________________
૨૯૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ થાય ને મોઢું? પાણી. શું કહેવાય ? અમી. અમી ન આવે ત્યારે અમી લાવવા માટે પછી આંબલીના કાતરા ગોઠવે એટલે અમી આવે, એમ. કાતરા આંબલીના નહિ? આમ ગોઠવે, ઘરમાં ગોઠવે ને પછી અમી આવે. આવે છે ને પાણી. કેટલાકને બંધ થઈ જાય એટલે અમી લાવવા માટે આવું કરે. છે, બધું જોયું છે, હોં! આહાહા...! પ્રભુ! અમી તો અમૃતનો સાગર અમી લાવવા તો ન્યાં છે. આહાહા...! મોઢામાં અમી બંધ થઈ ગયું માટે આના દ્વારા અમી આવશે, શેના ફાંફાં માર્યા તેં આ? આહાહા...! અમૃતનો સાગર, એમાં અમી નથી, એમ તારી પર્યાયમાં અમી નથી એની તને ખબર નથી? ત્યાં અમી લાવને આહાહા.! પરમસત્યની વાતું, બાપા! બહુ જુદી જાત છે. એ વીતરાગ સિવાય ક્યાંય આવી વાત છે નહિ. રસન (થયું).
સ્પર્શન...” આ સ્પર્શન, એનો પરિગ્રહ જ્ઞાનીને નથી. આ સ્પર્શ સરખો રહે તો હું સ્પર્શનું કામ કરી શકું. આહાહા..! હાથમાં ખાલી ચડી જાય (ત્યારે) બીજાને પક્કડી શકું છું કે નહિ, એ અડી ન શકે. બે પાના જુદા પાડવા હોય તો આંગળા એવા થઈ જાય કે આ જુદું પાડી ન શકે. બે પાનાને આમ જુદા ન પાડી શકે. એવી અંદર હાથમાં ખાલી ચડી જાય. સ્પર્શ. સ્પર્શ, એનો પરિગ્રહ (નથી). સ્પર્શ અજ્ઞાન છે. આ અજ્ઞાનમય સ્પર્શ છે. આહાહા...!
એ સોળ શબ્દો મૂકી, સોળ ગાથાસૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં...” જોયું? સોળનું વ્યાખ્યાન કરવું, કહે છે. જેવું માથે કર્યું હતું તેવું આનું કરવું. આહા.! અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.” જેટલા વિકલ્પોની જાત ઉઠતી હોય એ બધા માટે વિચાર કરવો. આહાહા...! એ બધા હું નહિ. આહાહા...! ૨૧૧ થઈ. અહીંયાં મુખ્ય મુનિપણાની અપેક્ષાએ વાત છે. એટલે ત્યાં પુણ્ય, પાપ, આહાર અને પાણી બસ! ચાર સુધી આવશે. ટીકા વચમાં બધા બોલ આવ્યા પણ મૂળ આ પુણ્યનો પરિગ્રહ ધર્મીને નથી, પાપનો પરિગ્રહ ધર્મને નથી. હવે આહારનો પરિગ્રહ નથી, પછી કહેશે પાણીનો પરિગ્રહ નથી). વસ્ત્રનો પરિગ્રહ નથી એ નહિ લ્ય, કેમકે આ મુનિપણાની પ્રધાનતાથી કથન છે. સમજાણું કાંઈ?
“હવે જ્ઞાનીને આહારનો પણ પરિગ્રહ નથી...' લ્યો. એ આહાર ત્યે તો પરિગ્રહ નથી. આ ગજબ વાત છે. આહાહા.! એ વખતે જ્ઞાતા-દષ્ટા આહાર આવે તેને જાણે છે કે આ આહાર આવ્યો. આત્મામાં ન આવ્યો, એવું જાણે છે. આહાહા...! એ આહારનો પણ ધર્મીને પરિગ્રહ નથી. આહાર અજ્ઞાનમય ચીજ છે. આહાહા...! સમજાણું? એની ગાથા વિશેષ કહેશે...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)