જ્ઞાનગુણ અનંતો મળી ગયો. આહાહા..! જેના ગુણમાંથી કેવળજ્ઞાનની પર્યાય અનંતી અનંતી અનંતી અનંતી સાદિઅનંત પ્રગટે. એ ગુણમાંથી એવી અનંતી પર્યાયનો સાહેબો જ્ઞાન મળી ગયું. અનંતી સમકિતની શ્રદ્ધા છે, અંદર જે શ્રદ્ધાગુણ છે એમાંથી સમિકતની પર્યાય અનંતી નવી થાય એનો ખજાનો શ્રદ્ધાગુણ એને મળી ગયો. આનંદની પર્યાય જે સાદિ અનંત અનંત અનંત અનંત આનંદ થાય, એ આનંદની પર્યાયનો સ્વામી–ધણી આનંદ મળી ગયો અંદરથી. આહાહા..! ખજાના ખોલી નાખ્યા જેણે. આહાહા..! અજ્ઞાનીના કપાટ બંધ છે. રાગની એકતામાં ખજાના બંધ છે, ભાઈ! આહાહા..! ભલે પછી દિગંબર મુનિ થયો હોય પણ અંદરમાં રાગને–શુભાગને પોતાનો માનીને પોતાને લાભ છે એમ માને છે એ ખજાનાને તાળા માર્યા છે. આહાહા..! સમિકતીએ ખજાના ખોલી નાખ્યા છે. આહાહા..! આવી વાતું છે. ભાઈ! તારા સંસારનો અંત કેમ આવે એની વાતું છે, ભાઈ! સમજાય છે કાંઈ? બીજાના દોષ દેખાડવાની આ વાત નથી. આહા..! પણ તારો દોષ છે એ તારું સ્વરૂપ નથી. અંદર ગુણ છે. દોષ છે એ તો ક્ષણિક છે અને ગુણ છે એ તો ત્રિકાળ આનંદનો નાથ પૂર્ણ છે. આહાહા..! એની જ્યાં દૃષ્ટિ પડી પછી દોષનો કચરો કાઢવાને વાર શી? કહે છે. દોષનો સ્વામી નીકળી ગયો અને ગુણનો સ્વામી થયો, ધણી તો ગુણ ને દ્રવ્યનો થઈ ગયો. આહાહા..! આ કીધું ને ઓલું? રસ્તામાં જાય પછી ઓલા પાંચ વાગ્યા પછી ગાય છે ને? એક Page #594 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ઓલું બોલ્યો હતો ‘હંસલો મારો નાનો ને મારું દેવળ જુનું થયું, જૂનું રે થયું રે દેવળ જૂનું થયું, મારો હંસલો નાનો ને દેવળ...’ મારો નાથ તો એવો ને એવો છે અનાદિથી. આ શરીર જીર્ણ થયું છે. ગાતા હતા. એને કંઈ બોલની ખબર ન હોય. સાંભળતા, હંસલાનું ભાઈએ કીધું હતું. ઓલું હિરભજન તો મેં પણ સાંભળેલું. ‘હિર ભજતા હજી કોઈની લાજ' આહાહા..! બહા૨ના જાણપણા, ફેરફાર થઈ જાય ને પાગલ થઈ જાય, હોં! ઘેલો થઈ જાય ઇ. દૃષ્ટિમાં તત્ત્વ આવ્યું નથી અને બહા૨ની ધારણા હોય એમાં મોટો પંડિત દેખાય, એ પાગલ થઈ જાય. આહાહા..! પણ જેને ભગવાનઆત્માનું જ્ઞાન થયું છે, આહાહા..! ભલે તેને બહુ વિશેષ ધારણાનું જ્ઞાન નથી પણ એ પાગલ નહિ થાય, એ પંડિત થઈને કેવળ લેશે. આહાહા..! સમજાય છે કાંઈ? આહાહા..! આવી જ રીતે જ્ઞાનીનું જાણવું.' ટીકા :– આ પ્રમાણે નિર્જરા (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગઈ.' એ નિર્જરાનું જ્ઞાન થઈ ગયું. શાયક છે, નિર્જરા અને બંધ બેયનો જ્ઞાતા-દૃષ્ટા જાણવામાં આવ્યો. નિર્જરાનેય જાણે છે, બંધનેય જાણે છે, મોક્ષને જાણે છે, ઉદયને જાણે છે. આહાહા..! છે ને ૩૨૦ (ગાથા)? ભાવાર્થ :- એ રીતે, નિર્જરા કે જેણે રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો....' શુદ્ધ પર્યાય શુદ્ધતાએ રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો તે પોતાનું સ્વરૂપ પ્રગટ બતાવીને બહાર નીકળી ગઈ.’ નિર્જરાની સ્થિતિ આ છે, (એમ) જાણી નિર્જરા છૂટી ગઈ. આહાહા..! આવો ઉપદેશ હવે. વ્રત પાળવા ને ભક્તિ કરવી ને પડિમા લેવી એ કંઈ આવતું નથી આમાં. ભાઈ! તારું ભાન થતાં રાગ જેમ ઘટતો જશે તેમ સ્થિરતા વધતી જશે, તેમ તેવા પંચ મહાવ્રતના વિકલ્પ તે ભૂમિકામાં આવશે પણ એ કચરો છે. આહાહા..! અરે..રે..! એનું દ્રવ્ય અને એના ગુણના માહાત્મ્ય ન આવે અને રાગની ક્રિયા ખૂબ કરે એટલે માહાત્મ્ય આવે, અરે..! પ્રભુ! તું કયાં રોકાઈ ગયો? દુનિયા માન આપશે. દુનિયાને ત્યાગ નથી અને આ ત્યાગ કરે (એટલે) ઓહોહો! ભારે કામ કર્યા તમે, જાવજીવનું બ્રહ્મચર્ય, તમે બાળ બ્રહ્મચારી. પણ ભાઈ! એ શું છે? એ ચીજ શું છે? બ્રહ્મ નામ આનંદના નાથને જગાડીને જેણે બ્રહ્મમાં આનંદ ચર્ચા કરી છે, એ બ્રહ્મચારી છે, કાયાના બ્રહ્મચર્ય તો અનંત વાર પાળ્યા છે. સમજાણું કાંઈ? આહાહા..! મુમુક્ષુ : કાયાનું બ્રહ્મચર્ય એ બ્રહ્મચર્ય છે જ નહિ. = ઉત્તર છે જ ચાં? પણ લોકો તો આ માને છે કે, શરીરથી વિષય ન લીધો તો થઈ ગયા આપણે બ્રહ્મચારી. અરે..! ભાઈ! સ્ત્રીનું સેવન ન કર્યું માટે બ્રહ્મચારી થઈ ગયા એમ અહીંયાં પ્રભુ કહેતા નથી. આહાહા..! નવમી ત્રૈવેયક ગયો ત્યારે સ્ત્રીના સેવન તો અનંત વાર નથી કર્યાં, પણ ભગવાનઆત્મા બ્રહ્મ નામ આનંદસ્વરૂપ તેની સેવા તેં ન કરી. આહાહા..! તેમાં તેની ચર્ચા, બ્રહ્માનંદનો નાથ તેની ચર્ચા તેં ન કરી. આહાહા..! બહુ વાતું Page #595 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૬૨ ૫૮૧ ફેર, ભાઈ! અત્યાર કરતાં બહુ વાતું ફેર લાગે, ભાઈ! આહા..! પણ વસ્તુનું સ્વરૂપ જ આવું છે. અનાદિથી ત્રણલોકના નાથ તીર્થંકર કહેતા આવે છે, કહે છે અને કહેશે. હેં? આહાહા..! છેલ્લો શ્લોક છે. इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यामात्मख्यातौ निर्जराप्ररूपकः દોડ : || સમ્યકવંત મહંત સદા સમભાવ ૨હૈ દુઃખ સંકટ આવે, કર્મ નવીન બંધે ન તૌ અર પૂરવ બંધ ઝડૈ વિન ભાયે; પૂરણ અંગ સુદર્શનરૂપ ધરે નિત જ્ઞાન બઢે નિજ પાયે, યોં શિવમારગ સાધિ નિરંતર આનંદરૂપ નિજાતમ થાયે. આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં નિર્જરાનો પ્રરૂપક છઠ્ઠો અંક સમાપ્ત થયો. સમ્યકવંત મહંત સદા સમભાવ ૨હૈ દુઃખ સંકટ આવે, કર્મ નવીન બંધે ન તૌ અર પૂરવ બંધ ઝડૈ વિન ભાયે; પૂરણ અંગ સુદર્શનરૂપ ધરે નિત જ્ઞાન બઢે નિજ પાયે, યોં શિવમારગ સાધિ નિરંતર આનંદરૂપ નિજાતમ થાયે. આહાહા..! ‘સમ્યકવંત મહંત...' એ મહંત છે. આહાહા..! એ મહાત્મા છે. જેણે ભગવાન પૂર્ણાનંદના નાથની દૃષ્ટિ, અનુભવ થયો એ મહંત છે. આહાહા..! સમ્યકવંત મહંત...’ હવે ઓલા સમ્યગ્દષ્ટિની કિંમત કાંઈ કરતા નથી. ઇ તો ત્યાગ થાય ત્યારે ચારિત્ર પાળે, બહારની ક્રિયા ત્યારે એને સાતમે ગુણસ્થાને નિશ્ચય સમકત થાય. અરે.....! શું કરે છે પ્રભુ તું? અહીં તો કહે છે, સમ્યકવંત મહંત સદા સમભાવ રહૈ...’ એ તો જ્ઞાતા-દૃષ્ટા રહે છે. આહાહા..! રાગ આવે એને જાણે, દ્વેષ આવે એને જાણે. શેયો જગતના અનંત છે તેને શેય તરીકે જાણે. આ ઠીક-અઠીક છે તે રીતે ન જાણે ઇ. ઠીક-અઠીકની કલ્પના આવી જાય, એને પણ જાણે. આહા..! કારણ કે એ બધું જ્ઞેયમાં જાય છે. ઠીક-અઠીકની કલ્પના ને શેયો બધું જ્ઞેય છે, એમ કહે છે. સદા સમભાવ રહૈ...' આહાહા..! એ પોતાના જ્ઞાતાદૃષ્ટાના ભાવમાં રહેનારો છે. આહાહા..! દુઃખ સંકટ આવે,..’ પ્રતિકૂળતા અને સંકટમાં આવ્યા Page #596 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ સમયસાર સિદ્ધિ ભાગ-૭ છતાં સમભાવ રાખે છે. એને પ્રતિકૂળતા દેખાતી નથી. પ્રતિકૂળતા શેય તરીકે જાણે છે. આહાહા...! સમ્યગ્દષ્ટિ હોય, નિર્ધન હોય, આહા! ગરીબ હોય, રહેવાની ઝૂંપડી પણ મળતી ન હોય, ખાવાનું એક ટંક મળતું ન હોય છતાં તેને અંતરમાં શાંતિ ને સમભાવ છે. હું ગરીબ છું એમ એને દીનતા નથી. આહાહા...! તો ધનવાન છું, આત્માનો ધણી છું. આહાહા.! આવી વાતું છે, પ્રભુ! શું થાય? પરમાત્માના તો વિરહ પડ્યા, કેવળજ્ઞાની રહ્યા નહિ, શાસ્ત્રોમાં વાત રહી ગઈ પણ એ વાતને ઉકેલનારા ઓછા થયા અને બહારની પ્રવૃત્તિમાં બધું મનાવી દીધું. આહાહા.! એને આવી વાતું એવી લાગે કે, અરે.! “સોનગઢિયા’ તો નિશ્ચયની વાત કરે છે). અરે.! “સોનગઢિયારની રહેવા દે, બાપુ આહાહા.! એ... એ તો નિશ્ચયની જ વાત માનનાર, વ્યવહારની નહિ. અરે! પ્રભુ! સાંભળને, ભાઈ! સત્ય જ સ્વરૂપ છે, ભગવાનઆત્મા તેને માનનારા, રાગ એ મારું સ્વરૂપ નથી, એમ માનનારાની તને નિંદા કેમ આવે છે? સમજાણું કાંઈ? આહા...! કર્મ નવીન બંધ ન તળે...” એને નવીન કર્મ ન બંધાય. પૂરવ બંધ ઝડે વિન ભાવે.” ભાવના વિના એના કર્મ તો ઝરી જાય છે. પૂર્ણ અંગ સુદર્શનરૂપ સમકિતદર્શન-સુદર્શન. સુદર્શન મોટું. “પૂરણ અંગ.” આઠે અંગ સહિત ધરે નિત જ્ઞાન બઢ નિજ પાયે,...” નિત જ્ઞાનની પર્યાય શુદ્ધતા વધી જાય. ‘નિજ પાયે પોતાને પ્રાપ્ત કરે ત્યારે. આહાહા.! “યોં શિવમારગ સાધી...' એ રીતે શિવ નામ મોક્ષનો માર્ગ સાધી નિરંતર આનંદરૂપ નિજાતમ થાય.” નિરંતર પૂર્ણ આનંદરૂપ નિજાત્મ દશા પ્રગટ કરે. તેને મોક્ષ થાય. આ સમ્યગ્દષ્ટિની દશા. એને પૂર્ણાનંદની પ્રાપ્તિ થાય, તે તેનું પરિણામ ને ફળ. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) હે જીવ ! સ્ત્રી–પુત્ર આદિના કારણે તું જે હિંસા આદિ પાપ કરે છે તેનું ફળ તારે એકલાએ જ ભોગવવું પડશે, દુઃખફળ ભોગવવા સ્ત્રી–પુત્ર કે સગા-સંબંધી સાથે નહીં આવે. સ્ત્રી-પુત્ર, સગા-સંબંધી આદિના મમત્વથી તું હિંસા, જૂઠું આદિ અનેક પ્રકારના પાપ કરે છે તથા અંતરમાં રાગાદિ વિકલ્પ વડે રાગાદિ વિકલ્પ રહિત શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્માની હિંસા કરે છે, પરંતુ તેના ફળમાં દુઃખ ભોગવવા ટાણે સ્ત્રીપુત્ર આદિ તારા દુઃખમાં ભાગ પડાવવા નહીં આવે, તારે એકલાએ નરક-નિગોદ આદિના અનેક દુઃખો ભોગવવા પડશે. જેના કારણે તું પાપ કરી રહ્યો છે તેઓ તારા દુઃખ ભોગવવા તો સાથે નહીં આવે પણ તારા દુઃખ જોવા પણ સાથે નહીં આવે. આત્મધર્મ અંક-૧, જાન્યુઆરી-૨૦૦૮ Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૮૩ ( વાંચકોની નોંધ) Page #598 -------------------------------------------------------------------------- ________________ 584 ( વાંચકોની નોંધ