________________
૩૦૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭
બધી પવિત્ર છે. આહાહા..! તો પવિત્રતામાં અપવિત્રતાનું કાર્ય હોઈ શકે નહિ. શું કહ્યું સમજાણું? ભગવાનઆત્મામાં તો જેટલા અનંત ગુણો.. કાલે આવ્યું હતું કે, આકાશના પ્રદેશથી પણ આત્મામાં અનંતગુણા ગુણ છે. જ્યારે શ્વેતાંબરમાં આવ્યું છે (એ) આમાંથી લીધેલું આવ્યું છે, ત્યાં ક્યાં હતું? આમાં કયાં છે એ ખ્યાલમાં આવતું નથી. કાલે બતાવ્યું હતું ને? ‘અજીતનાથ’ની સ્તુતિ. એક જીવમાં આકાશના પ્રદેશ કે જેનો અંત નથી, આહાહા..! દસે દિશાઓનો કચાંય અંત નથી. એટલા જે આકાશના પ્રદેશ એના કરતા ભગવાન એક આત્મામાં અનંતગુણા ગુણ છે. આહાહા..! તમારા પૈસા કરોડ, બે કરોડ, અબજ.. અમારા વખતમાં તો બીજું હતું જરી. અબજ પછી ખર્વ, નિખર્વ એવું હતું. ખર્વ, નિખર્વ, મહાસંઘદી, જગદી ને મધ્યમ ને એ વખતે હતું. અઢાર બોલ હતા. અત્યારે તો ચાલ્યું ગયું, અબજ જ છે. આહાહા..! પણ અહીં તો કહે છે કે, હજી પ્રારંભ છે, અઢારમો આંકડો એ પણ હજી એની મર્યાદા છે. ભગવાનને તો.. આહાહા..! આકાશના પ્રદેશનો અંત નહિ, શું કહે છે? પ્રભુ! એ ખેતરનો-ખેતરનો જ્યાં અંત નહિ, એ ખેતરના જાણનારના ગુણનો અંત નહિ. એવા અનંત ગુણો પ્રભુ અંદર ઠાંસીને ભર્યાં છે. એ અનંતમાંથી કોઈ ગુણ અપવિત્રપણે પરિણમે એવો કોઈ ગુણ નથી. એ જાણીને અહીં એમ કહ્યું છે કે, ઇચ્છા એ મારું કાર્ય નહિ. હું તો પવિત્ર છું ને પવિત્રનું કાર્ય તો પવિત્ર છે. લાલચંદભાઈ’! કાર્ય કેમ કહ્યું? કર્મની માથે કેમ નાખ્યું? સમજાણું કાંઈ? છે તો પોતાની નબળાઈ પણ કર્મની માથે કેમ નાખ્યું? પોતે ભગવાન અનંત ગુણનો પિંડ પવિત્ર પ્રભુ, એમાં કોઈ ગુણ વિકાર કરે એવો કોઈ ગુણ જ નથી. એ પર્યાયમાં અધ્ધરથી વિકાર થાય છે તેથી તેને પવિત્રતાનું કાર્ય ન ગણીને કર્મનું કાર્ય ગણ્યું છે. આહાહા..! અરે..! ભગવાનનો માર્ગ તો જુઓ, ભાઈ! આહાહા..!
ત્રિલોકના નાથ જિનેશ્વર પરમાત્મા. પાછું એવું છે કે જેટલા અનંત ગુણો આત્મામાં છે, આકાશના પ્રદેશથી અનંતગુણા, તેટલા જ ગુણ એક પરમાણુમાં છે. ભલે એ જડ (છે). જડના જડ ગુણો. એટલા જ સરખા. દ્રવ્ય છે ને! આહાહા..! એ કાલે આવ્યું હતું ને? આકાશના પ્રદેશથી દરેક દ્રવ્યના ગુણ અનંતગુણા છે. કેટલા વખતથી કહ્યું હતું પણ હાથ નહોતું આવતું. કાલે આવ્યું. એને આવવું હોય ત્યારે આવે ને! બાપુ! આહાહા..!
અહીં શું કહેવું છે? કે, ભગવાનમાં અનંતા.. અનંતા.. અનંતા.. અનંતા.. અનંતા.. થોકના થોક અનંતા એટલા અનંતા કે છેલ્લો અનંત જેમાં આવી શકે નહિ અને છેલ્લો અનંતનો પાછો છેલ્લો અંક પણ આવે નહિ, એટલા અનંતા. આહાહા..! એટલા પવિત્ર ગુણમાં કોઈપણ એક શક્તિ વિકાર કરે એવી શક્તિ નથી. શિષ્યે એ પ્રશ્ન કર્યો છે ઓલામાં કે, પ્રભુ! અનંત શક્તિનો ધણી છે તો કો'કનું કાર્ય કરે એવી શક્તિ છે કે નહિ? પ્રશ્ન છે ને! સમજાણું કાંઈ? આટલી બધી શક્તિઓ તમે આત્મામાં વર્ણવો છો તો એક શક્તિ એવી પણ કેમ ન હોય કે ૫૨નું કરી શકે? પાટનીજી’! આહાહા..! ભગવાન! તારી મહિમા તો જો, પ્રભુ!