________________
૨૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ હતા કે, આ ૩૨૦ ગાથાની “જયસેનાચાર્યની ટીકા પસંદ કેમ કરી? બીજા અધિકાર એમાં છે, સાધક-સાધન છે, ફલાણું છે ને એ ન લીધું અને આ ગાથા કેમ પસંદ કરી? પણ એમની દૃષ્ટિને અનુકૂળ છે માટે આ પસંદ કરી, એમ બોલ્યા હતા. અરે! ભાઈ! એમ બોલ્યા હતા. નહિતર “જયસેનાચાર્યની ટીકામાં વ્યવહાર ઘણો છે. વ્યવહાર સાધક છે, નિશ્ચય સાધ્ય છે, વ્યવહારથી નિશ્ચય થાય છે એવું લખાણ બહુ આવે છે). એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું છે). આત્મા જ્યારે સ્વભાવનો સાધક થઈ અને શાંતિ ને આનંદની પ્રાપ્તિ થઈ, ત્યારે રાગ જે મંદ હતો તેને આરોપે સાધક કહ્યો. જેમ સમકિત નિશ્ચય થયું ત્યારે રાગને વ્યવહાર સમકિતનો આરોપ કહ્યો, એમ રાગથી ભિન્ન પડીને આત્માનો અનુભવ થયો, ત્યારે રાગ બાકી રહ્યો તેને વ્યવહાર સાધક કહ્યો. હવે શું થાય? ભાઈ! સમજાણું? જયસેનાચાર્યની ટીકામાં બહુ આવે. વ્યવહાર સાધન, નિશ્ચય સાધ્ય. આહાહા.! ત્યારે એણે એમ કહ્યું કે, એ અધિકાર ન લીધો અને આ ૩૨૦ ગાથા કેમ પસંદ કરી? એમ કહ્યું. એમની દૃષ્ટિને આ અનુકૂળ છે તો આ પસંદ કરી. પણ વસ્તુનું સ્વરૂપ જ એવું છે, પ્રભુ! પચાસ-પચાસ, સાંઈઠ-સાંઈઠ વર્ષ સુધી બીજા એકડા ઘૂંટ્યા હોય. વ્યવહારથી થાય, શુભરાગ હોય તો થાય.
હમણા “કળશટીકા બનાવી છે ને? જગમોહનલાલ'. આમ બીજી લાઈન કેટલીક ઠીક મૂકી છે પણ આમાં છેલ્લે સરવાળો આ મૂકે કે, શુભભાવ કરતા કરતા એ થાય. કારણ કે પોતે પડિમાના ધારક છે. અરે...! પ્રભુ! આ શું કરે છે? શું કહેવાય? ગાથાની ટીકા કરી છે ને? “અધ્યાત્મઅમૃત કળશ” પુસ્તક છે અહીંયાં. જેમ આ “રાજમલ’ની ટીકા છે ને? એમ એણે આખી ટીકા, બધા શ્લોકની ટીકા બનાવી છે પણ એમાં આ એક નાખ્યું છે કે, એને છેલ્લો શુભ ઉપયોગ હોય છે, જ્યારે શુદ્ધ (ઉપયોગી થાય ત્યારે, માટે શુભઉપયોગ સાધન છે. કારણ કે જ્યારે એ શુભથી ખસીને અંતરમાં અનુભવમાં જાય છે ત્યારે છેલ્લો એને શુભઉપયોગ હોય છે માટે તેને સાધન કહેવામાં આવે છે. આહાહા...! એમ નથી. એનાથી છૂટ્યો ત્યારે સાધન ક્યાંથી આવ્યું? રાગની રુચિ છૂટી અને જ્ઞાનની રુચિ, દૃષ્ટિ, અનુભવ થયો ત્યાં રાગનું સાધકપણું ક્યાં રહ્યું? આહાહા.! સમજાણું? એનાથી તો જુદો પડીને અનુભવ કર્યો તો સાધનપણું ક્યાં રહ્યું? પણ જ્યારે અનુભવ સાથે સંતોષ થયો, જ્ઞાનમાત્ર આત્મા એમ અનુભવમાં સંતોષ થયો ત્યારે રાગ બાકી હતો અને વ્યવહાર સાધકનો આરોપ કરીને કથન કર્યું. આ સિવાય આડુઅવળું કાંઈ કરવા જાય તો આખું તત્ત્વ ફરી જશે. આહાહા...! લખાણ ઘણું છે એમાં, ખબર છે ને, જયસેનાચાર્યની ટીકા.
પણ અંતે તો ૩૨૦ ગાથામાં તો કહ્યું... આહાહા...! કે, જ્ઞાની–ધર્મી ત્રિકાળ નિરાવરણ સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમભાવ લક્ષણ નિજ પરમાત્મદ્રવ્ય તે હું છું, એમ અનુભવ કર. નિજ પરમાત્મદ્રવ્ય હું છું. પર્યાયેય