________________
ગાથા– ૨૧૨.
૨૯૫ કરતા
( ગાથા–૨૧૨
अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे असणं । अपरिग्गहो दु असणस्स जाणगो तेण सो होदि।।२१२।। अपरिग्रहोऽनिच्छो भणितो ज्ञानी च नेच्छत्यशनम् ।
अपरिग्रहस्त्वशनस्य ज्ञायकस्तेन स भवति।।२१२।। इच्छा परिग्रहः । तस्य परिग्रहो नास्ति यस्येच्छा नास्ति। इच्छा त्वज्ञानमयौ भावः, अज्ञानमयो भावस्तु ज्ञानिनो नास्ति, ज्ञानिनो ज्ञानमय एव भावोऽस्ति । ततो ज्ञानी अज्ञानमयस्य भावस्य इच्छाया अभावादशनं नेच्छति। तेन ज्ञानिनोऽशनपरिग्रहो नास्ति । ज्ञानमयस्यैकस्य ज्ञायकभावस्य भावादशनस्य केवलं ज्ञायक एवायं स्यात्।
હવે, જ્ઞાનીને આહારનો પણ પરિગ્રહ નથી એમ કહે છે -
અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે અશનને,
તેથી ન પરિગ્રહી અશનનો તે, અશનનો જ્ઞાયક રહે. ૨૧૨. ગાથાર્થ - [ નિષ્ઠ: ] અનિચ્છકને [ પરિઝ: ] અપરિગ્રહી [ મળતઃ ] કહ્યો છે [ 9 ] અને [ જ્ઞાની ] જ્ઞાની [ 31શનમ્ ] અશનને ભોજનને) [ ન રૂચ્છતિ ] ઇચ્છતો નથી, [ તેન ] તેથી [ સઃ ] તે [ સશસ્ત્ર ] અશનનો [ અપરિગ્ર: તુ ] પરિગ્રહી નથી, [ જ્ઞાય: ] (અશનનો જ્ઞાયક જ [ મવતિ ] છે.
ટીકા - ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી-જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે, તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અશનને ઇચ્છતો નથી, માટે જ્ઞાનીને અશનનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે આ (જ્ઞાની) અશનનો કેવળ જ્ઞાયક જ છે.
ભાવાર્થ :- જ્ઞાનીને આહારની પણ ઇચ્છા નથી તેથી જ્ઞાનીને આહાર કરવો તે પણ પરિગ્રહ નથી. અહીં પ્રશ્ન થાય છે કે આહાર તો મુનિ પણ કરે છે, તેમને ઇચ્છા છે કે નહિ? ઇચ્છા વિના આહાર કેમ કરે? તેનું સમાધાન :- અશાતાવેદનીય કર્મના ઉદયથી જઠરાગ્નિરૂપ ક્ષુધા ઊપજે છે, વીયતરાયના ઉદયથી તેની વેદના સહી શકાતી નથી અને ચારિત્રમોહના ઉદયથી આહારગ્રહણની ઇચ્છા ઉત્પન્ન થાય છે. તે ઇચ્છાને જ્ઞાની કર્મના