________________
૨૯૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ઉદયનું કાર્ય જાણે છે. રોગ સમાન જાણી તેને મટાડવા ચાહે છે. ઈચ્છા પ્રત્યે અનુરાગરૂપ ઇચ્છા જ્ઞાનીને નથી અર્થાત્ તેને એમ ઇચ્છા નથી કે મારી આ ઇચ્છા સદા રહો. માટે તેને અજ્ઞાનમય ઇચ્છાનો અભાવ છે. પરજન્ય ઈચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી માટે જ્ઞાની ઇચ્છાનો પણ જ્ઞાયક જ છે. આ પ્રમાણે શુદ્ધનયની પ્રધાનતાથી કથન જાણવું.
પ્રવચન નં. ૨૯૨ ગાથા-૨૧૨, ૨૧૭ શુક્રવાર, ભાદરવા સુદ ૨, તા. ૨૪-૦૮-૧૯૭૯
સમયસાર ગાથા-૨૧૨. પુણ્ય ને પાપનો પરિગ્રહ નથી, એમ પહેલા આવી ગયું. આમાં મુખ્ય અત્યારે મુનિપણાની મુખ્યતાથી અધિકાર છે. એટલે એમાં પાપ ને પુણ્ય, આહાર ને પાણી (એમ) ચાર લીધા. વસ્ત્ર ને પાત્રનો પરિગ્રહ નથી. એ વાત નથી લીધી. મુખ્ય તો મુનિને યોગ્યની અપેક્ષાએ આમાં વાત છે. આમાં હોં! અત્યારે. આમ તો નવમી ગાથામાં તો “સુદેદિપાછરિ જ્ઞાનનું એકલું. જ્ઞાનસ્વરૂપથી આત્મા જાણે. અગિયારમી ગાથામાં સમ્યગ્દર્શનનો અધિકાર છે). “મૂલ્યમરિસતો હતું એમ ચૌદમી ગાથામાં સમ્યગ્દર્શનનો અધિકાર છે), પંદરમાં સમ્યજ્ઞાન અધિકાર, સોળમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણનો અધિકાર (છે). એમ ગૌણપણે સમ્યગ્દર્શનનો અધિકાર છે પણ ક્યાંક તો મુખ્યપણે મુનિપણાની અપેક્ષાથી કથન છે. જયસેનાચાર્યની ટીકામાં છે. પંચમ ગુણસ્થાનની ઉપર હોય, વીતરાગ સમ્યગ્દષ્ટિનું મુખ્યપણે કથન છે, ગૌણપણે સમ્યગ્દષ્ટિનું છે, એવો સંસ્કૃતમાં પાઠ છે. એટલે અત્યારે આ નિર્જરા અધિકારમાં ફક્ત મુનિપણાની મુખ્યતાથી વાત કરી છે. કારણ કે એને શુભભાવ આવે છે પણ એનો એને પરિગ્રહ નથી. આહાહા...!
એ શુભભાવ મારો છે અને મને એનાથી લાભ થશે, એ દૃષ્ટિ ધર્મીની નથી. ધર્મીની દૃષ્ટિ તો જ્ઞાયક ચિદાનંદ સ્વભાવ, પૂર્ણઘન અમૃતનો સાગર પરમાત્મા, એ ધર્મીની દૃષ્ટિમાં છે. આહાહા.! એથી એને રાગાદિ કે પુણ્યાદિનો પરિગ્રહ તો સમ્યગ્દષ્ટિને પરમાર્થે નથી. એમ આહાર આદિનો પણ પરિગ્રહ નથી). સમ્યગ્દષ્ટિને આહાર લેવાની ઇચ્છા હોય, આહાર હોય પણ તે ઇચ્છાનોય પરિગ્રહ નથી અને આહારનીય એને પક્કડ નથી. આહાહા...! મુનિને તો સાક્ષાત્ આહાર, પાણીની ઇચ્છા હોય છતાં તેનો એ સ્વામી નથી. અશનની વાત કરશે.
“જ્ઞાનીને આહારનો પણ પરિગ્રહ નથી.. આહાહા.! આનંદમૂર્તિ ભગવાન જેને અંતરદૃષ્ટિમાં આવ્યો, પ્રભુ! આહાહા...! ચૈતન્ય સ્વરૂપ વીતરાગ આનંદઅમૃતનો સાગર પ્રભુ, એની સત્તાનો જ્યાં સમ્યજ્ઞાનમાં, દર્શનમાં સ્વીકાર થયો અને આહારનો પરિગ્રહ નથી. આવે, કહેશે ખુલાસો.