________________
ગાથા– ૨૦૬
૨૨૩
ભગવાન આત્મા જ્ઞાનપ્રમાણ તેમાં પ્રેમ કર, જ્ઞાનપ્રમાણ તેમાં સંતુષ્ટ થા, જ્ઞાનપ્રમાણ તેનો અનુભવ કરીને તૃપ્તિ કર. આહાહા.! પહેલો જ્ઞાનમાં આ નિર્ણય તો કરે કે વસ્તુ આ છે અને અંતરમાં અનુભવ કરવા લાયક ચીજ હોય તો એ આત્મા છે. આહાહા.! વેદન, વેદન, વેદવા લાયક હોય તો તે આત્મા છે. આહાહા...! અને ત્યાં આગળ સંતોષ છે. ત્યાં પ્રેમ કર તને આનંદ આવશે, કહે છે. આહા...! એમ કહે છે. આહાહા! ‘તૃપ્તિ પામ.’ આહાહા.!
એમ.’ આ રીતે સદાય આત્મામાં રત...” ઇ ત્રણ બોલનો સરવાળો કરે છે. સદાય આત્મામાં રત,...’ આહાહા.! સદાય આત્મામાં લીન. “આત્માથી સંતુષ્ટ અને આત્માથી તૃપ્ત.” આહાહા. એમ ભગવાન આચાર્ય સંત જગતને એની ઋદ્ધિની જાહેરાત કરે છે. આહા...! પ્રભુ! તારી ઋદ્ધિ તો આનંદ છે ને નાથ! તારી સંપદા જ્ઞાન ને આનંદ એ તારી સંપદા છે. આહાહા...! રાગ પણ નહિ તો બહારની લક્ષ્મી – ધૂળ તો ક્યાંય રહી ગઈ. આહાહા...! એમ સદાય આત્મામાં રત, આત્માથી સંતુષ્ટ અને આત્માથી તૃપ્ત એવા તને.... આહાહા...! ભગવાન તને જ્ઞાનપ્રમાણ, આનંદ અને સંતોષ કરવાથી “વચનથી અગોચર એવું સુખ થશે.' એ વચનગમ્ય નથી, નાથા એવા આનંદની, શાંતિ તને પ્રાપ્ત થશે. અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ થશે. આહાહા...! એ સમ્યગ્દર્શન, જ્ઞાન ને ચારિત્ર (છે). આમ લોકોને એકાંત લાગે. ભઈ! આમ કરવું પણ એનું કોઈ સાધન ખરું કે નહિ? હેં?
મુમુક્ષુ - આવે ખરું ને?
ઉત્તર :- આવે, એ તો નિમિત્તના કથન છે. આહાહા.! જેમ નિશ્ચય સમ્યગ્દર્શન, જ્ઞાનમાત્ર આત્માનો અનુભવ થયો, એમાં પ્રતીતિ (થઈ) તે નિશ્ચય સમ્યગ્દર્શન (છે). બાકી રાગ રહ્યો તેને વ્યવહાર સમકિતનો આરોપ (કર્યો. આરોપનો અર્થ એ સમકિત છે નહિ પણ નિશ્ચય સમકિતની સાથે રાગ છે તો વ્યવહાર સમકિતનો આરોપ (ર્યો. છે તો એ રાગ ચારિત્રનો દોષ, એને વ્યવહાર સમકિત કહેવામાં આવ્યું. આહાહા.! સમજાણું? એમ સાધન, સાધક. નિજ સ્વરૂપનો અનુભવ થયો ત્યારે જે રાગ મંદ હતો, આ સાધકપણું અંદર પ્રગટ થયું ત્યારે રાગ જે મંદ છે તેને વ્યવહાર સાધકનો આરોપ આવ્યો. વ્યવહાર સાધક કહેવામાં આવ્યું. જયસેનાચાર્યમાં એ શબ્દ બહુ છે. એ લોકો કહે છે. આહાહા...!
આ ૩૨૦ ગાથા ચાલી ને? “ઇન્દોરમાં એક “બંસીધરજી” હતા ને? “બંસીધરજી પંડિત અહીં આવી ગયા હતા ત્યારે કેટલીક વાત તો એને બહુ બેસતી. છેલ્લે “કલકત્તા આવ્યા ત્યારે તો એમેય બોલી ગયા હતા. હવે તો મારે ત્યાં રહેવાનો વિચાર છે. છેલ્લી ઘડીએ પણ પાછું ગંગા કાંઠે ગંગા જેવા (ફરી ગયું). આંખમાં આંસુ. વ્યાખ્યાન દઈને હેઠે ઉતર્યો. ‘કલકત્તા”. મોટર પાસે આવ્યા અને કહ્યું, હવે તો મારે છેલ્લી આખી જિંદગી ત્યાં રહેવાનો ભાવ છે. હવે એકવાર એમ કહેતા હતા. અહીં હા પાડે ત્યાં વળી એકવાર એમ કહેતા