________________
ગાથા-૨૧૧
૨૯૩
નાથ વીતરાગ પરમાત્માનો આ હુકમ છે. આહાહા..! શ્રોત્ર.. આહાહા..! ઇન્દ્રિયનો પરિગ્રહ નથી. કેમકે ઇચ્છા જ શ્રોત્રની નથી. શ્રોત્રઇન્દ્રિય ઠીક રહે એવી ઇચ્છા જ નથી. આહાહા..! અસ્થિરતાની ઇચ્છા આવે છે તેની ઇચ્છા નથી. આહાહા..!
શ્રોત્ર ઇન્દ્રિય જડ.. એ તો એકત્રીસ ગાથામાં આવી ગયું ને? શ્રોત્ર જડ શરીર પરિણામને પ્રાપ્ત. આ તો શરીર પરિણામને પ્રાપ્ત. એ તો ઠીક પણ ભાવ જે છે, આહાહા..! ભાવેન્દ્રિય એ પણ જીવનું સ્વરૂપ નથી. ખંડ ખંડ ખંડ ખંડ ખંડ એ જીવનું સ્વરૂપ નથી. આહાહા..! જેણે અખંડના નાથને જોયો, જાણ્યો અને માન્યો એને ખંડજ્ઞાનનો પરિગ્રહ કેમ હોય? આહાહા..! આવી વાતું હવે. એમાં પાંચ-દસ લાખ પૈસા થાય, પચીસ-પચાસ થાય ત્યાં તો એમ થઈ જાય કે ધનાઢ્ય છીએ, શ્રીમંત છીએ, શ્રીમંતને ઘરે અવતર્યાં છીએ. અહીં કહે છે, પ્રભુ! તું શું કહે છે? શ્રીમંત તો પ્રભુ આત્મા છે. શ્રી નામ સ્વરૂપની લક્ષ્મીવાળો પ્રભુ છે. આહાહા..! ત્યાં તું જન્મ્યો છો? ત્યાં તેની ઉત્પત્તિ કરી છે તેણે? આહા..! તેનો શ્રીમંત શેનો તું? ધૂળનો? આહાહા..! શ્રોત્ર (થયું). આહા..!
‘ચક્ષુ,...’ ચક્ષુ ઠીક રહે તો મને ભગવાનના દર્શન થાય. આ ભગવાનના દર્શન જેણે કર્યાં છે એને ચક્ષુનો પરિગ્રહ નથી. આહાહા..! ધર્મી ચક્ષુ દ્વારા જોતો જ નથી. એ તો જ્ઞાન દ્વારા જાણે છે. આ ભગવાન પર છે એ જ્ઞાન દ્વારા જાણે છે, ચક્ષુ દ્વારા નહિ. એ ૪૯ ગાથામાં ઘણું આવ્યું છે. છ બોલ આવે છે. ક્ષયોપશમ ભાવ પણ એનો નથી. આહાહા..! અને ૩૨૦ ગાથામાં આવ્યું ને? કે, જ્ઞાની છે એ, સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક ૫રમભાવ લક્ષણ નિજ પરમાત્મદ્રવ્ય તે હું.. આહાહા..! એ ખંડ ખંડ જ્ઞાન તે હું નહિ. ખંડ ખંડ જ્ઞાનની ભાવના ધર્મીને નથી. અરે..! આહાહા..! ચક્ષુનો પરિગ્રહ નથી.
‘ઘ્રાણ,...’ નાક સરખું હોય તો અનાજ બગડેલું છે કે સડેલું છે કે નથી સડેલાની ખબર પડે. એ કંઈ નાકનો પરિગ્રહ ધર્મીને નથી. આહાહા..! અરે......! કયાં જીવને હજી તો બહારમાં.. આહાહા..! લૌકિકની અનુકૂળતા માટે મથે બિચારા. હેં? પોતાની સગવડતા માટે કંઈક ઓશિયાળી, લોકોની પાસે આમ કરે ને આમ કરે ને આમ કરે. અરે......! ભિખારીવેડા (છે). પોતાનું કામ કાંઈક કરવું હોય તો પૈસાવાળા હોય કે ઓલા હોય એની પાસે, મારું કામ થશે. આહાહા..! બહાર જવા માટે પણ આની કાંઈક અનુકૂળતા કરું તો મને બહાર જવાનું કાંઈક આપે, થાય. અરે......! શું કરે છે તું? પ્રભુ! બહાર જાવું છે ને તારે? આહા..! અંદર જાવું નથી ને? આહાહા..! એ ઘ્રાણઇન્દ્રિય ભગવાનનો સ્વભાવ નથી, અજ્ઞાનમય છે.
‘રસન,...’ જીભઇન્દ્રિય. આહાહા..! માણસને કેટલાકને એવું છે કે જીભ દ્વારા આમ સ્વાદનો ખ્યાલેય ન આવે. એવી જીભ થઈ જાય પછી જીભને સારી કરવા માટે મથે. લૂખું