________________
૩૦૦
અમૃતના સાગર ઊછળે, અમૃતનો આહાર માો છે.
આત્મા અમૃતને પાકે તેનું એ ક્ષેત્ર છે. સુખધામ અનંત સુસંત ચહી' એ આત્મા સુખધામ. મારું ક્ષેત્ર જ એવું છે કે એમાંથી અમૃત જ પાકે. આહાહા..! પથરાના બહુ ભાગ હોય અને ધૂળ હોય ત્યાં કળથી પાકે અને ચોખ્ખી જમીન હોય એમાં ચોખા પાકે. ચોખા પાકવાની જમીન જુદી જાત હોય છે. આહાહા..! એમ મારા પાકમાં તો પ્રભુ હું તો આત્મા છું ને! આહાહા..! મારા પાકમાં તો શાંતિ ને આનંદ પાકે. આહાહા..! એ રાગનો પાક મારું કાર્ય નહિ. આવી વાત. આહાહા..!
મુમુક્ષુ :– પોતાની નબળાઈ તો લાગે છે.
ઉત્તર ઇ નબળાઈ છે એ તો જાણે છે, ખ્યાલ છે. ઇ તો પરિણમન મારું છે, એમ તો પ્રવચનસાર’માં આવ્યું છે ને! રાગનું પરિણમન મારામાં છે, પણ એ વાત જ્ઞાન જાણે છે. અહીં દૃષ્ટિની પ્રધાનતામાં તેને ગૌણ કરીને તે કાર્ય મારું નથી, એમ છે. આહાહા..! ઝીણી વાત છે, ભગવાન! બાકી ધર્મી તો રાગ થાય તેનું પરિણમન મારું છે (એમ જાણે છે). એ કંઈ કર્મને લઈને છે એમ નથી. આહાહા..! તેમ એ રાગનો કર્તા પણ હું છું અને રાગનો ભોક્તાય હું છું. એ જ્ઞાનની દશાથી તેને સ્વપરનો ભોક્તા ને કર્તા કહેવામાં આવે છે. આહાહા..! સ્વના જ્ઞાનનોય કર્તા અને આ જ્ઞાનની દશાનોય ભોક્તા. સાથે રાગનું પરિણમન તેટલો કર્તા અને તેનો તેટલો ભોક્તા છે. પણ અહીંયાં તો એ વાત જ્ઞાનપ્રધાનમાં જાણનાર જાણે છે કે મારામાં માટે લઈને આ છે, પણ અહીં દષ્ટિપ્રધાનના કથનમાં તો... આહાહા..! આરે..! આવી વાતું છે. વીતરાગમાર્ગ બાપુ! સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે. આહાહા..!
આહારગ્રહણની ઇચ્છા ઉત્પન્ન થાય છે, તે ઇચ્છાને જ્ઞાની કર્મના ઉદયનું કાર્ય જાણે છે.’ મારી નબળાઈ છે એ વાતને ગૌણ કરીને (ઉદયનું કાર્ય કહ્યું). પંચાસ્તિકાય’માં ભાઈ! એમ લીધું છે ને? વિષયમાં રોકાણને લઈને મારે ઘાત છે. પૂર્ણ કેવળજ્ઞાનનો ઘાત કેમ છે? કર્મને લઈને નહિ. વિષય પ્રતિબદ્ધ’ એવો શબ્દ છે. ‘પંચાસ્તિકાય’. હું જાણવામાં અલ્પમાં રોકાયેલો છું, એ પ્રતિબદ્ધ છે. આહાહા..! પ્રભુ આત્મા સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ હોવા છતાં મારી પર્યાયમાં અલ્પપણાના વિષયમાં રોકાણો છું, એ જ મને પ્રતિબદ્ધ છે. આહાહા..! છે ‘પંચાસ્તિકાય’? કેટલામી છે? શું કીધું? વિષય પ્રતિબદ્ધ. લખ્યું તો હશે અહીં ક્યાંક. ગાથા
૧૬૩.
સમયસાર સિદ્ધિ ભાગ-૭
=
ખરેખર સૌષ્યનું કારણ સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ છે.’ ભગવાનઆત્મામાં આનંદ, એનું કારણ સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ છે. ‘આત્માનો ‘સ્વભાવ’ ખરેખર દશ-જ્ઞપ્તિ (દર્શન અને જ્ઞાન) છે.’ આહાહા..! તે બન્નેને વિષયપ્રતિબંધ હોવો તે પ્રતિકૂળતા’ છે.’ આહાહા..! કર્મ પ્રતિકૂળતા છે, એમ ન લીધું. મારું જાણવું-દેખવું ઓછામાં અટકી ગયું છે એ મને પ્રતિકૂળ છે. આહાહા..! હું સર્વજ્ઞ અને સર્વદર્શી મારી શક્તિ અને પર્યાયમાં તે