________________
ગાથા-૨૧૨
૨૯૭ अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे असणं। अपरिग्गहो दु असणस्स जाणगो तेण सो होदि।।२१२।। અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે અશનને.
તેથી ન પરિગ્રહી અશનનો તે, અશનનો જ્ઞાયક રહે. ૨૧૨. ટીકા :- ઇચ્છા પરિગ્રહ છે.” આહાહા...! ભગવાન અમૃતના સાગરનું જ્યાં ભાન છે ત્યાં ઇચ્છા હોતી નથી, એમ કહે છે. આહાહા...! ઇચ્છા હોય છે પણ એનો પરિગ્રહ નથી. પક્કડ નથી કે આ મારી ઇચ્છા છે. એથી ઇચ્છા તે પરિગ્રહ છે.
‘તેને પરિગ્રહ નથી–જેને ઇચ્છા નથી.” એ વાત આવી ગઈ છે. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે...... આહાહા.! રાગ ઇચ્છા તો અજ્ઞાનમય છે, ભગવાન તો આનંદ અને જ્ઞાનમય છે. ઇચ્છા તો અજ્ઞાનમય અને દુઃખમય છે. આવી વાતું આકરી છે. આત્મા જ્ઞાનમય અને આનંદમય છે, ત્યારે ઇચ્છા અજ્ઞાનમય અને દુઃખમય છે. આહાહા...! તેથી તે ઇચ્છાનો પરિગ્રહ “અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી...” અથવા એ દુઃખમય ભાવ જ્ઞાનીને હોતો નથી. આહાહા...
“જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે...” આહા...! સમ્યગ્દષ્ટિને પણ ગૌણપણે આમાં લીધો છે. આહાહા...! આત્માનું જ્ઞાયક સ્વરૂપ એવું જ્યાં અંતરમાં પર્યાયને જ્ઞાયકમાં વાળીને
જ્યાં આનંદનો સ્વાદ આવ્યો. આહાહા...! એવા સમકિતીને અજ્ઞાનમય રાગ અને દુઃખમય ભાવ એ મારો છે, તેને હોતું નથી. આહાહા.! “અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે; આહાહા...! આત્મા આનંદ ને જ્ઞાન પ્રભુ (છે), તેથી સમકિતદષ્ટિને તે જ્ઞાનમય આત્મમય સ્વભાવમય ભાવ હોય છે. આહાહા...!
તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અશનને ઈચ્છતો નથી.” કહો, આહાર તો તીર્થકર ઋષભદેવ ભગવાને છ મહિના સુધી આહાર ન કર્યો. બંધી હતી, પછી છ મહિના સુધી આહાર લેવા જતા. નહોતો મળતો ને પાછા ફરી જતા. અવધિજ્ઞાનમાં એને નહોતી ખબર? પણ એ અવધિજ્ઞાનમાં ઉપયોગ મૂકતા નથી. આહા...! નહિતર અવધિજ્ઞાનમાં ખ્યાલ ન આવે કે, આહાર-પાણી મળશે કે નહિ મળે? આહાહા...! જેને અવધિજ્ઞાન થયું છે (છતાં) ઉપયોગ મૂકતા નથી. શું કામ છે? આહાહા.! સ્વરૂપની દૃષ્ટિ ને સ્થિરતા આગળ બીજું શું કામ છે? આહા...! ઝીણી વાત છે, ભાઈ! આહાહા...! એથી અજ્ઞાનીને જે ઇચ્છા પોતાની થઈને આવે છે, જ્ઞાનીને તે ઇચ્છાનો પરિગ્રહ નથી. તેથી જ્ઞાનીને આહારનો પરિગ્રહ નથી. આહાહા.!
ભરત ચક્રવર્તી સમ્યગ્દષ્ટિ, બત્રીસ કવળનો આહાર, શાસ્ત્રમાં પુરુષને બત્રીસ કવળનો આહાર ચાલ્યો છે, સ્ત્રીને અઠ્યાવીસ કવળનો આહાર ચાલ્યો છે. સિદ્ધાંતમાં ચાર કવળ