________________
૨૯૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ઓછા લીધા છે. અને બત્રીસ કવળ, એવા એને બત્રીસ કવળ છે એને કે જેને છ– કરોડ પાયદળ ખાય ન શકે. આહાહા...! એવા બત્રીસ કવળનો ભસ્મનો, હીરાની ભસ્મને ઘઉંમાં નાખીને શેરો બનાવે, રોટલી બનાવે. આહાહા.! અહીં કહે છે કે, ધર્મીને-સમ્યગ્દષ્ટિને એ અશનની ઇચ્છા નથી. ઇચ્છાની ઇચ્છા નથી માટે ઇચ્છા નથી. આહાહા...! આકરું કામ, ભાઈ! વીતરાગમાર્ગ કોઈ અલૌકિક છે. આહા.! બત્રીસ કવળ. એક કેવળની અબજો રૂપિયાની કિમત. એકલી હીરાની ભસ્મ. ઘીમાં નાખીને ઘઉંના દાણા એમાં નાખે ને એ ઘઉંના દાણાનો બનાવે શેરો ને રોટલી. એ બત્રીસ કવળ ખાય કે જે છ– કરોડ પાયદળ) ખાય ન શકે. છતાં કહે છે કે, એને. આહાહા...! એની દૃષ્ટિમાં એનો સ્વીકાર નથી. આહાહા...!
મારો પ્રભુ તો અનાહારી. આહાહા.! અમૃતના અનુભવનો કરનાર, અમૃતનો જેને આહાર છે. આહાહા..! અમૃત સ્વરૂપ ભગવાન છે તેને જાણતા ભાન થયું. આહાહા...! એ અમૃતનો જેને આહાર (છે), એને આ ધૂળનો આહાર (કેમ હોય)? ધૂળ છે એ તો. એની એને ઇચ્છા નથી. ઇચ્છા છે તેની ઇચ્છા નથી, માટે ઇચ્છા નથી. આહાહા...!
“જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સભાવને લીધે...” શું કહે છે? જ્ઞાનમય એવા જ્ઞાયકભાવની હયાતીના, સત્તાના સ્વીકારને લઈને, પર્યાયમાં જ્ઞાનમય ભાવ, આનંદમય ભાવ, એવો પ્રગટ છે એને લઈને “જ્ઞાની) અશનનો કેવળ જ્ઞાયક જ છે.” આહાહા...! જ્ઞાનીધર્મી તો એ આહારનો જાણનારો છે. એક સમયે પોતાના જ્ઞાયકનું જ્ઞાન અને એનું જ્ઞાન એ પોતાથી ઉત્પન્ન થતું જ્ઞાયકપણે તે જાણે છે. આહાહા...! જેમ જોયો જ્ઞાનના વિષય છે તેમ એ આહાર જ્ઞાનનો વ્યવહાર વિષય છે. એ જાણે છે કે, છે આ. આહાહા...!
‘અશનનો કેવળ જ્ઞાયક જ છે.” એમ છે ને? અધર્મમાંય એમ લીધું. “અધર્મનો કેવળ જ્ઞાયક જ છે.” આહાહા...! એકલો જાણનાર-દેખનાર જ છે. આહાર આવે છતાં તેનો જાણનારદેખનાર જ છે. કેમ? ત્યારે શિષ્ય પ્રશ્ન કર્યો. ઓહોહો...! તીર્થકર જેવા પણ આહાર લેતા હતા, મુનિઓ આહાર ત્યે છે. આહાહા...! અને મુનિને કે ધર્મીને આહાર નથી, શું કહો છો આપ? શું કહેવા માગો છો? મને શંકા નથી પણ હું સમજી શકતો નથી, આશંકા છે. તમારું કહેવું ખોટું છે એમ મને લાગતું નથી. પણ કઈ અપેક્ષાથી કહો છો તેવી આશંકા રાખું છું. મને સમજવું છે.
ભાવાર્થ :- “જ્ઞાનીને આહારની પણ ઇચ્છા નથી તેથી જ્ઞાનીને આહાર કરવો તે પણ પરિગ્રહ નથી. આહાહા...! એમાં સુખબુદ્ધિ નથી. સુખબુદ્ધિ તો ભગવાન આત્મામાં છે. આહાર આવે છે, ત્યે છે એમાં સુખબુદ્ધિ નથી. આહાહા...! “અહીં પ્રશ્ન થાય છે કે–આહાર તો મુનિ પણ કરે છે....... મહામુનિ સંત આત્મધ્યાની, જ્ઞાની, અમૃતના સ્વાદિલા. આહાહા.! પ્રચુર અમૃતના સ્વાદિલા. સમ્યગ્દષ્ટિને અમૃતનો સ્વાદ (છે) પણ અલ્પ જઘન્ય (છે). આહાહા...! મુનિને તો અમૃતના સાગરના દરિયા વહે છે અંદર. આહા...! શાંતિ. શાંતિ. શાંતિ. ત્રણ