________________
૨૨૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ અને દ્રવ્ય-ગુણનો જ્ઞાતા છો. વ્યવહારથી પરનો, પરણેયનો જ્ઞાતા (કહેવાય) પણ એ શેયનું હિત કરવા લાયક છે અને એ શેયથી આત્માને લાભ થાય છે, એવી ચીજ નથી. આહાહા...! શેયને જાણનારો જ્ઞાનસ્વરૂપ ભગવાન. એ જ્ઞાન આ શાસ્ત્રજ્ઞાન નહિ. જેનો સ્વભાવ જ્ઞાનસ્વભાવ. ચૈતન્યપ્રકાશ સ્વભાવ આત્મા, એટલું અનુભવ કરવા લાયક છે. સમજાણું? આહાહા...! આવી વાત છે.
- આ એકાંત લાગે પણ એકાંત જ છે. જ આવ્યો ને? (એટલે) સમ્યફ એકાંત. આહાહા...! નિશ્ચયનય સમ્યક એકાંત છે. અને સમ્યકુ એકાંતના હિત માટે પ્રગટ થયેલી દશા, પછી ઇ દશા રાગાદિ પર્યાયને જાણે એ અનેકાંત છે. આહા...! “શ્રીમમાં આવે છે ને? “અનેકાંત પણ સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય પ્રકારે હિતકારી નથી.” પ્રભુ! આહાહા...! “શ્રીમદ્ કહે છે. અનેકાંત પણ; પર્યાય છે, ગુણભેદ છે, રાગ છે એ અનેકાંત પણ સમ્યક એકાંતની નિજપદની પ્રાપ્તિ સિવાય એ અનેકાંત પણ હિતકારી નથી. આહાહા...! અરેરે...! આવું સાંભળવા મળવું મુશ્કેલ પડે. મહા પુણ્યનો યોગ હોય તો તો એ સાંભળવા મળે છતાં એ કહે છે કે, સાંભળવા મળ્યું, એ સાંભળવાનો વિકલ્પ આવ્યો એ અનુભવ કરવા લાયક નથી. આહાહા...!
એટલું જ સત્ય અનુભવનીય છે (અનુભવ કરવાયોગ્ય) છે જેટલું આ જ્ઞાન છે.” ત્રિકાળ સ્વભાવ. ‘એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદાય.” જુઓ! જ્ઞાનમાત્રથી “જ” સદાય (એમ કહીને) સમ્યક એકાંત કર્યું છે. સદાય... સદાય. આહાહા...! કોઈ ક્ષણમાં પણ રાગનો અનુભવ કરવા લાયક નથી. આહા...! રાગ આવે છે પણ અનુભવ કરવા લાયક તો આ ચીજ છે.
જ્ઞાનમાત્રથી જ સદાય તૃપ્તિ પામ.' તૃપ્તિ. તૃપ્તિ. તૃપ્તિ. આહાહા.! જેમ સુધા બહુ લાગી હોય અને પછી ચૂરમાના લાડવા ને પતરવેલિયા ને ભજીયા (ખાય તો) તૃપ્તિ. તૃપ્તિ. તૃપ્તિ (થાય). આહાહા.! હેં?
મુમુક્ષુ :- થોડીવાર પછી. ઉત્તર :- એ તો થોડીવાર થાય ત્યાં ઝાડા થઈ જાય. આહાહા...!
આ તો આનંદનો નાથ પ્રભુ, જ્ઞાનમાત્રનો, જ્ઞાનની પ્રધાનતાથી કથન છે પણ આત્મા આનંદપ્રમાણ છે અને આનંદપ્રમાણ આત્મા છે. સમજાણું? એવા અનંત ગુણપ્રમાણ આત્મા છે અને આત્મા અનંત ગુણપ્રમાણ છે અને અનંત ગુણ આત્મા પ્રમાણ છે. આહા.! એમ નિશ્ચય કરીને ત્યાં તૃપ્તિ પામ, તૃપ્તિ પામ, તૃપ્તિ પામ ત્યાં. આહાહા.! રતિ પામ, સંતોષ પામ, તૃપ્તિ પામ – આ ત્રણ બોલ લીધા. આહાહા...! આ તમારા રૂપિયામાં તો પાંચ કરોડ, દસ કરોડ, વીસ કરોડ, અબજ આવે તોય સંતોષ નથી. ધૂળમાં એકલું પાપ છે. આહાહા.! એ. હસમુખભાઈ'. આહા...!