________________
ગાથા૨૦૬
૨૨૧ વિકલ્પ ઉઠે છે એ આત્મા નહિ આહાહા.! એટલો આત્મા કે જેટલું જ્ઞાન, એટલો આત્મા કે જેટલું કલ્યાણ. જેટલું જ્ઞાન એટલું કલ્યાણ, ત્રિકાળ. આહાહા...! અહીંયાં તો પર્યાય ઉપરથી દૃષ્ટિ છોડી દે જ્ઞાનમાત્ર ત્રિકાળ (છે) ત્યાં રતિ કર, સંતોષ કર. આહાહા.! એ કલ્યાણ ત્યાં છે. આહાહા.!
એટલું જ સત્ય અનુભવનીય છે. આહાહા.! અસ્તિથી વાત કરી. દયા, દાન, વ્રતાદિના વિકલ્પનો અનુભવ કરવા લાયક નથી. એ તો રાગનું વેદન છે. આહા.! પરમસત્ય આ છે. લોકોને (કઠણ) લાગે, અભ્યાસ નહિ, અંતર ચીજની મહિમા નહિ. અંદર પ્રભુ કોણ છે? પ્રભુ તો એમ કહે છે કે, તારી પ્રભુતામાં તું પ્રીતિ કર. તારા જ્ઞાનસ્વભાવમાં પ્રીતિ, સંતોષ ત્યાં કર. તારું કલ્યાણ ત્યાં છે. આહાહા.મારી સામું જોઈશ તો પ્રભુ તને રાગ થશે, પ્રભુ એમ કહે છે. આહા...! તારો ભગવાન આત્મા એટલો જ સંતોષ કરવા લાયક છે અને એટલો જ અનુભવ કરવા લાયક છે, જુઓ!
‘એટલું જ સત્ય.” આહાહા.! બાકી વ્યવહાર રત્નત્રય આદિનો વિકલ્પ પણ અસત્ય છે. આહા.! બહુ ઝીણું, આકરું. માણસને ફુરસદ નહિ અને પોતાની ચીજની કેટલી મહત્તા છે. મહાન શક્તિઓનો ભંડાર ભગવાન... આહાહા...! એવો હીરો ક્યાંય છે નહિ. હું જ હીરો છું. લ્યો, વળી તમારો હીરો આવ્યો. આહાહા...! જ્ઞાનપ્રમાણ આત્મા (છે). એ પહેલા એકવાર પ્રવચનસારમાં આવી ગયું છે. આત્મા જ્ઞાનપ્રમાણ, જ્ઞાન શેયપ્રમાણ, શેય લોકાલોક પ્રમાણ. ભગવાન આત્મા જ્ઞાનપ્રમાણ, જ્ઞાન શેયને પૂર્ણ જાણે એવા શેયપ્રમાણ, શેય લોકાલોક પ્રમાણ. આહાહા...! લોકાલોકને જાણે તેવો જ્ઞાનપ્રમાણ આત્મા છે. એ તો પર્યાયમાં, હોં! વસ્તુ તો ત્રિકાળ છે. આહાહા...!
“એટલું તો સત્ય...” બાકી રાગાદિ તો અસત્ય છે). આહા.... દેવ-ગુરુ, ધર્મ એમ કહે કે, તું એટલો સત્ય છો. એ પરમાર્થસ્વરૂપ સત્ય એ અનુભવ કરવા યોગ્ય છે. આહા...! દેવ, સર્વજ્ઞ પરમાત્મા પરમગુરુ, સર્વજ્ઞદેવ પરમગુરુ એમ કહે છે કે, પ્રભુ! એટલું સત્ય અનુભવ કરવા લાયક છે, જેટલો તું જ્ઞાનપ્રમાણ છો. આહાહા...! મારા તરફનું લક્ષ કરીને પણ અનુભવ કરવા લાયક તું નથી. અરે.! આવી વાત છે વીતરાગની, ભાઈ! આહાહા...! પરમાત્મા ત્રિલોકનાથ તીર્થકર અને એના સંતો, કેવળજ્ઞાનના કેડાયતો, એ એમ કહે છે કે, પ્રભુ! એટલું સત્ય અનુભવ કરવા લાયક છે. અમારી તરફ જોઈને અનુભવ કરવા લાયક નથી. આહા...!
તારો આત્મા જ્ઞાનપ્રમાણ છે એટલો અનુભવ કરવા યોગ્ય છે કે જેટલું આ જ્ઞાન છે. આહાહા...! ત્રિકાળ જ્ઞાન છે એ જ અનુભવ કરવા લાયક છે. આહાહા...! આ સંસારના કામ કે દિ કરવા? આહા! ભાઈ! તું તો શેયનો જ્ઞાતા છો ને નાથી એ શેયના કાર્ય કરું એવો તું નથી. એ શેયનો વ્યવહાર જ્ઞાતા છો. આહાહા...! નિશ્ચયથી તો તું તારી પર્યાયનો