________________
ગાથા-૨૧૨
૩૦૧ હોવું જોઈએ. આહાહા...! મારો નાથ સર્વજ્ઞ, સર્વદર્શી પ્રભુ (છે) તો એની પર્યાયમાં સર્વજ્ઞ અને સર્વદર્શી પર્યાય આવવી જોઈએ પણ હું અલ્પ વિષયમાં રોકાઈ ગયેલો છું એથી મને સર્વજ્ઞ અને સર્વદર્શી નથી થતું. આહાહા! વિષય એટલે? ભોગ એ વિષય નહિ. જ્ઞાનનો વિષય જે અલ્પ છે ઈ. આહાહા...! જાણવા-દેખવાની મારી પર્યાય અલ્પ વિષયમાં રોકાઈ ગયેલી છે. આહાહા.! એ જ મને પ્રતિકૂળ છે, કહે છે. આહાહા.! દિગંબર સંતોની બલિહારી છે, જેણે કેવળજ્ઞાનીના પેટ ખોલી નાખ્યા છે. આહાહા...! અને તે અંદરમાં બેસી જાય એવી વાત છે. આહાહા..! સમજાય છે કાંઈ? આહા...!
બન્નેને...” દર્શન, જ્ઞાન બન્નેને વિષયપ્રતિબંધ... હેઠે (ફૂટનોટ છે). વિષયમાં રૂકાવટ, મર્યાદિતપણું. દર્શન, જ્ઞાનમાં મર્યાદિતપણું છે જાણવાનું એ જ પ્રતિકૂળતા છે. આહાહા...! ભગવાન તો જાણનારો અમર્યાદિત જાણવા-દેખવાનો સ્વભાવ છે એનો. ત્રિકાળ તો છે પણ પર્યાયમાં પણ અમર્યાદિત જાણવા-દેખવાનો સ્વભાવ હોવો જોઈએ. આહાહા...! એવા જાણવાદેખવાના પૂર્ણ સ્વભાવનું અમર્યાદિતપણું નહિ અને અલ્પ વિષયમાં રોકાઈ જનારું જ્ઞાન, દર્શન... આહાહા.... એ મને પ્રતિકૂળતા છે. આહાહા...! એ મને મારાથી પ્રતિકૂળતા છે. સમજાણું કાંઈ? આહાહા...! ૧૬૩ ગાથા છે.
जेण विजाणदि सव्वं पेच्छदि सो तेण सोक्खमणुहवदि।
इदि तं जाणदि भविओ अभव्वसत्तो ण सद्दहदि।। આહાહા.! ભવ્ય જીવ કે લાયક જ્ઞાની આમ જાણે, અવિને ખબર પડતી નથી. અરે.. મારું જ્ઞાન ને દર્શન, પૂર્ણ સ્વભાવી મારો પ્રભુ, એની પર્યાયમાં પૂર્ણ દેખવું-જાણવું હોવું જોઈએ એને ઠેકાણે અપૂર્ણમાં રોકાઈ ગયો... આહાહા.! એ મારે પ્રતિકૂળતા છે. કર્મની પ્રતિકૂળતા છે, એ નહિ. જુઓ તો ખરા વાણી! આહાહા...! માંગીલાલજી'! આ ભાષા તો સાદી છે, બહુ ઓલી નથી. તમે તો અહીં આવો છો. આહાહા...! આ “પંચાસ્તિકાય છે, કુંદકુંદાચાર્ય એની ટીકા “અમૃતચંદ્રાચાર્ય (ની છે).
અહીં કહે છે, ઇચ્છાને જ્ઞાની કર્મનું કાર્ય જાણે છે. એટલે કે મારી પર્યાયમાં કમજોરી છે. મારી દૃષ્ટિ ત્યાં નથી. મારી દૃષ્ટિમાં તો ભગવાન પૂર્ણ સ્વરૂપ છે તે છે. માટે મારું કાર્ય તો જ્ઞાન ને દર્શન ને આનંદ આવવું જોઈએ. એને ઠેકાણે ઇચ્છા આવી એ કર્મનું કાર્ય છે, એમ કરીને કાઢી નાખ્યું છે. આહાહા.! એનો હું તો જ્ઞાતા છું, એમ કહે છે. આહાહા.!
બીજો બોલ. “રોગ સમાન જાણી તેને મટાડવા ચાહે છે. પહેલા બોલમાં એ કહ્યું કે, જ્ઞાની ઇચ્છાને કર્મના ઉદયનું કાર્ય જાણે પણ પોતાનું કાર્ય નથી (એમ જાણે છે). આહાહા.! અરે.! નિધાન જેને અંદરથી મળ્યા છે. આહા...! પૂર્ણાનંદનો નાથ જ્યાં ઉછળીને પર્યાયમાં આવે છે. આહાહા..! એનું તો કાર્ય જ્ઞાન ને આનંદ છે. એનું કાર્ય રાગ હોય નહિ. કારણ કે એના સ્વભાવમાં એ કાંઈ છે નહિ. આહાહા...! જેટલા સ્વભાવ અને શક્તિઓ છે એ