________________
૨૯૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ વાઘ, સિંહ સંયોગ જો, અડોલ આસન ને મનમાં નહિ ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો, અપૂર્વ અવસર એવો કયારે આવશે?” એવી સમતામાં ઝૂલશું. આહાહા.! શરીરને ખાવા મિત્ર સિંહ આવે, આહા! તે તો મિત્ર છે. મારું કયાં હતું તે મારું શરીર ધે? મારું કયાં હતું તે મારું ધ્યે છે? પરનું શરીર પર લ્ય છે. આહાહા...! પણ એને આમ દેખાય ને? ક્રિયામાં, બહારથી. ખરેખર તો એ શરીરને અડતુંય નથી, એનું મોઢું આને, વાઘનું કે સિંહનું. બહુ આકરું કામ, બાપા! પણ જ્યારે એ બનવાનું હોય તો પોતાને કારણે છૂટી જાય છે. આહાહા...!
કાયાનો પરિગ્રહ ધર્મીને નથી. શરીર ઠીક હશે તો ધર્મ થશે. આહાહા.! શાસ્ત્રમાંય એમ આવે, ઇન્દ્રિય ઢીલી ન પડે, શરીરમાં રોગ ન આવે, આહાહા.! ત્યાં ધર્મ કરી લેજે. જુઓ., કુંદકુંદાચાર્યમાં આવે છે. એ તો એને પુરુષાર્થની જાગૃતિ માટે કહે છે. વૃદ્ધાવસ્થા આવશે તો ચાલી નહિ શકે, બાપા! આહાહા...! પાણીના જુઓને લોઢ એટલા આવ્યા, ઘરમાં પાણી ગયું કે હવે ત્યાંથી બારણામાં નીકળી ન શકાય. ખુલ્લા બારણા. પાણીનું જોર આવું દળ. આમ આવ્યું. “ઇન્દુ' (છે ને). “રતિભાઈના મકાનની બહાર ગૃહસ્થના મકાન હતા
ત્યાં અમે બે વાર ઉતર્યા, “રતિભાઈને ત્યાં. ત્યાં એને બિચારાને પાણીનું એટલું જોર આવ્યું કે બારણા બહાર ન નીકળી શક્યા. નહિતર બહાર ઉપર જવાની નિસરણી હતી. બસ! ત્યાંને ત્યાં પાંચેય ખલાસ. એ દશા જ દેહની થવાની. બાપા! એ દેહની અવસ્થાનો ભાવ જ એવો હતો. જ્ઞાનીને તેનો પરિગ્રહ હોતો નથી. આહાહા...! આવી વાતું.
શ્રોત્ર, ઇન્દ્રિયનો પરિગ્રહ નથી, ઠીકી શ્રોત્ર ઇન્દ્રિય સારી હોય તો મને સાંભળવાનું રહે. અહીં તો કહે છે કે, એ શ્રોત્ર ઇન્દ્રિય દ્વારા ભગવાન સાંભળતો જ નથી.
મુમુક્ષુ :- ૧૭૨ ગાથામાં આવે છે.
ઉત્તર :- ૧૭૨ ગાથામાં આવે છે, રસ. આહાહા! એક તો અલિંગગ્રહણ છે અને એક તો ૪૯ ગાથામાં આવે છે, ભાઈ! રસ. એક-એકમાં. ત્યાં તો ફક્ત અમુક જ ઇન્દ્રિયનું (આવે છે). ઓલામાં તો ભાવેન્દ્રિય દ્વારા રસ ચાખતો નથી, દ્રવ્યેન્દ્રિય દ્વારા રસ જાણતો નથી. ક્ષયોપશમ ભાવ છે એ પણ એનો નથી. એ દ્વારા રસ ચાખતો નથી અને રસ ચાખવામાં એક તરફનું જેને જ્ઞાન નથી, એનું સામાન્ય બધા માટેનું જ્ઞાન છે. ૪૯ અવ્યક્તના છ બોલ છે ને? છે ને, છે. આહાહા...!
“શ્રોત્ર,...” ઇન્દ્રિય. દ્રવ્યેન્દ્રિય, જે શ્રોત્રઇન્દ્રિય ભાવઇન્દ્રિય, બેયનો પરિગ્રહ નથી. આહાહા...! શ્રોત્રઇન્દ્રિય સરખી રહે તો મને સાંભળવાનું મળે. પણ એ સાંભળતો નથી, કહે છે. શ્રોત્ર ઇન્દ્રિય દ્વારા આત્મા સાંભળતો જ નથી. આત્મા તો જ્ઞાન દ્વારા જ્ઞાનની પર્યાયને પ્રગટ કરે છે. આવી વાતું છે. સાધારણ માણસને એવું લાગે કે આ એકલો નિશ્ચય (છે). પણ નિશ્ચય એટલે સત્ય અને વ્યવહાર એટલે આરોપિત ઉપચાર. આહાહા...! આવો ત્રણલોકના