________________
ગાથા-૨૧૨
૨૯૯ કિષાયનો અભાવ (થયો) એટલી શાંતિ છે). આહાહા.! એ શાંતિના વેદનનું જેને મુખ્યપણું છે એવા પણ આહાર તો લ્ય છે, કહે છે. તમે કહો છો) કે, ધર્મીને આહારનો પરિગ્રહ નથી, તો આહાર તો “ઋષભદેવ ભગવાન જેવા તીર્થકર પણ જ્યારે છ મહિનાના આહારની પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ પછી) લેવા જતા. ત્યાં મળતો નહિ, પાછા ફરીને આત્માના ધ્યાનમાં જાતા. આહાહા...! તો આહાર તો મુનિ પણ કરે છે ને. મુનિ પણ એટલે શું? સમકિતી તો કરે જ છે પણ મુનિ પણ કરે છે ને. આહાહા...! ભારે માર્ગ. તેમને ઇચ્છા છે કે નહિ? શિષ્યનો પ્રશ્ન છે. મુનિ આહાર કરે છે તો એને ઇચ્છા છે કે નહિ? “ઇચ્છા વિના આહાર કેમ કરે?” આહાહા..!
તેનું સમાધાન – અશાતાવેદનીય કર્મના ઉદયથી...” ત્રણ બોલ લેશે. “અશાતાવેદનીય કર્મના ઉદયથી જઠરાગ્નિરૂપ ક્ષુધા ઊપજે છે...આહાહા...! અશાતાવેદનીયના ઉદયનું નિમિત્ત. જઠરાગ્નિ અંદર ઉત્પન્ન થાય. આહાહા.! “વર્યાનરાયના ઉદયથી તેની વેદના સહી શકાતી. નથી” આહા...! મુનિને પણ હજી પર્યાયમાં નબળાઈ છે, એને અહીંયાં વીઆંતરાયનું નિમિત્ત કીધું. આહાહા.! પર્યાયમાં નબળાઈ છે તો વેદના સહી શકાતી નથી. આહાર ન લઉં, એમ નથી. ત્યાં વેદના એની સહન થતી નથી. સુધા. સુધા અગ્નિ બળે છે અને આહા! આહાર લેવાની વહેંતરાયના ઉદયથી વેદના સહી શકાતી નથી તેથી “ચારિત્રમોહના ઉદયથી...” નિમિત્તથી કથન છે હોં! ઈ. પોતાને અંદર રાગની મંદતાને લઈને રાગ આવે છે. પુરુષાર્થની કમજોરીને લઈને ઇચ્છા આવે છે. આહા! “આહારગ્રહણની ઈચ્છા ઉત્પન્ન થાય છે.” આહાહા.!
તે ઇચ્છાને...” હવે ત્રણ બોલ ઈ કહ્યા, સામે ત્રણ બોલ કહે છે, ચાર કહેશે. તે ઇચ્છાને જ્ઞાની કર્મના ઉદયનું કાર્ય જાણે છે. એક વાત. મારું કાર્ય નહિ, હું તો આનંદસ્વરૂપ પ્રભુ (છું). આહાહા...! મારી પર્યાયનું કાર્ય તો આનંદનું છે. આ રાગનું કાર્ય એ મારું નહિ. આહાહા...! એ કર્મનું કાર્ય છે. આહાહા. એ કર્મની પર્યાય છે, પ્રભુ ધર્મી આત્મા એની એ પર્યાય નથી. આહાહા.! ભગવાન અમૃતનો સાગર નાથ, એની એ પર્યાય નથી, એનું એ કાર્ય નથી. આહાહા! એથી રાગ છે તે કર્મનું કાર્ય છે એમ નાખ્યું. પણ એમાંથી કોઈ એમ લઈ લ્ય કે, જુઓ! કર્મનો ઉદય આવ્યો માટે એણે રાગ કરવો જ પડ્યો, એમ નથી. ત્યાં પોતાની કમજોરીને લઈને કર્મના ઉદયમાં જોડાય જાય છે. એથી ત્યાં તેને રાગની ઉત્પત્તિ થાય છે. પણ તે રાગનું કાર્ય મારું છે એમ માનતો નથી). આહાહા...! ગજબ વાત છે. કાર્ય એટલે પર્યાય. પર્યાયને કાર્ય કહે છે, વસ્તુને કારણ કહે છે. મારું કાર્ય આ નથી. આહાહા...! એ ઇચ્છા તો કર્મ જે જડ છે તેનું કાર્ય છે. આહાહા...! મારી નબળાઈ છે એ વાતને ગૌણ કરીને કહે છે). એ રાગ કર્મનું કાર્ય છે. એ આગળ આવે છે ને? કર્મ વિપાકરૂપ. કર્મનો વિપાક તે રાગ છે. પ્રભુ! આહાહા.! મારો પાક નહિ. હું તો અમૃતના.. આહાહા.!